________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનમાં, એમને પૌત્રનું મુખદર્શન કરવું હતું... એટલા માટે જ રોકાયાં હતાં સંસારમાં. જો કે તારા પ્રત્યે એમને વાત્સલ્ય છે, એટલે તારું મન દુભાવીને, તેઓ ચારિત્રમાર્ગ ગ્રહણ નહીં કરે.
એટલે મેં તો સામે ચાલીને જ હા પાડી દીધી અને કહી દીધું કે ‘આપની સાથે હું પણ ચારિત્ર અંગીકાર...’ એમણે ઘણું સુખ આપ્યું છે, હવે એ એમના આત્માના કલ્યાણમાર્ગે જાય છે, સ્વેચ્છાએ જાય છે, સમજણપૂર્વક જાય છે, તો તેમને જવા દેવા જોઈએ.
ભદ્રે, તું સમજે છે કે આપણે સ્નેહીજનોને આપણાથી દૂર, જવા ન દઈએ પરંતુ સંયોગનું પરિણામ તો વિયોગ છે ને? કોઈ સ્વજનનો સંયોગ શાશ્વત તો નથી જ... કોઈ સ્વજનનું મૃત્યુ થાય છે, શું આપણે મૃત્યુને રોકી શકીએ છીએ?
વળી, મહારાજાનો નિર્ણય પણ સાચો જ છે. હવે આ ઉંમરે જો આત્મકલ્યાણ નહીં સાધે તો ક્યારે સાધશે? હજુ તેમનું અને મારું શરીર નીરોગી છે, સશક્ત છે, ત્યાં સુધી સંયમધર્મની આરાધના કરી શકાશે. જ્યારે શરીર કામ નહીં કરે ત્યારે? પછી તો સંયમમાર્ગ લેવો પણ ઉચિત નથી.
વત્સ, દુઃખ તો થવાનું! પરંતુ ક્યારેક દુઃખ સહન કરવાનાં આવશ્યક હોય છે જીવનમાં. દુઃખો સહન કરવાં એ ક્યારેક કર્તવ્ય બની જતું હોય છે... તું સમજદાર છે. શ્રેયોમાર્ગને જાણે છે. અને તારા હૃદયમાં શ્રેયોમાર્ગ વસેલો છે... તને મારે વધારે શું કહેવું?'
‘હું શું કરું માતાજી?'
‘તું વ્રતધારી શ્રાવિકા બની છે... આ પુત્રને સાર્ચ શ્રાવક બનાવજે. એ શ્રાવક બનીને રાજા બનશે, તો પ્રજાનું હિત કરનારો બનશે, એને પાપભીરુ બનાવજે... એને ધર્મપુરુષાર્થમાં પરાક્રમી બનાવજે. પુત્રપાલનના કર્તવ્યની સાથે સાથે કુમાર ગુણચંદ્રની સાચી સહચરી બનીને જીવજે. એની અંગત કાળજી રાખજે... મેં એને મારાં કલેજાનો ટુકડો માન્યો છે... એ રીતે ઉછેર્યો છે... હવે એ તને સોંપું છું...'
કુમાર ગુણચંદ્રની વાત કરતાં કરતાં, મહારાણીનું હૃદય આર્દ્ર બની ગયું. આંખો ભરાઈ ગઈ... રત્નવતીએ પોતાના ઉત્તરીય વસ્ત્રથી એમની આંખો લૂછીને, તેમને પલંગ પર બેસાડી, પાણી આપ્યું.
‘માતાજી, આર્યપુત્રની આપ જરાય ચિંતા ના કરશો. એમની છાયા બનીને જીવું છું ને જીવીશ. એમના સુખનો પહેલો વિચાર કરીશ. એમના મનને પણ નહીં દૂભવું... એમને જે પ્રિય હશે તે જ કરીશ. આપ કહો છો માટે જ નહીં, પરંતુ મને એમના પ્રત્યે પ્રગાઢ રાગ છે માટે, પ્રેમ છે માટે, આપ મારાં પર વિશ્વાસ કરજો, માતાજી, આપના સુપુત્રની અહર્નિશ દાસી બનીને જીવીશ...
તેઓ મહાન છે... ગુણનિધાન છે. મારાં પ્રત્યે અપાર પ્રેમ ધરાવે છે... એમના ત૨ફથી મને સુખ જ સુખ મળ્યું છે...'
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
૧૨૭૩