________________
૬૩૮
ગના દર્શન
અહીં જે કર્મશબ્દ લઉ છું. તે મૂળે તો ર્તાને લીધે જ દૂષિત છે. છતાં સંચિત અને પ્રારબ્ધ કર્મનો કર્તા ઉપર પણ પ્રભાવ કંઈ ઓછો નથી, એટલે મેં અહીં કર્મને પણ લીધેલ છે, એ દષ્ટિએ કર્મશુદ્ધિ પણ જરૂરની છે જ. જેઓ માત્ર જ્ઞાનને જ શુદ્ધ કરવા માગે છે અને કર્મ તરફ કશું લક્ષ્ય નથી આપતા, તેઓ ભીંત ભૂલે છે. એટલે જે મેં પ્રથમ જ્ઞાનશદ્ધિ પછી કર્મશુદ્ધિ અને ત્રીજે નંબરે કર્તાશુદ્ધિ અહીં મૂકી છે. છતાં તેમાંના કોઈ એકબીજાથી છેક ભિન્ન તો નથી જ.
"સહુમાં એક આત્મજ્યોત વિલસી રહી છે, તેથી કોઈને નીચ ન ગણવાં. સહુ પર વત્સલતા વહેવડાવી જીવસેવામાં પ્રભુસેવા માનવી એવી સમજવાળી જ્ઞાનશુદ્ધિની જરૂર છે. એ જ જ્ઞાન તે સાત્ત્વિક જ્ઞાન, ભેદભાવવાળું જ્ઞાન તે રાજસી જ્ઞાન, અને મોહગર્ભિત સાંકડું જ્ઞાન તે તામસી જ્ઞાન છે.
"રાગદ્વેષરહિત તે નિયતકર્મ; ફળદષ્ટિ અને આસકિતભાવ રાખ્યા સિવાય થાય તે સાત્વિક. બાકીનાં રાજસી અને તદ્દન હલકાં તે તામસી કર્મ છે. "સાત્ત્વિક બુદ્ધિવાળો, સાત્ત્વિક કર્મનો કરવૈયો કર્તા, તે સાત્ત્વિક કર્તા કહેવાય.
"મનુષ્યના ચાલુ જીવનમાં તો બુદ્ધિ અને ધૃતિનો પણ ફાળો જબરો છે. પ્રવૃત્તિ અને નિવૃત્તિ–આત્મા અને અનાત્મા – એ બધાંનો યથાર્થ ભેદ જાણે તે સાત્ત્વિક બુદ્ધિ, અને સારા સંસ્કારોને દઢ રીતે ધારી રાખે તે સાત્ત્વિક ધૃતિ. તેનાથી નીચલા દરજ્જાની રાજસિક બુદ્ધિ અને રાજસિક ધૃતિ છોડવા યોગ્ય છે. તામસીનો તો સંગ પણ કોઈ ન કરે!
"જો કે પ્રવૃત્તિ અને નિવૃત્તિમાં સુખદુઃખની વેદના કારણભૂત હોય છે, પણ સાચું સુખ તે જ છે કે જેનું પરિણામ પણ સુખમય હોય ! ભલે પછી શરૂઆતમાં કષ્ટ જેવું લાગે ! બાકી, ઉપરથી મધુર દેખાતું સુખ તો ગોળથી છાંદેલા ઝેરના ઘડા જેવું છે. અને દારૂડિયાને, વિકાસપોષણથી વ્યભિચારીને, કે સ્વપ્નસ્થ મૂચ્છિતને લાગતું સુખ તો આત્મપાતમાંથી જન્મેલું કોઈ પ્રકારેય સુખ કહેવડાવાને લાયક જ નથી.
"બસ અર્જુન ! આ રીતે અંગત શુદ્ધિ માટે ફળદષ્ટિ તજી અને અનાસકિતભાવ લક્ષમાં રાખી સત્કર્મ કરવાં.”
"આટલું કહ્યા પછી સમાજગત કર્મનો મહત્ત્વનો પ્રશ્ન ઊભો થાય છે. મનુષ્યવ્યકિત સમાજનું જ અંગ છે. એટલા માટે ગુણસ્વભાવે નિર્માયેલાં કર્મો એણે