________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હે નાથ, હું અહીં આ રાજદૂત સાથે વાત કરું છું. આપ મહારાણી પાસે પધારો અને આ વાત કરી.'
મહારાજા હરિષેણ સમજતા હતા કે જ્યાં સુધી તારપ્રભા હી નહીં પાડે ત્યાં સુધી સેનકુમાર હા નહીં પડે. તારપ્રભા સંમતિ આપશે, પછી સેનકુમારને પૂછવું નહીં પડે. સેનકુમાર તારપ્રભાનો પડ્યો બોલ ઝીલતો હતો. માતાથી પણ અધિક માનતો હતો તારપ્રભાને.
મહારાજા અચાનક અંતઃપુરમાં પહોંચ્યા. તારપ્રભાને આશ્ચર્ય થયું. તેણે મહારાજાનું સ્વાગત કર્યું. સ્વર્ણના મયૂરાસન પર બેસાડી, રાણીએ અચાનક આવવાનું પ્રયોજન પૂછયું. મહારાજાએ રાજપુરના રાજદૂતની વાત કરી. સેનકુમાર સાથે શાન્તિમતીના વિવાહની વાત કરી.
રાણીને આનંદ થયો. તેણે કહ્યું: “હું કુમારને પૂછી તો લઉં. પછી આપ જે તે નિર્ણય કરજો.'
“મેં તો નિર્ણય કરી જ લીધો છે. તમારે તમારા લાડકવાયાને સમજાવી દેવાનો છે.' તારપ્રભા હસી પડી. સેનકુમાર મારો લાડકવાયો તો છે જ, આપનો પણ હૈયાનો હાર છે ને? હું તો એને જોઉં છું ને મારાં રોમે રોમે ફૂલ ખીલી ઊઠે છે.'
દેવી, કુમાર તમારી વાત માનશે જ..” એમ કહીને મહારાજા ગયા કે બીજા દરવાજેથી પ્રવેશ કરી, સેનકુમારે પાછળથી આવીને, રાણીની આંખો દાબી દીધી અને છોકરીના અવાજમાં પૂછયું: “કહો, કોણ છું હું?”
બીજુ કોણ મારી આંખો દબાવવાની હિંમત કરે? આ તો મારી લાડકવાયી સેનકુમારી છે!'
બંને ખડખડાટ હસી પડ્યાં. કુમારે રાણીનાં ચરણોમાં બેસીને કહ્યું: “પિતાજી સાથે તમારી થયેલી વાત મેં સાંભળી છે. આ વિષયમાં તમારે કે પિતાજીએ મને પૂછવાનું જ ના હોય. તમે જે નિર્ણય કરો, મને માન્ય જ હોય.”
તારપ્રભાની આંખો હર્ષના આંસુઓથી ઊભરાઈ. તે કુમારને ભેટી પડી. “વત્સ!'
ક
કે
એક
૧039
ભાગ-૩ + ભવ સાતમો
For Private And Personal Use Only