________________
અધ્યાય દસમો
૪૦૫
નોંધ : ઓકારનો મહિમા દરેક દેશ અને દરેક ધર્મમાં છે જ. એ એકાક્ષરમાં આખા વિશ્વની વિદ્યાઓ અને ભાષાદ્વારા ઊતરતી આત્મવિદ્યાઓનો સાર આવી જાય છે.
ગીતાકાળમાં યજ્ઞાદિ ધૂળ કર્મકાંડનું બહુ જોર દેખાય છે, એટલે કે યજ્ઞ કરનારા, એનું નિરૂપણ કરનારા તથા તેમાં રસ લેનારાઓને તેઓ વારંવાર ચેતવે છે. જો કે તેઓ એકદમ બુદ્ધિભેદ નથી કરાવવા માગતા, પણ એમાં રહેલી અસારતા બતાવી યજ્ઞના મૂળ અર્થ તરફ લોકોને વાળવા માગે છે. અગાઉ તપયજ્ઞ, સ્વાધ્યાય-યજ્ઞ, જ્ઞાનયજ્ઞ ને ધ્યાનયજ્ઞ એમ અનેક પ્રકારના યજ્ઞો બતાવી ગયા છે. અહીં એમણે જપયજ્ઞની તારીફ કરી છે, કારણ કે આ અધ્યાયોમાં ભક્તિનો મહિમા બતાતી અર્જુનને એ માર્ગે લઈ જવાનો હોઈ જપયજ્ઞનું સામર્થ્ય બતાવવું ઉચિત અને પ્રાસંગિક છે. સદ્દગુરુના અભાવમાં જપયજ્ઞ સાધક છે, અથવા તો હરપળે જપ એ વિકાસનું ઉત્તમ સાધન છે. વેદોમાં પણ જપને એટલો તો પવિત્ર માનવામાં આવ્યો છે, કે જો યથાર્થ એકાગ્રતાથી જપાય તો) તે જપ અધર્મન તો સાફ કરે જ છે પણ ધર્મને પણ વધુ શુદ્ધ બનાવે છે.
પર્વતોમાં મેર આવી ગયો. મેર પ્રાય: અંતરની દુનિયાનો પર્વત છે (એનું વર્ણન જૈનસૂત્રોમાં ખૂબ આવે છે), જ્યારે હિમાલય બહારનો પર્વત છે. આજે હિંદનો તે સર્વોત્તમ પર્વત છે, એટલે અચલ ચીજોમાં એ ઉચ્ચ ગણાય.
અશ્વત્થનો વ્યુત્પત્તિ અર્થ મેળવી ઘોડાની જેમ ઊભો રહેનાર' એવો અર્થ કાઢી તે પરથી તથા "ઊર્ધ્વમૂલમધ:શાખમ્” એનો વિચાર કરી ભારદ્વાજ નામના એક ગીતા રચનાર લેખકે 'વડ' અર્થ કર્યો છે. પરંતુ ગમે તે કારણ હો ! હિંદના આર્યોમાં પીપળાનો મહિમા ખૂબ છે. પારિજાત, ચંદન, કલ્પવૃક્ષ વગેરે ઝાડો વખણાય છે. પરંતુ પીપળો તો શાસ્ત્રીય દૃષ્ટિએ પણ ખૂબ માન્ય છે. સંભવ છે કે એ ઝાડ સામાન્ય રીતે સર્વ સ્થળે ઊગતું હોય છે અને દુર્વાસ દૂર કરવાની અને વાતાવરણ ચોખ્ખું રાખવાની તેનામાં બીજાં વૃક્ષો કરતાં વધુ તાકાત હોવી જોઈએ. વૈદ્યકીય દૃષ્ટિએ તુલસીનો મહિમા ઘટી રહે છે તેમ પીપળાનો પણ યથાર્થ મહિમા ઘટી રહેવો જોઈએ. ગંધર્વજાતિ દેવગતિમાં જૈનસૂત્રોમાં પણ છે જ. જૈન ગ્રંથસાહિત્યમાં જેમ નારદનું નામ આવે છે, તેમ કપિલનું નામ પણ આવે છે. તેઓ સાંખ્ય, દર્શનના સમર્થ પ્રણેતા છે. એમના કાળમાં એમનું વર્ચસ્વ જબરું હતું. ગીતાકારના કથન પ્રમાણે એમના શિષ્ય સંન્યાસીઓનો સિદ્ધ સંપ્રદાય