________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે જે સાધુ-સાધ્વીને અનશન કરવું હોય, તેઓ કરી શકશે. પરંતુ અનશન કરવા પૂર્વે બે પ્રકારની સંલેખના કરવાની છે. શરીર-સંલેખના અને કપાય-સંલેખના.
કષ્ટોને સહવા શરીર સક્ષમ જોઈએ. ક કષ્ટો આવે ત્યારે ક્રોધ-માન-માયા-લોભ - આ કષાયો ઊઠવા ના જોઈએ.
અનશન કરનારાઓએ આ રીતે મન અને તનને સશક્ત બનાવવાનાં છે. અનશન લીધા પછી, કષ્ટો આવે ત્યારે મનમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ના થવું જોઈએ. શરીર થાકી ના જવું જોઈએ. સમાધિમૃત્યુને ભેટવા માટે પ્રતિક્ષણ તૈયાર રહેવું જોઈએ.”
ગુરુદેવ અમે સંલેખના કરવા તૈયાર છીએ.” સાધ્વી ચિંતામણિ, સાધ્વી સુંદરી વગેરેએ નિર્ણય જાહેર કર્યો. અન્ય સાધુ-સાધ્વીઓએ પણ અનશનનો નિર્ણય જાહેર
કર્યો.
0 0 0 - સાધ્વી ચિંતામણિ અને સાધ્વી સુંદરીએ સંલેખના કરી. આત્મભાવને નિર્મળ કર્યો. તે બંનેએ “ભક્તપરિજ્ઞા' નામનું અનશન કર્યું..
અન્ય સેંકડો સાધુ-સાધ્વીઓએ અયોધ્યામાં, પરમાત્મા ઋષભદેવની તીર્થભૂમિ પર આત્માનાં તેજ પ્રગટ કર્યા...
કાળચક્ર અનંતકાળથી ફર્યા જ કરે છે... એ કાળચક્રમાં મહાન સમરાદિત્યની મહાકથા સચવાઈ રહી... ઘણું બધું વહી ગયું... સરી ગયું... નષ્ટ થઈ ગયું... આ મહાકથા જળવાઈ રહી...
આચાર્યદેવશ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ આ કથાને પ્રાકૃત ભાષામાં લખી... અદભુત શૈલીમાં લખી. મેં એ કથાનો આધાર લઈ ગુજરાતી ભાષામાં લખવાની બાલચેષ્ટા કરી છે... વાચકો, મારી ક્ષતિઓને ક્ષમા કરજો. જય સમરાદિત્ય! જય હરિભદ્રસૂરિ! પૂર્ણાહુતિ (પંચગની - ૨૨૩૯૧)
એક
રોક
શોક
1990
ભાગ-૩ + ભવ નવમો
For Private And Personal Use Only