________________
૫૮૮
ગીતા દર્શન
*પૂર્ણ શું માની જે એક, કાર્યે ચોટયું અહેતુક;
તત્ત્વાર્થસૂન્ય ને અલ્પ, મૃત્યુ તે જ્ઞાન તામસી. ૨૨ જે વડે (સાધક) સૌ ભૂતોમાં (રહેલા) એક અવિનાશી ભાવને અને વિભકતોમાં અવિભકત (એટલે કે વિવિધતામાં પણ એકતા)ને જુએ છે, તેને સાત્ત્વિક જ્ઞાન (હે અર્જુન !) તું જાણ.
જે જ્ઞાન ભેદભાવે કરીને નોખા નોખા (દેખાતાં હોઈ) સૌ ભૂતોમાં જુદાજુદા ભાવો જુએ છે તે જ્ઞાનને (હું) રાજસી (જ્ઞાન) જાણ.
અને જે પૂર્ણની જેમ (માની) એક જ કાર્યો ચોંટેલું અને હેતુ વિનાનું તથા તાત્ત્વિક અર્થ વિનાનું (રહસ્ય વિનાનું) અને અલ્પ છે, તે જ્ઞાન તામસી (જ્ઞાન) કહેવાયું છે.
નોંધ : ગીતાકારે સાત્વિક જ્ઞાનમાં કર્તા અને કરણ અને જ્ઞાન ઉપર જ આરોપ્યાં છે. ખરી રીતે જ્ઞાન, શેય અને જ્ઞાતા ત્રણે એક સ્વરૂપે જ્યાં છે તે જ પરમ સાત્વિક જ્ઞાન છે. આવું જ્ઞાન તે જ વેદાંતનું અદ્વૈત. એટલે અહીં સાત્ત્વિક વિશેષણ જ્ઞાનને વપરાયેલું હોવા છતાં આ સાત્ત્વિક જ્ઞાન ગુણાતીત જ ગણી શકાય. આવા જ્ઞાનનું દેહ પર શું પરિણામ આવે છે તો ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞ-યોગમાં જ્ઞાનનાં લક્ષણ બતાવતાં કહેલું જ છે. આવો જ્ઞાની પુરુષ પ્રત્યેક દર્શનમાં શુદ્ધ દષ્ટિ રાખતો હોઈને જેમ ક્ષીરનીરમાંથી હંસ દૂધ જ લઈ લે છે, તેમ સત્યાસત્યના મિશ્રણરૂપ જગતમાંથી પોતાનું સત્ય જ તારવી લે છે. આથી એવા સાત્ત્વિક જ્ઞાનની પ્રવૃત્તિ નિવૃત્તિમાં આત્મોન્નતિ અને વિશ્વકલ્યાણ જોડાયેલાં જ રહે છે. આ જ્ઞાન એ કોઈ મત નથી, પરંતુ જીવતું જાગતું આચરણ છે. એમ જ સહુ કોઈ સમજી લે. અને મતને નામે સાચાખોટાનો નિર્ણય કરવાના અર્થહીન વિતંડાવાદથી દૂર રહે !
રાજસી જ્ઞાન ઉપલા દરજ્જા કરતાં નીચેનું હોય છે. તે જ્ઞાનવાળો મનુષ્ય સ્વાર્થમાં રાચનાર હોય છે. સાત્ત્વિક જ્ઞાની બીજાની પીડાએ પીડાય છે. રાજસ જ્ઞાની પોતાને કે પોતાના અંગત સંબંધીને સુખ મળ્યું એટલે પત્યું એમ માનનાર હોય છે. તામસ જ્ઞાની તો તેથી પણ નીચલા દરજ્જાનો હોય છે. એની પાછળ મોહ જ ભર્યો હોઈને તાત્ત્વિક વાતનું તેમાં નામ જ હોતું નથી. રાજસ જ્ઞાનવાળો તો પોતાનાં સગાં અને પોતાનાં ગણાતાં સામે તો જુએ છે. અને ભલે બદલા લેવાની x અધુરું જ્ઞાન (પાઠાં.) ૧. એક પોતાના દેહને જ સર્વસ્વ માનીને જ્યાં પ્રવૃત્તિ થાય, ત્યાં તામસી જ્ઞાન માનવું. જૈનદષ્ટિએ આ જ બહિરાત્મભાવ - પરને સ્વ માની પ્રવર્તવું તે.