________________
અધ્યાય અઢારમો
પ૯૭
તામસી બુદ્ધિ તો સાવ ઊંધી જ રીતે દોરે, એટલે તે તો ખાડામાં જ પાડે-જેમ આંધળો પડે છે તેમ. એટલે ધાર્મિકતાનો છાંટો તો ત્યાં હોય જ શાનો? પણ ધર્મને નામે અધર્મ કૃત્યો કરાવે. યજ્ઞને નામે પશુવધ, તપને નામે બીજાને પજવવાં, દાનને નામે મોહમુગ્ધ બનવું ને બનાવવું, એ એમના ધર્મને નામે થતાં અધમ કત્યોના નમૂના છે. જૈનસૂત્રોમાં જે ગાઢ મિથ્યાત્વ કહેલું છે, ત્યાં આવી જ બુદ્ધિ હોય છે. અને જ્યાં કંઈક ઓછું મિથ્યાત્વ થઈને મૂંઝવણ થતી હોય છે ત્યાં રાસી બુદ્ધિ હોય છે. પણ મિથ્યાત્વ નીકળીને સમ્યકજ્ઞાન ઊપજે છે, તેવા પુરુષમાં સાત્ત્વિક બુદ્ધિ હોય છે. દશવૈકાલિકસૂત્ર”માં કહ્યું છે કે તે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આગ્નવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ નવે તત્ત્વોને યથાર્થ જાણીને ક્ષાયિક સમકિતી હોય તો ચારિત્રમાં ગમન કરી છેવટે અવશ્ય મોક્ષ પામે છે. જો તે પૂર્વકર્મની ગાઢતાથી પુનર્જન્મ પામે, તો પણ તેનું સમ્યગૂ જ્ઞાન ડૂબતું નથી પણ અંતે ભવજળ તારીને પાર ઉતરાવે છે. શ્રીકૃષ્ણગુરુ હવે ધૃતિ વિષે કહે છેઃ
धृत्यायया धारयते मनः प्राणेन्द्रियक्रियाः । योगेनाव्यभिचारिण्या धृतिः सा पार्थ सात्त्विकी ।।३३।। यया तु धर्मकामार्थान् धृत्या धारयतेऽर्जुन । प्रसङ्गेन फलाकांक्षी धृतिः सा पार्थ राजसी ॥३४।। यया स्वप्नं भयं शोकं विषादं मदमेव च । न विमुअति दुर्मेधा धृतिः सा पार्थ ! तामसी ||३५|| યોગે અર્જુન ! ધારે કો, મન પ્રાણેઢિયક્રિયા; જે ધ્રુવ ધૃતિ દ્વારા, ધૃતિ તે પાર્થ ! સાત્ત્વિકી. ૩૩ આસકિતથી કલાકાંક્ષી, ઘર્મ ને અર્થ-કામને; ધારે છે જે વૃતિદ્વારા, વૃતિ તે પાર્થ ! રાજસી. ૩૪ જે વડે સ્વપ્ન ને શોક, ભય વિષાદ ને મદ;
છોડી શકે ન દુર્બુદ્ધિ, ધૃતિ તે પાર્થ! તામસી. ૩૫ (હે ઊજળા) અર્જુન ! યોગ થકી કોઈ (યોગી પુરુષ) મન, પ્રાણ અને ઈન્દ્રિયની ક્રિયાને જે અવ્યભિચારી (એટલે કે આમતેમ નહિ જનારી) વૃતિથી