________________
અધ્યાય આઠમો
૩૩
અને અંતરમાં અજવાળું થયું એને કુદરતી રીતે બહારનાં મુહૂર્તો અનુકૂળ આવી રહેવાનો સંભવ છે પણ એ ન આવે તોય આંતરિક ભૂમિકાને જ મુખ્ય ગણીને જ સગતિ કે દુર્ગતિનું માપ કાઢવું જોઈએ. એટલે જ ગુરુજી ભાર આપે છે કે આત્મજ્ઞાનનો યોગ-અક્ષરબ્રહ્મનો યોગ જ સર્વ કાળે રહેવો જોઈએ. એક ક્ષણ પણ એમાં પ્રમાદ ન પાલવે. જેમ ગૌતમ જેવા મહાન જ્ઞાનીને ભ. મહાવીરે ભાખેલું તેમ અહીં શ્રીકૃષ્ણ યોગેશ્વર શ્રી અર્જુન વીરને ઉદેશીને ભાખે છે. બધા વેદો, યજ્ઞો, તપ અને દાનનું ફળ એક બાજુ અને આત્મજ્ઞાન એક બાજુ. આત્મજ્ઞાનનું પલ્લું વધે છે, અને એવો આત્મજ્ઞાની સર્વશ્રેષ્ઠ એવા પરંધામને પામી જાય છે.