________________
ઉપસંહાર
૭૩
ત્યારે પૂર્ણ પ્રસન્ન થયેલા ગુરુદેવ પોતાના વરદ હસ્તે અર્જુનના શિર પર મૂકી બોલ્યા:
જો આ રીતે અભિમાનને ગાળીને મારે શરણે આવ્યો છો તો અહં ત્યાં સર્વપાપેભ્યઃ મોક્ષયિષ્યામિમાગુચ” પ્રિય શિષ્ય !
આપણો આજે જે આ જ્ઞાનસંવાદ થયો, તે સાંભળીને ઘણા તરી જશે. ભલે તેઓ શાસ્ત્રજ્ઞાનમાં ઊંડા ન ઊતર્યા હોય ! માત્ર તેનામાં શ્રદ્ધા, ગુણદષ્ટિ, ભકિતભાવના અને તપ હોવાં જોઈએ; અરે છેવટે શ્રદ્ધા અને ગુણદષ્ટિ બે હોય તોય બસ છે. પણ જે આત્મા કે પ્રભુમાં માનતો જ ન હોય, જેને લોક પરલોકનો ડર જ ન હોય, કર્મનું સફળપણું છે એ ન જાણતો હોય, ઈર્ષ્યાળુ સ્વભાવનો હોય, જેનો આત્મા સંશયવાળો હોય, જે સ્વચ્છંદી હોય તેવાને માટે તો ગીતાજ્ઞાન કદાચ અનર્થકારી નીવડે ! કારણ કે તેવો નાસ્તિક મનુષ્ય; આસ્તિકતાને નામે સ્વેચ્છાચાર અને અર્જુનના યુદ્ધયોગનું ઓઠું લઈ પોતાના હિંસાના સિદ્ધાંતનો પ્રચાર કરવાનો. વળી એ પણ કહ્યું કે સદાચારનો પાયો ન હોય, તેને પણ ગીતાનું તત્ત્વજ્ઞાન નિરુપયોગી જ છે. માથું નમાવીને અર્જુને રજા લીધી અને પોતાના કર્તવ્યમાં લાગી ગયો. “અહો રાજાજી ! આ વાસુદેવકૃષ્ણનો અને અર્જુનનો સંવાદ સાંભળી મને રોમેરોમે આનંદ વ્યાપી રહ્યો છે. એમનું "વાયુવેવમયે સર્વ સમીત્મા સુહુર્તમ !' એ વેણ તો મારી હાડોહાડની મજાએ રંગાઈ ગયું છે. અને વિભૂતિઓની અલૌકિર્તાનું વર્ણન તો મારા કાનમાં જ ગુંજે છે. જગતની દરેક સારી વસ્તુમાં પ્રભુત્વનો અંશ જ છે.
વિભૂતિવંતું શ્રીવંત, ને ભવ્ય સત્ત્વ જે કંઈ;
તે સર્વ તું થયું જાણ, મારા જ તેજ અંશયી. (૧૦.૪૧) મને દિવ્ય, રુદ્રરૂપો જોઈને વિસ્મયતાનો પાર રહ્યો નથી પરંતુ સૌમ્ય રૂપ જોઈને જેમ અર્જુન છેવટે સચેત થયો તેમ હું પણ તે જ સદ્ગુરુ સ્વરૂપથી તૃપ્ત થઉ છું. ધન્યભાગ્ય ! વ્યાસ ગુરુદેવની દયા થઈ અને આ બધું મેં નજરે નિહાળ્યું.” 'મહારાજ ! આ બધું સાંભળ્યા પછી મને તો ખાત્રી થઈ ચૂકી છે કે,
"કૃષ્ણ યોગેશ્વર જ્યાં છે, ને જ્યાં પાર્થ ધનુર્ધર;
ત્યાં શ્રી, વિજયને ભૂતિ, ને ધ્રુવનીતિ માનું છું. (૧૮.૭૮) આ પરથી આપ પૂરેપૂરો મારા કથનનો આદિ, મધ્ય અને અંત્ય સાર સમજી ગયાને? એમ કહી જરા મુખડું મરકાવી સંજયે પોતાનું વક્તવ્ય પૂર્ણ કર્યું....
સર્વત્ર શાતિ વિસ્તારો.