________________
ક૭૮
ગીતા દર્શન
જ્ઞાની જ સર્વ શ્રેષ્ઠ (૧૬ થી ૧૮) વાસુદેવઃ સર્વ' એ જ જ્ઞાન; તે સાચું જ્ઞાન તેવા જ્ઞાની મહાત્મા દુર્લભ છે (૧૯). લૌકિક ઈચ્છાએ ભકિત કરનારાઓ અને તેમને મળતા ક્ષુદ્ર ફળની વિગત (૨૦-૨૩). મૂઢલોકો આત્મસ્વરૂપ જડવાદને લીધે નથી જાણતા (૨૪-૨૫). હું શ્રીકૃષ્ણ) સત્ત્વજ્ઞાની છું (૨૬) કોણ તરે, કોણ ડૂબે? (૨૭-૨૮). બ્રહ્મ, અધ્યાત્મ, કર્મ, અધિભૂત, અધિદેવ અને અધિયજ્ઞમાં હું છું. (૨૯-૩૦).
આ સાંભળ્યા પછી અર્જુનને પ્રશ્ન થયો કે આમ કેમ? અને જો એમ જ ખરેખર હોય તો છેટવનું તત્ત્વ શું ? અને મૃત્યુ કાળે તે કેમ સ્મૃતિમાં રહે ? આથી અક્ષર એટલે અવિનાશી એવા બ્રહ્મના યોગરૂપ આઠમો અધ્યાય કહેવાય છે:
અક્ષર બહ્મચોગ (૮) અર્જુનનો સવાલ (૧.૨). એ સવાલનો જવાબ (૩-૪). પોતામાં સમર્પણ કરવાથી અક્ષરબ્રહ્મયોગ શી રીતે થાય? એની સમજ (૫ થી ૭). જુદાં જુદાં શાસ્ત્રો મને જુદી જુદી રીતે વર્ણવે છે અને હું રૂપ અંતરાત્મા સૌમાં છું. એટલે તે મને અગાઉ કહી તેવી અને બીજી અનેક સાધનાથી મને મળે છે. તેથી પુનર્જન્મ ટળે છે. બાકી તો સૌને-બ્રહ્મદેવને-પણ પુનર્જન્મ છે જ (૮ થી ૧૬). કાળવર્ણન અને કાળ સાથે આત્મા તથા ભૂતનો સંબંધ (૧૭ થી ૨૦). પરંગતિ અને મારું પરંધામ એક જ છે (૨૧). તે પરમપુરુષ અનન્ય ભકિતથી પણ મળે (૨૨). કયો કાળ સારો? તેનું વર્ણ (૨૩ થી ૨૭). પરંસ્થાન માત્ર સાધનાથી ન મળે; પણ લક્ષ્મપૂર્વકની સાધનાથી મળે; (૨૮).
હવે સવાલ થયો કે જો આમ છે તો આત્મા તો બંધાયો ગણાય, અવિનાશી એવો આત્મા દેહમાં કેમ બંધાયો? એ સવાલનો જવાબ આપતો રાજવિદ્યારાજગુહ્ય નામનો નવમો અધ્યાય આવે છે.
રાજવિધારાજગુહ્યયોગ (૯) પોતે સમ્યકજ્ઞાની હોઈને પોતાનો આત્મા નિરાળો કાઢીને સ્વાનુભવની બીના શ્રીકૃષ્ણ ગુરુ કહે છે : અધ્યાત્મવિદ્યા પરમ ગુહ્ય હોઈને અને સર્વશ્રેષ્ઠ હોઈને તે વિદ્યા રાજવિદ્યા અને રાજગુહ્ય છે. આત્માનિર્લેપ શી રીતે ? અને જગત તથા જગતના દેહધારીઓ સાથે તેનો સંબંધ શી રીતે ? તે બતાવે છે. (૧-૧૦). અજ્ઞાનીની દશા (૧૧-૧૨). લોકો મને જુદી જુદી રીતે ઉપાસે છે, બધાનું અંતિમબિંદુ તો આત્મા છે છતાં કામકામીને એની ખબર નથી. તેથી સંસારમાં