________________
અધ્યાય સત્તરમો
૫૫૧
દક્ષિણા, વિધિ ને મંત્ર, ને અન્નને સૃજ્યા વિના;
શ્રદ્ધા વિના યજાયે છે, તે કહ્યો યજ્ઞ તામસી. ૧૩ (ભારત ! હું તને ઘણીવાર કહી ગયો છું કે શાસ્ત્રવિધિ સાત્વિક ભાવના અર્થમાં છે એટલે ) ફલની આકાંક્ષા ન રાખનાર વડે વિધિપૂર્વક કર્તવ્ય માનીને જે યજ્ઞ યજાય છે તે સાત્ત્વિક યજ્ઞ છે.
અને ભરતશ્રેષ્ઠ ! ફળનું અભિસંધાન કરી એટલે કે ફળને લક્ષમાં રાખીને અને દંભ માટે જ જે યજ્ઞ યોજાય છે તે યજ્ઞને તું રાજસી જાણ.
તેમજ (હે પાર્થ! યજ્ઞમાં અન્ન નિપજાવવું જોઈએ, સુપાત્રને દક્ષિણા- એટલે દાન અર્પણ થવું જોઈએ અને ફળની આશાના ત્યાગરૂપ વિધિ હોવો જોઈએ. ઉપરાંત શ્રદ્ધા તો હોવી જ જોઈએ પરંતુ એ ચારેનો જે યજ્ઞ પાછળ લોપ હોય તે યજ્ઞ આસુરી લોકોનો વિલાસ જ છે. માટે કહું છું કે) વિધિહીન, અન્ન ઉપજાવ્યા વિનાનો, મંત્રહીન (ૐ તત્ સત્ એવા અક્ષરોચ્ચારથી શ્રદ્ધાળુ હૃદયમાં ભાવના અને વાતાવરણ શુદ્ધિનો સંચાર થાય છે તે દ્રષ્ટિએ મંત્રની જે જરૂરિયાત છે તે વિનાનો), દક્ષિણાવિહીન (ત્યાગવગરનો) અને શ્રદ્ધારહિત જે યજ્ઞ યજાય છે, તે યજ્ઞને તામસયજ્ઞ (જ્ઞાનીઓ) કહે છે.
નોંધઃ ફળ સામે દષ્ટિ રાખ્યા વિના જે ગૃહસ્થ ર્તવ્ય માનીને યજ્ઞ કરે છે, તેને ગીતાકાર ટાળતા નથી, ક્ષમ્ય ગણે છે. અને તે તો ખરું જ છે કે ગૃહસ્થ સાધકમાં એ રીતે પણ દાનની સાત્ત્વિક વૃત્તિ ખીલવવાનો અવકાશ છે. પરંતુ આવા યજ્ઞમાં ડોળ ન હોવો જોઈએ અને તે યજ્ઞમાં અસૃષ્ટાન્ન એ શબ્દથી સૂચિત થાય છે કે અન્ન નિપજવું જોઈએ. એટલે સપશુયજ્ઞનો સખત નિષેધ તો શ્રીકૃષ્ણગુરુ કરે જ છે, પણ સાથે સાથે વિધિસર શબ્દ મૂકીને આવા અન્નયજ્ઞની કિંમત પણ તપ, દાન, સ્વાધ્યાય, ઈન્દ્રિયસંયમ, ધ્યાન આદિ રૂપ યજ્ઞની આગળ તો સાવ છેલ્લી કોટિની જ આંકે છે. એ વાતને કોઈ પણ પાઠક વીસરી ન જાય! આ પરથી યજ્ઞનો ધર્મમય પુરુષાર્થ એવો આપણે જે વ્યાપક અર્થ કર્યો છે તે જ આબેહૂબ ઘટી રહે છે. _હવે શ્રીકૃષ્ણમુખે કાયિક, વાચિક અને માનસિક એમ ત્રણ યોગે, ત્રિવિધ તપ
વિષે કહેવાય છે :
તે મહેનત કરી અન પેદા કરવું, એ પણ એક પ્રકારનો યજ્ઞ જ છે.