________________
૩૫૬
ગીતા દર્શન
અગ્નિ જ્યોતિ દિને શુકલે, છ માસે ઉત્તરાયણે; તે કાળમાં મરી પામે, બ્રહ્મજ્ઞ જન બ્રહ્મને. ૨૪ કુષ્ણપક્ષે નિશિ ઘૂમે, છ માસે દક્ષિણાયને; મૂઓ પામી શશી જ્યોતિ, ફરી તે યોગી જન્મતો. ૨૫ શુકલ કૃષણ ગતિ આ બે, જગતની શાશ્વતી કહી; એકથી થાય છે મુકિત, પુનર્જન્મ બીજી થકી. ૨૬ આ બેય માર્ગનો જ્ઞાતા, યોગી કોઈ ન મોહતા;
માટે તે સર્વ કાળે થા, યોગથી યુકત અર્જુન ! ૨૭ (હે ભારત ! હજુ તને એક વાત કહેવી રહી ગઈ છે. કેટલાક લોકો કાળને જ જગબંધન અને જગમોક્ષનું મહાકારણ માને છે. જો કે તેમાં સત્ય છે ખરું પણ તેવું એકાંતે નથી, કાળ પણ સાપેક્ષ કારણ જ છે. હું તો કાળનો અર્થ ગતિ જ કરું છું: ધોળી ગતિ અને કાળી ગતિ. ઘોળી ગતિ તે બ્રહ્મનો માર્ગ અને કાળી ગતિ એ બહુ બહુ તો આગળ વધીને પણ ચંદ્રલોકનો માર્ગ-દેવગતિનો માર્ગ. ઊંચામાં ઊંચી દેવગતિ મળે તોય ફરીને જન્મવું તો પડે જ, માટે તે માર્ગ છોડી દેવા જેવો છે, અને પ્રથમનો ઊજળો માર્ગ લેવા જેવો છે, આટલું જ્ઞાન પણ યુકત યોગી જ્ઞાનીને જ હોય છે, બીજા જ્ઞાનીને હોય અને ન પણ હોય ! એટલે એવું પણ બને કે આખી જિંદગી બ્રહ્મની સાધના કરી હોય પણ દઢ ન હોવાથી મરણ બગડી જાય, મોહમાં પડી જવાથી મરણ બગડી જાય છે. તેથી જ મારું વારંવાર જે કહેવું છે કે તું યોગયુકત થા” તેનું રહસ્ય તું સમજી શકીશ. એ વિષે હું શું કહું છું તે સાંભળ:
જે કાળે મરણ પામનાર યોગીઓ પુનર્જન્મ નથી પામતા તે કાળનું સ્વરૂપ હવે હું તને કહીશ, તે સાંભળ:
અગ્નિ, જ્યોતિ, દિવસ, શુકલપક્ષ અને ઉત્તરાયણના છ માસ (પૈકીનો એક માસ એ બધો ઉત્તમ કાળ ગણાય છે.) તે કાળે મરણ પામેલો બ્રહ્મજ્ઞાની હિં અગાઉ કહી ગયો તેવા અક્ષર) બ્રહ્મપદને પામે છે.
પરંતુ ધૂમ, રાત્રિ, કૃષ્ણપક્ષ તથા દક્ષિણાયનના છ માસમાં મરણ પામનાર યોગી (બહુ બહુ તો) ચંદ્ર લોકે જઈને પણ અંતે તો (ફરી જન્મે છે) પુનર્જન્મ પામે જ છે.
આ કાળી અને ધોળી એ બે (અજ્ઞાન અને જ્ઞાનની) જગતની શાશ્વતી (પરાપૂર્વથી અનાદિ અનંત) બે ગતિ (બે રસ્તા) મનાયા છે. એક વડે મુકિત,