________________
ગીતા દર્શન
આમ બે સ્વરૂપો જોઈને અર્જુને જ્યારે સૌમ્ય સ્વરૂપ જોવાની વારંવાર માગણી કરી ત્યારે મૂળ સ્વરૂપે વાસુદેવ દેખાયા અને અર્જુનને નિરાંત વળી.
સૌમ્ય આ માનુષી રૂ૫ દેખી તારે જનાર્દન;
હવે સચેત સંવત્ય પ્રકૃતિમાં ગયો થકો. (૧૧-૧૧) કેમ અર્જુન ! નિયત શું તે હવે સમજાયુંને ? કાળ, સ્વભાવ નિયત અને પ્રારબ્ધ ઉપરાંત પાંચમો પુરુષાર્થ મળે છે ત્યારે કાર્ય બને છે. જગત જીવનમાં આ ઘટમાળ છે. અને અંગત જીવનમાં હું અગાઉ કહી ગયો તેમ અધિષ્ઠાન, રૂપ શરીર અને કરણરૂપ ઈન્દ્રિયાદિ ઉપરાંત ચેષ્ટારૂપ પ્રાણના વ્યાપારો અને કર્તારૂપી જીવ ભળે છે ત્યારે જ કાર્ય થાય છે પણ ત્યાં સુદ્ધાં દેવ તો પાંચમું ખરું જ. બોલ ભારત ! હવે કયો મૂરખ ! હું કરું છું એમ અભિમાન કરશે?' એટલે કે નિયત બનવાનું છે, તે જગતના સ્વભાવઘડતરમાં એકલો માનવીનો પુરુષાર્થ કશો જ ફેરફાર કરી શક્તો નથી. માટે
‘કર્મે તારો અધિકાર, કર્મફળે કદી નહિ, ન હો કર્મફલાર્થી તું, ન હો સંગી અકર્મનો. (૨-૪૭)
સમજ્યો કે?’
ત્યાં તો હે રાજન્ ! વચ્ચે જ અર્જુન બોલ્યા : 'પણ અમારા જેવા અલ્પજ્ઞાની પ્રકૃતિને આધીન હોય ! આપ જેવા જ્ઞાની શા સારુ ?' આના જવાબમાં શ્રીકૃષ્ણચંદ્ર બોલ્યા,
પરંતપ ! જ્ઞાની પ્રકૃતિને પરાધીન, નથી હોતો, તે પ્રકૃતિને પોતાને આધીન રાખે છે. પરંતુ તે સુદ્ધાં નિયતકર્મની સામે ન થતાં, નિયતકર્મ ન નડે એ રીતે વર્તે છે. આથી તે ગમે તેવા વિષમ સંયોગોમાં પણ સ્થિતપ્રજ્ઞ રહી શકે છે. ગુણો, ગુણોમાં વર્તે છે એમ માની તેમાં ચલિત ન થતાં ગુણાતીત રહી શકે છે. અલબત્ત તે પ્રયત્ન કરે છે. પરંતુ જ્ઞાનીના પ્રયત્નમાં આ જ મહાન અંતર છે. જો કે : દુર્યોધનના હૃદયપલટા સારુ મેં કેટલું કર્યું? પરંતુ નિયત હતું, એટલે મેં હઠ છોડી દીધી. અને યુદ્ધ અનિવાર્ય છે એવું જોયું એટલે પ્રકૃતિનાં કાર્યો પ્રકૃતિ પર છોડી હું તટસ્થ રહ્યો.
કારણ કે –