________________
૪૮૦
ગીતા દર્શન
यदा भूत पृथग्भावमे कस्थमनुपश्यति । तत एव च विस्तारं ब्रह्म सम्पद्यते तदा ||३०|| નાશવંતે અવિનાશી, રે'તા સૌ ભૂતમાં સમ; પરમેશ્વર એવા એ, જે પેખે પેખનાર તે. ૨૭ રહેલા સમ સર્વત્ર, ઈશને પેખતો છતો; આત્માથી ન હણે આત્મા, તેથી પામે પરંગતિ. ૨૮ પ્રકૃતિથી જ કર્મો જે, કરાતાં સૌ રીતે જુએ; ને આત્માને અકર્તા જે, પેખે તે પેખનાર છે. ૨ ૯ ભૂતોની ભિન્નતા જ્યારે, રહેલી એકમાં જુએ; ને તે પછી જ વિસ્તાર ત્યારે તે બ્રહ્મ મેળવે. ૩૦ નાશવંતોમાં અવિનાશી અને સર્વ ભૂતોમાં સમાન રૂપે રહેતા એવા પરમેશ્વરને જે પેખે છે, તે જ પેખનાર છે. (ધનંજય !) સર્વ સ્થળે સમ રહેલા પ્રભુને પેખતો છતો (ત પેખનાર) આત્માથી આત્માને નથી હણતો અને તેથી પરંગતિ પામે છે.
પ્રકૃતિ થકી જ સી રીતે કર્મ કરાય છે એમ જે જુએ છે અને (જો એમ જ છે તો પછી આત્માને શું લાગેવળગે એમ માત્ર કહેવામાં જ નહિ પરંતુ વર્તવામાં પણ) આત્માને અર્તા તરીકે જુએ છે, તે પેખનાર છે.
જ્યારે ભૂતો (જુદાં જુદાં છે એ ભૂતો)ની ભિન્નતા તેની પાછળ પણ એક સમતત્ત્વ છે અને તે જ્ઞાન, શેય, ક્ષેત્રજ્ઞ અથવા આત્મા છે. તે તત્ત્વસ્વરૂપ) એકમાં જ રહેલી જુએ છે અને (એ એકત્વ પહેલું અને પછી જ આ નાનાપણું એમ) એ થકી જ આ (બધો) વિસ્તાર જુએ છે ત્યારે તે બ્રહ્મ મેળવે છે.
નોંધ : અહીં ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞનાં સંયોગથી જ આ ભૂતવિસ્તાર જન્મ્યો છે. એમ ઉપર કહ્યું અને પછી પરમેશ્વરસ્વરૂપ સર્વભૂતોમાં સમાન છે, એટલું જ નહિ બલકે નષ્ટ થતા એવા ભૂત ભાવો અગર તો જૈનદષ્ટિએ કહીએ તો નષ્ટ થતાં એવા જીવપર્યાયોમાં પણ એ અનશ્વર છે, જે આટલું ઈશ્વરસ્વરૂપ જાણે છે તે કદી હિંસામાર્ગમાં પ્રવર્તતો નથી. કારણ કે જો સહુમાં પ્રભુ સમભાવે વસે છે તો પછી બીજાને હણવો એ પોતાના પ્રભુને હણવો બરાબર જ છે, એમ તે સમજી શકે છે.
પરંતુ આત્મા તો નાશ પામતો જ નથી. તો પછી કોઈને હણવાથી કયો આત્મા હણાયો ? આવી શંકાનું સમાધાન સ્પષ્ટ જ છે, કે બીજાને હોવાથી પોતાનો