________________
ઉપસંહાર
૬૪૦
પણ રાજન્ ! શસ્ત્રપાત થાય તે પહેલાં તો અર્જુને બન્ને સેન્યને જોવાની ઈચ્છા કરી, શ્રીકૃષ્ણચંદ્ર રથ મધ્યસ્થળે લઈ ગયા. અર્જુને આ દશ્ય જોયું અને એને મોહ ઊપજ્યો. એટલે હૃદય ભાંગી ગયું. તે બોલ્યો : "હે મધુસૂદન ! ભૂરિશ્રવા જેવા કાકા, ભીષ્મ જેવા દાદા, દ્રોણ જેવા ગુરુ, કુંતીભોજ જેવા મામા, કૌરવ જેવા પિત્રાઈઓ અને પોતાની સેનામાં રહેલા અભિમન્યુ જેવા પુત્ર, લક્ષ્મણના પુત્ર જેવા પૌત્રો, દુપદ જેવા સસરાજી આવી અનેક સ્નેહી સગાંઓની સૃષ્ટિ જોઈને મારાં ગાત્રો ઢીલાં થઈ જાય છે. સ્વજનોના નાશનું પાપ, એક માત્ર હસ્તિનાપુરની ભૂમિ માટે ! છટું ન જોઈએ. પૃથ્વીના લોભ માટે કુળનો નાશ થાય એટલે વર્ણસંકર પ્રજા પાકે અને પિતૃલોક પિડાય. કુળધર્મ અને જાતિધર્મની દીવાલ તૂટી પડે. શ્રુતિશાસ્ત્ર અને સ્મૃતિશાસ્ત્ર લોપાય. આનું પરિણામ નરક સિવાય શું હોય? એટલે આવું ઘોર પાપ હું તો નહિ કરું! દુર્યોધન ન સમજવાને લીધે હું પ્રતીકાર ન કરું છતાં ભલે મને શસ્ત્રથી છેદી નાખે ! પણ મને તો આ યુદ્ધમાં જોડાવું છાજતું નથી.” એમ કહીને હે રાજન્ ! એ શોકથી ખિન્ન થયેલા મનવાળો અર્જુન; બાણ સહિત કામઠું તજીને રથના અગ્રભાગ પર બેસી ગયો. આ રીતે મેં આપણને અર્જુનના વિષાદની વાત કરી. હવે શ્રીકૃષ્ણચંદ્ર અર્જુનને શો જવાબ આપ્યો તે કહું છું :
શ્રીકૃષ્ણચંદ્રજી બોલ્યા : 'તારા મનમાં કટાણે આ કચરો ક્યાંથી ભરાયો ? આર્યઅંત:કરણમાં એ ન છાજે તેવો છે. એટલે અશ્રેયકારી છે. વળી અસ્વર્ગીય એટલે અપ્રયકારી છે. અને આ ચાલુ જીવનમાં કીર્તિકર પણ નથી.
પરંતપ ! બાયલાપણું તને ન છાજે. તને લાગતું હશે કે "મને વૈરાગ્ય થયો, જ્ઞાન થયું કે નવો શુભસંકલ્પ જમ્પો, દયા આવી; જાતિધર્મની લાગણી ઊભરાઈ ગઈ.”
પણ હું તો એમાં આવેશ, અજ્ઞાન, ખોટી હઠ, મનની ચંચળતાને લીધે મૂળ પ્રતિજ્ઞાનો ભંગ, મોહ અને સ્વઘર્મથી નાઠાબારી શોધવાની વૃત્તિ જ જોઉં છું. માટે હૈયાની મુદ્ર દુર્બળતાને છોડી, ઊઠ ઊભો થા.' ધૃતરાષ્ટ્રજી ! શ્રીકૃષણનાં આ વેણ સાંભળી અર્જુન તો સડક જ થઈ ગયો. ગદ્ગદ્ કંઠે એ થોડીવાર પછી માંડમાંડ આટલું બોલ્યો : 'હે મધુસુદન ! ભીષ્મ અને દ્રોણ જેવા વૃદ્ધ અને ગુરુની સામે કેમ લડે? વડીલઘાત અને ગુરઘાત કરીને એવા લોહી ખરડ્યા ભોગો ભોગવું, રના કરતાં દુર્યોધન તરફથી કાંઈ ન મળે તો છેવટે ભીખી ખાવું શું ખોટું ? આમ કહેતાં