________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નગરમાં લઈ ગયાં. સત્કાર કર્યો.. રાજસુંદરીની હવેલી. એની સાથે ભોગવેલા ભોગ.. વગેરે વાતો કરી. એક ભીલે પૂછ્યું: “અરે ભાઈ, એ તો કહે કે નગર કોના જેવું હતું? રાજા કોના જેવી રૂપાળો હતો? એ નગરવાસીઓ કેવા હતા? પેલી રાજસુંદરી કેવી હતી?
શબરપતિ વિચારમાં પડી ગયો. આ બધું સમજાવવા માટે જંગલમાં કોઈ ઉપમા ન હતી. બહુ બહુ તો પથ્થરો, ગુફાઓ, વૃક્ષો... સરોવરો... ફળો... વગેરેની ઉપમાઓ આપી શકાય. રાજસુંદરીને ભીલવતી જેવી, આભૂષણોને ચણોઠી જેવાં, વિલેપનોને ગેરુ રંગ જેવાં... વગેરે રીતે સમજાવે છે. ઉપમા યોગ્ય પદાર્થો જ જંગલમાં ન હોવાથી નગરને, રાજાના મહેલોને કે હવેલીઓને યથાર્થરૂપે સમજાવી શકતો નથી.
હે દેવી, તેવી રીતે મોક્ષમાં રહેલો અપૂર્વ આનંદ કેવળજ્ઞાની જાણે, છતાં સમજાવી ના શકે. કારણ કે મોક્ષસુખની ઉપમા આપી શકાય તેવું ઉપમેય આ સંસારમાં કંઈ જ છે જ નહીં, માટે મોક્ષસુખ અને મોક્ષના આનંદને શ્રદ્ધાથી જ માની શકાય.” રાણી સુલોચનાએ કહ્યું : “ભગવંત, આપે કહ્યું તે યથાર્થ, પરમ સત્ય છે.'
ત્યાં ક્ષેત્રપાલ વેલંધરે પૂછ્યું: “હે ભગવંત, એ સિદ્ધ ભગવંતોનું સ્વરૂપ કેવા પ્રકારનું છે, એ કહેવા કૃપા કરશો?'
હે મહાનુભાવ, સિદ્ધ આત્માઓ લાંબા નથી હોતાં કે ટૂંકા નથી હોતાં. ગોળત્રિકોણ કે ચરસ નથી હોતાં. - તે આત્માઓ કાળા નથી હોતાં, વાદળી નથી હોતાં, રાતા, પીળા કે ધોળા નથી હોતા. સુગંધવાળા કે દુર્ગંધવાળા નથી હોતા. એમનો રસ કડવો કે તીખો નથી હોતો, ખારો કે મધુર નથી હોતો, તિક્ત કે કષાય નથી હોતો. તેમનો સ્પર્શ નથી કર્કશ હોતો કે નથી કોમળ હોતો, નથી હલકો હોતો કે નથી વજનદાર હોતો, ઠંડો, ઊનો કે ચીકાશવાળો નથી હોતો. નથી લુખ્ખો હોતો. એ પુરુષ નથી, સ્ત્રી નથી, નપુંસક નથી. એ આત્માઓને ઉપમા આપી શકાય એવી એક પણ વસ્તુ આ દુનિયામાં નથી.
તે સિદ્ધાત્માઓ સત્તાસ્વરૂપે અરૂપી છે. તે આત્માઓ નથી શબ્દરૂપે કે નથી અશરૂપે. નથી રૂપી કે નથી અરૂપી, તેમને ગંધ નથી, અગંધ નથી, સ્પર્શ નથી, અસ્પર્શ નથી. રસ નથી, અરસ નથી. બધા જ પ્રપંચોથી રહિત સત્તાસ્વરૂપે છે. અનંત આનંદમય અને પરમપદ છે.'
૦ ૦ ૦ કેવળજ્ઞાની સમરાદિત્ય મહર્ષિની ધર્મદેશના સાંભળી, નરક, સ્વર્ગ અને મોક્ષનું સ્વરૂપ સાંભળી, પાર્ષદામાં બેઠેલા શ્રી સમરાદિત્ય મહાકથા
૧833
For Private And Personal Use Only