________________
અધ્યાય આઠમો
૩૫૧
હે (ઊજળા) અર્જુન! (બીજી બઘી સાધનાને અંતે જે સ્થાન મળે છે ત્યાં સંસાર જ છે. ઠેઠ બ્રહ્મલોક કે જ્યાંથી પરંધામ અત્યંત નજીક જ છે, ત્યાં લગી પણ જઈને ફરી જન્મમરણ તો કરવાં જ પડે છે, એટલે કે બહુ બહુ તો ત્યાં બ્રહ્મસુખ મળે પણ આધ્યાત્મિક સુખ આગળ તે સુખ સાવ તુચ્છ છે.
ત્યાંનું કાળપ્રમાણ એટલું બધું લાંબું છે, છતાં જ્યાં કાળ આવ્યો ત્યાં અંત પણ સાથે જ નિર્માયો છે. સારાંશ કે ત્યાં આ પુનર્જન્મ દશા છે જ નહિ માટે જ કહું છું કે) બ્રહ્મભુવન લગીનાં ભવનોમાં પુનર્જન્મ છે, પરંતુ હે કૌતેય ! મને પામ્યા પછી પુનર્જન્મ રહેતો જ નથી. (તથી જ કહું છું કે તું મારું-અંતરાત્માનું ચિંતન કર્યા કર.)
નોંધઃ જૈનસૂત્રોમાં પણ પ્રકારાંતરે આ જ વાત કહી છે. તેત્રીસ સાગરોપમ જેવા અગાધ કાળ લગી પરમ દૈવી સુખમાં રાચતા દેવેન્દ્રો પણ મૃત્યુને વશ જ છે. છેવટે તો તેમને પણ મર્યલોકમાં આવ્યા પછી જ મોક્ષ મળે છે-અને એ મર્યલોક એટલે મર્દ વીરોની કર્મભૂમિ. એમાં જ ખરા પુરુષાર્થે મોક્ષપ્રાપ્તિ થાય છે.
જેમ જૈનસૂત્રો માંહેલું સર્વોપરી સર્વાર્થ સિદ્ધ વિમાનનું સ્થાન સિદ્ધશિલામોક્ષધામની છેક નજીક છે, તેમ વૈદિક ગ્રંથોનું બ્રહ્મ ભુવન તે પણ અક્ષરધામની નિકટ અને ચૌદ ભુવનના શિખરરૂપ છે.
પુનર્જન્મ ટળે એ જ સૌ કોઈ ઈચ્છે છે. કારણ કે સ્વર્ગલોકના ચૌદ ઇન્દ્રો જેટલી વારમાં ખલાસ થાય, તેવડો મોટો તો બ્રહ્મનો એક દિવસ હોય છે. હજાર વાર ચાર યુગો વહી જાય તેવો બ્રહ્મદેવનો દિવસ અને તેવડી જ રાત્રિ હોય છે. એ બતાવીને હવે ગીતાકાર કહે છે કે આવડો મોટો છતાં છેવટે તો એનો છેડો જ છે, એમ જ્ઞાનીઓ જાણે છે. તેથી તેઓ બાહ્યસુખ આપતાં ભુવનો માટે જરાય લાલસા ધરાવતા નથી.
सहस्रयुगपर्यन्तमहर्यद्कैब्रह्मणो विदुः रात्रिं युगसहस्रान्तां तेऽहोरात्रविदो जनाः ॥ १७ ॥ अव्यक्ताद् व्यक्तयः सर्वाः प्रभवन्त्यहरागमे । रात्र्यागमे प्रलीयन्ते तत्रैवाऽव्यतसंज्ञके ॥ १८ ।। भूतग्रामः स एवाऽयं भूत्वा भूत्वा प्रलीयते रात्र्यागमेऽवशः पार्थ प्रभवत्यहरागमे । II ૧૨ ll