________________
ધ્યાય અગીયારમો
૪૨૫
અને આદિ, મધ્ય કે અંત (જ) નથી, જેની શક્તિ અનંત છે, જેને અંનત હાથ છે, સૂર્યચંદ્ર જેનાં ચક્ષુ છે, જેનું મુખ દીપેલા અગ્નિ જેવું છે, અને જે પોતાના તેજે આ વિશ્વને તપાવી રહ્યો છે, તેવા તને હું જોઉં છું.
આકાશ અને જમીન વચ્ચેનું આ અંતર અને બધી દિશાઓ (તે સ્થૂળઆંખે ભલે ખાલી દેખાય પણ) તું-રૂપ એકથી વ્યાપ્ત છે. તારું આ અદ્ભુત અને ઉગ્રરૂપ નિહાળીને હે મહાત્મન્ ! ત્રણે લોક ભયભીત બન્યા છે-થથર્યા છે.
નોંધ : જૈનદૃષ્ટિએ આમ ઘટાવી શકાય કે સૂક્ષ્મજીવો ત્રિભુવનમાં ભર્યા છે. બાકી અદ્ભુતતા એ દૈવી વિભૂતિ છે, અને ઉગ્રતા એ કર્મ-કાનૂનમાં છે. કર્મફળ ત્રણે લોકના સર્વ જીવોને ભોગવવાં જ પડે છે. ત્યાં કોઈનું કશું જ ચાલતું નથી. જ્ઞાનેશ્વર મહારાજના કહેવા પ્રમાણે ત્યાં બ્રહ્માદિનું પણ ચાલતું જ નથી. જૈન ઉત્તરાધ્યયનસૂત્ર ભાખે છે, તે યથાર્થ છે, 'કડાણ કમ્માણ ન મોકખ અસ્થિ.’ કરેલાં કર્મોને ભોગવ્યા વિના છૂટકો જ નથી. ભગવાન મહાવીર જેવાને પણ એ ભોગવવાં જ પડયાં હતાં, ત્યાં બીજો કોણ ગર્વ ક૨શે ?*
જેમ અહીં અર્જુનને શ્રીકૃષ્ણગુરુ દિવ્યવિભૂતિ દેખાડે છે, તેમ જૈન ‘રાયપસેનિચસુત્તવિ’માં સુધર્મા નામના દેવેન્દ્ર ભગવાન મહાવીરની સભામાં પ્રકારાંતરે બતાવે છે, જે જોઈને સાધુઓ વિસ્મય પામે છે. પણ ભગવાન મહાવી૨ ખુલાસો કરે છે કે આત્મયોગ આગળ આવી દિવ્યવિભૂતિ છેક જ તુચ્છ છે. તેથી જ દેવો બિચારા એ બધું પામ્યા હોવા છતાં અંતરની શાન્તિ નથી પામતા, એટલે મનુષ્યતા આગળ કરગરીને એ દશા વારંવાર ઝંખ્યા કરે છે. મનુષ્યતા વિના આંતરશુદ્ધિ નથી અને આંતરશુદ્ધિ વિના આંતરશાન્તિ નથી.
હવે વળી અર્જુન આગળ વધતાં શું કહે છે તે જોઈએ ઃ अमी हि त्वां सुरसंधाविशन्ति केचिद् भीताः प्राञ्लयो गृणन्ति 1 स्वस्तीत्युक्त्वा महर्षिसिद्धसंघाः स्तुवन्ति त्वां स्तुतिमिः पुष्कलामिः ||२१||
* ત્રિપૃષ્ઠ વાસુદેવના જન્મમાં પોતાના શય્યાપાલકને આજ્ઞા આપેલી કે હું સૂઈ જઉ ત્યારે સંગીત બંધ કરાવજે પણ સંગીતના સ્વાદમાં શય્યાપાલક પોતાની ફરજ ચૂકયો. આ ભૂલના બદલામાં આસકિતવશાત્ ગુસ્સે થઈ તેમણે શય્યાપાલનના કાનમાં સીસું રેડયું. તેનું ફળ ઘણા જન્મો પછી પણ છેવટે મહાવીરને વેઠવું જ પડેલુંકાનમાં ખીલા ઠોકાયાનો પ્રસંગ તે આ કર્મનું પરિણામ,