________________
૫૧૦
ગીતા દર્શન
ને એમ યતતા યોગી, પેખે પોતા વિષે રહ્યો;
ન એને પેખતા પાપી અજ્ઞાનીઓ મથે છતાં.૧ ૧ (ભારત !) જીવલોકને વિષે જે જીવરૂપ (કહેવાય છે) તે મારો જ સનાતન અંશ છે (એટલે એના પસ્વરૂપને પિછાનવું અને મને પિછાનવો એ બન્ને એક જ છે વળી તે અંશ એટલે છૂટો પડેલો કટકો નહિ; કારણ કે મારું અને એનું સ્વરૂપ અભિન્ન છે. પરંતુ જેમ વસ્ત્રને એક છેડે હાથ મૂકીને કોઈ એ વસ્ત્રનો અંશ બતાવે છે, તેમ આ જીવલોકમાં જીવ તરીકે ઓળખાતો મારો અંશ છે, એથી જ તે ઈશ્વર પણ છે. છતાં સ્વેચ્છાએ પ્રકૃતિ માંહેલા મન અને પાંચ ઈન્દ્રિયોને આકર્ષે છે. (આનું જ નામ તે લિંગશરીર.) આ શરીરને પામતાં કે છોડતાં એ (જીવરૂપી) ઈશ્વર એમને લઈને જેમ ગંધના સ્થળમાંથી ગંધ લઈને વાયુ જાય છે, તેમ પોતે પણ (એમની) સાથે થાય છે. અને આ રીતે ત્વચા, જીભ, નાક, ચક્ષુ અને કાન તથા મન) એ છએને આધારે વિષયો ભોગવે છે (આમ સંસારચક્ર ચાલે છે). એવા દેહે રહેલા, જતા કે ગુણ સાથે રહી ભોગવતા એવા જીવને (આત્માને) મૂઢ નથી જોઈ શકતો. જ્ઞાનચક્ષુથી જોનારા જ્ઞાનીઓ (જ્ઞાનચક્ષુથી) જોઈ શકે છે અને એ પ્રમાણે યત્નવંતા યોગીઓ પણ પોતા વિષે રહેલા એ (સ્વરૂપ) ને પેખી શકે છે. પરંતુ જેઓ અબુજ અને અશુદ્ધ છે, તેઓ યત્ન કરે તોય એને પેખી શક્તા નથી. (દુરાચારી પણ જો દુરાચારનો વિચારપૂર્વક પશ્ચાત્તાપ કરી શુદ્ધ થઈ પ્રયત્ન કરે તો એને આત્મદર્શન થાય જ, એ વિષે અધ્યાય ૯, શ્લોક ૩૦ માં કહ્યું છે. પરંતુ જે અંતરનો મેલ તો કાઢવા માગે જ નહિ અને ઉપલક પરિશ્રમ કરે, તે નકામું છે)
નોંધ : કર્મનો અનુબંધ સ્વીકાર્યો એટલે એ શૈલીએ સાતમા, આઠમા અને નવમા શ્લોકમાં ગીતાકારને વર્ણન કરવું પડયું. જૈનસૂત્રો કહે છે : સંસારી જીવ અને સિદ્ધ કોટિનો આત્મા મૂળ સ્વરૂપે એક છે; પરંતુ કર્મસંગીપણાની દૃષ્ટિએ જીવો જુદાજુદા અને અનેક સંખ્યામાં છે. જેમ અગાઉ કહેવાયું તેમ જીવ રાગદ્વેષને વશ થાય છે, ત્યારે પુદ્ગલો ખેંચે છે, અને પુગલો એમાં આશ્રય પામે છે. પછી એ કર્તાભોકતા બને જ છે. અને જ્યારે મૃત્યુ પામે છે, ત્યારે પોતાનું એ કર્મજન્ય સૂક્ષ્મ-કાર્પણ અને તેજસશરીર સાથે લઈને એ બીજી યોનિમાં જાય છે અને સ્થળ શરીર સર્જે છે. ગુરુદેવે પણ ઉપર એ જ વાત કહી છે. આ પરથી વેદાંતવાદી જેમ માયા કહી સંસારને સાવ ઉડાડી દે છે, તેમ ગુરુદેવ ઉડાડી ન દેતાં એનું રહસ્યમય સત્ય રજૂ કરે છે, અને ગુણાન્વિત જીવ જ ગુણો ભોગવે છે તેમ કહી, ગુણાસક્તિ