________________
૩૮૦
ગીતા દર્શન
પરંતુ જ્ઞાન-અજ્ઞાનની કસોટી પણ ત્યાં જ છે. અનંત કાળથી લાલચ અને ભયથી ટેવાયેલું મન તરત જ દેવોપાસના તરફ ઘસડાય છે. પણ એને ખબર નથી કે દેવના યજ્ઞોનો મૂળ સ્વામી તો આત્મા જ છે. શ્રદ્ધાનું બલિ એને જ ચડે છે.
અહીં વૈદિક દૃષ્ટિએ ત્રણ ગતિ આપી છે - (૧) દેવલોક, (૨) પિતૃલોક અને (૩) ભૂતલોક. જૈનસૂત્રોમાં દેવગતિમાં ચાર જાત છે:
વૈમાનિક (દવોમાં આ કોટી સર્વોત્કૃષ્ટ છે.) (૨) જ્યોતિષ (ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, અને તારાઓનાં વિમાનમાં રહેલા જ્યોતિર્મય દેવો, એ બીજી કોટીના દેવ છે).
(૩) ભવનપતિ ( આ ઉપલા કરતાં હલકી કોટીના દેવો છે, અને તેથી પણ હલકી કોટીના ચોથા (૪) વાણવ્યંતર દેવો છે. આમાંના બે ઊર્ધ્વલોકમાં છે અને બે મૃત્યુલોકની નીચે છે. હલકા દેવો પાસે હલકા પ્રકારની શકિતઓ હોય છે, પણ તે શકિતઓ પવિત્ર પુરુષના ચરણ આગળ સાવ તુચ્છ છે. અહીં વૈદિક શાસ્ત્રોનો ભૂતલોક તે ભૂત-પ્રાણી નહિ પણ ભૂતલોક તે પિશાચયોનિના દેવોનો લોક. ૪
એમની ઉપાસના કરનારાઓ એમને મેળવે છે, પણ તેથી જ તો એમને પણ એવું જ ફળ પ્રાપ્ત થાય છે. પિશાચને સાધનાર પિશાચ જ બની જાય છે. એ દેવકેન્દ્રો આપણા દેહમાં પણ છે. દૈવી અને આસુરી પ્રકૃતિમાં એનું વર્ણન શ્રીકૃષ્ણચંદ્ર આપશે જ. એટલે ટૂંકી અને ટચ વાત તો એ છે કે, આત્માની છાયા જ જો દિવ્ય દેવો કે મેલેડિયા દેવોમાં કામ કરતી હોય, તો એ પડછાયાને પકડ્યા કરતાં મૂળ પુરુષને જ કાં ન પકડવો? જે જેને ખરા ભાવે ભજે તે તેવો બને, એ વાત સ્પષ્ટ સમજાય તેવી જ છે.
હવે શ્રીકૃષ્ણચંદ્ર સ્થળ અને સૂક્ષ્મ દ્રવ્ય અને ભાવે સમર્પણ કરવાનો સિદ્ધાંત આપી, કર્મથી નિર્લેપ રહેવાની કળા અર્જુનને શીખવે છે. એમાંથી આપણને પણ નવું વિચારવાનું મળશે.
पत्रं पुष्पं फलं तोयं यो मे भक्त्या प्रयच्छति । तदहं भक्त्युपहृतमध्नामि प्रयतात्मनः ॥२६ ।। यत्करोषि यदश्नासि यज्जुहोषि ददासि यत् ।
यत्तपस्यसि कौन्तेय तत्कुरुष्व मदर्पणम् ॥ २७ ।। * આ વિષે સાતમા અધ્યાયમાં વધુ ચોખવટ છે.