________________
ઉપસંહાર
૬૫
ગયો, તે તો આત્માથી જ વેદાય; વળી શુદ્ધાત્માની સ્થિતિનું પણ તેમ જ છે, છતાં અધયજ્ઞરૂપ આ દેહમાં રહેલો હું તારા શરીરમાં અધિદેવતરૂપે રહેલા પુરુષને હું આત્માની દિવ્યવિભૂતિનો ખ્યાલ આપી શકું ખરો. પણ દિવ્યચક્ષુ તો જોઈએ જ, લે આ જો.”
એમ કહીને દિવ્યચક્ષુ આપી અર્જુનને રૂપ જોવા કહ્યું. અહો ! એક જ મુખમાં અને સચરાચર જગત જોયું અને એ આભો બની ગયો. દિવ્યભૂષણ, દિવ્યગંધ, દિવ્યમાલાઓ, દિવ્યવો બસ ચોમેર દિવ્યતા અને દિવ્યતા ! ધનંજયનાં રોમાંચ ખડાં થયાં અને તે બોલ્યો :
અહો ! બ્રહ્માદિ દેવો, ઋષિઓ, દિવ્ય ઉરગો, રુદ્રો, આદિત્યો, વસુઓ, મરુતો, ગાંધર્વો, યક્ષો, સિદ્ધો, અસુરો સહુને જોઉ છું. પરંતુ અહીં તો સહુ નમેલા છે. કોઈ સ્તુતિ કરે છે અને કોઈ વિસ્મિત થઈ હાથ જાડી ઊભા છે.”
'અધધધ ! આ શું? આ ભીષણ દાઢમાં કૌરવો અન્યનૃપાલ સંઘો સાથે આ કાળ સરખા મોઢામાં ત્વરાએ નદી સમુદ્રમાં પેસે તેમ પેસવા માંડયા. ભીષ્મ, દ્રોણ અને કર્ણ પણ અમારા પક્ષના યોદ્ધાઓ સાથે પેસી ગયા ! માથાના ચૂરેચૂરા થઈ ગયા હોય એમ દેખાય છે અને આ બધાને જાણે કાળરૂપી મુખથી તમે ચાહતા હો તેમ લાગો છો ! અરરર ! કેવું ભયંકર રૂપ ! બાપરે ! હું ન્હી ગયો. દિશા ભૂલ્યો. શાંતિ ચૂકયો. તમે કોણ છો ?'
મહારાજ! ‘ત્યારે એ કાળ સ્વરૂપ જાણે શ્રી કૃષ્ણ મુખમાંથી બોલતું હોય તેમ બોલ્યઃ
"હું કાલ વાધ્યો જગનાશકારી. અહીં પ્રવર્ચો જગનાશ માટે; તારા વિનાએ નહિ સૌ રહેશે, આવેલ યોદ્ધા પ્રતિ સૈન્યતા છે. (૧૧-૩૨) માટે હવે તું ઉઠ પામ કીર્તિ શત્રુ જિતી ભોગવ રાજ્ય મોટું; પૂર્વે હણી મેં સહુનેય નાખ્યા, થા સવ્યસાચિત્ તું નિમિત્તપાત્ર (૧૧-૩૩)