________________
અધ્યાય ચૌદમો
મોહક સર્વ દેહીનો, અજ્ઞાને ઊપજ્યો તમ; ભારત ! જાણ તે બાંધે, નિદ્રા પ્રમાદ આળસે. ૮
૪૯૧
તે પૈકી (સત્ત્વગુણ નિર્મળ છે. એટલે તે) નિર્મળપણાને લીધે આરોગ્ય અને પ્રકાશ દેનાર છે. અને હે અનધ (નિષ્પાપી અર્જુન ! ) તે દેહધારી (આત્મા)ને સુખના અને જ્ઞાનના સંબંધમાં બાંધે છે.
અને હે કૌતેય ! રાગાત્મક (હોવાથી) રજોગુણ તૃષ્ણાસંગથી જન્મેલ છે, અને દેહધારીને કર્મસંગથી બાંધે છે. (મતલબ કે રજોગુણ-વાળાને સંસારવર્ધક પ્રવૃત્તિ બહુ ગમે છે.)
તેમજ હે ભારત ! અજ્ઞાનથી ઊપજેલ તમોગુણ સર્વ શરીરને મોહ પમાડનાર છે તથા તે પ્રમાદ (અસાવધાની) આળસ્ય અને નિદ્રાના બંધનમાં દેહીને બાંધે છે.
નોંધ : અહીં અર્જુનને માટે છઠ્ઠા, સાતમા અને આઠમા ત્રણે શ્લોકમાં જુદાં જુદાં વિશેષણો વપરાયાં છે, એ પણ સૂચક છે. સત્ત્વગુણ ત્રણે ગુણમાં ઊંચો અને પાપરહિત હોવાથી ત્યાં 'નિષ્પાપ' વિશેષણ છે. સૃષ્ટિની ઉત્પત્તિમાં રજોગુણ વધુ મહત્ત્વનો ભાગ ભજવે છે, તેથી 'કુંતીપુત્ર' એ વિશેષણ લીધું છે. 'ભારત' તો સામાન્ય વિશેષણ છે, એટલે એ વિષે ખાસ કહેવાપણું નથી.
જૈનસૂત્રોમાં છ લેશ્યા છે. તે પૈકીની કૃષ્ણ લેશ્યા અને નીલ લેશ્યા તમોગુણમાં નીલ, કાપોતી અને તેજો રજોગુણમાં; તેજો લેશ્યા અને કવચિત્ પદ્મ લેશ્યા પણ સત્ત્વગુણમાં ઘટી શકે તેમ છે.*
છ લેશ્યાઓમાં ત્રણ લેશ્યાઓઓ પ્રશસ્ત ગણાય છે, તેમ આ ત્રણ ગુણોમાં સત્ત્વગુણ જ પ્રશસ્ત છે. કારણ કે તે નિર્મળ છે, આરોગ્યદાયક અને પ્રકાશક છે. એટલે એ દ્વારા આત્માની ઉન્નતિ સંભવે છે. સુખ અને જ્ઞાન એમ બે તરફ જીવને એ લઈ જાય છે. સુખ તરફ ગયેલો આત્મા દિવ્યગતિ પામીને પણ પાછો ભવમાં રખડે ખરો ! પરંતુ જ્ઞાત તરફ ગયેલો તો સત્ત્વગુણનો આશ્રયી છતાં છેવટે તો ત્રિગુણાતીત મૂળ આત્મસ્વરૂપને પણ પામી શકે. આમ સત્ત્વગુણનો આશ્રય લેનારે પણ ચેતવું તો રહ્યું જ
મોહ, અજ્ઞાન, પ્રમાદ, નિદ્રા અને આળસ આ બધા દુર્ગુણો તદ્દન આત્માની
*લેયા જૈન પરિભાષાનો શબ્દ છે. ભાવથી માંડીને શરીર સુધી એની અસર થાય છે. છ લેશ્યાઓને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, દુર્ગુણ, સગુણ વગેરે હોય છે. આનું વર્ણન ઉત્તરાધ્યયન સૂત્રમાં આપ્યું છે.