________________
અધ્યાય આઠમો
૩૬૧
આધારરૂપ છે, છતાં એને કોઈનો આધાર લેવો પડતો નથી. આ દષ્ટિએ જનએને અનુશાસન કર્તા ભલે કહે પણ તે તો એથી પણ પર છે, પુરાતન છે, સદા પ્રકાશમય છે, સદા અખંડ આનંદમય છે, એવા પદને મેળવવા માટે કોણ ન ઝંખે?
સત્ય, તપ, જપ, તેમાંય ખરું તો બ્રહ્મચર્ય, અહિંસા, પ્રેમ, ભકિત, યોગ, વિદ્યા, એ બધું એને મેળવવા સારુ છે. અંતકાળે એ ધ્યેયરૂપ રહે તો પછી બીજા કોઈ સાધનની અપેક્ષા નથી અને સ્વરૂપ મોક્ષ સંભવે છે, પરંતુ અંતકાળે શરીર, ઈન્દ્રિયો, પ્રાણ, મન, બુદ્ધિ, ચિત્ત બધાં વ્યગ્ર બની જવાનો ખૂબ સંભવ છે. તેવી કારમી પળોમાં એવું શ્રેય તો જ રહે કે જો પહેલેથી એવો મહાવરો સહજ થઈ ગયો હોય. આવો મહાવરો થઈ જવો એનું જ નામ અભ્યાસયોગ. ચિત્તની અનન્ય ભકિત વિના, આત્મજ્ઞાન અને સત્કર્મ કૌશલ્ય વિના એવો અભ્યાસયોગ સુલભ નથી માટે જ શ્રીકૃષ્ણજી પોતાના શિષ્યને પોતાના શરીરમાં રહેલા શુદ્ધ આત્મા સ્વરૂપરૂપી અધિયજ્ઞમાં તદૂરૂપ થવા માટે અનન્ય ભકિતવાળા યોગનું નિત્ય નિરંતર અનુસ્મરણ કરવા સૂચવે છે. જો કે ચિત્તની એવી સ્થિતિ લાવવા માટે સાધક ગમે તેનું શરણ અને ગમે તે સાધનો લઈ શકે છે. દા.ત. ઇન્દ્રિયોનાં ધારો રોકવાની, મનને હૃદયમાં રોકવાની અને પ્રાણને તાળવે રોકવાની ક્રિયા કરીને પણ પરંતત્ત્વ માટે પ્રયત્ન કરી શકાય છે. બોલવામાં જપ તરીકે માત્ર ૐ (પ્રણવ)નો ઉચ્ચાર કર્યા કરે અને સાથે સાથે અંતરાત્માનું ભાન રાખ્યા કરે તોય પરંગતિ પામી શકાય. અંતરાત્માનું અનુસંધાન તો પ્રત્યેક ક્રિયામાં જોઈએ જ, એ ન હોય તો તો પોપટ જેમ રામ રટે છે, તેવું જ થાય.
આત્મજ્ઞાનનો યોગ સિદ્ધ થયો, એટલે મૃત્યુ સુધર્યું જ સમજવું. બાકીનો માર્ગ તો પુનર્જન્મનો માર્ગ છે. બ્રહ્મભુવન લગીનાં બધાં ભુવનોમાં ગએલા જીવો માટે બાહ્યસંપત્તિ ગમે તેવી અજબ મળે, પરંતુ પુનર્જન્મ તો એને શિરે ચોટેલો જ છે. અહો ! બ્રહ્મભુવનનો દિવસ અને રાત કેવડાં મોટાં ! હજાર જુગનો દિવસ ને હજાર જુગની રાત, જ્યારે સૃષ્ટિમાં સૃજન અને પ્રલય થાય છે. પણ એ પ્રલયમાં પણ જીવની-જ્યાં લગી એનો કર્મ સાથે સંગ છે, મોહ સાથે સંબંધ છે, અજ્ઞાનનો પડદો સામે છે, ત્યાં લગી-અપુનર્જન્મ દશા છે જ નહિ.
અહો કેવી ખૂબી છે! જ્યારે પ્રલય થાય ત્યારે લાગે કે જાણે સંસાર છે જ નહિ, પરંતુ સૂક્ષ્મરૂપે તો ઊભો જ છે. જેમ ચલનચિત્રની ગડી કરેલી ફિલ્મમાં જાણે કશું નથી એમ દેખાય પણ જ્યાં યંત્ર ચાલુ કરી ગડીને છોડવામાં આવે કે પછી જોઈ લો