________________
અધ્યાય અઢારમો
૬૧૩
જોડાત, તો એ લાગણીવશપણાનો પ્રત્યાઘાત ભયંકર નીવડત જ, એમાં શી શંકા છે? અહીં પુનરુકિત કરીને એટલું કહેવું જોઈએ કે દુર્યોધનપક્ષે યુદ્ધત્યાગ એ ધર્મ હતો, કારણ કે આ યુદ્ધ એણે અન્યાયે ઊભું કર્યું હતું. આથી એને સારુ યુદ્ધજોડાણ એ અત્યારે એને સુખેથી અચરાય તેમ હતું, છતાં પરધર્મ હતો. એ એનું સ્વભાવનિયત કર્મ નહોતું, પણ પરાણે ઊભું કરેલું કર્મ હતું. એટલે જ શ્રીકૃષ્ણગુરુએ અહીં “વે સ્ટે ર્મળ્યમિરતઃ' એ પ્રયોગ અર્જુનને જ લાગુ પાડયો છે. અને તેના જ પક્ષને આ યુદ્ધજોડાણમાં લાગેલું પાપ બંધનકર્તા નથી તે ન્યાયસર ઠરે છે. એટલે એકનું એક કર્મ, એકને માટે પરધર્મ હોય, બીજાને માટે સ્વધર્મ હોય. વળી એકનું એક કર્મ એક કાળે એ વ્યકિતને સ્વધર્મ કે સ્વભાવનિયત કર્મ અથવા સહજ કર્મ હોય; અને બીજે કાળે તેનું તે કર્મ, તે જ વ્યક્તિને માટે પરધર્મ કે સ્વભાવવિરુદ્ધ કર્મ વા અસહજ કર્મ હોઈ શકે, એ વિષે અગાઉની ત્રીજા અધ્યાયની નોંધમાં કહેવાયું છે, તે પણ ફરીથી બરાબર અહીં યાદ રાખવું જોઈએ.
અડતાલીસમા શ્લોકમાં અર્જુનને ગીતાકારે કહ્યું : "જોકે આ કર્મજન્યબંધન તો તને નહિ જ નડે, છતાં માન કે નડે તેમ હોય તોય તે સહજ કર્મ છે.” એટલે કે તર્યું તજાય તેમ નથી. માટે દોષવાળું હોય તોય તે સહજ કર્મ તો ન જ તજવું. કારણ કે અગ્નિ હોય ત્યાં ધુમાડો અનિવાર્ય છે, તેમ ક્રિયા છે ત્યાં દોષ અનિવાર્ય જ છે; અને દેહ છે ત્યાં ક્રિયા પણ છે જ.
શ્રી આચારાંગસૂત્રમાં પણ એ જ વાત કહેવાઈ છે. તે આપણે અગાઉ જોઈ ગયા છીએ કે, ત્રણે દિશામાં પાપપ્રવાહ છે. અને તે દેહધારીની આસપાસ એને ઘેરીને રહેલ છે.” જૈનપરિભાષા પ્રમાણે આને રાવી ચાલી આવે છે.” (રાવી એટલે પાપપ્રવાહ) એમ રૂઢ શબ્દોમાં કહેવાય છે.
વાત સાવ ખરી છે. દેહધારીને ક્રિયા વગર ચાલતું નથી. ખાવું, પીવું, ઊઠવું, બેસવું, ચાલવું, સૂવું આદિ તો સાધુસંન્યાસીને પણ છે જ. અરે ! શ્વાસ લીધા વિના તો ઊંઘમાં પણ કયાં ચાલે છે? ધારો કે પ્રાણ રૂંધ્યો પણ તે કેટલી ઘડી ? છેવટે તો શ્વાસોચ્છવાસ છે જ, એમ સૂક્ષ્મ હિંસા અનિવાર્ય છે. ત્યાં શ્રીઆચારાંગે' એક જ ઉપાય બતાવ્યો છે કે પૂરી જતનાથી અશક્ય પરિહારવાળી ક્રિયા ભલે કરો, પણ આસકિતને તજો. એટલે પાપ નહિ પડે. દશવૈકાલિકના ચોથા અધ્યાયની “નયે વરે નયે નયમસે ગર્વ સમે નમે મુંનંતો માસંતો પાપવમે ન વંધ” એ