________________
ગીતા દર્શન
પણ જે પુણ્યકર્મી જનોનું (પુણ્ય કરતાં કરતાં) પાપ છૂટી જાય છે તે દ્વંદ્વના મોહથી છૂટીને દઢ વ્રતધારી બની મને જ ભજે છે.
૩૩૪
નોંધ : જૈન સૂત્રોમાં પણ આ જ બીના છે. મોહ અને અજ્ઞાન બેય જન્મજનક ભાવવાળાં છે. મોહથી અજ્ઞાન જન્મે છે, અને અજ્ઞાનથી મોહ દૃઢ થાય છે. જે વિષે આપણે અગાઉ કહી ગયા છીએ.
રાગદ્વેષને લીધે જ સમતા ચૂકી જવાય છે. એટલે બંધનનાં કારણરૂપ તે જ છે. તેથી સર્વે જીવો ભ્રમિત થાય છે.
પણ એનાથી છૂટવા માટે સૌથી પ્રથમ મનુષ્ય શુભ કર્મો કરી અશુભને હટાવવાં જોઈએ. આનો અર્થ જૈન પરિભાષા પ્રમાણે એ કે પ્રથમ સંવર દ્વારા નવાં પાપનાં દ્વારને બંધ કરી દેવાં જોઈએ. સંવર સ્થિતિ તે ગીતાની દ્વંદ્ર મોહથી છૂટેલી દશા અને જૈનદૃષ્ટિનું ક્ષાયિક સમકિત. આ થયા પછી એકલા આત્માને જ દૃઢ વ્રતે ભજી શકાય, પછી સંસારનો મોહ પતનમાં ઘસડી શકે નહિ કે સંસારની આફતો નિરાશા ઉપજાવી શકે નહિ !
સારાંશ કે શુભ કર્મમાં આવતાં દાન-સેવા-પરોપકાર આદિ અંગો પ્રથમ ખૂબ ઉપયોગી છે. છેવટે તો એની પાછળ રહેલી સૂક્ષ્મ કામના કે નામનાને પણ તજવાની જ છે, એટલે કે ત્યારે દાન, સેવા કે પરોપકાર નહિ રહે એમ નહિ, પણ તે વખતે એનાં નામ સંયમ, પ્રભુભક્તિ, પરમાર્થ એમ બદલી ગયાં હશે, અને જીવનના ઉત્કર્ષ સાથે જગતના ઉત્કર્ષનો સહજ સરસ સુંદર સુમેળ થઈ ગયો હશે; પરાણે વૃત્તિને પરોપકારાર્થે વાળવાનો પ્રયત્ન નહિ કરવો પડતો હોય ! છતાં અર્જુનને હજી સવાલ એ થાય છે કે શુભને માટે જો પ્રયત્નની જરૂર ન હોય તો બીજા કયા હેતુએ પ્રયત્ન કરવાનો હોય ? એના ઉત્તરમાં શ્રીકૃષ્ણચંદ્ર મહાત્મા કહે છે :
जरामरणमोक्षाय मामाश्रित्य यतन्ति ये 1
ते ब्रह्म तद्विदुः कृत्स्नमध्यात्मं कर्म चाखिलम् ॥ २९ ॥ साधिभूताधिदैवं मां साधियज्ञं च ये विदुः प्रयाणकालेऽपि च मां ते विदुर्युक्तचेतसः જરા મરણ મોક્ષાર્થે, મને આલંબી જે મથે; જાણે તે બ્રહ્મ અધ્યાત્મ, અને કર્મ સમસ્ત તે. ૨૯
|| ૐ૦ ||