________________
૬૮૦
ગીતા દર્શન
ભકિત યોગ (૧૨) અર્જુનનો સવાલ (૧) બન્ને ઉપાસના સારી, પરંતુ અવ્યકતની ઉપાસના સહુને સીધી સુલભ નથી માટે તારા જેવા સારુ વ્યકિતની ઉપાસના મેં સૂચવી છે. વ્યકતની ઉપાસના એટલે સદ્ગુરુને અવલંબીને કરેલી આત્મસાધના. તે સારી. માટે તું મારામાં જોડાઈ જા (૨ થી ૮). અભ્યાસથી ચિત્તવશ કર, નહિ તો મારા સામે દષ્ટિ રાખી કર્મ કર. અથવા એ પણ નહિ તો કર્મફળનો ત્યાગ કર. કર્મફળના ત્યાગથી સત્વર શાંતિ મળે છે. માટે એ સૌથી ઠીક માર્ગ છે. (૯ થી ૧૨) ભક્તનાં લક્ષણો, કર્મયોગી અને જ્ઞાનયોગી બન્નેમાં ભકિતની દષ્ટિ જોઈએ. જ્ઞાન અને વૈરાગ્ય વિના ભકિત નકામી. ભકત ધૂળચિહ્નથી નથી ઓળખાતો પણ સદ્દગુણથી ઓળખાય છે (૧૩ થી ર૦).
હવે અર્જુનને અવ્યકત, વ્યક્ત સ્વરૂપના મૂળશોધનની પિપાસા થાય છે. એટલે બાહાવિશ્વને લગતી વાતો સમજ્યા પછી અંતર્ગત જીવનમાં કામ કરતાં તત્ત્વો જાણવાની પિપાસા થાય છે. આથી આ શરીરરૂપી સવિકાર ક્ષેત્ર, જેને આધારે છે તે અને એમાં રહેલાં ક્ષેત્રજ્ઞનું વર્ણન આ અધ્યાયમાં કરવામાં આવે છે. તેથી દરેક સાધક પોતા માટે કઈ સાધના યોગ્ય છે તે તારવી શકે!
ક્ષેત્રક્ષેત્રજ્ઞ યોગ (૧૩) પ્રકૃતિ શું, પુરુષ શું? ક્ષેત્ર શું? ક્ષેત્રજ્ઞ શું? જ્ઞાન શું અને જોય શું? એવો અર્જુનનો સવાલ (૧) સવિકાર ક્ષેત્ર અને ક્ષેત્રને જાણે તે ક્ષેત્રજ્ઞ, એ રીતે હું પણ ક્ષેત્રજ્ઞ એવી શ્રીકૃષ્ણ ગુરુની વાતો (૨ થી ૬).
જ્ઞાનનું લક્ષણ વર્ણવી એ સિવાયનું બધું અજ્ઞાન એવું સૂચન (૭ થી ૧૧), શેય વર્ણન (૧૨ થી ૧૮). પ્રકૃતિ પુરુષનાં કાર્યક્ષેત્રો (૧૯-૨૦) . સંસારનો હેતુ ગુણાસકિત (૨૧). પરમાત્મા એથી છેક નિરાળો. આટલું જ જાણે તે ગમે તે સાધનાથી તરી જાય ! પછી એ સાધના ધ્યાનયોગની હોય, જ્ઞાનયોગની હોય કે કર્મયોગની હોય (૨૨ થી ૨૪) આપ મેળે ન તરે તે બીજાં સદ્દગુરુ આદિ નિમિત્તોથી પણ તરી જાય (૨૫), ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞનો પ્રકૃતિ, પુરુષ સાથે સમન્વય (૨૬ થી ૩૩). આવું ક્ષેત્રક્ષેત્રજ્ઞનું ભેદ વિજ્ઞાન થાય ત્યારે ભૂતપ્રકૃતિથી મોક્ષ થાય (૩૪).