Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
21 દિPI
મહાકથા ભાગ : 3 ભd : ૭ ૮ ૯
શ્રી પ્રિયદર્શન
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાદિત્ય મહાકથા
ભવ : ૭-૮-૯
ભાણ - 3
લેખક
શ્રી પ્રિયદર્શન [આચાર્ય શ્રી વિજયભદ્રગુપ્તસૂરીશ્વરજી મJ.
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુનઃ સંપાદન જ્ઞાનતીર્થ - કોબા
તૃતીય આવૃતિ આષાઢ, વિ.સં. ૨૦૭૩, ઓગસ્ટ ૨૦૦૭
મૂલ્ય ત્રણ ભાગના રૂ. ૪૦૦/
આર્થિક સૌજન્ય શેઠ શ્રી નિરંજન નરોત્તમભાઈના સ્મરણાર્થે હ. શેઠ શ્રી નરોત્તમભાઈ લાલભાઈ પરિવાર
પ્રકાશs શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર આચાર્યશ્રી કેલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર
કોબા, તા.જિ.ગાંધીનગર - ૩૮૨૦૦૭ ફોન નં. (૦૭૯) ૨૩૨૭૬૨૦૪, ૨૩૨૭૬૨પર
email : gyanmandir@kobatirth.org
website : www.kobatirth.org
મુક શ્રી નેમિનાથ પ્રિન્ટર્સ, અમદાવાદ ફોન નં. ૯૮૨૫૦૪૨૯પ૧
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पूज्य आचार्य भगवंत श्री विजयभद्रगुप्तसूरीश्वरजी श्रावण शुक्ला १२, वि.सं. १९८९ के दिन पुदगाम महेसाणा (गुजरात) में मणीभाई एवं हीराबहन के कुलदीपक के रूप में जन्मे मूलचन्दभाई, जुही की कली की भांति खिलतीखुलती जवानी में १८ बरस की उम्र में वि.सं. २००७, महावद ५ के दिन राणपुर (सौराष्ट्र) में आचार्य श्रीमद् विजयप्रेमसूरीश्वरजी महाराजा के करमकमलों द्वारा दीक्षित होकर पू. भुवनभानुसूरीश्वरजी के शिष्य बने. मुनि श्री भद्रगुप्तविजयजी की दीक्षाजीवन के प्रारंभ काल से ही अध्ययन अध्यापन की सुदीर्घ यात्रा प्रारंभ हो चुकी थी.४५ आगमों के सटीक अध्ययनोपरांत दार्शनिक, भारतीय एवं पाश्चात्य तत्वज्ञान, काव्य-साहित्य वगैरह के 'मिलस्टोन' पार करती हुई वह यात्रा सर्जनात्मक क्षितिज की तरफ मुड़ गई. 'महापंथनो यात्री' से २० साल की उम्र में शुरु हुई लेखनयात्रा अंत समय तक अथक एवं अनवरत चली. तरह-तरह का मौलिक साहित्य, तत्वज्ञान, विवेचना, दीर्घ कथाएँ, लघु कथाएँ, काव्यगीत, पत्रों के जरिये स्वच्छ व स्वस्थ मार्गदर्शन परक साहित्य सर्जन द्वारा उनका जीवन सफर दिन-ब-दिन भरापूरा बना रहता था. प्रेमभरा हँसमुख स्वभाव, प्रसन्न व मृदु आंतर-बाह्य व्यक्तित्व एवं बहुजन-हिताय बहुजन-सुखाय प्रवृत्तियाँ उनके जीवन के महत्त्वपूर्ण अंगरूप थी. संघ-शासन विशेष करके युवा पीढ़ी, तरुण पीढ़ी एवं शिशु-संसार के जीवन निर्माण की प्रकिया में उन्हें रूचि थी... और इसी से उन्हें संतुष्टि मिलती थी. प्रवचन, वार्तालाप, संस्कार शिबिर, जाप-ध्यान, अनुष्ठान एवं परमात्म भक्ति के विशिष्ट आयोजनों के माध्यम से उनका सहिष्णु व्यक्तित्व भी उतना ही उन्नत एवं उज्ज्वल बना रहा. पूज्यश्री जानने योग्य व्यक्तित्व व महसूस करने योग्य अस्तित्व से सराबोर थे. कोल्हापुर में ता. ४-५-१९८७ के दिन गुरुदेव ने उन्हें आचार्य पद से विभूषित किया.जीवन के अंत समय में लम्बे अरसे तक वे अनेक व्याधियों का सामना करते हुए और ऐसे में भी सतत साहित्य सर्जन करते हुए दिनांक १९-११-१९९९ को श्यामल, अहमदाबाद में कालधर्म को प्राप्त हुए.
For Private And Personal use only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનોગત
‘સમરાદિત્ય મહાકથા'નું પુનર્મુદ્રણ થયું. આ મહાકથાની લોકપ્રિયતા સૂચવે છે. આ મહાકથા, કોઈ પણ જાતના ગચ્છભેદ કે સંપ્રદાય ભેદ વિના રસપૂર્વક વંચાઈ રહી છે. કેટલાક પૂજ્ય સાધુ-સાધ્વીજી તો વ્યાખ્યાનમાં આ મહાકથાનું વાંચન કરે છે. મારા પરિચિત અનેક આચાર્યદેવ, સાધુપુરુષો, સાધ્વીજી મહારાજો અને શ્રાવક-શ્રાવિકાઓના, આ મહાકથાની પ્રશંસા ગાતા પત્રો આવે છે. મળે છે ત્યારે પણ ખૂબ આનંદ વ્યક્ત કરે છે.
પરંતુ મને જે પ્રશંસા મળી રહી છે, તેને પાત્ર હજુ હું બન્યો નથી. છતાં પૂરી શ્રદ્ધા સાથે વાચકોને પ્રણામ કરીને હું મારા સંકલ્પને વધારે દૃઢ કરવાની પ્રતિજ્ઞા લઉં છું કે મારી લેખિની દ્વારા હું માનવજાતિને હજુ પણ વધુ આત્મસૌન્દર્ય, આત્મશૌર્ય અને આત્મશ્રેષ્ઠ તરફ લઈ જવાની કોશિશ કરીશ.
એક વાત આજે ખુલ્લી કરી દઉં. પ્રસન્નતાની પળોમાં મેં આ મહાકથા લખી છે. અને ત્યારે મને પરમાત્માના અપૂર્વ પ્રસાદનો અનુભવ થયો છે. પ્રસન્નતા એટલે જ પ્રસાદ! જ્યાં પ્રસાદ નથી ત્યાં જીવનનો સ્વાદ નથી. એ સ્વાદ માણવા માટે હૈયામાં પ્રસન્નતા અને હોઠો પર સ્મિત રમતું રાખવું. સાધુ હોવાની આ જ સાબિતી પુરતી નથી? જે મનથી મેલો હોય તે માણસ કદી પ્રસન્ન ન હોઈ શકે.
‘આલ્બેર કામુ’ નામના તત્ત્વચિંતકે લખ્યું છે : ‘લખવું એટલે નિર્મોહી બનવું! કળામાં એક જાતનો વૈરાગ હોય છે!' હરિભદ્રસૂરિજીની આ મહાકથા જે પ્રસન્ન ચિત્તે, એકાગ્ર મનથી વાંચે તો તે નિર્મોહી-વૈરાગી બને જ! ન બને તો તે અભવી કે દુર્વ્યવી સમજવાં! મેં આ મહાકથા લખતાં લખતાં શાન્તરસનો, પ્રશમરસનો, શૌર્યરસનો.... નવે રસોનો અનુભવ કર્યો છે... છેવટે કષાયોના પનારે ક્યારેય ન પડવાનો સંકલ્પ વારંવાર કર્યો છે.
આ મહાકથા પંચગીનીના સુરમ્ય વાતાવરણમાં લખાઈ ગઈ છે...
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તન-મનનો ખૂબ સાથ મળ્યો હતો. મારા અન્નેવાસી મુનિ ભદ્રબાહુનો સાથ મારા બધાં સર્જનમાં અગત્યનો રહેલો છે. જ્યારે આ પુનર્મુદ્રણ છે વખતે ત્રણ ભાગમાં રહી ગયેલી ભૂલોને સુધારવાનું અને પ્રફોને કાળજીપૂર્વક જોઈ જવાનું ભગીરથ કાર્ય મહાસતી પદ્માબાઈએ કર્યું છે. તેઓ વિદુષી છતાં વિનમ્ર સ્થાનકવાસી સાધ્વીજી છે. પરંતુ અપૂર્વ ગુણાનુરાગ અને, ભક્તિભાવથી પ્રેરાઈને આ કાર્ય તેમણે કર્યું છે... છેલ્લે એક યાચના કરીને મારું કથનીય સમાપ્ત કરું છું....
યાચું એક વિદાય... કાલામ્બધિના કોઈ કિનારે અનન્ત નિશાના કોઈક આરે ફરી પાછા મળશું ક્યારે?
જાયું એ ન જણાય. દુભવ્યાં હશે વળી જાણે-અજાણે ખીજવ્યાં હશે વળી કોઈક કાળે ભૂલી જજોને, માફ કરો મુજને
ભૂલ્યું એ ન ભૂલાય.
યાગું એક વિદાય! મેહુલ' ઉપ-૬૭ બી, શ્યામલ-૩ એ સેટેલાઇટ - અમદાવાદ
=
=
=
=
ઘુનસૂરિ
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકાશકીય
પૂજ્ય આચાર્ય શ્રીવિજયભદ્રગુપ્તસૂરિજી મહારાજ (શ્રી પ્રિયદર્શન) દ્વારા લિખિત અને વિશ્વકલ્યાણ પ્રકાશન મહેસાણાથી પ્રકાશિત સાહિત્ય જૈન સમાજમાં જ નહીં પરન્ત જૈનેતર લોકોમાં પણ ખૂબજ ઉત્સુકતા સાથે વંચાતુ લોકપ્રિય સાહિત્ય છે.
પૂજ્યશ્રી ૧૯ નવેમ્બર ૧૯૯૯ના રોજ અમદાવાદમાં કાળધર્મ પામ્યા પછી | વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટનું વિસર્જન કરી તેઓશ્રીના પ્રકાશનોનું પુનઃપ્રકાશન બંધ કરવાના નિર્ણયની વાત સાંભળીને અમારા ટ્રસ્ટીઓને ભાવના થઈ કે પૂજ્ય આચાર્યશ્રીનું ઉત્કૃષ્ટ સાહિત્ય જનસમુદાયને હમેંશા મળતું રહે તે માટે કંઈક કરવું જોઈએ એ આશય સાથે વિશ્વકલ્યાણ પ્રકાશનના ટ્રસ્ટમંડળને આ વાત પૂજ્ય રાષ્ટ્રસંત આચાર્ય શ્રી પદ્મસાગરસૂરિજીની સંમતિ પૂર્વક જણાવી. બંને પૂજ્ય આચાર્યોની પરસ્પરની મૈત્રી ઘનિષ્ઠ હતી. અંતિમ દિવસોમાં દિવંગત આચાર્યશ્રીએ રાષ્ટ્રસંત આચાર્યશ્રીને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પૂજ્યશ્રીએ આ કાર્ય માટે વ્યક્તિ, વ્યક્તિત્વ અને કૃતિત્વના આધારે પોતાની સંમતિ પ્રેરકબળ રુપે આપી. તેઓશ્રીના આશીર્વાદ પામીને કોબાતીર્થના ટ્રસ્ટીઓએ આ કાર્યને આગળ ધપાવવા વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટની પાસે પ્રસ્તાવ મુક્યો.
વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ પણ કોબા તીર્થના ટ્રસ્ટીઓની દિવંગત આચાર્યશ્રી પ્રિયદર્શનના પ્રચાર-પ્રસારની ઉત્કૃષ્ટ ભાવનાને ધ્યાનમાં }} લઈ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર-કોબાતીર્થને પોતાના ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત પુસ્તકોના પુન:પ્રકાશનના બધાજ અધિકારો સહર્ષ સોંપી દીધા.
તે પછી શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર સંસ્થાના મૃતસરિતા (જૈન બુકસ્ટોલ)ના માધ્યમથી શ્રી પ્રિયદર્શનના લોકપ્રિય પુસ્તકોનું વિતરણ જાહેર જનતાના હિતમાં ચાલુ કર્યું.
શ્રીપ્રિયદર્શનના અનુપલબ્ધ સાહિત્યના પુન:પ્રકાશન કરવાની શૃંખલામાં પ્રસ્તુત સમરાદિત્ય મહાકથા ભાગ ૧ થી ૩ પુનઃપ્રકાશિત કરીને વાચકોને ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ.
આ મહાકથામાં પૂજ્ય હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે ધર્મકથાનુયોગના માધ્યમથી આત્મા કષાયોના કટુ વિપાકો દ્વારા કેવી રીતે દુ:ખ પામે છે તેનું અત્યંત મર્મસ્પર્શી આલેખન કર્યું છે. વસ્તુતઃ આ કથામાં દુર્ગણોનો શિકાર બનનારો | આત્મા અને આત્મવિકાસ માટે સન્માર્ગે વિચરણ કરનાર એ બે આત્માઓના
જીવન વૃતાન્ત ખૂબ જ રોચક શૈલથી વર્ણવ્યાં છે. સાથે સાથે અવાત્તર કથાઓના DP D =
- S D
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[] ૪ || માધ્યમથી જીવનમાં ઘટિત થતાં સારા નરસા પ્રસંગોની પાછળ પોતેજ બાંધેલ | | કર્મોના વિજ્ઞાનનું રહસ્ય હુબહુ સ્પષ્ટ કર્યું છે.
આ પુસ્તકના અધ્યયન મનન અને ચિંતન કરવાથી વ્યક્તિના ક્રોધ, માન, માયા અને લોભ આ કષાયો મંદ પડે છે અને તે સમભાવ તરફ લાલાયિત થાય છે.
કાદંબરીની જેમ આ મહાકથામાં પણ અનેક ઉપકથાઓ ગુંથેલી છે જે { તત્વબોધ કરાવનારી છે. મૂલ ગ્રંથ પ્રાકૃત ભાષામાં છે. પૂજ્ય શ્રી ભદ્રગુપ્તસૂરિજીએ
એની ગંભીરતાને યથાવતુ જાળવીને બધા રસોનો પુટ આપીને સરળ ગુજરાતીમાં || આલેખન કર્યું છે. જે ભવ્યજીવો માટે ઉપકારક છે વાચકવર્ગ આ કથાના
આલંબનથી કષાય નિવૃત્તિ દ્વારા આત્મશોધનનો માર્ગ પ્રશસ્ત કરવાનો સુબોધ પ્રાપ્ત કરી શકશે.
શેઠ શ્રી સંવેગભાઈ લાલભાઈના સૌજન્યથી આ ત્રણે ભાગોના પ્રકાશન માટે શેઠ શ્રી નિરંજન નરોત્તમભાઈના સ્મરણાર્થે હ. શેઠ શ્રી નરોત્તમભાઈ લાલભાઈ પરિવાર તરફથી જે ઉદાર આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે એ બદલ અમો સમગ્ર શેઠશ્રી નરોત્તમભાઈ લાલભાઈ પરિવારના ઋણી છીએ તથા તેઓની હાર્દિક અનુમોદના કરીએ છીએ. આશા છે કે ભવિષ્યમાં પણ તેઓશ્રી તરફથી આવો જ ઉદાર સહયોગ મળતો રહેશે.
આ મહાકથાના પુનઃ પ્રકાશનના અવસરે પ્રાથમિક સ્તરે ઉલ્લાસભેર પ્રૂફરિડીંગ કરી આપનાર શ્રી દર્શનાબેન, શ્રી ઉષાબેન સંસ્થાના પંડિતવર્ય શ્રી નવીનભાઈ જેન તથા ફાઈનલ પ્રૂફ કરી આપવામાં સંસ્થાના પંડિતવર્ય શ્રી મનોજભાઈ જેનનો તથા સંસ્થાના કપ્યુટર વિભાગમાં કાર્યરત શ્રી કેતનભાઈ શાહ તથા શ્રી સંજયભાઈ ગુર્જરનો આ પુસ્તકના સુંદર કમ્પોઝીંગ તથા સેટીંગ કરી આપવા બદલ અમે હૃદય પૂર્વક આભાર માનીએ છીએ.
આપને અમારો નમ્ર અનુરોધ છે કે તમારા મિત્રો અને સ્વજનોમાં આ પ્રેરણાદાયી સાહિત્યની પ્રભાવના કરો. શ્રુતજ્ઞાનના પ્રચાર-પ્રસાર માટે અપાયેલું નાનકડું યોગદાન આપને લાભદાયક થશે.
અને પ્રસ્તુત પુસ્તક આપની જીવનયાત્રાનો માર્ગ પ્રશસ્ત કરવામાં નિમિત્ત બને અને વિષમતાઓમાં સમરસતાનો લાભ કરાવે એવી શુભ કામના સાથે.
પુનઃ પ્રકાશન વખતે ગ્રંથકારશ્રી ના આશય તથા જિનાજ્ઞા વિરુદ્ધની કાંઈ I[ ક્ષતિ રહી ગઈ હોય તો મિચ્છામિ દુક્કડમ્. અષાઢ વદ દશમી, ૨૦૧૩
ટ્રસ્ટીગણ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂળ ગ્રંથ સમટાડu DI (પ્રાકૃd)
ગ્રંથકાર આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી
(ઈ.સ. ૮૦૦ આસપાસ)
બા મહાકથાનું ગુજરાતી નિર્માણ સિદ્ધાંતમહોદધિ સ્વ. આચાર્યદેવશ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટધર ન્યાય વિશારદ સ્વ. આચાર્યદેવશ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન આચાર્ય શ્રી વિજય ભદ્રગુપ્તસૂરીશ્વરજી મ. (શ્રી પ્રિયદર્શન)
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
રામરાદિત્યના ૯ ભવોની માહિતી
ભવ-૨
સિંહરાજા-આનંદકુમાર સંબંધ : પિતા-પુત્ર
ક્ષેત્ર : મહાવિદેહ
નગર : જયપુર
ભવ-૧
ગુણસેન-અગ્નિશમાં સંબંધ : રાજા-પુરોહિત પુત્ર ક્ષેત્ર : મહાવિદેહ નગર : ક્ષિતિપ્રતિષ્ઠિત
www.kobatirth.org
ભવ-૩
શિખીકુમાર-જાલિની
સંબંધ : પુત્ર-માતા
ક્ષેત્ર : મહાવિદેહ નગર : કૌશામ્બી
ભવ-પ
જય-વિજય
સંબંધ : ભાઈ
ક્ષેત્ર : ભરત
નગર : કાકેંદી
ભવ-૭
એન-વિષેણ
સંબંધ : પિતરાઈ-ભાઈ
ક્ષેત્ર : ભરત
નગર : ચંપા
ઃ
ભવ-૪
ઘન-ધનશ્રી
સંબંધ : પતિ-પત્ની
ક્ષેત્ર : ભરત
નગર : સુશર્મ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવ-૭
ધરણ-લક્ષ્મી સંબંધ : પતિ-પત્ની
ક્ષેત્ર : ભરત
નગર : માકંદી
ભવ.
ગુણચંદ્ર-વાણવ્યંતર સંબંધ : મનુષ્ય-વિદ્યાધર
ક્ષેત્ર : ભરત નગર : અયોધ્યા
ભવ-૯
સમાદિત્ય-ગિરિસેન
સંબંધ : રાજા-ચંડાળ
ક્ષેત્ર : ભરત નગર : ઉજ્જયની
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી
ગ્રંથ-2થના આચાર્યશ્રી અભયદેવસૂરિજી અને એમની પછીના કેટલાક આચાર્યોના મતે શ્રી શ્રી હરિભદ્રસૂરિજીએ ૧૪00 ગ્રંથ (મતાંતરે ૧૪૪૪) રચેલા છે. તેમાંથી આજે જે ગ્રંથો મળે છે, તે નીચે પ્રમાણે છે :
૧. દશવૈકાલિક બૃહદ્ધત્તિ, ૨. નંદિસૂત્ર-લધુવૃત્તિ, ૩. આવશ્યકસૂત્રવિવૃત્તિ, ૪. આવશ્યકસૂત્રબૃહત્તિ, ૫, પ્રજ્ઞાપના પ્રદેશવ્યાખ્યા, ૭. જંબૂઢીપ-સંગ્રહણી, ૭. ચૈત્યવંદન-લલિતવિસ્તરા ટીકા, ૮. ધૂર્તાખ્યાન, ૯. સમરાદિત્ય ચરિત્ર, ૧૦, પંચવસ્તુ-સ્વોપજ્ઞ વૃત્તિ, ૧૧. પંચસૂત્ર વૃત્તિ, ૧૨. અષ્ટક પ્રકરણ ૧૩. ષોડશક, ૧૪. પંચાશક, ૧૫. શ્રાવકધર્મ-વિધિ, ૧૬. ધર્મબિન્દુ, ૧૭. યોગબિન્દુ, ૧૮. યોગદષ્ટિ સમુચ્ચય, ૧૯યોગવિંશિકા, ૨૦. ન્યાયપ્રવેશક-વૃત્તિ, ૨૧. ન્યાયાવતાર વૃત્તિ, ૨૨. પડદર્શન સમુચ્ચય, ૨૩, અનેકાન્તવાદ પ્રવેશ, ૨૪. અનેકાન્તજયપતાકા, ૨૫. લોકતત્ત્વ નિર્ણય, ૨૬. ઉપદેશપદ, ૨૭. લઘુક્ષેત્ર સમાસ વૃત્તિ, ૨૮.તત્ત્વાર્થ લઘુવૃત્તિ, ૨૯. શાસ્ત્રવાર્તા સમુચ્ચયસ્વોપલ્લવૃત્તિ, ૩૦. યોગશતક, ૩૧, લગ્નશુદ્ધિ, ૩૨. સર્વજ્ઞસિદ્ધિ સ્વોપજ્ઞવૃત્તિ, ૩૩. સંબોધપ્રકરણ, ૩૪. અનુયોગદ્વારસૂત્ર-લઘુવૃત્તિ, ૩૫. સંસાર દાવાનલ-સ્તુતિ, ૩૬. દ્વિવચન ચપેટા, ૩૭. વીરસ્તવ, ૩૮. શ્રાવક પ્રજ્ઞપ્તિ-ટીકા, ૩૯. પ્રશમરતિ-ટીકા, ૪૦. જીવાભિગમલઘુવૃત્તિ, ૪૧. મહાનિશીથ-મૂળ (ઉદ્ધાર), ૪૨, પિંડનિર્યુક્તિવૃત્તિ, ૪૩. ભાવનાસિદ્ધિ, ૪૪. વર્ગકેવલિસૂત્રવૃત્તિ, ૪૫. વીસ વીશીઓ, ૪૬. હિંસાષ્ટક સ્વપજ્ઞ અવસૂરિ સહ, ૪૭. અનેકાન્તસિદ્ધિ, ૪૮. આત્મસિદ્ધિ, ૪૯. ધર્મસંગ્રહણી, ૫૦. સ્યાદ્વાદકુચોઘપરિહાર.
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સમરાદિત્ય-મહાકથા
ભવઃ સાતમો
સેન (રાજા)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષેણ
(પુરોહિતપુત્ર)
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ સમયની આ વાત છે કે જ્યારે પૂજનીય સાધુ-મુનિરાજો અને સાધ્વીવૃન્દ ઉચ્ચતમ આધ્યાત્મિક ભાવોમાં રમણતા કરતાં હતાં અને તેમને કેવળજ્ઞાનનો દિવ્ય પ્રકાશ પ્રાપ્ત થતો હતો,
એ કાળે, કેવળજ્ઞાનનો મહોત્સવ કરવા દેવલોકના દેવો આ પૃથ્વી પર ઊતરી આવતાં હતાં. હજારો-લાખો દેવોથી આકાશમાર્ગ અવરુદ્ધ થઈ જતો હતો.
દેવો કલાત્મક સુવર્ણકમળની રચના કરતાં હતાં અને કેવળજ્ઞાની મહાત્માને સુવર્ણકમળ પર આરૂઢ થઈ, ધર્મદેશના આપવા વિનંતી કરતાં હતાં.
ભૂત-ભાવિ અને વર્તમાનકાળની એકેએક વાતને પ્રત્યક્ષ જોનારા અને જાણનારા કેવળજ્ઞાની મહાત્મા ત્યાં ધર્મનો ઉપદેશ આપતા. દેવો અને મનુષ્યો શાન્તિથી અને આંતરિક ધર્મસ્નેહથી પ્લાવિત ચિત્તથી તે ધર્મોપદેશ સાંભળતા અને તેઓને જો જાણવાની જિજ્ઞાસા ઉત્પન્ન થતી તો પ્રશ્નો પણ પૂછતા. કરુણાવંત એ મહાત્મા પ્રશ્નોના જવાબ આપતા, ભૂતકાળના જન્મોનાં પાનાં ખોલતા! ભવિષ્યની આશ્ચર્યકારી વાતો બતાવતા. પ્રશ્ન પૂછનારના મનનું સમાધાન થઈ જતું હતું અને એનો જીવનપ્રવાહ બદલાઈ જતો હતો.
એ કાળની આ વાત છે કે જ્યારે પુરુષોમાં સરળતા હતી. ગુણાનુરાગ હતો, બુદ્ધિચાતુર્ય હતું, રૂપ અને લાવણ્ય હતું. શૂરવીરતા હતી અને પરોપકારવૃત્તિ હતી.
એ સમયની આ વાત છે કે જ્યારે સ્ત્રીઓ ગુણ-રૂપ અને બુદ્ધિના ત્રિવેણીસંગમ રૂપ હતી. કામદેવની કલાકૃતિઓ હતી. તેમાંય ચંપાનગરી એ કાળે આવાં સ્ત્રીપુરુષોના સમુદાયથી ગૌરવવંતી હતી. એવી ચંપાનગરીમાં એક દિવસ, પ્રભાતના સમયે એક સાધ્વીને કેવળજ્ઞાન પ્રગટ થયું.
દેવ-દેવીઓના આગમનથી આકાશમાર્ગ પ્રકાશિત થયો. જય-જયારવનો શુભ કોલાહલ નગરમાં ઊછળ્યો. નગર પર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થવા લાગી. વિદ્યાધરપત્નીઓએ ગીત અને નૃત્ય આરંભી દીધાં.
ચંપા રાજ્યના રાજા અમરસેને પાસે ઊભેલા પ્રતિહારીને કહ્યું: “આ બધું શું છે? આ શાનો મહોત્સવ છે? કોને ત્યાં મહોત્સવ છે?” પ્રતિહારીએ મહારાજને પ્રણામ કયાં, તે રાજમહેલની બહાર આવ્યો. સુંદર અને મૂલ્યવાન વસ્ત્રો પહેરીને રાજમાર્ગ પરથી પસાર થતા શ્રેષ્ઠીઓને તેણે મહોત્સવનું કારણ પૂછ્યું. એક શ્રેષ્ઠીએ રાજાના પ્રતિહારીને ઓળખ્યો. તેણે મધુર ભાષામાં કહ્યું: શ્રી સમરાદિત્ય મહાકથા
૧000
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘હે રાજપુરુષ, આજે નગરની મધ્યમાં જે ઉપાશ્રય છે, તે ઉપાશ્રયમાં બિરાજમાન ‘ગુણશ્રી’ નામના સાધ્વીને ‘કેવળજ્ઞાન’ પ્રગટ થયું છે! એ શ્રેષ્ઠ જ્ઞાનનો મહોત્સવ શરૂ થઈ ગયો છે. દેવલોકમાંથી દેવદેવીઓ ઊતરી આવ્યાં છે અને વૈતાઢ્ય પર્વત ઉપરનાં નગરોમાંથી વિદ્યાધર સ્ત્રી-પુરુષો આવી ગયાં છે. અમે પણ નગરવાસીઓ એ જ્ઞાનોત્સવ ઊજવવા ઉપાશ્રયે જઈએ છીએ!' પ્રતિહારીએ બે હાથ જોડીને પ્રણામ કર્યાં અને તે પાછો રાજમહેલમાં આવ્યો. રાજા અમરસેનને બધી વાત કરી. અમરસેનનું ચિત્ત હર્ષિત થયું. તેમણે રાજમહેલમાં પરિવારને કહેવડાવી દીધું કે ‘સહુની સાથે હું ઉપાશ્રયે જાઉં છું. કેવળજ્ઞાની બર્નેલાં સાધ્વીને વંદન-અભિવાદન કરી કૃતાર્થ થઈશ.'
તરત જ પરિવાર તૈયાર થઈ ગયો. રાજા-રાણી રથમાં ગોઠવાયાં. રાજકન્યાઓ બીજા રથમાં બેઠી. દાસ-દાસીઓ પગે ચાલવા લાગી. સહુ ઉપાશ્રયની પાસે આવ્યાં. આગળ દેરાસર હતું અને પાછળ ઉપાશ્રય હતો.
આગળનો ભાગ સ્ફટિક-પાષાણથી જડેલો હતો. સુવર્ણનું કલાત્મક તોરણ હતું. મંદિરનો અંદરનો ભાગ પણ સુશોભિત હતો. તળભૂમિમાં સ્ફટિક-રત્નો જડેલાં હતાં. સુવર્ણના સ્તંભો હતા. એ સ્તંભો પર રજતની નૃત્ય મુદ્રાવાળી પૂતળીઓ ગોઠવેલી હતી. પૂતળીઓનાં ગળામાં લાલ પરવાળાંઓની માળા હતી. દેરાસરની ત્રણ બાજુ ઝરૂખા હતા. તેમાં સુવર્ણની ઘૂઘરીઓ લટકાવેલી હતી. તેજસ્વી વિવિધ મણિઓ ઝરૂખાના કલાત્મક સ્તંભમાં જડેલા હતા. મંદિરમાં શુદ્ધ સુવર્ણની પ્રતિમાઓ બિરાજિત કરેલી હતી. મહારાજા અમરસેન પરિવાર સહિત મંદિરમાં ગયા. ત્યાં પ્રતિમાઓને વંદના કરી. ધૂપપૂજા કરી, દીપકપૂજા કરી અને ત્યાંથી તેઓ ઉપાશ્રયમાં
ગયા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપાશ્રય પણ સુશોભિત હતો. દીવાલો પર સ્ફટિકરત્નો જડેલાં હતાં. સુવર્ણના સ્તંભો હતા. તળભૂમિ સ્ફટિક જેવા ઉજ્વલ પથ્થરોની બનેલી હતી. પરંતુ મહારાજાનું ધ્યાન ઉપાશ્રયની શોભા તરફ ન હતું. તેઓની દૃષ્ટિ, ઉપાશ્રયના વિશાળ ખંડમાં સુવર્ણકમળ ઉપર આરૂઢ કેવળજ્ઞાની બનેલાં સાધ્વીજી તરફ હતી. મહારાજા પ્રથમ દર્શને જ સ્તબ્ધ થઈ ગયા.
૧૦૦૨
‘આ તો જાણે સાક્ષાત્ લક્ષ્મી દેવી જ છે! કેવી સૌમ્યમુદ્રા છે! મુખ ઉપર આવીને જાણે ચન્દ્ર બેસી ગયો! ચારે બાજુ આર્યાઓ અને શ્રાવિકાઓ બેઠી છે!
ઉજ્જ્વલ-શ્વેત વસ્ત્રો. * કૃશદેહ.
* લાલ હોઠ
For Private And Personal Use Only
ભાગ-૩ ૪ ભવ સાતમો
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
* તેજસ્વી આંખો,
* સંમોહક વ્યક્તિત્વ'
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજાએ ભગવતી સાધ્વીને અભિનંદન આપ્યા. સુવર્ણનાં પુષ્પોથી વધાવ્યાં અને સુગંધી ધૂપથી ઉવેખ્યાં. બે હાથની અંજલી રચી, મસ્તકે લગાડી અને રાજાએ સાધ્વીનાં ચરણોની આગળ જમીન પર પડી પ્રણામ કર્યાં. સાધ્વીએ ધર્મલાભ’ ના આશીર્વાદ આપ્યા. રાજા અને પરિવાર સહુ સાધ્વીની સન્મુખ બેઠા. પ્રજાજનો પણ રાજપરિવારની પાછળ વિનયપૂર્વક બેસી ગયા.
કેવળજ્ઞાની સાધ્વી ધર્મોપદેશ આપવાનો પ્રારંભ જ કરતાં હતાં, તે જ સમયે બે સાર્યવાહપુત્રો બંધુદેવ અને સાગર, તેમની પત્નીઓ સાથે ત્યાં આવ્યા. સાધ્વીને પ્રણામ કર્યાં. સાગરે વિનયપૂર્વક સાધ્વીને કહ્યું: ‘હે ભગવતી, મેં ગઈ કાલે એક અતિ અદ્ભુત, અસંભાવ્ય અને આપને પણ આશ્ચર્ય થાય એવી ઘટના દેખી! મારું હૃદય એ ઘટના જોયા પછી અત્યારે પણ ગદ્ગદ થઈ રહ્યું છે. એ ઘટનાનો જ્યાં સુધી હું પરમાર્થ ના જાણું ત્યાં સુધી મને ચેન પડવાનું નથી. મારા મનનું સમાધાન થવાનું નથી. જો આપ આજ્ઞા આપો તો એ ઘટના કહી બતાવું!'
મહારાજા અમરસેને પૂછ્યું: ‘સાર્થવાહપુત્ર, એવી અદ્ભુત ઘટના શી છે?' સાગરે ભગવતીની સામે જોયું. સાધ્વીની અનુમતી મળી જતાં, મહારાજા સામે જોઈને કહ્યું:
‘મહારાજા, ઘણાં વર્ષો પૂર્વે મારી પત્નીનો હાર ખોવાયો હતો. ઘણી શોધ કરવા છતાં એ હાર મળ્યો ન હતો. પછી તો હું એ વાત ભૂલી ગયો. પરંતુ ગઈ કાલે મધ્યાહ્ન સમયે હું ભોજન કરીને મારી ચિત્રશાળામાં ગયો, ચિત્રશાળામાં ભીંતો ઉપર અનેક પશુ-પક્ષીનાં ચિત્રો છે. સ્ત્રી-પુરુષોની અનેક કામમુદ્રાઓનાં ચિત્રો છે... પહાડો અને નદીઓનાં ચિત્રો છે.’
ભીંત ઉપર, મારા પલંગની પાસે એક મોરનું સુંદર ચિત્ર છે... હું પલંગ પાસે ઊભો હતો. ત્યાં મેં પેલા ચિત્રના મોરને શ્વાસોચ્છ્વાસ લેતો જોયો. તેણે એની ડોક નીચી નમાવી, પાંખો ફફડાવી... પીંછા ફેલાવ્યાં... પલંગ પર ઊતર્યો! નાચવા લાગ્યો અને પલંગ પાસે પડેલી લાલ વસ્ત્રવાળી છાપડીમાં હાર મૂક્યો! અને પુનઃ એ ચિત્રમાં અંતર્ધાન થઈ ગયો. મેં તરત જ એ ચિત્ર પર હાથ ફેરવ્યો. પણ ચિત્રમાં કોઈ હલનચલન ના થયું. હું અનિમેષ નયને એ ચિત્રને જોઈ રહ્યો. મારા વિસ્મયનો પાર નહોતો. મારા મનમાં ઘણા પ્રશ્નો ઊઠ્યા.
* વર્ષો પહેલાં ખોવાયેલો હાર, આમ અચાનક કેવી રીતે મળી આવ્યો?
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
9003
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિત્રનો મોર જીવંત કેવી રીતે થયો? મોરની પાસે હાર કેવી રીતે ગયો?
પાછો મોર ચિત્રમાં કેવી રીતે સમાઈ ગયો? “ભગવતી! મેં અનેક વિચાર કર્યો. હું કંઈ પણ સમાધાન ના પામી શક્યો. આ ઘટનાની વાત મેં કોઈને નથી કરી. જો વાત કરું તો લોકો મને ગાંડો જ માને! કોઈ મારી વાત માને જ નહીં.
આજે જ્યારે મને ખબર પડી કે ભગવતી સાધ્વીજીને કેવળજ્ઞાન પ્રગટ થયું છે, મારા હૃદયમાં આપના પ્રત્યે ભક્તિભાવ પ્રગટ થયો અને મને પૂર્ણજ્ઞાની સાધ્વીજી પાસેથી સમાધાન પ્રાપ્ત થશે.” એ ભાવનાથી હું અહીં આવ્યો.”
મહારાજાએ સાધ્વીજી સામે જોઈને કહ્યું: “ભગવતી! ખરેખર આ ઘટના અદ્ભુત છે! ક્ષણભર ન માની શકાય એવી છે, છતાં સત્ય છે! આ ઘટનાનું રહસ્ય આપનાથી છાનું નથી. પ્રગટ કરવા કૃપા કરો..' સાધ્વીજીએ સૌમ્ય, શીતલ અને ગંભીર વાણીમાં કહ્યું :
સાર્થવાહપુત્ર, કર્મપરિણતિ આગળ કંઈ જ અદ્દભુત નથી. કંઈ પણ અસંભાવ્ય નથી. જીવે પોતે ઉપાર્જન કરેલાં, બાંધેલાં કર્મો જ્યારે ઉદયમાં આવે છે ત્યારે ગમે તે બની શકે છે! અશુભ કર્મોનો ઉદય થાય ત્યારે પાણીની જગ્યાએ અગ્નિ જોવા મળે છે! ચન્દ્રની હાજરીમાં અંધકાર પ્રસરી જાય. મહેલમાં રહેનારાઓનું સર્વસ્વ ચાલ્યું જાય અને અણધાર્યો ધરતીપ થઈ જાય. આકાશમાંથી અણધાર્યો અગ્નિ વરસે!
સાગર, નીતિ અનીતિ બની જાય અને મિત્રો શત્રુ બની જાય છે. અર્થ પણ અનર્થ કરનાર બની જાય.'
જો શુભ કર્મોનો ઉદય થાય તો શત્રુ મિત્ર બની જાય છે. ઝેર અમૃત બની જાય છે. દુર્જન સજ્જન બની જાય છે. અપયશ થશમાં બદલાઈ જાય છે. દુર્વચન સુવચન બની જાય છે. કલ્પના બહાર એ જીવને મહાનિધાન મળી આવે છે.”
મહારાજા અમરસેને વિનયથી પૂછ્યું: “હે ભગવતી, આ સાર્થવાહપુત્રે જોયેલી ઘટનામાં કોના કર્મનો ઉદય છે?”
સાધ્વીજીએ કહ્યું: “રાજન, આ ઘટના સાથે હું પોતે સંકળાયેલી છું.” આ સાંભળી રાજાને આશ્ચર્ય થયું. સાથે સાથે બંને સાર્થવાહપુત્રો અને એમની પત્નીઓનું પણ આશ્ચર્ય વધી ગયું. ઉપસ્થિત અન્ય પ્રજાજનોની જિજ્ઞાસા પણ વધી ગઈ. સાધ્વીજીએ ધીરગંભીર વાણમાં ઘટનાનું રહસ્ય ખુલ્લું કરવા માંડ્યું.
ઘણા કાળ પૂર્વેની વાત છે. ૧008
ભાગ-૩ + ભવ સાતમો
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
હતા.
આ જ ભરતક્ષેત્રમાં ‘શંખવર્ધન’ નામનું નગર હતું. ત્યાં શંખપાલ નામના રાજા તે રાજાનો અતિ પ્રિય-બહુમાન્ય ‘ધન’ નામનો સાર્થવાહ હતો. તે સાર્થવાહની પત્નીનું નામ ધન્યા હતું. તેમના બે પુત્રો હતા. તેમનાં નામ હતાં, ‘ધનપતિ’ અને ‘ધનાવહ', એક પુત્રી હતી, તેનું નામ ‘ગુણશ્રી’ હતું.
મહારાજા, એ ‘ગુણશ્રી' એ જ હું પોતે! હજુ મારો યૌવનમાં પ્રવેશ નહોતો થયો, હું વિષયભોગમાં અજાણ હતી ત્યારે જ મારા પિતાએ તે જ નગરમાં ‘સોમદેવ’ સાથે મારાં લગ્ન કરી દીધાં હતાં. હજું હું બાલ્યકાળમાં જ હતી. લગ્ન પછી એક વર્ષમાં જ મારા પતિ સોમદેવનું મૃત્યુ થઈ ગયું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારું મન નિરાશામાં ડૂબી ગયું. સંસારનાં સુખો પ્રત્યે મનમાં વિરક્તિ આવી ગઈ. મને વૈરાગ્યના વિચારો આવવા લાગ્યા.
* સ્વજનોનો સમાગમ સ્વપ્ન જેવો છે.
* સંયોગનું પરિણામ વિયોગ છે.
* આ સંસાર દુઃખોથી ભરેલો છે,
* સંસારમાં કોઈ વસ્તુનો મોહ ન કરવો.
આવા આવા વિચારો આવતા. મેં વિવિધ તપશ્ચર્યાઓ કરવા માંડી. પરમાત્માની ભક્તિમાં મનને જોડવા માંડ્યું. એ અરસામાં અમારા શંખવર્ધન નગરમાં ‘ચન્દ્રકાન્તા’ નામનાં પ્રવર્તિની સાધ્વી પધાર્યાં. મને સમાચાર મળ્યા. મને ઈચ્છા થઈ આવી કે હું એ સાધ્વીજીનાં દર્શન કરું. મેં મારી સખી ભાગ્યશ્રીને વાત કરી. ભાગ્યશ્રીની સાથે હું ઉપાશ્રયે ગઈ. પહેલાં જિનમંદિર હતું, તેની પાછળ ઉપાશ્રય હતો. અમે બંનેએ દેરાસરમાં પ્રવેશ કર્યો. ઘંટ વગાડ્યો. દીવા કર્યાં. પુષ્પવૃષ્ટિ કરી, પરમાત્માનું પૂજન કર્યું. ધૂપ પ્રગટાવ્યો અને સ્તવના કરી.
એ બધી પૂજા કરીને અમે ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો. મેં સાધ્વીને જોયાં.
* મનોહર રૂપ છતાં નિર્વિકારી!
* કલાઓમાં નિપુણ છતાં નિરભિમાની!
* સાક્ષાત્ સરસ્વતીદેવી
શ્રાવિકાઓને તેઓ ધર્મોપદેશ આપતા હતા. અમે બંનેએ જઈને સાધ્વીજીને નમસ્કાર કર્યાં. તેમણે ‘ધર્મલાભ’નો આશીર્વાદ આપ્યો. હું એમની પાસે જઈને બેઠી. મારી સખી ભાગ્યશ્રી મારી પાછળ બેઠી. સાધ્વીજીએ મારી સામે જોઈને પૂછ્યું.
‘ભાગ્યશાલિની!, ક્યાંથી આવો છો?’
‘હે ભગવતી, અહીંથી જ આવી છું.’ એ વખતે મારી સખી ભાગ્યશ્રીએ કહ્યું : શ્રી સમરાદિત્ય મહાકા
૧૦૦૫
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગવતી, ધન સાર્થવાહની આ પુત્રી છે. તેનું નામ “ગુણશ્રી' છે. પાપકર્મના ઉદયથી, કર્મોની વિચિત્ર પરિણતિના કારણે લગ્ન થતાં જ એ વિધવા બની છે. તેનું મન વિરક્ત બન્યું છે. તે વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરે છે. ધર્મના વિવિધ નિયમો સ્વીકારે છે. આ રીતે પોતાનાં તન-મનને એણે પવિત્ર રાખ્યાં છે. હે ભગવતી, આપના આગમનને જાણી, પિતાની અનુમતિ લઈ, આપને વંદના કરવા આવી છે. હું એની સખી છું.”
સાધ્વી ચન્દ્રકાન્તાએ મધુર સ્વરે કહ્યું: “ગુણશ્રી, આ સંસાર જ દુઃખરૂપ છે. સંસારમાં સુખ છે જ નહીં. તારા હૃદયમાં વૈરાગ્યનો દીવો પ્રગટ્યો છે. તેં તપશ્ચર્યાના ચરણે જીવન ધરી દીધું છે, એ ઘણું સારું થયું છે. તારો મહાન ભાગ્યોદય સમજ કે તને ધર્મઆરાધના કરવાની તારા માતા પિતાએ સ્વતંત્રતા આપી છે. આવાં પરમાર્થદર્શી માતા-પિતા મળવાં દુર્લભ હોય છે આ સંસારમાં, માટે શ્રેષ્ઠ ધર્મપુરુષાર્થ કરી લે. ભલે વૈધવ્ય દુ:ખનું કારણ કહેવાતું હોય, પરંતુ વિરક્ત હૃદયની સ્ત્રી માટે વૈધવ્ય, આત્મકલ્યાણ સાધી લેવાનું કારણ બને છે. પૂર્વજન્મોનાં ઉપાર્જન કરેલાં સૌભાગ્યદુર્ભાગ્ય કર્મોના કારણે આ જન્મમાં સૌભાગ્ય કે વૈધવ્યની પ્રાપ્તિ થાય છે.
હે ભદ્ર, તારું તન વિષયભોગથી અપવિત્ર બન્યું નથી, તારું મન પણ વિષયવાસનાથી કલુષિત બન્યું નથી. તારાં તન-મન નિર્મળ છે, પવિત્ર છે, ઉજ્જવલ છે; તો એવાં તન-મનથી મહાન ધર્મપુરુષાર્થ કરી લે, જો તારા ભાવ ઉલ્લસિત થતા હોય અને માતા-પિતાની આજ્ઞા મળતી હોય તો સર્વવિરતિમય સાધ્વીજીવન સ્વીકારવું જોઈએ. જો એટલા ઊંચા ભાવ, વિશુદ્ધ ભાવ ના જાગતા હોય તો સમકિતમૂલક બાર વ્રતો સ્વીકારી, ગૃહસ્થધર્મનું સુંદર પાલન કરવું જોઈએ.’
સાધ્વીજીએ મને એક ઘટિકાપર્યત ધર્મોપદેશ આપ્યો. મેં તન્મય બનીને, આનંદથી સાંભળ્યો. મને બાર વ્રતમય ગૃહસ્થધર્મ સ્વીકારવાની ઈચ્છા થઈ. મેં સાધ્વીજીને મારી ઈચ્છા કહી. - સાધ્વીજી પાસે ૧૨ વ્રત અંગીકાર કરી, સખીની સાથે ઘેર આવી. એ દિવસે મેં ખૂબ ધન્યતા અનુભવી.
૨e
:
શીદ
૧009
ભાગ-૩ + ભવ સાતમો
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Squo]
મારા જીવનપરિવર્તનથી મારાં માતા-પિતા સંતુષ્ટ થયાં હતાં. એ ચાહતાં હતાં કે મારું વિધવાજીવન પવિત્રતાપૂર્વક પસાર થઈ જાય. મારું જીવન અને ભારભૂત ના લાગે. મેં સ્વયં વ્રતો અંગીકાર કર્યા હતાં, તેથી માતા-પિતાની મારા માટેની ચિંતા દૂર થઈ હતી.
એ પછી એક એક વર્ષના અંતરે મારાં માતા-પિતાનું અવસાન થયું. મને અત્યંત દુઃખ થયું. મારું વૈરાગ્ય પ્રબળ બન્યો. મેં મારા બે ભાઈઓ ધનપતિ અને ધનાવહને
કહ્યું:
“હવે મને ચારિત્ર માટે અનુમતિ આપો. હું સાધ્વી બનીને, મારું શેષ જીવન પૂર્ણ કરવા ઈચ્છું છું.”
મોટા ભાઈ ધનપતિએ કહ્યું: “બહેન, માતા-પિતાના અવસાનથી અમે પણ દુઃખી છીએ. તું પણ અમારો ત્યાગ કરીને, ચાલી જઈશ તો અમારું શું થશે? અમારા દુઃખનો પાર નહીં રહે. માટે હમણાં તું ચારિત્રની વાત ના કરીશ. હા, સંસારમાં રહીને તારે જેટલી ઘર્મઆરાધના કરવી હોય એટલી કર. તારી તમામ ઇચ્છાઓ અમે બે ભાઈઓ પૂર્ણ કરીશું.”
ધનાવહે કહ્યું: “બહેન, અત્યારે તું દીક્ષા લઈશ તો એકલી લઈશ... પછી અનુકૂળ સમયે આપણે સહુ સાથે જ દીક્ષા લઈશું!”
બંને ભાઈનો પ્રેમ અને આગ્રહ જોઈને, હું ઘરમાં જ રહી અને જરાય સંકોચ રાખ્યા વિના ધર્મમાર્ગે પૈસા વાપરવા લાગી. મેં જિનપ્રતિમાઓ બનાવડાવી અને જિનપૂજામાં ખૂબ ખર્ચ કરવા લાગી. મારો ખર્ચ જોઈને મારા ભાઈઓ તો પ્રસન્નતા અનુભવતા હતા, પરંતુ મારી બે ભાભીઓને ગમતું ન હતું. તેમનાં મોઢાં ફૂલી જતાં હતાં. મેં વિચાર્યું: “ભાભીઓને મારી પ્રવૃત્તિ ગમે કે ના ગમે, એની સાથે મારે શું લેવાદેવા? મારે તો મારા બે ભાઈઓનો પ્રેમ જોઈએ અને તે છે! તે છતાં હું ભાઈઓના મારા પ્રત્યેના પ્રેમની પરીક્ષા કરું! અને જો એ ભાઈઓ નાપાસ થાય તો પછી ગૃહત્યાગ કરી સાધ્વી બની જાઉં! રાત પડી.
એક પ્રહર સુધી ભાભીઓ સાથે વાર્તાલાપ ચાલતો રહ્યો. પછી જ્યારે ધનપતિએ એના શયનખંડમાં પ્રવેશ કર્યો, તે વખતે મેં ધનપતિની પત્ની ધનશ્રીને, ભાઈ સાંભળે શ્રી સમરાદિત્ય મહાકથા
૧૦૭
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ રીતે કહ્યું: “ભાભી, બહુ કહેવાથી શું? સાડી સાચવવી જોઈએ, અર્થાતું આપણા શીલનું બરાબર રક્ષણ થવું જોઈએ.” ભાભીએ સહજ ભાવે કહ્યું: “બહેન, તમારી વાત સાચી છે.” એમ કહીને એણે પણ શયનખંડમાં પ્રવેશ કર્યો. ધનપતિના કાને મારા શબ્દો પડ્યા જ હતા. તેણે વિચાર્યું
મારી પત્ની ધનશ્રી દુરાચારિણી હોવી જોઈએ, નહીંતર મારી બહેનને શીલ સાચવવાનો ઉપદેશ શા માટે આપવો પડે? બહેને જરૂર મારી પત્નીનું દુરાચરણ જોયું હશે. ખેર, એનાં જેવાં કર્મ... પરંતુ એની સાથે હવે હું પ્રેમ નહીં કરું. મારા મનમાંથી એના પ્રત્યેનો પ્રેમ સુકાઈ ગયો છે.' આમ વિચારતાં એણે ઊંઘી જવાનો ડોળ કર્યો. ધનશ્રી ધનપતિના પગ દબાવતી હતી. તેણે દીપકમાં ઘી પૂર્યું અને સૂવાની તૈયારી કરી, ત્યાં ધનપતિએ કહ્યું: “તારે અહીં મારી પાસે સૂવાનું નથી.'
ધનશ્રી સમજી કે “મારા પતિ મારી મશ્કરી કરે છે.” તેણે ધનપતિની આજ્ઞા ઉપર લક્ષ ના આપ્યું અને તે ધનપતિના પલંગમાં સૂઈ ગઈ. જેવી એ પલંગમાં સૂતી કે તરત જ ધનપતિ પલંગમાંથી નીચે ઊતરી ગયો.
ધનશ્રી પલંગમાં બેસી ગઈ. તે વિચારવા લાગી: “શા માટે તેઓ મારા પર ક્રોધ કરે છે? મારો કોઈ અપરાધ થયો છે?” તે સવારથી સાંજ સુધીની પોતાની પ્રવૃત્તિ યાદ કરી ગઈ. એને એક પણ અપરાધ જડ્યો નહીં. તેનું મોટું પડી ગયું. તે પલંગમાંથી નીચે ઊતરી. તેણે ધનપતિના બે હાથ પકડીને પૂછયું:
હે આર્યપુત્ર, આમ કેમ બોલો છો? શી વાત છે?'
કંઈ નહીં, તારે મારા ઘરમાં રહેવાનું નથી. તારે ચાલ્યા જવાનું છે – જ્યાં જવું હોય ત્યાં.” ધનપતિએ ધનશ્રીને તિરસ્કાર કર્યો અને પલંગમાં પડ્યો. થોડીવારમાં ધનપતિ ઊંઘી ગયો.
ધનશ્રી રાતભર એક તકિયા પર બેસી રહી. તેનું ચિત્ત શોકાકુલ બની ગયું, તેને પોતાના જીવન પ્રત્યે ધિક્કાર છૂટ્યો. તેણે વિચાર્યું: “મારા નિમિત્તે મારા પતિને ઉદ્વેગ થતો હોય તો મારા જીવનનો કોઈ અર્થ નથી. મારે મરી જવું જોઈએ. આપઘાત કરીને મરી જવું જોઈએ. પરંતુ એમ કરવાથી સમાજના, દુનિયાના લોકો મારા પતિની નિંદા કરશે. ધનપતિએ જ ધનશ્રીને મારી નાખી. મારા પતિનો અવર્ણવાદ થશે... કેમ ધનશ્રીને મારી નાખી હશે? લોકો શંકા-કુશંકાઓ કરશે... તો પછી મારે શું કરવું જોઈએ? મને સમજાતું નથી... તો શું હું મારા પિતૃગૃહે ચાલી જાઉં? તેથી મારા મનનું સમાધાન નહીં થાય. મારું દુઃખ દૂર નહીં થાય... શું કરું? પ્રભાતે મારી નણંદને પૂછી જોઈશ? એનો મારા પર સ્નેહ છે. એ જેમ મને કહેશે તેમ કરીશ! એ ધર્માત્મા છે, જ્ઞાની છે. એ મને સાચો માર્ગ બતાવશે. ૧૦0૮
ભાગ-૩ ૪ ભવ સાતમો
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાતભર મારી ભાભી રોતી રહી.અપરંપાર માનસિક વ્યથામાં તેણે રાત વિતાવી. એક ક્ષણ પણ એને નિદ્રા ના આવી. - પ્રભાતે મેં એને જોઈ. તેની આંખો સૂજી ગઈ હતી, લાલ થઈ ગઈ હતી. એના મુખ પર ગ્લાનિ છવાયેલી હતી. તેનું શરીર પણ શિથિલ દેખાતું હતું. મારા પેટમાં ફાળ પડી. શું મારા ભાઈએ મારી વાત સાંભળીને, ભાભીને મારી હશે? લાવ, ભાભીને જ પૂછું. મેં ભાભીને પૂછ્યું: 'ભાભી, શું થયું? તમારું મુખ કેમ કરમાયેલું છે? અને તમે રડો છો શા માટે ?'
“બહેન, મને મારા અપરાઘની ખબર નથી. મારા પતિ મારા પર ગુસ્સે થયા છે. મને કહ્યું: “મારા ઘરમાંથી ચાલી જા. તારે જ્યાં જવું હોય ત્યાં જા.”
મેં વિચાર્યું: “આ તો રજનું ગજ થઈ ગયું. મારી ધારણા બહાર ભાઈએ ભાભીને દુઃખ આપ્યું હતું. મેં ભાભીને આશ્વાસન આપતાં કહ્યું:
ભાભી, તમે ચિંતા ના કરો. હું મારા ભાઈને સમજાવીશ. ધીરજ રાખો. હું તમારો પક્ષ લઈને, મારા ભાઈનો ગુસ્સો દૂર કરીશ.”
ધનશ્રી મારા પગમાં પડી ગઈ. તેણે કહ્યું: “બહેન, હું તમારો ઉપકાર ક્યારેય પણ નહીં ભૂલું.” ભાભી એના ગૃહકાર્યમાં લાગી ગઈ. હું ભાઈ ધનપતિ પાસે ગઈ. મેં
કહ્યું ઃ
‘ભાઈ, આ બધું શું છે? ભાભીને ઘર છોડીને જવાની હૈ આજ્ઞા કરી?” હા, મેં એને ઘર છોડીને જવાનું કહ્યું છે.” શા માટે?
જેનું શીલ ન હોય, જે દુરશીલા હોય, તેવી પત્ની માટે ના જોઈએ. બહેન, શીલભ્રષ્ટ સ્ત્રી સંતતિનો નાશ કરે છે.' જ લોકનિંદા થાય છે, કલંક લાગે છે.
કુળને મલિન કરે છે. * પતિને ક્યારેક મારી નાખે છે.
આ લોક અને પરલોક બગાડનારી એ સ્ત્રી હોય છે, માટે મારે એ ના જોઈએ.” મેં કહ્યું. પરંતુ તેં કેવી રીતે જાણ્યું કે ધનશ્રી શીલભ્રષ્ટ છે?'
એમાં જાણવા જેવું શું છે? બહેન, તમે જ એને સાડી સાચવવાનો ઉપદેશ નહોતો આપ્યો, ગઈ રાત્રિના સમયે?”
શ્રી સમરાદિત્ય મહાકથા
૧006
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું કૃત્રિમ રીતે હસી પડી... અને ભાઈના માથે હાથ મૂકીને હસતાં હસતાં બોલી ઇં ટખરી છે તારી પંડિતાઈ અને ખરી છે તારી વિચારશક્તિ! અરે મારા ભાઈ, મેં તો તેને, ભગવાને આ બહુ દોષવાની વાત કહી છે, એમ ઉપદેશ આપ્યો હતો. મેં
એનો એવો કોઈ દોષ જોયો નથી અને એવો દોષ દૂર કરવાનો ઉપદેશ આપ્યો નથી. ભાઈ, મારી વાત સાંભળીને, મારી પાસે ખુલાસો કર્યા વિના આવી રીતે નિર્દોષ અને ગુણિયલ સ્ત્રી ઉપર ગુસ્સો કરાય ખરો? મારી ભાભી તો આપણા પરિવારની શોભા છે. પતિવ્રતા સન્નારી છે.” ભાઈ ધનપતિ મારી વાત સાંભળીને, શરમાઈ ગયો, મારી ભાભી નિશ્ચિત અને નિર્ભય બની ગઈ. ભાઈએ મને કહ્યું:
ખરેખર બહેન, મેં અવિચારી કામ કર્યું. તે પશ્ચાત્તાપ કરવા લાગ્યો. તેણે ધનશ્રીને પ્રસન્ન કરી.
મેં વિચાર્યું: “ધનપતિને મારા પર પૂર્ણ વિશ્વાસ છે. કાળાને હું ધોળું કહું તો એ ધોળું માનનારો છે. હવે હું ધનાવહની પરીક્ષા કરી જોઉં! એનો મારા પર કેવો વિશ્વાસ છે, એ મારે જાણવું જોઈએ.
૦ ૦ ૦ ભાભી, વધારે તો તમને શું કહેવું? પરંતુ આપણો હાથ બરાબર સાચવવો. ચોખ્ખો રાખવો.” ધનાવહની પત્ની સૌભાગ્યશ્રીને ઉપદેશ આપ્યો. એવી રીતે ઉપદેશ આપ્યો કે ધનાવહ સાંભળ! એણે સાંભળ્યો. એ પોતાના શયનખંડમાં ગયો. એની પાછળ એની પત્ની સૌભાગ્યશ્રી પણ ગઈ.
ભાઈએ વિચાર્યું “જરૂર મારી સ્ત્રીએ ચોરી કરી લાગે છે. ચોરીથી એણે એના હાથ કાળા કર્યા લાગે છે, માટે જ બહેને એને હાથ ચોખ્ખા રાખવાનો ઉપદેશ આપ્યો છે. મારે આવી સ્ત્રી ના જોઈએ.” ધનાવહનો પત્ની ઉપરનો મોહ ઊતરી ગયો.
જ્યારે સૌભાગ્યશ્રી પલંગ પર જઈને બેઠી, ધનાવહે તેને ધુત્કારી કાઢી. સૌભાગ્યશ્રીને આશ્ચર્ય થયું. એને સમજાયું નહીં કે ક્યારેય પણ નહીં ને આજે મારા પતિ મારો તિરસ્કાર કેમ કરે છે? તેણે ધનાવહને પૂછ્યું પણ ખરું કે પહેલાં મને મારો અપરાધ બતાવો, પછી જે સજા કરવી હોય તે કરજો.”
ધનાવહ તાડૂકી ઊઠ્યો: “તું મારી સાથે વાત ના કર. તું મારું ઘર છોડીને ચાલી જા. હું તારી સાથે વાત કરવા નથી ઈચ્છતો.”
સૌભાગ્યશ્રી મૌન થઈ ગઈ. એનું હૃદય વ્યથા-વેદનાથી ભરાઈ ગયું. તે જમીન પર બેસી ગઈ. રાતભર તે જાગતી રહી. તેણે વિચાર્યું કે “સવારે બહેનને વાત કરીશ. તેઓ માર્ગદર્શન આપશે તેમ કરીશ, મારો કોઈ ગુનો નથી, કોઈ ભૂલ નથી, છતાં
900
ભાગ-૩ ભવ સાતમો
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારા પતિ આજે મારા પર કેમ આટલા ગુસ્સે થયા હશે? મેં ક્યારેય કોઈનું અહિત કર્યું નથી. અહિત વિચાર્યું પણ નથી. તો પછી મારો હિતશત્રુ કોણ હશે?” રાતભર તે રોતી રહી. વ્યથા-વેદનાની કાળી રેખાઓ એના ગોરા મુખ પર અંકિત થઈ ગઈ.
પ્રભાતે મેં એને જોઈ. એ મારી પાસે જ આવતી હતી. આવતાની સાથે મેં એને છાતીસરસી ચાંપી અને એના માથે હાથ ફેરવીને પૂછયું: “શું વાત છે? કેમ આટલો બધો વિષાદ? શા માટે રડવાનું? શું થયું?” આ બધું મારું જ કપટ હતું. ભાઈના પ્રેમની પરીક્ષા કરવા જતાં મેં મારી બંને ભાભીઓને ખૂબ દુઃખી કરી, ખૂબ રંજાડી.
ભાભીએ બધી વાત કરી. મેં એને આશ્વાસન આપીને ધીરજ બંધાવી. ભાઈ ધનાવહ પાસે જઈને એને ઠપકો આપ્યો. સાચી વાત સમજાવી... ધનાવહને પોતાની ભૂલ સમજાઈ. એ શરમાઈ ગયો.
૦ ૦ ૦. અલબત્ત, ભાઈઓ અને ભાભીઓનો મારા ઉપર પ્રેમ વધી ગયો. તે લોકો સરળ હતાં. મારાં પર અગાધ વિશ્વાસ ધરાવતાં હતાં, પરંતુ મેં જે કપટ કર્યું... ભાઈઓને ઉદ્વેગ કરાવ્યો, ભાભીઓ પર ખોટાં કલંક મૂકી, એમને ખૂબ દુઃખી કરી, ભાઈભાભીઓ વચ્ચે શંકાની ખાઈ ખોદી એ બધાંથી મેં તીવ્ર પાપકર્મ બાંધ્યું હતું. એ વખતે તો નહોતું સમજાયું. એ વખતે તો “મારા ભાઈઓનો મારા પર અવિચલ સ્નેહ છે.' આ વાત પર હું ખૂબ ખુશ થઈ હતી. મારી ભૂલ મને નહોતી સમજાઈ. આજે સમજાય છે એ ભૂલ. એટલું જ નહીં, મેં જે તીવ્ર પાપકર્મ બાંધ્યું હતું, એનું ફળ મેં સારી રીતે ભોગવ્યું છે.”
મહારાજા અમરસેને પૂછ્યું: “હે ભગવતી, પછી શું થયું?'
કેવળજ્ઞાની સાધ્વીજીએ કહ્યું: ‘પછી કેટલાંક વર્ષ વીત્યાં. એક દિવસ સમાચાર મળ્યા કે નગરમાં સાધ્વીજી ચન્દ્રકાન્તા પધાયાં છે. અનેક સાધ્વીઓ એમની સાથે છે. મને ખૂબ આનંદ થયો. મેં મારા ભાઈઓ અને ભાભીઓને કહ્યું: “આપણે સહુ સાથે સાધ્વીજીને વંદન કરવા જોઈએ.”
સહુ તૈયાર થઈ ગયાં. અમે ઉપાશ્રયે પહોંચ્યાં. સાધ્વીજીને વંદન કરી, વિનયપૂર્વક અમે એમની પાસે બેઠાં. સાધ્વીજીએ મને ઓળખી લીધી. મેં એમની પાસે જ ગૃહસ્થધર્મનાં વ્રતોનો સ્વીકાર કર્યો હતો. તેઓએ અમને સહુને સંબોધીને ધર્મનો ઉપદેશ આપ્યો.
મહાનુભાવો, આ શાશ્વત જીવનમાં શાશ્વત ધર્મની આરાધના કરી લેવી જોઈએ.
શ્રી સમરાદિત્ય મહાકથી
૧૧
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આયુષ્ય વાયુના તરંગ જેવું ચંચલ છે. જીવન વીજળીના ઝબકારા જેવું છે. પ્રિયજનોના સંબંધો વિયોગવાળા છે. સંપત્તિ સાથે વિપત્તિ જોડાયેલી છે. માટે સંપત્તિ ઉપર મમત્વ ના રાખો. સંબંધોમાં મૂંઝા નહીં. જીવનનો મોહ ત્યાગો.
ભોગવી લીધાં તમે સંસારનાં સુખ. હવે આત્માનું સુખ ભોગવવા માટે તત્પર બનો. કર્મોનાં બંધનો તોડવા કટિબદ્ધ બનો. તે માટે તમારે સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધના કરવી જોઈએ.”
મેં [ગુણથી] કહ્યું: “હે ભગવતી, મને સર્વ વિરતિમય ચારિત્રધર્મ આપીને ભવસાગરથી
તારો.”
મારી વાત સાંભળીને, મારા પર અગાધ સ્નેહ રાખનારા મારા બે ભાઈઓ ધનપતિ અને ધનાવહ ઊભા થયા. તેમણે કહ્યું: “હે ભગવતી, અમે પણ આ સંસાર પ્રત્યે વિરક્ત થયા છીએ. અમને પણ ચારિત્રધર્મ આપવા કૃપા કરો.'
મારી બંને ભાભીઓ ઊભી થઈ અને વિનયપૂર્વક બોલી: “હે ભગવતી, અમારે પણ એ જ માર્ગ લેવો છે, જે માર્ગ અમારા પતિદેવો લે છે.'
ભાઈ-ભાભીઓનો શુભ સંકલ્પ સાંભળીને, હું અત્યંત ગદ્દગદ થઈ ગઈ. મને અપૂર્વ હર્ષ થયો. સાધ્વીજીએ કહ્યું: “હે મહાનુભાવો, શુભ કાર્યમાં વિલંબ ના કરવો જોઈએ.
અમે ભવ્ય મહોત્સવનાં મંડાણ કર્યા. સ્વજનોને ભેગાં કરી, પ્રીતિભોજન આપ્યું અને અમારી ભાવના વ્યક્ત કરી. સ્વજનોએ અનુમોદન કર્યું.
અમે અમારી અઢળક સંપત્તિનું ગરીબોને, દીન અને અનાથોને દાન આપવાનું શરૂ કર્યું.
ત્યાં અમારા નગરમાં વિશિષ્ટ જ્ઞાની પુરુષદત્ત' નામના આચાર્ય ભગવંત પધાર્યા. જાણે કે મારા બે ભાઈઓનું ભાગ્યે જ તેમને લઈ આવ્યું હતું.
બે ભાઈઓએ આચાર્યદેવની પાસે ચારિત્ર ગ્રહણ કર્યું.
મેં અને મારી બે ભાભીઓએ સાધ્વીજીની પાસે ચારિત્ર અંગીકાર કર્યું. ચારિત્ર પાળીને, આયુષ્ય પૂર્ણ થતાં અમે પાંચે દેવલોકમાં ગયાં.
૧018
ભાગ-૩ ભવ સાતમો
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Yિ૧પ૧n
દેવલોકનું અસંખ્ય વર્ધાનું આયુષ્ય ભોગવ્યું. અપરંપાર દેવી સુખો ભોગવ્યાં. મારા બે ભાઈઓનું આયુષ્યકર્મ પહેલાં પૂર્ણ થયું. તેઓનો જન્મ ચંપાનગરીમાં શ્રેષ્ઠી પુણ્યદત્તના ઘરમાં, શેઠાણી સંપદાની કુક્ષિએ થયો. એકનું નામ બંધુદેવ અને બીજાનું નામ સાગર પાડવામાં આવ્યું.
ઉપાશ્રયમાં ઉપસ્થિત બંધુદેવ અને સાગરે એકબીજા સામે જોયું. પોતાનો પૂર્વભવ જાણીને, બંને આશ્ચર્યચકિત બન્યા હતા. સાધ્વીજીએ ભૂતકાળની વાતોનું અનુસંધાન કરતા કહ્યું. દેવલોકમાં મારું આયુષ્ય પૂર્ણ થયું.
મારો જન્મ ગજપુરમાં શંખશ્રેષ્ઠીની પત્ની શુભકાન્તાની કૂખે થયો. હું પુત્રી હતી. મારું નામ સર્વાંગસુંદરી રાખવામાં આવ્યું.
મારી બે ભાભીઓ કે જે દેવોલકમાં હતી, એમનું પણ દેવલોકનું આયુષ્ય પૂર્ણ થયું. તેઓ કૌશલપુરમાં નંદનબ્રેષ્ઠીની પત્ની દેવિલાની કુક્ષિએ પુત્રીરૂપે ઉત્પન્ન થઈ. એકનું નામ “શ્રીમતી' અને બીજીનું નામ “કાન્તિમતી' પાડવામાં આવ્યું.
કેટલાંક વર્ષો પસાર થઈ ગયાં. અમે સહુ યૌવનમાં પ્રવેશ્યા હતાં. અમે પાંચે જણ સુખમાં હતાં.
એક દિવસની વાત છે.
હું હંમેશાં ફરવા માટે બહાર “લીલાવન' નામના ઉદ્યાનમાં જતી હતી, ત્યાં ચંપાનગરીથી આવેલા બંધુદેવે મને જોઈ. એ મારા પર મોહિત થયો. મારી સાથે એણે વાત ના કરી, પરંતુ એના પરિચિત કોઈ ‘વર્ધન નામના નોકરને પૂછ્યું: હમણાં આ રસ્તેથી પસાર થઈ, તે કન્યા કોની છે?' વર્ધને કહ્યું: ‘શ્રેષ્ઠી શંખની પુત્રી સવાંગસુંદરી છે.'
બંધુદેવ મારા રૂપમાં મોહિત થયેલો હતો. હજુ સુધી એનાં લગ્ન થયેલાં ન હતાં. ધનવાન પિતાનો પુત્ર હતો. તેણે વિચાર્યું: ‘આ કન્યા સાથે લગ્ન કરું તો મારા મનોરથ પૂર્ણ થાય.”
બંધુદેવ મારા પિતાજી પાસે આવ્યો. મારા પિતાજીએ એનું ઉચિત સ્વાગત કરીને પૂછયું: કહો સાર્થવાહપુત્ર, મારું ઘર પાવન કરવાનું કોઈ પ્રયોજન?' “હે શ્રેષ્ઠીરત્ન, વિશિષ્ટ પ્રયોજનથી જ આવ્યો છું...”
નિસંકોચ કહો પ્રયોજન!' શ્રી સમરાદિત્ય મહાકથા
૧૦૧૩
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું ચંપાનગરીના પુણ્યદત્ત શ્રેષ્ઠીનો પુત્ર છું. મારું નામ બંધુદેવ છે. હું વેપાર અર્થે અહીં આવેલો છું. મેં માર્ગમાં જતી તમારી સુલક્ષણા પુત્રીને જોઈ. હું તેના તરફ મોહિત થયો છું. મારે તમારી પુત્રી સાથે લગ્ન કરવાં છે..”
બંધુદેવે બધી જ વાત સ્પષ્ટ શબ્દોમાં કહી દીધી. મેં અને મારી માતાએ બાજુના ખંડમાં ઊભાં ઊભાં સાંભળી.
મને પણ બંધુદેવ ગમી ગયો હતો. હજુ હું કોઈ વિચાર કરું, ત્યાં તો મારા પિતાજીનો અવાજ સંભળાયો.
કુમાર, તમે મારી પુત્રી માટે સર્વથા યોગ્ય છો. પરંતુ તમે સમાન ધર્મવાળા નથી. મારી પ્રતિજ્ઞા છે કે સમાન ધર્મવાળા પરિવારમાં મારે મારી પુત્રીને પરણાવવી.”
બંધુદેવે બે ક્ષણ વિચાર કરીને કહ્યું: “તો મને તમારો સાધર્મિક બનાવો! તમે જે જૈનધર્મ પાળો છો, હું પણ એ જૈનધર્મ પાળીશ. મને વાંધો નથી.'
મારી સાથે લગ્ન કરવા, તે પોતાનો ધર્મ છોડીને, અમારો જૈન ધર્મ સ્વીકારી લેવા તૈયાર થયો. મારો એના પ્રત્યેનો પ્રેમ હજારગણો વધી ગયો.
મારા પિતાએ તેને કહ્યું: “અહીં ઉપાશ્રયમાં જ્ઞાની સાધુપુરુષો છે. તમે એમની પાસે જાઓ અને જિનપ્રણિત ધર્મનું શ્રવણ કરો, સમજો અને વિચારો કે તમે આ ધર્મનું પાલન કરી શકશો કે કેમ? આ ધર્મ સરળ નથી. માટે પહેલાં તમે સમજો.'
બંધુદેવે કહ્યું: ‘ભલે હું આજે જ ઉપાશ્રયે જઈશ. ત્યાં રહેલા સાધુપુરુષો પાસેથી જૈન ધર્મ સાંભળીશ.'
પિતાજીએ આગ્રહ કરીને, બંધુદેવને જમાડવો. ફરી આવવા આમંત્રણ આપ્યું. બંધુદેવ ગયો.
પિતાજીના મુખમાંથી શબ્દો સર્યા: “છોકરો તો સારો છે. મારી માતા પણ બોલી મને પણ છોકરો ગમ્યો!
“ઘર પણ મોટું ખાનદાન ગણાય છે, ચંપાનગરીમાં...” પિતાએ ખાનદાનીની દૃષ્ટિએ પણ વિચારી લીધું હતું.
પિતાજીએ ત્યાર પછી પોતાના વિશ્વાસપાત્ર બે પુરુષોને બંધુદેવની પાછળ લગાડી દીધા હતાં. એ બંધુદેવની સાચી ઓળખાણ મેળવવા ઈચ્છતા હતાં. તેના આંતરબાહ્ય આચારો જાણવા માગતાં હતાં.
બંધુદેવ ઉપાશ્રયમાં જઈ ધર્મોપદેશ સાંભળવા લાગ્યો. * ગરીબોને દાન દેવા લાગ્યો. છે નાનાં-મોટાંવત-નિયમોનું પાલન કરવા લાગ્યો. - સાધુઓની સેવા-ભક્તિ કરવા લાગ્યો. પરંતુ આ બધું જ તે કરવા લાગ્યો... ભાવ વિના! એને ગમે તેમ કરીને, ૧0૧૪
ભાગ-૩ + ભવ સાતમો
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વાંગસુંદરી જોઈતી હતી. તેની ઉદારતાની અને સદાચારોની નગરમાં પ્રશંસા થવા લાગી. સાધુપુરુષો પણ એની પ્રશંસા કરવા લાગ્યા. એના બધા જ સમાચાર, માણસો દ્વારા પિતાજીને મળતા હતા.
ત્રણ મહિના પછી, એક દિવસ અચાનક બંધુદેવ અમારા ઘેર આવી ગયો. પિતાજીએ એનું સ્વાગત કર્યું: “હે પિતાતુલ્ય શ્રેષ્ઠીવર્ય, તમારી કૃપાથી મને જિનોક્ત ધર્મની પ્રાપ્તિ થઈ, તેથી તમે મારા પરલોક-બંધુ છો... દેવ છો અને ગુરુ છો! ખરેખર, તમને હું કંઈ ઉપમા આપું? તમે મારા પર કરેલા ઉપકારનો બદલો વાળી શકીશ નહીં. હે પિતાજી, મેં ભવસ્વરૂપ જાણ્યું છે. સંસારની અસારતા સમજી છે. હવે મને કન્યાનું પણ બહુ પ્રયોજન નથી. હવે હું સ્વદેશ જઈશ. છેલ્લે છેલ્લે આપને મળવા આવ્યો છું. જિનશાસનના અનુરાગથી મારી સાથે વ્યાપારી સંબંધો ટકાવી રાખજો.... કદાચ ધર્મમાં ઢીલો પડું અને આપને સમાચાર મળે, તો મને દઢ કરજો. મને યોગ્ય કાર્યો કરવાની પ્રેરણા કરતા રહેજો. હું તમારી પોતાના કુટુંબી છું, એમ સમજી મારા પર વાત્સલ્યભાવ રાખજો.” એમ કહી એ મારા પિતાજીના ચરણે. પડ્યો.
બંધુદેવના નમ્રતાપૂર્ણ અને મધુર વચનોએ મારા મનને તો હરી લીધું જ, મારી માતા અને મારા પિતાજી પણ એના તરફ પ્રેમભાવવાળાં બન્યાં. તેમણે મનોમન નક્કી કરી લીધું- “સર્વાંગસુંદરીના લગ્ન આની સાથે જ કરવાં!'
મારા પિતાજીએ કહ્યું: “હે વત્સ, ત્રણ લોકમાં દુર્લભ એવો જૈન ધર્મ પામીને, તું ખરેખર ધન્ય બન્યો છે. તેં પરમાર્થની પ્રાપ્તિ કરી છે, વત્સ, આ લોકોત્તર ધર્મમાં હવે તું સ્થિર રહેજે. હું તને આવતી કાલે પાછો મળીશ...'
બંધુદેવે કહ્યું: “આવતી કાલે હું જ તમને મળવા આવીશ... કારણ કે કાલે જ વિજય મુહૂર્ત'મારે અહીંથી પ્રયાણ કરવાનું છે.”
બંધુદેવ ગયો.
મારા પિતાજીએ અમારા પરિવારના સહુ સ્વજનોને ભેગા ક્યાં અને મારાં લગ્ન બંધુદેવ સાથે કરવા માટે પ્રસ્તાવ મૂક્યો. પિતાજીએ કહ્યું: “સર્વાંગસુંદરી માટે મને તો બધી વાતે બંધુદેવ સુયોગ્ય વર લાગે છે. માટે હવે તમે કહો તેમ કરીએ!”
સ્વજનોએ કહ્યું: ‘જેમ આપને યોગ્ય લાગે તેમ કરો. સાર્થવાહપુત્ર બંધુદેવ સુંદર છે. અમને પણ એના તરફ સન્માન છે.' પિતાજી રાજી થયા. મારી માતા પણ રાજી થઈ. મારા આનંદની કોઈ અવધિ ન હતી.
પિતાજીએ સર્વ સ્વજનોનો ભોજનથી સત્કાર કર્યો અને સહુ સ્વજનો મારા ભાગ્યની પ્રશંસા કરતા પોતપોતાના સ્થાને ગયા.
પિતાજીએ મારી માતા સાથે પરામર્શ કર્યો. શ્રી સમરાદિત્ય મહાકથા
૧૦૧પ
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
એક બાજુ જ્યોતિષીને બોલાવી, મારાં લગ્નનો શુભ દિન જોવા કહ્યું, બીજી બાજુ બંધુદેવને બોલાવીને વાત કરી દીધી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘કુમાર, સ્વદેશ જવાનું બીજું મુહૂર્ત જોવડાવીશું. પહેલાં તો શુભ મુહૂર્તે સર્વાંગસુંદરી સાથે તારાં લગ્ન કરવાનાં છે...’
બંધુદેવે કહ્યું: ‘આપ મારું હિત જ વિચારો છો. મારા સુખ માટે જ વિચારો છો. આપની દરેક આજ્ઞા શિરોધાર્ય છે.’ બોલવામાં બંધુદેવની તોલે કોઈ ના આવે! એટલું મધુર અને તર્કયુક્ત એ બોલતો હતો! એના હૃદયનો તાગ પામી શકે એવું કોઈ હતું નહીં.
વૈશાખ સુદ દશમના શુભ દિવસે ખૂબ જ ધૂમધામ સાથે બંધુદેવ સાથે મારાં લગ્ન થઈ ગયાં.
*દીન-અનાથજનોને દાન આપવામાં આવ્યું.
* નગરનાં બધાં જ મંદિરોમાં ઉત્સવ રચાવ્યા.
* અમને બંનેને સ્વજનો, પરિજનો, મિત્રો તરફથી ખૂબ મૂલ્યવાન ભેટો મળી. અમે થોડાં દિવસ ગજપુરમાં રહ્યાં. પછી શુભ દિવસે અમને ચંપાનગરીએ જવા અનુજ્ઞા આપવામાં આવી.
અમારો સાર્થ મોટો હતો.
અમે લગભગ બે મહિને ચંપાનગરીમાં પહોંચ્યાં.
અમારું સ્વાગત કરવા સારો એવો જનસમુદાય સામે આવ્યો હતો. અમે ઘેર પહોંચ્યાં. ઘરના દ્વાર પાસે જ શ્રેષ્ઠી પુણ્યદત્ત અને શેઠાણી સંપદા ઊભાં હતાં. બંધુદેવે પિતાના ચરણોમાં પ્રણામ કર્યાં. મેં મારી સાસુ સંપદાનાં ચરણોમાં પ્રણામ કર્યાં, સાસુએ મને છાતીએ ચાંપી દીધી. મારું મુખ જોઈને, એ રાજી રાજી થઈ ગઈ. એણે પુણ્યદત્તને કહ્યું: ‘મારો પુત્ર સ્વર્ગની અપ્સરા લઈ આવ્યો છે...!'
બસ, પછી તો મારાં ખૂબ માન-સન્માન થવા લાગ્યાં, સામાજિક રીતિરિવાજો કરવામાં આવ્યા. શયનખંડની ભવ્ય સજાવટ થવા લાગી. શયનખંડમાં સોનાના મંગળ દીપકો પ્રગટાવવામાં આવ્યા. શયનખંડની ભૂમિ પર પુષ્પો પાથરવામાં આવ્યાં. સુંદર શય્યા રચવામાં આવી. સુગંધી પુષ્પમાળાઓ ભીંતો ૫૨ લટકાવવામાં આવી. ચારે ખૂણામાં સુગંધી ધૂપ પ્રગટાવવામાં આવ્યો.
હું પલંગ પર બેઠી હતી.
ત્યાં બંધુદેવે શયનખંડમાં પ્રવેશ કર્યો.
હું ઊભી થઈ ગઈ અને શયનખંડની એક બારી પાસે જઈને ઊભી રહી. બારીની બહાર માથું કાઢીને, હું શેરીનાં પંક્તિબદ્ધ મકાનોની શોભા જોતી હતી... ત્યાં
૧૦૧૩
ભાગ-૩ ૪ ભવ સાતમો
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શયનખંડમાં નહીં કલ્પેલી એવી વિચિત્ર ઘટના બની ગઈ. થોડી ક્ષણોમાં જ મારું સૌભાગ્ય દુર્ભાગ્યમાં બદલાઈ ગયું. મેં જ બાંધેલું પાપકર્મ ક્ષેત્રપાલનું રૂપ કરીને શયનખંડમાં પ્રવેશ્ય. તેણે વિચાર્યું: “કંઈક કૌતુક કરીને... આ દંપતીનો સંયોગ ના થવા દઉં! બંધુદેવને ભ્રમમાં નાખું...' એ દેવે એક રૂપવાન પુરુષનું રૂપ કર્યું. બંધુદેવે તેને જોયો. પછી એ પુરુષરૂપધારી દેવ, જ્યાં હું ઊભી હતી, તે બારી આગળ આવીને બોલ્યો: ‘મારી પત્ની સર્વાંગસુંદરી આજે અહીં આવી છે શું?' અને એ અદૃશ્ય થઈ ગયો.
બંધુદેવે એ પુરુષને જોયો. એના શબ્દો સાંભળ્યા... અને એણે વિચાર્યું : “અહો, આ સ્ત્રી તો પહેલાં કોઈ પુરુષને પરણેલી છે... શીલભ્રષ્ટ છે. મેં એ પુરુષને પ્રત્યક્ષ જોયો.... અને એણે સર્વાંગસુંદરીને બોલાવી, એ પણ મેં સાંભળ્યું. ખરેખર, મેં આ કન્યા સાથે રાગ કર્યો, એની સાથે લગ્ન કર્યો, એ મોટી ભૂલ કરી..”
મારી પાસે મારી સખીઓ ઊભી હતી. તેઓ વાર્તા-વિનોદ કરતી હતી. બંધુદેવને પલંગમાં સુવાની તૈયારી કરતો જોઈને. સખીઓ હસતી હસતી શયનખંડની બહાર નીકળી ગઈ. મેં ધીરેથી શયનખંડનું દ્વાર બંધ કર્યું... હું પલંગમાં બેઠી અને બંધુદેવના પગ દબાવવા લાગી. તે એકદમ બેઠો થઈ ગયો. પલંગમાંથી નીચે ઊતરી ગયો, એના મુખ પર રોષ વ્યાપી ગયો હતો. હું તો ડઘાઈ જ ગઈ હતી... “અરે, આ શું થયું? મારી જીભ તાળવે ચોંટી ગઈ.. હું એમને કંઈ જ ના પૂછી શકી.... એ પુનઃ પલંગમાં સૂઈ ગયો. હું જમીન પર બેસી રહી... નિદ્રા મારી વેરણ બની ગઈ... હું અનેક વિકલ્પોમાં જકડાઈ ગઈ. અસહ્ય માનસિક વેદના મેં સહન કરી. નરકની વેદના જેવી વેદના મેં સહન કરી.
પ્રભાતે જ્યારે મારી સખીઓ આવી ત્યારે બંધુદેવ શયનખંડની બહાર ચાલ્યો ગયો. સખીઓ શયનખંડમાં આવી. મને જમીનપર બેઠેલી જોઈ. મારી આંખોમાં આંસુ જોયાં અને મારા મુખ પર પથરાયેલો વિષાદ જોયો. સખીઓનું હાસ્ય સુકાઈ ગયું. તેઓ મને ઘેરી વળી અને પૂછુયું:
સ્વામિની, આમ ઉદાસીન કેમ છો?” એકે પૂછ્યું. આંખમાં આંસુ કેમ છે?' બીજીએ પૂછયું. ‘આ રીતે જમીન પર કેમ બેઠાં છો?' ત્રીજીએ પૂછ્યું.
હું મૌન રહી. સખીઓનાં મુખ કરમાઈ ગયાં. તેઓનો સ્વર ગગદ થઈ ગયો... હું શું જવાબ આપું? મને બંધુદેવે, મારા પ્રત્યે નિઃસ્નેહી બનવાનું કોઈ કારણ જ કહ્યું ન હતું! આ તો કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી મેં જાણ્યું. હું સખીઓને શું કહું? છતાં તેમણે કારણ જાણવાનો આગ્રહ ચાલુ રાખ્યો ત્યારે મેં કહ્યું: “હે સખીઓ, હું કંઈ જ જાણતી નથી. મારું ભાગ્યે જ એવું લાગે છે... કોઈ કારણ વિના એમણે મારો ત્યાગ કર્યો છે.' શ્રી સમરાદિત્ય મહાકથા
૧૭
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સખીએ કહ્યું: “કારણ વિના કાર્ય ના બને. મેં કહ્યું: “મારાં પાપકર્મ કારણભૂત માનો.” હું મારા નિત્ય કર્મમાં પરોવાઈ. મેં રાતની વાત મારાં સાસુ-સસરા વગેરે કોઈને ના કરી.. ચુપચાપ મારું કાર્ય કરતી રહી. બીજા દિવસે સાંજ પૂર્વે બંધુદેવ ઘરમાંથી કોઈને કહ્યા વિના ચાલ્યા ગયા. થોડા દિવસો પછી અચાનક ગજપુરથી મારા પિતાજી ચંપા આવ્યા. તેઓ મને મળ્યા... હું એમના ગળે વળગીને રડી પડી. તેમણે મને ખૂબ આશ્વાસન આપીને કહ્યું : “બેટી, હું તને લેવા જ આવ્યો છું. પેલો દુષ્ટ બંધુદેવ ગજપુર આવેલો છે. મને કહે: “હું વેપાર માટે આવેલો છું.' પણ એ જાણી લીધું કે એના મનમાં તારા પ્રત્યે જરાય પ્રેમ નથી. એટલે તને લેવા આવ્યો. એની સાથે તો અમે બોલવાનો વ્યવહાર નથી રાખ્યો.
મારા પિતાજી સાથે હું ગજપુર પિતૃગૃહે આવી.
મારા મન ઉપર ભારે આઘાત થયો હતો. બંધુદેવ પ્રત્યે મને જરાય રોષ નહોતો જાગ્યો. હું મારાં કર્મોનો જ દોષ જોતી હતી.
મને સાધ્વીજી ચન્દ્રકાન્તાનાં વચનો યાદ આવ્યાં.: “ખરેખર, આ સંસાર જ દુ:ખરૂપ છે. સંસારમાં દુઃખો સુલભ છે.. ચારિત્રધર્મ દુર્લભ છે! જીવન ચંચળ છે... આ ગૃહસ્થાશ્રમ નિરર્થક છે. દુ:ખદાયી છે. માટે માતા પિતાની અનુમતિ લઈ હું દીક્ષા અંગીકાર કરું!'
એ અરસામાં ગજપુરમાં “યશોમતી' નામનાં સાધ્વીજી અનેક સાધ્વીજીઓ સાથે પધાર્યા. મને સમાચાર મળ્યા. ઘણો આનંદ થયો. મેં સાધ્વીજીની પાસે જઈને વંદન કર્યું. તેઓ એક માસ ગજપુરમાં રહેવાનાં હતાં. મને તેઓ ગમી ગયાં.
મેં મારાં માતા-પિતાને મારી ભાવના જણાવી. તેઓએ સંમતી આપી. તેમને પણ મારું હિત ચારિત્રજીવનમાં જ લાગ્યું. મેં સાધ્વીજીને વિનંતી કરી:
હે ભગવતી, મને ચારિત્રધર્મ આપી, આ ભવસાગરથી તારો.” મેં વિધિપૂર્વક ચારિત્ર અંગીકાર કર્યું,
:
૧0૧૮
ભાગ-૩ + ભવ સાતમો
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપhi
બંઘદેવ ધંધાર્થે કોશલપુર ગયો હતો.
ત્યાં નંદશ્રેષ્ઠીની પુત્રી શ્રીમતી સાથે તેણે લગ્ન કર્યા. શ્રીમતીની નાની બહેન કાન્તિમતીના લગ્ન બંધુદેવના નાના ભાઈ સાગર સાથે થયાં. બંને સ્ત્રીઓ પરણીને, તેઓ આ ચંપાનગરીમાં આવ્યા અને સુખેથી જીવવા લાગ્યા.
બંને ભાઈઓ, એમની પત્નીઓ સાથે ઉપાશ્રયમાં જ હતા. બંધુદેવ સાધ્વીજીના મુખે એના દુરાચરણની વાત સાંભળીને, ખૂબ લજિત થયો. સાથે સાથે એને પોતાની ભૂલ પણ સમજાઈ. સવાંગસુંદરી પ્રત્યે થયેલો અન્યાય ક્ષેત્રપાલ-દેવપ્રેરિત હતો... અને એ સર્વાંગસુંદરીના પૂર્વજન્મના પાપકર્મનું ફળ હતું, એ વાત બંધુદેવના ચિત્તમાં સ્પષ્ટ થઈ ગઈ.
કેવળજ્ઞાની સાધ્વીજી ગુણશ્રીએ વાતને આગળ ચલાવી.
થોડા સમય પહેલાં, અમે સહુ સાધ્વીઓ, અમારા ગુરુણી સાથે વિહાર કરતાં કરતાં અહીં ચંપામાં આવ્યાં. હું પૂર્વેની ઘટના બંધુદત સાથેનાં લગ્નનીઝ ભૂલી ગઈ હતી. એક દિવસ ભિક્ષા માટે ફરતાં ફરતાં હું બંધુદેવના ઘરે પહોંચી. એ સમયે બંધુદેવ ઘરમાં નહોતો. તેની પત્ની શ્રીમતી અને એ શ્રીમતીની નાની બહેન કાન્તિમતી ઘરમાં હતી.
પૂર્વજન્મની મારી એ બંને ભાભીઓ હતી. તે બંનેને મારા પર સ્નેહ થયો. તેઓએ મને નિર્દોષ અને ઉત્તમ ભિક્ષા વહોરાવી. તેઓ બંને ઉપાશ્રયે આવી ત્યારે મેં એ બંનેને ધર્મોપદેશ આપ્યો. એ બંનેને ધર્મોપદેશ ગમ્યો. તેમણે કહ્યું : અમને બંનેને વતો આપો, અમારે શ્રાવિકા બનવું છે.” તેમણે વ્રતો લીધાં અને શ્રાવિકા બની. તેમણે મને કહ્યું: “અમારા ઘરે આપ વારંવાર ભિક્ષાર્થે પધારજો. આપના પધારવાથી અમારો પરિવાર ધાર્મિક બનશે!”
મેં આ વાત મારાં ગુરુણીને કહી. તેઓએ મને, તે બે શ્રાવિકાઓના ઘરે જવાની અનુમતિ આપી. હું અવારનવાર જવા લાગી. એ બે શ્રાવિકાઓની મારા પર અપાર ભક્તિ જાગ્રત થઈ.
એ સમયે, એ ભવનના ક્ષેત્રદેવ વાણવ્યંતરે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો. મારા પ્રત્યે શ્રીમતી અને કાત્તિમતીનો અતિ પ્રેમ જોઈને દેવને આશ્ચર્ય થયું. દેવે વિચાર્યું “આ શ્રાવિકાઓનું જ્યારે ધન ચોરાય ત્યારે સાધ્વીજી પ્રત્યે કેવો ને કેટલો પ્રેમ રહે છે એ જોઉં!
શ્રી સમરાદિત્ય મહાકથા
૧0૧C
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવોને ક્યારેક ક્યારેક આવાં કૌતુક કરવાનું મન થતું હોય છે. જોકે આ તો, પૂર્વજન્મનાં મારી નાની ભાભી ઉપર ચોરીનું કલંક મૂકાવ્યું હતું - એ પાપનો વિપાક થયો હતો. એટલે વાણવ્યંતરદેવને આવો વિચાર આવ્યો હતો.
એક દિવસની વાત છે. હું એ બે શ્રાવિકાઓના ઘરે ગઈ. મારી સાથે અન્ય સાધ્વીઓ પણ હતી. અમે જ્યાં કાત્તિમતી હતી, ત્યાં ગયાં. શયનખંડમાં એ સમયે કાત્તિમતી સાચાં રત્નોનો હાર પરોવતી હતી. તેણે અમને આવેલાં જોયા કે હારને છાબડીમાં મૂકી, એ ઊભી થઈ ગઈ. એણે વિધિપૂર્વક વંદના કરી. અમને બેસવા માટે આસનો આપ્યાં. અમે સહુ સાધ્વીઓ ત્યાં બેઠાં. મેં ધર્મદેશના આપી અને ઉપાશ્રયે જવા તૈયાર થઈ. ત્યાં કાન્તિમતીએ મને કહ્યું: “હે ભગવતી, આજે આપનું પારણું છે અને મારી પાસે પ્રાસુક આહાર છે, તે ગ્રહણ કરી પછી ઉપાશ્રયે પધારો.”
મેં મારી સાથેની સાધ્વીઓને આહાર ગ્રહણ કરવાનું કહ્યું. કાત્તિમતી સાથે સાધ્વીઓ રસોઈઘર તરફ ગઈ. શયનખંડમાં હું એકલી જ હતી. ત્યાં પેલા વાણવ્યંતરદેવે ભીંત પરના મોરના ચિત્રમાં આવતરણ કર્યું મોર જીવતો થયો. ભીંત પરથી નીચે ઊતર્યો. કાન્તિમતીએ જે હારને છાબડીમાં મૂક્યો હતો, તે હાર મોર ગળી ગયો અને પાછો ચિત્રમાં સમાઈ ગયો!
આ દૃશ્ય જોઈને, હું આશ્ચર્યચકિત થઈ ગઈ. “આવું કેવી રીતે બની ગયું? જરૂર હું મારાં ગુરુણીને પૂછીશ...' હું એ ખંડમાંથી બહાર નીકળી ગઈ. મારા હૃદયમાં હારની ગડમથલ ચાલુ હતી. ત્યાં સાધ્વીઓ અને કાન્તિમતી પણ ઘરની બહાર આવ્યા. અમે સહુ ઉપાશ્રયે આવ્યાં.
કાન્તિમતી અમને વળાવીને ઘેર ગઈ. હવે હું અધૂરું કામ પૂરું કરું.” એમ વિચારી, એ શયનખંડમાં ગઈ. હાર પરોવવાનું અધૂરું કામ પૂરું કરવા, તે હારને શોધવા લાગી. “મેં આ છાબડીમાં જ હાર મૂક્યો હતો, એ ક્યાં ગયો?” ઘણો શોધ્યો હારને, પણ ના મળ્યો! ક્યાંથી મળે હાર? એ તો મોર ગળી ગયો હતો!
કાન્તિમતીએ ઘરના માણસોને પૂછ્યું. ઘરના માણસોને કહ્યું: “અહીં સાધ્વીજી સિવાય કોઈ આવ્યું નથી, માટે સાધ્વીજીને પૂછો.'
ત્યારે કાત્તિમતીએ ગુસ્સાથી કહ્યું: ‘તમે કેવી અસંબદ્ધ વાત કરો છો? જેઓને તૃણ અને મણિ-મોતી સમાન છે, માટી અને સોનું સમાન છે, એવા ભગવતી સાધ્વીને હું હાર માટે પૂછું? તેઓના માટે આવો હીન વિચાર ના કરશો.”
કાન્તિમતીના મનમાં મારા માટે કોઈ જ દુર્ભાવ પેદા ના થયો; પરંતુ આ વાત નગરમાં ફેલાઈ. મારા મનમાં ઘણું દુઃખ હતું. મેં પણ પ્રવર્તિની ગુરુણીને બધી જોયેલી વાત કરી. પ્રવર્તિનીએ મને કહ્યું: “વત્સ, કર્મોની પરિણતિ વિચિત્ર હોય છે!
ભાગ-૩ ૪ ભવ સાતમો
100
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ સંસારમાં કંઈ જ અસંભાવ્ય બનતું નથી. તું મનમાં શોક કે ચિંતા ના કરીશ. આત્મસાક્ષીએ તું નિર્દોષ છે, પછી તારે ચિંતા ના કરવી જોઈએ...’
‘ભગવતી, નગરમાં મારી અપકીર્તિ...'
પ્રવર્તિનીના મુખ પર સ્મિત રમી ગયું! તેઓએ મારા માથે હાથ મૂકીને, તત્ત્વની સાચી વાત કરી; ‘રે આર્યા, શું છઠ્ઠા ગુણસ્થાનકે અપયશ-નામકર્મનો ઉદય હોય ખરો? ના હોય ને? પછી શા માટે ચિંતા કરે છે? તું છઠ્ઠા ગુણસ્થાનકે છે... તારે અપકીર્તિ-નામકર્મનો ઉદય ના પ્રવર્તે!'
સાધ્વીજીના આશ્વાસનથી મારું મન સ્વસ્થ થયું. તેઓએ મને સાવધાન કરી. હવેથી તમારે એ શ્રેષ્ઠીના ઘરે ના જવું. તપ અને સંયમમાં વૃદ્ધિ કરવી. જેથી અશુભ કર્મો જલદી ભોગવાઈ જાય... બાકી હું નથી જાણતી કે આ ઘટના કોનું અનિષ્ટ કરશે? ‘સાધ્વીએ શ્રેષ્ઠીની પત્નીનો હાર ચોર્યો,' જો આ વાત નગરમાં થાય તો જિનશાસનની લઘુતા થાય. શાસનની નિંદા ના થાય તે માટે મોટો પ્રયત્ન કરવો પડશે. નિર્મળ જિનશાસનની કીર્તિની રક્ષા કરવી જ જોઈએ.
આ ઘટના કેવી વિચિત્ર બની કે અજ્ઞાની-અબોધ જીવોને ધર્મમાં અધર્મની ફ઼લ્મના આવે. નૂતન ધાર્મિકોની શ્રદ્ધા હાલી જાય. અજ્ઞાની જીવો તીર્થંકરની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા તત્પર બને. અબોધિ પામે... સાધુ-સાધ્વીના દોષ જોઈને, દ્વેષ કરતાં થઈ જાય. અને ભવસાગરમાં ડૂબી જાય. બનવાકાળ બન્યું છે...
મેં બંને શ્રાવિકાઓને ઘેર જવાનું બંધ કર્યું. વિશિષ્ટ ધર્મસાધના કરવા માંડી. વિશિષ્ટ તપશ્ચર્યા કરવા માંડી. પરમાત્માના ધ્યાનમાં લીન રહેવા લાગી.
કાન્તિમતીએ શ્રીમતીને કહ્યું: ‘સાધ્વીજીને હારના વિષયમાં કોઈ ખબર પડી હશે... અને રખેને એ હારની ચોરી કરનારને સજા થાય. સંકટ આવે... એમ સમજીને તેઓ ઘેર આવતાં નથી... ધન-દોલતની તૃષ્ણા વિનાનાં અને સંપૂર્ણ અપરિગ્રહી મુનિવર્ગે આમ જ કરવું યોગ્ય છે. સાધ્વીજી પ્રબુદ્ધ છે... ગૃહસ્થના ઘરમાં ભિક્ષાના પ્રયોજન વિના સાધુવર્ગ પ્રવેશ ના કરે, જો પ્રવેશ કરે તો દોષ તો લાગે જ, આ જાણવા છતાં આપણા અતિ આગ્રહથી સાધ્વીજી આપણે ત્યાં આવતાં હતાં. હવે આપણે એમની પાસે જઈએ!
શ્રીમતીએ કહ્યું: ‘તારી વાત સાચી છે. પરિવારના અન્ય લોકો ગમે તે બોલે, સાધ્વીજી હાર લે જ નહીં, મારી તો સંપૂર્ણ શ્રદ્ધા છે કે સાધ્વીજી હારને અડે પણ નહીં.'
સાચી વાત છે. આટલા બધા નિકટના પરિચયથી હું સાધ્વીજીને સારી રીતે જાણું છું... એક તુચ્છ વસ્તુ પણ વસ્તુના માલિકને પૂછ્યા વિના ગ્રહણ કરતાં નથી.’ કાન્તિમતી બોલી.
શ્રી સમરાદિત્ય મહાકા
For Private And Personal Use Only
૧૦૨૧
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘પરંતુ દુનિયાના લોકોને કેવી રીતે સમજાવવા?' શ્રીમતી બોલી.
‘દુનિયાના લોકોને તો હજુ સમજાવાય, પરંતુ ઘરના લોકોને કેવી રીતે સમજાવવા આ લોકો જ...’ કાન્તિમતી બોલી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘સાચી વાત છે તારી, મને તો એમ લાગે છે કે સાધ્વીજીના તપ પ્રભાવથી કોઈ ચમત્કાર થશે જ... અને હાર પાછો મળી જશે!' શ્રીમતી બોલી.
‘ત્યાં સુધી આપણે શાન્તિ રાખવી પડશે ને?’ કાન્તિમતી બોલી.
'બીજો કોઈ માર્ગ મને સૂઝતો નથી. ગઈ કાલે ઉપાશ્રયમાં પ્રવર્તિની સાધ્વીજીએ પણ આ જ વાત કરી હતી,’ શ્રીમતી બોલી.
‘પ્રવર્તિની ખૂબ વ્યથિત હતાં...' કાન્તિમતી બોલી.
‘તમને દુઃખ છે, લોકો ધર્મની નિન્દા કરે છે, એનું...' શ્રીમતી બોલી,
લોકોનો તો આ ધંધો છે, નિંદા કરવાનો. લોકોની વાતો પર ધ્યાન આપવાની જરૂર જ નથી...' કાન્તિમતી બોલી.
‘લોકોની વચ્ચે રહેવાનું એટલે લોકોનું સાંભળવું તો પડે જ ને?' શ્રીમતી બોલી. બંને બહેનોને સાધ્વીજી પ્રત્યે (મારા પ્રત્યે) ખૂબ જ શ્રદ્ધા હતી. તેઓ બંને ઉપાશ્રયમાં આવીને, મને આશ્વાસન આપતી હતી...
એક દિવસ એ બંનેનો વિશ્વાસ ફળ્યો! નાના ભાઈ સાગરે પ્રત્યક્ષ જોયું કે ભીંત ઉપરનો ચિત્રનો મોર પ્રગટ થયો અને છાબડીમાં હાર કાઢીને મૂકી દીધો! એ જ મોર મારી હાજરીમાં એ હાર ગળી ગયો હતો!
મારું પૂર્વજન્મનું પાપકર્મ ભોગવાઈ જતાં, પેલા વાણવ્યંતરદેવે પુનઃ ચિત્રના મોરમાં પ્રવેશ કર્યો અને હાર જ્યાં હતો ત્યાં મૂકી દીધો...'
કેવળજ્ઞાની સાધ્વીજીનો વૃત્તાંત સાંભળીને, પર્ષદા વિસ્મય પામી. મહારાજા અમરસેને કહ્યું: ‘ખરેખર, ભગવતી સાધ્વીજીએ મહાભયંકર દુ:ખનો અનુભવ કર્યો.' બંધુદેવ પણ બોલ્યો: ‘ભગવતીનાં દુઃખોમાં હું પણ નિમિત્ત બન્યો છું. ધોર પાપકર્મ મેં બાંધ્યાં છે...'
સાધ્વીજીએ કહ્યું: ‘મેં સહન કરેલાં દુ:ખો તો નગણ્ય છે. તિર્યંચગતિ અને નરકગતિનાં જે તીવ્ર દુઃખો છે એની તુલનામાં મારાં... મેં સહન કરેલાં દુ:ખો કોઈ વિસાતમાં નથી. મનુષ્યગતિનાં જન્મ, જરા અને મૃત્યુનાં જે દુ:ખો છે, એ પણ ભયાનક છે...
૧૦૨૨
ભોગસુખો ખરેખર સુખો નથી; એ તો માત્ર સુખનો આભાસ છે... માટે તો તીર્થંકર ભગવંતોએ માનવીય ભોગસુખોને હેય બતાવ્યાં અને એ સુખોનો ત્યાગ
ભાગ-૩ * ભવ સાતમો
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવાનો ઉપદેશ આપ્યો. હે મહાનુભાવો. તમે પણ તીર્થંકરભાષિત ધર્મનો સ્વીકાર કરો અને સાચા ભાવથી એનું પાલન કરો.”
સાધ્વીજીના ઉપદેશની ધારી અસર મહારાજા અમરસેન, સાર્થવાહ બંધુદેવ ઉપર અને તેના પરિવાર ઉપર થઈ. બંધુદેવે કહ્યું: “હે ભગવતી, આપે જે ફરમાવ્યું, તે જ પ્રમાણે હકીકત બનેલી છે. આપનું કથન સંપૂર્ણ સાચું છે... હવે અમે ચારે, ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરીને, ચારિત્રધર્મનો સ્વીકાર કરીશું.'
મહારાજા અમરસેને કહ્યું: “હે ઉપકારિણી ભગવતી, આપે આજે અમારી આંખો ખોલી નાખી... સંસારમાં જીવે કરેલી નજીવી ભૂલનો પણ કેવો ઘેરો પ્રત્યાઘાત આવે છે.. જીવને કેવાં કેવાં દુઃખો સહેવાં પડે છે. આજે ઘણું ઘણું સમજાયું. મારું મન ગૃહવાસથી વિરક્ત બન્યું છે. હું પણ ગૃહવાસનો ત્યાગ કરવા ઈચ્છું છું. રાજ્યભાર યુવરાજ હરિપેણને સોંપીને, હું ચારિત્ર અંગીકાર કરીશ. મારી આપને વિનંતી છે કે અમે ચારિત્ર અંગીકાર કરીએ ત્યાં સુધી આપ અહીં જ ચંપાનગરીમાં સ્થિરતા કરો.”
તરત જ શ્રીમતી અને કાત્તિમતીએ ઊભાં થઈને કહ્યું :
'હા, અમારે આપના જ શરણે આવવાનું છે. અમને લઈને જ આપે અહીંથી વિહાર કરવાનો છે.!” - સાધ્વીજી ગુણશ્રીએ ચંપામાં રોકાવાની અનુમતિ આપી. સહુ પોતપોતાના સ્થાને ગયાં.
૦ ૦ ૦. એક બાજુ જિનાલયોમાં આઠ દિવસના ભવ્ય મહોત્સવ શરૂ થયા. બીજી બાજુ દીન-અનાથ-અપંગ જીવોને દાન શરૂ થઈ ગયું. સમગ્ર નગરમાં જાણ થઈ ગઈ કે મહારાજા અમરસેન અને મહારાણી જયસુંદરી દીક્ષા લે છે. સાથે સાથે સાર્થવાહ બંધુદેવ અને સાગર, પોતપોતાની પત્નીઓ સાથે ચારિત્ર લે છે. નગરમાં સહુ ત્યાગધર્મની અનુમોદના કરવા લાગ્યા.
0 0 0 મહારાજા અમરસેને રાણી જયસુંદરીને પોતાની ભાવના કહી ત્યારે રાણીએ કહ્યું: ‘જો તમે ચારિત્રમાર્ગે જશો તો હું પણ તમારી સાથે જ ચારિત્ર લઈશ. પરંતુ પછી કુમારસેનને કોણ સાચવશે?”
જો તમને પુત્રસ્નેહ હોય તો સંસારમાં જ રહેવું ઉચિત છે...'
પુત્રસ્નેહ હોવો સ્વાભાવિક છે. પરંતુ એ સ્નેહ હું તોડી શકીશ. પણ હું તો એના ભવિષ્યની વાત કરું છું. એના યોગક્ષેમની જવાબદારી..”
યુવરાજ હરિષણ એની જવાબદારી સંભાળશે. હું જાણું છું. મારા કરતાંય
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૦૩
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વધારે હરિફેણ સેનકુમારને ચાહે છે. પોતાના પુત્ર વિષેણ કરતાં પણ વધારે...'
તો પછી યુવરાજને બોલાવીને, મંત્રીમંડળને બોલાવીને કહી દો . અમે બંને ગૃહત્યાગ કરીને, ચારિત્રધર્મનો સ્વીકાર કરીએ છીએ.”
મહારાજાએ યુવરાજ હરિપેણને બોલાવીને, પોતાની ભાવના કહી દીધી. હરિપેણ રડી પડ્યા. મહારાજાએ હરિપેણને શાન્ત કર્યા.
હરિપેણ, કુમારસેન તમને સોંપું છું. હવે માતા-પિતા તું જ છે. મહારાજાએ કુમારસેનને કહ્યું : “વત્સ, હવેથી તારા પિતા કહો કે માતા કહો, એ હરિપેણ છે. એમનો વિનય કરજે, એમની મર્યાદા જાળવજે.'
કુમારસેન રડી પડ્યો. પિતાને વળગી પડ્યો... મહારાજાએ કુમારને ખૂબ સમજાવ્યો. એના મનનું સમાધાન કર્યું.”
વત્સ, અત્યાર સુધી પ્રજાનું કલ્યાણ કર્યું.. હવે ઉંમર જોતાં, આત્માનું કલ્યાણ કરવું જોઈએ, પરલોકનો વિચાર કરવો જ જોઈએ. વળી પ્રજાના યોગક્ષેમની જવાબદારીઓ ઉઠાવનાર યુવરાજ હરિપેણ યોગ્ય છે. ભવિષ્યમાં તમે બે ભાઈઓ સેન-વિષેણ પણ યોગ્ય છો. એટલે મને રાજ્યની કે પ્રજાની જરાય ચિંતા નથી...'
ત્યાં ઉઘાનપાલકે પ્રવેશ કરીને, વિનયથી કહ્યું: “મહારાજ, આપના પ્રબળ પુણ્યોદયે, ઉદ્યાનમાં “પુરુષચંદ્ર' નામના મહાન જૈનાચાર્ય શિષ્યપરિવાર સાથે પધાર્યા છે.'
રાજાએ ઉદ્યાનપાલકને પ્રીતિદાન આપ્યું અને કહ્યું: “આચાર્ય ભગવંતોનાં દર્શન વંદન કરવા, અમે આવીએ જ છીએ.' ઉદ્યાનપાલક ગયો. મહારાજાએ નગરમાં ઢંઢેરો પિટાવી દીધો. બીજી બાજુ મંત્રીમંડળને બોલાવીને, હરિપેણનો રાજ્યાભિષેક કરવાની તૈયારી કરવા કહી દીધું.
શુભ દિવસે હરિષણનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો અને એ જ શુભ દિવસે મહારાજાએ સપરિવાર નગરજનો સાથે ચારિત્ર સ્વીકાર્યું.
ફ
ક
૧૦૪
ભાગ-૩ ૪ ભવ સાતમો
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[[ઉપર
ઊગતા સૂરજના અજવાળે ચંપાનગરી બેઠી થઈ ગઈ હતી. ગગનને ચીરી નાખે તેવા અવાજે લોકોએ “અમરસેનમુનિનો જયજયકાર બોલાવ્યો. આજે, મહારાજામાંથી મુનિરાજ બનેલા અમરસેનમુનિનો, બંધુદેવમુનિનો, સાગરમુનિનો ચંપાથી વિહાર હતો. આચાર્યશ્રી પુરુષચંદ્ર ઉપાશ્રયની બહાર નીકળી આવ્યા હતા. ચંપાની શેરીઓમાં જગ્યા દેખાતી ન હતી. આચાર્યદેવને વિદાય આપવા, આખી ચંપાનગરી ઊમટી હતી. નૂતન મહારાજા હરિપેણ, રાજકુમારો સેન-વિષેણ વગેરે આવ્યા હતા.
સહુનાં મુખ પર ઉદાસીના ભાવ હતા. સહુ મૌન ચાલી રહ્યા હતા. ચંપાના સીમાડે આચાર્યદેવે “માંગલિક' સંભળાવ્યું. હિતશિક્ષા આપી. નગરજનો ઊભા રહી ગયા. આચાર્યદેવની સાથે સર્વે શ્રમણો આગળ વધી ગયા. રોનકુમારની આંખો વરસી રહી હતી. મહારાજા હરિપેણે કુમારનો હાથ પકડેલો હતો. વિષેણ થોડે દૂર ગમગીન ચહેરે ઊભેલો હતો. જ્યાં સુધી મુનિવરો દેખાતા રહ્યાં ત્યાં સુધી સહુ ઊભા રહ્યા; પછી પાછા ફર્યા. સહુ પોતપોતાના સ્થાને ગયા.
ચંપાના રાજમહેલમાં સંતાપ ફેલાયેલો હતો. રાજમહેલના દરેક ખંડમાં દિવસભર સહુના ચહેરા ઉદાસ અને ગમગીન દેખાયા કર્યા. રાજમહેલના નોકરો રડતા હતા... ત્યારે સેનકુમારને ખ્યાલ આવ્યો કે તેના પિતાજીએ લોકોનું કેવું ભલું કર્યું હતું.
સેનકુમારના કાકા હરિષણનો સાદી ઔપચારિક વિધિથી રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો. હરિર્ષણ એક જ દિવસમાં પલટાઈ ગયા હોય એવા ભારેખમ થઈ ગયા હતા. શોકગ્રસ્ત બની ગયા હતા.
સેનકુમારનો ચહેરો પણ એકાએક જનારાનો માર ખાઈ ગયો હોય તેમ વિલાઈ ગયો હતો. સદાય હસતા રહેતા તેમના ચહેરા પર વિષાદનાં વાદળ છવાઈ ગયાં હતાં. તેમનો તંદુરસ્ત ગુલાબી ચહેરો એકાએક મૂરઝાઈ ગયો હતો.
મહેલ અને મહેલની સાથે જોડાયેલા બધા પરિવારો શોકાતુર બની ગયા હતા. રસ્તાઓ સૂમસામ બની ગયા હતા.
સેનકુમારની માતા જયસુંદરીએ દીક્ષા લીધી હતી. એટલે સેનકુમારને કાકી તારપ્રભા સંભાળતી હતી. તારપ્રભા કમાલની સ્ત્રી હતી. તે હમીરગઢની રાજકુમારી હતી. તે સેનકુમારને ખૂબ વાત્સલ્ય આપતી હતી. હવે તે રાણી બની હતી, છતાં શ્રી સમરાદિત્ય મહાકથા
૧૦૫
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુમારસેનને જોતાં તેના ગોળ રેશમી ચહેરા પર તોફાની સ્મિત ફરકતું. તે સેનને જીવથી પણ વધારે ચાહતી. જો કે એનો પોતાનો પુત્ર હતો વિષેણ. પરંતુ તારપ્રભાને વિષેણ તરફ એટલું આકર્ષણ ન હતું જેટલું સેનકુમાર પ્રત્યે હતું. વિષેણ પણ પોતાની માતા સાથે ખપપૂરતો સંબંધ રાખતો હતો. સેન સાથેના તારપ્રભાના વધતા. જતા સ્નેહની ઈર્ષા વિવેણને સતાવતી હતી. વિષેણ સેનકુમાર સાથે પણ ખપપૂરતું જ બોલતો. બંને કુમારોએ કિશોરાવસ્થા વટાવી દીધી હતી. યૌવનમાં પ્રવેશ થયો હતો. પરંતુ બંનેની દિશાઓ જુદી હતી. સેન સાત્ત્વિક પ્રકૃતિનો હતો, વિપેણ તામસી પ્રકૃતિનો હતો.
બંને ભાઈઓ પરાક્રમી હતા. પરંતુ વિપેણ અયોગ્ય અને ખુશામતખોર મિત્રોથી ઘેરાયેલો હતો. સેનકુમારને કોઈ મિત્ર ન હતો. તેનો એક જ ભરોસાપાત્ર નોકર હતો તેનું નામ પ્રીતમસિંહ હતું. સેન તેને સિંહ કહીને જ બોલાવતો હતો. સિંહ સેનનો બધો જ ખ્યાલ રાખતો. સેનના પડછાયાની જેમ તે રહેતો.
રાજમહેલ વિશાળ હતો.
દક્ષિણ દિશા તરફના બે ખંડ સેનકુમાર માટે હતા. ઉત્તર તરફના બે ખંડ વિષેણ માટે હતા. જ્યારે પૂર્વ-પશ્ચિમ તરફનો ભાગ મહારાજા હરિપેણ માટે હતો. પૂર્વથી પશ્ચિમનો ભાગ જોડતી એક ગેલેરી હતી. ઉત્કૃષ્ટ-કલાકારીગીરીથી મહેલ દેશમાં આકર્ષણનું કેન્દ્ર બનેલો હતો.
એક દિવસ વિણના ખંડમાં એના મિત્રોની મહેફિલ જામી હતી. દારૂ-માંસાહાર છડેચોક વપરાતો હતો. જોકે મહારાજા અને મહારાણીને એ ગમતું ન હતું. છતાં તેઓ વિષેણના તામસી સ્વભાવના કારણે મૌન રહેતા હતાં.
રાત્રે બાર વાગ્યા હતા. ખાવા-પીવાનું પતી ગયું હતું. વિષેણે વાતનો પ્રારંભ કર્યો. “આ સેનકુમારનું કંઈ કરવું પડશે.”
નારંગે પૂછ્યું: “શું કરવું છે એનું? એ શું તને હેરાન કરે છે?' “ના રે ના, એ મને શું હેરાન કરે?' પરંતુ એ મારી માતાને ભરમાવતો રહે છે... અને મારી મા... એને ખૂબ ચાહે છે... કારણ કે એની માં નથી ને!'
“એટલી જ વાત છે ને?' નારંગ બોલ્યો.
“ના રે ના, એટલી જ વાત હોત તો હું જતી કરતા, પરંતુ હવે એ રાજકાજમાં પણ માથું મારે છે... મને એ નથી ગમતું. જોકે મને તો એ દીઠો નથી ગમતો..”
સારંગે કહ્યું: “તો એને પતાવી નાખવો છે? જે ઈચ્છા હોય તે સ્પષ્ટ કહે. ગોળ ગોળ વાત ના કર.”
ભાગ-૩ ભવ સાતમો
૧09છે
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિપેણે ઝીણી આંખો કરી કહ્યું: ‘હા, જો એને પતાવી દે. તો પછી કાયમની પીડા ટળી જાય... નહીંતર મને લાગે છે કે પિતાજી એને યુવરાજ બનાવશે.. અને ભવિષ્યમાં રાજ પણ એને..”
તો તો ભારે થાય...' સારંગે નારંગ સામે જોયું.
અને ધીરે ધીરે રાજ્યમાં એનો પ્રભાવ પણ વધી જાય... પછી તો એનો વધ કરવો સરળ ના રહે...' નારંગ બોલ્યો.
અત્યાર સુધી બધી વાતો સાંભળી રહેલો સાજન બોલ્યો: “તો પછી કુમાર, મનમાં કેમ મૂંઝાઓ છો? અમે બધા તમારા મિત્રો શા કામના? માત્ર જલસા કરવાના મિત્રો છીએ? અમને આજ્ઞા કરો.... એટલે કામ પતી જાય...'
વિષેણ બોલ્યો: “સાજન, સેનકુમારને તું જાણે છે? એનું બળ અને યુદ્ધકૌશલ જાણે છે?”
ના હું તો એને મળ્યો જ નથી...” ‘તારા જેવા સો જણને એ એકલો પહોંચી વળે એવો યુદ્ધકુશળ છે, બળવાન છે. વળી, એની સાથે પેલો પ્રીતસિંહ, કુમારનો પડછાયો બનીને રહે છે. કુમાર બહાર નીકળે એટલે સિંહ પાછળ હોય જ...'
કુમાર, તમે અમને સેનકુમારનો આટલો પરિચય કરાવી દીધો તે સારું કર્યું. છતાં અમે તેને પહોંચી વળીશું. બે દિવસમાં અમે એ કામ માટે યોજના બનાવી દઈએ.. પછી એ કામ એક જ દિવસનું છે! કામ યોજનાબદ્ધ હોય તો સફળ થાય છે.” નારંગે પોતાના મિત્રો સામે જોયું. સહુએ માથાં હલાવીને સંમતિ આપી.
નારંગે વિષેણને કહ્યું: “આપની ઈચ્છા પૂર્ણ થશે. અમે ચારે મિત્રો એ કામ પાર પાડીશું. આપને સમાચાર આપીશું.’ વિષેણે કહ્યું: “સાવધાન રહેજો, મારું નામ ક્યાંય ના આવવું જોઈએ.” નહીં આવે, નિશ્ચિત રહેજો.” મિત્રો ચાલ્યા ગયા. વિષેણ એના શયનખંડમાં ગયો.
૦ ૦ ૦. સેનકુમારના માથે કોઈ જ જવાબદારી ન હતી. તેણે એ કાળે, રાજકુમારને યોગ્ય અધ્યયન કરી લીધું હતું. શસ્ત્રકળામાં અને યુદ્ધકળામાં નિપુણતા પ્રાપ્ત કરી લીધી હતી. તે સરળ પ્રકૃતિનો જીવ હતો. વિનમ્ર હતો. તેનામાં બળ અને બુદ્ધિ, બંનેનો સમન્વય થયેલો હતો.
તેને જંગલમાં દૂર દૂર રમણીય પ્રદેશોમાં ફરવાનો શોખ હતો. તેનો પોતાનો રોત શ્રી સમરાદિત્ય મહાકથા
૧૦૨૭
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અશ્વ હતો. જેમ કુમારને એ અશ્વ ગમતો હતો, તેમ અને કુમાર ગમતો હતો. એ સેનકુમાર સિવાય, બીજા કોઈને પોતાના પર સવારી કરવા દેતો નહીં.
સેનકુમારના ફરવાનાં બે-ચાર ખાસ સ્થાનો હતાં, તેમાં ચંપાનગરીથી પચીસેક માઈલ દૂર ઉત્તરમાં એક ટેકરો હતો. ત્યાં એક મહેલનું ખંડિયેર હતું. પાસે પાણીનો કુંડ હતો. થોડી વૃક્ષોની ઘટા હતી. રમણીય પ્રદેશ હતો.
માતા-પિતાને દીક્ષા લીધે બે મહિના પસાર થઈ ગયા હતા. શોકાકુલ દિવસો પસાર થઈ ગયાં હતાં. કુમારના પગ ઉત્તરના એ ટેકરા તરફ જવા માટે અને એકાન્તમાં બેસવા માટે થનગનતા હતા. કુમારે તારપ્રભાની રજા લીધી. તારપ્રભાએ કહ્યું: “આવતી કાલે સાંજ સુધીમાં પાછો આવી જજે.' તારપ્રભાની આજ્ઞાને કોઈ ઉલ્લંઘી શકતું નહીં. કારણ કે એની આજ્ઞામાં નિર્મળ સ્નેહનું આકર્ષણ ભરેલું રહેતું. તારપ્રભાને ખબર પડી કે કુમારની સાથે પ્રીતમસિંહ જશે જ. પરંતુ કુમારે એકલાએ જ ટેકરા પર જવા નિર્ણય કર્યો હતો. જ્યારે શ્વેત અશ્વ ઉપર સુંવાળી ગાદી બંધાવી કુમાર રાજગઢમાંથી નીકળ્યો ત્યારે તેની પાછળ સિંહ પણ અશ્વારૂઢ બનીને નીકળ્યો. કુમારે તેને પાછો કાઢ્યો. સિહે સાથે આવવાનો થોડો આગ્રહ પણ કર્યો. પણ કુમારે આજ્ઞા કરી ત્યારે જ તે પાછો ફર્યો.
કમારની જેમ સિંહ પણ અપરિણીત હતો. બંકી મૂછો, ઘેરા ઘટ્ટ વાળ, સુકલકડી શરીરવાળો એ અસ્સલ સૈનિક દેખાતો હતો. દેખાવમાં ભલે એ સુકલકડી હતો, પણ એનાં હાડકાં ગજવેલનાં બનેલાં હતાં. તેની આખી જિંદગી જાણે કુમારની સેવા માટે જ સર્જાઈ હોય તેમ એ અવિરત કુમારનું ધ્યાન રાખતો અને તેમાં તેને પોતાનું ગૌરવ લાગતું હતું. એણે ઘોડાની ખલેચીમાં નાસ્તો, નાની કટારી, એક તીક્ષ્ણ છરી, મજબૂત દોરીનું એક ગૂંચળું વગેરે મૂકેલું હતું. એ કુમારનો નાસ્તો જાણતો હતો, એટલે થોડો વધારે નાસ્તો મૂક્યો હતો. બીજી બાજુની ખલેચીમાં એણે ઘોડા માટે કાચા ચણાના તોબરો ભરીને, મૂકી દીધો હતો.
ચંપાના રાજમહેલમાંથી કુમાર બહાર નીકળ્યો ત્યારે હવામાન ખુશનુમા હતું. તેણે ચોકડું પકડીને અને એડી મારી.. કે ઘોડો પવનવેગે ઊપડ્યો. ચંપાનો બાહ્ય પ્રદેશ લીમડાનાં વૃક્ષો અને અશોકનાં વૃક્ષોથી હર્યોભર્યો હતો. પાંચેક માઈલ પછી સપાટ પ્રદેશ આવ્યો. એક ટેકરા પર અશ્વને ઊભો રાખ્યો. ક્ષિતિજ પર પેલો ટેકરો.. અને રાજમહેલનું ખંડિયેર દેખાતું હતું. આખાય વિસ્તારમાં સન્નાટો વર્તતો હતો. સૂરજ હવે તપવા માંડ્યો હતો. કુમારે અશ્વને દોડાવી મૂક્યો. જોતજોતામાં દસ માઈલ કાપી નાંખ્યા. ઘોડાના મોઢામાંથી સફેદ ફીણ ટપકતું હતું. તેની ગોરી ચામડી પર પરસેવાના બિંદુ જામ્યાં હતાં. એ પ્રદેશમાં લૂ વાવી શરૂ થઈ ગઈ હતી. કુમારે ૧0૨૮
ભાગ-૩ + ભવ સાતમો
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક ઘટાદાર વૃક્ષની નીચે અશ્વને ઊભો રાખ્યો. પોતે નીચે ઊતર્યો. અશ્વને થપથપાવ્યો. વૃક્ષના થડે અશ્વને બાંધ્યો અને પોતે મશકમાંથી થોડું પાણી પીધું. પગ લાંબા કરીને, વૃક્ષના થડે અઢેલીને, કુમારે અડધો કલાક આરામ કર્યો.
મધ્યાહ્ને બાર વાગ્યે કુમાર પેલા ખંડિયેર પાસે પહોંચી ગયો.
એ જગ્યા ખરેખર અજનબી જગ્યા હતી. એ ટેકરા ઉપર દક્ષિણ-પશ્ચિમ બાજુએ તોતિંગ બાંકડા જેવો પા માઈલ લાંબો અને લગભગ સો મીટર પહોળો એક ખડક આવેલો હતો. એ ખડકની પશ્ચિમ ધારે એક નાનકડા ગઢ જેવી ચોકી ઊભી હતી. એ ચોકીના નીચાણમાં પાણીનો કુંડ હતો. એના પાણીમાંથી ગંધકની વાસ આવતી હતી. ત્યાંથી થોડે દૂર નારિયેળીનાં વૃક્ષો હતાં.
ચિરંતન શાંતિસભર એ જગ્યા બપોરે પણ આહ્લાદક લાગતી હતી. કુમારે અશ્વને છાંયડે ઊભો રાખ્યો. તેના ઉપરનો બંધ છોડી નાખ્યો. અશ્વે પાછી હણહણાટી કરી, પછી કુમારે એને છૂટો મૂક્યો. તેણે કુંડ પાસે જઈને પાણી પીધું અને પછી કુંડની આસપાસ ઊગેલા ઘાસને ખાવા માંડ્યું.
કુમારે મોં ધોયું. હાથ-પગ ધોયા. ઘોડા પરથી ખલેચી ઉતારી, તે ચોકીના ખંડેરમાં ગયો. ત્યાં શાન્તિથી બેસીને, નાસ્તો કર્યો. તે પછી કુમારે એક ખૂણો સાફ કર્યો. ધાબળો પાથર્યો અને લાંબી તાણી! એકસરખી ૨૫ માઈલની ઘોડેસવારી કરવાથી એની કેડો અને પગ દુઃખતાં હતાં... છતાં ત્યાંના એકાંતમાં, કોઈ પણ ખલેલ વિના એની આંખો આપોઆપ મીંચાઈ ગઈ.
જ્યારે કુમાર જાગ્યો ત્યારે અશ્વ જોરજોરથી હેષા૨વ કરતો હતો. પવન ખૂબ જોરથી વાતો હતો. કુમાર પાણીના કુંડ પાસે ગયો. તેણે અશ્વને છોડ્યો અને ચોકીના ખંડેર પાસે લઈ આવ્યો, ત્યાં એને રમતો મૂક્યો.
આકાશમાંથી જાંબલી ઢોળ ઊતર્યો હતો. ધોમ ધખેલી ધરા પર સૂરજનાં ઓસરતાં તીરછાં કિરણો હજુ તપેલાં તીરની જેમ ખડક પર અથડાતાં હતાં. ખંડેરના દ્વાર પાસે લાંબા પગ કરીને કુમાર બેઠો. ભયાનક રીતે ઝોલાં ખાતાં ખજૂરીનાં વૃક્ષો એ જોઈ રહ્યો. સાથે સાથે એના મનમાં સાધુ-સાધ્વી બની ગયેલાં માતા-પિતાની સ્મૃતિ થઈ આવી. શા માટે તેમણે મહેલનાં ભૌતિક સુખોનો ત્યાગ કર્યો? શા માટે તેમણે કઠોર સંયમજીવન અંગીકાર કર્યું? શું સંયમજીવનમાં એમના આત્માને તૃપ્તિ મળશે? શું મહેલોના જીવનથી... દીર્ઘ જીવનથી તેઓ કંટાળી ગયાં હશે? જેમ હું! મહેલથી કંટાળીને ખંડેરમાં બેઠો છું ને? ભીડથી કંટાળીને અહીં એકાતમાં આવ્યો છું ને?
શ્રી સમરાદિત્ય મહાકા
For Private And Personal Use Only
૧૦૨૯
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાચ્ચે જ, ક્યારેક સુખોથી પણ કંટાળી જવાય છે... ત્યારે સ્વેચ્છાએ દુઃખ સહેવામાં આનંદ આવતો હોય છે!” વિચારોની પરંપરા ચાલતી રહી છે. સૂર્ય અસ્ત થઈ ગયો હતો. હવા શીતલ થતી જતી હતી.
કુમારે એ ખંડેરમાં જ રાત રહેવાનો નિર્ણય કર્યો હતો. પહેલું કામ એણે ચણાથી ભરેલી ચંદી ઘોડાને મોઢે બાંધી દીધી પગ પછાડીને અને શરીરને થથરાવીને ઘોડાએ આનંદ વ્યક્ત કર્યો. પછી પોતે કુંડના કિનારે જઈને, નાસ્તો કરવા બેઠો. નાસ્તો કર્યો. પાણી પીધું... અને ખજૂરીનાં વૃક્ષોની વચ્ચે જઈને ઊભો રહ્યો. પૃથ્વી પર અંધારું ઊતરવા માંડ્યું, ત્યાં સુધી તે ઊભો રહ્યો. પછી એ ખંડેરમાં આવ્યો. ખંડેરની છતમાં મોટું બાકોરું પડેલું હતું. અજવાળી રાત હતી. ખંડેરમાં પ્રકાશ હતો. તેણે પોતાની ખલેચીમાંથી કટારી બહાર કાઢી. સિંહે તેમાં કુમારનાં એક જોડ કપડાંની સાથે ગરમ શાલ મૂકેલી હતી. તેણે રાત્રિનાં કપડાં પહેરી લીધાં. શાલ બહાર કાઢીને ઓશીકે મૂકી. પાછો તે ખંડેરના દ્વાર પર આવ્યો. ઘોડાના મુખ પરથી ચણાની ચંદી ઉતારી લીધી. અડધા ઉપર ચણા ઘોડો ખાઈ ગયો હતો. ચંદીને ખંડેરમાં મૂકી, ઘોડાને લઈ, તે કુંડ પાસે ગયો, ઘોડાએ શાન્તિથી પેટ ભરીને, પાણી પી લીધું. પછી બંને ચોકીના ખંડેર પાસે આવ્યા. ખંડેરના દ્વાર પાસેના કડા સાથે ઘોડાની રાશ બાંધી દીધી. કુમાર ખંડેરની આસપાસ ટહેલવા લાગ્યો. નિસર્ગના સૌન્દર્યનું પાન કરવા લાગ્યો.
0 0 0 પ્રીતમસિંહને ત્યારે ચિંતા થઈ કે જ્યારે વિપેણના ચાર મિત્રો, સંધ્યા પછી, વિષેણના ખંડમાંથી નીકળી, મહેલની બહાર ઊભેલા અશ્વો પર બેઠા અને જે રસ્તે સવારે કુમાર ગયો હતો, એ રસ્તે એ ચારે મિત્રોના ઘોડા દોડવા લાગ્યા. એ ચારે શસ્ત્રસજ્જ હતા. જાણે કોઈ ધીંગાણું કરવા જતાં હોય, એવું સિંહે અનુમાન કર્યું.
સિહે તરત જ નિર્ણય કર્યો. તેણે પોતાનો અશ્વ સંભાળ્યો. શસ્ત્રસજ્જ બન્યો અને તે રાત્રિના અંધકારમાં ઓગળી ગર્યો. એના મનમાં કોઈ અશુભ આશંકા જન્મી ગઈ હતી. કુમાર ક્યાં ગયેલો છે, એ સિંહ જાણતો હતો. પેલા ચાર ઘોડેસવારો ક્યાં ગયા હશે એ પણ સિંહ જાણતો હતો.
- - -
૧030
ભાગ-૩ ૪ ભવ સાતમો
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વહેલી સવારે જ્યારે કુમાર જાગ્યો, તેણે પાણીના કુંડ પાસે સિંહને ઊભેલો જોયો. એનો ઘોડો કુંડ પાસે ઊગેલું ઘાસ ખાઈ રહ્યો હતો.
‘સિંહ, કેમ આવ્યો? ક્યારે આવ્યો?' કુમારના મનમાં ચિંતા, ભય અને રોષની લાગણીઓ જન્મી. કુમારે બૂમ પાડી ‘સિંહ!'
સિંહે કુમારની સામે જોયું. કુમારે ઈશારો કરીને ખંડેરમાં આવવા કહ્યું. ઘોડાને ત્યાં ચરતો મૂકી, સિંહ કુમાર પાસે આવ્યો. સિંહે કુમારને પ્રણામ કર્યાં અને મૌન ઊભો રહ્યો. કુમારે સિંહના ખભા પર હાથ મૂકીને પૂછ્યું:
‘સિંહ, તું ક્યારે આવ્યો? શા માટે આવ્યો?' છતાં સિંહ બોલ્યો નહીં. ત્યારે કુમારના પેટમાં ફાળ પડી. ‘શું મહેલમાં કંઈ નવાજૂની થઈ હશે?’ તેણે સિંહની સામે જોયું. સિંહની આંખો ભીની હતી. કુમારે બે હાથે સિંહને પકડીને, હચમચાવી મૂક્યો.
‘શું થયું સિંહ?’
‘કુમાર, મને વચન આપો, તમારે એકલાએ આ રીતે આટલે દૂર નહીં આવવાનું.’ ‘પણ વાત તો કર, શું થયું?'
‘વાત પછી કરીશ. પહેલાં મને વચન આપો.’
‘વચન આપ્યું, બસ. હવે વાત કર.’
‘કુમાર, તમે પ્રાભાતિક કાર્યો પતાવો, પછી શાન્તિથી બેસીને, વાત કરું છું. વાત લાંબી છે.'
‘પરંતુ મહેલમાં કંઈ અશુભ નથી થયું ને?'
‘ના, મહેલમાં કંઈ અશુભ નથી થયું, મહેલની બહાર જંગલમાં અશુભ થયું છે! એ રસ્તામાં હું બતાવીશ.'
બંનેએ ગરમ પાણીના ઝરણામાં નાહી લીધું. બીજાં કપડાં પહેરી, ભીનાં કપડાં સૂકવી દીધાં. નાસ્તાનો ડબ્બો ખોલી નાસ્તો કરી લીધો; અને ચોકીની બહાર ધાબળો પાથરીને બંને બેઠા.
સિંહે વાતનો પ્રારંભ કર્યો.
ગઈ કાલે સાંજે અંધારું થતાં, વિષણના મિત્રો રાજમહેલમાંથી નીકળ્યા. મેં તેમને જોયા. હું તેમની પાછળ ચાલ્યો. નગરના ઉત્તર તરફના દરવાજે પહોંચ્યાં. ત્યાં ચારેના ચાર ઘોડાઓ તૈયાર હતા. તે શસ્ત્રસજ્જ હતા. ઘોડાઓ પર ખલેચીઓ લટકેલી હતી. તે ભરેલી હતી. મારું મન સાશંક હતું... એટલે મેં પણ તરત જ મારા શ્રી સમરાદિત્ય મહાકા
૧૦૩૧
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘોડા પર સવારી કરી. શસ્ત્રો તો મારી પાસે હતાં જ. મેં ચારેનો પીછો કર્યો. તેમને ખ્યાલ નહોતો આવ્યો કે હું એમની પાછળ છું! તે ચારે અહીં આવવા નીકળ્યા હતા. રસ્તામાં એક વાવ આવે છે.. દશ માઈલ પછી રસ્તાની જમણે સો હાથ છેટે વાવ છે. એ ચારે વાવ તરફ વળ્યા. મેં રસ્તા પર જ એક વૃક્ષની નીચે ઘોડાને બાંધ્યો અને હું ચાલતો વાવ તરફ ગયો. પેલા ચાર, ઘોડાઓને વાવ પાસેનાં વૃક્ષો નીચે બાંધીને, વાવનાં પગથિયાં પર બેઠા હતા. શરાબ પીવાતો હતો. એમાં જે સારંગ હતો, એણે ખૂબ દારૂ પીધો... બકવાસ કરવા માંડ્યો: “અરે, સેનકુમારને તો હું એકલો જ તલવારને એક ઝાટકે પૂરો કરી નાંખીશ.”
બીજો મિત્ર બોલ્યો: ‘આપણે ત્યાં પહોંચીશું ત્યારે એ તો ઊંઘતો હશે. હું એવો ઘા કરીશ કે એ જાગશે જ નહીં!”
બધા હસવા લાગ્યા.
બધાને નશો ચઢયો હતો. મારું લોહી ગરમ થયું હતું. એ ચારેનાં શસ્ત્રો ઘોડાઓ ઉપર હતાં. એમની પાસે તો માત્ર દારૂની મશકો હતી!
પહેલાં તો મેં એ ચારેને પરલોકે મોકલવાનો વિચાર કર્યો. પરંતુ મને આપનો ભય લાગ્યો. મેં એમને ખોખરા કરી વૃક્ષો સાથે બાંધી દેવાનો નિર્ણય કર્યો!
હું વાવાઝોડાની જેમ એ ચારે પર ત્રાટક્યો. એકને સખત લાત મારીને, જમીન ચાટતો કરી દીધો. બીજાના મોઢા પર ઘણ જેવો મુક્કો મારીને પછાડી દીધો. બીજા બે ભાગવા માંડ્યા. મેં બે હાથે પકડીને, એ બેનાં માથાં જોરથી ભટકાવીને જમીન પર પછાડી દીધા. એ બંનેને કળ વળે એ પહેલાં, મારી ખલેચીમાંથી દોરડું કાઢી, પહેલા બેને બાંધી દીધા. બાંધ્યા પછી, એક વડના ઝાડની ડાળી તોડી લાવ્યો અને એક એકને એવા ફટકાર્યા છે કે ભાનમાં આવતાં ૨૪ કલાક તો લાગશે! એમના ચારે ઘોડાઓને નગર તરફ ભગાડી મૂક્યા. અને હું અહીં આવવા નીકળ્યો. રસ્તામાં પાછળ જોતો જોતો આવ્યો.
એ લોકોની યોજના નિષ્ફળ ગઈ.
કુમાર, તમે સરળ છો. રાજમહેલોના કાવાદાવા ગજબ હોય છે. આપ વધુ પડતો વિશ્વાસ ધરાવો છો. ભલે આજ આપ મારા પર નારાજ થાઓ, પણ આજે હું આપને ખરેખરી વાત સંભળાવી દેવાનો છું.”
કુમાર, સિંહની વાત સાંભળીને, સ્તબ્ધ થઈ ગયો. તેણે સિંહનો હાથ પોતાના હાથમાં લઈને, ખૂબ ભાવસભર શબ્દોમાં કહ્યું : 'સિંહ, આજે તેં મારા પ્રાણ બચાવ્યા છે. તને સાથે ન લાવીને મેં ભૂલ કરી છે. પણ મને બીજી રીતે વિચારતાં એમ પણ લાગે છે કે મેં તને સાથે નહીં લાવીને સારું કર્યું છે! જો તું સાથે આવ્યો હોત તો આપણે બંને અહીં ઊંધી ગયા હોત.... અને એ દુષ્ટો આપણને ઊંઘતા જ વધેરી નાખત.
ભાગ-૩ ૪ ભવ સાતમો
૧032
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વળી, તે પાછળ રહ્યો, તો એ ચંડાળ ચોકડીનો પીછો કરી શક્યો. રસ્તામાં જ એમને સ્વાદ ચખાડી દીધો. કદાચ આજે અત્યારે ભાનમાં આવ્યા હશે કે આવશે.. તો તને યાદ કરતા હશે! સિંહ, એ લોકો તેને ઓળખી તો ગયા હશે?”
હા, કારણ કે વાવની ભીંતે મશાલ મૂકીને, એ લોકો દારૂ પીતા હતા. અજવાળામાં એમણે મને જોયો હતો. મને જોઈને જ ઠરી ગયા હતા! પણ મેં બે જણને ઊભા જ ન થવા દીધાં, ત્યાં જ ઢાળી દીધા! બીજા બે ભાગવા ગયા.. તો બંનેને પકડીને, બંનેના માથાં ભટકાવીને, ધૂળ ચાટતા કરી દીધા! પ્રતિકાર તો ચારમાંથી એકેયે પણ ના કર્યો.
કુમાર ખૂબ હસ્યો અને બોલ્યો: “બિચારાઓની મનની મનમાં રહી ગઈ.' સિહે કહ્યું: ‘કુમાર, તમે માનો યા ના માનો, મને તો આમાં વિષેણનું જ કાવતરું લાગે છે. એની જ પ્રેરણાથી આ કામ થયું છે.
કુમારે કહ્યું: ‘સિંહ, વિષેણ આવું નીચ કામ ના કરે. શા માટે કરે? હું એના માર્ગમાં આવતો નથી. મેં એનું કંઈ બગાડવું નથી.'
સિંહે કહ્યું: “કુમાર, તમારા પર મહારાજાના ચાર હાથ છે. મહારાણી પણ આપને ખૂબ ચાહે છે. જાણે કે એ આપની માતા જ છે. આ બધું ઈર્ષ્યા કરાવે એવું છે. આ બધું જોઈને વિપણને લાગ્યું હોય કે “સેનકુમાર યુવરાજ બનશે અને રાજગાદીનો વારસદાર બનશે!” એટલે આપનો કાંટો કઢાવી નાખવા એણે આ યંત્ર રચેલું મને લાગે છે.'
ભલે તને લાગે, હું વિષણ માટે આવી હલકી કલ્પના કરી શકતો નથી.'
ભલે અત્યારે કલ્પના ના આવે, ભવિષ્યમાં આવશે. હજુ એ પ્રયત્ન નહીં છોડે આપને મારવાનો. પણ એનો એક પણ પ્રયત્ન, જ્યાં સુધી હું જીવું છું, સફળ નહીં થવા દઉં. જોકે આપ જ એવા બળવાન અને ચકોર છો કે મારી જરૂર જ નહીં પડે.'
ખેર, આગળ આગળ જોયું જશે. હવે આપણે પાછા જવાની તૈયારી કરીએ.'
ઉદ્યાનપાલ, મહામંત્રી સુશ્રુતની પાસે જઈ, વિનયપૂર્વક નિવેદન કર્યું : “ગઈકાલે સૂર્યાસ્ત સમયે રાજભવનના ઉદ્યાનમાં વૃક્ષો પર પુષ્પો ખીલેલાં જોયાં. આ ઋતુમાં આ ફૂલો ના આવવાં જોઈએ. હજુ પણ છે એ ફૂલો. આપ ઉદ્યાનમાં પધારો અને જાતે જુઓ.'
મહામંત્રી સુશ્રુત ઉદ્યાનપાલકની સાથે ઉદ્યાનમાં ગયા. ઉદ્યાનપાલકના કહેવા મુજબ તેમણે પુષ્પોને જોયાં. તેમને આશ્ચર્ય જોયું. થોડા સમય પછી, હજુ મહામંત્રી ઉદ્યાનમાં જ હતા, ત્યાં એ પુષ્પો અદૃશ્ય થઈ ગયાં! માળી આશ્ચર્યમાં ગરકાવ થઈ
શ્રી સમરાદિત્ય મહાકથા
1033
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગયો. તે બોલી ઊઠ્યો: ‘મહામંત્રીજી, આશ્ચર્ય જુઓ, એ પુષ્પો અદૃશ્ય થઈ ગયાં!' મહામંત્રીએ વૃક્ષો પર જોયું. ખરેખર, પુષ્પો અદૃશ્ય થઈ ગયાં હતાં.
મહામંત્રી આશ્ચર્યમાં પડી ગયાં. “આવું થવાનું શું કારણ હશે? કોઈ જ્ઞાની પુરુષને પૂછવું પડશે.' મહામંત્રીએ પોતાના અંગત માણસને બોલાવીને કહ્યું: “નગરમાં તપાસ કર. જો કોઈ અષ્ટાંગ નિમિત્તનો જાણકાર જ્યોતિષી મહાપુરુષ મળી જાય તો એને વિનયપૂર્વક અહીં મારી પાસે લઈ આવ.'
ભાગ્યયોગે એ જ દિવસે અષ્ટાંગ નિમિત્તના જાણકાર એક સિદ્ધપુત્ર નગરમાં આવેલાં હતાં. તેમનું નામ હતું આમ્રકુંડ. મહામંત્રીનો માણસ તેમને મળ્યો. વિનયપૂર્વક તેમને મહામંત્રી પાસે લઈ જવામાં આવ્યાં.
મહામંત્રીએ સિદ્ધપુત્રનું સ્વાગત કર્યું. તેઓને એકાંતમાં ખંડમાં લઈ જઈને, મહામંત્રીએ ઉદ્યાનમાં અકાળે ખીલેલાં પુષ્પોની વાત કરી, અને એ પુષ્પોનાં અદૃશ્ય થઈ જવાની વાત કરી પૂછ્યું: “હે પૂજ્ય, આ ઘટનાનું ફળ મારે જાણવું છે.'
સિદ્ધપુત્રે થોડી ક્ષણ આંખો બંધ કરી, જ્ઞાનપ્રકાશમાં રાજમહેલનું ભવિષ્ય જોયું. ચંપાના રાજ્યનું ભવિષ્ય જોયું. તેમણે આંખો ખોલી. મહામંત્રી સામે જોયું. તેઓ બોલ્યા:
રાજ્યપરિવર્તન થશે, મહામંત્રીજી! અકાળે પુષ્પ ખીલ્યાં, એનો અર્થ અકાળે રાજ્યપરિવર્તન થશે. પરંતુ એ પુષ્પો થોડો જ સમય જ રહ્યાં, પછી અદૃશ્ય થઈ ગયાં. એ સૂચવે છે કે રાજ્યપરિવર્તન અલ્પ સમય માટે થશે.”
મહામંત્રીએ કહ્યું: “હે જ્ઞાની પુરુષ, આપે કહ્યું તે યથાર્થ છે. પરંતુ અકાળે રાજ્યપરિવર્તન ન થાય, તે માટે શું કરવું જોઈએ? આપ ઉપાય બતાવવાની કૃપા કરો.' સિદ્ધપુત્રે કહ્યું: જ દીન-અનાથને ઘનનું દાન આપો.
શાન્તિકર્મ કરો. ગુરુજનોનું પૂજન કરો. કે પરમાત્માનું પૂજન કરો.
મોટાં પાપોનો ત્યાગ કરો. આ ક્ષેત્રદેવતાનું પ્રતિદિન પૂજન કરો. મહામંત્રી, આ બધું કરવા છતાં રાજ્યપરિવર્તન તો થશે જ, પરંતુ નુકસાન નહીં થાય. અનર્થ નહીં થાય.” “હે મહાપુરુષ, રાજ્યપરિવર્તનનો અર્થ સ્પષ્ટ કરવા કૃપા કરશો.'
મહામંત્રી, રાજા બદલાશે!' 903
ભાગ-૩ ૪ ભવ સાતમો
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહામંત્રી આગળ પૂછે એ પહેલાં, મહારાજા હરિપેણનો પ્રતિહારી બોલાવવા આવી ગયો. તેણે પ્રણામ કરીને, મહામંત્રીને કહ્યું: “મહારાજા આપને તત્કાલ બોલાવે છે. આપ અહીંથી સીધા રાજમહેલમાં પધારો.' મહામંત્રીએ પ્રતિહારીને વિદાય કરી, સિદ્ધપુત્રને પૂછ્યું: મહારાજા મને શા માટે બોલાવે છે?' સિદ્ધપુત્રે કહ્યું: “મહામંત્રી, રાજપુરના રાજાનો દૂત આવેલો છે. એ રાજદૂત શુભ સમાચાર લઈને આવ્યો છે. તેથી મહારાજાને અને તમને હર્ષ થશે.”
એ હર્ષ થવાનું કારણ શું હશે?' તે બતાવું છું. તે પૂર્વે તમે કોઈ શાસ્ત્રવચન બોલો.' મહામંત્રી બોલ્યા: “નયતિ નથછિનિનો’ સિદ્ધપુત્રે કહ્યું: “મહામંત્રીજી, આ રાજદૂત, રાજપુરની રાજકન્યા આપવા આવેલો છે. એ કન્યાના સ્વીકારથી મહારાજાને મહાઆનંદ થશે. બીજું, જે કુમાર સાથે આ કન્યાનાં લગ્ન થશે તે જ કુમાર, હાથમાંથી ગયેલી રાજ્યધુરાને ધારણ કરશે.
મહામંત્રી હર્ષિત થયા. તેમણે સિદ્ધપુત્રની પૂજા કરી, ઉચિત દાન આપી, સત્કાર કર્યો. સિદ્ધપુત્રને ભાવભરી વિદાય આપી. મહામંત્રી રાજમહેલમાં ગયા. મહારાજાના મંત્રણાખંડમાં પ્રવેશ કરી, મહારાજાને નમન કર્યું. મહારાજાએ મહામંત્રીને પોતાની પાસેના આસન ઉપર બેસાડ્યા.
મહામંત્રીએ મહારાજા સામે જોયું, પછી રાજદૂત સામે જોયું. મહારાજાએ મહામંત્રીને કહ્યું:
‘સુકૃત, રાજપુરના રાજા શંખે એમના દૂત સાથે સંદેશો કહેવડાવ્યો છે કે “મારા જીવનથી વધારે પ્રિય મારી શાન્તિમતી' નામની પુત્રી છે. તે કન્યા મારે તમારા કોઈ એક કુમાર સાથે પરણાવવી છે.'
મહામંત્રીએ કહ્યું: “મહારાજા, વાત ઘણી સુંદર છે. આ સંબંધ એકબીજાને અનુરૂપ છે. રાજદૂતનો સંદેશો સ્વીકાર કરો.” રાજાએ કહ્યું: “મહામંત્રી, મને તમારા પર વિશ્વાસ છે. તમે કહે તેમ કરીએ.'
મહામંત્રી બોલ્યા: “હે દેવ, આપના બે કુમાર છે. આપ એક કુમારનું નામ આપ.”
અહો, એમાં શું પૂછવાનું? આ કન્યા સેનકુમારની પત્ની બનશે.”
આપે યોગ્ય નામ સૂચવ્યું, હવે સામંતોને અને નગરજનોને આ વાત કરવી જોઈએ.”
એ લોકોને પછી વાત કરજો તમે, એ પહેલાં સેનકુમારની માતાને વાત કરવી પડશે, તેમને બોલાવો.” શ્રી સમરાદિત્ય મહાકથા
૧03
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હે નાથ, હું અહીં આ રાજદૂત સાથે વાત કરું છું. આપ મહારાણી પાસે પધારો અને આ વાત કરી.'
મહારાજા હરિષેણ સમજતા હતા કે જ્યાં સુધી તારપ્રભા હી નહીં પાડે ત્યાં સુધી સેનકુમાર હા નહીં પડે. તારપ્રભા સંમતિ આપશે, પછી સેનકુમારને પૂછવું નહીં પડે. સેનકુમાર તારપ્રભાનો પડ્યો બોલ ઝીલતો હતો. માતાથી પણ અધિક માનતો હતો તારપ્રભાને.
મહારાજા અચાનક અંતઃપુરમાં પહોંચ્યા. તારપ્રભાને આશ્ચર્ય થયું. તેણે મહારાજાનું સ્વાગત કર્યું. સ્વર્ણના મયૂરાસન પર બેસાડી, રાણીએ અચાનક આવવાનું પ્રયોજન પૂછયું. મહારાજાએ રાજપુરના રાજદૂતની વાત કરી. સેનકુમાર સાથે શાન્તિમતીના વિવાહની વાત કરી.
રાણીને આનંદ થયો. તેણે કહ્યું: “હું કુમારને પૂછી તો લઉં. પછી આપ જે તે નિર્ણય કરજો.'
“મેં તો નિર્ણય કરી જ લીધો છે. તમારે તમારા લાડકવાયાને સમજાવી દેવાનો છે.' તારપ્રભા હસી પડી. સેનકુમાર મારો લાડકવાયો તો છે જ, આપનો પણ હૈયાનો હાર છે ને? હું તો એને જોઉં છું ને મારાં રોમે રોમે ફૂલ ખીલી ઊઠે છે.'
દેવી, કુમાર તમારી વાત માનશે જ..” એમ કહીને મહારાજા ગયા કે બીજા દરવાજેથી પ્રવેશ કરી, સેનકુમારે પાછળથી આવીને, રાણીની આંખો દાબી દીધી અને છોકરીના અવાજમાં પૂછયું: “કહો, કોણ છું હું?”
બીજુ કોણ મારી આંખો દબાવવાની હિંમત કરે? આ તો મારી લાડકવાયી સેનકુમારી છે!'
બંને ખડખડાટ હસી પડ્યાં. કુમારે રાણીનાં ચરણોમાં બેસીને કહ્યું: “પિતાજી સાથે તમારી થયેલી વાત મેં સાંભળી છે. આ વિષયમાં તમારે કે પિતાજીએ મને પૂછવાનું જ ના હોય. તમે જે નિર્ણય કરો, મને માન્ય જ હોય.”
તારપ્રભાની આંખો હર્ષના આંસુઓથી ઊભરાઈ. તે કુમારને ભેટી પડી. “વત્સ!'
ક
કે
એક
૧039
ભાગ-૩ + ભવ સાતમો
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ILYઉપપA]
રાજાભા ભરાઈ.
સેનકુમારના વિવાહ, રાજપુરની શંખરાજની રૂપમતી કન્યા શાન્તિમતી સાથે કર્યાની જાહેરાત થઈ. સામંતોએ અને નગરશ્રેષ્ઠીઓએ વાતને વધાવી લીધી. • રાજમહેલના પ્રાંગણમાં વાંજિત્રો વાગવા લાગ્યાં. સૌભાગ્યવતી સ્ત્રીઓ સમૂહનૃત્ય કરવા લાગી. નગરને શણગારવામાં આવ્યું.
સેનકુમારને અનેક વધામણાં અને અભિનંદન મળવા લાગ્યાં. નગરમાં હર્ષ હિલોળે ચઢ્યો.
બસ, એકમાત્ર વિષેણ સભામાં ગેરહાજર હતો. એ પોતાના ખંડમાં બેસી રહ્યો હતો. એના મનમાં ઈર્ષ્યા અને રોષની આગ લાગી હતી.
જ્યારે એને ખબર પડી કે સેનકુમારને મારવા ગયેલા એના ચાર મિત્રોની, માર્ગમાં જ પ્રીતમસિંહે દુર્દશા કરી નાખી હતી. મરણતોલ કરી દીધા હતાં, ત્યારથી તો વિષેણે સેનકુમાર સાથે બોલવાનું જ બંધ કરી દીધું હતું, અને જ્યારે એની નજર સિંહ ઉપર જતી ત્યારે સિંહ પોતાની મૂછો મળતો હતો! વિષેણ તરત જ દૃષ્ટિ હટાવી લેતો હતો.
સેનકુમારે સિંહને કહી દીધું. રાતવાળી વાત કોઈનેય કરવાની નથી. જાણે કંઈ જ બન્યું નથી, એ રીતે વર્તવાનું છે. સિંહે કુમારની આજ્ઞાનું અક્ષરશ: પાલન કર્યું હતું. પરંતુ તે પછી તેની નજર હંમેશા વિષેણના ખંડ તરફ રહેતી હતી. પેલા ચાર મિત્રોએ વિષેણને ત્યાં આવવાનું છોડી દીધું હતું. વિષેણની સાથે તેઓ નગરની બહાર ગુપ્ત જગ્યાએ ભેગા થતાં હતાં. રોજ નહીં, ક્યારેક ક્યારેક વિષેણ વિચારતો હતો: “જ્યાં સુધી સેન જીવતો છે ત્યાં સુધી મને શાન્તિ થવાની નથી. એટલું જ નહીં, એ ક્યારેક ક્યારેક મારી હેરાનીનું નિમિત બને છે. હું એનું નામ સાંભળું છું.... ને મને લાહ્ય લાગે છે. એને જોવાની તો વાત જ ક્યાં?” વિષેણ અગ્નિશર્માનો જીવ હતો. સેનકુમાર ગુણસેનનો સમરાદિત્યનો) જીવ હતો! વિષેણ ભયંકર વિષધર હતો, તો સેનકુમાર શાન્ત કામધેનુ હતો. વિષેણના મનમાં સદૈવ સેનકુમારને મારી નાખવાની જ ભાંજગડ ચાલતી હતી. શ્રી સમરાદિત્ય મહાકથા
૧૦૩૭
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સેનકુમારના મનમાં વિષેણ પ્રત્યે સ્નેહ હતો, “વિષેણ ભલે મારો પિતરાઈ ભાઈ થાય, પરંતુ મારા સગા ભાઈ જેવો જ છે.” વિષેણ પ્રત્યે જરાય દુર્ભાવ ન હતો. તે સદેવ વિષેણ માટે સારા જ વિચાર કરતો હતો.
૦ ૦ ૦ મહારાજા હરિપેણે, રાણી તારપ્રભાને કહ્યું: “દેવી, હવે આપણે સેનકુમારનાં લગ્ન કરી દઈએ.”
હું પણ પુત્રવધૂને જોવા આતુર છું!' “મોટા આડંબર સાથે કુમારને રાજપુર મોકલીએ, સાથે મહામંત્રી અમૃતને પણ મોકલીએ.”
આપની વાત ઉચિત છે.' ‘સાથે સેના પણ મોકલશો ને?' ‘સેનાપતિ યોગેશની સાથે એક હજાર અશ્વારોહી મોકલવા વિચારું છું.”
“બરાબર છે નાથ! કુમારના લગ્નમાં કોઈ વાતે અધૂરાશ ન રહે અને નિર્વિઘ્ન પરણીને પાછો આવે, મારો કુમાર, એટલે બસ!'
રાણી કોઈ કમી નહીં રહેવા દઉં ભવ્ય આડંબર સાથે જાન જશે.' સેનકુમારને બોલાવીને, મહારાજાએ લગ્ન માટે રાજપુર જવાની વાત કરી. મહામંત્રી સુશ્રુત અને સેનાપતિ યોગેશને બોલાવીને, પણ વાત કરી. પ્રયાણની તૈયારીઓ થવા લાગી. મહારાજા અને મહારાણી પણ ઉચિત માર્ગદર્શન આપવા લાગ્યાં.
સેનકુમારે પ્રીતમસિંહને વાત કરી. પ્રીતમસિંહ આનંદથી નાચી ઊઠયો. તેણે પણ પોતાની તૈયારીઓ આરંભી દીધી. ચંપાથી રાજપુરનું અંતર ૩૦૦ માઈલ જેટલું હતું. અંદાજે ૧૫ દિવસનો રસ્તો હતો.
કુમારના માટે, રાણીના આગ્રહથી સુંદર રથ તૈયાર થતો હતો. કુશળ કારીગરો રથ બનાવતા હતા. પાછા વળતાં શાન્તિમતી પણ રથમાં કુમાર સાથે બેસી શકે, તેવો રથ બનતો હતો.
રાજજ્યોતિષીએ સેનકુમારના પ્રયાણનું મુહૂર્ત આપ્યું હતું. શુભ દિવસ આવી ગયો. સમગ્ર ચંપાનગરીને સજાવવામાં આવી હતી. શેરીઓમાં માનવમહેરામણ ઊભરાયો હતો. કુમારને અભિનંદન અપાતાં હતાં.
સહુથી આગળ વાજિંત્રો વાગી રહ્યાં હતાં. તે પછી પ00 અશ્વારોહી સૈનિકો ચાલી રહ્યા હતા. સૈનિકોને માથે લાલ-સોનેરી રંગનો સાફો બાંધેલો હતો. દરેકની કમર ઉપર લાલ મ્યાનની તલવાર લટકી રહી હતી. ડાબા હાથમાં ભાલો શોભી ૧૦૮
ભાગ-૩ ૦ ભવ સાતમો
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રહ્યો હતો. તે પછી નવો રથ ચાલતો હતો. તેમાં માત્ર સેનકુમાર બેઠો હતો. રથના બે અશ્વોને મૂલ્યવાન આભૂષણો પહેરાવવામાં આવ્યાં હતાં. રથની જમણી બાજુ પ્રીતમસિંહ એના લાલ અશ્વ પર બેસીને, ચાલી રહ્યો હતો. તેની નજર ચારે બાજુ ફરતી હતી. ડાબી બાજુએ કુમારનો એક મિત્ર પૌરુષ ચાલી રહ્યો હતો. તે શસ્ત્રસજજ અને અશ્વારોહી હતી. કુમારની પાછળ બીજા ૫૦૦ સૈનિકો અથારૂઢ બનીને, ચાલી રહ્યા હતા. તે સૈનિકોની આગેવાની સ્વયં સેનાપતિ યોગેશે લીધી હતી.
સેનાપતિની સાથે મહામંત્રી હતા. તેમના માટે પાલખી રાખેલી હતી, પરંતુ નગરમાંથી નીકળતાં તેમણે અશ્વારોહણ કર્યું હતું. સૈનિકોની પાછળ સાજન-મહાજન હતું. યુવાન સ્ત્રીઓ નૃત્ય કરતી હતી. કન્યાઓ લગ્નનાં ગીત ગાતી હતી.
૦ ૦ ૦ પંદર દિવસની સતત સફર કરીને, જાન રાજપુરના સીમડામાં પ્રવેશી. મહામંત્રીએ મહારાજા શંખને સમાચાર મોકલાવ્યા. સંદેશવાહકે મહારાજાને સમાચાર આપ્યા. રાજાએ સંદેશવાહકને સ્વર્ણહાર ભેટ આપ્યો. રાજ્યના બે મંત્રીઓને જાનની સામે મોકલીને, નગરની બાહ્ય ધર્મશાળામાં જાનને રોકી દીધી. બીજી બાજુ મહારાજા શંખે નોકરોને આજ્ઞા કરી:
નગરના રાજમાર્ગોને સ્વચ્છ કરો. આ કારાવાસના સર્વ કેદીઓને મુક્ત કરી દો.
દીન-અનાથ-અપંગ લોકોને દાન આપો. આ બધી જ દુકાનો શણગારો.
માર્ગમાં ઠેર ઠેર નૃત્યો પ્રવર્તાવો. ક સપ્તરંગી ધજાઓ દરેક માર્ગ પર બંધાવો.
હર્ષને વ્યક્ત કરતો શંખધ્વનિ કરાવો. વાજિંત્રો વગડાવો.
નગરમાં અત્યારે જ ઘોષણા કરાવો કે ચંપાનગરના રાજકુમાર સેન, આપણી રાજકુમારી શાન્તિમતી સાથે લગ્ન કરવા પધારેલા છે. સંધ્યા સમયે જાનનું ભવ્ય સ્વાગત થશે. સ્વાગતયાત્રામાં દરેક નગરવાસીએ જોડાવાનું છે.
મારી હાથણીને શણગારો. અને અંતઃપુરમાં પણ આ સમાચાર કહેવડાવી દો. રાજાની એકેએક આજ્ઞાનો અમલ થયો. મહામંત્રીએ નગરની બહાર જ્યાં કુમારની જાન રોકાયેલી હતી ત્યાં જઈને, રહેવાની-જમવાની વગેરે વ્યવસ્થા કરી દીધી. કુમાર માટે બધી જ ઉત્તમ પ્રકારની વ્યવસ્થા ગોઠવી દીધી. એક હજાર અશ્વો માટે પણ ચણાની ચંદીની વ્યવસ્થા થઈ ગઈ.
શ્રી સમરાદિત્ય મહાકથા
103
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભવ્ય દબદબા સાથે રાજા શંખે સેનકુમારનો નગરપ્રવેશ કરાવ્યો. રાજપુરની પ્રજાએ કામદેવ જેવા રૂપવાન સેનકુમારને જોઈ, રાજકુમારી શાન્તિમતીને લાખ લાખ ધન્યવાદ આપ્યા, રાજા શંખ પણ સેનકુમારને જોઈને પ્રસન્ન થઈ ગયા.
જાનના ઉતારા માટે એક મહેલને શણગારવામાં આવ્યો હતો. બધી જ સગવડતાઓ કરવામાં આવી હતી. જાનને ત્યાં ઉતારો આપવામાં આવ્યો. શંખરાજાએ ચંપાના મહામંત્રીને કહ્યું: ‘આપ ખૂબ દૂરથી પધાર્યા છો. ત્રણ દિવસ નિરાંતે આરામ કરો. ત્રીજા દિવસે સંધ્યાસમયે લગ્નવેળા છે. અહીં કોઈ સંકોચ ના રાખશો.'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાજા શંખે ખડે પગે રહીને, જાનની આગતા સ્વાગતા કરી. રાજપરિવારે પણ જાનને જરાય ઓછું આવવા દીધું નહીં.
શાન્તિમતી તો સખીઓથી સતત ઘેરાયેલી રહી, રાજપરિવારની સ્ત્રીઓ અને શ્રેષ્ઠીવર્ગની સ્ત્રીઓ શાન્તિમતી આગળ સેનકુમારની પ્રશંસા કરવા લાગી. એના ભાગ્યનાં ભરપૂર ગુણગાન કરવા લાગી.
આખું રાજપુર હર્ષના હિલોળે ચઢ્યું હતું. દિવસભર જાનના ઉતારે વાજિંત્રો વાગી રહ્યાં હતાં. નગરમાં સામૂહિક નૃત્યો થવા લાગ્યાં. રાજપરિવાર પ્રત્યે નગરજનોનો અદ્ભુત સદ્ભાવ જોઈને, જાનનો એક એક પુરુષ પ્રશંસાનાં પુષ્પો વેરવા લાગ્યો હતો.
ત્રણ દિવસ સ્વપ્નની જેમ પૂરા થઈ ગયા. સંધ્યાના સમયે વિવાહમંડપમાં જવા માટે જાને પ્રયાણ કર્યું. દેવવિમાન જેવી શિબિકામાં, શણગારેલા સેનકુમારને બેસાડવામાં આવ્યો હતો. શિબિકાની સાથે જ અશ્વ પર પ્રીતિમસિંહ ચાલી રહ્યો હતો. વાજિંત્રોનો નાદ રાજપુરને ગજવી રહ્યો હતો. સુવર્ણદંડવાળી ધજાઓ હાથમાં લઈ, યુવાનો રાજમાર્ગો પર નૃત્ય કરતા હતા. ચારણો મંગળ-ગીત ગાતા હતા. રંગબેરંગી વસ્ત્રો ધારણ કરી, નૃત્ય કરતી ગણિકાઓ ચાલી રહી હતી. ઉત્સાહ, ઉમંગ અને ઉલ્લાસથી રાજપુર ધમધમી રહ્યું હતું.
१०४०
સેનકુમાર જાન સાથે વિવાહમંડપમાં પહોંચ્યો. ત્યાં તેણે શાન્તિમતીને જોઈ. તે રાજકુમારીને ઉત્તમ વસ્ત્રોથી, વિવિધ વર્ણનાં પુષ્પોથી સોનાના હીરાજડિત આભૂષણોથી શણગારવામાં આવી હતી. અત્યંત ઝીણી દેવદુષ્ય સમાન સાડીના ઘૂમટામાંથી શાન્તિમતીનું રૂપ-લાવણ્યભરપૂર મુખારવિંદ કુમારે જોયું. શાન્તિમતીની આંખમાં પ્રેમનો સાગર ઘૂધવતો જોયો. સેનકુમારનાં હૃદયમાં પ્રેમનું તોફાન જાગ્યું. પૂર્વજન્મના સંસ્કારોને કારણે શાન્તિમતીનાં પ્રથમ દર્શને જ કુમાર સ્નેહપરવશ બની ગયો. તેણે વિચાર્યું: ‘આવું અનુપમ રૂપ મેં ક્યાંયે જોયું નથી. ખરેખર, અદ્ભુત રૂપ છે રાજકુમારીનું. રૂપની સાથે સાથે મુખ પર કેવી સૌમ્યતા છવાયેલી છે! સાચે જ મારા પુણ્યોદયની કોઈ સીમા નથી.
For Private And Personal Use Only
ભાગ-૩ * ભવ સાતમો
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજપુરોહિતે લગ્નની વિવિધ ક્રિયાઓ કરાવી. દેવ અને ગુરુજનોની પૂજા કરાવી. હસ્તમેળાપ કરાવ્યો. પવિત્ર અગ્નિની સાક્ષીએ ફેરા ફરાવ્યા.
રાજા શંખે આ પ્રસંગે વિપુલ કન્યાદાન આપ્યું; જમાઈનું સ્વાગત કર્યું. સામાન્તોના સન્માન કર્યા. નાગરિકોનાં અભિનંદન કર્યા. સ્વજનોને પરિતુષ્ટ કર્યા. આ રીતે લગ્નયજ્ઞ પરિપૂર્ણ થયો.
મહારાજા શંખે કુમારને આગ્રહ કરીને, થોડા દિવસ રાજપુરમાં રોકાવા વિનંતી કરી. જાન રોકાણી... પરંતુ હર્ષના-આનન્દના દિવસો પસાર થતાં વાર નથી લાગતી. એક દિવસ કુમારે, મહારાજા શંખની અનુમતિ લઈ, પ્રયાણની તૈયારી કરી. રાજારાણીએ ખૂબ દુઃખ અને વેદના સાથે સેનકુમાર અને શાન્તિમતીને વિદાય આપી.
ચંપાનગરીમાં ભવ્ય સ્વાગત-મહોત્સવ થયો. ચંપાની દિવ્ય શોભા જોઈને, શાન્તિમતીનું મન આનંદથી તરબોળ થઈ ગયું.
વર-વધૂએ મહેલમાં પહોંચીને, મહારાજા હરિપેણના ચરણોમાં પ્રણામ કર્યા. હર્ષવિભોર બનીને, મહારાજા હરિષેણે આશીર્વાદ આપ્યા.
વર-વધૂ ત્યાંથી ગયાં અંતઃપુરમાં. મહારાણી તારપ્રભા રાહ જ જોઈ રહી હતી. તેણે પહેલાં શાન્તિમતીને માથે હાથ મૂકીને.. પછી પોતાના બાહુપાશમાં જકડી લીધી. ઘૂંઘટ હટાવીને શાન્તિમતીને ચહેરો જોયો. શાન્તિમતીનું રૂપ જોઈને.. તારપ્રભાએ તીરછી આંખે સેનકુમાર સામે જોયું – “કુમાર, હવે તું મને ભૂલી જશે!'
કુમારે કહ્યું: “મા, દેવલોકની અપ્સરા મળે ને, તો પણ તને તો ના જ ભૂલી શકું! તને ભૂલું તો હું નગુણો કહેવાઉં. તે મને જે પ્રેમ આપ્યો છે, તે તો મારું અણમોલ સંભારણું છે. તારા ઉપકારનો બદલો હું ક્યારે વાળી શકીશ?” કુમાર તારપ્રભાને ભેટી પડ્યો. શાન્તિમતીની આંખોમાંથી હર્ષનાં આંસુ વહેવા લાગ્યાં. તારપ્રભા પણ હર્ષથી ગગદ થઈ ગઈ.
તારપ્રભા, કુમાર અને શાન્તિમતી શાન્તિથી બેઠાં, કુમારે રાજપુરના લગ્નમહોત્સવની બધી વાત કરી, તારપ્રભાને ખૂબ આનંદ થયો. તારપ્રભા વાત કરતી હતી કુમાર સાથે, અને જોતી રહેતી હતી પત્તિમતીને!
તારપ્રભાએ કુમારને કહ્યું: “વત્સ, હવે તમારે બંનેએ બાજુના મહેલમાં રહેવાનું છે. એ મહેલને સુંદર બનાવ્યો છે. બધી જ સુવિધાઓ ગોઠવવામાં આવી છે. મને વિશ્વાસ છે કે સાત્તિમતીને આ મહેલ ગમશે!'
મા, તેં જાતે દેખરેખ રાખીને, એ મહેલને તૈયાર કરાવ્યો છે, પછી એમાં કોઈ વાતે કમી ના જ રહે!'
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૦૪૧
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘કુમાર, ધર પુરુષને પછી, પહેલાં અમને સ્ત્રીઓને ગમવું જોઈએ! ઘર સ્ત્રીનું કહેવાય. કેમ શાન્તિમતી?'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાન્તિમતી શરમાઈ ગઈ. તે તારપ્રભાની એકદમ નજીક સરકી. તારપ્રભાનો હાથ પોતાના બે હાથમાં લઈ લીધો.
કુમારે કહ્યું: ‘હું પિતાજી પાસે જાઉં છું. તમે બંને અહીં જ રહેજો.’
કુમાર મહારાજા હિ૨ષેણ પાસે ગયો. મહામંત્રી ત્યાં જ બેઠેલા હતા, રાજપુરના લગ્નોત્સવની વાત જ ચાલતી હતી.
કુમાર મહારાજાની પાસે બેઠો. મહારાજાએ કહ્યું: ‘કુમાર, મહામંત્રીએ રાજપુરના લગ્નોત્સવની બધી વાત કરી. સાંભળીને મને અનહદ આનંદ થયો. આટલું બધું શંખરાજ કરશે, એ મેં નહોતું ધાર્યું.’
મહામંત્રીએ કહ્યું: ‘મહારાજા એકની એક અત્યંત પ્રિય પુત્રીને પરણાવવાનો ઉમંગ જ અપૂર્વ હોય છે. એમાંય શાન્તિમતીમાં તો કોઈ વાતે અધૂરાશ નથી. ખરેખર, કુમારનો અપૂર્વ પુણ્યોદય પ્રવર્તે છે.'
કુમારના મનમાં વિષેણકુમાર ઊપસી આવ્યો. તેણે વિચાર્યું; ‘અહીં આવ્યા પછી લગભગ બધા સ્વજનો મળી ગયા. વિષેણ નથી આવ્યો. હું જઈને એને મળું. એ મારો ભાઈ છે. જરૂર કોઈ અગત્યનાં કામમાં વ્યસ્ત હશે. નહીંતર મને મળવા આવે જ.’ તેણે મહારાજાને કહ્યું પણ ખરું. મહારાજાએ કોઈ ખાસ પ્રતિભાવ ના આપ્યો. એટલામાં મહારાણીનો સંદેશો આવ્યો, એટલે કુમાર ઉઠીને તારપ્રભા પાસે ગયો. તારપ્રભાએ કહ્યું: ‘હવે તું આને (શાન્તિમતી) લઈને મહેલમાં જા. એ બિચારી બેઠી બેઠી અકળાઈ જશે!'
૧૦૪૨
‘મા, હું વિષેણને મળીને આવું છું.’
‘ના, એને મળવાની જરૂર નથી. તું આને લઈને તારા મહેલમાં જા. વિષણને મળવું હશે તો એ તારા મહેલમાં આવશે.’
શાન્તિમતીની સાથે સેનકુમારે પોતાના મહેલમાં પ્રવેશ કર્યો.
For Private And Personal Use Only
ભાગ-૩ ૪ ભવ સાતમો
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Lausa
૧૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વસંતી ઋતુનો એ સમય હતો.
કોયલના મધુર ટહુકાર સાંભળીને, મુસાફરોને પોતાની પ્રિયતમાની સ્મૃતિ થઈ આવતી હતી. એ સ્મૃતિ એમને અકળાવતી હતી. જેમના પતિ પરદેશ ગયેલા હતા, તેવી કામિનીઓના ચિત્તમાં પ્રચંડ કામવાસના જાગ્રત થતી હતી. મલયાચલનો શીતળ પવન વાઈ રહ્યો હતો. પુષ્પરસનું પાન કરી, મત્તમસ્ત ભ્રમરો ગુંજારવ કરતા હતા. આકાશમાં આમ્રમંજરીની રજ વ્યાપી ગઈ હતી.
સેનકુમારના મહેલની પાછળના ઉદ્યાનમાં આહ્લાદક અશોકવૃક્ષ અને અતિમુક્તક લત્તાઓ, શોભાની વૃદ્ધિ કરતી હતી, બકુલવૃક્ષો અને આમ્રવૃક્ષોની ઘટાઓથી એ ઉદ્યાન યુવાનો માટે આકર્ષણ કેન્દ્ર બન્યો હતો.
અરણ્ય, પલ્લવરૂપ હાથથી નૃત્ય કરતું હતું, ભ્રમરોના ગુંજારવરૂપ બંસી વાગતી હતી. કોયલના ટહુકારરૂપ સંગીત વાગતું હતું. કિંશુકવૃક્ષોની રક્તપ્રભા અને અસ્ત થતા સૂર્યની લાલપ્રભા, યુવાનોને ઉદ્યાનમાં આમંત્રણ આપતી હતી. યુવાની ૨મણે ચડી હતી. યુવાનો વસંતક્રીડામાં મસ્ત હતા. યુવાન સ્ત્રી-પુરુષનાં જોડલાં રતિક્રીડાઓમાં મશગૂલ થતાં હતાં.
સેનકુમાર અને શાન્તિમતીએ સ્વચ્છંદ રીતે વસંતઋતુને માણી. ક્યાં ઋતુ પસાર થઈ ગઈ તેની એમને કોઈ જ ખબર ના પડી. એક દિવસ સેનકુમાર અને શાન્તિમતીને વિષેશકુમારે જોયાં. પ્રેમભીના સુંદર અને શ્રેષ્ઠ યુગલને જોઈને, વિષેણના ચિત્તમાં ઈર્ષ્યા પેદા થઈ. સેનકુમારને મારી નાખવાનો વિચાર જાગ્યો. તેણે કુમારને મારી નાખવાની યોજના પણ બનાવી, પરંતુ જ્યારે જ્યારે ઉદ્યાનમાં શાન્તિમતી સાથે સેનકુમાર આવતો ત્યારે ઉદ્યાનના ચાર દ્વારે ચા૨ સૈનિકો ગોઠવાઈ જતાં હતાં અને સિંહની નજ૨ સમગ્ર ઉદ્યાન ઉપર ફરતી હતી.
વિષેણના નિયુક્ત માણસોને ફાવ્યું નહીં, સેનકુમારની હત્યા કરવાનું. તેઓ કેટલાક દિવસો સુધી ઉદ્યાનમાં પ્રવેશવાનો પ્રયત્ન કરતાં હતાં, પરંતુ સિંહની સાવધાનીએ, એ લોકોને નિષ્ફળ બનાવ્યા. એણે માણસો વિષેણ પાસે ગયા.
‘રાજકુમાર...’
‘શું થયું? તમને સોંપેલું કામ પૂર્ણ થયું?'
‘ના, ઉદ્યાનમાં કુમારને પતાવવાનું કામ શક્ય નથી. પેલો સિંહ, ઘોડા પર શ્રી સમરાદિત્ય મહાકથા
૧૦૪૩
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બેસીને, ચારે બાજુ ફરે છે ને બાજ નજરથી ઉદ્યાનમાં ધ્યાન આપે છે.'
ગમે તે થાય, જલદીથી જલદી, તમને સોંપેલું કામ થઈ જવું જોઈએ.’ વિષેણના આ માણસો મિત્રો ન હતા, ભાડૂતી માણસો હતા. એ હત્યારાઓ હતા. વિષેણને સેનકુમારની હત્યા કરાવવી હતી, એ માણસોને કહ્યું:
તમે હમણાં જાઓ. કુમાર ક્યારે એકાંતમાં હોય છે, તેની હું તપાસ કરાવીશ. યોગ્ય સમયે તમને બોલાવીશ. કુમાર એકાંતમાં હોવું જોઈએ અને શસ્ત્ર વિનાનો હોવો જોઈએ... નહીંતર એક છરીના પ્રહારથી પણ એ તમને ચારેને ભૂમિ ચાટતા કરી દે એવો પરાક્રમી છે.'
ચિંતા ના કરો કુમાર, અમે આવા ઘણા માણસોને ઉપર ભગવાન પાસે મોકલી આપેલા છે. હાલ અમને ચાર હજાર સોનામહોરો આપી. ઘર ચલાવવા જોઈએ.”
કુમારે (વિષેણે) એ ચારેને ૧-૧ હજાર સોનામહોરો આપીને વિદાય કર્યા. વિષેણે વિચાર્યું: “મારે હવે, એના મહેલમાં સેનકુમાર જ્યારે એકાંતમાં રહે છે એની તપાસ કરાવવી પડશે. બસ એ સમયે ચાર મારાઓને બીજા વેશે મોકલવા જોઈએ.'
કુમાર વિષેણે શાન્તિમતીની દાસી વિધુરાને સાધી. વિધુરા સરલ સ્વભાવની દાસી હતી. તેની પાસેથી વિષેણે કુમારની જીવનચર્યા જાણી લીધી. “કુમાર મોટા ભાગે મધ્યાહ્નકાળે એકાંતમાં આરામ કરતા હોય છે. શાન્તિમતી એ સમયે મહારાણી પાસે હોય છે.”
વિષેણે પેલા ચાર મારાઓને બોલાવીને, પોતાની યોજના સમજાવી. ચારેને ભગવાં વસ્ત્ર પહેરાવ્યાં. શરીરે ભસ્મ ચોળાવ્યો, દરેકના હાથમાં દંડ આપ્યો, પગમાં પાવડી આપી, બીજા હાથમાં કમંડલુ આપ્યું. દંડમાં ધારદાર લાંબી ગુખી છુપાવેલી હતી.
વિષેણ જાણતો હતો કે “સેનકુમાર સાધુ-સંતો પ્રત્યે આદરવાળો છે.' આ જાણકારીના આધારે વિષેણે મારાઓને સાધુવેષ પહેરાવ્યો હતો. “કુમાર આ સાધુઓને પોતાના મહેલમાં પ્રવેશ આપશે જ. બસ, પ્રવેશ મળે એટલે તરત જ એ લોકો કુમાર પર પ્રહાર કરી દેશે. ત્યાં ને ત્યાં કુમારનું પ્રાણપંખેરું ઊડી જશે. પછી મને પરમશાન્તિ મળશે. ગમે તેમ પણ કુમાર મરવો જ જોઈએ.’
જ્યારે સેનકુમાર ભોજન કર્યા પછી આરામ કરતો હતો ત્યારે પ્રીતમસિંહ ભોજન કરવા જતો હતો. ચાલુ આઠ-દસ સૈનિકો મહેલની બહાર ખૂબ ધીમા અવાજે વાતો કરતાં હતાં. કુમારને એમનો અવાજ ના સંભળાય, એટલી કાળજી રાખતાં હતાં.
સેનકુમારના ખંડમાંથી ઉદ્યાનના પૂર્વ ભાગને જોઈ શકાતો હતો. એ ભાગમાં
૧૦૪૪
ભાગ-૩ + ભવ સાતમો
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઊભેલી કોઈ પણ વ્યક્તિ કુમારને જોઈ શકતી હતી, જો કુમારે એ બાજુની બારી બંધ ના કરી હોય તો. મધ્યાહ્નકાળે મોટા ભાગે કુમાર એ બારીને ખુલ્લી રાખતો. એ દિશામાંથી મંદ મંદ પવન, સુગંધી લઈને આવતો અને કુમારના ખંડમાં મહાલતો.
એકની પાછળ એક, એમ ચાર સંન્યાસી આવ્યા. કુમારના મહેલની બહાર, મહેલનાં પગથિયાં પાસે બેઠેલા સૈનિકોએ સંન્યાસીઓને હાથ જોડ્યા, મોટો દેખાતો સંન્યાસી બોલ્યો: “અમે દૂરના પ્રદેશમાંથી આવ્યા છીએ. અમારે સેનકુમારને મળવું છે.'
એક સૈનિક બોલ્યો: ‘બાબાજી, હમણાં કુમાર નહીં મળી શકે. એક કલાક પછી આવજો.”
અમારે અત્યારે જ મળવું જરૂરી છે. પછી અમારે બહારગામ જવું છે.” ધીરે બોલો, કુમારને આરામમાં ખલેલ પડશે.” બાવાઓ મોટા અવાજે બોલતાં હતાં. કુમાર અવાજ સાંભળીને, ઊભા થઈને બાવાઓને જોયા. કુમારે પોતાના ખંડની બારીમાંથી સૂચના આપી:
એ સંન્યાસીઓને આવવા દો.” સંનિકોએ કુમાર સામે જોયું. કુમારની આજ્ઞા સાંભળી, સંન્યાસીઓને લઈને સૈનિકો મહેલમાં ગયાં. સંત રાસીઓને કુમારે પ્રણામ કર્યા, કુમારે પૂછ્યું:
હે પૂજ્ય, અહીં આવવાનું અને મળવાનું પ્રયોજન શું છે?
હે રાજકુમાર, અમે જરૂરી કામે આવ્યા છીએ. વાત એકાંતમાં કરવાની છે, આપ પાસેના ઉદ્યાનમાં પધારો.”
સેનકુમાર સરળ પ્રકૃતિનો હતો. તેણે વિચાર્યું: “આ સાધુ-સંન્યાસીઓ પરોપકારી વાત્સલ્યવાળા હોય છે. તેઓ સંપૂર્ણ નિર્દોષ હોય છે.” તે એ સંન્યાસીઓ સાથે ઉદ્યાનમાં ગયો. પરંતુ રાજકુમારોની ટેવ મુજબ એ તલવારને પોતાના હાથમાં લઈ ગયો. - પેલા સંન્યાસી, કુમારની પાછળ પાછળ ચાલતા હતા. ધીરેથી ચોથા નંબરના સંન્યાસીએ દંડમાંથી ગુપ્તી બહાર કાઢી લીધી હતી. પછી ત્રીજા નંબરના સંન્યાસીએ કાઢી લીધી હતી. સેનકુમાર મહેલના પાછલા રસ્તેથી ઉદ્યાનની પશ્ચિમ તરફ વળ્યો હતો. ત્યાં એક નાનકડી પ-૭ વૃક્ષોની ઘટા હતી. એ ઘટામાં જઈને, કુમાર ઊભો રહ્યો. બોલ્યો: “કહો, તમારે જે વાત કહેવી હોય તે.” ત્યાં અચાનક એક સંન્યાસી કુમારની પાછળ પહોંચ્યો, ને કુમારની તલવાર છીનવી લીધી. બીજા સંન્યાસીએ કુમારને ઊભો ચીરી નાખવા કુમારના ડાબા ખભા પર તલવારનો પ્રહાર કર્યો. ત્યાં શ્રી સમરાદિત્ય મહાકથા
૧૦૪૫
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક ક્ષણમાં જ કુમાર ઊછળ્યો અને આગળ ઊભેલા બે સંન્યાસીને, એમના પેટ પર જોરદાર લાત મારી, ધૂળ ચાટતા કરી દીધા. પાછળના બે સંન્યાસીઓ પર વીજળીવેગે આક્રમણ કરી બે હાથેથી પ્રહાર કરી, રાડ પડાવી દીધી. એ બે દુષ્ટોની રાડ સાંભળી, ઉદ્યાનમાં કામ કરી રહેલા ઉદ્યાનપાલિકોએ શોરબકોર કરી મૂક્યો.
આ બાજુ કુમારે એ ચારે દુષ્ટોની ગુપ્તી છીનવી લીધી હતી. વારાફરતી એ ચારેની નાભિ ઉપર એક એક જોરદાર લાત મારી. જેથી એ લોકો ઊભા ના થઈ શકે.
ઉઘાનપાલકાઓ ચીસો પાડવા માંડી: “દોડો દોડો કોઈ બાવાઓ કુમારને મારે છે.' કુમારનો ખભો ચિરાયો હતો. તેમાંથી લોહી વહેતું હતું. કુમારનાં વસ્ત્રો લોહીથી રંગાઈ ગયાં હતાં.
મહેલના દરવાજા પાસે ઊભેલા સૈનિકો દોડી આવ્યા. એક સૈનિક મહારાજાને સમાચાર આપવા દોડ્યો. સૈનિકોએ ચારેને પકડ્યા. અધમૂઆ તો થઈ જ ગયા હતા. સેનિકોએ પોતપોતાની તલવારો ખેંચી કાઢી હતી. કુમાર બોલ્યો:
એમને મારશો નહીં. એ મરેલા જ છે. મરેલાને શું મારવા? નીચ-હલકા માણસો છે. હવે એ પરાધીન બની ગયા છે. તેમના પર દયા કરો. જોકે હવે આ હલકટ માણસોને જીવવાની કોઈ આશા રહી નથી. એ માને છે કે અમને અહીંથી કોઈ જીવતાં નહીં જવા દે, માટે મારો નહીં.'
એટલામાં મહારાજા હરિપેણ બે હાથમાં બે તલવારો સાથે દોડી આવ્યા. તેમણે સૈનિકોને આજ્ઞા કરી: “આ હત્યારાઓને પકડી, એમના હાથ-પગ બાંધી દો અને ચારેને મારા મહેલમાં લઈ જાઓ. હું અને કુમાર આવીએ છીએ.”
વૈદરાજ આવી ગયા. કુમારના ખભા પર, જ્યાં ઘા થયો હતો, તેને સાફ કરી, દવા લગાડીને, પાટો બાંધી દીધો. કુમારે મહેલમાં જઈને, વસ્ત્ર પરિવર્તન કર્યું. ઘાના ડાઘ બધા જ સાફ કરી દીધા.
મહારાજાએ સેનકુમારને પૂછ્યું: “આ બધું શું છે?' સેનકુમારે બનેલી વાત કહી બતાવી. રાજા બોલ્યા: ખરેખર, આ સાચા સંન્યાસી નથી જ. આ ઘાતકો છે. તેમણે સંન્યાસીનો વેશ ધારણ કરીને વેશને લજાવ્યો છે.'
“પિતાજી, આ કામ ખરેખર આ લોકોનું નથી લાગતું. જરૂર, કોઈએ આ લોકોને પૈસા આપીને, અહીં મોકલ્યા લાગે છે.
મહારાજા કુમારની સાથે પોતાના મહેલમાં ગયા. ત્યાં પેલા ચારેને મુશ્કેટાટ બાંધીને, જમીન પર નાખ્યા હતા. સૈનિકો ખુલ્લી તલવારે ઘેરીને ઊભા હતા.
૧૦૪s
ભાગ-૩ + ભવ સાતમો
For Private And Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સેનકુમાર પર ખૂની હુમલો કરનારાઓ પર મહારાજા અત્યંત ક્રોધે ભરાયા હતાં. એક હત્યારાને જોરદાર લાત મારીને પૂછ્યું: “કહે, તમે લોકોએ આવું દુષ્ટ કાર્ય શા માટે કર્યું?'
હત્યારાએ કહ્યું: “અમારા દુર્ભાગ્યને પૂછો.' દુર્ભાગ્યને કોણે પ્રેરણા આપી છે?” રાજાએ પૂછ્યું, હે દેવ, અમે કંઈ જાણતા નથી.' “કોઈ પણ કાર્ય કારણ વિના બનતું નથી. આવું હિચકારું કૃત્ય કરવાનું કોઈ કારણ? તમે ક્યાંથી આવ્યા? તમને કોણે મોકલેલા છે?'
ચારેના મોઢાં પડેલા હતાં. મારની વેદનાથી કણસતા હતાં. એટલામાં દોડતો પ્રીતમસિંહ ત્યાં આવ્યો. તેણે કુમારના ખભે પાટો જોયો, ઘા કરનારા ચારે ત્યાં પડયાં હતાં ભૂમિ ઉપર, સિંહે એ ચારે ઉપર લાત ઝીંકવા માંડી. એ ચારે જણા ચીસો પાડવા માંડ્યાં. સેનકુમારે સિંહનો હાથ પકડ્યો.
બસ થયું, મારીશ નહીં.
ના ના મહારાજકુમાર, મને રોકો નહીં. હું ચારેને ચીરી નાખીશ. જો હું ત્યાં હોત તો આજે આ ચારેની લાશોની ઉજાણી કૂતરા કરતાં હોત... પણ હું ઘરે જમવા ગયો. અને દુષ્ટો મહેલમાં ઘુસી ગયા.'
મહારાજાએ કહ્યું: “પ્રીતમ, કામ બાકી છે. આ લોકો હજુ જબાન ખોલતા નથી. આમને આવું નીચ કામ કરવાની પ્રેરણા કોણે આપી? મારે એ નામ જાણવું છે.'
સિંહે કહ્યું: ‘મહારાજા, હું હમણાં જ આ દુષ્ટોને મુખે એ નામ બોલાવડાવું છું.' સિંહ દોડતો કુમારના મહેલમાં ગયો, ત્યાંથી પોતાનો ચાબુક લઈ આવ્યો. મીઠાના પાણીથી ભીંજવેલો ચાબુક લઈને, તે મહારાજાની પાસે આવ્યો. પહેલાં એણે સંનિકને કહ્યું: “એક એક થાંભલે આ ચારેને બાંધી દો.” - સૈનિકોએ બાંધી દીધા એ ચારેને. ત્યાર પછી સિંહે એક એક ઘાતક પર ચાબુક મારવા માંડ્યા. એક એકના શરીરની ચામડી ચીરાવા માંડી. અસહ્ય બળતરા થવા લાગી, ચીરાયેલી ચામડી પર બીજો ચાબુક ઝીંકાયો.... અને એ દુષ્ટોની આંખો પહોળી થઈ ગઈ. મહારાજાએ કહ્યું: “નામ આપો છો કે નહીં?”
અમને ચાબુક ના મારો. નામ કહીએ છીએ.'
બોલનાર દુષ્ટને, ઊછળીને પ્રીતમસિંહે એના લોખંડી હાથનો પ્રહાર કરી દીધો. તત્કાળ એ હત્યારાના મુખમાંથી લોહી વહેવા માંડ્યું. શ્રી સમરાદિત્ય મહાકથા
૧૦૪૭
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બીજો હત્યારો બોલી ઊઠ્યો: ‘અમને અહીં સેનકુમારને મારવા માટે વિપેણકુમારે મોકલ્યા છે. એમની આજ્ઞાથી અમે આવ્યાં હતાં.”
વિષેણકુમારને શું પ્રયોજન? શા માટે સેનકુમારને મારવા તમને મોકલ્યા?”
એ અમે જાણતા નથી. અમને તો વિણકુમારે આજ્ઞા કરી, આ ભગવાં કપડાં આપ્યાં... અને દંડમાં છુપાવીને તીણ ગુપ્તી આપી... અને અમે આવ્યા.'
વિણકુમારની બુદ્ધિ ભ્રષ્ટ થયેલી છે. એ દુષ્ટ છે. એ મારે જોઈએ જ નહીં. એણે મારા કુળને કલંકિત કર્યું છે.' મહારાજા રોષ અને વિષાદથી અસ્વસ્થ બની ગયા. “એ કુલાંગાર પાક્યો. એની માતાને ખબર પડશે ત્યારે એ શું કરશે? એ માથું પછાડીને, કલ્પાંત કરશે... માટે વિષેણને દેશવટો આપી દો અને એના આ માણસોને શૂળી ઉપર ચઢાવી દો.”
સેનકુમારે મહારાજાના બે હાથ પોતાના હાથમાં લઈને કહ્યું: “હે પૂજ્ય, આવા તુચ્છ માણસોની વાત સાંભળીને, માની ન લેવી. તપાસ કરાવો. બાકી વિણકુમાર મહાનુભાવ છે. સ્વજનવર્ગ પર ઈર્ષ્યા કરનાર નથી. એને પણ પોતાની ઉજ્જવલ કીર્તિ ગમે છે. નિર્મળ યશની એને અભિલાષા છે. આપનો પુત્ર છે પિતાજી! એ આવું આલોક-પરલોક વિરુદ્ધ કાર્ય કરે ખરો?”
“કુમાર, હવે તું તારા મહેલમાં જા, વિશ્રામ કર. હું મારી રીતે ન્યાય કરીશ. જા સિંહ, કુમારને એના મહેલમાં લઈ જા.'
સેનકુમાર મહારાજાના પગમાં પડી ગયો. તેણે કહ્યું: “પિતાજી, સાહસ ના કરો. જો સાહસ કરીને, વિર્ષાને શૂળી પર ચઢાવશો તો મને અતિ શોક થશે. અતિ દુઃખ થશે.'
કુમાર, અપરાધીને સજા કરવી જ જોઈએ. જ રાજ્યમાં અપરાધો ઓછા થાય. લોકો ખોટાં કામ કરતાં અચકાય, લોકો વિચાર કરે કે મહારાજાએ પોતાના અપરાધી પુત્રને પણ શૂળી પર ચઢાવી દીધો.. તો પછી બીજાને છોડે? ના જ છોડે.” માટે મને દાખલો બેસાડવા દે,”
નહીં પિતાજી, એક વાર ક્ષમા આપો, મારી ખાતર ક્ષમા આપો.'
ભલે, તારો આગ્રહ છે, તો ન્યાય કરવાનું કામ તને સોંપી દઉં છું. એમ કહીને, મહારાજા મહેલમાં ચાલ્યા ગયા.
રક
:
908
ભાગ-૩ + ભવ સાતમો
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Lઉપકા
મહારાજા હરિપેણ ત્યાંથી સીધા અંતઃપુરમાં મહારાણી તારપ્રભા પાસે ગયા. અંતઃપુરમાં મહારાણીને બધા સમાચાર મળી ગયા હતા. તે અત્યંત વિહ્વળ હતાં. મહારાજાના ત્યાં જતાં જ મહારાણીએ પૂછ્યું:
સેનકુમારને કેમ છે? એનો ખભો ચિરાઈ ગયો છે શું?” “ના, ખભા ઉપર ચાર આંગળ ઊંડો ઘા થયો છે અને તરત જ વૈદરાજને બોલાવીને પાટો બાંધ્યો છે.” ‘પણ એ ક્યાં છે અત્યારે ?'
એના પર પ્રહાર કરનારા હત્યારાઓ પાસે.” મહારાણીએ દાસીને કહ્યું: ‘જા, પ્રીતમસિંહને જલદી બોલાવી લાવ.” દાસી દોડતી પ્રીતમસિંહ પાસે પહોંચી, ‘તમને હમણાં જ મહારાણી યાદ કરે છે.”
સિંહે કુમારને કહ્યું: ‘જલદી તમારા મહેલમાં જઈને આરામ કરો હવે.” મહેલના રક્ષક સૈનિકોને કડક આજ્ઞા કરી: “કોઈ પણ અજાણ્યા માણસને કે વિષેણને કુમારના મહેલમાં પ્રવેશ ન આપતા. હું થોડી જ વારમાં મહારાણીને મળીને આવું છું.
પ્રીતમસિંહ અંતઃપુરમાં ગયો. મહારાજાને અને મહારાણીને પ્રણામ કરી, તે નીચી દૃષ્ટિએ ઊભો રહ્યો.
સિંહ, બહુ મોટો અનર્થ થઈ ગયો. એ તો સેનકુમાર સાવધાન થઈ ગયો અને એ ચારેયને ભોંયભેગા કરી દીધા. જો કુમાર થોડો પણ ગફલતમાં રહ્યો હોત તો? સિંહની આંખો ભીની થઈ ગઈ.
માતાજી, મારા પ્રમાદના કારણે આમ થયું. જો હું જમવા માટે ઘેર ના ગયો હોત તો હું એ દુષ્ટ બાવાઓને મહેલમાં પ્રવેશ જ ના આપત. હું જ એ લોકો સાથે બધો હિસાબ કિતાબ પતાવી લેત.'
એ દુષ્ટોને સજા કરી કે નહીં?”
ના, સજા તો નથી કરી, ઉપરથી દરેકને ૧૦૦/૧૦૦ સોનામહોરો આપીને કહ્યું : દોષ તમારો નથી, તમને પ્રેરણા આપનારનો છે. જાઓ તમને મુક્ત કરવામાં આવે
ત્યાર પછી કુમારે મને કહ્યું: “આ વાત વિષેણકુમારમાં સંભવતી નથી. શું એ આવું અપયશ આપનારું કામ કરે? લોકો એને ખોટી રીતે બદનામ કરે છે.'
મેં કહ્યું: ‘એ હત્યારાઓ જ વિષેણનું નામ બોલ્યા હતાં. એમને ખોટું બોલવાનું
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૪૯
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કોઈ પ્રયોજન ન હતું. લોકો તો ઠીક, મારો તો નિર્ણય છે કે વિષેણ આપની પાછળ પડી ગયો છે. મહારાજકુમાર, આપ ભલે માનો કે ન માનો.”
ખેર, આ દુર્ઘટનામાં હું નિમિત્ત બન્યો છું!' આ વાત ચાલતી હતી ને દાસી બોલાવવા આવી.
મહારાણીએ કહ્યું: ‘સિંહ, બધી વાત પછી કરીશું. પહેલાં તું સેનકુમારના ઘાની ચિંતા કર. એને સુવાડી દે. પેલી શાન્તિમતીએ તો પોક મૂકી હશે. મારે એને સંભાળવી પડશે.” મહારાણીએ મહારાજની સામે જોયું.
વિષે ખરેખર વિષધર છે. અકારણ એ સેનકુમાર પર દ્વેષ-ઈર્ષા કરી રહ્યો છે. મહારાજા બોલ્યા:
ખરેખર નાથ, કોઈ પૂર્વજન્મનો વેરી જીવ મારી કૂખે આવ્યો છે. મને તો એ દીઠો ગમતો નથી. એ દુષ્ટ છે. તમે એને દેશનિકાલની સજા ફટકારી દો. ભલે, વન વન ભટકે. ભલે, જંગલી પશુઓ એને ભક્ષ્ય બનાવે. પુત્ર હોય તેથી શું, અકારણ એ પોતાના ભાઈને મારી નાખવાનું ષડયંત્ર રચે, તે કેમ ચલાવી લેવાય?
મહારાણી, તમારી ભાવના હું જાણું છું. પરંતુ મારા હાથ ત્યારે હેઠા પડે છે જ્યારે સેનકુમાર વિષેણનો પક્ષ લઈને, એને સજા નહીં કરવાનો આગ્રહ કરે છે. હું એના આગ્રહ આગળ મારો આગ્રહ જતો કરું છું.'
હે નાથ, ખરેખર સેનકુમાર અપરાધીને પણ ક્ષમા આપનાર મહાત્મા પુરુષ છે. એ અપરાધીને પણ દુઃખ આપી શકતો નથી, સજા કરી શકતો નથી. હત્યારાઓએ વિવેણનું નામ આપ્યું. વિષેણના બીજા મિત્રોએ પણ કબૂલ કર્યું, છતાં સેનકુમાર માનવા જ તૈયાર નથી! ખેર, આપણે કુમારના મનને દુભાવવું નથી. આપણો વિષેણ ઉપર વધારે ધ્યાન રાખવું પડશે!”
માતાજી હવે, આપ ચિંતા ના કરો. હવે તો આ સિંહ કુમારનો પડછાયો બનીને જીવશે. વિષણકુમારની પળપળની વાતો પર મારા સાથીદારો ધ્યાન રાખશે. હવે હું કુમાર પાસે જાઉં છું.”
સિંહ કુમાર પાસે ગયો; ત્યાં કુમાર શાન્તિમતીને આશ્વાસન આપી રહ્યો હતો. સિહે પ્રણામ કરીને કહ્યું:
મહારાજ કુમાર, હું મહેલમાં જ છું. મોટા ભાગે મહેલના દ્વારે જ છું.’ સિંહ ગયો. કુમારે શાન્તિમતીને કહ્યું:
“દેવી, આ સિંહ મારો પડછાયો છે. એ તો હતો નહીં ત્યારે... નહીંતર એ ચારે બાવાઓને યમલોકે પહોંચાડી દેત, આ સિંહ! સારું થયું તે ન હતો.' શું સારું થયું બેટા! સિંહ હાજર નહોતો, એ સારું થયું શું?” મહારાણીએ
૧0પ0
ભાગ-૩ ૪ ભવ સાતમો
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુમારના ખંડમાં પ્રવેશ કરતાં કહ્યું. કુમારના માથે હાથ મૂક્યો; અને પૂછ્યું: “વત્સ, કેમ છે તને? ઘા દુઃખતો તો નથી ને?”
ના માં, નથી દુઃખતો. જલદી સારું થઈ જશે.” મહારાણીની પાસે આવીને શાન્તિમતી ઊભી રહી ગઈ. મહારાણીએ એનો હાથ પોતાની તરફ ખેંચી એના મુખ પર બે હાથ ફેરવીને કહ્યું: “શાન્તિ, કુમારની ચિંતા ના કરીશ. જલદી એને સારું થઈ જશે. અમારા રાજવૈદ કુશળ વૈદ છે. હું એમને મળીને આવી. તેમણે કહ્યું છે કે કુમારને સંપૂર્ણ આરામ કરાવો, તો ઘા શીધ્ર ભરાઈ જશે. માટે વત્સ, તારે સંપૂર્ણ આરામ કરવાનો છે.”
કરીશ મા. પણ તું મારી એક વાત માનીશ?” બેટા, તારી કઈ વાત મેં ના માની? કે તારા પિતાએ નથી માની? કહીશ?' “માની છે, બધી જ વાત માની છે. માટે કહું છું કે લોકોના બોલવાથી તમે વિષેણને સજા ના કરશો. વિષેણ પ્રત્યે અણગમો ના રાખશો. એની કોઈ ભૂલ નથી.
“ભલે, અમે તો કોઈ અપરાધીને સજા કરવાનાં નથી. સજા કરાવવાનું કામ, તારા પિતાજીએ તને સોંપ્યું છે ને? અને તે કોઈને સજા કરવાનો નથી! તું કોઈને અપરાધી માનતો નથી. કહે, આ રાજ્યમાં અનુશાસન ટકશે ખરું? અપરાધીઓને ક્ષમા આપતા રહેવાથી રાજ્યમાં અપરાધો વધવાના! રાજખટપટો વધવાની... અને
ક્યારેક રાજ્ય પર આપત્તિ આવવાની. કુમાર, તારા પરનો અખંડ રાગ, એ દુષ્ટ વિષણને સજા કરતાં રોકે છે. તું નારાજ થઈ જાય, એ અમને પાલવે એમ નથી. ખેર, જે બનવા લાયક હશે તે બનશે. ભલે મેં એને જન્મ આપ્યો છે. પરંતુ મારી કૂખે વિષધર જન્મ્યો છે. કોઈ પૂર્વજન્મનું વેર ચૂક્ત કરવા માં આવ્યો છે.
કુમાર અત્યારે તો તું બધી વાતો ભૂલી જા. તને જલદી સારું થઈ જાય એટલે બસ!” મહારાણીને જે કહેવું હતું તે, કહી દીધું. શાન્તિમતીને બધી ભલામણ કરી. મહારાણી થોડો સમય શાત્તિમતી સાથે વાતો કરતાં રહ્યાં. સેનકુમારને ઊંઘ આવી ગઈ. મહારાણી ચૂપચાપ ત્યાંથી ઊભા થઈને, પોતાનાં મહેલમાં ગયાં. બહાર ઊભેલાં પ્રીતમસિંહને પોતાની સાથે લીધો.
મહેલમાં જઈને, મહારાણી ગુપ્ત મંત્રણાખંડમાં પ્રવેશ્યાં. સિંહને પણ અંદર બોલાવ્યો. મહારાણીના મનમાં વિષેણનો ભય પ્રવેશી ગયો હતો. તેમણે સિંહને કહ્યું: સિંહ, વિષેણનું શું કરવું જોઈએ? એ દગાખોર છે. ક્યારે શું કરે, કંઈ ખબર ના પડે.”
‘માતાજી, આપ નિશ્ચિત રહો, સેનકુમારની રક્ષા કરવા હું મારા પ્રાણ પણ આપી દઈશ. એથી વિશેષ તો શું કહ્યું?”
મને તારા પર સંપૂર્ણ વિશ્વાસ છે સિંહ! તું શૂરવીર યોદ્ધો છે. કુમારને તું સમર્પિત
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૫૧
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. બુદ્ધિશાળી છે. એટલે મને ચિંતા ઓછી છે. તે છતાં દુર્જનો અવસર જોઈને, કામ કરી જાય છે.' મહારાણીએ કહ્યું.
માતાજી, એમ તો કુમાર પોતે મારા કરતાં શુરવીર છે. એ એકલા એક હજાર સુભટોને પહોંચી વળે, એવી એમની શક્તિ છે. ચારે દુષ્ટોને એમણે પછાડી દીધા ને?'
ભલે સિંહ, તું તારા સ્થાને સજાગ બનીને રહેજે.' મહારાણી અંતઃપુરમાં ગયાં. સિંહ સેનકુમારના મહેલના દ્વારે ગોઠવાયો.
૦ ૦ ૦. પંદર દિવસ વીતી ગયા. કુમારના ખભે બાંધેલો પાટો રાજવૈદે ખોલ્યો. ઘાની જગ્યાને સાફ કરી. ઘા રુઝાઈ ગયો હતો. વૈદરાજે મહારાજાને રુઝાયેલો ઘા. બતાવ્યો. મહારાજા રાજી થઈ ગયા. કુમારને કોઈ પીડા થતી ન હતી.
વૈદરાજે કહ્યું: “હવે કુમારને પાટો બાંધવાનો નથી. હવે ઘાની જગ્યા પર વનસ્પતિનો લેપ કરીશ. પંદર દિવસ પછી ઘાનું નામનિશાન નહીં રહે.' વૈદરાજે લેપ કર્યો અને કુમારને વિશ્રામ લેવાનું કહીને, તે ચાલ્યા ગયા.
0 0 0 નગરમાં લોકોને ખબર પડી કે કુમારનો ઘા ક્ઝાઈ ગયો છે. કુમારે નાન કર્યું છે. મહારાજાએ સર્વપ્રથમ કાલઘંટ વગડાવીને, કારાવાસમાંથી કેદીઓને મુક્ત કર્યા. નગરદેવતાઓનું પૂજન કરાવ્યું. દીન-અનાથ-ગરીબોને મહાદાન અપાવ્યું. આનંદભેરી વાગી. નગરવાસી સ્ત્રીપુરુષો શેરીઓમાં બહાર આવી ગયાં. નૃત્ય કરવા લાગ્યા. ગીતગાન કરવા લાગ્યાં. સામંતોએ અને શ્રેષ્ઠીજનોએ કુમારનું અભિવાદન કરી, શ્રેષ્ઠ આભૂષણો ભેટ આપ્યાં, વધામણાં કર્યાં.
બધાના ગયા પછી કુમારે સિંહને બોલાવીને પૂછ્યું : ‘સિંહ, વિષેણકુમારના શા સમાચાર છે?'
“મહારાજકુમાર, વિષેણ વિષાદમાં ડૂબેલો છે. તમને મારી નાખવાની યોજના નિષ્ફળ ગઈ, બે વાર નિષ્ફળ ગઈ, તેથી ખૂબ વ્યાકુળ છે. પોતાના ખંડમાં ગાંડા માણસની જેમ આંટા મારે છે. નથી એ મહારાજ પાસે જતો, નથી પોતાની માતા પાસે જતો! નથી પોતાનાં ઉચિત કાર્યો કરતો. પરિવાર સાથે પણ વાત નથી કરતો. મહેલની બહાર જ નીકળતો નથી. એ જાણે છે કે આખું નગર એને ધિક્કારે છે. આપનાં વધામણાં કરવા આખું નગર ઉમટયું હતું પણ વિષેણ એના ખંડમાં જ ભરાઈને બેઠો હતો.' - સિંહની વાતો સાંભળીને, સેનકુમારના મુખમાંથી “
બિચ્ચારો...' શબ્દ સરી પડ્યો. તેણે મનમાં વિચાર્યું - “મારા સ્નેહની ખાતર પિતાજીએ અને માતાજીએ કુમારને
૧ પર
ભાગ-૩ ૪ ભવ સાતમો
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભયંકર શિક્ષા કરી અને કુમારનું મુખ જોવાનું પણ બંધ કર્યું. એ તો પિતાજીના અનુગ્રહથી મેં સજા રદ કરાવી દીધી. નહીંતર કેવો મોર્ટો અનર્થ થઈ જાત! હવે હું પિતાજીને વિનંતી કરીને, કુમારને અહીં બોલાવું.”
સેનકુમારે મહારાજાનાં ચરણોમાં પ્રણામ કર્યા. મહારાજાએ કુમારની કુશળતા પૂછી. કુમારે નમ્ર શબ્દોમાં મહારાજાને કહ્યું: “મારી એક ઈચ્છા છે, જો આપ પૂર્ણ કરો તો મને આનંદ થશે.' “વત્સ, તારી દરેક ઈચ્છાને પૂર્ણ કરવા હું તૈયાર છું.”
તો પિતાજી, વિણકુમારને અહીં બોલાવો. તેને મળવાની મારી તીવ્ર ઈચ્છા છે. અમે ભાઈ ભાઈ ના મળીએ તો જીવવાની મજા ના આવે.
કુમાર, એ કુલાંગારની વાત ના કરીશ.' “પિતાજી, એવા વિચારો મનમાંથી કાઢી નાખો. વિષેણ આવું કાર્ય ના જ કરે.' “વત્સ, તું બહુ સરળ છે. એ તારા જેવો નથી.” “પિતાજી, એના પર અકાર્યનું કલંક લાગ્યું છે. તેથી તે લજ્જા અનુભવે છે. બહાર નીકળી શકતો નથી. વિષાદગ્રસ્ત બનીને, પોતાનાં ઉચિત કાર્યો પણ કરી શકતો નથી. એના ખંડમાં જ બેસી રહ્યો છે. સેનકુમારના શબ્દોમાં વિષેણ પ્રત્યેની સહાનુભૂતિ ટપકતી હતી.
મહારાજાએ કહ્યું: “વત્સ, એ દયાને પાત્ર નથી. એ કૃપાને પાત્ર નથી. ક્યારેય વિષધર ઉપર વિશ્વાસ ના મૂકાય.”
એક વાર એના અપરાધોને ક્ષમા કરી દો.” "ભલે વત્સ, તારી ઈચ્છા છે તો એને બોલાવવા માટે તારા કોઈ અંગત મિત્રને મોકલ.” ‘નહીં પિતાજી, હું જ એની પાસે જઈશ. અને એને બોલાવી લાવીશ.' જેવી તારી ઈચ્છા. ભલે એમ કર.' સેનકુમાર આનંદિત થયો. તે ત્યાંથી સીધો જ વિષેણના ખંડ તરફ ગયો. સિંહની નજર હતી જ. એ પણ સેનકુમારની પાછળ પાછળ ગયો. એવી જગ્યાએ એ ગોઠવાઈ ગયો કે જ્યાંથી વિષેણના ખંડમાં જોઈ શકાય.
સેનકુમારે વિષેણના ખંડમાં પ્રવેશ કર્યો. તેણે મલિન બિછાનામાં પડેલા વિષેણને જોયો. એનાં વસ્ત્રો ગંદા થઈ ગયેલાં હતાં. એના શરીર પર એક પણ અલંકાર ન હતો. એનું શરીર દુર્બળ બની ગયેલું હતું. એનું મોટું કરમાઈ ગયેલા ફૂલ જેવું હતું. એનું ચિત્ત ઉદ્વિગ્ન લાગતું હતું.
સેનકુમાર વિચારે છે: “દોષરહિત વ્યક્તિ પર જ્યારે દોષારોપણ થાય છે ત્યારે એનાં તન-મન શોષાઈ જાય છે. આ કુમારની પણ એટલા જ માટે આ દુર્દશા થઈ શ્રી સમરાદિત્ય મહાકથા
૧03
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે.' કુમારના હૃદયમાં વિષેણ પ્રત્યે સદૂભાવ હતો જ! સેનકુમાર, વિષેણકુમારના પલંગ પાસે જઈને ઊભો રહ્યો:
કુમાર...” વિષેણે કુમાર સામે જોયું. બંને ભાઈઓની દષ્ટિ મળી, પણ વિષેણે તરત પોતાની દષ્ટિ નીચી કરી દીધી.
વિષેણ, કેમ આમ વિષાદગ્રસ્ત બનીને સૂતો છે?' મારી દુર્ભાગ્યદશાને પૂછ.” ‘ચિંતા છોડ બધી, ઊભો થા. આવા ઉચ્ચ વ્યક્તિત્વવાળા પિતાના પુત્ર થવાનું તને ભાગ્ય મળ્યું છે. માટે રાજકુમારને યોગ્ય ક્રિયા કર. પછી આપણે પિતાજી પાસે જઈએ.
મારે નથી આવવું.” તારે આવવાનું છે.” ન આવું તો?”
તને પરાણે લઈ જઈશ! ઊઠ, ઊભો થા. હું તને મારા હાથે આજે સ્નાન કરાવીશ.'
સેનકુમારે પોતાના હાથે વિષેણને સ્નાન કરાવ્યું. એ પછી મલયચંદનનું શરીર પર વિલેપન કર્યું. કે મૂલ્યવાન વસ્ત્રો પહેરવા આપ્યાં. જ સુંદર અલંકારો પહેરાવ્યાં. જ પોતાના હાથે તંબોલ ખવડાવ્યું.
અને તેને લઈ, તે પિતાજી પાસે ગયો. ત્યાં જઈને, વિષેણ નીચી દૃષ્ટિએ ઊભો રહ્યો. સેનકુમારે કહ્યું: “પિતાજીનાં ચરણે પ્રણામ કર, વિષે!” વિષેણે પિતાનાં ચરણે અનિચ્છાએ પ્રણામ કર્યા,
હવે માતાનાં ચરણે પ્રણામ કર.' વિષેણે માતાનાં ચરણે પ્રણામ કર્યા. પરંતુ ઈચ્છાથી નહીં.
મહારાજા-મહારાણીએ વિષેણના માથે હાથ ના મૂક્યો કે આશીર્વાદના બે શબ્દો પણ ના બોલ્યાં.
વિષેણ એકાદ ઘટિકા ત્યાં બેઠો. પરંતુ મૌન રહ્યા પછી એ પોતાના સ્થાને ચાલ્યો ગયો.
એક એક છે
૧૫૪
ભાગ-૩ ( ભવ સાતમો
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંપાની પ્રજા અને રાજા કૌમુદી મહોત્સવમાં રમમાણ હતાં. નગરના બાહ્ય ઉદ્યાનમાં પગ મૂકવાની જગ્યા ન હતી. સહુ ગાઈ રહ્યાં હતાં, નાચી રહ્યાં હતાં, હસી રહ્યાં હતાં. એ સમયે રાજાનો એક હાથી જાડી સાંકળ તોડીને, અલાન સ્તંભ ઉખેડી નાખીને, દોડવા લાગ્યો હતો. મહાવતને નીચે નાખી દીધો હતો. મોટાં વૃક્ષોને સૂંઢમાં લઈ, એક ઝાટકા સાથે જમીનમાંથી મૂળ સાથે ઉખેડી નાખતો હતો. હાથી ઉદ્યાન તરફ દોડચો. લોકોનાં મોટાં ટોળાં જોઈને, એ વધુ વીફર્યો, દુકાનો તોડવા માંડ્યો... અને માણસોને મારવા લાગ્યો.
નગરમાં ‘બચાવો, બચાવો... કોઈ હાર્થીને પકડી લો.' અવાજો થવા લાગ્યાં. મોટો કોલાહલ થયો. રાજા દોડી આવ્યો. રાજાએ હાથીને પકડવા આદેશ આપ્યો. સૈનિકો હાથીને ઘેરી લેવાનો પ્રયત્ન કરવા લાગ્યાં; પરંતુ હાથી ઘેરાતો ન હતો, પકડાતો ન હતો. એ વખતે સેનકુમારે મહારાજની આજ્ઞા સાંભળી, તે હાથી તરફ દોડ્યો. હાથીએ સેનકુમારને જોયો. જોતાં જ હાથી ઊભો રહી ગયો. તેનો મદ ઓગળી ગયો. તે કુમારની સામે મસ્તક નમાવવા લાગ્યો. એની સૂંઢ પકડીને, કુમાર હાથી પર ચઢી ગયો.
રાજા અને પ્રજા આ દૃશ્ય જોઈને, આશ્ચર્યમાં ડૂબી ગયાં. ‘કુમારનું અદ્ભુત સામર્થ્ય છે.’ કુમારનો જય જયકાર થવાં લાગ્યો. કુમારે અંકુશ હાથમાં લઈ હાથીના કુંભસ્થળમાં પછાડયું. હાથીએ મોટી ગર્જના કરી. નજીક આવેલા યુવકો દૂર ભાગી ગયા. કુમારે હાથીને નવા આલાન સ્તંભ સાથે બાંધ્યો.
નગરના ચોરે ને ચૌટે કુમારની પ્રશંસા થવા લાગી. મહારાજાએ રાજસભામાં સેનકુમા૨ની પ્રશંસા કરી. અંતઃપુરમાં મહારાણી તારપ્રભાએ પ્રશંસા કરવા માંડી. સર્વત્ર સેનકુમારનાં પ્રભાવ અને પરાક્રમનાં ગુણગાન થવા લાગ્યાં. શત્રુઓને પણ પ્રશંસા કરવી પડે, એવી આ આશ્ચર્યજનક ઘટના બની હતી.
વિષેણના ખંડમાં એના વિશ્વાસપાત્ર મિત્રો અને નોકરો ભેગા થયાં હતાં.
શ૨૬ બોલ્યો: ‘તોફાને ચઢેલા હાથી તરફ સેનકુમાર જતાં હતાં, નિર્ભય બનીને જતાં હતાં ત્યારે મારા શ્વાસ ઊંચા થઈ ગયા હતા. પણ... પાંચ-દશ ક્ષણમાં જાદુ થયો!'
‘એટલે શું સેનકુમાર જાદુગર છે?' નારંગ વ્યંગમાં બોલ્યો,
‘જાદુગરથી પણ વિશેષ! એ કંઈ તંત્ર-મંત્ર જાણતો નથી. પરંતુ કુમારને જોતાં જ, તોફાને ચઢેલો હાથી ઊભો રહી ગયો અને કુમાર હાથી પર આરૂઢ થઈ ગયો. આ
શ્રી સમરાદિત્ય મહાકા
૧૦૫૫
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાત હસી કાઢવા જેવી નથી. હું કંઈ કુમારની પ્રશંસા નથી કરતો, પણ એની શક્તિને સમજી તો લેવી જ જોઈએ.'
વિષેણે શરદ સામે જોયું. વિષેણ બોલ્યો: ‘તમે લોકો સેનકુમારનો વાળ પણ વાંકો નહી કરી શકો. હવે તમારે કંઈ કરવાનું નથી.'
‘મહારાજકુમાર, મારા કહેવાનું તાત્પર્ય...’ શરદની વાત વચ્ચેથી કાપી નાખીને વિષેણે કહ્યું: ‘તારું તાત્પર્ય હું સમજી ગયો. સેનકુમારની દિવ્યશક્તિને પહોંચી વળવાનું તમારું ગજું નથી. હવે હું જાતે એ કામ કરીશ.'
વિષેણકુમાર યુદ્ધકુશળ હતો. બુદ્ધિમાન હતો, પરંતુ એનાં બળ અને બુદ્ધિ સેનકુમારનો વધ કરવા માટે જ કામે લગાડ્યાં હતાં. સેનકુમાર એને જરાય ગમતો ન હતો. સેનકુમારની પ્રશંસા એને ગમતી ન હતી. બે બે વાર એની યોજના (સેનકુમારને મારવાની) નિષ્ફળ ગઈ હતી. એક વખત પ્રીતમસિંહે વિષેણના મિત્રોને ખોખરા કરી નાખ્યાં હતાં. બીજી વખત કુમારે સ્વયં વિષેણના માણસોને ભૂશરણ કરી દીધા હતા. હારેલા ને પકડાયેલા માણસોએ વિષેણની આગળ સેનકુમારની શક્તિની, સ્ફૂર્તિની અને યુદ્ધકળાની ભારોભાર પ્રશંસા કરી હતી. વિષેણ એ સાંભળીને, ગુસ્સે થયો હતો. ‘તમે લોકો કાયર છો, તમે એને મારી ન શક્યા એ માટે એની પ્રશંસા કરો છો. ચાલ્યા જાઓ અહીંથી. મારે એની પ્રશંસા સાંભળવી નથી.’ એ ઊભો થઈને, એના ખંડમાં આંટા મારવા લાગતો.
એ યુવાન હતો. શક્તિશાળી હતો, પરંતુ રાજ્યમાં એને કોઈ કામ ન હતું; અને યુવાન માણસ નવરો હોય, જવાબદારી વિનાનો હોય એટલે એને ખોટાં કામ સૂઝે! વળી આ વિષેણમાં તો યુવાની, શક્તિ અને સત્તા-ત્રણ વાતો મળી હતી, એટલે એ ઉન્મત્ત બન્યો હતો. ક્યારેક ક્યારેક એ પ્રજાને પણ રંજાડતો હતો. છતાં મહારાજા એને કંઈ કહેતા ન હતાં, મહામંત્રી કોઈ માર્ગ કાઢીને, પ્રજાજનોને સંભાળી લેતાં હતાં.
અત્યંત રોષમાં માણસ જે કામ કરે છે, તેમાં કોઈ ને કોઈ ભૂલ કરી નાખે છે. ♦
મહારાજા હરિષણ અને મહારાણી તા૨પ્રભાનાં ચરણે નમસ્કાર કરીને, વિષેણ ગર્યા તે પછી સેનકુમાર આશ્વસ્ત બન્યો હતો. તે નિર્ભયતાથી શાન્તિમતી સાથે નગરના બાહ્ય પ્રદેશમાં ફરતો હતો. જોકે પ્રીતમસિંહ, કુમારને ખબર ના પડે રીતે, કુમારનું ધ્યાન રાખતો હતો. છતાં જ્યારે કુમારની સાથે શાન્તિમતી રહેતી ત્યારે સિંહ થોડે દૂર રહેતો હતો. સિંહને વિષેણનો જરાય વિશ્વાસ ન હતો, એ તો વિષેણને વિષધર જ કહેતો. રાણી શાન્તિમતી પણ વિષેણને વિષધર જ માનતી હતી. ઉદ્યાનમાં કુમાર પર વિષેણના માણસોએ હુમલો કર્યો, તે પછી શાન્તિમતીના ભાગ-૩ ગ્ન ભવ સાતમો
૧૦lls
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનમાં આ ભય ઘૂસી ગયો હતો. એટલે એક દિવસ જ્યારે નગરના બાહ્ય ઉદ્યાનના લતામંડપમાં બંને બેઠાં હતાં ત્યારે શાન્તિમતીએ કહ્યું:
“નાથ, જ્યારથી હું ચંપામાં આવી છે ત્યારથી આપના માટે સમસ્યાઓ લઈને આવી છું. અહર્નિશ આપને મોતના ઓળા હેઠળ જીવવું પડે છે. અને તેથી મારા મનમાં હરહંમેશ ઉદ્વેગ રહે છે, ચિંતા રહે છે. શાન્તિમતીના અવાજમાં દર્દ ઊભરાયું. તેણે નિશ્વાસ નાંખ્યો. “આપણે જ્યાં સુધી પેલાં વિષધરની પાસે રહીશું, સુખી રહી શકવાના નથી. જોકે મને દયા આવે છે. મને એ નથી સમજાતું કે વિષધર શા માટે આવા હિચકારા પ્રયત્નો કરતો હશે? શું કામ ઝાંઝવાનાં નીરને ખોબલામાં ભરવા મથતો હશે?' શાન્તિમતીની આંખો આંસુઓથી ઊભરાઈ ગઈ. કુમારે એ આંસુઓને પોતાના ખોબામાં ઝીલી લીધાં. શાન્તિમતીએ કુમારની આંખોમાં પોતાની આંખો પરોવીને
“નાથ, આજે હું બહુ બોલું છું નહીં?” તેણે ધીમા સ્વરે કહ્યું, કુમારે પણ બહુ કોમળ સ્વરે કહ્યું :
શાન્તિ, તું જે બોલે છે તે બધું જ મને ગમે છે, કારણ તારો અવાજ મને ખૂબ ગમે છે. તારી આંખોના પલકારા મને ગમે છે. તારા હોઠનો થડકાર મને ઉન્મત્ત કરી નાખે છે. છતાં તને કહું કે આજ કંઈ તું વધુ પડતી નિરાશ લાગે છે. શાન્તિ, તારી વાત સાચી છે. છતાંય આ સમસ્યાનો ઉકેલ નથી, તેવું હું નથી માનતો.'
મારા સ્વામી, હું તમને ખૂબ ચાહું છું. ક્ષેત્રદેવતાની સાક્ષીએ, પવિત્ર અગ્નિ શાખે મેં તમારી સાથે લગ્ન કર્યો છે. હું મનથી તમને વરી છું. તમે સામે ચાલીને, એ વિષધરના નિશાન બની જાઓ, એ માટે હું તમને નથી પરણી. મારે બધું ભસ્મીભૂત થતું નથી જોવું. મારા નાથ, જો આપ મને ખરેખર ચાહો છો તો આપણે આ ચંપા છોડીને, ક્યાંક ચાલ્યાં જઈએ.”
શાન્તિમતી, જુસ્સાથી, આવેગથી અને અંતરમાં ઊભરાતા સંવેગથી બોલતી હતી. તેની આંખોમાં આવેલાં આસું પણ બે પોપચાં વચ્ચે અટકી ગયાં.
કુમાર માનતો હતો કે વિષેણે મુસીબત ઊભી કરી છે. એ જવાન રાજકુમાર વધુ પડતો મનસ્વી છે, સ્વાર્થી છે. ભવિષ્યમાં એ ભારે મુસીબત ઊભી કરી શકે છે. ખેર, આ વિકટ પરિસ્થિતિમાંથી કોઈ માર્ગ કાઢવો જ પડશે. છેવટે શાન્તિમતીના ચિત્તના સમાધાન માટે પણ મારે વિચારવું પડશે. તેઓ બંને ઉદ્યાનમાંથી મહેલ તરફ જવાં રથમાં બેઠાં.
આખી રાત સેનકુમારના મનમાં શાન્તિમતીના શબ્દો ઘૂમરાતા રહ્યાં. શાન્તિમતી પાસે જ સૂતેલી હતી. છતાં કુમાર આંખો બંધ કરીને, એની કલ્પનામૂર્તિને જોત હતો, રાચતો હતો. તે વિચારવા લાગ્યો: ‘તેના શરીરના સમગ્ર કદના પ્રમાણમાં તેનું ગળું સહેજ વધારે લાંબું હતું, પણ તે થોડું લાંબુ હોવાના કારણે તે વધુ રૂપાળી શ્રી સમરાદિત્ય મહાકથા
૧પ૭
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાગતી હતી. એ ગળા પર ગોઠવાયેલો ચહેરો આ ધરતી પરનો ન હતો. એનું ઘડામણ એવું હતું, જે કલ્પનાતીત હતું. તેની હડપચી, તેના હોઠ, તેનું નાક, તેની આંખો, તેની ભમ્મરો, તેના કાન મને અપ્રતિમ લાગતાં હતાં. એ હકીકત હતી કે શાન્તિમતી જેવી રૂપાળી, સવગ સુંદર સ્ત્રીની આકૃતિ મેં ક્યારેય જોઈ નથી. તેની કાળી ગોળ આંખોમાં કાજળભીનો ચળકાટ છે. તેને જોઈને, મારા આખા શરીરમાં તોફાન ઊઠે છે. મારા મનમાં તીવ્ર આસક્તિ અને શરીરમાં રોમાંચ થાય છે.
“શાન્તિ...' કુમારના હોઠમાંથી અવાજ નીકળ્યો. શાન્તિમતી જાગી ગઈ. “શું થયું સ્વામીનાથ?” તે પલંગમાં બેઠી થઈ ગઈ. તેના ચહેરા પર બારીમાંથી આવતા ચંદ્રનું અજવાળું પડતું હતું. કુમારે પૂછ્યું: “શાન્તિ, હવે તું સ્વસ્થ છે ને?” કુમારે જમણો હાથ એના માથે મૂક્યો. તે ઝૂકી ગઈ અને બોલી:
નાથ, આપના સાન્નિધ્યમાં સારું જ છે. હવે તને તારા વિષધરને ભય સતાવતો નથી ને?' સતાવે છે, એ જ આપણને શાન્તિથી, નિર્ભયતાથી નહીં જીવવા દે.” તું નિર્ભય બન. હું તારી પાસે છું. પછી ભય શાનો?”
શાન્તિમતી મૌન થઈ ગઈ. કુમાર પણ મૌન રહ્યો. મોડી રાત્રે બંને નિદ્રાધીન થયાં.
૦ ૦ ૦. વિષેણના ખંડમાં અજંપો હતો. ત્યાં એક જ વાત હતી: “સેનકુમાર મરવો જ જોઈએ.’ વિષેણ એક નિર્ણય પર આવ્યો હતો. હું પોતે જ કુમારને મારીશ. મને મારતાં આવડે છે.” મિત્રોનો આગ્રહ હતો કે “તમે જાતે આ કામ ના કરો. જો મહારાજાને ખબર પડશે તો હવે દેશનિકાલની સજા કર્યા વિના નહીં રહે.”
જે થવું હોય તે થાઓ. મને પરિણામની ચિંતા નથી, પણ હવે હું એ સજ્જનના બચ્ચાને જીવતો નહીં રહેવા દઉં.” વિષેણ તીવ્ર આવેશમાં હતો. પણ અમે તમને એકલા આ કામ માટે નહીં જવા દઈએ.' એક મિત્ર બોલ્યો. ભલે, તમારે સાથે આવવું હોય તો આવજો. પરંતુ કામ હું પતાવીશ.' “કેવી રીતે પતાવવાની યોજના છે?”
“મને પાકા સમાચાર મળ્યા છે કે એ અને એની પત્ની, બે જણ થોડા જ દિવસમાં અહીંથી પૂર્વ દિશામાં જે રાણીઘાટ છે. જે ભાગમાં નદીનું પાણી ભેગું થાય છે... એ સુંદર જગ્યા છે, ત્યાં ફરવા જવાનાં છે. ત્યાં ખીણો છે, વૃક્ષઘટાઓ છે... સોહામણો પ્રદેશ છે. મારી યોજના ત્યાં કામ પતાવીને, ચૂપચાપ પાછા આવી જવાની છે.” પણ આ યોજનાની ગંધ પેલા સિંહના બચ્ચાને ના આવવી જોઈએ. આપણે
ભાગ-૩ + ભવ સાતમો
૧0૮
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બધાએ ખૂબ સાવધાની રાખવી જોઈએ. નહીંતર નાહકનું ધીંગાણું થઈ જાય.' ‘બનતાં સુધી સિંહ એ દિવસોમાં ચંપામાં નથી.' વિષેણ પણ સિંહથી ડરતો હતો.
Q
સેનકુમારે શાન્તિમતીને કહ્યું: ‘આપણે હવે રાણીઘાટ ક્યારે જવું છે? રાણીઘાટનું સૌંદર્ય જોઈને, તું આનંદથી નાચી ઊઠીશ!'
શાન્તિમતીએ કહ્યું: ‘નાથ, આપ કહો ત્યારે હું તૈયાર છું.’
‘માતાજીને પૂછ્યું?’
‘આજે પૂછી લઈશ. તેઓ ક્યારેય ના નથી પાડતાં...'
‘છતાં આપણો વિનય આપણે કરવાનો!'
શાન્તિમતીએ મહારાણીને પૂછી લીધું. પછીથી સેનકુમારે પણ મહારાણી સાથે વાત કરી લીધી. બીજા જ દિવસે રાણીઘાટ જવાની તૈયારીઓ ચાલી.
આ પૂર્વે પ્રિતમસિંહને રાજપુર મોકલવામાં આવ્યો હતો. તેને પાછા આવતાં એક મહિનો લાગવાનો હતો. મહારાજા હરિષેણે અગત્યના કામે એને મોકલ્યો હતો.
સેનકુમાર અને શાન્તિમતીનો રથ વહેલી સવારે ચંપાથી નીકળી ગયો. જ્યારે તેઓ રાણીઘાટ પહોંચ્યાં ત્યારે દિવસનો એક પ્રહર (ત્રણ કલાક) પસાર થઈ ગયો હતો.
સૂર્યના અજવાળે, રૂપેરી ફોરાં ઉડાડતા ધૂંવાધાર ધોધને જોતાં, એ બંને પતિપત્ની ઊભા રહ્યાં. અનુપમ હતું એ દૃશ્ય. એ અનુપમ ધરતી પર એક વૃક્ષની નીચે રથને ઊભો રાખી, કુમાર અને શાન્તિમતી સંગેમરમરના ખડકો વટાવતાં આગળ વધ્યાં. નદીનો કિનારો આવ્યો. નદીનાં પાણી પરથી લહેરાતા ઠંડા પવનની સાથે સ્વચ્છ, નિર્મળ ભીની માટી અને વહેતાં પાણીની જે સુવાસ હોય તેવી ખુશબો ત્યાં પ્રસરેલી હતી.
ચાલતાં ચાલતાં તે બંને ધુંવાધારની નજીક પહોંચ્યાં. પથ્થરો સાથે અફળાતા, અટવાતાં, ચકરાવે ચઢતાં પાણીનાં બિંદુઓ, ધુમાડાના ગોટાની જેમ થોડા વિસ્તારમાં છવાતા હતાં. દરિયા જેવી એ નદીના પ્રવાહમાં આવતા નાના મોટા પ્રપ્રાર્તામાં કુંવાધારની પ્રકૃતિ જ જુદી હતી. તેમાં દુર્વાસાના જેવો ક્રોધ અને અગત્સ્ય જેવી ભવ્યતા હતી. વળાંકમાંથી આવતું પાણી આરસના તોતિંગ પથ્થરો વચ્ચે વળ ખાઈને અફળાતું હતું, અને પછી એકાએક ચાલીસ ફૂટ નીચે એ ઘૂઘવતું પાણી પટકાતું હતું. પાણીનાં ફોરાંના ગોટા ઊડતા હતા... અને પછી પ્રવાહ બનીને આગળ વધતો હતો.
એ બંને, ધોધની ખૂબ જ નજીક એક તોતિંગ પથ્થરની આડશે જઈને બેઠાં. નાનકડા ઝરણા વચ્ચે પડાળી બાંધી હોય તેવી લીસા નીલા આરસના ઓરસિયા જેવી એ જગ્યા હતી. શાન્તિમતી એ જગ્યા જોઈને હર્ષવિભોર થઈ ગઈ.
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
૧૫:
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ જગ્યામાં પહેલેથી જ, કુમારે પોતાના માણસો દ્વારા ખાવાપીવાની અને આરામ કરવાની બધી સગવડતા કરાવી રાખી હતી. શાન્તિમતીને એ બધું જોઈને, ખૂબ આશ્ચર્ય થયું. તેણે કુમાર સામે જોયું. કુમારે હસીને કહ્યું: “ગઈકાલે જ બધી વ્યવસ્થા કરાવી રાખી હતી!” આપણે આજે સાંજ સુધી અહીં રહેવું છે ને!'
રાત પડે એ પહેલાં નગરમાં પહોંચી જવાની આજ્ઞા છે માતાજીની!'
ભલે, એમ કરીશું.” કુમાર આટલું બોલીને, એકદમ ચૂપ થઈ ગયો. ઘાટની નિરવ શાંત્તિમાં.. એને માણસોનો ધીમો ધીમો ગણગણાટ સંભળાયો.” હશે કોઈ મુસાફરો.' એમ મન મનાવીને, તેણે શાન્તિમતી સાથે પ્રેમાલાપ શરૂ કર્યો.
પરંતુ એકાદ કલાક પણ નહીં વીત્યો હોય... ત્યાં સનનન... કરતી એક છરી આવી. કુમારે કુશળતાથી ઘા ચુકાવી દીધો એ ઊભો થયો. શાન્તિમતી કુમારની પાછળ આવીને, ઊભી રહી ગઈ. કુમારે પોતાની તરફ આવતા વિષેણને જોયો. તેના
હાથમાં તલવાર હતી. કુમાર થોડો સામે ગયો. તેણે વિણનો હાથ તીવ્ર વેગે પકડીને, મરડી નાખ્યો. તેની તલવાર પડાવી લીધી. બે હાથે તેને જકડી લીધો. છતાં એ દુષ્ટ કમરમાં રાખેલી છરીથી કુમારની ઉપર નાનો ઘા કરી દીધો. કુમારે એના પેટમાં લાત મારી અને તેને જમીન પર પાડી દીધો. પછી વિષેણને કુમારે આસન પર બેસાડ્યો અને પૂછયું:
“વિષેણ, વાત શું છે? શા માટે આવી દુષ્ટ પ્રવૃત્તિ કરે છે? મને મારવા માટે શા કારણે પ્રયત્ન કરે છે? તે જાણે છે કે અત્યારે તને ઉપાડીને, આ ઘાટના દરિયા જેવા પાણીમાં હું તને ફેંકી દઈ શકું છું? પરંતુ મારે એવું કરવું નથી. તું ગમે તેવો હોય છતાં મારો ભાઈ છે... કહે, તારે શું જોઈએ છે?” પણ વિષેણે જવાબ ના આપ્યો. એ ઊભો થઈને, ચાલ્યો ગયો. શાત્તિમતી હેબતાઈ ગઈ હતી.
ક
રક
9090
વિભાગ-૩ + ભવ સાતમો
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
I[૧પCHI
વર્ષાનાં ઊભરાતાં પાણીથી ઉન્માદ અનુભવતી સરયૂ પણ ઘડીભર, શાન્તિમતીના રૂંધાયેલા શ્વાસની જેમ થંભી ગઈ. બ્રહ્માંડ પણ જાણે સ્થિર થઈ ગયું હતું. કુમાર અને શાન્તિમતીના શ્વાસ પણ થંભી ગયા. વૃક્ષની ડાળીઓની જેમ, શાન્તિમતી, સુસવાટ અનુભવતી હતી, આકુળ વ્યાકુળ બની ગઈ હતી.
શાન્તિમતીએ કુમાર સામે જોયું, તેના હોઠ ખૂલ્યા: “નાથ, હવે એ તમારા ભાઈને હું વિષધર કહું છું, એ વાત સમજાઈને? હવે તમે જ કહો, આપણાથી ચંપામાં રહેવાય ખરું? આ તો આપ કુશળ છો, નિર્ભય યોદ્ધા છો... એટલે એને પહોંચી વળ્યા, તે છતાં છરીનો ઘા તો કરી જ દીધો. હવે પહેલું કામ આ ઘા પર વનસ્પતિનો રસ રેડી, એના પર પાટો બાંધી દઈએ.”
કુમારે વનસ્પતિ શોધી કાઢી. એનો રસ કાઢી, ઘા પર નાખ્યો. શાન્તિમતીએ એના કપડાનો પાટો બાંધી દીધો. બંને પાછા એ જ નીલા આરસના ઓરસિયા જેવી જગ્યા પર બેસી ગયાં. બંનેએ થોડોક નાસ્તો કર્યો, પાણી પીધું અને આડાં પડ્યાં. કુમારે ધીમા સ્વરે વાત શરૂ કરી.
“પિતાજીને વિષેણ પ્રત્યે અણગમો થવાનું કારણ, આજે મને સમજાયું. અત્યાર સુધી લાગતું હતું કે પિતાજી વિષેણને અન્યાય કરી રહ્યા છે. પરંતુ પેલા દિવસે... પિતાજી વિષણને દેશનિકાલની સજા કરતા હતાં, તેનું કારણ સાચું હશે. મેં એ સજા માફ કરાવી હતી. માતાજી પણ અનેકવાર બોલે છે: “આપણા ઉત્તમ કુળને કલંક લગાડનાર આ અધમ પુરુષ છે.” આમ કહીને, એ શોક કરે છે. શાન્તિ, આ બધી વાતો આજે સ્પષ્ટ થઈ છે.” ‘પણ આવું કરવાનું કોઈ કારણ તો હશે ને?'
એક જ કારણ સમજાય છે મને. એના મનમાં એમ લાગી રહ્યું હશે કે પિતાજી મને તેમના ઉત્તરાધિકારી બનાવશે. રાજ્ય મને મળશે. રાજ્ય એને નહીં મળે. માટે એ જો મને જ મારી નાખે તો એનો રસ્તો સાફ થઈ જાય. રાજ્યનો ઉત્તરાધિકારી એ બને, રાજ્ય એને મળે, એના મનમાં રાજ્યનો લોભ જાગ્યો હોય, એમ મને લાગે
શાન્તિમતીએ કહ્યું: “માતાજી બીજી વાત કરતાં હતાં. તેઓ કહેતાં હતાં કે સેનની પ્રશંસા વિષેણથી સહન થતી નથી. કોઈ પૂર્વજન્મનું વેર ચાલ્યું આવતું લાગે છે. નહીંતર સેન બધાને વહાલો લાગે છે. વિષેણને કેમ સારો ના લાગે? સેનના ગુણો, સેનનું પરાક્રમ, સેનનું રૂપ, બધું જ એના તરફ પ્રેમ ઉપજાવે એવું છે, પછી વિષેણને
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૦૬૧
For Private And Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેમ સ્નેહ નથી જાગતો? પૂર્વજન્મનાં કર્મોને જ બાધક માનવાં જોઈએ.’
એ વાત સાચી છે. મૂળ કારણ તો જીવાત્માનાં પોતાનાં સંચિત કર્મો જ હોય છે. અનંતર કારણ મને રાજ્યલોભ દેખાય છે. પણ શાન્તિ, હવે મને ચંપામાં રહેવું નિરર્થક લાગે છે. વિષેણની અશાંતિનું, એના ઉદ્વેગનું મૂળ કારણ હું છું. સાથે સાથે એ સ્વજન, આપણા ઉગનું કારણ બન્યો છે. એટલે ચંપાનો ત્યાગ કરવો હવે અનિવાર્ય છે.”
પરંતુ અત્યંત સ્નેહથી ભરેલી તમારી માતા છે. એને તમારા પર કેવો અગાધ પ્રેમ છે, મેં જોયું છે, એને મોઢે તમારી મોંફાટ પ્રશંસા સાંભળી છે. જેને પોતાના પેટમાં નવ મહિના પોપ્યો છે એ પુત્રને તો એ ભૂલી ગઈ છે. તમને જ એ સાચા હૃદયથી પુત્ર માને છે. પ્રેમ કરે છે. શું એ માતા તમને ચંપા છોડવા દેશે? નાથ, પ્રેમનું બંધન, લોખંડની સાંકળો કરતાં પણ કપરું હોય છે. તમારા પિતાજી પણ તમને કેટલા ચાહે છે? ખરેખર એ તમને જ એમના ઉત્તરાધિકારી સમજે છે. તમારા પિતાએ જેમ એમના નાના ભાઈને રાજા બનાવ્યા તેમ તમારા આ કાકા તમને રાજા બનાવવા ઈચ્છે છે. તમને એમના પ્રેમનો પરિચય છે જ. શું તેઓ તમને ચંપા છોડીને જવા દેશે?'
શાન્તિમતી અસ્મલિત બોલ્યા જતી હતી. આ રીતે પહેલી જ વાર એ સેનકુમાર સાથે નિઃસંકોચ વાત કરી રહી હતી. નીરવ શાન્તિમાં અને આલ્હાદક વાતાવરણમાં એ ગંભીર વાત કરી રહી હતી. મેં એને જવાબ આપ્યો.
શાન્તિ, તારી વાત મેં સાંભળી, પ્રશ્ન માત્ર એમના મારા પ્રત્યેના પ્રેમનો જ નથી; મારો પણ એમના પ્રત્યે પ્રગાઢ પ્રેમ છે. મને જન્મ આપનારાં મારાં માતાપિતાનો પ્રેમ મને મળ્યો હતો, પરંતુ તેઓ મોહનાં બંધનોને તોડી, સાધુ-સાધ્વી બની ગયાં.
તેઓએ સ્નેહહીન જીવન સ્વીકારી લીધું. પરંતુ હું સ્નેહહીન જીવવા માટે ક્યાં તૈયાર થયો હતો? મને પ્રેમ આપ્યો તારપ્રભાએ! મને સ્નેહ આપ્યો મહારાજા હરિપે! તેમણે મને ભત્રીજા નથી માન્યો, પુત્ર જ માન્યો! અને પુત્ર કરતાંય વધારે પ્રેમ આપ્યો.
હવે એ માતા-પિતાનો ત્યાગ કરવાનો મારો વારો આવ્યો છે. મારું મન આજે પોકારે છે. મારે ચંપા છોડીને, ચાલ્યા જવું જોઈએ. કર્તવ્યની ખાતર મારે મારા સ્નેહનો, પ્રેમનો ભોગ આપવો પડશે.
શાન્તિ, એમની રજા લેવા તો જવાય જ નહીં. આવી પરિસ્થિતિમાં આપણે જ જે તે નિર્ણય લઈને, એ નિર્ણય અમલમાં મૂકવો જોઈએ. તું કદાચ પૂછીશ કે “પછી એમને જ્યારે ખબર પડશે ત્યારે શું થશે?” એ વિચાર પણ આ તબક્કે મને જરૂરી લાગતો નથી. ૧092
ભાગ-૩ ( ભવ સાતમો
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાન્તિ, મહત્ત્વની વાત એ છે કે વિપણને સમજાવવાથી એ સમજી શકે એમ નથી. હું એને કોરા કાગળ ઉપર લખી આપું કે “મારે રાજ્ય જોઈતું નથી, મારે રાજા થવું નથી...” તો પણ એનો મારા પ્રત્યેનો રોષ, મારા ઉપરનું વેર દૂર થઈ શકે એમ નથી. આ ક્રૂર કર્મનો જ દોષ લાગે છે મને. અને આ કારણે પિતાજી વિષેણને દેશવટો આપશે તો વિષેણ રાજ્યમાં ઉપદ્રવ કર્યા વિના નહીં રહે. બીજી બાજુ એને ફાંસી મળે કે એને શૂળી ચઢાવવામાં આવે, એ હું પસંદ નહીં કરું, એમ થવા પણ નહીં દઉં.'
કુમાર મન થર્યો. શાન્તિમતી પણ મૌન થઈ ગઈ. બંને ગંભીર વિચારોમાં ડૂબી ગયાં. શાન્તિમતીએ મૌન તોડતા કહ્યું. ‘સ્વામી, આજે જ નિર્ણય કરવો છે કે...'
આજે જ નિર્ણય કરવો છે અને આજે જ અજ્ઞાત જગ્યાએ ચાલ્યા જવાનો અવસર છે. બસ, હજુ એક પ્રશ્ન છે.' મને સાથે લઈ જવી કે ના લઈ જવી. આ પ્રશ્ન છે ને?” પત્તિ, તેં મારું મન વાંચી લીધું?”
આટલો સમય આપની પાસે રહી, આપના વિચારોને જાણતી રહી, હવે ન વાંચી શકું આપનું મન?'
“સાચી વાત છે તારી. તને વનવાસમાં રાખવામાં ઘણાં કષ્ટો આવે. વનવાસ એટલે કષ્ટોનું જીવન, તેં અત્યાર સુધીના જીવનમાં એક કષ્ટ પણ સહ્યું નથી; માટે જો તું અહીં ચંપામાં રહેવા માગતી હોય તો માતાજી પાસે રહી શકે છે. તારે રાજપુર તારા પિતૃગૃહે જવું હોય તો ત્યાં રહી શકે છે.”
“એ ના બની શકે, નાથ, હું તમારી સાથે જ રહેવા ઈચ્છું છું. હા, મારા કારણે આપનું મન અશાન્ત ન રહેવું જોઈએ. બાકી હું મારાં કષ્ટોની ક્યારેય આપને ફરિયાદ નહીં કરું. આપને વિનભૂત નહીં બને.” - કુમાર વિચારમાં પડી ગયો. શાન્તિમતીને ના ન પાડી શક્યો. તેણે શાત્તિમતીને કહ્યું: “આપણે રથના સારથિને કહી આવીએ કે તે નગરમાં જઈને, મહારાજા અને મહારાણીને કહી આવે કે “આપણે અહીં જ રાત પસાર કરીશું. જેથી આપણી ચિંતા ના કરે.'
સારથીને કહી દીધું. સારથિએ કહ્યું: “સમાચાર આપીને, રાત્રિના પહેલાં પ્રહરમાં હું પાછો આવી જઈશ.”
ચોતરફ અંધકાર હતો. ચંપાવાસ જવાનો રસ્તો ખાસો અટપટો ન હતો. બે-ત્રણ વાર ઘોડા પર કુમાર પ્રીતમસિંહ સાથે ચંપાવાસ ગયો હતો. ઝાડી અને નાનકડા ટીંબાઓથી મઢેલા ખરાબા વચ્ચેથી જતો એ રસ્તો, આમ તો પગવાટ જ કહી
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૦૬૩
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શકાય. છતાં બળદગાડું જઈ શકે તેવો પહોળો હતો. મોટા ભાગે એ રસ્તો સપાટ હતો. છતાં એ રસ્તે જંગલી જાનવરોનો ભય રહેતો હતો. શાન્તિમતી સાથે હતી એટલે કુમારે તલવાર અને બે નાની કટારીઓ સાથે રાખી હતી. એક નાની છરી કુમારે શાન્તિમતીને આપી હતી. શાન્તિમતીએ માનવાળી કરીને પોતાની કમરે છૂપાવી હતી.
સેનકુમાર, જંગલી જાનવરની માફક સાવધાન હતો, કાન બરાબર સરવા રાખીને, તે શાન્તિમતી સાથે આગળ વધતો હતો. જંગલના ચિત્રવિચિત્ર અવાજો વચ્ચે અજબ સન્નાટો વર્તાતો હતો. લગભગ ચાર કલાક એ બંને ચાલ્યાં હશે, કાળાડિબાગ અંધકારમાં ચંપાવાસની બહારની કુળદેવીની દેવડીનો આભાસ થતો હતો.
શાન્તિ, આપણે ચંપાવાસના પાદરની પાસે પહોંચી ગયાં છીએ.” શાન્તિમતીએ કુમારનો ડાબો હાથ સજ્જડ પકડી રાખ્યો હતો. ધીરે ધીરે તેઓ કુળદેવીની દેવડી પાસે પહોંચી ગયાં.
આપણે સૂર્યોદય થાય ત્યાં સુધી અહીં જ બેસીએ. પછી આપણે ગુપ્તસ્થાન શોધવું પડશે. કારણ કે ચંપાથી રાજપુર જવાનો આ જ રાજમાર્ગ છે. આપણને શોધવા માટે આવતી કાલે જરૂર ચંપાના ઘોડેસવારો અઠ્ઠથી પસાર થશે. આપણે કોઈની નજરે ચઢવું નથી. આ માર્ગ તામ્રલિપ્તીનગરી તરફ પણ જાય છે. આપણે તામ્રલિપ્તી તરફ જઈએ.'
શાન્તિમતીએ કહ્યું: ‘જેમ આપને ઉચિત લાગે, તે મને કબૂલ છે. કારણ કે આ પ્રદેશના આપ જાણકાર છો.”
કુમારે સૂર્યોદય થતાં, નજીકમાં એક ઘેઘુર ઝાડીવાળી જગ્યા પસંદ કરી. કુમાર પાસે ભાતું હતું. થોડે દૂર વહેતાં ઝરણામાંથી કુમાર મશકમાં પાણી લઈ આવ્યો. બંનેએ બેસીને, પહેલાં ભાતું ખાઈ લીધું. પછી એક જાડું વસ્ત્ર કુમારે પાથરીને, શાન્તિમતીને વિશ્રામ કરવાનું કહ્યું. પરંતુ એણે કુમાર સામે જોયું. કુમારે એને કહ્યું:
આ બાજુ જે કોતર દેખાય છે, તેથી આગળ જૂના સમયમાં એક મઠ હતો, એનો મહિમા ચંપા સુધી હતો. પેલી બાજુ તામ્રલિપ્તી સુધી હતો. પરંતુ મઠાધીશનું મૃત્યુ થયા પછી એ મઠનો મહિમા જતો રહ્યો. એ ચોર-ડાકુઓને છુપાવાનું સ્થાન બની ગયું એટલે ચંપાના રાજાએ મઠની ઈમારતને ધરાશાયી કરી દીધી. કુમારને વિચાર આવ્યો કે ખંડેર જઈ આવું તારે અહીં બેસવું હોય તો વિશ્રામ કર, અને સાથે આવવું હોય તો ઊભી થા!' શાન્તિમતી ઊભી થઈ ગઈ. કુમારે અને સાત્તિમતીએ તેમનો સામાન ઊંચકી લીધો. - થોડોક વિચાર કરીને, કુમારે દિશા નક્કી કરી. તેણે તલવાર હાથમાં રાખી. મ્યાન કમરે લટકતું રાખ્યું. ગીચ ઝાડીમાંથી બંને પસાર થયાં. કોતરો ખૂંદતા એ બંને મઠના વિસ્તારમાં ઘૂસ્યાં, ધીરે ધીરે રસ્તો કરીને, કુમાર મઠના ખંડેરો પાસે પહોંચ્યો. ૧૦૪
ભાગ-૩ + ભવ સાતમો
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અની પાછળ જ શાન્તિમતી હતી. મઠની તૂટેલી ઈમારતોમાંથી છૂટી પડેલી શિલાઓ જ્યાં ત્યાં રવડતી હતી. એક બેસી શકાય એવી શિલા પર બંને બેઠાં. કુમારે ત્યાં શાન્તિમતીને એ પ્રદેશનો અને એ મઠનો ઇતિહાસ કહી સંભળાવ્યો. શાન્તિમતી જિજ્ઞાસાથી સાંભળતી હતી અને સાથે સાથે એની સાડીમાં ભરાયેલા કાંટા અને ઘાસ કાઢતી હતી.
‘હજુ, આપણે આવ્યાં એ રસ્તે પાછાં રાજમાર્ગે પહોંચવાનું છે. પણ એક રસ્તે ટૂંકો છે, એ રસ્તો જલદી આપણે રાજમાર્ગ પાસે પહોંચીશું.'
ઠીક ઠીક સમય તે બંનેએ એ ખંડેરની આસપાસ પસાર કર્યો. તેમને એક કોતર વટાવીને, આગળ વધવાનું હતું. ચાલીસેક ફૂટ ઊંચી ખાઈ વટાવવાની હતી. ઝાડીમાંથી રસ્તો કરતો કરતો કુમાર સડસડાટ ઊતરી ગયો. શાન્તિમતી પણ કુમારની પાછળ ઊતરી અને સામેનો ઢાળ ધીરે ધીરે ચઢવા લાગ્યાં. બોરડીનાં કાંટાવાળાં ઝાંખરા અને ડોડીના ગીચ વેલાઓની વચ્ચે જ્યાં થોડી પણ જગ્યા દેખાતી ત્યાં થઈને, તલવારથી કાંટાળાં ઝાંખરા વેગળા કરતો કુમાર આગળ ધપતો જતો હતો. અવારનવાર પાછળ શાન્તિમતીને જોતો હતો, જરૂર પડે ત્યાં ઊભો રહી જતો હતો. એમ કરતાં તેઓ બંને પહેલાંની જગ્યાએ આવી ગયાં. મધ્યાહ્નનો સમય થઈ ગયો હતો. કુમારે કહ્યું: ‘આપણે થોડો સમય વિરામ કરીએ, પછી ભોજન કરીએ.' બંનેએ મશકમાંથી પાણી પીધું અને નાનકડી જાજમ પાથરીને, લંબાવી દીધું.
પાસેના પાણીના ઝરણાની પાસે, થોડે દૂર એક સાથે પડાવ નાખ્યો હતો. કુમાર જ્યાં હતો ત્યાંથી એ જગ્યા દેખાય એમ ન હતી. પરંતુ જે જગ્યાએથી કુમાર મશક ભરી લાવ્યો હતો, ઝરણાની એ જગ્યાએથી સાર્થ દેખાય અને એ જગ્યાએ ઊભેલો માણસ ઝાડીમાં છુપાઈ રહેલા કુમારને અને શાન્તિમતીને જોઈ શકે.
એ કાફલો રાજપુરનો હતો. શાન્તિમતીના પિયરનો હતો. એ કાફલાનો માલિક હતો સાનુદેવ. સાનુદેવ રાજપુરનો પ્રસિદ્ધ રાજમાન્ય વેપારી હતો. સાનુદેવ યુવાન હતો. બુદ્ધિમાન અને પરાક્રમી હતો. એ ઝરણાની પાસે ગયો. ઝરણું વહેતું હતું. પાણી સ્વચ્છ હતું. તેણે ઝરણાનું પાણી પીધું અને પછી નિસર્ગની શોભા જોતો, એ ઊભો રહ્યો. તેની દરે પેલી ઝાડી તરફ ગઈ. ત્યાં એણે શાન્તિમતીને જોઈ. સેનકુમારને જોયો. તેને આશ્ચર્ય થયું!
‘આ તો છે શાન્તિમતી! અમારી રાજકુમારી! અને એની સાથે એના પતિ સેનકુમાર ! ચંપાના રાજકુમાર! નથી દેખાતો રથ, નથી દેખાતા અશ્વો કે નથી દેખાતાં કોઈ દાસ-દાસી...! શું થયું હશે? આ બે જણાં એકલાં જ કેમ? શું નોકરચાકરો શ્રી સમરાદિત્ય મહાકા
For Private And Personal Use Only
૧૦૩૫
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આસપાસમાં રોકાયા હશે? મારે રાજકુમારીની કુશળતા તો પૂછવી જોઈએ. કુમારને પણ મળવું જોઈએ. જો તેઓ કોઈ સંકટમાં હોય તો તેમને સહાય પણ કરવી જોઈએ.”
સાનુદેવ ધીરે ધીરે આ ઝાડી તરફ ગયો. પગરવ સાંભળીને, કુમાર સાનુદેવ તરફ જોયું. તે ઊભો થઈ ગયો. સાનુદેવે આવીને પ્રણામ કર્યા, શાન્તિમતીને પણ પ્રણામ કરીને, પોતાનો પરિચય આપ્યો.
‘હું રાજપુરનો નિવાસી છું. તામ્રલિપ્તી જાઉં છું. મારું નામ સાનુદેવ છે. હું સાર્થવાહ છું.”
શાન્તિમતી ચોંકી ઊઠી. તે બોલી “તમે રાજપુરના છો? હું પણ રાજપુરના મહારાજાની પુત્રી છું.”
સાનુદેવે કહ્યું: “હું તમને સારી રીતે જાણું છું અને આ ચંપાનગરીના ગુણનિધાન સેનકુમારને પણ જાણું છું. જ્યારે તેઓ લગ્ન માટે રાજપુર આવેલા ત્યારે મેં એમને જોયેલા! અહીં અચાનક જ ભવિતવ્યતાના કારણે આપનાં દર્શન થયાં. પરંતુ મારા મનમાં ઘણા પ્રશ્નો ઉભા થયા છે. હું આપને દુઃખ ના લાગે તો પૂછું.”
કુમારે કહ્યું: તમે પૂછો. દુઃખ લાગવાને કોઈ કારણ નથી. તમે મોટા વેપારી છો, વિનયી છો, વિવેકી છો!'
સાનુદેવે પૂછયું: “આપની સાથે નોકરો નથી, હાથી નથી કે અન્ય નથી. આપ બંને એકાકી કેમ?'
બીજો પ્રશ્ન પૂછો. કુમારે પ્રસન્નવદને કહ્યું. “શું ચંપાપતિ મહારાજા હરિણે આપને દેશપાર કર્યા છે? એ વાત સંભવિત નથી. મેં તો સાંભળ્યું છે કે મહારાજા પોતાના પુત્રને બદલે આપને પોતાના ઉત્તરાધિકારી બનાવવાના છે. તો આપ આ રીતે એકાકી કેમ?'
ત્રીજો પ્રશન પૂછો.” કુમારે શાન્તિમતી સામે જોઈને કહ્યું.
શું આપ કોઈ કારણવશ નિર્વેદ પામીને. કોઈને કહ્યા વિના નગરમાંથી નીકળી ગયા છો?'
‘કુમારે કહ્યું: ‘હું પણ તાપ્રલિપ્તી આવું છું. એટલે માર્ગમાં ક્યારેક તમને અમારો વૃત્તાંત સંભળાવીશ.”
ક
રોફ
ર.
1099
ભાગ-૩ + ભવ સાતમો
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
99077
શાનદેવે કહ્યું: ‘મહારાજકુમાર, મારી ભાવપૂર્ણ પ્રાર્થના છે કે આપ બંને મારા સાથે સાથે જ પ્રયાણ કરો. હું પણ તામ્રલિપ્તી તરફ જઈ રહ્યો છું. તમે જો સાથે આવશો તો મને ખૂબ આનંદ થશે.” સાનુદેવ કુમારનો સમવયસ્ક હતો. કુમારે કહ્યું સાનુદેવ, તારો પ્રેમ છે, તારી મૈત્રી છે, એ જ મારે મન ઘણું છે. પરંતુ હું તારી સાથે નથી આવી શકતો.'
પરંતુ શા માટે ના પાડો છો?' તમારા આવવાથી.. તમારી યત્કિંચિત્ સેવા કરવાની મને તક મળશે.'
સાર્થવાહપુત્ર, તને ખબર નથી. અમે મહારાજાને કહ્યા વિના સપ્રયોજન નીકળી ગયાં છીએ. અમને શોધવા માટે પિતાજી આકાશપાતાળ એક કરશે. ચારે દિશાઓમાં અમને શોધવા ઘોડેસવારો મોકલશે. તારો સાથે જોઈને... તેઓ સાર્થમાં અમને શધશે., તો અમારું પ્રયોજન સિદ્ધ ન થાય.
સાનુદેવ એમ વાત પડતી મૂકી દે તેવો ગમાર ન હતો. એ ઈચ્છતો હતો કે આ બંનેને સાથે લઈ જવાથી, રાજપુરના રાજાની કૃપા પ્રાપ્ત થવાની જ. રાજપુરનરેશની એકની એક પુત્રી શાન્તિમતી છે ને એના પર અપરંપાર સ્નેહ છે. એટલે તેણે કુમારને કહ્યું
“હે મહારાજકુમાર, જ્યાં સુધી આપને શોધનાર ઘોડેસવારો અહીં ના આવે ત્યાં સુધી હું અહીં રોકાઉં છું. તેઓ આગળ ચાલ્યા જાય, પછી તમને સાર્થમાં છુપાવીને આપણો તામ્રલિપ્તી તરફ આગળ વધીશું.'
કુમારને લાગ્યું કે “આ લપ ક્યાંથી વળગી?' તેણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું: સાનુદેવ, તું વધારે આગ્રહ ના કર. અમારા કારણે તારે અહીં વધુ રોકાવાની જરૂર નથી. તું અહીંથી પ્રયાણ કરી જા. અમે અમારી રીતે આવીશું.”
સાનુદેવે ગળગળા થઈને કહ્યું: “કુમાર, આ રાજકુમારી મારી બહેન ખરી કે નહીં? મને શું બહેનની સેવા કરવાનો અવસર નહીં આપો?” સાનુદેવની આંખોમાં આંસુ જોઈને, શાન્તિમતીની આંખો પણ ભીની થઈ ગઈ. કુમારે શાત્તિમતી સામે જોયું.... ને તરત જ સાનુદેવને કહીં દીધું: ‘તારો આટલો બધો આગ્રહ છે, તો ભલે અમે સાથે આવીશું. હમણાં તું તારા સાર્થમાં જા. આ વાત સાર્થમાં કોઈને કરીશ નહીં. અને અહીં આવીશ નહીં. શાન્તિમતીની વાત કોઈને કરીશ નહીં.”
આપની બધી આજ્ઞા હું માનું છું. આપે મારા પર મોટી કૃપા કરી છે. સાનુદેવ શ્રી સમરાદિત્ય મહાકથા
૧૦૭૭
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આનંદિત થઈ સાર્થમાં ગયો, ચંપાના ઘોડેસવારો સાર્થને જોઈ ત્યાં ઊભા રહ્યા. સાનુદેવ તંબુની બહાર આવ્યો. તેણે ઘોડેસવારોને પૂછ્યું:
તમારે કોનું કામ છે?' ‘તમે કોઈએ એક મહેલનાં સ્ત્રી-પુરુષના જોડલાને ક્યાંય જોયું છે ખરું? તેમણે ઉત્તમ વસ્ત્રો પહેરેલાં છે. સ્ત્રીના શરીર પર અલંકારો પણ છે.”
સાનુદેવે સંક્ષેપમાં જવાબ આપ્યો: “અમે જોયાં નથી.” તે તંબૂમાં ચાલ્યો ગયો.
એક સૈનિક બીજા સૈનિકને કહ્યું: “મેં તને ચંપામાં જ કહેલું કે આપણે ખોટી દિશામાં જઈએ છીએ. ચાલો પાછા, આપણે રાજપુર જઈએ! મને લાગે છે કે જરૂર કુમાર અને કુમારપત્ની રાજપુર તરફ જતાં હશે!'
ઘોડેસવારો રાજપુર તરફ ગયા. લગભગ દિવસનો ત્રીજો પ્રહર પૂરો થઈ ગયો હતો. એક પ્રહર જ બાકી હતો. સાનુદેવે એક વિશ્વાસુ માણસ સાથે કુમાર માટે ભોજન મોકલાવ્યું. ભોજન આપીને, એ માણસ ચાલ્યો ગયો. સાનુદેવે આવીને, ઘોડેસવારોની વાત કરી, અને પાસે બેસીને બંનેને ભોજન કરાવ્યું. ભોજન કરાવીને, બંનેને સાનુદેવે પોતાના સાર્થમાં લઈ આવ્યો. રાત પડી ગઈ હતી. શાન્તિમતીએ એવી રીતે ઘુંઘટ કાઢ્યો હતો કે રાજપુરમાં કોઈ સ્ત્રી-પુરુષ તેને ઓળખી જ ના શકે.
સાનુદેવે તેમને એક નાનકડો અને સર્વ સુવિધાવાળો તંબૂ આપ્યો. કુમાર અને ત્તિમતી નિર્ભય બનીને, તેમાં રહી ગયાં. કુમારે શાન્તિમતીને કહ્યું :
ખરેખર, સાનુદેવનો સ્નેહ નિર્દભ અને નિઃસ્વાર્થ છે. એનું મન નિર્મળ છે.' ‘નાથ, આપનું પુણ્ય જ એવું છે કે આપ જ્યાં જાઓ ત્યાં ચંપા વસી જાય! જુઓને, નાની ચંપાનગરી વસી જ ગઈ છે ને અહીં!'
“આ સાનુદેવ, આપણને કોઈ જ અવગડ નહીં પડવા દે. પરંતુ હવે યથેચ્છ વિચરણ નહીં કરી શકાય, જ્યાં સુધી આ સાથે સાથે આપણે છીએ!”
એમ કેમ? જ્યાં જ્યાં સાર્થ પડાવ નાખશે, ત્યાં આપણે વનવિહાર કરવા નીકળી પડીશું!'
“એ તો જેવી રીતે આપણે આપણા નગરમાં સાંજે ફરવા જઈએ. થોડે દૂર જઈને, પાછા ફરીએ, એના જેવું છે. શું સાનુદેવ આપણને રાત્રિના સમયે જંગલમાં રહેવા દેશે ખરો? નહીં ને?'
“ના, રાત્રિના સમયે તો એ પોતે આપણને શોધવા નીકળી પડે!' શાન્તિમતી સાનુદેવ પ્રત્યે સભાવવાળી બની હતી. સાનુદેવ પ્રતિદિન ખૂબ કાળજી રાખતો હતો, કુમારની અને શાન્તિમતીની. એણે એક શિબિકા આપી હતી. એટલે ચાલવાનું પણ નહીંવતું હતું. શિબિકા ઉપાડનાર માણસો એ બંનેને ઉપાડતા હતા.
૧૦૬૮
ભાગ-૩ + ભવ સાતમો
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાનુદેવ કુમારને ચંપાના રાજકુમાર તરીકે સન્માન આપતો હતો. શાત્તિમતીને ચંપાની યુવરાજ્ઞી તરીકે સન્માનતો હતો. સાર્થના માણસોને કુમારની શિબિકા માટે કુતુહલ તો હતું જ. 'કોઈ મોટા ઘરના માણસો છે.' બસ, આટલું જ એ લોકો જાણતા હતા.
ચાલતો ચાલતો સાથે એક અટવીમાં પ્રવેશ્યો. સાર્થ ઘણો મોટો હતો. લગભગ ૫O૦ સ્ત્રી-પુરુષો હતાં. પુરુષો વધારે, સ્ત્રીઓ ઓછી હતી. પશુઓ ત્રણેક હજાર હતાં. તેમાં મુખ્યઘોડા હતાં, ખચ્ચર હતાં અને માલવાહક ગધેડાં પણ હતાં, થોડા ઊંટ હતાં. સો જેટલા શસ્ત્રસજ્જ રક્ષકો હતા.
અટવીનું નામ હતું દંતરનિકા, ભયંકર અટવી હતી, વિકટ જંગલ હતું. પરંતુ અટવીમાંથી જ તામ્રલિપ્તી જવાનો માર્ગ હતો. લગભગ ૪૮ માઈલની એ અટવી હતી. કોઈ નગર ન હતું. કોઈ ગામ ન હતું! હા, ડાકુઓ ત્યાં વસતાં હતાં. ભીલોની વસ્તી હતી એ અટવીમાં, પરંતુ એ બધા ઘનઘોર જંગલમાં વસતાં હતાં. માર્ગ પર જતાં માણસોમાંથી ભાગ્યે જ કોઈ લૂંટાતો નહીં હોય.
કુમારનો તંબુ સાનુદેવે પોતાના તંબુની પાસે જ નખાવ્યો હતો. કુમાર સાનુદેવ પાસેથી એક સારો ઘોડો લીધો હતો. શાન્તિમતીને તંબુમાં રાખીને, કુમાર ઘોડાને ધીરેથી દોરતો અટવીમાં ફરવા નીકળ્યો. સાનુદેવે કુમારને જોયો. સાનુદેવ દોડતો કુમાર પાસે આવ્યો. “મહારાજ કુમાર, અહીં ક્યાંય દૂર જવા જેવું નથી. આ પ્રદેશમાં જમીનમાંથી, વાંસના વનની જેમ અચાનક ભીલો ફૂટી નીકળે છે. એટલે અત્યારે હું સાર્થના પડાવની ચારે બાજુ રક્ષકોની ચોકીઓ ગોઠવી રહ્યો છું.”
કુમારે કહ્યું: “હું દૂર નહીં જાઉં. સો-બસો ડગલાં જઈને પાછો આવું છું. તમે ચિંતા ના કરશો.
કુમાર, અહીં ખરેખર અમે તમારી ચિંતા નહીં કરવાના, તમારે અમારી ચિંતા કરવાની છે! સાથેની ચિંતા કરવાની છે. સાનુદેવ ગયો. કુમાર હજુ પચાસેક ડગલાં ચાલ્યો હશે ત્યાં એણે ખડખડાટ અવાજ સાંભળ્યો. તે જમીન પર બેસી ગયો. ત્યાંથી કોતરની એક ટેકરી પર કુમારની નજર પડી. હાથમાં ભાલો લઈને એક ભીલ ત્યાં ઊભો હતો. તેની પીઠ કુમાર તરફની હતી. એ માણસની આગળના ભાગમાંથી જે અવાજો આવતાં હતાં, કુમાર તે અવાજોને સમજતો હતો. કુમાર ધીરે ધીરે એ અવાજોની દિશામાં ડાબી તરફ ખસવા માંડ્યો. કોતરોની વચ્ચેથી થોડે આગળ જઈને જોયું, તો ટેકરીઓની વચ્ચે નાનકડી જગ્યામાં થોડા ઘોડા ઊભા રહ્યાં હતાં અને આસપાસ પાંચ-સાત ભીલ બેઠા હતાં. એકના હાથમાં તુંબડું હતું. વારાફરથી એ લોકો તુંબડું મોઢે મૂકતા હતાં.
એકાએક ટેકરી પર ઊભેલા આદમીએ બૂમ પાડી. દોડતા ઘોડાઓના ડાબલા શ્રી સમરાદિત્ય મહાકથા
103E
For Private And Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંભળાયા. તીણી ચીસ સંભળાઈ. પછી ઢોલ વાગ્યું. પેલા ભીલો ઊભા થયા, ભાલા, તલવાર અને છરીઓ લઈ લીધી. થોડી જ વારમાં ચારે બાજુથી શસ્ત્રસજ્જ ભીલો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા. તીવ્ર ચિચિયારીઓ પાડતા અને શસ્ત્રો ખખડાવતા એ ભીલ-સૈનિકો કુમાર જ્યાં છુપાયો હતો, તેની બાજુની ખીણમાંથી પસાર થવા લાગ્યા. ભારે કલરવ અને ધડાકાના અવાજ એ સાથે શરૂ થયો. અવાજોથી, જાણે. પ્રલય આવ્યો હોય તેમ પંખીઓ ચિત્કાર કરતાં આકાશમાં ઊડ્યાં.
કુમારને લાગ્યું કે આ ભીલ-સેના જઈને, સાર્થ પર તો નહીં ત્રાટકે ને? એના શરીરમાંથી ધ્રુજારી પસાર થઈ ગઈ. તેનાથી ઊભા થવાય તેમ ન હતું. જો ઊભો થાય તો ભીલોની નજરમાં આવી જાય અને સનસનતો ભાલો આવીને, તેને વીંધી નાખે. કોઈ પણ હિસાબે કુમારને ત્યાંથી ખસ્યા વિના છૂટકો જ ન હતો. એનું સાર્થમાં પહોંચી જવું અત્યંત જરૂરી હતું. બેઠાં બેઠાં તે ખસતો ગયો. તેના હાથ, પગ, છાતી અને બરડો ઝાડીનાં ઝાંખરાંથી ઉઝરડાતાં હતાં. કપડાં ભરાતાં હતાં, ફાટતાં હતાં... પણ તેને સાર્થનો પડાવ દેખાયો. એને લાગ્યું કે ભીલો સાથેના સંરક્ષક સૈનિકો સાથે લડી રહ્યાં હતાં, કુમાર દોડ્યો અને સાર્થમાં પ્રવેશી ગયો. પોતાના તંબુમાં ગયો. શાન્તિમતીએ તેને જોયો. તેની હાલત જોઈ. તેની આંખો પહોળી થઈ ગઈ હતી. “આ શું થયું?” તેણે પૂછ્યું. કુમારે એને આશ્વાસન આપતા કહ્યું: “દેવી તું ધીરજ રાખ. ભીલોની ધાડ ઊતરી આવી છે. એ લોકો તીરો વરસાવી રહ્યાં છે.'
ત્યાં તો રણશિંગાડાનો અવાજ આવ્યો. ભીલોના અવાજો સંભળાવા માંડ્યા.. “મારો... કાપો. પકડો....' કુમાર બે હાથમાં બે તલવારો લઈને દોડડ્યો. તેણે ભીલોને પડકાર્યા. સાર્થના સૈનિકોએ કુમારને લડતો જોયો. સંનિકોએ પણ જોરદાર લડત આપી. કુમાર, જેમ હરણના ટોળા પર સિંહ તૂટી પડે એમ ભીલ-સેના પર તૂટી પડ્યો. ભીલ-સેનાને ભગાડી દીધી.
ત્યાં સાથેના એક સૈનિકે આવીને કુમારને સમાચાર આપ્યા: “દક્ષિણ તરફ ભીલોએ સાર્થને લૂંટ્યો છે. રક્ષકોને હરાવી દીધા છે. સ્ત્રીવર્ગ જંગલમાં નાસી ગયો છે.'
કુમાર દક્ષિણ દિશા તરફ ચાલ્યો. તે એકલો જતો હતો. પલ્લીપતિએ એને જોયો, કુમારને એકલો જોઈને, તેની તરફ ગયો. કુમાર ઉપર તેણે તીક્ષ્ણ છરીનો ઘા કર્યો. કુમારે ધાને ચુકાવી દીધો. અને પલ્લીપતિ તરફ તેણે શસ્ત્રનો ઘા કર્યો. પલિપતિની છાતીમાં છરી ઝૂંપી ગઈ. ભારેખમ શરીરવાળો પલ્લીપતિ જમીન પર પટકાયો. તે મૂછિત થઈ ગયો. બીજો એકેય ભીલ ત્યાં હતો નહીં. કુમાર દોડ્યો. પલ્લીપતિ ઉપર પવન નાંખતો રહ્યો. બાજુના ઝરણામાંથી પાણી લાવીને, એના પર છાંટ્યું. પલ્લીપતિમાં ચેતના આવી. તેણે આંખો ખોલી. - કુમારે પલ્લીપતિ સામે જોયું. તે મહાકાય હતો. સાડા છ ફૂટ ઊંચો, દરિયાઈ ૧0
ભાગ-૩ + ભવ સાતમો
For Private And Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાથીનો જ માનવીય અવતાર હોય તેવો તગડો, બળદની આંખો જેવી એની આંખો, સુવરના માથા જેવું બરછટ અને સખત એનું માથું, ગમે તેમ ઊગેલી દાઢીમાં મળી જતી ઘાસના પૂળા જેવી મૂછો! કુમાર અને પલ્લીપતિ એકબીજાને જોઈ રહ્યા. જાણે કે ત્રાટક રચાયું. કુમારે કહ્યું: “હે ભદ્ર, હવે તું નિર્ભય બન.' પલ્લીપતિએ જવાબ ના આપ્યો. તે કુમારને જોઈ રહ્યો. તે વિચારવા લાગ્યો: “આ મહાપુરુષ કોણ હશે? આનો ચહેરો ખૂબ રૂપાળો છે. ખૂબસૂરત છે. આના હોઠ પાતળા છે. પોપટની ચાંચ જેવું નાક છે. હોઠને જમણે ખૂણે કાળો મસો છે. પાતળી કાપેલી મૂછો છે. હોઠની ભીતરમાં છુપાયેલા એક સરખા દાંત છે. તેના કોમળ હાથમાં વજ જેટલું બળ છે. દઢ પ્રહાર કરનારો છે. એકલો હોવા છતાં સાહસિક છે. સિંહ જેવા પરાક્રમી છે. છતાં મુનકુમાર જેવો દયાળુ છે. કામદેવ જેવું આનું રૂપ... અને શત્રુ પ્રત્યે પણ મિત્ર જેવો વ્યવહાર કરે છે. અહો! આ તો પરમેશ્વર જેવો છે. આની સાથે મેં જે વર્તન કર્યું, તે ખોટું કર્યું. પલ્લીપતિ આમ વિચારતો ઊભો થયો અને કુમારને બે હાથ જોડીને, પ્રણામ કર્યા.
એટલામાં પલ્લી પતિના સુભટો ત્યાં આવ્યાં. તેમણે ચીસાચીસ કરી મૂકી: “પલ્લીપતિ ઘવાયા છે અને જમીન પર પડ્યા છે. ઢોલ વાગવા માંડ્યા. ક્રોધે ભરાયેલા ભીલો ભાલા લઈને, દોડતા આવવા લાગ્યા. પલ્લીપતિએ હાથના ઈશારાથી તેમને નજીક આવતા અટકાવ્યા. તેઓની સંજ્ઞામાં સમજાવી દીધું. કે, “હું હારી ગયો છું. આ મહાપુરુષ છે. તમારે એમના ઉપર હુમલો ના કરવો.' પલ્લપતિએ શિયાળ જેવો અવાજ કર્યો.
ભીલ સુભટોએ જાણી લીધું કે “પલ્લીપતિ હાર્યો છે, એટલે તેમણે ધનુષ-બાણ અને ભાલા-પરશુ નીચે જમીન પર મૂકી દીધાં. બધા સુભટો કુમાર પાસે આવ્યા. કુમારને પ્રણામ કરીને, તેઓએ કહ્યું: “હે મહાપુરુષ, અમને અભય આપો.' - કુમારે કહ્યું: ‘શસ્ત્રો નીચે મૂકનારાઓને અભય છે.” એ વખતે પલ્લીપતિ કુમારનાં ચરણોમાં પડ્યો. તેણે કહ્યું: “અમારા આ અપરાધની ક્ષમા આપો.”
કયો અપરાધ “સાર્થને લૂંટ્યો, એ મોટો અપરાધ છે.' પલ્લી પતિનું મસ્તક શરમથી નમી પડ્યું. પણ એ અપરાધ તો થઈ ગયો, હવે શું કરશો?'
લૂંટનો બધો જ સામાન મંગાવું છું. તમે એ તપાસી લેજો. તમારા સાથેની એકેએક વસ્તુ પાછી આવી જશે.
પલ્લીપતિએ તરત જ સુભટોને આજ્ઞા કરી: “યુદ્ધ બંધ કરો અને ઘોષણા કરો કે સાર્થમાંથી જે કાંઈ લીધું હોય તે બધું અહીં મારી પાસે લાવો. જો નહીં લાવો અને પાછળથી મળી આવશે તો એનો અપરાધ માફ નહીં થાય. શ્રી સમરાદિત્ય મહાકથા
૧૭૫
For Private And Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પલ્લીપતિની આ ઘોષણા થતાં જ યુદ્ધ અટકી ગયું. ભીલ-સૈનિકોએ જે કંઈ સાર્થનો માલસામાન લૂંટયો હતો, તે બધો ત્યાં હાજ૨ થયો. ઢગલા થયા. પલ્લીપતિએ કુમારને કહ્યું: ‘હે પ્રભો, આ બધું જોઈને, મને કહો કે આમાં શું શું નથી?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુમારે કહ્યું: ‘હે ભદ્રપુરુષ, આ સાર્થનો હું માલિક નથી. હું તો સાર્થવાહનો અતિથિ છું. તમે સાર્થવાહને શોધી લાવો અને પૂછો. ‘સાનુદેવ' એનું નામ છે. પલ્લીપતિએ કહ્યું: ‘ઢોલ વગાડો. પછી ઘોષણા કરો કે સાર્થવાહ સાનુદેવ જ્યાં હોય ત્યાંથી અહીં આવે. તેને અભય આપવામાં આવે છે.’
સાનુદેવ બાજુની ગીચ ઝાડીમાં પ્રાણ બચાવવા છુપાયો હતો, તે બહાર આવ્યો. ભીલ-સૈનિકો એને કુમાર પાસે લઈ આવ્યા. એણે કુમારની પાસે પલ્લીપતિને સેવકની જેમ બેઠેલો જોયો, બીજી બાજુ શસ્ત્રોનો ઢગલો પડેલો જોયો. શસ્ત્રરહિત ભીલસૈનિકોને ઊભેલા જોયા. પલ્લીપતિએ સાનુદેવને કહ્યું:
૧૦૭૨
‘અહીં સાર્થના લૂંટાયેલા માલનો ઢગલો પડ્યો છે. તું જોઈ લે. આમાં સાર્થનો જે માલ ન હોય તે કહે. હે સાર્થવાહ, આ મહાપુરુષે અમને જીતી લીધાં છે. અમે તેમને અમારા માલિક તરીકે સ્વીકાર્યા છે. તમે તેમના સંબંધી છો, એટલે અમારા માટે આદરપાત્ર છો. માટે તમે આ ધનમાલ તપાસી લો. કહો કે શું ખૂટે છે?'
સાનુદેવે કુમાર સામે જોયું. પછી પલ્લીપતિ સામે જોઈને કહ્યું: ‘હે પલ્લીપતિ, આ સેનકુમાર જેવા તમારા સ્વામી હોય અને તમારા જેવા સંબંધી હોય, પછી શું જોવાનું હોય?’
‘પલ્લીપતિએ કહ્યું; ‘ના, તમે જોઈ જ લો, તો જ મને શાન્તિ થશે.'
For Private And Personal Use Only
ભાગ-૩ ભવ સાતમો
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
L'9997
શાનદેવે પલ્લીપતિને કહ્યું: “માલસામાન બધો જ આવી ગયો છે. કંઈ પણ ઓછું નથી.' પલ્લીપતિના આગ્રહથી સાનુદેવે બધો જ માલસામાન જોઈ લીધો. પલ્લીપતિને સંતોષ થયો.
કુમારે વિચાર કર્યો: ‘આ પલ્લીપતિનું હૃદય કેવું સરળ છે! ભલે એક વાર એ હાર્યો, ફરીથી, જ્યારે એના બસો જેટલા સુભટો આવી ગયા ત્યારે એ હુમલો કરી શકત, મને પણ જીતી લઈ શકત. પરંતુ એણે મારા સદ્વ્યવહારની કદર કરી. મેં પ્રહાર કર્યો.. ને જે એની સેવા કરી, તેથી તે પ્રભાવિત થયો છે.”
સાનુદેવને કુમારે કહ્યું: “સાનુદેવ, પલ્લીપતિના શરીરે ઘા થયેલો છે. એના પર વનસ્પતિ લગાવીને, પાટો બાંધી દઈએ.” એક ભીલ સુભટ વનસ્પતિ લઈને આવ્યો હતો. તે આગળ આવ્યો અને કુમારના હાથમાં વનસ્પતિ મૂકી. સાનુદેવે તેનો રસ ઘા ઉપર રેડ્યો. વનસ્પતિ મૂકી, એની ઉપર પાટો બાંધી દીધો.
સાનુદેવે પોતાનો સોનાનો કંદોરો, પલ્લી પતિની કમરે બાંધ્યો અને કહ્યું: “આ આપણો ભાઈ-ભાઈનો સંબંધ બંધાયો!'
ત્યાર પછી જે જે સૈનિકો ઘવાયા હતા, તેમની પાટાપિંડી કરી, ત્યાં સાર્થના તંબૂઓમાં સૂવાડ્યા. જેઓ મૃત્યુ પામ્યા હતાં, તેમનો ત્યાં જ અગ્નિસંસ્કાર કર્યો.
પલ્લીપતિએ કહ્યું: “હે કુમાર, અમારી પલ્લી અહીંથી નજીક જ છે. હે આર્ય, આપ ત્યાં પધારો અને પલ્લીને પાવન કરો.”
સાનુદેવે કહ્યું: “તને જોવાથી પલ્લીનાં દર્શન થઈ જ ગયાં. અત્યારે હવે અમે સ્વસ્થ બનીએ, એ પહેલું જરૂરી છે.”
આ વાત ચાલતી હતી ત્યાં સાનુદેવનો રસોઈયો રોતો રોતો ત્યાં દોડી આવ્યો ને બોલ્યોઃ “હે સાર્થવાહપુત્ર, આપણું સારભૂત ધન લૂંટાઈ ગયું અને રાજકુમારીનું અપહરણ થઈ ગયું છે.'
“ધન તો પાછું આવી ગયું છે. રાજકુમારીની તપાસ કરાવું છું.” રાજકુમાર આકુળ વ્યાકુળ બની ગયો. પલ્લીપતિ પણ આ વાત સાંભળીને મૂંઝાયો. એને એક વાતની તો ખાતરી હતી કે કોઈ ભીલ સુભટ સ્ત્રીની લાજ તો ન જ લૂંટે, ઉપાડી ન જ જાય.” તેણે સાનુદેવને પૂછ્યું:
“હે આર્ય, આ રાજકુમારી કોણ છે?
“ભદ્ર, રાજપુરના સ્વામી શંખરાજની પુત્રી અને આ તમારા સ્વામી સેનકુમારની પત્ની શાન્તિમતી.' શ્રી સમરાદિત્ય મહાકથા
૧003
For Private And Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પલ્લીપતિએ રસોઈયા સામે જોઈને પૂછ્યું: “તું સ્પષ્ટ વાત કર. રાજકુમારીનું અપહરણ કેવી રીતે થયું?”
રસોઈયાએ કહ્યું: “સાંભળો, યુદ્ધ શરૂ થયું. શાન્તિમતીને તંબૂમાં મૂકીને, રાજકુમાર ભીલ-સેના સાથે લડવા ગયા. સાર્થના માણસો બીજી દિશા તરફ ભાગવા લાગ્યા. ઘણા ભીલ-સૈનિકો સાથેના પડાવમાં ધસી આવ્યા હતાં. સાર્થના રક્ષકો પાછા પડતાં જતાં હતાં, સાર્થની સારભૂત વસ્તુઓ ભીલ-સૈનિકો લૂંટવા લાગ્યા. એ વખતે શાન્તિમતી તંબૂની બહાર નીકળી અને “આર્યપુત્ર.. આર્યપુત્ર...” વિલાપ કરતી અટવી તરફ દોડી. રાજકુમારે મને જતી વખતે સુચના આપી હતી કે, “આને એકલીને બહાર ના જવા દેવી.' એટલે હું એની પાછળ દોડ્યો પણ માર્ગમાં એક ભીલ-યુવકે મારા માથા પર લાકડાનો પ્રહાર કર્યો. હું જમીન પર પડી ગયો. હું મૂછિત થઈ ગયો.
થોડીવાર પછી મને ચેતના આવી. હું ઊભો થયો. મારી ગભરામણનો પાર ન હતો. હું રાજકુમારીને ચારે બાજુ શોધવા લાગ્યો. સર્વ દિશાઓમાં ખોળવા લાગ્યો છતાં રાજકુમારી મને ના મળી. ક્યાંય જોવામાં ના આવી. હું નિરાશ બની ગયો. મારું મન ખૂબ વ્યથિત થઈ ગયું. “રાજ કુમારને હું શો જવાબ આપીશ?' હું વિહ્વળ બનીને, અહીં દોડી આવ્યો.”
રસોઈયાને મુખે રાજકુમારી ગુમ થયાની વાત સાંભળીને, સેનકુમાર ભૂછિત થઈ ગયો, બેહોશ બની જમીન ઉપર ઢળી પડ્યો. પલ્લીપતિ તરત જ કુમારની પાસે બેસી ગયો. ઠંડી હવા નાખવા માંડ્યો. ઠંડા પાણીથી એનું મોટું ભીનું કર્યું. ધીરે ધીરે કુમારે પોતાની આંખો ખોલી. પલ્લીપતિએ એને આશ્વાસન આપવા માંડયું:
મહારાજ કુમાર, આપ વિષાદ છોડો. આ અરણ્યને હું અને મારા આ બધા જ સુભટો જાણે છે. અરણ્યમાં છુપાવાનાં પણ સ્થાનો બધાં જાણે છે. પવનવેગે તેઓ ફરી વળશે. જ્યાં રાજ કુમારી હશે ત્યાંથી સન્માનપૂર્વક, મારા સુભટો અહીં લઈ આવશે. હું પણ દેવીની શોધ કરવા માટે જ જાઉં છું.”
સાનુદેવને ઉદ્દેશીને કહ્યું: “સાર્થવાહપુત્ર, હવે અત્યારે પલ્લીદર્શન કરવાનો સમય નથી. તમે અમારા આ સ્વામીને આશ્વાસન આપો. તેમને સાત્ત્વના આપો. તમે અહીં જ એમની પાસે રહેજો. હું જાઉં છું. જલદી પાછો આવી જઈશ.'
પલ્લીપતિએ જતાં-જતાં પોતાના વિશ્વાસપાત્ર દસ સુભટોને કુમાર પાસે રાખ્યા. કુમારને કહ્યું: “આપ નિરાશ ના થશો. ઉત્સાહ રાખજો. અમે દેવીને ખોળવા જઈએ છીએ.”
સાનુદેવે કહ્યું: “હે વિરપુરુષ, તમે દેવીને ઓળખી શકો તે માટે તમને હું મારો એક માણસ આપું છું. એ દેવીને ઓળખી લેશે.” સાનુદેવે પોતાનો એક માણસ પલ્લીપતિની સાથે મોકલ્યો.
૧૭૪
ભાગ-૩ + ભવ સાતમાં
For Private And Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાન્તિમતી સેનકુમારને શોધતી અરણ્યમાં આગળ ને આગળ દોડતી જતી હતી. તે અરણ્યના મધ્ય ભાગમાં પહોચી, અને દિશાઓની સૂઝ પડતી ન હતી. તે થોડીવાર એક વૃક્ષની છાયામાં બેઠી.. વિશ્રામ કર્યો અને ફરી ચાલવા માંડ્યું. સૂર્યાસ્ત સમયે એ એક નદીના કિનારે પહોંચી. પહાડ પરથી વહી આવતી એ નદી બે કાંઠે વહેતી હતી. કિનારે ઊભી રહીને, ‘આર્યપુત્ર... હે આર્યપુત્ર..” કહીને, વિલાપ કરવા લાગી.
શું થયું હશે એમનું? શું ભીલ સૈનિકોની સાથે લડતા-લડતાં તેઓ સ્વર્ગવાસી થઈ ગયા હશે? અથવા ભૂલા પડી ગયા હશે? કોઈ બીજી દિશામાં મને શોધવા માટે ગયા હશે? હું એકલી ક્યાં જઈશ? ચારે દિશાઓમાં સન્નાટો છે. એક માણસ પણ દેખાતો નથી. એટલું સારું થયું કે કોઈ દુષ્ટ ભીલના સકંજામાં હું ફસાઈ નહીં. મારું શીલ અખંડ રહ્યું છે... અને શીલ જ મારું સર્વસ્વ છે ને? કોઈ એવી આપત્તિ આવી પડે, એ પહેલા હું જ આ જીવનનો અંત લાવી દઉં. કુમાર વિના, આમેય મને ક્ષણ માત્ર ચેન નથી પડતું. વળી, મારે હવે કોના માટે જીવવાનું?” શીલરક્ષા માટે આત્મહત્યા કરવામાં કોઈ પાપ નથી” એમ જ્ઞાની પુરુષો પાસેથી મેં સાંભળેલું છે.”
સંધ્યા ખીલી હતી. તેણે વેલડઓ એકઠી કરીને, ફાંસલો તૈયાર કર્યો. અશોકવૃક્ષની બે ડાળો વચ્ચે એ વેલડીને બાંધી.
ફાંસો પોતાના ગળામાં નાખ્યો અને બોલી “હે ભગવતી વનદેવીઓ, સાંભળો. હું રાજપુરના શંખરાજની પુત્રી, શાન્તિમતી છું. ચંપાના રાજકુમારની હું પત્ની છું. મેં આર્યપુત્રને છોડી બીજા કોઈ પુરુષની મનથી પણ ઈચ્છા નથી કરી. મેં મન-વચનકાયાથી કુમારને ચાહ્યા છે, માટે મને આવતા ભવે એ જ પતિ મળો,
આ પ્રમાણે નિયાણું કરીને, તેણે શરીરને ઝૂલતું મૂકી દીધું. પરંતુ વેલડી તૂટી ગઈ. ફાંસલો તૂટી ગયો. એ જમીન પર પછડાઈ ગઈ. મૂર્શિત થઈ ગઈ.
એ ગિરિ-નદીથી થોડે દૂર એક તપોવન હતું. તપોવનનો એક ઋષિકુમાર સંધ્યા ઉપાસના કરવા માટે નદીના તટ તરફ આવ્યો હતો. તેણે શાન્તિમતીને જમીન પર પડેલી જોઈ. ઋષિકુમારને વિચાર આવ્યો : “શું આ કોઈ વનદેવી વૃક્ષ પરથી જમીન પર પડી હશે? પરંતુ એ સાધુ હતા ને? તેમણે વિચાર્યું: “હું મુનિ છું. સ્ત્રીનો વિચાર મારાથી કરાય નહીં. શાસ્ત્રોમાં સ્ત્રીદર્શનનો નિષેધ કરવામાં આવેલો છે. શાસ્ત્રમાં લખેલું છે કે “તપેલી લાલચોળ લોહસળીથી આંખો આંજવી સારી, પરંતુ સ્ત્રીના અંગ-ઉપાંગ તરફ નજર ના નાખવી. વિષભક્ષણ કરવું સારું, પણ વિષયસેવન ન કરવું. જીભને છેદી નાખવી પડે તો છેદી નાખવી. પણ અસત્ય ના બોલવું.” માટે ભલે પડી એ સ્ત્રી. મારે એની સાથે કોઈ લેવાદેવા નથી. સ્ત્રીની ચિંતા કરવાનો અમારા સાધુજનોનો અધિકાર નથી. શ્રી સમરાદિત્ય મહાકથા
૧dછા
For Private And Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમ વિચારીને, એ ઋષિકુમાર તપોવન તરફ ચાર કદમ ચાલે છે. ને તેને બીજાં શાસ્ત્રવચન યાદ આવે છે.
શાસ્ત્રોમાં લખ્યું છે કે: ‘ઋષિ-મુનિઓએ ઉપદેશ દ્વારા દીનજનોનો ઉદ્ધાર કરવો, શત્રુ-મિત્ર પ્રત્યે સમાન ભાવ રાખવો. સુખદુઃખના વિષયમાં સર્વ જીવોને પોતાની સમાન ગણવા. જીવોના હિત માટે યથાશક્તિ પ્રયત્ન કરવો. દીન-દુ:ખી જીવોનો. ઉદ્ધાર કરવો.”
આ સ્ત્રી અત્યારે દીન છે, દુઃખી છે. નહીંતર આવા જંગલમાં એ એકલી કેમ હોય? માટે પાસે જઈને તપાસ કરું! ક્યારેક વ્યંતરીઓ... વિદ્યાધરીઓ ઋષિ-મુનિને છળવા માટે આ રીતે સૂતી હોય છે'
એ ઋષિકુમાર શાન્તિમતી જ્યાં પડી હતી ત્યાં ગયો. ગળામાં વેલનો તૂટેલો ફાંસો દેખાયો. નિકુમારની આંખો પહોળી થઈ ગઈ. “અરે, આ સ્ત્રીની આકૃતિ કેટલી શાન્ત-સૌમ્ય છે અને એના ગળામાં ફાંસો? આ તો પરસ્પર વિરુદ્ધ વાત દેખાય છે. છતાંય કર્મપરવશ જીવના માટે કંઈ પણ વિરુદ્ધ નથી હોતું... અશક્ય નથી હોતું.”
મુનિકુમાર શાન્તિમતીની પાસે આવ્યા. મસ્તક પાસે બેઠાં. કમંડળમાંથી પાણી લઈને તેના મુખ પર પાણી છાંટયું. સંધ્યાકાળનો શીતળ પવન તો શાન્તિમતીના દેહને સ્પર્શી રહ્યો હતો. તેનામાં ચેતના આવી. તે શ્વાસ લેવા માંડી. આંખો ખોલી. સામે મુનિકુમારને જોઈ, પોતાનાં વસ્ત્રો ઠીક કરવા લાગી. તેની આંખોમાં નિકુમારે થોડો ભય જોયો. મુનિકુમાર બોલ્યો:
વત્સ, ભય ન પામ, હું તો મુનિકુમાર છું.’ શાન્તિમતીએ મુનિકુમારને વંદના કરીને પૂછ્યું: ભગવંત, આપ અહીં ક્યાંથી આવ્યા? હે સૌભાગ્યવતી, અહીં પાસે જ અમારું તપોવન છે. હું ક્યારેક આ ગિરિનદીના પ્રદેશમાં સંધ્યા-ઉપાસના કરવા આવું છું. આજે તને વૃક્ષ નીચે અચેતન અવસ્થામાં પડેલી જોઈ, પહેલાં તો મને ભ્રમ થયો કે આ વનદેવી હશે? પછી શંકા થઈશું તરી મને છેતરવા અહીં પડી હશે? પછી વિકલ્પ થયો - શું આ કોઈ વિદ્યાધરી
હશે?
પરંતુ નજીક આવીને તને જોઈ, તારા ગળામાં ફાંસો જોયો એટલે હું ચમક્યો. જરૂર આ દુઃખી અને અનાથ સ્ત્રી છે. મારે એનો આ દુઃખમાંથી ઉદ્ધાર કરવો જોઈએ. એમ સમજીને ગળા પર પાણી છાંટયું. તને ચેતના આવી.”
ઋષિકુમારે સંક્ષેપમાં જે સત્ય હતું તે કહ્યું. તેણે શાન્તિમતીને પૂછ્યું: “હે સુશીલે, તું કોણ છે? એકલી કેમ છે અને ફાંસો ખાવાનું શું પ્રયોજન?'
શાન્તિમતી વિચારમાં પડી ગઈ. તેણે વિચાર્યું. “આ તો મુનિવર છે, એમને મારી
૧૦૬
ભાગ-૩ + ભવ સાતમો
For Private And Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાત કરાય ખરી? પરંતુ એ પૂછે છે, તો એમને વાત કરવી ઉચિત ગણાય? પરંતુ તપસ્વજનોનું વચન માન્ય કરવું જોઈએ. ભલે એ બધું જાણે, કદાચ મારી લઘુતા થાય, પરંતુ આત્માની વળી લઘુતા શી? ઋષિકુમાર તો દેવસરખા કહેવાય. આપત્તિના પ્રસંગે તેઓ મળી ગયા, તે મારો ભાગ્યોદય જ કહેવાય ને! સંક્ષેપમાં વાત કહી દઉં.”
એ દરમિયાન મુનિ કુમારે કહ્યું: “વત્સ, મને કોઈ પણ વાત કહેવામાં સંકોચ ના રાખીશ. જે વાત હોય તે ખુલ્લા દિલથી કહે.”
શાન્તિમતીએ કહ્યું: “હે દેવ, હું ચંપાનગરીના મહારાજાની પુત્રવધૂ છું. મારા સ્વામી ભીલની સાથે લડવા ગયા... અને હું ભાગી નીકળી. મને ભીલ સેનાનો ભય લાગ્યો હતો. તે પછી હું ચાલતી ચાલતી અહીં આવી પહોંચી. મને આર્યપુત્ર ના મળ્યા. મળવાની આશા પણ ના રહી. તેથી ગળે ફાંસો ખાઈને, મરી જવા પ્રયત્ન કર્યો. પરંતુ તે નિષ્ફળ ગયો. વેલનો ફાંસો તૂટી ગયો. નીચે પડી.” એમ કહીને શાન્તિમતી રડી પડી.
મુનિ કુમારે કહ્યું: “વત્સ, રુદન ના કર. આ સંસાર જ આવો દુઃખરૂપ છે. આ સંસારમાં પ્રિયજનોના સંયોગ-વિયોગ થયા જ કરે છે. હર્ષ અને શોકનાં દ્વન્દ્ર ચાલ્યાં જ કરે છે. ક્યારેક સંપત્તિ તો ક્યારેક વિપત્તિ! તું બુદ્ધિશાળી છે. વિષમ દશામાં તારે ખેદ ના કરવો જોઈએ. અનુચિત કાર્ય ના કરવું જોઈએ. હે આર્યો, તું શોકનો ત્યાગ કર. તારો પતિ જીવંત છે! તે સુખી છે. હું લક્ષણશાસ્ત્ર જાણું છું. એના આધારે થોડી વાતો તને કહું છું. તેથી તારો શોક દૂર થશે.
* તારો પતિ જીવંત છે, કારણ કે તારો દેખાવ શુભફળના ઉદયને અભિવ્યક્ત કરે છે.
છે તારી શરીરકાંતિ સુવર્ણસરખી મનોહર છે. આ કોયલના જેવી મનોહર વાણી છે તારી.
તેં તારા બે પગ સારી રીતે સ્થાપિત કરેલા છે. કેડ નીચેનો ભાગ વિસ્તીર્ણ છે. કે તારી નાભિ દક્ષિણાવર્તથી યુક્ત છે. છે તારા હાથની કાંતિ અને શોભા કરમાઈ નથી.
સંપૂર્ણ કલાયુક્ત શરદના ચંદ્ર જેવું તારું વદનકમળ છે. જ કમળ જેવાં તારા બે નયન છે. આ ચમકતું અને તિલકથી શોભતું તારું લલાટ છે. છે ઝીણા અને વાંકડિયા કેશનો કલાપ છે. હે આર્ય, આ બધાં લક્ષણોવાળી સ્ત્રીને વૈધવ્યનું દુઃખ આવતું નથી. તે પુત્રવતી માતા બને છે. શ્રી સમરાદિત્ય મહાકથા
૧૦૭૭
For Private And Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હે વત્સ, તું મારી સાથે તપોવનમાં ચાલ, કુલપતિના દર્શન કરીને કૃતાર્થ થા. તપોવનમાં, કુલપતિના સાન્નિધ્યમાં તે નિર્ભય રહીશ.”
શાન્તિમતી સ્વસ્થ થઈ. તેણે ઋષિકુમારને કહ્યું: “હે દેવ, આપની આજ્ઞા મને સ્વીકાર્ય છે. હું આપની સાથે તપોવન આવું છું.'
પૃથ્વી પર અંધકાર ઊતરી આવ્યો હતો. ઋષિકુમાર આગળ અને શાન્તિમતી એમની પાછળ ચાલવા લાગી. ઋષિકુમારે શાન્તિમતીના શરીરનાં લક્ષણો કહી બતાવ્યાં, પણ એકે દર્શન એમના મનને વિકારી ના બનાવી શક્યું. સાધના દ્વારા તેમણે ઈન્દ્રિયવિજય કર્યો હતો. દૃશ્યની અસર તેમના નિર્મળ મન પર થતી ન હતી. શરીરનાં રૂપ-રંગની અસારતાનું ભાન, તેઓને અનાસક્ત રાખતું હતું.
અંધારી રાત અને જંગલનું એકાંત! વાસનાને ભભૂકવા માટે બીજું શું જોઈએ યુવાન પુરુષને? અલબતુ, શાન્તિમતી પણ મહાસતી હતી, સિવાય સેનકુમાર, બીજા કોઈ પુરુષ પ્રત્યે એના મનમાં પણ વાસના જાગી ન હતી. એ એની મહાનતા હતી.
બંને શુભ ભાવોમાં હતા. જ એકના હૃદયમાં વાત્સલ્ય હતું, કારુણ્ય હતું. ક બીજાના હૃદયમાં શુદ્ધ ભક્તિ હતી. * તેઓ બંને તપોવનનાં દ્વારે આવ્યાં. ઋષિકુમારે કહ્યું.
હે યુવરાજ્ઞી, આપણે તપોવનમાં આવી ગયાં છીએ. સર્વપ્રથમ હું તને તપોવનના કુલપતિ પાસે લઈ જઈને, તાર સંક્ષિપ્ત પરિચય આપું છું.”
શાન્તિમતી તાપસકુમારને અનુસરી. તેને તપોવનનું વાતાવરણ ખૂબ ગમ્યું. કુલપતિ પાસે જઈને, શાન્તિમતીએ ભાવપૂર્વક પ્રણામ કર્યા. તાપસકુમારે સંક્ષેપમાં શાન્તિમતીનો પરિચય આપ્યો. કુલપતિ જ્ઞાની હતા. ભવિષ્યને જોઈ શકતા હતા. તેમણે આશ્વાસન આપતા કહ્યું: “હે વત્સ, તું સંતાપ ના કરીશ. તારો પ્રિયતમ જીવંત છે ને આ જ આશ્રમમાં તેનો સમાગમ થશે!”
શાન્તિમતી નિશ્ચિત થઈ ગઈ.
:
૧૦૭૮
ભાગ-૩ ૪ ભવ સાતમો
For Private And Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પcલીપતિ અને એના ભીલ-સૈનિકોને સાંજ સુધી શાન્તિમતી ના મળી. તેઓ બધા ભેગા થયા. સહુ નિરાશ બન્યા હતા. નિરાશ વદને પાછા આવ્યા. સાનુદેવની સાથે સેનકુમાર, શાન્તિમતીની પ્રતીક્ષા કરી રહ્યો હતો. કુમાર કે સાનુદેવે પાણીનું એક ટીપું પણ લીધું ન હતું. પીપતિએ કહ્યું: “હે દેવ, આપ સંતાપ ના કરો. દેવી જરૂર મળી આવશે. તેઓ આ અરણ્યની બહાર નીકળી ગયા લાગે છે. આ અરણ્યમાં જો હોત તો મળ્યાં વિના ન રહેત.
હવે આપ ભોજન કરો. આપ ભોજન નહીં કરો તો સાનુદેવ વગેરે કોઈ ભોજન નહીં કરે. સાર્થના ઘણા માણસો પાછા આવી ગયા દેખાય છે. જે બાકી હશે, એ પણ આવી જશે.
કુમારે વિચાર્યું. “હું જો ભોજન નહીં કરું તો સાનુદેવ વગેરે ભોજન નહીં કરી શકે. આ પલ્લીપતિ અને એના સુભટો બિચારા કેટલું ભટકી આવ્યા છે? તેમણે પણ ભોજન નથી કર્યું. માટે ભોજન તો કરી લઈએ.' કુમાર સાનુદેવને કહ્યું: ‘મિત્ર ભોજન કરાવડાવો. સહુના માટે એકસરખું ભોજન બનાવવા રસોઈયાને કહેજો.”
સાર્થના માણસોને પણ કહી દો કે સહુ અહીં આ જ પ્રદેશમાં રોકાય. રાત્રિના સમયે કોઈ પણ આ પ્રદેશની બહાર ના જાય.”
ભોજન તૈયાર થઈ ગયું.
કુમાર, સાનુદેવ અને પલ્લીપતિએ સાથે બેસીને ભોજન કર્યું. સાર્થના માણસોએ પણ ભોજન કરી લીધું. ભીલ સૈનિકો માટે પણ સાનુદેવે ભોજન બનાવડાવ્યું હતું. બધાને જમાડી દીધા.
પલ્લીપતિએ કુમારને કહ્યું: “દેવ, અહીં જ આપને સૂવા માટે બિછાનું પથરાવું છું.” તેણે પોતાના માણસોને આજ્ઞા કરી. બિછાનું તૈયાર થતાં કુમાર સુઈ ગયો. પાસે સાનુદેવ સૂતો અને થોડે દૂર પલ્લીપતિ સૂઈ ગયો. પલ્લીપતિ અને એના સાથીઓ થાકેલા હતા એ લોકો ઘસઘસાટ સૂઈ ગયા. કુમારને શાન્તિમતીના વિચાર ઊંઘવા દેતા ન હતા.
એ ક્યાં હશે?' શું શત્રુઓએ એનું અપહરણ કર્યું હશે?” એ જીવતી હશે ને?'
ખરેખર, ભૂલ મારી છે. મારે આ પરિભ્રમણમાં અને સાથે રાખવી જોઈતી ન શ્રી સમરાદિત્ય મહાકથા
૧૦૭૯
For Private And Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હતી. એને એને પિતૃગૃહે મોકલી દેવી જોઈતી હતી. મેં એને સાથે રાખીને, ઘણી મોટી ભૂલ કરી છે.
એ તો પુણ્યનો થોડો ઉદય છે કે સાનુદેવ જેવો ગુણવાન મિત્ર મળી ગયો છે અને પલ્લીપતિ જેવો ખૂંખાર ભીલ-પતિ વિશ્વાસપાત્ર સેવક બનીને રહ્યો છે. બાકી તો આ ભીલ લોકો! ક્યારે હલ્લો કરીને મારી નાખે, તે કહેવાય નહીં પરંતુ આ પલ્લીપતિને મારા પ્રત્યે સાચો પ્રેમ જાગ્યો છે. શાન્તિમતીને શોધવા માટે એ અને એના માણસો કેટલું બધું રખડ્યા છે!”
આ પ્રમાણે વિચારો કરતાં કરતાં એ ઊંઘી ગયો. * સાનુદેવ પણ નિર્ભય બનીને ઊંઘતો હતો. - પલ્લીપતિ અને એના માણસો ઘસઘસાટ ઊંઘતા હતાં. રાત્રિનો છેલ્લો પ્રહર શરૂ થયો હશે. ત્યાં ચોકીના બે ભીલ-સૈનિકો, પલ્લીપતિને જગાડતા હતા.: “હે સ્વામી, જાગો... જાગો.”
પલિપતિ બિછાનામાં બેઠો થઈ ગયો. “શું છે? કેમ મને જગાડ્યો?
સંનિકોએ કહ્યું: “સ્વામી, અમે અનુમાન કરીએ છીએ કે આ અરણ્યમાં કોઈ મોટા સાથે પ્રવેશ કર્યો છે. એ જાણીને બે પર્વતની વચ્ચેની ખીણમાંથી બીજા બે પલ્લીપતિ બહાર આવ્યા લાગે છે. સાથે લગભગ પાંચસો શસ્ત્રસજ્જ માણસો છે.
આટલા બધા ધાડપાડુઓનો સામનો કરવા, સાર્થની રક્ષા કરવા, વિશ્વપુરના રાજાએ પોતાના મોટા સૈન્યને મોકલ્યું છે. ધાડપાડુઓ તેમની રીતે અરણ્યમાં ગોઠવાયા છે. રાજાના સૈનિકો એમનો વ્યુહ રચીને, ગોઠવાયા છે. અમે આપણી ચોકીમાં જાગ્રત બેઠા છીએ.
પલ્લીપતિ ઊભો થયો. તેણે હાથમાં ધનુષ્ય લીધું. ખભે તીરોનો ભાથો લટકાવ્યો. કમરમાં બે છરા છુપાવ્યાં અને તે ધીમે પગલે, જ્યાં કુમાર અને સાનુદેવ સૂતા હતાં ત્યાં આવ્યો. સાનુદેવ જાગી ગયો. પલ્લીપતિએ સાનુદેવને પોતાની પાસે બોલાવીને કહ્યું: ‘તું આપણા સ્વામીની કાળજી રાખજે. મારે અરણ્યના પ્રવેશસ્થળે જવું છે. બીજા ધાડપાડુઓ આવ્યા છે. મોટો સાથે આવે છે અને વિશ્વપુરની સેના આવે છે. ધાડપાડુઓ સાર્થને લૂંટવા માટે આવે છે. સેના સાથેની રક્ષા માટે આવે છે. ધમાલ મોટી થવાની. હું ત્યાં જ. અહીંથી ચાર-છ માઈલ દૂર એ બધું પતાવવા માગું છું. અહીં કુમાર અને તારો સાથે સલામત રહે એવી મારી ઈચ્છા છે. હું આવનાર સાર્થને આ રસ્તે નહીં આવવા દઉં; એને બીજા રસ્તે વાળીશ. ધાડપાડુઓ, મારા ખ્યાલ મુજબ, અરણ્યમાં સાથે પ્રવેશે કે તરત જ ધાડ પાડશે.... અને ત્યાં જ વિશ્વપુરની સેના એ ધાડપાડુઓ પર ત્રાટકશે!'
૧૦૮૦
ભાગ-૩ ૪ ભવ સાતમો
For Private And Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું જાઉં છું. તું આમને સાચવજે.” કુમારની પુનઃ પુનઃ ભલામણ કરીને, પલ્લીપતિ ગયો. કુમાર જાગી ગયો હતો. તેણે સાનુદેવ સાથે પલ્લિપતિએ કરેલી વાતો સાંભળી હતી. સાંભળતાં સાંભળતાં એ ગગદ થઈ ગયો.
અહો, ભીલ હોવા છતાં કેવા ઉચ્ચ કોટિના ગુણો એનામાં છે. કેવી એની મહાનુભાવતા છે! સાનુદેવ,” કુમારે સાનુદેવને પોતાની પાસે બોલાવીને કહ્યું: “સાનુદેવ પલ્લીપતિની બધી વાત મેં સાંભળી છે. એની સજ્જનતા જુઓ! એ મારી કેટલી બધી ચિંતા કરે છે? તો આપણે પણ એની ચિંતા કરવી જોઈએ. એ ધાડપાડુઓ સાથે લડવા ગયો છે. હું એની વહારે જાઉં. તું જાણે છે કે યુદ્ધમાં મારી તોલે, ચંપામાં કોઈ ના આવે, સેનાપતિ પણ નહીં! તું અહીં રહેજે.સાર્થને સંભાળજે. કદાચ હું પાછો ના આવે તો તું તામ્રલિપ્તિ તરફ પ્રયાણ કરી દેજે.
સાનુદેવ મૂંઝાયો. એણે કોઈ પ્રત્યુત્તર ના આપ્યો.
કુમાર બે હાથમાં બે તલવારો લઈને દોડ્યો. એ લગભગ પલ્લી પતિને આંબી ગયો. પલ્લીપતિએ કુમારને જોયો. કુમારની પરોપકાર-પરાયણતા જોઈ, તે હર્ષિત થયો. કુમારને તેણે કહ્યું: “દેવ, તમે ઊભા રહો અને મારું યુદ્ધકૌશલ જુઓ. આ સામે જે મશાલના અજવાળામાં દેખાય છે, એ ધાડપાડુઓ છે. હજુ રાજ્યના સૈનિકો છુપાયેલા છે. તેઓ બહાર આવ્યા નથી. આ ધાડપાડુઓ ઠાકુરો છે. ભીલ-સેના છે. એટલે તેઓ પાછા પડવાના નથી. પણ હું અને મારી ભીલ-સેના, અમે પહોંચી વળીશું.”
અચાનક સનનન કરતી છરી આવી. કુમાર જમીન પર બેસી ગયો. ઘા ચુકાવી દીધો. પલીપતિએ તીર છોડવા માંડ્યાં. ભીલ-સૈનિકોએ પણ તીરો વરસાવવા માંડવા. ધાડપાડુઓને સમજાયું કે આ સાર્થના રક્ષકો નથી! સાર્થ પણ નથી. ભીલસેના છે. એટલે તેઓ પાછા પડવા લાગ્યા.
પરંતુ કોઈની રાહ જોયા વિના કુમાર બે હાથમાં બે કટારી લઈ ધાડપાડુઓની વચ્ચે ઘુસી ગયો. જેવી રીતે ખેડૂત ઘાસ કાપે એ રીતે કુમારે ધાડપાડુઓની લાશો પાડવા માંડી. હરણના ટોળા પર કેવી રીતે સિંહ તૂટી પડે એ રીતે કુમાર ધાડપાડુઓ પર તૂટી પડ્યો. પલ્લિપતિ જોઈ રહ્યો હતો. સૂર્યોદય થઈ ગયો હતો.
ધાડપાડુઓએ સામે ઊભેલા મહાકાળ જેવા પલ્લીપતિને અને ભીલ-સૈનિકને ઊભેલા જોયા. કુમારે લગભગ ૨૦-૨૫ ધાડપાડુઓને મોતના ઘાટ ઉતારી દીધા હતા. ધાડપાડુઓ ભાગવા માંડ્યા. પલિપતિએ મોટેથી બૂમ પાડીને, કુમારને પાછો બોલાવી લીધો.
કુમાર ગજબ કરી દીધો તમે તો! અદભુત પરાક્રમ છે તમારું.” ભીલ-સૈનિકોએ વાનરની જેમ ચિચિયારીઓ પાડવા માંડી અને નાચવા માંડ્યું. પરંતુ ત્યાં જ વિશ્વપુરના શ્રી સમરાદિત્ય મહાકથા
૧૦૮૧
For Private And Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સેનિકોએ તીવ્ર ગતિથી આવીને, કુમાર તથા પલ્લીપતિને ઘેરી લીધા. ભીલ-સૈનિકોએ ધોડેસવારો સામે સારી એવી લડત આપી. પલ્લીપતિએ તીરોનો મારો કરીને, દશ અશ્વારોહીઓને યમલોક ભેગા કરી દીધા. કુમારે અદ્વિતીય પરાક્રમ દાખવીને, પચાસ અશ્વારોહીઓને ઘાયલ કરી, ભૂશરણ કરી દીધા.
પરંતુ આ યુદ્ધમાં ભીલ-સૈનિકો મોટી સંખ્યામાં માર્યા ગયા. પલ્લીપતિના હોઠ ક્રોધથી ફૂલતાં હતાં. તેના શરીર પર અનેક જખમ થયાં હતાં. તેનાં કપડાં લોહીથી ઠેરઠેર ભીનાં થયાં હતાં. છતાં એ જલદી હાર સ્વીકારવા તૈયાર ન હતો. તેણે કુમારને કહ્યું: ‘દેવ, ભલે આ ઘોડેસવાર હોય, હું તેમને પહોંચી વળીશ.’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુમારે કહ્યું: ‘આપણે છેવટ સુધી લડીશ. પરંતુ હવે આપણે બે જ છીએ. એ લોકો મોટી સંખ્યામાં છે. એટલે છેવટે આપણી જ હાર મને લાગે છે. વળી, હવે તમારાં આ ધનુષ્ય-બાણ કામ નહીં લાગે. તમે એ છોડીને, તમારા બંને હાથમાં ભાલા લઈ લો કે પરશુ લઈ લો. આ ઘોડેસવારો આપણને ઘેરવા માટે નજીક આવી રહ્યાં છે. તમે ભાલાથી ઘોડાને પછાડો. હું સવારને ઉપર પહોંચાડું છું.
બંનેએ વ્યૂહ ઘડી કાઢ્યો.
પલ્લીપતિ ઊછળ્યો અને એક ઘોડાના પેટમાં ભાલો હુલાવી દીધો. ઘોડો પડ્યો. કુમારે સવારનું માથું ધડથી જુદું કરી દીધું, વિશ્વપુરનો સેનાપતિ આ બંનેના અદ્ભુત પરાક્રમથી વિસ્મિત થયો. પલ્લીપતિએ અને કુમારે જોતજોતામાં દસ ઘોડેસવારોની લાશ પાડી દીધી. સેનાપતિને ચિંતા થઈ. તેણે વિચાર્યું કે ‘આ બેની પાસે શસ્ત્રો છે, ત્યાં સુધી તેમને હરાવી નહીં શકાય. સર્વપ્રથમ એમને નિઃશસ્ત્ર કરવા પડશે.'
એણે પોતાના ચુનંદા સૈનિકોને પોતાનો વ્યૂહ સમજાવી દીધો. અને યોજના મુજબ એ સૈનિકો ધસી ગયા, એ કુંડાળામાં. બંનેના ગળા પર પાછળથી તલવારો મૂકાઈ ગઈ.
સેનાપતિએ આજ્ઞા કરી: ‘તમે બંને શસ્ત્ર મૂકી દો, નહીંતર આ તલવારો તમાર ગળાં ઉતારી લેશે!’
પલ્લીપતિએ કુમારની સામે જોયું. કુમારે શસ્ત્રો નીચે મૂકી દીધાં. પલ્લીપતિએ પણ નીચે મૂકી દીધાં. બંનેને પકડી લેવામાં આવ્યા.
‘તમને બંનેને વિશ્વવપુર લઈ જવામાં આવશે.’ સેનાપતિએ આજ્ઞા કરી. સૈનિકો દ્વારા બંનેને બાંધીને, બે ઘોડાઓ ઉપર નાંખવામાં આવ્યા અને ઘોડાઓને વિશ્વપુર ત૨ફ ભગાડવામાં આવ્યાં.
૧૦૮૨
સાનુદેવ આકુળ વ્યાકુળ બની ગયો હતો. એણે પોતાની સગી આંખે એ અરણ્યમાં થયેલો ભયંકર હત્યાકાંડ જોયો હતો, એની બધી સંપત્તિ પાછી આવી ગઈ હતી.
ભાગ-૩ ભવ સાતમો
For Private And Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એનો સાથે સલામત હતો. પરંતુ શાન્તિમતી ખોવાઈ ગઈ હતી અને કુમાર ઘાયલ થઈને શત્રુને હાથે પકડાયો હતો-એથી એની મનોવેદના ઘણી વધી ગઈ હતી.
અરણ્યની ગીચ ઝાડીમાં છુપાયેલા કેટલાક ભીલોએ આવીને સાનુદેવને યુદ્ધની વાત કરી. સાનુદેવે કહ્યું:
હું વિશ્વપુર જઈશ. વિશ્વપુરના રાજાને મળીને, સેનકુમારનો પરિચય આપીને છોડાવીશ. તમે સહુ અહીં જ રહેજો. આ ભીલ-પુષ્પો તમારી રક્ષા કરશે, તમે તેઓને ભોજન આપજો.' સાર્થના પુરુષને ભલામણ કરી, સાર્થના ચાર યુવાનોને લઈ, સાનુદેવ વિશ્વપુર પહોંચી ગયો.
બીજી બાજુ સેનાપતિ, કુમારને અને પલ્લીપતિને રાજા સમરકેતુ પાસે લઈ ગયો. બંનેના અપૂર્વ પરાક્રમની રાજાને વાત કરી. રાજા કુમાર સામે જોઈ રહ્યો હતો. કુમારનું અદ્ભુત રૂપ જોઈને અને એના પરાક્રમની પ્રશંસા સાંભળીને રાજાએ વિચાર્યું: ‘આ રાજ કુમાર હોવો જોઈએ... અન્યથા રૂપ અને પરાક્રમનો મેળ બેસતો નથી. હું આની તપાસ કરાવું. બાકી આ બીજો તો ભીલ-પતિ છે. આ ધાડપાડુને તો મરાવી જ નાખું.”
રાજાએ સેનાપતિને આજ્ઞા કરી: “આ ધાડપાડુ ભીલને શૂળી પર ચઢાવી દો. એને મરાવી નાખો. આ કુમારને સારી રીતે રાખો. એનું શું કરવું, તે પછી નક્કી કરીશ.'
કુમારે રાજાની આજ્ઞા સાંભળી. તેના ચહેરા પર દૃઢતા તરી આવી. તે બોલ્યો: મહારાજા, પહેલાં મને મરાવી નખાવો પછી આ પલ્લીપતિને જે સજા કરવી હોય તે કરજો, પહેલાં મને માર.'
રાજાએ કુમારની સામે જોયું, વિચાર્યું: “ખરેખર, આ કુમાર માત્ર રૂપવાન છે. એટલું જ નહીં, ગુણવાન પણ છે. જરૂર કુમાર પર આ પલ્લીપતિ ભીલનો કોઈ ઉપકાર હશે! એ પોતાના ઉપકારીને બચાવી લેવા, સ્વયં મોત માગે છે! કેવી આની મહાનતા છે!”
રાજાએ કહ્યું: “હે કુમાર, મારે તારો પરિચય જોઈએ છે! તું અસાધારણ પુરુષ છે.' કુમારે આસપાસ ઊભેલા લોકો તરફ નજર કરી. ત્યાં ઊભેલા સાનુદેવ સાથે એની દૃષ્ટિ મળી. કુમારે રાજાને કહ્યું: “મહારાજા, મને ઓળખનાર એક પુરુષ અહીં છે. એ રાજપુરનો સાર્થવાહપુત્ર છે. આપ એને મારો પરિચય પૂછી શકો છો!”
રાજા બોલ્યો: “સાર્થવાહપુત્ર સાનુદેવ અહીં મારી પાસે આવો.” સાનુદેવ ભીડમાંથી નીકળીને, રાજા પાસે ગયો. વિનયથી રાજાને પ્રણામ કરી, તે ઊભો રહ્યો.
“સાર્થવાહપુત્ર, તું આ કુમારને ઓળખે છે?'
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જી હા.” “એનો પરિચય?
આ સેનકુમાર, ચંપાનગરીનો યુવરાજ છે! અને એનાં લગ્ન મારા જ નગરના મહારાજા શંખની પુત્રી શાન્તિમતી સાથે થયાં છે.' ‘રાજકુમારી શાન્તિમતી ક્યાં છે?'
અરણ્યમાં ખોવાઈ ગઈ છે.” “પણ આ બે તારી સાથે કેવી રીતે થયા?”
ચંપાવાસમાં કેવી રીતે મળ્યા. ત્યારથી માંડીને બધી વાત, કુમારે પલ્લી પતિને હરાવ્યો, પલ્લીપતિએ લુંટનો બધો જ માલસામાન પાછો આપ્યો, રાજકુમારીની શોધ, વગેરે બધી જ વાત સાનુદેવે કહી.
મહારાજા સમરકેતુએ સ્વયં ઊભા થઈને, સેનકુમારનાં બંધનો ખોલી નાખ્યાં. સેનાપતિને કહ્યું: “આ કુમાર મારો જ કુમાર છે, એમ સમજીને મહેલના એક ખંડમાં લઈ જાઓ. દાસ-દાસી આપો. વૈદરાજને બોલાવી, બધા ઘા સાફ કરાવી, પાટાપિંડી કરો. આ પલ્લીપતિના પણ ઉપચારો કરો. બંને સંપૂર્ણ સારા થાય ત્યાં સુધી અહીં જ રાખો.
અને મહામંત્રીજી, તમે આપણા ચુનંદા માણસોન આ પલ્લીપતિ કહે એ બાજુ મોકલીને, રાજકુમારીની તપાસ કરાવો.” સાનુદેવે કહ્યું: “હું થોડા દિવસ સેનકુમાર પાસે રહેવા ઈચ્છું છું.”
બહુ જ સારું સાનુદેવ! તમે કુમારની પાસે રહેશો તો કુમારનું મન સ્વસ્થ રહેશે. જો કે હવે કુમારની તમારે ચિંતા કરવાની જરૂર નથી. એ હવે મારા રાજકુમાર તરીકે અહીં રહેશે. મહારાજા અમરસેન (સેનકુમારના પિતા) મારા અનન્ય મિત્ર હતા. તેમણે તો આત્મકલ્યાણ સાધી લીધું. હું આ સંસારના કીચડમાં હજુ રાચું છું.' પિતા અમરસેનની સ્મૃતિએ કુમારની આંખો ભીની કરી નાખી. એનું હૈયું ભરાઈ આવ્યું. તે રડી પડ્યો.
મહારાજા સમરકેતુએ કુમારને પોતાના ઉત્સંગમાં લીધો. એના માથે શરીરે વાત્સલ્યભીનો હાથ ફેરવ્યો. ત્યાં ઊભેલા સર્વેની આંખો ભીની થઈ ગઈ.
એક
જ
દીક
૧0૮૪
ભાગ-૩ + ભવ સાતમો
For Private And Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાજા સમરકેતુને ખબર પડી કે સાર્થવાહપુત્ર સાનુદેવનો સાર્થ અરણ્યમાં પડ્યો છે. તેમણે તરત જ સાનુદેવને બોલાવીને કહ્યું: “વત્સ, તારો સાથે અરણ્યમાં પડેલો છે, એ વાત મેં આજે જાણી. હવે વર્ષાકાળ નજીક છે, માટે તારે શીધ્ર સાર્થને તામ્રલિપ્તી પહોંચાડી દેવો જોઈએ. સેનકુમાર હવે મારી પાસે છે. તારે એની ચિંતા કરવી નહીં. અને રાજકુમારી શાન્તિમતીની શોધ કરવા મારા માણસો ગયા છે. હું એને પાતાળમાંથી પણ શોધી કાઢીશ.
સાનુદેવની આંખો ભીની થઈ ગઈ. તેણે ગળગળા સ્વરે કહ્યું: ‘મહારાજા, રાજકુમારને છોડીને જવા માટે મારા પગ ઊપડતા નથી. આપની વાત સમયોચિત છે, પરંતુ...”
સાનુદેવ, ચાલ હું કુમાર પાસે આવું છું. ત્યાં આપણે વાત કરીએ. આમેય મારેય એ બંનેની કુશળતા પૂછવા જવું જ હતું.'
સાનુદેવ સાથે મહારાજા કુમારના ખંડમાં આવ્યા. કુમારે અને પલ્લીપતિએ બે હાથ જોડી મહારાજાનું અભિવાદન કર્યું. મહારાજા કુમારના પલંગ પાસે ગોઠવાયેલા ભદ્રાસન પર બેઠા. કુમારને માથે હાથ મૂકીને કુશળતા પૂછી.
આપના આશીર્વાદથી જલદી સારું થઈ જશે! આપ અને મહેલનો પરિવાર અમારી ખૂબ કાળજી રાખે છે.”
‘કુમાર, આ સાનુદેવને હવે તામ્રલિપ્તી જવા કહું છું, એનો સાર્થ અરણ્યમાં પડ્યો છે. હવે વર્ષાકાળ નજીક છે. પણ સાનુદેવ તમને છોડીને જવામાં રાજી નથી.” કુમારે સાનુદેવ સામે જોયું સાનુદેવ જમીન ઉપર દૃષ્ટિ સ્થિર કરીને ઊભો હતો. કુમાર પલંગમાં સૂતેલો હતો. કુમાર બોલ્યો: “સાનુદેવ, મહારાજાની વાત માનો.' ‘કુમાર, તમને છોડી જતાં મન નથી માનતું.”
તો મને દુઃખ થશે. તમારે સાર્થની ચિંતા કરવી જોઈએ. તમારે ભરોસે આવેલા લોકોને અરણ્યમાં ક્યાં સુધી રાખશો? વર્ષાકાળમાં એ બધાનું શું થશે? માટે તમે કર્તવ્યનિષ્ઠ બનો. ફરી પાછા મળીશું. આપણો પ્રેમ નષ્ટ નથી થવાનો.' - સાનુદેવે કહ્યું: “ભલે, મને તમારી વાત માન્ય છે. કુમાર, જ્યારે રાજપુર આવો, જરૂર મળજો.”
સાનુદેવે મહારાજાનાં ચરણોમાં પ્રણામ કર્યા. કુમારને પ્રણામ કર્યા. પલ્લીપતિ પાસે જઈ, પલ્લીપતિનો ખૂબ ખૂબ આભાર માન્યો... ને તે રાજમહેલમાંથી નીકળી ગયો. પોતાના સાર્થના યુવાનો સાથે, ઘોડા પર બેસીને, તે અરયમાં ગયો. સાથે ખુશ શ્રી સમરાદિત્ય મહાકથા
૧૦૮૫
For Private And Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થયો. સાનુદેવે સાર્થને કહ્યું :
આવતી કાલે સવારે આપણે આગળ પ્રયાણ કરવાનું છે. તૈયારી કરી દો. કુમારની બધી વાત, પલ્લીપતિની બધી વાત સાથેનાં સ્ત્રી-પુરુષોને કરી. મહારાજ સમરકેતુના પ્રેમ અને વાત્સલ્યની વાત કરી. સહુ ખુશ થયા. પરંતુ રાજકુમારી શાન્તિમતી હજુ મળી નથી, એ જાણીને સહુ નિરાશ થયા.
સાનુદેવે સહુને આવાસન આપતા કહ્યું: “એ રાજકુમારી મહાસતી છે. એની રક્ષા દેવો, ક્ષેત્રપાલ અને દિકપાલો કરતા હશે! ચિંતા ના કરશો.”
વર્ષાકાળ વીતી ગયો. કુમાર અને પલ્લીપતિ સાજા થઈ ગયા.
મહારાજાએ રાજ્યના કેદીઓને કારાવાસમાંથી મુક્ત કર્યા. દીન-અનાથ લોકોને દાન આપ્યું. મહારાજાએ કુમારને પૂછ્યું:
વત્સ, તું કહે, તારું શું પ્રિય કરું? હું જાણું છું કે અત્યારે તને શું પ્રિય છે. તારી પત્ની મળી આવે તો એનાથી વધીને, બીજું કંઈ તને પ્રિય નથી. કુમાર, મેં તારી પતી શાન્તિમતીની શોધ ચાલુ રાખી છે. શોધવા ગયેલા કેટલાક માણસો નિરાશ થઈને પાછા આવ્યા છે. કેટલાક માણસો હજુ નથી આવ્યા.'
“મહારાજા, આપ મારી કેટલી કાળજી રાખો છો? રાજકુમારીને શોધવા માટે કેટલો પ્રયત્ન કરો છો? ભાગ્યનો યોગ હશે ત્યારે તે મળશે?'
આ વાત ચાલતી હતી, ત્યાં સોમસૂર' નામનો એક પુરુષ આવ્યો. તે ક્ષત્રિય હતો. મહારાજા સાથે તેને મિત્રતાનો સંબંધ હતો. તે ગંભીર માણસ હતો. તેણે કુમારના સાંભળતાં મહારાજાને કહ્યું: “આ ચંપાના રાજકુમારને પત્નીનો સંયોગ કરાવનારું એક તીર્થ છે! “કાદંબરી' નામની અટવીમાં પ્રિયમેલક' નામનું તીર્થ છે. ત્યાં કુમાર પહોંચે તો કુમારને એની પ્રિયતમાં મળે!'
રાજાને આશ્ચર્ય થયું. કુમાર વિસ્મય પામ્યો. પલ્લીપતિ નજીક આવીને, કુમારની પાસે બેઠો. સહુને સોમસૂરની વાતમાં રસ પડ્યો. મહારાજાએ સોમસૂરને પૂછયું:
સરદાર, એ તીર્થ અંગે તમે વિશેષ જાણકારી ધરાવો છો કે માત્ર લોકવાયકાની વાત કરો છો?'
મહારાજા, આ વાત મેં જાણી, એક અનુભવી અને જ્ઞાની સંન્યાસી પાસેથી.. પછી તો એ તીર્થની ઉત્પત્તિ સુધી પહોંચી ગયો. જેટલું હું જાણું છું એ તીર્થના વિષયમાં, એ બધું હું આપને કહું છું. તીર્થની ઉત્પત્તિનો ઈતિહાસ થોડો લાંબો છે, પરંતુ સાંભળવામાં કંટાળો નહીં આવે... મજા આવશે!”
સોમસૂરે ‘પ્રિયમેલક તીર્થનો ઈતિહાસ કહેવો શરૂ કર્યો:
૧૮
ભાગ-૩ + ભવ સાતમો
For Private And Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાદંબરી' નામની અટવીમાં ‘વિશાખાવર્ધન' નામનું નગર હતું. એ નગરના રાજાનું નામ “અજિતબલ” હતું, અને નગરશ્રેષ્ઠીનું નામ “વસુંધર' હતું.
વસુંધરને એક પુત્ર હતો, તેનું નામ “પ્રિયમિત્ર’ હતું. એ પ્રિય મિત્રનાં સગપણ એ જ વિશાખાવર્ધન નગરમાં સ્કંદશેઠની પુત્રી ‘નીલુકા' સાથે થયાં હતાં.
નીલુકા અને પ્રિયમિત્રનાં લગ્ન થાય, એ પૂર્વે જ પ્રિય મિત્રના પિતાની સંપત્તિ ચાલી ગઈ. જીવનની ઉત્તરાવસ્થમાં વસુંધર શ્રેષ્ઠીને ગરીબી જોવાની આવી. તેઓ હતાશ બની ગયા. તેમણે વિચાર્યું: “આ જીવન મેં અર્થ અને કામ પુરુષાર્થમાં પસાર કર્યું. કોઈ પારમાર્થિક તત્ત્વ હું પામ્યો નહીં. જીવન મારું વ્યર્થ ગયું. હવે જીવનનો કોઈ અર્થ નથી.”
વસુંધરશેઠ જીવન પ્રત્યે વિરક્ત બન્યા. તેમને કોઈ પુરુષનો સંયોગ ના મળ્યો. એમનામાં ઉત્સાહ અને જોમ ભરનાર કોઈ ના મળ્યું. તેમને આપઘાત કરીને, મરી જવાનો વિચાર આવ્યો. ગરીબીએ એમના પ્રાણ લઈ લીધા. પરિવાર દુ:ખી થયો.
પ્રિય મિત્ર પણ દરિદ્રતાથી ખૂબ કંટાળ્યો, કારણ કે દરિદ્ર મનુષ્યનો લોકો પરાભવ કરે છે. તેને લોકો માન-સન્માન આપતાં નથી... ઘરમાં પણ, ઘરના માણસો કદર કરતાં નથી. કામ કરવા છતાં કદર થતી નથી. આવા ઘરમાં રહેવાનું પ્રયોજન શું? ના ઘરમાં કદર, ના સમાજમાં માન, પછી અહીં શા માટે રહેવું? ચાલ્યો જાઉં ક્યાંક દૂર દૂર... જ્યાં મને કોઈ ઓળખતું ના હોય! એવા અજાણ્યા પ્રદેશમાં ચાલ્યો જાઉં. મારા વિના કોઈનું કામ અટકવાનું નથી!
અહીં મને કોઈના પર મમત્વ નથી, પ્રેમ નથી. કોઈને મારા પર પ્રેમ નથી, મમત્વ નથી. આ સંસાર જ એવો છે. અહીં માણસનું મૂલ્ય થતું નથી, પૈસાનું મૂલ્ય થાય છે. જ્યારે પિતાજી પાસે અઢળક સંપત્તિ હતી ત્યારે અમારી હવેલી નગરવાસીઓથી, મહાજનોથી ભરેલી રહેતી હતી. લોકો માન આપતાં હતાં, પ્રશંસાનાં પુષ્પો વેરતાં હતાં. હવે? એ બધા પ્રશંસકો મને જોઈને, પોતાનું મુખ ફેરવી લે છે.
મારે અહીં રહેવું ના જોઈએ. હું ગૃહત્યાગ કરીને ચાલ્યો જાઉં.
આમ શ્રેષ્ઠીપુત્ર પ્રિય મિત્રને દુઃખગર્ભિત વૈરાગ્ય થયો. તેને ઘર અને સમાજ પ્રત્યે નફરત થઈ આવી. અને એક દિવસ કોઈને જાણ કર્યા વિના તે નગરની બહાર નીકળી ગયો. પરંતુ ક્યારેય જીવનમાં “વિશાખાવર્ધન' નગર છોડીને, એ ક્યાંય ગયેલો ન હતો. એ પહેલાં તો નગરના પાદરમાં મૂઢ બનીને, ઊભો રહ્યો. કઈ દિશામાં જવું તે સમજાયું નહીં અને તે ઉત્તર તરફ ચાલી નીકળ્યો.
હજુ પ્રિય મિત્ર એક માઈલ પણ નહીં ચાલ્યો હોય, ત્યાં એને એના પિતાના મિત્ર સામે મળ્યા. તેમનું નામ હતું નાગદેવ. તે સંન્યાસી હતા. પ્રિયમિત્ર નાગદેવને ઓળખતો હતો. તેણે વિનયપૂર્વક નાગદેવ સંન્યાસીને વંદના કરી, નાગદેવે પ્રિય મિત્રને શ્રી સમરાદિત્ય મહાકથા
૧0૮૭
For Private And Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઓળખ્યો. જોકે થોડાં વર્ષો પછી નાગદેવ “વિશાખાવધન' માં આવતો હતો. તેને આનંદ થયો પ્રિય મિત્રને મળીને. તેણે પ્રિયમિત્રને પૂછ્યું :
“વત્સ, આ શું? તારાં વસ્ત્રો ફાટેલાં છે. તારું મુખ સુકાયેલું છે. જાણે દરિદ્રતાએ તને ઘેરી લીધો હોય. આવું શાથી બન્યું?
હે તપસ્વી, મારા દુર્ભાગ્યનો ઉદય! પિતાજીની દરિદ્રતા મને વારસામાં મળી.” વત્સ, તારા પિતાજી વસુંધર કુશળ છે ને?'
તેઓ સ્વર્ગવાસી થયા છે, એમ બધા કહે છે. સ્વર્ગમાં તેઓ કુશળ જ હશે! અકુશળ તો હું છું. તેઓ દરિદ્રતાથી વિલંબિત થયા અને મૃત્યુ પામ્યા.'
અહો, વસુંધરશેઠ મૃત્યુ પામ્યા? એમની ઉદારતાથી તેઓ બીજા મનુષ્યોના પ્રિય હતા. તેઓ સ્વજનવલ્લભ હતા. નગરજનોને પ્રિય હતા.'
હે મહાપુરુષ જ્યાં સુધી એમની પાસે ધન હતું, સંપત્તિ હતી, ત્યાં સુધી લોકોને એ ગમતા હતા! ચંચળ લક્ષ્મી જતી રહી. એની સાથે પ્રેમ... દોસ્તી.... સ્નેહ .. બધું જ ચાલ્યું ગયું.'
નાગદેવે કહ્યું: “વત્સ, આ જ સંસારની ભયાનકતા છે અને મૃત્યુની નિરપેક્ષતા છે. સંસાર ખરેખર, આવાં દ્વન્ડોથી ભરેલો છે. સંપત્તિ-વિપત્તિ, માન-અપમાન, રાગ-દ્વેષ, રતિ-અરતિ... વગેરે અસંખ્ય ધંધોથી ભરેલો છે આ સંસાર! અને દેવો તથા અસુરો પણ જેનો વિરોધ નથી કરી શકતા, રોકી નથી શકતા, એવું મૃત્યુ છે! મૃત્યુ એના નિશ્ચિત્ત સમયે આવે જ છે! મૃત્યુ પર વિજય મેળવવાનો એક જ ઉપાય છેઃ ધર્મનો! ધર્મને આત્મસાત્ કરી, અસંખ્ય જીવો અજરામર બન્યા છે, અને આજે પણ બની રહ્યા છે.
માટે હે વત્સ, તું ધર્મનું શરણ લે. વિવેક અને ઉત્સાહથી ધર્મપુરુષાર્થ કર. જેનામાં વિવેક છે અને ઉત્સાહ છે, તેમના માટે કંઈ જ અશક્ય નથી.
એક વાત તું સમજી લે કે આ સંસાર સ્વભાવથી નિર્ગણી છે. આવા નિર્ગુણી સંસારમાં પારલૌકિક સાધના કરી લેવી, એ જ હિતકારી છે.”
પ્રિયમિત્રે પૂછ્યું: “શું હું ધર્મ કરવા માટે યોગ્ય છે? જો હું યોગ્ય હોઉં તો મારે કેવી ધર્મ-આરાધના કરવી, તે સમજાવો. હું ધર્મના વિષયમાં સંપૂર્ણ અજ્ઞાની છું.”
નાગદેવે કહ્યું: “હે ભદ્ર, તું ધર્મ કરવા સર્વથા યોગ્ય છે અને આ મારા જેવો સંન્યાસ લેવો, એ જ તારા માટે ઉચિત છે. સંન્યાસથી ધર્મ-આરાધના તું કરી શકે છે. અને તું મારી પાસે રહીશ, એટલે હું તને ધર્મનું જ્ઞાન આપતો રહીશ.”
તો કૃપા કરીને મને થોડા દિવસ તમારો સંન્યાસ ધર્મ સમજાવો. પછી હું ધર્મનો સ્વીકાર કરું!”
૧૦૮૮
ભાગ-૩ સ ભવ સાતમો
For Private And Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાગદેવ સંન્યાસીએ પ્રિયમિત્રને કેટલાક દિવસ સાથે રાખીને, સંન્યાસજીવનનો ખ્યાલ આપ્યો.
* સંન્યાસીના જીવનમાં શું કરાય, શું ના કરાય.
* શું ખવાય, શું ના ખવાય.
* કેવું બોલાય, કેવું ના બોલાય.
* સંન્યાસીનો દૈનિક કાર્યક્રમ કેવો હોય.
* કેવાં વ્રતો-મહાવ્રતો પાળ વાંપડે.
વગેરે બધી વાતો સંભળાવી.
પ્રિયમિત્ર સંસારવાસથી કંટાળેલો હતો. એક વાત એના મનમાં દૃઢ થઈ ગઈ હતી- ‘આ દુનિયામાં મારા પર કોઈને પ્રેમ નથી, મારો કોઈ મિત્ર નથી. કોઈ મને ચાહતું નથી. તો પછી સંસારમાં રહેવું શા માટે?' એવી સ્થિતિમાં એના પ્રત્યે વાત્સલ્ય બતાવનાર, સ્નેહ બતાવનાર નાગદેવ મળી ગયો. એના મનમાં નાગદેવ પ્રત્યે સદૂભાવ જાગ્યો, સ્નેહ જાગ્યો. અને તે સંન્યાસી બનવા રાજી થઈ ગયો.
નાગદેવે પ્રિયમિત્રને સંન્યાસ-દીક્ષા આપી. નાગદેવને એક યુવાન સાથી સંન્યાસી મળી ગયો. પ્રિયમિત્ર સંન્યાસધર્મનું યથોચિત પાલન કરે છે. તેઓ બંને વિશાખાવર્ધન નગરથી વિહાર કરીને... ગામ-ગામ, નગર-નગર વિચરવા લાગ્યા.
Q ૦ ૦
બીજી બાજુ, જે શ્રેષ્ઠીકન્યા સાથે પ્રિયમિત્રની સગાઈ થઈ હતી, તે ‘નીલુકા’ એક ધર્મસ્થાનમાં ઉપદેશ સાંભળવા ગઈ હતી. ત્યાં તેણે સાંભળ્યું કે, નારી પોતાના પતિને દેવરૂપ માનનારી હોય છે.' એને ખબર હતી કે એનાં સગપણ પ્રિયમિત્ર સાથે થયેલાં છે. એણે પોતાના ઘરમાં માતા-પિતાને કહી દીધું કે, ‘હું પરણીશ તો પ્રિયમિત્રને જ પરણીશ.’ તેણે ધર્મમય જીવન જીવવા માંડ્યું. તે પ્રિયમિત્રની રાહ જોતી જીવવા લાગી. બે-ત્રણ વર્ષ વીતી ગયાં. એક દિવસ નીલુકાની સખીએ કહ્યું: ‘નીલુ, પ્રિયમિત્ર તો સંન્યાસી બની ગયા છે અને નગરથી થોડે દૂર જે તપોવન છે, એ તપોવનમાં આવેલા છે.’
નીલુકાએ એ સખીને કહ્યું ‘મારે એમનાં માત્ર દર્શન કરવાં છે, તું મારી સાથે આવીશ? હું માતા-પિતાની અનુમતિ લઈ લઉં!'
સખીએ હા પાડી.
માતા-પિતાએ અનુમતિ આપી.
નીલુકા સખીની સાથે તપોવનમાં પહોંચી.
બંને સખીએ ધ્યાનસ્થ બેઠેલા પ્રિયમિત્રને જોયો. નીલુકા પહેલી જ વાર પ્રિયમિત્રને
શ્રી સમરાદિત્ય મહાકા
૧૦૮૯
For Private And Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જોતી હતી. તેને ગભરામણ થવા લાગી. તેનું શરીર કંપવા લાગ્યું. ચેતનાશૂન્ય બની, તે જમીન પર ઢળી પડી. મૂછિત થઈ ગઈ.
સખી ગભરાઈને “બચાવો... બચાવો..” બૂમો પાડવા લાગી. પ્રિય મિત્રનો ધ્યાનભંગ થયો, તે ઊભો થયો. શું થયું? શું થયું?' બોલતો જ્યાં નીલુકા પડી હતી ત્યાં આવ્યો. - સખીએ કહ્યું: “મહાત્મા, સ્કંદશ્રેષ્ઠીની આ પુત્રી છે. આનું નામ નીલુકા છે. આની સગાઈ તમારી સાથે કરવામાં આવી હતી. તમે ગૃહત્યાગ કરીને, બીજા નગરે ચાલ્યા ગયા. તમારી રાહ જોતી નીલકાએ તપ કરીને, ઉગ્ર તપ કરીને જુઓ, શરીર કેવું સૂકવી નાખ્યું છે? તમને સંન્યાસીના વેશમાં જોઈન, એને મૂર્છા આવી ગઈ છે. તમારા પ્રત્યે એને અવિહડ રાગ છે.’
પ્રિય મિત્ર નીલુકાની સખીની વાત સાંભળીને વિચાર્યું. “ઓહો, આ દુનિયામાં મને ચાહનાર કોઈ છે! મારી રાહ જોનાર કોઈ છે! મારા માટે તપ કરનાર કોઈ છે! આ વાત તો મને યાદ જ ન આવી.... અને હું સંન્યાસી બની ગયો. હવે તો હું કોઈ સ્ત્રીને અડી પણ ના શકું! સ્ત્રી સાથે વિષયસુખ તો ભોગવી જ ના શકે.” પ્રિય મિત્રના હૃદયમાં નીલુકા ઉપર સ્નેહરાગ જાગ્યો. તેનું મન વૈષયિક સુખરાગથી ઘેરાયું. ધ્યાનની ઈચ્છા મરી પરવારી. તેણે નીલુકા પાસે બેસીને, એના મુખ પર પોતાનાં કમંડળમાંથી પાણીનાં ટીપાં નાખ્યાં. ધીરે ધીરે નીલુકાની મૂછ દૂર થઈ. તેણે આંખો ખોલી, પ્રિય મિત્ર સામે જોયું. ભયથી કંપવા લાગી. ઊભી થઈ અને ઘોર વિષાદથી તેણે નિસાસો નાખ્યો. હોઠ ફરકવા લાગ્યા. તે રોમાંચિત થઈ ગઈ. આંખો કંઈક ઝીણી કરી પ્રિયમિત્રનાં અંગોપાંગનું નિરીક્ષણ કરવા લાગી. એવી જ રીતે પ્રિય મિત્ર પણ નીલુકાનો યુવાન દેહ જોવા લાગ્યો. તેને સ્ત્રીના વિલાસો પ્રિય લાગ્યા. કામદેવે પ્રિય મિત્રને વશ કર્યો.
4
–
સંક
qoco
ભાગ-૩ % ભવ સાતમાં
For Private And Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
{૧૪]
સંન્યાસી બનેલો પ્રિય મિત્ર વિચાર કરવા લાગ્યો: “શું કરું? જો હું નીલુકાનો સ્વીકાર કરું છું તો ગુરુવચનનો ભંગ થાય છે, અને જો એનો સ્વીકાર નથી કરતો, તો આ મારી વાગ્દત્તા મારો ત્યાગ કરી જશે. જો એ બીજા કોઈ પુરુષને પરણી જશે તો મને નહીં મળે! માટે શું કરું હવે?'
રાજપૂત સોમસૂર મહારાજા સમરકેતુને, સેનકુમારને અને પલ્લીપતિને “પ્રિયમેલક' તીર્થનો ઈતિહાસ સંભળાવી રહ્યો છે. તેણે કહ્યું:
પ્રિય મિત્ર સંન્યાસીએ વિચાર્યું: “મેં મારા ગુરુદેવ પાસે સાંભળ્યું છે કે જે બ્રહ્મચર્ય વ્રતનું ખંડન નથી કરતા, તેઓને બીજા ભવમાં ઈચ્છિત પદાર્થોની પ્રાપ્તિ થાય છે. મારી બે ઈચ્છાઓ છે: એક તો આ સ્ત્રી-નીલુકાનો સમાગમ અને આજીવન સંપત્તિની પ્રાપ્તિ!' એ પ્રિયમિત્રના ચિત્તમાં અર્થ અને કામની પ્રબળ ઈચ્છાઓ ઉત્પન્ન થઈ કારણ કે એનો વૈરાગ્ય દુઃખગર્ભિત હતો, સાચી જ્ઞાનગર્ભિત ન હતો. - પ્રિયમિત્ર આગળ વિચારે છેઃ “જો હું વ્રતખંડન કર્યા વિના જીવનનો ત્યાગ કરું તો મારી બંને ઈચ્છાઓ પૂર્ણ થાય. અથવા તો હું નીલુકાને વાત કરું. એનો અભિપ્રાય જાણું.”
પ્રિય મિત્રે કોમળ-સ્નિગ્ધ વચનોથી નીલુકાને કહ્યું: “હે સુંદરી, તું ચિંતા ના કર. તારા પ્રત્યે મારા હૃદયમાં સ્નેહ પ્રગટ્યો છે, પરંતુ અંગીકાર કરેલા વ્રતનો ત્યાગ કરવો અનુચિત છે. ગુરુવચનનો ભંગ કરવો અયોગ્ય છે. પરંતુ મેં ગુરુમુખે સાંભળેલું કે અખંડિત વ્રતપાલન કરનારને બીજા જન્મમાં ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. મારા હૃદયમાં પહેલી ઈચ્છા છે તારા સમાગમની..તો હવે તું જ કહે કે હું શું કરું?
નીલુકા કામાસક્ત નહોતી બની. એનામાં રૂપ હતું પરંતુ ઉન્માદ ન હતો. તેણે પ્રિય મિત્રની વાત શાન્તિથી સાંભળી. એ વાતો પર વિચાર કર્યો. તે બોલી: “હે આર્યપુત્ર, જેનાથી બંને પ્રાપ્ત થાય, એ કરવું જોઈએ. પરંતુ જ્યારે આ દેહમાં તીવ્ર વાસના જાગ્રત થાય છે ત્યારે અસહ્ય વેદના થાય છે. હું એ વેદનાને શાત્ત કરવા તપશ્ચર્યા કરું છું. દેહનું દમન કરું છું. તેથી જુઓ, આ દેહ કેવો દુર્બળ ને શ્યામ થઈ ગયો છે? તો પણ મને કહો કે મારે શું કરવું? હું હવે આ રીતે જીવી શકું કે નહીં?”
પ્રિય મિત્ર વિચારે છે: “આ સ્ત્રી પણ મારા જેવા જ વિચારવાની છે. એ મને જ અનુસરશે.' તેણે નીલુકાને કહ્યું: ‘દેવી, મેં અનશન વ્રત સ્વીકાર્યું છે. આ દેહ સ્વતઃ છૂટી જશે. પછી બીજા જન્મમાં હું તારો સમાગમ ચાહું છું.'
નીલકાએ કહ્યું: “હે નાથ, તો હું પણ અનશન કરીશ. મારી પણ એ જ મનઃકામના શ્રી સમરાદિત્ય મહાકથા
૧૦૧
For Private And Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે, જે આપની છે! આમેય આર્યપત્ની પતિને અનુસરનારી જ હોય છે. એને તો એનો પતિ જ દેવ અને પતિ જ પરમેશ્વર!
નીલુકા ત્યાંથી પાછી ફરી, ઘરે આવીને માતા-પિતાની અનુમતિ લીધી અનશન માટે. સખીઓને પણ વાત કરી. પરંતુ સખીઓએ અનશન કરવાની ના પાડી. ના પાડવા છતાં એણે પ્રિયમિત્ર પાસે તપોવનમાં જઈને, અનશન વ્રત લઈ લીધું. સખીઓ કકળાટ કરવા લાગી. રુદન કરવા લાગી.
ઘોંઘાટ સાંભળીને, તપોવનમાં જ રહેલા ગુરુદેવ નાગદેવ ત્યાં આવ્યા. તેમણે આવીને જોયું તો અતિમુક્તલતાથી વીંટળાયેલા અશોકવૃક્ષની નીચે નીલુકા અને પ્રિયમિત્ર, આંખો બંધ કરીને, પદ્માસને બેઠાં હતાં. નાગદેવ આવતાં બંને ઊભા થયાં. બંને ખૂબ શ૨માયાં. નાગદેવને વિનંતીપૂર્વક વંદના કરી. નાગદેવે આશીર્વાદ આપ્યા: ‘તમારી અભિલાષા પૂર્ણ થાઓ.’
નાગદેવે નીલુકાને પહેલી જ વાર જોઈ. તે પણ પ્રિયમિત્રની સાથે. તેથી તેમના મનમાં જિજ્ઞાસા જાગી. તેઓની નજર નીલુકા ઉ૫૨ જોઈને સખીઓએ કહ્યું: ‘હે ગુરુદેવ, આ કુમારીનું નામ નીલુકા છે. તે ઈશ્વરસ્કંદ શ્રેષ્ઠીની પુત્રી છે. તે આ પ્રિયતમની વાગ્દત્તા છે, દૈવયોગે આ બંનેનાં લગ્ન થયાં ન હતાં ને પ્રિયમિત્રે સંન્યાસ લઈ લીધો. નીલુકાને કોઈએ આ સમાચાર આપ્યા હતા. તેણે ‘મારો તો એ જ પતિ રહેશે. એ જ મારા આરાધ્યદેવ રહેશે.' એમ વિચારી ધર્મકર્મમાં પોતાનું ચિત્ત પરોવ્યું. તેણે ખૂબ તપશ્ચર્યા કરવા માંડી.
હે ગુરુદેવ, એની તીવ્ર ઈચ્છા હતી કે એના પ્રિયતમનાં દર્શન થાય. જોકે એને વૈષયિક સુખો પ્રત્યે અણગમો હતો અને છે. હવે તો, જેમ પ્રિયમિત્રે અનશન કર્યું છે તેમ નીલુકાએ પણ અનશન વ્રત કરી લીધું છે.
નાગદેવે પ્રિયમિત્ર સામે જોયું. પ્રિયમિત્ર જમીન પર દૃષ્ટિ સ્થિર કરીને ઊભો થયો. તેઓના મનમાં વિચારોનો વંટોળ જાગ્યો. ‘ખરેખર, કામવાસનાનો વિકાર ભયંકર હોય છે. વિવેકી એવા પ્રિયમિત્રને મૂંઝવી દીધો! ભલે એ બાહ્ય રીતે સંન્યાસી છે, એના હૃદયમાં સંન્યાસ નથી રહ્યો. એનું ચિત્ત પારલૌકિક વૈષયક સુખની ઈચ્છાથી ઘેરાઈ ગયું છે. ‘મારે આત્મશુદ્ધિ કરવી છે, નિર્વિકારી બનવું છે.’ આ બધી અધ્યાત્મ-વાતો એ ભૂલી ગયો. અનાદિકાલીન વિષયવાસનાએ એને જકડી લીધો. વિષયવાસનાથી આબદ્ધ જીવ શું ના આચરે? ઠીક છે, આ બંને અનશન વ્રત સ્વીકારીને બેઠાં છે. ‘વ્રતભંગ ના કરાય, એ પાપ છે, દુર્ગતિમાં લઈ જનાર છે,' આટલું તો આ બંને સમજે છે.
હું અત્યારે એમને ઉપદેશ આપીશ તો એમને નહીં ગમે. પ્રિયમિત્રને મારા પ્રત્યે ગમે તેટલો અનુરાગ હોય, પણ અત્યારે જો હું એને એની ઈચ્છાથી વિપરીત ઉપદેશ આપીશ તો એને મારા પ્રત્યે અણગમો થવાનો જ. માટે હવે અત્યારે એ ઉપદેશ માટે
૧૦૯૨
ભાગ-૩ * ભવ સાતમો
For Private And Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અયોગ્ય છે. હું એને થોડા શબ્દોમાં જે કહેવું છે, તે કહીને અહીંથી ખસી જાઉં.”
નાગદેવે પ્રિય મિત્રને કહ્યું: “વત્સ, તમે અનશન વ્રત ધારણ કરી લીધું. તેં દુષ્કર તપશ્ચર્યા શરૂ કરી છે. પરંતુ હૃદયમાં સ્નેહ જાગ્રત થઈ ગયા પછી મનુષ્ય માટે કંઈ દુષ્કર નથી. જે નવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે, તેમાં તે પ્રતિજ્ઞાનો ભંગ નથી કર્યો, એ તારી વિશેષતા છે. માટે ખેદ ના કરીશ, વિષાદ ના કરીશ. પરમાર્થ મોક્ષની ભાવના જરૂર ભાવવી. બાકી તો જે બનવાકાળ છે, તેને કોણ મિથ્યા કરી શકે છે?' બસ, આટલું કહીને, નાગદેવ ત્યાંથી નીકળી ગયા. તેમણે તપોવનનો ત્યાગ કરી દીધો.
નગરમાં જેમ જેમ ખબર પડતી ગઈ કે “પ્રિયમિત્રે અને નીલુકાએ અનશન વ્રત લીધું છે. તેમતેમ લોકો એમનાં દર્શન કરવા આવવા લાગ્યા. સ્વજનો પણ દર્શન માટે આવ્યા અને પ્રશંસા કરવા લાગ્યા.
તપશ્ચર્યાનું મહત્ત્વ આમેય આ ધરતી પર અનાદિકાળથી રહેલું છે. લોકો તપસ્વીને માન આપે છે. તપસ્વીની પ્રશંસા કરે છે. તપસ્વીનાં અભિવાદન કરે છે. તપસ્વીને બહુમાનની દૃષ્ટિથી જુએ છે.
વાત પહોંચી નગરના રાજા પાસે. રાજી, પોતાના પરિવાર સાથે તપોવનમાં ગયા. નીલુકા અને પ્રિય મિત્રનાં દર્શન કર્યા. અભિનંદન આપ્યાં: ‘તમે ખરેખર, દુષ્કર તપ કરીને તમારા આત્માને ધન્ય બનાવી રહ્યા છો. આ મારી ધરતીનું પુણ્ય વધારી રહ્યા છો. દુનિયામાં મારા નગરની કીર્તિ ફેલાવી રહ્યા છો.રાજાએ ખૂબ ખૂબ અનુમોદના કરી.
રાજાના આવી ગયા પછી, હજારો સ્ત્રી-પુરુષો દર્શનાર્થે આવવા લાગ્યાં. આસપાસનાં ગામ-નગરોથી પણ દર્શનાર્થે આવવા લાગ્યા. નીલુકા અને પ્રિય મિત્રનાં મન પ્રસન્ન થયાં. યશ અને પ્રશંસા કોને નથી ગમતી? સહુને ગમે છે. વળી એ તો તપોવન હતું. ત્યાં નિર્ભયતા હતી. જંગલી પશુઓનો કોઈ ભય ન હતો. જંગલી માણસોના ઉપદ્રવનો ભય ન હતો. મનમાં - “એક-બે મહિનામાં જ ભવ બદલાશે, જન્મ બદલાશે અને અમારા બેનો સમાગમ થશે! દેવલોકમાં માતાના પેટમાં રહેવાનું હોતું નથી કે બાલ્યકાળ હોતો નથી! ઉત્પન્ન થતાં જ યૌવનવય મળે છે. અને વૈષયિક સુખો મળે છે!”
બંને પોતપોતાનાં મનમાં ઈચ્છતાં હતાં કે અનશન વ્રત જલદી પૂર્ણ થાય. અર્થાત્ મોત થઈ જાય. જેથી શીધ્ર બંનેનો મેળાપ થઈ શકે, પતિ-પત્નીનો સંબંધ સ્થાપિત થાય અને વૈષયિક સુખભોગ ભોગવી શકે! તેઓ બંને દેહદમન જરૂર કરતાં હતાં, ઇન્દ્રિય-નિરોધ પણ કરતાં હતાં. ઈચ્છાનિરોધ ન હતો. વૈષયિક સુખોની સ્પૃહા દઢ હતી.
બે મહિના પૂરા થયા. શ્રી સમરાદિત્ય મહાકથા
૧૦૩
For Private And Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
બંનેનાં મૃત્યું થયાં. ‘કિન્નર’ નામનાં દેવ થયાં.
www.kobatirth.org
‘પ્રિયમિત્ર' ‘આનંદદેવ’ થયો. નીલુકા ‘નિવૃત્તિદેવી’ થઈ.
દેવોને ‘અવધિજ્ઞાન' હોય, આનંદદેવે અવધિજ્ઞાનના પ્રકાશમાં જોયું કે, ‘અમે બંને ક્યાંથી મરીને, અહીં દેવ-દેવી થયાં...'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશાખાવર્ધન નગરનું તપોવન જોયું. ત્યાં એમના તપસ્વી શરીરોને બાળી નાખવામાં આવ્યા હતાં. જે અશોકવૃક્ષની નીચે તેમણે બેસીને, અનશન કર્યું હતું, તે અશોકવૃક્ષની નજીક એક સુંદર દેવકુલિકા બનાવી. તેમાં આનંદદેવ અને નિવૃત્તિદેવીની સ્થાપના કરી.
બંને ખૂબ ખુશ થયાં. ત્યાંથી તે બંને નંદનવનમાં ગયાં.
ત્યાં નંદનવનમાં તેમણે એક વિદ્યાધર-સ્ત્રીને બેબાકળી બનીને ભટકતી જોઈ. આનંદદેવે એને પૂછ્યું: ‘હે સુંદરી, તું કોણ છે? અહીં બાવરી બનીને કેમ ભટકી રહી છે?’
વિદ્યાધર-સ્ત્રીએ કહ્યું: ‘હું મહાપુરુષ, મારું નામ મદનમંજુલા છે. હું વિદ્યાધર પત્ની છું. હું વિદ્યાદેવીની સાધના કરતી હતી, પરંતુ એ સાધના દરમિયાન, મારા પતિ ઉપરના ગાઢ અનુરાગથી પ્રેરાઈને, મેં બ્રહ્મચર્યનો ભંગ કર્યો. તેથી વિદ્યાદેવીએ મને શાપ આપ્યો: ‘હે દુરાચારી, તેં જે પાપ કર્યું છે, એના ફળરૂપે તને તારા પતિનો છ મહિના સુધી વિયોગ રહેશે.'
ખરેખર મને પતિવિયોગ થયો. મારું મન ઉદ્વેગથી ભરાઈ ગયું. મારા શ્વાસ ઊંચા થઈ ગયા. હું ભટકવા લાગી. મેં વિદ્યાદેવીનાં ચરણોમાં પડીને પ્રાર્થના કરીઃ હું કૃપાળુ દેવી, મેં અભાગણીએ ખોટું કામ કર્યું. આપનો પ્રકોપ પણ જોયો. હવે મારા પર કૃપા કરો. મારા અપરાધોને ક્ષમા આપો.' પુનઃ પુનઃ હું દેવીનાં ચરણોમાં પડી. છેવટે વિદ્યાદેવીએ મારા પર અનુગ્રહ કર્યો. તેમણે મને કહ્યું: ‘હે વત્સ, અનુરાગવાળું હૈયું ભવિષ્યનો વિચાર કરતું નથી. તેં ખોટું કામ કર્યું છે, તો પણ તારી મારા પ્રત્યેની શ્રદ્ધા જોઈને અનુગ્રહ કરું છું.’
વિદ્યાદેવીએ કહ્યું:
૧૦:૪
‘તું નંદનવનમાં જા. ત્યાં એક જગ્યાએ ‘પ્રિયમેલક' નામનું વૃક્ષ છે. એ વૃક્ષ પુષ્પજોડીથી યુક્ત છે. એ પુષ્પ-જોડીને લીલીછમ પાંદડાવાળી માધવી લતા વીંટળાયેલી છે. તું એ ‘પ્રિયમેલક’ વૃક્ષની નીચે જઈને રહે. તારા પતિનો ત્યાં તને મેળાપ થશે.' વિદ્યાધરીએ કહ્યું: ‘વિદ્યાદેવીના કહેવાથી હું અહીં આવી છું. હું ક્યારનીય પેલા ‘પ્રિયમેલક’ વૃક્ષને શોધું છું. પણ મને એ વૃક્ષ દેખાતું નથી! એ વૃક્ષને જોવા બાવરી બની ગઈ છું.
For Private And Personal Use Only
ભાગ-૩ * ભવ સાતમો
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આનંદદેવે કહ્યું: “હે સુંદરી, તું શાન્તિથી મારી પત્નીની સાથે બેસ, ધીરજ રાખ. હું તને એ વૃક્ષ શોધી આપીશ.'
આનંદદેવે તપાસ કરી. એ વૃક્ષ મળી આવ્યું. આનંદદેવે વિદ્યાધરીને એ વૃક્ષ બતાવ્યું. વિદ્યાધરી આનંદવિભોર બની ગઈ. એ પેલા વૃક્ષની નીચે જઈને, ઊભી રહી. એ વૃક્ષના અચિંત્ય પ્રભાવથી વિદ્યાધરીનો પ્રિયતમ એને મળી ગયો! વિદ્યાધરીએ વિદ્યાધરને બધી વાત કરી. વિદ્યાધરે આનંદદેવનો ઉપકાર માન્યો. દેવની પૂજા કરી, બહુમાન કર્યું. પરસ્પર પ્રીતિ બંધાણી. અન્યોન્ય નેહાનુબંધ થયો.
નિવૃત્તિદેવીએ આનંદદેવને કહ્યું: “હે સ્વામીનાથ, આ મનુષ્યલોકમાં ખરેખર, પ્રિયના વિયોગનું દુઃખ સહન કરવું અતિ મુશ્કેલ હોય છે. શું આ પ્રિયવિયોગનું દુઃખ દૂર કરવા માટે કંઈ ના કરી શકીએ! હે નાથ, આ દુનિયામાં પરોપકાર કરનાર મનુષ્યની પ્રશંસા થાય છે. એની કીર્તિ ફેલાય છે... અને સજ્જનોની વિભૂતિ જ પરોપકાર હોય છે.' દેવે કહ્યું : “શું કરવું છે? તું જે પ્રમાણે કહે, તે પ્રમાણે કરીએ.’
દેવી બોલી: “આ પ્રિયમેલક' વૃક્ષને કોઈ પણ ઉપાય, વિશાખાવર્ધન નગરના પેલા તપોવનમાં લઈ જાઓ, જે જગ્યાએ આપ મને મળ્યા હતા! તમે સ્થાપન કરેલી દેવકુલિકા પાસે જ આ વૃક્ષને વાવી દો. લોકોને આ વૃક્ષનો મહિમા સમજાવો. પ્રિયજનના વિયોગી જીવો આ વૃક્ષ પાસે આવીને, પ્રિયનો સમાગમ મેળવે અને સુખી બને.”
‘દેવી, તમારી ભાવના ઉત્તમ છે. પરહિતનું કાર્ય કરવું જ જોઈએ. હું હમણાં જ તમારી ઈચ્છા પૂર્ણ કરું છું.'
દેવ હતો ને! દૈવી શક્તિઓ હતી. વિશાખાવર્ધન નગરના તપોવનમાં પ્રિયમલક' વૃક્ષ સ્થાપિત થઈ ગયું.'
સોમસૂરે મહારાજા સમરકેતુને કહ્યું: “મહારાજા ત્યારથી એનો પ્રિયમલક તીર્થના નામે મહિમા થવા લાગ્યો. ઘણા બધા માણસોએ પ્રિયજનોનો સંયોગ પ્રાપ્ત કર્યો. આજે પણ એ તીર્થ હયાત છે.”
સોમસૂરની વાત સાંભળીને, રાજા, કુમાર અને પલ્લીપતિ આનંદિત થયા. મહારાજાએ કહ્યું: “આ વાત બરાબર છે. મને કોઈ જ શંકા નથી. કલ્પવૃક્ષ અચિંત્ય પ્રભાવવાળા હોય છે.
મને એમ લાગે છે કે રાજકુમાનો મેળાપ થવાનો સમય પાકી ગયો છે! નહીંતર આ મારો મિત્ર સોમસૂર વગર બોલાવે શા માટે આવે? આવી વાત ક્યાંથી નીકળે? આ પૃથ્વી પર કલ્પવૃક્ષ હોવું એ પણ કુમારનો મહાન પુણ્યોદય જ સમજવો જોઈએ.
મારી ઈચ્છા છે કે નાનકડા સૈન્ય સાથે કુમારને ત્યાં મોકલું.”
શ્રી સમરાદિત્ય મહાકથા
૧0૯૫
For Private And Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પલ્લીપતિએ કહ્યું: “હે દેવ, મેં પણ પહેલાં સાંભળ્યું છે કે એ પ્રદેશ, તપોવનની પાસે જ છે. મેં એ પ્રદેશ જોયો છે. હું સાથે આવીશ. આપ આજ્ઞા કરો.'
રાજાએ સેના તૈયાર કરાવી. કુમારનો હાથ પકડીને રાજાએ કહ્યું. “વત્સ, મારું અંતરમન કહે છે કે જરૂર રાજકુમારી મળશે. તું એને લઈને પાછો અહીં આવજે. કુમારે હા પાડી. મહારાજાને પ્રણામ કરી, વિશાળ સેના સાથે અને પલ્લી પતિની સાથે કુમારે તપોવન તરફ પ્રયાણ કર્યું. પલ્લીપતિ માર્ગ જાણતો હતો.
કુમાર અને પલપતિના અશ્વો સાથે ચાલી રહ્યાં હતાં.
પલ્લી પતિએ કુમારને કહ્યું: ‘દેવ, મહારાજા સમરકેતુ ખરેખર ભગવાન છે. હજુ તમારી તો આટલી કાળજી રાખે, કારણ કે તમે ચંપાના રાજકુમાર છો, પણ મારી પણ કેટલી બધી કાળજી રાખી. હું તો ભીલ... ડાકુ...! ખરેખર, આ દુનિયા પર આવા મહાપુરુષો વસે છે, માટે જ દુનિયા દરિયામાં ડૂબી જતી નથી. કુમાર, રાજમહેલમાં છ મહિના રહેવા મળ્યું. તેમાં ઘણું ઘણું મને જાણવા મળ્યું. જીવવાની રીત જાણવા મળી.
કુમારે કહ્યું: “તમારી વાત સાચી છે. હું તો આ મહારાજાને પિતાતુલ્ય જ માનું છું. કેવું અપૂર્વ વાત્સલ્ય વરસ્યું એમનું? દિવસમાં બે બે વાર આવતાં, કલાક કલાક બેસતાં. કોઈ અભિમાન નથી. કોઈ સ્વોત્કર્ષ નહીં.”
કેટલાક દિવસોની યાત્રા પછી તપોવનનો પ્રદેશ આવી ગયો. કુમારના હૃદયમાં અવનવાં સંવેદનો થવા લાગ્યાં. કુમારે પલ્લીપતિને કહ્યું: ‘આપણે આ સેનાને આ તપોવનથી થોડે દૂર રાખીએ. તપોવનના તપસ્વીઓની સાધનામાં કોઈ જ ખલેલ ના પડે, એ રીતે આપણે તપોવનમાં ચાર-પાંચ જણા જ જઈશું.'
‘ઉચિત છે દેવ.. એ જ પ્રમાણે કરીએ.’
સેનાપતિને પલ્લીપતિએ જગ્યા બતાવી. સેનાનો મૂકામ ત્યાં કરવામાં આવ્યો. ત્યાર પછી કુમાર, પલ્લીપતિ, મંત્રી અને સેનાપતિએ તપોવનમાં પ્રવેશ કર્યો.
કુમારને જોઈ, “આ કોઈ રાજા છે,' સમજીને તાપસીએ ચિત્યપૂર્ણ સ્વાગત કર્યું.
રોક
ફ
9OEG
ભાગ-૩ + ભવ સાતમો
For Private And Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
I[૧
તપોવન સાચે જ તપોવન હતું.
ત્યાં બધા જ સંન્યાસી હતાં, કોઈ વૃદ્ધ હતાં, કોઈ યુવાન હતાં. કોઈ નાના નિકુમાર હતાં. પુરુષો હતાં અને સ્ત્રીસંન્યાસિનીઓ પણ હતી. ઘટાદાર વૃક્ષો હતાં. ઊંચા વૃક્ષો હતાં. વૃક્ષો પર ફળ હતાં. છોડ હતાં, છોડ પર પુષ્પો હતાં. પુષ્પોની આસપાસ ભ્રમરોનો ગુંજારવ હતો.
જ્યારે કુમારે તપોવનમાં પ્રવેશ કર્યો, સહુ તપસ્વીઓની નિર્મળ દષ્ટિ કુમાર પર મંડાણી. કુમાર વગેરેએ તાપસીને વંદના કરી. કુમારે તાપસો સાથે કંઈ વિશેષ વાર્તાલાપ ના કર્યો. માત્ર તાપસીની કુશળતા પૂછી.
પલ્લીપતિ ધીરે ધીરે એ પ્રદેશ તરફ કુમારને લઈ ચાલ્યો, જ્યાં પેલી દેવકુલિકા હતી અને તેની પાસે જ “પ્રિયમેલક’ વૃક્ષ ઊભું હતું. પલ્લીપતિએ પેલી જૂનીપુરાણી, દેવકુલિકા કુમારને બતાવી. કુમાર ત્યાં જઈને ઊભો રહ્યો. મંત્રી વગેરે ત્યાંથી આગળ નદીકિનારા તરફ ચાલ્યા. પલ્લીપતિએ કહ્યું: પેલા વૃક્ષને જાણતો નથી!' કુમારે દેવકુલિકા પાસે જઈને શાન્તિમતીને યાદ કરી.
શાન્તિમતી એ સમયે તાપસીઓની સાથે પુષ્પ-ફળ વગેરે લઈને પાછી આવી રહી હતી, તપોવન તરફ જ આવી રહી હતી. તે થાકી ગઈ હતી. તેની સાથેની તાપસીઓને કહ્યું: “આપણે અલ્પ સમય અહીં વિશ્રામ કરીએ.”
તે બધી તાપસીઓ પ્રિયમેલક' વૃક્ષની સામે જ બેઠી.
હજુ શાન્તિમતીએ કુમારને જોયો ન હતો. તેને કુમારની સ્મૃતિ થઈ આવી. તેના દૃષ્ટિપથમાં પેલું અશોકવૃક્ષ કે જે નાગવલ્લીની વેલડીથી વીંટળાયેલું હતું, તે આવ્યું. તેના ચિત્તમાં કુમારને મળવાની ઈચ્છા જાગી. એ વૃક્ષના પ્રભાવક્ષેત્રમાં આવી ગઈ હતી. પ્રિયજનના મિલનની ઈચ્છા જાગી. તેની ડાબી આંખ ફરકવા લાગી.
આ સ્ત્રીને લાભ થવાનો હોય, એનું શુભ થવાનું હોય ત્યારે એની ડાબી આંખ સ્કુરાયમાન થાય.
પુરુષને લાભ થવાનો હોય, એનું શુભ થવાનું હોય ત્યારે એની જમણી આંખ સ્કુરાયમાન થાય.
શાન્તિમતીએ દેવકુલિકા પાસે પરિભ્રમણ કરતા કુમારને જોયો. કુમારને જોતાં જ તે સ્તબ્ધ થઈ ગઈ. તેનું ચિત્ત આલાદિત બન્યું. તે ઊભી થઈ ગઈ. એણે વિચાર્યું શ્રી સમરાદિત્ય મહાકથા
૧૦૯૭
For Private And Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘હજુ એમણે મને જોઈ નથી. અને કદાચ જોશે તો પણ તત્કાલ મને આ વસ્ત્રોમાં (તાપસીનાં) નહીં ઓળખી શકે. ઓહો! કેટલા મહિના પછી મને એમનાં દર્શન થયાં! એક ચોમાસું પસાર થઈ ગયું. તેમના વિના હું આટલો સમય જીવતી રહી... ખરેખર જો એમના પ્રત્યે મને અવિહડ સ્નેહ હોત... તો આ શરીરમાં પ્રાણ ન રહી શક્યા હોત.” આમ વિચારતાં વિચારતાં તેનું મસ્તક શરમથી ઝૂકી ગયું.
તેણે વિચાર્યું. “શું આ આર્યપુત્ર જ છે ને? તેઓ અહીં કેવી રીતે હોય? એમના જેવો જ શું આ પુરુષ કોઈ બીજો તો નહીં હોય? અથવા શું મારું આ સ્વપ્ન હશે? ના, ના, સ્વપ્ન તો નહીં હોય... આર્યપુત્ર જ છે.” શાન્તિમતી ટગર ટગર કુમારને જોવા લાગી. તેના મનમાં અકથ્ય ઉમંગ ઊછળ્યો. તે જમીન પર પડી ગઈ અને મૂછિત થઈ ગઈ. સાથેની તાપસીઓ બોલી ઊઠી: “અરે, શું થયું? શું થયું?” બધી તાપસીઓ શાન્તિમતીને વીંટળાઈ વળી, કોઈ ઉત્તરીય વસ્ત્રથી પવન નાંખવા લાગી, કોઈ પોતાના કમંડળમાંથી એના મુખ પર પાણી છાંટવા લાગી. છતાં જ્યારે એની બેહોશી દૂર ના થઈ... એટલે તાપસીઓ ભય પામી અને રોવા લાગી.
તપોવનના કુલપતિએ બધી જ તાપસીઓને આજ્ઞા કરી હતી કે શાન્તિમતીને સારી રીતે સાચવવીએને કોઈ વાતે મનમાં ઓછું ના આવે એની કાળજી રાખવી. શાન્તિમતી નિયમિત કુલપતિનાં ચરણે વંદના કરતી. કુલપતિના પૂજાપાઠની સામગ્રી શાન્તિમતી ગોઠવતી. શાન્તિમતીએ કુલપતિની કૃપા પ્રાપ્ત કરી હતી. શાન્તિમતીના ગુણોથી તપોવનના કુલપતિને એના પ્રત્યે મમત્વ જાગ્યું હતું. તેઓ પોતે જ્ઞાનપ્રકાશમાં જોતાં હતાં કે શાન્તિમતી તપોવનમાંથી ચાલી જવાની છે. એનો પતિ એને શોધતો તપોવનમાં આવવાનો છે, છતાં એના પ્રત્યે નિર્મળ સ્નેહની સરવાણી ફૂટી નીકળી
હતી.
શાન્તિમતી સમગ્ર આશ્રમ-તપોવન ઉપર છવાઈ ગઈ હતી. સહુ તાપસી અને તાપસીઓ એના પ્રત્યે સભાવથી જોતાં હતાં. શાન્તિમતીનું એવું પુણ્યકર્મ હતું. તપસ્વજનોને આકર્ષણ હોય છે ગુણોનું, ગુણમય વ્યક્તિત્વનું!”
તે બેહોશ થઈ ગઈ. કારણની કોઈને ખબર ન હતી. તાપસીઓ રડવા લાગી. રુદન કુમારે સાંભળ્યું. ચારે તરફ જોયું. એ દોડતો તાપસીઓ પાસે પહોંચ્યોં. રાજકુમારને જોઈને, તાપસીઓએ સૂતેલી શાન્તિમતીને વધુ ઢાંકી. એ રીતે ઊભી રહી ગઈ કે કુમાર શાન્તિમતીને જોઈ ના શકે. કુમારે પૂછ્યું:
તમે કેમ રડો છો? કોઈ ભય છે તમને?” મહાપુરુષ ભય છે સંસારનો! અમને બીજો ભય શાનો હોય?” તો પછી તમારી સહુની આંખોમાં આંસુ કેમ છે?' હે ઉત્તમ પુષ, અમારી સાથે એક રાજકુમારી છે તે રાજપુરના સ્વામી શંખરાજની
ભાગ-૩ છે ભવ સાતમો
૧0૮
For Private And Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુત્રી છે. દેવયોગે એ એના પતિથી વિખૂટી પડી ગઈ હતી. તે જંગલમાં પ્રાણત્યાગ કરવા તૈયારી કરતી હતી. ભાગ્યયોગે ત્યાં અમારા એક મુનિકુમાર જઈ ચઢ્યા. તેમણે એને બચાવી, સમજાવી અને તપોવનમાં એને લઈ આવ્યા. મુનિકુમારે તપોવનના કુલપતિને સોંપી. કુલપતિએ શાન્તિમતીને ખૂબ આશ્વાસન આપીને કહ્યું: “ધીરજ રાખ. આ જ તપોવનમાં તારો પતિ આવશે અને અહીં જ એનો સમાગમ તને થશે.
આજે તે કુલપતિની આજ્ઞાથી પુષ્પ-ફળ વગેરેનો પૂજાનો સામાન લેવા વનમાં ગઈ હતી. અમે સહુ એની સાથે હતાં. વળતી વખતે અહીં અમે વિસામો લેવા બેઠાં હતાં અને એને અણધારી મૂર્છા આવી ગઈ છે! કેમ એ મૂછિત થઈ ગઈ તેનું કારણ અમે જાણતા નથી. અમે પવન નાખ્યો, પાણી છાંટ્યું, છતાં એ હોશમાં ન આવી, એટલે અમે રડી પડ્યાં.” - કુમારનો અવાજ સાંભળીને, શામિતીએ આંખ ખોલીકુમારે શાન્તિમતીને જોઈ. બંનેની આંખો મળી. શાન્તિમતી શરમાઈ ગઈ અને બેસી ગઈ. કુમારે કહ્યું:
“હે સુંદરી, લાની કુલપતિનાં વચનો ખોટાં ન પડે. તેઓ વચનસિદ્ધ મહાપુરુષ છે. કુલપતિના વચન મુજબ તમારા મનોરથ પૂર્ણ થયા છે. હવે ચાલો, આપણે તપોવનમાં જઈએ. કુલપતિને આ વાત જણાવીએ. તેઓ નિષ્કારણ-વત્સલ છે. આ વાત જાણીને તેમને સંતોષ થશે.”
શાન્તિમતી ઊભી થઈ અને તપોવન તરફ ચાલવા લાગી. તાપસીઓએ આપસમાં ગણગણાટ કર્યો: “જરૂર આ પુરુષ જ શક્તિમતીનો પતિ દેખાય છે. નહીંતર આ પ્રમાણે કેમ બોલે કે કુલપતિનાં વચનો ખોટાં ન જ પડે! કુલપતિના કહેવા મુજબ શાન્તિમતીને એનો પતિ મળી ગયો! કેવો સુંદર છે! જેવી શાન્તિમતી છે એવો જ એનો પતિ છે! સરખે સરખે જોડી મળી છે!'
દૂર ઊભેલા પલ્લીપતિએ, આનંદાશ્રુથી પૂર્ણ આંખોવાળી અને રોમાંચિત શરીરવાળી શાન્તિમતીને જોઈ. તે ઘણો રાજી થયો. એણે વિચાર્યું. દેવની પત્નીની રૂપસંપત્તિ અપૂર્વ છે. આવા શ્રેષ્ઠ પુરુષને પત્ની પણ શ્રેષ્ઠ જ મળવી જોઈએ ને! મહાપુરુષો પાસે ખરેખર, બધું શ્રેષ્ઠ જ હોય છે!' આમ વિચારીને, તેણે શાન્તિમતીને પ્રણામ કર્યા. તેણે કહ્યું :
સકલ રાજ્યસુખના કારણભૂત એવી દેવની પ્રિયતમાને પ્રણામ કરું છું.' ત્યાર પછી મસ્તક નમાવીને, પલ્લીપતિએ કહ્યું: “આ દેવના સેવકનો સેવક, કે જે નામ લેવા યોગ્ય નથી, તે તમને પ્રણામે છે.”
શાન્તિમતીએ કુમારની સામે જોઈને, ધીમા સ્વરે કહ્યું. “આ પુરુષ માગે તે વરદાન આપો.” કુમાર હસી પડ્યો. તેણે કહ્યું: “સુંદરી, આને તું ઓળખતી નથી. એને વરદાનની કંઈ પડી નથી. એ મારો મિત્ર છે. પલ્લીપતિ છે. અહીં આ જગ્યાએ શ્રી સમરાદિત્ય મહાકથા
40GE
For Private And Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાવનાર એ છે! એની તીવ્ર ઉત્કંઠા તારાં દર્શન કરવાની હતી, તે ઉત્કંઠા પૂર્ણ થઈ!' પલ્લીપતિ શરમાઈ ગયો.
કુમારે પલ્લી પતિને પૂછ્યું: “હે ભદ્ર, આ વૃક્ષનું નામ શું છે?” પલ્લીપતિએ કહ્યું: હે દેવ, હું જાણતો નથી, આ વૃક્ષનું નામ.' ત્યારે કુમારે તાપસીઓને પૂછ્યું: ‘તમે જાણો છો આ વૃક્ષનું નામ.”
તાપસીઓએ કહ્યું: “ના જી, અમે નામ નથી જાણતાં.” કુમારે કહ્યું: “તપોવનનાં હોવા છતાં તમે આ વૃક્ષને કેમ ના દેખ્યું?'
તાપસી બોલી: “હે કુમાર, અમને અહીં આવે બહુ સમય થયો નથી. અમારા જન્મ પહેલાનો આ પ્રદેશ છે.'
કુમારે વિચાર્યું: “આ પેલું પ્રિયમલક' કલ્પવૃક્ષ જ હોવું જોઈએ. નહીંતર આ વાત ના બને.” કુમારે વૃક્ષોનાં પુષ્પોનું એકાગ્રતાથી અવલોકન કર્યું. વૃક્ષની ગીચ પાંદડાઓ વાળી ડાળીઓની વચ્ચેથી જોયું તો અંદર પુષ્પોનું એક સફેદ જોડકું હતું! કુમારે પલ્લીપતિને એ જોડકું બતાવ્યું અને કહ્યું
હે ભદ્ર, સોમસૂરે જે વૃક્ષની વાત કરી હતી, એ જ આ વૃક્ષ છે. હું આ વૃક્ષની પૂજા કરવા ઈચ્છું છું માટે હે ભદ્ર, ચંદન, પુષ્પ, અક્ષતું, વગેરે સામગ્રી લાવો અને શાન્તિદેવી વગેરેને પણ બોલાવો. મહામંત્રી વગેરે રાજપરિવારને લઈ આવો. આપણે બધાએ આ કલ્પવૃક્ષની પૂજા કરવાની છે.”
પલ્લીપતિએ પૂજનસામગ્રી લાવીને મૂકી. કુમારે વિશુદ્ધ મનથી એ કલ્પવૃક્ષની પૂજા કરી.
મહાપુરુષોના શ્રેષ્ઠ ગુણોથી દેવો પણ આકર્ષાય છે. નજીકમાં રહેલી ક્ષેત્રદેવી પ્રગટ થઈ તેણે કુમારને કહ્યું :
“હે વત્સ, તારા વિશુદ્ધ અને ભક્તિપૂર્ણ ચિત્તથી હું તારા પર પ્રસન્ન થઈ છું. હે દેવાનુપ્રિય, તેં “પ્રિયમલક' નામના કલ્પવૃક્ષની પૂજા કરીને, મારા ચિત્તને આકષી લીધું છે. હે કુમાર, દેવોનાં દર્શન નિષ્ફળ જતાં નથી. ફળ આપનારાં હોય છે. માટે કહો, હું તમારું શું પ્રિય કરું?”
કુમારે દેવીને પ્રણામ કરીને કહ્યું: “હે ભગવતી! તમારાં દર્શન થયાં એનાથી વધીને બીજું શું પ્રિય હોય? એ જ પ્રિય છે, એ જ ઈષ્ટ છે. આપની મારા પર કૃપા થઈ. હું ધન્ય બન્યો. બસ, બીજું કાંઈ જોઈતું નથી.
દેવીએ વિચાર્યું: “આ પુરુષ સાત્ત્વિક છે. એ કંઈ પણ માગશે નહીં. એ યાચના નહીં કરે. હું જ એને “આરોગ્ય-મણિરત્ન” ભેટ આપું!' એમ વિચારીને દેવીએ
૧૧૦૦
ભાગ-૩ + ભવ સાતમો
For Private And Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુમારને કહ્યું: “હે શ્રેષ્ઠ પુરુષ, હું તને આ આરોગ્ય-મણિરત્ન આપું છું. એનાથી સર્વ રોગો દૂર થશે અને સર્વ પ્રકારનું ઝેર ઉતારી શકાશે. હે વત્સ, તારા વિવેકથી અને તારી નિર્લોભતાથી હું પ્રભાવિત થઈ છું.'
કુમારે વિચાર્યું: ‘દેવતાઓનાં વચન માન્ય કરવાં જોઈએ!”
તેણે દેવીને કહ્યું: “જેવી ભગવતી દેવીની આજ્ઞા! કુમારે વિનયપૂર્વક, દેવી પાસેથી ‘આરોગ્ય-મણિરત્ન' ગ્રહણ કર્યું અને દેવીને વંદન કર્યું.
દેવી બોલી: “દીર્ધકાળ જીવતો રહે!' દેવી અદૃશ્ય થઈ ગઈ.
૦ ૦ ૦ તાપસીઓએ આ દેવી દૃશ્ય જોયું. આશ્ચર્યથી મૂઢ થઈ ગઈ. કુમારને કહ્યું : “હે કુમાર, દેવ-દેવી પણ તમને માન આપે છે. ખરેખર શાન્તિમતી પુણ્યશાળી છે કે એને તમે પતિ તરીકે મળ્યા છો! હે કુમાર, મધ્યાહ્નકાળ થયો છે. અમારે મધ્યાહ્નકાળની ધાર્મિક વિધિ કરવાની છે, એટલે અમે જઈએ છીએ.”
કુમારે કહ્યું: ‘અમારે પણ કુલપતિનાં દર્શન-વંદન કરવાં છે, માટે સાથે જ જઈએ.'
મહામંત્રી, સેનાપતિ પલ્લીપતિ અને શાન્તિમતી બધાંએ “પ્રિયમેલક' કલ્પવૃક્ષની પૂજા કરી લીધી હતી. તે સહુની સાથે કુમારે તપોવનમાં પ્રવેશ કર્યો. તાપસીઓની પાછળ પાછળ સહુ કુલપતિ પાસે ગયા. કુલપતિને સહુએ ભાવપૂર્વક વંદના કરી. કુલપતિએ આશિષ આપી.
અરે, મુનિકુમારો, આ અતિથિઓને આસન આપો.' કુલપતિએ સહુને આસન અપાવ્યાં. સહુ આસન પર બેઠાં, તાપસીઓમાં જે પ્રૌઢ તાપસી હતી, તેણે કુમારનો આંખેદેખ્યો વૃત્તાંત કહી સંભળાવ્યો. કુલપતિએ સંપૂર્ણ વાત ધ્યાનપૂર્વક સાંભળી, આનંદ વ્યક્ત કર્યો. કુમારે ઊભા થઈને- “હું ચંપાનો સેનકુમાર, આપના ચરણે પ્રણામ કરું છું... ગુરુદેવ, આપનો મહાન ઉપકાર અમે ક્યારે પણ નહીં ભૂલી શકીએ. આપે શાન્તિમતીને નવું જીવન આપ્યું છે.” કુમારનો અવાજ ભીનો થઈ ગયો.
વત્સ, એ તો અમારું કર્તવ્ય હતું. આ તપોવન શા માટે છે? અહીં આવા બધા જીવાત્માઓ શાન્તિ મેળવે છે. પ્રસન્નતાપૂર્વક જીવન પસાર કરે છે.'
‘ગુરુદેવ, મારે એ મુનિકુમારનાં વિશેષરૂપે દર્શન કરવાં છે કે જે મુનિકુમાર, શાન્તિમતીને જંગલમાં મળ્યા હતાં. અને અહીં લઈ આવ્યા હતા.'
કુલપતિએ “પુંડરિક' નામના એ નિકુમારને પોતાની પાસે બોલાવ્યા. પુંડરિક
શ્રી સમરાદિત્ય મહાકથા
9909
For Private And Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મુનિ કુલપતિ પાસે આવ્યા. વિનયપૂર્વક કુલપતિને પ્રણામ કર્યાં અને પછી સેનકુમારને પ્રણામ કરીને ઊભા રહ્યા. કુલપતિએ કુમારને કહ્યું: ‘કુમાર, આ એ મુનિકુમાર છે... જેમણે શાન્તિમતીને જંગલમાંથી બચાવી હતી અને અહીં લઈ આવ્યાં હતાં...’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુમાર ઊભો થઈ ગયો. તેણે મુનિરાજના ચરણોમાં મસ્તક નમાવીને કહ્યું: ‘તમે શાન્તિમતી ઉપર જ નહીં, મારા ઉપર અને મારા પરિવાર પર અપાર ઉપકાર કર્યો છે.' કુમાર સાથે શાન્તિમતીએ પણ ભાવપૂર્વક વંદન કર્યાં.
ત્યાર પછી કુલપતિએ કુમારને સંબોધીને કહ્યું: ‘કુમાર, આ શાન્તિમતી મારી ધર્મપુત્રી છે. ભલે હું સંસારત્યાગી સંન્યાસી છું. છતાં આ ધર્મપુત્રી ઉપર મને મહા મમતા છે. કારણ તે ગુણોની નિધાન છે. તું એના ચિત્તને પ્રસન્ન રાખજે. એને સુખી રાખજે. વધારે શું કહું? કુમાર, ક્યારેક મારી આ ધર્મપુત્રીને લઈને આ તપોવનમાં આવજે.’
શાન્તિમતીની આંખોમાંથી અવિરત અપ્રવાહ વહેવા લાગ્યો. કુમાર એના માથે હાથ ફેરવા લાગ્યો. શાન્તિમતી બોલી:
‘ગુરુદેવ, હવે આપનાં દર્શન ક્યારે થશે? આપે મને પિતાનો પ્રેમ આપ્યો છે, માતાની મમતા આપી છે.. અને મારી બહેનોએ મને અપાર સ્નેહ આપ્યો છે.
તપોવનનાં પશુઓએ પણ મને...’ રડી પડી શાન્તિમતી... જમીન પર બેસી ગઈ. ધ્રુસકે ધ્રુસકે રડી પડી. સહુ સંન્યાસીની આંખો ભીની થઈ ગઈ. તાપસકન્યાઓ રડવા માંડી. આશ્રમનું સમગ્ર વાતાવરણ શોકાકુલ... વિષાદપૂર્ણ બની ગયું.
કુમારે પલ્લિપતિને કહ્યું: ‘હે ભદ્ર, પૂજનસામગ્રી લાવો. આપણે ગુરુદેવની પૂજા કરીએ.’
પલ્લીપતિ પૂજનસામગ્રી લઈ આવ્યો. સર્વપ્રથમ કુમારે અને શાન્તિમતીએ કુલપતિની પૂજા કરી, ત્યાર બાદ મંત્રી વગેરેએ પૂજા કરી. કુલપતિએ આશીર્વાદ આપ્યા.
૧૧૦૨
શાન્તિમતીને તપોવનનાં સર્વે તપસ્વી-તપસ્વિનીઓએ ભાવપૂર્વક વિદાય આપી. રોતી રોતી શાન્તિમતી રથમાં બેઠી. કુમારે એનો હાથ પકડ્યો.
For Private And Personal Use Only
ભાગ-૩ * ભવ સાતમો
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
1999
કુમારે શાત્તિમતી સાથે વિશ્વપુર તરફ પ્રયાણ કર્યું. કુમાર સાથે આવેલો સમગ્ર પરિવાર અને સેના-સહુના હૃદયમાં અપરંપાર સંતોષ હતો. હર્ષ હતો. માર્ગમાં પલ્લીપતિની અટવી આવી. પલ્લીપતિએ કહ્યું: ‘દેવ, પલ્લીને પાવન કરો. હવે તો આ પલ્લી પણ આપની જ છે.” કુમારના મુખ પર આનંદ છવાયો. સહુપલ્લીમાં ગયાં. પલ્લીનાં સ્ત્રી-પુરુષોએ કુમાર વગેરેનું ભાવભર્યું સ્વાગત કર્યું. પલ્લીપતિના પરિવારને કુમારે સુંદર વસ્ત્રો અને અલંકારોથી નવાજ્યો.
પલ્લી પતિને કુમારે કહ્યું: “હે ભદ્ર, હવે તું અહીં જ પલ્લીમાં જ રહે. જેથી પરિવારને આનંદ થાય.. અને..” કુમાર બોલતાં બોલતાં અટકી ગયો.
અને શું દેવ? જો આપ મને આપનો જ માનો છો, તો પછી સંકોચ શા માટે? પલ્લીપતિ બોલ્યો.
હવેથી તું નિરુપદ્રવી જીવન જીવીશ. પલ્લીનાં બધાં જ સ્ત્રી-પુરુષો. છે માંસાહાર નહીં કરે. છે દારૂ નહીં પીએ.
લૂંટ કે ચોરી નહીં કરે. જ દેવ-ગુરુના પૂજક બનશે. કુમારની વાત પલ્લીના તમામ માણસોએ સ્વીકારી.
પલ્લીપતિએ કુમારને કહ્યું: “હે દેવ, વિશ્વપુર અહીંથી દૂર નથી. અવારનવાર આ પલ્લીને પાવન કરજો.”
કુમારને વિદાય આપી. પલ્લીપતિએ પલ્લીમાં એક સારું મકાન બનાવવાનું કામ શરૂ કરાવ્યું. પલ્લીની ચારે દિશાઓમાં ઉદ્યાનોની રચના કરવા માટે પોતાના સાથીદારોને કહ્યું. પલ્લીની સેંકડો એકર જમીન, પોતાના સાથીઓને વહેંચી આપી અને ખેતીનાં સાધનો આપ્યાં. આખો પ્રદેશ હર્યોભર્યો બની ગયો.
મહારાજા સમરકેતુએ કુમારનું ભવ્ય સ્વાગત કરાવ્યું. નગરમાં મહોત્સવ મંડાવ્યો. કારાવાસમાંથી કેદીઓને મુક્ત કરાવ્યા. દીન-અનાથજનોને મહાદાન અપાવ્યું.
શાન્તિમતી સાથે સેનકુમારે મહારાજા પાસે જઈને, પ્રણામ કર્યા. મહારાજા સમરકેતુએ બંનેને આશીર્વાદ આપ્યા.
મહારાજાએ પહેલેથી જ કુમાર માટે, પોતાના મહેલની પાસે જ બીજો મહેલ તૈયાર કરાવી દીધો હતો. મહેલ તો હતો જ. રંગરોગાન કરાવીને, આવશ્યક સામગ્રી મૂકાવી દીધી હતી. શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧03
For Private And Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજમહેલની સ્ત્રીઓ સાથે શાન્તિમતીનો પરિચય થયો. શામિતીના સૌભાગ્યકર્મ, તેને સર્વપ્રિયજન બનાવી દીધી. શાન્તિમતીની ઉદારતા અને પ્રેમાળતાએ સહુનાં મન જીતી લીધાં હતાં. જાણે કે સેનકુમાર, મહારાજા સમરકેતુનો જ યુવરાજ હોય, એ રીતે રાજપરિવાર અને મંત્રીમંડળ કુમારનું ગૌરવ કરતાં હતાં. કુમારની દિવ્ય પ્રભાવ મંત્રી જિવાનંદે પ્રત્યક્ષ જોયો હતો. કુમારના અદ્વિતીય પરાક્રમની વાતો સેનાપતિએ સહુને કરી હતી. દેવી પ્રભાવ અને અદ્વિતીય પરાક્રમ ઉપરાંત કુમારનાં વિનય-નમ્રતા-પ્રિય વાણી વગેરે ગુણોએ એને સર્વજનપ્રિય બનાવ્યો હતો.
દિવસો વીતે છે. મહિનાઓ પસાર થાય છે... અને વર્ષ પણ પૂરું થઈ ગયું. કુમાર અને શાન્તિમતીના દિવસો રંગરાગ અને ભોગવિલાસમાં પસાર થાય છે. અલબત્ત, કુમાર રોજ મહારાજાનાં દર્શને જાય છે. કાર્યસેવા અંગે પૃચ્છા કરે છે. મંત્રીવર્ગને અવાર નવાર મળે છે. મંત્રી જીવાનંદ સાથે તો મિત્રતા જ થઈ ગઈ છે.
એક દિવસ કુમાર, મહારાજાનાં દર્શન કરી પોતાના મહેલે આવ્યો. શાન્તિમતીને કહ્યું: “દેવી આજે આપણે પલ્લીમાં જઈએ! સાંજે અથવા કાલે સવારે પાછા આવીશું. ત્યાં જવાથી મિત્ર પલ્લીપતિ રાજી થશે.
શાન્તિમતીએ કહ્યું: “આપે મારા મનની ઈચ્છા વ્યક્ત કરી દીધી! હું બહાર જવા જ ઈચ્છતી હતી.”
રથ તૈયાર થયો. બંને મહેલની બહાર આવ્યા અને મંત્રી જીવાનંદ મળ્યા. કુમારે કહ્યું: “અમે પલ્લીમાં જઈએ છીએ. સાંજે કે કાલે સવારે પાછા આવી જઈશું. મહારાજા પૂછે તો કહી દેજો.”
કુમાર, રથની સાથે ચાર ઘોડેસવાર સંનિક મોકલું છું. આમ તમે એકલા જાઓ તે ના શોભે.” જીવાનંદે તરત જ ચાર ચુનંદા શસ્ત્રસજ્જ અશ્વારોહી સૈનિકોને રથની સાથે રવાના કર્યા.
0 0 0 રાજમહેલમાં દોડાદોડ થવા લાગી. નગરના શ્રેષ્ઠ વૈદ્યો રાજમહેલમાં આવી ગયાં.
મહારાજા સમરકેતુનું સ્વાથ્ય બગડ્યું હતું. પેટમાં ભયંકર શૂળ ઊપડ્યું હતું. જાણે કે પેટમાંથી આંતરડાં બહાર નીકળી જતો હોય તેવી ઘોર વેદના થતી હતી. આંખો જાણે બહાર નીકળી જતી હોય તેવી આંખની ભયાનક વેદના થવા લાગી. શરીરના સાંધા તૂટવા લાગ્યાં. દાંત હલવા લાગ્યાં. ધમણની જેમ શ્વાસ ચાલવા માંડ્યો.
સમગ્ર રાજપરિવાર કલ્પાંત કરવા લાગ્યો. વૈદ્યોએ ઉપચાર શરૂ કર્યા. દવાઓ આપવા માંડી. કલાક, બે કલાક.... ત્રણ કલાક પસાર થઈ ગયા, પરંતુ મહારાજાના દર્દમાં કોઈ રાહત ના થઈ. વૈદ્યો નિરાશા અનુભવવા લાગ્યા. મહામંત્રી જીવાનંદને
૧૧૪
ભાગ-૩ + ભવ સાતમો
For Private And Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સેનકુમાર યાદ આવ્યો. પરંતુ ‘એ તો આજે પલ્લીમાં ગયા છે. એમને સમાચાર આપવા પડશે.' મારતે ઘોડે એક સંદેશવાહકને પલ્લીમાં રવાના ફર્યો, પલ્લીમાં પહોંચીને કુમારને, સંદેશવાહકે મહામંત્રીનો સંદેશો આપ્યો: ‘હે રાજકુમાર, આપ જલદી નગરમાં પધારો. જાણે કે યમરાજ મહારાજાને લેવા માટે આવ્યો હોય, તેવી ઘોર પીડા મહારાજને ઊપડી છે. વૈદ્યો નિરાશ થયા છે. અંતઃપુર રુદન કરે છે અને મંત્રીમંડળ કિંકર્તવ્ય મુઢ બની ગયું છે.'
સાંભળીને કુમાર પણ અસ્વસ્થ થઈ ગયો. શાન્તિમતી તો વાત સાંભળીને તરત જ જવાની તૈયારીઓ કરવા લાગી. પલ્લીપતિએ પણ સંદેશવાહકનો સંદેશો સાંભળ્યો હતો. એણે પોતાનો અશ્રુ તૈયાર કર્યો. કુમારને કહ્યું: ‘દેવ, હું પણ આપની સાથે આવું છું. મહારાજાનો મારા ઉપર પણ મોટો ઉપકાર છે ને!'
સહુ નગરમાં આવવા તૈયાર થયા અને નગર તરફ પ્રયાણ કર્યું,
O
O
રથ રાજમહેલનાં પથિયાં પાસે આવીને ઊભો કે કુમાર છલાંગ લગાવીને નીચે ઊતર્યો. દોડતો તે મહારાજાના શયનખંડમાં પહોંચ્યો, તેણે મહારાજાને જોયા. કુમાર પહેલી ક્ષણે જ બાવરો થઈ ગયો. ‘શું થઈ ગયું મહારાજાને? પ્રજાના તારણહારની આ અવસ્થા? અને હું અહીં હાજર છું! હું મહારાજાને સ્વસ્થ નીરોગી કરી શકતો નથી. મારી કેવા વિવશતા?'
કુમારને તીવ્ર આઘાત લાગ્યો. તે બેહોશ થઈ ગયો. તેને મૂર્છા આવી ગઈ. દાસીઓએ તરત જ એના પર ઠંડું પાણી છાંટવું. પંખાથી હવા નાખી, ધીરે ધીરે તે ભાનમાં આવ્યો.
શાન્તિમતીએ કુમારને આશ્વાસન આપ્યું. ‘હે નાથ, આપના જેવા સત્ત્વશીલ પુરુષો જો નિરાશ થઈ જશે, તો પછી મારા જેવી દુર્બળને કોણ હિંમત આપશે?'
‘દેવી તું જાણે છે મહારાજા પ્રત્યેનો મારો અવિહડ રાગ... મહારાજાને સારું કરવા હું મારા પ્રાણ પણ ન્યોછાવર કરી શકું છું.’
‘નાથ, પ્રાણ ન્યોછાવર કરવાની જરૂર નથી. આપની પાસે જ મહારાજાને નીરોગી બનાવવાનો ઉપાય છે. પરંતુ અતિ દુઃખમાં કે અતિ સુખમાં મનુષ્ય ઘણું ભૂલી જતો હોય છે.'
કર્યો ઉપાય છે દેવી? જલદી બોલો.’
‘પ્રિયમેલક કલ્પવૃક્ષની પૂજાથી પ્રસન્ન થયેલ ક્ષેત્રદેવતાએ આપને ‘આરોગ્યમણિરત્ન' આપેલો છે ને?”
‘હા, હા, ખરેખર તારી વાત સાચી છે. હું તો ભૂલી જ ગયો હતો એ મણિરત્નને.’ તેણે સ્નાન કર્યું. શુદ્ધ વસ્ત્રો પહેર્યાં.
કુમારે મણિરત્નથી સર્વપ્રથમ રાજાના ઉપર આવર્ઝન-ક્રિયા કરી. ત્યાર પછી અ શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧૦
For Private And Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મણિરત્નનો શુદ્ધ જલથી અભિષેક કર્યો. એ પાણી મહારાજાના સંપૂર્ણ શરીર પર છાંટચું-મણિરત્નના અર્ચિત્ય પ્રભાવથી મહારાજાનું પેટનું શૂળ મટી ગયું. મસ્તકની વેદના શાન્ત થઈ ગઈ. દાંત સ્થિર થઈ ગયા. શરીરના સાંધા જે દુ:ખતાં હતાં. તે દુઃખાવો મટી ગયો. આંખો ઊઘડી ગઈ.
મહારાજા શય્યામાં બેઠાં થયાં.
વૈદો આશ્ચર્ય પામ્યા ને બોલ્યા: ‘ખરેખર રાજકુમારનો પ્રભાવ ગજબ છે!' તેમણે કુમારને ખૂબ ધન્યવાદ આપ્યા.
મંત્રીવર્ગના જીવમાં જીવ આવ્યો. રાણીઓ નાચવા લાગી. ગરીબોને ખૂબ ાન આપ્યું. મહારાજાએ, પાસે બેઠેલા જીવાનંદ મંત્રીને પૂછ્યું: ‘મંત્રી, મને શું થઈ ગયું હતું? મને કંઈ પણ યાદ નથી! મારી સ્મરણશક્તિ ચાલી ગઈ છે.'
જીવાનંદ મંત્રીએ બધી વાત કરી.
સેનકુમારે કરેલા મણિરત્નના પ્રયોગની વાત કરી. કુમાર પાસે જ બેઠો હતો. મહારાજાએ કુમારને પોતાની પાસે બેસાડીને કહ્યું: ‘મંત્રી, આ અમૃત જેવો કુમાર જ્યાં સુધી મારી પાસે હોય ત્યાં સુધી મૃત્યુ કેવી રીતે આવી શકે?’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુમાર શરમાઈ ગયો. તેણે કહ્યું: ‘હું પૂજ્ય, આ બધો પ્રભાવ દેવતાનો છે અને ગુરુદેવનો છે.’
મહારાજાએ કહ્યું: ‘વત્સ, મારા પ્રાણો તે તારા છે. માટે મારા પ્રાણોની કાળજી તારે રાખવાની છે.'
કુમાર બોલ્યો: ‘હે પૂજ્ય, આપ મારા વડીલ છો.’
રાજાએ કહ્યું: ‘કુમાર, શું તું મારા કહ્યા મુજબ કરીશ ને?’
‘આપ આજ્ઞા કરો.’
‘તો મને વચન આપ કે તારે મારો ત્યાગ કરવો નહીં!'
‘આપની આજ્ઞા માથે ચઢાવું છું.'
‘હે વત્સ, હવે તું તારા આવાસમાં જા.'
કુમાર અને શાન્તિમતી એમના મહેલમાં ગયાં.
મહારાજાએ જીવાનંદ મંત્રીને બોલાવીને કહ્યું: ‘જીવાનંદ, સેનકુમારનું નામ લેતો કોઈ પરદેશી આવે, તેને પહેલાં મારી પાસે લાવવો, સીધો કુમાર પાસે ન મોકલશો.’
૧૧૦૩
મહારાજાના મનમાં ભય તો જાગી જ ગયો હતો કે ચંપાનગરીથી જો કોઈ સંદેશો લઈને આવશે અને કુમારને ત્યાં બોલાવશે તો કુમાર ચાલ્યો જશે, મારે એને જવા દેવો નથી. માટે કોઈ સંદેશવાહક એને મળે જ નહીં, તેવી વ્યવસ્થા ગોઠવી દઉં. આ દૃષ્ટિથી મહારાજાએ જીવાનંદને સાવધાન કરી દીધો.
For Private And Personal Use Only
ભાગ-૩ ૦ ભવ સાતમો
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થોડા મહિના વિત્યાં હતાં. સુખમાં કાળને પસાર થતાં વાર લાગતી નથી.
એક દિવસે ચંપાથી એક તેજસ્વી ઘોડેસવાર આવીને, વિશ્વપુરના રાજમહેલના દ્વારે ઊભો. દ્વાર પર ઊભેલા પ્રતિહારીને કહ્યું: “મહારાજાને નિવેદન કરો કે ચંપાનગરીનો મંત્રીપુત્ર આપને મળવા ચાહે છે. પ્રતિહારી મંત્રીપુત્રને જોતાં જ પ્રભાવિત થઈ ગયો હતો! એ દોડ્યો મહારાજા પાસે. તેણે નિવેદન કર્યું: “મહારાજા, ચંપાના મંત્રીપુત્ર આવ્યાં છે... ને આપને મળવા ઈચ્છે છે.”
ચંપાનગરીનું નામ કાને પડતાં જ મહારાજા વિહ્વળ બની ગયા હતાં. છતાં વિહ્વળતાનો ભાવ કળાવા ના દીધો. અનુમતિ આપી. પ્રતિહારી ગયો. મંત્રીપુત્ર “અમરગુરુ' એ અશ્વ પ્રતિહારીને સોંપ્યો. અને મહેલમાં દાખલ થયો. ઉપસ્થિત દાસી મંત્રીપુત્રને મહારાજાના ખંડ સુધી મૂકી ગઈ.
મંત્રીપુત્રે ખંડમાં પ્રવેશ કરી, મહારાજાનું અભિવાદન કર્યું. રાજાએ એનું ઉચિત સ્વાગત કર્યું. મંત્રીપુત્રે મહારાજાના ગુણ ગાતાં કહ્યું : “આપે તો ચંપાના રત્નનું જતન કર્યું છે મહારાજા! મેં સાંભળ્યું છે કે સેનકુમાર અહીં આપના અતિથિ બનીને રહ્યા
મહારાજાએ કહ્યું: “હે મંત્રીપુત્ર, એ કુમાર તો મને મારા જીવન કરતાંય વધારે પ્રિય છે! અને એટલા માટે મેં કુમાર પાસેથી વચન લીધું છે કે, “મારાથી છૂટા ના પડવું. માટે હે મંત્રીપુત્ર, તારે કુમાર સાથે એ રીતે વાતો કરવાની છે કે એ મને છોડીને ના જાય.'
મંત્રીપુત્ર અત્યંત પ્રસન્ન થઈને બોલ્યો: “હે દેવ, કુમાર ભાગ્યશાળી છે કે આપના જેવા મહારાજા કુમાર પ્રત્યે આટલો અગાધ પ્રેમ ધરાવે છે. મહારાજા, આપે મને જે આજ્ઞા કરી, તે આજ્ઞાને મારા હૃદયમાં ધારણ કરીને વાત કરીશ.”
દ્વાર પાસે ઊભેલી દાસીને રાજાએ કહ્યું: “જાઓ, સેનકુમારને કહો કે ચંપાના મંત્રીપુત્ર “અમરગુરુ' તમને મળવા આવે છે.”
દાસીની સાથે જ મંત્રીપુત્ર ત્યાંથી નીકળી ગયો. તેને ચિંતા થઈ કે, “આ રાજકુમારને છોડશે નહીં. અને મારે ચંપામાં કુમાર વિના ચાલે એમ નથી.'
દાસીએ મંત્રીપુત્રને કહ્યું: “હે ચંપાવાસી, પધારો મહેલમાં, મહારાજકુમારનો આ મહેલ છે. હું આપને એમની પાસે લઈ જાઉં.”
દાસી મંત્રીપુત્રને સેનકુમાર પાસે લઈ ગઈ. મંત્રીપુત્ર અમરગુરુએ કુમારને પ્રણામ કર્યા. દાસીએ કહ્યું: “મહારાજકુમારનો જય હો. મહારાજાએ મને કહેવડાવ્યું છે કે આ ચંપાનગરીથી મંત્રીપુત્ર પધારેલા છે. તેમને મહારાજકુમાર પાસે લઈ જા.” - ચંપાનું નામ સાંભળતાં કુમાર ઊભો થઈ ગયો. દાસીને સોનાનો હાર પહેરાવીને વિદાય આપી. તે મંત્રીપુત્રને ભેટી પડ્યો. ‘તમે મહામંત્રી સુકૃતના પુત્ર છો?' શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧૭
For Private And Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“હાજી, મહારાજકુમાર! પરંતુ કૃપા કરીને મને “તું” કહીં ને બોલાવશો. મને આનંદ થશે.'
તારું નામ?” મને લોકો “અમરગુરુ' કહે છે.' મંત્રીપુત્રને પોતાના આસન પર બેસાડ્યો. અમરગુરુ, કહે, પિતાજી અને માતાજી કુશળ છે ને?”
અમરગુરુની આંખો ભીની થઈ ગઈ. તે જમીન તરફ જોવા લાગ્યો. કુમાર ચિંતિત થયો. અશુભની આશંકા થઈ. “શું વાત છે અમરગુરુ?”
મહારાજ કુમાર, આપના ગયા પછી, મહારાજાએ આપની બંનેની ખૂબ શોધ કરાવી. આપ ના મળ્યા. ઓહો.... મહારાજા હરિજેણે અને મહારાણી તારપ્રભાએ શું કલ્પાંત કર્યો છે. કુમાર, શું કહ્યું? આખો રાજમહેલ રડ્યો છે એ દિવસે -- આખા નગરમાં ઉદાસીનતા ફેલાઈ ગઈ. બધાં બજારો બંધ થઈ ગયાં.
મહારાજા-મહારાણીએ એક મહિના સુધી રાહ જોઈ. આપ ના આવ્યા. તે બંનેએ ચારિત્ર લેવાનો નિર્ણય કર્યો. આપના વિના તે બંને અતિ વ્યથિત હતાં, મહારાણી તો ક્ષણે ક્ષણે આપનું નામ લઈને પૂછતાં હતાં: “મારા સેનના સમાચાર આવ્યા?'
બંનેનો વૈરાગ્ય વધે જતો હતો. છેવટે વિશાળ પરિવાર સાથે તેઓએ દીક્ષા લીધી. રાજસિંહાસન પર વિણકુમારનો રાજ્યાભિષેક કરી દીધો.
એ બહું સારું કર્યું પિતાજીએ હે અમરગુરુ, કુમારને રાજા બનાવીને, પિતાજીએ દીક્ષા લીધી, એ વાત મને વધારે ગમી છે. અમારા કુળનો આ રિવાજ છે; કે રાજ્યભાર ઉપાડનાર યુવરાજ તૈયાર થઈ જાય એટલે રાજ્ય યુવરાજને સોંપીને, રાજા દીક્ષા ગ્રહણ કરે.”
મંત્રીપુત્રે કહ્યું: “આપની વાત બરાબર છે.” કુમારે પૂછયું: “અમરગુરુ, એ તો કહે કે પ્રજા સાથે કુમાર સારી રીતે વર્તે છે ને?'
મહારાજ કુમાર, મહારાજા હરિણે દીક્ષા લીધા પછી, આપની ગેરહાજરીમાં પ્રજા જાણે નેતા વિનાની બની ગઈ છે. પ્રજા ખરેખર પીડાય છે. વિષેણકુમારે સામંતોને અપમાનિત કર્યા છે. તે પ્રજાને પીડી રહ્યાં છે. ઉચિત આચારોનું ઉલ્લંઘન કરી રહ્યાં છે. લોભને અગ્રસ્થાન આપેલું છે.
મંત્રીપુત્ર, હમણાં થોડા દિવસ અહીં રહો.” કુમારે શાન્તિમતીને આજ્ઞા કરી: મંત્રીપુત્રની ઉચિત પરોણાગત કરો.”
એક
ર
સક
૧0૮
ભાગ-૩ ૪ ભવ સાતમો
For Private And Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
L'999
એક રાત્રે શાન્તિમતીને સુંદર સ્વપ્ન આવ્યું. છે. તેણે આકાશ-સ્પર્શી કલ્પવૃક્ષ દેખ્યું. આ ત્રણે લોકના જીવોનાં મન-નયનને આનંદ આપનાર,
એ કલ્પવૃક્ષ અખંડ પત્રસમૂહથી અલંકૃત હતું. તમાલપત્ર, મેઘ, ભ્રમર અને અંજનના જેવા રંગ જેવું હતું. ડાળીઓ પર પુષ્પો અને ફળો લચી પડેલાં હતાં. * ભ્રમરોના લયયુક્ત અને તાલબદ્ધ સંગીતવાળું હતું. છે એ કલ્પવૃક્ષ પર અનેક પક્ષીઓ આશ્રય કરીને પડેલાં હતાં. છે એના પર કોયલના મધુર ટહુકાર થતાં હતાં. આવું કલ્પવૃક્ષ શાન્તિમતીના મુખમાં થઈને તેના ઉદરમાં પ્રવેશ કરે છે!
આ સ્વપ્ન જોઈને તે જાગી. તેણે સેનકુમારને સ્વપ્ન કહી બતાવ્યું. સેનકુમારે કહ્યું: હે સુંદરી, ત્રણે લોકમાં પ્રિય બનશે એવા પુત્રને તું જન્મ આપીશ! તું પુત્રરત્નની માતા બનીશ.”
શાન્તિમતી આનંદવિભોર બની.
કુમારે શાન્તિમતીની સેવામાં અનુભવી એવી એક દાસીનો વધારો કર્યો. મહારાજા સમરકેતુએ અંતઃપુરની રાણીઓને આજ્ઞા કરી: શાન્તિમતી ગર્ભવતી બની છે, એની કાળજી રાખો.” આમેય શાન્તિમતી અંતઃપુરમાં પ્રિય હતી. રાણીઓ કાળજી રાખવા માંડી, એની સાથે સાથે અંતઃપુરની દાસીઓ કાળજી લેવા માંડી. શાન્તિમતીનો ખંડ મોટાં ઘરની સ્ત્રીઓથી ભરેલો રહેવા માંડ્યો.
આ સમાચાર કુમારે પલ્લીપતિને મોકલ્યા. પલ્લીપતિ શાન્તિમતી માટે ઉત્તમ વસ્ત્રો અને અલંકારો લઈને આવી પહોંચ્યો. કુમાર પલ્લીપતિને ભેટી પડ્યો. પલ્લીપતિએ શાન્તિમતીની સામે વસ્ત્રો અને અલંકાર મૂકીને કહ્યું: “હે દેવી, સુખપૂર્વક ગર્ભનું વહન કરજો. પુત્રજન્મના શુભ સમાચાર મળશે કે તરત જ અમારી આખી પલ્લી દોડી આવશે, નવજાત કુમારનાં વધામણાં કિરવા!'
કુમારના આગ્રહથી પલ્લીપતિ થોડા દિવસ રોકાયો. કુમારે ચંપાના મંત્રીપુત્ર સાથે
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧૦૯
For Private And Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પલ્લીપતિનો પરિચય કરાવ્યો. પલ્લીપતિની વાતોથી અમરગુરુ ઘણો પ્રભાવીત થયો. અમરગુરુએ ખાનગીમાં પલ્લીપતિને પણ વાત કરી કે “મહારાજ કુમાર જ ચંપાના રાજા બનવા જોઈએ. હું સમજાવવા જ અહીં આવ્યો છું. વિણકુમાર રાજ્યને સાચવી નહીં શકે... માટે તમે પણ કુમારને સમજાવજો.” પલ્લીપતિએ આનંદ વ્યક્ત કર્યો પણ કહ્યું: “મહારાજા સમરકેતુ કુમારને નહીં છોડે... એ પણ વિશ્વપુરનું રાજ્ય કુમારને જ આપવા ઈચ્છે છે.”
અમરગુરુએ કહ્યું: “પરંતુ હજુ ૧૦-૧૫ વર્ષ તો સમરકેતુ રાજ્ય કરશે! ત્યાં સુધીમાં નવો રાજકુમાર તૈયાર થઈ જશે! અને એ દરમિયાન જો એમને પુત્રની પ્રાપ્તિ થઈ જાય.. તો પછી ચિંતા જ નહીં.”
પલ્લીપતિએ કહ્યું: ‘જો મહારાજકુમાર ચંપા પધારશે તો હું પણ તેમની સાથે અવશ્ય ચંપા આવીશ.' “અવશ્ય પધારજો!”
૦ ૦ ૦ અમરગુરુ, આપણે આપણા બે ગુપ્તચર અહીંથી મોકલીએ ચંપામાં. તમે ત્યાં કોને મળવું.. ક્યાં રહેવું વગેરે સમાવી દો.'
આપની વાત બરાબર છે. હું ગુપ્તચરોને બધું માર્ગદર્શન આપું છું.” અમરગુરુને કુમારની વાત યોગ્ય લાગી.
કુમારે મહામંત્રી જીવાનંદને બોલાવીને, બધી વાત સમજાવી. જીવાનંદે બે કુશળ ગુપ્તચરોને બોલાવીને, અમરગુરુને સોંપ્યા. અમરગુરુએ બંનેને ચંપા જવાનું સમજાવ્યું. તેમનું કાર્ય સમજાવ્યું. ક્યાં રહેવાનું, કોના સંપર્કમાં રહેવાનું, વગેરે સમજાવીને વિદાય કર્યો.
અમરગુરુએ સેનકુમારને કહ્યું: “મહારાજ કુમાર, મારું તો સ્પષ્ટ મંતવ્ય છે કે વિષેણકુમાર ચંપાનું રાજ્ય નહીં સાચવી શકે. એમની નબળાઈ આસપાસના રાજાઓ જાણી જશે. જે રાજા ચંપાથી વધુ બળવાન છે, તે જરૂર ચંપા પર વિજય મેળવવા ચઢી આવશે. મહારાજ કુમાર, સત્તા પરિવર્તન થવાનું! મારા પિતાજી કહેતાં હતાં. એક અષ્ટાંગ નિમિત્તના પારગામી સિદ્ધપુત્રે કહેલું કે “અલ્પકાળ માટે પણ ચંપામાં સત્તા પરિવર્તન થશે.”
સેનકુમારે કહ્યું: ‘જો વિણકુમાર સેનાને બરાબર સાચવી શકે તો, ચંપાની સેના, આસપાસના કોઈ પણ રાજ્યની સેના કરતાં ચઢિયાતી છે. એને કોઈ જીતી ના શકે.'
પરંતુ, વિષણકુમારે તો પહેલું જ કામ સામંતોને નારાજ કરવાનું કર્યું! સેનાનો ૧૧૧
ભાગ-૩ + ભવ સાતમો
For Private And Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આધાર જ સામંતો છે. સામંત જો કુમારના પક્ષે ના રહે, તો કુમારની યુદ્ધમાં હાર થવાની જ છે.” 'તો તો મારે ચંપા આવવું જ પડશે!” મને તો લાગે છે કે ચંપાને આપે સંભાળવી પડશે.'
0 0 ૦ શાન્તિમતીની દાસીએ આવીને કુમારને કહ્યું: “આપને યુવરાજ્ઞી યાદ કરે છે. આપ તરત જ પધારો.'
કુમાર શાન્તિમતીના ખંડમાં ગયો. શાન્તિમતી પલંગમાં સૂતેલી હતી, પરંતુ અસ્વસ્થ લાગતી હતી. પલંગ પાસેના એક ઊંચા આસન ઉપર કુમાર બેઠો. દાસીએ કહ્યું: ‘દેવીને ગર્ભની પીડા ઊપડી છે. અમારી બધી તૈયારી છે. કદાચ આજે રાત્રિના સમયે પુત્રજન્મ થાય. આપ જાગતા રહેજો.’
કુમારે કહ્યું: ‘પુત્રજન્મનો સમય બરાબર નોંધી રાખજો, જેથી એની ‘જન્મપત્રિકા બનાવડાવી શકાય.” થોડો સમય કુમાર શાન્તિમતી પાસે બેઠો. શાન્તિમતીએ કુમારને કહ્યું: ‘નાથ, પુત્રજન્મ થયા પછી હું ગરીબોને દાન આપીશ. શાશ્વત ગિરિરાજની યાત્રા કરીશ. સાધુપુરુષોને દાન આપીશ. હાથી પર બેસીને જિનમંદિરે જઈશ.” બોલતાં બોલતાં એણે ચીસ પાડી. વેદનાથી અત્યંત વ્યથિત બની.
દાસીએ કુમારને સ્વસ્થાને જવાનો ઈશારો કર્યો. તેણે શાન્તિમતીને તરત જ ઔષધ પાઈ દીધું. ધીરે ધીરે તેની વેદના ઓછી થવા લાગી. દિવસ પૂર્ણ થયો. રાત્રિનો પ્રારંભ થયો.
શાન્તિમતીના શયનખંડને, પુત્રજન્મ વખતે જે જે આવશ્યક સામગ્રી જોઈએ, તે સામગ્રીથી સજાવી દીધો હતો. બધી જ સુવિધાઓ ઉપલબ્ધ કરી લીધી હતી. દાસીઓ અંદર સાવધાન હતી. નોકરો બહાર જાગ્રત બેઠા હતાં. કુમાર પણ અમરગુરુ સાથે વાર્તાલાપ કરી રહ્યો હતો.
ક મહાસુદી પંચમીનો દિવસ હતો. - ગુરુવાર હતો. છે પુષ્ય નક્ષત્ર હતું. છે અમૃતસિદ્ધિ યોગ હતો. ક મધ્યરાત્રિનો સમય હતો.
એ વખતે શાન્તિમતીએ પુત્રને જન્મ આપ્યો. શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧૧૧
For Private And Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થાળી વાગી. દાસીઓએ નૃત્ય કર્યું. નોકરએ ગીત ગાયાં. મુખ્ય દાસીએ સૂતીકર્મ કર્યું.
પ્રભાતે કુમારે જઈને, મહારાજાને સમાચાર આપવા વિચાર્યું હતું, પરંતુ પ્રિયંવદા દાસીએ કહ્યું: “મહારાજકુમાર, મહારાજાને સમાચાર આપવાનું કામ મારું છે! હું જઈશ!”
દાસીએ મહારાજાને શુભ સમાચાર આપ્યા. મહારાજા સમરકેતુએ દાસીને મૂલ્યવાન હાર ભેટ આપ્યો. નગરમાં ઘોષણા કરવામાં આવી, પુત્રજન્મના સમાચાર નગરમાં સર્વત્ર ફેલાઈ ગયા. નગરશ્રેષ્ઠીઓ અને રાજ્યના અધિકારીઓ, ભેંટણાં લઈને સેનકુમારના મહેલે આવવા લાગ્યા. મહારાજા પણ સેનકુમારના મહેલમાં પધારી ગયા હતા. રાણીઓ પણ શાન્તિમતીની પાસે જ ઉપસ્થિત હતી.
મહારાજાએ નગરનાં બધાં જ મંદિરોમાં મહોત્સવનું આયોજન કર્યું. છે કારાવાસના દરવાજા ખોલી નાખ્યાં.
દીન-દુઃખીને દાન આપવા માંડ્યું. જે રાજમહેલની દરેક દાસી અને દરેક નોકરને સેનકુમારે સુંદર ભેટ આપીને, ખુશ કરી દીધાં.
| 0 0 0 પુત્રનું નામ પાડવાનો દિવસ આવી લાગ્યો. કુમારે મહારાજાને જ નામ પાડવા કહી દીધું હતું.
મહારાજાએ કહ્યું: “કુમાર, મને તો આ બાળકના ચહેરામાં એના દાદા અમરસેન' જ દેખાય છે!' “તો શું દાદાનું નામ ના રાખી શકાય? ‘રાખી શકાય, કેમ ના રખાય?”
જો આપને સારું અને ઉચિત લાગતું હોય તો એ જ નામ પાડો... “અમરસેન!' મહારાજાએ બાળકનું નામ “અમરસેન' પાડ્યું. સહુને ગમ્યું. કુમારે કહ્યું: “આ બાળકને હું જ્યારે જ્યારે જોઈશ ત્યારે પિતાજીની સ્મૃતિ થશે! ચંપાને દ્વિતીય અમરસેન મળશે!”
શાન્તિમતીને પણ નામ રાખ્યું. તેણે કુમારને કહ્યું: “નાથ, જો આપને ઉચિત લાગે તો આ સમાચાર રાજપુર મોકલી આપો. મારાં માતા-પિતાને ખૂબ આનંદ થશે!'
કુમારે કહ્યું: “તેં રાજપુર યાદ કરાવ્યું સારું કર્યું. સાનુદેવ સાર્થવાહપુત્રને પણ મારે સમાચાર આપવા છે. એના ગયા પછી નથી એના સમાચાર આવ્યા, નથી આપણ સમાચાર મોકલી શક્યા.”
ભાગ-૩ + ભવ સાતમો
૧૧૧૨
For Private And Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંદેશવાહકને બોલાવી, તેને રાજપુર જવા માટે કહ્યું અને મહારાજા શંખ ઉપરનો સંદેશો આપ્યો અને સાનુદેવ ઉપરનો સંદેશો આપ્યો. ‘સાનુદેવ તને રાજસભામાં જ મળી જશે!’
સંદેશવાહક સંદેશો લઈ, અશ્વારૂઢ બની રવાના થયો.
ચંપાથી એક ગુપ્તચર વિશ્વપુર આવ્યો હતો, એક ચંપામાં જ રોકાયો હતો. આવેલા ગુપ્તચરે સેનકુમારને તથા અમરગુરુને એકાંતમાં બેસાડીને વાત કરી:
‘ચંપામાં વિષેણકુમારના અયોગ્ય રાજવ્યવહારથી પ્રજા ખૂબ ત્રાસી ગઈ હતી. મંત્રીમંડળ અને સામંતો પણ નારાજ થઈ ગયા હતા. એ અરસામાં ચંપાના પાડોશી અચલપુર રાજ્યના પરાક્રમી રાજા મુક્તાપીઠે ચંપા પર આક્રમણ કરી દીધું. આક્રમણ એવું પ્રબળ કર્યું હતું કે વિષેણકુમારના પગ મેદાનમાંથી ઊખડી ગયા. સાંજ સુધી પણ એ ટકી ના શક્યો. સાંજ પૂર્વે જ તેણે હાર કબૂલી લીધી અને તે ચંપા છોડીને ભાગી ગયો. સૈનિકોએ શસ્ત્રો નીચે મૂકી દીધાં.
મુક્તાપીઠ રાજાએ નગર પર અધિકાર કરી લીધો. રાજ્યનો ભંડાર કબજે કરી લીધો... અને રાજ્યમાં પોતાની આજ્ઞા પ્રવર્તાવી દીધી છે. હવે આપને જેમ ઉચિત લાગે તેમ કરો! મારા સાથીને ત્યાં મૂકીને આવ્યો છું. હવે પછીથી શું બને છે ત્યાં, એનો વૃત્તાંત એ આપશે. મારા માટે જે આજ્ઞા હોય તે કહો.
‘તું જઈ શકે છે. તારું કામ હશે ત્યારે બોલાવીશ.' અમરગુરુએ એને ઘરે મોકલ્યો.
સેનકુમાર અત્યંત ક્રોધે ભરાયો.
અમરગુરુ પણ સખત નારાજ થયો હતો.
સેનકુમારે કહ્યું: ‘અમરગુરુ, હું જીવું છું. મારા જીવતાં વિષેણનું રાજ્ય પડાવી લીધું? મારા પિતાના રાજ્ય પર એ મુક્તાપીઠે પોતાનો અધિકાર સ્થાપિત કર્યો? મારે હવે ચંપામાં અવિલંબ જવું પડશે. એ મુક્તાપીઠને ખદેડી મૂકીશ અને સિંહાસન પર વિષેણકુમારને સ્થાપિત કરીશ.’
અમરગુરુએ કહ્યું: ‘મહારાજકુમાર, સંતાપ ના કરો, વિષાદ ના કરો, આપ પરાક્રમી છો. આપ ચંપા પહોંચો, એટલી જ વાર છે!' એ વખતે મહેલની ભીંતે બાંધેલા હાથીએ શુભ ધ્વનિ કર્યો. અમરગુરુએ મહારાજાની જય બોલાવી. કુમારનો જમણો હાથ સ્કુરાયમાન થયો. કુમારને શુકનશાસ્ત્ર પર વિશ્વાસ હતો. તેણે વિચાર્યું: ‘મુક્તાપીઠરાજા જરૂ૨ યુદ્ધમાં હારવાનો જ!'
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
૧૧૧૩
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેણે અમરગુરુને કહ્યું: “મંત્રી, તમે મહારાજાને આ વાત કરો. આ એવું અનિવાર્ય પ્રયોજન છે ચંપા જવાનું, કે જેનો વિરોધ મહારાજા નહીં કરી શકે. તેઓ અવશ્ય મને રજા આપશે.'
અમરગુરુએ રાજમહેલમાં ગયા. મહારાજ સમરને તે બધી વાત કરી, જે ગુપ્તચરે કરી હતી. સાંભળીને સમરકેતુ રાજા રોષે ભરાયા. તેમણે કહ્યું : મંત્રી, આ પરાજય કુમારનો નહીં, પરંતુ મારો છે. કુમારને ચંપા જવાની જરૂર નથી. હું સેનાપતિ સાથે મારી વિશાળ સેના મોકલું છું અને મુક્તાપીઠરાજાને ચંપામાંથી ખદેડી મૂકું છું.”
અમરગુરુએ કહ્યું: “સેના મોકલવાની વાત સાચી છે, પરંતુ સેનાના સેનાપતિ તરીકે કુમારને મોકલો. તેમના પિતાનું રાજ્ય જવાથી તેઓ અત્યંત ક્રોધે ભરાયા છે.”
મહારાજાએ કહ્યું: ‘જો કુમારની ઈચ્છા હોય તો આ પ્રસંગે હું એને ના નહીં પાડું. મારી રજા છે, એને જવા માટે. કુમારને મારી પાસે બોલાવો. હું એની સાથે વાત કરીશ.”
કુમારે અમરગુરુને, પલ્લીપતિને સમાચાર મોકલવાનું કહ્યું અને પોતે મહારાજા પાસે ગયો. મહારાજાએ ખૂબ પ્રેમથી કુમારનો હાથ પકડી, પોતાની પાસે બેસાડ્યો.
કુમાર, તારી ઈચ્છા છે વિશાળ સેના સાથે ચંપા જવાની?” મહારાજા, મારે સેનાની જરૂર નથી. હું અને પલ્લીપતિ બે જ બસ છીએ.' “ના, સેના સામે સેના જોઈએ.' તો ભલે સેના આવે.' તું દુશ્મન રાજા પર વિજયી બને, એવી મારી કામના છે.” “મહારાજા, આપના આશીર્વાદથી અને દેવતાઓના અનુગ્રહથી જરૂર હું વિજયી બનીશ.”
કુમાર, વિજયી બનીને પછી અહીં આવીશ ને?” “મહારાજા, જો ભાઈ વિષેણકુમાર માની જશે અને પુનઃ ચંપાના સિંહાસને આરૂઢ થશે તો હું આવીશ. કદાચ વિષેણ પાછો ના આવે તો મારે ચંપા રાજ્યની ધૂરા સંભાળવી પડશે.”
સાચી વાત છે.”
હમણાં શાન્તિમતી પુત્ર સાથે અહીં જ રહેશે. જો મારે ચંપામાં રહેવાનું નક્કી થશે તો એને બોલાવી લઈશ. અને જો મારે અહીં આવવાનું છે તો પછી એને ત્યાં આવવાની જરૂર નથી. જોકે હજુ એની સાથે વાત કરી નથી.
ભાગ-૩ % ભવ સાતમો
૧૧૧૪
For Private And Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
‘એ અહીં અંતઃપુરમાં રહેશે.' જેવી આપની આજ્ઞા.’
www.kobatirth.org
એક બાજુ અમરગુરુએ સેના ઉપર ધ્યાન આપવા માંડ્યું. ૨૫ હજાર ઘોડેસવારો, અને ૨૫ હજાર પાયદળ સૈન્ય પૂરતું હતું. પલ્લીપતિ આવી ગયો હતો. પલ્લીપતિને પાયદળ-સેનાનો સેનાપતિ બનાવી દીધો. અશ્વદળનો સેનાપતિ કુમાર પોતે બન્યો. સંધ્યાસમયે પ્રયાણ કરવાનું હતું.
કુમાર શાન્તિમતી પાસે ગયો. ચંપાની સમગ્ર પરિસ્થિતિની વાત કરી. શત્રુરાજાને પરાજિત કરી, ચંપાને સ્વાધીન કરવાની વાત કરી. પછી જ્યાં વિષેણને પુનઃ રાજસિંહાસન પર બેસાડવાની વાત કરી, ત્યાં શાન્તિમતીએ નિષેધ કર્યો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘નાથ, જો એનામાં રાજ્યને સાચવવાની તાકાત હોત તો એ ભાગી ના જાત. જો એને ચંપાની પ્રજા પ્રત્યે પ્રેમ હોત તો એ લડતાં લડતાં પ્રાણાર્પણ ક૨વાનુ પસંદ કરત, પરંતુ આ રીતે ભાગી જવાનું કાયરતાપૂર્ણ કામ ના કરત, માટે વિષેણને તો બોલાવશો જ નહીં.'
‘તને તો બોલ:વવી પડશે!'
‘ના, હું સાથે જ આવું છું.’
‘નાના રાજકુમાર સાથે આ પરિસ્થિતિમાં તારાથી ના આવી શકાય. તું અંતઃપુરમાં રહેજે. મહારાજાએ પોતે જ ગોઠવણ કરી દીધી છે.'
શ્રી સમરાદિત્ય મહાકથા
‘ભલે, પણ વિજય મેળવીને, તરત જ મને બોલાવી લેશો.
1
શાન્તિમતીએ કુમારને માથે વિજયતિલક કર્યું. યુદ્ધનાં વાજિંત્રો વાગી ઊઠ્યાં.
મહારાજાનાં ચરણે પ્રણામ કરી, કુમારે પ્રયાણ કર્યું.
For Private And Personal Use Only
૧૧૧૫
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
199077
નગરની સૌભાગ્યવતી સ્ત્રીઓ માથે સ્વર્ણકળશ મૂકીને કુમારના રથની સામે આવી. અને સ્ત્રીઓએ કુમારને અક્ષતથી વધાવ્યો, “કુમાર, તમારો વિજય થાઓ!' એવી મંગલવાણી બોલવા લાગી. નગરના રાજમાર્ગ સાંકડા પડી ગયાં.
નગરવાસી સ્ત્રી-પુરુષોનાં અસંખ્ય અભિનંદનોને ઝીલતો કુમાર નગરની બહાર આવ્યો. બે હાથ જોડી, પ્રજાજનોને અભિનંદન આપ્યાં. વિશ્વપુરમાં હવે ભાગ્યે જ અવાશે.” એવા વિચારથી કુમારનું હૃદય પણ ભરાઈ આવ્યું હતું. કારણ કે કુમારને વિશ્વપુરમાં અગાધ પ્રેમ મળ્યો હતો... અને પુત્રની પ્રાપ્તિ થઈ હતી. મહારાજા અને રાજપરિવારનો પ્રગાઢ સ્નેહ મળ્યો હતો.
કુમારના રથની એક બાજુ શસ્ત્રસજ્જ બની, અશ્વ પર આરૂઢ થઈ, ચંપાના મંત્રી અમરગુરુ ચાલતાં હતાં. બીજી બાજુ પહાડકાય પલ્લીપતિનો અશ્વ ચાલતો હતો. કુમાર ક્યારેક ચંપાના સ્મરણો વાગોળે છે તો ક્યારેક વિશ્વપુરનાં! ક્યારેક એ અટવાની ઘટનાઓ યાદ કરે છે તો ક્યારેક તપોવનને યાદ કરે છે.
અમરગુરુના ગુપ્તચરો સમાચાર લાવ્યા કે રાજા મુક્તપીઠ ચંપાના રાજ્યના સીમાડામાં સેનાની વ્યુહરચના કરીને બેઠો છે. એ જગ્યાએથી ચંપાનગરી પચાસ માઈલ દૂર થાય પરંતુ રાજા મુક્તપીઠે વિચાર્યું હતું કે, “મારે કુમારને રાજ્યના સીમાડામાં જ પ્રવેશવા દેવો નથી. નહીંતર રાજ્યની પ્રજા કુમારના પક્ષે થઈ જશે... અને પ્રજા જો કુમારનો પક્ષ લે, તો મારી હાર નિશ્ચિત છે. એટલે સીમાડા (બોર્ડર) પર જ યુદ્ધ આપું.'
કુમારે સીમાડાથી એક માઈલ દૂર, પોતાની સેનાનો પડાવ નાખવા આજ્ઞા આપી.
પોતાના પ્રિયભાષી દૂતને બોલાવી, રાજા મૂક્તપીઠને આપવાનો મૌખિક સંદેશો આપ્યો: “મારી સાથે પ્રેમસંબંધ રાખવો હોય તો મારા પિતાનું રાજ્ય છોડી, તમારા પોતાના રાજ્યમાં ચાલ્યા જાઓ. અને જો મારી સાથે પ્રેમસંબંધ ન રાખવો હોય તો યુદ્ધ માટે તૈયાર થાઓ.”
દૂત મુક્તાપીઠ રાજાની છાવણીમાં ગયો.
દૂતે રાજા મુક્તપીઠને પ્રણામ કરી, સેનકુમારનો સંદેશો આપ્યો. મુક્તાપીઠે કહ્યું: ચંપાનું રાજ્ય છોડી દેવા માટે મેં યુદ્ધ કરીને મેળવ્યું નથી. તારા એ કુમારને કહેજે કે માગી લાવેલા ભાડૂતી સૈનિકો પર મુસ્તાક બનીને, યુદ્ધ કરવાનું સાહસ છોડી દે.. ૧૧૧૬
ભાગ-૩ + ભવ સાતમો
For Private And Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને વિશ્વપુરના મહેલમાં રહીને આનંદ-પ્રમોદ કરે.'
દૂતને મુક્તપીઠની વાત સાંભળી, ભયંકર ગુસ્સો આવ્યો. તેણે કહ્યું: “રાજન, કુમાર સાથે શત્રુતા કરીને, તમે પરલોકે જલદી જવા ચાહો છો, એમ મને લાગે છે! નહીંતર કોઈ સેનકુમારનો અનાદર કરે નહીં!'
દૂત તરત જ ત્યાંથી નીકળીને, કુમારની છાવણીમાં આવી ગયો. કુમારને ખાનગીમાં મુક્તપીઠનો જવાબ કહી સંભળાવ્યો. પોતે જે વચનો સંભળાવ્યાં, એ પણ કહી સંભળાવ્યાં.
દૂતના મુખે રાજાનો વિરસ પ્રત્યુત્તર સાંભળી, કુમારના હૃદયમાં ભયાનક કોપાનલ સળગ્યો. તેનું વદન સ્વાભાવિક સૌમ્ય હતું, પરંતુ દૂતની વાત સાંભળી પ્રલયકાળના પ્રતિબિંબ જેવું દુખેશ્ય બની ગયું. ભૂકુટિ ખેંચાઈ ગઈ. હાથ થરથર કંપવા લાગ્યાં, તેણે જમીન પર હાથ પછાડીને, અમરગુરુને કહ્યું: “એ દુષ્ટ રાજાને સજા જ કરવી પડશે. સૈન્યને કહો કે આવતી કાલે પ્રભાતે યુદ્ધ નક્કી છે. વહેલી સવારે સેનાનો ગરુડબુહ' રચી દે. સૂર્યોદય થતાં જ યુદ્ધ શરૂ કરવાનું છે.'
અમરગુરુએ સેનાપતિ દ્વારા સેનાને યુદ્ધની જાણ કરી. સૈનિકો ખૂબ પ્રસન્ન થયા. સેનાપતિએ ગરુડબૂહ ગોઠવવા માટે જગ્યાની તપાસ કરી. તેણે માનસપટ પર બૂહ ઘડી નાખ્યો.
રાજા મુક્તાપીઠ પાસે એની પોતાની સેના ૨૫ હજાર સૈનિકોની જ હતી. ચંપાની સેનાએ કુમાર સામે લડવાની સાફ ના પાડી દીધી હતી. એ સૈનિક નગરમાં બળવો ના કરે તે માટે સંનિકોની વસતીને ચારે બાજુ પોતાના સૈનિકોનો પહેરો ગોઠવી દીધો હતો.
પ્રજાને જ્યારે ખબર પડી કે સેનકુમાર ૫૦ હજાર સૈનિકોની સેના લઈને પિતૃરાજ્ય પાછુ લેવા સીમાડે આવી પહોંચ્યો છે, તો પ્રજામાં આનંદનું મોજું ઊછળ્યું.
સેનકુમારે સ્વયં યુદ્ધક્ષેત્રનું અવલોકન કર્યું. શત્રુસેનાનો વ્યુહ જાણી લીધો. બધી જ પૂર્વતૈયારી કરી લીધી. રાત્રે પલ્લીપતિ વગેરેએ પોતાના સાથીદારો સાથે મંત્રણાઓ કરી. પછી એક પ્રહર નિદ્રા લીધી. વહેલી સવારે ઊઠીને, આવશ્યક ક્રિયાઓ પતાવી, તેણે દેવ-ગુરુનું સ્મરણ કર્યું, અને પોતાના અશ્વ પર આરૂઢ થયો. તેના એક હાથમાં તલવાર હતી, બીજા હાથમાં ધનુષ્ય હતું. ખભે તીરોનો ભાળ્યો હતો. કમર પર તીક્ષ્ણ કટારીઓ હતી.
કુમારે સેનાપતિપદ પલ્લી પતિને આપ્યું. સવારે તેણે અડધું જ અશ્વદળ અને અડધું પાયદળ યુદ્ધમાં ઉતાર્યું. અડધી સેના કુમારે પોતાની સાથે રાખી. ત્રણ દિશામાંથી
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧૧૭
For Private And Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સેનાએ શત્રુ પર આક્રમણ કરી દીધું.
ભયંકર યુદ્ધ થયું.
પ્રારંભના પહેલાં પ્રહરમાં પલ્લીપતિએ મુક્તપીઠના સૈન્યને મારી હટાવ્યું. મુક્તાપીઠના સૈન્યની ઘણી ખુવારી કરી. પરંતુ બીજા પ્રહરમાં સ્વયં મુક્તાપીઠ યુદ્ધમાં ઊતર્યો. અપૂર્વ પરાક્રમથી તેણે સેનકુમારના સૈન્યને હણવા માંડ્યું. પલ્લીપતિ ઘવાયો. તેને છાવણીમાં લઈ ગયા. એના શરીર પર અનેક ઘા થયાં હતાં. વૈદ્યોએ ઉપચાર શરૂ કરી દીધા. બીજી બાજુ સેનકુમારની સેના પાછી હટવા માંડી. ત્યાં ત્રણે દિશામાંથી સેનકુમારની તાજી સેનાએ હુમલો કર્યો. સેનકુમાર રાજા મુક્તપીઠ પર ધસી ગયો. તેણે મુક્તપીઠને લલકાર્યો અને છૂટો કટારીનો ઘા કરી મુક્તાપીઠનો જમણો હાથ ઉડાવી દીધો. મુક્તાપીઠે કુમાર પર પરશુનો ઘા કર્યો. પરંત કુમારે નમી જઈને ઘા ચૂકવી દીધો. સાથે જ ભાલાનો પ્રહાર કરી, મુક્તાપીઠના અશ્વને યમલોકે પહોંચાડી દીધો,
બીજી બાજુ કુમારના સૈન્ય મુક્તાપીઠના સૈન્યની ખબર લઈ નાખી. મુક્તાપીઠનું સૈન્ય ભાગવા માંડ્યું. ત્યાં તો નગરમાં રહેલું સૈન્ય ઘેરો તોડીને, યુદ્ધમેદાન પર ધસી આવ્યું. મુક્તાપીઠનું સૈન્ય વચ્ચે ફસાયું. બંને બાજુથી તેની કતલ ચાલી.
કુમાર ઘોડા પરથી નીચે ઊતર્યો. મુક્તાપીઠ સાથે તલવાર-યુદ્ધ કરી, તેને પરાજિત કરી દીધો. તેના શરીર પર ઉપરા ઉપરી સાત ઘા ઝીંકી દીધા. મુક્તપીઠ મરાયો. સેનકુમારનો જયજયકાર થઈ ગયો. ‘સેનકુમાર જીતી ગયા' ને ઘોષ ઊઠ્યો. કુમાર, તીવ્ર રોષના કારણે અને યુદ્ધના અતિ પરિશ્રમના લીધે મૂચ્છિત થઈને, યુદ્ધભૂમિ પર ઢળી પડ્યો. ત્યાં જ અમરગુરુએ કુમારને અશ્વ પર નાખ્યો અને છાવણીમાં લઈ ગયા. છાવણીમાં લાવી તેને બિછાનામાં સુવાડી દીધો. વૈદ્યોએ ઉપચાર કર્યો. કુમાર જાગ્રત થયો. ચંપામાં કુમારના વિજયના સમાચાર પહોંચી ગયા.
ચંપામાં વિજયનાં વાજિંત્રો વાગવા લાગ્યાં.
કુમારે ઘાયલ થયેલા પલ્લીપતિને રથમાં સુવડાવી દીધો. બીજા રથમાં પોતે બેઠો અને સેનાને ચંપા તરફ પ્રયાણ કરવા આજ્ઞા કરી. અમરગુરુએ યુદ્ધમેદાન પર પડેલા હજારો મૃતદેહોનો અગ્નિસંસ્કાર કરવાની વ્યવસ્થા કરી અને તેઓ પણ ચંપા તરફ રવાના થયા.
ચંપાના દ્વારે આવીને, કુમારે અમરગુરુને કહ્યું: “મંત્રી, તમે મુક્તપીઠ રાજાના પરિવારને બહુમાનપૂર્વક એમના નગરે પહોંચાડો. પરિવારને કોઈ મુશ્કેલી ના પડે, તેવી વ્યવસ્થા કરજો.”
૧૧૧૮
ભાગ-૩ ભવ સાતમો
For Private And Personal Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું હમણાં, જ્યાં સુધી વિષેણ મહારાજા અહીં ના આવે ત્યાં સુધી, અહીં જ નગરની બહાર રહીશ. એટલે મુક્તાપીઠના પરિવારની વ્યવસ્થા કરીને, તમે વિષેણ મહારાજાની તપાસ કરાવડાવો, મારી ઈચ્છા, એમને જ ચંપાના સિંહાસને બેસાડવાની છે. જે રાજપુરુષ એમની પાસે જાય, તે એમને મારો આ સંદેશ આપે કે પિતાએ અને દાદાએ ઉપાર્જન કરેલું રાજ્ય તમે આવીને સંભાળો.'
ચંપાનગરીની બહાર કપડાના સુંદર આવાસો બની ગયા. નગરજનોને ખબર પડી કે, “સેનકુમાર ત્યાં સુધી નગરમાં પ્રવેશ નહીં કરે જ્યાં સુધી વિષેણકુમાર નહીં આવે.’ નગરજનો નારાજ થયા. તેઓ વિચારવા લાગ્યા. આપણી ભવિતવ્યતા જ વિપરીત જણાય છે, જેથી સેનકુમાર આવો વિચાર કરે છે. નહીંતર તેઓ શું નથી જાણતા કે એમને મારી નાખવા માટે વિષેણે કેટલા ધમપછાડા કર્યા હતાં! છતાં સેનકુમારની ઈચ્છા વિષેણને બોલાવીને, એને જ રાજા બનાવવાની છે!' નગરશ્રેષ્ઠીઓ તો, જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે, સેનકુમારની ઈચ્છા પર જ વાત નાખી દીધી.
અમરગુરુએ મોકલેલા બે રાજપુરુષો પાછા આવી ગયા. તેમણે સેનકુમારને કહ્યું: “અમે વિષેગને શોધતાં શોધતાં “કૃતમંગલા' નગરીમાં ગયા. ત્યાં વિષેણ અમને મળી ગયાં. અમે પહોંચ્યા એ પૂર્વે એને, આપના પરાક્રમની જાણ થઈ ગઈ હતી. એ એટલું જ બોલ્યો: “યુદ્ધમાં સેનકુમારે મુક્તપીઠને હણ્યો અને ચંપા પાછી લીધી. મેં આટલું સાંભળ્યું છે.”
અમે વિષેણને કહ્યું: ‘અમે સેનકુમારનો સંદેશ લઈને આવ્યા છીએ. તેઓ આપને પુનઃ રાજ્યસિંહાસન પર બેસાડવા ઈચ્છે છે. અને જ્યાં સુધી આપ નહીં આવો ત્યાં સુધી તેઓ નગરપ્રવેશ કરવાની ના પાડે છે. અત્યારે તેઓ નગરની બહાર કપડાના તંબૂઓમાં રહેલા છે.”
અમારી વાત સાંભળીને, એનો ચહેરો નેિજ થઈ ગયો, કરમાઈ ગયો. તેનું મન ખિન્ન થઈ ગયું. તેણે કહ્યું:
“બીજાનું દયા-દાન મને નથી ખપતું. હું એનું મેળવેલું રાજ્ય સ્વીકારવા નથી માગતો. તમે જાઓ, ફરીથી ના આવશો.”
મહારાજ કુમાર, આપ આગ્રહ છોડી દો. આમેય ચંપામાં કોઈ વિષેણને ચાહતું નથી. એ પાપી છે, અભિમાની છે.”
સેનકુમાર ગંભીર વિચારમાં ડૂબી ગયો. અમરગુરુએ કુમારને કહ્યું: “મહારાજ કુમાર, વિષણ આપનો પૂર્વજન્મોનો શત્રુ
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧૧c
For Private And Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાગે છે. સામાન્ય શત્રુ નહીં, કટ્ટર શત્રુ લાગે છે. આપ એના પ્રત્યે સ્નેહ રાખો છો, એ આપના પ્રત્યે ઘોર દ્વેષ ધરાવે છે. આપ ન્યાય-નીતિનો વિચાર કરો છો. એ આપની સાથે અન્યાય-અનીતિથી વર્તે છે. આપ એના પ્રત્યે મૈત્રીભાવ રાખો છો, એ આપના પ્રત્યે શત્રુભાવ રાખે છે! જુઓ, આપે એને રાજા બનાવવાની વાત કરી, માણસો મોકલ્યા, પરંતુ એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે. એ ના આવ્યો... માટે હવે એને ભૂલી જાઓ અને આપ જ રાજસિંહાસન પર બેસો અને રાજ્ય કરો.”
કુમારે કહ્યું: “મંત્રી, પિતાજી વિના અને વિણકુમાર વિના રાજ્ય કરવાની શી મજા આવે? શો લાભ થાય?'
મંત્રીએ કહ્યું: “પ્રજાની અને રાજ્યની રક્ષા થશે. મહાપુરુષોએ પ્રજાનું રક્ષણ કરવું જોઈએ.” કુમારે કહ્યું: “હે આર્ય, પ્રજા તો એના પોતાના પુણ્યથી જ રક્ષાયેલી છે!'
મંત્રીએ થોડા નારાજ થઈને કહ્યું: ‘તો આ રાજાઓની પરંપરા બરાબર નથી? પ્રજાને રાજાની જરૂર નથી? કોઈ નેતાની જરૂર નથી?
મંત્રી, પ્રજા પોતાનો નેતા પસંદ કરી લેશે. મારી ઈચ્છા રાજા બનવાની નથી.”
તો તો મારે પ્રધાનમંડળને ભેગું કરવું પડશે. નગરશ્રેષ્ઠીઓને પણ બોલાવવા પડશે. કંઈક તો કરવું પડશે ને?' તમે સહુ વિચાર કર.” કુમારે રાજા બનવાની પોતાની સાફ નામરજી દેખાડી.
૦ ૦ ૦ નષ્ટશોક” નામના ઉદ્યાનના માળીએ આવીને, સેનકુમારને સમાચાર આપ્યા: મહારાજ કુમાર, આજે નષ્ટશોક ઉદ્યાનમાં આચાર્યશ્રી હરિણ, અનેક સાધુઓ સાથે પધાર્યા છે' કુમાર હર્ષિત થયો. તેણે ઉદ્યાનપાલકને પોતાના ગળામાંથી હાર કાઢીને આપ્યો.
અમરગુરુને કહ્યું: “હે આર્ય, વાદળ વિના અમૃતવૃષ્ટિ થાય તો કેવો આનંદ થાય?' તેમ પિતાજી-મહર્ષિનું અચાનક અહીં આગમન થયું છે. મારા હર્ષનો પાર
નથી.”
અમરગુરુએ કહ્યું: “મહારાજકુમાર, આપ ધન્ય છો. આપ ખરેખર કલ્યાણના નિધાન છો!' - કુમારે કહ્યું: ‘તૈયારી કરો. આપણે આચાર્ય ભગવંતને વંદન કરવા જોઈએ. તેઓનો ઉપદેશ સાંભળીને, આ જીવનને સફળ કરીએ.'
અમરગુરુએ કહ્યું: ‘નગરમાં પણ ઘોષણા કરાવી દઉં. જેથી જનતા, એમના પ્રિય ૧૧૦
ભાગ-૩ + ભવ સાતમો
For Private And Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાજાનાં દર્શન કરી કૃતાર્થ થાય, હર્ષિત થાય. આપ પણ અહીં છો. પિતાજી પણ અહીં પધાર્યા... એટલે પ્રજાના હર્ષની કોઈ સીમા નહીં રહે.”
ચંપાનગરીમાં જેમ જેમ સમાચાર ફેલાતાં ગયાં, તેમ તેમ લોકો “નષ્ટશોક” ઉઘાન તરફ દોડવા લાગ્યાં. આચાર્ય ભગવંત,
શરદ ઋતુના નિર્મળ જળ જેવા નિર્મળ ચિત્તવાળા હતાં. મોહના અંધકાર વિનાના, જ્ઞાનના દિવ્ય પ્રકાશવાળા હતાં. * મન-વચન-કાયાથી બ્રહ્મચર્યનું પાલન કરનારા હતાં.
આલોક-પરલોકનાં ભૌતિક સુખોની આસક્તિ વિનાના હતાં. શિષ્યવર્ગના માટે ચિંતામણિ રત્ન સમાન હતાં.
પ્રત્યક્ષ મુક્તિમાર્ગ હતાં આવા હરિષણ આચાર્યનાં કુમારે દર્શન ક્યાં અને વંદના કરી. ભગવંતને જોતાં જ કુમારનો દેહ રોમાંચિત થઈ ગયો. આંખો આનંદનાં આંસુઓથી ઊભરાઈ ગઈ. આચાર્યદેવે કુમારને ધર્મલાભનો આશીર્વાદ આપ્યો.
કુમાર આચાર્યદેવના ચરણોમાં બેઠો.
આચાર્યદેવ બોલ્યા: “હે કુમાર, તું ચાલ્યો ગયો - એ જ મારા તીવ્ર વૈરાગ્યનું નિમિત્ત બન્યું. ખરેખર, આ સંસારવાસ એના સ્વભાવથી જ નિર્ગુણી છે. આ સંસારમાં સંયમ જ સારભૂત તત્વ છે. એ જ ગ્રહણ કરવા યોગ્ય છે. બાકી તો સંસાર, અનેક ક્લેશોથી અને વિવિધ દુઃખોથી ભરપૂર છે. આ સંસારમાં જીવો,
ધન મેળવવા ગમે તેવા અધમ પુરુષાર્થ કરે છે. બીજા જીવોને પીડા આપીને, કષ્ટ સહીને સંપત્તિ મેળવે છે.
જીવના મનોરથોને ભાંગીને, ભુક્કો કરી નાખનારું મૃત્યુ સર્વત્ર પોતાનો પ્રભાવ બતાવે છે.
થોડો પણ કરેલો પ્રમાદ દીર્ધકાળપર્યત અનર્થકારી બને છે. મારા ગુરુદેવ “સુગૃહિતજી' એ મને એક કથા કહી હતી તે કથા હું તને કહું છું:
એક
રૉક
રાક
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧
For Private And Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Lasca
વર્ધમાનપુર નામનું નગર હતું.
તે નગરમાં ‘સદ્ગુડ' નામનો દરિદ્ર ગૃહસ્થ રહેતો હતો. તેની ‘ચન્દ્રા' નામની પત્ની હતી અને ‘સ્વર્ગ’ નામનો પુત્ર હતો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યારે ‘સ્વર્ગ’ લગભગ બાર વર્ષનો થયો ત્યારે સદ્ધડનું મૃત્યુ થઈ ગયું. ઘરની જવાબદારી ચન્દ્રા પર આવી પડી. ચન્દ્રાએ બીજાના ઘરે ઘરકામ કરવાનું શરૂ કર્યું. પુત્ર સ્વર્ગે પણ જંગલમાં જઈને ઈંધણ, શાક વગેરે લાવીને, બજારમાં વેચવાનું કામ શરૂ કર્યું. આ રીતે માતા-પુત્રનો જીવનવ્યવહાર ચાલતો હતો. મા દીકરાની કાળજી રાખતી હતી. એ જંગલમાંથી આવે ત્યારે મા ઘરમાં રહેતી અને પુત્રને ભોજન કરાવતી.
એક દિવસની વાત છે.
જે શેઠના ઘરે ચન્દ્રા કામ કરવા જતી હતી, એ શેઠના ઘેર તેમના જમાઈ વગેરે પરોણા આવેલા, એટલે મધ્યાહ્નકાળે ચન્દ્રાને પાણી ભરી લાવવા બોલાવી. ચન્દ્રાએ વિચાર્યું - ‘હમણાં સ્વર્ગ જંગલમાંથી ભૂખ્યો-તરસ્યો આવશે. માટે ભોજન શીકામાં લટકાવીને જાઉં, જેથી એ આવીને સ્વયં ભોજન કરી શકે.'
એણે ભોજન શીકામાં મૂક્યું. ઘરના દરવાજા બંધ કર્યાં અને એ શેઠના ધરે કામ કરવા ગઈ.
૧૧૨૩
સ્વર્ગ એના સમયે જંગલમાંથી આવ્યો. ઈંધણનો ભારો અને શાકનું પોટલું નીચે મૂકી, એણે ઘર ખોલ્યું. માતાને શોધી, બૂમો પાડી. આજુબાજુ ભોજન જોયું, ના મળ્યું. ઉપર શીકાને જોયું નહીં. તે માતા ઉપર ગુસ્સે ભરાયો. ઘરના બારણા પાસે જ બેઠો. ચન્દ્રા પાણી ભરીને, શેઠની સામે થોડી વાર ઊભી રહી, પરંતુ શેઠે મહેનતાણાનો એક પૈસો પણ આપ્યો નહીં. તેથી ચન્દ્રાને પણ ગુસ્સો આવ્યો. એક શબ્દ પણ બોલ્યા વિના, તે ઘરે આવી. માને આવતી જોઈને, સ્વર્ગ ઊભો થઈ ગયો. ક્રોધથી એનું શરીર કંપતું હતું. માતાને આવતા જ તેણે કહ્યું: 'મારા આવવાના ને ભોજન કરાવવાના સમયે તું ક્યાં શૂળી પર મરવા ગઈ હતી? મારો જમવાનો સમય જ તું ભૂલી ગઈ?’
ચન્દ્રાના મનમાં ખેદ હતો, શેઠ પર ગુસ્સો હતો. દરિદ્રતાનું દુઃખ હતું. એ બળતા મનમાં સ્વર્ગે કડવા શબ્દોનું ઘી હોમ્યું. ભડકો થયો. ચન્દ્રા આવેશમાં બોલી: ‘શીકા પરથી ભોજન લઈને ખાવા માટે, તારા હાથ ભાંગી ગયા હતા શું?'
* પુત્રે નિકાચિત પાપકર્મ બાંધ્યું.
For Private And Personal Use Only
ભાગ-૩ ૪ ભવ સાતમો
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માતાએ પણ નિકાચિત પાપકર્મ બાંધ્યું.
બંનેએ એવાં પાપકર્મ બાંધી લીધાં કે એનું ફળ એમને ભોગવવું જ પડે! તપત્યાગથી એ કર્મ દૂર ના થાય.
વર્ષો વીત્યાં. વર્ધમાનપુરમાં એક દિવસ “શ્રી માનતુંગ' નામના આચાર્ય પધાર્યા. નગરની બહાર ઉદ્યાનમાં શિષ્ય પરિવાર સાથે એમણે સ્થિરતા કરી હતી.
સ્વર્ગ રોજના કાર્યક્રમ મુજબ લાકડાં અને શાકભાજી લેવા જંગલ તરફ જતો હતો. તેને એ જ ઉદ્યાનમાં થઈને જવાનું હતું. તેણે આચાર્યદેવને જોયા, મુનિવરોને જોયા, તેણે સહસા બે હાથ જોડી, મસ્તક નમાવીને વંદના કરી. આચાર્યદેવે એને ધર્મલાભ” નો આશીર્વાદ આપ્યો. પછી તો આ રોજનો ક્રમ બની ગયો. સ્વર્ગને આચાર્યદેવ પ્રત્યે ધર્મને પ્રગટ્યો. એક દિવસ એણે પોતાની માતા ચંદ્રાને વાત કરી. ચન્દ્રા પણ સ્વર્ગની સાથે વંદન કરવા ઉદ્યાનમાં આવી. બંનેએ વંદના કરી. સ્વર્ગે આચાર્યદેવને કહ્યું : “ગુરુદેવ, આ મારી માતા છે. આપની મેં વાત કરી, તો એ પણ વંદન કરવા આવી છે.'
ગુરુદેવ માનતુંગસૂરિજીએ માતા-પુત્રની જ્ઞાનદૃષ્ટિથી યોગ્યતા તપાસી, પછી જૈનધર્મનો ઉપદેશ આપ્યો. માતા-પુત્રને ધર્મ ગમ્યો, એના પર શ્રદ્ધા થઈ... અને પછી પ્રતિદિન ઉપદેશ સાંભળવા માતા-પુત્ર આવવા લાગ્યાં. માતા-પુત્રે શ્રાવકજીવનનાં વ્રત-નિયમો લીધાં.
આચાર્યદેવ ત્યાંથી વિહાર કરી ગયા.
માતા-પુત્ર સારી રીતે વ્રત-નિયમોનું પાલન કરવા લાગ્યાં. ગુરુદેવના ઉપદેશ ઉપર વિચાર કરવા લાગ્યાં. એક દિવસ સ્વર્ગે કહ્યું: “મા, આપણે દીક્ષા લઈએ તો? મને સાધુજીવન ખૂબ ગમે છે.” : ચન્દ્રાએ કહ્યું: “વત્સ, જો તું દીક્ષા લે તો પછી મારે એકલીએ કોના માટે સંસારમાં રહેવાનું? હું પણ દીક્ષા લઈશ. ચારિત્ર એ જ સાચું ધન છે.'
સ્વર્ગે કહ્યું: “મા, ગુરુદેવ માનતુંગસૂરિ અહીં પધારે એટલે આપણે બંને દીક્ષા લઈશું!”
માતા-પુત્ર દીક્ષા લીધી.
ચારિત્રનું સુંદર પાલન કર્યું. અંતે “સંખના' કરી, બંને માતા-પુત્ર દેવલોકમાં ઉત્પન્ન થયા.
૦ ૦ ૦. બંનેએ દેવલોકનાં દિવ્ય સુખો, અસંખ્ય વર્ષ સુધી ભોગવ્યાં.
આયુષ્ય પૂર્ણ થયું. શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧૪
For Private And Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વર્ગ, તામ્રલિખીનગરીમાં અવતર્યો. કુમારદેવ શ્રેષ્ઠીનો પુત્ર અરુણદેવ થયો. ચન્દ્રા, પાટલાપથનગરીમાં અવતરી. યશ-આદિત્ય શ્રેષ્ઠીની પુત્રી “દેવિની થઈ. દેવિનીની સગાઈ અરુણદેવ સાથે થઈ. વર્ષો વીત્યાં. બંને યૌવનવય પામ્યાં. લગ્ન નક્કી થયાં.
અરુણદેવ, મહેશ્વર નામના મિત્ર સાથે, પાટલાપથનગરે જવા માટે સમુદ્રમાર્ગે નીકળ્યો. પરંતુ દુર્ભાગ્યથી, માર્ગમાં જ વહાણ તૂટી ગયું. અરુણદેવ અને મહેશ્વરના હાથમાં વહાણનું જ એક પાટિયું આવી ગયું. બંને જણા એ પાટિયાના સહારે સમુદ્રના કિનારે પહોંચ્યા. ત્યાંથી પૂછતાં પૂછતાં બંને પાટલાપથના બાહ્ય પ્રદેશમાં પહોંચ્યા. નગરની બહાર એક પ્રાચીન દેવમંદિર હતું. બંનેએ ત્યાં વિશ્રામ કર્યો.
મહેશ્વરે કહ્યું: “મિત્ર, આ જ નગરમાં તારું થશરકુળ છે. ત્યાં જઈએ તો?”
અરુણદેવે કહ્યું: 'મિત્ર, જોને આપણા દેદાર કેવા થઈ ગયા છે? આપણું ધન તો દરિયામાં ડૂબી ગયું. આપણાં વસ્ત્ર પણ ફાટી ગયેલાં છે. આવી દરિદ્ર અવસ્થામાં મને સાસરાના ઘરે જવું ઉચિત લાગતું નથી.”
મહેશ્વરે કહ્યું: “મિત્ર, ભલે તારી ઈચ્છા નથી, તો આપણે ત્યાં જવું નથી. તું અહીં આ દેવમંદિરમાં વિશ્રામ કર. હું નગરમાં જઈ, બજારમાંથી ખાવા માટે ખાદ્યસામગ્રી લઈ આવું.' “ભલે, તું જા, હું અહીં રોકાઉં છું.'
મહેશ્વર નગરમાં ગયો. અરુણદેવ મંદિરમાં જ લાંબો થઈને સૂઈ ગયો, એને નિદ્રા આવી ગઈ.
૦ ૦ ૦ એ જ દિવસે, વિગત રાત્રિમાં યશ-આદિત્ય શ્રેષ્ઠીની હવેલીમાં એક દુઃખદ ઘટના બની ગઈ હતી.
યશ-આદિત્યની પુત્રી દેવિની, રાત્રિના પ્રથમ પ્રહરમાં હવેલીના ઉદ્યાનમાં એકલી ફરી રહી હતી. શરીર પર અલંકારો હતાં. ગળામાં મૂલ્યવાન હાર હતો. પગમાં ઝાંઝર હતાં. હાથમાં રત્નજડિત કંગન પહેરેલાં હતાં.
ઉદ્યાનમાં બે ચોર ઘૂસી ગયા હતાં. તેમણે દેવિનીને પકડી. એક ચોરે એનું મોટું દબાવીને જકડી રાખી. બીજા ચોરે એનાં ઘરેણાં ઉતારવા માંડ્યાં. હાથમાંથી રત્નજડિત કંકન જલદી નીકળતાં ન હતાં. ચોરે છરીથી બંને હાથ કાપી નાખ્યાં, કંગન લઈને, બંને પલાયન થઈ ગયા. દેવિની બેહોશ થઈને પૃથ્વી પર ઢળી પડી. માલણે ચોરને
૧૧૪
ભાગ-૩ + બવ સાતમા
For Private And Personal Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જોયા, દેવિની ભૂમિ પર પડેલી જોઈ. તેણે બૂમાબૂમ કરી મૂકી અને કણ આક્રંદ કરતી દેવિની પાસે બેઠી.
એ વખતે, ઉદ્યાનની પાસેથી જ નગરરક્ષકો પસાર થતાં હતાં, તેમણે માલણની બૂમો સાંભળી. તેઓ ઉદ્યાનમાં દોડી આવ્યા. માલણે બધી વાત કરી. દેવિનીને બતાવી. એના બે હાથ કપાઈ ગયાં હતાં. સતત લોહી વહેતું હતું. માલણે કહ્યું: “તમે એ ચોરોને પકડો. હું દેવિનીને હવેલીમાં લઈ જાઉં છું. અને વૈદ્યોને બોલાવી ઉપચાર કરું છું.”
આચાર્યશ્રી હરિપેણે સેનકુમારને કહ્યું: “વત્સ, દેવિનીના હાથ કેમ કપાયા, એનું કારણ તું સમજ્યો ને? પૂર્વજન્મમાં ચન્દ્રાએ (દેવિનીનો જીવ) પોતાના પુત્રને ક્રોધના આવેશમાં કહેલું - “શીકા પરથી ભોજન ના લીધું? શું તારા હાથ કપાઈ ગયા હતા? આ કડવા વચનથી એણે જે તીવ્ર પાપકર્મ બાંધ્યું હતું, તે પાપકર્મ ઉદયમાં આવ્યું અને ચોરોએ દેવિનીના બંને હાથ કાપી નાખ્યાં.
નગરરક્ષકો પેલા ચોરોની પાછળ દોડયા. ચોરોને ખબર પડી ગઈ કે, “અમારી પાછળ નગરરક્ષકો દોડતા આવે છે.” દોડતા દોડતાં ચોરો થાકી ગયા. શ્વાસ ભરાઈ ગયો. હવે આગળ દોડી શકે એમ ન હતાં. તેઓ દેવમંદિરમાં પેસી ગયાં. અંધારું હતું. છતાં તેમણે ત્યાં એક પુરુષને સુતેલો જોયો. તેમણે બે ક્ષણમાં જ નિર્ણય કરી, ચોરીનો માલ એ પુરુષ પાસે મૂકી દીધો અને લોહીથી ખરડાયેલી કટારી પણ ત્યાં મૂકી દીધી. અને બંને મંદિરના શિખર પર ચઢીને છુપાઈ ગયાં.
એ સૂતેલો પુરુષ અરુણદેવ હતો.
જ્યારે એ જાગ્યો, પોતાની પાસે રત્નજડિત આભૂષણો પહેલાં જોયાં... અને કટારી પડેલી જોઈ. આભૂષણોને જોઈને તેણે વિચાર્યું - “અહો, ક્ષેત્રદેવતાએ મારા પર કૃપા કરી!' તેણે આભૂષણો પોતાના વસ્ત્રમાં છુપાવી લીધાં અને કટારી હાથમાં લઈ જવા લાગ્યો.
એ જ સમયે નગરરક્ષકોએ મંદિરમાં પ્રવેશ કર્યો. તેમણે લોહીથી ખરડાયેલી કટારી સાથે અરુણદેવને જોયો. પકડ્યો અને એને મારવા માંડ્યો.
અરે, તમે મને કેમ મારો છો?' અરુણદેવ બેબાકળો બની ગયો.
દુષ્ટ, ચોર, ચોરી કરીને શ્રેષ્ઠી કન્યાના હાથ કાપીને ભાગ્યો છે અને પૂછે છે કે મને કેમ મારો છો. તો શું તારી પૂજા કરીએ? બોલ, ચોરીનો માલ ક્યાં છે?”
પણ મેં ચોરી કરી જ નથી, હું ચોર નથી, હું તો મુસાફર છું.”
એક સૈનિકે કહ્યું: “આ ચોરને ઊભો કરી, મંદિરના એક થાંભલા સાથે બાંધી દઈએ. પછી ચાબુકથી મારીએ... તો જ ચોરીનો માલ બતાવશે.”
સૈનિકોએ એને પકડીને ઊભો કર્યો. ઊભો થતાં જ એના વસ્ત્રમાંથી ચોરીનો માલ નીચે પડ્યો. શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧
For Private And Personal Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“અરે દુષ્ટ, ના પાડે છે? તો આ ચોરીનો માલ ક્યાંથી આવ્યો?” એક સેનિક ચાબુકના મારથી એના બરડાની ચામડી ઉતરડી નાખી. અરુણદેવને કારમી પીડા થઈ.
નગરરક્ષકો એને બાંધીને, રાજા પાસે લઈ ગયા.
મુદ્દામાલ સાથે તે પકડાયો હોવાથી, રાજાએ તેને શુળી પર ચઢાવી દેવાની આજ્ઞા કરી. સૈનિકો અરુણદેવને વધસ્થાને લઈ ગયા અને તેને શૂળી પર ચઢાવી દીધો.
આચાર્યદેવ હરિષણે સેનકુમારને કહ્યું: “વત્સ, અરુણદેવને શૂળી પર શાથી ચઢવું પડ્યું? એણે પૂર્વજન્માં, પોતાની માતાને તીવ્ર ક્રોધમાં કહેલું કે, “મારા ભોજનના સમયે શું તું શૂળીએ ચઢવા ગઈ હતી?” આ કઠોર વચનોથી એણે જે પાપકર્મ બાંધેલું હતું, એ પાપકર્મ ઉદયમાં આવ્યું ને તેને શૂળી પર ચઢવું પડ્યું
સેનકુમારે વાર્તાના પ્રવાહમાં વહેતાં પૂછ્યું: “ભગવંત, પેલો મહેશ્વર, જે નગરમાં ભોજન લેવા ગયેલો, તેનું શું થયું?'
આચાર્યદેવે કહ્યું:
મહેશ્વર નગરમાંથી ભોજન લઈને, દેવમંદિરે આવ્યો. તેણે મંદિરમાં અરુણદેવને ન જોયો. આજુબાજુમાં તપાસ કરી, ના મળ્યો. મહેશ્વર મૂંઝાયો. નજીકના પ્રદેશમાં ઉદ્યાનના માળીઓ રહેતાં હતાં. મહેશ્વરે તેમને અરુણદેવનો પરિચય આપીને પૂછ્યું: ‘તમે એ શ્રેષ્ઠીપુત્રને આ મંદિરમાંથી બહાર જતો જોયો છે?' માળીઓએ કહ્યું: “ના, અમે શ્રેષ્ઠીપુત્રને નથી જોયો, પરંતુ નગરરક્ષકોએ મંદિરમાંથી એક ચોરને પકડ્યો હતો અને એ ચોરને હમણાં જ વધસ્થાને શૂળી પર ચઢાવ્યો છે. કદાચ શ્રેષ્ઠીપુત્ર, જોવા માટે વધસ્થાને ગયો હોય!' મહેશ્વર ગભરાયો. તેણે માળીને પૂછ્યું.
એ વધસ્થાન ક્યાં છે?' માળીએ બતાવ્યું. મહેશર વધસ્થાને ગયો ત્યાં તેણે અરુણદેવને જ શૂળી પર વીંધાયેલી હાલતમાં જોયો. મહેશ્વરની આંખો ફાટી ગઈ. હૃદય ધબકારા ચૂકી ગયું. તે જમીન પર પડી ગયો, મૂચ્છિત થઈ ગયો.
ત્યાં ઊભેલા દર્શકો મહેશ્વર પાસે દોડી આવ્યાં. તેને પવન નાખ્યો. ઠંડું પાણી છાંટ્યું. હોશમાં લાવીને આશ્વાસન આપ્યું. મહેશ્વર સ્વસ્થ થયો. એટલે દર્શકોએ પૂછ્યું:
આ કોણ હતો?
એ તામ્રલિપ્તીનગરના વાસી કુમારદેવ શ્રેષ્ઠીનો પુત્ર અરુણદેવ છે. અને આ નગરના નિવાસી યશ-આદિત્ય શ્રેષ્ઠીનો જમાઈ છે! સમુદ્રમાર્ગે વહાણ તૂટી ગયું. અમે બે પાટિયાના સહારે સમુદ્રકિનારે આવ્યાં... પૂછતાં પૂછતાં આ નગરે આવ્યાં.
૧૧
ભાગ-૩ ક ભવ સાતમો
For Private And Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મંદિરમાં રોકાયાં. હું ભોજન લેવા નગરમાં ગયો. આ મારો મિત્ર મંદિરમાં વિશ્રામ કરવા રોકાયો. અને જ્યારે હું પાછો આવ્યો ત્યાં સુધીમાં તો મિત્રની આ હાલત થઈ. હવે મારે જીવવાનો કોઈ અર્થ નથી. હું પણ પ્રાણત્યાગ કરીશ.' એમ કહીને મહેશ્વર પાસે પડેલી પથ્થરની શિલા ઉઠાવી, આત્મહત્યા કરવા તૈયાર થયો. દર્શકોએ એને રોક્યો. શિલા એના હાથમાંથી લઈ લીધી. તેને પકડીને એક બાજુએ લઈ ગયાં. કરુણ રુદન કરતાં મહેશ્વરને, આશ્વાસન આપવા લાગ્યાં.
યશ-આદિત્યના જમાઈને રાજાએ શૂળી પર ચઢાવ્યો છે. આ વાત પવનવેગે. નગરમાં ફેલાઈ. દેવિનીને લઈને યશ-આદિત્ય વધસ્થાને આવ્યો. તે હાંફળ-ફાંફળં થઈ ગયો હતો. તેણે અરુણદેવને જોયો.
મહેશ્વરના કહેવાથી અરુણદેવને શૂળી પરથી નીચે ઉતારી લેવામાં આવ્યો હતો. જમીન પર એક સ્વચ્છ ભૂમિભાગ પર તેને સુવાડી દેવામાં આવ્યો હતો. તે હજુ જીવતો હતો. યશ-આદિત્યે અરુણદેવના વીંધાઈ ગયેલા દેહને જોયો. તે મૂચ્છિત થઈ જમીન પર ઢળી પડ્યો. યશ-આદિત્યની પાછળ એના સ્નેહી-સંબંધીઓ પણ આવી ગયા. સહુને અત્યંત દુઃખ થયું?
યશ-આદિત્યનું કેવું દુર્ભાગ્ય? રાત્રે પુત્રીના બે હાથ કપાયા અને સવારે જમાઈને રાજાએ શૂળી પર ચઢાવ્યો.”
યશ-આદિત્ય મૂછ દૂર થયા પછી એ કરુણ વિલાપ કરવા લાગ્યો. તેણે કહ્યું: મારા માટે લાકડાંની ચિતા બનાવો. હું ચિતામાં બળી મરીશ. મારે જીવવું નથી.”
બીજી બાજુ મંદિરના શિખરમાં છુપાયેલા બે ચોર પકડાઈ ગયાં. નગરરક્ષકો તેમને રાજા પાસે લઈ ગયાં. રાજાને યશ-આદિત્યના જમાઈને, શૂળી પર ચઢાવ્યાનો ઘોર પસ્તાવો થયો. વળી, શૂળી પાસેથી આવેલા નગરરક્ષકે કહ્યું: “મહારાજા, શ્રેષ્ઠી યશ-આદિત્ય શૂળી પાસે ગયાં. એમના જમાઈને શૂળીથી વીંધાયેલા જોઈને, મૂચ્છિત થઈ ગયાં. મૂછ દૂર થયા પછી, તેઓ કહે છે: “મારા માટે ચિતા ખડકો, હું બળીને મરી જઈશ. રાજાએ મારા જમાઈને ખોટી રીતે શૂળી પર ચઢાવ્યો.” તેથી નગરની પ્રજામાં રોષ ઊભરાયો છે. મહાજન પણ રોષે ભરાયું છે.”
રાજા તરત જ અશ્વ પર બેસીને, વધસ્થાને પહોંચ્યો. ત્યાં જઈને યશ-આદિત્યને આશ્વાસન આપ્યું, સાથે સાથે અરુણદેવને મંદિરમાંથી પકડનારા નગરરક્ષકોને ખૂબ ઠપકો આપ્યો.
યશ-આદિત્યને રાજાએ કહ્યું: “હે શ્રેષ્ઠી, અમારો ઈરાદો તમારા જમાઈને મારી નાખવાનો ન હતો. પરંતુ એમની પાસેથી જ તમારી પુત્રીના અલંકારો મળી આવેલા, લોહીભીની કટારી મળી આવેલી. તેથી આ જ ચોર છે” એમ સમજીને આ સજા કરેલી. હવે તમે બીજી બધી વાત છોડો. તમારા જમાઈને તમારા ઘરે લઈ જાઓ શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧૭
For Private And Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને ઔષધોપચાર કરાવી સ્વસ્થ કરો. ભાગ્યયોગે એ બચી ગયો છે. ખરા ચોરો પકડાઈ ગયા છે.'
મહેશ્વરે શેઠને કહ્યું: “હે શ્રેષ્ઠીવર્ય, હું અરુણદેવનો મિત્ર છું. પહેલું કામ આપણે અરુણદેવને ઘરે લઈ જઈ, ઔષધોપચાર કરાવવાનું કરીએ. તમે કુશળ વૈદ્યોને બોલાવો. અને કુમારને ડોળીમાં સુવડાવી ઘરે લઈ જાઓ.’
નગરના કુશળ વૈદ્યોએ તત્કાળ ઉપચારો શરૂ કરી દીધા, છતાં અરુણદેવને સારું થતાં ચાર મહિના લાગી ગયા. દેવિનીને બે હાથે ઝ આવતાં બે મહિના લાગ્યા. મહેશર અરુણદેવની સેવામાં ચાર મહિના રહ્યો.
એ અરસામાં, પાટલાપથ નગરમાં “અમરેશ્વર” નામના આચાર્ય ભગવંત, સેંકડો સાધુઓ સાથે પધાર્યા. તેમને ચાર વિશિષ્ટ જ્ઞાન હતાં. (મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન) દેવો એમનાં ચરણોની સેવા કરતા હતા, નગરમાં વાત ફેલાઈ:
એક જૈનાચાર્ય પધાર્યા છે. દેવો એમની સેવા કરે છે. આચાર્યદેવ પ્રશાન્ત મુખમુદ્રાવાળા છે. કરુણાવંત છે. લોકો આચાર્યદેવનાં દર્શન કરવા માટે આવવા લાગ્યા.
દેવોએ, જે ઉદ્યાનમાં આચાર્યદેવ બિરાજમાન થયા હતા, તે ઉદ્યાનને નંદનવન સશ બનાવી દીધું. એ ભૂમિભાગને સ્વચ્છ અને સુંદર બનાવી દીધો. સુગંધી જળનો છંટકાવ કર્યો. પુષ્પવૃષ્ટિ કરી... અને કલાત્મક મનોહર, સુવર્ણકમળની રચના કરી. આચાર્યદેવ એ સુવર્ણકમળ પર આરૂઢ થયા, અને ધર્મ-દેશનાનો પ્રારંભ કર્યો.
સૌમ્ય, શીતલ અને સુંદર મુખાકૃતિ! છે. ધીર-ગંભીર અને મધુર ધ્વનિ!
દેવકૃત અપૂર્વ શોભા! છે હજારો દેવોની હાજરી...! પાટલાપથ નગરનો હર્ષ હિલોળે ચડ્યો. રાજા અને પ્રજા, સહુ આચાર્યદેવનો ઉપદેશ સાંભળવા આવ્યા. દેવિની-અરુણદેવ પણ આવ્યાં.
કે
ફ
૧૨૮
ભાગ-૩ જ ભવ સાતમાં
For Private And Personal Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧]
અમરેશ્વર આચાર્યદેવે ફરમાવ્યુંઃ હે મહાનુભાવો, તમે મોહનિદ્રાનો ત્યાગ કર્યો.
ૐ ધર્મમાં આદર કરો.
* ૧૮ પાપસ્થાનોનો ત્યાગ કરો.
* ક્ષમા આદિ ગુણોનો સ્વીકાર કરો,
* પ્રમાદનો ત્યાગ કરો,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રમાદ બહુ મોટો ભાવશત્રુ છે. જીવ જ્યારે પ્રમાદને આધીન બને છે, ન બોલવાનું બોલે છે ને ન આચરવાનું આચરે છે... તેથી પ્રગાઢ પાપકર્મ બાંધે છે. એ પાપકર્મ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે આ ‘વિની’ અને ‘અરુણદેવ' ની જેમ ઘોર કષ્ટ પામે છે. આ બંને, પૂર્વેના ભવમાં માતા-પુત્ર હતાં. દેવિની ‘ચન્દ્રા’ નામની વિધવા માતા હતી અને આ ‘અરુણદેવ’ એનો ‘સ્વર્ગ’ નામનો પુત્ર હતો. તેમણે પરસ્પર તીવ્ર ક્રોધ કરીને, જે કઠોર વચનો કહેલાં, એનું આ ફળ છે. એકના હાથ કપાયા, એકને શૂળી પર ચઢવું પડ્યું. એ તો પાછળથી એ બંનેએ ચારિત્રધર્મનું પાલન કરેલું, તેના પ્રભાવે તેઓ દેવલોકમાં ગયા અને ત્યાંથી ચ્યવીને સારા-સમૃદ્ધ પરિવારોમાં જન્મ્યાં.
દેવિનીને અને અદેવને મૂર્છા આવી ગઈ. ઉપચારો કરવાથી મૂર્છા દૂર થઈ. બંનેને ‘જાતિ-સ્મરણજ્ઞાન‘ થયું. પૂર્વજન્મ સ્મૃતિમાં આવી ગયો. અણ્ણદેવે આચાર્યદેવને કહ્યું:
‘ભગવંત, આપે અમારો પૂર્વજન્મ કહ્યો તે, તે પ્રમાણે જ છે. અમને બંનેને અમારા પૂર્વજન્મોની સ્મૃતિ થઈ છે. અમને આપની કૃપાથી જિનોક્ત ધર્મ પ્રત્યે શ્રદ્ધા થઈ છે.'
કર્મપરિણતિનો વિચાર કરતાં, એ બંનેનું આર્તધ્યાન દૂર થયું. બંનેને આ સંસારવાસ પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેમણે આચાર્યદેવને કહ્યું:
‘ભગવંત, અમારી ઈચ્છા ‘અનશનવ્રત’ કરવાની છે. અમને અનશનનાં પચ્ચક્ખાણ કરાવો. અમારા જન્મ-જરા-મરણ તથા રોગ-શોકના ભય ટાળવા કૃપા કરો.’ આચાર્યદેવે કહ્યું: ‘હે ભાગ્યવાનો! તમારી આ અવસ્થામાં અનશનવ્રત કરવું જ
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧:
For Private And Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઉચિત છે. વિશુદ્ધ ભાવથી કરેલાં પચ્ચક્ખાણ (પ્રતિજ્ઞા), અવશ્ય ભવપરંપરાનો નાશ કરે છે અર્થાત્ પચ્ચક્ખાણ-ધર્મથી જીવને ભવ-પરિભ્રમણ કરવું પડતું નથી. દુર્ગતિમાં (નરકગતિ, તિર્યંચગતિ) જવું પડતું નથી. કાં તો દેવલોક અથવા મનુષ્યલોકનાં ઉત્તમ સુખ મળે છે અથવા ઉત્તમ નિર્વાણસુખની, મુક્તિસુખની પ્રાપ્તિ થાય છે.'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અરુણદેવે તથા દેવિનીએ, યશ-આદિત્યની સામે જોઈને કહ્યું: ‘પિતાજી, અમને અનશનવ્રત લેવાની અનુમતિ આપો.' શ્રેષ્ઠીએ મહારાજા સામે જોયું. મહારાજાએ અને યશ-આદિત્યે અનુમતિ આપી. આચાર્યદેવે, વિનીને અને અરુણદેવને ‘અનશનવ્રત’ નાં પચ્ચક્ખાણ કરાવ્યાં. તે બંને અતિ આનંદિત થયાં. આચાર્યદેવનો ઉપકાર માન્યો અને પ્રશંસા કરી:
‘ગુરુદેવ, અમારો મનુષ્યભવ, આપના પ્રતાપે સફળ થયો. આપના જેવા કુશળ અને જ્ઞાની ધર્મસારથિ અમને મળી ગયા એ અમારો પુણ્યોદય અમે માનીએ છીએ.’
આચાર્યદેવે કહ્યું: ‘તમે પુણ્યશાળી છો માટે અંત સમયે તમને ‘અનશનવ્રત’ કરવાની ઈચ્છા થઈ. ચન્દ્રા-સ્વર્ગના ભવમાં પણ તમે જીવનના અંતે સંલેખના કરી જ હતી. એ સંસ્કારો જાગ્રત થયાં.
હજુ પણ, કર્મ-પરિણામ વિચિત્ર હોય છે, આ સંકટ તો કોઈ હિસાબમાં નથી, માટે સર્વ દુઃખોના કારણભૂત મમત્વભાવનો ત્યાગ કરજો અને પરમપદના કારણભૂત સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ ધારણ કરજો.'
* શુદ્ધ ભાવથી પૂર્વેનાં દુષ્કૃત્યોની નિંદા કરજો.
* જિનોક્ત જ્ઞાન-દર્શન-ચારિત્ર્ય પ્રત્યે બહુમાન ધારણ કરજો.
* પ્રમાદનો ત્યાગ કરો, અને
* પરમ પદના સ્વરૂપનું ધ્યાન ધરજો.
તમને બંનેને જાતિસ્મરણજ્ઞાન થયું છે, એટલે પૂર્વજન્મમાં આરાધેલું ‘સંયમજીવન’ તમારી સ્મૃતિમાં આવી ગયેલું છે માટે આ બધી વાતો તમે સારી રીતે જાણો છો!’ ‘ભગવંત, અમે શું આ હવેલીમાં જ રહીએ?'
‘ભલે તમે હવેલીમાં રહો. અલગ અલગ ભૂમિભાગમાં રહો. આસપાસ સાધનાતપશ્ચર્યાને અનુકૂળ વાતાવરણ હોય ત્યાં રહો.'
૧૧૩૦
શ્રેષ્ઠી યશ-આદિત્યે કહ્યું: ‘હવેલીના ઉદ્યાન તરફ બે ખંડ છે, ખાલી છે. તેની બારીઓ ઉદ્યાન તરફ ખૂલે છે. લોકોની અવરજવર નથી હોતી. શાંત-પ્રશાંત વાતાવરણ છે. તમે બંને ત્યા રહી શકશો. અમે અવારનવાર તમારી સંભાળ લઈશું.’
For Private And Personal Use Only
ભાગ-૩ ૪ ભવ સાતમો
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મોપદેશથી પ્રભાવિત થયેલા બ્રહ્મદેવ રાજાએ, આચાર્ય ભગવંતને પ્રશ્ન કર્યો: “હે ભગવંત, માતા-પુત્રે પરસ્પર આટલો નાનો વાચિક ઝઘડો કર્યો, તેનું આવું કટુ પરિણામ આવ્યું તો પછી ભયંકર પ્રમાદ, તીવ્ર ઝઘડા, મોટાં યુદ્ધ કરનારા અમે, અમારે કેવાં દુઃખ સહવાં પડશે? અમે તો ક્યારેય કર્મબંધનો કે કર્મોનાં પરિણામોનો વિચાર જ નથી કર્યો!'
આચાર્ય ભગવંતે કહ્યું:
રાજન, સામાન્ય કોટિનાં પાપકર્મોનું ફળ મનુષ્યગતિમાં જીવ ભોગવે છે, તીવ્ર કોટિનાં પાપકર્મોનું ફળ જીવો નરકગતિમાં અને તિર્યંચગતિમાં ભોગવે છે. રાજન! નરકગતિનાં દુઃખો અસંખ્ય વર્ષ સુધી ભોગવવાં પડે છે. આ દેવિની અને અરુણદેવનાં દુઃખ તો એ નરકનાં દુઃખોની તુલનામાં કંઈ જ નથી. નરકમાં જીવોને કેવાં કેવાં દુઃખો સહવાં પડે છે, તે હું તમને બતાવું છું, પહેલાં નરકની ૧૦ પ્રકારની વેદનાઓ સાંભળ:
૧. શીતવેદના: પોષ માસ હોય, રાત્રિમાં હિમ પડતો હોય, વાયુ સુસવાટાબંધ વાતો હોય, હિમાલય પર્વત હોય... અને ત્યાં નિર્વસ્ત્ર મનુષ્યને જે દુઃખ થાય, તેનાથી નારકીમાં જીવોને અનંતગણું દુઃખ થાય.
૨. ઉષ્ણ-વેદનાઃ ભરઉનાળો હોય, મધ્યાહ્નનો કાળ હોય, સૂર્ય માથા પર તપતો હોય, ચારે દિશામાં અગ્નિની જ્વાળાઓ સળગતી હોય અને કોઈ પિત્તરોગી મનુષ્ય જેવી વેદના અનુભવે, તેનાથી અનંતગણી ઉષ્ણતાની વેદના નારકીના જીવન હોય.
૩. ભૂખ-વેદના: અઢી દ્વીપનાં સમગ્ર ધાન્ય ખાઈ જાય, છતાં નારકીના જીવની ભૂખ ના શમે.
૪. તરસ-વેદના સમુદ્ર, સરોવર અને નદીનાં પાણી પીએ તો પણ નારકીના જીવનું ગળું અને હોઠ સુકાયાં કરે!”
૫. ખણજ-વેદનાઃ શરીરને છરી વડે ખણે, તો પણ ખાજ ના મટે. ૯. પરવશપણુંઃ નારકના જીવો સદેવ પરવશ હોય.
૭. જ્વર-વેદના: મનુષ્યને વધુમાં વધુ જેટલી ડિગ્રીનો તાવ આવે, એના કરતાં અનંતગણો વર નારકીના જીવોને હોય.
૮. દાહ-વેદનાઃ નારકીના જીવો અંદરથી બળ્યા કરે.
૯. ભય-વેદનાઃ અવધિજ્ઞાન અને વિર્ભાગજ્ઞાનથી નારકીના જીવો આગામી દુઃખોને જાણે. તેથી સતત ભયાકુળ રહે. પરમાધામીનો અને બીજા નારકીજીવોનો ભય લાગ્યા કરે. શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧૩૧
For Private And Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦. શોક-વેદના: ભયથી નારકીના જીવો સદા શોકાતુર રહે. આચાર્યદેવે રાજાને કહ્યું: ‘રાજેશ્વર, હવે તમને પરસ્પરકૃત વેદનાઓ કહું છું. મિથ્યાદષ્ટિ નારકો પરસ્પર એકબીજાને વેદના આપે.
જેમ એક શેરીનો કૂતરો બીજા શેરીના કૂતરાઓને જોઈ, એના પર તૂટી પડે, તેમ એક નારકી, બીજા નારકીને જોઈ, ક્રોધથી ધમધમતો તૂટી પડે છે.
કે વૈકિય રૂપ કરીને, ક્ષેત્રપ્રભાવથી પ્રાપ્ત થતાં શસ્ત્રો લઈને, તેઓ એકબીજાના ટુકડા કરી નાખે છે, કતલખાનામાં જેમ કસાઈ પશુના ટુકડે-ટુકડા કરી નાખે તેમ -
સમ્યગ્દષ્ટિ જીવો, બીજાઓ દ્વારા થતી પીડાઓને, તાત્ત્વિક વિચારણાથી સહન કરે છે. તેથી મિથ્યાદૃષ્ટિ નારકો કરતાં ઓછી પીડાવાળા અને વધુ કર્મક્ષય કરનારા હોય છે.
* મિથ્યાષ્ટિ નારકો, ક્રોધના આવેશથી પરસ્પર પીડા કરતાં હોવાથી ખૂબ દુઃખ અનુભવે છે અને ખૂબ કર્મો બાંધે છે.
હે રાજન, નરકમાં પરમાધામી દેવો, નારકીઓને કેવી પીડા આપે છે, તે સાંભળો.
આ ધખધખતી લોખંડની પૂતળી સાથે જીવને ભેટાવે છે. છે. અત્યંત તપેલો સીસાનો રસ પિવડાવે છે.
શસ્ત્રોથી ઘા કરી, એના પર ક્ષાર નાખે છે. છે ગરમગરમ તેલથી નવડાવે છે.
ભઠ્ઠીમાં ભેજી નાખે છે. છે ભાલાની અણી પર પરોવે છે. છે પાણીમાં નાખીને પીસે છે.
કરવતથી વેરી નાખે છે. છે અગ્નિ જેવી ગરમગરમ રેતી પર ચલાવે છે.
વાઘ, સિંહ જેવાં પશુનાં રૂપ કરી કદર્થના કરે છે. છે કૂકડાઓની જેમ અરસપરસ લડાવે છે. - તલવારની ધાર જેવા અસિપત્રનાં વનમાં ચલાવે છે. છે હાથ-પગ, કાન, હોઠ, છાતી, આંખો વગેરે છેદી નાખે છે.
કુંભમાં નાખીને જ્યારે નારકીના જીવોને પકાવવામાં આવે છે, ત્યારે અતિ દારુણ યાતનાથી તે નારકીઓ ૫૦૦ યોજન સુધી ઊંચા ઊછળે છે, અને જ્યારે
ભાગ-૩ ૪ ભવ સાતમો
૧૩૦
For Private And Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નીચાં પડે છે ત્યારે... ૫૨માધામીઓ વાઘ-સિંહના રૂપ કરી તે જીવોને ચીરી નાખે છે'
આચાર્યદેવે રાજાને કહ્યું: ‘રાજન, નરકનાં દુઃખોનું આ વર્ણન તો મેં સંક્ષેપમાં કર્યું છે. વિસ્તારથી કરીએ તો એનો અંત જ ના આવે.’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેવી રીતે નરકનાં દુઃખો છે, તેવી રીતે તિર્યંચગતિનાં પણ અસંખ્ય દુઃખો છે. જેને ‘નિગોદ’ કહેવામાં આવે છે, ત્યાંની અવ્યક્ત વેદના પાર વિનાની હોય છે. એ સિવાય, એકેન્દ્રિય જીવોથી માંડીને સંજ્ઞી પંચેન્દ્રિય પશુ-પક્ષીઓ અનેકવિધ દુ:ખોવેદનાઓ સહતાં હોય છે.
જે જીવો પાંચ પ્રકારના પ્રમાદને સેવતાં હોય છે, તે જીવો આવી વેદનાઓ સહતાં હોય છે.
૧. વધુ પડતી નિદ્રા લેવી, તે પ્રમાદ.
૨. પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિ, તે પ્રમાદ.
૩. ક્રોધ, માન, માયા અને લોભ, એ પ્રમાદ.
૪. આળસ, નિંદા વગેરે પ્રમાદ છે.
૫. મદ્યપાન પણ પ્રમાદ છે.
ત્રણ ભુવનના નાથ તીર્થંકર ભગવંત કહે છે કે જો તમારે સાચું સુખ જોઈતું હોય તો આ પ્રમાદોનું સેવન ના કરશો.
* ઝેર ખાવું પડે તો ખાઈ લેજો.
* વ્યાધિ સહન કરવી પડે તો કરી લેજો.
* અગ્નિમાં પડવું પડે તો કૂદી પડજો.
* શત્રુ સાથે રહેવું પડે તો રહી જજો.
* સર્પની સાથે રહેવું પડે તો રહી જજો.
પરંતુ પ્રમાદ ના કરશો. ઝેર વગેરે તો આ જીવનને હરી લે છે જ્યારે પ્રમાદ તો આ લોક અને પરલોક-બંનેને બગાડનાર છે.
રાજન, પ્રમાદને પરવશ મનુષ્ય, ક્યારેક આ લોકના વર્તમાન જીવનના સ્વાર્થોનો પણ વિચાર નથી કરતો, ભવિષ્યકાળનાં નુકસાનોનો વિચાર નથી કરતો, અને ન કરવાનાં કાર્યો કરી બેસે છે. આ જીવનમાં દુઃખી, દરિદ્ર બને છે, અથવા રોગીપરવશ અને અશાન્ત બને છે.
* પ્રમાદને પરવશ બનેલો જીવાત્મા, લાભ-ગેરલાભનો વિચાર કરી સકતો
શ્રી સુગરાદિત્ય મહાકા
For Private And Personal Use Only
૧૧૩૩
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નથી. જ્યાં લાભ હોય ત્યાં ગેરલાભ જુએ છે, જ્યાં ગેરલાભ હોય ત્યાં લાભ જુએ છે. પરિણામે અનર્થ પામે છે.
* પ્રમાદને પરવશ બનેલો જીવ, વડીલો કે ગુરુજનોનો વિનય કરતો નથી. તેમના પ્રત્યે બહુમાન રાખતો નથી.
* પ્રમાદથી ઘેરાયેલા જીવો, સજ્જનોનો ઉપદેશ સાંભળતા નથી. ગુરુજનોનાં હિતકારી વચનો સાંભળતા નથી. કોઈની સારી વાત પણ સાંભળતા નથી.
* જેઓને ૨ાત્રે ને દિવસે ઊંઘવાનું જ ગમતું હોય છે, તેઓ ધર્મ-અર્થ-કામ આ ત્રણે પુરુષાર્થમાં પાંગળા બને છે.
* જેઓ વિષયપ્રમાદમાં ડૂબેલા રહે છે. રંગરાગ અને ભોગવિલાસમાં લીન રહે છે. તેઓ અર્થપુરુષાર્થ અને ધર્મપુરુષાર્થની ઉપેક્ષા કરનારા બને છે. તેથી જીવન હારી જાય છે.
* જેઓ કષાયપ્રમાદમાં ઘેરાય છે, તેઓ તો પોતાનો સર્વનાશ કરે છે. તેમના પ્રત્યે કોઈને પ્રીતિ રહેતી નથી, અવિનય અને અવિવેકથી એમના શત્રુઓ વધે છે. તેમના ઉ૫૨ કોઈ વિશ્વાસ કરતું નથી. તેઓ સર્વસ્વ હારી જતા હોય છે.
♦ પરનિન્દા અને સ્વપ્રશંસાનો પ્રમાદ, જીવોને સત્પુરુષોનો સંપર્ક થવા દેત નથી. આ લોકો પોતાને જ ‘સત્પુરુષ’ માનતા હોય છે. પોતાને જ મહાન માનતા હોય છે.
* મદ્યપાન કરનારા તો પોતાની જાતને જ ભૂલી જતાં હોય છે. એમની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જતી હોય છે. વિવેકશૂન્યતા આવી જતી હોય છે.
આચાર્યદેવની વાણી સાંભળીને, રાજા બ્રહ્મદેવ ગંભીર વિચારોમાં ડૂબી ગયા. તેમણે આચાર્યદેવને નમ્રભાવે પૂછ્યું:
‘હે ભગવંત, પ્રમાદને પરવશ બનીને, અમે ઘણાં પાપકર્મ બાંધ્યા છે, જેના પરિણામે અમારે નરક કે નિગોદમાં જ જવું પડે. પરંતુ પ્રભો, એવો કોઈ ઉપાય છે, કે જે કરવાથી અમારે ન૨ક-નિગોદનાં કે પશુયોનિનાં દુ:ખો ના ભોગવવાં પડે?’ ‘છે ઉપાય... રાજન!' આચાર્યદેવે કહ્યું.
‘ભગવંત, કયો ઉપાય છે?’
‘સર્વ આરંભ અને સર્વ પરિગ્રહનો ત્યાગ કરી, અપ્રમત્તપણે ચારિત્રધર્મની આરાધના. રાજન, ‘અપ્રમાદ’ એ જ શ્રેષ્ઠ ઉપાય છે. કોઈ પણ જાતના પ્રમાદ વિના જીવન જીવવું, એ જ કર્મોનો નાશ કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે!
1938
For Private And Personal Use Only
ભાગ-૩ * ભવ સાતમો
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે કોઈ પણ જાતના પ્રમાદ વિનાનું જીવન, સમગ્ર કલ્યાણને સાધી આપનારું જીવન છે.
ઉત્કૃષ્ટ કોટિનું અપ્રમાદી જીવન, પરિપૂર્ણ જ્ઞાનને પમાડનારું જીવન છે.
શ્રેષ્ઠ કોટિનું અપ્રમત્ત જીવન, આ લોક-પરલોકમાં સપુરુષોની દૃષ્ટિમાં પ્રશંસનીય જીવન છે.
અતિશયરૂપ અપ્રમત્ત જીવન, સાચો આત્માનંદ-પરમાનંદ અનુભવ કરાવનારું જીવન છે.
રાજન, કર્મબંધનું પ્રબળ નિમિત્ત આ પ્રમાદ છે. નિમિત્ત દૂર થઈ જતાં, જીવ નવાં કર્મ બાંધતો નથી. મહાપ્રસાદથી બાંધેલાં કર્મોને જીવ, અપ્રમત્ત નિરતિચાર ચારિત્રથી ખપાવી નાખે છે, અર્થાત્ આત્માને કર્મોથી મુક્ત કરી દે છે. પછી તે આત્મા જન્મ-મૃત્યુથી પર બની જાય છે. રોગ-શોક આદિ દુઃખોથી મુક્ત થઈ જાય છે. એવા મોક્ષમાં એ જીવ જાય છે કે ત્યાંથી ક્યારે પણ એને આ સંસારમાં આવવું પડતું નથી. અનંતકાળ સુધી ત્યાં જ પરમાનંદ અનુભવતો રહે છે.
કર્મથી મુક્ત જીવ, શરીરથી પણ મુક્ત હોય છે. શરીરના બંધનથી મુક્ત આત્મા. અજર-અમર અને અરજ બની જાય છે. રાજન, એક જ વાર આવી સ્થિતિ પ્રાપ્ત કરી લેવાની છે, પછી એમાં કોઈ પરિવર્તનની શક્યતા રહેતી નથી.
અપ્રમત્ત નિરતિચાર ચારિત્રના પાલન માટે રાજન, તમારા આત્માનો ઉલ્લાસ જોઈએ, વર્ષોલ્લાસ જોઈએ. આત્મવીર્યથી જ એવું શ્રેષ્ઠ અપ્રમત્ત સાધુજીવન જીવી શકાય છે. આ દુનિયામાં વિવિધ પ્રલોભનોમાં મન ખેંચાઈ ન જાય, તેવું આત્મવીર્ય જોઈએ. દુનિયાના વિવિધ ભયોથી મન સુબ્ધ ના બની જાય તેવું આત્મવીર્ય પ્રગટવું જોઈએ. ઉપસર્ગો આવે, પરિષહ આવે ત્યારે મન જરાય વિચલિત ના થાય, એવું ઉત્કૃષ્ટ આત્મવીર્ય જોઈએ.”
રાજાએ પૂછુયું: “ભગવંત, આ દેવિની અને અરુણદેવનાં પાપકર્મ હજુ છે ખરાં? ભવિષ્યમાં એ પાપકર્મોનું ફળ ભોગવવું પડશે?'
રાજન, અપ્રમાદનું બીજ એમણે વાવી દીધું છે. અપ્રમાદથી તેમણે ઘણાંબધાં કર્મોનો નાશ કરી દીધો છે. કર્મપરંપરાને તોડી નાખી છે. હજુ તેઓ એક દેવનો ભવ કરશે, પછી મનુષ્યનો ભવ પામીને, અપ્રમત્ત નિરતિચાર ચારિત્રનું પાલન કરી, મોક્ષ પામશે.”
૦ ૦ ૦
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧૩૫
For Private And Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
IY૧૭૫
આચાર્યશ્રી અમરેશ્વરે રાજા બ્રહ્મદેવને કહ્યું :
રાજન, એક વાર મનુષ્ય સંસારનું સર્વાગીણ સ્વરૂપ જાણી લેવું જોઈએ. સંસારની ચાર ગતિને સમજવી જોઈએ. એ ચાર ગતિમાં (દવ, મનુષ્ય, તિર્યંચ અને નારફ) જીવોને ઉત્પન્ન થવાની ૮૪ લાખ યોનીની સમજણ મેળવવી જોઈએ.
* કેવા પાપ-પુણ્ય કરવાથી જીવ કઈ ગતિમાં ઉત્પન્ન થાય, તે કાર્ય-કારણ ભાવ જાણી લેવો જોઈએ.
છે તે તે ગતિનાં સુખ-દુઃખોને યથાર્થરૂપે જાણી લેવાં જોઈએ. સંસાર-સ્વરૂપને જાણવા સાથે, “મોક્ષ'નું સ્વરૂપ પણ જાણવું જોઈએ. મોક્ષનું યથાર્થ સ્વરૂપ જાણ્યા પછી જ મોક્ષદશા ગમે! એ ગમે તો જ તે મોદશા પામવા માટે અભિલાષા જાગે. માટે મોક્ષનું સ્વરૂપ તો જાણવું જ જોઈએ.
મોક્ષમાં માત્ર સ્વતંત્ર આત્માનું જ અસ્તિત્વ હોય છે. આત્મા ત્યાં પૂર્ણ જ્ઞાની હોય છે. કે વીતરાગ હોય છે. છે અનંત શક્તિવાળો હોય છે. આ અનંત દર્શની હોય છે. અરૂપી અને અજર-અમર હોય છે.
અનામી અને અક્ષય હોય છે. જે ફરીથી એ કર્મ બાંધતો નથી, તેથી સંસારમાં આવતો નથી, છે ત્યાં પૂર્ણાનંદ હોય છે.
પરમ તૃપ્તિ હોય છે. ક્યારેય અતૃપ્તિ પેદા થતી નથી. આવો મોક્ષ પામવા અપ્રમત્ત બનવું જ પડે, અને એ માટે જે આરાધના કરવાની કહી છે, તે આરાધના અપ્રમત્ત ભાવે કરવી જોઈએ.
અજ્ઞાન દશામાં, મોહાંધ દશામાં જે પાપ કર્યો હોય, તે બધાં પાપ યાદ કરીને આત્મસાક્ષીએ, ખૂબ જ વૈરાગ્યથી નિંદા કરવી જોઈએ.
મન-વચન-કાયાથી જે જે પાપો યાદ આવે, તે યાદ કરીને, સ્વયં એની નિંદા કરવાની, એ પાપો તરફ ધૃણા કરવાની.
એ ઘણા ત્યારે થશે જ્યારે તમે વૈરાગ્યથી ભીંજાયેલા હશો! તમારું અંતઃકરણ પાપોથી ગભરાયું હશે! તો જ પાપોનો પશ્ચાત્તાપ થશે. અને આ પશ્ચાત્તાપ થવો, ૧૧39
ભાગ-૩ % ભવ સાતમો
For Private And Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અત્યંત જરૂરી છે. પશ્ચાત્તાપથી જ ઘણાં કર્મો નાશ પામી જાય છે.
છે જીવનમાં થઈ ગયેલાં પાપો, જે યાદ આવે તે, બધાં જ મનની વિશુદ્ધિ સાથે ગુરુદેવને કહી દેવાં જોઈએ.
જ વિનમ્ર ભાવે કહેવાં જોઈએ. આ વિધિપૂર્વક (શાસ્ત્રોક્ત) કહેવાં જોઈએ.
& વિકલ્પરહિત (ગુરુદેવ મને કેવો પાપી ધારશે? એમની દૃષ્ટિમાં હું ઊતરી જઈશ. અધમ દેખાઈશ, આવા આવા વિકલ્પો નહીં કરવાના) બનીને ગુરુદેવને કહેવાનાં પાપો.
પછી એ પાપનું પ્રાયશ્ચિત્ત ગુરુદેવ પાસેથી લેવાનું. જ પછી એ પ્રાયશ્ચિત્ત વહન કરવાનું!
આ રીતે આત્મા નિર્મળ બને. પછી ધર્મધ્યાનમાં. શુક્લધ્યાનમાં લીન બને. ભીતરમાં ધ્યાનાગ્નિ પ્રગટ થાય, તેમાં અનંત અનંત કર્મો બળીને ભસ્મ થઈ જાય... અને આત્માનો મોક્ષ થઈ જાય.' આચાર્યદેવનો ઉપદેશ પૂર્ણ થયો.
રાજા બ્રહ્મદેવ પ્રતિબોધ પામ્યા. જિનધર્મ પર એમની શ્રદ્ધા દૃઢ બની. છે શ્રેષ્ઠી યશ-આદિત્ય આચાર્યદેવને કહ્યું: “ભગવંત, હું અપ્રમત્તપણે ચારિત્રધર્મની આરાધના કરવા ઈચ્છું છું. હવે મારે ચાર ગતિમય સંસારમાં પરિભ્રમણ નથી કરવું, મારે તો હવે મોક્ષ જ જોઈએ છે. મને ચારિત્રધર્મ આપવાની કૃપા કરો.”
મહેશ્વરે કહ્યું: “ભગવંત, મેં આજે પહેલી જ વાર ધર્મનો આવો ઉપદેશ આપના મુખે સાંભળ્યો. આ સંસાર કેવો દુઃખમય છે, તે મેં અરુણદેવ, કે જે મારો પરમ મિત્ર છે, એના જીવનમાં જોઈ લીધું. મારે હવે સંસારવાસમાં રહેવું નથી. મને દીક્ષા આપો. હું પ્રમાદ વિના સારી રીતે ચારિત્રધર્મનું પાલન કરીશ. આપ જેમ કહેશો, એ રીતે મારું જીવન જીવીશ. હું મારું પરમ સૌભાગ્ય માનું છું કે આપ જેવા ગુરુદેવ મળ્યા. જ્ઞાનનો પ્રકાશ મળ્યો. મહારાજાના જ પ્રતાપે, એમની સાથે સાથે અમને ઉપદેશશ્રવણ મળ્યું. આ મનુષ્યજીવન પ્રમાદમાં વેડફી નાખવા માટે નથી, અપ્રમાદી બનીને, દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધના કરવા માટે છે, માટે અમને બંનેને ચારિત્રધર્મ પ્રદાન કરવાની કૃપા કરો.
યશ-આદિત્ય અને મહેશ્વરે દીક્ષા લીધી. છે મહારાજે એ દિવસે કારાવાસમાંથી કેદીઓને મુક્ત કર્યો. - ગરીબોને મહાદાન આપ્યું.
સુપાત્રદાન આપ્યું.
મંદિરોમાં મહોત્સવ કર્યો. શ્રી સમરાદિત્ય મહાકથા
૧૭
For Private And Personal Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. શ્રેષ્ઠી યશ-આદિયે દીક્ષા લીધી.' આ સમાચાર નગરમાં વાયુવેગે ફેલાઈ ગયાં.
‘દેવિની અને અરુણદેવે અનશનવ્રત લઈ લીધું.' - આ સમાચાર નગરમાં સર્વત્ર પ્રસારિત થઈ ગયાં.
અરુણદેવના મિત્ર મહેશ્વરે દીક્ષા લઈ લીધી.' - આ સમાચાર ચોરે ને ચૌટે પ્રસરી ગયો
કે આ સમાચાર ‘કટક' નામના ચોરને મળ્યા, જે ચોરે દેવિનીના હાથ કાપીને, તેનાં રત્નજડિત કંગન લઈ લીધાં હતાં, જે ચોરે એ કંગન અરુણદેવની પાસે મૂકીને, તેને ચોરરૂપે પકડાવી દીધો હતો.
તે ચોરે આ બધા સમાચાર સાંભળ્યા. તે સ્તબ્ધ થઈ ગયો. તેનો અંતરાત્મા જાગી ગયો. તેના પશ્ચાત્તાપનો પાર ન રહ્યો. તે આચાર્યદેવની પાસે આવ્યો. ગદ્ગદ સ્વરે તેણે કહ્યું: “હે ભગવંત, મેં અધમાધમ પાપ કર્યું છે. કુંવારી કન્યાના મેં હાથ કાપી નાખ્યા, માત્ર લોભ ખાતર. પ્રભો, પહેલાં મારે એ કન્યાની ક્ષમા માગવી છે. મેં સાંભળ્યું છે કે એણે અનશન વ્રત લીધું છે. એના ભાવિ પતિએ પણ અનશનવ્રત લીધું છે. અહો, એ ઉત્તમ જીવો તો ભવસાગર તરી જશે, હું ડૂબી જવાનો. કૃપા કરો મારા પર.'
તેને, જ્યાં દેવિની અને અરુણદેવ રહેલાં હતાં, ત્યાં લઈ જવામાં આવ્યો. તેણે દેવિનીનાં ચરણોમાં કલ્પાંત કરતાં સાષ્ટાંગ પ્રણામ કર્યા. દેવિનીની સામે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો.. “બેટી, તું તો મારી પુત્રી જેવી કહેવાય, મેં તારા હાથ કાપી નાખ્યાં. હું પાપી... હવે જીવવા ઈચ્છતો નથી, હું પ્રાણત્યાગ કરીશ.'
પછી તેણે અરુણદેવના ખંડમાં જઈને, અરણદેવનાં ચરણે પ્રણામ કર્યા. રોતાં રોતાં તે બોલ્યો: “હે પરદેશીકુમાર, મારા નિમિત્તે તમારે શૂળી પર ચઢવું પડ્યું. મેં જ તમારી પાસે બે કંગન અને કટારી મૂક્યાં હતાં, તમે પકડાયા. શૂળી પર ચડ્યાં. અહો, મારા કારણે તમારે કેવું ઘોર દુઃખ સહવું પડ્યું? મેં કેવું ઘોર કૃત્ય કર્યું? હું ખરેખર કાળમુખો છું. મોટું દેખાડવા લાયક નથી. હું મારી જાતને ભડભડતી આગમાં ઝીંકી દઈશ.”
તે આચાર્ય ભગવંત પાસે આવ્યો. તેણે કહ્યું: “હે દેવ, મારાં કેટલાં પાપ કહું? આ જીવન જ પાપમય ગયું છે. હવે આપ જ કહો, હું શું કરું?'
આચાર્યદવે “મન:પર્યવજ્ઞાનનો ઉપયોગ મુક્યો. ચોરની માનસિક સ્થિતિ જોઈઅહો, આના મરવાના વિચારો નિશ્ચિત છે. વિચાર્યું. “આને એમને એમ આર્તધ્યાનમાં નથી મરવા દેવો. એનું પણ મૃત્યુ ધર્મધ્યાનમાં થાય તો એની સદ્ગતિ થાય!'
આચાર્યદેવે તેને કહ્યું: “વત્સ, દરેક જીવ કર્મવશ હોય છે. કર્મવશ જીવ કયું પાપ નથી કરતો? કર્મોની વિચિત્રતા જ સંસારની વિચિત્રતાનું કારણ છે. હવે શોક ના કર. સ્પાંત ના કર. તારે મૃત્યુને જ ભેટવું છે ને? તો તું પણ અનશનવ્રત ધારણ કર.”
ભાગ-૩ + ભવ સાતમો
૧૧૮
For Private And Personal Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મને કબૂલ છે.' આચાર્યદેવે તેને અનશનવ્રત આપ્યું. આચાર્યદેવે કટક ચોરને કહ્યું: “વત્સ, હવે તારે ખાવાનું નહીં કે પીવાનું નહીં. મુખમાં કંઈ જ નાખવાનું નહીં. એક જ કામ કરવાનું – શ્રી નવકારમંત્રનું સ્મરણ કરતાં રહેવાનું. હું તને નવકાર મંત્ર યાદ કરાવું છું. સર્વ મંત્રોમાં આ શ્રેષ્ઠ મંત્ર છે. આ મહામંત્રને જપતાં જપતાં જે મૃત્યુ પામે, તે અવશ્ય દેવગતિ પામે છે. તેનાં ઘણાં ઘણાં પાપ ધોવાઈ જાય છે.
હે વત્સ, * પદ્માસને બેસજે. એ નાસિકાના અગ્ર ભાગ પર દૃષ્ટિ સ્થાપિત કરજે. છે આ મહામંત્રમાં જે પાંચ પરમેષ્ઠિ છે, તેમને તેમના રંગમાં ધ્યાન કરજે. * અરિહંતનું શ્વેત રંગમાં ધ્યાન કરજે. * સિદ્ધોનું લાલ રંગમાં ધ્યાન કરજે,
આચાર્યોનું પીળા રંગમાં ધ્યાન કરર્જ. ઉપાધ્યાયોનું લીલા રંગમાં ધ્યાન કરજે, આ સાધુઓનું કાળા રંગમાં ધ્યાન કરજે,
છે તે તે માનસિક આકૃતિ પર સ્થિર થવાનું. મનમાં બીજો કોઈ જ સંકલ્પવિકલ્પ નહીં કરવાનો.
અપ્રમત્ત ભાવે બેસવાનું.
હું તને રોજ નવકારમંત્રના વિષયમાં બોધ આપીશ. જો મન સ્થિર ના રહે તો મધ્યમ સૂરે બોલીને, આ મહામંત્રનો જાપ કરવાનો. બોલીને પણ આ મહામંત્રનો જાપ કરી શકાય છે. જાપ કરતાં કરતાં પંચ પરમેષ્ઠિના ધ્યાનમાં લીન થવાનું.
૦ ૦ ૦ આચાર્યદેવે, અનશનવ્રત ધારણ કરીને બેઠેલા કટક' ચોરને અંતિમ આરાધના કરાવતાં કહ્યું:
“હે વત્સ, જે સમયે તે નવકાર મંત્રનો જાપ ના કરતો હોય એ વખતે, તારે તારાં જીવનનાં હિંસા વગેરે પાપો યાદ કરવાનાં.... અને મેં કેવું ખોટું કર્યું?' એમ આ પાપો તરફ ધૃણા પેદા કરવાની. જેમ કે -
“મેં ઘણા જીવોની હિંસા કરી. માર્યા, ત્રાસ પમાડ્યા. દુઃખ આપ્યું. ખોટું કામ કર્યું. મારું આ પાપ મિથ્યા થાઓ.”
હું ઘણી વાર જૂઠું બોલ્યો. માયા કરી. બીજાને છેતર્યા. બીજાઓ પાસે જૂઠું બોલાવડાવ્યું. ખૂબ ખોટું કામ કર્યું. મારું આ પાપ મિથ્યા થા.” શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧3c
For Private And Personal Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેં ઘણી ચોરીઓ કરી. ઘણા મનુષ્યોને ત્રાસ આપ્યો. દુઃખ આપ્યું. અંગોપાંગ છેદી નાખ્યા. ખૂબ ખોટા કામ કર્યા. મારાં એ ખોટાં કામ મિથ્યા થાઓ.”
મેં પરસ્ત્રીનાં શીલ ભાંગ્યાં. કુમારીઓ સાથે ભોગ ભોગવ્યા.” દુરાચાર-વ્યભિચાર સેવ્યા, ઘોર પાપ કર્યો. મારા આ પાપ મિથ્યા થાઓ.’
મેં ધનનો ખૂબ લોભ કર્યો. આસક્તિ બાંધી, લોભને પરવશ બની મેં ક્રોધ કર્યો. માયા કરી. મેં દૂર કર્મ કર્યા. મારાં એ પાપ મિથ્યા થાઓ.’
હું આ બધાં પાપોને ધિક્કારું છું. આત્માની અધોગતિ કરનારાં આ દુષ્કૃત્યો હું ભવિષ્યમાં ક્યારેય નહીં જ કરું.” આવો સંકલ્પ કરજે. રોજ રોજ સવારે બપોરે અને સાંજે પાપોને આ રીતે ધિક્કારજે.” આચાર્યદેવે “યશ-આદિત્ય મુનિને કહ્યું:
૦ ૦ ૦ હે મહાભાગ, તમે સંસારનો ત્યાગ કર્યો. સંયમધર્મનો સ્વીકાર કર્યો, એ મહાન ધર્મપુરુષાર્થ કર્યો છે. પરંતુ એક વાત તમે સાંભળો.
તમારા વૈરાગ્યનું મૂળ કારણ છે તમારી પુત્રીનું દુઃખ! તમારી પુત્રીના હાથ કપાયા, અને સાથે સાથે પુત્રીના જ દાગીનાના નિમિત્તે તમારા જમાઈને શૂળી પર ચઢવું પડ્યું - આ દુઃખદ ઘટના તમારા વૈરાગ્યનું મૂળ કારણ છે.
હે મહાનુભાવ, તમારા ચિત્તમાં પુત્રી પ્રત્યે સ્નેહ ના રહેવો જોઈએ, એ અગત્યની વાત છે. કોઈ સ્વજન પ્રત્યે તમારા મનમાં સ્નેહનું બંધન ન રહેવું જોઈએ. હવે તમારે વિચારવાનું કે “આ સંસારમાં મારા કોઈ સ્વજનો નથી. હવે મેં લોકોત્તર માર્ગ પકડ્યો છે. ચારિત્રધર્મની આરાધનામાં “સ્વજન સ્નેહ' વિનભૂત બને છે. મારે તો સમતા અને શુદ્ધોપયોગને જ મારા સ્વજનો માનવાનાં છે.'
મહાનુભાવ, સંસારનો કોઈ સંબંધ શાશ્વત નથી. સંબંધો બધા જ બદલાયા કરે છે. જો આ તારી પુત્રી અને આ તારો જમાઈ, પૂર્વજન્મમાં માતા-પુત્ર હતાં! આ જનમમાં પતિ-પત્નીનો સંબંધ થાત! આ તો યોગાનુયોગ એ બંનેને વૈરાગ્ય થયો અને અનશનવ્રત લઈ લીધું. એટલે કોઈ પણ સંસારી સંબંધને ચિત્તમાં લાવવાનો નહીં. એનો વિચાર જ નહીં કરવાનો.
સંસારના સ્નેહીઓનાં સુખ-દુઃખનો વિચાર નહીં કરવાનો. એ સહુ ધર્મપુરુષાર્થ કરતાં રહે, એવી શુભ ભાવના ભાવવાની. આચાર્યદેવે મહેશ્વરમુનિને કહ્યું :
હે મુનિ, તારો વૈરાગ્ય પ્રશંસનીય છે. તારા મિત્રની થયેલી કદર્શન જોઈને, તને સંસાર પ્રત્યે વૈરાગ્ય થયા, તે સારું થયું. પરંતુ એક વાત ધ્યાનમાં રાખજે કે મિત્રસ્નેહ તારા હૃદયમાં સ્થાયી ના બની જાય.
૧૧૪
ભાગ-૩ ભવ સાતમો
For Private And Personal Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જોકે “કલ્યાણમિત્ર' તરીકે અરુણદેવ તને યાદ રાખે અને તું અરુણદેવને યાદ કરી શકે, પરંતુ માત્ર મિત્ર તરીકે એના પ્રત્યે નેહ નહીં રાખવાનો.
હે મુનિ, જેને આપણું મન પ્રિય માને છે, એનો સંયોગ ઈચ્છે છે. આપણે મુનિ છીએ. નેહીઓના સંયોગ વિયોગનું આપણે ચિંતન જ નથી કરવાનું! એ ચિંતન ‘આર્તધ્યાન” કહેવાય છે. એટલે કે “પાપવિચાર' કહેવાય છે. - પ્રિયની કલ્પના જીવ કરે છે એટલે અપ્રિયની કલ્પના આવી જ જાય છે! પ્રિયાપ્રિયની કલ્પનાઓમાં જીવ ફસાય છે, પછી તે તત્ત્વરમણતા કરી શકતો નથી. પ્રિયાપ્રિયની કલ્પનામાં જીવ રાગદ્વેપ કરે છે. રાગદ્વેષથી પાપકર્મ બાંધે છે.
આ સાધુજીવન પાપકર્મ બાંધવા માટે નથી, પાપકર્મોની નિર્જરા કરવા માટે છે. કર્મનિર્જરાના લયથી જ આ જીવન જીવવાનું છે.
હે વત્સ, મૈત્રીને વ્યાપક કર. સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ ધારણ કર. એ મૈત્રીભાવ રાગસ્વરૂપ નથી હોતો. એ મૈત્રીભાવ હિતવરૂપ હોય છે. આ રીતે સંયમધર્મનું પાલન કરવાથી તું મુક્તિ પામીશ.”
0 0 0 આચાર્યદેવની પાસે દેવિની અને અરુણદેવ વિનયપૂર્વક બેઠાં, આચાર્યદેવે તે બંનેને કહ્યું:
હે મહાનુભાવો, તમારો સંબંધ પૂર્વજન્મોથી ચાલ્યો આવે છે. હવે સંબંધનો આ જન્મમાં અંત લાવી દેવાનો છે. તે માટે તમારે પરસ્પર કોઈ પ્રેમ રાખવાનો નહીં.
ભવિષ્યમાં આવતા જન્મમાં) અમારો પતિ-પત્નીનો સંબંધ થાઓ,’ એવો વિચાર પણ તમારે કરવાનો નથી.
આ સંસારમાં બધા જ સંબંધો પરિવર્તનશીલ છે, કોઈ સંબંધ શાશ્વત નથી. માટે તમે તમારા આત્મભાવમાં રમણતા કરજો. આસક્તિનું બંધન તોડી નાખજો. છેશ્રી નવકાર મંત્રનું સ્મરણ કરજો. સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ રાખજો.
અપ્રમત્ત રહેજો, પ્રમાદ ના થઈ જાય, એની કાળજી રાખજો. કે મનને પરમાત્મધ્યાનમાં જોડજો. કે કોઈ પણ પાપવિચાર મનમાં ના આવી જાય, તે માટે જાગ્રત રહેજો. વધારે તમને શું કહું? તમે સ્વેચ્છાથી અનશનવ્રત લીધું છે. જે ચઢતે પરિણામે વ્રત લીધું છે... એ મનના પરિણામ ચઢતાં જ રહેવા જોઈએ.” “ભગવંત, આપની કૃપાથી અમારું અનશનવ્રત સફળ બનશે.” તથાસ્તુ!” આચાર્યદેવે આશીર્વાદ આપ્યા.
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧૧
For Private And Personal Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૭]
આચાર્યશ્રી હરિફેણે કથાને પૂર્ણ કરતાં કહ્યું:
સેનકુમાર, અરુણદેવ, દેવિની અને કટક ચોર, આયુષ્ય પૂર્ણ કરીને, દેવલોકમાં ઉત્પન્ન થયાં.”
“હે કુમાર, તેં અસાર રાજ્ય મેળવવા માટે વ્યર્થ યુદ્ધ કર્યું.”
“ભગવંત, મારા કુળનો પરાભવ થવાથી મને ક્રોધ આવ્યો હતો અને એ ક્રોધથી પ્રેરાઈને મેં યુદ્ધ કર્યું. “મેં યુદ્ધ કર્યું તે સારું નથી કર્યું.' એ વાત હવે સમજાઈ. આપની પાસે એની શક્તિનો ઉપાય પણ જાણવા મળ્યો. હે પ્રભો, જો હું ચારિત્રધર્મ માટે યોગ્ય હોઉં તો મારા પર કૃપા કરી અને મને દીક્ષા આપો.”
આચાર્યદેવે કહ્યું: “હે દેવાનુપ્રિય, તેં સુંદર વિચાર કર્યો. ઘણી સારી વાત કરી. આ સંસાર છોડવા યોગ્ય જ છે. દીક્ષા જીવનમાં બે વાતો મુખ્ય જોઈએ છે: “એક વિવેક અને બીજ ગુરુના ગુણો તરફનો પક્ષપાત, આ બંને વાતો તારામાં છે. માટે શુભ કાર્યમાં વિલંબન ન કર. હે વત્સ, જીવન અનિત્ય છે. આયુષ્ય અનિયત છે. મનના મનોરથ મનમાં જ ના રહી જાય તે માટે જાગ્રત રહે.”
આચાર્યદેવને વંદના કરીને, સેનકુમાર પોતાના આવાસમાં ગયો. તેણે ચંપાના મહામાત્ય અમરગુરુને કહ્યું: “હે મહામાત્ય, તમે પણ ગુરુદેવનાં વચન સાંભળ્યાં છે. મારું ચિત્ત દીક્ષા લેવા ઉત્કંઠિત થયું છે, તમે મને અનુમતિ આપો.
મહામાત્ય કુમારને પ્રણામ કર્યા. વિનયથી વિનંતી કરી: “મહારાજ કુમાર, આપ અવશ્ય આપના મનોરથ પૂર્ણ કરો, પરંતુ મારી વિનંતી છે કેઃ
છેવિશ્વપુરથી કુમાર અમરસેન સાથે શાત્તિમતીને બોલાવી લઈએ. કે પછી બાળકુમારનો રાજ્યાભિષેક કરીએ. છે ત્યાર બાદ આપ શાન્તિમતીના ચિત્તનું સમાધાન કરો. છે તે પછી નગરમાં આઠ દિવસનો મહોત્સવું કરીએ.
મહારાજ કુમાર, આપની સાથે હું પણ સંયમધર્મ સ્વીકારવા ચાહું છું. સેનકુમાર મહામંત્રીને ભેટી પડ્યો. બંનેની આંખોમાં હર્ષનાં આંસુ આવી ગયાં. કુમારે કહ્યું: ‘મહામંત્રી, વિશ્વપુર મારે પોતે જવું પડશે! શાન્તિમતીને લઈ આવું અને
૧૧૪
ભાગ-૩ ૪ ભવ સાતમો
For Private And Personal Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાજ સમરકેતુને પણ આમંત્રણ આપતો આવું! દીક્ષા પ્રસંગે તેઓ પધારે!'
મહારાજકુમાર, મહારાજા સમરકેતુનો આપના પર અત્યંત સ્નેહ છે. ખૂબ જ કાળજીથી વાત કરજો. અને હા, શાન્તિમતીને પણ આઘાત ના લાગે એ રીતે વાત કરજો.'
મંત્રી, સાચી વાત છે તમારી. એ બંનેનો મારા પર અગાધ પ્રેમ છે. તેમને હું દીક્ષાની સીધી જ વાત કરું તો એમનાં હૃદય પર આઘાત થયા વિના ન રહે. હું સાવધાનીથી વાત કરીશ.'
પલ્લીપતિએ નિવાસમાં પ્રવેશ કરીને કહ્યું: “વિશ્વપુર હું સાથે આવું છું. હું પણ પલ્લીની જવાબદારી પુત્રને સોંપીને, કુમારની સાથે જ પાછો આવીશ.' કુમાર પલ્લીપતિને ભેટી પડ્યો.
મંત્રી, રથ તૈયાર કરાવો. પલ્લીપતિને રથમાં જ મારી સાથે બેસાડીને, લઈ જઈશ.”
ના રે. મને રથમાં બેસવાનું ના ફાવે. હું ઘોડા પર જ સવારી કરીશ! અને આપ કહો તો રથની પાછળ દોડતો આવું!' સહુ હસી પડ્યાં.
કુમાર માટે રથ અને પલ્લીપતિ માટે અન્ય તૈયાર થઈ ગયો. તરત જ કુમાર રથમાં બેઠો. સારથિએ રથને હંકારી મૂક્યો. પલ્લીપતિનો અશ્વ એની પાછળ જ દોડવા લાગ્યો.
મહારાજા, આપણો યુદ્ધમાં વિજય થયો. આપણા સૈન્ય અદ્ભુત પરાક્રમ દાખવ્યું.'
કુમાર, યુદ્ધની વ્યુહરચના તે સારી કરી હતી. મને સેનાપતિએ કહ્યું કે તે યુદ્ધમાં પ્રચંડ પુરુષાર્થ કર્યો હતો. કુમાર, મેં સાંભળ્યું છે કે હજુ તેં નગરમાં પ્રવેશ નથી કર્યો, કેમ?
“હે પૂજ્ય, પિતાજીએ વિપણનો રાજ્યાભિષેક કર્યો હતો. એટલે મારી ઇચ્છા એવી હતી કે વિપેણને પાછો બોલાવી, અમે બંને ભાઈઓ નગરમાં સાથે પ્રવેશ કરીએ, અને પછી એને જ હું સિંહાસન પર આરૂઢ કરું. મેં વિષેણ શોધી લાવવા માટે રાજપુરુષોને મોકલ્યા. વિષેણ એમને મળ્યો પણ ખરો, પરંતુ એ પાછો આવવા તૈયાર ના થયો.”
શાથી?”
એને જાણ છે કે ચંપાના સામંતો એનાથી નારાજ છે. પ્રજા પણ એનાથી નારાજ છે.. અને મારા પ્રત્યે એને નિષ્કારણ વૈર છે.” શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧૪૩
For Private And Personal Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમજાયું કુમાર, તો પછી તે વિષેણનો આગ્રહ છોડી દે. અને રાજસિંહાસન તું જ ગ્રહણ કર.'
“પિતાજી, યુદ્ધ પૂરું થયા પછી, ચંપાના બાહ્ય ઉદ્યાનમાં આચાર્ય હરિપેણ શિષ્ય પરિવાર સાથે પધાર્યા છે. આપ જાણો છો કે હરિષ રાજ્યનો ત્યાગ કરી દીક્ષા લીધેલી છે. તેઓ પાસે જ હું ઊછરીને મોટો થયો છું. મારા માટે તેઓ પિતા કરતાં અધિક હતા, અને હવે તેઓ જ્ઞાની-તપસ્વી મહાપુરુષ બની ગયા છે.'
અહો, હરિપેણ આચાર્ય ચંપામાં પધાર્યા છે?'
હાજી, અને એમનો ધર્મોપદેશ સાંભળીને, મારું મન સંસાર પ્રત્યે વિરક્ત બન્યું છે. સંસારના કોઈ સુખ પ્રત્યે મારા મનમાં આસક્તિ રહી નથી. મેં ચારિત્રધર્મ ગ્રહણ કરવાનો નિર્ણય કર્યો છે. આપની અનુમતિ લેવા આવ્યો છું.'
‘તું દીક્ષા લઈશ?' મહારાજાને મૂર્છા આવી ગઈ. રાજપરિવાર ભેગો થઈ ગયો. ઉપચાર કર્યો. મહારાજાની મૂછ દૂર થઈ પણ તેઓ કુમારને પોતાના ઉત્સંગમાં લઈ રડવા લાગ્યા. રાજપરિવાર મૂંઝાયો - કુમાર વિજયી બનીને આવ્યા છે. પછી મહારાજા કેમ રડે છે?” ત્યાં જ મહારાજા બોલ્યા:
‘ત્સ, સાધુજીવન શ્રેષ્ઠ છે, એ તું ગ્રહણ કરે તેથી હું રાજી છું. પરંતુ હમણાં નહીં. યુવાનવય પૂર્ણ થયા પછી તું દીક્ષા લેજે, અત્યારે તારી ઘણી બધી જવાબદારીઓ
“પિતાજી, મહાકાળનો કોઈ ભરોસો નથી. ક્યારે પણ આયુષ્ય પૂર્ણ થઈ શકે છે. ક્યારે પણ શરીર જર્જરિત બની શકે છે. અને ક્યારે પણ ભાવનાઓ બદલાઈ શકે છે. માટે શુભ કાર્યમાં વિલંબ કરવાની જ્ઞાની પુરુષો ના પાડે છે. પિતાજી, યૌવનકાળમાં જ સંયમધર્મનું યથાર્થ પાલન કરી શકાય છે. જ્ઞાનપ્રાપ્તિનો પ્રબળ પુરુષાર્થ કરી શકાય છે. તીવ્ર તપશ્ચર્યા કરી શકાય છે.”
તારી વાત સાચી છે કુમાર, પરંતુ તારા વિના મારું જીવન નીરસ બની જશે. જીવવું કઠણ થઈ જશે. તારા પર અમને અપાર પ્રેમ છે, એ તું જાણે છે.'
“હે પૂજ્ય, મને પણ આપના પ્રત્યે નેહ છે, સદ્દભાવ છે. આપના મારા પર અનેક ઉપકારો છે.. અને એટલે જ આપનાં દર્શન કરી, આપની અનુમતિ લેવા આવ્યો છું. આપના પ્રત્યેનો સ્નેહ હવે લૌકિક નહીં રહે, દુનિયાદારીનો નહીં રહે. આપના પ્રત્યેનો નેહ હવે દિવ્ય બની જશે. આત્માનો આત્મા સાથે પ્રેમ થઈ જશે. એમાં મોહ નહીં હોય, સ્વાર્થ નહીં હોય, એમાં હશે આત્મકલ્યાણની ભાવના. એમાં હશે વિશુદ્ધ આત્મા સાથેનું તાદાભ્ય!”
૧૧૪
ભાગ-૩ ૪ ભવ સાતમો
For Private And Personal Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાજા સમરકેતુ ગંભીર વિચારમાં ડૂબી ગયા. થોડી વાર પછી તેમણે કુમાર સામે દૃષ્ટિ સ્થિર કરી.
'કુમાર, આમ તો સંસારનાં સુખો નિઃસાર જ છે. બીભત્સ છે. અલ્પકાલીન છે. શાન્ત ચિત્તે વિચારતાં આ સુખો ખરેખર, સુખો જ લાગતાં નથી, માત્ર સુખનો આભાસ છે. પરંતુ આ બધાં બંધનો, અજ્ઞાનદશામાં બંધાઈ ગયેલાં હોય છે, એ બંધનો તોડવાં ઘણાં મુશ્કેલ હોય છે. કુમાર, તેં મનથી મોહનાં પ્રબળ બંધનો તોડી નાંખ્યા છે. આંતરશત્રુ પર વિજય પામવાનું દુષ્કર કાર્ય તે કર્યું છે. પરંતુ તે છતાં, અનાસક્ત હૃદયથી તારે શાન્તિમતી અને અમરસેનનું પાલન કરવું જોઈએ.”
‘હું એને સમજાવીશ. એના ચિત્તનું સમાધાન કરીશ. એ પ્રસન્ન ચિત્તે મને વિદાય આપશે તો જ હું ચારિત્રમાર્ગે જઈશ.
બાળકુમારનું શું?” એનો રાજ્યાભિષેક કરીશ. મંત્રીમંડળને એની જવાબદારી સોંપીશ. એના મામાઓ એની રક્ષા કરે એવા છે.” સારું, તું પહેલાં શાન્તિમતીને તો મળ!' મહારાજા બોલ્યા.
૦ ૦ ૦ યુદ્ધમાં આપનો ઝળહળતો વિજય થયો. તે સમાચાર સાંભળીને, હૈયું નાચી ઊડ્યું. ખૂબ હર્ષ થયો.” સેનકુમારનું સ્વાગત કરી, એની આરતી ઉતારી, કુમારને પલંગ પર બેસાડી, સાત્તિમતીએ કુમારને અક્ષતથી વધાવ્યો.
દેવી, એક બાજુ યુદ્ધમાં વિજય થયો. બીજી બાજુ હરિપેણ આચાર્યદેવ શિષ્ય પરિવાર સાથે ચંપામાં પધાર્યા'
‘આપના કાકા, ચંપાના રાજેશ્વર! “હા, મેં એમને પિતાથી પણ વધારે ચાહ્યાં હતાં, એ તું સારી રીતે જાણે છે.'
એમનાથી પણ વિશેષ પ્રેમ આપને મહારાણી તારપ્રભા ઉપર હતો. એ આપની અતિ પ્રિય માતા હતી.” તારપ્રભાની સ્મૃતિ થતાં કુમારની આંખો ભીની થઈ ગઈ. શાન્તિમતીએ તરત સાડીના પાલવથી આંખો લૂછી નાખી.
‘દેવી, એ બંનેના ઉપકારોને યાદ કરું છું ત્યારે અકથ્ય વેદના અનુભવું છું. એ ઉપકારી મહાપુરુષ ચંપામાં પધાર્યા છે. મેં એમનો ઉપદેશ સાંભળ્યો. જાણે કે એ મારો ઉદ્ધાર કરવા જ પધાર્યા હોય, એમ મને લાગે છે.'
એટલે?' શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧૪
For Private And Personal Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘એમનો ઉપદેશ સાંભળી, વૈષયિક સુખો પ્રત્યે મારું મન સાવ જ વિરક્ત થઈ
ગયું.’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘મહાપુરુષોની વાણીની અસર જરૂ૨ થાય, પરંતુ તે અસર અલ્પકાલીન હોય છે.’ શાન્તિમતીએ કહ્યું:
‘મનુષ્યના સંયોગો બદલાઈ જાય, વાતાવરણ બદલાઈ જાય તો અસર જતી રહે, એ વાત સાચી. પરંતુ સંયોગો અને વાતાવરણ અનુકૂળ રહે તો અસર કાયમ રહે. જીવ નિમિત્તવાસી હોય છે. નિમિત્તો સારાં તો જીવન સારું!
‘પરંતુ રાજ્યની ખટપટોમાં એ બધી ધાર્મિક-આધ્યાત્મિક અસરો ક્યાં સુધી રહેવાની? વળી, આચાર્યદેવ તો પાછા ત્યાંથી વિહાર કરી જવાના ને!'
દેવી, હું પણ એમની સાથે જ વિહાર કરી જવા ઈચ્છું છું. કુમાર અમરસેનનો રાજ્યાભિષેક કરીને, એની જવાબદારી તને સોંપીને, હું દીક્ષા લેવા ઈચ્છું છું.'
‘દીક્ષા? આપ દીક્ષા લેશો? શાન્તિમતીને ચક્કર આવી ગયા. કુમારે તેને ઉપાડીને પલંગમાં સુવાડી દીધી. શીતળ પવનથી અને શીતળ જળથી એ ભાનમાં આવી. પલંગ ઉપર બેસી ગઈ. કુમારના ખભે મસ્તક મૂકીને રડી પડી. થોડી વાર મૌન રહીને કુમારે કહ્યું:
‘કેમ, મારો નિર્ણય ના ગમ્યો?’
‘નિર્ણય ગમ્યો, પણ હમણાં નહીં. કુમારને યુવાન થવા દો. રાજ્યને સંભાળવાની યોગ્યતા આવવા દો. પછી તમારી સાથે હું પણ...'
‘દેવી, તારી ભાવના ઉત્તમ છે. પરંતુ કુમાર યુવાનીમાં આવે ત્યાં સુધી મહાકાળ સાથે આપણે કરાર કરી શકીશું ખરા? કે ‘અમારો પુત્ર યુવાન ન થાય, ત્યાં સુધી તારું અમને ઉપાડી ના જવા? એ યુવાન થઈ જાય, પછી અમે દીક્ષા લઈશું. દીક્ષા પાળીશું. પછી અમને ઉપાડી જવા હોય તો ઉપાડી જજો! દેવી, કાળ અને કર્મના ભરોસે રહેવા જેવું નથી. ક્યારે એ દગો દે તે નક્કી નહીં. આત્મકલ્યાણનો પુરુષાર્થ કરવાની જ્યારે ભાવના જાગે ત્યારે કરી લેવો જોઈએ.
११४७
દેવી, અનંત પુણ્યનો ઉદય હોય ત્યારે મનુષ્યજીવન મળે છે. ઉત્તમ કુળ મળે છે અને સત્પુરુષોનો સમાગમ મળે છે! એથી પણ વિશેષ, મનુષ્યના હૃદયમાં ચારિત્રધર્મ સ્વીકારવાનો વીર્યોલ્લાસ પ્રગટે છે! શાન્તિ, મારા હૃદયમાં વીર્યોલ્લાસનો ઝરો ફૂટયો છે. એટલે જ કાકા-આચાર્ય મહારાજ પાસે દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. તેઓને ચંપામાં રોક્યા છે અને તમને બંનેને લેવા માટે અહીં આવ્યો છું.’
‘અહીં મહારાજાને આપની ભાવનાની જાણ કરી?’
For Private And Personal Use Only
ભાગ-૩. ભવ સાતમાં
Page #159
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘કરી!’
‘તેઓએ શું કહ્યું?’
‘વાત સાંભળી. તર્ક કર્યાં. છેવટે કહ્યું: ‘જા, શાન્તિમતીને મળ. પછી બીજી વાતો
કરીશું.'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપણે અહીંથી ક્યારે રવાના થવું છે?'
‘મહારાજા અનુમતિ આપે તો કાલે સવારે નીકળી જઈએ.’
‘મને નથી લાગતું કે આવતી કાલે સવારે મહારાજા અનુમતિ આપે.'
‘સાચી વાત છે તારી, બેટી!' મહારાજા પોતે ખંડમાં પ્રવેશ્યા.
‘કુમાર!’
‘મહારાજા’
શાન્તિમતી અને કુમાર ઊભા થઈ ગયા. મહારાજાને પલંગ પર બેસાડી, બંને મહારાજાનાં ચરણોમાં બેઠાં.
‘કુમાર, તું કાલે નહીં જઈ શકે,’
જેવી આપની આજ્ઞા.’
'મારું મન કહે છે કે હવે તું સંસારમાં નહીં રહી શકે. તું દીક્ષા લેવાનો જ.' શાન્તિમતીની આંખો વરસવા લાગી. તે ડૂસકાં ભરવા લાગી. મહારાજાએ એના માથે હાથ મૂક્યો.
બેટી, શા માટે રડે છે? કુમારે સિંહપુરુષના માર્ગે જવાનો સંકલ્પ કર્યો છે. તે ઈન્દ્રિયવિજેતા બન્યો છે. બેટી, હવે એને તું અને હું સંસારમાં રોકી રાખીશું તો જરૂર રહેશે, પણ એ ચારિત્ર વિના તરફડશે. એનું હૃદય પારાવાર વેદના અનુભવશે. કહે, એમ કરવું છે? મને મારા કુમાર પર વિશ્વાસ છે કે એ તારી ‘ના’ ઉપર દીક્ષા નહીં લે, મારી ‘ના’ પર, આપણો એ ત્યાગ નહીં કરી જાય.
પરંતુ બેટી, સાચા પ્રેમનો જે અર્થ હું સમજ્યો છું. એ આ છે કે આપણા મોહ ખાતર, સ્વાર્થ ખાતર આપણે આપણા પ્રેમીના હૃદયને ના દૂભવીએ! અને જો એને એના માર્ગે જવા દઈએ તો એના ત્યાગ કરતાં આપણો ત્યાગ ચઢિયાતો બની જાય!’ શાન્તિમતી આંસુભીની આંખે મહારાજા સામે જોઈ રહી. કુમારની દૃષ્ટિ જમીન પર સ્થિર હતી.
મહારાજા આગળ બોલ્યા:
‘હું નગરમાં આઠ દિવસનો ભવ્ય ઉત્સવ રચાવવા ઈચ્છું છું. આપણે કુમારને ભવ્ય વિદાય આપીએ. પછી આપણે સહુ સાથે ચંપા જઈશું.'
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
૧૧૪૭
Page #160
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિતાજી, અહીં કે ચંપામાં, જે કંઈ કરવાનું છે તે આપે જ કરવાનું છે. આપ જ પિતા છો, આપ જ સર્વસ્વ છો.' કુમારે મહારાજાનાં ચરણોમાં મસ્તક મૂકી દીધું. સાથે સાથે શાન્તિમતીએ પણ.
કુમાર, જેટલા દિવસ સંસારમાં છે, બાળકુંવરને પિતાનો અગાધ પ્યાર આપી દે! જેમ તારા પિતાનાં પદચિહ્નો પર તું જાય છે તેમ તારા પદચિહ્નો પર એને એક દિવસ ચાલવાની ઈચ્છા થાય.”
બાળકુંવર અમરસેન ભરનિદ્રામાં પોઢેલો હતો. મહારાજાએ એના પર એક દષ્ટિ નાખી ને તેઓ ચાલ્યા ગયા.
શાન્તિમતીએ કુમાર સામે જોયું. કુમારે શાન્તિમતીની સ્થિર દૃષ્ટિમાં જોયું. બંને બે મિનિટ સુધી ઊભા રહ્યાં. શાન્તિમતીએ મૌન તોડ્યું. નાથ!”
હું પણ આપની સાથે જ ચારિત્ર લઈશ. આપના વિના હું મહેલમાં રહી શકીશ નહીં.”
પરંતુ આ કુમાર!” “એનો મોહ તોડી શકીશ.” એની સંભાળ કોણ લેશે?” એનું પુણ્યકર્મ...!' કુમાર મૌન થઈ ગયો. શામિતીનો નિર્ણય ગમ્યો, પણ કુમારની ચિંતા ઘેરી વળી. શાન્તિમતીએ કુમારના ભાવ જાણ્યા. નાથ, ચિંતા ના કરો. કુમારના સારા ઉછેરની સારી વ્યવસ્થા થઈ જશે!” પરિચારિકાએ આવીને કહ્યું: ‘દ્વાર પર પલ્લીપતિ આવીને ઊભા છે!” આવવા દે.”
:
૧૧૮
ભાગ-૩ + ભવ સાતમો
For Private And Personal Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[8353
• વિશ્વપુરમાં દીક્ષા નિમિત્તે મહોત્સવ ઉજવાયો. તે પછી ચંપાનગરીમાં દીક્ષા મહોત્સવ ઉજવાયો. રાજકુમાર અમરસેનનો રાજ્યાભિષેક થયો. સેનકુમાર, શાન્તિમતી, કુલપતિ, અમરગુરુ... વગેરે અનેક રાજપુરુષોએ
પ્રશસ્ત તિથિ, કરણ, નક્ષત્ર, યોગ. સમયે, આચાર્યશ્રી હરિફેણ પાસે દીક્ષા ગ્રહણ કરી.
સહુએ ગુરુદેવ પાસે ધાર્મિક અધ્યયન કર્યું. સૂત્ર થયાં અને અર્થજ્ઞાન પ્રાપ્ત કર્યું. સાધુજીવનની ક્રિયાઓ અપ્રમત્તભાવે કરવા માંડી.
વર્ષો વીત્યાં.
આચાર્યદેવે સેનમુનિને શ્રમણજીવનની શ્રેષ્ઠ કોટિની આરાધના, જેને “જિનકલ્પ” કહેવામાં આવે છે, તે સમજાવી.
આચાર્યદેવે સેનામનિને કહ્યું: “હે મહાભાગ, તારે “જિનકલ્પ' સ્વીકારવો છે ને? તે માટે તારે પાંચ પ્રકારની ભાવનાઓથી આત્માને ભાવિત કરવાનો છે.
૧. તપોભાવના. ૨. સત્ત્વભાવના ૩. સૂત્રભાવના. ૪. એકત્વભાવના અને ૫. બળભાવના.
તપભાવનામાં તું જે તપ કરવા ધારે, જ્યાં સુધી તે તપ સ્વભાવભૂત ના થઈ જાય ત્યાં સુધી તારે એનો અભ્યાસ ચાલુ રાખવાનો. એ તપને છોડી દેવાનો નહીં.
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧૪
For Private And Personal Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* એ તપશ્ચર્યા એવી રીતે કરવાની છે કે તારે સાધુજીવનમાં જે અનુષ્ઠાના કરવાનાં છે, તેમાં ખામી ના આવે.
નિર્દોષ-પ્રાસુક આહાર જ ગ્રહણ કરવાનો. એ ન મળે તો છ મહિના સુધી ભૂખ્યાં રહેવાનું!
આ રીતે તપશ્ચર્યાના ફળરૂપે તારે અલ્પાહારી બનવાનું છે.
ઈન્દ્રિયોને એના સ્પર્શાદિ વિષયોમાં જવા દેવાની નથી. વત્સ, તારે મધુર આહારના વિષયમાં નિઃસંગ બનવાનું છે. તારે ઈન્દ્રિયવિજેતા બનવાનું છે,
બીજી છે સત્ત્વભાવના. એમાં હે મહામુનિ, તારે પાંચ “પ્રતિમાનું પાલન કરવાનું છે. એ પાંચ પ્રતિમાનું સ્વરૂપ તને હું બતાવું છું:
શૂન્ય... અવાવર... અંધારિયા ઉપાશ્રયમાં નિદ્રાનો ત્યાગ કરી, કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભા રહી, ભયને જીતીને તારે નિર્ભય બનવાનું છે. ઉપાશ્રયમાં ઊંદર, બિલાડી વગેરે પશુઓ ફરતાં હશે. તેમના ઉપદ્રવો સારી રીતે સહવાના. ત્યાંથી ભય પામીને નીકળી જવાનું નહીં.
* રાત્રિના સમયે ઉપાશ્રયની બહાર, તારે કાયોત્સર્ગથ્થાને ઊભા રહેવાનું. ઊંદર ભલે કરડે, બિલાડી કે કૂતરા ભલે સતાવે... કે ચોર-ડાકુ પ્રહાર કરે... તારે ડરવાનું નહીં. એ બધા જ ઉપદ્રવોને સમતાભાવે સહન કરવાના - આ રાત્રિના સમયે, જ્યાં ચાર માર્ગ ભેગા થતા હોય ત્યાં જઈને, કાયોત્સર્ગધ્યાને ઊભા રહેવાનું. પશુઓ, ચોર-ડાકુઓ વગેરેના ભય જીતવાના. નિર્ભય બનવાનું.
જ પડતર... શુ ગૃહમાં જઈને, રાત્રિના સમયે ધ્યાનસ્થ બનીને રહેવાનું. ભય નહીં પામવાનો.
સ્મશાનમાં જવાનું રાત્રિના સમયે! સ્મશાનમાં કાયોત્સર્ગધ્યાને ઊભા રહેવાનું. ત્યાં પશુ અને મનુષ્યના ભયો ઉપરાંત દૈવી ઉપદ્રવોથી પણ નિર્ભય બનવાનું છે! હે વન્સ, દિવસ હો કે રાત હો, તારે દેવ-દાનવોથી કે રાક્ષસોથી પણ ડરવાનું નથી, તો જ તું “જિનકલ્પને નિર્ભયતાથી પાળી શકીશ. - ત્રીજી છે સુત્રભાવના. હે મુનિવર, કાળનું પ્રમાણ જાણવા માટે, તારે એવો શ્રુતાભ્યાસ કરવાનો છે કે એ શ્રુત તારા નામ જેવું અભ્યસ્ત થઈ જાય. સૂત્રાર્થના પરિશીલન દ્વારા તારા અન્ય સંયમાનુષ્ઠાનોનો પ્રારંભકાળ અને સમાપ્તિકાળ જાણી લેવાનો છે. દિવસ અને રાત્રિનો સમય જાણી લેવાનો છે. જ્યારે કેટલામો પ્રહર... ઘડી ચાલે છે, તે જાણી લેવાનું. “છાયા' માપીને તારે આવશ્યકનો સમય, ભિક્ષાનો સમય અને વિહારનો સમય જાણી લેવાનો.
પ0
ભાગ-૩ + ભવ સાતમો
For Private And Personal Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હે વત્સ, આ સૂત્રભાવનાથી ચિત્તની એકાગ્રતા કેળવાશે. કર્મોની ઘણી ઘણી નિર્જરા થશે અને અનેક ગુણો સિદ્ધ થશે. “જિનકલ્પ' ના પાલન માટે આ સૂત્રભાવના અતિ જરૂરી છે.
ચોથી છે - એકત્વભાવના: “હે મુનિશ્રેષ્ઠ, સંસારવાસનું મમત્વ તો તેં સાધુપણું સ્વીકાર્યું ત્યારે જ છેદી નાખ્યું છે, પરંતુ સાધુજીવનમાંય તને મારા પર અને અન્ય સાધુઓ પર મમત્વ હશે જ! હવે એ મમત્વ પણ તારે નથી રાખવાનું જિનકલ્પ” સ્વીકારવાની તૈયારી કરનારે આ મમત્વને પણ, (ભલે તે પ્રશસ્ત ગણાય) છેદી નાખવાનું છે તે માટે તારે
કે અમારી સામે સ્નિગ્ધ દૃષ્ટિથી જોવું નહીં. કે અમારી સાથે વાર્તાવિનોદ કરવો નહીં. છે પરસ્પર ગોચરી-પાણીનું આદાન પ્રદાન કરવું નહીં. * સૂત્રાર્થ અંગે પણ પ્રતિપૃચ્છા કરવી નહીં. કોઈની સાથે હસવું નહીં. કોઈની સાથે વાર્તાલાપ નહીં કરવો.
આહાર, ઉપાધિ અને શરીરનું પણ મમત્વ નથી રાખવાનું. છે તારે એવા નિર્મોહી બની જવાનું છે આ એકત્વભાવના દ્વારા કે, તું જિનકલ્પી બની ગયા પછી, તારી સામે સ્વજનોનો વધ થતો જોઈને, પણ તું ક્ષોભ ના પામે.
પાંચમી છે બળભાવના. હે સત્ત્વશીલ મુનિ, તારે સ્નેહજનિત રાગ નથી કરવાનો, તેવી રીતે તારા દઢ મનોબળથી તારે ગુણબહુમાનજન્ય રાગ પણ નથી કરવાનો!
આત્માને તિબળથી સારી રીતે ભાવિત કર.
મહાન સાત્ત્વિક બન, વૈર્યસંપન્ન બન. ઉત્સુકતારહિત બનીને, નિશ્ચલ બનીને.. પરિસહ-ઉપસર્ગ પર વિજય મેળવ અને “જિનકલ્પની જે પ્રતિજ્ઞા તું કરે, એ પ્રતિજ્ઞા પરિપૂર્ણ કર. કારણ કે સર્વ સિદ્ધિ સત્ત્વથી થાય છે.
હે વત્સ, તારે બે જાતનાં “પરિકર્મ' કરવાં પડશે, ‘જિનકલ્પના સ્વીકાર પૂર્વે: પહેલું પરિકર્મ આહારનું છે. તારે હવે રુક્ષ આહાર લેવાનો, વધેલો-ઘટેલો આહાર લેવાનો અને સુક્કો (અપકૃત) આહાર લેવાનો! વાલ, ચણા વગેરે.
બીજું પરિકર્મ છે વસ્ત્રોનું અને પાત્રનું. બહુ વસ્ત્રો નથી રાખવાનાં, વધારે પાત્ર નથી રાખવાનાં.
એક વિશેષ કાર્ય (અભ્યાસ) તારે કરવાનું છે: “ઉત્કટુક આસને બેસવાનો અભ્યાસ કરવાનો છે. “જિનકલ્પ“ માં સાધુથી બેસવા માટે આસન રાખી શકાતું નથી શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧પ૧
For Private And Personal Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અને આસન પાથર્યા વિના સાધુ સીધો ભૂમિ પર બેસી નથી શકતો. માટે ઉભડક પર્ગ બેસવાનો અભ્યાસ કરજે.’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચાર્યદેવ હરિષેણે, સેનમુનિને ‘જિનકલ્પ’ની વિશિષ્ટ અને ઉત્કૃષ્ટ સંયમસાધનાની પૂર્વભૂમિકા સમજાવી દીધી. સૈનમુનિએ એ જ રીતે જીવનમાં અભ્યાસ શરૂ કરી દીધો.
આચાર્યશ્રી હરિષેણે પોતાની પાસે રહેલા અન્ય સાધુ-સાધ્વીને, તેઓની જિજ્ઞાસા પૂર્ણ કરવા, ‘જિનકલ્પ' અંગે કેટલીક માહિતી આપી, કારણ કે ત્યાં સાધુ-સાધ્વીના સમુદાયોને ખબર પડી ગઈ હતી કે સેનન ‘જિનકલ્પ'ની સાધના, જિનકલ્પનું જીવન સ્વીકારવાના છે! આચાર્યદેવે સર્વે જિજ્ઞાસુ સાધુ-સાધ્વીને સંબોધીને કહ્યું:
‘હે મહાનુભાવો, ‘જિનકલ્પ' સ્વીકારનાર સાધુને નવમા પૂર્વની ત્રીજી વસ્તુ સુધીનું જ્ઞાન તો અવશ્ય જોઈએ. અને ઉત્કૃષ્ટ જ્ઞાન દશપૂર્વમાં કંઈક ઓછું! * તે મહાનુભાવનું સંઘયણ પહેલું ‘વજ્રઋષભનારાચ' જોઈએ.
* દીનતા વિના તે ઉપસર્ગો સહન કરનાર જોઈએ.
* જિનકલ્પી મુનિને રોગ થાય કે શરીર પર ઘા થાય, તે સહન કરે, પરંતુ ઔષધાદિ ચિકિત્સા ના કરાવે.
*લોચ, (કેશ લંચન) આતાપના, તપશ્ચર્યા વગેરેની વેદના સહન કરે. * ‘જિનકલ્પી’ મુનિ એકલા જ રહે, એકલા જ વિચરે.
* ‘જે સ્થાનમાં રહે, તેમાં ઊંદર વગેરેનાં દર હોય તો બંધ ના કરે. મકાનનાં દ્વાર બંધ ના કરે, સાંકળ ન લગાડે.
* ઘાસની ઝૂંપડીમાં એ મુનિ રહેલા હોય અને પશુઓ એ ઝૂંપડીનું ઘાસ ખાતા હોય તો પશુઓને રોકે નહીં.
૧૧૫૨
* મકાનમાલિક જો કોઈ શરત કરીને, ઊતરવા માટે સ્થાન આપતો હોય તો તેવા સ્થાનમાં ‘જિનકલ્પી’ મુનિ ના રહે.
* કોઈને સૂક્ષ્મ પણ અપ્રીતિ થતી હોય તો તેવા સ્થાનનો ત્યાગ કરે,
* જે સ્થાનમાં દેવ-દેવીને પશુ-બિલ કે ન૨-બલિ ચઢાવાતો હોય, દીપક સળગાવાતો હોય, અંગારા કે જ્વાલા સળગતા હોય તો ત્યાં જિનકલ્પી ના રહે.
* સ્થાનનો માલિક કોઈ કામ ભળાવતો હોય, તેવા સ્થાનમાં જિનકલ્પી ના
રહે.’
For Private And Personal Use Only
ભાગ-૩ ૪ ભવ સાતમો
Page #165
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ દિવસના ત્રીજા પ્રહરમાં જ ભિક્ષા લેવા જાય.
છે જે ગામમાં રહે, તે ગામના છ વિભાગ કરે. પ્રતિદિન એક એક વિભાગમાં ભિક્ષા માટે જાય.
આ એક ગામમાં વધુમાં વધુ સાત “જિનકલ્પી મહાત્માઓ રહી શકે. પરંતુ પરસ્પર બોલે નહીં. એકબીજાની ભિક્ષા માટેની શેરીનો ત્યાગ કરે.
છે અહીં આ ક્ષેત્રમાં કાળના જે વિભાગો છે, તેમાં ત્રીજા અને ચોથા આરામાં જન્મેલા જીવો જ જિનકલ્પને સ્વીકારી શકે છે.
તીર્થંકર પરમાત્મા ધર્મતીર્થની સ્થાપના કરે, પછી જ “જિનકલ્પ' સાધુ સ્વીકારી
શકે.
આ “જિનકલ્પ' સ્વીકારનાર સાધુની ઉંમર, ઓછામાં ઓછી ૨૯ વર્ષની હોવી જોઈએ. ઉત્કૃષ્ટ કરોડો વર્ષ.
આ જિનકલ્પી નવો શ્રતાભ્યાસ ન કરે. પૂર્વોપાર્જિત શ્રુતજ્ઞાનનું એકાગ્રતાથી સ્મરણ કરે.
જિનકલ્પ, પુરુષ જ સ્વીકારી શકે. કૃત્રિમ નપુંસક પણ સ્વીકારી શકે. - જિનકલ્પ સ્વીકારતી વખતે સાધુ વસ્ત્રધારી હોય, પાછળથી વસ્ત્ર પડી જાય કે ચોરાઈ જાય તો સાધુ નગ્ન રહે.
જ “જિનકલ્પ' સ્વીકારતી વખતે સાધુને ત્રણ શુભ લેશ્યાઓ હોય, તેજો, પદ્મ અને શુક્લ વેશ્યા. પરંતુ પછીથી બીજી ત્રણ અશુભ લેશ્યાઓ પણ આવી શકે, કૃષ્ણ, નીલ અને કાપીત વેશ્યા, પરંતુ આ અશુભ લેશ્યાઓ વધારે તીવ્ર ના હોય અને ઝાઝો સમય ટકે પણ નહીં.
જિનકલ્પનો સ્વીકાર કરતાં સાધુને પ્રવર્ધમાન ધર્મધ્યાન હોય, પરંતુ પછીથી એમને આર્તધ્યાન અને રૌદ્રધ્યાન પણ હોય, પરંતુ શુભ ભાવોની પ્રબળતા હોવાના કારણે, અશુભ ધ્યાનના અનુબંધ નથી પડતો.
એક જ સમયે “જિનકલ્પ' નો સ્વીકાર કરનારા સાધુઓ વધુમાં વધુ ૨૦૦ થી ૯૦૦ સુધી હોઈ શકે.
જ જિનકલ્પીઓની ઉત્કૃષ્ટ સંખ્યા બે હજારથી નવ હજાર સુધીની હોય છે. * જિનકલ્પીઓ નાના નાના અભિગ્રહો ધારણ કરતાં નથી. જિનકલ્પી મુનિ કોઈને દીક્ષા ના આપે.
જિનકલ્પીને પોતાના જ્ઞાનમાં દેખાય કે “આ આત્મા અવશ્ય દીક્ષા લેનાર છે, તો તેને ઉપદેશ આપે, અને સંવિગ્ન ગીતાર્થ સાધુઓ પાસે તેને મોકલે. શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧૫૩
For Private And Personal Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
* એવું કોઈ કારણ નથી હોતું એમને, કે જેથી તેઓને અપવાદપદનું સેવન કરવું
પડે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* તેઓ આંખનો મેલ પણ દૂર ના કરે,
* દિવસના ત્રીજા પ્રહ૨માં આહાર-વિહાર કરે. શેષ સમયમાં તેઓ કાર્યોત્સર્ગ ધ્યાનમાં રહે.
* પગની શક્તિ ક્ષીણ થઈ જાય, વિહાર ના કરી શકે તો એક જ ગામમાં રહે. છતાં સાધુધર્મમાં દોષ ના લાગવા દે. પોતાના જિનકલ્પનું બરાબર પાલન કરે.'
જિનકલ્પનો સ્વીકાર કરવા પૂર્વે, આચાર્યદેવે કહ્યા મુજબ સેનમુનિએ વિશિષ્ટ જીવન જીવવા માંડ્યું. આચાર્યદેવનું પૂરું ધ્યાન એમના ઉપર હતું. જોકે આચાર્યદેવને વિશ્વાસ હતો કે સેનમુનિ ‘જિનકલ્પ'નું ઉચ્ચતમ સાધકજીવન જીવવા માટે સક્ષમ છે, યોગ્ય છે, સમર્થ છે. એટલે જ પૂર્વતૈયારી કરાવતાં હતાં તેમની પાસે,
જ્યારે સેનમુનિની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ. આચાર્યદેવે પ્રશસ્ત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ જોઈને, સકળ સંઘને ભેગો કર્યો. પોતાનાં સર્વે સાધુ-સાધ્વીને ભેગાં કર્યાં. આચાર્યદેવે ધીરગંભીર સ્વરે કહ્યું:
‘હે મહાનુભાવો, સ્થવિરકલ્પ અને જિનકલ્પ - બંને કલ્પ સાધુઓ માટે છે. બંને કલ્પોનું પ્રતિપાદન શ્રી તીર્થંકર ૫૨માત્માએ કરેલું છે. અર્થાત્ જિનકલ્પનું સાધુજીવન અને સ્થવિરકલ્પનું સાધુજીવન - બંને પ્રકારનાં જીવન તીર્થંકરદેવે બતાવેલાં છે. બંને પ્રકારનાં જીવનથી મોક્ષમાર્ગની આરાધના થઈ શકે છે. બંને જીવન વચ્ચેનું અંતર મુખ્યતયા એક છેઃ જિનકલ્પનું સાધુજીવન માત્ર ઉત્સર્ગમાર્ગનું અવલંબન લે છે. જિનકલ્પનું સાધુજીવન, અપવાદમાર્ગનું અનુસરણ કરતાં નથી.
મહાનુભાવો, આપણા સાધુસમુદાયમાં એક શ્રેષ્ઠ મુનિવર છે સેનમુનિ! નવપૂર્વેનું એમણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને ‘જિનકલ્પ’ સ્વીકારવા પૂર્વે એમણે પૂરી તૈયારી કરી લીધી છે. આજના શુભ દિવસે તેઓ ‘જિનકલ્પ' અંગીકાર કરે છે. તે પૂર્વે, તેઓ ક્ષમાપના કરશે સહુ સાથે, તે પછી આપણે ક્ષમાપના કરીશું.'
સૈનમુનિએ સહુ સાથે ક્ષમાપના કરતાં કહ્યું:
'जई किंचि पमाएणं न सुठु मे वट्टियं मइ पुव्विं ।
तं भं खामेनि अहं निस्सल्लो निक्कसओ अ ।। '
‘હે ગુણીજનો, નિઃશલ્ય અને નિષ્કષાય બનીને, પૂર્વે પ્રમાદથી જે કંઈ તમારા પ્રત્યે ખરાબ કર્યું હોય, તેની હું ક્ષમા માગું છું.’
૧૧૫૪
ભાગ-૩ ૪ ભવ સાતમો
For Private And Personal Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાં ઉપસ્થિત સાધુઓની આંખો ભીની થઈ ગઈ. સહુ મુનિઓનાં મસ્તક ભૂમિને સ્પર્શ કરીને રહ્યાં. એક સ્થવિર મુનિ ગદ્ગદ્ સ્વરે બોલ્યા:
હે સત્ત્વશીલ મુનીશ્વર, તમે જિનકલ્પ’ ધારણ કરી, તમારું પરમ હિત સાધશો. તમારો માર્ગ કુશળ હો. હે મહામના, અમે અજ્ઞાનવશ, પ્રમાદવશ તમારા પ્રત્યે કોઈ અપરાધ કર્યો હોય, તેની અમે ક્ષમા માગીએ છીએ.'
સેનમુનિ, સિંહની જેમ એકલા ત્યાંથી વિહાર કરી ગયાં. જનસમૂહમાં ને સાધુ સમુદાયમાં એમના ગુણોની પ્રશંસા થવા લાગી.
આચાર્યદેવ હરિષણ, મુનિ પરિવાર સાથે અન્યત્ર વિહાર કરી ગયાં. સાધ્વીસમુદાય સાથે સાધ્વી શાન્તિમતીએ પણ ત્યાંથી વિહાર કર્યો. પલ્લીપતિ, કે જેઓ “ભલમુનિ' તરીકે પ્રસિદ્ધ થયાં હતાં, તેમની ઈચ્છા પણ સેનમુનિની જેમ જીવન જીવવાની હતી. આચાર્યદેવે તેમને
૧. શરીર સંલેખના અને ૨. કપાય સંલેખનાનો શ્રેષ્ઠ માર્ગ સમજાવ્યો.
છેવટે તેમણે તથા મુનિ અમરગુરુએ “અનશનવ્રત' સ્વીકારીને, સાધુજીવન સફળ કર્યું. જ્યારે સેનમુનિ ગામ.. નગર, અરણ્ય તથા શૂન્ય ખંડેરોમાં ધ્યાન ધરતાં.... વિચરતાં હતાં... ગામમાં એક રાત અને નગરમાં પાંચ રાત્રિ-દિવસ વિચરતા રહેતાં.
#
જે
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિપણ! સાત લુચ્ચા, લફંગા મિત્રોની ટોળી જામી ગઈ. વિષેણ જ્યારે ચંપાથી ભાગ્યો ત્યારે તેની પાસે ઝવેરાત હતું. ઝવેરાત વેચતો ગયો અને રૂપિયા ઉડાવતો ગયો. રોજ રાત્રે એના નિવાસસ્થાનમાં મહેફિલ જામતી. શરાબ અને સુંદરીના રવાડે ચઢી ગયો.
પરંતુ જ્યારે તેને એકાંત મળતું ત્યારે એને સેનકુમાર યાદ આવતો અને એના પ્રત્યે ઈર્ષા, દ્વેષ, રોષ અને ધિક્કારની તીવ્ર ભાવના જાગતી. “હું એને મારી નાખું. એને મારીને જ મને સંતોષ થશે.” આ વિચાર એના ચિત્તમાં ઘોળાતો રહેતો હતો.
એક દિવસ સંધ્યાના સમયે વિષેણ સેનકુમારના આવા જ અશુભ વિચારોમાં તલ્લીન હતો, એનો મિત્ર સારંગ આવી ચઢ્યો. વિષેણની પાછળ જઈને ઊભો રહ્યો. પાછળથી એણે વિષેણની બંને આંખો પર પોતાના બે પંજા દાબી દીધાં. વિષેણ સમજી ગયો કે, “આ સારંગ છે.”
કોણ? સારંગ છે ને?' સારંગ હસી પડ્યો, વિર્ષણની પાસે આવીને, ઊભો રહી ગયો, “મિત્ર, આજે કોઈ ગંભીર વિચારમાં છે કંઈ?”
બીજા કોના? સેનકુમારના વિચારમાં છું.” મિત્ર, તું તો ચંપાના સમાચાર જાણતો જ નથી? સેનકુમારે એની પત્ની સાથે ચારિત્રધર્મ સ્વીકારી લીધો. એના બાળપુત્રને રાજસિંહાસન પર બેસાડી દીધો છે. અને જ્યાં સુધી એ યૌવનમાં ન આવે ત્યાં સુધી વિશ્વપુરના મહારાજા એની જવાબદારી સંભાળશે!'
જો સારંગ, મને ચંપાના રાજસિહાસન સાથે કે રાજ્ય સાથે કોઈ સંબંધ નથી, મારે એ કંઈ જોઈતું નથી. “જવાબદારી' નામના જંતુ પ્રત્યે મને નફરત છે. આપણે તો નિબંધ બનીને, જીવવામાં માનીએ છીએ! બસ, ઈચ્છા મુજબ ખાવા-પીવાનું, ઈચ્છા મુજબ ફરવાનું - રખડવાનું અને મોજમજા કરવાની. બસ, મારા જીવનનું એક જ લક્ષ્ય છે, સેનકુમારને જલદીથી જલદી યમલોકમાં પહોંચાડી દેવાનું!'
કૃતમંગલાનગરીમાં જ વિષેણે નિવાસ કર્યો હતો. તેની સાથે જ ચંપાથી સારંગ વગેરે એના મિત્રો આવ્યાં હતાં. ત્રણેક મિત્રો કૃતમંગલાના હતાં. વિષેણ પાસે એના જીવનકાળમાં ન ખૂટે એટલું ધન હતું. એટલે એને પૈસાની કોઈ ચિંતા ન હતી. એને એક જ આકુળતા હતી - સેનકુમારની હત્યા કરવાની! તેણે સારંગને કહ્યું:
૧૧૫૬
ભાગ-૩ ૪ ભવ સાતમો
For Private And Personal Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સારંગ, તું તપાસ કર કે એ સેનસાધુ અત્યારે ક્યાં છે? આપણે ત્યાં જઈએ, એનો પીછો કરીએ.... અને એને મારીએ.'
સારંગ એના ખાસ મિત્ર નારંગને લઈને, સેનમુનિની તપાસમાં નીકળી પડ્યો. તેઓ ચંપાના રાજ્યમાં આવ્યાં. બંને પાસે ઘોડા હતાં. એક એક ગામ-નગરમાં તપાસ કરતાં તેઓ આગળ વધતાં હતાં. ત્રિવેણીનગરીમાં એમણે આચાર્યશ્રી હરિષણને જોયા. વિનયપૂર્વક એમને વંદના કરીને, સેનમુનિ અંગે પૃચ્છા કરી. આચાર્યદેવે કહ્યું: એ મહામુનિ એકલા જ વિચરે છે. “જિનકલ્પ નામના સાધુજીવનની ઉત્કૃષ્ટ સાધના કરે છે. તેઓ અત્યારે ક્યાં વિચરે છે, એ અમે નથી જાણતાં.' “પરંતુ તેઓ આસપાસનાં ગામ-નગરોમાં જ હશે ને?' સારંગે પૂછ્યું.
હા, અમારી આસપાસ ૨૫૩) યોજનાના વિસ્તારમાં જ હોવા જોઈએ. અમે સાંભળ્યું છે કે તેઓ મોટા ભાગે જંગલોમાં, ગુફાઓમાં. ને સ્મશાનગૃહોમાં વધારે રહે છે. ગામ-નગરોમાં તો માત્ર ભિક્ષા માટે જ જાય છે.”
સારંગ અને નારંગે આચાર્યને અને સર્વ સાધુઓને વંદના કરી. અત્યારૂઢ બનીને ચાલી નીકળ્યાં. તેમણે ચંપાની ઉત્તરથી દક્ષિણનો પટ તપાસવા માંડ્યો. પરંતુ તેમને સેનમુનિ ન જડ્યા. દક્ષિણથી તેઓ પૂર્વ દિશા તરફ વળ્યા. ફરતાં ફરતાં તે બંને કોલ્લાક' નામના નાનકડા ગામમાં પહોંચ્યા. જોકે કોલ્લાક ગામ પણ ન હતું. જંગલમાં છૂટા છૂટાં ર૫૩) ઘાસનાં અને માટીનાં ઝૂંપડા હતાં. તેમાં ખેડૂતો રહેતાં હતાં. તેમની પાસે મોટી સંખ્યામાં ગાયો-ભેંસો હતી. બકરીઓનાં ઝુંડ હતાં, અને એ બધાની રક્ષા માટે ૧૦/૧૨ રાક્ષસી કૂતરા હતાં. બે અજાણ્યા ઘોડેસવારોને જોઈને, કૂતરાઓ ધસી ગયા. બંને ઘોડેસવારોએ પોતપોતાના ઘોડાઓની લગામ ખેંચી રાખી.”
એક-બે ઝૂંપડાઓમાંથી સ્ત્રીઓ બહાર નીકળી આવી. “સારંગે પૂછ્યું: ‘ઓ બહેન, અહીં આજકાલમાં કોઈ એકલા જૈન સાધુ આવેલા?”
બહેને કહ્યું: “ગઈ કાલે જ આવેલાં. તેઓ તો જંગલમાં રહે છે. કોઈની સાથે બોલતાં નથી. રાતભર એક જગ્યાએ ઊભા રહે છે. જુઓ, આ ઉત્તર-પૂર્વની વચ્ચે જે ટેકરી દેખાય છે ને? તે માતાજીની ટેકરી કહેવાય છે ત્યાં રહે છે.” સારંગ અને નારંગ ખુશ થઈ ગયાં. મુનિનું પાકું ઠેકાણું મળી ગયું સારંગ, આપણે એક વખત નજરે જોઈ આવીએ તો?”
એ મુનિ આપણને જોઈ ગયો, ઓળખી ગયો તો? માટે આપણે હમણા એ સાધુ પાસે જવું નથી. આપણે વિષેણને લઈ આવીએ પછી શોધીશું. પછી સાધુ જાણે ને વિષેણ જાણે!”
બંને મિત્રો પાછા વળ્યાં. શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧પ૭
For Private And Personal Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કૃતમંગલા આવ્યાં. વિષેણને મળીને બધી વાત કરી. વિષેણ રાજી થઈ ગયો. ‘આપણે આવતી કાલે વહેલી સવારે નીકળી જઈએ!' વિષેણે કહ્યું.
આપણે સાત મિત્રો જઈએ. ત્યાં ‘કોલ્લાક માં ૨૦/૨૫ ઝૂંપડા છે. ખેડૂતોને ૫૨૫ રૂપિયા આપી દઈશું. બે, ત્રણ ઝૂંપડાં બે દિવસ રહેવા મળશે. દિવસે ત્યાં દેવીની ટેકરી પર ફરીશું ને રાત્રે ઝૂંપડીમાં આવીને ખાઈશું, પીશું અને ઊંઘી જઈશું!'
‘ભલે, ખાવાપીવાની સામગ્રી લઈ લેજો. હું મારું કામ પતાવીશ, તમે તમારું કામ કરજો.'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘પરંતુ દેવીની ટેકરી પર એકલા જવાય એવું નથી. ત્યાં આપણે સહુ સાથે જઈશું.’
વિષેણ એના મિત્રો સાથે અશ્વો ૫૨ બેસીને, ‘કોલ્લાક’ પહોંચી ગયો. બે ઝૂંપડાં એમને મળી ગયાં! ઘોડાઓ બહારનાં વૃક્ષો સાથે બાંધી દીધા. ખેડૂતોએ ઘાસ નાખ્યું ધોડાઓને વિષેણ વગેરેને પીવા પાણી આપ્યું.
વિષેણને ઉતાવળ હતી. એને એનું કામ જલદીથી પૂર્ણ કરવું હતું. તેણે પોતાની કમરમાં બે ધારદાર કટારી છુપાવી દીધી હતી, તે દેવીની ટેકરી તરફ ચાલ્યો, ખેડૂતો પાસેથી તેણે રસ્તો જાણી લીધો હતો. આમ તો સીધી જ પગદંડી હતી. ક્યાંક ક્યાંક પથ્થરો પડેલા હતા. થોડા કાંટા પણ હતા. વિષેણે મજબૂત જોડા પહેરેલાં હતાં. એણે પોતાનું માથું કાળા રૂમાલથી બાંધેલું હતું. બદન પર ચામડાની બંડી પહેરેલી હતી. દાઢી અને વાળ વધેલાં હતાં.
વિચારોની ગડમથલમાં થોડી થોડી વારે અટકો એ, ઊપર ચઢ્યો. જંગલમાં ફરતાં નાનકડાં પશુ-પંખીઓ સસલાં, છછૂંદર કે કાચંડાને કારણે સૂકાં પાંદડાનો અવાજ મોટો લાગતો હતો.
દેવીના મંદિરનો આગળનો ભાગ ડુંગરનાં ટોપચાંને સપાટ કાપીને રચવામાં આવેલો હતો. મંદિરની આગળ ખાસ્સી સપાટ જગ્યા હતી. ડુંગર પરથી એ જગ્યાએ પહોંચવા માટે થોડાં પગથિયાં ચડવાં પડે એમ હતાં. એણે ખેડૂતો પાસેથી જાણ્યું હતું કે પેલા સાધુ દેવીના ખંડેરમાં ધ્યાન લગાવીને ઊભા રહે છે.
૧૧૫૮
વિષેણ, ખાખરા અને પીલુડીનાં એકસાથે ઊગેલાં ઝાડ પાસે ઊભો રહ્યો, એ બંને ઝાડનાં થડ અને પાંદડા, એકમેકમાં લપટાઈ ગયાં હતાં. પીલુડીની ટોચ પર બેઠેલાં બે ગીધ એકાએક તીણી કિકિયારીઓ પાડીને ઊડચાં હતાં. વિષેણ એ અવાજથી ચોંક્યો. તેણે ઊડતાં ગીધને જોયાં. એક ગીધ થોડે દૂર પડેલા તોતિંગ પથરા પર આવીને બેઠું. અને લાંબી ડોક કરી ચિત્કારતું રહ્યું. જ્યારે બીજું ગીધ જોરથી પાંખો ફફડાવીને, થોડું ઊંચે ઊડ્યું અને ગોળ ચકરાવા લેવા માંડ્યું. વિષેણે તેની આજુબાજુની
ભાગ-૩ * ભવ સાતમો
For Private And Personal Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઝાડી પર નજ૨ ફેરવી. તેને કશું અજુગતું ના દેખાયું પરંતુ તેના અજ્ઞાત મનમાં કંઈક વિચિત્ર સંવેદનો થતાં હતાં. છતાં તે મંદિરની પાસે જવા માટે પગથિયાં ચઢવા માંડવો. ઉપર પહોંચીને મંદિરની આગળના સપાટ મેદાન પર ઊભા રહીને જોયું તો એના મિત્રો આવતાં દેખાયાં. ‘આ બધા આવે, એ પહેલાં હું એ સેનમુનિને જોઈ આવું.'
વિષેણે મંદિરના ખંડેરમાં પ્રવેશ કર્યો. તેણે અંદરના એક અવાવરુ ભાગમાં મુનિને ધ્યાનસ્થ ઊભેલા જોયાં. એના મનને સંતોષ થયો. તેણે વિચાર્યું: ‘આ સારું થયું. આ સાધુ અહીં એકાંત સ્થળે છે. વળી એની પાસે એકેય હથિયાર નથી! માટે આ પાપીને મારી નાખું... અને વર્ષોની મારી ઈચ્છા પૂર્ણ કરું.' એણે કમરમાં ખોસી રાખેલી કટારી બહાર કાઢી. પુનઃ તેણે મુનિ તરફ જોયું. તેને વિચાર આવ્યો: ‘હમણાં મારા મિત્રો આવી જશે. સારંગ અને નારંગ તો બધી વાત જાણે છે. પરંતુ એ સિવાયના મિત્રો હું ‘મુનિને મારી નાખું' એ વાત પસંદ નહીં કરે. તેમાંય આ સેનમુનિ તો તેજસ્વી અને રૂપવાન દેખાય છે. તેમને જોઈને આ મિત્રો, એમને મારવા જતાં મને રોકશે... માટે હમણાં આને હું ના મારું. રાત્રે મારીશ!' તેણે કટારી મ્યાનમાં નાખી કમરમાં છુપાવી દીધી.
મિત્રો આવ્યા. મુનિને જોયા. રાજી થયા. મંદિરના ખંડેરની આસપાસ ફર્યા, ખુશ થયા. વિષેણે કહ્યું: ‘આપણે મંદિરની આગળના મેદાનમાં બેસીએ. થોડું ખાઈએ. મદ્યપાન કરીએ અને પછી ધીરે ધીરે નીચે ઊતરીએ. સંધ્યા સમય પણ થઈ જશે.
સહુએ ત્યાં ખાધુ-પીધું અને ગપ્પાં માર્યાં. સૂર્યાસ્તમાં બે ઘટિકા સમય બાકી હતો. સહુ નીચે ઊતરવા લાગ્યા.
એક ઝૂંપડામાં મિત્રો સૂઈ ગયા. બીજા ઝૂંપડામાં વિષેણ સૂઈ ગયો. તેને ઊંઘ શાની આવે? તે જાગતો જ પડ્યો રહ્યો. જ્યારે મધ્યરાત્રિનો સમય થયો ત્યારે તે ધીરેથી ઝૂંપડાંમાંથી નીકળ્યો. દેવીની ટેકરીનો રસ્તો હવે એને જાણીતો હતો. તે ઝડપથી ચાલવા લાગ્યો. ટેકરીનો ઢોળાવ સીધો હતો. વિષેણ એ ઢોળાવ પર બને તેટલી ઝડપે ચઢવા માંડ્યો. તેનાં ફેફસામાં પારાવાર શ્વાસ ભરાવા માંડયો. પહાડો ચઢવાનો તેને મહાવરો ન હતો. પરિણામે ઉતાવળ કરવામાં તેને શ્વાસ ચઢી જતો.
એક જગ્યાએ સીધે સીધો લપસ્યો. તેનાં કપડાં ધૂળથી રગદોળાયાં. ઢીંચણ અને હથેળીઓ પણ છોલાઈ હતી. પરંતુ અત્યારે તેને કશાની પરવા ન હતી. તે હતી એટલી શક્તિ વારીને, દેવીના મંદિરે પહોંચવા ઈચ્છતો હતો.
મંદિરના પટાંગણમાં પહોંચીને, વિષે સાવચેતી લીધી. તેના મનમાં ભય હતો. મંદિરની આજુબાજુની જગ્યાથી તે પરિચિત હતો. મંદિરના પાછલા બારણેથી તે પ્રવેશ કરવા માગતો હતો. રાત્રિનો સન્નાટો હતો. તેણે મંદિરમાં પ્રવેશ કર્યો. તેણે થોડી વાર નિરાંતનો દમ લીધો. મધમાખીઓના અવાજ સિવાય ક્યાંય કશો અવાજ
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૫:
For Private And Personal Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ન હતો. તેણે ઊંડો શ્વાસ લીધો, ઈમારતમાંથી વિચિત્ર અવાવરુ જગ્યાની અને કબૂતરોની સડી ગયેલી હગારની વાસ તેના નાકમાં પ્રસરી ગઈ.
તેને એક ખૂણામાં ઊભેલા સેનમુનિ દેખાયા. એ જ ધ્યાનસ્થ મુદ્રા હતી. વિષેણ મુનિરાજની નજીક પહોંચ્યો. તે ભયંકર ક્રોધે ભરાણો, તેણે કમરેથી કટારી કાઢી. તેણે મુનિને કહ્યું: ‘અરે, દુરાચારી, તારા ઈષ્ટદેવનું સ્મરણ કરી લે. હમણાં જ તારો શિરચ્છેદ કરું છું.'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સેનમુનિ તો પરમ આત્મધ્યાનમાં લીન હતાં. તેમણે વિષેણના શબ્દો ના સાંભળ્યા, પરંતુ એક દિવ્યશક્તિએ સાંભળી લીધા.
એવી વિશિષ્ટ જગ્યાઓમાં દિવ્યશક્તિઓ રહેતી હોય છે. એટલે જ આત્મસાધકો, મંત્રસાધકો વગેરે એવી જગ્યાઓમાં જઈને સાધના કરતાં હોય છે. સાધનામાં પેલી દિવ્યક્તિઓ સહાયક બનતી હોય છે.
વિષેણે એ મંદિરના ખંડેરમાં સેનમુનિને એક ખૂણામાં ઊભેલા જોયા હતાં, પરંતુ બીજી બાજુ દેવીની મૂર્તિને ઊભેલી જોઈ ન હતી. ભલે મંદિર તૂટી ગયું હતું, મૂર્તિ તૂટેલી ન હતી. તે મૂર્તિ દૈવી તત્ત્વથી અધિષ્ઠિત હતી. રાત્રિના સમયે એ દૈવીશક્તિ જાગ્રત થયેલી હતી. તેણે ‘અવધિજ્ઞાન’થી જોયું. અવધિજ્ઞાનીને અંધકાર નડતો નથી. ‘અરે, આ દુષ્ટ તો કટારી ઉગામીને, આ મહામુનિને મારવા તૈયાર થયો છે.'
દેવીની મૂર્તિમાંથી પહેલાં ધુમાડો નીકળ્યો. પછી એ ધૂમ્રસેર પ્રકાશમાં બદલાઈ ગઈ... અને તેમાંથી અતિ તેજસ્વી દિવ્યાકૃતિ પ્રગટ થઈ. વિષેણે આકૃતિ જોઈ. અચાનક ન ધારેલી ઘટના બની. એના શરીરે પસીનો વળી ગયો. દેવીએ દિવ્ય ધ્વનિ કર્યો. આખી ટેકરી ધ્રૂજી ઊઠી. વિષેણના હાથમાંથી કટારી છીનવી લીધી અને તેને થાંભલાની જેમ સ્થિર કરી દીધો. વિષેણ બાવો બની ગયો. ન હાલી શકે, ન ચાલી શકે!
દેવીએ તેની ભર્ન્સના કરીને કહ્યું:
‘રે દુષ્ટ, આ તારી કેવી પાપલીલા? આવા વીતરાગ જેવા મહામુનિને મારી નાખવા... આ મધરાતે આવ્યો છે? અનાર્ય છે, તું અનાર્ય! તારો વિવેક પરવારી ગયો લાગે છે. શા માટે આ મુનિને મારવા તૈયાર થયો છે? શા માટે એમના પ્રત્યે આવું વેર રાખે છે?’
૧૧૩૦
વિષેણના જેમ પગ સજ્જડ ચોંટી ગયા હતાં ધરતી પર, તેવી રીતે એની વાણી પણ દેવીએ હરી લીધી હતી. દેવીએ આગળ વધીને કહ્યું: 'તને હું અહીંથી ના જવા દેત, પરંતુ આ મુનિરાજ ક્ષમાના સાગર છે. પ્રભાતે મને ઠપકો આપે માટે તને જવા દઉં છું. ચાલ્યો જા અહીંથી. હવે જો પુનઃ આવીશ તો...'
વિષેણને દેવીએ મુક્ત કર્યો.
For Private And Personal Use Only
ભાગ-૩ * ભવ સાતમો
Page #173
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુક્ત થયેલો વિષેણ મુનિ તરફ ધસ્યો.
ત્યાં જ દેવીએ એની છાતીમાં લાત મારી દીધી. તેના મોઢામાંથી લોહી વહેવા લાગ્યું. તે જમીન પર પડી ગયો. મૂચ્છિત થઈ ગયો.
દેવીએ વિચાર્યું. આ જગ્યામાં આ મહામુનિ રહેલા છે. આ મૂચ્છિત દુષ્ટ પુરુષને મંદિરની બહાર ૧૦૦ ડગલાંની બહાર મૂકી આવું. જેથી મહામુનિની સાધનામાં કોઈ વિક્ષેપ ના થાય!'
વિષેના શરીર પર એકેય શસ્ત્ર દેવીએ રહેવા ના દીધું. એના દેહને ઉપાડીને, વનની ગીચ ઝાડીમાં મૂક્યો. એની મૂચ્છ દૂર થઈ એટલે દેવીએ કરુણાથી પ્રેરાઈને એને ઉપદેશ આપ્યો.. અને દેવી અદૃશ્ય થઈ ગઈ.
દુષ્ટ પુષ્પો કોઈનો પણ ઉપદેશ હૃદયમાં ઉતારતાં નથી. દેવી અદશ્ય થઈ ગયા પછી વિષેણ પાછો રોષે ભરાય. “હું મારા વેરીને મારી ના શક્યો. મારે એના ટુકડે ટુકડા કરી નાખવા હતાં. પણ વચ્ચે આ દેવી આવી ગઈ.
આમ વિચારતો હતો, ત્યાં તો પાછળથી એની પીઠમાં ભાલો ખેંચ્યો. તે ઊભો થયો. પાછળ જંગલી શબરો હતાં. તેમના હાથમાં ભાલા હતાં. ઈશારાથી તેમણે વિષેણને આગળ ચાલવાં કહ્યું. વિષેણ ચાલવા માંડ્યો. ભૂખ અને તરસથી એના પ્રાણ જતાં હતાં. પરંતુ એ માનવભક્ષી શબરીના હાથમાં ફસાયો હતો.
‘વોખેિલ” નામની અટવીમાં, પેલા બે શબરો વિષેણને લઈ ગયાં. ત્યાં બીજા શબરી રહેલાં હતાં. ગીધડાઓને મારીને એનાં પીછાં ભેગા કરતાં હતાં. પછી એ ગીધોને રાંધ્યા વિના એમ જ ખાઈ જતાં હતાં. વિષેણને એ શબરીએ મારી નાખ્યો. એના માંસની મહેફિલ ઉડાવી. * વિષેણનો જીવ મરીને છઠ્ઠી નરકમાં ગયો. સેનમુનિએ અંતે સંલેખના કરી. અનશન કર્યું. પંડિત મૃત્યુ પામ્યા. તેમનો ભવ્ય આત્મા “નવમાં રૈવેયક દેવલોકમાં દેવ થયો.
ક
એક
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧૧
For Private And Personal Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સમાદિત્ય-મહાથા
ભવ: આઠમો
ગુણચંદ્ર (મનુષ્ય)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાનમંતર
(વિદ્યાધર મનુષ્ય)
For Private And Personal Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક સંક્ષિણ
1
TI
કહાવલી’ ગ્રંથમાં લલ્લિગ શ્રાવકનો વૃત્તાંત આવે છે.
- લલ્લિગ શ્રાવક દેવગુરુનો ભક્ત હતો, પરંતુ પૈસે-ટકે દુઃખી હતો. ગરીબાઈથી તે કંટાળી ગયો હતો. ભટકતો થઈ ગયો હતો.
એક દિવસ તે આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી પાસે ગયો, વંદન કરીને તે બેઠો. ગુરુદેવે કહ્યું: ‘લલ્લિગ, હવે ભટકવાનું બંધ કર.”
ગુરુદેવ, તો પછી મને દીક્ષા આપો, જેથી પરલોકનું હિત તો હું સાધી શકું.'
આચાર્યદેવે પોતાના જ્ઞાનપ્રકાશમાં લલ્લિંગનું ભવિષ્ય જોયું, અને કહ્યું: ‘લલ્લિગ, થોડા દિવસમાં જ તારી દરિદ્રતા દૂર થશે. તું ધનવાન બનીશ.” લલ્લિગની નિરાશા દૂર થઈ. તેણે ગુરુદેવને વંદના કરી અને સ્વસ્થાને ગયો. જ એક વેપારમાં લલ્લિગ અઢળક ધન કમાયો.
આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીના રચેલા ગ્રંથો લખાવવામાં તેણે ખૂબ ધન ખચ્યું.
ક આચાર્યદેવ રાત્રે પણ ગ્રંથરચના કરી શકે તે માટે, લલ્લિગે અંધકારમાં પ્રકાશ કરનારું ઉત્તમ રત્ન લાવીને, ઉપાશ્રયમાં મૂક્યું.
જ જીવનપર્યત લલ્લિગ હરિભદ્રસૂરિજીની સેવામાં રહ્યો હતો. તે પણ સંસ્કૃત-પ્રાકૃત ભાષાનો જાણકાર બન્યો હતો. તેણે શ્રુતભક્તિ અને ગુરુભક્તિથી પોતાનું જીવન ધન્ય બનાવ્યું હતું.
૦ ૦ ૦
For Private And Personal Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
{LઉપH]
અયોધ્યાનો રાજકુમાર ગુણચંદ્ર નગરના બાહ્ય ઉદ્યાનમાં પરિભ્રમણ કરી રહ્યો હતો. વનપાલકે ઉદ્યાનને હર્યુંભર્યું રાખ્યું હતું. ઉદ્યાનમાં ગુલાબ, મોગરો, ચમેલી, જૂઈ, રાતરાણી... વગેરે પુષ્પોના છોડ હતાં. અશોક, લીમડો, પીપળ, વડ... વગેરે અનેક પ્રકારનાં વૃક્ષો હતાં.
ગુણચંદ્ર યુવાન હતો. શસ્ત્રકળામાં પારંગત હતો. વિવિધ કળાઓમાં પણ તે નિપુણ બનેલો હતો. તે રૂપવાન હતો, છતાં સ્ત્રીઓ તરફ તે ઉદાસીન રહેતો હતો. તે ગુણવાન હતો, છતાં એની નમ્રતા અખંડ હતી. ગુણચંદ્ર પ્રકૃતિપ્રેમી હતો. એ પ્રકૃતિપ્રેમથી આકર્ષાઈને લગભગ રોજ ઉદ્યાનમાં આવતો હતો. ક્યારેક એના મિત્રો પણ ઉદ્યાનમાં સાથે આવતા. દાસ-દાસી પણ કુમારની પાછળ પાછળ આવી જતાં. તેઓ ઉદ્યાનમાં દૂર કરતાં, ધ્યાન કુમારનું રાખતાં.
એક દિવસની વાત છે. કુમાર ગુણચંદ્ર જૂઈની વેલ પાસે ઊભો રહી, જૂઈનાં શ્વેત પુષ્પોને જોઈ રહ્યો હતો, એ વખતે ત્યાં મહાભય ઉત્પન્ન કરનાર ભયંકર અવાજ થયો. જાણે બન્ને કોઈ મહાપર્વતને તોડવા વજનો પ્રહાર કર્યો હોય ને જેવો જોરદાર ધડાકો થાય, તેવો પ્રચંડ ધમાકો થયો. મિત્રો ધ્રુજી ગયા... દાસ-દાસીઓ ગભરાઈને દોડી આવ્યાં. “શું થયું? શું થયું?” ની બૂમો પાડવા લાગ્યાં. પરંતુ કુમાર નિર્ભય રહ્યો. અડગ અને અડોલ રહ્યો. તેણે મિત્રોને કહ્યું: ‘તમે ડરશો નહીં. હું તમારી સાથે છું!
એટલામાં પાસેનું જ તોતિંગ વૃક્ષ મૂળમાંથી જ ખડીને, કુમારની પાસે પડ્યું. વૃક્ષની એક ડાળીનો પણ તેને ઘસરકો લાગ્યો નહીં.... અચાનક બની ગયું. કોઈ કારણનો વિચાર કરે એ પહેલાં બની ગયું. કુમારે ચારે બાજુ દૃષ્ટિ દોડાવી, પરંતુ કિંઈ દેખાયું નહીં..
આપણે સહુ જમીન પર બેસી જઈએ અને ઈષ્ટદેવનું સ્મરણ કરીએ... આ કામ કોઈ પશુનું નથી કે કોઈ મનુષ્યનું નથી. ત્યાં ઉપસ્થિત સહુએ પોતાના ઇષ્ટ દેવનું સ્મરણ કરવા માંડ્યું. ગુણચંદ્ર ક્ષેત્રપાલ'નું સ્મરણ કરવા માંડ્યું... ઉત્કૃષ્ટ પુષ્યના ઉદયવાળો પુરુષ દેવને પણ બોલાવી શકે છે. ગુણચંદ્ર ક્ષેત્રપાલનું સ્મરણ કરતાં, “ગમન રતિ” નામનો ક્ષેત્રપાલ દેવ ત્યાં આવી ગયો. જે અદશ્ય શક્તિએ ભયંકર અવાજ કરીને, મહાભય ઉત્પન્ન કર્યો હતો અને તોતિંગ વૃક્ષને પાડી નાખી કુમારને કચરી નાખવાનો પ્રયત્ન કર્યો હતો, તે અદશ્ય શક્તિને, અદશ્ય રહેલા ક્ષેત્રપાલે પરાજિત કરી, ભગાડી દીધી!
૧૧૪
ભાગ-૩ ૪ ભવ આઠમો
For Private And Personal Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અદશ્ય જગતમાં આવું બધું બન્યા કરતું હોય છે. જેવી રીતે દશ્ય જગત છે, તેવી રીતે અદશ્ય જગત પણ છે! ક્યારેક ક્યારેક અદૃશ્ય જગતમાં ડોકિયું કરીને જોનાર યોગીપુરુષો, એ જગતની અવનવી વાતો કહેતાં હોય છે. જોકે આ વાત કોઈને કહેવાની ઓછી હોય છે. સામાન્ય બુદ્ધિના મનુષ્યનાં મનમાં ન સમજાય એવી એ વાતો હોય છે.
પરંતુ આ વિશ્વમાં દેખાતાં બધાં કાર્યોનાં કારણો દશ્ય-દેખાતાં નથી હોતા. દેખાતાં કાર્યનું કારણ અદશ્ય પણ હોય છે, પરંતુ કારણરૂપે એને માનવું પડે છે.
૦ ૦ ૦ વિષેણ મરીને નરકમાં ગયો હતો.
નરકમાં અસંખ્ય વર્ષ સુધી કારમાં દુઃખ એણે સહ્યાં હતાં. ત્યાંનું આયુષ્ય પૂર્ણ થયા પછી, તેનાં ઘણાં ઘણાં પાપકર્મ ભોગવાઈ ગયાં હતાં, છતાં જે કોઈ પાપકર્મ બાકી રહી ગયેલાં, તે પાપકર્મ તેણે પશુઓના આઠ-દસ ભવો કરીને ભોગવ્યાં. ત્યાર પછી એને એક મનુષ્યભવ મળ્યો.
છત્રા નામની નગરીમાં જન્મ્યો. ગરીબ માતા-પિતાની ઝૂંપડીમાં જન્મ્યો. પિતા કેશવ અને માતા કાશીએ પુત્રનું નામ “ચંદ્ર રાખ્યું.
ચંદ્ર જેવો એ સૌમ્ય હતો. અને ઓછાબોલો હતો. એના ભાગ્યમાં ભણવાનું તો હતું જ નહીં. એ જ્યારે ૮-૧૦ વર્ષનો થયો, ગામનાં થોડાં પશુઓને ચરાવવા માટે જંગલમાં લઈ જતો. એને જંગલમાં ફરવાનું ગમતું. એ પશુઓની રક્ષા કરતો. એમને પ્રેમથી ચરાવતો...
નગરની પાસે, થોડે જ દૂર એક પહાડી હતી. પહાડીની આસપાસ જંગલ હતું. મોટા ભાગે ચંદ્ર એ જંગલમાં જ પશુઓને લઈને જતો. પશુઓને યોગ્ય ઘાસ અને વૃક્ષોનાં પાંદડાં ખૂબ મળતાં ત્યાં. ચંદ્ર ક્યારેક ક્યારેક પહાડીની કોઈ ગુફામાં પણ ફરી આવતો. બહુ ઊંડો નહોતો જતો, એને ભય લાગતો. એણે સાંભળેલું કે ગુફામાં સિંહ અને વાઘ રહેતા હોય છે!
એક દિવસ સિંહ-વાઘના બદલે ગુફામાં એક યોગીનાં દર્શન થયા. ચંદ્રને હર્ષ થયો. તેણે પ્રણામ ક્યાં..
પછી તો રોજનો ક્રમ થઈ ગયો. ધીરે ધીરે ચંદ્ર એમની સેવા કરવા લાગ્યો. ક્યારેક ફળ લાવે, ક્યારેક દૂધ લાવે. એક મહિના સુધી એ યોગીની સેવા કરી. યોગી એના પર પ્રસન્ન થયા. યોગીએ ચંદ્રને કહ્યું:
હે વત્સ, તારી સેવાથી હું તારા પર પ્રસન્ન થયો છું. તું માગ, જે તારે જોઈતું હોય તે!'
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧૬
For Private And Personal Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુદેવ, મારે કંઈ જોઈતું નથી. મારાં આ પશુઓ હેમખેમ રહે અને મારાં માતા-પિતા સુખી રહે એટલે બસ!' યોગીપુરુષે આશીર્વાદ આપ્યા, ને તેઓ ચાલ્યા ગયાં. ચંદ્રનો જંગલમાં જવા-આવવાનો ક્રમ ચાલતો રહ્યો. એક દિવસ અણધારી ઘટના બની. ચંદ્ર એક વૃક્ષની છાયામાં બેઠો હતો. પશુઓ એના આસપાસ ચરતાં હતાં. ત્રીજો પ્રહર પૂર્ણ થયો હતો. ચોથા પ્રહરનો પ્રારંભ થયો હતો.... અને અચાનક એક ગાય બરાડી ઊઠી. ચંદ્ર સફાળો ઊભો થઈ ગયો. એને અમંગલની ફાળ પડી. એણે એ ગાય તરફ જોયું. એની આંખો પહોળી થઈ ગઈ. એક વાધ ગાય ઉપર તૂટી પડ્યો હતો. ગાય પોતાનાં શિંગડાંથી વાઘનો સામનો કરી રહી હતી. ચંદ્ર દોડ્યો. તેની પાસે મજબૂત લાકડી હતી...
ચંદ્ર વાઘ પર ધડાધડ લાકડીના પ્રહાર કરવા માંડયા. બીજી બાજુ પચાસ ગાયો ભેંસો ત્યાં દોડી ગઈ.. વાઘને ઘેરી લીધો... વાઘ પર શિંગડાંના પ્રહાર થવા માંડ્યા... ચંદ્ર તો એનામાં જેટલું જોર હતું, તે સમગ્ર જોરથી લાકડીના પ્રહાર કરે. જતો હતો.... વાઘ મરી ગયો, ગાય બચી ગઈ... પરંતુ ચંદ્ર લોહીલુહાણ થઈ ગયો... જીવરક્ષાનો આનંદ એના મુખ પર હતો... ચંદ્રનાં માતા-પિતા શોધતાં શોધતાં ત્યાં આવ્યા. પશુઓ બધાં ચંદ્રને ઘેરીને ઊભા હતાં. પશુઓના માલિકો પણ ત્યાં આવી પહોંચ્યા. ચંદ્રની માતા, ચંદ્રના પિતા. કલ્પાંત કરવા લાગ્યાં. લોકોએ કપડાનો થેલો બનાવ્યો, ચંદ્રને તેમાં સુવાડ્યો અને સહુ નગરમાં લઈ આવ્યા. ઉપચારો કરવામાં આવ્યા. એક મહિને તે સારો થયો. પછી રોજ ચંદ્ર જીવદયાનું ખૂબ પાલન કરવા લાગ્યો. પરિણામે તેણે આરોગ્યના કારણભૂત શતાવેદનીય કર્મ બાંધ્યું અને સૌભાગ્ય તથા યશના કારણભૂત સૌભાગ્ય નામકર્મ અને યશકીર્તિ નામકર્મ બાંધ્યું.
તેનું આયુષ્ય પૂર્ણ થયું. તેનું મૃત્યુ થયું. તેનો જન્મ વતાયપર્વત પર વિદ્યાધર-કુળમાં થયો, રથનૂપુર રાજ્યના ચક્રવાલપુરમાં તેનો જન્મ થયો. પિતાનું નામ ચક્રવર્તી હતું, માતાનું નામ ચક્રેશ્વરી હતું. તેનું નામ “વાનમંતર પાડવામાં આવ્યું. યોગ્ય ઉંમરમાં આવતા વાનમંતરને અનેક કળાઓ સાથે કુળ પરંપરાથી ચાલી આવતી વિદ્યાઓ સાધવાનો આમ્નાય આપવામાં આવ્યો. ૧૫99
ભાગ-૩ + ભવ આઠમો
For Private And Personal Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આકાશગામિની વિદ્યા, અદશ્યકારિણી વિદ્યા... વગેરે અનેક વિદ્યાઓ તેણે સિદ્ધ કરી.
જેવી રીતે દેવોની દુનિયામાં વાનમંતર દેવો વિલાસી હોય છે, કુતૂહલપ્રિય હોય છે અને પરિભ્રમણશીલ હોય છે, એ જ રીતે આ વિદ્યાધરપુત્ર “વાનમંતર પણ વિલાસી હતો. કુતૂહલપ્રિય હતો અને પરિભ્રમણશીલ હતો. તે રૂપવાન હતો, પરાક્રમી હતો અને વિદ્યાધરોની દુનિયામાં લોકપ્રિય યુવાન હતો.
વિદ્યાધરો, જો એમની પાસે વિશિષ્ટ વિદ્યાસિદ્ધિઓ હોય તો, તેઓ જંબુદ્વીપથી માંડીને આઠમા નંદીશ્વરદ્વીપ સુધી જઈ શકે છે.
વાનમંતરે જંબુદ્વીપના ભરતક્ષેત્રના “અયોધ્યા નગરની પ્રશંસા સાંભળી. કોઈ પરિભ્રમણશીલ વિદ્યાધરે જ તેની સમક્ષ અયોધ્યાની પ્રશંસા કરી હતી. અયોધ્યાના ખૂબ સુંદર મદનનંદન' નામના ઉદ્યાનની પ્રશંસા કરી હતી. વાનમંતર આકાશમાર્ગે ગમન કરીને, અયોધ્યાના એ મદનનંદન ઉદ્યાનમાં પહોંચ્યો. વિશાળ ઉઘાન હતું. એ ઉદ્યાનમાં તેણે રાજકુમાર ગુણચંદ્રને જોયો...
જે ગુણચંદ્રને જોનારા, પહેલી જ દૃષ્ટિએ ગુણચંદ્રના અનુરાગી બની જતા હતા, પ્રશંસક બની જતા હતા, એ ગુણચંદ્રને પહેલી જ નજરે જોતાં વાનમંતરના ચિત્તમાં રોષ પ્રગટ થયો! વાનમંતર ગુણચંદ્રને ધિક્કારવા લાગ્યો... જેમ જેમ જોતો ગયો, વિચાર કરતો ગયો, તેમ તેમ એનો દ્વેષ પ્રબળ થતો ગયો.
એ અદશ્ય થઈને ગુણચંદ્રને જતો હતો. એને પોતાની વિદ્યાશક્તિઓનું અભિમાન જાગ્યું. ‘મને આ રાજકુમાર દીઠો ગમતો નથી, હું એને ભયભીત કરીને મારી નાખું.” વિચાર જાગ્યો.
ગુણચંદ્ર સાથે વાનમંતરને ઓળખાણ નથી થઈ, બંને વચ્ચે બોલવાનો વ્યવહાર નથી થયો... પરસ્પર કોઈ સંબંધ બંધાયો નથી. છતાં, માત્ર પૂર્વજન્મના સંસ્કાર જાગ્યા અને તીવ્ર દ્વેષ પ્રગટ્યો... વાનમંતર પૂર્વજન્મનો વિષેણનો જીવ હતો ને!
૦ ૦ ૦. ગુણચંદ્ર પાસે વિદ્યાશક્તિઓ ન હતી, પરંતુ પુરબળ એટલું પ્રબળ હતું કે દેવીશક્તિ એને સહાય કરવા તત્પર રહેતી હતી. જે દૈવીશક્તિ, વાનમંતરની વિદ્યાશક્તિ કરતાં ચઢિયાતી હતી. સર્વોપરી હતી.
કર્મોની કેવી વિચિત્રતા હતી! વાનમંતર એની વૈતાઢચપર્વતની દુનિયામાં લોકપ્રિય હતો, પરોપકારી હતો અને સુપ્રસિદ્ધ હતો. જ્યારે બીજી બાજુ એ ગુણચંદ્ર પ્રત્યે હેપી બન્યો હતો. ગુણચંદ્રનો વેરી બન્યો હતો. ક્ષેત્રપાલે એને અપમાનિત કરીને,
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧
For Private And Personal Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કાઢી મૂક્યો હતો, તે પોતાના સ્થાને જતો રહ્યો હતો, પરંતુ તે પછી તેના ચિત્તતંત્રનો કબજો ગુણચંદ્રે લઈ લીધો હતો. ‘હુ ગુણચંદ્રને મારીશ!' આવી ગ્રંથિ બંધાઈ ગઈ હતી એના ચિત્તમાં,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અગ્નિશર્માના જન્મમાં એણે જે ‘નિયાણું' કર્યું હતું, ગુણસેનરાજાને ભવોભવ મારવાનું, એ નિયાણાનો આ પ્રભાવ હતો. એને ગુણચંદ્રનાં દર્શન થતાં જ મારવાની ઈચ્છા જાગ્રત થઈ ગઈ.
ગુણચંદ્રે તો વાનમંત૨ને જોયો જ ન હતો. વાનમંતરે અદૃશ્ય રહીને, ઉપદ્રવ કર્યો હતો એને ભગાડવાનું કામ પણ ગુણચંદ્રે કર્યું ન હતું. ગુણચંદ્ર તરફ સ્નેહભાવ રાખનારા ક્ષેત્રપાલે કર્યું હતું! આમેય ગુણચંદ્રના મનમાં સંસારના સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ હતો... કોઈ પણ જીવ પ્રત્યે શત્રુભાવ હતો જ નહીં. મૈત્રીભાવ પણ સામાન્ય કોટિનો ન હતો. વિશેષ પ્રકારનો હતો. અહિત કરનારને પણ ગુણચંદ્ર શત્રુ માનતો ન હતો, મિત્ર જ માનતો હતો.
જે સમયની આ વાત છે, એ સમયે અયોધ્યાના સામ્રાજ્યની સંપૂર્ણ ભારતમાં બોલબાલા હતી. ભારતનાં બધાં જ રાજ્યોમાં અયોધ્યાનું રાજ્ય સર્વોપરી ગણાતું હતું. એનો ભંડાર, એની સેના, એનું પરાક્રમ... બધું જ સર્વોપરી હતું. છતાં મહારાજા ‘મૈત્રીબળ' પ્રજાપ્રિય રાજા હતા. અન્ય રાજ્યો સાથે તેમની મૈત્રી અખંડ હતી.
મહારાજાની પટ્ટરાણી પદ્માવતી, સુશીલ મહાસતી સન્નારી હતી. તે રૂપવતી હતી તેવી જ ગુણવતી હતી. જ્યારે ગુણચંદ્ર એના પેટે અવતર્યો હતો ત્યારે રાણીએ સ્વપ્નમાં ‘મહાસરોવ૨' જોયું હતું, તે પણ મુખમાંથી પેટમાં પ્રવેશ કરતું મહાસરોવર જોયું હતું! સ્વપ્ન જોઈને તે જાગી ગઈ હતી. મહારાજાને સ્વપ્ન કહી બતાવ્યું હતું. ‘તને મહાસરોવરમાં તરતા રાજહંસ જેવો પુત્ર થશે!' આ મહારાજાનો સ્વપ્નનો ફલાદેશ હતો. રાણી હર્ષથી રોમાંચિત થઈ ગઈ હતી. તેણે ખૂબ સારી રીતે ગર્ભનું પાલન કર્યું હતું. કુમારના જન્મ સમયના ગ્રહો પણ શ્રેષ્ઠ હતા.
* મહારાજાએ ગરીબોને મહાદાન આપ્યું હતું.
* કારાવાસના કેદીઓને મુક્ત કરી દીધા હતા.
૧૧૩
* મંદિરોમાં વિશિષ્ટ કોટિની પૂજાઓ - ઉત્સવો કરાવ્યાં હતાં.
* નગરજનોએ પોતપોતાનાં ભવનોને શણગાર્યાં હતાં અને વાજિંત્રો વગાડ્યાં
હતાં.
* શેરીએ શેરીએ તરુણ સ્ત્રીઓએ નૃત્ય કર્યાં હતાં...
* રાજાને શ્રેષ્ઠીઓએ શ્રેષ્ઠ વધામણાં આપ્યાં હતાં.
For Private And Personal Use Only
ભાગ-૩ * ભવ આઠમો
Page #181
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજમહેલ ઇન્દ્રભવન બની ગયો હતો. આ સર્વત્ર હર્ષ... આનંદ અને ઉલ્લાસ વ્યાપેલો હતો. ગુણચંદ્રમાં ઘણાંબધાં મૌલિક ગુણો તો હતા જ. પરંતુ એને વિવિધ વિષયોનું જ્ઞાન-વિજ્ઞાન આપવા અને વિવિધ કલાઓ શીખવવા અનેક વિદ્વાનો, વિશારદો અને કલાકારોને રાજાએ રોક્યા હતાં. કુમારને જ્ઞાનપ્રાપ્તિની અને કલાપ્રાપ્તિની તીવ્ર જિજ્ઞાસા હતી જ,
કે તેણે લેખન-વાંચન શીખી લીધું.
ચિત્રકળા, નાટ્યકળા, ગીત અને વાદન શીખી લીધું. છે કાવ્યોમાં આર્યા આદિ છંદ શીખી લીધાં, માગધિકા, ગાથા, ગીતિ, લોક... વગેરે શીખી લીધાં.
સ્ત્રી-લક્ષણ, પુરુષ-લક્ષણ, અશ્વ-લક્ષણ, ગજ-લક્ષણ વગેરે લક્ષણશાસ્ત્ર ભણી લીધું.
છે. ચંદ્રચાર, સૂર્યચાર, રાહુચાર, ગ્રહચાર વગેરે જ્યોતિષ અંગેનું જ્ઞાન-વિજ્ઞાન મેળવી લીધું.
જે વિદ્યાઓ અને મંત્રોનાં રહસ્ય જાણી લીધાં. જ બૃહ, પ્રતિબૃહ, લશ્કર, છાવણી, નગરનિર્વશ... વગેરે જાણી લીધું. છેખાસ કરીને અપશિક્ષા અને હસ્તીશિક્ષા શીખી લીધી. હિરણ્યવાદ, સુવર્ણવાદ, મણિવાદ, ધાતુવાદ જાણી લીધા.
બાહુયુદ્ધ, દંડયુદ્ધ, મુષ્ટિયુદ્ધ, મલ્લયુદ્ધ વગેરે તમામ પ્રકારનાં યુદ્ધોમાં નિપુણતા પામી લીધી.
- ધાન્યકળા અને ભોજનકળા પણ શીખી લીધી. તેણે અધ્યયનકાળમાં અધ્યયન જ કર્યું. તેણે દુનિયાની કોઈ કળા બાકી રાખી ન હતી, પરંતુ તેને અતિ પ્રિય હતી ચિત્રકળા! અને ગીત-સંગીતની કળા:
રક
રક
શ્રી સમરાદિત્ય મહાકથા
9996
For Private And Personal Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉતરાપરના શંખપુર નગરના રાજમહેલમાં મધ્યરાત્રિના સમયે પણ દીપકો જલતાં હતાં. મહારાજા શાંખાયન અને રાણી કાન્તિમતી ગંભીર ચર્ચા કરી રહ્યાં હતાં.
‘દેવ, આપણી રનવતી માટે શું ત્રણે ભુવનમાં કોઈ યોગ્ય વર હશે ખરો?'
‘દેવી, “વહુરત્ના વરjઘર'! આ પૃથ્વી અનેક રત્નોને પેદા કરે છે... રત્નાવતીને યોગ્ય વર જરૂર મળશે.'
સ્વામી, પુત્રીના અદભુત રૂપને જોતાં અને એના વિશાળ વિજ્ઞાનનો વિચાર કરતાં... મને નથી લાગતું કે એને યોગ્ય વર મળી જાય! હવે રત્નાવતી વિવાહ યોગ્ય થઈ છે...' રાણીએ નિરાશાના સૂરો કી.
દેવી, ચિંતા ના કરો. રત્નાવતી જેમ રૂપવતી છે, ગુણવતી અને વિદ્યાવતી છે, તેવી રીતે તે પુણ્યશાલિની છે કે નહીં?”
છે ? દેવી, એનું પ્રબળ પુષ્પ જ એના માટે વર લઈ આવશે!' એટલે પછી આપણે કોઈ પ્રયત્ન નહીં કરવાનો?”
કરવાનો પ્રયત્ન. મેં ગઈ કાલે જ સુયોગ્ય પુરુષોને જુદાં જુદાં રાજ્યોમાં મોકલ્યા છે. તેઓ રાજકુમારોને જોશે. જે રાજકુમાર તેમને રનવતી માટે યોગ્ય લાગશે, તે રાજકુમારોનાં ચિત્ર લઈને આવશે! આપણે એ ચિત્ર જોવાનાં... પછી વરની પસંદગી કરવાની!'
બહું સારું કર્યું આપે... પ્રયત્ન કરવાથી ક્યારેક સફળતા મળી જાય...' કાન્તિમતીના મુખ પર આનંદ છવાયો.
૦ ૦ ૦ ભૂષણ અને ચિત્રમતી નામના બે ચતુર રાજપુરુષો અયોધ્યામાં આવ્યાં હતાં. તેઓ નગરની એક ધર્મશાળામાં ઊતર્યા હતા. તેમણે ધર્મશાળાના કાર્યવાહકના મુખે રાજકુમાર ગુણચંદ્રની પ્રશંસા સાંભળી... જોકે આવો અનુભવ તેમને બીજા રાજ્યોમાં પણ થયો હતો. પ્રજાજનો પોતપોતાના રાજ્યના કુમારોની પ્રશંસા કરે, તે સ્વાભાવિક હતું. કોઈ રાજ્યમાં કુમારની નિંદા કરનાર પણ મળ્યાં હતાં. પરંતુ આ બે વિચક્ષણ પુરુષો, કુમારોની નિંદા-પ્રશંસા સાંભળીને, નિર્ણય કરે, તેવા ન હતાં.
તેઓ ઉત્તમ ભેટ લઈને, રાજમહેલમાં ગયાં.
૧૧૭૦
ભાગ-૩ + ભવ આઠમો
For Private And Personal Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ્યયોગે, તેઓ સર્વપ્રથમ ત્યાં પહોંચ્યાં કે જ્યાં રાજકુમાર ગુણચંદ્ર ધનુર્વિદ્યાનો અભ્યાસ કરી રહ્યો હતો. તેમાંય તે “રાધાવેધ' સાધી રહ્યો હતો. ધનુર્વિદ્યાનો આ શ્રેષ્ઠ પ્રયોગ હતો. અભ્યાસ પૂર્ણ કરીને કુમાર સ્વસ્થાને ચાલ્યો ગયો, પરંતુ ભૂષણ અને ચિત્રમતી-બંનેના હૃદયમાં કુમાર વસી ગયો!
* સપ્રમાણ દેહ. છે કમળ જેવી આંખો.
ઊજળો વાન. જ અદ્દભુત લાવણ્ય. ક સુંદર દેહ-વિભૂષા.
અદ્વિતીય ધનુર્વિદ્યા. પહેલી નજરે જ ગમી જાય તેવી મુખાકૃતિ. ક તીવ્ર આકર્ષણ.
ભૂપણે ચિત્રમતીને કહ્યું: “આપણે કુમારને મળવાની તક ખોઈ નાખી.. હવે કુમારને ક્યાં અને કેવી રીતે મળીશું?”
ચિત્રમતી પણ વિચારમાં પડી ગયો... બંને રાજપુરુષોએ થોડી ક્ષણો વિચારમાં જ પસાર કરી. ચિત્રમતીએ ભૂષણ સામે જોઈને કહ્યું: “પહેલાં તો આપણે રાજસભામાં જઈને, મહારાજાને ભેટ આપીએ. પછી આપણા ઉતારે જઈને, રત્નપતીનું ચિત્ર બનાવીએ અને એ ચિત્ર લઈને, આપણે કુમાર પાસે જઈએ. કહે, મારી યોજના તને કેમ લાગે છે?” સરસ! આપણે એમ જ કરીએ....”
૦ ૦ ૦. બંને રાજપુરુષોએ રાજસભામાં જઈને પોતાનો પરિચય આપ્યો. શંખપુરના મહારાજા તરફથી ભેટ આપી. મહારાજા મૈત્રીબળે અયોધ્યા આવવાનું પ્રયોજન
પૂછ્યું:
અમે અયોધ્યાની પ્રશંસા સાંભળીને, અયોધ્યાનાં દર્શન કરવા માટે આવ્યા છીએ.”
તમારે આજથી રાજ્યના અતિથિગૃહમાં રહેવાનું છે. મહારાજાએ આજ્ઞા કરી.'
જેવી આપની આજ્ઞા....” કહી બંને રાજપુરુષો ત્યાંથી બહાર નીકળી ગયા. તે બંનેને અતિથિગૃહમાં લઈ જનારા મંત્રીએ એ બંનેના નામ જાણી લીધાં, થોડો પરિચય લઈ લીધો.
ભૂષણે અને ચિત્રમતીએ સ્થાનાંતર કરીને, પહેલું કામ રત્નાવતીનું ચિત્ર બનાવવાનું કર્યું. બંને સારા ચિત્રકાર હતા. જેવી રનવતી હતી, તેવું જ સુંદર ચિત્ર બનાવ્યું, શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧૧
For Private And Personal Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને ચિત્રપટને લઈ, શંખપુરના એ રાજપુરુષો કુમારની પાસે રાજમહેલમાં ગયા. કુમારને મળ્યા. રાજકુમારીનું ચિત્ર કુમારની સામે મૂકીને બોલ્યા:
હે રાજકુમાર, અમે ઉત્તરાપથના શંખપુરથી આવ્યા છીએ. આપનાં દર્શન કરીને, અમે આનંદિત થયા છીએ, અમે ભાગ્યશાળી બન્યા છીએ.
કુમારે રત્નાવતીનું ચિત્ર જોયું. તલ્લીનતાથી જોતો રહ્યો. કુમારના મુખ પર સ્નેહપૂર્ણ ભાવો ઊપસી આવ્યા. તે બોલ્યો: ‘ચિત્ર સુંદર છે. તમે ઘણું જ સુંદર ચિત્ર બનાવ્યું છે. આ કલ્પનાચિત્ર છે કે આવી જ સુંદરી આ પૃથ્વી પર વાસ્તવિક છે'
મહારાજકુમાર, આ એક રાજકુમારીનું વાસ્તવિક ચિત્ર છે. હા, આ ચિત્રમાં જેવું એનું રૂપ-સ્વરૂપ દેખાય છે, એના કરતાં ઘણું વધારે એ સુંદરીનું રૂપ-સ્વરૂપ હશે, ઓછું તો નહીં જ! કારણ અમે બહુ સામાન્ય કોટિના ચિત્રકાર...'
બસ, બસ, તમે સામાન્ય કોટિના ચિત્રકાર છો કે વિશિષ્ટ કોટિના, એ હું સમજી શકું છું. ચિત્રકળા મારો પ્રિય વિષય છે!'
હે દેવ, જો આપ આજ્ઞા આપો તો અમે આપનું ચિત્ર પણ બનાવીએ...' ભૂષણે કહ્યું, પરંતુ કદાચ કુમારે ન સાંભળ્યું. એ રાજ કુમારીના ચિત્રના દર્શનમાં લીન બન્યો હતો. તે સ્વગત બબડ્યો: “આના જમણા હાથમાં શતપત્ર કમળ ખરેખર, શોભે છે.. અને આ રાજકુમારી મને તો સાક્ષાત્ કામદેવની પત્ની રતિ સમાન લાગે છે. આના કરતા ચઢિયાતાં રૂપ-લાવણ્યવાળી સ્ત્રી, આ દુનિયા ઉપર હોય, એવું હું માનતો નથી. તમારું ચિત્ર-કૌશલ્ય અદ્ભુત છે! મને ખૂબ ગમ્યું.”
મહારાજકુમાર, આ ચિત્ર રાજકુમારી રત્નાવતીનું છે. શંખપુરના મહારાજા શાંખ્યાયનની આ પુત્રી છે!”
‘તમે રનવતીને પ્રત્યક્ષ જોઈને, પછી આ ચિત્ર બનાવ્યું છે?”
“હાજી મહારાજકુમાર, અમારા નગરમાં કામદેવનો ઉત્સવ હતો. એ દિવસે રાજકુમારી તેની સખીઓ સાથે, સુંદર રથમાં બેસીને જતી હતી. એના જમણા હાથમાં શતપત્ર કમળ હતું. અને અમે બંનેએ એને જોઈ જોતા જ રહ્યા, અને પછી અમારા ઘેર જઈને, એ જ દિવસે ચિત્ર બનાવ્યું. હે કુમાર, અમારે જેવું બનાવવું જોઈએ એવું ચિત્ર બનાવી શક્યા નથી. સાચું કહીએ તો સાક્ષાત્ વિશ્વકર્મા વિધાતા પણ, રાજકુમારીનું યથાર્થ રૂપ-લાવણ્ય ચિત્રમાં અવતરિત કરી શકે એમ નથી.... હે મહારાજકુમાર, આપની પાસે જ ભલે રહે આ ચિત્ર. અત્યારે અમે રાજ્યના અતિથિગૃહમાં જઈએ છીએ. કાલે પુનઃ આપનાં દર્શન કરીશું.' “તમે જરૂર આવજો. મને કલાકારો ગમે છે.” કુમારે પોતાની સામે યોગ્ય જગ્યાએ રત્નવતીનું ચિત્ર ગોઠવ્યું અને ચિત્રદર્શનમાં એકાગ્ર બન્યો.
૧૧૭૨
ભાગ-૩ % ભવ આઠમો
For Private And Personal Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* આછા લાલ હોઠ.
મોટાં મોટાં કમળનયન. ક આકર્ષક છાતી.
પાતળી કમ્મર. કાળાભમ્મર લાંબા વાળ. આ વિશાળ નિતંબ. જ આકર્ષક ચરણકમળ
ખરેખર, આ રાજકન્યાને કોઈ વિરક્ત મુનિવર દેખે, તો પણ એક વાર તો મોહિત થઈ જાય. એવી આ સર્વાંગસુંદર રાજકન્યા છે.'
કુમારના ચિત્તમાં અનંગનો આવેશ આવી ગયો. તેણે ચિત્રને પોતાના બે હાથમાં લઈને, પોતાની છાતીએ દબાવ્યું... એ રત્નાવતીના પ્રત્યે તીવ્ર ભાવે આકર્ષિત બન્યો.
હું પણ આનું ચિત્ર બનાવીશ!' મનોમન કુમારે નિર્ણય કર્યો. બીજા દિવસે પ્રભાતે આવશ્યક કાર્યો પતાવીને, ભૂષણ અને ચિત્રમતી, કમારના પ્રતિભાવો જાણવા, રાજમહેલમાં આવ્યા. કુમારે ભાવપૂર્વક એ બંનેને આવકાર્યા. એમની સાથે આનંદથી વાર્તાલાપ કર્યો. એમના ચાતુરીભર્યા પ્રશ્નોના તત્કાળ ઉત્તરો આપીને, પોતાની અપૂર્વ બુદ્ધિપ્રતિભાથી પ્રભાવિત કર્યા. શંખપુરના બંને રાજપુરુષો આશ્ચર્યમુગ્ધ થઈ ગયા. ભૂષણ બોલી ઊઠ્ય: “મહારાજકુમાર, આપનામાં તરત જવાબ આપવાની અજબ જ્ઞાનશક્તિ છે.
ગુણચંદ્ર રાજ્યના ભંડારીને બોલાવીને કહ્યું: “ધનદેવ, આ બે કલાકાર રાજપુરુષોને એક લાખ સોનામહોરો ભેટ આપો.' ધનદેવે કહ્યું : ' જેવી આપની આજ્ઞા. ધનદેવ નમન કરીને ગયો, પરંતુ તેના મનમાં વિચાર આવ્યો: “કુમારની કેવી ઉદારતા છે? એક લાખથી ઓછું દાન આપતા જ નથી! એમણે લાખ સોનામહોરોનું પ્રમાણ જાણ્યું જ નથી લાગતું! એક લાખ સોનામહોરોનો કેવો મોટો ઢગલો થાય છે, તે એમને પ્રત્યક્ષ દેખાડું! એ જોઈને એમને થશે કે
અધધધ.. આટલા બધા રૂપિયા? બીજી વખત લાખ રૂપિયાનું દાન આપતાં વિચાર કરશે!” ભંડારીએ ભંડારમાંથી લાખ સોનામહોરો કુમારની સામે જ મગાવી. કુમારની સામે ઢગલો કરી દીધો,
આ અહીં શા માટે?” કુમારે ધનદેવને પૂછ્યું.
મહારાજકુમાર, આ એ જ લાખ સોનામહો છે કે જે આપે આ બે પરદેશી ચિત્રકારોને ભેટ આપવા માટે, આજ્ઞા કરી!' ધનદેવ આટલું બોલીને એક બાજુ સરકીને, ઊભો રહી ગયો.
કુમારે વિચાર્યું. “જરૂર અમારા આ ભંડારીને આ દાન વધારે પડતું લાગ્યું છે. શ્રી સમરાદિત્ય મહાકથા
૧૭૩
For Private And Personal Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનનું આ રીતે પ્રદર્શન કરીને, એ મને આડકતરી રીતે, મારી ધારણા મુજબ દાન આપતાં અટકાવવાનો પ્રયત્ન કરે છે! એ ભંડારીને આ દાન, સંપત્તિનો બગાડો લાગે છે.. જે એને નથી ગમતો...”
ગુણચંદ્ર ભંડારીની પ્રવૃત્તિ પરથી એની વૃત્તિનું સાચું અનુમાન કર્યું. ગુણચંદ્રના મુખ પર સ્મિત રમી ગયું. તેણે વિચાર્યું. ધનદેવની આ મૂર્ખતા છે, નરી મૂર્ખતા છે. એ નહીં વિચારતો હોય કે આ ધનસંપત્તિ કોઈ પણ જીવની સાથે મૃત્યુ પછી જતી નથી, અહીં જ રહી જાય છે! અહીં આ જીવનમાં પણ ક્યારેક ચોરાઈ જાય..
ક્યારેક લૂંટાઈ જાય કે ક્યારેક આગમાં ભસ્મીભૂત થઈ જાય... આવી સંપત્તિની સાર્થકતા માત્ર દાનધર્મની આરાધનાથી જ છે!' કુમારે આગળ પારમાર્થિક દૃષ્ટિથી વિચારવા માંડ્યું:
આ ધન-વૈભવ ઉપર મમત્વભાવ થાય એટલે આત્માને નુકસાન થાય જ છે. આત્માનું અહિત થાય છે. કદાચ હું આ બે પરદેશી ચિત્રકારોને લાખ સોનામહોરો ના આપું, તો પણ આ સંપત્તિ શાશ્વતકાળ ટકનારી નથી... અને આપું છું... તો માત્ર લાખ સોનામહોરોથી એમનાં બધાં દુઃખ દૂર થવાનાં નથી.
સંપત્તિનો સંગ્રહ કરી રાખવાથી એ ટકતી નથી. એ ટકે છે પુણ્યકર્મના ઉદયથી! એ પુણ્યોદય સમાપ્ત થાય એટલે સંપત્તિ નાશ પામે છે. ભલે, એ સંપત્તિને મનુષ્ય ભોગવે નહીં કે દાન ના આપે... એનો નાશ થવાનો નિશ્ચિત હોય છે. એ સંપત્તિની ગમે તેટલી રક્ષા કરવામાં આવે... છેવટે એ નાશ પામવાની જ!
દાન આપવાથી જ ધન-સંપત્તિ ઉપકારક બને છે... અન્યથા આ સંપત્તિ માત્ર અનર્થ જ કરનારી છે, માટે એનો ત્યાગ કરવો જ ઉચિત છે... આ પ્રસંગ સારો મળ્યો છે. હું ધનદેવને બોધપાઠ આપું!'
ભંડારી!' ‘જી, મહારાજકુમારી
આ ચિત્રકારો બે છે. બેની વચ્ચે એક લાખ સોનામહોરો ઓછી ગણાય, માટે બંનેને એકેક લાખ સોનામહોરો આપો!
ધનદેવની આંખો પહોળી થઈ ગઈ..
પરંતુ આ તો યુવરાજની આજ્ઞા હતી! હા-ના કરાય એમ ન હતી. નીચું માથું કરીને, ધનદેવ ભંડારમાં ગયો. બીજી લાખ સોનામહોરો લાવીને ચિત્રકારોને આપી.
ભૂષણ અને ચિત્રમતી આશ્ચર્યચકિત થઈ ગયા. બે લાખ સોનામહોરો લઈ, કુમારનાં ચરણે પ્રણામ કરી, પોતાના સ્થાને લઈ ગયા.
સ્નાન-દુગ્ધપાનાદિ પ્રભાતિક કાર્યોથી પરવારીને, કુમાર પોતાની ચિત્રશાળામાં
૧૧૭૪
ભાગ-૩ ૪ ભવ આઠમો.
For Private And Personal Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પહોંચ્યો. એના મનમાં શંખપુરની રાજકુમારી વસી ગઈ હતી, ચિત્રશાળામાં એનું ચિત્ર સામે રાખીને, એનું નિરીક્ષણ કર્યું, ત્યાર પછી એણે પોતે એક નવું ચિત્ર દોરવાનો નિર્ણય કર્યો. એ વખતે તેનો ખાસ મિત્ર “વિશાલબુદ્ધિ' કુમારને મળવા આવ્યો. વિશાલબુદ્ધિએ કુમારની સામે જ પડેલું રત્નપતીનું સુંદર ચિત્ર જોયું. તેણે હાથમાં લઈને ચિત્ર જોયું. પછી જિજ્ઞાસાથી કુમાર સામે જોયું. મિત્ર, આ ચિત્ર શંખપુરની રાજકુમારી રત્નપતીનું છે! કોણ લાવ્યું તારી પાસે?' બે ચિત્રકારો શંખપુરથી આવ્યા છે, તેઓ લાવ્યા છે?' શા માટે?’
પ્રયોજન મેં પૂછ્યું નથી, પરંતુ એ બંને પાછા શંખપુર જવાના છે, તેમની સાથે હું રાજકુમારીને ચિત્રરૂપે ઉત્તર મોકલવા વિચારું છું!” કુમારે કહ્યું.
કેવું ચિત્ર?”
વિદ્યાધર-વિદ્યાધરીનું વિદ્યાધર અને વિદ્યાધરી-એકબીજાને પ્રેમદૃષ્ટિથી જુએ છે...'
એટલે અયોધ્યાના રાજકુમાર વિદ્યાધર અને શંખકુમારની રાજકુમારી વિદ્યાધરી! એમ જ ને?”
બંને મિત્રો ખડખડાટ હસી પડ્યાં.
બુદ્ધિ, રાજકુમારીને આ ચિત્ર દ્વારા હું જણાવવા ઈચ્છું છું કે હું તેને ચાહું છું! એની સાથે હું લગ્ન કરીશ.'
બહુ સરસ, મને તારી વાત ગમી બુદ્ધિ બોલ્યો. "સારું, તું ચિત્ર બનાવ. હું આપણા બીજા મિત્રો સાથે મહેલના જ ઉદ્યાનમાં બેઠો છું!' બુદ્ધિ ગયો. કુમારે ચિત્રપટ લીધો, રંગો ઘોળ્યા અને પછી હાથમાં લીધી.
એણે સર્વપ્રથમ સંધ્યાસમયનું નૈસર્ગિક વાતાવરણ ઊભું કર્યું. પછી વિદ્યાધરીની આકૃતિ બનાવવા માંડી. સુંદર આકૃતિ ઉપસાવી, તેમાં મુખાકૃતિ રત્નપતીની જ પસંદ કરી. ત્યાર બાદ વિદ્યાધરનું ચિત્ર બનાવ્યું. જાણે કે સ્વયં ગુણચંદ્રકુમાર! બંનેની આંખો એવી બનાવી કે જાણે પરસ્પર જોતાં હોય. બંનેની આંખોમાંથી પ્રેમ વહેતો હોય. બંને એકબીજાને પ્રેમ કરતાં હોય!
અલંકારો પહેરાવવાના બાકી હતા, ત્યાં જ ભૂષણ અને ચિત્રમતી ચિત્રશાળાના દ્વારે આવીને ઊભા.
અમે અંદર આવી શકીએ?' ભૂષણે પૂછ્યું. કુમારે દ્વાર તરફ જોયું. પ્રસન્નતાપૂર્વક આવકાર આપ્યું. બંને કુમારની પાછળ આવીને ઊભા રહી ગયા..
'શું કરો છો મહારાજકુમાર?” ચિત્રમતીએ પૂછ્યું. કુમારે કહ્યું: ‘તમે જાતે જ શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧૭૫
For Private And Personal Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નિહાળો!' કુમારે ચિત્રપટ ભૂષણના હાથમાં પકડાવી દીધો... તે જોઈને બંને વિસ્મય પામ્યા...
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘મહારાજકુમાર, આપ ચિત્રકળામાં કોઈ પણ ખામી વિના કેવું અદ્દભુત પ્રભુત્વ ધરાવો છો? આ જીવંત ચિત્ર છે! આ ચિત્ર જ સ્પષ્ટ ભાવો કહે છે... ખરેખર ચિત્રમાં ભાવોની અભિવ્યક્તિ દુષ્કર હોય છે. ચિત્રકળામાં ભાવો જ પ્રશંસનીય હોય છે. સાચે જ, મહારાજકુમાર, આપ અદ્વિતીય ચિત્રકાર છો. દુનિયાએ આપને આ રૂપે ઓળખ્યા નથી.
બીજી બાજુ, ભૂષણ અને ચિત્રમતીએ ગુણચંદ્રકુમારનું આબેહુબ ચિત્ર તૈયાર કરવા માંડ્યું હતું. એમને શંખપુર જઈને રાજકુમારીને ચિત્ર બતાવવાનું હતું. રાજારાણીને પણ બતાવવાનું હતું. ‘આ રાજકુમારનું ચિત્ર જ સહુને પસંદ પડવાનું છે...’ બંને રાજપુરુષોને વિશ્વાસ હતો.
રાજકુમારનું અદ્વિતીય ચિત્ર બનાવીને, એ બંને કુમાર પાસે ગયા. કુમારે રત્નવતીનું ચિત્ર બનાવીને, તેની નીચે સંદેશો લખ્યો હતો.
‘ચિત્રમાં રહેલી બાળાને તો જોઈ, પરંતુ મારો અંતરાત્મા તેના પ્રત્યક્ષ દર્શન ક૨વા ઉત્સુક છે...'
ભૂષણે ને ચિત્રમતીએ ચિત્ર જોયું અને ચિત્ર નીચે લખેલો સંદેશો વાંચીને કુમારને
કહ્યું:
‘મહારાજકુમાર, આપની ઈચ્છા અલ્પ સમયમાં પૂરી થશે. આપ રાજકુમારીનું જેવું ચિત્ર આલેખ્યું છે, તેવી જ છે રાજકુમારી, ખરેખર, અમારી રાજકુમારી મહાન ભાગ્યશાળી છે... કે જે આપના જેવા પુરુષરત્નના હૃદયમાં વસી છે! હે કુમાર, આ ચિત્ર અમને આપો. અમે, જો આપ આજ્ઞા આપો તો આજે જ શંખપુર તરફ પ્રયાણ કરીએ, રાજકુમારીને આપે બનાવેલું આ ચિત્ર ભેટ આપીશું! અમને તો વિશ્વાસ છે કે એના હૃદયમાં પણ એવો જ ભાવ જાગશે... જેવો ભાવ આપના હૃદયમાં જાગેલો છે....
૧૧૭૩
ચિત્ર લઈને બંને ચિત્રકારો પોતાના નિવાસે આવ્યા, બે લાખ સોનામહોરોની પોઠો ભરી. ચિત્રો લીધાં... અને ઘોડાઓ પર આરૂઢ થઈ શંખપુર તરફ પ્રયાણ કર્યું.
For Private And Personal Use Only
ભાગ-૩ * ભવ આઠમો
Page #189
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘મહાદેવી, અમે ઘણાં નગરના રાજમહેલોમાં ગયા. ત્યાંના રાજકુમારોને જોયા. પરંતુ કોઈ ને કોઈ વાતે અમને તે કુમારોમાં અધૂરાશ લાગી. અમારે તો રત્નાવતીને અનુરૂપ રાજકુમાર શોધવાનો હતો... અમે અયોધ્યા ગયા. અયોધ્યાના રાજકુમારને જોતાં જ અમે ચકિત થઈ ગયા. એના અતિ સુંદર રૂપ-લાવણ્યને જોઈને, અમે પ્રભાવિત થયા. તે પછી એની ધનુર્વિદ્યા જોઈને, તો દિંગ જ થઈ ગયા! શું તેમણે રાધાવેધ કર્યો છે! અમે તો અમારી જિંદગીમાં પહેલી જ વાર “રાધાવેધ” જોયો..”
“મહારાણીજી, તે પછી તો અમે તેમને પ્રત્યક્ષ મળ્યા. એમની સાથે વાર્તાલાપ કર્યો... કેટલાક ચતુરાઈભર્યા પ્રશ્નો પૂછ્યાં. કુમારે તેમની અપૂર્વ બુદ્ધિપ્રતિભાથી તત્કાળ ઉત્તરો આપ્યાં. અમે કેટલાક શાસ્ત્રીય પ્રશ્નો પૂછુયા. એના ઉત્તર પણ તેમણે તત્પણ આપ્યા. ખરેખર! તેમની બુદ્ધિચાતુરી અને શાસ્ત્રજ્ઞાન પર અમે ઓવારી ગયા!
મહાદેવી, અમે રાજકુમારીનું ચિત્ર કુમારને ભેટ આપ્યું. ત્યારે ખબર પડી કે ચિત્રકળા તો તેમની પ્રિય કળા છે! તેઓ પણ સુંદર ચિત્રો બનાવે છે! એમ કહીને ભૂષણે, ગુણચંદ્રકુમારે દોરેલું રનવતીનું ચિત્ર મહારાણી પદ્માવતીને આપ્યું. મહારાણીએ ચિત્ર જોયું અને એની નીચે લખેલો સંદેશો વાંચ્યો. રાણી હર્ષિત થઈ. તેણે ભૂષણને પૂછ્યું.
તમે રાજકુમારનું ચિત્ર લાવ્યા છો?”
હા મહાદેવી!' ચિત્રમતીએ રાજકુમારનું ચિત્ર રાણીને આપ્યું. રાણી કુમારનું ચિત્ર જોઈને, રોમાંચિત થઈ ગઈ. તેણે ચિત્રમતી અને ભૂષણને કહ્યું: “ખરેખર, મારી પુત્રી ભાગ્યશાળી છે... કે આવો સર્વગુણસંપન્ન કુમાર મારી પુત્રીને ચાહે છે!
ભૂષણે કહ્યું: “મહાદેવજી, હજુ તો અમારી વાત બાકી છે. અમારા ચિત્રકામથી પ્રસન્ન થઈને, કુમારે અમને બે લાખ સોનામહોરોનું દાન આપ્યું!”
રાણીની આંખો પહોળી થઈ ગઈ. તે બોલી: “બે લાખ સોનામહોરો તમને આપી? અહો, કુમારની ઉદારતા પણ ઘણી અદભુત કહેવાય! આવું દાન આપણી રાજસભામાં ક્યારેય જોયું નથી! ઘણા મોટા મોટા કલાકારો રાજસભામાં આવે છે!'
મહારાણીજી, કુમારની કેટલી વિશેષતાઓ કહીએ? અમારો તો આપને આગ્રહ છે કે રાજકુમારી માટે આ વરને વધાવી લેવો જોઈએ. અમને એ રાજકુમારમાં કોઈ કસર જોવા મળી નથી.' બંને રાજપુરુષોએ રાણી પદ્માવતીના ચિત્તમાં કુમાર ગુણચંદ્રને વસાવી દીધો. બંને ત્યાંથી મહારાજા પાસે ગયાં. શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧૭૭
For Private And Personal Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાણીએ કુમારનું ચિત્ર, પોતાની અંગત દાસી મદનમંજુલાને આપીને કહ્યું: આ ચિત્ર તું રત્નાવતીને આપ અને કહે કે આ ચિત્રનું એકાગ્રતાપૂર્વક અવલોકન કરે.”
ચિત્રને લઈ મદનમંજુલા રત્નાવતી પાસે પહોંચી. તેને ચિત્ર આપીને, રાણીનો સંદેશો આપ્યો. ચિત્ર જોતાં જ રત્નવતી ચિત્રમાં રહેલા કુમાર પ્રત્યે સ્નેહભાવવાળી
બની.
રત્નવતીએ ચિત્રને જોઈને, મદનમંજુલાને પુછુયું:
આ કોનું ચિત્ર છે?' ‘હું ચોક્કસ જાણતી નથી.” “તો પણ?' “મને તો આ ઈન્દ્રનું ચિત્ર લાગે છે!”
ખોટું, ઈન્દ્રને હજાર આંખ હોય છે, આ પુરુષને બે આંખો છે!” “તો પછી નારાયણનું ચિત્ર હશે!' નારાયણની કાન્તિ શ્યામ હોય છે, આ તો સુવર્ણ કાન્તિવાળા પુરુષ છે!' તો ચંદ્ર કે જ્યોતિષ દેવલોકના ઈન્દ્ર છે, તેમનું ચિત્ર હશે.' ના હોય ચન્દ્રનું, ચંદ્ર તો કલંકિત હોય છે. આ ચિત્રમાં તો અકલંકિત પુરુષ
તો પછી આપ જ નિર્ણય કરો કે આ કામદેવ સદશ મહાપુરુષ કોણ હશે મદનમંજુલાએ પ્રસન્ન મુખમુદ્રાએ રત્નવતીને કહ્યું. રત્નાવતીએ ચિત્રને જોયા જ કર્યું.. લાંબા સમય સુધી જોયા કર્યું... પછી મદનમંજુલા સામે જોઈને તે બોલી:
મંજુ, આ કોઈ દૈવી પુરુષ તો નહીં હોય?” “એમ જ હશે! હું તો એવું અનુમાન કરું છું કે આ પુરુષ અમારી રાજકુમારીનો વર હોવો જોઈએ!”
એ જ વખતે રાજકુમારીના ખંડમાં “સિદ્ધાદેશ” નામના રાજપુરોહિતે પ્રવેશ કરીને કહ્યું: “મંજુલા, તારી વાતમાં મને સંદેહ નથી થતો. નક્કી એ ચિત્રનો પુરુષ રાજપુત્રીનો વર થશે જ!”
મદનમંજુલાએ રનવતી સામે જોયું. એના બે ખભા પર પોતાના બે હાથ દબાવીને કહ્યું: “રત્નવતી, તે સિદ્ધાદેશનું વચન સાંભળ્યું ને?” રત્નાવતી હર્ષિત બની. તેણે સિદ્ધાદેશને મસ્તક નમાવી, પ્રણામ કર્યા, અને એ ચિત્રમાં તલ્લીન બની, સિદ્ધાદેશ ચાલ્યાં ગયાં. આવ્યાં હતાં રનવતી સાથે વાતો કરવા, પરંતુ સખીઓથી એ પરિવરેલી હતી તથા રાજકુમારના ચિત્રમાં એનું મન તલ્લીન હતું, એટલે આશીર્વાદ આપીને, તેઓ ચાલ્યાં ગયાં.
ભાગ-૩ ૪ ભવ આઠમો
૧૭૮
For Private And Personal Use Only
Page #191
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રત્નવતી પણ ચિત્રકળામાં નિપુણ હતી. તેણે મદનમંજુલાએ કહ્યું: ‘હું આવું જ ચિત્ર બનાવીશ!” અને તેણે કુમારનું સુંદર ચિત્ર બનાવ્યું. મદનમંજુલા એ ચિત્ર મહારાણી પાસે લઈ ગઈ. રાણીએ, કુમારે બનાવેલા રત્નાવતીના ચિત્રને અને રત્નાવતીએ બનાવેલા કુમારના ચિત્રને પાસે પાસે મૂક્યાં... અને બંને ચિત્રોને જોતી રહી. તેનું મન ઉલ્લસિત થયું. તેણે કહ્યું: “મને તો આ જોડી ગમી ગઈ છે!”
રાજકુમાર ગુણચંદ્રને રત્નાવતી ગમી ગઈ. રત્નવર્તીને કુમાર ગુણચંદ્ર ગમી ગયો. બંનેનાં માતા-પિતાને આ બેની જોડી ગમી ગઈ.
બંનેના સગપણ નક્કી થયાં. કિ લગ્ન લેવાયાં. ઉત્સવ મંડાયા.
લગ્ન અયોધ્યામાં જ થયાં. ખૂબ ભવ્યતાથી લગ્ન થયા. નિર્વિઘ્ન શુભ પ્રસંગ પૂર્ણ થયો. અલબત્ત, એ વખતે વિદ્યાધરકુમાર વાનમંતર એના કાર્યમાં વ્યસ્ત હતો, નહીંતર એ વિગ્ન કર્યા વિના ન રહેત.
કુમાર ગુણચંદ્ર રત્નાવતીની સાથે યથેચ્છ વિષયોપભોગ કરી રહ્યો હતો. તેમની પાસે યૌવન હતું, વૈભવ હતો અને બધી જ અનુકૂળતા હતી. પાંચ ઇન્દ્રિયોનાં ભોગસુખો માણવા માટેનો અનુકૂળ સમય હતો.
પરંતુ આ સંસાર છે! સર્વકાળ કોઈને બધી જ અનુકુળતા મળતી નથી, નિરાંત મળતી નથી કે શાન્તિ મળતી નથી.
અયોધ્યાના સામ્રાજ્યની સીમા પર પડોશી રાજાનું અનાવશ્યક આક્રમણ થયું હતું. ગુપ્તચરોએ રાજા વિગ્રહની હિલચાલ જાણી હતી. તેમણે મહારાજા મૈત્રીબળને જાણ કરી હતી. મહારાજા વિગ્રહરાજાના નાના રાજ્યને અને એની અલ્પશક્તિને જાણતા હતા. તેમણે વિગ્રહરાજાને પાછો એના રાજ્યમાં મોકલી દેવા માટે, સેનાપતિ સુજાત સાથે નાની સેના મોકલી હતી. બીજી બાજુ વિગ્રહરાજા, મહારાજા મૈત્રીબળની અમાપ શક્તિ અને અયોધ્યાની વિશાળ સેનાનો પ્રતાપ જાણતો હતો. પરંતુ એને તો અયોધ્યાના સરહદનાં ગામોને રંજાડવા હતાં. એક એક ગામને લૂંટીને એ પોતાના સુરક્ષિત કિલ્લામાં ચાલ્યો જતો હતો. એને ખબર પડી કે સેનાપતિ સુજાત નાની સેના સાથે આવી રહ્યો છે. વિગ્રહે એની સાથે યુદ્ધ કરીને ભગાડ્યો! વિગ્રહનો વિજય થયો. સુજાત હારી ગયો... અયોધ્યાના ઘણા સૈનિકો યુદ્ધમાં મરાયા. સુજાત સુરક્ષિત જગ્યામાં રહ્યો અને મહારાજાને સમાચાર મોકલ્યા.
સમાચાર સાંભળી. મહારાજા મૈત્રીબળ સ્વયં યુદ્ધ માટે તૈયાર થયા. સેનાને તૈયાર
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
Page #192
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થવાની આજ્ઞા કરી દીધી. આ સમાચાર રાજકુમાર ગુણચંદ્રને મળ્યા. તેણે રત્નાવતીને કહ્યું: “મારે યુદ્ધ માટે જવું પડશે.... મારા જેવો યુવાન પુત્ર હોય અને પિતાજી યુદ્ધનાં શસ્ત્ર સજે, એ અનુચિત છે.”
‘નાથ, આપની વાત સાચી છે. આપ ઉત્સાહથી યુદ્ધમાં પધાર્યો. આપનો જ વિજય થવાનો છે. શત્રુનો પરાજય કરી શીધ્ર આપ પાછા પધારો. હું આપની પ્રતીક્ષા કરતી રહીશ.'
કુમાર પોતાના આવાસમાંથી નીકળી, સીધો જ મહારાજા મૈત્રીબળ પાસે ગયો. એણે સેનાનું આધિપત્ય ગ્રહણ કર્યું. મિત્રીબળનાં શસ્ત્રો છોડી નાખ્યાં.
‘આવા નાના રાજાને હાંકી કાઢવા આપને જવાનું ના હોય. હું એ વિગ્રહનો નિગ્રહ કરીશ! આપ ચિંતા ના કરો..”
વિશાળ સેના સાથે કુમારે સરહદ-પ્રદેશ તરફ પ્રયાણ કર્યું. અયોધ્યાના વિશાળ સામ્રાજ્યનાં સેંકડો ગામ-નગરોમાં થઈને, કુમારને પસાર થવાનું હતું. દરેક ગામનગરની પ્રજાએ કુમારનું ઉમળકાભેર સ્વાગત કર્યું. “કુમાર, તમારો વિજય જ થશે!” પ્રજાજનો કુમારના ઉત્સાહમાં ભરતી લાવતો હતો. સૌભાગ્યવતી સ્ત્રીઓ કંકુ અને અક્ષતથી કુમારને વધાવતી હતી. તે તે આજ્ઞાંકિત રાજાઓ અને રાજકુમારો, કુમારની સાથે યુદ્ધયાત્રામાં જોડાઈ જતાં હતાં. કુમારના પરાક્રમની પ્રશંસા તો સાંભળી હતી, હવે અમને કુમારનું પ્રત્યક્ષ પરાક્રમ જોવા મળશે!” આ રાજકુમારોની તમન્ના હતી.
બીજી બાજુ રાજા વિગ્રહને સમાચાર મળ્યા કે “કુમાર ગુણચંદ્ર વિશાળ સેના લઈને આવે છે. એટલે વિગ્રહ પોતાના સુરક્ષિત કિલ્લામાં ચાલ્યો ગયો. કિલ્લામાં અનાજ વગેરે ભરી લીધું અને દરવાજા બંધ કરી દીધા. કુમારે કિલ્લાને સજ્જડ ઘેરો ઘાલ્યો. કિલ્લામાંથી એક પક્ષી પણ બહાર નીકળે તો તે પકડાઈ જાય, એવી વ્યુહરચના ગોઠવી દીધી. કુમારે ત્યાં જ કિલ્લા પાસે પોતાનો પડાવ નાખ્યો.
કેટલાક રાજકુમારોએ ગુણચંદ્રને કહ્યું: “આ વિગ્રહ આપનો સેવક રાજા છે. આપ સ્વામી છો.. એણે આપનો મોટો અપરાધ કર્યો છે. એને સજા કરવી જોઈએ.'
આ સજા જ છે ને! એ કિલ્લામાં ભરાઈ બેઠો છે. જ્યારે પ્રજાને અને એને જીવનજરૂરિયાતની વસ્તુઓ ખૂટી પડશે ત્યારે કાં તો પ્રજાને મરવું પડશે અથવા કિલ્લાના દરવાજા ખોલવા પડશે.
“ત્યાં સુધી આપણે રાહ જોઈને, અહીં પડ્યા રહેવાનું? આપ આજ્ઞા આપો, અમે કિલ્લાના દરવાજા તોડી નાખીએ”
એવી ઉતાવળ કરવાની જરૂર નથી. થોડા જ દિવસોમાં એને દરવાજા ખોલવા પડશે.”
રાજકુમારો વિશેષ બોલ્યા નહીં. તેઓ બીજા સ્થાને ભેગા થયા અને યુદ્ધ કરવાનો
૧૧૮૦
ભાગ-૩ + ભવ આઠમો
For Private And Personal Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિર્ણય કર્યો. પોતપોતાનાં સૈન્યને તૈયાર કર્યું, કુમાર ગુણચંદ્રને ખબર જ ના પડે, એ રીતે એ કુમારોએ મુખ્ય દરવાજો છોડીને, દક્ષિણ તરફનો દરવાજો તોડવાનો નિર્ણય કર્યો. એ દરવાજા પર હુમલો કરી દીધો. કિલ્લાની ઉપર ઊભેલા રક્ષક સૈનિક સાથે યુદ્ધ જામી ગયું.
રાજકુમાર ગુણચંદ્રને ખબર પડી કે તે તે રાજ્યના કુમારોએ યુદ્ધ ચાલુ કર્યું છે. અને યુદ્ધકળામાં નિપુણ નહીં હોવાથી એમની વધારે ખુવારી થાય છે,’તત્કાળ કુમાર સ્વયં એ સ્થળે પહોંચ્યો. રાજકુમારોને બોલાવીને સમજાવ્યા અને યુદ્ધને સ્થગિત કર્યું. કુમારોએ કહ્યું:
‘યુદ્ધ કર્યા વિના ક્યાં સુધી આ જંગલમાં પડ્યા રહેવાનું?'
‘તમને સહુ કુમારોને અહીં આસપાસનાં ગામો આપવામાં આવે છે. તમે તે તે ગામોના માલિક બનીને રહો...' અયોધ્યાના મહામંત્રી વિચક્ષણે માર્ગ શોધી કાઢ્યો. કુમારે કહ્યું:
‘મને તમે સહુ કુમારો પ્રિય છો... નિરર્થક યુદ્ધમાં તમારા પ્રાણ હોમવામાં, હું જરાય રાજી નથી....
કુમારે અયોધ્યાની સેનાને જ રોકી રાખી. કિલ્લાનો ઘેરો ચાલુ રાખ્યો. અન્ય રાજકુમારોને હેનાં નાનાં ગામોમાં આસપાસ મોકલી દીધાં. તેમના સૈનિકોને પણ મોકલી દીધાં. કુમાર નિર્ભય અને નિશ્ચિંત બનીને, પોતાની છાવણીમાં રહ્યો. તેણે સવારથી રાત્રિપર્યંતનો કાર્યક્રમ બનાવી દીધો. તેમાં સવારમાં આવશ્યક ક્રિયાઓ પતાવીને, બાજુના વિશાળ મેદાનમાં એ પોતાના અશ્વ પર બેસીને, અશ્વક્રીડા કરતો રહેતો. સૂર્ય માથે આવે ત્યાં સુધી એની અશ્વક્રીડા ચાલતી રહેતી. ત્યાર પછી ભોજન કરીને એ વિશ્રામ કરતો. વિશ્રામ કરી લીધા પછી, મંત્રીવર્ગ સાથે અને સેનાપતિઓ યુદ્ધ-પરામર્શ કરતો. રોજેરોજની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવતું. સાંજ સુધી આ વાર્તાલાપ ચાલતો રહેતો. તે પછી એ જ સ્થળે ગીત અને નૃત્યના કાર્યક્રમો થતા. ત્યાર બાદ ભોજન થતું. રાત્રિ પડતી. કુમાર અશ્વારૂઢ બની, મંત્રીઓ સાથે કિલ્લાની ચારે બાજુ ફરવા નીકળતાં. બધા જ સૈનિકો જાગ્રત રહેતાં હતાં. કુમારનું અભિવાદન કરતાં હતાં. કુમાર સૈનિકોનાં સુખદુઃખની વાતો પણ સાંભળતો. એમને પ્રોત્સાહન પણ આપતો હતો.
આ રીતે સમય પસાર થતો હતો, એ અરસામાં આકાશમાર્ગેથી પસાર થતા વિદ્યાધર વાનમંતરે ગુણચંદ્રને જોયો! એ સમયે કુમાર મેદાન પર અશ્વક્રીડા કરતો હતો, તેણે અદૃશ્ય રહીને, બધી પરિસ્થિતિ જાણી. તેના મનમાં કુમાર પ્રત્યે અકારણ દ્વેષ ઉત્પન્ન થયો: ‘આ કુમારમાં કેટલી બધી ધીરજ છે? એક નાના રાજાને મારવા માટે આ કુમાર સમર્થ નથી... અને આ કિલ્લો લેવા માટે ઘેરો નાખીને પડ્યો છે! શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
૧૧૧
Page #194
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખેર, ભલે પડ્યો અહીં. હું એના દુશ્મન વિગ્રહ રાજા પાસે જઈને, એને સહાયતા કરું! વિગ્રહ પાસે યુદ્ધ કરાવું. અને કુમારને મારી નખાવું...”
તે આકાશમાર્ગે કિલ્લાની અંદર, જે મહેલમાં વિગ્રહ રહેતો હતો, તે મહેલમાં ગયો. અદશ્ય હોવાથી મહેલના રક્ષકો એને જોઈ ના શક્યા... તેણે મહેલના ભોંયરામાં રહેલા વિગ્રહ રાજાને જોયો. એ ત્યાં પ્રગટ થયો. વિગ્રહ રાજાએ વાનમંતરનું સ્વાગત કરીને પૂછ્યું: “તમે અહીં શા માટે આવ્યા છો?' “તને સહાય કરવા માટે.” પરંતુ નિષ્કારણ મારા પર ઉપકાર કરવાનું પ્રયોજન?” કારણ કે આ કુમાર ગુણચંદ્ર મારો દુશ્મન છે.' એટલે આ યુદ્ધની તમને ખબર પડી હતી?
ના હું, મલયાચલ જતો હતો. ત્યાં માર્ગમાં મેં ગુણચંદ્રને અવ્યક્રીડા કરતો જોયો... અને હું નીચે આવ્યો...”
આપનો પરિચય? તમે પહેલાં કુમારને ક્યાં મળેલા?” ‘હું વૈતાદ્યપર્વત ઉપરનો વિદ્યાધર છું. મારું નામ વાનમંતર છે. પૂર્વે અયોધ્યાના ઉદ્યાનમાં મેં આ કુમારને મારવા પ્રયત્ન કર્યો હતો... પરંતુ દેવયોગે મારી ના શક્યો. એ જીવતો રહી ગયો...”
શું તમે પ્રત્યક્ષ થઈને, કુમાર સાથે લડાઈ કરેલી?' “ના અદૃશ્ય રહીને...” “હવે આપ મને કેવી રીતે સહાયતા કરવા ઈચ્છો છો?' “હે વિગ્રહ, તું જે રીતે કહે એ રીતે સહાય કરું!' “હે નિષ્કારણ વત્સલ મહાપુરુષ, જો હું નગરના કિલ્લાનાં દ્વાર ખોલી નાખું તો મને લાગે છે કે અયોધ્યાની સેના જરૂર મને પરાજિત કરશે, માટે હું કિલ્લાનાં દ્વાર ખોલવા ઈચ્છતો નથી. તે છતાં મને એક માર્ગ સૂઝે છે.”
બોલો રાજન! “હું અને કુમાર - બે જણા જ લડીએ તો કદાચ હું કુમારને જીતી લઉં!
માત્ર જીતવાનો કોઈ અર્થ નથી, એ ફરીથી તને જીતી લેશે. માટે એને તો યમલોકમાં જ પહોંચાડી દેવાનો!”
આમ તો હું અયોધ્યાની આજ્ઞાંકિત રાજા છું. તે છતાં જ્યારે હવે આ વિકટ પરિસ્થિતિમાં મૂકાયો છું... તો હું યુદ્ધમાં જરૂર એનો વધ કરીશ.'
એક
રોજ
૧૧૮૨
ભાગ-૩ * ભવ આઠમો
For Private And Personal Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વકો
‘શું આજે રાત્રે જ તમે મને ગુણચંદ્ર પાસે લઈ જઈ શકો ખરા?’
‘અવશ્ય, મારા માટે એ કોઈ મોટી વાત નથી. હું તમને એમની છાવણીમાં જ જે તંબૂમાં તે રહેલો છે, તેમાં મૂકી દઈશ. હું વિદ્યાધર છું. વિદ્યાશક્તિથી જે ધારું તે ક!'
‘ભલે, તમે મધ્યરાત્રિના સમયે આવો, મહેલમાં તમને રહેવા માટે હું બધી જ સુવિધા ગોઠવી આપું છું.’
‘હું હવે તમને મધ્યરાત્રિના સમયે જ મળીશ, તમારે બીજા બે-ચાર યોદ્ધાઓને સાથે રાખવા હોય તો મને વાંધો નથી. હું તમને બધાને ગુણચંદ્રના નિવાસમાં પહોંચાડીશ....
વિગ્રહ અતિપ્રસન્ન થઈ ગયો... આ રીતે અચાનક એના ભાગ્યયોગે એને વાનમંતર મળી ગયો! બાકી, વિગ્રહને જરા પણ આશા ન હતી કે એ કુમાર ગુણચંદ્ર પર વિજય મેળવી શકે.
તેણે પોતાના સેનાપતિને બોલાવીને, બધી વાત કરી, અને કહ્યું: ‘તારી સાથે બીજા ત્રણ અતિ વિશ્વસનીય સુભટો જોઈએ. આપણે પાંચ અને છઠ્ઠો વિદ્યાધરપુત્ર · આપણે કુમારને પહોંચી વળીશું...’
જેવી આપની આજ્ઞા...'
પરંતુ મહામંત્રી કે જે ત્યાં ઉપસ્થિત હતાં, તેમણે કહ્યું: ‘મહારાજા, આ યુદ્ધનીતિથી વિપરીત છે. સૂતેલા કુમારનો વધ કરવો - કાયરતા છે... તમારો અપયશ થશે અને કુમારનો વધ સાંભળીને, મહારાજા મૈત્રીબળ અયોધ્યાની અજોડ સેના લઈને ધસી આવશે... અને રાજપરિવાર સહિત રાજ્યનો નાશ કરશે... મહારાજા, દરેક કાર્યમાં દીર્ઘદ્રષ્ટિથી વિચાર કરવો જોઈએ...’
વિગ્રહરાજા મહામંત્રીની વાત સાંભળીને, વિચારમાં પડી ગયો... મહામંત્રીએ
કહ્યું:
‘આપના કહેવા મુજબ, એ વિદ્યાધર, રાજકુમાર ગુણચંદ્રનો શત્રુ છે... એ શત્રુનો કાંટો કાઢવા, તમને નિમિત્ત બનાવે છે. બાકી, શું એ પોતે કુમારનો વધ ના કરી શકે? અદશ્ય રહીને વધ કરી શકે ને? માટે મારી આપને વિનંતી છે કે આપ દીર્ઘદષ્ટિથી વિચારીને, જે તે નિર્ણય કરજો...'
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
૧૧૦૩
Page #196
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિગ્રહરાજાને મહામંત્રીની વાત ગળે તો ઊતરી, પરંતુ સાથોસાથ અયોધ્યા પર વિજય મેળવવાની લાલચ, તે રોકી શક્યો નહીં. તેણે મહામંત્રીને કહ્યું :
તમારી વાત મારા ગળે ઊતરે છે મહામંત્રી, પરંતુ હું આવી વિના માગેલી દૈવી સહાયને જતી કરવાની મૂર્ખતા તો નહીં જ કરું. હા, હું સૂતેલા કુમાર પર પ્રહાર નહીં કરું. હું કુમારને જગાડીશ અને એને યુદ્ધ માટે આહ્વાન આપીશ. અમે બે લડી લઈશું... પછી જે પરિણામ આવે તે ખરું!”
મહામંત્રી મૌન રહ્યાં. રાજાઓને વધુ શિખામણ આપવાથી, તેઓ ગુસ્સે થતાં હોય છે, માટે થોડા શબ્દોમમાં જ તેમને વિવેકપૂર્વક જે કહેવાનું હોય તે કહી દેવાનું!
મહામંત્રી રાજાને પ્રણામ કરીને, સ્વસ્થાને ગયાં. રાજા વિગ્રહ ઊંડા વિચારોમાં ડૂબી ગયો.
૦ ૦ ૦ મધ્યરાત્રિનો સમય થયો. રાજા વિગ્રહના શયનખંડમાં સેનાપતિ અને બીજા ત્રણ શસ્ત્રસજ્જ યોદ્ધાઓ તૈયાર બેઠાં હતાં. રાજા વિગ્રહે માત્ર પોતાના હાથમાં તીક્ષણ ખગ રાખ્યું હતું.
વાનમંતર આવ્યો. તેણે રાજા વગેરેને તૈયાર બેઠેલા જોયાં. તેને આનંદ થયો... આજે મારો એ દુશ્મન હતો ન હતો થઈ જશે..”તેના આનંદની અવધિ ન હતી. તેણે વિગ્રહ વગેરેને કહ્યું: ‘તમે સહુ ઊભા થાઓ.” સહુ ઊભા થયાં. તમારાં શસ્ત્રો લઈ લો.” સહુએ શસ્ત્રો લઈ લીધાં.
હવે તમે આંખો બંધ કરી, તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરો.” સહુએ એ રીતે ઈષ્ટદેવનું સ્મરણ કર્યું.
“હવે આ વસ્ત્ર ઉપર ઊભા રહો.... આંખો બંધ જ રાખજો. જ્યારે હું કહું ત્યારે આંખો ખોલજો. તમે રાજકુમાર ગુણચંદ્રના શયનખંડમાં ઊભાં હશો.”
વાનમંતરે જે રીતે કહ્યું એ રીતે, સહુએ કર્યું. તેણે સહુને આકાશમાર્ગે ઉડાડીને, કુમારના શયનખંડમાં મૂકી દીધા. તેણે ધીરેથી કહ્યું: “આંખો ખોલો!'
સહુએ કુમારને નિદ્રાધીન જોયો. થોડે દૂર મંદ મંદ દીપકો સળગી રહ્યાં હતાં. કુમારના ખંડની બહાર શસ્ત્રધારી સૈનિકો પહેરો ભરી રહ્યાં હતાં.
વિગ્રહ કુમારને જગાડવા કહ્યું: “રે ગુણચંદ્ર, મારી સાથે યુદ્ધ કરવા આવ્યો છે કે નિરાંતે ઊંઘવા? ઊભો થા અને મારી સાથે યુદ્ધ કર.” કુમાર સફાળો બેઠો થઈ ગયો અને તત્કાળ પોતાની તલવાર સંભાળી... નીરવ
ભાગ-૩ ૪ ભવ આઠમો
૧૮૪
For Private And Personal Use Only
Page #197
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાંતિમાં શસ્ત્રોનો ખડખડાટ અને વિગ્રહનાં વચનો દ્વારરક્ષક સુભટોએ સાંભળ્યાં. એ બધા અંદર દોડી આવ્યાં અને તલવારો પ્રહાર માટે ઊંચકાણી. ત્યાં કુમારે પોતાના સૈનિકોને કહ્યું : “અરે સુભટો, તમને બધાને મારા સોગંદ છે, તમારે કોઈને આ લોકો પર પ્રહાર કરવાનો નથી. તમે વિગ્રહની અનીતિ જાણો છો. તમે અમારું યુદ્ધ જોયા કરો. પ્રેક્ષક બનીને જોયા કરો.'
આ વાર્તાલાપ દરમિયાન વાનમંતર અદશ્ય રહ્યો હતો, તે અચાનક પ્રગટ થયો અને બોલ્યો: ‘અરે કુમાર, તું એ વિગ્રહને કદાચ મારી શકીશ, મને નહીં...” એમ કહીને વાનમંતરે કુમાર પર ખગથી પ્રહાર કર્યો.
કુમાર રસાવધાન જ હતો. તેણે પ્રહારને ચૂકવી દીધો... અને ભીંતની પાસે જઈને ઊભો. વાનમંતરે ભાલાનો પ્રહાર કર્યો. કુમારે પોતાની તીક્ષ્ણ તલવારથી ભાલાને તોડી નાખ્યો.
એ વખતે અયોધ્યાનો સેનાપતિ ધસી આવ્યો. તેણે વિગ્રહના સૈનિકો સાથે યુદ્ધ કર્યું. સેનાપતિએ એક જ પ્રહાર કરીને, વિગ્રહના સેનાપતિને યમલોક પહોંચાડ્યો. એના સૈનિકોને અયોધ્યાના સૈનિકોએ ઘેરી લીધાં. કુમારે છલાંગ મારી, વિગ્રહના વાળ ખેંચીને જમીન પર પછાડી દીધો... ને તેના પર પોતાનો એક પગ દાબી દીધો.
વાનમંતર અદૃશ્ય થઈ ગયો... અને તે ત્યાંથી ભાગી ગયો. એણે વિચાર્યું : “ભલે આ કુમાર મારો દુશ્મન છે. પરંતુ એ આપત્તિના સમયે પણ ધીર અને અનાકુળ રહી શકે છે! એકલી હોવા છતાં તેની નિર્ભયતા કેવી હતી! હવે કુમાર જરૂર વિગ્રહનો નાશ કરશે... હું અભાગી, મારા દુશ્મનને મારી ના શક્યો... હવે શું કરું?' વાનમંતર વિચાર કરવા લાગ્યો.
તેને એક ખોટો અનર્થકારી વિચાર આવ્યો, - “હું અયોધ્યા જાઉં અને લોકોને કહું કે “યુદ્ધમાં કુમાર હાયો...' એ વાત રાજપરિવારમાં પહોંચશે અને કરુણ કલ્પાંત થશે! આટલું તો કરું!” વાનમંતર અયોધ્યા તરફ ગયો.
0 0 0 "વિગ્રહ, ચાલ ઊભો થા અને મારી સાથે યુદ્ધ કર! કુમારે વિગ્રહ પર મૂકેલો પગ ઉઠાવી લીધો. પરંતુ વિગ્રહ ઊભો થઈ શક્યો નહીં. તેણે કહ્યું:
મહારાજ કુમાર, આપની સાથે હું યુદ્ધ કેવી રીતે કરી શકું? હું આપનો સેવક છું. મેં પહેલાં પણ ખોટું કામ કર્યું હતું અને આજે અત્યારે પણ ખોટું જ કામ કર્યું છે. આપે મને જીતી જ લીધો છે...” એનો સેનાપતિ હણાયો હતો અને એના સુભટોને પકડી લેવામાં આવ્યાં હતાં. વિગ્રહે કહ્યું :
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૮૫
For Private And Personal Use Only
Page #198
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“હે દેવ, આપ ઈચ્છતા તો મારો શિરચ્છેદ કરી શકત.... હું મરેલો જ છું. હવે આપની સાથે યુદ્ધ કરવાથી શો ફાયદો?' વિગ્રહ, તું વીર પુરુષ છે! તું મહાનુભાવ છે!” ના, ના, મહારાજ કુમાર, હું તો અધમ પુરુષ છું.”
તો તેં મને જગાડ્યા વિના મારા પર પ્રહાર કરી દીધો હોત તેં મને નવું જીવન આપ્યું છે...'
ના રે, ના મેં કંઈ આપના પર દયા નથી કરી... મેં મિથ્યાભિમાનથી પ્રેરાઈને આપને જગાડ્યાં હતાં. હે દેવ, આપ આપના સૈનિકોને આજ્ઞા કરો કે એ એક સાથે મારા પર તલવારના પ્રહાર કરી, મારા નાના નાના ટુકડા કરી નાખે. હું હવે જીવવા નથી ઈચ્છતો....'
“બસ, બોલવાનું બંધ કર. એવું કંઈ જ અનુચિત કરવાનું નથી. તેં મને ના માર્યો, મેં તને ના માર્યો... સરખું થઈ ગયું. જા તું તારું રાજ્ય સંભાળ, મારે બીજું કંઈ જોઈતું નથી. પરંતુ એક વાત જો તને ઉચિત લાગે તો, કહે...”
જે વાત પૂછો, તેનો સાચો ઉત્તર આપીશ!”
પેલો પુરુષ કોણ હતો કે જે અદૃશ્ય હતો ને પ્રત્યક્ષ થયો! વળી પાછો અદશ્ય થઈ ગયો?'
“મહારાજકુમાર, એ વિદ્યાધરપુત્ર છે, એનું નામ વાનમંતર છે.. અને તે આપના પ્રત્યે ભયંકર રોષ ધરાવે છે. એની જ ચઢવણીથી અને એના જ સહયોગથી હું અને મારા સુભટો આકાશમાં અહીં પહોંચી શક્યા અને તમારો વધ કરવા તૈયાર થયા..”
હે વિગ્રહ, મેં એનું કંઈ બગાડ્યું નથી. તો પછી એ મારા પ્રત્યે, કેમ રોષ રાખે છે?”
હે દેવ, મેં એને કારણ પૂછ્યું નથી કે એણે સ્વયં કોઈ કારણ બતાવ્યું નથી.” કુમાર ઊંડા વિચારમાં ખોવાયો. એ પલંગ પર બેઠો. વિગ્રહ બોલ્યો:
મહારાજકુમાર, મારી એક વિનંતી છે. આપ સ્વીકારશો? જરૂર...' તો મારા પર કૃપા કરી, મને આપનો સેવક બનાવો!”
વિગ્રહ, તું મારો સેવક ના બની શકે, તું પિતાજીનો સેવક છે અને તારે પિતાજીની જ જીવનપર્યત સેવા કરવાની છે.'
આપની આજ્ઞા શિરોધાર્ય છે. હું આપની સાથે જ અયોધ્યા આવું છું. મહારાજાનો
૧૧૮
ભાગ-૩ ૪ ભવ આઠમો
For Private And Personal Use Only
Page #199
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું મોટો અપરાધી છું. મારા બધા અપરાધોની ક્ષમા માગીને, એમની સેવામાં રહીશ.”
આપણે આવતી કાલે જ અયોધ્યા તરફ પ્રયાણ કરીએ.”
મહારાજ કુમાર, આપ અહીં સુધી આવ્યા છો, આવતી કાલે નગરમાં પધાર. મારા ઝૂંપડાને પાવન કરો. મને સમગ્ર પરિવારનો આદર સત્કાર કરવાનો અવસર આપો, બસ, એક જ દિવસ રોકાજો.. પછી આપણે અહીંથી અયોધ્યા તરફ પ્રયાણ કિરીશું. કુમાર ગુણચંદ્ર વિગ્રહની વિનંતી સ્વીકારી.
૦ ૦ ૦ કુમાર અને વિગ્રહ સાથે સેનાએ અયોધ્યા તરફ પ્રયાણ કર્યું. પહેલો જ મુકામ એક સરોવરના કિનારે રમણીય પ્રદેશમાં કરવામાં આવ્યો... હજુ પ્રભાતિક કાર્યોથી પરવારીને, કુમાર બેઠો જ હતો, ત્યાં એક અજાણ્યા પુરુષે, કુમારની પાસે આવીને, નમન કરીને, નિવેદન કર્યું
હે ગુણચંદ્રકુમાર, આ પ્રદેશમાં, નજીક જ “ગુણસંભવ' નામનું ઉદ્યાન છે. હું ત્યાંથી જ ચાલ્યોપાવું છું. હે કુમાર, ત્યાં એક “વિજયધર્મનામના આચાર્ય પધારેલા છે. કુમાર, તે આચાર્ય ભગવંત પૂર્વાવસ્થામાં મિથિલાના રાજા હતાં. તેઓ ‘મિથિલાધીપતિ’ કહેવાતાં હતાં. છેતેઓ મન:પર્યવજ્ઞાની છે.
સુવર્ણ અને માટીને સમાન માનનારા છે. છે તૃણ અને મણિને એક સરખાં જોનારા છે.
સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ ધારણ કરનારા છે. નિષ્કારણ ઉપકારી છે. જે પરોપકાર જ એમનું જીવન છે. કે સાક્ષાત્ કલ્પવૃક્ષ છે!
કુમારે એ પુરુષની વાત શાન્તિથી સાંભળી. વિગ્રહ સામે જોઈને કહ્યું: ‘વિગ્રહ, આપણે અત્યારે જ એ ઉદ્યાનમાં જઈએ અને આચાર્યદેવનાં દર્શન-વંદન કરીએ!”
કુમાર, મંત્રીવર્ગ તથા વિગ્રહ વગેરેની સાથે “ગુણસંભવ” ઉદ્યાનમાં પહોંચ્યો. તેણે ત્યાં આચાર્યદેવનાં દર્શન કર્યા. દર્શન કરતાં જ કુમારના મનમાં શુભભાવ પ્રગટ્યો. તેણે વિચાર્યું.
શ્રી સમાદિત્ય મહાકથા
૧૧૮૭
For Private And Personal Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છેખરેખર, આ પુણ્યવાન પુરુષ છે.
સર્વ સંગના ત્યાગી મહાપુરુષ છે. આ સર્વ પ્રકારના આરંભ-સમારંભથી મુક્ત છે. સંસારથી વિરક્ત છે, ઉદ્વિગ્ન છે.
પરમ હિતકારી છે. માટે આ ગુરુદેવને વંદન કરી, એમની સેવા કરું!' કુમારે, વિધિપૂર્વક આચાર્યદેવને વંદના કરી, પરિવારે પણ વંદના કરી. ગુરુદેવ ધર્મલાભ” નો આશીર્વાદ આપ્યો અને સહુને બેસવા માટે કહ્યું.
૦ ૦ ૦. હજુ આચાર્યદેવે ઉપદેશનો પ્રારંભ કર્યો ન હતો, એ જ સમયે આકાશમાર્ગે એક તેજસ્વી વિદ્યાધરકુમાર ત્યાં ઊતરી આવ્યો. તેણે આચાર્યદેવને વંદના કરી અને વિનયપૂર્વક આચાર્યદેવને કહ્યું:
“હે ભગવંત, કનકપુરનગરમાં, ત્યાંના રાજા દઢપ્રહારીને, આપે આપનો જન્મજન્માન્તરનો જે વૃત્તાન્ત કહ્યો, તે સાંભળીને, ત્યાંના રાજાને અને પ્રજાને ખૂબ જ આશ્ચર્ય સાથે આનંદ થયો છે. હું કનકપુર ગયો હતો. ત્યાં મેં આ વાત જાણી.. આપના મુખે જ એ વૃત્તાંત સાંભળવા હું અહીં દોડી આવ્યો છું. હે ભગવંત, કોઈના શુભયોગમાં અંતરાય ના થતો હોય તો મારા પર કૃપા કરો...”
ગુણચન્દ્ર પણ કહ્યું: “હે ભગવંત, એ વૃત્તાંત જો અમારા માટે પણ ઉપકારક હોય તો અમને પણ કહો. આ દિવ્ય પુરુષની માગણીનો સ્વીકાર કરો. તે છતાં આપશ્રીને જેમ ઉચિત લાગે તેમ કરો.”
આચાર્યદેવ તો પરોપકાર-પરાયણ જ હતાં. સુયોગ્ય જીવો શ્રેયમાર્ગનું આલંબન લઈ, પરમ આત્મકલ્યાણ સાધે-એ જ એમની ભાવના હતી. એટલે વિદ્યાધરકુમારની તથા ગુણચંદ્રકુમારની વિનંતીથી એમણે પોતાની આત્મકથા કહેવાનો પ્રારંભ કર્યો.
કુમાર ગુણચંદ્ર માટે આ નવો અનુભવ હતો. એક જૈનાચાર્ય પાસે જવાનું અને એમના મુખે એમનું જ, અનેક જન્મોનું ચરિત્ર સાંભળવાનું પહેલું જ કાર્ય હતું, પરંતુ તેના ચિત્તમાં આનંદ હતો.
૧૧૮૮
ભાગ-૩ % ભવ આઠમો
For Private And Personal Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૭].
હે કુમાર, હું મિથિલાનગરીનો વિજ ધર્મ' નામનો રાજા હતો. “ચંદ્રધર્મા' નામની મારી પટ્ટરાણી હતી. એ મને અતિ પ્રિય રાણી હતી.
એક દિવસ હાંફળી ફાંફળી મારી બીજી રાણી વિજયદેવી મારી પાસે આવી અને મને કહ્યું: “હે નાથ, રાણી ચન્દ્રધર્માનું એક યોગી પુરુષ અપહરણ કરી ગયો છે.” વાત કરતાં કરતાં વિજયદેવ રડી પડી, એ જાણતી હતી કે ચન્દ્રધર્મા મને અતિ પ્રિય રાણી છે. એની વાત સાંભળતાં જ મેં મારું ચૈતન્ય ગુમાવ્યું અને ભાન ગુમાવીને, હું જમીન પર પડી ગયો. તરત જ અંતઃપુરની રાણીઓ અને દાસીઓએ તાડપત્રના પંખાને શીતલ ચંદનરસથી ભીનો કરીને, મને વાયુ નાખવા માંડ્યો. લગભગ એક ઘટિકા પછી હું સ્વસ્થ થયો. પરંતુ મારું હૃદય અપાર વ્યથા અનુભવતું હતું. મેં અતિ દુઃખમાં ત્રણ દિવસ પસાર કર્યો. મારો પરિવાર મને ઘેરીને જ બેસી રહ્યો.., તેઓએ મારી આવી સ્થિતિ ક્યારેય જોઈ ન હતી.
ચોથા દિવસની સવાર હતી. સૂર્ય ક્ષિતિજથી ઉપર આવી ગયો હતો. જો કે મારે મન સૂર્ય ઊગે કે આથમે, કોઈ વિશેષ પ્રયોજન ન હતું. રાત્રે મને નિદ્રા આવતી જ ન હતી. ત્રણ દિવસથી મેં સ્નાન પણ કર્યું ન હતું.
એક અતિ કૃશકાય મંત્રસિદ્ધ મહાપુરુષ મારી સામે આવીને ઊભા. આખા શરીરે રાખ (ભૂતિ) ચોપડેલી હતી અને માથે વાળની જટા બાંધેલી હતી. તેમની આંખો નિર્મળ હતી. યોગી પુરુષે મને કહ્યું: ‘નરપતિ, તારી રાણીને હું પ્રયોજન લઈ ગયો છું.”
અરે દુષ્ટ યોગી...' હું આગળ બોલી ના શક્યો... એ મહાપુરુષે મારા માથે હાથ મૂકીને કહ્યું: “વત્સ, તું આકરો-ઉતાવળો ન થા. હું એક વિશિષ્ટ મંત્રસાધના કરવા માટે, રાણીને લઈ ગયો છું. આ મંત્રસાધનામાં પતિની સ્ત્રીની ઉપસ્થિતિ જોઈએ છે. આ મંત્રસાધનામાં એવું વિધાન છે. રાજન, હું બ્રહ્મચારી છું. તારી રાણી મારી સામે, મંત્રસાધનાના સમયે નગ્ન ઊભી રહે છે.. છતાં મારા ચિત્તમાં એક પણ વિકાર પેદા થતો નથી. જો વિકાર પેદા થાય તો મંત્રસિદ્ધિ તો દૂર રહી, એ જ ક્ષણે મારું મૃત્યુ થઈ જાય..! રાણીનું શીલ અખંડ છે. તેના શરીરને કોઈ પીડા થઈ નથી કે થશે નહીં.'
“હે મહાપુરુષ, રાણીને તમે પાછી ક્યારે મૂકી જશો?' યોગીની વાત સાંભળીને, મને થોડી સ્વસ્થતા મળી હતી.
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧૮૯
For Private And Personal Use Only
Page #202
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છ મહિના લાગશે...'
છ મહિના અને મારા હૃદય પર આઘાત લાગ્યો. હું મૂચ્છિત થઈ ગયો. યોગી પુરુષ અદ્રશ્ય થઈ ગયા. મારી મૂર્છા તો દૂર થઈ, પરંતુ મારી મોહદશાએ મને રડાવ્યો. મારી આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી.. “આટલો બધો વિરહ મારાથી સહન કેમ થશે?” હું નાના બાળકની જેમ આક્રંદ કરવા લાગ્યો... જ મેં રાજસભામાં જવાનું છોડી દીધું.
મેં સુંદર વસ્ત્રો ને અલંકાર પહેરવાનાં છોડી દીધાં. + સારું અને સ્વાદિષ્ટ ભોજન કરવાનું ત્યજી દીધું.
પરિવાર સાથે વાર્તા-વિનોદ છોડી દીધો. હું અત્યંત વ્યથિત બન્યો હતો. મને “મૂચ્છ નો રોગ લાગુ પડી ગયો હતો... અવારનવાર એવા યુગલોનાં દ્રશ્ય જોઈને, મને મૂર્છા આવી જતી હતી. એટલે રાણી વિજયદેવી મારી સાથે મારા પડછાયાની જેમ રહેતી નથી.
પાંચ મહિના પૂરા થવા આવ્યા. મને લાગ્યું કે મેં નરકમાં પાંચ કરોડ વર્ષ પસાર કર્યા! છઠ્ઠી મહિનાનો પ્રારંભ થયો હતો... હજુ સાત-આઠ દિવસો જ પસાર થયાં હતાં.... અચાનક જ મારા હૃદયમાં અતિ હર્ષ પેદા થયો. કોઈ કારણ વિના! કોઈ નિમિત્ત વિના! હું માનસિક અને શારીરિક દુઃખોથી મુક્ત થયો. મેં વિચાર્યું. “મારા ચિત્તમાં આટલી બધી પ્રસન્નતા ઉત્પન્ન થવાનું શું કારણ હશે? મારી પ્રિયા તો હજુ મહિના પછી મળવાની છે. જોકે પાંચ મહિનામાં એના તરફથી કોઈ કુશળ સમાચાર નથી...'
હું આ મૂંઝવણમાંથી મુક્ત થયો ન હતો, ત્યાં ઉદ્યાનના પાલકે આવીને વિનયથી નિવેદન કર્યું. “નગરની બહાર દેવાધિદેવ તીર્થંકર પરમાત્માની પધરામણી થઈ છે!” હું હર્ષવિભોર બન્યો, મેં વનપાલકને પ્રીતિદાન આપ્યું... અને પરિવારને આજ્ઞા કરી: “તૈયારી કરો, આપણે તીર્થંકર પરમાત્માનું દર્શન કરવા જઈશું.
ઘણા દિવસો પછી મેં સ્નાન કર્યું. ઉચિત વેશભૂષા કરી અને પરિવારની રાહ જતો હતો ત્યાં મારો એક પરિચિત શ્રાવક મારી પાસે આવ્યો અને વિનયથી પ્રણામ કરીને બોલ્યો:
મહારાજા, નગરની ઉત્તર દિશામાં, ઇન્દ્રની આજ્ઞાથી દેવો સમવસરણની રચના કરી રહ્યા છે.”
જ રાજેશ્વર, વાયુકુમારદેવોએ, એક યોજન ભૂમિમાંથી તીવ્ર વાયુ દ્વારા ધૂળ, ઘાસ અને કચરો દૂર કર્યા છે. - મેઘકુમાર દેવોએ શીતલ-સુગંધી જળની વૃષ્ટિ કરી છે.
૧૧eo
ભાગ-૩ + ભવ આઠમો
For Private And Personal Use Only
Page #203
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઋતુદેવતાઓએ પંચવર્ણના પુષ્પોની વૃષ્ટિ કરી છે. વૈમાનિક દેવોએ સમવસરણનો પહેલો રનમય કોટ બનાવ્યો છે. » જ્યોતિષીદેવોએ બીજો સુવર્ણનો કોટ બનાવ્યો છે. ભવનવાસીદેવોએ ત્રીજો રજત (ચાંદી)નો કોટ બનાવ્યો છે.
વ્યંતરદેવોએ દરેક કોટમાં તોરણો બાંધીને સજાવટ કરી છે. આ એ જ વ્યંતરદેવોએ સમવસરણના મધ્ય ભાગમાં અશોકવૃક્ષ બનાવ્યું છે. અશોકવૃક્ષની ડાળીઓ અસંખ્ય પુષ્પોથી લચી પડી છે. પુષ્પોની સુગંધથી આકર્ષાઈને આવેલા ભ્રમરોથી એ વૃક્ષ ભરાઈ ગયું છે.
જ તે વૃક્ષની નીચે, ભક્તિસભર દેવોએ રત્નમય સિંહાસન મૂક્યું છે તેમજ વિવિધ મણિરત્નજડિત, ઉત્તમ કારીગરીવાળું પાદપીઠ મૂક્યું છે!
અશોકવૃક્ષની નીચે અને તીર્થંકરના મસ્તક ઉપરના ભાગમાં ત્રણ છત્ર ગોઠવ્યાં છે. “તીર્થકર ત્રણ ભુવનના નાથ છે,' આ ભાવને સૂચવનારા આ ત્રણ છત્ર, મોગરાનાં પુષ્પ જેવા ઉજળ અને તેજસ્વી મોતીઓની ઝૂલવાળાં છે!”
જ દેવોએ સોનાના દંડવાળા ઇન્દ્રધ્વજનું નિર્માણ કર્યું છે. એ ઇન્દ્રધ્વજ પર પવનથી લહેરાતી ધજાઓ છે. એ ધ્વજ પર સિંહ અને ચકનાં ચિત્રો છે.... ને આકાશને સ્પર્શતી એની ઊંચાઈ છે.
હંસ જેવા ઉજ્વળ અનેક ચામરો બનાવ્યાં છે. મેઘના ગર્જારવ જેવી ગંભીર સ્વરવાળી મનોહર દેવદુભિઓ બનાવી છે. આ વ્યંતરદેવોએ, તરુણ સૂર્ય જેવું તેજસ્વી “ધર્મચક્ર' બનાવ્યું છે, જાણે કે એ જગદ્ગુરુ તીર્થંકર પરમાત્માનું તપ-તેજ ન હોય!'
હે મહારાજા, મેં સંપૂર્ણ રચના જોઈ! દેવોને કેટલીવાર લાગે! બહુ જ અલ્પ સમયમાં તે બની ગયું. હું ત્યાં જ ઊભો રહ્યો. કારણ કે તીર્થંકર પરમાત્માના પધારવાનો સમય હતો. સમવસરણના પૂર્વ ધારેથી ભગવંતે પ્રવેશ કર્યો. સિંહાસન સન્મુખ જઈને, તેઓએ “તીર્થ” ને નમસ્કાર કર્યા અને અશોકવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા દીધી. ત્યાર પછી બે પગ પાદપીઠ પર સ્થાપીને, તેઓ પૂર્વ દિશા સમુખ બેઠાં. જાણે કે શરદના પૂર્ણચંદ્ર ના હોય, તેવા લાગતાં હતાં.
છે. પૂર્વ સિવાયની ત્રણ દિશાઓમાં દેવોએ તીર્થંકરની આબેહૂબ ત્રણ પ્રતિમા બાકીની સ્થાપિત કરી. દર્શકોને સાક્ષાત તીર્થકર જ દેખાય! ઈન્દ્રો પોતાનાં ઉત્તરવૈક્રિય’ શરીરીની રચના કરીને, ચામરો લઈને, ભગવંતની બંને બાજુએ ઊભા રહ્યા.
+ અગ્નિ ખૂણામાં પરમાત્માના સિંહાસનની નજીક ગણધર ભગવંતો બેઠાં.
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧૯૧
For Private And Personal Use Only
Page #204
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* પૂર્વ ધારેથી પ્રવેશ કરીને, મુનિવરો અને વૈમાનિક દેવીઓ, તીર્થકરને નમસ્કાર કરી, અગ્નિ ખૂણામાં ઊભાં રહ્યાં.
- દક્ષિણ દ્વારથી પ્રવેશ કરીને, નૈઋત્ય ખૂણામાં ભવનપતિદેવીઓ, વ્યંતર દેવીઓ અને જ્યોતિષચક્રની દેવીઓ સ્થિરતાથી ઊભી રહી.
- પશ્ચિમ દ્વારથી પ્રવેશ કરીને, જ્યોતિષીદેવો, વ્યંતરદેવો અને ભવનપતિદેવો વાયવ્ય ખૂણામાં બેઠાં.
ઉત્તર ધારથી વૈમાનિક દેવોએ, મનુષ્યોએ, મનુષ્ય સ્ત્રીઓએ અને સાધુઓએ પ્રવેશ કર્યો. તેઓ બધાં ઈશાન ખૂણામાં બેઠાં,
બીજા ગઢમાં સર્વે પશુ-પક્ષીઓ બેઠાં. જાતિવૈરવાળાં પશુઓ એકબીજાની પાસે બેઠાં. નિર્ભયતાથી બેઠાં.
ત્રીજા ગઢમાં દેવોએ પોતાનાં વાહનો મૂક્યાં છે.
હે રાજેશ્વર, આ બધું મેં ધ્યાનપૂર્વક જોયું. અને એમાં પણ આપને અતિ હર્ષ થાય તેવી એક વ્યક્તિને જોઈ!” 'કોણ છે એવી એ પ્રિય વ્યક્તિ?' મને આશ્ચર્ય થયું. એ છે મહારાણી ચન્દ્રધર્મા!' આગંતુકે કહ્યું. ખરેખર એ મહાદેવી જ છે?’ “હાજી, મેં તેમને ઈશાન ખૂણામાં ઊભેલાં જોયાં!”
મારા રોમે રોમે ફૂલ ખીલી ઊઠ્યાં. મારી આંખો હર્ષનાં આંસુઓથી ઊભરાઈ ગઈ... મેં ત્યાં હાજર રહેલા મંત્રીવર્ગને કહ્યું: ‘જલદી મારો શ્વેત હાથી તૈયાર કરો.. મારે શીઘ્ર તીર્થંકર પરમાત્માનાં દર્શન માટે જવું છે. મારી અસ્વસ્થ તબિયતના કારણે, મારા મિત્ર રાજાઓ અને મારા સામંત રાજાઓ મિથિલામાં આવીને રહ્યાં હતાં. એ સર્વેને, સમાચાર આપવામાં આવ્યાં. તે સહુ રાજાઓ પોતપોતાના રથમાં બેસીને, રાજમહેલના પ્રાંગણમાં આવી ગયાં. સહુની સાથે મેં સમવસરણ તરફ પ્રયાણ કર્યું.
જ્યાં મારા દૃષ્ટિપથમાં તીર્થંકર પરમાત્માનું સમવસરણ આવ્યું, તરત જ હું હાથી ઉપરથી નીચે ઊતરી ગયો. અન્ય રાજાઓ પણ પોતપોતાના રથમાંથી નીચે ઊતરી ગયા. હું હર્ષવિભોર થઈ ગયો હતો. પરિવાર સાથે મેં ઉત્તર દિશાના દ્વારથી સમવસરણમાં પ્રવેશ કર્યો. તીર્થંકર પરમાત્માનાં દર્શન થતાં જ મારું શરીર રોમાંચિત થઈ ગયું. પૃથ્વી પર મસ્તક નમાવીને, મેં તીર્થકરની સ્તુતિ કરી:
‘ત્રિભુવનમાં મંગલ સ્વરૂપ છે પુરુષશ્રેષ્ઠ, આપ જયવંતા વાર્તા છો. હે જિનેન્દ્ર દેવ, આપનો જય હો.... હે તપોનિધિ, તમારો જય થાઓ. હે ઇન્દ્રિયવિજેતા,
૧૧:૨
ભાગ-૩ ભવ આઠમો
For Private And Personal Use Only
Page #205
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપનો જય હો. ઘોર પરિષહોના જીતનારા હે ભગવંત, આપનો જય હો! નાગરાજ ધરણેન્દ્ર પ્રિયાઓથી સેવાયેલા હે પ્રભો, આપનો જય હો! સફળ વિશ્વના જ્ઞાતા સર્વજ્ઞ દેવ, આપનો જય હો! હે દેવાધિદેવ, આપનો જય હો! ભવ્ય જીવોરૂપી કમળોને ખીલવનારા હે અભિનવ સૂર્ય જેવા તીર્થંકર, આપનો જય હો! સૂર-અસુર અને માનવોથી પૂજિત હૈ જગપૂજ્ય, આપનો જય હો! હે દેવ, આપ જ સાચા ચિંતામણિ રત્ન છો. સંસારના જીવોને સદ્ધર્મનો ઉપદેશ આપનારા છો, આપ સર્વે કર્મોથી મુક્ત છો અને આપના શરણે આવનારાઓને મુક્તિ પમાડનારા છો. આપ અણુ પરમાણુના જ્ઞાતા છો... આપ નિરંજનમુનિવૃંદના નેતા છો! આપ ભવસાગરને તરી ગયા છો, શરણાગતને તારનારા છો...' આ પ્રમાણે મેં સ્તુતિ કરી, ત્યાર પછી લલાટે અંજલિ જોડી, ગણધરોને પ્રણામ કર્યાં, સર્વ સાધુઓને વંદન કર્યું... પછી દેવોને પ્રણામ કર્યાં, પુનઃ પરમાત્માને પ્રણામ કરી, યોગ્ય સ્થાને બેઠો.
તીર્થંકર પરમાત્માએ ધર્મદેશનાનો પ્રારંભ કર્યો.
હે મહાનુભાવો, પ્રત્યેક જીવાત્મા અનાદિ અનંત છે. કોઈ જીવનો પ્રારંભ નથી, કોઈ જીવનો અંત નથી! એવી રીતે અનાદિકાળથી જીવ કર્મથી બંધાયેલો છે. પાપકર્મોથી દુઃખી થાય છે અને પુણ્યકર્મથી તે સુખી થાય છે. પુણ્યકર્મ ધર્મથી બંધાય છે.
* હે મહાનુભાવો, શ્રુતધર્મથી જ ચારિત્રધર્મની સત્યતા-અસત્યતાનો નિર્ણય થઈ શકે છે. ચારિત્રધર્મની સત્યતાનો નિર્ણય કરવો જ જોઈએ. તે માટે ધર્મની પરીક્ષા કરવી જોઈએ. એ પરીક્ષા ત્રણ પ્રકારની છે.
૧. કપ-પરીક્ષા.
૨. છેદ-પરીક્ષા.
૩. તાપ-પરીક્ષા.
* સુવર્ણ-પરીક્ષા પણ આ ત્રણ પ્રકારે જ થતી હોય છે. ‘કસોટી’ ના પાષાણ પર સોનાને ઘસવામાં આવે છે, તે ‘કષ-પરીક્ષા’ કહેવાય, ધર્મના વિષયમાં હિંસા વગેરે પાપોનો જે ધર્મમાં નિષેધ કરાયેલો હોય, અને ધ્યાન, અધ્યયન-અધ્યાપન વગેરેનો વિધિ જે ધર્મમાં બતાવાયેલો હોય, તે કષ-પરીક્ષા કહેવાય.
* વિધિ-નિષેધને અનુરૂપ, અનુષ્ઠાનો જે ધર્મમાં બતાવવામાં આવ્યાં હોય તે ધર્મ છેદ-પરીક્ષામાં ઉત્તીર્ણ થાય છે.
* જીવ-અજીવ છે, જીવ કર્મનો કર્તા છે. ભોક્તા છે. હિંસા વગેરે કર્મબંધનાં કારણો છે. અહિંસા વગેરે કર્મબંધનો તોડવાનાં કારણો છે - આવું જે ધર્મમાં કહેવામાં આવ્યું હોય, તે ધર્મ તાપ-પરીક્ષામાં ખરો ઊતરે છે!
આ રીતે હે મહાનુભાવો, કષ્ટ, છેદ અને તાપની પરીક્ષાથી પરિશુદ્ધ ધર્મ જ સાચો
શ્રી સમરાદિત્ય મહાકા
For Private And Personal Use Only
૧૧:૩
Page #206
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મ છે. આવા ધર્મની આરાધના-ઉપાસનાથી જ ધર્મનું યથાર્થ ફળ પ્રાપ્ત થાય છે, જે ધર્મ આ ત્રણ પરીક્ષાઓમાં ઉત્તીર્ણ નથી થતો, પરિશુદ્ધ નથી હોતો, તેવા ધર્મની આરાધનાનો પુરુષાર્થ નિષ્ફળ જાય છે, તે જીવ ઠગાય છે. નક્કી ઠગાય છે, માટે ધર્મના વિષયમાં બુદ્ધિમાન મનુષ્ય, કપ, છેદ અને તા૫ની પરીક્ષા કરવી જ જોઈએ.
પંડિત પુરુષો નિપુણ અને સૂક્ષ્મ બુદ્ધિથી ધર્મની પરીક્ષા કરે છે. હે મહાનુભાવો, મન, વચન, કાયાથી બીજા જીવોને પીડા ના કરવી, રાગ-દ્વેષ-મોહનો હનન કરનારી વૈરાગ્ય ભાવનાનું સદૈવ ધ્યાન કરવું.
જે ધર્મમાં, પાપકાર્ય વિષયક સંપૂર્ણ પ્રતિષેધ બતાવેલો ના હોય, તેવો ધર્મ ધ્યાનઅધ્યયન વગેરે, રાગ-દ્વેષ-મોહનો નાશ કરી શકતો નથી, તેથી તેવો ધર્મ અશુદ્ધ કહેવાય, તેવો ધર્મ ઉપાદેય ના ગણાય.
જે ધર્મમાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું સાધુએ મન-વચન-કાયાથી, અપ્રમત્તપણે પાલન કરવાનું કહેવામાં આવ્યું હોય, પ્રમાદ કરાવનારાં સ્થાનોનો ત્યાગ કરવાનું કહેવામાં આવ્યું હોય, મધુકરવૃત્તિથી આત્માનું પોષણ કરવાનું કહેવામાં આવ્યું હોય, તે ધર્મ ઉપાદેય કહેવાય છે, પરંતુ વિવિધ ભેદવાળા (૧૭) સંયમયોગોમાં જે અપ્રમત્ત બનીને પ્રવૃત્તિ કરતો નથી, તેનું અનુષ્ઠાન, ધર્માનુષ્ઠાન બનતું નથી. અસભ્ય વચનો બોલવાં, બીજા જીવોને ઉદ્વેગ કરાવવો, કામચેષ્ટાઓ કરવી, અવિરતિ ગૃહસ્થોને ભોજન આપવું... શસ્ત્ર ધારણ કરવું... વગેરે સાધુઓના માટે પાપ-અનુષ્ઠાન છે.
હે મહાનુભાવો, હવે તમને થોડા વિસ્તારથી ધર્મની તાપ-પરીક્ષા કેવી રીતે કરવી તે સમજાવું છું.
પ્રત્યેક આત્મા દ્રવ્યથી નિત્ય છે. પર્યાયથી અનિત્ય છે. સ્વ-સ્વરૂપે સતુ છે, પરસ્વરૂપે અસત્ છે... આ રીતે જો તમે માનો, તો જ જીવમાં સુખ દુઃખ કર્મબંધ, કર્મનિર્જરા વગેરે ઘટી શકે છે. અને આત્માને માત્ર નિત્ય જ માનો, અનિત્ય ના માનો, અથવા અનિત્ય માનો, નિત્ય ના માનો, આત્માને સત્ રૂપે જ માનો, અસત્ રૂપે ના માનો... તો તે મહા-અજ્ઞાન છે.
આત્માને જો એકાંતે નિત્ય માનવામાં આવે તો - ‘આત્મા દુઃખ-સ્વભાવાળો જ છે,’ એમ માન્યા પછી, એનું દુ:ખ દૂર થવાનું જ નથી! દુઃખ દૂર કરવાના ઉપાયો જ ના હોય... પછી આત્માને સુખી કરવાનો વિચાર જ છોડી દેવો પડે કા૨ણ કે દ્રવ્ય પોતાનો સ્વભાવ છોડતું નથી.
એવી રીતે આત્માને એકાંતે અનિત્ય માનો તો પણ આત્માનો ક્રમિક વિકાસ થશે નહીં. ગુનો કરનાર આત્મા જુદો હશે, સજા ભોગવનાર બીજો જ આત્મા હશે! સત્કાર્ય કરનારો આત્મા જુદો હશે, સત્ફળ પામનારો જીવ જુદો હશે! માટે આત્માને એકાંતે નિત્ય ના મનાય, એકાંતે અનિત્ય ના માની શકાય. દ્રવ્યદૃષ્ટિએ આત્માને
૧૧૯૪
ભાગ-૩ ૪ ભવ આઠમો
For Private And Personal Use Only
Page #207
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિત્ય માનો, પર્યાયદૃષ્ટિએ આત્માને અનિત્ય માનો.
આવો આત્મા કર્મોનો કર્તા બને છે અને કર્મોનો ભોક્તા બને છે. ભલે, જીવ કર્મ આ જન્મમાં કરે, આવતા જન્મોમાં એ કર્મોનું ફળ એને ભોગવવું પડે છે. પરંતુ ભોગવનારો આત્મા એ જ હોય છે કે જેણે કર્મો બાંધેલા હોય છે.
હે મહાનુભાવો, જીવ અને શરીર એકાંતે ભિન્ન નથી કે એકાંતે અભિન્ન નથી. જીવ અને શરીરનો સંબંધ ભેદભેદનો છે! તો જ બંધ અને મુક્તિનાં તત્ત્વો ઘટી શકે છે. બાંધેલાં કર્મોથી જીવની મુક્તિ થાય છે. જો કર્મબંધન જ ન હોય તો કોનાથી મુક્તિ થવાની? અને જો કર્મનો બંધ ન થતો હોય તો ક્યારની સહુ જીવોની મુક્તિ થઈ ગઈ હોત! અરે, બધા જીવો મુક્ત જ હોત! આ સંસાર જ ન હોત! માટે જીવ કર્મબંધ કરે છે - એમ માનવું જોઈએ, એ જ રીતે એ કર્મબંધને પ્રવાહથી અનાદિ માનવો જોઈએ.
ધર્મપુરુષાર્થથી બે કામ થાય છે. બંધાયેલાં કર્મોની નિર્જરા થાય છે અને નવાં કર્મો બંધાતાં અટકે છે, ત્યારે એક દિવસ જીવની મુક્તિ થઈ જાય છે.
ધર્મની આ તાપ-પરીક્ષા છે. બુદ્ધિમાન ધીર પુરુષોએ આવો જ ધર્મ આદરવા યોગ્ય છે. આવો શુદ્ધ ધર્મ સ્વીકારીને, ભાવપૂર્વક એની આરાધના કરીને, અનંત જીવોએ મુક્તિ પ્રાપ્ત કરી છે. માટે તમને હું કહું છું કે તમે આવા પરિશુદ્ધ ધર્મનો સ્વીકાર કરો, અતિ દુર્લભ મનુષ્યજન્મને સફળ કરો.” દેશના પૂર્ણ થઈ. જ કેટલાક જીવો સમ્યક્ત પામ્યા. જ કેટલાક જીવોએ વ્રતમય ગૃહસ્થધર્મ સ્વીકાર્યો.
છે. કેટલાક જીવોનું ચારિત્રમોહનીય કર્મ નાશ પામ્યું, તેઓએ ચારિત્રધર્મનો સ્વીકાર કર્યો.
સહુ કૃતાર્થતા અનુભવતા પોતપોતાના સ્થાને ગયા, પરંતુ હું ત્યાં જ બેઠો. મારી જિજ્ઞાસા સંતોષવી હતી!
ક્ર
રાહ
રાક
શ્રી સમરાદિત્ય મહાકથા
9964
For Private And Personal Use Only
Page #208
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેશના પૂર્ણ થયા પછી મેં ઈશાન ખૂણામાં જોયું. ત્યાં મેં રાણી ચંદ્રધર્માને ઊભેલી જોઈ. મારા મનમાં વિચાર આવ્યો: હું તીર્થંકર પરમાત્માને કારણ પૂછું કે મેં પૂર્વજન્મોમાં એવું કયું પાપ કર્યું હતું કે આ જન્મમાં મને ચન્દ્રધર્માનો વિરહ થયો અને મેં દારુણ દુઃખ ભોગવ્યું?'
મેં વિનયપૂર્વક આ પ્રશ્ન પૂછ્યો. તીર્થંકર પરમાત્માએ મારા પર કૃપા કરી. તેઓએ કરુણાસભર હૈયે મને કહ્યું:
“હે મિથિલાપતિ, આ પૃથ્વી પર વિંધ્ય નામનો પર્વત છે. એ પર્વત પર અનેક પ્રકારની મહાન ઔષધિઓ (વનસ્પતિની) રહેલી છે. “હરિચંદન” વગેરેનાં અસંખ્ય રમણીય વૃક્ષો છે. એ પર્વત પર જંગલી હાથીઓ પણ ઘણા છે. એ હાથીઓ ક્યારેક ચંદનનાં વૃક્ષોને સુંઢમાં ઘાલીને તોડી નાખે છે.. ત્યારે જંગલમાં ચંદનની સુવાસ પ્રસરે છે. ત્યાં વૃક્ષો પર જાત જાતનાં પક્ષીઓ બેસે છે. મધુર અવાજ કરે છે.
એ વિંધ્ય પર્વતની પાસેના પ્રદેશમાં ભીલોની વસતી હતી. તું ભીલોનો રાજા હતો. તારું નામ શિખરસેન હતું. તે શિકાર કરતો હતો. જીવહિંસામાં તને આનંદ મળતો હતો. તારી વિષયાસક્તિ-કામાસક્તિ પણ ગાઢ હતી. એ પ્રદેશમાં ઘણાં હરણ હતાં, બળદો હતાં, વરાહ હતાં... તું એમનો શિકાર કરતો.. તેથી ક્યારેક નર મરતો, ક્યારેક માદા મરતી... એ જીવોને પ્રિય વ્યક્તિનો વિરહ થતો.
તું તારી પત્ની શ્રીમતી સાથે, ઉનાળામાં પર્વતની ગુફામાં રહેતો હતો અને વિષયસુખ ભોગવતો હતો. એવા એક ઉનાળાની વાત છે.
માર્ગ ભૂલેલો એક સાધુ સમુદાય એ પર્વત પાસે આવી ચડ્યો, બધા સાધુઓ ચાલી ચાલીને થાકી ગયા હતાં. સુધા અને તૃષાથી દુર્બળ બની ગયાં હતાં. તેં એ સાધુઓને જોયા. તને સમજાયું કે “આ સાધુઓ ભૂલા પડેલા ભટકી રહ્યા છે...' તારા મનમાં સાધુઓ પ્રત્યે અનુકંપા પેદા થઈ. તું સાધુઓ પાસે ગયો. મેં પૂછ્યું :
હે મહાત્માઓ, તમે આ વિંધ્ય પર્વતના જંગલમાં કેમ ફરી રહ્યા છો?” “હે મહાનુભાવ, અમે માર્ગ ભૂલ્યા છીએ.” સાધુઓએ તને શાન્તિથી વાત કરી. તને સાધુઓ સાથે ઊભેલા જોઈને તારી પત્ની શ્રીમતી પણ ત્યાં આવી ગઈ હતી. તેણે તને કહ્યું: “હે નાથ, આ મહાત્માઓ આકરાં તપ કરનારા દેખાય છે, કૃશકાય છે. માટે પહેલાં તેમને ફળ આપ, કંદ અને મૂળ આપો. ભાગ્યયોગે જ તમને આ ૧૧q
ભાગ-૩ + ભવ આઠમો
For Private And Personal Use Only
Page #209
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિધાન મળી ગયું છે. તેઓ ભોજન કરી લે, પછી તમે તેમની સાથે જઈને, વિધ્યના જંગલમાંથી સુખરૂપ એમને રાજમાર્ગ પર મૂકી આવો...'
શ્રીમતીએ ગુફામાં સર્વ સાધુઓને સ્થાન આપ્યું. તું સાધુઓના માટે કોમળ ફળ લઈ આવ્યો. કંદ અને મૂળ પણ લઈ આવ્યો અને સાધુઓને આપવા લાગ્યો.
સાધુઓના અગ્રણી ગીતાર્થ સાધુએ કહ્યું: “હે મહાનુભાવ, આ ફળો, કંદ વગેરે સચિત્ત (જીવત્વવાળાં) હોવાથી અમે એ ગ્રહણ કરી ના શકીએ. તીર્થકરોએ શાસ્ત્રોમાં સચિત્ત ફળો વગેરે વાપરવાન-ખાવાનો નિષેધ કરેલો છે.”
સાધુઓની વાત સાંભળીને, તેં શ્રીમતી સામે જોયું. શ્રીમતીએ સાધુઓને કહ્યું: ‘હે મહાત્માઓ, તો પણ તમારે કંઈ પણ ગ્રહણ કરીને, અમારા પર ઉપકાર તો કરવો જ પડશે! નહીંતર અમને ઘણું દુઃખ થશે..' - સાધુઓએ તમારા બંનેના શ્રદ્ધાસભર ભાવો જાણ્યા. તમારી શ્રદ્ધાને દઢ કરવા માટે, તેમણે તેમને કહ્યું: “મહાનુભાવ, તમારી ઇચ્છા જ છે તો લાંબા સમયથી તમે રાખી મૂકેલાં ફળ હોય, જેના રૂપ-રસ બદલાઈ ગયા હોય... તેવાં ફળો આપો.'
તું બીજી ગુફામાં ગયો અને નિર્જીવ ફળ વગેરે લાવીને, તે મુનિઓને ભિક્ષા આપી. તેઓએ આહાર કર્યો. તે અચિત્ત પાણી પણ લાવી આપ્યું. સૂર્યના પ્રખર તાપથી નાના તળાવનું પાણી અચિત્ત થઈ ગયેલું હતું.
ત્યાર બાદ તું અને શ્રીમતી સાધુઓનાં ચરણોમાં વિનયથી બેઠાં, સાધુઓએ “આ પતિ-પત્ની ભલે ભીલ છે, ભલે પાપકર્મના ઉદયથી શિકાર કરીને, ગુજરાન ચલાવે છે, પરંતુ સરળ છે, ગુરુભક્તિવાળા છે અને એમનાં કર્મો ઘણાં ઓછાં થઈ ગયેલાં છે...” એમ સમજીને તમને જિનધર્મનો ઉપદેશ આપ્યો. મીઠી અને મધુર ભાષામાં અપાયેલો ઉપદેશ તમને બંનેને ગમ્યો. તમે એ ધર્મ ગ્રહણ કર્યો, સાધુઓ આનંદિત થયા. તેમણે શાશ્વત સુખના કારણભૂત શ્રી નવકારમંત્ર’ તમને આપ્યો, ભક્તિપૂર્ણ હૃદયથી, વિનયપૂર્વક તમે એ મહામંત્રને ગ્રહણ કર્યો. સાધુઓએ એ મંત્ર તમારી પાસે બોલાવડાવ્યો, અને યાદ કરાવી દીધો. તમને બંનેને એ મહામંત્ર યાદ થઈ ગયો. મુનિવરોએ એ મહામંત્રનો પ્રભાવ કહી સંભળાવ્યો:
“આ મહામંત્રથી તમારા દુઃખ દૂર થશે. તમને ઉત્તમ સુખ પ્રાપ્ત થશે. તમારી યશ ફેલાશે... અને તમે ભવસાગર તરી જશોઆ લોક અને પરલોકનાં શ્રેષ્ઠ સુખો તમને મળશે.'
છે “હે મહાનુભાવ, રોજ આ મંત્રને ૧૦૮ વાર જપવાથી કોઈ દુષ્ટ દેવ-દેવી તમને હેરાન નહીં કરે.”
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧૭
For Private And Personal Use Only
Page #210
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંદર દિવસમાં એક દિવસ તમારે કોઈ પણ પાપકાર્ય કરવું નહીં અને આ એકાંત સ્થળમાં બેસીને, તમારે શ્રી નવકારમંત્રનું જ સ્મરણ કર્યા કરવાનું. એ દિવસે કદાચ પૂર્વજન્મના પાપકર્મના ઉદયથી, કોઈ તમારા શરીરને કષ્ટ આપે કે દુઃખ આપે, તો તમારે એને ક્ષમા આપવાની. તેનો પ્રતિકાર ના કરવો.
છે આ રીતે કરવાથી દેવી સુખ-સંપત્તિના કારણભૂત જિનભાષિત ધર્મની પ્રાપ્તિ તમને થશે..'
તમે બંનેએ મુનિવરોની પ્રેરણા ગ્રહણ કરી. પછી નમતા પહોરે તું સાધુઓને રાજમાર્ગ સુધી મૂકીને પાછો આવ્યો. શ્રીમતી અતિ પ્રસન્ન હતી. તેણે તને કહ્યું:
હે નાથ, આ સાધુઓ કેવા કૃપાળુ હતા! આજે તો આપણે ત્યાં સોનાનો સૂરજ ઊગ્યો! આપણા આંગણે કલ્પવૃક્ષ ઊગી નીકળ્યું! આવા પાપ વિનાનું જીવન જીવનારા મહાત્માઓ આપણા જેવા પાપીને ઘેર ક્યાંથી? મને તો ખૂબ ગમ્યા મુનિવરો!”
તેં કહ્યું: “તારી જેમ મને પણ એ મહાત્માઓ ઘણા જ ગમ્યા છે. એમનો ઉપદેશ ગમ્યો છે...”
હવે આપણે પણ છોડી શકાય એટલાં પાપ છોડી દઈએ.”
સાચી વાત છે, જે પ્રમાણે મુનિવરોએ કહ્યું છે, એ પ્રમાણે તો આપણે કરીશું જ' શ્રી નવકારમંત્રનો જાપ તો આજથી જ શરૂ કરી દઈએ!”
તમે બંનેએ શ્રી નવકારમંત્રનું સ્મરણ શરૂ કરી દીધું. એક દિવસ તમે એકાંતમાં બેસીને, નવકારમંત્રનું સ્મરણ કરતાં હતાં, ત્યાં વિંધ્યપર્વતના શિખર પર બેઠેલા સિંહને શ્રીમતીએ જોયો. પીળા રંગની કેશવાળીને હલાવતો એ બેઠો હતો. શ્રીમતી સિંહને જોઈને, ભયભીત થઈ ગઈ. તેણે તને સિંહ દેખાડ્યું. શ્રીમતીને તેં કહ્યું: “તું મારી પાસે છે. ડરવાની જરૂર નથી. હું એક જ તીરથી એને હમણાં જ વીંધી નાખું છું.' એમ કહીને, તારી આગળ જ પડેલા બાણને તેં ઉપાડ્યું. ઉપર તીર ચઢાવ્યું. ત્યારે શ્રીમતીએ કહ્યું: “હે નાથ, આપના જેવા ધનુર્વિદ્યાના પારંગતને એ અશ્કય નથી. આપ એ સિંહને હણી શકો એવી તાકાત છે આપનામાં, પરંતુ એમ કરવાથી ગુરુવચનનો ભંગ થશે! યાદ કરો ગુરુવચનને! તેઓએ કહેલું છે કદાચ તમારા શરીરનો કોઈ વિનાશ કરે, તો પણ એ દિવસે તમારે ક્ષમા આપવી, પ્રતિકાર ના કરવો!'
મેં કહ્યું: “દેવી, તારી વાત સાચી છે. ગુરુવચનને ઉલ્લંઘાય જ નહીં. આ તો તારા પ્રત્યેના અથાગ સ્નેહથી પ્રેરાઈને મેં ધનુષ્ય હાથમાં લીધું. પરંતુ પ્રિયે, હવે એને મૂકી દઉં છું જમીન પર.
૧૧૮
ભાગ-૩ ૪ ભવ આઠમ
For Private And Personal Use Only
Page #211
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેં ધનુષ્ય-બાણ નીચે મૂક્યાં ને સિંહ ઠેઠ તારી પાસે આવીને ઊભો રહ્યો... તું અને તારી પત્ની શ્રી નવકારમંત્રનું સ્મરણ કરવામાં લીન બન્યાં, ત્યાં જ સિંહે પહેલાં શ્રીમતી પર હુમલો કરીને તેને ચીરી નાખી, પછી તને ચીરી નાખ્યો.
તમારા બંનેનું શુભ ધ્યાનમાં મૃત્યું થયું.
તમે બંને પહેલાં ‘સૌધર્મ' દેવલોકમાં ઉત્પન્ન થયાં. તમારા બંનેનું એક પલ્યોપમ વર્ષનું આયુષ્ય હતું. તમે બંનેએ દેવલોકમાં તમારા ઇચ્છિત ભોગસુખો ભોગવ્યાં, અને તમારું આયુષ્ય પૂર્ણ થતાં, ત્યાંથી તમારું ચ્યવન થયું...
પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં,
ચક્રપુર નગરમાં -
‘કુરુમૃગાંક’ નામનો રાજા હતો, તેની પટ્ટરાણી હતી બાલચંદ્રા. તારો જન્મ એ રાણીની કૃક્ષિએ થયો.
કુરુમૃગાંક રાજાના સાળાનું નામ હતું સુભૂષણ. એની પત્નીનું નામ હતું કુરુમતિ. દેવીનો જન્મ કુરુતિના પેટે થયો. બંને એક જ પ્રદેશમાં જન્મ્યાં. બંને રૂપવાન હતાં અને ગુણવાન હતાં. તારું નામ ‘સમરમૃગાંક' રાખવામાં આવ્યું, દેવીનું નામ અશોકદેવી.
જ્યારે તમે બંને યૌવનમાં પ્રવેશ્યાં ત્યારે અશોકદેવી સાથે તારાં લગ્ન કરવામાં આવ્યા. તમારા બંન્નેનો પરસ્પર ગાઢ સ્નેહ બંધાયો. તમે સંતોષી બન્યાં. વૈયિક સુખો ભોગવતાં... તમારો સમય વહી રહ્યો હતો.
એક દિવસ આરીસા ભવનમાં મહારાજા કુરુમૃગાંકે પોતાના માથા પર સફેદ વાળ જોયો અને તેઓ સંસાર પ્રત્યે વૈરાગી બન્યા.
તેમણે તારી માતા બાલચંદ્રા રાણીને વાત કરી. રાણી રાજા પ્રત્યે સ્નેહાધીન હતી. તેણે કહ્યું: 'હે નાથ, આપ જો સંસાર ત્યાગ કરશો તો આપની સાથે હું પણ સંસારત્યાગ કરીશ, પરંતુ એ પૂર્વે આપણે સમરમૃગાંકનો રાજ્યાભિષેક કરી દઈએ,’ તારો રાજ્યાભિષેક થયો.
તારાં માતા-પિતાએ દીક્ષા લીધી.
તેં સર્વે સામંત રાજાઓને વશ કર્યા અને રાજ્યને સારી રીતે સંભાળી લીધું. તારામાં બે દોષ હતાઃ તું વિષયાસક્ત હતો, અતિ કામી હતો અને શિકારપ્રિય હતો. તું પશુ-પક્ષીઓનો નિર્દય બનીને, શિકાર કરતો હતો. પક્ષી-બાળકો માતાપિતા વિહોણાં બનવા લાગ્યાં. પક્ષી-સ્ત્રીઓ પતિવિહોણી બનવા લાગી. એવી રીતે પશુઓમાં પણ તેં અનેકોના વિરહ કરાવ્યા.... હે રાજન, એ પાક્રિયા કરીને, તેં જે શ્રી સમરાદિત્ય મહાકા
૧૧૯૯
For Private And Personal Use Only
Page #212
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાપકર્મ બાંધ્યા હતાં, તે કર્મો આ જન્મમાં ઉદયમાં આવ્યાં છે.
હે રાજન, એ જ પ્રદેશમાં એક ભંભા’ નામનું નગર હતું. તે નગરનો રાજા હતો શ્રીબળ.
શ્રીબળ રાજા સાથે તારે ઝઘડો થયો. કોઈ વિશેષ કારણ વિના ઝઘડો થયો. તારા સેનાપતિથી માંડીને, બધા મુખ્ય યોદ્ધાઓ શ્રીબળના પક્ષમાં ભળી ગયા. તને ખ્યાલ આવી ગયો હતો, છતાં તેં યુદ્ધમાં તો ઝંપલાવી દીધું.
હે રાજન, એ યુદ્ધમાં તારું સૈન્ય હણાયું અને શ્રીબળ રાજાએ તારો પણ વધ કરી દીધો. મૃત્યુ વખતે તારા ચિત્તમાં પ્રબળ રૌદ્રધ્યાન પ્રગટ્યું હતું. શ્રીબળ રાજા પ્રત્યે તીવ્ર રોષ પ્રગટ્યો હતો. તારા જે યોદ્ધાઓ શ્રીબળના પક્ષમાં ભળી ગયા હતા, તેમના પ્રત્યે પણ તીવ્ર ફેષ પ્રગટ્યો હતો. એના પરિણામે મરીને, તારે નરકમાં ઉત્પન્ન થવું પડ્યું.
તારા કરુણ મૃત્યુના સમાચાર રાણી અશોકદેવીને મળ્યા. તે મૂચ્છિત થઈ, ધરતી પર ઢળી પડી. પરિવારે ઉપચારો કર્યો. તેને ચેતના આવી.. રુદન કરવા લાગી અને બોલવા લાગી: “કોણ દુષ્ટ મારા પતિને હણી નાખ્યો. મને તલવાર આપો.. હું એ દુષ્ટના ટુકડે-ટુકડા કરી ગીધડાંઓને ઉજાણી કરાવીશ..” પરિવારે રાણીને શાત્ત કરવા ઘણું સમજાવી.... શસ્ત્ર લઈને દોડી જતી રાણીને પકડી લીધી. તેણે જમીન પર માથાં પછાડ્યાં. છેવટે તેણે પોતાનો નિર્ણય જાહેર કર્યો: “હું અગ્નિમાં પ્રવેશ કરી પ્રાણત્યાગ કરીશ. હવે હું જીવવા નથી ઈચ્છતી. મારા પ્રિયતમ વિના હું જીવી નહીં શકું, અહીં રહી નહીં શકું. જે સ્થાનમાં મારા પતિ ઉત્પન્ન થયા હોય, એ જ સ્થાનમાં હું ઉત્પન્ન થાઉં! આ પ્રમાણે નિયાણું, કરીને તેણે ચિતામાં પ્રવેશ કર્યો, તે પણ મરીને એ જ નરકમાં ઉત્પન્ન થઈ, કે જ્યાં એનો પતિ, તું જ્યાં ઉત્પન્ન થયો હતો! ભલે એ તારી સાથે નરકમાં ઉત્પન્ન થઈ, તને જોયો પણ ખરો.. પરંતુ નરકનાં ભયાનક દુઃખોમાં, એ તારું સુખ પામી ના શકી. નરકની ઘોર-ભયંકર યાતનાઓ સહવામાં કરોડોથી પણ વધારે વર્ષો પસાર થયાં.
૦ ૦ ૦ તારું નરકનું આયુષ્ય પૂર્ણ થયું.
પુષ્કરાઈ દ્વિપના ભરતક્ષેત્રમાં વેણા નામનું નગર છે. એ નગરમાં એક દરિદ્રદુઃખી કુટુંબમાં તારો જન્મ થયો. બે ટંક પૂરતું ખાવાનું નહોતું કે એક જોડ સારા કપડાં પણ દુર્લભ હતાં.
આ તારી પત્ની પણ નરકનું આયુષ્ય પૂર્ણ કરીને, એ જ વેણાનગરમાં દરિદ્ર
૧00
ભાગ-૩ % ભવ આઠમો
For Private And Personal Use Only
Page #213
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુટુંબમાં છોકરી રૂપે જન્મી. તમે બંને યુવાનીમાં આવ્યાં. તમારાં માતા-પિતાએ તમારા બંનેનાં લગ્ન કર્યા. પુનઃ તમે પતિ-પત્ની બન્યાં. તમારો પરસ્પરનો સ્નેહ પ્રગાઢ બન્યો. ભાગ્યનો ઉદય થયો, તમારી દરિદ્રતા દૂર થઈ. તમે બંને સુખપૂર્વક રહેવા લાગ્યાં.
એક દિવસ તમે બંને ઘરમાં બેઠાં હતાં, ત્યારે બે સાધ્વીઓએ ભિક્ષા ગ્રહણ કરવા તમારા ઘરમાં પ્રવેશ કર્યો. તેમને જોતાં જ તમને બંનેને પારાવાર આનંદ થયો. શ્રદ્ધાસંવેગથી તમે બંને રોમાંચિત થઈ ગયાં. તમે બે હાથ જોડીને, મસ્તક નમાવીને વંદના કરી અને ભિક્ષા આપી. તારી પત્નીએ સાધ્વીઓને પૂછ્યું: “હે પૂજ્યા, તમે ક્યાં નિવાસ કર્યો છે?'
નગરની મધ્યમાં વસુશેઠની હવેલી પાસેના ઉપાશ્રયમાં!' એમ કહીને, સાધ્વીઓ ચાલી ગઈ. તમારા બંનેના હૃદયમાં એ સાધ્વીઓ પ્રત્યે ધર્મરાગ જાગ્યો.
દિવસના છેલ્લા પ્રહરમાં તમે પુષ્પો ભરેલી છાબડી લઈને, ઉપાશ્રયે જવા નીકળ્યાં. ક્ષણે ક્ષણે તમારી શ્રદ્ધા, તમારો ભક્તિભાવ વધતો જતો હતો. તમે બંને હર્ષિત હતાં.
તમે ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો.
સામે જ કાષ્ઠાસન પર બિરાજમાન “સુવ્રતા' નામનાં સાધ્વીને જોયાં. અતિ પ્રશાન્ત તેમની મુખાકૃતિ હતી અને તેઓ શાસ્ત્રાધ્યયનમાં લીન હતાં. તમે બંનેએ એમને વંદના કરી. સાધ્વીએ પોતાના ઉજ્જવળ વસ્ત્રમાંથી એક હાથ બહાર કાઢી, થોડો ઊંચો કર્યો. આશીર્વાદ મુદ્રામાં તમને “ધર્મલાભ!' કહ્યો.
“વત્સ, તમે બાજુમાં આવેલા દેરાસરમાં જાઓ અને જિનશ્વરદેવ ઉપર કુસુમવૃષ્ટિ કરીને, ભગવંતનાં ચરણે વંદના કરી આવો.”
તમે બંને દેરાસરમાં ગયાં. જિનેશ્વરની સુંદર મૂર્તિનાં દર્શન કર્યા. પુષ્પવૃષ્ટિ કરી અને ભાવપૂર્વક વંદના કરી. તમે પાછાં સાધ્વી સુવ્રતા પાસે આવ્યાં અને વિનયપૂર્વક બેઠાં.
જ
ક
રક
શ્રી સમસદિત્ય મહાકથા
૧૩૦૫
For Private And Personal Use Only
Page #214
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૮૧]
‘તમે ક્યાં રહો છો?” સાધ્વી સુવ્રતાએ તમને બંનેને પૂછયું. હે પૂજ્યા, અમે આ ગામમાં જ રહીએ છીએ.”
એ જ સમયે, તમારા ઘરે ભિક્ષા લેવા માટે આવેલાં બે સાધ્વી, ત્યાં આવ્યાં અને ગુરુણીને કહ્યું: “હે પૂજ્યાં, અમે આજે આમના ઘરે ભિક્ષા માટે ગયેલાં, દંપતીની અમે શ્રદ્ધા-ભક્તિ અપૂર્વ જોઈ. કેટલા બધા ઊછળતા ભાવથી તેમણે અમને પ્રાસુક ભિક્ષા આપી છે. અમે તમને કહેલું હતું કે અમારા ઉપાશ્રયની સાથે જ જિનમંદિર છે. તમે જિનમંદિરમાં જિનેર દેવનાં દર્શન કરી શકશો અને અમને પણ મળી શકશો, તેથી તેઓ આવ્યાં છે.”
સુવ્રતા સાધ્વીએ કહ્યું: “હે મહાનુભાવો, તમારા બંનેનાં મન ધર્મમાં લાગ્યાં છે, તમને ધર્મ પ્રિય લાગ્યો છે, એ તમારો ભાગ્યોદય સૂચવે છે. ધર્મ ગમવો ઘણો દુર્લભ છે... એથી પણ વધારે ધર્મનું આચરણ કરવું દુર્લભ છે. તમને દેવ અને ગુરુનાં દર્શને આવવાનું ગમ્યું ને તમે આવ્યાં, તમે બહુ સારું કર્યું,' સાધ્વીજીએ તારી પત્નીની સામે જોઈને કહ્યું:
“હે પુણ્યશાલિની, આ સમગ્ર સંસાર દુઃખરૂપ છે. કોઈને તનનાં દુઃખ, કોઈને મનનાં દુઃખ.. ફોઈને બંને પ્રકારનાં દુઃખ! પરંતુ દરેક જીવ દુઃખી છે આ દુનિયામાં! એ દુઃખોથી બચાવનાર એકમાત્ર ધર્મ છે. દુઃખોથી બચાવનાર ધર્મ જ છે, પરંતુ અજ્ઞાની જીવો ધર્મને છોડી, બીજા બધા ઉપાયો કરે છે. પરિણામે દુઃખ ઘટતાં નથી, પરંતુ વધી જાય છે. તે જીવો સુખથી દૂર દૂર થતાં જાય છે.
હે મહાનુભાવ, સર્વજ્ઞ ભાષિત ધર્મની આરાધના જેટલી મનુષ્ય કરી શકે છે, એટલી આરાધના દેવો પણ કરી શકતા નથી. દેવો એમનાં દિવ્ય સુખોમાં દિન-રાત લીન રહે છે. એવી રીતે નારકના જીવો, બિચારા દિન-રાત દુઃખોમાં રિબાય છે. કહો, એ જીવો ધર્મની આરાધના કેવી રીતે કરી શકે? તમારી પાસે મનુષ્યજન્મ છે! ધર્મપુરુષાર્થ કરવા માટે યોગ્ય જીવન તમને મળેલું છે.
પરંતુ, આ જીવનનો ભરોસો નથી કરવા જેવો. તીર્થકરોએ કહ્યું છે કે આ મનુષ્યજીવન છે સ્વપ્ન જેવું છે.
મૃગજળ જેવું છે. જ ઇન્દ્રજાળ જેવું છે.
ભાગ-૩ ૪ ભવ આઠમો
૧02
For Private And Personal Use Only
Page #215
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વપ્નમાં મનુષ્ય ઘણું બધું જુએ છે. ઘણું બધું અનુભવે છે, પરંતુ સ્વપ્ન પૂરું થતાં, જ્યારે એ જાગે છે ત્યારે એ બધું સ્વપ્ન મિથ્યા લાગે છે... કંઈ વાસ્તવિક હોતું નથી. એમ મનુષ્યજીવનનાં ભોગસુખો પણ વાસ્તવિક નથી, માત્ર સુખોનો આભાસ હોય છે. સ્વપ્નની જેમ જીવન ક્યારે પૂરું થઈ જાય - તે કહી શકાતું નથી.
એવી જ રીતે આ જીવન મૃગજળ જેવું છે. તમે જો રણપ્રદેશમાં ફર્યા હશો તો મૃગોને, મધ્યાહ્નકાળે.. જ્યારે તરસ લાગે છે. તેઓ આસપાસ પાણી શોધે છે. આસપાસ જ્યારે પાણી દેખાતું નથી, તેઓ દૂર દૂર પાણી માટે નજર નાખે છે... દૂર તેમને રેતીમાં પાણીની ભ્રમણા થાય છે... અને તે પીવા માટે તેઓ દોડે છે... ત્યાં પાણી મળતું નથી. પાછાં દૂર દૂર પાણી જુએ છે. દોડે છે... ત્યાં પાણી મળતું નથી. વળી દૂર દૂર જુએ છે. પાણીનો આભાસ મળે છે... દોડે છે... નિરાશ થાય છે... અને થાકી જાય છે... ને પાણીની તરસમાં પ્રાણ નો ત્યાગ કરી દે છે.
આ સંસારમાં પણ મનુષ્યની આ જ દશા છે ને? પાંચ ઇન્દ્રિયોના પ્રિય વિષયોને મેળવવા માટે ને ભોગવવા માટે મનુષ્ય જીવન પર્યંત સુખો પાછળ ભટકે છે. એને તૃપ્તિ થતી નથી. છેવટે તે દુઃખી થઈને, મોતનો કોળિયો બની જાય છે.
જેવી રીતે આ જીવન સ્વપ્નસમાન છે, મૃગજળસમાન છે, તેવી રીતે ઈન્દ્રજાળ સમાન છે! હે મહાનુભાવ, દુનિયાના જાદુગરો “ઇન્દ્રજાળ' રચતાં હોય છે. તેઓ,
જ્યાં જે ના હોય તે દેખાડે છે! ઉજ્જડ વેરાન ભૂમિ હોય, મહેલ તો નહીં ઘાસની ઝૂંપડી પણ જ્યાં નથી હોતી ત્યાં જાદુગર મહેલ બતાવી દે! વળી એ મહેલ અદૃશ્ય થઈ જાય! વેરાનભૂમિ જ રહે! એવું આ જીવન છે! ક્યારેક મનુષ્ય પાસે અઢળક સંપત્તિ આવે... થોડો સમય રહે... પાછી ચાલી જાય.. માણસ ખાલીનો ખાલી રહે!
માટે, હે સરળ જીવો, તમે પાંચ ઇન્દ્રિયોમાં આસક્ત ના બનશો, જે લોકો આ જીવનનો ઉપયોગ ધર્મ-આરાધનામાં નથી કરતાં, એ જીવો ચંદનકાષ્ઠને બાળી, તેના કોલસા બનાવી કોલસાનો ધંધો કરે છે. તેઓ મુખે ગણાય છે. તમે બંને સમજદાર છો, આવી મૂર્ખતા નહીં કરતાં.
તમારે સુખ જોઈએ છે ને? સંસારના સર્વ જીવોને સુખ જોઈએ છે... એ બધી જ જાતનાં સુખ ધર્મથી મળે છે. ધર્મથી ધનનું સુખ મળે છે, ધર્મથી ભોગસુખ મળે છે. ધર્મથી સ્વર્ગનાં સુખ મળે છે અને ધર્મથી મોક્ષનાં સુખ મળે છે. પરંતુ આવો સર્વ સુખદાયક ધર્મ, રાગ, દ્વેષ અને મોહનો નાશ કરનારા જિનવચનોનું ચિંતન કરવાથી આરાધી શકાય છે. જિનવચનનું ચિંતન, જો આટલું ફળદાયક છે તો પછી એમનાં દર્શનનું પૂછવું જ શું? તમે બંને, જિનેશ્વરનાં દર્શન કરવા આવ્યાં, તે ઘણું સારું કર્યું.
એવી રીતે જિનેશ્વરોએ બતાવેલા મોક્ષમાર્ગની આરાધના કરનારા સાધુ-સાધ્વીનાં દર્શન પણ પાપોનો નાશ કરે છે. તેઓનો પરિચય પાપોનો નાશ કરે છે...' શ્રી સમરાદિત્ય મહાકથા
૧૨03
For Private And Personal Use Only
Page #216
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધ્વીએ ઉપદેશ પૂર્ણ કર્યો એટલે વિનયપૂર્વક તેં પૂછુયું: “હે ભગવતી, સર્વપ્રથમ અમારે કયો ધર્મ કરવો જોઈએ?” “સર્વપ્રથમ તમારે માંસભક્ષણ છોડી દેવું જોઈએ અને મદ્યપાનનો ત્યાગ કરવો જોઈએ.'
“હે ભગવતી, આજથી જ અમે મઘ-માંસનો ત્યાગ કરીએ છીએ.'
“તમને પ્રતિજ્ઞા આપું છું...” સાધ્વીએ તમને બંનેને મઘ-માંસનો ત્યાગ કરાવ્યો. તમે ઊભાં થઈ. ત્યાં રહેલાં બધાં જ સાધ્વીજીને વંદના કરી, પછી જિનાલયમાં ગયાં. હર્ષવિભોર બની પુનઃ જિનેશ્વરને વંદના કરી.
ઘરે જવા માટે તમે તૈયાર થયા. મુખ્ય સાધ્વીને વંદના કરી - હવે અમે અમારા ઘરે જઈએ છીએ. અમને રજા આપો.'
સાધ્વીજીએ કહ્યું: ‘હવે તમારે બંનેએ પ્રતિદિન અહીં આવીને, સર્વજ્ઞભાષિત ધર્મનું શ્રવણ કરવું જોઈએ.” ' મેં કહ્યું: “અમે બનતી શક્યતાએ જરૂર આવીશું, અમને રોજ અહીં આવવું ગમશે!'
હે રાજન, તમે બંને પતિ-પની પ્રતિદિન જિનમંદિરે જવા લાગ્યાં અને સાધ્વીજીના મુખે ધર્મોપદેશ સાંભળવા માંડ્યાં. તમારા હૃદયમાં જિનભક્તિનો ભાવ વિકિસત થયો, સદ્ગુરુ પ્રત્યેની શ્રદ્ધા દૃઢ થઈ.. વિષયસુખોની આસક્તિ છૂટી ગઈ, એ સુખો પ્રત્યે અણગમો થઈ ગયો. જે પ્રમાણે સાધ્વીએ વ્રતો સમજાવ્યાં, તે રીતે સમજીને સ્વીકારતાં ગયાં. તમે ઉત્કૃષ્ટ કોટિનાં શ્રાવક-શ્રાવિકા બની ગયાં. તમે શ્રાવકધર્મનું સુંદર પાલન કર્યું. આયુષ્યકર્મ પૂર્ણ થયું. મૃત્યુ થયું. તમે બંને પાંચમાં બ્રહ્મદેવલોકમાં ઉત્પન્ન થયા.
અસંખ્ય વર્ષ સુધી તમે બંનેએ દેવલોકનાં દિવ્ય સુખો ભોગવ્યાં. આખર ત્યાં પણ આયુષ્યનું બંધન તો છે જ! આયુષ્ય પૂર્ણ થયું.. તું મિથિલાના રાજાને ત્યાં જન્મ્યો. અને આ તારી પ્રિય રાણી ચંદ્રધામ પણ, દેવલોકથી આવીને અહીં, તારી રાણી બની.
રાજન, ભીલના ભવમાં તે તીવ્ર પાપકર્મ બાંધ્યું હતું અને આ તારી પત્નીએ અનુમોદન કર્યું હતું. તેના મોટા ભાગનાં કડવા ફળ નરકમાં ભોગવ્યાં તમે બંનેએ. જે કર્મ બાકી હતાં તે તમે પૂર્વના દરિદ્ર મનુષ્યભવમાં કેટલાંક ભોગવ્યા, તે પછી પણ જે પાપકર્મ બાકી રહી ગયેલું હતું, તે તમે આ ભવમાં ભોગવી લીધું છે. હે મિથિલાપતિ, પાપકર્મના આવા વિપાકો, જાણીને હવે તમારે એવો પ્રયત્ન કરવો જોઈએ કે જેથી ફરી આવાં દુઃખો ભોગવવાનો સમય ના આવે.'
આચાર્યદેવ વિજયધર્મે રાજકુમાર ગુણચંદ્રને સ્વવૃત્તાંત કહેતાં કહ્યું: “કુમાર, તીર્થકર પરમાત્માના શ્રીમુખે મારા પૂર્વજન્મોનો વૃત્તાંત સાંભળીને, મારી મોહદશા દૂર થઈ
૧ર૪
ભાગ-૩ + ભવ આઠમો
For Private And Personal Use Only
Page #217
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગઈ. સમગ્ર રાજસુખો તરફ તીવ્ર વૈરાગ્યદશા પ્રગટ થઈ ગઈ.' સમવસરણમાં જ ઊભા થઈને, ભગવંતને વિનંતી કરી:
“હે ભવોદધિતારકી મારી પ્રબળ ભાવના છે કે મોક્ષસુખના કારણભૂત એવી ભાગવતી દીક્ષા આપની પાસે ગ્રહણ કરું..”
મહારાણી ચંદ્રધર્માએ પણ પરમાત્માની પાસે આવીને, આવી જ પ્રાર્થના કરી, દીક્ષા ગ્રહણ કરવાની વિનંતી કરી. તીર્થંકર પરમાત્માએ કહ્યું: “જહાસુખે દેવાણુપિયા!” હે મહાનુભાવો, વિના વિલંબે તમને સુખ ઊપજે એમ કરો. ગહન વન જેવા આ સંસારમાં ભવ્ય જીવોએ મોક્ષમાર્ગની જ આરાધના કરી લેવા જેવી છે.”
અમે બંનેએ રાજા-રાણીએ ભાવથી તો ત્યારે જ ચારિત્રી બની ગયા, પરંતુ હું રાજા હતો ને રાજ્યની વ્યવસ્થા કરવી, કર્તવ્ય હતું. આચાર્યદેવની આજ્ઞા લઈ, અમે રાજમહેલે પહોંચ્યાં.
કે તરત જ મંત્રીમંડળને બોલાવીને, અમારી ભાવના વ્યક્ત કરી. મંત્રીમંડળે અનુમતિ આપી.
રાજકુમારને બોલાવીને, એના રાજ્યાભિષેકની વાત કરી અને અમારા સંસારત્યાગની વાત કરી.
નગરમાં ઘોષણા કરાવી દીધી. જ દીન-અનાથોને મહાદાન આપ્યું. આ નગરમાં સર્વે મંદિરોમાં ઉત્સવ કરાવ્યાં.
સ્નેહી-સ્વજનોને ભોજન-વસ્ત્ર-અલંકારો આપ્યાં. શુભ દિવસે ને શુભ મુહુર્તે અમને બંનેને તીર્થકર ભગવંતે દીક્ષા આપી. અમારી સાથે અન્ય એક હજાર સ્ત્રી-પુરુષોએ પણ સંસાર ત્યાગ કરી દીક્ષા લીધી!
હે ગુણચંદ્ર, આ મારી જનમ-જનમની કથા છે!”
આચાર્યદેવની જનમ-જનમની કથા સાંભળીને, કુમાર ગુણચંદ્રના હૃદયમાં તો વૈરાગ્યભાવ જાગ્રત થયો, સાથે બેઠેલાં સર્વેને વૈરાગ્યભાવ જાગ્રત થયો. કુમારે વિચાર્યું કર્મવશ જીવની મોહાંધતા કેવી ભયાનક છે! એના વિપાકો કેવા દારુણ છે! ખરેખર, આ ગુરુવચનો જ, ભવસાગરથી જીવોને તારનારાં છે.. એમના ઉપદેશ મુજબ જો જીવન, જીવવામાં આવે, તો આ જન્મ તો સફળ થાય જ, ભવિષ્યના જન્મો પણ સફળ થાય.”
આમ વિચારીને, તેણે મસ્તકે અંજલિ રચીને, આચાર્યદેવને કહ્યું: “ભગવંત, આપે આપના અનેક જનમોની વાતો કરીને, અમારા પર મહાન ઉપકાર કર્યો છે. હે શ્રી સમરાદિત્ય મહાકથા
૧૨0૫
For Private And Personal Use Only
Page #218
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગવંત, આપના આ ધર્મોપદેશથી આજે મેં ધર્મના સાચા સ્વરૂપને જાણ્યું. મારા મિઆ વિકલ્પ... મિથ્યા કલ્પનાઓ નાશ પામી. મેં સંસારનાં સુખભોગની કેવી કેવી કલ્પનાની ઇમારતો બાંધી હતી! મારી અજ્ઞાનતા દૂર થઈ. જ્ઞાનદશા પ્રગટ થઈ. હે ગુરુદેવ, મારા હૃદયમાં આપના પ્રત્યે પ્રીતિ પ્રગટી છે. આપની જીવનપર્યત સેવા કરવાના કોડ પ્રગટ્યા છે. એટલે મારે દીક્ષા લેવી જ પડે, પરંતુ અત્યારે હું દીક્ષા નથી માગતો, અત્યારે આપ મને ગૃહસ્થધર્મ આપો.'
ગુરુદેવે કુમારને અને રાજા વિગ્રહને ગૃહસ્થ ધર્મનાં વ્રતો સમજાવીને આપ્યાં. તે બંનેએ વિધિપૂર્વક એ વ્રતો ગ્રહણ કર્યા. તેઓ બંને ભાવશ્રાવક બન્યાં. તેમનાં સંપૂર્ણ શરીરે રોમાંચ થયો. રોમરાજી વિકસ્વર થઈ ગઈ. ખૂબ ભાવપૂર્વક તેમણે ગુરુદેવને વંદના કરી.
ગુરુદેવે ધર્મલાભ' નો આશીર્વાદ આપ્યો. કુમારને તેમણે કહ્યું: “વત્સ, મેં જ્ઞાનબળથી તારો પ્રતિબોધ સમય જાણ્યો હતો, અને તેથી જ હું રાજરત્નપુરથી આકાશમાર્ગે અહીં આવ્યો છું! અહીં હું એકલો જ આવ્યો છું. રાજરત્નપુરમાં સાધુઓ મારી પ્રતીક્ષા કરતા હશે. મારે ત્વરાથી પહોંચવું જોઈએ. તમે બંને વ્રતપાલનમાં દૃઢતા રાખજો. પુનઃ તમે મને અયોધ્યામાં મળશો!'
એટલું કહીને આચાર્યદેવે આકાશગમન કર્યું. કુમાર, વિગ્રહ અને અન્ય લોકો ભક્તિભાવથી આકાશમાર્ગને જોઈ રહ્યાં. જ્યાં સુધી આચાર્યદેવ દેખાતાં રહ્યાં ત્યાં સુધી સહ જોતાં રહ્યાં.
ત્યાર પછી કુમારે ઝડપથી અયોધ્યા તરફ પ્રયાણ શરૂ કરી દીધું.
વાનમંતર, ક્યારનોય અયોધ્યા પહોંચી ગયો હતો.
રાજમહેલના નોકરોને રાજમહેલની બહાર મળીને, તેણે વાત કરી: ‘વિગ્રહરાજાની સાથે લડતાં લડતાં કુમાર ગુણચંદ્ર વીરગતિ પામ્યા... હું ત્યાંથી જ આવું છું. વિગ્રહરાજાએ વિજયોત્સવ ઊજવ્યો... ને હું આ બાજુ આવ્યો...'
આ વાત પહોંચી મહારાજા મૈત્રીબળ પાસે. સાંભળતાં તો એમના હૃદયને ભારે આંચકો લાગ્યો. વાત કહેનાર સેવકને તેમણે કહ્યું: ‘શું તને વાત કરનાર વિશ્વસનીય માણસ હતો?'
હા જી, એ પરદેશી યુવાન હતો. વિગ્રહ કરેલો વિજયોત્સવ જોઈને આવ્યો હતો... મહારાજાએ આંખો બંધ કરી. ચિત્તને સ્થિર કર્યું. તેમને પુત્રવિરહનું કોઈ સંવેદન ના પ્રગટ્યું. તેમણે વિચાર્યું: “જો આ સેવકની વાત મુજબ, ન બનવાનું બની ગયું હોય તો અયોધ્યાના ગુપ્તચરો અહીં આવીને, વાત કર્યા વિના ન જ રહે છતાં આ વાત મારે રત્નાવતીને કરવી જોઈએ.” એમ વિચારીને તેઓ ઊઠવા જાય છે,
૧09
ભાગ-૩ * ભવ આઠમાં
For Private And Personal Use Only
Page #219
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ત્યાં અંતપુરની દાસી દોડતી આવી... 'મહારાજા, ગજબ થઈ ગયો... શી ખબર... ક્યાંથી વાત આવી... કે રાજકુમાર યુદ્ધમાં હણાયા છે... એ સાંભળીને, યુવરાણી રત્નવતી મૂર્ચ્છિત થઈને, જમીન ૫૨ પડ્યાં છે... દાસીઓ એમની સેવામાં છે... આપ શીઘ્ર ત્યાં પધારો.'
મહેલમાં રાજકુમારના મૃત્યુની અફવા ફેલાવીને, વાનમંતર ખુશ થઈને, ચાહ્યો ગયો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાજા રત્નવતી પાસે ગયા. રત્નવતી ભાનમાં આવી કે તરત જ તેણે કલ્પાંત કરવા માંડો. આંસુ નીતરતી આંખે તેણે મહારાજાને કહ્યું: ‘પિતાજી, મને અગ્નિપ્રવેશ કરવાની અનુમતિ આપો. હું અભાગી છું... આર્યપુત્રના અકુશળ સમાચાર જાણવા છતાં હજુ મારા પ્રાણ ટકી રહ્યા છે... કેવી હું નિર્લજ્જ છું... પરંતુ હું આર્યપુત્ર વિના જીવી નહીં શકું... હું અગ્નિપ્રવેશ કરીને, મારા પ્રાણોનો ત્યાગ કરીશ... અને સુરલોકમાં જ્યાં આર્યપુત્ર હશે ત્યાં જઈશ... એમને મળીશ...’
મહારાજાએ ગંભીર સ્વરે કહ્યું: ‘હે સૌભાગ્યવંતી, તું શોક ના કર, વિષાદ ત્યજી દે. આ વાત મારું હૃદય માનતું નથી... મારો પુત્ર કેસરીસિંહ સદેશ છે... જ્યારે પેલો વિગ્રહ તો શિયાળ છે શિયાળ... શું બેટી, તેં ક્યારેય સાંભળ્યું છે કે શિયાળે સિંહને માર્યો?
વળી બીજી મહત્ત્વની વાત કહું તે સાંભળ. થોડા દિવસ પૂર્વે એક અષ્ટાંગ નિમિત્તના જાણકાર જ્યોતિષી મારી પાસે આવેલા. તેમણે મને કહ્યું હતું કે રત્નવતી પુત્રવતી થશે! નૈમિત્તજ્ઞની વાત ખોટી ના જ પડે.
બીજી વાત – આ સમાચાર સાંભળ્યા પછી મારા હૃદયમાં કોઈ જ વ્યાકુળતા થતી નથી.
ત્રીજી વાત - આજે ગત રાત્રિમાં મેં કુશળ સ્વપ્ન જોયું છે! કુમારને યુદ્ધમાં એક ઘા પણ વાગ્યો નથી.
શ્રી સમરાદિત્ય મહાકથા
મહત્ત્વની વાત તો એ છે કે હે કલ્યાણી, તારી સૌભાગ્યલક્ષ્મી અખંડ છે!' ‘પિતાજી, તમારું વચન સત્ય હો! હું એ જ ઈચ્છું છું... પરંતુ તો પછી આ વાત જે આવી છે... તેનું શું?'
‘હે મહાસતી, પૂર્વજન્મના કોઈ શત્રુએ આ વાત ફેલાવી લાગે છે... કારણ કે આ જીવનમાં હું જાણતો નથી કે કુમારનો કોઈ શત્રુ હોય!'
For Private And Personal Use Only
૧૨૦૭
Page #220
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Y૧૮)
મહારાજા મૈત્રીબળે રત્નવીને કહ્યું: “વત્સ, કદાચ આપણા દુર્ભાગ્યથી કે કર્મોની કુટિલતાથી એમ બન્યું પણ હોય, તો એ આપણા બધા માટે દુઃખદ છે ને? તું એકલી કેમ વ્યાકુળ બની જાય છે? તું સ્વસ્થ બન. આકુળતાનો ત્યાગ કર. આજે હમણાં જ પવનગતિ' નામના દૂતને મોકલ્યો છે. પાંચ દિવસમાં જ એ સાચા સમાચાર લઈને આવી જશે. ત્યાં સુધી આપણે સહુ ધીરજ ધરીએ અને પરમાત્માનું સ્મરણ કરીએ.”
રત્નવતી કંઈક સ્વસ્થ બની. તેણે કહ્યું: “પિતાજી, એ દૂત આવે ત્યાં સુધી, આપ આજ્ઞા આપો તો
હું શાન્તિકર્મ કરું. છે દીન-અનાથોને મહાદાન આપું.
દેવતાનું પૂજન કરું. છે અને જ્યાં સુધી આર્યપુત્રના કુશલ-સમાચાર ના મળે ત્યાં સુધી ઉપવાસ
કરું.”
મહારાજાએ કહ્યું: “હે વત્સ, ભલે તારું મન માને એ રીતે કરજે.”
મહારાણી પદ્માવતીએ કહ્યું: “હું પણ યુવરાજ્ઞીની સાથે જ શાન્તિકર્મ વગેરે કરીશ..” મહારાજાએ મૌન અનુમતિ આપી દીધી...
મહારાજા પોતાના ખંડમાં ગયા. સાસુ-વહુએ શાન્તિકર્મનો પ્રારંભ કર્યો. કુમાર ગુણચંદ્રની કુશળતા માટે પ્રાર્થનાઓ થવા લાગી.
૦ ૦ ૦ અયોધ્યાના વિશાળ રાજમાર્ગ પરથી એક સાધ્વીવૃંદ પસાર થતું હતું. સાથ્વીવૃંદમાં સહુથી આગળ ચાલી રહેલાં સાધ્વી અતિ રૂપવતી હતાં છતાં એમની મુખાકૃતિ નિર્વિકારી હતી, કલ્યાણમયી હતી. તેમને જોનારાઓને લાગે કે તેઓ તપસ્વિની છે, ઉપશાન્ત છે, નિર્મળ ચારિત્રી છે,
તે હતાં સાધ્વી સુસવંતા, પૂર્વાવસ્થામાં તેઓ કોશલરાજનાં રાણી હતાં અને શ્વેતાંબાના રાજાની રાજકુમારી હતાં.
૧0૮
ભાગ-૩ + ભવ આઠમો
For Private And Personal Use Only
Page #221
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુ-ઉપદેશથી તેઓ સંસાર પ્રત્યે વિરક્ત બન્યાં હતાં અને તેમણે દીક્ષા લીધી હતી. તેમની બુદ્ધિપ્રતિભા અપૂર્વ હતી. ગુણોની સંપત્તિ મહાન હતી. ગુરુણી પાસેથી તેમણે જ્ઞાનપ્રકાશ મેળવ્યો હતો. સંયમના પાઠ ભણ્યાં હતાં.
પછી તો તેમની અનેક શિષ્યાઓ થઈ. ગુરુણીની આજ્ઞાથી તેઓ સાધ્વીવૃંદ સાથે ગામ-નગરોમાં વિચરતાં હતાં. તેઓ અયોધ્યામાં પધાર્યાં હતાં.
રાજમહેલના ઝરૂખામાંથી રત્નવતીએ તેમને રાજમાર્ગ પરથી પસાર થતાં જોયાં. જમીન પર સ્થિર દૃષ્ટિ રાખીને, સર્વે સાધ્વી મૌનપણે જઈ રહ્યાં હતાં.
સાધ્વીનાં દર્શન થતાંની સાથે રત્નવતીના હૃદયમાં આનંદ પ્રગટ્યો... એનો શોકવિષાદ દૂર થયો. તેનું આત્મવીર્ય ઉલ્લસિત થયું.
તે ઝડપથી નીચે ઊતરી... તે જાતે જ રાજમાર્ગપર દોડીને, સાધ્વીની સામે ઊભી રહી ગઈ. સાધ્વીવૃંદ રાજમાર્ગ પર ઊભું રહી ગયું...
રત્નવીએ મસ્તકે અંજલિ જોડી, સાધ્વીને વંદના કરી. અતિ સદ્ભાવ હૃદયમાં ભરીને તે બોલી:
‘હે ભગવતી, આપ દુ:ખી આત્માઓ પ્રત્યે વાત્સલ્યવાળાં છો, એ આપની સૌમ્ય મુખાકૃતિથી સમજાય છે. હું આપને વિનંતી કરું છું કે જો આપને કોઈ પણ પ્રકારની અગવડ ના હોય તો આ મારા ઘરમાં પધારવાની કૃપા કરો. હે માતૃહૃદયા, હું યુવરાજ્ઞી છું, મહેલમાં રહું છું... પણ આજે હું મહા દુઃખી છું... તમારાં દર્શનથી મને કંઈક શાન્તિ મળી છે. મનમાં હર્ષ થયો છે... હે ભગવતી, આપ ધર્મશાસ્ત્રનાં જ્ઞાતા છો, મારે આપને મુખે ધર્મની વાતો સાંભળવી છે... જેથી બળી રહેલું મારું હૃદય શીતળતા અનુભવે...'
સાધ્વીએ કહ્યું: ‘હે ધર્મશીલે, ધર્મની દેશના આપવા માટે તારા ઘરમાં આવવામાં કોઈ દોષ નથી. બાકી, ઘરના લોકોને અપ્રીતિ આદિ ના થાય, તે માટે અમારે સાવધાની રાખવાની હોય છે.'
રત્નવતીએ કહ્યું: ‘હે ભગવતી, મારા ઘરમાં મારાં સાસુ-સસરા ધર્મશ્રદ્ધાવાળાં છે... તેમને તો આપનાં દર્શનથી ખૂબ આનંદ થશે!'
જો એમ હોય તો અમને આવવામાં વાંધો નથી...'
‘આપે મારા પર મહાન કૃપા કરી... ચાલો પધારો...’
રત્નવતીની સાથે સાધ્વીવૃંદે રાજમહેલમાં પ્રવેશ કર્યો. રત્નવતીએ આદરપૂર્વક તેમનો સત્કાર કર્યો. એક કાષ્ટાસન ઉપર સાધ્વીને બેસાડ્યાં.
રત્નવતી વિચારે છે: ‘ખરેખર, આ સાધ્વીજીનું રૂપ કેવું અનુપમ છે! અને તત્કાળ
શ્રી સમરાદિત્ય મહાકા
૧૨૦૯
For Private And Personal Use Only
Page #222
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિર્ણય કરવાની કેવી કુશળતા છે! મારી વિનંતીનો એમણે તરત જ સ્વીકાર કર્યો... મારે એમની સાથે કોઈ પરિચય નથી, કોઈ ઓળખાણ મેં કાઢી નથી. છતાં તેઓએ મારા પર કૃપા કરી... હું ધન્ય બની ગઈ... કેવી અદ્ભુત છે એમની ગુણસંપત્તિ! એમનાં દર્શન થતાંની સાથે મને કેવો અપૂર્વ હર્ષ થયો...!' તેણે સાધ્વીને કહ્યું: ‘હે ભગવતી, મારા પરિવારને હું શીઘ્ર બોલાવીને આવું છું.’ તે દોડી. તેણે પદ્માવતી અને અન્ય રાણીઓને સાધ્વીના આગમનના સમાચાર આપ્યા અને ઉપદેશ સાંભળવા માટે કહ્યું. સહુ ઝટપટ રત્નવતીની પાછળ જ આવી પહોંચ્યાં, અને સાધ્વીજીની સમક્ષ, વંદન કરીને ઉચિત સ્થાને બેસી ગયા. સાધ્વીએ રત્નવતીની દૃષ્ટિ સાથે દૃષ્ટિ મેળવીને કહ્યું:
‘હે વત્સે, આ સંસાર ચાર ગતિરૂપ છે. અનંત અનંત જીવો આ સંસારમાં જન્મમૃત્યુ કરતા, ભટકી રહ્યા છે. ભિન્ન ભિન્ન ગતિઓમાં અને ભિન્ન ભિન્ન યોનિઓમાં જીવો જન્મે છે ને મરે છે. જન્મ અને મૃત્યુની વચ્ચેના જીવનકાળમાં રોગ, શોક, આધિવ્યાધિ-ઉપાધિ તથા વૃદ્ધાવસ્થાથી હેરાનપરેશાન થાય છે... પરંતુ મોહના અંધકારમાં તેમને દુઃખનાં કારણો દેખાતાં નથી... જે દુઃખનાં કારણો છે, તેને સુખનાં કારણો માનીને, તે કારણોને સેવે છે, પરિણામે વધુ દુ:ખી થાય છે. પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં એ સુખ માને છે, એટલે વૈષયિક સુખોની તૃષ્ણાથી પીડાયા કરે છે અને, જીવને ગમે તેટલાં વૈષયિક સુખો પ્રાપ્ત થાય, એ સુખોથી ક્યારેય શાશ્વત તૃપ્તિ થતી નથી... આના પરિણામે એ અજ્ઞાની અને મોહાંધ જીવ,
* વધુ ને વધુ ઇન્દ્રિયોની કદર્થના પામે છે. તેનામાં ક્રોધની આગ પ્રચંડ બને છે.
* અભિમાનના પહાડ પર ચડે છે.
* માયાની વિષમ જાળમાં ફસાય છે, મૂંઝાય છે. * લોભના મહાસમુદ્રમાં ડૂબી જાય છે.
* ઇષ્ટ-પ્રિય જનના વિયોગનું દુ:ખ એને સંતાપે છે.
* કાળ-પરિણતિ એને સંસારના ચગોળમાં ભટકાવે છે.
* અંતે, મૃત્યુ એને ભરખી જાય છે!
હે ભદ્રે, તેં મને સર્વપ્રથમ કહ્યું કે તું મહાદુઃખી છે! હું તને કહું છું કે
* આ સંસાર વ્યાધિઓથી ભરેલો છે, જન્મ-મૃત્યુની પીડાઓથી ભરેલો છે, એવા સંસારના સાચા સ્વરૂપને જાણીને, જેઓએ સંસારનો ત્યાગ કરેલો છે, તેવા મુનિવરોનાં ચ૨ણે જીવન સમર્પિત કરવું જોઈએ, કે જે મુનિવરો સર્વજ્ઞ વીતરાગનાં
૧૨૧૦
ભાગ-૩ ગ્ન ભવ આઠમો
For Private And Personal Use Only
Page #223
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનો અનુસાર ઉપદેશ આપે છે. આવા મુનિજનોની આજ્ઞા મુજબ, સર્વ દુઃખોનું નિવારણ, કરનારી સંયમ-ક્રિયાઓ કરવી જોઈએ.
જોકે સંયમજીવનમાં ઉપસર્ગો તથા પરિષહોની પીડા સહવી પડતી હોય છે, છતાં સંયમી આત્માઓ એ ઉપસર્ગ વગેરેની ચિંતા કરતા નથી. “ઉપસર્ગ-પરિષહ સહવાથી મારો કર્મવ્યાધ દૂર થાય છે.” આ સંયમી આત્માનો પાકો નિર્ણય હોય છે. “મારે મહામોહના વ્યાધિથી મુક્ત બની, અંતરાત્મામાં ઉપશમ-રસરૂપ આરોગ્ય પ્રાપ્ત કરવું છે. આ ચારિત્રી આત્માની દૃઢ પ્રતિજ્ઞા હોય છે. માટે તેઓ વૈર્ય ધારણ કરી, બાહ્ય કષ્ટોને સમતાભાવથી સહન કરે છે, પરિણામે તેમને, કે ભાવઆરોગ્યની પ્રાપ્તિ થાય છે.
મોહ-તિમિર નાશ પામે છે. જ સમ્યગુજ્ઞાનનું અજવાળું થાય છે.
મિથ્યા આગ્રહો ચાલ્યાં જાય છે. એ સંતોષામૃત એમના આત્મામાં પરિણમી જાય છે. મિથ્યા ક્રિયાઓ દૂર થઈ જાય છે.
ભવ-વેલ લગભગ તૂટી જાય છે. છે આત્મધ્યાનમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે.
મોક્ષસુખ હાથવેંતમાં હોય છે. હે સુશીલે, આ તો મેં તને આધ્યાત્મિક દૃષ્ટિથી વાત કરી. દુનિયાના લોકોની સુખ-દુઃખની કલ્પનાઓ જુદી હોય છે. એ લોકો -
ભૂખને દુઃખ માને છે, ભોજન મળે તેને સુખ માને છે. તરસને દુઃખ માને છે, પાણીની પ્રાપ્તિને સુખ માને છે. આ નિર્ધનતાને દુઃખ માને છે, ધનપ્રાપ્તિને સુખ માને છે. આ રોગને દુઃખ માને છે, આરોગ્યને સુખ માને છે! . ક પ્રિય વ્યક્તિના વિયોગને દુઃખ માને છે, પ્રિય વ્યક્તિના સંયોગને સુખ માને છે. વાસ્તવમાં, આ બધાં કલ્પિત સુખો હોય છે... ક્ષણિક સુખો હોય છે. વધુ સમય આ સુખો ટકતાં નથી.... થોડાં સુખ હોય છે તો વધારે દુઃખ હોય છે! એટલે ખરું કહું તો આ સંસારમાં કોઈ સુખી છે જ નહીં.
હે વત્સ, “તને શાનું મહાદુઃખ છે, તે જો મને કહેવા યોગ્ય હોય તો કહે.” રત્નાવતીએ કહ્યું: “હે ભગવતી, આપને કહેવામાં મને કોઈ સંકોચ નથી. મને
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧૧
For Private And Personal Use Only
Page #224
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારા પ્રિયતમના વિરહનું તીવ્ર દુઃખ છે.' રત્નાવતીએ બધી વાત સાધ્વીને કરી. જે અફવા સાંભળી હતી. તે વાત પણ કરી, અને છેવટે કહ્યું:
“હે પૂજ્યા, આપે આપના ઉપદેશમાં જે વાતો કહી, પરમાર્થથી એ જ સત્ય છે, પણ હું મંદભાગ્યા છું. મને આર્યપુત્ર અંગેના અમંગલ સમાચારે વ્યથિત કરી દીધી છે. અતિ દુઃખ ઉત્પન્ન કર્યું છે.”
સાધ્વીએ કહ્યું: “હે ભદ્ર, અત્યારે તારા આર્યપુત્રને અકુશળ નથી, તે નિરાબાધ છે, માટે સ્વસ્થ બન.”
“હે ભગવતી, આપે કેવી રીતે જાણ્યું?' સાધ્વી પ્રત્યે રનવતીને સાધ્વીનાં વચનો પર વિશ્વાસ થઈ જ ગયો હતો, છતાં જિજ્ઞાસાથી પૂછી લીધું. ‘તારા વિશિષ્ટ પ્રકારના સ્વરથી જાણ્યું.' મારા વિશિષ્ટ સ્વરને આપે કેવી રીતે જાણ્યો?'
સ્વર જ્ઞાનથી!' “એ કેવું સ્વર વિજ્ઞાન છે?”
ભદ્ર, જ્યારે પતિ પત્નીના સંયોગમાં પરમાનંદ અનુભવે તે વખતે પતિનો જેવો સ્વર હોય તેવો સ્વર સૌભાગ્યવતી સ્ત્રીનો હોય... આ પ્રમાણે સ્વર વિજ્ઞાનના શાસ્ત્રમાં મેં સાંભળેલું છે.” રનવતીએ કહ્યું: “હે ભગવતી, આપ ગુસ્સે ના થાઓ તો હું કંઈક રહસ્ય પૂછું..”
હે ભદ્ર, સાધુ-સાધ્વી ક્રોધ કરનારાં હોતા નથી... તારે જે પૂછવું હોય તે પૂછ... વિનંતી કરવાની જરૂર નથી.'
આપે કહ્યું કે હું સૌભાગ્યવતી છું, એમાં પ્રમાણ શું?” વર્લ્સ, આવી વાતોમાં પ્રમાણ કે પુરાવો ના હોય. સર્વજ્ઞ વીતરાગ પરમાત્માનાં વચનો મિથ્યા હોય જ નહીં. સ્વર વિજ્ઞાન સર્વજ્ઞ વીતરાગે કહેલું છે. તારો સ્વર સૌભાગ્યવંતીનો જ છે. વિધવા સ્ત્રીનો આવો અવાજ ના હોય. તે છતાં તને મારી વાત પર વિશ્વાસ બેસે અને તારા જાણવા માટે, કંઈક નિશાની બતાવું છું. અહીં કોઈ પુરુષ નથી, તેથી એ બતાવી શકાય, પરંતુ એ સાંભળીને, તારે નારાજ નથી થવાનું.” “નહીં થાઉં નારાજ, આપ બતાવો.'
આવા સ્વરવાળી સ્ત્રીના શરીરના ગુપ્તપ્રદેશમાં તલ જેવો કાળો ડાઘ હોય છે, જેને ‘મષ' કહેવાય છે. આ પ્રમાણે સ્વર વિજ્ઞાનના શાસ્ત્રોમાં કહેવાયું છે. આ વાત સાચી છે કે ખોટી, તે તું કહી શકે છે...”
૧૨
ભાગ-૩ + ભવ આઠમો
For Private And Personal Use Only
Page #225
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રત્નાવતીએ કહ્યું: “હે ભગવતી, આપની વાત સાચી છે. મને આપનાં વચનો પર સંપૂર્ણ વિશ્વાસ છે, છતાં વ્યાકુળતાથી મેં આપને પ્રશ્ન કર્યો. મને ક્ષમા કરો.”
“વત્સ, આમાં તારો કોઈ દોષ નથી, સ્નેહાકુળ જીવો આવા જ હોય છે. વળી, મેં જે તારી રહસ્યભૂત વાત છતી કરી, તે તને જલદી વિશ્વાસ થઈ જાય એટલા માટે છતી કરી, છતાં તને દુઃખ લાગ્યું હોય તો ક્ષમા કરજે...”
અરે ભગવતી, આ શું બોલ્યાં? આપે તો મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. આપે ક્ષમા માગવાની ના હોય. આ ખુલાસો કરીને, તો આપે મારો મહાશોક દૂર કર્યો છે. હવે આપને એક પ્રશ્ન પૂછવો છે...”
પૂછી શકે છે...' “હે ભગવતી, પૂર્વજન્મનાં એવાં કયાં પાપકર્મોનો આ ભયંકર વિપાક મને ઉદયમાં આવ્યો?
“સાધ્વી સુસંગતાએ કહ્યું: “થોડાક અજ્ઞાનતાપૂર્ણ વર્તનથી આ દારુણ વિપાક તેં ભોગવ્યો છે. હે યુવરાજ્ઞી, અજ્ઞાનપૂર્ણ વર્તનની કેવી ભયાનકતા છે, તેનો મેં કેવો અનુભવ કર્યો છે, તે અનુભવની હું વાત કરું છું. તું એકાગ્રતાથી સાંભળજે.”
હે પૂજ્યા, આપનો સ્વવૃત્તાંત હું બરાબર સાંભળું છું, આપે ખરેખર, મારા ઉપર મહાન ઉપકાર કર્યો!'
સાધ્વી સુસંગતાએ સ્વવૃત્તાંત કહેવાનો પ્રારંભ કર્યો: “કૌશલ” નાનો દેશ છે. એ દેશના રાજાનું નામ નરસુંદર હતું. હું એમની ધર્મપત્ની હતી. પટ્ટરાણી હતી. અમારું દાંપત્યજીવન સુખી હતું. પ્રસન્ન હતું. તેઓ મારાથી કોઈ વાત છુપાવતા ન હતા, હું પણ તેમનાં ચરણે પૂર્ણ સમર્પિત હતી. અમારી જીવનયાત્રા સુખરૂપ ચાલતી હતી.
મહારાજા સનિકો સાથે, અવારનવાર અકડા કરવા, નગરની બહાર વિશાળ જંગલમાં જતા, સમયસર પાછા આવી જતા. એક દિવસ તેઓ મોડા પાછા આવ્યાં મેં તેમને કારણ પૂછ્યું નહીં. પરંતુ એ દિવસથી તેઓ ઉદાસ રહેવા લાગ્યા.. એ ઉદાસ રહે, એ મને ના ગમે. મેં કારણ પૂછ્યું, પરંતુ તેમણે કહ્યું: “કંઈ નથી.’ મેં આગ્રહ કરીને પૂછ્યું: “તમારે કારણ કહેવું પડશે. મને હૃદયમાં ચિંતા થાય છે...”
રક ચક જ
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
Page #226
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
La231
મહારાજાએ મારી સામે જોયું. તેમની આંખોમાં મને ઉદાસી દેખાતી હતી. શંકાશીલતા દેખાતી હતી. મારા અતિ આગ્રહથી તેમણે મને ઉદાસીનું કારણ બતાવ્યું:
‘દેવી, જે દિવસે અશ્વક્રીડા કરીને, મોડો પાછો આવેલો, તે દિવસની આ વાત છે. એ દિવસે જે અશ્વ ઉપર હું બેઠો હતો... એ અથ તોફાની હતો, અવળચંડો હતો... તેણે મને મારા સૈનિકોથી છૂટો પાડી દીધો... એક મહા અટવીમાં મને લઈ ગયો અને જમીન પર ફેંકી દીધો... પછી એ અશ્વ થોડે દૂ૨ જઈને, ઊભો રહી ગયો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મને ધીરે ધીરે કળ વળી, હું બેઠો થયો. મધ્યાહ્નનો સમય થઈ ગયેલો. મને ખૂબ તરસ લાગી હતી. હું આસપાસ પાણી શોધવા લાગ્યો. એક નાનું તળાવ મેં જોયું. પાણીથી ભરેલું હતું અને એમાં સુંદર પુષ્પો ઊગેલાં હતાં. મેં ધરાઈને પાણી પીધું... અને ધીરે ધીરે મારા અશ્વ તરફ જવા લાગ્યો. ત્યાં એક ગીચ ઝાડીમાં મારી દૃષ્ટિ પડી... મેં ત્યાં એક યુવતીને જોઈ... હું ઊભો રહી ગયો... એ યુવતીને જોઈ રહ્યો...
એ સ્ત્રીનું રૂપ અવર્ણનીય હતું. અપૂર્વ હતું, આવી સુંદર સ્ત્રી મેં પહેલવહેલી જ જોઈ! તેણે સુંદર અને કીમતી વસ્ત્ર પહેરેલાં હતાં. હિમાલયનાં જોડિયાં શિખરો પર પથરાયેલા બરફની જેમ એક શ્વેત ગૂંથેલી શાલ એના વક્ષઃસ્થળ પર ફેલાયેલી હતી. એની દૃષ્ટિમાં, એના શ્વાસોચ્છ્વાસમાં મને પ્રબળ ઉશ્કેરાટ દેખાતો હતો. તેની આંખો અણિયાળી હતી. તેની આંખોમાં સ્નેહભર્યું આમંત્રણ હતું. તેણે મને પાસે બોલાવવાનો અભિનય કર્યો. તેણે સુંદર રેશમી વસ્ત્રો પહેર્યાં હતાં. તેનું અધોવસ્ત્ર આછા ભૂરા રંગનું હતું. ઉત્તરીય વસ્ત્ર લીંબુ જેવા પીળા રંગનું હતું. મને પીળો રંગ આમેય ગમતો રંગ હતો. તેનું ગળું સહેજ લાંબુ હોવાથી, તે વધુ રૂપાળી લાગતી હતી. એ ગળા ઉપર ગોઠવાયેલો ચહેરો મને આ પૃથ્વી પરનો નહોતો લાગતો. એનું ઘડામણ કલ્પનાતીત હતું. તેની હડપચી, તેના હોઠ, તેનું નાક... તેની આંખો, તેની ભમ્મરો અને તેના કાન મને અપ્રતિમ લાગતાં હતાં. એ હકીકત હતી કે એ સ્ત્રી જેવી રૂપાળી... અને સર્વાંગ સંપૂર્ણ સ્ત્રીની આકૃતિ મેં ક્યારેય જોઈ નથી.
૧૨૧૪
તેની કાળી લંબગોળ આંખોમાં કાજળભીનો ચળકાટ હતો. તેના પાતળા હોઠ બરાબર જગ્યાએ, બરાબર પ્રમાણમાં ઊપસેલા હતાં... તે ખૂબ આકર્ષક લાગતી હતી. ક્ષણભર સ્વપ્ન જેવું લાગ્યું... હું તેને જોઈને સ્તબ્ધ બનીને, ઊભો રહ્યો. એ ઘડી... એ પળ કોઈ અજબ હતી, તેમાં સ્તબ્ધતા હતી, છતાં મારી જાગૃતિ હતી. એની પાસે જતાં પહેલાં દૂરથી જ મેં એને પૂછ્યું:
For Private And Personal Use Only
ભાગ-૩ ૪ ભવ આઠમો
Page #227
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘તું કોણ છે?” હું “મનોહરા' નામની યક્ષપત્ની છું.' આ પ્રદેશ કયો છે? “આ વિધ્ય નામનું અરણ્ય છે.' તું અહીં એકાકી કેમ છે?”
હું મારા પ્રિયતમ સાથે નંદનવનથી મલયાચલ પર્વત પર ગઈ હતી. ત્યાંથી આ પ્રદેશમાં પાછા ફર્યા ત્યારે કારણ વિના મારા પ્રિયતમ મારા પર ગુસ્સે થયા, મને છોડીને ચાલ્યા ગયા.. માટે હું અહીં એકલી પડી ગઈ છું...”
મેં એને કહ્યું: ‘તમે બંનેએ આ ઠીક ના કર્યું...' તે મારી નજીક આવી, અને તેણે ત્યાં બેસવા માટે કહ્યું. મારો હાથ પકડીને, મને ત્યાં બેસાડ્યો અને પૂછ્યું: કેવી રીતે અમે ઠીક ના કર્યું?'
પતિએ તારો ત્યાગ કર્યો, તે તેણે ઠીક ના કર્યું અને તું એની પાછળ પાછળ ના ગઈ, એ તે ઠીક ના કર્યું!”
એ મારો પતિ સમજ વિનાનો છે. એવા અણસમજુ પતિની મારે જરૂર નથી. .” સતી સ્ત્રીએ આ રીતે ના વિચારવું જોઈએ.”
હે રાજન, જે અનુરાગી સ્વજનનો ત્યાગ કરે તે સજ્જન કેમ કહેવાય? એને સત્ત્વશીલ કેમ કહેવાય?’
હે ભદ્ર, દોષ વિના અનુરાગીનો કોણ ત્યાગ કરે ? તારો કોઈ દોષ એણે જોયો હશે...'
જે પતિ સમજદાર ના હોય તે એવું કરે... આવી રૂપવતી પત્નીનો ત્યાગ કરે!' એમ કહીને, તેણે મારો હાથ પકડ્યો અને તેનું માથું મારા ખભા પર નાખી દીધું.. હું સાવધાન હતો. મેં એને સ્ત્રીસહજ દાક્ષિણ્યતાથી કહ્યું: “મારો હાથ છોડી દે.. અને મારા ખભેથી મસ્તક લઈ લે, મને આવું બધું ગમતું નથી...'
તે મારી સામે આવી, મારી આંખોમાં આંખો પરોવીને, તે બોલી: “હમણાં જ તમે બોલ્યા કે “વિના અપરાધ અનુરાગીનો કોણ ત્યાગ કરે? હું તમને પ્રેમ કરું છું, તો પછી તમે મને કેમ અવગણો છો?'
એમ ના બોલ, તું મારા માટે પરસ્ત્રી છે...” “પુરુષો માટે બધી સ્ત્રીઓ પારકી જ હોય છે!” તે સ્ત્રી મારી નજીક સરી આવી. તેણે મારા બંને હાથ તેના હાથમાં લીધા, તેના હાથ અને હથેળીઓ મુલાયમ હતી. તેણે મારા બંને હાથ ઊંચા કર્યા અને ચૂમ્યા. તે વધારે નજીક આવી. તેનો શ્વાસ મારા શ્રી સમરાદિત્ય મહાકથા
૧રીય
For Private And Personal Use Only
Page #228
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગળા પર લાગતો હતો. તેના વાળ ઘેરા ભૂરા રંગની છાંયવાળા કાળા ભમ્મર હતા. એક સેરમાં ગૂંથેલા તેના વાળ ખૂબ લાંબા હતા. તેના લાલ હોઠ પર મારકણું સ્મિત હતું.
મને સમજાતું ન હતું કે મારે શું કરવું? એ યક્ષપત્ની હતી. હું મારી જાતને, મારા મનને, મારા આત્માને પ્રશ્ન પૂછતો રહ્યો. “શું આ કેવળ સ્ત્રી છે? સ્ત્રી ઉપરાંત એ વિઘાશક્તિઓ પણ ધરાવતી હશે... મારે એનાથી બચવું જોઈએ.’
મેં એને કહ્યું: “આ પરલોક વિરુદ્ધ આચરણની વાત છોડ.' તેણે મારા પર આક્ષેપ કર્યો: “અસત્ય વચન પણ પરલોક વિરુદ્ધ જ કહેવાય.” મેં કહ્યું: “હું શું અસત્ય બોલ્યો?'
તે ખડખડાટ હસી પડી, ને બોલી: “ગુના વગર અનુરાગી જનનો કોણ ત્યાગ કરે?' આ વચન તમારું હતું ને? હું તમારા પ્રત્યે અનુરાગી છું. છતાં તમે મારો ત્યાગ કરી છો.. મારો સ્વીકાર નથી કરતા!”
મેં કહ્યું. “ખરેખર, તું મારા પ્રત્યે અનુરાગવાળી નથી... જો તારો મારા પ્રત્યે સાચો અનુરાગ હોત તો તું મને આવા આત્માનું અહિત કરનારા અકાર્યમાં જોડવા પ્રયત્ન ના કરે! માટે તું દોષિત છે, અને દોષિતનો ત્યાગ કરવો જોઈએ...”
તો શું તમે મારો સ્વીકાર નહીં કરો?' “ના, હું તારો સ્પર્શ પણ પસંદ નથી કરતો...” હું હજુ ઊભો થવા ગયો ત્યાં તો એ યક્ષ-સ્ત્રીએ મારા સુંવાળા માંસલ ખભા પર બચકું ભર્યું. એકાએક જેવો હું ઊભો થયો કે મારા પગને ઝાટકો વાગ્યો. તોફાની વાયરો સઢમાં ભરાયો હોય અને એકાએક કૂવાથંભને ઉખેડી નાખે, તેવી જ રીતે હું ઊખડીને નીચે પડ્યો. મને કંઈ સમજાય તે પહેલાં મારી ડાબા હાથની કોણી જમીન સાથે અથડાઈ હતી અને બરડો, ત્યાં ઊગેલા કરમદાના ઝાડમાં ઝીંકાયો હતો. પછી જ મને ખ્યાલ આવ્યો કે યક્ષિણીએ પગની આંટી મારીને, મને પાડ્યો હતો. હું ઊભો થવાનો વિચાર કરું ત્યાં તો એ મારા પર પડી. પણ મેં બે હાથે એની છાતી પર ધક્કો માર્યો. તે ઊભી થઈ ગઈ... પરંતુ એની છાતી ધમણની જેમ ફૂલતી હતી અને એ હાંફતી હતી. તે થોડે દૂર જઈને ઊભી રહી.
હું બેઠો થયો. મારી કોણી ખાસ્સી છોલાઈ ગઈ હતી. મારાં વસ્ત્રો કાદવવાળાં અને પાણીથી ભીનાં થયાં હતાં, હું જાળવીને ઊભો થયો. જ્યાં પેલી યક્ષિણી ઊભી હતી ત્યાં ગયો... હું ગુસ્સાથી ધમધમતો હતો. અને મેં યક્ષિણીના ગાલ પર તમતમતો તમાચો મારી દીધો... ને બરાડી ઊઠ્યો: “રે વ્યભિચારિણી, તું શું સમજે છે મને? કલ્પનામાં પણ મેં પરસ્ત્રી સાથે સંભોગ નથી કર્યો... દૂર ચાલી જા, નહીંતર આ કટારીથી તારા ટુકડા કરી નાખીશ..” માનમાંથી તલવાર ખેંચી કાઢી.
ભાગ-૩ ૪ ભવ આઠમો
For Private And Personal Use Only
Page #229
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યક્ષિણી સરોવરના કિનારે દોડી ગઈ. અને અદૃશ્ય થઈ ગઈ. પરંતુ મને લાગ્યું કે એ ત્યાંથી ગઈ નથી! અદૃશ્યપણે હાજર છે. એટલે હું પણ સરોવરના કિનારે ગયો. ત્યાં થોડાં પગથિયાં હતાં. પગથિયાંની ડાબી તરફ પારિજાત અને બોરસલ્લીનાં ઝાડ ઊગેલાં હતાં. જમણી તરફ વાંસના થોડાં વૃક્ષો ઊગેલાં હતાં. ઓવારા ઉપર જંગલી વૃક્ષો નીચા નમીને, ઊભેલાં હતાં. બોરસલ્લી અને પારિજાતની વચ્ચે એક કાળો પથ્થર હતો. ગોળ હતો, તોતિંગ હતો, હું ત્યાં જઈને બેઠો. હું શૂન્યમનસ્ક બની ગયો હતો. ગમે ત્યાં અને ગમે ત્યારે ભૂતડીની જેમ યક્ષિણી પ્રત્યક્ષ થઈને, મારા પર હુમલો કરી શકે એમ હતી.
પારિજાત અને બોરસલ્લીનાં નાજુક પુષ્પો મારા પર પડતાં હતાં. એની ખુશબૂથી હું કંઈક સ્વસ્થ બન્યો. પાણી, પવન અને વરસાદથી ધોવાઈને લીસા બની ગયેલા, એ કાળા પથ્થર પર બેસવાનું મને ગમ્યું હતું, પરંતુ ત્યાં બેસવાની મેં ભૂલ જ કરી હતી. મારે મારા ઘોડાને શોધી અને એના પર બેસી જલદી નગર તરફ આવવું જોઈતું હતું. જોકે મને દિશાભ્રમ થઈ ગયો હતો. નગર તરફનો માર્ગ કઈ દિશામાં છે, એ હું જાણતો ન હતો.
અચાનક મારી પાછળ ઉત્તેજનાભર્યા શબ્દ આવ્યો... “ઓહ... રાજન... થોડી ક્ષણ...' અને પેલી યક્ષિણી મને પાછળથી વળગી પડી! હું તાડૂકી ઊઠ્યો : “અરે શું તું પાગલ છે?” હું એને પકડવા પાછળ ફરું એ પહેલાં તો એણે મારી પીઠ પર બેફામ લાતો મારવા માંડી. હું ઘડીભર સ્તબ્ધ થઈ ગયો. યક્ષિણીએ એક મોટો પથ્થર ઉઠાવ્યો.. એણે મારા પર ઘા કર્યો... પણ મેં ઝડપથી એનો ઘા ચુકાવ્યો. હું ગુસ્સાથી ધમધમી ઊઠ્યો હતો. મારી આંખમાંથી આગ ઝરતી હતી,
હું ઊભો થયો. ધૂંઆપૂંઆ થયેલી યક્ષિણી કમર પર બે હાથ ટેકવીને, બે પગ પહોળા કરીને ઊભી હતી. તેનું ઉત્તરીય વસ્ત્ર નીચે પડી ગયું હતું. હું ત્વરાથી એની પાસે ગયો અને આડે હાથે એના ચહેરા પર એક ચાપટ મારી દીધી. એ એક ડગલું પાછળ ધકેલાઈ ગઈ. મેં એને કહ્યું: “તું તારા સ્થાને ચાલી જા... હું તને જીવતી નહીં છોડું..”
તે થોડી વાર ત્યાં ઊભી રહી. મારી દૃષ્ટિ તળાવમાં ખીલેલાં કમળો ઉપર ગઈ... અને યક્ષિણી અદશ્ય થઈ ગઈ. પછી મેં વિચાર કર્યો કે “મારે ઘોડો શોધીને, જલદીથી નગરમાં જવું જોઈએ..' ઘોડાને શોધી કાઢ્યો. તેના પર બેઠો અને અંદાજે દિશા જાણી, નગર તરફ ચાલ્યો.
થોડે દૂર ગયો. ત્યાં એક તોતિંગ વૃક્ષ મારી આગળ જ પડ્યું. ઘોડાએ ચમકીને, આગળના બે પગ ઊંચા કરી દીધાં. હું નીચે પડતાં પડતાં બચ્યો... ત્યાં મને આકાશમાં ખડખડાટ હસવાનો અવાજ સંભળાયો. મેં ઉપર જોયું... એ જ યક્ષિણી શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧૭
For Private And Personal Use Only
Page #230
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
હતી. તે બોલી: ‘રે દુષ્ટ, તું ક્યાં સુધી મારાથી બચી શકીશ? હજુ તને કહું છું કે મારો સ્વીકાર કર... મારી સાથે રંગરાગ ખેલ... સંભોગ કર... તો હું તને અનુકૂળ રહીશ..’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેં કહ્યું: ‘અરે દુષ્ટા, હવે જો તું મારા હાથમાં આવે તો તને એવી શિક્ષા કરું કે જીવનપર્યંત તને યાદ રહે!'
પાછી એ અદશ્ય થઈ ગઈ.
પરંતુ, મારા સૈનિકો મને શોધતાં શોધતાં ત્યાં આવી ચઢ્યા. તેઓ મારાં કાદવવાળાં ને ભીનાં કપડાં જોઈ રહ્યા. કોઈ કંઈ બોલ્યું નહીં. અમે ચૂપચાપ નગર તરફ ચાલ્યા. અમે જ્યારે નગરમાં પ્રવેશ્યા ત્યારે રાત પડી ગઈ હતી... અમે રાજમહેલે આવ્યા ત્યારે મારું સ્વાગત કરવા માટે તું મહેલના દ્વારે જ ઊભી હતી...'
સુસંગતા સાધ્વીએ કહ્યું: ‘મેં મહારાજાને ત્યારે કહ્યું: ‘હે નાથ, પછી તો એ યક્ષિણી દેખાઈ નથી ને?’
‘ના, પરંતુ ત્યારથી મારા મનમાં શંકા પેસી ગઈ છે... કે એ દુષ્ટા ગમે ત્યારે આવીને મને હેરાન કરશે. તેથી હું ઉદાસીન રહું છું.’
‘હે સ્વામીનાથ, આપની શીલરક્ષાની કેવી દઢતા? સામે ચાલીને દેવલોકની દેવી આપની પાસે ભોગ-સંભોગની પ્રાર્થના કરે, છતાં આપે જરાય મચક ના આપી! અરે, એ આપને વળગી પડી... છતાં આપનામાં પુરુષ સહજ કામોન્માદ ન જાગ્યો! જંગલ હતું... એકાંત રમણીય પ્રદેશ હતો, છતાં આપનો ગજબ ઇન્દ્રિયસંયમ અને મનોનિગ્રહ રહ્યો, તે કાંઈ નાનીસૂની વાત ના કહેવાય...’
‘દેવી, હું ક્યારેક પ્રમાદમાં હોઉં ત્યારે જો એ આવી ચડે તો શું થાય, આ ચિંતા મને સતાવે છે, હા, હું સાવધાન હોઉં તો તો એને એવી શિક્ષા કરું કે ભવિષ્યમાં એ મારી પાસે ફ૨કે જ નહીં! પરંતુ આ તો દૈવીમાયા છે ને? ગમે ત્યાં અને ગમે ત્યારે
આવી ચઢે!'
મેં મહારાજાને ખૂબ આશ્વાસન આપ્યું. તેઓ થોડા સ્વસ્થ પણ થયાં, છતાં ક્યારેક ક્યારેક એ ચમકી જતાં હતાં અને ચારે બાજુ જોવા લાગતા હતાં... ક્યારેક જોશમાં આવીને, મ્યાનમાંથી તલવાર કાઢી નાખતા હતા.
૧૧૮
સાધ્વીએ પોતાનો આત્મવૃત્તાંત કહેતાં કહ્યું:
એક રાત્રિની વાત છે.
શયનખંડમાં અમે સૂતાં હતાં. અમે બંને જાગતાં જ પડ્યાં હતાં. બાજુ બાજુમાં અમારા પલંગ હતા. મધ્યરાત્રિનો સમય હતો. હું મારા પલંગમાં બેઠી થઈ. મંદ મંદ
ભાગ-૩ ભવ આઠમો
For Private And Personal Use Only
Page #231
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિપકોના અજવાળામાં મેં મહારાજાનો તામ્રવર્ણો ચહેરો ચળકતો જોયો. તેમની લાંબી આંખો મારા તરફ તકાઈ રહી. એમના જેવા આકર્ષક પુરુષ મેં બીજા જોયાં ન હતાં. હું ધીરેથી એમના પલંગના કિનારે બેસી ગઈ.
પ્રાણનાથ, હું ઈચ્છું છું કે આપણે પેલી જગ્યાએ જઈએ.. હું એક યક્ષિણીને.” તેમણે મારા હોઠ પર આંગળી મૂકીને બોલતી અટકાવી. ‘ત્યાં તારાથી ના જવાય...”
કેમ?' ‘એ જગ્યા તારા માટે સલામત નથી. તારી જિંદગી જોખમમાં મૂકાય, એ મને પસંદ નથી...”
શા માટે?
શા માટે પૂછે છે? તારા દરેક પ્રશ્નના જવાબ આપવાની મને ટેવ નથી, એ તું જાણે છે ને?”
હાજી...” છતાં તું પૂછે છે તો કહું છું: “દેવી, હું તને ખૂબ ચાહું છું! હે હસી પડી. તેમણે પડખું ફેરવીને, માથે ઓઢી લીધું.... અને મને કહ્યું: “રાત બહુ વીતી ગઈ છે, માટે સૂઈ જા...' છતાં હું બેસી રહી... તેમને ખબર હતી. મોઢા પરથી રજાઈ દૂર કરીને કહ્યું: દેવી, આપણે પછી વાત કરીશું!” ‘પણ મને હા પાડો.. કે તમે મને એ અરણ્યમાં લઈ જશો... ને પેલું તળાવ... પેલી કાળી ચટ્ટાન.... એ બધું બતાવશો! અને જો પેલી ત્યાં આવી ચઢે તો...'
તારે એની સાથે મિત્રતા કરવી છે?' ના, ના, માત્ર એને જોવી છે!' “અને એ રાક્ષસીનું રૂપ કરશે તો? હા, એ દેવી છે, એ ધારે તે રૂપ કરી શકે...” ‘તમે સાથે હો પછી મને ભય શાનો? હા પાડો. એટલે સૂઈ જાઉં...!” તેમણે મૌન સંમતિ આપી... મારા ભાવિએ મને ભુલાવી હતી. પરંતુ ભવિતવ્યતાને કોણ મિથ્યા કરી શકે?
૦ ૦ ૦ અમે એક જ અશ્વ પર બેઠાં. તેઓ આગળ અને હું પાછળ... ઊગતા સૂરજનાં લાલ કિરણોની આભા દેખાતી હતી. મારા મનમાં કોઈ અકળ...
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧૯
For Private And Personal Use Only
Page #232
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અસ્ફુટ... અકળામણ થતી હતી, પરંતુ હું બોલી નહીં. મારા દુરાગ્રહથી તેઓ મને એ અરણ્યમાં લઈ જતાં હતાં, જ્યાં એમને યક્ષિણી મળી હતી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેં પૂછ્યું: ‘હે નાથ, ખરેખર આપણે પેલી જગ્યાએ જઈ રહ્યાં છીએ કે જ્યાં... પેલી યક્ષિણી આપને મળી હતી?’
એમણે માથું ફેરવીને, મારી સામે જોયું. તેમના મુખ પર સ્મિત હતું. તેમણે કહ્યું: ‘તને શંકા લાગે છે?'
‘ના રે, શંકા નથી... માત્ર પૂછવા ખાતર પૂછું છું!'
ક્ષણો વીતી જતી હતી. અશ્વના પગ નીચેથી ધૂળ સરતી જતી હતી. શાંત વાતાવરણમાં પશુઓના ઊઠતા અવાજો વિચિત્ર લાગતાં હતાં. જોકે મને પણ અશ્વ ઉપરની સવારીનો અભ્યાસ હતો, છતાં મારું શરીર દુઃખતું હતું. પ્રવાસ મને-મારા શરીરને થકવી રહ્યો હતો... હું એમની પીઠના સહારે માથું ટેકવીને, ઊંઘવા લાગી હતી.
અચાનક ઘોડો ઊભો રહી ગયો. હું ઝબકીને જાગી ઊઠી... મેં તેમના બંને ખભા પકડી લીધા. મેં પૂછ્યું: ‘શું છે?’
તેમણે ધીરેથી મને કહ્યું: ‘સામે જો!' મેં હાથનું નેજવું કરીને નજ૨ માંડી... ‘કોઈ વિચિત્ર વાત લાગે છે!' હું બોલી.
‘એ જ છે!’
પળે પળે એ આકૃતિ અજબ લયમાં નજીક આવતી હતી. પ્રભાતના આછા અજવાળામાં તે આકૃતિનો રંગ અને એના ચહેરાની સુરખી સ્પર્શતી હતી... એનો અવાજ આવ્યો:
૧૨૨૦
‘કોશલરાજ, સારું કર્યું, આજે મહારાણીને લઈને આવ્યા!'
મારા શ્વાસ અધ્ધર થઈ ગયા... એ ખડખડાટ હસવા લાગી હતી. તેનું રૂપ વિકૃત થતું જતું હતું... મેં ચીસ પાડીને કહ્યું: ‘નાથ, આપણે પાછાં વળીએ... મારે એક ક્ષણ પણ અહીં નથી રહેવું...’
પેલી બોલી: ‘તારી પ્રતિકૃતિ જોઈને જા!' જાણે હું આદમકદ અરીસામાં મને જ જોતી હોઉં... એવું લાગ્યું...
For Private And Personal Use Only
ભાગ-૩ * ભવ આઠમો
Page #233
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૮]
સાવી સુસંગતાનું સ્વવૃત્તાન્ત કથન ચાલુ જ હતું. તેમણે કહ્યું: “હે ભદ્ર, ત્યારબાદ અમારા થોડા દિવસ શાન્તિથી વીત્યા. ને હું યક્ષિણીને યાદ કરતી હતી, ન તેઓ કરતા હતા. જો કે મને એના વિચારો આવતાં હતાં ક્યારેક ક્યારેક, પણ હું મહારાજાને કહેતી ન હતી. મહારાજાને પણ એના વિચાર આવતા જ હશે, પરંતુ મને કહેતાં ન હતાં. તેઓ જોકે સ્વસ્થ દેખાતાં હતાં, પરંતુ બહારથી. તેમના હૃદયમાં ભય અને આશંકા તો ભરેલાં જ હતાં.
0 0 0 મારો જન્મદિવસ હતો.
સવારે ઊઠતાં જ મહારાજાએ મને અભિનંદન આપ્યાં અને ઉત્તમ વસ્ત્ર-અલંકારો ભેટ આપ્યાં. તે પછી હું માભાતિક કાર્યોથી પરવારી, આર્યપુત્રની સાથે જ દુધપાન કર્યું. આર્યપુત્રે મને કહ્યું: “દેવી, આજે તો નગરવાસી મહિલાઓની પંક્તિ લાગી જશે! અભિનંદનની વર્ષા થશે... ભેટસોગાદોનો ઢગલો થઈ જશે!' મેં એમની સામે જોઈને સ્મિત કર્યું. તેઓએ કહ્યું:
“આજે મંત્રીમંડળ સાથે મારે મહત્ત્વની મંત્રણાઓ કરવાની છે, એટલે મારો દિવસ પણ જલદી પૂર્ણ થઈ જશે! એટલે હવે આપણે સંધ્યા પછી જ મળીશું બરાબર ને?” તેઓ હસ્યા. મારા માથે હાથ મૂકીને ઊભા થયા. હું એમને ખંડના દ્વાર સુધી મૂકી આવી અને હું પણ મારા શૃંગારગૃહમાં ગઈ. શ્રેષ્ઠ વસ્ત્રાલંકારોથી મેં મારા દેહને શણગાર્યો. ત્યાં તો મારી સખીઓ આવી ગઈ. સુગંધી પુષ્પો લઈને આવી હતી. તેમણે પુષ્પો અને પુષ્પમાળાઓથી મને સજાવી. પછી મારો હાથ પકડીને, બેઠકખંડમાં લઈ ગઈ. બેઠકખંડ પણ વિશેષ રીતે શણગારેલો હતો. મખમલની જાજમ બિછાવેલી હતી, એના પર કલાત્મક સ્વર્ણ-સિંહાસન મૂકેલું હતું. હું એ સિંહાસન પર બેઠી. મારી બે બાજુ, બે નાના ગોળાકાર આસનો મૂકવામાં આવેલાં. તેના ઉપર મણિમઢેલા થાળ હતા અને થાળમાં ઉત્તમ જાતિના તાંબૂલ મૂકેલાં હતાં. સોનામહોરો મૂકેલી હતી.
મારી પાછળ પંક્તિબદ્ધ મારી નવ સહેલીઓ શ્રેષ્ઠ સાજ સજા કરીને ઊભેલી હતી. ત્રણના હાથમાં પંખા હતાં, ત્રણના હાથમાં સુવર્ણકલશ હતાં અને ત્રણના હાથમાં પુષ્પમાળાઓ હતી. ખંડના બે દ્વાર હતાં. બંને દ્વારો પર અંદરની બાજુએ શ્રી સમરાદિત્ય મહાકથા
૧૨
For Private And Personal Use Only
Page #234
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દાસીઓ ઊભી હતી, બહારની બાજુ શસ્ત્રસજ્જ સૈનિકો ઊભા હતા.
પ્રભાતનો પહેલો પ્રહર પૂર્ણ થયો હતો. રાજ્યના અધિકારી વર્ગનાં ઘરોની સન્નારીઓ આવવા લાગી. ભેટ આપવા લાગી અને અભિનંદન આપવા લાગી. સહુનાં મુખ પર ઉલ્લાસ ઊછળતો હતો. મુખમાંથી મંગળ શબ્દો વરસતાં હતાં. જે સ્ત્રીઓ આવતી હતી તેમને હું મુખવાસ આપતી હતી અને એક એક સોનામહોર આપતી હતી.
બીજા પ્રહરમાં નગરનાં પ્રમુખ-પ્રમુખ ઘરોની સ્ત્રીઓ આવી ગઈ. ભોજનનો સમય થઈ ગયો હતો. મેં સખીઓને કહ્યું: “આજે આપણે સહુ સાથે અહીં જ ભોજન કરીશું!”
મહારાજા સાથે.' હર્ષવર્ધના બોલી. મેં કહ્યું:
આર્યપુત્ર પણ આજે એમની રીતે ભોજન કરી લેશે. પ્રાય: તો મંત્રણાગૃહમાં જ કરી લેશે ભોજન! આજે મંત્રીમંડળ સાથે વિશિષ્ટ ચર્ચામાં ગૂંથાયેલાં છે....'
“તો તો અહીં આજે મજા પડી જશે!” પ્રિયવંદા ટહુકી ઊઠી. દાસીઓ ભોજનની તૈયારી કરવા લાગી. અનેક પ્રકારની ખાદ્યસામગ્રી તૈયાર થયેલી હતી. એમાં મારી પસંદગીને જ મહત્ત્વ આપવામાં આવ્યું હતું, સહુ સખીઓ, એક પછી એક આવતી ગઈ અને મારા મોઢામાં મીઠાઈનો ટુકડો મૂકતી ચાલી. પછી મેં એ સખીઓનાં મોઢાંમાં મીઠાઈ મૂકી... સહુ આનંદ પ્રમોદ કરતાં ગયા અને ભોજન કરતાં ગયાં..
લગભગ બે-ત્રણ ઘડી પસાર થઈ ગઈ. એક દાસીએ આવીને મને કહ્યું: “મહાદેવી, રાજ્યના બીજાં બીજાં ગામ-નગરોથી સેંકડો સ્ત્રીઓ આવીને, રાજમહેલના મેદાનમાં ઊભી છે... એમને અંદર આવવા દઉં?'
દાસીઓ ને સખીઓએ ભોજન સમારંભ સમેટી લીધો હતો. બધું પૂર્વવત્ ગોઠવાઈ ગયું હતું. તાંબૂલના અને સોનામહોરોના ભરેલા થાળ મૂકાઈ ગયાં હતાં. મારા શરીર પરથી પુષ્પોની માળાઓ અને પુષ્પો બદલી નાખવામાં આવ્યાં હતાં. હું સ્વસ્થ બનીને બેઠી. એક પછી એક સ્ત્રી આવવા લાગી... અભિનંદન આપવા લાગી, ભેટ આપવા લાગી અને પોતાનો સંક્ષિપ્ત પરિચય આપવા લાગી. મેં તેમને તાંબૂલ અને એક એક સોનામહોર આપવા માંડી. આ કાર્યક્રમ ચાલ્યો. ચાલ્યો તે સૂર્યાસ્ત સુધી ચાલ્યો.... હું થાકી ગઈ હતી બેસી બેસીને!
૦ ૦ ૦. હું વસ્ત્રપરિવર્તન કર્યા વિના સીધી પલંગમાં પડી, મારી સખીઓ મારા શરીરને કોમળ હાથે ધીરે ધીરે દબાવવા લાગી. હું આંખો બંધ કરીને પડી હતી. પરંતુ મને
૧૨
ભાગ-૩ + ભવ આઠમો
For Private And Personal Use Only
Page #235
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાગ્યું કે મારી જમણી આંખ ખૂબ સ્કુરાયમાન થવા લાગી છે! મેં આંખો ખોલી. પલંગમાં બેઠી થઈ ગઈ... હર્ષવર્ધના સામે જોયું. તેણે પૂછ્યું “શું થાય છે મહાદેવી?”
“વર્ધના, મારી જમણી આંખ ખૂબ સ્કુરાયમાન થાય છે, જરૂર કંઈ અશુભ બનવાનું... જ્યારે જ્યારે મારી જમણી આંખ આ રીતે ફરાયમાન થઈ છે ત્યારે ત્યારે અશુભ થયું જ
છે...”
ચિંતા ના કરો મહાદેવી, કુળદેવતાઓ તમારું અશુભ દૂર કરશે...' વર્ધના, જ્યારે અશુભ થયું છે ત્યારે કુળદેવતાઓ પણ હાજર નથી રહ્યાં....'
મહાદેવી, અત્યારે હવે મહારાજા પણ રાજ્યસભામાંથી આવી ગયા હશે... ભોજનાદિથી નિવૃત્ત થઈ ગયા હશે. માટે વસ્ત્રપરિવર્તન કરીને, એમની પાસે ચાલ્યાં જાઓ. પછી તમને કોઈ ચિંતા નહીં રહે. આમેય આજે સંપૂર્ણ દિવસ તમે મહારાજાથી દૂર રહ્યાં છો ને!”
તારી વાત ઉચિત છે, હું હમણાં જ આર્યપુત્ર પાસે જાઉં છું. તમે સહુ તમારા ઘરે જાઓ...' સખીઓ ચાલી ગઈ. મેં વસ્ત્રપરિવર્તન કર્યું. મહારાજાને ગમતાં વસ્ત્ર મેં પહેરી લીધાં, અને મહારાજાના શયનખંડ તરફ ચાલી.
૦ ૦ ૦. મારા મનમાં મનોરથ હતા કે આજે મારો જન્મદિવસ છે. આજે હું મહારાજાને પરમ વિષયાનંદથી પ્રસન્ન કરી દઈશ. દિવસ પ્રજાને આપ્યો, રાત્રિ મારા નાથને અર્પણ કરીશ.” આર્યપુત્રને સુખ આપવાની કલ્પનાઓ કરતી, હું શયનખંડના દ્વારે પહોંચી. મુખ્ય દ્વારે ઊભેલો રક્ષક ખસી ગયો. હું અંદર ગઈ અંદર શયનખંડનું બીજું વાર હતું. એ દ્વાર ખુલ્લું રહેતું. હું જ એ દ્વારમાં પ્રવેશ કરીને, બંધ કરતી હતી. એ દ્વાર ખુલ્લું જ હતું. મેં દ્વાર પાસે ઊભાં રહીને અંદર નજર કરી.. સ્તબ્ધ થઈ ગઈ... પલંગમાં મહારાજા એક સ્ત્રીની સાથે હતા!
એ સ્ત્રીનું રૂપ મારા જેવું જ હતું. એ સ્ત્રીએ મારા જેવા જ વસ્ત્ર પહેર્યા હતાં. છે તે સ્ત્રીના હાવભાવ પણ મારા જેવા જ હતાં...! છે અને એ સ્ત્રીનો અવાજ પણ મારા જેવો જ હતો..
હું અનિમેષ નયને એ સ્ત્રીને જોઈ રહી. એણે પણ મને જોઈ લીધી. પછી એણે આર્યપુત્રના કાનમાં કંઈક વાત કરી. હું ઝડપથી પાછી વળી... ત્યાં તો આર્યપુત્રે ત્રાડ પાડી: “અરે વ્યંતરી, તું ક્યાં ભાગી જાય છે? તારી માયાજાળ મેં જાણી લીધી! શ્રી સમરાદિત્ય મહાકથા
૧3
For Private And Personal Use Only
Page #236
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવી, જો પેલી વ્યંતરી તારો વેષ કરીને, તારું રૂપ કરીને માયાપ્રયોગ કરવા આવી છે... પણ આજે હું એને નહીં છોડું.” એમ બોલીને આર્યપુત્ર મારી પાછળ દોડયા. હું સર્વાગ ધ્રૂજી ઊઠી... થરથરવા લાગી... હું શુન્યમનસ્ક બની ગઈ... ત્યાં તો મહારાજાએ દોડતા આવીને મારો ચોટલો પકડીને, મને હલબલાવી દીધી. મેં ગભરાવેલી આંખે પૂછ્યું:
આર્યપુત્ર, આ બધું શું છે?' એમણે દાંત ભીસ્યા. વાળને સજ્જડ રીતે પકડીને ખેંચ્યા.... ને પેલી મારી પ્રતિકૃતિ જેવી સ્ત્રીને કહેવા લાગ્યા: હે પ્રિયે, મેં તને કહેલું ને કે એ યક્ષિણી હવે તારું રૂપ કરીને, ગમે ત્યારે આવી ચઢશે? તને એણે જોઈ લીધી હતી ને? મને શંકા હતી જ... અને એ આવી! આનું સ્ત્રી-ચરિત્ર જોયું?”
પેલી વ્યંતરી બોલી: “હે આર્યપુત્ર, હવે છોડી દો એને... એની સામે પણ ના જુઓ... એ પાપિણીને અહીંથી જલદી હાંકી કાઢો. બસ, એ જાય પછી મને શાંતિ થશે...'
દેવી, હું એમ જ કરું છું.. એને એવી ભારે સજા કરાવું છું કે ફરીથી એ મારી પાસે આવવાનું જ ભૂલી જાય...”
મારી આંખોમાંથી આંસુની ધારા વહેતી હતી. મારું માથું ફાટફાટ થતું હતું. આર્યપુત્રની પાસે સૂતેલી એ સ્ત્રી પેલી યક્ષિણી જ હતી, એ વાત મને સમજાઈ ગઈ હતી, પરંતુ મહારાજા એને સાચી રાણી માનતાં હતાં અને મને યક્ષિણી માનતાં હતાં! એ યક્ષિણીએ મારું આબેહૂબ રૂપ કર્યું હતું અને મહારાજાને માયાપ્રયોગથી વશ કરી લીધાં હતાં. એ મહારાજા પ્રત્યે મોહિત થયેલી જ હતી. એની પ્રબળ ઇચ્છા હતી મહારાજા સાથે સંભોગસુખ માણવાની! આજે એની ઇચ્છા એ પૂર્ણ કરશે...”
મહારાજાએ કારરક્ષકને કહ્યું: “આઠ સૈનિકોને બોલાવો.' આઠને બદલે ૧૦-૧૨ સૈનિકો ખુલ્લી તલવારે અંદર ઘસી આવ્યા. મહારાજાએ તેમને કહ્યું : “આ સ્ત્રી દેખાય છે મહારાણી, પરંતુ સાચી મહારાણી નથી. સાચી મહારાણી તો અંદર મારા શયનખંડમાં છે. આ તો યક્ષિણી છે. મને ઠગવા માટે એણે મહારાણીનું રૂપ કર્યું છે. માટે તમે એને મારી મારીને, નગરની બહાર કાઢી મૂકો.'
મહારાજાએ મને ધક્કો માર્યો... હું સૈનિકો ઉપર પડી. એક સૈનિકે મારો લાંબો ચોટલો પકડ્યો, બીજાએ મારું ઉત્તરીય વસ્ત્ર પકડ્યું. મેં એ વસ્ત્રને મારા બે હાથે પકડી મારા વક્ષ:સ્થળને ઢાંકી રાખવાનો પ્રયત્ન કર્યો. ત્રીજા સૈનિકે મારા બે હાથ પાછળથી વાળીને પકડ્યાં. પછી ચોથા સૈનિકે, મહારાજાની સામે જ, મારી ઘોર કદર્થના કરવા માંડી. ચામડાના જોડાથી મને માર મારવામાં આવ્યો. મારા મોઢામાં
૧રર૪
ભાગ-૩ ૪ ભવ આઠમો
For Private And Personal Use Only
Page #237
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘોડાની લાદ ભરવામાં આવી. મરચાં બાળીને, તેનો ધુમાડો આપવામાં આવ્યો... જાણે કે હું નરકમાં હોઉં ને પરમાધામીઓ પીડા આપતાં હોય... તેવી અસહ્ય પીડા મને થવા લાગી. હું પરવશ હતી... અબળા હતી... અને સામે બાર બાર શસ્ત્રધારી સૈનિકો હતાં... એમને, મને ઘોર પીડા આપવાની આજ્ઞા આપનારા મારા પતિદેવ હતા! જેમણે મને સુખ આપવામાં કમી નહોતી રાખી, એ જ મને દુ:ખ આપવામાં કમી રાખવા નહોતા માગતા... તેમણે સૈનિકોને કહ્યું: ‘આને મેદાનની વચ્ચે ઊભી રાખીને, એવા ચાબખા મારો કે ક્યારેય આ રાજમહેલમાં કે આ નગરમાં પગ ના મૂકે... એ મને ભૂલી જાય...'
હું ધ્રૂજી ઊઠી... મારા મનમાં થયું કે ‘આવી ઘોર વેદના સહેવા કરતાં મારા પ્રાણ જ અત્યારે નીકળી જાય તો સારું...' પરંતુ મૃત્યુ પણ માગ્યું નથી મળતું ને! પેલી વ્યંતરી અંદરથી બહાર આવી, મારી તરફ એક ક્રૂર દૃષ્ટિ નાખી, મહારાજાના હાથ પકડીને, અંતઃપુરમાં લઈ ગઈ... અંતઃપુરનો દરવાજો બંધ કરી દીધો...
સૈનિકો મને પકડીને, મહેલના મેદાનમાં લઈ ગયાં.
એક સૈનિકે કહ્યું: ‘આ વ્યંતરી છે. બહુ સતાવવામાં સાર નહીં... મહારાજા તો આજ્ઞા કરે... આપણને આ ખેદાન મેદાન કરી નાખશે... આપણે એને ચાબખા મારવા નથી...'
બીર્જા સૈનિક બોલ્યો: ‘સાચી વાત છે, જોજો ને આ દુર્જનસિંહની શું દશા થાય છે રાત્રે? મહારાજાને ખુશ કરવા આના મોઢામાં ઘોડાની લાદ ભરીને જોડાથી મારી...'
ત્રીજો બોલ્યો: ‘આ બધી ડાકણો કહેવાય. જો એ વળગશે તો જીવ લઈને જશે.... પેલો દુર્જનસિંહ ગભરાઈ ગયો. એના શરીરે પર્સીનો વળી ગયો... એ મારા પગમાં પડી ગયો... ચોખ્ખા પાણીનો પ્યાલો લઈ આવ્યો. મને કોગળા કરાવી દીધા... ને ક્ષમા માગી.
રાત્રીનો બીજો પ્રહર ચાલતો હતો.
દુર્જનસિંહે કહ્યું: ‘હે દેવીમા, મહારાજની આજ્ઞા છે એટલે અમે તમને નગરની બહાર જે ઉદ્યાન છે, તેમાં મૂકી જઈએ છીએ... પછી આપ આપના સ્થાને જજો, કૃપા કરીને પાછા મહેલમાં આવશો નહીં...'
એ બધા જ ૧૦-૧૨ સૈનિકો ગભરાયા હતાં. મને છોડી દીધી હતી. મેં એમને કહ્યું: ‘મને એક મોટું કાળું વસ્ત્ર આપો.' તેઓએ મને કાળું વસ્ત્ર આપ્યું. મેં માથેથી પગની એડી સુધી એ વસ્ત્ર ઓઢી લીધું. માત્ર મારી આંખો ખુલ્લી રાખી. અમે નગરની બહાર ચાલ્યાં.
શ્રી સમરાદિત્ય મહાકા
For Private And Personal Use Only
૧૨૫
Page #238
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નગરની બહાર જે ઉદ્યાન હતું. તે ઉદ્યાનની બહાર જ અમે ઊભા રહ્યાં. સૈનિકોએ મને હાથ જોડ્યાં. દુર્જનસિંહ બોલ્યો: ‘મારી મા, મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. શું કરું? મહારાજાની આજ્ઞા હતી એટલે તમને મેં કદર્થના કરી.. હવેથી ક્યારેય ભૂલ નહીં કરું. મને ઉપદ્રવ ના કરશો... બીજું તો શું કહું?”
મેં કહ્યું: “તારી કોઈ ભૂલ નથી. તમે બધા રાજાના સેવકો છો. રાજાની આજ્ઞા મુજબ જ તમારે બધું કરવું પડે. ચિંતા ના કરશો. તમે જાઓ. હું મારી ઇચ્છા મુજબ ચાલી જઈશ..” જતાં જતાં તેઓ મને પગે લાગ્યા. બે હાથ જોડી, વંદના કરી અને ચાલ્યાં ગયાં.
હું ત્યાં જ એક વૃક્ષની નીચે પથ્થરની નાની શિલા પર બેઠી.... મારા મનમાં અશુભ વિચારોનો ધોધ વહેવા લાગ્યો. “આજે આ શું બની ગયું? મારાં કેવાં પાપકર્મ ઉદયમાં આવ્યાં? મારો કોઈ ગુનો નથી, અપરાધ નથી. મારા પર “ક્ષિણી'નું કલંક આવ્યું... હું રાજરાણી... આ અંધારી રાતે રસ્તાની રઝળતી સ્ત્રી બની ગઈ! આવતી કાલે નગરમાં ઘર ઘર અને ચોરેચોટે આ જ વાતની ચર્ચા થશે! જોકે એ વ્યંતરીને લોકો “મહારાણી' માનશે. એટલે મારા માટે અશુભ નહીં બોલાય... પરંતુ મહારાજા હવે મારી સામે પણ નહીં જુએ. મને ક્યારેય રાજમહેલમાં પ્રવેશ નહીં મળે... અને જો આર્યપુત્રનો સ્નેહ, સંયોગ ન મળવાનો હોય તો મારે જીવવાનો શો અર્થ? મારે હવે નથી જીવવું. મારે મરી જવું છે..' દૂર દૂર પર્વત જોયો.. મનોમન નિર્ણય કરી હું પર્વત તરફ ચાલી,
નીક
કોક
કે
૧૪
ભાગ-૩ ૪ ભવ આઠમો
For Private And Personal Use Only
Page #239
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Lacua
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર્વત દૂર હતો. સત્રિનો બીજો પ્રહર પૂરો થયો હતો.
મેં પર્વત તરફ ચાલવા માંડ્યું. મનમાં ગમગીની હતી. જીવન પ્રત્યે અતિ તિરસ્કાર હતો. પર્વતના શિખર પરથી પડતું મૂકીને, મરી જવાનો મારો પાકો નિર્ણય હતો. હું મારા જીવનમાં આ પહેલી જ વાર, આ રીતે રાત્રિના સમયે, એકલી અટૂલી જંગલમાં જઈ રહી હતી. રાત્રિનો સૂનકાર હતો. ઠંડો પવન શરૂ થયો હતો. દૂર પર્વત પર આછો અંધકાર છવાયેલો હતો. ઘડીમાં વહેળાના પટમાંથી અને ઘડીમાં ઝાડીઓની વચ્ચેથી હું અવિરત ચાલતી રહી.
ઠંડા વાયરાની પાછળ જ આકાશમાં વાદળો ઘેરાઈ આવ્યાં હતાં. આકાશમાંથી ઠંડી ફરફર વરસવી ચાલુ થઈ ગઈ હતી. હું ભીંજાવા માંડી. મારું શરીર ધ્રૂજવા લાગ્યું... ધીરે ધીરે વરસાદ વધવા લાગ્યો. બચવા માટે કોઈ જગ્યા મેં શોધવા માંડી, ત્યાં એક ઝળુંબતી ભેખડની નીચ ઊભા રહેવાની જગ્યા મળી. મેં વિચાર્યું: ‘વરસાદ બંધ રહે ત્યાં સુધી હું અહીં ઊભી રહીશ.' ભેખડના કારણે મને પવનના સુસવાટા નહોતાં લાગતાં. મારું મન યક્ષિણીના વિચારોમાં ચઢી ગયું. ‘મેં એનું શું બગાડ્યું હતું... કે એણે મને આવું કષ્ટ આપ્યું? મેં એનું કોઈ જ અહિત કર્યું નથી... પરંતુ મારાં જ પૂર્વજન્મોનાં પાપકર્મો ઉદયમાં આવ્યાં, એટલે યક્ષિણીને આવી બુદ્ધિ સૂઝી.’
વરસાદ ચાલુ હતો. મને ઠીક જગ્યા મળી ગઈ હતી. ઊભી ઊભી હું થાકી... મેં જમીન પર જોયું. જમીન પથરાળી હતી. એટલે હું નીચે બેસી ગઈ. મારા વિચારો આગળ ચાલ્યા: ‘આમાં, આ ઘટનામાં આર્યપુત્રનો કોઈ દોષ નથી, તેઓ તો એને જ રાણી સુસંગતા માની રહ્યા છે ને! એટલે મારા ઉપર તો એમનો પ્રેમ છે જ ... જ્યારે એમને ખબર પડશે કે આ સાચી રાણી નથી, યક્ષિણી છે... ત્યારે એ શું કરશે? યક્ષિણી તો અદશ્ય થઈને જતી રહેશે... અને હું એમને મળીશ નહીં... તેઓ અશાન્ત... વિહ્વળ અને સંતાપથી ઘેરાઈ જશે...' મારી આંખો ભરાઈ આવી... અને ક્યારે મારી આંખો ઘેરાણી... ને હું પડખે પડીને ઊંઘી ગઈ... ખબર જ ના પડી. જ્યારે હું જાગી ત્યારે વરસાદ બંધ થઈ ગયો હતો, અને અરુણોદય પણ થઈ ગયો હતો. મેં પર્વત તરફ ચાલવા માંડવું.., જ્યારે હું પહાડી પાસે પહોંચી ત્યારે સૂરજનાં પ્રથમ કિરણો રેલાયાં હતાં.
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
૧૨૭
Page #240
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું પહાડી પર ચઢવા લાગી. મારે શિખર સુધી પહોંચવાનું હતું. મને કોઈ જોઈ ના જાય અને ઓળખી ના જાય એમ હું ઈચ્છતી હતી. હું થોડું ચઢી, ત્યાં મારી ડાબી બાજુએ મેં એક મોટા ખડકની વચ્ચે એક ગુફા જેવું પોલાણ જોયું. મને એ જગ્યા સારી લાગી. સહજ રીતે જ મારા પગ એ બાજુ વળ્યા. હું એ ખડકની પાસે પહોંચી ખડકની આગળનો ભાગ સપાટ હતો. જાણે કોઈએ વાળીને સાફ કર્યો હોય તેવો લાગતો હતો. હું ત્યાં બે ક્ષણ ઊભી રહી... અને મારા નગર તરફથી દૃષ્ટિ નાખી... આખું નગર દેખાતું હતું ત્યાંથી...! ઊંચો રાજમહેલ પણ દેખાતો હતો.. 'હવે મારે આ નગરનું... આ મહેલનું.. કે કોઈનું પ્રયોજન નથી.... બધું સ્વપ્નવત્ છે. મેં નગર તરફ દૃષ્ટિ ફેરવી લીધી.. ગુફાને દ્વારે પહોંચી ગુફામાં નજર કરી.. હું સ્તબ્ધ થઈ ગઈ...! ગુફામાં ધ્યાન નિમગ્ન તપસ્વી સાધુ-પુરુષોને જોયા.... હું દ્વાર પાસે જ ઊભી રહી. દ્વારની પાસે જ બેઠેલાં હતાં, તે મને મુખ્ય સાધુપુરુષ લાગ્યાં. તેઓના મુખ પર તપનું તેજ હતું. તેઓની આંખો બંધ હતી: પદ્માસને તેઓ બેઠેલાં હતાં. મારું મન તેઓને જોઈને શાન્ત થયું. મને લાગ્યું કે મારો ઉદ્વેગ ચાલ્યો ગયો! તેઓ મને ચિંતામણિ રત્નસમાન લાગ્યાં. વિશિષ્ટ જ્ઞાની લાગ્યા... મારું મન પ્રફુલ્લિત થઈ ગયું.
હું અંદર પ્રવેશી. પાંચ ડગલાં ચાલી, ત્યાં જ મુનિરાજ હતાં. મેં વિનયપૂર્વક વંદના કરી. તેઓએ દૃષ્ટિ ખોલી, જમણો હાથ ઊંચો કર્યો અને ધર્મલાભ નો આશીર્વાદ આપ્યો. મેં તેઓની આંખોમાંથી કરુણાનો ધોધ વહેતો જોયો. અને તેમની વાણીમાંથી સમતાનો પ્રવાહ વહેતો જોયો.
મુનિરાજની આજ્ઞા લઈ, હું તેમની સામે વિનય-મર્યાદાપૂર્વક બેઠી. મુનિરાજ તો અન્તર્યામી હતાં. મને જોઈને જ જાણે મારા દુઃખને જાણી ગયાં હતાં. તેઓએ મને કહ્યું:
“હે વત્યે, તું સંતાપ ના કર. આ સંસાર જ એવો છે! સંસારમાં આપત્તિઓ આવવાની જ! આપત્તિઓનું ઘર છે આ સંસાર!”
હે ભદ્ર, મહામોહના અંધકારમાં ઘેરાયેલા જીવો વસ્તુના સાચા સ્વરૂપને ઓળખી શકતા નથી, હિતકારી મિત્રોનાં સારાં હિતકારી વચનો સાંભળતા નથી, આત્માનું અહિત કરનારી પ્રવૃત્તિઓ કરે છે. પરિણામે આકરાં કર્મ બાંધે છે. જ્યારે તે કર્મો ઉદયમાં આવે છે ત્યારે કલ્પના બહારનાં કષ્ટો ભોગવે છે.”
ભગવંત!' મેં વચ્ચે જ પ્રશ્ન કર્યો: “એ પૂર્વ કરેલાં પાપોથી છૂટવા શું કરવું જોઈએ?”
૧રર૮
ભાગ-૩ + ભવ આઠમાં
For Private And Personal Use Only
Page #241
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘ધર્માચરણ કરવું પડે. એ સિવાય એ પાપકર્મોથી છૂટવાનો બીજો કોઈ ઉપાય
નથી.’
‘ગુરુદેવ, આપની વાત યથાર્થ છે. હવે આપને પૂછું છું કે મેં પૂર્વજન્મમાં એવું કયું પાપ કર્યું હતું, જેનો આવો વિપાક-ઉદય આવ્યો? આપ અન્તર્યામી છો, સર્વજ્ઞસદશ છો, માટે મને મારા પ્રશ્નનું સમાધાન આપવા કૃપા કરો...'
એ મહાપુરુષનું નામ હતું આચાર્યદેવ સુગૃહિત, અનેક જન્મોને તેઓ જોઈ શકતા હતા. તેમણે મારા નવ ભવ જોયા! ભૂતકાળના નવમા ભવથી તેમણે શરૂઆત કરી.
ઉત્તરાપથમાં બ્રહ્મપુર નામનું નગર છે.
એ નગરમાં વિદુર નામનો બ્રાહ્મણ અને પુરંદરયશા નામની એની પત્ની રહેતા હતાં. તું એ ભવમાં ચંદ્રયશા નામની પુત્રી હતી.
વિદુર અને પુરંદરયશા ભલે બ્રાહ્મણ હતાં, પરંતુ એમની શ્રદ્ધા જિનધર્મ ઉપર હતી. તેઓ બંનેના કાળજે જિનવચનો લખાઈ ગયેલાં હતાં. તેઓ આત્મલક્ષી હતાં. આત્માનું અહિત થાય, તેવું એક પણ કાર્ય કરતાં ન હતાં. પરંતુ એમનાં મનમાં એક વાતનું દુઃખ હતું! પુત્રી ચંદ્રયશા (તું) એમની હિતકારી વાતો માનતી ન હતી. ધર્મની વાત ચંદ્રયશાના ગળે ઊતરતી જ ન હતી. આત્માના હિત-અહિતનો વિચાર એને આવતો જ ન હતો. તે છતાં માતા-પિતા અને પ્રસંગોપાત ઉપદેશ આપતાં અને અહિતકારી પ્રવૃત્તિ કરતાં એને રોકતાં હતાં.
ચંદ્રયશાને તે જ નગરના યશોદાસ શ્રેષ્ઠીની પત્ની બંધુસુંદરી સાથે પ્રીતિ બંધાઈ. બંધુસુંદરીના વિચારો ધર્મથી સાવ વિપરીત હતાં... એની પાસે ખૂબ ધન હતું. એ કામભોગમાં આસક્ત રહેતી. એને મન સંસારસુખ જ સર્વસ્વ હતું. આત્માની કે પરલોકની વાતોને તે ગણકારતી ન હતી. ચંદ્રયશાની એ સખી બની ગઈ!
એક દિવસ એના પિતાને ખબર પડી ગઈ કે. ‘ચંદ્રયશાને શ્રેષ્ઠીપત્ની બંધુસુંદરી સાથે મૈત્રી થઈ છે.' તેમણે ચંદ્રયશાને ખૂબ સમજાવી - ‘તું બંધુસુંદરી સાથે મૈત્રી ન રાખ. એના ઘરે જવાનું બંધ કર... તે છતાં જો તું મારી આ વાત નહીં માને તો તારું જીવન પાપમય બની જશે. તું મનુષ્યજીવન હારી જઈશ... તારો પરલોક બગડી જશે... મારું કર્તવ્ય તને હિતાહિતનું ભાન કરાવવાનું છે... તું અમને અતિ પ્રિય છે. એટલે કહીએ છીએ... છતાં તું નહીં જ માને તો છેવટે અમારે તારી ઉપેક્ષા કરવી પડશે...'
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
૧૨૯
Page #242
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“પિતાજી, આપ બંધુસુંદરીને કેવી રીતે જાણો?”
એનાં લગ્ન મેં જ કરાવી આપ્યાં હતાં. એ કુંવારી હતી ત્યારથી એને હું ઓળખું છું. એને ધર્મ ગમતો જ નથી. એ હંમેશાં રંગરાગ અને ભોગવિલાસમાં આળોટે છે... એને પતિ પણ એવો જ મળેલો છે. એ પણ અતિ કામાસક્ત છે. અતિ સ્ત્રીલંપટ છે... માટે તને એના ઘરે જવાની ના પાડું છું...”
“પિતાજી, આપની વાત સાચી હશે, પરંતુ આટલા દિવસોમાં યશોદાસે મને અડપલું પણ કર્યું નથી. મારી સામે ખરાબ દૃષ્ટિથી જોયું પણ નથી..”
આજે નહીં તો કાલે.. એ યુવાન સ્ત્રીઓનો રસિયો છે. સ્ત્રીઓને પોતાના મોહપાશમાં ફસાવવામાં હોશિયાર છે. હજુ તને બંધુસુંદરીએ પોતાની અંતરંગ વાત નથી કરી.. એ ભલે બહારથી હસે, રમે કે નાચે. અંદરથી દુઃખી છે...'
“પિતાજી, આપે મને સાવધાન કરી, તે સારું કર્યું. હવે હું યશોદાસથી સાવધાન રહીશ. બંધુસુંદરીની અંતરંગ વાત જાણીશ...”
જાણવામાં કોઈ સાર નથી, બેટી! આ સંસાર માટીની કોઠી જેવો છે... ધોવા જાવ તો માટી જ નીકળ્યા કરે! માટે મારી ઈચ્છા તો એ જ છે કે તું એની મૈત્રી તોડી દે, એના ઘરે જવાનું છોડી દે..”
ચંદ્રયશાએ ઉત્તર ના આપ્યો. એ બંધુસુંદરી સાથે પ્રગાઢ સ્નેહથી બંધાયેલી હતી. એને કોઈ સંયોગોમાં છોડી શકે એમ ન હતી. લગભગ એ રોજ બંધુસુંદરી પાસે જતી હતી. બંધુસુંદરી ચંદ્રયશાનો સાચો આદર-સત્કાર કરતી હતી... ખૂબ પ્રેમ કરતી હતી.
એક દિવસ બંધુસુંદરી ઉદાસ હતી. એના ઘરમાં ન બનવાની ઘટના બની ગઈ હતી. તેનો પતિ યશોદાસ, નગરની એક સુંદર સ્ત્રી મદિરાવતીમાં આસક્ત થયો હતો. મદિરાવતી એના ઘરમાં એકલી જ હતી. યશોદાસ રોજ રાત્રે એની પાસે જતો હતો. મોડી રાત્રે એ પાછો પોતાના ઘરે આવતો હતો. બંધુસુંદરી પ્રત્યે એને કોઈ મોહ રહ્યો ન હતો. બંધુસુંદરી એ જ કારણે દુઃખી હતી.
આજે તું આટલી બધી ઉદાસ કેમ છે?' ચંદ્રયશાએ બંધુસુંદરીના ખભે હાથ મૂકીને, સહાનુભૂતિથી પૂછ્યું. બંધુસુંદરીએ હૃદય ખોલીને, બધી વાત કરી. ચંદ્રયશા વિચારમાં પડી ગઈ. “આવી સુંદર પત્ની ઘરમાં હોવા છતાં યશોદાસ કેમ બીજી સ્ત્રીમાં મોહિત થયો હશે?' તેણે બંધુસુંદરીને કહ્યું :
સુંદરી, યશોદાસે આવું કેમ કર્યું?” ચંદ્રા, પુરુષો ભ્રમર જેવા હોય છે... ખેર, એને જ્યાં જવું હોય ત્યાં જાય, પણ
ભાગ-૩ ૪ ભવ આઠમો
૧૨80
For Private And Personal Use Only
Page #243
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જો મને પુત્રની પ્રાપ્તિ થઈ હોત તો મને દુઃખ ન થાત. અને મારો નિર્ણય છે કે બીજા કોઈ પુરુષના સંસર્ગથી મારે પુત્ર નથી જોઈતી... નહીંતર તો મારે જોઈએ એટલા પુરુષ મળે...'
યશોદાસને મદિરાવતીના મોહપાશમાંથી છોડાવવાનો કોઈ માર્ગ નથી? છે માર્ગ, પણ હું જાણતી નથી!” કોણ જાણે છે, એની તને ખબર છે?”
હા, મેં સાંભળ્યું છે કે આ જ નગરમાં એક પરિવાજિકા છે, એનું નામ ઉત્પલા છે. એ આવા બધા મંત્ર-તંત્રના પ્રયોગો જાણે છે ને કરે છે!”
એ ક્યાં રહે છે, એ તું જાણે છે?' હા, નગરની બહાર પૂર્વ દિશા તરફ ક્યાંક એ રહે છે...” ‘તો તું ચિંતા ના કર. હું એનું ઘર શોધી કાઢીશ, અને અહીં બોલાવી લાવીશ.”
બંધુસુંદરી ચંદ્રયશાને ભેટી પડી. તે બોલી: “તું મારી સાચી સખી છે, મારા દુઃખમાં તું જ મને સહાયક બની!”
ચંદ્રયશા બોલી: “તું મારી અનન્ય સખી છે. તારા માટે તો મારા પ્રાણ પણ આપી દઉં... આ તો મામૂલી કામ છે.'
ચંદ્રયશાએ પરિવ્રાજિકાનું સ્થાન શોધી કાઢ્યું. એ શિવની ઉપાસિકા હતી. ચંદ્રયશાએ પરિવ્રાજિ કાને પ્રણામ કરી, એનાં ચરણોમાં પાંચ સોનામહોરો મૂકીને કહ્યું:
હે તપસ્વિની, આપને યશોદાસની પત્ની બંધુસુંદરી યાદ કરે છે.” હું આજે જ એની પાસે જઈશ.” તો મને અને એને ખૂબ આનંદ થશે.' ચંદ્રયશા પરિવ્રાજિકાને લઈને, બંધુસુંદરી પાસે ગઈ. બંનેની મુલાકાત કરાવી આપીને, એ પોતાના ઘરે ગઈ.
બંધુસુંદરીએ પરિવારિકાનો ઉચિત આદરસત્કાર કર્યો, યોગ્ય આસન પર બેસાડીને, પછી પોતાની મૂંઝવણ કહી બતાવી. પરિવ્રાજિકાએ ચપટી વગાડીને કહ્યું: - “હે સૌભાગ્યવતી, તે ધીરજ રાખ. આ કામ તો ચપટી વગાડતાં કરી આપીશ. હું તારા પતિ ઉપર એવો મંત્રપ્રયોગ કરીશ કે એ મદિરાવતી તરફ વેષી બની જશે... અને તને ચાહવા માંડશે!'
“તો આપનો ઉપકાર ક્યારેય નહીં ભૂલું.” પરિવ્રાજિકા પોતાના સ્થાને ગઈ. એણે પ્રયોગ શરૂ કરી દીધો... એના પરિણામે યશોદાસ મદિરાવતી પ્રત્યે વિરક્ત
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
Page #244
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બન્યો. એના મનના ભાવ બદલાઈ ગયા! યશોદાસે મદિરાવતી પાસે જવાનું બંધ કર્યું અને બંધુસુંદરી પ્રત્યે અનુરાગી બન્યો.”
0 0 0 આચાર્યશ્રી સુગૃહિતે મને કહ્યું: “હે ભદ્ર, મદિરાવતીના દુઃખમાં તું નિમિત્ત બની. તે કઠોર પાપકર્મ બાંધ્યું. તારું આયુષ્ય પૂર્ણ થતાં તું મરીને જંગલમાં હાથણી બની. જે હાથીઓના ટોળામાં હતી, એ ટોળાનો મુખ્ય હાથી, તારો પતિ હતો. એક દિવસે પૂર્વજન્મનું પાપકર્મ ઉદયમાં આવ્યું. અને હાથીની તું અણમાનીતિ-અળખામણી બની ગઈ! તેં મદિરાવતીને અણમાનીતી બનાવી હતી ને? હાથણીના ભવમાં તે અણમાનીતી બની.
એક દિવસ એ જંગલમાં હાથીઓને પકડનારા માણસો આવ્યા. મોટો ખાડો ખોદીને એના પર વૃક્ષોની ડાળીઓ ઢાંકી દીધી. તને ખબર ન હતી ખાડાની. એ વૃક્ષોની ડાળીઓ ખાવા તું આગળ વધી કે ખાડામાં ગબડી પડી. જાળમાં ફસાઈ ગઈ. તને પકડવામાં આવી... તેં છૂટવા માટે ઘણા ધમપછાડા કર્યો... તું ના છૂટી શકી. બહુ કષ્ટ સહન કરીને, તું મરી.
છે મરીને તું વાંદરી થઈ. પહેલાં તો વાંદરો તને ચાહતો હતો, પરંતુ પેલું પાપકર્મ જે ભોગવવાનું બાકી હતું, તે પાપકર્મ ઉદયમાં આવ્યું. તારા એ વાંદરાને તું અણમાનીતી બની. એક દિવસ તું વાંદરાઓના ટોળાથી છૂટી પડી ગઈ. તું એકલી હતી. એ વખતે જંગલમાં શિકાર કરવા આવેલા એક રાજાએ તને પકડી લીધી. લોહ-સાંકળથી બાંધીને, એ તને લઈ ગયો.. એ જ રીતે તેં બાકીનું આયુષ્ય પૂર્ણ કર્યું.
છેમરીને તું કૂતરી થઈ...
તે યુવાન થઈ, અનેક કૂતરાઓ તારી પાછળ ફરવાં લાગ્યાં. તું ગર્ભવતી થઈ.... બધા જ કૂતરાઓએ તને છોડી દીધી! તારા શરીરમાં કીડા પડી ગયા... તને ખૂબ વેદના થવા લાગી. શારીરિક અને માનસિક વેદનાઓ સહેતાં સહેતાં તું મરી. મરીને તું બિલાડી થઈ...
૦ ૦ ૦ હું મારા ભવોની પરંપરા સાંભળીને, ધ્રુજવા માંડી હતી. આમેય આખી રાત મેં ઠંડીમાં વિતાવી હતી. આચાર્યદેવના મુખે આ બધી વાતો સાંભળીને, મારી ધ્રુજારી વધી ગઈ હતી. આચાર્યદેવને મેં વચ્ચે જ પૂછ્યું:
ભગવંત, મેં માત્ર મારી સખીની ખાતર, એના પતિથી મદિરાવતીનો વિયોગ ૧૨૩૨
ભાગ-૩ + ભવ આઠમો
For Private And Personal Use Only
Page #245
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવાની યોજનામાં સહકાર આપેલો. બીજું તો કોઈ હિંસાદિ પાપ નહોતું કર્યું... છતાં આવું દૂર કર્મ બંધાઈ ગયું? આટલા બધા અને આવા હલકી યોનિના ભવ મારે કરવા પડ્યા?”
ભ, હજુ તારા ભવ તું સાંભળ! કર્મોની કુટિલતા સમજ ... અને હિતકારનાં હિતવચનો હૈયામાં ધારણ કર. જો તે ચન્દ્રયશાના ભવમાં તારા પિતા-માતાની વાત માની હોત.. એમના હૃદયની શુભ ભાવનાની કદર કરી હોત તો આ ભવપરંપરા ના ચાલત!”
હે ભદ્ર, જે ઘરમાં તું બિલાડી થઈ, ત્યાં દરેક બિલાડાને તું અપ્રિય બની! એક વખતે એક ઘરમાં તું રહેલી હતી, તે ઘરમાં અચાનક આગ લાગી. તું ઘરના એક બંધ ભાગમાં હતી. બહાર ના નીકળી શકી. આગમાં તું ભરખાઈ ગઈ, તારું મૃત્યુ થયું.
જ મરીને તું ચક્રવાકી-પક્ષિણી બની.
પરંતુ ચક્રવાક તારા પ્રત્યે નારાજ બનીને, અન્ય સરોવરમાં ચાલ્યો ગયો. જીવનપર્યંત તને ચક્રવાકનો વિરહ રહ્યો. તારા હૃદયમાં ચક્રવાત પ્રત્યે ખૂબ પ્રેમ હતો, પરંતુ ચક્રવાક તને જરા પણ ચાહતો ન હતો! ઘણું દુઃખ સહન કરીને, તું મરી.
મરીને તું એક ગામમાં ચંડાળના ઘેર જન્મી. તું યૌવનમાં આવી, તારાં લગ્ન ચંડાળ યુવાન સાથે થયાં. પરંતુ જ્યારે તું તારા પતિને પહેલી વાર મળી, તારું મુખ જોતાં જ એ તારા પર અપ્રીતિવાળો બન્યો. તું અણમાનીતી પત્ની બની. જીવનપર્યત અણમાનીતી જ રહી. એ તને મારતો, ભોજન ના આપતો... ઘણાં કષ્ટ આપતો.. તારું આયુષ્ય પૂર્ણ થયું, મૃત્યુ થયું.
મરીને તું એક પલ્લીમાં ભીલ કન્યારૂપે જન્મી. જ્યારે તું યુવાનીમાં આવી, એક ભીલ યુવાન સાથે તારાં લગ્ન થયાં, પરંતુ લગ્નના દિવસથી જ તું પતિને અપ્રિય બની. તને પલ્લીમાંથી કાઢી મૂકવામાં આવી. તું જંગલમાં અનાથ સ્થિતિમાં ભટકવા લાગી. કંદમૂળ ખાઈને ગુજારો કરવા લાગી.. તું કોઈ ભીલ પુરુષને પ્રિય ન બની... પરંતુ આ જન્મમાં તને એક શુભ સંયોગ પ્રાપ્ત થયો.
શ્રી સમરાદિત્ય મહાકથા
૧33
For Private And Personal Use Only
Page #246
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
L'9097
આચાર્યદેવ સુગૃહિતે મને કહ્યું:
તું તિરસ્કૃત અને બહિષ્કૃત બની. પલ્લીમાંથી નીકળી ગઈ. થોડે દૂર રણપ્રદેશ હતો. તું રણપ્રદેશમાં પહોંચી ગઈ. દરિયાનાં મોજાંની જેમ પથરાયેલા રેતીના તોતિંગ ઢગલાઓ અને ઢોળાવની વચ્ચેથી તું પસાર થઈ. થોડી વાર તું ટીંબાના ઓછાયામાં વિશ્રામ કરવા બેઠી. સવારે દસ વાગ્યાથી ગરમી ચાલુ થઈ જતી હતી. તારાં કપડાં પરસેવાથી ભીંજાવા માંડ્યાં હતાં. સૂરજનાં કિરણો તારી ખોપરીમાં જાણે સોંસરવાં ઊતરતાં હોય, તેવો તાપ લાગતો હતો. લૂ વાવી પણ શરૂ થઈ ગઈ હતી. રેતીના ઢેર પરથી રેતી ઊડવા લાગી હતી, તું આગળ ચાલી. મેં સાંભળ્યું હતું કે રણપ્રદેશમાં પણ એક જગ્યા ખડકાળ છે અને ત્યાં એક કુંડ છે. તેમાં પાણી કાયમ રહે છે! તને મનમાં થયું: “જો એ જગ્યા મળી જાય તો બહુ સારું. હું ત્યાં એકલી, ઝૂંપડી બાંધીને રહીશ. જતા-આવતા વટેમાર્ગુઓને પાણી પીવડાવીશ...'
ભાગ્યયોગે, તું એ પ્રદેશમાં પહોંચી ગઈ. ત્યાં માણસ તો શું. પશુની પણ વસતી ન હતી, તે પાણીનો કુંડ જોયો. તને ખૂબ જ તરસ લાગી હતી. તેં પેટ ભરીને પાણી પીધું. પછી આસપાસ નજર કરી.... એ આખોય વિસ્તાર મહાકાય રેતીના ઢગલાઓથી વીંટળાયેલો હતો. ત્યાં રેતીના ઢગલાની તળેટીમાં ખજૂરનાં ઝાડ હતાં. કેરડા અને થોરનું નાનકડું જંગલ હતું.
બપોરનો સમય થઈ ગયો હતો. છતાં એ જગ્યા બપોરે પણ આફ્લાદક લાગતી હતી. તે ત્યાં બેઠી. બાજુમાંથી જ ગરમ પાણીનો ઝરો વહેતો હતો. તેં ગરમ પાણીથી મોટું ધોયું, હાથ-પગ ધોયા. તને ફૂર્તિ આવી. પછી તેં પશ્ચિમ દિશા તરફ જોયું. ત્યાં એક ખંડેર બની ગયેલી સૈનિચોકી જોઈ. થોડી ઊંચાઈ પર હતી. ધીરે ધીરે તું એ ચોકી પાસે પહોંચી..ચોકી ખાલી હતી. તને આનંદ થયો. રહેવા માટે તને જગ્યા મળી ગઈ... તું થાકેલી હતી. બારણા પાસે જ તે લંબાવી દીધું.... તને ઊંઘ આવી ગઈ...
જ્યારે તું જાગી, સૂર્ય અસ્તાચળ તરફ ઢળવા માંડયો હતો. તે ચોકીની બહાર આવી... ચારે તરફ કુદરતનું અનેરું સ્વરૂપ દેખાતું હતું. તું ખડક પર બેઠી. દૂર દૂર ચારે બાજુ તું એક એક કોશ-જમીન સુધી જઈ શકતી હતી. પવન તીવ્ર ગતિથી વાતો હતો. પવનની સાથે જ રેતનો એક ઢગલો વેરણછેરણ થતો, ધૂળનું આખું વાદળ મોટા ટેકરા સાથે અથડાતું અને જમા થતું હતું. એક ઢગલો અદશ્ય થતો અને બીજો રચાતો હતો...
૧3૪
ભાગ-૩ + ભવ આઠમો
For Private And Personal Use Only
Page #247
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એકાએક જાણે બધું સ્થિર થઈ ગયું! પવન પણ સ્થિર થઈ ગયો... રણપ્રદેશ જાણે થીજી ગયો. તે પશ્ચિમ દિશા તરફ જોયું તો તું પણ સ્થિર થઈ ગઈ! ટેકરાની નીચે ઊભેલા સાધુઓના વંદને મેં જોયું અને સાધુઓએ તને જોઈ. તમારી દષ્ટિ મળી... આટલા જન્મમાં પહેલી જ વાર, તને સાધુઓ જોઈને, હર્ષ થયો! સાધુઓ તને કંઈ પૂછતા હતા, તને સંભળાતું ન હતું. એટલે તું ઊભી થઈ અને ઝડપથી ટેકરો ઊતરીને, એ સાધુઓ પાસે ગઈ. - “હે ધર્મશીલે, આ કયો પ્રદેશ છે અને અહીંથી રાજમાર્ગ કેટલો દૂર છે?' સાધુઓએ તને પૂછ્યું.
તેં ઉત્તર આપ્યોઃ “મહાત્મા, આ “સહ્ય' નામનો પ્રદેશ છે. માર્ગ બહુ દૂર નથી. પશ્ચિમ દિશામાં ચાલશો એટલે પહેલાં વૃક્ષો અને લતાવાળો ગીચ ઝાડીવાળો માર્ગ છે, ત્યાંથી આગળ રાજમાર્ગ શરૂ થઈ જાય છે... આપ પધારો, હું જ આપને રાજમાર્ગ સુધી પહોંચાડું છું...”
તું આગળ અને પાછળ સાધુઓ! રાજમાર્ગે ચઢાવીને, તેં હર્ષ અનુભવ્યો. તેં કહ્યું: “આ માર્ગ ચાલતાં નજીક જ પલ્લી આવશે. આપ રાત્રિ ત્યાં પસાર કરી શકશો.”
રાધુઓએ “ધર્મલાભ' નો આશીર્વાદ આપીને કહ્યું: “ભદ્ર, તેં અમારા પર ઉપકાર કર્યો. મુનિરાજની નમ્ર અને મધુર વાણી સાંભળીને, તારી આંખોમાં આંસુ આવી ગયાં... તને વિચાર આવ્યા: “અહો, આ કેવા નિરભિમાની મહાત્માઓ છે! કેવું પ્રિય અને મધુર બોલે છે? તેમના મુખ પર કેવો પ્રશાન્ત ભાવ હતો! સાચે જ તેઓ આદર કરવા યોગ્ય હતાં. જેઓ ભાગ્યશાળી હોય તેમને જ આવા મુનિઓની સેવા કરવાનું ભાગ્ય મળે...” આવા શુભ વિચારો કરતી તું પાછી વળી. તારે તો પેલી ચોકીના ખંડેરમાં પહોંચવું હતું. રસ્તામાં પણ તને મુનિરાજોના જ વિચાર આવ્યા. અહો, કેવી નિર્મળ તેમની આંખો હતી! નીચી દૃષ્ટિએ ચાલતાં હતાં. વાણી પર કેવો સંયમ... બધી મૌન ચાલતાં હતાં....'
હૃદયમાં મુનિવરો તરફ અહોભાવ પ્રગટ્યો. તેમના ગુણોની અનુમોદના ચાલતી રહી. તારા વિચારોમાં અને વ્યવહારમાં સરળતા, નમ્રતા અને કોમળતા આવી તેં ખૂબ મર્યાદિત સાધનોથી જીવન જીવવાનું નક્કી કર્યું. શિકાર વગેરે પાપો છોડી દીધાં. સર્વ જીવો પ્રત્યે તારા હૃદયમાં મૈત્રીભાવ પ્રગટ્યો. આત્માના અધ્યવસાયો નિર્મળ બનતા ચાલ્યા. તે મનુષ્યગતિનું આયુષ્યકર્મ બાંધી લીધું.
જ્યાં સુધી તું જીવી, ત્યાં સુધી તું પેલા ભૂલા પડેલા મુનિવરોને તું ભૂલી નહીં. પ્રતિદિન યાદ કરતી, ભાવથી વંદન કરતી અને એમના ગુણોની મનોમન અનુમોદના શ્રી સમરાદિત્ય મહાકથા
૧3૫
For Private And Personal Use Only
Page #248
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરતી રહી. તારા વિચારો શુભ, સુંદર અને વિશુદ્ધ રહ્યા. તારું આયુષ્ય પૂર્ણ થય. તારું મૃત્યુ થયું.
મરીને તું શ્વેતામ્બીનગરના રાજાની રાજકુમારી થઈ. તારાં લગ્ન કોશલરાજ સાથે થયાં. ગઈકાલ સુધી તેં કોશલરાજનો પૂર્ણ પ્રેમ પ્રાપ્ત કર્યો. પરંતુ પેલું પાપકર્મ થોડું ભોગવવાનું બાકી રહ્યું હતું, તે ઉદયમાં આવ્યું! તેમાં નિમિત્ત બની પેલી યક્ષિણી યક્ષિણીએ તારું રૂપ કરીને, રાજાને છેતર્યો... રાજાને તું અપ્રિય બની, રાજાએ તારી ઘોર કદર્થના કરી. અને રાત્રિના સમયે તને નગરમાંથી કાઢી મૂકી.... અને તે પર્વતશિખર પરથી કૂદીને, મરી જવાના ભાવથી અહીં પર્વત પર આવી!”
હું તો એ સર્વજ્ઞ ગુરુદેવનાં ચરણોમાં પડી ગઈ.... મારી આંખોમાં આંસુ ઊભરાયાં. મારો કંઠ અવરુદ્ધ થઈ ગયો.
આચાર્યદેવે કહ્યું: “હે ભદ્ર, ચંદ્રયશાના ભવમાં બાંધેલું નિકાચિત પાપકર્મ હવે ભોગવાઈ ગયું છે.”
ભગવંત, આ કર્મવિપાક સર્વથા નિર્મળ ક્યારે થશે?” “વત્સ, એક રાત વીતી ગઈ. હવે દિવસ બાકી છે!”
ગુરુદેવ, આર્યપુત્ર યક્ષિણીને ઓળખી જશે? ક્યારે?' રાજરાણી, વીતેલી રાત્રિમાં જ રાજા યક્ષિણીને ઓળખી ગયો હતો. રાજાને જ્યારે નિદ્રા આવી ગઈ ત્યારે યક્ષિણીને રાજાએ જંગલમાં કરેલું એનું અપમાન યાદ આવી ગયું. તેને રાજાનું લોહી પી જવાની પ્રબળ ઇચ્છા થઈ... ભયંકર રોષના કારણે એના દાંત પિસાવા લાગ્યા. એના મુખ પર રૌદ્રતા આવી ગઈ... અને તે રોષમાં ને રોષમાં રાજાની છાતી પર ચઢી બેસી...
તત્પણ મહારાજા જાગી ગયા. બે હાથે પ્રબળ શક્તિથી યક્ષિણીની છાતીને ધક્કો મારી પલંગ પરથી નીચે ફેંકી દીધી... અને પાસે જ મૂકેલી કટારી હાથમાં લઈ... બોલ્યા: “અરે દષ્ટા, તેં મને તો છેતર્યો... મારી પ્રિયાની ઘોર કર્થના કરાવી, હવે તો તને અહીં જ હણીશ. ઊભી રહે.' મહારાજાએ તલવારનો ઘા કર્યો. પણ એ પૂર્વે યક્ષિણી અદશ્ય થઈ ગઈ હતી... રાજા ભોંઠો પડ્યો...”
ગુરુદેવ, હવે ભવિષ્યમાં એ યક્ષિણી શું આર્યપુત્રનું કંઈ અહિત કરશે?”
ના, પતી ગયું હવે બધું! તારું અશુભ કર્મ ભોગવાઈ ગયું... એટલે હવે શાન્તિ! પરંતુ જ્યાં સુધી રાજાને તું નહીં મળે, ત્યાં સુધી એ ઘોર સંતાપ અનુભવશે...'
ભગવંત, આમાં આર્યપુત્રનો શો દોષ? તેઓ તો નિર્દોષ છે. આ તો મારાં જ પાપકર્મની પરિણતિ છે....'
છતાં, તારા ઉપરના મહામોહના કારણે રાજા ઘોર સંતાપ પામી રહ્યો છે. કાલે
39.
ભાગ-૩ + ભવ આઠમો
For Private And Personal Use Only
Page #249
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સવારે રાજા તને શોધતો શોધતો અહીં આવશે, તને જોશે, તારા સહવાસથી એને અતિ સુખનો અનુભવ થશે... માટે હે રાણી, હવે તારે સંતાપ નથી કરવાનો, કે મરવાનો વિચાર નથી કરવાનો...”
ભગવંત, આપનાં દર્શન થયાં ત્યારે જ મરવાનો વિચાર તો મરી ગયો હતો. છતાં સંતાપ થોડો હતો. એ પણ મારી બિહામણી જન્મપરંપરા સાંભળીને, દૂર થઈ ગયો છે. હવે તો મારું મન સંસારનાં સર્વ સુખો પ્રત્યે વિરક્ત બન્યું છે. હવે મને મહારાજા પ્રત્યે પણ રાગ નથી રહ્યો. મને આપનાં વચનોથી સમજાઈ ગયું છે કે સર્વ અનર્થોનું મૂળ રાગ છે. જો ચંદ્રયશાના ભવમાં બંધુસુંદરી પ્રત્યે મને તીવ્ર-દઢ રાગ ન હોત તો? શું હું એના પતિનો અને મદિરાવતીનો વિયોગ કરાવત? એ ના કરાવત તો આ કુતરા-બિલાડી... વગેરેના ભવ કરવા પડત મારે? માટે હે ગુરુદેવ, હવે મહારાજા અહીં આવે તો પણ મને હર્ષ થવાનો નથી. નહીં આવે તો શોક થવાનો નથી. સંયોગના અંતે વિયોગ તો છે જ... હે ભગવંત, આ સંસાર જ દુઃખરૂપ છે, એમાં સુખ મળે જ કેવી રીતે?
આચાર્યદેવે કહ્યું: “હે ભદ્ર, તું જિનવચનને પામી છે. તે કહે છે તે સાચું છે, છતાં રાજા તારા સહવાસમાં સુખી થશે. તારી સાથે જ એ વીતરાગ-વચનનું પાલન કરશે... દુષ્કર વ્રતોનું પાલન કરી, શાશ્વત સુખને પામશે!”
‘તો તો બહુ સારું...” તેઓ પરમ શાશ્વત સુખને પામશે.' એ જાણીને હું પરમ હર્ષિત બની છું...”
આચાર્યદેવ થોડી ક્ષણ મૌન થઈ ગયા. તેઓની જ્ઞાનદષ્ટિમાં હું યોગ્ય દેખાઈ હોઈશ. તેઓએ મને હયું: “હે ભદ્ર, હું તને “પંચનમસ્કાર મહામંત્ર આપું છું, તે તું વિધિપૂર્વક ગ્રહણ કર.”
ભગવંત, આપની મારા પર મહાન કૃપા થઈ, કૃતાર્થ બની.”
વત્સ, તું મારી ડાબી બાજુએ, પૂર્વ દિશા તરફ ઊભી રહે.” ભગવંતને વંદના કરી, મસ્તકે અંજલિ જોડી હું પૂર્વ દિશા સન્મુખ ઊભી રહી.
આચાર્યદેવે પરમગુરુ જિનેશ્વર ભગવંતનું આંખો બંધ કરીને, સ્મરણ કર્યું. પછી આંખો ખોલી, તેમણે મને ત્રણવાર નમસ્કાર મહામંત્ર' સંભળાવ્યો જાણે મારા સર્વ ભયો દૂર થઈ ગયાં હોય અને મને જાણે મોક્ષસુખ મળી ગયું હોય, તેવો પરમાનંદ મેં અનુભવ્યો.
આચાર્યદેવે મને કહ્યું: “હે ભદ્ર, આ મહામંત્રનું સતત સ્મરણ કરતા રહેવાનું છે. આ બાજુની પર્વતગુફામાં તારે આજની રાત નિર્ભયતાથી પસાર કરવાની છે... કરીશ ને?”
આપની કૃપા છે, આપની આજ્ઞા છે, પછી મને ભય શાનો? અવશ્ય રાત્રિ પાસેની ગુફામાં પસાર કરીશ.' શ્રી સમરાદિત્ય મહાકથા
૧૨૭
For Private And Personal Use Only
Page #250
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“વત્સ, અત્યારે હું મુનિઓની સાથે નગરમાં જાઉં છું...” કાલે પાછો હું અહીં આવીશ' તેમણે જમણો હાથ ઊંચો કરી ધર્મલાભ નો આશીર્વાદ આપ્યો, અને પહાડ ઊતરવાં લાગ્યાં.
હું તેઓ દેખાયા ત્યાં સુધી એમને જોતી રહી. મારા તારણહાર, રક્ષણહાર ગુરુદેવને જોતાં જોતાં મારી આંખો હર્ષના આંસુઓથી ઊભરાઈ ગઈ...
0 0 0 મહારાજા નરસુંદર અતિ સંતપ્ત બન્યાં. તેઓને પોતાની ગંભીર ભૂલ સમજાઈ. પ્રભાતે મંત્રીમંડળની સમક્ષ યક્ષિણીની સમગ્ર ઘટના મંત્રીમંડળની સમક્ષ કહી દીધી.
મેં મહારાણીને યક્ષિણી માની લીધી. “આ મહારાણીનું રૂપ કરીને આવી છે.” એમ સમજીને, મેં દેવીની ઘોર કર્થના મારી સામે જ કરાવી... અને રાત્રિના સમયે મેં એને સૈનિકો દ્વારા નગર બહાર કાઢી મૂકાવી... શું થયું હશે દેવીનું? શું એ જીવતી હશે કે આપઘાત કરીને મૃત્યુ પામી હશે? મારા હાથે સ્ત્રી હત્યા થઈ ગઈ. મેં ઘોર પાપ કર્યું....' મહારાજા વિલાપ કરવા લાગ્યાં.
મહામંત્રી બુદ્ધિધને કહ્યું: “મહારાજા, આપના મુખે અમે સમગ્ર ઘટના સાંભળી. અમને આમાં આપનો કોઈ જ દોષ દેખાતો નથી. દોષ છે પેલી યક્ષિણીનો.. એણે આપને ભ્રમિત કર્યો. મહારાણી આપના શયનખંડમાં આવે, એ પહેલાં મહારાણીનું રૂપ કરી, યક્ષિણી પોતે આવી! આપ એને જ સાચાં મહારાણી માની લીધાં. પછીથી આવેલાં સાચાં મહારાણીને યક્ષિણી માની લીધાં! આમાં આપની કોઈ ભૂલ નથી.. આ ઉત્પાત યક્ષિણીએ કરાવ્યો.. એની પાછળ અમને તો મહારાણીનું જ કોઈ પૂર્વજન્મનું અશુભ કર્મ કારણભૂત લાગે છે...'
પણ હવે શું કરવું જોઈએ? મહારાજાએ પૂછયું. મહારાણીની શોધ કરવી જોઈએ.’ “એ માટે હું જ નીકળીશ.. જો ચોવીસ કલાકમાં નહીં મળી આવે તો હું અગ્નિમાં પ્રવેશ કરીશ..” મહારાજાની પ્રતિજ્ઞા સાંભળીને, મંત્રીમંડળ ચિંતામાં પડી ગયું.
મહારાજા બોલ્યા: “આમે મહારાણી વિનાનું મારું જીવન વ્યર્થ છે. જીવવાનો મને કોઈ મહ નથી... આ યક્ષિણી મને શાન્તિથી જીવવા નહીં દે... વળી, એ દેવી છે.. મારા કરતાં એની શક્તિ ઘણી વધારે છે, એટલે એને હું જીતી શકીશ નહીં અને એ મને છોડશે નહીં. માટે હવે પ્રાણત્યાગ કરવો, એ જ એક ઉપાય છે.”
મહામંત્રીએ કહ્યું: “મહારાજા, મહારાણી જરૂર મળી આવશે, મારી જમણી, આંખ ફુરાયમાન થઈ રહી છે. ચાલો આપણે મહારાણીને શોધવા અત્યારે જ નીકળી પડીએ. હવે વિલંબ નથી કરવો.”
૧૨૮
ભાગ-૩ ૪ ભવ આઠમો
For Private And Personal Use Only
Page #251
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહામંત્રીએ પાંચ શસ્ત્રસજજ ઘોડેસવાર સૈનિકોને સાથે ચાલવાં આજ્ઞા કરી. જમીન પરનાં પગલાં ઓળખનાર રાજપુરુષને સાથે લીધો. મહામંત્રીએ મહારાજાને કહ્યું: ‘રાત્રે વરસાદ પડ્યો છે. જંગલમાં હજુ મનુષ્યોની ખાસ અવરજવર નહીં હોય. એટલે ભીની રેતીમાં મહારાણીનાં પગલાં આપણને મળી જશે.'
માર્ગમાં પાણી આવશે તો પગલાં નહીં મળે!' મહારાજાએ કહ્યું:
આપણે અનુમાનના આધારે આગળ વધીશું... ગમે ત્યાંથી મહારાણીને શોધી કાઢીશું.'
મહારાજા, મહામંત્રી અને પાંચ સુભ, પગલાંને જાણનાર સાથે નગરમાંથી બહાર નીકળ્યા. નગરની બહાર ઉદ્યાન પાસે આવ્યાં. ત્યાં ઊભાં રહ્યાં પગલાંના જાણકારે મહારાણીનાં પગલાં ઓળખ્યાં. પગલે પગલે તે દોડવા લાગ્યો... એની પાછળ ઘોડેસવારો ચાલવા લાગ્યાં.
એકાદ કલાક પછી પાણીનો વહેળી આવ્યો. તેમાં ખૂબ પાણી વહેતું હતું. બધા વહેળાની પાસે જઈને ઊભા. “હવે કઈ દિશામાં જઈશું?” મહારાજાએ મહામંત્રીની સામે જોયું. મહામંત્રી કોઈ એક અનુમાન પર આવી શકતાં ન હતાં. “ચાલો, આપણે વહેળાના કિનારે કિનારે ચાલીએ.... રસ્તામાં કોઈ વટેમાર્ગુ મળી જાય તો પૂછીએ, કે તમે કોશલની મહારાણીને ક્યાંય જોઈ? પણ એમને કોઈ વટેમાર્ગુ ના મળ્યો.... તેઓ આગળ વધે જતાં હતાં...'
આગળ પહાડની ભેખડ આર્વી, વહેળાનું પાણી તે ભેખડમાં પડેલી મોટી તિરાડમાંથી આવતું હતું. આગળનો માર્ગ સાંકડો હતો... શું કરવું - એની મૂંઝવણ સહુને થઈ. વળી, આગળ જવાથી મહારાણી મળશે કે કેમ, એ પ્રશ્ન હતો. એટલે તેઓએ ભેખડની પાસે પથરીલી જમીન પર બેસવા વિચાર કર્યો. સહુ ઘોડા પરથી નીચે ઊતર્યા... મહામંત્રીએ મહારાજાને બેસવા માટે ઘોડા પરથી ગાદી ઉતારીને, જમીન પર ગોઠવી. મહારાજા બેઠાં... તેઓ શૂન્યમનસ્ક બની ગયાં હતાં.
મહામંત્રીએ ગંભીર વિચાર કરીને કહ્યું: “મહારાજા, આપણે અહીંથી પાછા વળીએ.. જે જગ્યાએથી પહાડ પર જવાય છે, એ જગ્યાએ આપણો પહોચીએ. ત્યાં આપણને પહાડ પર જનારા માણસો મળી જશે... એમને પૂછી પણ શકાશે... અને જરૂર પડે આપણે પહાડ પર પણ જઈ શકીશું.” “ભલે, ચાલો એ જગ્યાએ જઈએ...” સહુ પહાડની તળેટીમાં પહોંચ્યા.
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૨૩
For Private And Personal Use Only
Page #252
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
IY૧૮૭11
સાધ્વીજીએ કહ્યું:
આચાર્યદેવ મુનિર્વાદ સાથે પહાડ પરથી ચાલ્યાં ગયાં પછી, હું પાસેની બીજી ગુફામાં ગઈ. આચાર્યદેવે મને એ ગુફામાં રાત્રિ વ્યતીત કરવાની આજ્ઞા કરી હતી.
જોકે ગુફામાં અંધારું હતું, પરંતુ ગુફાની છતમાં ત્રણ-ચાર જગ્યા પોલી હતી, મેં વિચાર્યું: “શુક્લપક્ષ છે. જ્યારે આકાશમાં ચંદ્ર આવશે ત્યારે છતમાંથી એનો પ્રકાશ જરૂર આવશે.” આમેય મને અંધારામાં ભય લાગતો હતો. છતાં આચાર્યદેવે મને આપેલા નમસ્કાર મહામંત્ર ઉપર દૃઢ વિશ્વાસ થઈ ગયો હતો. આચાર્યદેવે મને કહ્યું હતું:
“હે ભદ્ર, આ મહામંત્રના ચિંતન કરવા માત્રથી અગ્નિ બુઝાઈ જાય છે અને પાણીનું પૂર ઓસરી જાય છે. ચોર અને શત્રુઓ ભાગી જાય છે, મહામારી જેવા રોગો શાંત થઈ જાય છે, અને રાજાઓ દ્વારા થતા ઉપદ્રવો નષ્ટ થઈ જાય છે.
છે જે ભવ્ય જીવાત્મા એકચિત્તે ભાવપૂર્વક આ મહામંત્રનું સ્મરણ કરે છે, તે દશે દિશાઓને પોતાના પરમ તેજથી પ્રકાશિત કરતો કરતો મોક્ષમાં જાય છે! તેના જન્મમરણના ફેરા ટળી જાય છે,
આ મહામંત્ર, પરમ મંત્ર છે, પરમ રહસ્ય છે, પરાત્પર તત્ત્વ છે, પરમ જ્ઞાન છે, પરમ શેય છે, શુદ્ધ ધ્યાન છે અને સર્વશ્રેષ્ઠ ધ્યેય છે. - આ મહામંત્ર પરમ અભેદ્ય કવચ છે. પરમ ખાતિકા છે, પરમ જ્યોતિ છે, પરમ શૂન્ય છે. પરમ બિંદુ છે, પરમ વાદ છે, પરમ તારા છે, પરમ લવ છે અને પરમ માત્રા છે!
આચાર્યદેવે મને કહ્યું હતું:
છે ટઆ મહામંત્રના પ્રથમ પદમાં રહેલા અરિહંત પરમાત્માનું ધ્યાન તું આ રીતે કરજે - ત્રણ ગઢવાળા પ્રકાશિત સમવસરણની મધ્યમાં બિરાજમાન, ચોસઠ ઇન્દ્રોથી પૂજાતાં, જેમના મસ્તક પર ત્રણ છત્ર છે, જ્યાં પુષ્પવૃષ્ટિ થાય છે, જેમના ઉપર અશોકવૃક્ષની છાયા છે, જેઓ સિંહાસન પર બિરાજિત છે, બંને બાજુ દેવો ચામર ઢાળે છે. જેમના મસ્તકની પાછળ ભામંડળ છે... દેવદુંદુભિ વાગી રહી છે... અને દિવ્ય ધ્વનિ થઈ રહ્યો છે.. સુવર્ણ જેવી દેહકાન્તિવાળા તીર્થંકર પરમાત્માનું ધ્યાન કરજે. તીર્થંકર પરમાત્માને તારા હૃદયમાં સાક્ષાત્ બિરાજમાન જોજે. તેમનામાં મન જોડીને, મહામંત્રનો જાપ કરજે! છે આ નમસ્કાર મહામંત્ર, મંત્રરાજ છે એ સમગ્ર ઘન-ઘાતી કર્મોનાં પ્રગાઢ
ભાગ-૩ + ભવ આઠમાં
૧૨80
For Private And Personal Use Only
Page #253
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાદળોને વિખેરી નાખનાર પ્રચંડ પવન છે. ભવરૂપી પર્વતને ભેદી નાખનાર વજ છે. અજ્ઞાનના અંધકારને હરનાર મધ્યાહ્નકાલીન સૂર્ય છે! સાગરમાં ડૂબતા જીવોને બચાવી લેનારું જહાજ છે. એ જ મંત્રરાજ માતા છે, પિતા છે, બંધુ છે અને મિત્ર છે. ચરાચર વિશ્વને જિવાડનાર સંજીવની ઔષધ છે. માટે હૃદયકમલમાં આ મંત્રરાજનું ધ્યાન ફરજે.
આ મંત્રાધિરાજ નવકારને અને તેની પરમ ગુરુતાને ભાવથી નમસ્કાર કરજે,
ઊઠતાં, બેસતાં, ચાલતાં, જાગતાં કે સૂતાં, હસતાં કે જંગલમાં ભય પામતાં, ઘરમાં જતાં કે બહાર નીકળતાં.. પ્રત્યેક કામ કરતાં, પ્રત્યેક શ્વાસ લેતાં ને મૂકતાં. જે ભવ્યાત્મા આ નમસ્કાર મહામંત્રનું એકચિત્તે સ્મરણ કરે છે, તેના સર્વ મનોરથ સિદ્ધ થાય છે.
જ હિંસક, અસત્યભાષી, ચોર, વ્યભિચારી, કૂરકર્મા અને લોક-તિરસ્કૃત પુરુષ પણ જો મૃત્યુ સમયે, આ મહામંત્રનું સતત સ્મરણ કરે છે તો એ દેવલોકમાં ઉત્પન્ન થાય છે.
ક શ્રદ્ધાવાન, જિતેન્દ્રિય, જિનેશ્વર પરમાત્મામાં બદ્ધચિત્તવાળો, પ્રશસ્ત ચિત્તવાળો જે શ્રાવક, ભવભયને હરનારા શ્રી નવકાર મહામંત્રનો સ્પષ્ટ ઉચ્ચારપૂર્વક જાપ કરે છે તથા શ્વેત-સુગંધી એક લાખ પુષ્પોથી શ્રી તીર્થંકર પરમાત્માની પૂજા કરે છે, તે વિશ્વપૂજ્ય તીર્થંકરપદ પામે છે, અર્થાત્ તે સ્વયં તીર્થંકર બને છે.
- મંત્રાધિરાજ નવકારના સ્મરણના પ્રભાવથી તે રણસંગ્રામ જીતે છે, સાગર તરી જાય છે, હાથી-સર્પ-સિંહ-વ્યાધિ-અગ્નિ કે શત્રુથી ઉત્પન્ન થતાં ભય નાશ પામે છે. ગ્રહ, રાક્ષસ, ડાકિની-શાકિનીના ભય પણ નાશ પામે છે.
- અનંત કાળચક્રો પસાર થયાં છે તેમ જ થવાનાં છે, તેમાં મંત્રાધિરાજ નવકારનો અજોડ પ્રભાવ પ્રસિદ્ધ હતો તેમ જ ભવિષ્યમાં રહેવાનો છે. આ પરમ મંત્રનું આલંબન પ્રાપ્ત કરીને, અનંત ભવ્યાત્માઓ મોક્ષ પામ્યા છે, પામે છે અને પામશે!
આ કાળ અનાદિ છે, જીવ અનાદિ છે, જિનધર્મ અનાદિ છે. અનાદિકાળથી આ મહામંત્ર ગણાય છે, માટે આ મંત્ર શાશ્વત છે.
આ પ્રમાણે શ્રી નવકાર મહામંત્રનો દિવ્ય પ્રભાવ બતાવીને, આચાર્યદેવે મને નિર્ભયતાથી રાતભર સ્મરણ કરતાં રહેવાનું કહ્યું હતું. તે મુજબ ગુફામાં એક ઊંચી શિલા પર બેસીને, મેં જાપનો પ્રારંભ કર્યો.
મહારાજા પહાડની તળેટીમાં રોકાયાં. દિવસ દરમિયાન જેઓ પહાડ પર લાકડાં કાપવા જતાં હતાં, તેવા માણસો
શ્રી સમરાદિત્ય મહાકથા
૧ર૪૧
For Private And Personal Use Only
Page #254
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાંથી પસાર થયાં. રાજાએ અને મંત્રીએ એ સહુને પૂછ્યું“કોશલ દેશની મહારાણીને તમે ક્યાંય દીઠી છે?” સહુએ એક જ જવાબ આપ્યો: “ના, અમે મહારાણીને નથી જોયાં....” જવાબ સાંભળીને સહુનાં મુખ વિલખાં પડી જતાં હતાં.
સંધ્યાનો સમય થયો. મહામંત્રીએ કહ્યું: “મહારાજા, આપણે નગરમાં જઈએ.. રાત્રિ વિશ્રામ મહેલમાં કરીને, કાલે સવારે પાછા દેવીને શોધવા...”
તમે સહુ જાઓ નગરમાં... હું તો દેવીને શોધીને, દેવીની સાથે જ નગરમાં આવીશ. રાત્રિ તો અહીં જ પસાર કરીશ.”
મહામંત્રીએ બે ઘોડેસવારોને નગરમાં મોકલીને, કપડાંના ત્રણ તંબૂ મંગાવી લીધા. ત્યાં જ પહાડની તળેટીમાં તંબૂ લગાવી દીધો. એક તંબૂ મહારાજા માટે, બીજો મહામંત્રી માટે અને ત્રીજો સૈનિકો માટે...
સંધ્યા ખીલી હતી. પેલો રાજપુરુષ આસપાસ ફરતો જમીન પર પગલાં જ જોયાં કરતો હતો. તેણે અચાનક ત્યાં વિશિષ્ટ પગલાં પડેલાં જોયાં... પગલાંમાં વિશિષ્ટ ચિહ્ન હતું ત્રિશૂળનું. બીજું ચિહ્ન હતું પાનું... તેના મનમાં ઝબકારો થયો. આવું ચિહ્ન સામાન્ય સ્ત્રીનું ના હોય. આ ચિહ્ન પધિની સ્ત્રીનું જ છે. આ રસ્તે... પગે ચાલીને એવી કોઈ સ્ત્રી ગઈ છે... એ મહારાણી કેમ ના હોય?”
એ રાજપુરુષે જઈને, મહામંત્રીને વાત કરી. મહામંત્રીએ મહારાજાને વાત કરી. મહારાજા એ જગ્યા પર ગયા. ધ્યાનથી આગળ પાછળ પડેલા બે પગલાં જોયાં... પગલાનાં ચિહ્નો જોયાં... “આ દેવીનાં જ પગલાં છે! આ રસ્તે પહાડ પર ગઈ લાગે છે. *
મંત્રીએ કહ્યું: “મહારાજા, કાલે સવારે પહાડ પર જઈને, તપાસ કરીશું. હવે અંધારું થયું છે. હવે આગળ પગલાં દેખાશે નહીં. પહાડમાં કઈ દિશા તરફ આપણે જઈશું?”
રાજાએ કહ્યું: “ભલે, સવારે પહાડ ઉપર જઈશું. પરંતુ એક વાત નક્કી છે કે રાણી પહાડ ઊપર ગઈ છે...'
હવે શોધી કાઢતાં વાર નહીં લાગે!' મંત્રી બોલ્યા. હા, જીવતી હશે તો જરૂર મળશે.' મહારાજાએ નિસાસો નાખ્યો. “મહારાણી અવશ્ય જીવતાં છે. આપ પૂર્ણ વિશ્વાસ રાખો. મહાસતી સ્ત્રીઓની રક્ષા થતી જ હોય છે. દેવીતત્ત્વો એમની રક્ષામાં જાગ્રત હોય છે...' મહામંત્રીએ મહારાણીની ઘણી પ્રશંસા કરી. મહારાજાને મંત્રીની વાતો ખૂબ ગમી. બંને તંબૂમાં આવ્યા. સૈનિકોએ પાસેનાં વૃક્ષો સાથે બધા ઘોડાઓ બાંધી દીધાં. તેઓ મહારાજાના તંબૂની આસપાસ ગોઠવાઈ ગયાં. જાગ્રતપણે ચકી કરવા લાગ્યાં. મહામંત્રીને મહારાજાએ પોતાનો જ તંબુમાં રાખ્યાં. રાત્રિના બે પ્રહર સુધી રાજા અને મંત્રી વાતો કરતાં રહ્યાં... ત્યાર પછી બંને નિદ્રાધીન થઈ ગયાં.
ભાગ-૩ ૪ ભવ આઠમો
૧૨૪૨
For Private And Personal Use Only
Page #255
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યારે તેઓ બંને જાગ્યા ત્યારે અરુણોદય થઈ ગયો હતો. ઝટપટ તૈયાર થઈને, સહુ પોતપોતાના ઘોડાને પકડીને, પહાડ ઉપર ચઢવા લાગ્યા એક સૈનિકે તંબુઓને સમેટી લીધાં અને પહાડની એક બખોલમાં મૂકી દીધા.
સૈનિકો ફેલાઈને પહાડ પર ચઢતાં હતાં. ચારે બાજુ નજર દોડાવતાં હતાં. તેઓ. ગુફાની આગળના સપાટ મેદાન સુધી પહોંચી ગયાં. મહારાજા એ મેદાનના કિનારે જઈને, ઊભાં રહ્યાં. ત્યાંથી સંપૂર્ણ નગર દેખાતું હતું. તેમની નજરમાં એક અનુપમ દશ્ય ખડું થયું. થોડે દૂર... સુંદર નદી વહેતી હતી. સામેના છેડે હરિયાળાં કોતરો દેખાતા હતાં. અવર્ણનીય દૃશ્ય હતું. મહારાજા એ દશ્ય જોવામાં લીન હતાં ત્યારે સૈનિકો એક ગુફા તો ફેંદી વળ્યા.. બહાર આવ્યાં. એક સીનિકે કહ્યું: “અહીં આવી બીજી ગુફા પણ છે. એક વખત ડાકુઓની શોધમાં હું અને બીજા સૈનિકો અહીં આવેલા છીએ.”
ચાલ, બતાવ બીજી ગુફા!” ઘોડેસવાર સૈનિકો બીજી ગુફાના દ્વારે પહોંચ્યા... તેઓએ મને જોઈ... તેઓ હર્ષિત થઈ ગયાં.. “દેવી મળી ગયાં... દેવી મળી ગયાં!” તેઓ ઘોડા પરથી નીચે ઊતર્યો. હું તો શ્રી નવકાર મંત્રના ધ્યાનમાં તલ્લીન હતી. એ તો જ્યારે મહારાજાને સૈનિક બોલાવી લાવ્યાં. ત્યારે મારી આંખો ખૂલી હતી. આંખો ખૂલતાં જ ગુફાના દ્વારેથી સવારનાં સૂરજ કિરણો મારી આંખો પર પડ્યાં. મારી આંખો અંજાઈ ગઈ.. મને થયું કે ખરેખર, હું અમારી ભૂમિમાં નથી... સ્વર્ગમાં છું! આખી રાત હું એક જગ્યાએ બેઠી હતી, એક આસને બેઠી હતી, મારી કમર થોડી દુઃખતી હતી, પરંતુ મહારાજા મારી પાસે આવી ગયાં હતાં. મારા બે હાથ પકડીને, તેમણે મને એ ઊંચી શિલા પરથી નીચે ઊતરવામાં સહાય કરી.
મહારાજાનું હૈયું ભરાઈ આવ્યું. તેમની આંખોમાં આંસુ ઊભરાયાં. મને આચાર્યદેવનાં વચનો યાદ આવ્યાં. અમે ગુફાની બહાર નીકળ્યાં. ગુફાની બહાર થોડી જગ્યા સાફ હતી. સૈનિકોએ એ જગ્યા પર ગાદી બિછાવી દીધી. હું અને મહારાજા ત્યાં બેઠાં. મહામંત્રી અને સૈનિકોએ મને પ્રણામ કર્યા. મેં પણ તેમનું અભિવાદન કર્યું. તેઓ ગુફાથી થોડે દૂર અમને એ લોકો ના જોઈ શકે, એવી એક વૃક્ષઘટામાં જઈને બેઠા.
મહારાજાની આંખોમાં ભારોભાર વેદના હતી. તેઓ બોલવા ઇચ્છતાં હતાં પણ બોલી શકતા ન હતા. મને લાગ્યું કે તેઓ તીવ્ર અપરાધભાવ અનુભવી રહ્યા છે. છતાં અશ્રુભીની આંખે તેઓ બોલ્યાં : ‘દેવી, મારો અપરાધ... ઘોર અપરાધ છે... ક્ષમા કરશો?” “નાથ, અપરાધ આપનો નથી, મારો છે! મારાં પૂર્વજન્મોમાં કરેલા દુષ્કર્મનો છે.” શ્રી સમરાદિત્ય મહાકથા
૧૪૩
For Private And Personal Use Only
Page #256
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘દેવી, મારા પર રોષ ના રાખશો. મારું ઘોર અજ્ઞાન જ આ ઘટનામાં કારણભૂત બની ગયું છે...'
‘આપનું અજ્ઞાન નહીં સ્વામીનાથ, પરંતુ પેલી યક્ષિણીએ રચેલી માયા કારણભૂત બની હતી...'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘ના, ના, હું જ કારણભૂત બન્યો...’
‘આ સમગ્ર ઘટનામાં હું અને મારાં દુષ્કર્મ જ અસાધારણ કારણભૂત છે. આપ અને યક્ષિણી તો નિમિત્ત માત્ર બન્યાં છો અને આપના ઉપર મારા મનમાં રોષ જન્મે ખરો? અસંભવ વાત છે... મેં આપને કહ્યું ને કે મારા પૂર્વજન્મમાં એટલે આ જન્મથી માંડીને પાછળના નવમા જન્મમાં મેં બે પ્રેમી વચ્ચે વિરહની દીવાલ ઊભી કરી હતી, બે પ્રેમીને વિખૂટાં પાડ્યાં હતાં... અને તીવ્ર પાપકર્મ બાંધ્યું હતું... એ પાપના વિપાક મેં નવ નવ જન્મ સુધી ભોગવ્યા છે... બસ, અત્યારે આપ મળ્યાં... એટલે પેલું મારું પાપકર્મ ભોગવાઈ ગયું. હવે એ પાપકર્મના વિપાક ક્યારેય ભોગવવાના નહીં રહે.......'
મહારાજા આશ્ચર્યથી સાંભળી રહ્યાં હતાં. હું અટકી એટલે એમણે કહ્યું:
‘દેવી, સામાન્યતઃ હું સમજું છું કે આ સંસાર અનાદિકાલીન છે. તેમાં કર્માધીન જીવો પણ અનાદિકાળથી છે. પરંતુ તું જે તારી વાત કરે છે... તે વાત (નવ જન્મોની) તેં કેવી રીતે જાણી?'
‘ગુરુદેવની કૃપા થઈ. તેમના મુખેથી જાણી.’
‘ક્યાં મળ્યા ગુરુદેવ?'
અહીં આ જ પ્રદેશમાં, બાજુની ગુફામાં...' એમ કહીને મેં દિવસ તથા રાત્રિનો સમગ્ર વૃત્તાંત કહી સંભળાવ્યો. મહારાજા અતિ હર્ષિત થયા... તેમણે કહ્યું: ‘આવા શ્રેષ્ઠ સર્વજ્ઞ જ્ઞાની ગુરુદેવનો યોગ અનંત પુણ્યના ઉદયથી જ મળે, દેવી! આ તો રણપ્રદેશમાં કોઈ મીઠાં પાણીની વીરડી મળી જાય... તેવું થયું! ક્યાં પર્વત પર ઝંપાપાત કરીને મરી જવાની વાત, અને ક્યાં કરુણાસાગર ગુરુદેવના મિલનની વાત!'
૧૪
મેં શાન્તિથી મારા નવ જન્મોથી કથા સંભળાવી દીધી...
મહારાજાએ કહ્યું: ‘દેવી, ચંદ્રયશાના ભવમાં તમે યશોદાસને મદિરાવતીના મોહપાશમાંથી છોડાવવા માટે, યશોદાસના ચિત્તને મદિરાવતી પ્રત્યે ઉદાસીન કરવા ઉપાય કર્યો હતો. તારી સખી બંધુસુંદરીને એના પતિ તરફથી વૈષયિક સુખ મળે, એ માટે ઉપાય કર્યો હતો... છતાં એ ઉપાય સાચો ન હતો, માટે જ પાપકર્મ બંધાયું ને? જો ઉપાય સારો હોત તો પાપકર્મ ન બંધાત!'
‘હે નાથ, બંધુસુંદરી મારી સખી હતી. તેણીએ મારા મનમાં મદિરાવતી પ્રત્યે દ્વેષ
ભાગ-૩ * ભવ આઠમો
For Private And Personal Use Only
Page #257
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભર્યો હતો... એટલે મેં જે ઉપાય કર્યો તે દ્વેષપ્રેરિત હતો, માટે પાપકર્મ બંધાયું. ભલે મિંદરાવતી યશોદાસ માટે પરસ્ત્રી હતી, છતાં એ યશોદાસને ખૂબ ચાહતી હતી. યશોદાસ પણ તેણીને ખૂબ ચાહતો હતો... મેં મદિરાવતી પ્રત્યે યશોદાસના મનમાં દ્વેષ પેદા કરાવ્યો, અણગમો પેદા કરાવ્યો... એના પરિણામે નવ નવ જન્મ સુધી મારે અપ્રિય બનવું પડયું... કોઈનો મને પ્રેમ ના મળ્યો... માત્ર, પૂર્વજન્મના ભીલસ્ત્રીના જન્મમાં વળી થોડી ક્ષણોનો સાધુસમાગમ મળ્યો, એમને માર્ગ દેખાડવાનું નાનું પુણ્ય કરવાની તક મળી ગઈ... અને આ જન્મમાં મને આપનો પ્રેમ મળ્યો! છતાં, પેલું ચંદ્રયશાના ભવનું કર્મ કંઈક બાકી રહી ગયું હશે... તો આ કલ્પના બહારની ઘટના બની ગઈ! પરંતુ ગુરુદેવે મને કહ્યું કે આ ઘટના સાથે પેલું કર્મ સંપૂર્ણ ભોગવાઈ ગયું
છે.'
મહારાજાએ કહ્યુ: ‘દેવી, આ કર્મોની કુટિલતા કેવી છે? માટે આપણે સાવધાનીથી જીવન જીવવું જોઈએ. અજ્ઞાનથી પણ પાપકર્મ ના બંધાઈ જાય... એવી સાવધાની રાખવી જોઈએ... એ માટે શું કરવું જોઈએ, એ મારે આચાર્યદેવને પૂછવું છે. એ પૂછવાનું તો ભૂલી જ ગયો - ‘આચાર્યદેવ ક્યાં બિરાજે છે? અહીંથી દૂર છે?’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘નહીં સ્વામીનાથ, નજીકની જ ગુફામાં બિરાજે છે. રાત્રે તેઓ સૂર્યાસ્ત પછી અન્યત્ર ચાલ્યા ગયા હતા! એમની ગુફામાં કોઈ ન હતું. મારી ગુફામાં હું એકલી જ હતી!'
‘તને ભય ના લાગ્યો?’
'ગુરુદેવે મહામંત્ર આપીને, મને નિર્ભય કરી દીધી હતી! રાતભર હું જાપ કરતી રહી... ક્યાં રાત પસાર થઈ ગઈ... મને ખ્યાલ જ નથી આવ્યો. આ ધરતીના પરમાણું જ કંઈ એવા છે!’
‘દેવી, તમે ભાગ્યશાળી છો... દુર્ભાગ્યના ઉદયમાં પણ તમને ગુરુદેવનો સંપર્ક મળ્યો... તેઓની પાસેથી શ્રી નવકાર મહામંત્ર મળ્યો....
‘અને પાછા આપ મળ્યા! પુનઃ ભાગ્યોદય થયો...’ ‘હે પ્રિયે, હવે આપણે ગુરુદેવનાં દર્શન કરીએ...’
‘મહામંત્રી અને સૈનિકોને પણ બોલાવી લો. સહુ ગુરુદેવનાં દર્શન કરી, ધન્ય બનશે, કૃતાર્થ બનશે...’
શ્રી સમરાદિત્ય મહાકા
મહામંત્રી અને સૈનિકોને બોલાવીને મેં કહ્યું: ‘અત્યારે આ સમયે ગુરુદેવ અને મુનિવરો પ૨માત્માના ધ્યાનમાં લીન હશે. માટે આપણે ખૂબ શાન્તિથી, ગુફામાં જઈને, ચૂપચાપ બેસી જવાનું છે.'
સહુએ ગુફામાં પ્રવેશ કર્યો.
For Private And Personal Use Only
૧૨૪૫
Page #258
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
{૧૮૮h]
અમે સહુએ દબાતે પગલે ગુફામાં પ્રવેશ કર્યો. મારી પૂર્વ સુચના મુજબ મહારાજા સહિત સહુએ પોતપોતાનાં શસ્ત્રો બાજુની ગુફામાં મૂકી દીધાં હતાં. ગુફાનું પ્રવેશદ્વાર કાળા પથ્થરનું અને નીચું હતું. મસ્તક નમાવીને જ પ્રવેશ કરવો પડતો હતો. અંદર ગયા પછી દસેક મિનિટ તો અંધારું જ લાગે! પછી ધીરે ધીરે અજવાળું પથરતું જાય! મહારાજાનો હાથ મેં પકડી રાખ્યો હતો. જ્યાં બેસવાનું હતું, તે જગ્યા આવી. મેં તેમનો હાથ દબાવીને, બેસવાનો સંકેત આપ્યો. અમે બંને જમીન પર બેઠાં. અમારી પાછળ મંત્રી વગેરે બેઠાં.
અમે બે હાથ જોડી, આંખો બંધ કરી, સ્થિર આસને બેઠાં હતાં. થોડી ક્ષણો વીતી. અમારા કાને ‘ધર્મલાભ'નો આશીર્વાદ સંભળાયો. અમે આંખો ખોલી... આચાર્યદેવના તેજસ્વી અને સુંદર મુખ પર સ્મિત રમતું હતું. અમે સહુ ઊભા થઈ ગયાં. પંચાંગ પ્રણિપાત કર્યો. પછી ત્યાં રહેલા સર્વ મુનિવરો પાસે જઈ, મસ્તકે અંજલિ જોડી, પ્રણામ કર્યા. ત્યાર બાદ આચાર્યદેવની સામે વિનયથી બેઠાં.
મહારાજાની દૃષ્ટિ ગુરુદેવ સામે જ સ્થિર હતી.
‘ગુરુદેવ, આપે મારા પર મહાન ઉપકાર કર્યો. દેવીને આપે પરમ આશ્વાસન આપ્યું.. મૃત્યુને ભેટવા એ જતી હતી... આપે એને બચાવી લીધી... એના અતિ સંતપ્ત ચિત્તને આપે પરમ શાન્તિ આપી... એટલું જ નહીં, એના પૂર્વજન્મોની યથાર્થ વાતો કરીને... કર્મોના કઠોર વિપાક સમજાવ્યાં. દેવીએ મને બધી જ વાત કરી છે... એ બધી વાતો સાંભળીને મારું ચિત્ત ખળભળી ઊડ્યું છે. આ સંસારમાં કેવી રીતે જીવાય? દેવીએ પૂર્વજન્મમાં જે દુષ્કૃત્ય કર્યું હતું. એના કરતાં તો ઘણો ઘણાં વધારે દુષ્કૃત્યો અમે અમારા આ જીવનમાં કરીએ છીએ.. પ્રભો, અમારે કેવા. કર્મવિપાકો ભોગવવા પડશે? મનમાં બહુ મોટી ચિંતા પેદા થઈ ગઈ છે... હવે તો આપ જ અમારા જીવનના પથપ્રદર્શક છો. આપ જ અમને આજ્ઞા કરો.. કે અમારે શું કરવું જોઈએ...'
આચાર્યદેવે મધુર અને ગંભીર ધ્વનિમાં કહ્યું:
રાજન, તમારે બંનેએ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, એ તમને સમજાવું છું. તમે સ્થિર ચિત્તે સાંભળો.
સર્વપ્રથમ તમારે મન-વચન-કાયાને સ્થિર કરવાનાં છે. છે તે પછી બધી પાપપ્રવૃત્તિનો ત્યાગ કરવાનો છે.
જે ભૂતકાળમાં થઈ ગયેલા પાપોનું પશ્ચાત્તાપપૂર્વક પ્રતિક્રમણ કરવાનું છે. ૧૪
ભાગ-૩ ૪ ભવ આઠમો
For Private And Personal Use Only
Page #259
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ સર્વ પ્રકારની તૃષ્ણાઓનો ત્યાગ કરવાનો છે.
ભવિષ્યમાં જીવનપર્યત પાપ નહીં કરવાની પ્રતિજ્ઞા કરવાની છે. છે આ બધું કરવામાં રાજન, હૃદયના કુશળ-પ્રશસ્ત ભાવોની મહત્તા છે. જેવી રીતે મહામેની વૃષ્ટિથી પ્રચંડ આગ પણ ઓલવાઈ જાય છે, તેવી રીતે આ બધું કરવાથી દુષ્કૃત્યો ધોવાઈ જાય છે. છે શુભ ભાવનું ક્ષેત્ર વિસ્તરે છે.
આત્મ-વિર્ય ઉલ્લસિત થાય છે. જે અંતરાત્મા નિર્મળ બને છે.
પ્રમાદ, મનમાંથી અને શરીરમાંથી દૂર થાય છે. કે ખોટા-નકામા વિકલ્પો મનમાં જાગતા નથી.
કે રાજન, કર્મબંધની પરંપરા તૂટી જાય છે. આ અગત્યની વાત છે. નવાં બંધાતાં કર્મો અટકી જવાં જોઈએ. નહીંતર કર્મો બંધાય છે, તે ઉદયમાં આવે છે, ફરી કર્મબંધ થાય છે. આ રીતે અનાદિકાળથી ચાલ્યું આવે છે. હવે આ બધું કરવાથી ફર્મબંધની પરંપરા અટકી જશે.
જ કર્મપરંપરા તૂટી ગયા પછી, ભવપરંપરા પણ તુટી જવાની. પછી સંસારની ચાર ગતિમાં ભટકવાનું બંધ થઈ જશે.
છે પરિણામે અચલ-શાશ્વત-અનંત મોક્ષની પ્રાપ્તિ થશે.”
બસ, એક વાર આત્મા સર્વ કર્મોથી મુક્ત થઈ ગયો, પછી એ ક્યારેય કર્મથી બંધાવાનો નહીં! મોક્ષમાં સર્વથા સુખ હોય છે, પરમાનંદ હોય છે.”
આચાર્યદેવ આટલું કહીને, મૌન રહ્યાં. મહારાજાએ કહ્યું: “હે ભગવંત, આપે જે ઉપદેશ આપ્યો, તે યથાર્થ છે. હવે હું આત્મકલ્યાણ જ કરવા ઈચ્છું છું. એ માટે હું આપની આજ્ઞાનો સ્વીકાર કરું છું. જેમ બને તેમ જલદી મોક્ષમાર્ગની આરાધનામાં પ્રવૃત્ત થાઉં છું....'
મહારાજાએ મારા તરફ જોઈને કહ્યું: “હે દેવી, આવા જ્ઞાની-ધ્યાની અને સંયમી ગુરુદેવ મળવા મુશ્કેલ છે. તેમને આપણા જીવનરથના સારથિ બનાવીએ! આપણો જીવનરથ નિર્વિને મોક્ષદ્વારે પહોંચી જશે. આ ગુરુદેવની આપણા ઉપર પાર વિનાની કરુણા છે, તને અને મને નવજીવન જ આપ્યું છે...
દેવી, મને બરાબર સમજાઈ ગયું છે કે ધર્મ જ આ જીવનમાં ગ્રહણ કરવા જેવો છે, જીવનમાં જીવવા જેવો છે. ધર્મ વિના બધા જ પદાર્થો દુઃખદાયી છે. અને ધર્મનું આચરણ ગુરુ વિના થઈ શકતું નથી! માટે હું ભગવંતની આજ્ઞા સ્વીકારું છું.'
મેં કહ્યું: “હે નાથ, તમારા માટે અને મારા માટે એ જ યોગ્ય છે. આપણે સંસારવાસનો ત્યાગ કરીએ. અને ચારિત્રધર્મનો સ્વીકાર કરીએ. પરંતુ એ પૂર્વે શ્રી સમસદિત્ય મહાકથા
૧૨૪૭
For Private And Personal Use Only
Page #260
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજકુમારનો રાજ્યાભિષેક કરવો જોઈએ... મહાદાન આપવું જોઈએ. આઠ દિવસનો પરમાત્મભક્તિનો મહોત્સવ કરવો જોઈએ, નગરલોકોનું સન્માન કરવું જોઈએ...'
હે ભગવંત દેવીએ કહ્યું એ પ્રમાણે બધું કરીને, આપના ચરણોમાં આવીએ છીએ.' “હે ભદ્ર, શુભ કાર્યમાં વિલંબ ના કરાવો.” ‘ગુરુદેવ, અમે વિલંબ કર્યા વિના આવીશું..”
| 0 0 0 મહારાજા નરસુંદરે રાજસભા ભરી.
રાજસભામાં આવવા સર્વે રાજપુરુષો અને સર્વે નગરશ્રેષ્ઠીઓને આમંત્રણ અપાયો. પ્રજાને જાણ થઈ ગઈ હતી કે “મહારાજા અને મહારાણી રાજપાટ છોડીને, દીક્ષા લેવાનાં છે...' પ્રજાના હૃદયમાં અમારા પ્રત્યેનો આદરભાવ ખૂબ વધી ગયો હતો. એ દિવસે રાજસભા ખીચોખીચ ભરાઈ હતી. હું અને બીજી રાણીઓ પણ પડદા પાછળ બેઠી હતી. મહારાજાની પાસે જ યુવરાજ સુરસુંદર બેઠો હતો.
સુરસુંદર ગુણવાન હતો, બુદ્ધિમાન હતો ને પરાક્રમી હતો. પ્રજાનો પ્રેમ એણે મેળવેલો હતો. મંત્રીમંડળનો પણ વિશ્વાસ પ્રાપ્ત કરેલો હતો.
મહારાજાએ પોતાનું વક્તવ્ય શરૂ કર્યું ‘મારા પ્રિય પ્રજાજનો, એક કહેવત છે કે જે થાય તે સારા મા !” મારા દ્વારા મહારાણીને થયેલો અન્યાય, અમારા બંનેના સારા માટે થયો છે. જો મહારાણીને મેં સજા ન કરી હોત તો તેઓ સામેના પહાડ ઉપર ના જાત... એ ના જાત તો એમને શોધવા હું ના જાત.. તો કલ્પવૃક્ષ સમાન ગુરુદેવનો સમાગમ ન થાત... અને આવા સર્વજ્ઞ સમાન ગુરુદેવ ના મળ્યાં હોત તો જનમ-જનમના ભેદ ના ખૂલત... તો મને કે દેવીને આ સંસાર પ્રત્યે, આ ગૃહવાસ પ્રત્યે વૈરાગ્ય ના થાત...
અલબત્ત, અજ્ઞાનવશ અને દેવી ઉપદ્રવના કારણે, દેવીને મારા તરફથી ઘણું જ કષ્ટ પડયું છે... મને એ વાતનું પાર વિનાનું દુઃખ છે... પરંતુ મેં ક્ષમા માગીને, મારાં ચિત્તને સ્વસ્થ કર્યું છે. આવા તો જાણતાં-અજાણતાં અનેક અનર્થ આ જીવનમાં થયા હશે ને અનેક પાપકર્મ બંધાયા હશે. એના દારુણ વિપાકો ભવાંતરમાં ના ભોગવવા પડે, તેનો એક જ ઉપાય ગુરુદેવે બતાવ્યો છે, તે છે ચારિત્રધર્મની આરાધના.
મેં અને દેવીએ ચારિત્રધર્મ સ્વીકારવાનો નિર્ણય કર્યો છે. એ પૂર્વે અમે સુરસુંદર કુમારનો રાજ્યાભિષેક કરવા ઇચ્છીએ છીએ.. બે-ચાર દિવસમાં જ શુભમુહુર્ત રાજ્યાભિષેક થઈ જશે. વિશેષમાં, મારાં પ્રજાજનો, મારા તરફથી તમને કોઈનેય દુઃખ થયું હોય તો ક્ષમાયાચના ચાહું છું...'
પ્રજાજનો રડી પડ્યાં. સહુએ મહારાજાની ક્ષમા માગી. મહારાજાએ સર્વે પ્રજાજનોનું ભોજન-વસ્ત્ર-અલંકારોથી અભિવાદન કર્યું.
૧૨૮
ભાગ-૩ ૪ ભવ આઠમો
For Private And Personal Use Only
Page #261
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાણી વગેરે રાણીઓ પાસે દાન દેવડાવવાનું શરૂ કર્યું. ક શ્રેષ્ઠીઓ દ્વારા તમામ મંદિરોમાં મહોત્સવ મંડાવ્યાં.
મંત્રીમંડળ દ્વારા કુમારના રાજ્યાભિષેકની તૈયારીઓ કરાવી. છે. બીજી બાજુ, મહારાજા પ્રત્યે, અનન્ય સ્નેહ ધરાવનારા સામંત રાજાઓએ મહારાજાની સાથે જ ચારિત્રધર્મ સ્વીકારવાનો નિર્ણય કર્યો.
મારી સાથે બધી જ રાણીઓએ દીક્ષા લેવાની તૈયારી કરવા માંડી.. જ કેટલાક અંગત મંત્રીઓએ પણ મહારાજાની સાથે જ ચારિત્રધર્મ સ્વીકારવાનો નિર્ણય કર્યો.
નગરમાં જ નહીં, સંપૂર્ણ કોશલ દેશમાં, અમારી દીક્ષાની વાત પ્રસરી ગઈ. નાના-મોટા આજ્ઞાંકિત રાજાઓ અને શ્રેષ્ઠીઓ રાજધાનીમાં આવવા લાગ્યા. સહુ મહારાજાને ધન્યવાદ આપવા લાગ્યાં... રાજધાની સંપૂર્ણ શણગારવામાં આવી હતી. આચાર્ય ભગવંત નગરની બહાર ઉદ્યાનમાં પધારી ગયાં હતાં.
રાજ્યાભિષેક મંગલ મુહૂર્ત થઈ ગયો. મહોત્સવનો છેલ્લો દિવસ આવી ગયો.
શુભ દિવસે ને શુભ મુહૂર્તે, અમે વિધિપૂર્વક ચારિત્રધર્મ સ્વીકાર્યો. અમારી સાથે અનેક રાજાઓ, રાણીઓ, શ્રેષ્ઠીઓ, પ્રધાનો વગેરેએ પણ સંસારત્યાગ કર્યો.... હે રનવતી, એ દિવસનું વર્ણન કરવા માટે શબ્દો નથી જડતા! અમે સહુએ ત્યાંથી વિહાર કર્યો.
૦ ૦ ૦. સાધ્વી સુસંગતાએ પોતાનો જીવનવૃત્તાંત પૂર્ણ કરતાં કહ્યું :
હે રત્નવતી, એક નજીવા પાપાચરણના કારણે, મારે કેવાં દાણ દુઃખ અનુભવવા પડ્યાં? જો મોટાં પાપાચરણ હોત તો નારકીમાં જવું પડત. નારકીનાં ઘોર દુઃખ સહન કરવો પડત. માટે પહેલું કામ પાપચરણોનો ત્યાગ કરવાનું કરવું આવશ્યક છે. સર્વ પ્રકારનાં દુઃખોનું મૂળ કારણ હિંસા, જૂઠ, ચોરી, મૈથુન, પરિગ્રહ અને આરંભસમારંભ છે. ક્રોધ, માન, માયા અને લોભ છે. વિષય, કષાય અને પ્રમાદ છે.”
સાધ્વીજી મૌન થયાં. રત્નવતીએ ભાવવિભોર થઈને કહ્યું: “હે ભગવતી, આપે કહ્યા મુજબ આ સંસાર ખરેખર દુઃખમય છે. આપે ગૃહવાસનો ત્યાગ કરીને કૃતાર્થતા પ્રાપ્ત કરી છે. સંસારના લેશોથી મુક્તિ પ્રાપ્ત કરી છે. આપ ધન્ય બની ગયાં છો. આપનાં દર્શન પામીને, હું પણ ધન્યતા અનુભવું છું. હવે હું માનું છું કે હું અભાગણી નથી, ભાગ્યવંતી છું. અભાગીને ચિંતામણિ રત્ન પ્રાપ્ત થતું નથી! આપ મને સહજતાથી મળી ગયાં... હું માનું છું કે મને ચિંતામણિ રત્ન મળી ગયું! આજથી આપ જ મારાં ગુરુ છો. આપ
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૨૪૯
For Private And Personal Use Only
Page #262
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મને સમજાવો. અને આજ્ઞા કરો... કે હવે મારે શું કરવું?
દેવી, તું શ્રાવકધર્મ અંગીકાર કર.” એટલે શું કરવાનું?”
તારે અણુવ્રત, ગુણવ્રતો અને શિક્ષાવ્રતો ગ્રહણ કરવાનાં અને એ વ્રતોનું દઢતાથી પાલન કરવાનું. પહેલાં હું તને એ વ્રતો સમજાવું છું. તું વિચારજે કે આ પ્રતિજ્ઞાવ્રતો તું પાળી શકીશ કે કેમ?”
કેમ નહીં પાળી શકું? આપ જે આજ્ઞા કરશો. જે રીતે જીવન જીવવાનું માર્ગદર્શન આપશો, એ રીતે હું જીવન જીવીશ..”
પરંતુ દેવી, કુમારની અનુમતિ..”
તેઓ મને ના નહીં જ પાડે. એમ નહીં કહે કે શા માટે તેં વ્રત લીધાં?” અને એમનાં સુખમાં કોઈ અવરોધ નહીં આવે, એ રીતે જ આપ મને વ્રતો આપવાનાં છો!”
“દેવી, પુરુષને સ્ત્રી સાથેનો મુખ્ય સંબંધ વૈષયિક હોય છે. મૈથુનસેવનનો હોય છે. આ વ્રતો એમાં બાધક બનતાં જ નથી. મૈથુનનો ત્યાગ – ‘સ્વપુરુષ સંતોષ અને પરપુરુષ-ત્યાગ’ આ રીતે હોય છે....
ઓહો! સ્ત્રી આવું વ્રત લે, તેમાં પતિ રાજી જ હોય ને! દરેક પુરુષ ચાહતો હોય છે કે એની પત્ની પર પુરુષની ત્યાગી રહે! આ વાત તો ઘણી સારી છે.'
તો એ સિવાય તો બીજાં વ્રતો સાથે પુરુષને ખાસ નિસ્બત હોતી નથી... ખાસ કરીને રાજમહેલોમાં તો નહીં જ!'
હે ભગવતી, આપ સાચું કહો છો. મને વ્રતો લેવામાં કોઈ જ વાંધો નથી આવવાનો...'
છતાં તું જ્યારે રાજકુમાર આવે ત્યારે વાત કરી દેજે કે મેં આ પ્રમાણે વ્રતો લીધાં
સાધ્વીજીએ રનવતીને અણુવ્રતો વગેરે બાર વ્રતોની સમજણ આપી. તે પછી વિધિપૂર્વક એને વ્રતો આપ્યાં. રત્નાવતીએ ઉલ્લાસથી એ વ્રતો ગ્રહણ કર્યા.
એ કાર્ય પૂર્ણ થયું. ત્યાર પછી રત્નવીએ સાધ્વીજીને પ્રશ્ન પૂછ્યો : હે ભગવતી, આપે મારા સૌભાગ્યનું અનુમાન મારા સ્વરના આધારે કર્યું હતું ત્યારે મેં આપને પૂછેલું કે “મારો વિશિષ્ટ સ્વર કેવો છે? ત્યારે આપે કહેલું કે પરમાનંદ યોગમાં જેવો પતિનો સ્વર હોય તેવો!” હે ભગવતી, આર્યપુત્રનો પરમાનંદ કેવો થયો છે? શું આર્યપુત્ર ક્યાંય જિનવચન સાંભળ્યું છે? આપ આપના જ્ઞાનબળથી કહી શકો?'
સાધ્વીએ કહ્યું: “હા, હું કલ્પના કરું છું. મને આંતરસંવેદન થાય છે કે કુમારે અવશ્ય જિનવચન સાંભળ્યું છે, તેને ગમ્યું છે અને આંશિક રીતે સ્વીકાર કર્યો છે, એ વખતે એણે પરમાનંદ અનુભવ્યો છે!'
૧૫
ભાગ-૩ % ભવ આઠમો
For Private And Personal Use Only
Page #263
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ જ વખતે રાજમહેલના આંગણામાં બાંધેલા હાથીએ હષારવ કર્યો... હર્ષની ગર્જના કરી. સંધ્યા સમયની શરણાઈ રાજમહેલના દ્વારે વાગી ઊઠી.. મહેલની મહત્તરાએ આવીને કહ્યું: “હે યુવરાજ્ઞી, ધર્મના પ્રભાવથી જ જગતની શ્રેષ્ઠ-સુંદર વસ્તુઓ પ્રાપ્ત થાય છે, માટે મન દઢ રાખીને, ધર્મનું પાલન કરો.”
રત્નાવતીની નંદા નામની દાસી આવી. રત્નાવતીને પ્રણામ કરી, તેણે બે રત્નજડિત કંગન આપ્યાં અને કહ્યું: “જિનમંદિરે જવાનો સમય થયો છે...”
સાધ્વીજીએ કુમાર માટે જે વાત કરી, એ વાતની સાથે જ આ બધાં મંગલ બની આવ્યાં. શુભ શુકન થયાં. તેથી રત્નવત હર્ષિત થઈ. તેણીએ વિચાર્યું: “મારાં ગુરુણીએ કહેલી વાતમાં કોઈ શંકા નથી. સર્વ શુકનો શુભ થયો છે. આર્યપુત્રે અવશ્ય જિનવચન સાંભળ્યું છે. જે પ્રાપ્ત કરવા જેવું હતું તે પ્રાપ્ત કરી લીધું છે. મોક્ષમાર્ગ પ્રાપ્ત કરી લીધો છે. નહીંતર આ શ્રુતદેવી સમાન ભગવતીના મુખમાંથી પરમાનંદ શબ્દ કેમ નીકળે? અવશ્ય, આર્યપુત્ર કૃતાર્થ બન્યા છે!'
રત્નાવતીએ પુનઃ સાધ્વીને વંદના કરીને કહ્યું: “હે ભગવતી, આપને અહીં રાજમહેલમાં રાત્રિ પસાર કરવા કહ્યું કે નહીં? હું ઇચ્છું છું કે આજની રાત હું આપની પાસે જ પસાર કરું.. ને રાતભર આપની વાણી સાંભળ્યા કરું!'
હે ભદ્રે, હે ધર્મશીલે, જ્યાં તું હોય ત્યાં રહેવાનું અમને કહ્યું, તો પણ અત્યારે તો હું ઉપાશ્રયે જઇશ. અમારો ઉપાશ્રય નજીક જ છે. વળી બીજી વાર આવીશ!'
સંધ્યા થઈ ગઈ હતી. સાથ્વીને પોતાના સ્થાનમાં પહોંચી જવું આવશ્યક હતું. રનવતીનો આગ્રહ, એના શુભ ભાવોને અનુરૂપ હતો.
ધર્મલાભ!' સાધ્વીએ આશીર્વાદ આપ્યો ને આસનેથી ઊભા થયાં.
આપે મારા પર અનહદ ઉપકાર કર્યો. રત્નાવતીએ સાધ્વીનાં ચરણોમાં પડીને, વંદના કરી.
ફરીથી જરૂર પધારજો અહીં.. હું પણ પ્રતિદિન આપની પાસે ઉપાશ્રયમાં આવીશ... ઉપાશ્રય પાસે જ છે, એટલે આવવામાં કોઈ બાધા નહીં રહે...'
તું રોજ આવશે તો અમને આનંદ થશે.' ભગવતી, આપને ગમશેને મારા રોજ આવવાથી?” “અવશ્ય, હું તને આજથી મારી શિષ્યા માનું છું.' સાધ્વી રાજમહેલમાંથી નીકળી ગયાં. રત્નાવતી દ્વાર સુધી વળાવીને પાછી આવી.
ક
છે
કે
શ્રી સમરાદિત્ય મહાકથા
૧પ૧
For Private And Personal Use Only
Page #264
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૧૮૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાણી પદ્માવતીએ કહ્યું: ‘મહારાજા, એક શુભ સમાચાર છે...' 'કહો, મહાદેવી... પુત્ર અને પુત્રવધુની ચિંતા મને... મારા હૃદયને કોરી ખાય છે...' માટે જ હું અત્યારે આવી છું! પુત્રવધૂ રત્નવતીનો શોક દૂર થયો છે. તે હર્ષિતવદના બની છે... અને કુમાર જીવંત છે, આ વિશ્વાસ દૃઢ થયો છે!'
‘કેવી રીતે?’ મહારાજા મૈત્રીબળમાં હર્ષ પ્રગટો. તેઓ ઊભા થઈ ગયા. રાણી પદ્માવતીની સામે આવીને ઊભા.
‘આપણા નગરમાં પધારેલાં સાધ્વી સુસંગતાની પરમ કૃપાથી! તેઓને રત્નવતી જ માર્ગ પરથી આમંત્રણ આપીને, લઈ આવી હતી... સારી રીતે તેઓએ રત્નવતીને સમજાવી... વળી એ સાધ્વીજી ખરેખર, જેવાં રૂપવતી છે તેવાં જ જ્ઞાની છે અને કરુણાવંત છે. હું રત્નવતીની પાસે જ બેઠી હતી, મને રત્નવતી જ બોલાવી ગઈ હતી એના ખંડમાં! હમણાં સંધ્યા સમયે જ તેઓ તેમના ઉપાશ્રયે ગયાં...
ખરેખર, એમનો નવ જન્મોનો વૃત્તાંત સાંભળતાં તો, મારી આંખો નીતરવા લાગી હતી... મને પણ આ સંસા૨વાસ પ્રત્યે વૈરાગ્ય આવી ગયો હતો... રત્નવતી તો હર્ષવિભોર બની ગઈ હતી... માટે હવે આપ એની ચિંતા ના કરો. અને મારા લાડલાની પણ ચિંતા ના કરો... નિશ્ચિત બનો અને વિજયી બનીને, આવનાર પુત્રના સ્વાગતની તૈયારી કરો!’
તૈયારી બધી થશે દેવી, પહેલાં તમે મને સાધ્વીના એ નવ જન્મોનો વૃત્તાંત સંભળાવશો?'
‘અવશ્ય, આપને સંભળાવ્યા વિના તો મને ચેન જ ના પડે... આમેય બધી વાત આપને કહી જ દઉં છું ને! મેં આપનાથી કંઈ જ છુપાવ્યું નથી...'
‘સાચી વાત છે તમારી, તમને પત્નીરૂપે પામીને હું ખરેખર, મારી જાતને ભાગ્યશાળી માનું છું...' રાણી પદ્માવતીના મુખ પર શરમના શેરડા પડયાં.
રાણીએ સાધ્વીના નવ જન્મોનો વૃત્તાંત રાજાને સંભળાવી દીધો. રાજા મૈત્રીબળ એકધ્યાન બનીને, સાંભળતાં રહ્યાં...
‘અહો, એક નાનકડી ભૂલની આટલી મોટી સજા? કર્મોની કેવી કુટિલતા છે? અજ્ઞાનદશામાં... મોહદશામાં બાંધેલાં કર્મોનો વિપાક કેટલા જન્મ સુધી ભોગવવો પડે છે? દેવી, આ વૃત્તાંત સાંભળતાં મને વિચાર આવ્યો કે આપણું શું થશે? પ્રમાદપરવશ બનીને કેટલાં બધાં પાપ કર્યાં છે? મારું તો કાળજું થથરી ગયું...' ‘અરે, હું તો સાધ્વીજીની સામે જ રડી પડી હતી... વળી તમને એક વાત ભાગ-૩ * ભવ આઠમો
૧૨૫૨
For Private And Personal Use Only
Page #265
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કહેવાની ભૂલી ગઈ. આ સાધ્વી સુસંગતા કોણ છે, જાણો છો?'
ના...” કૌશલનરેશ મહારાજા નરસુંદરના પટ્ટરાણી હતાં!” ખરેખર?” “હા, મહારાજાની સાથે જ દીક્ષા લીધી હતી તેમણે...'
કોશલનરેશ સાથે મારો ગાઢ સંબંધ હતો. આવતી કાલે તમારી સાથે હું પણ સાધ્વીજીનાં દર્શન કરીશ.”
0 ૦ 0. રત્નાવતીનું ચિત્ત નિરાકુળ બન્યું, પ્રશાન્ત બન્યું. જોકે એણે ઉપવાસ ચાલુ રાખવાનો જ નિર્ણય કર્યો હતો. “આર્યપુત્રનાં દર્શન કરીને, જ પારણું કરીશ...'
રત્નાવતીએ, સાધ્વીજીના વૃત્તાંતમાંથી શ્રી નવકાર મહામંત્રની આરાધનાની વાત પકડી લીધી હતી. મનોમન તેણે નિર્ણય કર્યો કે “આજની રાત હું નવકાર મહામંત્રના ધ્યાનમાં જ પસાર કરીશ... શું કરું? સાધ્વીજીની જેમ હું ગુફામાં જઈ શકું એમ નથી. નહીતર પહાડની ગુફામાં બેસીને, મહામંત્રનું ધ્યાન કરવામાં કેવો આનંદ આવે! હું સાધ્વીજીને કાલે પૂછીશ - ગુફામાં મહામંત્રનું તમે રાતભર ધ્યાન કર્યું હતું, તેમાં તમે કેવો આનંદ અનુભવ્યો હતો? તમારા મનમાં પણ મારી જેમ ઊંડે ઊંડે પતિને મળવાની ઇચ્છા તો હતી જ... ભલે તમને ઓછી ઇચ્છા હતી, મને વધારે છે. પરંતુ આનંદ તો અનુભવ્યો હશે ને?”
હું આ મહેલમાં ભૂમિ પર બેસીને, પદ્માસનસ્થ થઈને, મહામંત્રનું સ્મરણ કરીશ... કેવો અચિંત્ય પ્રભાવ છે આ મહામંત્રનો! સાધ્વીજીએ કેવું સુંદર વર્ણન કર્યું! એ જ્ઞાની છે, અનુભવી છે. તેઓએ જે કંઈ કહ્યું તે, યથાર્થ છે. મને માત્ર કોરું આશ્વાસન આપવા નથી કહ્યું. મારે શ્રી નવકાર મહામંત્ર અંગે વધુ જાણવું છે... હું એની વિધિપૂર્વક આરાધના કરવા ચાહું છું. આર્યપુત્ર આવી જાય... એમને આ બધી વાતો કરીશ.. પછી અમે બંને સાથે આરાધના કરીશું. તેઓ પણ જિનવચન તો પામ્યા જ છે! બહુ સારું થયું... કેવી રીતે જિનવચન પામ્યા, હું એમને પૂછીશ.. એ બધી જ વાત મને કહેશે... મારાથી એક પણ વાત તેઓએ છુપાવી નથી... ખૂબ જ સરળ છે, સ્નેહાળ છે...”
રનવતી કુમારના વિચારોમાં ડૂબી ગઈ... પરંતુ બીજા પ્રહરમાં તેણે શ્રી નવકાર મહામંત્રનો જાપ આરંભી દીધો... રાતભર એ જાપ કરતી બેઠી..
૦ ૦. પિતાજી, આપ આજ્ઞા આપો તો હું પાસેના ઉપાશ્રયે સાધ્વીજીને વંદન કરવા જાઉં.. અને એમના સત્સંગ કરું!'
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૫૩
For Private And Personal Use Only
Page #266
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રત્નાવતી પ્રભાતિક કાર્યો પતાવીને, મહારાજા મૈત્રીબળ પાસે ગઈ. ખૂબ જ વાત્સલ્યભાવથી મહારાજાએ કહ્યું:
બેટી, ખુશીથી જાઓ સાધ્વીજી પાસે પણ મારી ઇચ્છા પણ સાધ્વીજીનાં દર્શન કરવાની છે..” ‘ત તો બહુ સારું... માતાજી પણ આવશે?”
હા, એમણે આવવાનું મને કહેલું. તો બેટીં, સમગ્ર પરિવાર સાથે આપણે જઈએ....”
“હું માતાજીને બોલાવીને આવું છું. દાસી દ્વારા પરિવારને જાણ કરું છું....! રત્નાવતી દોડી ગઈ. મહારાજા મૈત્રીબળ એને જોઈ રહ્યાં. સ્વગત બોલ્યા: “કેવી નિર્દોષ... ભોળી અને સરળ છે. સારું થયું. સાધ્વીજીની એને હૂંફ મળી ગઈ..”
મહારાણી આવી ગયાં, રત્નાવતી જ લઈ આવી. પાછળ પરિવાર પણ આવી ગયો. સહુ ઉપાશ્રયે જવા નીકળ્યાં. ઉપાશ્રય સો ડગલામાં જ હતો, એટલે સહુ પગપાળા ગયાં. પહેલાં મંદિરમાં ગયાં. જિનેશ્વર ભગવંતની સ્તવના કરીને, સાધ્વીજીના ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો. ઘણી સાધ્વીઓ ત્યાં હતી. સહુ પોતપોતાના સંયમયોગમાં લીન હતી.
મહારાજાએ મુખ્ય સાધ્વીજી સુસંગતાને ભાવપૂર્વક વંદના કરી, કુશળતા પૂછી. મહારાણી, રત્નાવતી વગેરેએ પણ વંદના કરી, સુખશાતા પૂછી. સહુ સાધ્વીજીની સામે વિનયપૂર્વક બેઠાં. સાધ્વીએ “ધર્મલાભના આશીર્વાદ આપ્યા.
હે ભગવતી, આપે મારા પર પરમ ઉપકાર કર્યો છે. હું ક્યારે પણ આપના ઉપકારને ભૂલી શકીશ નહીં...”
“મહારાજા, એ આપની ઉત્તમતા છે. બાકી, મેં કોઈ જ મોટો ઉપકાર કર્યો નથી, મેં મારા કર્તવ્યનું પાલન કર્યું છે. સંતપ્ત આત્માને શાંતિ આપવી, એ અમારું કર્તવ્ય છે!'
“ભગવતી, આ રનવતી, મારી પુત્રવધૂને આપે નવું જીવન આપ્યું છે. બે દિવસ પૂર્વે હું એની સામે જોઈ શકતો ન હતો. એના મુખ પર શોક-સંતાપના ઘનઘોર વાદળ છવાઈ ગયાં હતાં... કરમાઈ ગયેલા ગુલાબ જેવું એનું મુખ થઈ ગયું હતું. જેમ એના શોકસંતાપનો પાર ન હતો, તેમ અમારા બંનેનાં દુઃખની કોઈ સીમા ન હતી... પરંતુ ગઈ કાલે આપની જ કૃપાથી સંતાપનાં વાદળ વિખરાઈ ગયા... રત્નાવતી પ્રફુલ્લિત બની ગઈ... રાજકુમાર જીવંત છે” આટલી જ વાત, અમને સહુને સુખી-હર્ષિત કરનારી બની ગઈ છે.”
મહારાજા, કુમાર બહુ નજીક છે આ નગરથી... આજથી ચોથા દિવસે અહીં પહોંચી જશે!”
ભાગ-૩ + ભવ આઠમો
૧રપ૪
For Private And Personal Use Only
Page #267
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાજા-મહારાણી-રત્નાવતી અને સમગ્ર રાજપરિવાર હર્ષથી ઝૂમી ઊઠ્યો...”
મહારાજા પુનઃ પુનઃ સાધ્વીનો ગુણાનુવાદ કરીને ગયાં. બધો પરિવાર ગયો. માત્ર રત્નવતી ત્યાં બેસી રહી. તેણે મહારાણીની અનુજ્ઞા લઈ લીધી હતી... સહુના ગયા પછી રત્નવતીએ ધીરેથી સાધ્વીના કાનમાં પૂછ્યું: ભગવતી, તમે આર્યપુત્રને જ્ઞાનના પ્રકાશમાં આવતાં જોયા?' જોયા નહીં, જાણ્યા!
જોવા માટે પ્રત્યક્ષ જ્ઞાન જોઈએ... એવું જ્ઞાન મારી પાસે નથી. જાણવા માટે પરોક્ષ જ્ઞાન જોઈએ, તે મારી પાસે છે!”
આવું બધું - પ્રત્યક્ષ જ્ઞાન અને પરોક્ષ જ્ઞાન વગેરે મને સમજાવો ને! હું તો સાવ અબોધ છું.”
તને બધું સમજાવીશ કુમારને આવી જવા દે.' કેમ? અત્યારે મને ના સમજાવી શકો? તેમના વિના પણ હું સમજી શકીશ!' સાધ્વીજીના મુખ પર સ્મિત આવી ગયું. તેમણે રનવતીના મસ્તકે હાથ મૂકીને કહ્યું: “વત્સ, મારે તને ઘણું જ્ઞાન આપવું છે!'
“અત્યારે આ ચાર દિવસમાં આપો. પછી આપની પાસે મારાથી વધુ સમય નહીં બેસાય ને?' રનવતી હસી પડી.
સાધ્વીજીએ રનવતીને સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર સમજાવ્યું. જીવ, અજીવ, પુણ્ય-પાપ વગેરે નવ તત્ત્વ સમજાવ્યાં. કલાકો સુધી એ સાંભળતી રહી સાધ્વીની વાતો.. એને ઉપવાસ હતા.. ખાવા-પીવાની ચિંતા ન હતી! જ્ઞાન પામવાની તીવ્ર ઝંખના હતી...
0 0 0 જ્ઞાનોપાસનામાં ચાર દિવસ પસાર થઈ ગયાં. બહુ જલદી પસાર થઈ ગયાં...
જે દિવસથી રત્નવતીએ ઉપવાસ શરૂ કર્યા, તે દિવસથી ગણીએ તો પાંચ દિવસ પસાર થઈ ગયાં. રત્નાવતીનો દિવસ મોટા ભાગે સાધ્વીની પાસે જ પસાર થતો હતો.
રનવતીએ સાધ્વીજીને પૂછ્યું: “ભગવતી, આપના કથનાનુસાર આજે આર્યપુત્ર આવવા જોઈએ!
હે ભદ્ર, અવશ્ય આવવા જોઈએ.' સાધ્વીજીનાં આ વચનો નીકળવાં અને દાસી ચંદ્રસુંદરીનો ઉપાશ્રયમાં પ્રવેશ થવો! ચંદ્રસુંદરી આવીને, રનવતી પાસે બેસી ગઈ... એના કાન સુધી પોતાનું મોટું લઈ જઈ... ખૂબ હર્ષિત સ્વરે કહ્યું:
દેવી, ભગવતીનાં વચન ખોટાં પડે નહીં, આપના હૃદયવલ્લભ પધારી ગયા છે! મહારાજા વગેરે નગરની બહાર ગયાં છે. સાંભળ્યું છે કે જે રાજા પર મહારાજ કુમાર શ્રી સમરાદિત્ય મહાકથા
૧પપ
For Private And Personal Use Only
Page #268
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિજય મેળવ્યો, તે રાજા પણ સાથે આવ્યો છે.”
રત્નવતીએ પાસે જ બેઠેલાં સાધ્વીજીના ઉત્સંગમાં માથું મૂકી દીધું. હર્ષનાં આંસુઓથી સાધ્વીજીનાં વસ્ત્ર ભીનાં થઈ ગયા. એ ચંદ્રસુંદરીને પ્રીતિદાન આપવાનું પણ ભૂલી ગઈ. સાધ્વીજીએ કહ્યું: “આ દાસી તારી રાહ જુએ છે!' તરત જ રનવતીએ ગળામાંથી સોનાનો હાર કાઢીને, દાસીને આપી દીધો! દાસી દોડી ગઈ. “રત્નાવતી, તારે મહેલમાં નથી જવું?' જઈશ, એમને આવી જવા દો!' પરંતુ રાજકુમાર તારા ખંડમાં જશે ને?'
ના જી, પિતાજી તેમને વાત કરશે! હું પિતાજીની (સસરાની) અનુજ્ઞા લઈને, અહીં આવું છું. અહીંથી જ્યારે મહેલમાં જાઉં છું ત્યારે સીધી પિતાજી પાસે જાઉં છું.. અને અહીંની બધી વાતો તેઓને સંભળાવું છું. તેમણે મને કહેલું છે કે તું સાધ્વીજી પાસે જે શીખે, તે મને કહેવા, મારી પાસે આવવાનું!'
ખરેખર, મહારાજાનો આત્મા હળુકર્મી' છે. કર્મોનો ઘણો ભાર ઊતરી ગયેલો છે...” “તો શું આ જ ભવમાં તેઓ સર્વ કર્મોનો નાશ કરીને, મોક્ષમાં જશે?'
“ના, તેઓ સંસારત્યાગ જરૂર કરશે... અને સ્વર્ગમાં જશે. અરે, મને તો મહારાણી વધુ હળુકર્મી લાગે છે. એમની મુક્તિ નિકટ છે. વચ્ચે માત્ર એક 5 દેવનો ભવ છે!”
ખરેખર, મને પણ મહારાણી ખૂબ પ્રિય લાગે છે. બહુ જ સરળ અને પવિત્ર આત્મા છે એમનો!'
રત્નાવતી, તું પુણ્યવંતી છે. તેને સરળ-પ્રેમાળ અને સ્નેહ-વાત્સલ્યભર્યાં સાસુસસરા મળ્યાં છે! નહીંતર આ દુનિયામાં મોટા ભાગે પુત્રવધૂઓને સાસુ-સસરાનો ત્રાસ વધારે હોય છે!
ભગવતી, સસરા કરતાં સાસુનો ત્રાસ વધારે હોય છે... અહીંના મોટા ઘરની પુત્રવધૂએ મને ફરિયાદ કરી હતી. તેની સાસુનો ત્રાસ ઘણો જ હતો. મેં એને બોલાવીને, ખૂબ સમજાવી ત્યારે એ માની છે. હવે પુત્રવધૂને ત્રાસ નથી આપર્ટી...”
ચંદ્રસુંદરી પાછી આવી. તે દોડી આવી હતી. એની છાતી ધમણની જેમ ફૂલતી હતી. તે બોલી:
દેવી, મહારાજ કુમારનો નગરપ્રવેશ થઈ ગયો છે.! મેં એના માથે... પીઠ... પર અને છાતી પર હાથ ફેરવીને કહ્યું: ચંદા, તું બે ક્ષણ જમીન પર બેસ. શ્વાસને બેસવા દે...' પરંતુ મારે મહારાજકુમારને સમાચાર.. ‘તેઓ સીધા અહીં જ આવશે!'
ભાગ-૩ + ભવ આઠમો
૧રપ૬
For Private And Personal Use Only
Page #269
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સીધા રાજમહેલે નહીં જાય?”
ના, પિતાજીએ જ તેમને કહી દીધું હશે કે રનવતી અડધી સાધ્વી બની ગઈ છે! એટલે તેઓ સીધા અહીંજ આવશે! કદાચ હું પૂરી સાધ્વી ના બની જાઉ”
“ઓહો! એમ વાત છે? તમે પૂરાં સાધ્વી બની જાઓ તો પછી કુમાર ઘરમાં રહે? ના રે ના, એ પૂરા સાધુ બની જાય!'
સાધ્વીજી સહિત દરેક હસી પડ્યાં. “તેં મહારાજકુમારનો ખંડ સ્વચ્છ કર્યો કે?” રનવતીએ ચંદ્રસુંદરીને પૂછ્યું..
“અરે, તમે પધારીને જુઓ તો ખરાં.. સ્વચ્છ કરીને કેવો શણગાર્યો છે! જેવો તમારાં લગ્ન...” રત્નાવતીએ બોલતી દાસીના મુખ પર આંગળી મૂકી દીધી.
ભ, તને દાસી સારી મળી છે...' ‘ભગવતી, અહીં ઉપાશ્રયમાં રાખું એને મારું તો માથું ખાઈ જાય છેમહેલમાં?” ‘હું ભોજન ખાઉં છું રોજ, કોઈનાં માથા નહીં!” ચંદ્રસુંદરી લટકાથી બોલી.
ત્યાં તો વાજિંત્રોના નાદ સંભળાયાં. રાજકુમારની સવારી નજીક આવી ગઈ.
પિતાજીની સાથે પહેલાં રાજકુમાર મહેલમાં ગયો. પરંપરા મુજબ રાજકુમારનાં વધામણાં થયાં. મહારાજાએ જલદી બધી વિધિઓ આટોપી લીધી.
કુમાર, તું શીધ્ર નજીકના સાધ્વીના ઉપાશ્રયે જા. રનવતીને પાંચ ઉપવાસનું પારણું કરાવવાનું છે આજે! એ તારું મુખદર્શન કરીને જ ઉપવાસ છોડવાની છે..'
રાજકુમારે વિધિપૂર્વક ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો. રનવતીએ ઊભાં થઈ, સામે જઈને, પ્રણામ કર્યા. એક જ ક્ષણ રત્નાવતી સામે નજર નાખી, કુમારે સાધ્વીજીને “મર્થીએણ વંદામિ’ કહ્યું. બે હાથ મસ્તકે લગાડીને, મસ્તક નમાવીને વંદના કરી. કુમાર સાધ્વીજીની સામે વિનયથી બેઠો. તેણે કહ્યું:
હે ભગવતી, મારો કેવો મહાન પુણ્યોદય કે મને આચાર્યશ્રી વિજયધર્મે પ્રતિબોધ કર્યો અને મારી દેવીને આપે પ્રતિબોધ કરી.”
દેવીને કહેલું કુમારને જિનવચનની પ્રાપ્તિ થઈ છે! ખેર, બધી વાતો પછી કરીશું. પહેલાં કુમાર, તમે રત્નાવતીને પારણું કરાવો... એની પ્રતિજ્ઞા આજે પૂર્ણ થઈ છે...'
રત્નવતી પાછળ જ બેઠી હતી. કુમારે પાછળ મુખ કરીને કહ્યું: “દેવી, ચાલો આપણે મહેલમાં જઈએ...” રત્નાવતીને લઈ, સાધ્વીજીને વંદના કરીને, કુમાર મહેલમાં આવ્યો.
શ્રી સમરાદિત્ય મહાકથા
૧રપ૭
For Private And Personal Use Only
Page #270
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Lacon
રખાવતીએ પાંચ ઉપવાસનું પારણું કર્યું.
મહારાજા મૈત્રીબળ, મહારાણી પદ્માવતી અને કુમાર સાથે રહીને પારણું કરાવ્યું. પારણું કરવા પૂર્વે સાધ્વીજીને બોલાવીને, એમને ભિક્ષા આપી, પછી પારણું કર્યું. પારણું કરીને કુમારની સાથે રનવતી કુમારના ખંડમાં ગઈ. કુમારને પલંગ પર બેસાડી, રનવતી કુમારના પગ પાસે જમીન પર બેસી ગઈ. કુમારને યુદ્ધયાત્રાની કુશળતા પૂછી. કુમારે, વિગ્રહને કેવી રીતે પરાજિત કર્યો તે તો કહ્યું, પણ કોઈ દેવ, દાનવ કે વિદ્યાધર, વિગ્રહની સાથે આવેલો, એની સાથે કેવી રીતે યુદ્ધ કરેલું, તે પણ સંભળાવ્યું, અને કહ્યું: “એના તરફ હું તલવાર લઈને ઘસ્યો ત્યારે અદૃશ્ય થઈ ગયો હતો..” એટલે મેં જાણ્યું કે એ સામાન્ય મનુષ્ય ન હતો. પછી, વિગ્રહ શરણે આવ્યા બાદ મેં વિગ્રહને પૂછેલું: “તારી સાથે આવેલો એ દૈવીશક્તિવાળો કોણ હતો?' વિગ્રહ મને બધી વાત પેટ ખોલીને કહી. એ “વાનમંતર' નામનો વિદ્યાધર હતો. મલયાચલ તરફ જતો હતો, તેણે મને (ગુણચંદ્રને) જોયો.... મને જોતાં જ એના મનમાં ભયંકર દ્વેષ જાગ્યો. એને ખબર પડી કે હું સેના સાથે વિગ્રહને વશ કરવા આવેલો છું... “શત્રુનો શત્રુ મિત્ર!” એણે વિગ્રહનો પક્ષ લીધો. વિગ્રહને એણે કહ્યું: “કુમારને હું ધિક્કારું છું. મારે એને મારી નાખવો છે. હું તારી સહાય કરીશ. હું વૈતાદ્યપર્વત પર રહેનારો વિદ્યાધર છું. મારું નામ વાનમંતર છે. હું કુમારને મારીને તારું હિત કરીશ!' વિગ્રહ તો એ જ ચાહતો હતો! એ વિદ્યાધરને અને બીજા સૈનિકોને લઈને વિગ્રહ મધ્યરાત્રિના સમયે મારી છાવણીમાં આવ્યા. પેલો વિદ્યાધર બધાને આકાશમાર્ગે લઈ આવ્યો... વિદ્યાધરે વિગ્રહને કહ્યું: ‘કુમાર ભરનિદ્રામાં છે. કરી દે પ્રહાર! અથવા તું કહે તો હું કરી દઉં પ્રહાર.' વિગ્રહે ના પાડી. “સૂતાને મારવો એ તો કાયરતા છે. અન્યાય છે. એણે જ મને જગાડીને, યુદ્ધ માટે લલકાર્યો.. પછી તો મારા સુભટો પણ મારા નિવાસમાં ધસી આવ્યા. જોકે મેં વિગ્રહને તો પછાડીને મારા પગ નીચે જ દાબી રાખ્યો હતો. પેલા વિદ્યાધરનો ઘા ચુકાવીને, એને મારવા ધસ્યો કે એ અદશ્ય થઈ ગયો.
છેવટે વિગ્રહ ક્ષમા માગી, ને શરણે આવ્યો. પેલો વિદ્યાધર એ પછી નથી મળ્યો!
પ્રાણનાથ, તો શું આપણા નગરમાં આપના મૃત્યુની અફવા ફેલાવનાર એ વિદ્યાધર તો નહીં હોય? ત્યાંથી હાર પામીને, અહીં આવીને, એણો વેર વાળ્યું ન હોય?
બની શકે! પરંતુ મને સમજાતું નથી કે વિદ્યાધર મારા પ્રત્યે શા માટે વેર રાખે
૧રપ૮
ભાગ-૩ ૪ ભવ આઠમો
For Private And Personal Use Only
Page #271
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે? આ જન્મનું તો કોઈ કારણ દેખાતું નથી. હશે કોઈ પૂર્વજન્મનું કારણ? મને તો એના પ્રત્યે કે કોઈ જીવ પ્રત્યે વેરભાવના છે જ નહીં. સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ છે...” “આપ મહાન પિતાના મહાન પુત્ર છો... ઘણાં બધાં પાપકર્મોનો ક્ષય થઈ જાય ત્યારે જ આ મૈત્રીભાવ જીવમાં જાગ્રત થાય છે, આપનાં મોટા ભાગનાં પાપકર્મો નાશ પામ્યાં છે..
‘એ તો સર્વજ્ઞ પરમાત્મા જાણે! ખબર નથી પડતી કે હજુ કેટલાં જન્મ મરણ બાકી છે આ સંસારમાં...?'
પતિ-પત્ની મૌન થઈ ગયાં, ભાવુક બની ગયાં... આંખો ભીની થઈ ગઈ.... કુમાર રત્નાવતી સામે જોઈ રહ્યો. રત્નાવતીએ કહ્યું: “નાથ, જો આપની ઇચ્છા થતી હોય તો આપણે સાધ્વીજી પાસે જઈએ, અથવા આપ થાક્યાં હશો. વિશ્રામ કરો. હું આપની સેવા કરીશ...'
દેવી, અત્યારે સાધ્વીજીને જ્ઞાન-ધ્યાનનો સમય છે, આપણા જવાથી એમાં વ્યાઘાત પહોંચે. આપણે ચોથા પ્રહરના પ્રારંભે જઈશું..”
પણ હું તો આખો દિવસ ત્યાં જ રહેતી હતી. છેલ્લા પાંચ દિવસ મારા ત્યાં જ ગયાં!”
એ વિશેષ કારણ હતું. તારા મનની શાન્તિ માટે, પરોપકારી સાધ્વીએ પોતાનાં જ્ઞાન-ધ્યાન ગૌણ કરી દીધાં!”
“પણ મને અંતરાયકર્મ બંધાયું હશે ને?” “ના બંધાય! સમતા-સમાધિ મેળવવાનો આશય હતો ને? કર્મબંધનું પ્રધાન કારણ જીવનો આશય હોય છે. માટે ચિંતા ના કરીશ...'
‘ચિંતા તો મનમાં મોટી જાગી ગઈ છે. આપને વાત પણ કરીશ... સાધ્વીજીનો જીવનવૃત્તાંત સાંભળીને, તો મારું કાળજું ફફડી ઊડ્યું છે. નાનકડા દુષ્કર્મના વિપાકો કેવા દારુણ હોય છે. આપને બધી વાત કરીશ, હમણાં આપ વિશ્રામ કરો...”
શયનખંડ બંધ કર્યો. કુમાર ગુણચંદ્ર લંબાવી દીધું. રનવતીનો કોમળ હાથ કુમારના માથે ફરતો રહ્યો. અને થોડી જ વારમાં કુમાર નિદ્રાધીન થઈ ગયો.... રત્નાવતીના મનમાં અનેક વિચારો ચાલી રહ્યાં હતાં. સંકટના વાદળો વિખરાઈ ગયાં હતાં. સુખનો સૂરજ ઊગી ગયો હતો... બંનેનો આત્મા જાગી ગયો હતો... છતાં હજુ ઘણો સમય સંસારવાસમાં વિતાવવાનો હતો. કેટલાંક કર્મી-પાપકર્મો હોય કે પુણ્યકર્મો હોય, ભોગવ્યા વિના નાશ નથી પામતાં. રત્નાવતી-ગુણચંદ્રને કેટલાંક શુભકમપુણ્યકર્મો ભોગવવાનાં જ હતાં. પરંતુ રાચી-મારીને તેઓ ભોગસુખો નહીં ભોગવે! અનાસક્ત હૃદયે ભોગવશે વૈષયિક સુખો ભોગવવા છતાં તેઓ અતિ અલ્પ કર્મબંધ કરશે, હવે ગાઢ-નિકાચિત કર્મબંધ નહીં કરે.
૦ ૦ ૦ શ્રી સમરાદિત્ય મહાકથા
૧૫e
For Private And Personal Use Only
Page #272
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હે ભગવતી, સેંકડો જન્મોમાં પણ દુર્લભ, એવાં આપનાં દર્શન થયાં મને.. દેવીને તો આપનો શુભ સમાગમ મળ્યો છે. એ તો કૃતકૃત્ય બની ગઈ છે..'
મહારાજ કુમાર, જે આત્માઓ “કુશલાનુબંધી' પુણ્યદયવાળા હોય છે, તેમને કિંઈ પણ અસાધ્ય નથી હોતું! આ કુશલાનુબંધી પુણ્યથી જીવો આ સંસારમાં સુખોની પરંપરા ભોગવે છે. અને સુખ ભોગવતાં ભોગવતાં છેવટે મુક્તિનાં સુખ પામે છે.”
કુમારે કહ્યું: “હે ભગવતી, આપે કહ્યું તે સાચું છે. કુશલાનુબંધી પુણ્યના ઉદયથી મોક્ષાનુકૂળ ભાવો પ્રગટ થાય છે. મોક્ષાનુકૂળ ભાવોથી જ પુણ્ય-પાપ-કર્મોનો ક્ષય થાય છે!'
રત્નાવતીએ પૂછ્યું: “હે ભગવતી, આ કુશલાનુબંધી પુણ્ય' એટલે કેવું પુણ્ય? તે મને ના સમજાયું..'
હે ભદ્ર, જે પુણ્યકર્મ ઉદયમાં આવે, સાથે સાથે શુભ વિચારો આવે... શુભ કાર્યો કરવાના ભાવ જાગે, તે કુશલાનુબંધી પુણ્ય કહેવાય. જે કુશલાનુબંધી પુણ્ય ન હોય, તે ઉદયમાં આવે, એની સાથે જ પાપવિચારો અને પાપપ્રવૃત્તિ શરૂ થઈ જાય!
હે પૂજ્યા, અમારું પુણ્ય કેવું કહેવાય?
તમારો કુશલાનુબંધી પુણ્યોદય છે! તમે રાજમહેલોના જીવ છો, છતાં તમને ધર્મ ગમે છે, ધર્મગુરુ ગમે છે, અને પરમાત્મા ગમે છે! તમને વ્રતો અને નિયમો ગમે છે! એક બાજુ મોટો પુણ્યોદય છે, બીજી બાજુ મોટો ધર્મ તમને ગમે છે!” રત્નાવતીએ કુમારને કહ્યું: “નાથ, મેં શ્રાવકધર્મનાં બાર વ્રત લીધા છે!'
કુમારે કહ્યું: ‘દેવી, મેં પણ વિજયધર્મ આચાર્યદેવ પાસે શ્રાવકધર્મ સ્વીકાર્યો છે! મારી સાથે વિગ્રહે પણ વ્રતો લીધાં છે... અરે હા, વિગ્રહને પણ સાધ્વીજીનાં દર્શન કરવાં છે. જ્યારે પિતાજીએ વિગ્રહને કહ્યું કે, “આ સાધ્વીજી તો પૂર્વાવસ્થામાં કોશલનરેશનાં પટ્ટરાણી હતાં. છતાં બંનેએ દીક્ષા લીધી છે. ત્યારે વિગ્રહની આંખો પહોળી થઈ ગઈ. તે અહોભાવથી બોલી ઊઠ્યો હતો... અહો, ધન્ય છે તેમને રાજપાટ ત્યજીને, કઠોર સાધુજીવન એમણે ગ્રહણ કર્યું! હું એમનાં દર્શન કરી, કૃતાર્થ થઈશ...'
“નાથ, આપ જ એને અહીં લઈ આવજો...' રત્નાવતી બોલી. સાધ્વીજીએ કહ્યું: ‘તમે બંને વ્રતધારી બન્યાં છો. વ્રતોનું દઢતાથી પાલન કરજો. આ મનુષ્ય જીવનની એમાં જ સાર્થકતા છે.”
હે ભગવતી, મનના ભાવો સ્થિર નથી રહેતા... સ્થિર રાખવા શું કરું?” ‘કુમાર, આ પ્રશ્ન માત્ર તમારો જ નથી, લગભગ બધા સાધકજીવોનો છે. એનો એક શ્રેષ્ઠ ઉપાય છે.... શ્રી નવકારમંત્રનું સ્મરણ કરતા રહેવું.”
હે ભગવતી, અમારે વિધિપૂર્વક નવકારમંત્રની આરાધના કરવી છે. હું આર્યપુત્રની જ રાહ જોતી હતી. જો એમની ઇચ્છા થાય તો અમે બંને લાખ નવકાર મંત્રની
૧0
ભાગ-૩ ૪ ભવ આઠમો
For Private And Personal Use Only
Page #273
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વિધિપૂર્વક આરાધના કરીએ...’
કુમારે કહ્યું: ‘દેવી, સારી ભાવના છે. હું પણ તારી સાથે આ આરાધના કરીશ... અત્યારે અવકાશ છે...’
રત્નવતીએ સાધ્વીજીને કહ્યું: ‘ભગવતી, જ્યાં સુધી અમારી આરાધના ચાલે, આપે અહીં જ સ્થિરતા કરવી પડશે. આપના સાન્નિધ્ય વિના આવી મંત્ર-આરાધના ના થઈ શકે!’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધ્વીજી વિચારમાં પડી ગયાં. ‘સો દિવસની આ આરાધના છે... અમારે સો દિવસ અહીં રહેવું પડે! યુવરાજ અને યુવરાજ્ઞી આવી મહાન ધર્મઆરાધના કરવા તત્પર બન્યાં છે... તો રોકાવું આવશ્યક છે... પરંતુ અત્યારે નહીં રોકાવાય. જો વર્ષાવાસ અહીં કરીએ તો, શાન્તિથી આરાધના કરાવી શકાય...'
સાધ્વીજીએ કહ્યું: ‘રત્નવતી, તમારી ભાવના ઉત્તમ છે. લાખ નવકારમંત્રની વિધિસહિત આરાધના શ્રેષ્ઠ આરાધના છે. પરંતુ એ આરાધનાનો કાળ સો દિવસનો છે! એટલે આ માટે અમારે અહીં વર્ષાકાળ વ્યતીત કરવો જોઈએ.
‘આપ અહીં જ વર્ષોવાસ રહેવાની કૃપા કરો...' કુમારે કહ્યું.
‘આપના અહીં રહેવાથી અમારો આત્મા પ્રમાદી નહીં બને... અમારી આરાધના અપ્રમત્તભાવે થશે! આપની સંયમધર્મની આરાધના પણ સારી થશે... હે ભગવતી, એ લાખ નવકારમંત્રના જાપની આરાધનાનો વિધિ જણાવવાની કૃપા કરશો?’ સાધ્વીજીએ કહ્યું: 'કુમાર, આ આરાધનાનો સમય ૧૦૦ દિવસનો હોય છે. * રોજ એક હજાર નવકારમંત્રનો જાપ કરવાનો.
* પદ્માસને, સિદ્ધાસને કે સુખાસને બેસવાનું.
* નાસિકના અગ્ર ભાગ પર દૃષ્ટિ રાખવાની અથવા ભગવાન પર.
* આ જાપ પરમાત્માની પ્રતિમા સમક્ષ કરવાનો.
* એક નવકાર ગણીને એક સુગંધી-શ્વેત પુષ્પ પરમાત્માને ચઢાવવાનું, સાથે એક સોપારી પણ ચઢાવવાની,
શ્રી સમરાદિત્ય મહાકા
* પ્રતિદિન સવાર-સાંજ પ્રતિક્રમણ કરવાનું.
* પ્રતિદિન સવારે, મધ્યાહ્ને અને સાંજે દેવવંદન કરવાનું.
* રોજ એકાસણાનું વ્રત કરવાનું. તેમાં માત્ર ક્ષીરાજ્ઞનું જ ભોજન કરવાનું.
* પ્રતિદિન પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા કરવાની.
* ૧૦૦ દિવસ બ્રહ્મચર્યનું પાલન કરવાનું.
* ૧૦૦ દિવસ ભૂમિશયન ક૨વાનું. શક્ય એટલું મૌન પાળવાનું!
For Private And Personal Use Only
૧૨૯૧
Page #274
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ ધારણ કરવાનો. બસ, મુખ્ય વિધિ આટલો છે! રત્મવતીએ પૂછ્યું: “હે ભગવતી, નવકાર મહામંત્રનો જાપ કરતી વખતે મને એ મહામંત્રમાં જ જોડાય, તે માટે શું કરવાનું?”
એ હું જાપ કરતી વેળાએ માર્ગદર્શન આપીશ, પરંતુ મુખ્ય વાત એક જ છે.. દુનિયાના પદાર્થો પ્રત્યેની આસક્તિ છૂટી જવી જોઈએ. પછી મનને મંત્રમાં સ્થિર થતાં વાર નહીં લાગે.
0 0 0 અયોધ્યામાં વર્ષાવાસ કરવા આવવાનું કહીને, સાધ્વીજી સુસંગતાએ વિહાર કર્યો હતો. તેઓને વિદાય આપવા અયોધ્યાનાં સેંકડો સ્ત્રી-પુરુષો ગયાં હતાં, તેમાં મુખ્ય હતા યુવરાજ અને યુવરાજ્ઞી. સાધ્વીજીના વિહાર પછી, ૪-૫ દિવસ તો રત્નાવતીને સૂનું સૂનું લાગ્યું... પછી કુમારની સાથેની વાતોમાં અને તત્ત્વચર્ચામાં એનું મન લાગ્યું.
એક દિવસ તેણે કુમારને કહ્યું: “લાખ નવકારમંત્રની આરાધના માટે, હું માતાજીને વાત કરું? એમના જીવનમાં એક મોટું સુકૃત થઈ જાય.’
વાત કર. જો માતાજીની ઇચ્છા થાય તો ઘણું સારું છે. બાકી માની જિંદગી રાજમહેલની ખટપટોમાં પસાર થઈ છે.’
“પિતાજી તો એટલો સો દિવસનો સમય નહીં કાઢી શકે. તેમને તો રાજ કાર્યમાં વ્યસ્ત રહેવું જ પડે છે...' “પિતાજી કરી શકે આરાધના, જો હું એમનાં કાર્યો મારાં માથે ઉપાડી લઉં તો!”
“ના, ના, આપના વિના તો મને આરાધનામાં આનંદ જ નહીં આવે. આપે તો કરવાની જ છે!”
માતાજીને પણ હમણાં વાત કરવાની જરૂર નથી. જ્યારે આપણે કરવાની હશે ત્યારે બે દિવસ પહેલાં જ કરજે... એ આરાધના કરે તો મને ખૂબ ગમશે!'
સાધ્વીજીનો આવો સંયોગ મળ્યો છે... કે જે ઘણો દુર્લભ છે, તો આવી મહાન ધર્મારાધના કરી લેવી જોઈએ. વળી મારે તો કાલે રાજ્યની જવાબદારી આવવાની પછી ઘણા દિવસોની નિવૃત્તિ નહીં મળી શકે. માટે મારે તો આરાધના કરી જ લેવી
રનવતીએ કહ્યું: જ્યારે સુસંગતા રાણી હતાં અને મહારાજાએ દેવીકૃત ભ્રમણામાં ભ્રમિત થઈ, ઘરમાંથી કાઢી મૂકેલાં ત્યારે ગુફામાં “સાધ્વીજી સુસંગતાને, સુગ્રહિત નામના આચાર્યદેવે, શ્રી નવકારમંત્રની જ આરાધના આપી હતી. એમના નવ નવ જન્મનો વૃત્તાંત એમના જ મુખે સાંભળીને... હું તો સડક થઈ ગઈ હતી. આજે રાત્રે આપને એ કથા સંભળાવીશ.”
૧૨
ભાગ-૩ ૪ ભવ આઠમ
For Private And Personal Use Only
Page #275
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“હું અવશ્ય સાંભળીશ. પછી મારી અધૂરી વાર્તા તને સંભળાવીશ...વિજયધર્મ આચાર્યદેવનાં દર્શન કેવી રીતે થયાં અને એમણે અમને સહુને કેવો ઉપદેશ આપ્યો!
એ હું સાંભળીશ... મને ઘણો આનંદ થશે..” કહ્યા મુજબ રાત્રિના સમયે, રનવતીએ સાધ્વીનો જીવનવૃત્તાંત સંભળાવ્યો. તે પછી કુમારે વિજયધર્મ આચાર્યનો આપેલો ઉપદેશ સંભળાવ્યો... બંને સમાન વિચારવાળા હતા. બંનેને ધર્મની અને અધ્યાત્મની વાતો ગમતી હતી. બંનેના આત્માઓનો કર્મભાર ઓછો થઈ ગયેલો હતો. એટલે ગુરુજનો અને જિનવચનો એમને ખૂબ ગમતાં હતાં. સાધ્વીના નવ જન્મનો વૃત્તાંત સાંભળીને કુમારે કહ્યું:
દેવી, આ સંસારમાં નિષ્પાપ જીવન જીવવું કેટલું અઘરું છે.... ચંદ્રયશાના ભવમાં, બંધુસુંદરી સાથેના સ્નેહસંબંધને ખાતર ચંદ્રયશાએ મદિરાવતી તરફ યશોદાસના મનને ફેરવવાનો વિચાર કર્યો ને? આવું તો સંસારમાં બહુ બને છે. સંબંધોને ટકાવવા માટે ક્યારેક ન કરવાનું કરવું પડે છે... અણસમજમાં કરે છે. પાપ, સમજદારી હોવા છતાં સંસારના વ્યવહારને ટકાવવા માટે પણ જીવ પાપ કરે છે... એ પાપનાં કડવાં પરિણામોનો વિચાર પ્રાયઃ જીવ કરતો નથી.
આવું તો કરવું પડે. આમને માટે તો કરવું પડે.. આ કામ નહીં કરીએ તો ફલાણા સ્વજન નારાજ થઈ જશે...' આવા બધા વ્યવહારોમાં દુનિયા ફસાણી છે. કોઈ સ્વજનનું કામ “આ પાપકર્મ છે' એમ સમજીને, ના પાડીએ, તો પેલો વજન નારાજ થઈ જાય છે. એ નારાજી પાલવતી નથી!”
દેવી, એક ઘરમાં જ વિષમતા જોવા મળે છે. વિચારોમાં વિવિધતા જોવા મળે છે! એકને પાપ નથી કરવું, બીજાને કરવું છે! એક વ્યક્તિ પરિણામનો વિચાર કરે છે, બીજી વ્યક્તિ વર્તમાનનો જ વિચાર કરે છે ત્યારે ઘર્ષણ ઊભું થાય છે. ક્લેશ અને ઝઘડા પેદા થાય છે..
બિચારી ચંદ્રયશાનાં હૃદયમાં બંધુસુંદરી તરફ સહાનુભૂતિ હતી, તેને સંતાન ન હતું, તે પોતાના પતિથી જ સંતાન ઇચ્છતી હતી. પતિ બીજી સ્ત્રીમાં લુબ્ધ હતો. આવી પરિસ્થિતિમાં ચંદ્રયશાને બંધુસુંદરી તરફ સહાનુભૂતિ થવી, સ્વાભાવિક હતી! મદિરાવતી તરફ અણગમો થવો પણ સ્વાભાવિક હતો! અને પરિવ્રાજિકા દ્વારા તેણીએ યશોદાસના વિચારોમાં પરિવર્તન કરાવી, તેને મદિરાવતીના મોહપાશમાંથી છોડાવ્યો. “મદિરાવતીને કેવું વિયોગનું દુઃખ થશે?' આ વિચાર તેને ના આવ્યો.. અને એણે તીવ્ર પાપકર્મ બાંધી લીધું! ખરેખર, કર્મબંધનું વિજ્ઞાન સમજવું ખૂબ જરૂરી
રાહ
એ
જ
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
Page #276
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૧
એક પ્રભાતે રનવતી વહેલી જાગી. એક શુભ-સુંદર સ્વપ્ન જોઈને જાગી. તેણે કુમારને પ્રેમથી જગાડ્યો. કુમારે જાગીને રત્નાવતી સામે જોયું... રનવતીએ કહ્યું: . “સ્વામીનાથ, એક શુભ સ્વપ્ન જોઈને, હું જાગી ગઈ... મેં પૂનમના ચંદ્રને મારાં મુખમાં પ્રવેશ કરતો જોયો... અને મને લાગ્યું કે એ મારાં પેટમાં ઊતરી ગયો છે... મેં ખૂબ સુખનો અનુભવ કર્યો ને જાગી ગઈ..”
કુમારે કહ્યું: “દેવી, તમારા પેટે કોઈ ચંદ્ર જે સૌમ્ય મહાન જીવ અવતરિત થયો છે. દેવલોકમાંથી અવતરિત થયો છે. તમે એક પુત્રની માતા થશો! તમે પ્રશસ્ત સ્વપ્ન જોયું છે..”
આપનાં વચન સિદ્ધ થાઓ! આપે જે કહ્યું તે સત્ય છે. હું આપનાં વચનોનો સ્વીકાર કરું છું...”
‘દેવી, હવે તમારે ખૂબ કાળજીપૂર્વક ગર્ભનું પાલન કરવાનું. એ પુણ્યશાળી જીવને કોઈ વાતે દુઃખ ના પહોંચે, એ રીતે એનું પાલન કરવાનું છે. જ્યાં સુધી એનો જન્મ ન થાય, ત્યાં સુધી તમને જે જે ઇચ્છાઓ થાય, તે મને કહેવાની! તમારી દરેક ઇચ્છા પૂર્ણ કરીશ!'
‘દેવ, મેં સાંભળ્યું છે કે ગર્ભવંતી સ્ત્રીની ઇચ્છાઓ, એને પેટમાં રહેલા જીવના આધારે થાય છે. જો જીવ પુણ્યશાળી આવ્યો હોય તો માતાને શુભ ઇચ્છાઓ થાય છે ને પાપી જીવ આવ્યો હોય તો અશુભ ઇચ્છાઓ થાય છે...!! “સાચી વાત છે. તમે કહો છો, એમ જ છે...”
0 0 0 મહારાણી પદ્માવતીને જાણ થઈ કે રત્નવતી ગર્ભવતી થઈ છે. તે ખૂબ જ આનંદિત થઈ. મહારાજા મૈત્રીબળે પણ જ્યારે જાણ્યું ત્યારે તે હર્ષિત થયા. તેમણે મહારાણીને કહ્યું: ‘દેવી, મારાં મનની એક વાત કહું?'
અવશ્ય કહો સ્વામીનાથ...” “હું ઇચ્છતો હતો કે રત્નવતી પુત્રને જન્મ આપે કે તરત જ ગુણચંદ્રનો રાજ્યાભિષેક કરવો... રાજ્યભાર એને સોંપી દેવો. અને આપણે બંને ગૃહવાસ ત્યજી, આત્મકલ્યાણ માટે મોક્ષમાર્ગે ચાલ્યા જવું. આમેય કેટલાક સમયથી મારું મનોમંથન આવું જ ચાલ્યા કરે છે... હવે મન સંસારના સુખોમાંથી ઊઠી ગયું છે... આત્માના.... અને પરલોકના વિચારો આવ્યા કરે છે. પરંતુ રત્નાવતીના પુત્રનું મુખ ૧૪
ભાગ-૩ ૪ ભવ આઠમો
For Private And Personal Use Only
Page #277
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જોવાની એક તૃષ્ણા રહી છે મનમાં... હવે એ તૃષ્ણા પણ પૂર્ણ થઈ જશે! બસ, પછી નથી રહેવું મહેલમાં... નથી રહેવું ગૃહવાસમાં!'
‘જો આપ મહેલ છોડી મોક્ષમાર્ગ લેશો તો, આપની સાથે જ હું પણ દીક્ષા લઈશ... પછી હું મહેલમાં નહીં રહું... આ સંસારમાં આપના સિવાય મને કોઈના પર રાગ નથી, મોહ નથી. ભલે પુત્ર અને પુત્રવધૂ સુશીલ છે, સુયોગ્ય છે, મારા પ્રત્યે એમને સ્નેહ છે... હું જાણું છું, પરંતુ એમના પ્રત્યે મને કોઈ આસક્તિ નથી, મમતા નથી... કે હું એમનો ત્યાગ ન કરી શકું! નાથ, આપનો નિર્ણય મને ગમ્યો છે... આ મનુષ્યજીવનની સફળતા પણ એ મોક્ષમાર્ગથી જ છે... સંસારનાં વૈષિયક સુખો ઘણાં ભોગવી લીધાં... હવે એમાં, મને પણ આસક્તિ નથી રહી...'
‘દેવી, એકદમ નિર્ણય ના કરશો. ગૃહવાસનો ત્યાગ કરવો હજુ સરળ છે, પરંતુ મોક્ષમાર્ગ પર ચાલવું દુષ્કર છે... એ માર્ગ કષ્ટોનો છે, એ માર્ગ દુ:ખભર્યો છે. સ્વેચ્છાએ દુઃખ સહન કરવાનાં છે... કષ્ટ સહન કરવાનાં છે... તમારાથી સહન થઈ શકશે કે કેમ, તેનો ગંભીરતાથી વિચાર કરજો... કારણ કે સંપૂર્ણ જિંદગી સુખોમાં વીતી છે... અભ્યાસ છે સુખ ભોગવવાનો... પછી દુઃખ ભોગવવાં પડશે! હસતા મોઢે ભોગવવાં પડશે!’
મહારાજાએ મોક્ષમાર્ગની દુષ્કરતા બતાવી... મહારાણીએ કહ્યું: ‘હું જરૂ૨ વિચાર કરીશ... અને મને લાગશે કે હું મોક્ષમાર્ગની આરાધના કરી શકીશ... તો જ ગૃહવાસનો ત્યાગ કરીશ... જો કે સાધ્વીજી સુસંગતા પણ રાજમહેલની રાણી જ હતાં ને? તેઓએ દીક્ષા લીધી ને? કેવી સુંદર આરાધના કરે છે એમનું સાન્નિધ્ય મળશે... એમનું માર્ગદર્શન મળશે... એમનું વાત્સલ્ય મળશે... એમની પ્રેરણા મળશે... પછી કઠિન માર્ગ પણ સરળ બની જશે! સુયોગ્ય સાથી... અને સુયોગ્ય પ્રેરક મળી ગયા પછી કઠિન વાત પણ સરળ બની જાય છે...’
‘તમારી વાત સાચી છે. સાચી દિશામાં તમે વિચારો છો...' મહારાજાએ રાણીના વિચારોને અનુમોદન આપ્યું. તેમને ઘણો આનંદ થયો.
ઠીક છે, આ વાત તો પછીની છે. રત્નવતીની આ દિવસોમાં વધુ કાળજી રાખવાની રહેશે....
‘હવે તો દિવસનો મોટો ભાગ મારી પાસે જ રહેશે... આપ જરાય ચિંતા ના કરશો...’
રત્નવતીના જેમ જેમ દિવસો, મહિનાઓ પસાર થતા જાય છે, તેમ તેમ શુભ... ઉન્નત વિચારો વધતા જાય છે. એ દરેક વિચાર, દરેક ઇચ્છા કુમારને કહે છે. કુમાર આનંદથી તે તે ઇચ્છાઓ પૂર્ણ કરે છે.
* રત્નવતીને દાન આપવાની ઇચ્છા થાય છે, કુમાર એની પાસે જ દાન અપાવડાવે છે.
શ્રી સમરાદિત્ય મહાકા
For Private And Personal Use Only
૧૨૭૫
Page #278
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* રત્નવતીને જિનમંદિર બંધાવવાની ઇચ્છા થાય છે, કુમાર જિનમંદિરનો એના જ હાથે પાયો નખાવડાવે છે.
* રત્નવતીને સાધુપુરુષોને ભોજન, વસ્ત્ર... વગેરે આપવાની ઇચ્છા થાય છે. કુમાર તે પ્રમાણે કરે છે.
* રત્નવતીને હાથી પર બેસી, કુમાર સાથે જિનમંદિરે જવાની ઇચ્છા થાય છે. કુમાર એની ઇચ્છા પૂર્ણ કરે છે.
* રત્નવતીને જિનેશ્વર ભગવંતની જુદી જુદી અવસ્થાઓનાં ચિત્ર બનાવવાની ઇચ્છા થાય છે. કુમાર એને બધી સામગ્રી આપે છે... રત્નવતી ચિત્રો બનાવે છે.'
* રત્નવતીને ગીત-સંગીત અને નૃત્ય સાથે પરમાત્માની ભક્તિ કરવાની ઇચ્છા જાગે છે, કુમાર એ ઇચ્છા પૂર્ણ કરે છે...
એક દિવસ અચાનક... ધોધમાર વર્ષા થઈ. નગરની પાસે વહેતી નદી બે કાંઠે વહેવા લાગી... ત્યારે રત્નવતીની ઇચ્છા નદીકાંઠે જવાની થઈ! આકાશમાં ઘનઘોર વાદળો ચઢી આવેલાં હતાં... સુગંધી વનના ઝપાટા બોલાતાં હતાં. વીજળી-રેખાઓ ચમકવા લાગી હતી. ચાતક પક્ષીઓ હર્ષથી નાચી રહ્યાં હતાં. મયૂરો નૃત્ય કરી રહ્યાં હતાં. રાજહંસો અદૃશ્ય થઈ ગયાં હતાં. પૃથ્વી પર પાણીની રેલમછેલ થઈ ગઈ હતી. સરોવરો છલકાવા માંડ્યાં હતા. નગરની બહાર ગયેલા લોકો જલદી જલદી, ભીંજાતા ઘર તરફ જઈ રહ્યા હતા. પશુઓનાં ધણ જે જંગલમાં ગયેલાં, તે શીઘ્ર ગતિથી નગર તરફ જતાં હતાં,
રત્નવીને આવા સમયે નદીકિનારે જવાની પ્રબળ ઇચ્છા થઈ આવી - ‘મારે નદીનું પૂર જોવું છે!’ કુમારે પોતાના પ્રિય હાથીને બોલાવ્યો. રાજા વિગ્રહને માવતના સ્થાને બેસાડ્યો. કારણ કે વિગ્રહ હાથીને ચલાવવામાં અતિ કુશળ હતો. હાથી ઉ૫૨ પાલખી બંધાવી... તેમાં રત્નવતી સાથે કુમાર બેઠો. હાથીની પાછળ અશ્વો ૫૨ ચાર તરવૈયા સુભટો ચાલ્યાં... હાથી નદીના કિનારે પહોંચ્યો. વિગ્રહે સુરક્ષિત જગ્યા ૫૨ હાથીને ઊભો રાખ્યો. કુમાર અને રત્નવતી, ગાંડી બનીને, ધસમસતી નદીને જોઈ રહ્યાં.
નદીનાં પાણીમાં ધાસ, લાકડાં... વગેરે તણાતું જતું હતું. બે કાંઠે નદી વહી રહી હતી. ક્યાંક ક્યાંક કાંઠો પણ તોડી નાખ્યો હતો, ને પાણી નગર તરફ વહેતાં હતાં... નગરની બહાર બગીચા પર પાણી ફરી વળ્યાં હતાં. નદીમાં પાણીનાં કલ્લોલો ઊછળતાં હતાં... ખૂબ રુદ્ર રૂપ નદીએ ધારણ કર્યું હતું. પ્રવાહમાં જળચર પશુઓ પણ ઊછળતાં તણાઈ રહ્યાં હતાં...
રત્નવીએ કહ્યું; ‘નાથ, આજે આ નદી મર્યાદા તોડીને વહી રહી છે... શું થયું છે એને? લોકો ભયભીત થઈ ગયાં છે... ગરીબોનાં ઘર તૂટીને વહી રહ્યાં છે... પ્રજા બિચારી નિરાધાર બની જશે... શું થશે એમનું?'
૧૨૭૫
For Private And Personal Use Only
ભાગ-૩ * ભવ આઠમો
Page #279
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવી, એમના માટે તારી ઇચ્છા મુજબ ઘર બંધાવી આપીશું. એ લોકોને આપણે આશ્રય આપીશું...”
બહુ સરસ! એ કામ પહેલાં કરવા જેવું છે. ચાલો, આપણે રાજમહેલે પહોંચી જઈએ.. પછી આપ પ્રજાજનોના આશ્રય માટે પ્રયત્ન કરજો...” વિગ્રહે તરત જ હાથીને નગર તરફ વાળ્યો.
૦ ૦ ૦ જ્યારે પદ્માવતીએ જાણ્યું કે રત્નાવતી નદીનાં પૂર જોવા ગઈ હતી, તેણીએ રત્નાવતીને કહ્યું: “બેટી તારે, આવાં ભયાનક દૃશ્ય આ સ્થિતિમાં ના જોવાં જોઈએ. એનાથી પેટમાં રહેલા જીવ ઉપર ખરાબ અસર થાય...”
“મારી ભૂલ થઈ માતાજી! જોકે આર્યપુત્ર તો ના પાડી હતી. એમને આગ્રહ કર્યો એટલે તેઓ મને લઈ ગયાં... હવે એવા ભયજનક દશ્યો નહીં જોઉં...' રત્નાવતીએ કહ્યું :
બેટી, જેમ ભયજનક દૃશ્યો નહીં જોવાનાં, એવી રીતે શકજનક દૃશ્યો પણ ના જોવાય... શોક કરાય પણ નહીં અને જોવાય પણ નહીં. વત્સ, એ જોવાથી ગર્ભસ્થ શિશુ પણ શોકપ્રકૃતિનો બને. ભયજનક દૃશ્ય જોવાથી એ ભયાકુલ-પ્રકૃતિનો બને. આ બધી વાતોની સાવધાની રાખવાની છે. બેટી, એટલું યાદ રાખવાનું કે તારા પેટમાં અયોધ્યાના ભાવી રાજા છે! એના સંસ્કારોનું ઘડતર અત્યારથી જ કરવાનું
મેં સાંભળ્યું છે કે થોડા દિવસોમાં સાધ્વી સુસંગતા સાધ્વીપરિવાર સાથે અયોધ્યા પધારી રહ્યાં છે. પછી તો તારો સત્સમાગમ શરૂ થઈ જશે!'
“મારાં એ ગુણી અહીં પધારી ગયા પછી મારાં હર્ષની સીમા નહીં રહે!” ‘પણ હર્ષને પણ વશ રાખવાનો! આ સ્થિતિમાં વધારે પડતો હર્ષ શત્રુનું કામ કરે!' “ઓહો... માતાજી, હર્ષ પણ શત્રુ બને?” હા, હર્ષ હસાવે ને? માતા વધારે હસે તો આવનાર પુત્રના હોઠ-દાંત કાળા
બને!'
ના, ના, માતાજી, હું વધારે નહીં હસું માત્ર સ્મિત જ કરીશ.... માતાજી, આ રીતે આપ મને સમજણ આપતાં રહો છો, તે આપનો મોટો ઉપકાર છે..” ‘ઉપકાર નહીં, કર્તવ્ય! પૌત્ર તરફનું કર્તવ્યા' માતાજી, આપના માર્ગદર્શન મુજબ જ જીવું છું અને ભવિષ્યમાં જીવીશ.”
સાસુ-વહુનો વાર્તાલાપ ચાલતો હતો, ત્યાં કુમાર ગુણચંદ્ર પ્રવેશ કર્યો. આવતાંની સાથે કુમારે કહ્યું: શ્રી સમરાદિત્ય મહાકથા
૧૭
For Private And Personal Use Only
Page #280
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“મા, શંખપુરથી મહારાજા શંખાયનનો સંદેશો લઈને બે મંત્રી આવ્યા છે.' “શું સંદેશો લાવ્યા છે? ‘રનવતીને તેઓ શંખપુર બોલાવે છે....” કુમારે રનવતી સામે જોયું. કહો, શું કરવું છે?'કુમારે પદ્માવતીને પૂછ્યું, પરંતુ ઉત્તર રનવતીએ આપ્યો: મારી ઇચ્છા શંખપુર જવાની નથી.' “કારણ?” કુમારે પૂછ્યું...
“મારે અહીં માતાજી પાસે જ રહેવું છે. વળી થોડાક દિવસોમાં સાધ્વીજી સુસંગતા પણ અહીં પધારી જવાનાં છે...”
કોણે કહ્યું?' માતાજીએ...' “ભલે, તો શંખપુરના મંત્રીઓને કહ્યું કે રનવતી હમણાં નહીં આવે...” બેટા, એમને થોડા દિવસ અહીં રોકવાના. એમની આગતા-સ્વાગતા કરવાની.” હા, મા. તેઓને રાજ્યના અતિથિગૃહમાં ઉતાર્યા છે.' કુમારે રત્નાવતી સામે જોયું. મુખ પર સ્મિત આવી ગયું. કુમાર ત્યાંથી ચાલ્યો... રત્નાવતી કુમારને જતો જોઈ રહી.. પદ્માવતી બોલી: “બેટી, તારાં મા-બાપને એવા કોડ હોય કે પુત્રીની પ્રથમ પ્રસૂતિ પિતૃગૃહ થાય! પરંતુ મારી ઇચ્છા પણ શંખપુર મોકલવાની નથી. બેટી, મહારાજાને પૌત્રદર્શનની ઘણી તમન્ના છે! મને તેઓએ એક દિવસ કહ્યું હતું...' રત્નાવતી શરમાઈ ગઈ. તેણે પદ્માવતીના ખોળામાં પોતાનું મુખ છુપાવી દીધું...
0 0 0 દિવસો પૂર્ણ થયાં.
આસો સુદ દશમના દિવસે મધ્યરાત્રિના સમયે રનવતીએ પુત્રને જન્મ આપ્યો.” રાજમહેલ હજારો દીપકોથી ઝળહળી ઊઠ્યો. રાત્રિ જયજયકારના ધ્વનિથી મુખરિત થઈ ગઈ. આખું અયોધ્યા જાગી ગયું. દરેક પ્રજાજનના મુખેથી “માતા અને પુત્ર દીર્ધકાળ જીવો...” જેવાં શુભ વચનો નીકળવા લાગ્યાં. મહારાણી પદ્માવતીના માર્ગદર્શન નીચે પરિવારની કુશળ સ્ત્રીઓએ પ્રસૂતિકર્મ કર્યું. રત્નાવતીએ કોઈ વિશેષ વેદના વિના પુત્રને જન્મ આપ્યો હતો.
વિગ્રહ કુમારને કહ્યું: “કુમાર, દુષ્ટ દેવો ક્યારેક જન્મજાત બાળકનું અપહરણ કરતા હોય છે. માટે પેલા વાનમંતરથી આપણે સાવધાન રહેવાનું છે. એ દુષ્ટ વિદ્યાધર તમારા પ્રત્યે દ્વેષ રાખે છે. ક્યારે પણ એ અહીં આવી ચઢે.. જોકે હું એને સારી રીતે ઓળખું છું. જો દેખાય તો તો આપણે એને પહોંચી વળીએ.. પરંતુ અદશ્ય રહીને કંઈ કરે. તો આપણે વિવશ છીએ.”
ભાગ-૩ + ભવ આઠમો
૧૮
For Private And Personal Use Only
Page #281
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘વિગ્રહ, તમારી વાત સાચી છે. છતાં હવે હું પુણ્ય-પાપ કર્મના સિદ્ધાન્તમાં વિશ્વાસ ધરાવું છું. મને એ વાનમંતર તરફ દ્વેષ નથી. મારાં જ કોઈ પૂર્વજન્મનાં કર્મોના નિમિત્તે એ મારાં પ્રત્યે દ્વેષ ધરાવે છે. જો નવજાત પુત્રનો પુણ્યોદય હશે તો એને જરાય વાંધો નહીં આવે. દેવીનો પુણ્યોદય હશે તો તેણીને પુત્રવિરહનું દુઃખ નહીં આવે. અને જો કોઈ પાપકર્મનો ઉદય ભોગવવાનો જ હશે, તો ગમે ત્યારે દુઃખ આવી પડશે. જોકે તમે મને સાવધાન કર્યો, એ સારું કર્યું?
વિગ્રહે વિશ્વાસપાત્ર યુદ્ધ કુશળ સૈનિકોને મહેલની આસપાસ ગોઠવી દીધા. કોઈ પણ અજાણ્યો શંકાસ્પદ માણસ મહેલમાં ના પ્રવેશે, એનું પૂર્ણ ધ્યાન આપવા સૂચના આપી.
પ્રભાત થયું. સમગ્ર નગરમાં વાત પવનવેગે ફેલાઈ ગઈ.
લોકપ્રવાહ રાજમહેલ તરફ વહેવા લાગ્યો. મહારાજાને અભિનંદન આપવા અને નવજાત કુમાર માટે અસંખ્ય ભેટો આપવા, લોકોની પંક્તિઓ બંધાઈ ગઈ. રાજમહેલના દ્વારે વાજિંત્રો વાગવા લાગ્યાં. નગરને શણગારવાનું કામ શરૂ થઈ ગયું. કારાવાસના કેદીઓને મુક્તિ આપવામાં આવી. સૌભાગ્યવંતી સ્ત્રીઓ ગિરના જુદા જુદા ચોકોમાં નૃત્ય કરવા લાગી.
નગરની વારાંગનાઓએ અપ્સરા સમાન વેશભૂષા કરી, રાજમહેલની આગળના મેદાનમાં નાટારંભ કરી દીધો..
આખું નગર રત્નવતીના પુત્રજન્મના મહોત્સવમાં રમણે ચઢ્યું. રત્નાવતીની ઘસીએ સાધ્વીજી સુસંગતાને પણ સમાચાર આપ્યા કે “રત્નાવતીએ પુત્રને જન્મ આપ્યો છે..” સાધ્વીએ કહ્યું: “પુત્રના કાનમાં શ્રી નવકારમંત્ર સંભળાવવા રનવતીને
જ્યારે દાસી રત્નવતી પાસે પહોંચી ત્યારે કુમાર ગુણચંદ્ર ત્યાં જ ઉપસ્થિત હતો. દાસીએ સાધ્વીના સમાચાર કહ્યાં. તરત જ કુમારે નવજાત શિશુના કાનમાં મધુર અને સ્પષ્ટ શબ્દોમાં મહામંત્ર સંભળાવ્યો.
૦ 0 ૦. પુત્રજન્મના બાર દિવસ પસાર થઈ ગયાં.
મહારાજા મૈત્રીબળે નવજાત કુમારનું નામકરણ કરવા, સ્નેહી-સ્વજનો માટે ભોજન સમારંભ યોજ્યો. કુમારનું નામ “વૃતિબળકુમાર પાડવામાં આવ્યું. મહારાજાએ પૌત્રને ખોળામાં લીધો.. અને થોડા સમય પછી, રત્નાવતી પાસે મોકલી આપ્યો. મહારાજા તૃપ્ત થયાં.
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૯
For Private And Personal Use Only
Page #282
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૯]
કુમાર ધૃતિબળ એક મહિનાનો થયો હતો.
રાજમહેલમાં એક મહિનાથી મહોત્સવનું વાતાવરણ હતું. સહુનાં મન આનંદિત હતાં. સહુનાં ચિત્ત પ્રસન્ન હતાં. નગરની મહિલાઓનાં મુખે રનવતી અને ગુણચંદ્રનાં ગુણગાન હતાં. મહારાજા મૈત્રીબળ અને મહારાણી પદ્માવતીનાં ભાગ્યની પ્રશંસા થતી હતી.
મહારાણી પદ્માવતીએ મહારાજાના ખંડમાં પ્રવેશ કર્યો. મહારાજાને પ્રણામ કરી, રાણી મહારાજાનાં ચરણોમાં બેસી ગયાં.
મને કેમ બોલાવી?” રાણીએ શાન્તિથી પૂછ્યું. તૈયારી કરવા....” શાની તૈયારી?” “મોક્ષમાર્ગે ચાલવાની! કેમ ભૂલી ગયાં તમે?” એટલે?” હવે ગૃહત્યાગનો સમય થઈ ગયોમારી પૌત્રના મુખદર્શનની ઇરછા પૂર્ણ થઈ ગઈ.”
હવે વાત સમજાઈ.... ગૃહત્યાગ પૂર્વે ગુણચંદ્રનો રાજ્યાભિષેક કરવો પડશે ને? આપે કુમારને વાત કરી? રત્નાવતીને વાત કરી? એ બધાંને વાત કરો... હું તો તૈયાર
આજે સર્વપ્રથમ હું કુમારને અને મંત્રીમંડળને વાત કરું છું. તમે રત્નાવતીને વાત કરો... સાધ્વીજીને અહીં સ્થિરતા કરવા વિનંતી કરો...'
મહારાજા પાસેથી ઊઠીને, રાણી રનવતી પાસે ગયાં. મહારાજાએ કુમાર ગુણચંદ્રને બોલાવ્યો. કુમાર આવ્યો. પિતાજીનાં ચરણે પ્રણામ કરીને, તે ચરણોમાં જ બેઠો. વાતનો પ્રારંભ મહારાજાએ જ કર્યો: “વત્સ, તારો રાજ્યાભિષેક કરવાનો મેં નિર્ણય કર્યો છે..”
શી ઉતાવળ છે પિતાજી?” “વત્સ, તને જરાય ઉતાવળ નથી રાજ્યસિંહાસને બેસવાની, પરંતુ ગૃહત્યાગ કરવાની અમને બંનેને ઉતાવળ છે...”
“ગૃહત્યાગ? એટલે?” “બેટા, હવે તે રાજ્યની સુરક્ષા કરવા અને પ્રજાનું પાલન કરવા યોગ્ય બન્યો. હવે મારી જવાબદારી પૂરી થઈ. હવે મારે મારા આત્માનું કલ્યાણ કરવું જ જોઈએ..
૧૨90
ભાગ-૩ ૪ ભવ આઠમો
For Private And Personal Use Only
Page #283
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'પરલોકમાં આત્માનું શું થશે?' આ વિચાર મને ખૂબ સતાવે છે, એટલે સદ્ગુરુનાં ચરણે જીવન સમર્પિત કરી, મોક્ષમાર્ગની જેટલી બને તેટલી આરાધના કરી લેવી છે. જીવન ક્ષણિક છે, આયુષ્ય ચંચળ છેઅને વૈષયિક સુખો પ્રત્યે હવે જરાય આકર્ષણ નથી, રૂચિ નથી...”
કુમારની આંખો આંસુભીની થઈ ગઈ. તેણે પિતાનાં ચરણો પકડી લીધાં ગદ્ગદ્ સ્વરે કુમારે કહ્યું:
પિતાજી, હું પણ આપની સાથે જ ગૃહત્યાગ કરું.. મોક્ષમાર્ગની આરાધના કરું... મારું મન પણ મુક્તિને ઝંખે છે... મારી સાથે તમારી પુત્રવધૂ પણ ચારિત્રનો જ માર્ગ ઝંખે છે...'
રાજાની આંખો ભીની થઈ ગઈ. તેઓએ કુમારને પોતાની છાતીએ લગાડ્યો. એના માથે વાત્સલ્યભર્યો હાથ પસરાવતાં બોલ્યા:
“વત્સ, તારી ભાવના ઉત્તમ છે. મારી પુત્રવધૂને હું જાણું છું. એ તો મારા ઘરમાં રહેલી સાધ્વી જ છે, ભાવસાધ્વી છે!
વત્સ, તું જો સામાન્ય પિતાનો પુત્ર હોત તો આપણે બધા ગૃહત્યાગ કરીને, ચારિત્રધર્મ સ્વીકારી લેત... પણ હું રાજા છું ને તું રાજકુમાર છે! આપણે રાજ્યની સુરક્ષા કરવાની છે અને પ્રજાનું પાલન પણ કરવાનું છે. આપણી આ પવિત્ર પરંપરા છે. પુત્ર સુયોગ્ય બને એટલે પિતા મહેલનો ત્યાગ કરે! તારે પણ આ પરંપરા જાળવવાની જ છે. ધૃતિબળકુમાર સુયોગ્ય બને એટલે રાજસિંહાસન પર એને બેસાડીને, તારે પણ મોક્ષમાર્ગે જ આવવાનું છે. અત્યારે તો તારે અને રનવીએ કુમાર ધૃતિબળને શ્રેષ્ઠ સંસ્કારો આપવાના છે. એની કાળજી રાખવાની છે.'
પિતાજી, આ વાત રત્નવતીને કરવી પડશે...'
તારી માતા રત્નાવતી પાસે જ ગઈ છે એ વાત કરવા. મારી પુત્રવધૂ શાણી છે... આ વાત સાંભળીને રાજી થશે... કારણ કે વત્સ, એને ચારિત્રધર્મ ગમે છે!' “પરંતુ એના હૃદયમાં આપ બંને તરફ અનુરાગ પણ છે...” “એ અનુરાગ, ગુણાનુરાગ છે. એ અનુરાગ તો અમે સાધુ-સાધ્વી બની જઈશું ત્યારે પણ રહેવાનો. બધે વધી જવાનો.” કુમાર મૌન રહ્યો. મહારાજાએ મહામંત્રીને બોલાવી લાવવા, પ્રતિહારીને મોકલ્યો. કુમારે આંખો લૂછીને કહ્યું: 'પિતાજી થોડો વિલંબ કરો તો?
વિલંબ થોડો થવાનો જ છે... તારા રાજ્યાભિષેકનું મુહુર્ત ક્યારે આવે છે... એ નક્કી કરીશ.. પછી જ્ઞાની ગુરુદેવની પ્રતીક્ષા કરવી પડશે ને? સાધ્વીજી તો અહીં બિરાજમાન છે....” શ્રી સમરાદિત્ય મહાકથા
૧૨૭
For Private And Personal Use Only
Page #284
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેં સાંભળ્યું છે કે મારા ગુરુદેવ વિજયધર્મ આચાર્ય એકાદ મહિનામાં અહીં પધારવાના છે..'
જેમની પાસે તેં અને વિગ્રહ શ્રાવકધર્મ સ્વીકાર્યો હતો, એ જ ગુરુદેવને?'
હા, એ જ પધારવાના છે, મને એમણે કહેલું પણ ખરું કે હવે તું મને અયોધ્યામાં જોઈશ! ‘તો તો બહુ સારું! શ્રેષ્ઠ ગુરુદેવની પ્રાપ્તિ, અનંત પુણ્યના ઉદય વિના થતી નથી.”
મહામંત્રીએ મંત્રણાખંડમાં પ્રવેશ કર્યો. મહારાજાને અને યુવરાજને પ્રણામ કર્યા, ને હાથ જોડીને ઊભા રહ્યાં.
મહામંત્રી આવો, બેસો અહીં મારી પાસે.' મહામંત્રીને યોગ્ય આસને બેસાડીને, મહારાજાએ કહ્યું: “રાજકુમારના રાજ્યાભિષેકનું મુહૂર્ત કઢાવવાનું છે. જે સારું ને શ્રેષ્ઠ મુહૂર્ત આવે, એ મુહૂર્ત કુમારનો રાજ્યાભિષેક કરી દેવો છે...'
‘પછી, પિતાજી અને માતાજી ગૃહત્યાગ કરવા ઇચ્છે છેચારિત્રધર્મ લેવા ચાહે છે...” રોતાં રોતાં કુમાર બોલ્યો, મહામંત્રીની આંખો પણ ભીની થઈ... છતાં હૃદયને દૃઢ કરી, તેમણે કુમારને કહ્યું:
મહારાજકુમાર, આ કુળની પરંપરા છે. રાજકુમાર સુયોગ્ય બને એટલે રાજા આત્મકલ્યાણનો માર્ગ ગ્રહણ કરે. અને હવે મહારાજને આત્મકલ્યાણની સાધના માટે, આપે પ્રેમથી અનુમતિ આપવી જોઈએ. હું આજે મંત્રીમંડળની પરિષદ બોલાવું છું. રાજપુરોહિતને પણ મળું છું.
૦ ૦ ૦ મહારાણી પદ્માવતીએ રત્નપતીને વાત કરી. રત્નાવતી પદ્માવતીને ટગર ટગર જોતી જ રહી. થોડી વારમાં જ ઊનાં ઊનાં આંસુ એની આંખોમાંથી ટપકવા માંડ્યાં. ત્યાર પછી બાળકુમારને પદ્માવતીના ખોળામાં મૂક્યો અને ઊભી થઈ. તેણીએ મહારાજાના ખંડ તરફ ચાલવા માંડ્યું.
પદ્માવતીએ લગભગ બૂમ પાડી – “રત્નાવતી બેટી, તું ક્યાં જાય છે?” રત્નાવતી ઊભી રહી ગઈ.. પદ્માવતી એની પાસે ગઈ, એનો હાથ પકડ્યો.
“પિતાજી પાસે જાઉં છું... મને છોડીને આપ નહીં જઈ શકો... કાં તો મને પણ આપની સાથે ચારિત્ર લેવા દો. અથવા આપ હમણાં રોકાઈ જાઓ - મારે પિતાજીને કહેવું છે...'
બેટી..' પદ્માવતીની આંખો છલકાઈ ગઈ. રત્નાવતી પદ્માવતીને ભેટી પડી.
બેટી, તું તારા પિતાજીના શ્રેયોમાર્ગમાં વિદન ન બનીશ. એમનું હૃદય દુભાશે.. તને મેં કહ્યું નથી, પરંતુ તેઓ ક્યારનાય વિરક્ત બનેલા છે! એ તો તારાં લગ્ન પછી તરત જ કુમારનો રાજ્યાભિષેક કરવા ઇચ્છતાં હતાં, પરંતુ એક તૃષ્ણા હતી એમના
૧૨૭૨
ભાગ-૩ + ભવ આઠમાં
For Private And Personal Use Only
Page #285
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનમાં, એમને પૌત્રનું મુખદર્શન કરવું હતું... એટલા માટે જ રોકાયાં હતાં સંસારમાં. જો કે તારા પ્રત્યે એમને વાત્સલ્ય છે, એટલે તારું મન દુભાવીને, તેઓ ચારિત્રમાર્ગ ગ્રહણ નહીં કરે.
એટલે મેં તો સામે ચાલીને જ હા પાડી દીધી અને કહી દીધું કે ‘આપની સાથે હું પણ ચારિત્ર અંગીકાર...’ એમણે ઘણું સુખ આપ્યું છે, હવે એ એમના આત્માના કલ્યાણમાર્ગે જાય છે, સ્વેચ્છાએ જાય છે, સમજણપૂર્વક જાય છે, તો તેમને જવા દેવા જોઈએ.
ભદ્રે, તું સમજે છે કે આપણે સ્નેહીજનોને આપણાથી દૂર, જવા ન દઈએ પરંતુ સંયોગનું પરિણામ તો વિયોગ છે ને? કોઈ સ્વજનનો સંયોગ શાશ્વત તો નથી જ... કોઈ સ્વજનનું મૃત્યુ થાય છે, શું આપણે મૃત્યુને રોકી શકીએ છીએ?
વળી, મહારાજાનો નિર્ણય પણ સાચો જ છે. હવે આ ઉંમરે જો આત્મકલ્યાણ નહીં સાધે તો ક્યારે સાધશે? હજુ તેમનું અને મારું શરીર નીરોગી છે, સશક્ત છે, ત્યાં સુધી સંયમધર્મની આરાધના કરી શકાશે. જ્યારે શરીર કામ નહીં કરે ત્યારે? પછી તો સંયમમાર્ગ લેવો પણ ઉચિત નથી.
વત્સ, દુઃખ તો થવાનું! પરંતુ ક્યારેક દુઃખ સહન કરવાનાં આવશ્યક હોય છે જીવનમાં. દુઃખો સહન કરવાં એ ક્યારેક કર્તવ્ય બની જતું હોય છે... તું સમજદાર છે. શ્રેયોમાર્ગને જાણે છે. અને તારા હૃદયમાં શ્રેયોમાર્ગ વસેલો છે... તને મારે વધારે શું કહેવું?'
‘હું શું કરું માતાજી?'
‘તું વ્રતધારી શ્રાવિકા બની છે... આ પુત્રને સાર્ચ શ્રાવક બનાવજે. એ શ્રાવક બનીને રાજા બનશે, તો પ્રજાનું હિત કરનારો બનશે, એને પાપભીરુ બનાવજે... એને ધર્મપુરુષાર્થમાં પરાક્રમી બનાવજે. પુત્રપાલનના કર્તવ્યની સાથે સાથે કુમાર ગુણચંદ્રની સાચી સહચરી બનીને જીવજે. એની અંગત કાળજી રાખજે... મેં એને મારાં કલેજાનો ટુકડો માન્યો છે... એ રીતે ઉછેર્યો છે... હવે એ તને સોંપું છું...'
કુમાર ગુણચંદ્રની વાત કરતાં કરતાં, મહારાણીનું હૃદય આર્દ્ર બની ગયું. આંખો ભરાઈ ગઈ... રત્નવતીએ પોતાના ઉત્તરીય વસ્ત્રથી એમની આંખો લૂછીને, તેમને પલંગ પર બેસાડી, પાણી આપ્યું.
‘માતાજી, આર્યપુત્રની આપ જરાય ચિંતા ના કરશો. એમની છાયા બનીને જીવું છું ને જીવીશ. એમના સુખનો પહેલો વિચાર કરીશ. એમના મનને પણ નહીં દૂભવું... એમને જે પ્રિય હશે તે જ કરીશ. આપ કહો છો માટે જ નહીં, પરંતુ મને એમના પ્રત્યે પ્રગાઢ રાગ છે માટે, પ્રેમ છે માટે, આપ મારાં પર વિશ્વાસ કરજો, માતાજી, આપના સુપુત્રની અહર્નિશ દાસી બનીને જીવીશ...
તેઓ મહાન છે... ગુણનિધાન છે. મારાં પ્રત્યે અપાર પ્રેમ ધરાવે છે... એમના ત૨ફથી મને સુખ જ સુખ મળ્યું છે...'
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
૧૨૭૩
Page #286
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
રત્નવતીનો સ્વર ભીનો થઈ ગયો... પદ્માવતીએ કહ્યું:
‘હૈ સુશીલે, કુમારનો પહેલાં જ મુહૂર્તો રાજ્યાભિષેક થશે. તે રાજા બનશે એટલે તું રાણી બનીશ. રાણી તરફથી પ્રજાને ઘણી અપેક્ષાઓ હોય છે. મેં જાણી છે પ્રજાની અપેક્ષાઓ અને એ અપેક્ષાઓમાંથી શક્ય અને સુયોગ્ય અપેક્ષાઓ પૂર્ણ કરી છે. ઘણી સ્ત્રીઓ તારી પાસે આવશે, ફરિયાદો લાવશે... પોતાનાં દુઃખ કહેશે... તું શાન્તિથી સાંભળજે. તું શાન્તિથી સાંભળીશ એની વાતો, તેથી જ તેનું હૃદય હળવું બની જશે... તું એનાં દુઃખ દૂર કરે કે ના કરે, માત્ર આશ્વાસન આપીશ તો પણ તે રાજી થઈને જશે... ક્યારેય પણ પ્રજાજનોનો તિરસ્કાર ના કરીશ. અયોધ્યાના સામ્રાજ્યની મહારાણીનું પદ ગૌરવવંતું છે. તું એ પદને જરૂ૨ શોભાવીશ, એવો મને વિશ્વાસ છે. છતાં તારી ઉંમર નાની છે... એટલે અને તારા પ્રત્યે ગહન લાગણી છે માટે, કહી રહી છું...’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘મને ગમે છે આપની આ બધી વાતો, આપ નિ:સંકોચપણે કહો...’ રત્નવતીએ મહારાણીના બે હાથ પોતાના હાથમાં લીધા. બાળકુમાર રમતો રમતો સૂઈ ગયો હતો. મહારાણીએ કહ્યું: ‘હે વત્સે, આ મહેલમાં તું જાણે છે કે કુલમહત્તરાઓ પણ છે. તું એ કુલમહત્તરાઓને માન આપજે. આજે જે કુલમહત્તરાઓ છે એ મારી સાસુના સમયથી છે. મેં આ મહેલમાં પગ મૂક્યો હતો ત્યારથી હું એ મહત્તરાઓને માન આપું છું. ક્યારેય મેં એમનું અપમાન નથી કર્યું. પ્રસંગે પ્રસંગે એ મહત્તરાઓએ મને સાચવી છે, મારો યશ ફેલાવ્યો છે. તું પણ એ મહત્તરાઓનું ગૌરવ સાચવજે.
અને, મહેલની દાસીઓ કેટલીક જૂની છે, કેટલીક નવી છે. એમની સાથે પણ સદ્વ્યવહાર રાખજે, ખરેખર પ્રજામાં આપણો યશ કે અપયશ ફેલાવનારી આ દાસીઓ હોય છે. એમની સાથે સારો વ્યવહા૨ ૨ાખવાથી, તેઓ તારો યશ ફેલાવશે. તને વફાદાર રહેશે...’
‘આપે બહું સારું માર્ગદર્શન આપ્યું. માતાજી, હજુ પણ જે જે માર્ગદર્શન આપવું ઉચિત લાગે તે અવશ્ય આપો...' રત્નવતીને આજે પહેલી વાર જ પદ્માવતીની ઊંડી સમજદારીનો અનુભવ થઈ રહ્યો હતો. બાકી પદ્માવતી બહુ જ ઓછું બોલનારી રાણી હતી. એ ખપ પૂરતું જ બોલતી. કોઈ પૂછે તો જ ઉત્તર આપતી...' ૦ ૦ ૦
♦ કુમાર ગુણચંદ્રના રાજ્યાભિષેકનું મુહૂર્ત આઠ દિવસ પછીનું નીકળ્યું. ♦ મંત્રીમંડળે મહારાજાની ભાવનાને અનુમોદન આપ્યું.
૧૨૭૪
* નગરમાં ઘોષણાઓ થઈ ગઈ.
* મહારાજાએ દીન-અનાથોને દાન આપવાનું શરૂ કરી દીધું.
* નગરનાં સર્વે મંદિરોમાં મહોત્સવ મંડાઈ ગયા.
For Private And Personal Use Only
ભાગ-૩ ૪ ભવ આઠમો
Page #287
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બીજી બાજુ આચાર્યદેવ વિજયધર્મ અનેક શિષ્યો સાથે, અયોધ્યાના બાહ્ય ઉદ્યાનમાં પધારી ગયાં. વનપાલકે મહારાજાને સમાચાર આપ્યા. મહારાજાએ વનપાલકને પ્રીતિદાન આપ્યું. અને મોટા આડંબર સાથે વંદન કરવા ગયાં.
આચાર્યદેવનાં દર્શન-વંદન કરીને, પ્રસન્નતા અનુભવી. આચાર્યદેવનો ધર્મોપદેશ સાંભળ્યો, ત્યાર બાદ ઊભા થઈને, વિનંતી કરી.
ભગવંત, આ સંસાર પ્રત્યે હું વિરક્ત થયો છું. મને ચારિત્રધર્મ આપીને, ભવસાગરથી તારો..'
રાજન, હું તમારી ભાવના જાણીને જ અહીં આવ્યો છું. શુભ કાર્યમાં વિલંબ ના કરશો...”
‘ગુરુદેવ, રાજકુમાર ગુણચંદ્રને આપ જાણો છો. એનો રાજ્યાભિષેક કરીને, અમે બંને આપની પાસે આવીશું. આપનાં ચરણે જીવન સમર્પિત કરીશું.”
રાજન, તમે જે વાત, કરી તે ઉચિત છે. ગુણચંદ્રકુમાર વ્રતધારી શ્રાવક બન્યો છે. રાજા બનવા તે સર્વથા યોગ્ય છે. તમારી નિર્ણય સમુચિત છે.”
આપનો ઉપકાર, ગુરુદેવ!' શુભ મુહૂર્ત કુમાર ગુણચંદ્રનો રાજ્યાભિષેક થઈ ગય. પ્રજા આનંદિત થઈ. સહુએ નવા રાજાને પ્રેમથી વધાવ્યા, પ્રેમથી સ્વીકાર્યા.
એ જ દિવસે, મહામંત્રીએ રાજ્યસભામાં ઊભા થઈને, ઘોષણા કરી: “આવતી કાલે પ્રભાતે મહારાજા મૈત્રીબળ અને મહારાણી પદ્માવતી ગૃહત્યાગ કરશે અને સંયમધર્મનો સ્વીકાર કરશે. આચાર્યદેવ વિજયધર્મ તેઓને સાધુવેશ સમર્પિત કરશે.. જે કોઈની ઇચ્છા ચારિત્રધર્મ સ્વીકારવાની હોય, તેઓ કાલે ઉદ્યાનમાં આવે. તેઓની કોઈ મુશ્કેલી હોય તો મને મળે... એમની મુશ્કેલીઓ દૂર કરવા પ્રયત્ન કરીશ...”
મહારાજાએ થોડા શબ્દોમાં જ પોતાનું વક્તવ્ય કર્યું
“વહાલાં પ્રજાજનો, આજથી તમારા રાજા ગુણચંદ્ર છે. જેવી રીતે તમે સહુ, મારી આજ્ઞા માનતાં હતાં, એ જ રીતે ગુણચંદ્રની આજ્ઞા માનજો....'
એ ન ભૂલશો કે આ મનુષ્યજીવનની સાર્થકતા ચારિત્રધર્મથી જ છે... વૃદ્ધાવસ્થા આવે એ પૂર્વે, ચારિત્રધર્મની આરાધના કરી લેવા, મનમાં નિર્ણય કરજો....”
૦ ૦ ૦ એક હજાર સ્ત્રી પુરુષો સાથે રાજા-રાણીએ, આચાર્યદેવ વિજયધર્મની પાસે ચારિત્રધર્મ અંગીકાર કર્યો.
ગુણચંદ્ર રાજા અને રત્નાવતી રાણી સાથે સહુએ વંદના કરી. જ નૂતન દીક્ષિતો સાથે આચાર્યદેવ અને સાધ્વી સુસંગતાએ વિહાર કર્યો..
એક એક જ શ્રી સમરાદિત્ય મહાકથા
૧૭૫
For Private And Personal Use Only
Page #288
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
19637
ધ્યાનો સમય હતો. મહારાજા ગુણચંદ્ર મહેલની પશ્ચિમ દિશાના ઝરૂખામાં ઊભા હતાં. એમની દષ્ટિ ક્ષિતિજ તરફ હતી. ઝરૂખામાંથી અસ્ત થતો સૂર્ય બરાબર દેખાતો હતો. સૂર્ય અસ્ત થયો હતો અને સંધ્યા ખીલી હતી. તન્મય બનીને, મહારાજા ગુણસેન એ દૃશ્ય પર ગંભીર વિચારમાં ડૂખ્યા હતાં. ત્યાં એમના કાને શબ્દો પડ્યા: “નાથ” મહારાજાએ રત્નાવતી સામે જોયું. આપણે ઉદ્યાનમાં નથી જવું? રથ તૈયાર ઊભો છે!”
આપણે પ્રભાતે... સૂર્યોદય પહેલાં ઉદ્યાનમાં જઈશુંઅને નદીકિનારે પણ જઈશું...”
“જેવી આપની ઇચ્છા. હું રથને રથ શાળામાં લઈ જવાનું કહીને આવું છું.' રત્નાવતીએ દ્વારપાલને સૂચના આપી અને એ પાછી આવી. રાજા ગુણસેન હજુ એ ઝરૂખામાં જ ઊભા હતાં. રત્નાવતીએ ત્યાં એક ભદ્રાસન ગોઠવ્યું. ખંડમાં દાસી આવીને, દીપકો મૂકી ગઈ. મહારાજા ભદ્રાસન પર બેઠા. રત્નાવતી એમની નજીક, જમીન પર પાથરેલા ગાલીચા પર બેઠી.
‘દેવી, જ્યારે જ્યારે આવાં પ્રકૃતિનાં દૃશ્યો જોઉં છું ત્યારે ત્યારે મન વિરક્તિથી ભરાઈ જાય છે... અંતરાત્મા આ બધાં બાહ્ય-આંતરિક બંધનોમાં અકળાય છે... દૂર દૂર એકલોઅટૂલા ચાલ્યાં જવાનો મનમાં વલોપાત જન્મે છે. પરંતુ આ ભાવો હજુ સ્થિરતા નથી પકડતાં..”
નાથ, સાધ્વીજી આત્માની સમકિત દૃષ્ટિ આવી જ સ્થિતિ વર્ણવતાં હતાં... સમકિત દૃષ્ટિ આત્મા અંદરથી ભોગી હોય, બહારથી યોગી હોય. એ ભોગસુખો. ભોગવે ખરી, એનાં જ એવા પ્રકારનાં કર્મો, એને ભોગસુખ ભોગવવા વિવશ કરે, એનામાં મોહની ઉત્તેજના પેદા થાય.. પરંતુ ભોગસુખો ભોગવ્યાં પછી એ તરત જ શાન્ત થઈ જાય અને તાત્ત્વિક દૃષ્ટિએ ચિંતન કરતો થઈ જાય. એના વિરક્તિના ભાવ લાંબા સમય ટકતા નથી અર્થાત્ ભીતરમાં તો વિરક્તિનો એક પ્રવાહ વહેતો જ રહે છે, પરંતુ બહારથી એની ઇન્દ્રિયો એના વિષયો તરફ ખેંચાયા કરે. આપ આ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હો, એવું નથી લાગતું?”
એવું જ લાગે છે દેવી, પરંતુ તેથી જ આંતરસંઘર્ષ ચાલે છે ને? જે વૈષયિક સુખોને હું ત્યાજ્ય સમજું છું, ક્યારેક એ સુખોનો તિરસ્કાર કરું છું... એ સુખો મને ક્યારેક ગમે છે, એ સુખો મને આકર્ષે છે. અને હું એ સુખોને ભોગવું છું. હું સમજું ૧૨૭
ભાગ-૩ # ભવ આઠમો
For Private And Personal Use Only
Page #289
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છું કે ત્યારે મને જાણે મોહનો નશો ચડ્યો હોય છે. એ નશો ઊતરી જાય છે... જલદી ઊતરી જાય છે. ત્યારે પશ્ચાત્તાપની પીડા ઊપડે છે. કોઈ અજ્ઞાત બળ ઘેરી વળે છે, મારાં સમગ્ર વ્યક્તિત્વને!”
સ્વામીનાથ, આ વાત પણ મને સાધ્વીજીએ સમજાવી હતી. કે સમકિત દૃષ્ટિ આત્મા વૈષયિક સુખોન ભોગવે, છતાં અતિ અલ્પ કર્મબંધ કરે છે. માટે દુર્ગતિનો ભય નહીં રાખવાનો નિર્ભય બનીને, વિકાસયાત્રા ચાલુ રાખવાની. આપણને પરલોકનો ભય લાગે છે ને? ભય કર્મોનો લાગે છે ને? ના, સમ્યગ્દર્શન પ્રગટ થઈ ગયા પછી આત્માને દુર્ગતિમાં જવું પડતું નથી, એને સદ્ગતિની જ પ્રાપ્તિ થાય છે.
પરંતુ, પ્રગટ થયેલું સમ્યગદર્શન કાયમ ટકે જ, એવો નિયમ નથી ને? ક્યારેક એ દીવો બુઝાઈ પણ જાય!
જ્યાં સુધી આત્મામાં દુઃખી જીવો પ્રત્યે અનુકંપા છે, મોક્ષ ગમે છે, સંસાર પ્રત્યે વૈરાગ્યભાવ છે... જિનવચનો પ્રત્યે શ્રદ્ધા છે અને આંશિક રૂપે પણ શાન્તિ-સમતા છે, ત્યાં સુધી સમ્યગદર્શનો દીપક બુઝાયો નથી, એમ સમજવાનું. આ વાત ક્યારેક પ્રગટ ના પણ દેખાય... પરંતુ આધ્યાત્મિક દૃષ્ટિથી આત્મામાં હોય..'
દેવી, જિનવચનો ઉપરની શ્રદ્ધા તો એવી અવિચલ છે કે દેવલોકનો ઇન્દ્ર પણ મારી શ્રદ્ધાને વિચલિત નહીં કરી શકે. આચાર્યદેવ વિજયધર્મનો એ ઉપકાર છે, તેઓએ જ સાચી શ્રદ્ધાનાં બીજ આત્મામાં વાવી દીધાં છે. એ પરમ ઉપકારી મહાપુરુષના ઉપકારને હું ક્યારેય ભૂલી શકીશ નહીં...'
હે દેવ, આ શ્રદ્ધા રહેશે ત્યાં સુધી સમ્યગદર્શનનો દીપક બુઝાવાનો નથી... અને સમ્યગદર્શનનો ભાવ... આત્મવીર્યને ઉલ્લસિત કરનારો શ્રેષ્ઠ ભાવ છે... માટે જ તો આપે શ્રાવકધર્મ સ્વીકાર્યો અને એનું યથોચિત પાલન કરી રહ્યા છો. આત્મવીર્ય, આત્માને ઉલ્લાસ પ્રગટ્યા વિના શ્રાવકધર્મ અને સાધુધર્મનું પાલન થઈ શકતું નથી.”
સાધ્વીજી સુસંગતા કહેતાં હતાં કે મનનાં પરિણામોની ચંચળતા તો સાધુધર્મના સ્વીકાર પછી પણ રહે છે, પરંતુ એ ચંચળતા પર સાધુ સંયમ રાખી શકે છે, શ્રાવક પણ યથાશક્તિ સંયમ રાખી શકે છે. આ મન અને ઇન્દ્રિયો ઉપરનો સંયમ, એ જ ચારિત્ર છે. મન-વચન-કાયાના યોગની સ્થિરતા, એ જ ચારિત્ર.”
અત્યારે તો... આ અવસ્થામાં ચિત્તની ચંચળતા રહેવાની, છતાં આપનો મન પર કેટલો સંયમ છે! આપ એક સામ્રાજ્યના રાજા છો. આપની પાસે ક્યાં સુખ નથી? છતાં ભોગવી શકાય એવા પણ કેટલાં બધા વૈષયિક સુખોનો આપે સ્વેચ્છાપૂર્વક ત્યાગ કર્યો છે! સુખો હોવા છતાં, સુખોનો ત્યાગ કરવા માટે દઢ મનોબળ જોઈએ છે. આપનું મનોબળ ઘણું દઢ છે...”
અને તારું? મારા કરતાં પણ તારું મનોબળ ઘણું વધારે દઢ છે. મેં ઘણા પ્રસંગોમાં જોયું છે. ઘણાં પ્રલોભનોની સામે તું અડગ રહી છે...' શ્રી સમરાદિત્ય મહાકથા
૧૨૭
For Private And Personal Use Only
Page #290
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘એક પ્રલોભન પ્રબળ છે નાથ!'
મહારાજા મૌન રહ્યાં.
‘મને લાગે છે કે આપનું પ્રલોભન કદાચ નહીં છૂટે... બહારથી છૂટશે કદાચ... પણ હૃદયથી નહીં છૂટે. ભવોભવ તમે જ મને સ્વામી મળો... એવા વિચારો મને આવી જાય છે... અને પાછું એમ થાય છે કે ‘હે જીવ, તારે તો ત્રીજા ભવે મુક્તિ જોઈએ છે... તારે વીતરાગ બનવું છે... અને તું શાની ભવોભવની ઝંખના કરે છે?’ આ રીતે ભાવોનું યુદ્ધ ચાલ્યા કરે છે ભીતરમાં.'
‘એક સુધારો કર’
‘કેવો?’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘જ્યાં સુધી આપણી મુક્તિ ના થાય ત્યાં સુધી, આપણા બેનો જ સંબંધ થાઓ! સંસારમાં સાથે... મોક્ષમાં પણ સાથે. બરાબર ને?’
‘જ્યાં સુધી સૂક્ષ્મ પણ રાગ રહેશે આત્મામાં, સ્નેહનો પરિણામ રહેશે આત્મામાં, ત્યાં સુધી મુક્તિ નથી જ થવાની...'
‘મુક્તિનો રાગ તો રહેશે ને?’
‘એ રાગ જ વીતરાગ બનાવનારો છે!’
‘દેવી, એ તો બધું ભવિતવ્યતા પર નિર્ભર છે. જ્યારે મુક્તિ થવાની હશે ત્યારે થશે જ... અત્યારે શા માટે ચિંતા કરવી?
‘સાચી વાત છે આપની. હવે રાત પડી ગઈ છે... ગૃહમંદિરમાં આરતીનો સમય થઈ ગયો છે... પધારો, આપણે સાથે જ આજે પ્રભુની આરતી ઉતારીએ...’
૭
વહેલી સવારે રાજા-રાણી રથમાં બેસીને, નગરની બહાર ઉદ્યાનમાં ગયા. ઉદ્યાનની જે જગ્યા પર આચાર્યશ્રી વિજયધર્મ બિરાજ્યા હતા અને જે જગ્યા પર મહારાજામહારાણીએ ચારિત્રધર્મ અંગીકાર કર્યો હતો, એ જગ્યાની ધૂળ લઈ માથે મૂકી... ભાવપૂર્વક ગુરુદેવને વંદના કરી, પિતા-મુનિરાજને વંદના કરી, માતા-સાધ્વીને વંદના કી...
૧૨૦૮
ઉદ્યાનમાં એકાદ ઘટિકા વિતાવીને તેઓ નદીના કિનારે ગયાં. નદીનાં પૂર ઓસરી ગયાં હતાં... પાણીનો પ્રવાહ સાવ છીંછરો થઈ ગયો હતો... અતિ શાન્ત બની ગયો હતો. કિનારા પરનાં વૃક્ષો ડોલી રહ્યાં હતાં. પક્ષીઓ આનંદથી ઊડી રહ્યાં હતાં... રાજાએ રાણી તરફ જોયું. બંનેની દૃષ્ટિ મળી. રાજા બોલ્યા:
‘દેવી, આ એ જ વર્ષાકાળની ઉન્મત્ત નદી છે જે બે કાંઠે વહેતી હતી... કિનારો તોડી નાખતી હતી. બગીચાને જેણે ધમરોળી નાખ્યો હતો. અને આજે! ત્યારે લોકો આ નદીના રૌદ્ર રૂપથી ગભરાઈ ગયાં હતાં, આજે એ જ લોકો નદીના પ્રવાહમાં
ભાગ-૩ * ભવ આઠમો
For Private And Personal Use Only
Page #291
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વેચ્છાથી સ્નાન કરી રહ્યા છે. વસ્ત્રપ્રક્ષાલન કરી રહ્યા છે. સુખ અનુભવ કરી રહ્યાં છે!
એકની એક વસ્તુ છે. એ જ નદી છે. ત્યારે કેવી હતી? આજે કેવી છે. વસ્તુની અવસ્થા બદલાય એટલે, રાગ-દ્વેષ બદલાય છે. જેના પર રાગ હોય, એના પર દ્વેષ થાય, જેના પર દ્વેષ હોય, એના પર રાગ થાય... ખરેખર તો કોઈ પણ વસ્તુ પર રાગ દ્વેષ કરવા જેવા નથી.'
રાણી રનવતી સાંભળતી હતી. ગંભીરતાથી, નદીને જોતાં જોતાં ચિંતન કરતી હતી. એ મૌન રહી એટલે ગુણચંદ્ર રાજાએ પૂછયું: ‘દેવી, મારી વાત બરાબર ના લાગે?”
બરાબર જ છે વાત. હું એ જ વાતને વ્યાપકરૂપે વિચારતી હતી. વસ્તુની અવસ્થા મુજબ મનુષ્ય એને ચાહે છે કે ધિક્કારે છે. વસ્તુ એની એ હોય છે. નવી જૂની થાય છે, જૂની તૂટે છે ને નવી થાય છે... મનુષ્ય એ રીતે રાગ કે દ્વેષ કરતો
વ્યર્થ છે બધા રાગ-દ્વેષ. વ્યર્થ છે બધા પ્રેમ અને રોષ. વ્યર્થ છે બધી રતિ અને અરતિ. સાચ્ચે જ, આત્માના ચિંતનમાં જ ડૂબેલા રહેવું જોઈએ. રાજા-રાણી બંને વિરક્ત બન્યાં. રથમાં બેસીને, રાજા-રાણી મહેલમાં આવ્યાં,
નાનકડો વૃતિબળકુમાર જાગી ગયો હતો... તેણે રથમાંથી ઊતરતી માતાને જોઈ... તે દોડતો આવીને, રનવતીને વળગી પડ્યો કે રત્નપતીના હૃદયમાં પુત્રસ્નેહનો ઝરો ફૂટી નીકળ્યો. કુમારને ઊંચકીને, એના પર સ્નેહની ઝડી વરસાવી દીધી! કમારને લઈને, રત્નાવતીએ મહેલમાં પ્રવેશ કર્યો. મહારાજા ગુણચંદ્રના મુખ પર સ્મિત રમી ગયું... “કેવી પ્રબળ છે રાગ-દ્વેષની આ રમત...” તેઓ સ્વગત બોલ્યા અને પોતાના ખંડ તરફ ચાલ્યાં ગયાં. જ પ્રભાતિક કાર્યોથી પરવારી, તેઓ રાજસભામાં ગયા. રનવતી પણ સ્નાનાદિથી પરવારીને, કુમારને તૈયાર કરવામાં પડી.
૦ ૦ ૦ ધૃતિબળકુમાર ૧૦ વર્ષનો થયો.
મહારાજા મૈત્રીબળને અને મહારાણી પદ્માવતીને દીક્ષા લીધે ૧૦ વર્ષ થઈ ગયાં. ગુણચંદ્ર-રત્નાવતીનો સંસાર કોઈ જ વિઘ્ન વિના અને કોઈ જ ઉતાર-ચઢાવ વિના શાન્ત સરિતાની જેમ વહી રહ્યો હતો. પ્રજા સુખી હતી. રાજ્ય ધન-ધાન્યથી શ્રી સમરાદિત્ય મહાકથા
૧૨૭૯
For Private And Personal Use Only
Page #292
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પરિપૂર્ણ બન્યું હતું. રાજા ગુણચંદ્રનો યશ સોળે કળાએ ખીલ્યો હતો... ગુણચંદ્ર, વિદ્યાધર વાનમંતરને ભૂલી પણ ગયો હતો... પરંતુ વાનમંતર ગુણચંદ્રને ભૂલ્યો ન હતો. એ અવાર નવાર ગુણચંદ્રને મારવા વિચાર કરતો હતો... પરંતુ કોઈ ને કોઈ કાર્ય આવી જતું અને ગુણચંદ્રને મારવાનો વિચાર આગળ આગળ ઠેલાતો જતો હતો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાનમંતરે નિર્ણય કર્યો. ‘આજે હું ગુણચંદ્રને મારી નાખું તો જ મારા મનમાં શાન્તિ થશે... મને ધરપત થશે...' એ વૈતાઢ પર્વતથી નીકળ્યો... એ અવાર નવાર મલયાચલ પર ફરવા માટે જતો, મલયાચલ પર અનેક દુર્લભ ઔષધિઓ હતી. એ લેવા માટે પણ વાનમંતર જતો હતો. એ નીકળ્યો ત્યારે સંધ્યા થઈ ગઈ હતી. અયોધ્યાના આકાશમાં આવ્યો ત્યારે રાત્રિના અંધકારે અયોધ્યાને ઘેરી લીધું હતું.
વાનમંતર અદૃશ્ય બનીને, રાજમહેલમાં પ્રવેશ્યો.
મહારાજા ગુણચંદ્રના ખંડમાં પ્રવેશી ગયો, અને એક ખૂણામાં જઈને, ઊભો રહી ગયો... એણે જે દૃશ્ય જોયું... તેનાથી હતપ્રભ થઈ ગયો.
મહારાજા ગુણચંદ્ર એક સ્વચ્છ ભૂમિભાગ પર પદ્માસન લગાવીને, બેઠા હતા. એમની આંખો બંધ હતી... તેમના મુખ પર પ્રકાશ હતો. મસ્તકની ચારે બાજુ એક ઉજ્જ્વળ તેજોવલય હતું. મહારાજા શ્રી નવકારમંત્રના સ્મરણમાં લીન હતા... વાનમંતર જેવો વિદ્યાધર મહારાજાની પાસે જવામાં ગભરાયો... ‘આ મારો શત્રુ વધુ ને વધુ શક્તિશાળી બનતો જાય છે. મારે એને વહેલી તકે મારવો જોઈએ... પરંતુ અત્યારે એ અપ્રમત્તભાવે મંત્રસાધના કરી રહ્યો છે... એની રક્ષા શક્તિશાળી દેવો કરી રહ્યા છે... શું કરું?'
વાનમંતર વિચારમાં પડી ગયો... એની પાસે તલવાર હતી, 'આ તલવારનો એવી રીતે ઘા કરું... એનું મસ્તક જ ધડથી જુદું થઈ જાય... અહીંથી જ ઊભા ઊભા ધા કરું.’ તેણે છૂટી તલવાર ફેંકી... પરંતુ તલવાર ગુણચંદ્ર સુધી ના પહોંચી... એ તલવાર દોરડું બનીને ભૂમિ પર પડી ગઈ. વાનમંતર ગભરાયો... એ ચકિત થઈ ગયો... આ શું થયું? તલવારનું દોરડું બની ગયું. આને આ સ્થિતિમાં નહીં મારી શકાય... એ જ્યારે પ્રમાદમાં હશે ત્યારે મારીશ... પણ માર્યા વિના નહીં છોડું...'
વાનમંતર અદૃશ્ય થઈને ચાલ્યો ગયો.
૧૨૮૦
મહારાજા ગુણચંદ્ર તો ધ્યાનમાં લીન હતા. આ એમનો રોજનો ક્રમ હતો. પ્રતિદિન સંધ્યા પછી રાત્રિના પ્રથમ પ્રહરમાં, એ શ્રી નવકારમંત્રનું એકાગ્ર ચિત્તે સ્મરણ કરતા હતા. નવકારમંત્રના અધિષ્ઠાયક દેવો ત્યાં એમનું રક્ષણ કરતા હતા. એ વખતે કોઈ ભૂત-પિશાચ કે વ્યંતર દેવો ઉપદ્રવ ના કરી શકે. ડાકિની-શાકિની કે વ્યંતરી સતાવી ના શકે. આ મહામંત્ર નવકારનો પ્રભાવ હતો.
મહારાજાનો જાપ પૂર્ણ થયો.
ભાગ-૩ ૪ ભવ આઠમો
For Private And Personal Use Only
Page #293
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મહારાણી રત્નવતીએ મહારાજાના ખંડમાં પ્રવેશ કર્યો. ખંડમાં સુગંધ ફેલાયેલી હતી. મહારાજાના મુખ પર તેજ હતું. મહારાજાએ રત્નવતીને કહ્યું: ‘દેવી, આજે મહામંત્રના ધ્યાનમાં અપૂર્વ લીનતા પ્રાપ્ત થઈ. આજે મેં અરિહંત પરમાત્માનું સ્ફટિક રત્ન જેવા વર્ણમાં ધ્યાન કર્યું. સિદ્ધ ભગવંતોનું લાલ રંગમાં ધ્યાન કર્યું... આચાર્યદેવનું પીળા રંગમાં, ઉપાધ્યાયનું લીલા રંગમાં અને સાધુનું શ્યામ વર્ણમાં ધ્યાન કર્યું. પાંચે પરમેષ્ઠિના ધ્યાનમાં કોઈ વિક્ષેપ ના આવ્યો. એ ધ્યાન પૂર્ણ થયા પછી મેં મનને તીર્થંકર પરમાત્માના સમવસરણમાં સ્થિર કર્યું. બહુ મજા આવી!’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રત્નવતીએ કહ્યું: ‘બહુ સારું ધ્યાન લાગી ગયું આપને. આપનો આત્મા વધુ ને વધુ કર્મનિર્જરા કરી રહ્યો છે... આત્મભાવ વધુ ને વધુ નિર્મળ થઈ રહ્યો છે.’
‘દેવી, પરંતુ રાજ્યનાં કાર્યો તરફ મન ઉદાસ બનતું જાય છે. કર્તવ્યોનું પાલન કરું છું, છતાં ક્યારેક કર્તવ્ય પણ પળાતું નથી. એ તો સારું છે કે અયોધ્યાનું મંત્રીમંડળ અને સામંત રાજાઓ અનુકૂળ છે, રાજ્યને વફાદાર છે, એટલે વાંધો નથી આવતો... પરંતુ હું સમજું છું કે મારું મન નિવૃત્તિ તરફ વધારે દોડે છે!
મને આચાર્ય ગુરુદેવશ્રીની સ્મૃતિ થઈ આવે છે. પિતા મુનિરાજ અને માતા – સાધ્વીજીની સ્મૃતિ થઈ આવે છે... હું દિવસમાં અનેક વાર ભાવથી એમને વંદના કરું છું...
દેવી, ક્યારેક તો મને ગુરુદેવ એમની પાસે બોલાવતાં હોય, એવો ભાસ થાય છે... એ વખતે હું મારી ચારે બાજુ જોઉં છું... જો તેઓ આકાશમાર્ગે આવી જાય તો...!'
‘તેઓ પાસે આકાશગામિની લબ્ધિ છે?’ રત્નવતીએ પૂછ્યું.
‘હા તેઓ આકાશમાર્ગે ગમનાગમન કરે છે. મેં પ્રત્યક્ષ તેઓને આકાશમાર્ગે જતાં જોયા છે.'
‘દેવ, કદાચ આપના પુણ્યથી આકર્ષાઈને કે આપના પ્રત્યેની ભાવ-અનુકંપાથી પ્રેરાઈને, અહીં આવે... તો જરૂર મને કહેજો... હું પણ તેઓનાં દર્શન કરીને, ધન્ય બનીશ...’
શ્રી સમરાદિત્ય મહાકા
બીજો પ્રહર શરૂ થઈ ગયો હતો. સૂવાનો સમય થઈ ગયો હતો. રત્નવતીએ શયનખંડનાં દીપકોને ઝાંખા કર્યાં.
For Private And Personal Use Only
૧૨૮૧
Page #294
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક માત્ર ધૃતિબળકુમાર માટે વિરક્ત હૃદયનાં રાજા-રાણીને સંસારવાસમાં વર્ષો પસાર કરવા પડ્યાં. કુમાર અઢાર વર્ષનો થયો. સુશીલ અને સંસ્કારી યશકીર્તિ નામની રાજકન્યા સાથે લગ્ન કર્યા.
રાજા-રાણીએ ગૃહત્યાગ કરવાનો નિર્ણય કર્યો. કે રાજકુમારનો રાજ્યાભિષેક કર્યો. જ આચાર્યદેવ વિજયધર્મ ક્યાં બિરાજે છે; મંત્રીઓને મોકલીને તપાસ કરાવી.
જ આચાર્યદેવ એ સમયે કાશદેશની રાજધાની વારાણસીમાં બિરાજમાન હતાં, પાકા સમાચાર મળી ગયાં.
રાજા-રાણીએ વારાણસી જઈને, ચારિત્રધર્મ સ્વીકારવાનો નિર્ણય કર્યો.
પ્રધાનો, સામંત રાજાઓ, નગરશ્રેષ્ઠીઓ વગેરે સાથે રાજા-રાણીએ વારાણસી તરફ પ્રસ્થાન કર્યું. અયોધ્યાવાસીઓએ આંસુભીની આંખે એમનાં પ્રિય રાજા-રાણીને વિદાય આપી. સેનાપતિને રાજ્ય ભળાવીને, ધૃતિબળ રાજા અને યશકીર્તિ રાણી પણ સાથે જ ચાલ્યાં.
પંદર દિવસની યાત્રા કરીને, સહુ વારાણસી પહોંચ્યાં.
વારાણસીના બાહ્ય પ્રદેશમાં નંદન-ઉદ્યાનમાં આચાર્યદેવ બિરાજમાન હતાં. સહુ ત્યાં પહોંચ્યાં. ઉદ્યાનના એક ભાગમાં વાહનો મૂકીને, તેઓ આચાર્યદેવ જ્યાં હતાં, ત્યાં ગયાં. એ વખતે આચાર્યદેવ પર્ષદામાં ધર્મોપદેશ આપતાં હતાં. સહુ પર્ષદામાં બેસી ગયાં. આચાર્યદેવની દૃષ્ટિ સાથે રાજા ગુણચંદ્રની દૃષ્ટિ મળી, જ્ઞાની... અંતર્યામી ગુરુદેવે જાણી લીધું કે અયોધ્યાપતિ રાજા ગુણચંદ્ર સપરિવાર શા માટે આવ્યાં છે.
પર્ષદામાં કાશીનરેશ પણ સપરિવાર ધર્મોપદેશ સાંભળવા બેઠાં હતાં. ઉપદેશ પૂર્ણ થયો. કાશીનરેશ ઊભા થઈને, ગુરુદેવના ચરણસ્પર્શ કરવા નજીક આવ્યાં.
રાજન, અયોધ્યાપતિ રાજા ગુણચંદ્ર સપરિવાર અહીં આવ્યાં છે. ત્યાં રાજા ગુણચંદ્ર ગુરુદેવ પાસે આવીને પણ વંદના કરી. રત્નવતીએ પણ વંદના કરી. ગુરુદેવની સુખશાતા પૂછી. ગુરુદેવે, જાણવા છતાં સપ્રયોજન પૃચ્છા કરી:
રાજન, આટલે દૂર પરિવાર સાથે આવ્યાં છો. કોઈ ખાસ પ્રયોજન?”
૧૮૨
ભાગ-૩ ૪ ભવ આઠમાં
For Private And Personal Use Only
Page #295
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘ભગવંત, આપ અંતર્યામી છો... બધું જ જાણો છો... ગુરુદેવ, અમે બંને સંસાર પ્રત્યે વિરક્ત છીએ. ઘણાં વર્ષોથી ચારિત્રધર્મ સ્વીકારવાની અમારી ભાવના છે. કુમાર ધૃતિબળનો રાજ્યાભિષેક કરી, અમે આપની પાસે ચારિત્રધર્મ સ્વીકારવા આવ્યાં છીએ. ગુરુદેવ, જો અમારામાં યોગ્યતા જુઓ તો અમને આપનાં ચરણોમાં ચારિત્ર આપી... કૃપા કરો...’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘મહાનુભાવ, તમારી ભાવના ઉત્તમ છે. આ મનુષ્યજીવનને સફળ કરવાનો એકનો એક માર્ગ છે... વત્સ, તમે પણ પિતાનો જ માર્ગ ગ્રહણ કરવા તત્પર બન્યા છો... એ યોગ્ય જ છે. મહારાણીએ પણ સુયોગ્ય નિર્ણય કર્યો છે... પરંતુ...'
‘શું ગુરુદેવ? મહારાણી માટે બીજી કોઈ આજ્ઞા છે?’
‘ના, એ પણ ચારિત્રધર્મ લઈ શકશે. પરંતુ એનાં ગુરુણી સાધ્વી સુસંગતાએ એક મહિનાનું અનશન કરી, સદ્ગતિ પ્રાપ્ત કરી છે...’
રાજા-રાણી બંનેની આંખો ભીની થઈ ગઈ...'
‘રાજન, તેઓ પંડિતમૃત્યુ પામ્યાં છે. સમાધિમૃત્યુ પામીને, મૃત્યુને મહોત્સવ બનાવી ગયાં છે માટે શોક ના કરશો... એમને યાદ કરીને, એમના ઉપદેશને યાદ કરજો. તેઓ કહેતાં હતાં કે ગુણચંદ્ર અને રત્નવતી ચારિત્રધર્મનો સ્વીકાર કરશે
જ.'
‘ભગવંત, અમે એ માટે જ આવ્યાં છીએ...’
‘તમે શ્રેષ્ઠ નિર્ણય કર્યો છે.’
એ જ વખતે કાશીનરેશે, રાજા ગુણચંદ્રને પ્રણામ કરીને કહ્યું: ‘હે અયોધ્યાપતિ, મારી આ ધરતી ધન્ય બનશે, જ્યારે કાશી દેશની પ્રજાને જાણ થશે કે અર્યાધ્યાપતિ મહારાજા ગુણચંદ્ર સપરિવાર અહીં દીક્ષા લેવા પધાર્યા છે... ત્યારે પ્રજાના આનંદની સીમા નહીં રહે. હે રાજેશ્વર, મારા મહેલે પધારો. આપ આજે મારા અતિથિ બની, મને કૃતાર્થ કરો...'
રાજા ગુણચંદ્રે આચાર્યદેવની સામે જોયું. કાશીનરેશે કહ્યું: ‘ગુરુદેવ, દીક્ષા મહોત્સવ કરવાની મને અનુમતિ આપવા કૃપા કરો... એ રીતે દીક્ષાની અનુમોદના કરવાનો મને અવસર મળશે...’
ગુરુદેવે અનુમતિ આપી.
અયોધ્યાના રાજપરિવારને કાશીનરેશ પોતાની સાથે જ રાજમહેલમાં લઈ ગયાં. તેઓને ઊતરવા માટે એક સ્વતંત્ર મહેલ આપ્યો. તેઓને કોઈ જ તકલીફ ના પડે, તેની વ્યવસ્થા કરી. કાશીનરેશે ૨ાજા ગુણચંદ્રને અને રાણી રત્નવતીને પોતાની સાથે શ્રી સમરાદિત્ય મહાકા
૧૨૮૩
For Private And Personal Use Only
Page #296
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ મહેલમાં રાખ્યાં. કાશીનરેશની પટ્ટરાણી સુષમાદેવી સાથે રત્નવતીનો પરિચય થયો...
સ્નાનાદિથી નિવૃત્ત થઈ, સહુએ ભોજન કર્યું અને પછી લાંબી યાત્રાથી થાકેલાં સહુએ વિશ્રામ કર્યો.
ગુરુદેવની અનુમતિ લઈને, કાશીનરેશે વારાણસીમાં આઠ દિવસનો ભવ્ય મહોત્સવ આયોજિત કર્યો.
* ગુણચંદ્ર અને રત્નવતીએ પાર વિનાનું દાન આપ્યું.
* કાશીનરેશે જેલના દરવાજા ખોલાવી દીધાં.
* સર્વ મંદિરોમાં ઉત્સવ મંડાવ્યાં.
* સમગ્ર કાશી દેશનાં સર્વ નગરોમાં ઘોષણા કરાવી કે અયોધ્યાપતિ મહારાજા ગુણચંદ્ર અને મહારાણી રત્નવતી ચારિત્રધર્મ-દીક્ષા ગ્રહણ કરવા વારાણસીમાં ગુરુદેવ પાસે પધાર્યાં છે...'
‘રાજા-રાણી દીક્ષા લે છે? ગૃહવાસ ત્યજે છે? શા માટે?' હજારો લોકો રાજારાણીનાં દર્શન કરવા ઉમટ્યાં. બંનેને જોઈને, સ્તબ્ધ થઈ ગયાં... 'આ તો સાક્ષાત્ ઇન્દ્ર અને ઇન્દ્રાણી છે. શા માટે કઠોર સાધુજીવન લેતાં હશે?' અનેક પ્રશ્નો પ્રજા આપસમાં ચર્ચવા લાગી.
સ્વયં કાશીનરેશની પટ્ટરાણીને અતિ આશ્ચર્ય થયું. તેણે રત્નવતીને પૂછ્યું પણ
ખ.
‘શા માટે દીક્ષા લો છો? તમારે શી કમી છે? તમારી પાસે હજુ રૂપ છે, યૌવન છે, વૈભવ છે, સત્તા છે... મને સમજાતું નથી કે તમે શા માટે સાધુ-સાધ્વી બનવા તત્પર થયા છો. જોકે તમે અમારાં મહેમાન છો, તમને આવો પ્રશ્ન ના પૂછવો જોઈએ...’
રત્નવતીએ કહ્યું: ‘મહાદેવી, આ વાત સમજાઈ જશે, જ્યારે તત્ત્વદૃષ્ટિ, જ્ઞાનદૃષ્ટિ ખૂલી જશે. રૂપ, યૌવન વગેરેના ભરોસે ના રહેવાય... અને બીજી વાત છે ૫૨લોકની! દેવી, તમે વિચાર્યું છે ખરું કે મૃત્યુ પછી બીજી વાર જન્મ લેવો પડે છે!'
‘ના, ના મૃત્યુ પછીનો કોઈ જ વિચાર નથી કર્યો, પુનર્જન્મનો વિચાર નથી કર્યો...
‘એવી રીતે, તમે ધન, યૌવન વગેરેની ક્ષણિકતાનો વિચાર કર્યો છે? અકાળે વૃદ્ધાવસ્થા આવી શકે છે... જોતજોતામાં જીવન પૂરું થઈ જાય છે... સત્તા ચાલી જાય
૧૨૮૪
ભાગ-૩
ભવ આઠમો
For Private And Personal Use Only
Page #297
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. આ અંગે તમે એકાંતમાં આત્મસાક્ષીએ વિચારો. મહાદેવી, આ ચિંતન, મનન કરતાં કરતાં મોહ ઘટશે અને જ્ઞાનદૃષ્ટિ ખૂલશે.”
રાણી સુષમાદેવી ટગર ટગર રનવતીને જોતી રહી. રત્નપતીની વાતોએ એને વિચાર કરતા કરી દીધી. તેણે પૂછ્યું : ‘પરંતુ આ બધા પ્રશ્નોનું સમાધાન દીક્ષા લેવાથી થઈ જશે?”
હા, ચારિત્રધર્મના પાલનથી આ બધા પ્રશ્નોનું સમાધાન થઈ જશે!' કે ક્યારેય પણ ચાલ્યું ના જાય તેવું અક્ષય યવન મળશે. છેક્યારે પણ જન્મ-મૃત્યુનાં દુઃખો સહેવાં ના પડે તેવું જીવન મળશે. આ શાશ્વત સંપત્તિ મળશે.
કદી પણ નષ્ટ ના થાય તેવી આત્મસત્તા મળશે. સુષમાદેવીએ પૂછયું : “આવું બધું ક્યાં મળશે?”
એને “મોક્ષ' કહેવાય છે, મુક્તિ કહેવાય છે, નિર્વાણ પણ કહેવાય છે.... ત્યાં સર્વ કાળ માટે સુખ... સુખ ને સુખ હોય છે... ક્યારેય કોઈ વાતનું ત્યાં દુઃખ હતું નથી.'
સુષમા આજે અવનવી વાતો સાંભળતી હતી. તે રાણી હતી. રૂપ, યૌવન અને લાવણ્યની સ્વામિની હતી. સમગ્ર કાશીદેશનું એ સ્ત્રીરત્ન હતું. અલબત્ત એનામાં માનવીય ગુણો હતાં, પરંતુ ધર્મ અને અધ્યાત્મ સાથે એને નામ માત્રનો પણ સંબંધ ન હતો. રત્નાવતીએ ખૂબ પ્રેમથી કહ્યું:
મહાદેવી, ઉત્તમ સુખોની પ્રાપ્તિ ધર્મથી જ થાય છે. ઉત્તમ ધર્મ છે ચારિત્રધર્મ. દેવલોકનાં દિવ્ય સુખોની પ્રાપ્તિ પણ ધર્મથી જ થાય છે. અરે, દેવી! આજે તમને આ મહેલમાં જે સુખો મળ્યાં છે, તે પણ ધર્મના જ પ્રભાવથી મળ્યાં છે. હવે જો આ જીવનમાં તમે પાપોનો ત્યાગ નહીં કરો, અને ધર્મને જીવનમાં નહીં જીવો, તો ભવિષ્યના જન્મોમાં તમને સુખ નહીં મળે. સુખ વગરના અને દુઃખોમાં રિબાતા જીવોને તમે આ નગરમાં નથી જોતાં? એનું કારણ આ જ છે. એ લોકોએ ધર્મ નથી કરેલો...' મહારાણી, તમારી વાતો કંઈક સમજાય છે હવે!”
૦ ૦ ૦. મહોત્સવ ઊજવાઈ ગયો. છે દાન દેવાઈ ગયું.
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૨૮૫
For Private And Personal Use Only
Page #298
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીક્ષાનો શુભ દિવસ, શુભ મુહૂર્ત આવી ગયું. ક આચાર્યદેવ વિજયધર્મે રાજા ગુણચંદને અને રાણી રત્નપતીને ચારિત્રધર્મ આપી દીધો. આ બંને સાધુ-સાધ્વી બની ગયાં.
આચાર્યદેવ સાધુ સમુદાય સાથે વિહાર કરી ગયા. - આર્યા સુવ્રતા પણ સાધ્વી સમુદાય સાથે અન્યત્ર વિહાર કરી ગયાં, છે કાશીનરેશે ભવ્ય વિદાય આપી, પરંતુ તેમના મન પર આ દીક્ષા પ્રસંગે ગહન છાપ મૂકી હતી. એ દિવસથી તેમના મનમાં નવું જ ચિંતન, નવા જ વિચારો શરૂ ગયાં હતાં. “એક મહાન રાજા સ્વેચ્છાથી રાજ્યનો ત્યાગ કરી, સાધુ બની શકે છે...' આ વાતે કાશીનરેશના હૃદયમાં તોફાન પેદા કરી દીધું હતું. એવી જ સ્થિતિ મહારાણી સુષમાદેવીની થઈ હતી. તેના હૃદયમાં સાધ્વી રત્નપતીનું આગવું સ્થાન બની ગયું હતું. ત્રણ દિવસ સુધી રાજા-રાણી પ્રતિદિન સાધ્વીજીની પાછળ પાછળ રથમાં બેસીને ગયા. દર્શને વંદન કરી, એમને સત્સમાગમ કર્યો.
નૂતન ગુણચંદ્રમુનિએ ગુરુદેવનાં ચરણોમાં બેસીને, વિનયથી જ્ઞાનપ્રાપ્તિ કરવા માંડી. સંયમ-યોગોની આરાધના શીખવાં માંડી. અપ્રમત્તભાવે જ્ઞાન-ધ્યાનની આરાધનામાં લીન બન્યા.
બાર વર્ષ સુધી ગુરુકુળવાસમાં રહીને, તેમણે ઉત્કૃષ્ટ સંયમધર્મની આરાધના કરી. તેઓએ ધર્મગ્રંથોમાં એકાકી વિહારની અને ઉત્કૃષ્ટ કોટિની ચારિત્રધર્મની આરાધનાની વાતો સાંભળી. તેમને ઇચ્છા થઈ આવી. તેમણે ગુરુદેવને એક દિવસ વાત પણ કરી.
“ગુરુદેવ, આપ મારાં માટે યોગ્ય સમજો તો હું શરીર-સંલેખના અને કષાયસંખના કરું?”
વત્સ, તમે કરી શકો છો...” જો એ બે સંખનામાં સફળતા મળે, તો પછી એકાકી વિહાર કરી શકું?' કરી શકશો...'
ગુરુદેવ, ઘોર તપશ્ચર્યા કરીને મારે કર્મોની નિર્જરા કરવી છે. મારા આત્માને કર્મરહિત કરવો છે...”
‘તમે કરી શકશો. તમારું આત્મવીર્ય ઉલ્લસિત થયું છે. તમે ઉત્કૃષ્ટ સંયમજીવનની આરાધના કરી શકશો.”
ભાગ-૩ ભવ આઠમો
૧૮૬
For Private And Personal Use Only
Page #299
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુદેવની આજ્ઞા પામીને, તેમણે એવા શરીર-સંખના કરી કે તેમનું શરીર અસ્થિપિંજર જેવું બની ગયું. ત્યાર પછી ક્રોધ-માન-માયા અને લોભની સંલેખના કરી. તેઓ પ્રાય: અકષાયી બની ગયાં. છે ક્રોધનું નિમિત્ત મળવા છતાં ક્રોધ નથી કરતાં. -
માનનાં નિમિત્ત મળવા છતાં માન નથી કરતા. માયાનાં કારણો મળવા છતાં માયા નથી કરતા. લોભનું નિમિત્ત મળવા છતાં લોભ નથી કરતા. માત્ર આત્મામાં રમણતા કરે છે! મૌનપણે સાધનારત રહે છે.
એક દિવસ સાધ્વી રત્નાવતીએ, એમનાં ગુરુણીને વિનયથી કહ્યું: “હે ભગવતી, મારી ઇચ્છા હવે અનશન કરવાની છે. જો આપ આજ્ઞા આપો તો...'
સાધ્વી રનવતીએ બાર વર્ષ સુધી શ્રુતજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. સાથે સાથે વિવિધ તપશ્ચર્યા કરી હતી. અનશનની વાત તો દીક્ષાના દિવસથી એમના મનમાં રમતી હતી. કારણ કે ગુરુદેવે કહ્યું હતું – “સાધ્વી સુસંગતાએ એક મહિનાનું અનશન કરી, સદ્ગતિ પ્રાપ્ત કરી છે...” ત્યારથી એના મનમાં અનશન' રમતું હતું.
સાધ્વીજી સૂવ્રતાએ કહ્યું: “હ પુણ્યશાલિની, જેને અનશન કરવું હોય, તેમણે ગુરુદેવ આચાર્યદેવની અનુમતિ લેવી પડે અને એમની પાસે જ અનશન સ્વીકારવું પડે.'
એટલે તેઓ વિહાર કરીને, આચાર્યદેવ પાસે આવ્યાં. આચાર્યદેવને વંદના કરી, વિનયથી પૂછયું:
ગુરુદેવ, મારી ઇચ્છા અનશન કરવાની છે.” ગુરુદેવે આંખ બંધ કરી. રનવતીનું ભવિષ્ય જોયું. તેઓ આંખો ખોલીને કહ્યું: ‘તમે અનશન લઈ શકો છો.”
ક્યારથી? આઠ દિવસ પછી.' જેવી આપની આજ્ઞા.”
જોતજોતામાં આઠ દિવસ પસાર થઈ ગયા. સાધ્વી રત્નવતએ અમશન સ્વીકાર્યું... તેમને પણ એક મહિનામાં અનશન સિદ્ધ થયું. સમાધિમૃત્યુ થયું. દેવલોકમાં ઉત્પન્ન થયાં.
૦ ૦ ૦
શ્રી સમરાદિત્ય મહાકથા
૧ર૮૭
For Private And Personal Use Only
Page #300
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિરાજ ગુણચંદ્ર ગુરુદેવને પૂછ્યું : “ભગવંત, ભગવતી રત્નપતીએ માત્ર આત્મશુદ્ધિની ભાવનાથી અનશન કર્યું હતું?'
હા, તેણી આરાધક બનીને ગઈ...” ‘તેના મનમાં કોઈ જડ-ચેતન પદાર્થ પ્રત્યે આસક્તિ નથી રહી ગઈ ને?” રહી છે!' કઈ વસ્તુ પ્રત્યે?”
તારા પ્રત્યે. દેવલોકમાં એ તને મિત્ર દેવરૂપે મળશે... અને તારા આગામી છેલ્લા ભવમાં પુનઃ એ તારી પત્ની બનશે.. તારું નિર્વાણ થશે... એનો છેલ્લો આસક્તિ તંતુ તૂટી જશે.. એ સર્વ કર્મોનો નાશ કરી... તારી પાછળ જ મોક્ષને પ્રાપ્ત કરશે.'
પ્રભો, જો એના મનમાં આસક્તિ ના રહે તો તેની આ જ જન્મમાં મુક્તિ થાત ને?'
થઈ શકત, તેની આરાધના ઉત્કૃષ્ટ હતી...' તેની મારાં પ્રત્યેની રાગદશા દૂર ના થઈ...” અપ્રશસ્ત રાગદશા ન હતી, પરંતુ પ્રશસ્ત રાગ હતો.' “એટલે? અપ્રશસ્ત રાગ-દ્વેષ તો દુર્ગતિમાં લઈ જતાં હોય છે...' મુનિવર ગુણચંદ્ર ગંભીર વિચારમાં ડૂબી ગયા: “મારે મારી આત્મભૂમિમાંથી રાગદ્વેષનાં મૂળ ઊખેડી નાખવાં છે.' મનોમન તેમણે નિર્ણય કર્યો... અને એકાકી વિહારની પૂર્વભૂમિકા તૈયાર કરવા માંડી.
ગુરુદેવે ગુણચંદ્રમુનિને એકાકી વિહારની અનુમતિ આપી. તેમણે જિનકલ્પ'ની જેમ જ જીવન જીવવા માંડ્યું. તેમનું અપૂર્વ આત્મવીર્ય ઉલ્લસિત થયું હતું.
૧૨૮૮
ભાગ-૩ * ભવ આઠમો
For Private And Personal Use Only
Page #301
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
L9EUT
ક્યારેક તેઓ ત્રણ ત્રણ ઉપવાસ કરતાં. પારણે એક જ વાર ભોજન કરતા, ક્યારેક આઠ આઠ દિવસના ઉપવાસ કરતાં. ક્યારેક ઉપવાસના પારણે ઉપવાસ કરતાં. ભિક્ષા માટે જ તેઓ ગામ-નગરમાં જતાં. મોટા ભાગે જંગલમાં, શૂન્ય ઘરમાં, સ્મશાનમાં ધ્યાનસ્થ બનીને ઊભા રહેતાં. આત્માનંદની અનુભૂતિ કરતાં. આ રીતે મહિનાઓ વીત્યાં.
બીજી બાજુ, વાનમંતર વૈતાઢય પર્વત પરથી પરિભ્રમણ કરવા નીકળ્યો હતો.. તેને ખબર ન હતી કે રાજા ગુણચંદ્ર ગૃહત્યાગ કર્યો છે ને તેઓ સાધુ બની ગયાં છે! પરંતુ સંયોગવશ, જે કલ્યાણ ગામની બહાર એક જીર્ણમંદિરના પરિસરમાં ધ્યાનસ્થ ઊભા હતા... ત્યાં વાનમંતર કોઈ પ્રયોજનથી પહોંચ્યો... ને તેણે મુનિવેશમાં ગુણચંદ્રને જોયાં અને ઓળખ્યાં.. એના મનમાં તીવ્ર ષ ઉત્પન્ન થયો.
અહીં આ રાજા એકલો જ છે, શસ્ત્રરહિત છે. તેને અહીં હમણમાં જ મારી નાખું. આકાશમાંથી એના પર એક મોટી પથ્થરશિલા નાખું. વજ પ્રહારથી જેમ પર્વતના ફુરચા ઉડી જાય તેમ એનાં અંગોપાંગના ભુક્કા થઈ જશે. એ મરશે.. હું કૃતાર્થ થઈશ. મારી વિદ્યાશક્તિઓ સફળ થશે!'
તે પાસેના પહાડ પર ગયો. એક મોટી શિલા તેણે વિદ્યાશક્તિથી ઉપાડી.... આકાશમાર્ગે તે મુનિરાજની ઉપરના ભાગમાં આવ્યો. અને મુનિરાજનું નિશાન લઈ એણે શિલાને પછાડી. શિલા મુનિરાજ પર પડી. મુનિરાજ ઢીંચણ સુધી જમીનમાં ઊતરી ગયાં. શરીરને ઘણી પીડા થઈ, પરંતુ મુનિરાજના આંતરિક ભાવો એના એ જ રહ્યા! જરાય દ્વેષ ન થયો. “કોણે મારા પર શિલા ફેંકી?' આ જિજ્ઞાસા પણ પ્રગટ ના થઈ. આંખો ખોલીને આસપાસ કે ઉપર જોયું પણ નહીં. તેઓ એ જ મુદ્રામાં ઊભાં રહ્યાં. અપૂર્વ સહનશક્તિથી, એમણે સમતાભાવે શારીરિક પીડા સહન કરી.
વાનમંતરે નીચે ઊતરી આવીને, દૂરથી મુનિરાજને જોયાં. મુનિરાજને જીવતાં જોઈને, એ અતિ ક્રોધે ભરાયો. તેના મનમાં અતિ ઉગ્ર વિચારો આવ્યાં ‘આ કેવો છે? આવી શિલા એના પર પડી, છતાં એ મર્યો નહીં! એની જીવનશક્તિ ઘણી પ્રબળ છે... મહાપાપી છે... એ આંખો ખોલીને, મારી તરફ જોતો પણ નથી. મારી ઉપેક્ષા કરે છે... ખેર, આજે હું એને છોડવાનો નથી. હજુ મોટી શિલા ઉપાડી લાવું અને દુષ્ટ પર ફેંકી, એને મારી નાખું..” શ્રી સમરાદિત્ય મહાકથા
૧૨૮૯
For Private And Personal Use Only
Page #302
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુનઃ એ પર્વત પર ગયો. એક મોટી શિલા એણે ઉપાડી. આકાશમાર્ગે મુનિરાજની ઉપર આકાશમાં આવ્યો. મુનિરાજનું નિશાન લઈ વિશાળ શિલા પટકી દીધી.. શિલા મુનિરાજ ઉપર પડી.. ભયંકર ધબાકો થયો... પરંતુ મુનિરાજ મૃત્યુ ના પામ્યાં... મૂચ્છિત થઈ ગયાં. પરંતુ ત્યાંથી પસાર થતો, એક કઠિયાર લાકડાના ભારા સાથે નીચે પછડાઈ ગયો. ને બેહોશ થઈ ગયો.
મુનિરાજની મૂચ્છ દૂર થઈ. તેઓ પુનઃ ધ્યાનલીન બની ગયાં. વાનમંતરને લાગ્યું કે મુનિ મરી ગયાં. પરંતુ નજીક આવીને જ્યારે જોયું ત્યારે મુનિને જીવતાં જોયા! એ નિરાશ થઈ ગયો... “શું કરું? આનું આયુષ્ય અતિ પ્રબળ છે. હું આને મારી નહીં શકું. મારું શસ્ત્ર આના પર કોઈ કામ નથી કરતું.... આવી ભયંકર પથ્થરશિલાઓ પણ એ સહન કરી શકે છે!
ખેર, ભલે એ જીવે, પણ હું એને હેરાન પરેશાન કરી નાખીશ... “આ સાધુતા માત્ર દંભ છે, ધૂર્તતા છે.” એમ પ્રજાને સમજાવીને, પ્રજા દ્વારા એના પર જુલમ વરસાવીશ...
આના પર ચોરીનો આરોપ આવે એમ કરું, નગરરક્ષકો એને ચોર સમજીને મારે. પછી શૂળી પર ચઢાવે... બસ, આ જ ઉપાય બરાબર છે.'
વાનમંતર અદૃશ્ય થઈ ગયો. કલ્યાણ ગામના એક શ્રીમંતના ઘરમાં પ્રવેશ્યો.
રાત્રિનો સમય હતો. ઘરમાં બધા નિદ્રાધીન હતાં. વાનમંતરે ઘરમાંથી લાખો રૂપિયાનું ઝવેરાત ઉપાડ્યું. વિદ્યાશક્તિથી તેણે ઘરના માણસોને ઊંઘાડી દીધાં હતાં. ઝવેરાત લઈને, એ ગામની બહાર આવ્યો. મુનિરાજની પાસે જ એક ગીચ ઝાડી હતી. એ ઝાડીમાં એણે ઝવેરાત મૂકી દીધું.
જ્યારે પ્રભાત થયું. પેલા શ્રીમંતને ખબર પડી કે એના ઘરમાં ચોરી થઈ છે... એ દોડ્યો નગરરક્ષકોના અધિકારી પાસે. ફરિયાદ કરી. નગરરક્ષકોએ ચોરની શોધ કરવાં લાગ્યાં. વાનમંતર પેલા અધિકારી પાસે પહોંચ્યો. ‘તમે ચોરને શોધો છો ને?” ‘હા, લાખો રૂપિયાની કિંમતનું ઝવેરાત ચોરાયું છે...”
હું જાણું છું એ ચોર ને?' અધિકારી પોતાની જગ્યાથી ઊભો થઈ ગયો ને વાનમંતરને પકડ્યો...
તું જાણે છે ચોર ને? તો ચાલ મારી સાથે, મને બતાવ!'
પહેલી દૃષ્ટિએ તમે નહીં માની શકો કે એ ચોર છે! એ સાધુના વેશમાં છે. એણ તપસ્વી હોવાનો દંભ કર્યો છે.. ચાલો, હું એને બતાવું...'
ભાગ-૩ ભવ આઠમો
૧૨E0
For Private And Personal Use Only
Page #303
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાનમંતર અધિકારીને અને બીજા સૈનિકોને લઈને, જ્યાં મુનિરાજ ઊભાં હતાં, ત્યાં આવ્યો. મુનિરાજ સામે આંગળી ચીંધીને, એણે કહ્યું: ‘ત્યાં ખૂણામાં જ ઊભો છે, એ ચોર છે...”
પરત એ ચોર જ છે, એનો નિર્ણય કરવો કેવી રીતે? એણે આસપાસમાં ક્યાંક ઝવેરાત છુપાવ્યું હશે, તમે તપાસ કરો..”
સૈનિકો સાથે અધિકારી મુનિરાજની પાસે ગયો. તેણે મુનિરાજને જોયા” ને કરી ગયો! ‘અહો, કેવી પ્રસન્ન મુદ્રા છે? કે તપસ્વી છે, ને તેજસ્વી દેહ છે? કેવું સ્થિર મનથી ધ્યાન કરે છે! આ પુરુષ ચોરીનું કાર્ય કરે ખરા? ન જ કરે.
અધિકારી એક વાર તો નિર્ણય કરી બેઠો કે “આ પુરુષ ચોરી ના જ કરે. પરંતુ એક સૈનિકે કહ્યું: ‘કપટી માણસને બધા જ વેશ ભજવતાં આવડે. આપણે આ માણસને સજા કરવા પહેલાં, ચોરીનો માલ શોધીએ? તેઓ આસપાસ શોધવા લાગ્યાં. વારમંતર દૂર ઊભો જ હતો, તેણે પેલી ઝાડી તરફ ઇશારો કર્યો. ઝાડીમાંથી ઝવેરાત મળી આવ્યું! સૈનિકો ઝવેરાત લઈને, અધિકારી પાસે આવ્યા. ઝવેરાત અધિકારી સામે મૂકીને બોલ્યા: “સાચે જ આ ચોર છે. તેણે ઝાડીમાં ચોરીનો માલ સંતાડેલો... અમે લઈ આવ્યાં. ” અધિકારી મુનિરાજ પાસે ગયાં. તેમને પૂછ્યું:
તું કોણ છે? સાચું બોલ, આ ચોરી તે કરેલી છે ને?
મુનિરાજ તો ધર્મધ્યાનમાં લીન હતાં. તેમણે અધિકારીને જોયો ન હતો કે એના પ્રશ્નને સાભળ્યો પણ ન હતો,
અધિકારીને મુનિનો ઉત્તર ના મળ્યો. એ ક્રોધે ભરાયો. એણે મુનિરાજના મુખ પર જોરથી મુક્કો માર્યો... છતાં મુનિરાજ મૌન રહ્યાં... બીજા સૈનિકે મુનિરાજ પર લાત ઝીંકી દીધી... છતાં મુનિરાજ શાંત રહ્યા.
વાનમંતર દૂર ઊભો ઊભો, મુનિરાજની થતી કદર્થના જોઈને, ખૂબ ખુશ થતો હતો. તેણે રૌદ્રધ્યાનના કારણે સાતમી નરકનું આયુષ્યકર્મ બાંધી લીધું.
અધિકારીએ સૈનિકોને કહ્યું: ‘તમે અહીં ઊભા રહો, આ ચોર અહીંથી ભાગી ના જાય. હું મહારાજાને જઈને નિવેદન કરું છું. તેઓને અહીં જ લઈ આવું છું.”
સૈનિકો મુનિરાજને ઘેરીને, ઊભા રહી ગયાં. અધિકારી મહારાજા (એ નગરના) વિશ્વક્સેન પાસે ગયો ને બધી વાત કરી. ‘હવે આપ જ ત્યાં પધારો અને યોગ્ય લાગે તે કરો... અમે ઘણું પૂછયું પણ તે જવાબ ન આપતાં નથી...”
રાજા તરત જ ઘોડા પર બેઠો અને મુનિરાજ પાસે આવ્યો. તેણે મુનિરાજને જોયા, જોતાં જ ઓળખી લીધા. શ્રી સમરાદિત્ય મહાકથા
૧૨:૧
For Private And Personal Use Only
Page #304
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અરે, આ તો મહાત્મા ગુણચંદ્ર મહામુનિ છે! રાજા મુનિરાજનાં ચરણોમાં પડી ગયો. રાજાએ ત્યાં ઊભેલા નગરરક્ષકોને અને અધિકારીને પૂછ્યું:
‘તમે આ ભગવંત સાથે કોઈ પ્રતિકૂળ-અનુચિત વર્તન નથી કર્યું ને? આ તો અમારાં સ્વામી ગુણચંદ્ર મહારાજા છે, અયોધ્યાપતિ મહારાજા ગુણચંદ્ર, સંસાર પ્રત્યે વિરક્ત બની, તેઓ સાધુ બન્યાં... ત્યાર પછી ઉગ્ર કોટિની સાધના કરવા તેઓ સિંહની જેમ એકાકી વિચરે છે. તમે લોકોએ તેમને સતાવ્યા નથી ને? આપણું સદ્ભાગ્ય છે કે તેઓ અહીં પધાર્યા છે... આપણને તેમનાં દુર્લભ દર્શન થયાં છે!”
અધિકારીએ કહ્યું: “મહારાજા, અમે અજ્ઞાની છીએ. અમે આ મહાપુરુષને ઓળખ્યા નહીં.. અને તેમની સાથે અમે અયોગ્ય વ્યવહાર કર્યો છે... અમે તે મહાપુરુષ પાસે ક્ષમા માગીએ છીએ..' અધિકારી અને બધા સૈનિકો મુનિરાજનાં ચરણોમાં મસ્તક મૂકી, ગદ્ગદ સ્વરે ક્ષમાયાચના કરવા લાગ્યાં. રાજાએ પૂછ્યું: “તમને કોણે કહ્યું કે આ ચોર છે...?”
રાજાનો પ્રશ્ન સાંભળીને, વાનમંતર ગભરાયો. તરત જ અદૃશ્ય બની, ભાગી ગયો.
અધિકારીએ કહ્યું: “એ અહીં જ છે. અમે એને આપની પાસે લાવીએ.” અધિકારીએ અને સૈનિકોએ ઘણો શોધ્યો વાનમંતરને, પણ એ ક્યાંથી મળે?”
મહારાજા, હમણાં જ અમે એને જોયો હતો, અત્યારે દેખાતો નથી...”
જો એ દેખાતો નથી, તો જરૂર એ કોઈ દેવીશક્તિ હશે જરૂર આ મહાત્મા પર ઉપસર્ગ કરી ગયો... ખેર, જવા દો, એ અધમ દેવને હવે તમે સર્વપ્રથમ રાજમહેલમાં જાઓ. પરિવારને સમાચાર આપો અને પ્રજાજનોને કહો કે ઉત્તમ વ્રતમાં રહેલા, મૂર્તિમંતા ધર્મરાજ, જેમનાં દર્શન માત્રથી પાપ ધોવાઈ જાય... જેમનાં દર્શનથી પરમ શાન્તિ પ્રાપ્ત થાય.. એવા આપણા મોટા સ્વામી ભગવંત ગુણચંદ્ર મહામુનિ, અહીં પધાર્યા છે. માટે સહુ અહીં આવીને, તેમને વંદના કરો. તમારું અવશ્ય આત્મકલ્યાણ થશે.'
રાજા વિશ્વક્સન તો ત્યાં જ, ધ્યાનસ્થ મુનિવરના સામે પદ્માસને બેસી ગયાં રાજાને મહાત્મા ગુણચંદ્ર ઉપર, જ્યારે તેઓ અયોધ્યાના રાજા હતાં, ત્યારથી સ્નેહ હતો. તે અયોધ્યાપતિના આજ્ઞાંકિત રાજા હતાં..
૦ ૦ ૦ ભવ્ય આડંબર સાથે રાજપરિવાર અને પ્રજાજનો મુનિરાજને વંદન કરવા આવ્યાં. સહુએ વંદના કરી. રાજા વિશ્વક્સને મુનિરાજના ગુણોની સ્તવના કરી. રાણીઓ,
૧૯૨
ભાગ-૩ ૪ ભવ આઠમાં
For Private And Personal Use Only
Page #305
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુમારો અને પ્રજાજનો મુનિરાજને જોઈને, વિસ્મય પામ્યા... એમનો પરિચય પામીને સહુ ગદ્ગદ થઈ ગયાં...
મુનિરાજ ધ્યાનસ્થ હતાં. મૌન હતાં...
ત્યાં પેલો મૂર્છિત થઈ ગયેલો કઠિયારો, એની મૂર્છા દૂર થઈ... એણે મહારાજાને જોયા... હજારો પ્રજાજનોને મુનિરાજ સામે નતમસ્તકે ઊભેલા જોયાં. તેણે રાજા પાસે આવીને કહ્યું: ‘હું લાકડાનો ભારો માથે મૂકીને, અહીંથી પસાર થતો હતો ત્યારે આકાશમાંથી કોઈ ભયંકર માણસે આ મુનિરાજ પર આ પથ્થરશિલા પટકી... તો પણ આ મહાસત્ત્વશીલ મહાત્મા આ જગ્યાથી ખસ્યા નહીં... શિલા પડવાના તીવ્ર અવાજથી, હું માર્ગ પર જ પડી ગયો... મૂચ્છિત થઈ ગયો... પછી શું બન્યું, તે હું જાણતો નથી... પરંતુ પછી આ બીજી શિલા પણ એ જ દુષ્યે આકાશમાંથી મુનિરાજ ઉપર નાખી લાગે છે...’
આ વાત સાંભળીને, રાણીઓના મુખમાંથી સિસકારા નીકળી ગયા... એમની આંખો ભીની થઈ ગઈ... રાજા પણ ઉદ્વિગ્ન થઈ ગયો. તેના મુખ પર શોક છવાઈ ગયો. રાજાએ કહ્યું:
‘અહો, ક્ષુદ્ર જીવોની કેવી દુષ્ટતા? આ મહાત્માએ કેવું ભયાનક દુઃખ અનુભવ્યું હશે, જ્યારે એમના ઉપર આ તોતિંગ શિલા પડી હશે? એ દેવ કે દાનવ કેવો વિવેકશૂન્ય હશે? કેવી હશે એની અધમતા કે નિર્દયતા? જરૂર એ દુષ્ટ દાનવ ગુણદ્વેષી હોવો જોઈએ. કેવું ઘોર પાપકર્મ એણે કર્યું? આવા સર્વસંગના ત્યાગી, સમભાવમાં વર્તનારા, પરોપકાર-પરાયણ, મમતારહિત બની અપ્રમત્ત જીવન જીવનારા, આવા ભગવંત ઉપર એણે ઘોર ઉપસર્ગ કર્યો? પરંતુ મોહાંધ જીવો માટે કોઈ અકાર્ય હોતું નથી...'
રાજા વિશ્વક્સેન અતિ વ્યાકુળ બની, રુદન કરવા લાગ્યાં ત્યારે મહામુનિએ પોતાનું ધ્યાન પૂર્ણ કર્યું. તેઓ પાસેની શિલા પર બેઠા... તેમણે રાજાને કહ્યું :
‘રાજન, શોક ના કરો. જે કંઈ બન્યું છે તે મારાં જ પૂર્વજન્મમાં કરેલાં દુષ્કર્મનું ફળ છે. અને, આ તો કેટલું મામૂલી દુઃખ કહેવાય? અનાદિકાલીન કર્મબંધનમાં જકડાયેલા જીવો માટે આ સંસાર દુઃખમય જ છે.
સંસારના અનંત અનંત જીવો સ્વકૃત કર્મબંધના કારણે વિચિત્ર શારીરિક અને માનસિક દુઃખો ભોગવતા ચાર ગતિમાં ભટકી રહ્યાં છે. જન્મ... જરા... મૃત્યુ... રોગ... શોક વગેરે અસંખ્ય પ્રકારનાં દુ:ખો ભોગવી રહ્યાં છે. પ્રિયજનનો વિયોગ અપ્રિયજનનો સંયોગ... અપમાન... ત્રાસ વગેરે દુઃખોનો પાર નથી, આ સંસારમાં...
શ્રી સમરાદિત્ય મહાકા
૧૨૯૩
For Private And Personal Use Only
Page #306
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માટે પુરુષો સંસાર પ્રત્યે વિરક્ત બની ધર્મ-કલ્પવૃક્ષની છાયામાં પહોંચી જાય છે.
પરંતુ જેઓ મૂઢ પુરુષ હોય છે, તેઓને ધર્મનું કલ્પવૃક્ષ દેખાતું જ નથી. તેઓ પોતાના સ્વાર્થને સાધવા માટે, આ નીચ પુરુષોની સેવા કરે છે.
જુદા જુદા વેશ ભજવે છે. જ ભયંકર યુદ્ધ કરે છે. ક બંધુઓનો ઘાત કરે છે. છે મિત્રોનો વિશ્વાસઘાત કરે છે.
પોતાની વૈષયિક તૃષ્ણાઓને સંતોષવા, તેઓ કયું અકાર્ય નથી કરતાં? વારંવાર કરે છે અકાર્યો! છતાં અકાર્યો-પાપાચરણ કરવાથી એમને ગમતાં ભોગસુખોની પ્રાપ્તિ થાય જ છે, એવો નિયમ નથી. પાપકર્મના ઉદયો એમને પ્રિય વસ્તુઓની પ્રાપ્તિ નથી થવા દેતાં.. વીજળીના ઝબુકા જેવું જીવન જાણવાં છતાં મૂઢ જીવો એવી રીતે જીવે છે કે જાણે તેઓ અજરામર હોય! અનેક જાતનાં પાપકર્મો કરીને, એનાં કડવાં ફળ ભોગવતા સંસારમાં ભટકે છે અને આ સંસાર દુઃખરૂપ છે, દુઃખફલક છે અને દુઃખોની જ પરંપરાવાળો છે. નરકમાં ભયંકર દુઃખો આપણા જીવે કેવા ભોગવ્યાં છે, તે તમે જાણો છો રાજન? આપણા જીવે નરકમાં એક વાર નહીં, અનંત વાર નરકમાં દુઃખો સહ્યાં છે!
છે અસંખ્ય વર્ષો સુધી નરકમાં જીવ વજશિલા, પશિલા, વગેરે પર અફળાયા કરે છે, ભેદાયા કરે છે.
નરકનાં મોટાં હાંડાઓમાં, કુંભમાં અને કડાવામાં તીવ્ર અગ્નિમાં જીવ શકાય છે, રંધાય છે.
યંત્રોમાં કરવતથી, તીક્ષ્ણ શસ્ત્રોથી કપાય છે, છેદાય છે. ક અતિ ભયંકર વજમુખવાળાં જાનવરો જીવને ખાઈ જાય છે... છતાં જીવ મરતો નથી.
જીવની આંખો ફોડી નાખી, તેને પશુરૂપે બનાવી, ગાડામાં જોડી દોડાવાય છે.
નરકના પરમાધામીઓ જીવના ઝીણા ટુકડાઓ કરી દશે દિશાઓમાં ફેંકે છે. જીવ ત્યાં તરફડે છે.
છેજીભ ખેંચી કાઢીને બોલવા માટે ત્રાસ આપે છે. પ્રાણ કંઠે આવી જતા હોય
૧૨૯૪
ભાગ-૩ * ભવ આઠમો
For Private And Personal Use Only
Page #307
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
* તલવાર, ચક્ર વગેરે શસ્ત્રોથી શરીર ભેદે છે, પછી ગીધડાંઓ તીક્ષ્ણ ચાંચો મારીને... છેદી છેદીને શરીરના ટુકડાઓ ઉછાળે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* કાંટાળા વૃક્ષો સાથે બાથ ભિડાવે છે, આગમાં સળગાવે છે.
* હિંસક પશુઓ ક્રૂરતાથી જીવ પર તૂટી પડે છે... ને જીવના શરીરને ખાઈ જાય છે.
* પોતાનાં જ શરીરનું માંસ કાપીને તેને ખવડાવવામાં આવે છે.
ૐ ત્યાં તપેલું સીસું, મુખ ફાડીને પિવડાવવામાં આવે છે.
રાજન, આ છે નરકની ઘોર યાતનાઓ... હવે એવો ધર્મપુરુષાર્થ કરો કે નરકતિર્યંચ ગતિમાં જવું ના પડે.’
રાજા વિશ્વક્સેને કહ્યુંઃ ‘હે ભગવંત, આપે તો આ જીવન સફળ કર્યું છે. કરવા યોગ્ય કાર્યનો દૃઢ નિર્ણય કર્યો છે. આત્માને સ્થિર અને ધીર કર્યો છે. આંતરશત્રુઓ ઉપર વિજય મેળવ્યો છે. પ્રમાદનો ત્યાગ કર્યો છે. જ્ઞાન-ધ્યાન અને તપ-ત્યાગ કરીને, ભવવનને આપ ઓળંગી ગયા છો... લગભગ મોક્ષ પામી જ ગયા છો... તેથી આપને, આપના ઉપર થયેલા ઉપસર્ગથી શોક ના થાય, એ બરાબર છે, પરંતુ એ ઉપસર્ગ કરનાર અધમ આત્મા તો તિરસ્કાર યોગ્ય જ છે...’
મહામુનિએ કહ્યું: ‘રાજન, શા માટે બીજા જીવોનો વિચાર કરો છો? ના કરો પરચિંતા, તમે તમારા આત્માની જ વિચારણા કરો...'
રાજા વિશ્વક્સેને અને એની રાણીઓ વિરક્ત બની... રાજાએ પૂછ્યું: ‘ભગવંત, આપના ઉપદેશથી અમે વિરક્ત બન્યાં છીએ... સર્વ સંગનો ત્યાગ કરી, ચારિત્રધર્મનો સ્વીકાર કરવાની, અમારી ભાવના તીવ્ર બની છે. આપ આજ્ઞા કરો કે કોની પાસે જઈને, ચારિત્રધર્મ અંગીકાર કરીએ?’
મહામુનિએ કહ્યું: ‘વિજયધર્મ આચાર્યદેવ પાસે જાઓ...’
તેઓ ગયા, ચારિત્ર ગ્રહણ કરી, જીવન સફળ કર્યું.
શ્રી સમરાદિત્ય મહાકથા
વાનમંત્તર વિદ્યાધર!
તેનું આયુષ્ય પૂર્ણ થવાની તૈયારીમાં હતું.
એના શરીરમાં તીવ્ર રોગો પેદા થયા. તેની પાંચે ઇન્દ્રિયો નકામી થઈ ગઈ. અતિશય આક્રંદ કરવા માંડ્યો, લગભગ મૂઢ-ગાંડો થઈ ગયો. પોતાના શરીર પર વિષ્ટાનો લેપ કરવા લાગ્યો. કાંટાળી શય્યા પર સૂવા લાગ્યો... અને એ રીતે મરણને શરણ થયો. મરીને સાતમી નરકમાં ઉત્પન્ન થયો...
For Private And Personal Use Only
૧૨૯૫
Page #308
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુણચંદ્ર મહામુનિએ,
ઉત્તમ સંયમધર્મનું પાલન કર્યું. ભાવ-લેખના કરી, કર્મોની ઘણી નિર્જરા કરી. - અનિત્યાદિ બાર ભાવનાઓથી આત્માને ભાવિત કર્યો.
મિત્રી આદિ ચાર ભાવનાઓ આત્મસાત કરી. આ સર્વ જીવો સાથે ક્ષમાપના કરી. નિર્જન ભૂમિ પર ગયા.
વીતરાગ પરમાત્માઓને વંદના કરી. ક ટપાટપીપગમન' નામનું અનશન કર્યું. છે. કોઈ પણ દોષ ના લાગે, એ રીતે અનશન વ્રતનું પાલન કર્યું.
મુનિવૃન્દ એમનાં ચરણે વંદના કરે છે. * પ્રજાજનો એમની ભાવપૂજા કરે છે.
દેવલોકની અપ્સરાઓ નીચે ઊતરી આવી, મુનિવરની આસપાસ નંદનવન રચી, ગીત-ગાન ને નૃત્ય કરે છે. આ દેવી-દેવેન્દ્રો નીચે ઊતરી આવે છે. ને તેમની ભાવપૂર્વક સ્તવના કરે છે.
એક દિવસ એમનો પાર્થિવ દેહ છૂટી ગયો. એ એમનો આત્મા “સર્વાર્થસિદ્ધિ' નામના દેવલોકમાં ચાલ્યો ગયો... ૩૩ સાગરોપમ વર્ષો સુધી ત્યાં સુખો ભોગવશે.
૧૬
ભાગ-૩ + ભવ આઠમો
For Private And Personal Use Only
Page #309
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શમણાદિત્પા-મહાકથા
ભવ : નવમો
સમરાદિત્ય (રાજા)
ગિરિસેન (ચંડાળ)
For Private And Personal Use Only
Page #310
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘ભવિષ્હ સૂરિ’
ધનવાન બન્યાં પછી લલ્લિગ શ્રાવક, ગુરુદેવશ્રી હરિભદ્રસૂરીશ્વરજીને એક દિવસે કહ્યું: ‘ગુરુદેવ, મને કોઈ શ્રેષ્ઠ સુકૃત બતાવો.'
‘મહાનુભાવ! તું શ્રુતભક્તિ અને ગુરુભક્તિનું શ્રેષ્ઠ સુકૃત કરે જ
છે!'
‘ગુરુદેવ, એ તો મારું કર્તવ્ય છે...’
‘તો ભાગ્યશાળી, તું દીનહીન અને યાચકોને અનુકંપાદાન આપ. પર-ઉપકાર એ શ્રેષ્ઠ સુકૃત છે.’
લલ્લિગ શ્રાવકનું ચિત્ત ઉલ્લસિત થયું.
પ્રતિદિન, જ્યારે ગુરુદેવ આહાર વાપરવા બેસતાં ત્યારે ઉપાશ્રયના ઓટલા પર ઊભો રહી, લલ્લિગ શ્રાવક શંખ વગાડતો. યાચકો ત્યાં ભેગા થતાં, લલિંગ શ્રાવક તેમને ભોજન આપો. ભોજન કરીને યાચકો ગુરુદેવ હરિભદ્રસૂરિજીને વંદન કરતાં, ગુરુદેવ તે યાચકોને આશીર્વાદ આપતા કે - 'તમારો ભવ-વિરહ થાઓ!
પાચકો કહેતા – ‘ઘણું જીવો ભવવિરહસૂરિ!'
આ કારણે હરિભદ્રસૂરિજીનું બીજું નામ ‘ભવિરહસૂરિ' પ્રસિદ્ધ થયું હતું.
‘ભવિરહ‘ શબ્દ હરિભદ્રસૂરિજીનો પ્રિય શબ્દ હતો. તેમના લગભગ ઘણા ગ્રંથોના અંતે ‘ભવવિરહ’ શબ્દ હોય જ છે!'
For Private And Personal Use Only
Page #311
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
L'AEG
મુંદરા કહે લલિતાંગ.' તારે મારું એક કામ કરવાનું છે.'
લલિતાંગ, તને ફરી ફરીને કહું છું કે આ સુંદરીના એક એક અંગને સ્પર્શવાનું મૂલ્ય, એક એક રાજસિંહાસન જેટલું છે....'
એક રાજસિંહાસન જેટલું એટલે?”
એટલે એ જ કે સુંદરીને પોતાની બનાવનારો, એ વિના એને જાળવી ના શકે. મૃગમદ અને પૂરથી મહેકી રહેલી આ કાયાને આલિંગનારો જગતની ઇર્ષાનો ભાગી બનશે. એને કચડી નાખવાં સહુ ધસી આવશે. એ વેળા એ પુરુષના બાહુઓમાં વજ જેવી શક્તિ જોઈશે. નાગપાશ શો આ કેશકલાપ જે જોશે એ પોતાને ભૂલી જશે, ને મારી તરફ દોડી આવશે. કમળદંડ શા આ હસ્ત પર રહેલાં કેયુર ને કંકણનો ઝણઝણાટ ભલભલાને ભાન ભુલાવી દેશે. સહુ આ ઝગારા મારતા સૌન્દર્ય માટે મરી ફીટવા તૈયાર થશે. સુંદરી વિલાસમૂર્તિ છે, વૈભવ સ્વરૂપિણી છે, ઐશ્વર્યશાલિની છે. સુંદરીને હૃદયેશ્વરી બનાવનારની પાસે એને સંતોષવા ખજાનો જોઈએ એ ના થઈ શકે તો ઉજ્જૈનીના સૌન્દર્ય બજારની અધીશ્વરી સુંદરી ભલે અહીં જ રહી.”
લલિતાંગ હર્ષવિભોર થઈ ગયો. તેણે કહ્યું: “દેવી સુંદરી, તને સંતોષી શકે, અને તને ગમી જાય તેવો નવયુવાન, રૂપરૂપનો અંબાર, અનેક કલાઓનો સ્વામી.. અને બૃહસ્પતિ જેવી બુદ્ધિવાળો. પુરુષ મારે તારી પાસે લાવવો છે. તે એક રાજકુમાર છે, મારો મિત્ર છે....
સુંદરી, એ રાજકુમારને તારે તારા મોહપાશમાં બાંધવાનો છે! એ રાજકુમારને અપ્સરા જેવી રાજકુમારીઓને જોવા છતાં, વિકાર સ્પર્શતી નથી. નીરોગી અને અખંડિત દેહ હોવા છતાં તેનામાં કામોત્તેજના થતી નથી. એ રૂપવતી-લાવણ્યવતી લલનાઓ સામે આંખ ઊંચી કરીને, જોતો પણ નથી. સંગીત વગેરે કળાઓ પ્રત્યે ઉદાસીન રહે છે. આભૂષણોથી શરીરને સજાવતો નથી.... કામદેવથી ભ્રમિત થતો નથી. વિષયસુખની ઇચ્છા કરતો નથી..”
લલિતાગની વાત સુંદરી એકાગ્ર ચિત્તે સાંભળી રહી હતી. તેને પોતાનું માન ખંડિત થતું લાગ્યું. તે બોલી: “મંત્રીપુત્ર, સુંદરીના આ નાગપાશસમા કેશકલાપને ગૂંથવા માટે તો કેટલાય શ્રીમંતો ફકીર થવા તૈયાર છે. અરે, મારાં સૌન્દર્યનું પાન શ્રી સમરાદિત્ય મહાકથા
૧ce
For Private And Personal Use Only
Page #312
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કરવા માટે સુતદારાનો ત્યાગ કરી, કેટલાય ધનવાનો મારાં પડછાયા પાછળ ભમે છે. અહોનિશ તેઓ મારી પૂજા, ધ્યાન ને સ્મરણ કરે છે. લલિતાંગ, રાજાનો એક કૃપાકટાક્ષ અને સુંદરીનો એક નેત્રકટાક્ષ સરખા મૂલ્યના છે. તારા એ મિત્ર-રાજકુમારે આજ દિન સુધી આ સુંદરીનો નેત્રકટાક્ષ ઝીલ્યો નથી ત્યાં સુધી જ એ વિરક્ત છે... એક જ વાર એને લઈ આવ અહીં, એના વૈરાગ્યના વાધા ઊતરી ગયા સમજ...'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્રીડાગૃહમાં હીંડોળાખાટ પર બેઠેલી સુંદરી, પાળેલા ગૃહમયૂરનાં પીંછાંને પંપાળતી હતી. મો૨ની વૈસૂર્યમાળા જેવી લાંબી ગ્રીવાને, પોતાની પદ્મ-મૃણાલ જેવી ડોકની આસપાસ નાખી રહી હતી. સામે જ ઠંડાં પાણીનો હોજ અત્તરમિશ્ર જળથી છલકાતો હતો અને કમળ૨જથી મહેકતો હતો. સુંદરીની કમર પર તે નિતંબ પર એક ઘેરા લીલા રંગનું સોનેરી ટપકીઓવાળું વસ્ત્ર કાવ્યની સુંદર પંક્તિઓ જેવું શોભતું હતું. ઘૂંટણ સુધીના પગ અને લાંબા મુલાયમ બે ગૌર હાથ તદ્દન ખુલ્લા હતાં.
કામદેવના બાગસમી સુંદરી આવી સ્થિતિમાં ભાગ્યે જ કોઈને મળતી, કારણ કે એવી અવસ્થામાં, એના લાવણ્યને પીનારો બેહોશ બની જતો. છતાંય કોઈ કોઈના નસીબમાં આવી મુલાકાતનું મહાભાગ્ય જાગી ઊઠતું. ઉજ્જૈનીના મહામંત્રીનો પુત્ર લલિતાંગ આ મહાભાગ્યને પામ્યો હતો. જોકે આજે એ પોતાના રંગરાગ માટે નહોતો આવ્યો, આજે એ ઉજ્જૈનીના મહારાજ પુરુષસિંહે `પેલું કામ કરવા આવ્યો હતો. એ અવારનવાર સુંદરીના ભવ્ય આવાસમાં આવતો હતો... પરંતુ આજે માત્ર સુંદરીની અનુમતિ લેવા જ આવ્યો હતો કે ‘હું રાજકુમાર સમરાદિત્યને તારી પાસે લઈ આવું... તો તું એને તારા મોહપાશમાં જકડી... તારા રૂપની મદિરા પાઈને, તેને મદોશ કરીશ ને? મારે એને વિલાસી બનાવવો છે... મારે એને કામશાસ્ત્રમાં પારંગત બનાવવો છે... પછી એને કોઈ વિશ્વસુંદરીસમી રાજકન્યા સાથે પરણાવવો છે... મહારાજા પુરુષસિંહે મને આ કામ સોંપેલું છે...’
હોજનાં પાણી છલકાતાં હતાં. મયૂરને બાજુએ મૂકી, સુંદરી, સ્નાન કરવા આગળ વધી. વિરામાસન પર બેઠેલો, લલિતાંગ ઊભો થયો. તેણે પૂછ્યું:
‘કાલે રાજકુમારને લઈ આવું ને?’
‘હા, લલિતાંગ! જો તારે તારા મિત્રને કામશાસ્ત્રમાં પારંગત બનાવવો હોય તો!'
9300
તેણે પાછળ ફરી, લલિતાંગ સામે અંગનૃત્ય રચ્યું અને તત્કાળ હોજના પાણીમાં ડૂબકી મારી દીધી, એના અંગનું લીલું સોનેરી વસ્ત્ર પાણી પર તરતું હતું ને સોનેરી માછલી જેવાં એના રમણીય અંગો પાણી ઉપર આવી આવીને અદશ્ય થતાં હતાં, લલિતાંગ વિદાય થયો હતો.
For Private And Personal Use Only
ભાગ-૩ ભવ નવમો
Page #313
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આજે ઉજ્જૈનીનો પથ્થરે પથ્થર દીપકોના તેજથી ઝળાંહળાં થઈ રહ્યો હતો. એના કિલ્લાનો બુરજે બુરજ તોપોના પ્રચંડ નાદથી ગાજી રહ્યો હતો. મહારાણી રૂપસુંદરીએ પુત્રને જન્મ આપ્યો હતો, એટલે જ આજે સહુની હસીખુશીની સીમા ન હતી. ઊંચે ઊંચે આસમાનમાં સિતારાઓ ગાઈ રહ્યાં હતાં ને વેગભર્યો વહી આવતો પહાડી પવન બંસી બજાવતો હતો. ઉજ્જૈનીનાં મંદિરોમાં પૂજારીઓ પૂજાપાઠ કરી રહ્યાં હતાં. નવજાત રાજકુમારની દીર્ઘ જિંદગી માટે, પ્રાર્થનાઓ કરી, રહ્યાં હતાં. રાજમહેલના નગારખાનાનો તુમુલ ઘોષ કાનને બહેરા કરી નાખતો હતો. રાજગવૈયાઓએ પોતાનાં ગળાં વહેતાં મૂક્યાં હતાં.
રાજમહેલની શોભા આજે અવર્ણનીય બની હતી. એના ભવ્ય દરવાજા, કોતરકામવાળા છજાં, ઝરૂખાઓ ને નાજુક બારીઓને ખૂબ શણગારવામાં આવી હતી. રાજમહેલના ઉપરના ભાગમાં આવેલા દીવાનખાનામાં, મહારાજા પુરુષસિંહ બેઠાં હતાં, ત્યાં મહારાણી રૂપસુંદરીની અંગત દાસી સિદ્ધિમતીએ પ્રવેશ કર્યો. મહારાજાને પ્રણામ કર્યાં અને બોલી:
‘મહારાજા, અતિ શુભ સમાચાર લાવી છું. મહારાણીએ સુંદર પુત્રને જન્મ આપ્યો છે. માતા અને પુત્ર કુશળ છે...'
મહારાજાએ ઊભા થઈ, અતિ હર્ષ વ્યક્ત કર્યો અને દાસીના ગળામાં મૂલ્યવાન સ્વર્ણહાર પહેરાવી દીધો, દાસી ચાલી ગઈ. મહારાજાએ ‘કાળધંટી’ વગડાવીને, સર્વે રાજકેદીઓને મુક્ત કરી દીધાં. મહાદાન અપાવવું શરૂ કર્યું. મિત્રરાજાઓને અને આશ્રિત રાજાઓને પુત્ર જન્મના સંદેશા મોકલાવી દીધા. નગરમાં ઉમંગભર્યો આનંદઉત્સવ પ્રવર્તાવ્યો.
બારમો દિવસ આવી લાગ્યો.
સ્નેહી-સ્વજનો, મિત્રો અને પરિજનો... સહુને મહારાજાએ આમંત્રિત કર્યાં. સહુને શ્રેષ્ઠ ભોજન આપ્યું અને પુત્રનું નામ પાડવાનો પ્રસ્તાવ મૂક્યો. મહારાજા પુરુષસિંહની બહેન તેજકુંવરીને કહ્યું:
‘બહેન, રાજકુમારનું નામ ‘સમરાદિત્ય’ પાડવાનું છે...
'ભલે, એ નામ પાડીશ. મને પણ ગમ્યું!' તેજકુંવરીના મુખ પર પ્રસન્નતા પથરાઈ ગઈ. તેણે સહુની સમક્ષ રાજકુમારનું નામ જાહેર કર્યું:
‘હું નવજાત રાજકુમારનું નામ ‘સમરાદિત્ય’ જાહેર કરું છું.’
‘બાળરાજકુમાર સમરાદિત્યનો જય હો. વિજય હો,' મહામંત્રીએ જય બોલાવી. બાળરાજકુમારનાં રૂડાં લાલન પાલન થવા લાગ્યાં. તેને મનગમતાં ભોજન મળવા લાગ્યાં. મનગમતાં રમકડાં મળવા લાગ્યાં. સુંદર વસ્ત્રો અને શ્રેષ્ઠ અલંકારોથી કુમાર શોભવા લાગ્યો. રાજારાણીનો હર્ષ રમણે ચઢ્યો...
શ્રી સમરાદિત્ય મહાથા
For Private And Personal Use Only
૧૩૦૧
Page #314
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકુમાર જ્યારે સમજણો થયો, એને વિવિધ કળાઓ શીખવવા માટે પ્રસિદ્ધ કલાકારો રોકવામાં આવ્યાં શસ્ત્રકળામાં અને શાસ્ત્રકળામાં કુમારને પારંગત ક૨વા માટે રાજારાણી બંને સંપૂર્ણ ધ્યાન આપવા લાગ્યાં. રાજાને લાગ્યું કે કુમારને જેટલો ૨સ શાસ્ત્રકળામાં છે, તેટલો શસ્ત્રકળામાં નથી. શાસ્ત્રોનું અધ્યાપન કરાવનાર પંડિતને જોતાં જ કુમાર ઊભો થઈ જતો અને પંડિતનું અભિવાદન કરતો.
* કુમારને શાસ્ત્રોના અધ્યયનમાં અનુરાગ હતો.
* તે એકાગ્રચિત્તે આત્મા, કર્મ આદિ તત્ત્વોનું નિરૂપણ કરવા લાગ્યો.
* તાર્કિક બુદ્ધિથી એ શાસ્ત્રોનું અર્થઘટન કરવા લાગ્યો.
* ભિન્ન ભિન્ન મંતવ્યોવાળાં શાસ્ત્રોનો સમન્વય કરવા લાગ્યો
પંડિત પણ નાના રાજકુમારનો શાસ્ત્રરાગ અને વિચક્ષણ બુદ્ધિપ્રતિભા જોઈને, આશ્ચર્યચકિત થઈ ગયાં. સાથે સાથે કુમારના વૈરાગ્યભાવને વૃદ્ધિ પામતો જોઈને, પંડિતને ચિંતા પણ થઈ. એક દિવસ પંડિતે મહારાજા પાસે જઈને, વાત પણ કરી:
‘મહારાજા, રાજકુમાર સમરાદિત્ય ખૂબ જ સારું અધ્યયન કરી રહ્યા છે... પરંતુ એક રાજ કુમારમાં ક્યારેય જોવા ના મળે એવો વૈરાગ્યભાવ મને એનામાં દેખાય છે!’
‘પંડિતજી, હું જોઈ રહ્યો છું કુમારને. એને સુંદર વસ્ત્રો કે અલંકારો ગમતાં નથી... એ ક્યારે એના શરીરને શણગારતો નથી. ક્યારેય એ ખાવાપીવામાં પોતાની રુચિ દેખાડતો નથી. એને ચિત્રકળા કે બીજી કળાઓ પ્રિય નથી... એને મેં ક્યારેય ખડખડાટ હસતો જોયો નથી... જોકે એના મુખ પર મેં ક્યારેય ખેદ કે ઉદ્વેગ પણ જોયો નથી... ક્યારેય મિત્રો સાથે ટોળટપ્પાં મારતો નથી... મિત્રો સાથે બહાર અક્રીડા ક૨વા જતો નથી... હા, ક્યારેક ગીત-સંગીતમાં લીન બનેલો જોયો છે...’
‘હા, કોઈ કુમાર પાસે તત્ત્વજ્ઞાનની વાતો સાંભળવા આવે છે તો એના કોઠે કોઠે અજવાળા થઈ જાય છે. એ દીર્ઘકાળ પર્યંત તત્ત્વની વાતો કરતો રહે છે. એવી સરસ શૈલીમાં એ બોલે છે... કે સાંભળનાર રસપૂર્વક સાંભળ્યા જ કરે. એને કંટાળો ના આવે!'
‘પંડિતજી, આ વાત સારી છે, પરંતુ આ રાજકુમાર છે. એ કોઈ વણિક કે બ્રાહ્મણ નથી. એ ભવિષ્યનો રાજા છે. એ શસ્ત્રકળામાં નિપુણ જોઈએ. એને અશ્વક્રીડા આવડવી જોઈએ... અને સંસાર-વ્યવહારનું પણ એને જ્ઞાન જોઈએ...'
પંડિતે કહ્યું: 'મહારાજા, સાચું કહું તો મને કુમારનાં એક યોગભ્રષ્ટ યોગીનાં દર્શન થયાં છે, એ વૈરાગી છે... મેં ક્યારે પણ એને કન્યાઓ સામે જોતાં નથી જોયો... વાત કરવાની કે હસવાની તો વાત જ નહીં, એ ભલો ને એનું શાસ્ત્રાધ્યયન ભલું. અરે, ક્યારેક તો મેં એને ઊંડા વિચારમાં ડૂબી જતો જોયો છે... જાણે અગમનિગમની વાતોનું અનુસંધાન કરતો હોય...!'
9302
For Private And Personal Use Only
ભાગ-૩ ૪ ભવ નવમો
Page #315
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાજાએ કહ્યું: ‘પંડિતજી, કુમાર ગુણવાન છે. એનામાં મને કોઈ દોષ દેખાતો નથી. એ કુમારભાવમાંથી બહાર નીકળી રહ્યો છે... યૌવનમાં પ્રવેશવાની તૈયારી છે, છતાં એનામાં ઉન્માદ નથી, ઉન્મત્તતા નથી. અવિનય કે અવિવેકી નથી. નહીંતર આ ઉમરમાં આવા બધા દોષો સુલભ હોય છે. અને પંડિતજી, હું તો એમ માનું છું કે આ બધી વાતો ન હોવી એ ખામી છે. આ ઉંમરનો પુત્ર ઉન્માદી હોય તો ગમે. એનો અવિનય... એની વાચાળતા.. બધું ગમે. આટલી બધી રાજ્યસંપત્તિ હોવા છતાં એ ઉદાસીન રહે છે. જાણે એને વૈષયિક સુખો ગમતાં જ નથી. મને એમ લાગે છે...
રાજસભામાં કુમાર ક્યારે આવે છે, એ તમે જાણો છો? ગીત અને નૃત્યના કાર્યક્રમ પૂરા થયા પછી જ એ આવશે. નૃત્યાંગનાઓ એને પ્રણામ કરે છે પણ એ ક્યારેય નૃત્યાંગનાઓ સામે જોતો નથી. એની દૃષ્ટિ સદેવ નીચી રહે છે. એ કોઈ સ્ત્રી સાથે હસીને વાત કરતો નથી, સિવાય એની જનની.”
મહારાજા મૌન થઈ ગયા. પંડિત મહારાજાને પ્રણામ કર્યા. મહારાજાએ પંડિતનું અભિવાદન કર્યું. પંડિતે વિદાય લીધી. મહારાજા અંતઃપુર તરફ ચાલ્યાં. તેમના મનમાં કુમાર સમરાદિત્યનું શાસ્ત્રપ્રિય અને વૈરાગી જીવન, ચિંતાનું કારણ બની ગયું હતું. સંસારની સ્વાભાવિક જીવનપદ્ધતિથી કુમાર દૂર જઈ રહ્યો હતો, છતાં મહારાજા કુમારનું દિલ દુઃખાય, એવું કંઈ જ કહેવા તૈયાર ન હતાં.
તેમણે મહારાણીને કહ્યું: દેવી, તમને કુમારની રીતભાત કેવી લાગે છે?” ‘કેમ, આ રીતે પૂછો છો?”
કુમાર આટલી નાની ઉંમરમાં વધારે પીઢ, ઠરેલ અને ડાહ્યો નથી લાગતો? દુનિયામાં સ્વાભાવિક રીતે આ ઉમરમાં બાળક પીઢ ના હોય, ઠરેલ ના હોય... આ ઉમર ધિંગામસ્તીની હોય છે.. તોફાનો કરવાની હોય છે... રિસાવાની-મનાવાની હોય છે. સારું ખાવા-પીવાની ને સારું પહેરવા-ઓઢવાની હોય છે! કુમારમાં આવું કંઈ જ દેખાતું નથી..” “સાચી વાત છે આપની.” મહારાણી ઊંડા વિચારમાં પડી ગયાં. કોઈ ઉપાય કરવો જોઈએ. મહારાજા બોલ્યાં. કેવો ઉપાય?”
એ સ્થિતપ્રજ્ઞ ન રહે, આપણા સહુ જેવો રાગ-દ્વેષી બનવો જોઈએ. વૈભવવિલાસને ભોગવનારો બનવો જોઈએ. એ માટે ઉપાય કરવા જોઈએ. એક રાજકુમાર દેખાવો જોઈએ...”
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૩૦૩
For Private And Personal Use Only
Page #316
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એટલે? “હું એનામાં યૌવનનો તરવરાટ જોવા ઇચ્છું છું. હું એને રાજકુમારીઓ સાથે પ્રેમ કરતો જોવા ઇચ્છું છું... આ યૌવનના કાળમાં એની ઇન્દ્રિયો શાંત રહે... એ સાધુ જેવો બનીને જીવે - એ મને ગમતું નથી, એ માત્ર તત્ત્વચર્ચા કરનારો વિદ્વાન બની રહે.. એ મને પસંદ નથી. એનું રૂપ, એનું યૌવન, એનું લાવણ્ય... બધું મદભર હોવું જોઈએ...'
મહારાણી રૂપસુંદરી સાંભળતી રહી. એના મનમાં વન્દ્ર પેદા થયું... કુમારનું જે વ્યક્તિત્વ એ જોતી હતી, એને ગમતું હતું. એને કુમારની તત્ત્વજ્ઞાનભરી વાતો ગમતી હતી. આજે મહારાજાએ બીજી જ વાત કરી... તે દ્વિધા અનુભવવા લાગી. તે મૌન રહી. તે મહારાજા સાથે વાદવિવાદ કરવા નહોતી ઇચ્છતી. મહારાજા ઊભા થયાં. ખંડના ઝરૂખામાં જઈને ઊભા.
શું કરું? કુમારનો જીવનપ્રવાહ બદલવો તો પડશે જ. આ રીતે જો ચાલતું રહેશે તો કુમાર ગૃહવાસ ત્યજી, સાધુ બની જશે... ના, ના, મારે એને સંસારની મોહમાયામાં લપેટ પડશે. આ કામ હું કે તેની માતા નહીં કરી શકીએ. આ કામ મિત્રોનું છે.. કુમારને એવા મિત્રો હોવા જોઈએ કે જેઓ કુમારને રંગરાગ અને ભોગવિલાસમાં આળોટતો કરી મૂકે.”
મહારાજાને એવા ત્રણ યુવાનો યાદ આવ્યાં. મોટા ઘરના હોવા છતાં નાનામોટા અપરાધોમાં પકડાયેલા પણ મહારાજાએ તેમને ક્ષમા આપેલી.
મહામંત્રીનો પુત્ર લલિતાગ ક નગરશેઠનો પુત્ર કામાંકુર.
પુરોહિતપુત્ર અશોક. આ ત્રિપુટી કળાઓમાં નિપુણ હતી. રતિક્રીડામાં વિચક્ષણ હતી. બીજાઓને પોતાના બનાવી લેવાની, તેનામાં આવડત હતી અને વિલાસી વૃત્તિવાળી હતી.
એક
જ
છે
૧૩૦૪
ભાગ-૩ + ભવ નવમો
For Private And Personal Use Only
Page #317
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
L'96977
‘તમને ત્રણેને મેં એક મહત્ત્વપૂર્ણ કાર્ય માટે બોલાવ્યા છે.”
આપ જે આજ્ઞા કરશો તે અમને ત્રણેને શિરોધાર્ય હશે. આપને જે આજ્ઞા ફરમાવવી હોય તે ફરમાવો...!' લલિતાંગ, કામાકુર અને અશોકની સામે જોઈને બોલ્યો. કામાકુર અને અશોકે મસ્તક નમાવી, બે હાથ જોડી, મહારાજાને પોતાની સ્વીકૃતિ આપી.
હું તમને જે કાર્ય બતાવું તે કાર્ય તમારે કરવાનું છે, પરંતુ કોઈનેય જાણ ના થવી જોઈએ કે આ કાર્ય મેં બતાવેલું છે... અથવા મારાં કહેવાથી તમે આ કાર્ય કરી રહ્યા છે.' મહારાજાએ પૂર્વભૂમિકા કરી.
મહારાજા, અમે વચન આપીએ છીએ કે આ વાત.. કે જે આપ કહેવા ઇચ્છો છો, એ બહાર નહીં જ જાય. આપે અમારા જેવા સામાન્ય છોકરાઓ પર વિશ્વાસ મૂક્યો, એ જ અમારાં માટે ગૌરવ લેવા જેવી વાત છે...” અશોક બોલ્યો.
કદાચ તમે જાણતા હશો કે કુમાર સમરાદિત્ય જન્મથી વૈરાગી છે. એને એકમાત્ર શાસ્ત્રાધ્યયનમાં જ અભિરુચિ છે, એને નથી ઘોડેસવારી ગમતી, નથી ચિત્રકળા ગમતી કે નથી ગીત-સંગીત ગમતાં. એને ગમે છે એક માત્ર ધર્મતત્ત્વની ચર્ચા. ધર્મતત્ત્વોનું મનન-ચિંતન અને પ્રવચન. આમ કેમ ચાલે? એ ભવિષ્યનો માલવ દેશનો રાજા છે.. એનામાં રાજા થવાની યોગ્યતા જોઈએ. સાધુ થવાની નહીં.”
મહારાજા લલિતાંગ સામે જોઈને બોલતાં હતાં. લલિતાગે કહ્યું: “મહારાજા, આપની વાત યથાર્થ છે. મહારાજ કુમારે ભવિષ્યમાં રાજા બનવાનું જ છે..”
લલિતાંગ, તમે ત્રણે કુમાર સાથે દોસ્તી બાંધો. કેવી રીતે દોસ્તી બાંધવી, એ મારે તમને શિખવાડવું પડે એમ નથી, તમે ચતુર છો. કુમારને તમે વશ કરી, એનો વિશ્વાસ સંપાદન કરી શકો એમ છો.' “પછી?’
પછી એની આગળ તમે કામશાસ્ત્રની વાતો કરી. એને ખૂબ સુંદર નર્તકીઓ પાસે લઈ જાઓ. એને ગીત-સંગીત અને નૃત્યનો રંગ લગાડો. એને સરોવરોમાં તરવા લઈ જાઓ... શૃંગારિક ચિત્રો બતાવો. ઉદ્યાનોમાં ફરવા લઈ જાઓ.. લાવણ્યમયી ને રૂપવતી સ્ત્રીઓનો પરિચય કરાવો... એની આગળ કામોત્તેજક વાતો કરો. એને સુંદર વસ્ત્રો પહેરાવો. સારા અલંકારોથી શણગારો... કામદેવના મંદિરે લઈ જાઓ.”
સમજી ગયા... સમજી ગયા મહારાજા. આ કામ માટે અમે ત્રણે તૈયાર છીએ. મહારાજકુમારને વૈરાગીમાંથી રાગી બનાવવાનું કામ અમારે કરવાનું છે.' શ્રી સમરાદિત્ય મહાકથા
૧૩૦૫
For Private And Personal Use Only
Page #318
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તમે સમજી ગયા. એ જ કામ કરવાનું છે. અને એ કામ કરવા માટે તમારે જેટલું ધન જોઈએ તેટલું મારી પાસેથી લઈ જજો.”
મહારાજા, અમારી હવેલીઓમાં આપની જ સંપત્તિ છે ને. કોણે એ બધું આપેલું છે?”
પરંતુ તમારાં માતા-પિતાને ગંધ ના આવવી જોઈએ. કે તમને મેં આ કામ સોંપેલું છે.'
કોઈને પણ ખબર નહીં પડે.. અને ખબર પડી જાય તો અમારી ગરદન અને આપની તલવાર... પછી?” અશોક બોલી ઊઠ્યો. તેણે કહ્યું:
“મહારાજકુમારને અમે એકાદ મહિનામાં જ વિલાસપ્રિય બનાવી દઈશું. અત્યાર સુધી એમને અમારા જેવા મિત્રો મળ્યા નથી. જે કામ માતા-પિતા ના કરી શકે, એ કામ મિત્રો કરતાં હોય છે.'
આજે તમારા ત્રણેના પિતાઓ જે સ્થાને છે, એ સ્થાને તમે હશો.. કે જ્યારે કુમાર રાજા હશે. માટે અત્યારથી જ તમે કુમારના ચિત્તને વશ કરી લો. મને તમારા ત્રણે પર વિશ્વાસ છે કે તમે નિઃશંક કુમારને કામપુરુષાર્થમાં રુચિવાળો બનાવી દેશો. તમારા પર હું સમયનું બંધન લાદતો નથી. ભલે એક દિવસ... એક મહિનો કે એક વર્ષ લાગે... કામ થવું જોઈએ...”
મહારાજાએ ત્રણે યુવાનોને એક એક હજાર સ્વર્ણમુદ્રાઓની થેલી ભેટ આપી, મહારાજાને પ્રણામ કરી, ત્રણ યુવાનોએ વિદાય લીધી.
0 0 0 સમરાદિત્ય જાગ્યો ત્યારે સૂરજ ઘણો ઊંચે ચઢી ગયો હતો. રાતના વર્ષોના ભયંકર તોફાન પછી, આકાશ નીતરેલું હતું. ને ગુલાબની વાડીઓમાંથી તથા કેવડાનાં જંગલોમાંથી સુવાસ લઈને વાયુ વાઈ રહ્યો હતો. સમરાદિત્યે આંખો ખોલી પણ પાછી તરત મીંચાઈ ગઈ... મોડી રાત સુધી એ જાગ્યો હતો. તત્ત્વરસિકો સાથે એણે મધ્યરાત્રિ સુધી તત્ત્વચર્ચા કરી હતી.
મહેલની પશ્ચિમ દિશાની બારી ખુલ્લી હતી. સૂતાં સૂતાં કુમારે એ બારીમાંથી ક્ષિપ્રા નદીનાં નીર જોયાં અને એ જાગ્યો.
બાજુના ખંડમાં લલિતાંગ, અશોક અને કામાંકુર આવીને બેસી ગયાં હતાં. તેમણે કુમારના પરિચારકને કહી રાખ્યું હતું કે “કુમાર જાગે એટલે અમને સૂચના આપજે.'
કુમાર જાગ્યો એટલે પરિચારકે કહ્યું: “મહારાજકુમાર, આપને મળવા માટે નગરના ત્રણ યુવાનો સૂર્યોદય થતાં આવીને, બાજુના ખંડમાં બેઠા છે..!” “આજે બહુ ઊંઘ આવી ગઈ! ઘણો પ્રમાદ થઈ ગયો..” મહારાજકુમાર, આપ પેલા નવરા માણસો સાથે મધ્યરાત્રિ સુધી જાગતાં રહ્યાં...
૧305
ભાગ-૩ ૪ ભવ નવમો
For Private And Personal Use Only
Page #319
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પછી ઊઠવાનું મોડું જ થાય !' પરિચારક ઉંમરમાં કુમાર કરતાં મોટો હોં. એની વાત સાંભળીને, કુમાર હસી પડ્યો. તેણે કહ્યું: “પહેલાં મારી પ્રતીક્ષા કરનારા એ યુવાનોને મારી પાસે મોકલ.. એ પછી હું પ્રભાતિક કાર્યોથી પરવારીશ...”
પરિચારકે જઈને પેલા ત્રણ યુવાનોને કુમારના ખંડમાં મોકલ્યાં. એક પછી એક ત્રણે યુવાનો કુમારના ખંડમાં પ્રવેશ્યાં. કુમારે મધુર સ્વરે સોનું સ્વાગત કરી, ભદ્રાસન પર બેસવાનો અનુરોધ કર્યો. ત્રણ યુવાન ભદ્રાસન પર ન બેઠા, જમીન પર બેસી ગયાં.
કહો, પ્રભાતવેળામાં આપના આગમનનું પ્રયોજન?” કુમારે જ વાતનો પ્રારંભ કર્યો.
લલિતાંગે કહ્યું: ‘મહારાજકુમાર, પહેલાં હું અમારાં ત્રણનો પરિચય આપું. પછી આગમનનું પ્રયોજન કર્યું.'
આ છે નગરશેઠનો પુત્ર કામાંકુર, કામાકુરના જમણા ખભા પર હાથ મૂકી, લલિતાગે એની ઓળખાણ આપી.
અને આ છે પુરોહિતપુત્ર અશોક.” અશોકના ડાબા ખભા પર હાથ મૂકી, તેનો પરિચય આપ્યો. અશોકે લલિતાંગનો પરિચય આપતાં કહ્યું: “આ છે મહામંત્રીનો પુત્ર લલિતાંગ! અને અમે ત્રણે મિત્રો છીએ... આજે મને અને કામાંકુરને લલિતાંગ જ આપનાં દર્શન માટે લઈ આવ્યો છે...' સમરાદિત્યે લલિતાંગ સામે જોયું. લલિતાંગે કહ્યું:
મહારાજકુમાર, મારા પિતાજીએ રાત્રિના સમયે મને કહ્યું કે ધારાનગરીમાં એક બહુશ્રુત આચાર્ય પધાર્યા છે. એમનું જ્ઞાન અદ્ભુત છે. જો રાજકુમાર સમરાદિત્યને તેઓનો પરિચય થઈ જાય. તો કુમારની આનંદની અવધિ ના રહે...
મેં મારા પિતાજીને કહ્યું: ‘આપ ધારાનગરી જાઓ. આચાર્યને ઉજ્જૈની નગરીમાં પધારવા વિનંતી કરી આવો...”
પિતાજીએ કહ્યું: “તેમને અહીં આવતાં મહિનાઓ પસાર થઈ જાય. જો તું કુમારની સાથે ધારા જાય તો કુમાર ખૂબ જ પ્રસન્ન થશે...' મેં હા પાડી. મારાં આ બે મિત્રોને રાત્રે જ વાત કરી. તેઓ પણ ધારા આવવા તૈયાર થઈ ગયાં... આ બંનેને ધર્મતત્ત્વનું શ્રવણ કરવામાં ખૂબ રસ છે! એટલે અમે ચાર અશ્વોને નીચે બાંધીને જ આવ્યાં છીએ.
જો આપની ઇચ્છા હોય તો આપણે ધારા જઈએ.' કુમારે કહ્યું: “અવશ્ય જઈએ! હું પ્રાભાતિક કાર્યોથી પરવારી લઉં, પછી આપણે નીકળીએ.”
૦ ૦ ૦
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૩૭
For Private And Personal Use Only
Page #320
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજમહેલના દરવાજામાંથી ચાર ઘોડેસવારોને બહાર નીકળતાં જોઈને, મહારાજા પુરુષસિંહના મુખ પર પ્રસન્નતા છવાઈ ગઈ. તેઓ મનોમન બોલી ઊઠ્યા: ‘ખરેખર આ ત્રણ યુવાનો ચતુર છે, બુદ્ધિમાન છે ને કાર્યદક્ષ છે. ગઈ કાલે તો એમને કામ સોંપ્યું અને આજે કામ શરૂ કરી દીધું.'
સ્વામીનાથ, આજે કુમાર મિત્રો સાથે ધારાનગરી ગયો.” મહારાણી રૂપસુંદરીએ પાછળ આવીને કહ્યું. મહારાજા ચમકી ગયાં. તેમણે પાછળ ફરીને મહારાણી સામે જોયું.
‘દેવી, આજે સર્વપ્રથમ હું કુમારને મિત્રો સાથે જોઉં છું... ને ઉર્જની છોડી બહારગામ જતો જોઉં છું. પણ તમે જાણ્યું ખરું કે એ ધારાનગરી કેમ ગયા?” “ના, એ વાત મેં પૂછી નહીં, એણે કહી નહીં.' “ભલે, હું જાણી લઈશ.” પરંતુ કુમારના આ મિત્રો કોણ છે? આપ જાણો છો?”
હા, ઉજ્જૈનીના મોટા ઘરના છોકરાઓ છે. એક છે આપણા મહામંત્રીનો પુત્ર, બીજો છે નગરશેઠનો પુત્ર અને ત્રીજો છે રાજપુરોહિતનો પુત્ર.”
તો તો બહુ સારું.” કુમારને સારા મિત્રો મળી ગયાં, ખરું ને?' હા, મોટા ઘરના છોકરાઓ છે એટલે સારા જ હોય ને.”
મહારાજા હસી પડ્યાં. તેમને રાણીની આગળ પોતાની યોજના ખોલવી ન હતી. તેમણે વાતને બીજા પાટે ચઢાવી દીધી. તેમના મનમાં મિત્રત્રિપુટી માટે માન ઉત્પન્ન થયું. સફળતાની આશા પણ બંધાઈ. છતાં મનમાં ઊંડે ઊંડે એક અજંપો તેમને સતાવતો હતો. “શું હું દેવ જેવા કુમારને દાનવ જેવો બનાવવા તો તૈયાર નથી થયો?”
શું હું વ્યસનરહિત કુમારને વ્યસની બનાવી, એનું આધ્યાત્મિક પતન કરવા તો તૈયાર નથી થયો? એનું અહિત નહીં થાય ને?
શું હું અવિકારી કુમારને વિકારોનાં વમળમાં ફસાવવા તત્પર નથી થયો ને?” મહારાજા પુરુષસિંહ વ્યથિત થઈ ગયાં. તેઓ ત્યાંથી ચાલી ગયાં. પોતાના આવાસમાં જઈ પલંગમાં પડ્યાં.
બીજી બાજુ રાજકુમાર સમરાદિત્ય અને મિત્રત્રિપુટીના અશ્વો ધારાનગરી તરફ દોડી રહ્યાં હતાં. સમરાદિત્યના અશ્વની સાથે લલિતાંગનો અશ્વ હતો. એ બંનેની પાછળ અશોક અને કામાંકુરના અશ્વો હતાં. લલિતાગે કહ્યું:
મહારાજકુમાર, આપે ધારાનગરી જોઈ હશે પહેલાં?' “ના, આપણે પહેલી જ વાર ધારા જઈએ છીએ.”
ભાગ-૩ % ભવ નવમો
13
For Private And Personal Use Only
Page #321
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એમ? તો તો ખૂબ આનંદ અનુભવવા મળશે.' કેવી રીતે?
કુમાર, જેમ ધારામાં પંડિતો વસે છે, શાસ્ત્રોની ચર્ચા કરનારા વસે છે, તેમ ત્યાં પ્રસિદ્ધ નૃત્યાંગનાઓ પણ વસે છે. દેશ-પરદેશના રાજાઓ.. રાજકુમારો અને શ્રેષ્ઠીઓનાં દિલને ડોલાવનારી એ નૃત્યાંગનાઓને ત્યાં પણ અમે તમને લઈ જઈશું. કેમ અશોક બરાબર ને?”
હા, હા, મહારાજકુમારને કામશાસ્ત્રમાં પારંગત એવી ચિંતામણિને ત્યાં પણ લઈ જવાં જોઈએ...'
કામાંકુરે કહ્યું: “મારી ઇચ્છા, નાટ્યશાસ્ત્રમાં પારંગત શોભનાને ત્યાં પણ કુમારને લઈ જવાની છે. એ ખૂબસૂરત સ્ત્રી નાટ્યશાસ્ત્રના વિષયમાં વિશદ ચર્ચા કરીને, કુમારના ચિત્તને પ્રસન્ન કરી દેશે.”
લલિતાંગે કહ્યું: 'મિત્રો, તમારી વાતો મને ગમી, પરંતુ એક દિવસમાં આપણે ક્યાં ક્યાં જઈશું? આ બધું કંઈ જોવા માત્રથી મન ભરાય નહીં, એ તો અનુભવવાની વાતો છે. વળી, કુમારને તો સર્વપ્રથમ જૈનાચાર્યજીને મળવાનું છે. એમની તત્ત્વચર્ચા સાંભળવાની છે. એ કામ થયા પછી જો સમય મળશે તો ચિંતામણિ કે શોભનાબેમાંથી એકને ત્યાં જઈ શકાશે... કુમારની ઇચ્છા મુજબ કાર્યક્રમ ગોઠવીશું.'
“ભલે, તારી વાત અમે માન્ય કરીએ છીએ, પરંતુ હમણાં આ યાત્રા પ્રવાસ આમ શુષ્ક રીતે જ કરવાનો છે કે કામાકુરનો કર્ણપ્રિય સૂર વહેતો કરવો છે?”
અત્યાર સુધી મૌન રહેલા કુમારે કામાંકુર સામે જોઈને પૂછ્યું: “કામાંકુર, તું બહું સારું ગાય છે? એકાદ ભજન શરૂ કર.”
“કુમાર, મને ભજન તો નથી આવડતાં. એકાદ શૃંગારગીત સંભળાવું. લલિતાંગે સંકેત કરીને, ગીત ચાલુ કરી દેવા જણાવ્યું, અને લલિતાગે કુમારને કહ્યું: “કુમાર, આપણે થોડો વિસામો કરીએ, આ નદીના સુરમ્ય કિનારા પર.'
ચારે મિત્રો ઘોડા ઉપરથી ઊતરી ગયાં. ઘોડાઓને દોરતા તેઓ સરયૂના કિનારે આવ્યાં. સમરાદિત્યના હાથમાંથી લલિતાંગે ઘોડાની લગામ લઈ લીધી. સમરાદિત્ય ત્યાં અશોકવૃક્ષના થડના ટેકે જઈને બેઠો.મિત્રો પણ તેની આસપાસ ગોઠવાઈ ગયાં. વૃક્ષ ઉપરથી ઝરતી અશોકમંજરી ભૂમિને શણગારતી હતી. ફૂલથી ભરચક વનની વેલો પૃથ્વી પર સાથિયા પૂરતી હતી.
કામાંકુરનાં નયન નીલ આકાશ તરફ જડાયેલાં હતાં. એનો શ્યામલ કેશકલાપ એના મજબૂત સ્કંધની આસપાસ પથરાયેલો હતો. એના વિશાળ ભાલપ્રદેશ પર આવેલો પ્રસ્વેદ સ્વાતિના મેઘની જેમ શોભા આપતો હતો. જેવો સુંદર દેહ હતો તેવો જ સુંદર એનો સ્વર હતો.... એના સ્વરમાધુર્યનું સમરાદિત્ય પાન કરી રહ્યો
શ્રી સમરાદિત્ય મહાકથા
૧3c
For Private And Personal Use Only
Page #322
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હતો. સ્વરની મધુરતાને આજે કુમાર નવી રીતે માણી રહ્યો હતો. એને લાગ્યું કે કામાંકુર ગીત પૂરું કરી રહ્યો છે. તે બોલી ઊઠ્યો:
હે મનોહર સ્વરોના સ્વામી! તમારું ગીત ન થોભાવશો... તમારા ગીતસ્વરો ચાલુ રાખો..'
ઘેનમાંથી જાગતો હોય તેમ કામાંકુર જાગ્યો. એણે મચેલાં નેત્રો ઉઘાડ્યાં. એણે મિત્રો સામે જોયું, એ સહેજ હસ્યો ને બોલ્યો: “કુમાર, કવિને.. ગાયકને કંઈ એકનું એક ગીત સદાકાળ ગાવાનું હોતું નથી. ગાવાની પણ કો'ક પળ આવે છે... ગાયક એ અમુલખ પળનો દાસ હોય છે... શ્રોતા હોય કે ન હોય, એ પળ જ એવી હોય છે કે સ્વરો આપોઆપ સ્વાતિનો મેઘ બની વરસી પડે છે. એ પળ સરી ગઈ, કુમાર.'
કામાંકુર, તારી જિલ્લામાં કેટલી મીઠાશ ભરી છે! તારું અંતર પણ એટલું જ મીઠું હશે ને! પરંતુ કામાકુર, એક વાત સમજી લે - લૌકિક શૃંગાર, પરમ શૃંગારનો આભાસ માત્ર છે. સુંદર, મધુર ને સર્વોત્તમ થવું, સહુનું ધ્યેય છે. સર્વ વ્યાધિનો એક માત્ર ઉપાય પરમાત્મપ્રેમ છે... પરમતત્ત્વનો પ્રેમ છે..”
“મહારાજ કુમાર, પરમ તત્ત્વના સદંશ ને ચિદંશ કરતાં કેવળ આનંદાંશ પર અવલંબીને, પ્રેમમાર્ગને હું પ્રવાસી બન્યો છું, હું પ્રેમથી પરમાત્માને પિછાણું છું!'
કામાંકર, તારું ગીત સાંભળીને, મને પણ એક ગીત ગાવાની ઇચ્છા જાગી છે.” કુમારે નિગ્ધ, મધુર ને નિર્મળ સ્વરોમાં ગાવાનું શરૂ કર્યું. નીરવ જલપ્રવાહ ભૂરું આકાશ અને સુંદર વનપ્રદેશમાં કુમારની સૂરાવલિ વહેવા લાગી –
પ્રીત કરી કાહુ સુખ ના લહ્યો.. પ્રીત પતંગ કરી દીપક સો, આપે પ્રાણ દહ્યો, અલિ-સુત પ્રીત કરી જલ-સુત સોં, સંઘર્તિ હાથ ગહ્યો,
પ્રીત કરી કહુ... સુખ ન લહ્યો.. લલિતાંગ વાહ...વાહ પોકારી ઊઠ્યો! તેણે કહ્યું: “માલવદેશમાં ખરેખર, પ્રદનો આવો ગાયક આજે જ સાંભળ્યો... અહો, ઋતુ.. સ્વર અને સમય કેવાં એકતાર થઈ ગયાં છે!'
કુમાર ઊભો થયો. “ચાલો હવે, આપણે ઘણે દૂર જવાનું છે.” છલાંગ મારીને, કુમાર પોતાના અશ્વ પર આરૂઢ થયો..
૧0
ભાગ-૩ + ભવ નવમો
For Private And Personal Use Only
Page #323
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૯૮h]
ઘારાનગરીના દરવાજે ચારે અશ્વો ઊભા રહ્યાં. કુમાર સમરાદિત્યે લલિતાંગને કહ્યું: ‘આપણે રાજ્યના અતિથિ નથી બનવું. આપણે કોઈ સારી પાંચ શાળામાં જ ઊતરીએ, નાહીધોઈને ભોજન કરી, ઉપાશ્રયે જઈએ.. તારા કહ્યા મુજબ ત્યાં જે વિદ્વાન જૈનાચાર્ય છે, તેમનાં દર્શન કરીએ... પછી એમના અનુકૂળ સમયે તત્ત્વચર્ચા કરીશું.”
લલિતાંગને કુમારની વાત સાચી લાગી. અશોક ધારાનગરીની ગલી ગલીને જાણતો હતો. સાથે સાથે એ પાકશાસ્ત્રમાં પણ પારંગત હતો. એક સારી પાંથશાળામાં એ સહુને લઈ ગયો. પાંથશાળાના રક્ષકના હાથમાં લલિતાગે ગુપ્ત રીતે બે સોનામહોર પકડાવી દીધી. રક્ષક રાજી થઈ ગયો. એણે પાંથશાળાના સ્વચ્છ ને સુંદર બે ઓરડા ખોલી આપ્યાં. પાણી વગેરેની સગવડ કરી દીધી. તેણે લલિતાંગને પૂછ્યું:
ભોજનનું શું કરવું છે?'
ભોજન અહીં જ કરવાનું છે. આ અશોક જેમ કહે તેમ કર.” રક્ષક અશોક પાસે ગયો. કુમાર સમરાદિત્ય સ્નાનગૃહમાં ગયો. લલિતાગે કામાંકુરને આવશ્યક સૂચનાઓ આપી દીધી. “આજની રાત્રિ ચિંતામણિની હવેલીમાં પસાર કરવાની છે.” કામાંકુરે કહ્યું: ‘જમીને તમે ત્રણ ઉપાશ્રયે જજો. હું મારા કામે ઊપડી જઈશ!'
અશોકના માર્ગદર્શન નીચે, ભોજન તૈયાર થઈ ગયું. અશોકે કુમાર સમરાદિત્યની ભોજન-અભિરુચિ જાણી લીધી હતી. ચારે મિત્રોએ સાથે બેસીને, ભોજન કર્યું. ભોજનથી પરવારીને, લલિતાંગે કહ્યું: “હું પહેલાં ઉપાશ્રયે જઈ આવું. આચાર્યશ્રીનો સમય લઈ આવું. પછી આપણે ત્યાં જઈશું.”
કુમારે કહ્યું: “બરાબર છે તારી વાત. અમે પણ થાકેલા છીએ. એક-બે ઘટિકા આરામ કરી લઈએ. ત્યાં સુધીમાં તું સમાચાર લઈને, આવી જઈશ.'
કામાંકુરે કહ્યું: “મહારાજકુમાર, આપ કહેશો તો આપની સાથે ઉપાશ્રયે આવીશ, પરંતુ સાચું કહું તો મને ધર્મકથામાં જરાય રસ નથી. મને તો...”
કામકથામાં રસ છે. એમ જ કહેવું છે ને?' લલિતાગે એનું વાક્ય પૂરું કર્યું. કુમારના બદલે લલિતાગે જ જવાબ આપ્યો: ‘ભલે, તારે તારા કામે જવું હોય તો જજે. કુમાર સાથે, હું અને અશોક જઈશું. જીવનમાં ક્યારેક તો ધર્મકથા સાંભળીએ.'
અશોક બોલ્યો: ‘હવે તો કુમાર સાથે અવારનવાર ધર્મકથા સાંભળવા મળશે. આપણે કુમારને સાથ આપવો જોઈએ ને?' સમરાદિત્યના મુખ પર સ્મિત આવી ગયું. કામકુર ત્યાંથી ક્યારે સરકી ગયો, કોઈને ખબર ના પડી. જોકે લલિતાંગને ખબર હતી જ, લલિતાંગે કહ્યું: શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧
For Private And Personal Use Only
Page #324
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘કુમાર, તમે અને અશોક વિશ્રામ કરો. હું ઉપાશ્રયે જઈને આવું છું. કામાકુર એના કામે ઉપડી ગયો લાગે છે.'
કુમાર માટે અશોકે પાથશાળાના રક્ષક પાસેથી સુયોગ્ય પથારી કરાવી હતી. પાસે પાણીનું માટલું અને પ્યાલો મૂકાવી દીધાં હતાં. તેણે કુમારને કહ્યું :
'કુમાર, તમે આ ખંડમાં વિશ્રામ કરો. હું પાસેના જ ખંડમાં છું. કંઈ કામ હોય તો મને હાક મારજો.. આપની સેવામાં હાજર થઈ જઈશ!”
લલિતાંગ ઉપાશ્રયે જવા નીકળી ગયો. જ કુમાર સમરાદિત્ય વિશ્રામ લીધો.
છે અશોક પાંથશાળાની સામેના એક ઘટાદાર આમ્રવૃક્ષ નીચે ખાટલો નખાવી, પાંથશાળાના રક્ષક સાથે વાતો કરતો બેઠો.
0 0 0 મસ્થUM વૈલાઈ’ કહીને, લલિતાંગે ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો. ‘ઘર્મનામ!' નો મધુર અને ગંભીર ધ્વનિ લલિતાંગના કાને પડ્યો. ઉપાશ્રયના મધ્ય ભાગમાં એક કાષ્ઠાસન પર આચાર્ય ગુણચંદ્રસૂરિ બિરાજમાન હતાં. તેમનો દેહ ઉજ્વલ હતો. ધવલ વસ્ત્રો પરિધાન કરેલાં હતાં. આસપાસ અનેક મુનિવરો જપ, સ્વાધ્યાયાદિ સંયમયોગોમાં નિરત હતાં. વાતાવરણ શાંત અને પવિત્ર હતું. ત્યાં સ્વચ્છતા હતી, શિસ્ત હતી, અને સાધનાની સુવાસ હતી. લલિતાગે પ્રથમ વાર જ આવા ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો હતો. તેણે ઉર્જનીમાં શીખી લીધું હતું. ઉપાશ્રયમાં કેવી રીતે પ્રવેશવું, કેવો શિષ્ટાચાર કરવો વગેરે.
તેણે આચાર્યદેવને ત્રણ ખમાસમણ દીધાં અને વિનયથી પૂછ્યું: ‘ગુરુદેવ, આપને અનુકૂળતા હોય તો એક વાત કરવા આવ્યો છું.” વત્સ, અનુકૂળતા છે. નિશ્ચિત બનીને વાત કર.”
ગુરુદેવ, અમે ચાર મિત્રો ઉજૈનીથી આવ્યા છીએ. તેમાં મુખ્ય છે મહારાજકુમાર સમરાદિત્ય. આપની જ્ઞાનપ્રતિભાનાં વખાણ ઉજ્જૈનીમાં સાંભળીને, મહારાજ કુમાર અહીં આવ્યા છે. તેમને જ્ઞાની પુરુષોનો સમાગમ ખૂબ ગમે છે. તેમને જ્ઞાની પુરુષ સાથે તત્ત્વચર્ચા કરવી ઘણી ગમે છે. જો એમને ગમતા જ્ઞાની પુરુષ મળી જાય છે તો તેઓ ખાવાપીવાનું પણ ભૂલી જાય છે...”
“ક્યાં છે ઉર્જનીના રાજ કુમાર?' આચાર્યદવે પૂછુયું. “તેઓ મિત્ર સાથે એક પાંથશાળામાં ઊતર્યા છે. આપ આજ્ઞા કરો. સમય આપો એટલે અહીં લઈ આવું.” -
“વત્સ, અત્યારે સમય છે. તું એમને લઈ આવી શકે છે... પરંતુ વત્સ, તેં તારો પરિચય તો આપ્યો નહીં.'
૧૩૧૨
ભાગ-૩ ૪ ભવ નવમો
For Private And Personal Use Only
Page #325
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું ઉજ્જૈનના મહામંત્રી સુબુદ્ધિનો પુત્ર છું. મને સહુ લલિતાંગ' કહીને બોલાવે છે.' ‘લલિતાંગ, તું રાજકુમારને લઈને જલદી આવી શકીશ... સમ્યજ્ઞાનની લહાણી કરવી, એ તો અમારું પ્રિય કાર્ય છે.'
ગુરુદેવ, હું ધન્ય થયો. આપની કૃપા પ્રાપ્ત થઈ. હું જઈને મહારાજકુમારને લઈને પાછો ફરું છું. કદાચ..'
કદાચ... શું?'
તેઓ વિશ્રામ કરતાં હશે.. તો એકાદ ઘટિકા વિલંબ થશે.. આજે ખૂબ જ પરિશ્રમ પડ્યો છે.'
ભલે,” આચાર્યદેવના આશીર્વાદ લઈ, લલિતાંગ પાથશાળામાં આવ્યો... ત્યાં તેણે આમ્રવૃક્ષ નીચે ખાટલામાં અશોકને ભરઊંઘમાં જોયો. સમરાદિત્યનો ખંડ હજુ ખૂલ્યો ન હતો. લલિતાંગ પાથશાળાની બહારની પરસાળમાં પડેલા ખાટલા પર બેઠો. તેણે ઉપરાઉપરી ચારપાંચ બગાસા ખાધાં. ત્યાં પાંથશાળાનો રક્ષક દોડી આવ્યો. તેણે લલિતાંગના કાન પાસે પોતાનું મોટું લઈ જઈ, ધીમા અવાજે કહ્યું: “માલિક, હું જોઈ રહ્યો છું કે આપને ઊંઘ આવે છે, પણ એમાં હું જરા દખલ કરું તો ક્ષમા કરજો. મારી પાસે એક એવી ચીજ છે કે ભલે સો રાતના ઉજાગરા હોય પણ એનો જરા જેટલો ધુમાડો કાઢો કે તબિયત ઝક્ક થઈ જાય! આ દેશમાં એ નવી વસ્તુ છે. ગુજરાતના રસ્તેથી આવે છે...' “એવી વળી કઈ ચીજ છે?” લલિતાર્ગ જિજ્ઞાસાથી પૂછ્યું.
ચોકીદારે માટીની એક લાંબી ભૂંગળી કાઢી. એમાં કંઈક ભર્યું. ચકમકથી એને પેટાવી. સુગંધીદાર ધુમાડો ચારે બાજુ ફેલાઈ ગયો. ચોકીદારે લલિતાંગને કહ્યું :
માલિક, જરા ભૂંગળીનો છેડો મોં પર રાખી બે દમ ખેંચો! તરત થાક અને ઊંઘ દૂર થઈ જશે. આનું નામ છે તંબાકુ. ખૂબ મજાની ચીજ છે...”
લલિતાગે તંબાકુનો સ્વાદ કર્યો. તેને તાજગીનો અનુભવ થયો. ખીસામાંથી કાઢીને, એક સોનામહોર ચોકીદારને આપી, ચોકીદારે માટીની ભૂંગળી અને તમાકુની પોટલી લલિતાંગને આપી દીધી.. “માલિક, આ વસ્તુ ઉનીમાં પણ મળી જશે. તમારા કિલ્લાની બહાર જે પાંથશાળા છે, તેના ચોકીદારને મળજો.”
લલિતાંગ સ્વગત બોલ્યો: “ચાલો, સારું થયું. કુમાર સાથે ઉપાશ્રયે જવું પડશે. ધર્મકથા સાંભળવી પડશે... કંટાળો આવત, જો આ ‘તંબાકુ ના મળી હોત તો! હજુ આ ભૂંગળીમાં આગ સળગે છે.. થોડી તંબાકુ નાખીને, બેચાર દમ મારી લઉં. શી ખબર ઉપાશ્રયમાં કેટલી ઘડી બેસવું પડશે!” તેણે પોટલી ખોલીને ચપટી ભરી, તંબાકુ ભૂંગળીની આગમાં નાખી... ધુમાડો ઊઠ્યો. લલિતાગે ચાર-પાંચ દમ મારી લીધાં. પરંતુ તેને ઉધરસ આવી... ઉધરસનો અવાજ સાંભળી, અશોક જાગી ગયો. તે ખાટલામાં બેઠો થઈ ગયો. તેણે લલિતાંગને જોયો. એના હાથમાં ભૂંગળી જોઈ. શ્રી સમરાદિત્ય મહાકથા
૧343
For Private And Personal Use Only
Page #326
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લલિતાગે અશોકને જાગેલો જોયો. તે ઊઠીને અશોક પાસે ગયો. અને ભૂંગળી એના હાથમાં પકડાવી, બે દમ મારવાં કહ્યું.
બે દમ મારી લે, પછી કુમાર સાથે ઉપાશ્રયે જવાનું છે! બેચાર ઘડી તત્ત્વચર્ચા સાંભળવી પડશે. તો બગાસાં નહીં આવે. સારી વસ્તુ છે. અત્યારે “સોમરસ' તો પીવાશે નહીં. કુમારને એ જરાય ના ગમે... અને એને ના ગમે એવું કંઈ પણ હમણાં નથી કરવું. ધીરે ધીરે આગળ વધવું છે. એક દિવસ કુમારને પણ “સોમરસ” પીવડાવવો છે.”
અશોકે તંબાકુની ચલમના બે દમ માર્યા, તેનામાં સ્કૂર્તિ આવી ગઈ. તે ખાટલામાંથી ઊભો થયો... કે કુમાર ખંડનું બારણું ખોલી બહાર આવ્યો. બંને મિત્રો દોડીને, કુમાર પાસે ગયાં. લલિતાંગે ઝડપથી ચલમને જમીન પર ઠાલવી દીધી અને રૂમાલમાં લપેટી ખીસામાં સરકાવી દીધી. તંબાકુની પોટલી પણ ખીસામાં મૂકી દીધી.
“હું હમણાં જ ઉપાશ્રયેથી પાછો આવ્યો. આચાર્યશ્રીએ તરત જ આપણને આવી જવાં કહ્યું છે. માટે આપ હવે વસ્ત્રપરિવર્તન કરી લો, આપણે જઈએ.’ લલિતાંગે કહ્યું.
ઘણું સરસ કામ કર્યું, લલિતાંગ, આજે ધર્મકથા સાંભળવાની મજા આવશે.” “સાચી વાત છે. આચાર્યદેવની જ્ઞાનપ્રતિભા અદ્ભુત લાગી. તેઓની શરીર કાંતિ તો સુંદર છે જ. યૌવનની દ્વિતીય અવસ્થામાં રહેલા આચાર્યદેવ જેવા રૂપવાન છે તેવા જ બુદ્ધિમાન લાગ્યાં. એમની પાસે ધર્મકથા સાંભળવાનો આનંદ અપૂર્વ હશે. વળી, અમે લોકો તો પહેલવહેલા જ ધર્મકથા સાંભળીશું.' લલિતાગે કુમારને આનંદિત કરનારી, વાત કરી.
અશોક અને લલિતાગે પણ વસ્ત્રપરિવર્તન કર્યું. કુમારની સાથે તેઓ ઉપાશ્રયે જવા નીકળ્યાં. અશોકે ચોકીદારને આવશ્યક સૂચનાઓ આપી દીધી. એને ખબર હતી કે કુમાર રાત્રિભોજન નથી કરતો... કામાકુર સંધ્યાસમયે પાછા આવી જવાનું કહી ગયો હતો.
મસ્થળ સંવાનિ' કહીને, ત્રણે મિત્રોએ ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો. આચાર્યદેવનો ઘર્ષતામ' નો આશીર્વાદ તેમના કાને પડ્યો.
આગળ રાજકુમાર સમરાદિત્ય અને પાછળ લલિતાંગ તથા અશોક હતા. લલિતાગે, સમરાદિત્યને રાજકુમારને યોગ્ય વસ્ત્ર અને આભૂષણ પહેરાવ્યાં હતાં. એ દેવકુમારવતું શોભતો હતો. આચાર્યદેવનાં દર્શન થતાં, એ ભાવવિભોર બની ગયો. આચાર્યદેવ પાસે જઈને, એ ઊભો રહી ગયો... ને એકીટસે એ આચાર્યદેવને જોઈ રહ્યો... તેણે આચાર્યદેવના ઉલ્લંગમાં પોતાનું મસ્તક મૂકી દીધું. આચાર્યદેવનો કોમળ કર, રાજકુમારના મસ્તક પર ફરવા લાગ્યો. “વત્સ, ધર્મકથા શ્રવણ કરવા, તે ઠેઠ ઉજ્જૈનીથી મિત્રો સાથે અહીં આવ્યો છે,
ભાગ-૩ ૪ ભવ નવમો
૧૩૪
For Private And Personal Use Only
Page #327
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાણીને મને આનંદ થયો. ઉજ્જૈનમાં જો રાજકુમાર તત્ત્વરસિક છે... તો ત્યાંની પ્રજા કેટલી તત્ત્વરસિક હશે? આચાર્યદેવ બોલ્યા.
ભગવંત, આપે ઉજ્જૈનીને પાવન કરવાની છે, અમારી વિનંતી છે...' કુમારે બે હાથ જોડી, વિનયથી કહ્યું.
‘કુમાર, ક્ષેત્રસ્પર્શના મુજબ આવાગમન થાય છે. ભાવ છે ઉજ્જૈનીની સ્પર્શના કરવાના.' આચાર્યદેવે પ્રત્યુત્તર આપ્યો. ત્રણે મિત્રો આચાર્યદેવની સમક્ષ બેસી ગયાં. આચાર્યદેવે કહ્યું: ‘કુમાર, તારી જે જિજ્ઞાસા હોય તે પૂછી શકે છે...”
ભગવંત, સિદ્ધાન્તમાં જ્ઞાનાવરણ આદિ આઠ પ્રકારનાં જે કર્મ કહેલાં છે, તે કર્મ જીવ કેવી રીતે બાંધે છે? એ મારે જાણવું છે.' આચાર્યદેવે કહ્યું:
હે સૌમ્ય કુમાર, સિદ્ધાન્તમાં કહેવું છે કે - છે જ્ઞાનનો દ્રોહ કરવાથી.
જ્ઞાન-જ્ઞાનીને ઓળવવાથી. છે જ્ઞાનમાં અંતરાય કરવાથી. છે જ્ઞાન-જ્ઞાની પ્રત્યે દ્વેષ કરવાથી. જ્ઞાનની આશાતના કરવાથી. સૂત્રના ખોટા અર્થ કરવાથી. જીવ જ્ઞાનાવરણ કર્મ બાંધે છે. એવી રીતે દર્શનનો દ્રોહ કરવાથી. દર્શનમાં અંતરાય કરવાથી. દર્શન-દર્શનીનો ક્રેપ કરવાથી. દર્શનની આશાતના કરવાથી. જ દર્શનસંબંધી વિરુદ્ધ કથન કરવાથી, જીવ દર્શનાવરણ કર્મ બાંધે છે. * પ્રાણ ભૂત, જીવ અને સત્ત્વની અનુકંપાથી. જ પ્રાણો, ભૂતો, જીવો અને સત્ત્વોને દુ:ખ ન દેવાથી.
એ બધા જીવોને શોક ના કરાવવાથી. છે એ બધા જીવોને ખેદ ના કરાવવાથી. છે. એ બધા જીવોને પરિતાપ ના ઉપજાવવાથી. જીવ શાતાવેદનીય કર્મ બાંધે છે.
બીજા જીવોને દુઃખ દેવાથી, શોક કરાવવાથી, ખેદ કરાવવાથી, પરિતાપ ઉપજાવવાથી જીવ અશાતાવંદનીય કર્મ બાંધે છે.
શ્રી સમરાદિત્ય મહાકથા
૧3ળા,
For Private And Personal Use Only
Page #328
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તીવ્ર ક્રોધ કરવાથી. ક તીવ્ર અહંકાર કરવાથી. જ તીવ્ર માયા કરવાથી. તીવ્ર લોભ કરવાથી.
તીવ્ર દર્શન મોહનીય કર્મ અને તીવ્ર ચારિત્ર મોહનીય કર્મ બંધાય છે. આ કર્મ ઉદયમાં આવીને, સમ્યક્ત ધર્મ પામવા દેતું નથી, વિરતિ-ધર્મ પામવા દેતું નથી. જ મહાઆરંભ કરવાથી.
મહાપરિગ્રહ કરવાથી. પંચેન્દ્રિય જીવોની હિંસા કરવાથી અને કે માંસાહાર કરવાથી જીવ નરકનું આયુષ્યકર્મ બાંધે છે.
માયા-કપટ-પ્રપંચ-છેતરપિંડી કરવાથી. ક જૂઠાં વચન બોલવાથી.
ખોટાં તોલમાપ રાખવાથી. જીવ તિર્યંચગતિનું આયુષ્યકર્મ બાંધે છે. એ સ્વાભાવિક વિનીતપણાથી, દયાળુપણાથી. ક ઇર્ષ્યા, અદેખાઈ, અભિમાન વગેરે ન કરનાર જીવ મનુષ્યગતિનું આયુષ્યકર્મ બાંધે છે. છે સરાગ-સંયમ, સર્વવિરતિ, દેશવિરતિ,
બાલ-તપ, અકામનિર્જરા કરવાથી, જિવ દેવગતિનું આયુષ્યકર્મ બાંધે છે.
આ મન-વચન-કાયાની સરળતાથી અને પ્રમાણભૂત-સત્ય બોલવાથી જીવ શુભનામકર્મ બાંધે છે.
છે મન-વચન-કાયાની કુટિલતાથી, અપ્રમાણભૂત, અસત્ય બોલવાથી અશુભ નામકર્મ બાંધે છે.
ક જાતિ, કુળ, રૂપ, તપ, શ્રુત, બળ, લાભ અને ઐશ્વર્યની નિરભિમાનતાથી ઉચ્ચ ગૌત્રકર્મ બંધાય છે.
ક જાતિ વગેરેના અભિમાનથી નીચ ગત્રકર્મ બંધાય છે. ઘન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્યમાં અંતરાય કરવાથી અંતરાયકર્મ બંધાય છે. આ રીતે હે કુમાર, જીવ આઠ પ્રકારના કર્મ બાંધે છે.
.
રમત
એક
૧૩ns.
ભાગ-૩ * ભવ નવમો
For Private And Personal Use Only
Page #329
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
19EER
લગભગ ચાર ઘટિકા સુધી ધર્મકથા ચાલી. આચાર્યદેવની સમજાવવાની સુંદર શૈલીના કારણે કુમાર ઉપરાંત લલિતાંગ તથા અશોકને પણ આનંદ થયો. તેઓને કંટાળો ના આવ્યો.
આચાર્યદેવ તથા અન્ય મુનિરાજોને વંદના કરી, ત્રણ મિત્રો ઉપાશ્રયની બહાર નીકળ્યાં. આચાર્યદેવના મુખે સાંભળેલી વાતો પર ચર્ચા કરતાં, તેઓ પાંથશાળાએ પહોંચ્યાં. લલિતાગે આચાર્યદેવની અને તેમની જ્ઞાનપ્રતિજ્ઞાની ભૂરિભૂરિ પ્રશંસા કરી. કુમાર સમરાદિત્યનું ચિત્ત પ્રસન્ન થયું.
સંધ્યાકાલીન ભોજન કામાંકુરના આવ્યાં પછી કરવાનું હતું. કામાકુરને લલિતાગે આવશ્યક સૂચનાઓ આપી દીધી હતી. બીજી બાજુ પાંથશાળાના ચોકીદારે પણ, એક પાકશાસ્ત્રકુશળ બ્રાહ્મણને બોલાવી, સુંદર ભોજન તૈયાર કરાવી દીધું હતું.
લગભગ સૂર્યાસ્ત સમયે કામાંકુર આવી ગયો. તેણે લલિતાંગની પાસે બે-ત્રણ પડીકાં મૂક્યાં ને કહ્યું: “મિત્રો, તમને ભાવે તેવી મીઠાઈઓ લઈ આવ્યો છું. ધારાનગરીની આ વખણાતી મીઠાઈઓ છે.' લલિતાગે પડીકાં ખોલી નાખ્યાં અને એમાંથી એક મીઠાઇનો ટુકડો કુમારના મોઢા માં નાખી દીધો. પછી બધા મિત્રોએ મીઠાઈને ન્યાય આપ્યો અને ભોજન કરી લીધું.
ભોજન કરીને, ચારે મિત્રો પાથશાળાના મેદાનમાં આમ્રવૃક્ષ નીચે પાથરેલા, ખાટલાઓ ઉપર આડા પડ્યાં. અશોકે તેમના ચારે ઘોડાઓની સંભાળ લીધી. ચોકીદારે કહ્યું:
માલિક, ઘોડાઓને લીલુંછમ ઘાસ ખવડાવ્યું છે અને ચણાની ચંદી પણ બાંધી હતી. આપ ચિંતા ના કરો, મને જનાવરો ઉપર વધારે પ્રેમ છે...!'
માણસો ઉપર ઓછો ને?” અશોક બોલ્યો, ને સહુ મિત્રો હસી પડ્યાં. અશ્વોએ હણહણાટી કરીને, તૃપ્તિનો પરિચય આપ્યો. અશોકે ચારે અશ્વો પર હાથ ફેરવીને પંપાળ્યાં,
આપણે આવતી કાલે ઉર્જની જવું છે કે અહીં રોકાવું છે?' કામાકુરે પૂછ્યું.
મારી ઇચ્છા એવી છે કે આવતી કાલે કામાકુરને આપણે ઉપાશ્રયે લઈ જઈએ ને ધર્મકથા સંભળાવીએ.' અશોકે પ્રસ્તાવ મૂક્યો.
“કબૂલ. પરંતુ આજે રાત્રે તમારે મારી સાથે કામ કથા સાંભળવા આવવું પડશે.” કહો... તૈયારી છે? હું તમને એવી હવેલીમાં લઈ જઈશ... કે જ્યાં સ્વયં કામદેવ શ્રી સમરાદિત્ય મહાકથા
૧૩૧૭
For Private And Personal Use Only
Page #330
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને એનો પરિવાર વસે છે. નૃત્ય અને ગીતની જ્યાં આરાધના થાય છે. મનુષ્ય પોતાનાં તનમનનાં બધાં દુઃખો ત્યાં ભૂલી જાય છે.'
કામાંકુરની વાત સાંભળીને, લલિતાગે કુમાર સામે જોયું અને એ બોલ્યો: “જો મહારાજકુમાર સ્વીકૃતિ આપે તો કામાંકુરનો પ્રસ્તાવ આપણને કબૂલ છે.'
સમરાદિત્યે કહ્યું: “તમને મિત્રોને જો ત્યાં જવાનું ગમશે તો હું તમને સાથ આપીશ.”
અશોક નાચી ઊઠ્યો... “કામાંકુર, તારો પ્રસ્તાવ મહારાજ કુમારે સ્વીકારી લીધો છે. એટલે હવે રાત્રિનો કાર્યક્રમ નક્કી.”
લલિતાંગે કહ્યું: “તો પછી આવતી કાલે ઉપાશ્રયમાં ધર્મકથા સાંભળવા જવાનું પણ નક્કી. કામાંકુરે ખાસ આવવાનું.”
જરૂર આવીશ... ધર્મકથા સાંભળીશ., આનંદિત થઈશ.' કામાકુરે કુમાર સામે જોઈને કહ્યું.
“ખરેખર, આચાર્યદેવની વાણીમાં આકર્ષણ છે. આજે સાંભળવામાં જરાય કંટાળો ના આવ્યો. સમજવાનું, જાણવાનું ઘણું મળ્યું... મેં તો મારા જીવનમાં પહેલી જ વાર ધર્મકથા સાંભળી. બીજી વખત ધર્મકથા સાંભળવાની ઇચ્છા જાગી. આ બધો પ્રતાપ મહારાજ કુમારનો છે.' લલિતાંગે ભાવવિભોર બનીને કહ્યું.
આવતી કાલે હું આચાર્યદેવને, ઉજ્જૈની પધારવા માટે આગ્રહ કરીશ. તેઓ આપણી પ્રાર્થના અવશ્ય સ્વીકારશે.” કુમારે પલંગમાં લંબાવતાં કહ્યું.
કામાંકુર, આપણે રાત્રિમાં ક્યારે તારી હવેલીમાં પહોંચવાનું છે?' લલિતાંગે પૂછ્યું.
કામાંકુરની હવેલી છેઅહીં ધારાનગરીમાં?' અશોકે આશ્ચર્યથી પૂછ્યું.
હા ભાઈ હા, મને જે ગમે તે હવેલી મારી. આપણે રાત્રિની ચાર ઘટિકા વીતી ગયા પછી ત્યાં પહોંચવાનું છે. એ હવેલી નથી, સ્વર્ગ છે સ્વર્ગ!”
નૃત્યમાં મોર જેવી અને ગામમાં કોકિલ જેવી ધારાની સૌન્દર્ય સામ્રાજ્ઞી ચિંતામણિના મહાલયના સુખડના દ્વારવાળા ખંડમાં આ મહેફિલ યોજવામાં આવી હતી. ખંડ સંગેમરમરનો હતો. દ્વાર અને દિવાલો સોના-રૂપાનાં નકશીકામથી શોભાવવામાં આવ્યાં હતાં. ઠેર ઠેર પરદેશી રમણીય બનાત, મલમલ અને કિનખાબના પડદા લટકતાં હતાં. જમીન પર મૂલ્યવાન કાલીન બિછાવ્યાં હતાં. છતમાં બિલોરી ઝુમ્મરો લટકાવવામાં આવ્યાં હતાં અને ઝુમ્મરોમાં દીપકની રોશની કરવામાં આવી હતી. ૧૩૧૮
ભાગ-૩ ૪ ભવ નવમો
For Private And Personal Use Only
Page #331
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક તરફ રાજકુમાર વગેરે માટે મખમલી ગાલીચાઓ નાખ્યાં હતાં, સામી બાજુએ સાદી શેતરંજી પર સાજ સાથે બજવૈયા બેઠાં હતાં. થોડે આગળ બે લાલ મખમલી ગાલીચા પર હાથીદાંતની કોતરેલી પૂતળીઓ જેવી બે દાસીઓ બેઠી બેઠી સાજ સાથે સ્વર મિલાવી રહી હતી. બે દાસીઓ હાથમાં વીંઝણો લઈને બેઠી હતી.
સમય થઈ ગયો હતો. કુમાર વગેરે ચારે મિત્રો ગાલીચા પર બેસી ગયાં હતાં. સારંગી ને દિલરુબા પોતાના સ્વર છેડી બેઠાં હતાં. સૌન્દર્યમૂર્તિ ચિંતામણિના આગમનની ઘડીઓ ગણાતી હતી. અચાનક મૃદંગ પર થાપ પડી અને પગના ઘૂંઘરુનો રણકો ગાજ્યો. સ્વર્ગપરી ચિંતામણિ આવી રહી હતી.
સમરકંદની સૌન્દર્યપ્રતિમાના વેશમાં એ ઝૂમતી ઝૂમતી ચાલતી હતી. એણે આછા આસમાની રંગનો બુરખો આખા દેહ પર નાખ્યો હતો. મુખ પર રેશમનો કાળો નકાબ ઢાંક્યો હતો. ચંપકકળીના ગુલદસ્તા જેવા બે પગ અને નકાબમાંથી દેખાતું ગોરું ગોરું અડધું મુખ, આકર્ષણની અદ્ભુત સીમા દર્શાવી રહ્યાં હતાં, પ્રેક્ષકોની આંખોને જાદુથી પોતાના ઉપર સ્થિર કરતી ચિંતામણિ આવી પહોંચી. એનાં પગલામાં લય અને તાલ બજતાં હતાં.
મૃદંગ પર જરા વેગથી થાપ પડી. સિતારના તાર વધુ રણઝણ્યા, ને ચિંતામણિએ આકાશમાં લહેરાતી વાદળીની જેમ દેહને વીંઝ્યો. મસ્તીભરી અદાથી પગનો તાલ આપ્યો, એની સાથે સૂરનો મેળ સાધ્યો અને ઘૂઘરા જરા જરા રણઝણ્યાં.
વાતાવરણ સૂર અને સૌન્દર્યથી તરબોળ બની ગયું. ચિંતામણિએ ગીતની બે પંક્તિઓ બહેલાવી. પગના તાલનો વેગ વધ્યો. તેણે શરીર પરથી બુરખો ફગાવી દીધો. આકાશમાં વીજળી ચમકે એમ એ રૂપવતી સુંદરી ચમકી ઊઠી. શરીર પર ગુલાબી ચીનાઈ વસ્ત્ર, ગુલાબની અર્ધવિકસિત કળીઓથી ગૂંથેલો કેશકલાપ, માથે જરીભરત ભરેલી નાની ટોપી ને નાકમાં મોતીની મોટી ચૂક... પ્રેક્ષકો પર રૂપસૌન્દર્યની મદભરી છાયા પ્રસરી ગઈ.
નૃત્ય અને ગીતની ભારે રમઝટ જામી. ચિંતામણિ હવા પરીની જેમ લહેરાઈ રહી હતી. તાલ બરાબર જામ્યો હતો... ત્યાં અચાનક મૃદંગ બજાવનાર ચૂક્યો... એણે તાલની બહાર થાપ મારી દીધી. અને ચિંતામણિનો નૃત્યદોર અડધે તૂટી ગયો. પ્રેક્ષકો હાહાકાર કરી ઊઠ્યા. જામેલો રંગ ખલાસ થઈ ગયો... બધા બેઠાં બેઠાં પોતાનો રોષ મૃદંગ બજાવનાર પર ઠાલવી રહ્યાં હતાં... ત્યાં સફાળો એક યુવાન ઊઠ્યો. તે મૃદંગ બજાવનાર પાસે ગયો. એના હાથમાંથી મૃદંગ લઈ લીધાં. તેણે મંદગ પોતાના ખોળામાં રાખી એક થાપ મારી. જાણે ગુસ્સે થયેલા પ્રેક્ષકોના દિલ પર થાપ પડી! થાપ પડતાંની સાથે મૃદંગના અવાજથી આખો ખંડ ગુંજી ઊઠઠ્યો. પછી તો મૃદંગ ભારે સુંદર ગતમાં બજવા લાગ્યાં.
ચિંતામણિના પગ આપમેળે નાચી ઊઠ્યાં, પાયલ એની મેળે બજી ઊઠી. તૂટેલા શ્રી સમરાદિત્ય મહાકથા
૧૩૧૯
For Private And Personal Use Only
Page #332
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
સ્વરતાર સંધાઈ ગયાં, ફરી અવનવી મસ્તી જામી પડી. ચિંતામણિ બમણા વેગથી નૃત્ય કરવા લાગી.
મૃદંગકાર પોતાની અજબ કરામત દેખાડી રહ્યો હતો. ધીરેથી એણે પોતાનું ગળું પણ વહેતું મૂક્યું. એના સૂરોમાં ભારે ખેંચાણ હતું. દર્દ પુકારભર્યું ગીત જામી ગયું. સિતારના તાર થંભી ગયાં હતાં. ચિંતામણિના પગોનો ઝંકાર, મૃદંગનો થનગનાટ અને ગાનારનું ગીત... સર્વત્ર સામ્રાજ્ય જમાવી રહ્યાં. સહુનાં હૈયાં થનગનાટ અનુભવી રહ્યાં... ત્યાં એક અવાજ ઊઠ્યો: 'કમાલ કરી તમે તો મહારાજકુમાર!' એ અવાજ હતો કામાંકુરનો! એનાથી ના રહેવાયું... એ મોટેથી બોલી ઊઠ્યો.
www.kobatirth.org
નૃત્ય અને ગીત એકાએક થંભી ગયાં. ચિંતામણિ મૃદંગકારની નજીક આવી. મૃદંગકારના મસ્તક પર વળેલાં પ્રસ્વેદબિંદુઓ એણે લૂછ્યાં. આ ભાગ્ય ભાગ્યે જ કોઈને મળતું, અને જેને મળતું તે મહાભાગ્યશાળી લેખાતો. એક અજાણ્યો માણસ આવું ભાગ્ય પામી જાય, એની બીજાઓને ઇર્ષ્યા જાગી.
ચિંતામણિ પોતાના આસન પર સ્વસ્થતાથી બેસી ગઈ. તેની સામે રહેલા સુવર્ણથાળમાં સહુ પોતપોતાની ભેટ નાખવાં લાગ્યાં. ચાર મિત્રો ઊભા થયા. મૃદંગ નીચે મૂકીને, રાજકુમાર સમરાદિત્ય પણ ઊભો થયો. તેમણે થાળમાં નજરાણું નાખ્યું. ચિંતામણિએ કુમાર સામે જોયું ને તે બોલી: ‘મહારાજકુમાર!’
નીચી દૃષ્ટિએ કુમારે કહ્યું: ‘કહો દેવી!’
‘આ નગરમાં નવા છો?'
‘જી હા...’
‘કોણ છો...?’
‘રાજકુમાર...’
‘ક્યાંના’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘ઉજ્જૈનીના...’
‘રાજકાજમાં આવું મૃદંગવાદન કઈ રીતે શીખ્યાં?’
‘એક કળા છે આ. અમને રાજકુમારોને વિવિધ કળાઓ શીખવવામાં આવે છે.’ ‘અદ્ભુત છે કળા તમારી...'
‘અદ્ભુત કળા તો છે તમારા નૃત્યની! મેં આવું નૃત્ય પહેલી જ વાર જોયું...' ‘ફરીથી ક્યારેક આ દાસ્તને દર્શન આપજો...’
૧૩૨૦
‘કાલનો શો ભરોસો? હું વ્યર્થ વચન આપતો નથી...'
ચિંતામણિને તેડું આવ્યું. તે ચાલી ગઈ... કુમાર પણ મિત્રોની સાથે મહાલયમાંથી બહાર આવ્યો. કામાંકુર તો કુમારને ભેટી જ પડ્યો... ‘મહારાજકુમાર, આવી તો કેટકેટલી કળાઓમાં તમે પારંગત છો?’
For Private And Personal Use Only
ભાગ-૩ * ભવ નવમો
Page #333
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આખી રાત કામાકુરે સોનેરી સ્વપ્નોની દુનિયામાં ઘૂમ્યા કર્યું. સ્વપ્નમાં એ પાછો ચિંતામણિના મહાલયે ઊપડી ગયો. કામાંકુર એ રૂપવતી સ્ત્રીનાં રૂપ અને ચાતુર્ય પર મુગ્ધ થઈ ગયો હતો. દાસી એને અંદરના ખંડમાં લઈ ગઈ. આવો મનોહર મહાલય એ આજે જ નિહાળતો હતો. ભોગવિલાસની આટલી બધી સામગ્રીઓ આજે જ નીરખતો હતો. આખા મહાલયને ઠંડું રાખવા માટે એક કૃત્રિમ ઝરણું બધે વહેતું હતું. એમાંથી કેટલાક ફુવારાઓમાં એ પાણી જતું. ફુવારાઓ એ જળને ઉડાડતા ને પાછું એ ઝરણમાં ચાલ્યું જતું. એ કૃત્રિમ ઝરણના છીપ-આરસના કાંઠે અશોક, આમ્ર, બદામ, સરુ ને કદંબના ઘટાદાર વૃક્ષો રોપ્યાં હતાં. નિશિગંધા અને ગુલાબના ક્યારા રચીને, વાતાવરણ સુગંધિત બનાવવામાં આવ્યું હતું. ઠેર ઠેર નાની નાની ગુફાઓ બનાવી, એમાં હરણ, સસલાં વગેરે સુંદર પશુઓ પાળવામાં આવ્યાં હતાં. લતાકુંજોમાં મેના-પોપટનાં પાંજરા ટાંગવામાં આવ્યા હતાં.
મહાલયના એક એકાંત ભાગમાં મધુવનની રચના હતી. ભારે કૌશલ્યથી એ રચના થઈ હતી. કલકલનાદિની યમુના ત્યાં વહેતી બતાવી હતી. કદંબવૃક્ષોની ઘટા અને ગાયોને ચારતાં ગોવાળ ત્યાં આલેખાયેલાં હતાં. સાચા મોર ત્યાં કળા કરતાં હતાં. સાચી ઘેન ત્યા દૂર્વા ચરતી હતી. ઠેર ઠેર માધવીલતાના મંડપો રચાયાં હતાં. ચિંતામણિ આ મધુવનમાં હતી, ને ત્યાંથી બંસીના સૂર આવી રહ્યાં હતાં. એ સૂરો વધુ ને વધુ મીઠા બનતાં હતાં.
સ્વપ્ન પૂરું થયું. જ્યારે કામાંકુર જાગ્યો ત્યારે આકાશમાં સૂરજે ઘણો રસ્તો કાપ્યો હતો. લલિતાગ પાથશાળાની પરસાળમાં આંટાફેરા મારતો હતો. અશોક પાં શાળાના ચોકીદાર સાથે ભોજનની અને પ્રભાતિક દુગ્ધપાનની વાતો કરતો હતો. રાજકુમાર દેખાતો ન હતો. કામાંકુર ઊભો થયો. તે લલિતાંગ પાસે ગયો. પૂછ્યું. “કુમાર ક્યાં?' લલિતાગે સંકેતથી ખંડ બતાવ્યો ને કહ્યું :
ધ્યાનમાં લીન છે...” કોના ધ્યાનમાં?' પરમાત્માના.” “પરમાત્માના ધ્યાનમાં?' ‘ત્યારે શું ચિંતામણિના ધ્યાનમાં?' અરે મારા મિત્ર, હું તો આખી રાત એનું જ સ્વપ્ન જોતો રહ્યો.” એ જ જુએ ને? તને એ જ ગમે છે.... સુરા અને સુંદરી.” મને એકલાને જ ગમે છે? તને નથી ગમતી?"
હવે પ્રભાતિક કાર્યોથી પરવારવું છે કે ચર્ચા કરવી છે? તું કેટલો મોડો ઊડ્યો છે?'
શ્રી સમરાદિત્ય મહાકથા
૧3
For Private And Personal Use Only
Page #334
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારે રાજકુમારનાં દર્શન કરવાં છે.'
હું હાજર જ છું!” ખંડમાંથી બહાર આવતાં કુમારે હસીને, કામાંકુરની પીઠ પર હાથ મૂક્યો...
નમસ્તે.”
નમસ્તે કામાકુર, આજે આપણે ધર્મકથા સાંભળવા ઉપાશ્રયે જવાનું છે, ભૂલતો નહીં. તારું વચન છે.”
મહારાજ કુમાર, આજે આપની સાથે ઉપાશ્રયે આવીશ જ. શાન્તિથી ધર્મકથા સાંભળીશ.. પરંતુ મારાં એક પ્રશ્નનું આપ સમાધાન કરશ?”
‘પૂછ પ્રશન.” “આપ અત્યારે પ્રભાતે કોનું ધ્યાન કરતાં હતાં?”
પરમાત્માનું.” “સાચું કહેજો, એ ધ્યાનમાં વચ્ચે વચ્ચે ચિંતામણિ નહોતી આવતી? ધ્યાનમાં ભંગ નહોતી કરતી?”
કામાંકુર, સાચી વાત એ છે કે મેં ચિંતામણિના મુખને જોયું નથી. મારી દૃષ્ટિ એના પગ ઉપર હતી, એનાં પાયલ ઉપર હતી. અને એ પણ મહાલયના પગથિયાં ઊતરી ગયા પછી વિસ્મૃતિના પાતાળકૂવામાં..'
ગજબના છો તમે મહારાજ કુમાર! આવી અદૂભુત કલાઓ જાણતાં છતાં સુરાસુંદરથી દૂર રહ્યાં છો...' કામાંકુરે મસ્તક ધુણાવવા માંડ્યું.
ત્યાં લલિતાગે આવીને, કુમારનો હાથ પકડયો. “આપ ચાલો, દુગ્ધપાનનો સમય થઈ ગયો છે. આ કામાકુરની વાતોમાં સાર નથી...”
સાચી વાત છે તારી. આપણે તો મારે સારું ભોવન' આટલું જ સમજીએ!”
હવે બસ કર. તારું ભાષણ સાંભળવા માટે ધારાથી ઉજૈનીનો લાંબો રસ્તો પડ્યો છે. સમજ્યો?”
ચારે મિત્રોએ દુગ્ધપાન કર્યું. સાથે સાથે ગરમ ગરમ બાજરીનો રોટલો અને એમાં ગોળ-ઘી નાખી, નાસ્તો કર્યો.
1332
ભાગ-૩ + ભવ નવમો
For Private And Personal Use Only
Page #335
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(2001
દિવસનો પ્રથમ પ્રહર પૂર્ણ થયો હતો. બીજા પ્રહરનો પ્રારંભ થયો હતો. કુમાર સમરાદિત્ય મિત્રોની સાથે, ઉપાશ્રયમાં આવીને, આચાર્યદેવ તથા અન્ય મુનિવરોને વિંદના કરીને, આચાર્યદેવની સામે વિનયથી બેસી ગયાં હતાં.
બે હાથે અંજલિ રચી, મસ્તકને નમાવી, સમરાદિત્યે કહ્યું: ‘ગુરુદેવ, આજે મારે કિંઈ પૂછવું નથી. આપને જ અમારા માટે જે ઉચિત લાગે, તે ઉપદેશ આપો.”
આચાર્યદેવે ઘર્મકથાનો પ્રારંભ કર્યો.
રાજકુમાર, પ્રત્યેક રાજાના માથે અનેક પ્રકારની આપત્તિઓ તોળાઈ રહેલી હોય છે. રાજકુળ એ ખટપટોનું મહાદ્વાર છે. વિષપ્રયોગ, વિશ્વાસઘાત, વિષકન્યા, વ્યસનો અને વ્યાધિ, રાજાને ઘેરી લેવા સદા સજ્જ ઊભાં હોય છે. એ માટે રાજાએ જો અજેય બનવું હોય તો સાત મહાવ્યસનોથી દૂર રહેવું જોઈએ. ૧. જુગાર, ૨. માંસ, ૩. સુરા, ૪. વેશ્યા, ૫. શિકાર, ૬. પરસ્ત્રી અને ૭. અન્યાયી દ્રવ્ય. આ સાત વ્યસનો ત્યાગનાર રાજા સદા અજેય બને છે. વત્સ, રાજા કેવો હોવો જોઈએ? એનાં લક્ષણો સાંભળી લે. છે રાજાનું શરીર શુભ લક્ષણોથી યુક્ત જોઈએ. છે તેની પાંચે ઇન્દ્રિયો પરિપૂર્ણ જોઈએ.
રાજા રૂપવાન જોઈએ, મદ વિનાનો જોઈએ. છે ઓજસ્વી અને યશસ્વી જોઈએ. ક કૃપાવંત અને કલાવંત જાઈએ.
જ પ્રભાવશક્તિ, મંત્રશક્તિ અને ઉત્સાહશક્તિ - આ ત્રણ શક્તિઓ એનામાં જોઈએ.
પ્રજા પર પ્રીતિ ધરનાર જોઈએ. ધર્મ, અર્થ અને કામ આ ત્રણ પુરુષાર્થનો જ્ઞાતા જોઈએ. છે ભરપૂર અર્થભંડારવાળો જોઈએ. જ વિશ્વાસપાત્ર ગુપ્તચરોવાળો જોઈએ. ક કાર્યસિદ્ધિના લક્ષ્યવાળો જોઈએ.
દુષ્ટોનો નિગ્રહ કરનાર અને શિષ્ટ પુરુષો પર અનુગ્રહ કરવામાં કુશળ જોઈએ. છેરાજામાં સત્ત્વગુણ હોવો જોઈએ.
જ રાજાને તત્ત્વજ્ઞાન પણ હોવું જોઈએ. શ્રી સમરાદિત્ય મહાકથા
૧૩
For Private And Personal Use Only
Page #336
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વસ, રાજાએ શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ. એ અંગે પણ કેટલીક વાતો કહું છું.
રાજાએ, દેવ, ગુરુ, બ્રાહ્મણ, કુળવૃદ્ધ અને સાધુ આ પાંચસિવાય કોઈને મસ્તક નમાવવું ના જોઈએ. * કોઈએ સ્પર્શ કરેલું ભોજન ખાવું નહીં, કોઈના ભેગા જમવું નહીં.
સ્પર્શ ન કરવા જેવી અને ગમન ન કરવા જેવી સ્ત્રીઓનો સંગ કરવો નહીં. આ શ્રાદ્ધનું અન્ન જમવું નહીં, પારકે ઘેર જમવા બેસવું નહીં.
કે પારકા વાસણમાં જમવું નહીં, પારકું વસ્ત્ર પહેરવું નહીં, પારકી શય્યામાં પોઢવું નહીં અને પારકા વાહન પર બેસવું નહીં.
પોતાનાં વાહન, આસન કે શય્યા પર વડીલજનો સિવાય કોઈને બેસવા દેવાં નહીં. કાંજી, કોહેલું અન્ન, જવ, તેલ તથા ઉદંબર જાતનાં પાંચ ફળ ખાવાં નહીં.
અંગરક્ષકો, કંચુકીઓ, મંત્રી, છડીદાર, રસોઇયા, દ્વારપાલ વંશપરંપરાથી ચાલ્યાં આવતાં હોય, તે જ રાખવાં.
શસ્ત્રભંડારો, દાનશાળાઓ, ભોજનશાળાઓ, પરબ, પ્રાસાદો તથા જળાશયોથી પૃથ્વીને શણગારવી.
ધર્મ, અર્થ અને કામ – એ ત્રણ પુ ષાર્થ, પરસ્પર બાધ ના આવે, એ રીતે સાધવાં.
શત્રુનું નિર્મુલન, મિત્રનું સંરક્ષણ, મંત્ર, બળ અને ઉત્સાહ-ત્રણ શક્તિ, સામદામ-દંડ અને ભેદ-આ ચાર ઉપાય, રાજામાં અવશ્ય જોઈએ.
છે સ્વામી, પ્રધાન, સહૃદય, કોશ, રાષ્ટ્ર, કિલ્લા તથા સૈન્ય, આ સાત અંગ જોઈએ,
જ સંધિ, વિગ્રહ, યાન, આસન, આશ્રય અને વૈધીભાવ - આ છ ગુણ રાજામાં અનિવાર્ય હોવા જોઈએ. હે રાજકુમાર, રાજાનાં પાંચ યજ્ઞ કહેલા છેઃ આ પહેલો યજ્ઞ અપરાધીને દંડ કરવાનો છે. છે બીજો યજ્ઞ પુરુષોનો સત્કાર કરવાનો છે. ત્રીજો યજ્ઞ ન્યાયપૂર્વક ભંડાર ભરવાનો છે. ચોથો યજ્ઞ પક્ષપાત વિના શુદ્ધ ન્યાય કરવાનો છે.
પાંચમો યજ્ઞ શત્રુઓથી દેશનું રક્ષણ કરવાનો છે. હે વત્સ, તું જે નગરીથી આવ્યો છે, તે ઉની નગરીની એક સાત્ત્વિક રાજાની વાર્તા, હું ઘણી વાર મારી ધર્મકથામાં કહું છું.
એ રાજાને પ્રતિજ્ઞા હતી બજારમાં જે વસ્તુ સાંજ સુધીમાં ના વેચાય, એ વસ્તુ પોતે ખરીદી લેતો. એક માણસ ઉર્જનીના બજારમાં દરિદ્રતાનું પૂતળું વેચવા આવ્યો. ૧3૪
ભાગ-૩ + ભવ નવમો
For Private And Personal Use Only
Page #337
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બજારમાં વસ્તુઓ ખરીદનારાઓનો તોટો ન હતો, પણ સાક્ષાત દરિદ્રતાને કોણ ખરીદે? આખરે, સાંજ પડે રાજાએ એ દરિદ્રતાનું પૂતળું ખરીદી લીધું.
રાત પડી. રાજા પોતાના શયનખંડમાં પ્રવેશ્યો. સૂવાની તૈયારી કરે છે ત્યાં હાથીની અધિષ્ઠાત્રી દેવી આવી.
ઘોડાની અધિષ્ઠાત્રી દેવી આવી. ખુદ લક્ષ્મીદેવી પધાર્યા, ત્રણે દેવીઓએ રાજાને કહ્યું :
રાજન, તે અમારું અપમાન કર્યું છે, આજે દરિદ્રતાનું પૂતળું તારા મહેલમાં લાવી ને. અમારાંથી હવે તારા મહેલમાં નહીં રહેવાય. અમે વિદાય લેવા આવ્યાં છીએ..
રાજાએ ત્રણે દેવીઓને પ્રણામ કરીને કહ્યું: “હે માતાઓ, જો પૃથ્વીના રાજાઓ પોતાનાં વચન નહીં પાળે તો પ્રજા કોના પર વિશ્વાસ કરશે? રાજાનું વચન તો વજલેખ કહેવાય. રાજાએ પોતાના વચનની ખાતર પ્રાણ પણ આપવા જોઈએ. તમારે જવું જ હોય તો ખુશીથી પધાર. પેલું પૂતળું તો અહીં જ રહેશે.'
ત્રણ દેવીઓ ચાલી ગઈ... થોડી વાર પછી એક સુંદર પુરુષ પ્રગટ થયો. એની ચારે બાજુ તેજનાં વલય રચાયાં. એણે કહ્યું: “રાજન, હું સત્ત્વનો દેવ છું. તારી વિદાય માગું છું.” રાજ ઊભો થયો. તેણે દેવને પ્રણામ કરીને કહ્યું: “હે સત્ત્વદેવતા, રાજ જતું હોય તો ભલે જાય, લક્ષ્મી જતી હોય તો ભલે જાય, હાથી-ઘોડા લૂંટાતાં હોય તો ભલે લૂંટાય, યશ પણ ભલે નાશ પામે, પણ જીવતા જીવ હું તમને જવાની અનુમતિ નહીં આપે. તમે તો મારા બીજા પ્રાણ છો.'
પણ સર્વે કંઈ ન સાંભળ્યું. એ ચાલવા લાગ્યો. એટલે રાજાએ ઝબ કરતી તલવાર ખેંચી કાઢી અને કહ્યું: “હે સત્ત્વદેવ, આ દેહનું બલિદાન આપી દઈશ, પણ તમને નહીં જવા દઉં. તમે જો ન રહો તો મારે આ નશ્વર દેહની પણ જરૂર નથી.”
સત્ત્વનો દેવ પાછો ફર્યો. લક્ષ્મીદેવી વગેરે પણ પાછાં ફર્યા.
આવો સત્ત્વશીલ હતો એ ઉજ્જૈનીનો રાજા! કુમાર, તારે પણ એવા રાજા બનવાનું છે, અને તારા આ મિત્રોને તું ક્યારેય ના છોડીશ.”
આચાર્યદેવે પોતાનું વક્તય પૂરું કર્યું. ચારે મિત્રો આનંદિત થયાં. સમરાદિત્યે ઊભા થઈને, વિનયથી કહ્યું: “ગુરુદેવ, અમે આવતીકાલે સવારે ઉજ્જૈની જવા પ્રયાસ કરીશું. અમે આપને વિનંતી કરીએ છીએ કે આપ ઉર્જની પધારો.”
રાજકુમાર, તમારી પ્રાર્થના ઉચિત છે. ઉર્જની આવવાની ભાવના રાખીશ. શ્રી સમાદિત્ય મહાકથા
૧3૫
For Private And Personal Use Only
Page #338
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુકુળ સમયે આવવાનું શક્ય બને..' ચારે મિત્રોએ ગુરુદેવના આશીર્વાદ લીધાં, અને સ્વસ્થાને જવા રવાના થયાં.
૦ ૦ ૦ આજની ધર્મકથા તો મહારાજ કુમાર માટે જ હતી. બહું સારું થયું.' કામાંકુર પ્રસન્નચિત્તે બોલ્યો.
આચાર્યદેવે આપણને કોઈને પ્રતિજ્ઞાઓ લેવા આગ્રહ ના કર્યો. નહીંતર સપ્ત વ્યસનની વાત જ્યારે તેઓએ કહી, ત્યારે મને ભય લાગ્યો હતો. અશોકે કહ્યું.
પ્રતિજ્ઞાઓ લેવાની હોય છે, આપણે પ્રતિજ્ઞાઓ માગી હોત તો આચાર્યદેવે આપી હોત.” સમરાદિત્યે કહ્યું:
મહારાજકુમાર, તમારી વાત સાચી છે, પરંતુ એક વાર ઉજ્જૈનમાં એક સાધુમુનિરાજ આવેલા. અમારા ઘરે ભિક્ષા લેવા આવેલા. મારા પિતાએ મુનિરાજને કહ્યું: “આ મારા છોકરાને જુગાર નહીં રમવાની પ્રતિજ્ઞા આપ.' મુનિરાજે મારી સામે જોઈને કહેલું: “જુગાર નહીં રમવો જોઈએ. એની પ્રતિજ્ઞા લેવી જ જોઈએ.” મેં કહેલું: ગુરુદેવ, હું આપની પાસે ઉપાશ્રયે આવીશ... ત્યાં બધી વાત કરીશ..” મુનિરાજે મારી વાત માની લીધી, તેઓ ગયાં. બસ, હું બચી ગયો... ઉપાશ્રયે ગયો જ નહીં, આપણાથી પ્રતિજ્ઞા પળાતી નથી, પછી શા માટે લેવાની?” કામાકુરે લાંબુ ભાષણ આપી દીધું. અશોકે કહ્યું:
કામાંકુર, તેં મુનિરાજને છેતર્યા, એ સારું કામ ના કર્યું. પ્રતિજ્ઞા નહીં લેવાની, વિનયથી સ્પષ્ટ ના પાડી દીધી હોત તો?'
‘ભાઈ, બધી વાતો સ્પષ્ટ કહેવાની ના હોય. જો મેં ત્યાં સ્પષ્ટ ના પાડી હોત, તો મારા પિતાજી કરતાં મારી મા મારા ઉપર ખૂબ ગુસ્સો કરત.' કામાકુરે પોતાનો બચાવ કર્યો.
જો ભાઈ, માતાને પ્રસન્ન રાખવી હોય તો જુગાર વગેરે વ્યસનો છોડવાં જોઈએ. મોટા ભાગે બધાં જ માતા-પિતા આ સપ્ત વ્યસનોને ધિક્કારતાં હોય છે અને ઇચ્છતાં હોય છે કે એમનાં સંતાનો નિર્વ્યસની બને.” અશોકે વાતને લંબાવી.
સમરાદિત્યે કહ્યું: “વ્યસનોથી મનુષ્યનું જીવન નષ્ટ થાય છે. નિર્વ્યસની બનવા માટે વિચાર તો કરજો! નિર્વ્યસની જીવનના લાભોનો વિચાર કરજો. શારીરિક દૃષ્ટિથી, આર્થિક દૃષ્ટિથી અને આધ્યાત્મિક દૃષ્ટિથી વિચારજો.”
સહુ મિત્રો પાથશાળામાં આવી ગયાં. આવતાં જ ચોકીદારે કહ્યું: “માલિક, ભોજન તૈયાર છે. હાથ-પગ મોઢું ધોઈને, આવી જાઓ જમવા... અમારા બ્રાહ્મણે બહું જ સારું ભોજન બનાવ્યું છે.'
ચારે મિત્રો સાથે ભોજન કરવા બેઠાં. ભોજન કરતાં કરતાં સમરાદિત્યે કહ્યું:
૧3
ભાગ-૩ % ભવ નવમો
For Private And Personal Use Only
Page #339
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રો, આપણે આજે રાત્રિના સમયે જ, ઉર્જની તરફ પ્રયાણ કરી દઈએ તો?'
લલિતાંગે કહ્યું: “મહારાજ કુમાર, સાંજે ભોજન કરીને પછી, લાંબી યાત્રા માટે ઘોડેસવારી કરવી આપના શરીરને અનુકૂળ નહીં આવે. વળી આખી રાત ઉજાગરો થશે. શા માટે ઉજાગરો કરવો? વહેલી સવારે બ્રાહ્મમુહૂર્તમાં પ્રયાણ કરી દઈશું. હા, કોઈ અગત્યનું કામ હોય તો રાતે પણ જઈ શકાય.'
ના રે ના, એવું કોઈ જ અગત્યનું કામ નથી. કાલે સવારે પ્રયાણ કરીશું.' સમરાદિત્યે કહ્યું.
“તો પછી રાત્રિનો કોઈ કાર્યક્રમ બનાવીએ.” કામાકરના મનમાં ચિંતામણિનું નૃત્ય તાજું થયું. તેણે લલિતાંગ સામે જોયું. લલિતાંગે કુમાર સામે જોયું.
અશોકે કહ્યું: “ગઈ કાલે જે મહાલયમાં આપણે ગયાં હતાં, ત્યાંથી થોડે દૂર એક નાનો પર્વત છે. લાંબો પથરાયેલો ને રમણીય પર્વત છે. વિવિધ વૃક્ષો અને વનરાજીથી તે પર્વત શોભે છે. આપણે ત્યાં જઈએ... ત્યાં મહારાજકુમાર તથા કામાંકુરનાં ગીતોનો કાર્યક્રમ રાખીએ તો? એ બંનેને જે વાજિંત્રો જોઈએ તે હું લઈ આવીશ. મૃદંગ, વીણા બાસુરી વગેરે..”
લલિતાંગને અશોકનો પ્રસ્તાવ ગમ્યો. સમરાદિત્યે ના ન પાડી. કામાંકુર બોલી ઊઠ્યો: “આપણે તૈયાર છીએ.. મહારાજકુમાર જેવા મૃદંગ વાદનમાં વિશારદ સાથે આવનાર હોય પછી શું કમી રહે?”
લલિતાંગે કહ્યું: “પરંતુ જ્યારે મહારાજકુમાર ગાશે ત્યારે મૃદંગ તારે વગાડવું પડશે.” ‘વગાડીશ, મને વગાડતાં સરસ આવડે છે.' કામાકુર બોલી ઊઠડ્યો.
ભોજન પતી ગયું. ચોકીદારે આમ્રવૃક્ષની નીચે ખાટલા પાથરી દીધાં હતાં. અશોકે તેના હાથમાં પૈસા આપીને, એને તાંબૂલ લેવા મોકલી દીધો. સમરાદિત્ય ઊઠીને પોતાના ખંડમાં ચાલ્યો ગયો. ત્રણ મિત્રો આમ્રવૃક્ષની નીચે જઈને બેઠા. તાંબૂલ આવી ગયું. ત્રણે મિત્રોએ તાંબૂલ મોઢામાં મૂક્યું. પછી લલિતાગે પેલી માટીની ભૂંગળી ખીસામાંથી બહાર કાઢી. તમાકુની પોટલી બહાર કાઢી. ભૂંગળીમાં ચોકીદારે આગ ભરી, તેના પર તમાકુ ભભરાવી. સુગંધી ધુમાડો ચારે બાજુ ફેલાયો. મિત્રોએ વારાફરતી ભૂંગળીને દમ લગાવ્યાં.
બધાએ તાજગી અનુભવી. ચલમ ચોકીદારને આપીને, મિત્રો વાતોએ વળગ્યાં. ધીમા સ્વરે વાત શરૂ કરતાં અશોક બોલ્યો: મહારાજા જ્યારે સાંભળશે કે રાજકુમાર ધારાની નૃત્યાંગના ચિંતામણિના મહાલયમાં આવ્યાં હતાં, ત્યારે તેઓ અતિ પ્રસન્ન થઈ જશે.'
પરંતુ હજુ આપણું કામ ઘણું બાકી છે. ભલે એ ચિતામણિના મહાલયમાં
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૩
For Private And Personal Use Only
Page #340
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવ્યાં, પરંતુ ચિંતામણિ સામે જોયું નથી. ખેર, આ તો પહેલો જ પ્રસંગ હતો. ઉજ્જૈનીમાં સુંદરીના દેવવિમાન જેવા મહાલયમાં લઈ જઈશું. સુંદરી સાથે મેં વાત પણ કરી છે...” ‘શાની વાત?” કામાકુરે પૂછ્યું. રાજકુમારને મોહપાશમાં લેવાની, અને સુંદરીએ વાત માની પણ છે.” લલિતાંગે કહ્યું. ‘મારી ઇચ્છા તો એ છે કે કુમારને આપણે ગાઢ વિશ્વાસમાં લઈ, તેમને સોમરસનો સ્વાદ ચખાડવો. આપણી સાથે કે સુંદરી સાથે સોગઠાં રમવા બેસાડવા. કામકથા સાંભળતાં થઈ જાય... એ કરવું.” અશોક બોલ્યો.
તારી ઇચ્છા બરાબર છે... પરંતુ કામ સરળ નથી. આપણે એનું હૃદય જીતવા થોડો ત્યાગ પણ કરવો પડશે.. એમને જે ગમે છે તે આપણે કરીશું તો એમનો આપણા પર વિશ્વાસ દઢ થશે. મૈત્રી પાકી થશે. પછી જ આપણે એમને વિલાસ તરફ લઈ જઈ શકીશું.” લલિતાગે માનસશાસ્ત્રીની ઢબે વાત કરી.
કામાંકુર બોલ્યો: “આજે રાત્રે મારી ઇચ્છા તો ચિંતામણિ પાસે જવાની હતી, પરંતુ હવે મારે તમારી સાથે પહાડી ઉપર આવવું પડશે.' “આવવું જ પડશે ને. તેં કબૂલ કરેલું છે. અશોકે જરા ઊંચા અવાજે કહ્યું:
ધીરે બોલ, કુમાર બહાર આવી જશે.” લલિતાગ હસી પડ્યો, કામાકુરે કહ્યું: ‘લલિતાંગ, ઉજ્જૈનીમાં માત્ર સુંદરી જ છે, એમ ન માનીશ, બીજી પણ મેં બે-ત્રણ ખૂબસૂરત સ્ત્રીઓ જોઈ છે. હું એમની પાસે એક એક રાત પસાર કરી આવ્યો છું. જો કુમારને ત્યાં ગોઠવી દેવા હોય તો ગોઠવી શકાશે. એ સ્ત્રીઓ પણ ગીત-નૃત્યમાં ચતુર છે.. વાતો કરીને, પુરુષને મોહિત કરવામાં કુશળ છે.”
વાતો કરતાં કરતાં ત્રણે મિત્રો નિદ્રાધીન થઈ ગયાં,
ચોકીદાર અશ્વોને ચણાની ચંદી બાંધી રહ્યો હતો. બ્રાહ્મણ રસોઇયો પણ આડો પડ્યો હતો. વાતાવરણ સ્તબ્ધ હતું. પાંથશાળામાં બીજા કોઈ યાત્રિકો આવ્યાં ન હતાં. ધરતી સૂની ને ભેંકાર ભાસતી હતી. કૂતરા પણ ખૂણાઓમાં ભરાઈને, હાંફતા હતાં.
૦ ૦ ૦ પહાડ પર આકાશમાંથી ચાંદની વરસી રહી હતી. પૃથ્વી ઉપરના સ્વર્ગનો જાણે એક ટુકડો હતો! અહીં આવનારને સ્વર્ગીય આનંદ અને યોગીની શાન્તિ મળતી હતી. આ પર્વત પર ગાળેલી ક્ષણો જીવનની ધન્ય પળો બની જતી હતી. ચાર મિત્રો વીણા, વાંસળી ને મૃદંગ સાથે એ પહાડ પર ચઢી રહ્યા હતા. ચારે મૌન હતા. સહુનાં મન વાચાળ હતાં. તેઓએ એક રમણીય સ્થાન પસંદ કર્યું.
૧૩૨૮
ભાગ-૩ મ નવમો
For Private And Personal Use Only
Page #341
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
L૨૦૧]
'પ્રભુમેં સબ પતિતનકો ટીકો,
ઓર પતિત સબ દિવસ ચારકે. મેં તો જનમ હી કો...”
સમરાદિત્યની કોયલને ભુલાવે તેવી કંઠમાધુરી હતી અને સાકરના સ્વાદને ફિક્કો લગાડે તેવી સ્વરમાધુરી હતી. શબ્દ શબ્દમાં આત્માને સાદ દેવાની શક્તિ હતી. આજે ત્રણે મિત્રો પોતાની જાતને ધન્ય માની રહ્યાં હતાં. તેમને ક્ષણભર એમ લાગી ગયું કે આ દુનિયાને છોડી સીમાહીન અનંત પ્રભુ સામ્રાજ્યના પ્રજાજન બનીને બેસી જઈએ. વિલીન થઈ જઈએ, પ્રિય પરમાત્માના પાદારર્વિદમાં.”
લલિતાગે કહ્યું: “મહારાજકુમાર, આપની વાણી અમારાં સંતપ્ત હૃદયને પરમ શાંતિ આપે છે. પરંતુ સંસારનો ત્યાગ અમારા માટે અસંભવ છે...'
સમરાદિત્યે કહ્યું: “સંસારનો ત્યાગ ન થાય તો સર્વ ઇન્દ્રિયોનો વિનિયોગ પ્રભુપ્રીત્યર્થે કરવો. પરમાત્માને જે પ્રિય હોય તેને આપણું પ્રિય કરવું. આપણું પ્રિય પરમાત્માને ધરવું. મનની કામનાઓ જ્યાં સુધી ના છૂટે ત્યાં સુધી યજ્ઞયાગ તથા પૂજાપાઠ વૃથા
આપણને શૃંગાર સતાવે છે, કામ સતાવે છે. એનાથી મુક્ત થવા પરમાત્માનું મનમોહન રૂપ જુઓ... એમનો શૃંગાર જુઓ... આપણા કુત્સિત શૃંગારને ત્યજી દો... આપણા પ્રેમાભાસને ઓળખો. શું સુત કે શું દારા, શું પિતા કે શું માતા. આ બધા સ્વાર્થના સંબંધો છે. સાચો સંબંધ પરમાત્માનો છે. સ્વાભાવિક રીતે પરમાત્મા જ સર્વ જીવોના પતિ છે, એ પરમ પતિનાં ચરણે આપણાં સર્વ રાગ-દ્વેષ મૂકી દઈએ.
મિત્રો, ભોજન, ચીર, વૈભવ, વિલાસ, ઝૂલા ઉત્સવ.. એ બધું પરમાત્માને અર્પણ કરી દો. પરમાત્માની બાલ્યાવસ્થા, રાજ્યવસ્થા અને શ્રમણ-અવસ્થામાં તમારા મનને પરોવી દો. તમારું મન આશ્વાસન પામશે, તમારું મન વિશુદ્ધ થશે.
આત્મસમર્પણ કરો! સમર્પણશીલ ભક્તિ કરો. મનના મેલ ધોવાઈ જશે ભક્તિનો પવિત્ર ઝરો ફૂટી નીકળશે!'
કામાંકુરે કહ્યું: “મહારાજ કુમાર, મેં તો વિદ્વાન પાસેથી એવું સાંભળ્યું છે કે ત્રણે વર્ગને પૂર્ણપણે સાધી આપનાર કામશાસ્ત્ર છે! કામશાસ્ત્રમાં કહેલા પ્રયોગોને જાણનાર પુરુષ નક્કી પોતાની પ્રિયતમાના ચિત્તની પ્રસન્નતા મેળવે છે, અને તેનું રક્ષણ કરીને, શુદ્ધ પુત્રપ્રાપ્તિ કરે છે. અને વિશુદ્ધ દાનાદિક ક્રિયાથી, મહાન ધર્મપુરુષાર્થનો અધિકારી બને છે. અનુરાગી પ્રિયા, વિશુદ્ધ પુત્ર અને તેના સતત સ્નેહના ફળભૂત અર્થ અને કામની પ્રાપ્તિ થાય છે! રાગ વિનાની પત્ની અને અશુદ્ધ પુત્રથી અર્થ અને કામનો શ્રી સમરાદિત્ય મહાકથા
૧3c
For Private And Personal Use Only
Page #342
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાશ થાય છે. આ માટે ધર્મ, અર્થ અને કામ આ ત્રણ પુરુષાર્થને સાધી આપનારું કામશાસ્ત્ર છે.’
લલિતાંગે કહ્યું: ‘કામાંકુરની વાત સુંદર છે. મને એમાં કોઈ દોષ કે સંદેહ લાગતો નથી. કારણ કે કામના અભાવમાં અર્થ અને ધર્મનું કોઈ પ્રયોજન રહેતું નથી...' અશોકે કહ્યું; ‘આ કામશાસ્ત્રના વિષયમાં આપણે કુમાર સમરાદિત્ય જે કહે તે, સાચું માનવું જોઈએ.’
લલિતાંગે કહ્યું: ‘જો રાજકુમાર આ વિષયને સ્પષ્ટ કરે તો ઘણું સરસ! એથી વધારે સારું શું?'
સમરાદિત્યે કહ્યું: ‘મિત્રો, આ વિષયમાં હું જે મને સત્ય લાગે છે તે કહીશ, પણ તમારે નારાજ નહીં થવાનું. કોપાયમાન નહીં થવાનું.’
ત્રણે મિત્રો બોલી ઊઠ્યા: ‘ના, ના, અમે નારાજ નહીં થઈએ. અજ્ઞાનતા દૂર થતી હોય તેમાં કોપ કોણ કરે? માટે તમે અમને આ વિષયમાં સ્પષ્ટ માર્ગદર્શન આપો.'
સમરાદિત્યે કહ્યું: ‘મિત્રો, ‘કામ' સ્વભાવથી જ ખરાબ છે. ભોગોને જ્ઞાની પુરુષોએ વિષની ઉપમા આપી છે. પરંતુ કામભોગોમાં આસક્ત જીવો મહામોહથી આવૃત્ત હોવાથી, પારમાર્થિક સત્યને સમજી શકતા નથી. સ્વહિત કે પરહિત જાણી શકતા નથી. કાર્ય-અકાર્યનો વિવેક કરી શકતાં નથી. પોતાના ભવિષ્ય અંગે ‘મારું ભવિષ્યમાં શું થશે?’ એનું ચિંતન કરી શકતાં નથી.
કામી-ભોગી પુરુષો સદૈવ સ્ત્રીઓના અશુચિપૂર્ણ, દુર્ગંધી, મલિન, બીભત્સ અંગોમાં ચંદ્ર, પુષ્પ... કમલ... ની કલ્પના કરતા રહે છે. અને ભોગ-સંભોગ ક્રિયામાં પ્રવર્તે છે. તેઓ પરમાર્થને જોતા નથી, કે ‘આ કામભોગ સંસારપરિભ્રમણ કરાવનારાં છે, નિર્વાણપથમાં શત્રુભૂત છે, અને અજ્ઞાની જીવોની તુચ્છ ચેષ્ટારૂપ છે.' કામી-વિકારીવિલાસી પુરુષો હિતકારી-અહિતકારીનો વિવેક કરી શકતાં નથી. ભોગ-સંભોગનાં સાધનો મેળવવા વિચિત્ર ને નિંદનીય આચરણ કરે છે... જેનું ધ્યાન ન કરવું જોઈએ એનું ધ્યાન કરે છે. જેની સ્તુતિ ના કરવી જોઈએ એની સ્તુતિ કરે છે... સત્યનો ઉપહાસ કરે છે. ગુરુવર્ગની નિંદા કરે છે. હિતોપદેશ આપનારને અવગણી નાખે છે. આત્મકલ્યાણના કુશળ માર્ગનો ત્યાગ કરે છે.
સજ્જનોની દૃષ્ટિમાં આવા પુરુષો હાસ્યપાત્ર બને છે, ગાંડા દેખાય છે, લોકોમાં નિંદાપાત્ર બને છે... મરીને નરકમાં જાય છે.
મિત્રો, કામભોગો દુનિયામાં વધ-બંધનના કારણ બને છે. ઇર્ષ્યા, અશાંતિ, ચિંતા અને ભય કામી-વિકારીના મનમાં ભરેલા ૨હે છે. માટે ધર્મશાસ્ત્રોમાં કામશાસ્ત્રની નિંદા કરવામાં આવી છે. તમે જ કહો, ત્રણે પુરુષાર્થને સાધી આપનાર કામશાસ્ત્રને કેવી રીતે માનવું?
1330
ભાગ-૩ ૦ ભવ નવમો
For Private And Personal Use Only
Page #343
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વળી, કામશાસ્ત્રનો જ્ઞાતા પુરુષ જ પોતાની પત્નીને રીઝવી શકે છે, એવો કોઈ નિયમ નથી. જે પુરુષ, કામશાસ્ત્રને નથી જાણતો, તે પુરુષ પણ પોતાની પત્નીને રીઝવી શકે છે. એટલું જ નહીં, કામશાસ્ત્રની આંખે જોનારા પુરુષોને પોતાની પત્ની વ્યભિચારિણી દેખાય છે. માટે “કામશાસ્ત્ર' જરાય ઉપાદેય નથી, આ મારું સ્પષ્ટ મંતવ્ય છે.
વળી, કામાકુરે જે વિશુદ્ધ પુત્રોત્પત્તિની વાત કરી, તે પણ બરાબર નથી. કામશાસ્ત્રના જ્ઞાતા અને એ પ્રમાણે આચરણ કરનારાં સ્ત્રી-પુરુષોના સંયોગથી ઉત્પન્ન થનારા પુત્રો, કુલાંગાર થયાના દૃષ્ટાંતો દુનિયામાં જોવા મળે છે. સર્પ જેવા પેદા થયેલાનાં ઉદાહરણ જોવા મળે છે. માટે વિશુદ્ધ સંતતિ માટે કામશાસ્ત્રની ઉપાદેયતા રહેતી નથી. કામશાસ્ત્રની નિરર્થકતા જ્ઞાની પુરુષોએ બતાવેલી છે.'
મધ્યરાત્રિનો સમય થઈ ગયો હતો. અશોકે કહ્યું: “મહારાજકુમારની વાત આપણે વિચાર કરવા જેવી છે. મને એમ લાગે છે કે જીવનમાં કામભોગ જ સર્વસ્વ ન હોવા જોઈએ. સાથે સાથે ધર્મપુરુષાર્થ પણ કરવો જોઈએ. પરંતુ હવે આ વિષયમાં વિશેષ ચર્ચા આપણે માર્ગમાં કરીશું. અત્યારે તો મુકામ પર પહોંચી જઈ, એકાદ પ્રહર નિદ્રા લઈ લઈએ. તો જ સવારે વહેલા પ્રયાણ કરી શકીશું.” સહુ ઊભા થયા અને પહાડી ઉતરવાં લાગ્યાં.
૦ ૦ ૦ મધરાત થયેલી હતી.
આકાશની ચાંદની ગવાક્ષ વાટે પોતાની સુધા હવેલી ઉપર ઢોળી રહી હતી. ક્ષિપ્રા-સરયુના પ્રવાહ ઉપર ઝૂલતા એક ખંડમાં ત્યારે નૃત્યાંગના સુંદરી ગાઢ નિદ્રામાં પડી હતી. એનો નાગપાશસમો કેશકલાપ છૂટો અને વીખરાયેલો પડ્યો હતો. વક્ષ:સ્થળ પર વીંટેલું આસમાની રંગનું પારદર્શક ઉત્તરીય વસ્ત્ર નારીની મનોરમતાનું દર્શન કરાવતું હતું. એના વિશાળ ભાલમાં મોટો ચંદ્રક હતો ને સુડોળ નાસિકામાં અમુલખ મોતીની સેર હતી.
રત્નગોખમાં બળતો દીપક, બિલોરી કાચ દ્વારા પોતાનું તેજ આ સુંદરીના પ્રત્યેક અંગ પર ઢોળીને, એક રૂપશ્રી ભર્યું સજીવ કાવ્ય રચી રહ્યો હતો. પ્રકૃતિએ પોતાના સૌન્દ્રય વિજય માટે આ પૂતળી કંડારી ન હોય, તેવું લાગતું હતું. લલિતાંગ હવાથી ધ્રુજતો અને ટાઢથી કંપતો, જ્યારે એ ખંડમાં પ્રવેશ્યો ત્યારે ચંદ્રનાં બે-ચાર કિરણ સુંદરીના રૂપાળા મુખ પર રમી રહ્યાં હતાં.
તુ તુનાં ફૂલો ને તું ઋતુનાં અત્તરો વાપરનારી આ ગણિકા ઋતુને યોગ્ય વસ્ત્રો સજતી, ને તુને યોગ્ય આવાસોમાં વસતી. એના વિશાળ ભવનમાં અનેક ખંડ ઉપખંડ અને ભૂગૃહ હતાં. એણે મુલાકાતે આવનારાઓ માટે સપ્ત સ્વર્ગખંડ
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૩૩
For Private And Personal Use Only
Page #344
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બનાવ્યાં હતાં. એ ખંડોને સપ્ત રંગોથી શણગાર્યા હતાં. આવનારા ગ્રાહકોની શ્રેણી. વહેંચાયેલી હતી. સુંદરીની દાસી યોગ્યતા પ્રમાણે પ્રથમ, દ્વિતીય કે તૃતીય સ્વર્ગખંડમાં આગંતુક ગ્રાહકને લઈ જતી.
પ્રથમ સ્વર્ગખંડ ફક્ત કાચનો બનાવેલો હતો. એ ખંડમાં પ્રવેશ મેળવનાર પુરુષ, સુંદરીના ક્ષણિક દર્શનનો અધિકારી લેખાતો.
બીજા ખંડમાં સોનેરી અને રૂપેરી જડાવકામ હતું. એ ખંડમાં આવનારને સુંદરી સાથે વાર્તા-વિનોદનો અધિકાર મળતો.
ગીત અને નૃત્યના અધિકારીઓ માટે ત્રીજા અને ચોથો સ્વર્ગખંડ નિશ્ચિત કરેલો હતો. આ બે સ્વર્ગખંડ અબરખ જેવી ખનીજમાંથી બનાવેલાં હતાં. તે ખંડોમાં દીપક રાગ ગાતી વખતે સળગતા દીવા બાળી ન શકતાં અને મલ્હાર રાગ ગાતી વખતે જળના ફુવારા ભીંજવી ન શકતાં.
પાંચમાં સ્વર્ગખંડમાં જનારો પુરુષ સદેહે સ્વર્ગમાં ગયાનો આભાસ પામતો. અહીં સુંદરી સાથે એક ઝૂલે બેસવાનો એ પુરુષ અધિકારી બનતો. સુંદરીનાં અતિ મોહક અંગોને એ સ્પર્શી શકતો. એની સાથે જમી શકતો અને એની વેણી ગૂંથી શકતો. એના માટે પુષ્પનાં વલય, કંકણ અને વેણી રચી શકતો અને સુંદરીને પહેરાવી શકતો. આ સ્વર્ગખંડમાં વર્ષમાં એકાદ રાજપુરુષ કે મહાન શ્રીમંત પુરુષ જ પ્રવેશ પામતો.
છઠ્ઠો અને સાતમાં સ્વર્ગખંડ ક્યારેક જ ઊઘડતો. આ બે ખંડોમાં દાસીઓને પણ જવાની મનાઈ હતી.
જ્યારે સુંદરી નવા નવા સુંદર વેશ સજી મુલાકાતે આવતી, એ વેળાનો એનો ઠસ્સો, એનો વૈભવ, એનો આડંબર... એની મસ્તી મોટમોટા ચમરબંધીઓને પણ, સુંદરીનાં ચરણની મોજડીમાં ટાંકેલા મોતીને ચૂમવા પ્રેરતી. આવી સુંદરીને જોવી સામાન્ય મનુષ્ય માટે દુર્લભ કાર્ય હતું.
આ તો શૃંગારગૃહોની વાત થઈ. આ સિવાય આ પ્રાસાદમાં બીજાં અનેક ગૃહોઉપગૃહો હતાં, જ્યાં રૂપાણી સુંદરી એક વિચારમગ્ના મુગ્ધા સ્ત્રી જેવી રહેતી. શૃંગારગૃહની સુંદર જ ઉષા જેવી હતી તો બીજાં આ ગૃહોની સુંદરી સંધ્યા જેવી હતી.
જ્યારે મધ્યરાત્રિના સમયે લલિતાગ ત્યાં પહોંચ્યો ત્યારે સુંદરી ક્ષિપ્રાનદીના જલપ્રવાહ ઉપરના પ્રાસાદખંડમાં સૂતી હતી. ચંદનકાષ્ઠનો પલંગ હતો. લાલ અતલસના ઓશીકા પર એનું માથું હતું. પગનાં તળિયાં નીચે નાનો શો મખમલી તકિયો પડ્યો હતો. પલંગ પર રેશમી ચંદરવો બાંધેલો હતો. સુવર્ણના અધપીધેલા પ્યાલા અને રૂપાની વપરાયેલી પીકદાનીઓ પાસે પડેલી હતી. રત્નજડિત થાળ અને ભાત ભાતના પાકથી ભરેલા ડબ્બા પડ્યાં હતાં. 1332
ભાગ-૩ + ભવ નવમો
For Private And Personal Use Only
Page #345
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશ્ય એવું હતું કે લલિતાંગ ક્ષણભર વ્યાકુલ બની ગયો. તેણે ગુલાબી ઓશીકા પર વીખરાયેલા સુગંધી કેશકલાપને સ્પર્શ કર્યો અને ધીરેથી બોલ્યો: “સુંદરી...'
એના દિલમાં એક ઝણઝણાટી પ્રસરી ગઈ. લલિતાગ માટે આખો ખંડ સ્વર્ગીય પ્રાસાદ બની ગયો. તે પલંગની નિકટ ઊભો રહી ગયો. સુંદરીએ આંખો ખોલી. બંનેની આંખો મળી. સુંદરીના મુખ પર ભુવનમોહન હાસ્ય છવાઈ ગયું. એ હાસ્યમાં નશો હતો, માદકતા હતી. તે પલંગમાં બેસી ગઈ. લલિતાંગે કહ્યું:
સુંદરી.' “બોલ લલિત.”
હું આવતી કાલે રાજકુમાર સમરાદિત્યને અહીં લઈ આવીશ... તારે એને તારા મોહપાશમાં જકડી લેવાનો છે.”
‘લલિત, તું બુદ્ધિમાન છે, અને રાજ કુમાર, મેં સાંભળ્યું છે કે તે વિરક્ત છે, વિદ્વાન છે. તમે બંનેએ કદી એ તારણ કાઢયું છે કે આખરે છાર પર લીંપણ તો થતું નથી ને? હું કહું છું કે તમે બંને પ્રભુને શોધો. તમે બંને અજરામર પદ પામશો....'
સુંદરી, તારી વાત કોઈ મનુષ્યની અવસ્થામાં સાચી હશે. પરંતુ સમરાદિત્ય માટે નહીં. એ પ્રભુને શોધવા જ ઇચ્છે છે, પરંતુ મહારાજા પુરુષસિંહ તેને પાછો વાળવા ઇચ્છે છે. એને રાગી અને વિલાસી બનાવવા ઇચ્છે છે, માટે તો મારા જેવા અને કામાંકુર જેવા વિલાસી યુવાનો સાથે એમણે કુમારની દોસ્તી કરાવી. અમે કુમાર સાથે દોસ્તી બાંધી તેને ધારાનગરીનો પ્રવાસ કરાવ્યો. ચિંતામણિનો પ્રાસાદ બતાવ્યો. ચિંતામણિનું અલૌકિક નૃત્ય બતાવ્યું...”
છતાં તારો એ મિત્ર રાગી ના બન્યો, ખરું ને?' ‘હા, એ પહેલી મુલાકાત હતી. અમારો એક પ્રયોગ હતો. જે કામ ચિતામણિ નથી કરી શકી, એ કામ તારે કરવાનું છે.'
બે પળ વાતાવરણ ભારે થઈ ગયું. સુંદરી સ્તબ્ધ પ્રતિમા જેમ ખડી રહી. આભની વીજળી એની આંખોમાં ચમકારા કરતી હતી.
લલિત, આમેય હું પતિતા છું, પાપી છું. હજું તું મારા હાથે નવું પાપ કરાવવા ઇચ્છે છે? વિરાગી રાજકુમારને રાગી બનાવવાનું કામ કરાવવા ઇચ્છે છે? એ કામ હીન છે, તુચ્છ છે. લલિત, આજે તને હું મારા મનની એક વાત કરીશ. મારું મન પણ આ જીવનથી વિરક્ત બન્યું છે. મને હવે મારા બાહ્ય સૌન્દર્ય કરતાં અંતરના સૌન્દર્યની ઘેલછા લાગી છે.. તને નહીં સમજાય, લલિત, પરંતુ એ સૌન્દર્ય કેટલું રૂપાળું છે. એની આગળ સુંદરીનું બાહ્ય સૌન્દર્ય કેટલું હીન છે?”
લલિતાગે સુંદરીનું અદ્ભુત રૂપ જોયું. મુખમાં મૃદુ વાણી, ઓષ્ઠમાં મધુર સંજીવની હાસ્ય, લલાટમાં દેવી અદભુત તેજ, આંખોમાં સજળ કરુણા. લલિતાગે વિચાર્યું:
શ્રી સમરાદિત્ય મહાકથા
૧333
For Private And Personal Use Only
Page #346
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ સ્ત્રી શું સમરાદિત્યને રાગી, મોહી, વિકારી, વિલાસી બનાવી શકશે? કે સમરાદિત્ય આ નારીને જોગણ બનાવી દેશે? ખેર, બંનેની મુલાકાત તો કરાવી જ દઉં. પરિણામ જે આવે તે ખરું.”
| 0 0 0. ચારે મિત્રો વહેલી સવારે ઊઠીને, નાનાદિથી પરવારી, અશ્વારૂઢ બની, ઉર્જાની આવ્યાં હતાં. માર્ગમાં લલિતાંગ અને કામાંકુરના અશ્વો સાથે ચાલતાં હતાં. રાજકુમાર અને અશોકના અશ્વો સાથે દોડતાં હતાં. માર્ગમાં જ લલિતાગે કામાકુરને પોતાની ભવિષ્યની યોજના સમજાવી દીધી હતી. અને એ યોજના મુજબ લલિતાંગ, સુંદરીના આવાસમાં પહોંચ્યો હતો. રાજકુમારનું જીવન-પરિવર્તન સુંદરી કરી શકશે.' એવો એનો વિશ્વાસ આજે સુંદરી સાથેના વાર્તાલાપમાં ઢીલો પડી ગયો હતો. કદાચ કુમાર, આ ગણિકાને પ્રતિબોધ આપીને સાધ્વી બનાવી દેશે!' એમ એના મનમાં લાગી ગયું હતું. છતાં એ છેવટ સુધી પ્રયત્ન કરી લેવાનો નિર્ણય કરી, સુંદરીના આવાસમાંથી નીકળી, રાજમહેલમાં પહોંચ્યો હતો. પ્રભાત થઈ ગયું હતું.
કુમાર સમરાદિત્ય સ્વાભાતિક ધર્મકૃત્યોમાં પરોવાયેલો હતો. તેણે સંકેતથી લલિતાંગને બેસવા કહ્યું. લલિતાંગ પલંગ પર બેઠો... પરંતુ બેઠાં બેઠાં એને ઊંઘ આવી ગઈ! કુમારે પોતાનાં ધર્મકૃત્યો પૂરા કર્યા. લલિતાંગને જગાડીને કહ્યું:
ચાલ, હવે સાથે જ દુગ્ધપાન કરીએ... પછી તારે જે વાતો કરવી હોય તે કરજે....'
લલિતાંગ કુમાર સાથે ભોજનગૃહ તરફ ગયો. તેણે દુગ્ધપાન કર્યું. રાજા-રાણીને મળ્યું. થોડી વાતો કરી. પછી કુમારના ખંડમાં જઈને બંને બેઠા.
છે
કે
જે
૧33%
ભાગ-૩ + ભવ નવમો
For Private And Personal Use Only
Page #347
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
2011
લલિતાં, કામાંકુર અને અશોકને એક વાતનો વિશ્વાસ થઈ ગયો હતો: ‘કુમાર સમરાદિત્ય મિત્રોના આગ્રહને વશ થનારો છે. સૌજન્યશીલ છે. તેણે આપણને ત્રણેને મિત્રરૂપે સ્વીકાર્યા છે....'
રાજકુમારના ખંડમાં ત્રણ મિત્રો આવીને બેઠાં હતાં. લલિતાંગને જે વાત કરવી હતી, તે વાત કરવાનો મોકો જોતો હતો. ત્યાં અશોકે કહ્યું:
મહારાજકુમાર, મારો એક પ્રશ્ન છે...' પૂછો.' આ સંસારમાં સજ્જન પુરુષે મિત્રવત્સલ બનવું જોઈએ કે નહીં?” અશોક, તારો પ્રશન સુંદર છે. હું એનો ઉત્તર આપું છું: આ જગતમાં ત્રણ પ્રકારના મિત્રો હોય છે. ૧. અધમ, ૨. મધ્યમ અને ૩.
ઉત્તમ.
જ જે મિત્ર ખરેખર સમાન યોગ્યતાવાળો હોય, છતાં જે પોતાને કંઈક અધિક માનતો હોય, જેના મનને પ્રયત્નપૂર્વક સાચવવું પડતું હોય, સંકટના સમયે જે બેવફા બની જાય, તેના પર થયેલા ઉપકારોને જે ભૂલી જતો હોય, દીર્ઘકાલીન મિત્રતાનો ક્ષણવારમાં ત્યાગ કરી દે - આ જઘન્ય મિત્ર કહેવાય.
છે જે મિત્ર કોઈ કોઈ વાર મળતો હોય, છતાં જે મિત્રને ખરેખર આત્મીય માનતો હોય, દરેક વિશેષ કાર્યમાં હાજર રહેતો હોય. વગર કહ્યું કે પ્રસંગોપાત્ત ઉપસ્થિત રહી, બધાં કાર્ય કરતો હોય, તેને પર્વના દિવસોમાં કે ઉત્સવના દિવસોમાં જ આમંત્રિત કરી, એને ભોજનાદિથી તૃપ્ત કરવાનો હોય, જે વિશિષ્ટ પ્રસંગોમાં પ્રતિકૂળ ન વર્તે. એને કોઈ સંકટ આવે તો તે તમારી સહાયતાની અપેક્ષા રાખે. તમારી નિંદા ન સાંભળી શકે, નિંદાથી જે મિત્રનું રક્ષણ કરે... પરંતુ તમને સંકટ આવે ત્યારે દૂર ચાલ્યો જાય, મોઢું ફેરવી નાખે – આ મધ્યમ મિત્ર કહેવાય.
છે જે મિત્ર તમારા ઘરે કે દુકાને ન આવતો હોય, ક્યારેક રસ્તામાં મળે તો માત્ર “કેમ છો? ઘરમાં બધા કુશળ છો ને?' આટલું જ પૂછે! સુકૃતોમાં તેની રુચિ હોય, સર્વ જીવો પ્રત્યે એના હૃદયમાં મૈત્રીભાવ હોય. એની શક્તિ મુજબ એ તમારું દુઃખ દૂર કરે. તમારી પ્રશંસા કરનાર હોય, તમારી કીર્તિને વધારનાર હોય, જરૂર પડે તમારી સંપત્તિને વધારી આપે! આપત્તિના સમયે એ દૂર ન જાય. તમારા પડખે રહે, તમને સુખી કરવાનો પ્રયત્ન કરે. આ ઉત્તમ મિત્ર કહેવાય. શ્રી સમરાદિત્ય મહાકથા
૧૩3૫
For Private And Personal Use Only
Page #348
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રો, સુજ્ઞ પુરુષે પોતાની બુદ્ધિથી વિચારીને, ઉત્તમ મિત્રો કરવા જોઈએ. એમના પ્રત્યે દૃઢ મૈત્રીભાવ રાખવો જોઈએ.”
કામાંકુરે કહ્યું: ‘આ તો સમજી શકાય એવી વાત છે કે જઘન્ય અને મધ્યમ મિત્ર છોડીને, ઉત્તમ મિત્રની દોસ્તી કરવી જોઈએ.”
સમરાદિત્યે કહ્યું: ‘તે જ કહેવાનો મારો અભિપ્રાય છે. ઉત્તમ મિત્ર સાથે મૈત્રી જાળવવી.'
લલિતાંગે કહ્યું: “આ વાત સમજવી સરળ નથી. સીધી વાત નથી, ગંભીર વાત છે. કુમાર; ખરેખર આ ત્રણ મિત્રો કોણ છે? વિશેષ સ્પષ્ટતાથી સમજાવો.”
કુમારે કહ્યું: ‘મિત્રો, વ્યવહારિક દૃષ્ટિએ તો તમે મિત્રોની પરિભાષા સમજી ગયા છો. પારમાર્થિક દૃષ્ટિએ આ ત્રણ મિત્રો સમજાવું છું. છે દેહ જઘન્ય મિત્ર છે.
સ્વજન મધ્યમ મિત્ર છે. ધર્મ ઉત્તમ મિત્ર છે. પહેલાં હું તમને જઘન્ય મિત્ર દેહ-શરીર અંગે સમજાવું, આપણે આપણાં શરીરનું ગમે તેટલું લાલન-પાલન કરીએ છતાં, દેહમાં રોગ-વ્યાધિ ઉત્પન્ન થાય છે. ક્રમશ: શરીર વૃદ્ધાવસ્થા પામે છે. ત્યારે એ વિશેષ સેવાની આપણી પાસે અપેક્ષા રાખે છે. છેવટે જ્યારે મૃત્યુનું સંકટ આવે છે ત્યારે જીવને એકલો અટૂલો મૂકીને, ચાલ્યું જાય છે! માટે શરીરને જધન્ય મિત્ર કહેવામાં આવ્યું છે.
માતા, પિતા, પુત્ર, ભાઈ, ભાર્યા, બહેન વગેરે સ્વજન મધ્યમ મિત્ર છે. કારણ કે તે લોકો, તમે જેટલો સ્નેહભાવ રાખશો તેટલો જ સ્નેહભાવ તેઓ રાખે છે. તમે જેટલી મમતા બતાવશો એટલી મમતા તેઓ બતાવશે. તમે માંદા થશો તો એ તમારી સેવા કરશે, પણ અપેક્ષા રાખશે કે તમે પણ, એમની સેવા કરશો. આ સ્વજનો દુઃખવેળામાં સહભાગી બને છે. પ્રિયજનના મૃત્યુની પાછળ તેઓ પ્રિય પદાર્થોનો ત્યાગ પણ કરે છે. પ્રસંગોપાત્ત તમારું સ્મરણ કરે છે... પરંતુ મૃત્યુ સમયે તેઓ કંઈ કરી શકતાં નથી... માત્ર આંસુ વહાવતાં જોયા કરે છે. માટે આ સહુ મધ્યમ મિત્ર કહેવાય છે.
ઉત્તમ મિત્ર છે ઘર્મ, ધર્મ આ ભવ અને પરભવમાં સાથે રહેનારો મિત્ર છે.. એ જેનો મિત્ર બને છે તેને નિર્ભય બનાવે છે, એની રક્ષા કરે છે, એ જીવોને પ્રસન્ન અને પવિત્ર રાખે છે. માટે એને ઉત્તમ મિત્ર કહેવામાં આવ્યો છે.
મિત્રો, ઉત્તમ મનુષ્યભવ મળ્યો છે, માટે મોહનો ત્યાગ કરી, અનંત ભવિષ્યકાળનો વિચાર કરો. અચિંત્ય ચિંતામણિરત્ન સમાન, સર્વજ્ઞકથિત ઉત્તમ મિત્ર, ધર્મ સાથે દૃઢ મૈત્રી બાંધો.”
૧333
ભાગ-૩ + ભવ નવમો
For Private And Personal Use Only
Page #349
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુમાર સમરાદિત્યે અશોકના પ્રશનનો વિસ્તૃત ઉત્તર આપ્યો, ત્યારે કામકર બોલ્યો:
મહારાજકુમાર, ધર્મને મિત્ર માની, ક્યારેક ક્યારેક એને મળવાનું માન્ય છે. પરંતુ આવી મનોહર વસંત ગમતુમાં તો “કામ”ને જ મિત્ર માની, પાંચ ઇન્દ્રિયોનાં વિષયસુખો ભોગવવાં જોઈએ. ચાલો, નગરની બહાર, જુઓ, કેવી વનશ્રી ખીલી નીકળી છે! આમ્રવૃક્ષો પર કેવી મંજરી ફૂટી છે! તિલકવૃક્ષ વગેરે વૃક્ષો પર કેવાં સુંદર પુષ્પો ખીલ્યાં છે! અતિ મુક્તલતા નવીન પત્રોથી કેવી ઉલ્લસિત બની છે. મલય વનનો પવન કેવી અદ્ભુત સુગંધ બહેકાવી રહ્યાં છે! હજારો ભ્રમરોનાં વૃદ કેવો મધુર ગુંજારવ કરી રહ્યો છે. કોયલોના કેવા કર્ણમધુર ટહુકાર પ્રસરી રહ્યા છે...
મહારાજ કુમાર, ચાલો આ વસંત ઋતુનું બહુમાન કરીએ, વૃક્ષ પર દોરડાં બાંધી, ઝૂલા બનાવી હીંચકા ખાઈએ. બગીચાઓમાં પરિભ્રમણ કરીએ. મને તો આ ઋતુમાં ગીત-સંગીતની તાલાવેલી લાગે છે. નાટકો જોવાની પ્રબળ ઇચ્છા થાય છે. રૂપવતી કામિનીઓ પ્રિય લાગે છે. અને મેં સાંભળ્યું છે કે આ વસંત ઋતુમાં મહાવિભૂતિવાળા દેવોના રથ આકાશમાં ભ્રમણ કરે છે.'
મહારાજકુમાર, આજે મારી એક પ્રાર્થના કહો કે આગ્રહ કહો, આપે માનવી પડશે.” "માનીશ કામાકુર, તું મિત્ર છે, મિત્રની વાત માનવાની.”
તો આજે આપણે ક્ષિપ્રા નદીમાં જલક્રીડા કરવા જોઈએ. જ્યારે આપ કહો ત્યારે જઈએ...”
‘દિવસના છેલ્લા પ્રહરમાં જઈએ, બે ઘટિકા દિવસ શેષ રહે ત્યારે જલવિહાર કરવામાં આનંદ આવશે.” સમરાદિત્યે કામાંકુરના મનને રાજી કરી દીધું.
મિત્રો છૂટાં પડ્યાં. રાજમહેલના બહાર આવી લલિતાંગે કામાંકુરને કહ્યું: એ જ સમયે સુંદરી પણ એના મહાલયના ઘાટ ઉપર જલવિહાર કરવા આવવાની છે.” બહુ સરસ. આપણે રાજઘાટ પર હોઈશું. બંને ઘાટ સામસામા આવેલા છે.”
0 0 0 વસંત ઋતુ જો જંગલી પ્રાણીઓને ઘેલાં બનાવી મૂકે છે, તો માણસ જાતની તો વાત જ શી? સ્વચ્છ બિલોરી કાચ જેવાં ક્ષિપ્રાનાં જળ વહી રહ્યાં હતાં. મલય વનનો પવન વાતો હતો. કોયલો કુંજમાં કુહૂક... કુહૂક.. કરી રહી હતી... ચારે મિત્રો સરયૂના ઘાટ પર પહોંચ્યાં. તેમણે જોયું તો નદીમાં હાથીઓ સાથે હાથણીઓ જળક્રીડા કરી રહી હતી. નર અને માદા વચ્ચેના આકર્ષણે નદીમાં તોફાન મચાવ્યું હતું.
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૩છે.
For Private And Personal Use Only
Page #350
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કામાંકુરે દૂર સુંદરીના મહાલયના ઘાટ તરફ નજર કરી. રતિસમી સુંદરી પાણીમાં પડી હતી. એની કમરે એકમાત્ર ઉત્તરીય વસ્ત્ર વીંટેલું હતું. સ્વચ્છ કાચ જેવા પાણીમાં સુંદરી સ્ફટિકની પૂતળી જેવી તરતી હતી. એના સફેદ દાંત હીરાનું તેજ વેરતાં હતાં. એના હાથ-પગનાં ગુલાબી તળિયાં એક નવું કાવ્ય રચતાં હતાં.
ત્યાં સમરાદિત્યે વાંસળીના સૂર રેલાવ્યાં. કામાંકુર કંઈક ગીત જેવું ગણગણી રહ્યો હતો. તેણે ચારે તરફ નજર ઘુમાવી. એ કંઈક શોધી રહ્યો હતો. નદીતટ પરનાં પલાશ વૃક્ષોએ એની દૃષ્ટિને મોહી લીધી. કેસૂડાંના ફૂલ એને ગમી ગયાં. એ દોડ્યો. કેસૂડાં પર ચડવો, ફૂલોનો ઢગલો લઈને, તે નીચે આવ્યો. તેણે એ ફૂલોની બે માળા ગુંથી એક માળા પોતે પહેરી અને બીજી માળા લઈ તે ક્ષિપ્રાનાં જળમાં કૂદી પડ્યો. તરતો તરત એ આગળ વધ્યો. ફૂલની માળા સુંદરી તરફ વહેતી મૂકી. સુંદરીએ એ માળા પહેરી લીધી. એ ખરેખર, જળસુંદરી બની ગઈ.'
લલિતાંગ અને અશોક પણ પાણીમાં તરવા લાગ્યાં હતાં. સમરાદિત્ય કાંઠે બેસી વાંસળીના સૂર વહાવતો હતો. એ સૂરો સુંદરીના કાન સુધી પહોંચ્યા. એની દષ્ટિ કુમાર તરફ સ્થિર થઈ ગઈ. એ જળપરીની જેમ પાણી પર તરી રહી હતી. એ તરતી તરતી રાજધાટ તરફ આવવા લાગી. વાંસળીના સૂરો તેને ખેંચી લાવતાં હતાં. સુંદરીએ સમરાદિત્યને જોયો.... સમરાદિત્યના રૂપ-લાવણ્યથી એ અતિ પ્રભાવિત થઈ. મંત્રમુગ્ધ બનીને... એ વાંસળી સાંભળતી રહી.. એને કુમાર પાસે જવાની તીવ્ર ઇચ્છા થઈ... પરંતુ તેના દેહ પર પૂરતાં વસ્ત્ર ન હતાં. તેની દૃષ્ટિ કુમારની દૃષ્ટિ સાથે મળી... તેણે સંકેતથી કુમારને આમંત્રણ આપી દીધું. ને તરતી તરતી એ પોતાના ઘાટ તરફ ચાલી ગઈ... કુમારનું વાંસળીવાદન ચાલતું રહ્યું. વસંતની સંધ્યાના સપ્તરંગો ખીલ્યાં હતાં. જળક્રીડામાં નિરત પશુઓ અને મનુષ્યો હજુ જળપ્રવાહમાંથી બહાર નીકળતા ન હતા. જળપ્રવાહ પર વાંસળીના સૂરોએ જાદુ પાથર્યો હતો.
અંધારું ઉતરી આવ્યું. ત્રણ મિત્રો કિનારે આવ્યાં. વસ્ત્ર પરિવર્તન કર્યું. કામાંકુર તો કુમારને ભેટી જ પડ્યો.. “કુમાર, કેવું અદ્દભુત વાંસળીવાદન કર્યું! સ્વર્ગની અપ્સરાઓ પણ સાંભળવા ઉજ્જૈનના આકાશમાં સ્થિર થઈ ગઈ હશે!'
સમરાદિત્યના મુખ પર સ્મિત રમી ગયું. તે ઊભો થયો. મિત્રો સાથે તે રાજમહેલ આવ્યો. “લલિતાંગ, જળવિહાર કરતી એ સ્ત્રી કોણ હતી?”
એ સુંદરી હતી ઉર્જનની પ્રસિદ્ધ નૃત્યાંગના. કુમાર, હું આપને વાત કરવાનો જ હતો. આપ એક વખત એના મહાલયમાં પધાર. એની ચિત્રશાળામાં જે ચિત્રકામ છે, એ ખરેખર દર્શનીય છે. એનાં ગીત અને નૃત્ય પણ દર્શનીય છે. હું ગત રાત્રિ ૧૩%
ભાગ-૩ + ભવ નવમો
For Private And Personal Use Only
Page #351
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એને મળવા ગયો હતો. મેં આજની રાત્રિ તમારા માટે જ રખાવી છે. આજે રાત્રે બીજો કોઈ પુરુષ એ આવાસમાં પ્રવેશ નહીં પામે...” 'લલિતાંગ, તું મારી સાથે આવીશ?
મહારાજકુમાર, મારું ત્યાં શું કામ છે? હું સુંદરીના આવાસ સુધી મૂકી જઈશ... પછી પાછો ફરી જઈશ. સુંદરી જ આપને બતાવવા જેવું બતાવશે..”
રાત્રિના બીજા પ્રહરમાં, સુંદરીને ત્યાં જવાનું નક્કી કરી, લલિતાંગ અને મિત્રો છૂટા પડયા. લલિતાંગ અતિ પ્રસન્ન હતો. એના મનમાં આ જ વાત રમતી હતી. “જો કુમાર એક વાર પણ સુંદરીને મળે તો કુમારની વિરતિ ચાલી જાય. મહારાજા પુરુષસિંહની ઇચ્છા પરિપૂર્ણ થઈ જાય.'
૦ ૦ ૦ સુંદરીએ સોળ શણગાર સજીને, કુમાર સમરાદિત્યનું સ્વાગત કર્યું. તેને પોતાના વાસગૃહમાં લઈ ગઈ. એને બેસવા સોનાનું કલાત્મક ભદ્રાસન આપ્યું. પોતે જમીન પર બેસી ગઈ. ટગર ટગર એ કુમારને જોઈ રહી. એના એક એક અંગને જોવા લાગી. “મહારાજ કુમાર.” બોલો દેવી.'
કુમાર, આજ મને એક એવો નર મળ્યો... કે જેની ઝંખના દીર્ઘકાળથી હતી. ભલે તમે જુવાનીના પહેલાં પગથિયે છો પરંતુ વનકેસરીની છટા ભરી છે તમારી ચાલમાં, તમે સિંહપુરુષ છો. તમને ઉત્કૃષ્ટ સૌન્દર્ય જ ગમે. પરંતુ એથીય વિશેષ... તમને ગીત અને નૃત્ય ગમે છે ને? આજે જળવિહાર કરતાં મેં તમને જોયા... તમારા વાંસળીવાદને મને તમારી તરફ આકર્ષા... તમને ધારી ધારીને જોયા.. તમારા અદ્દભુત રૂપનાં, મારી આંખમાં અંજન આંજ્યાં.” “સુંદરી, આ ભારત દેશ... આ માલવ દેશ તને કેવો લાગ્યો?'
મહારાજકુમાર, મને આ ધરતી પર અભિમાન થાય છે. કેવો ધનધાન્યથી ભરપૂર દેશી કેવી રંગભરી જાતજાતની મોસમ કેવી લીલીછમ ધરતી! સમૃદ્ધિના અખૂટ ભંડાર, કોયલનાં મધુર ગીત, સુરભીભર્યા ખેતરો અને હરિયાળાં ગૌચર! ચમરી ગાય જ્યાં કેસર-કસ્તૂરી ચરે. એ ભવ્ય હિમાલય! ગંગાના નિર્મળ જળપ્રવાહ, જમનાનાં નીલમવર્ણા નીરા સિંધુની મસ્તી અને જેલમની રંગરેલિયાં! આપણી ક્ષિપ્રા નદીનાં સ્વચ્છ ધસમસતાં પાણી..!
અને કેવા આપણા મહારાજા! પ્રેમ, દયા અને સમાની તેઓ સજીવ મૂર્તિ છે. તેઓ કેવા પ્રજાવત્સલ છે!”
દેવી, આ મનુષ્યજીવનનો આદર્શ?
શ્રી સમરાદિત્ય મહાકથા
133c
For Private And Personal Use Only
Page #352
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુમાર, એ વિષય તમારો છે. મારે કોઈ આદર્શ નથી. અને આદર્શ માનો તો એક છે, જે મારે ત્યાં આવે અને પ્રસન્ન કરવા... તનથી, વાણીથી અને વૈષયિક સુખોથી અને એ આવનારાઓ પાસેથી ભરપૂર ધનસંપત્તિ લેવી. જો કે મારે માગવી પડતી નથી... આવનારાઓ ન્યોછાવર કરીને જ જાય છે...'
દેવી, પરલોક માનો છો? પુણ્ય-પાપ માનો છો?'
“માનું છું. ક્યારેક મનમાં પરલોકનો વિચાર આવી જાય છે. ક્યારેક પુણ્યપાપનો વિચાર પણ આવી જાય છે...” “એ કેવી રીતે?’
મારી માતાના એક યોગી ગુરુ હતાં. મારી માતાને એમના ઉપર અગાધ શ્રદ્ધા હતી. એ યોગી પુરુષને મારી માતા કે જે માલવ દેશની પ્રસિદ્ધ નૃત્યાંગના હતી, એના પર પૂર્ણ વાત્સલ્ય હતું. મારો જન્મ થયા પછી, એ યોગીના ઉત્સંગમાં હું રમી છું. તેઓ તો અરણ્યમાં જ રહેતાં હતાં, ક્યારેક તેઓ અમારે ત્યાં આવી ચઢતાં.. બે-ચાર દિવસ રહેતાં ને પાછા ચાલ્યાં જતા. મારી માતા સાથે તેઓ આધ્યાત્મિક વાતો કરતા. પુણ્ય-પાપની અને પરલોકની વાતો મેં તેઓના મુખે સાંભળેલી છે.'
બહુ સરસ! એ વાતો તમે સાંભળી છે, તમે એ વાતો પર ક્યારેક વિચાર કરી છો... તો એક દિવસ તમે....'
સાધ્વી બની જઈશ, એમ? કુમાર, આ પતિતાનો શું ઉદ્ધાર થશે? આ જીવનમાં મને નથી લાગતું કે મારો ઉદ્ધાર થાય.”
“નિરાશ ન બનો સુંદરી, આ દુનિયામાં ઘોર પાપી જીવોના ઉદ્ધાર થયાનો ઇતિહાસ છે. કોઈ પુરુષ મળી જશે... ને તમારો ઉદ્ધાર કરશે.”
કુમાર, એ પુરુષ તમે જ છો. મને પ્રેમની પરાકાષ્ઠાએ પહોંચાડો.. મને તમારા પ્રેમમાં પાગલ બનાવી દો. પછી તમે કહેશો કે “સુંદરી, તું સાધ્વી બની જા, તો હું સાધ્વી બની જઈશ. તમે કહેશો કે સુંદરી, તું મારી પ્રિયા બની જા, તો હું તમારી જ બનીને રહીશ. કુમાર, ખરેખર, આજે તમને પામીને મારા રોમે રોમે ફૂલ ખીલી ગયાં છે. મારા અંતરના કોઠે દીવા પ્રગટી ગયા છે... હે મારા હૃદયના દેવ, હવે મારો સંગ ના છોડશો. મારો ઉદ્ધાર તમારા હાથમાં છે.'
દેવી, મને વિણા આપો ને તમે નૃત્ય માટે તૈયાર થાઓ. આજનું નૃત્ય પરમાત્માને રીઝવવાનું નૃત્ય હશે.”
કૃતાર્થ થઈ દેવ.” સુંદરીનાં ઝાંઝર રણઝણી ઊડ્યાં.
જં
એક
1380
ભાગ-૩ ૪ ભવ નવમો
For Private And Personal Use Only
Page #353
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[03]
મઘાતનો સમય હતો. નભોમંડળ તારાઓથી છલોછલ હતું. ક્ષિપ્રાતટનાં ઉપવનોમાં કૌમુદી પોતાના રૂપેરી બાહુ પ્રસારીને પડી હતી. રાત નિઃસ્તબ્ધ હતી. ચાંદની મધુર હતી. હવા નિર્મળ હતી. એવા જ કુમાર સમરાદિત્યના સ્નિગ્ધ, મધુર અને નિર્મળ સ્વરો હતાં. નીરવ જળપ્રવાહ, ઊંડું ભૂરું આકાશ અને અનંત સૃષ્ટિ પ્રદેશને આવરી લેતી એ સ્વરાવલિ દૂર સુદૂર સુધી રહી જતી હતી.
વિરાટ વિશ્વ પર જાણે આ સ્વરો પોતાની સત્તા સ્થાપતા હતાં. હાથીદાંતમાંથી કંડારેલી સુરેખ પ્રતિમા શી સુંદરીએ એકાએક બૂમ પાડીને કહ્યું:
“મહારાજ કુમાર, માલવ દેશનાં સ્વરનો આવો શિલ્પી આજે જ સાંભળ્યો. ખરેખર, ધ્રુપદનો આવો ગાયક આજ દિન સાંભળ્યો ન હતો. અહો, ઋતુ, સમય અને સ્વર કેવા એકતાર થઈ ગયા છે! કુમાર, સ્વરાલાપનું મને પણ કંઈક અભિમાન છે પણ આ દેશમાં તમારી કંઠમાધુરી તો આજે જ કર્ણગોચર થઈ.. અને..'
અને શું સુંદરી?'
સ્વરસમ્રાટનાં દર્શન સાથે સૌન્દર્યસમ્રાટનાં પણ દર્શન થયાં મને..સ્વર સામ્રાજ્ઞી તરીકેનું મારું અભિમાન આજે જાણે આ ક્ષિપ્રાનાં જળ સાથે વહી ગયું. કુમાર, પ્રીતમના પાદપધમાં અર્પણ થઈ જવાની મારી ઘડી આવી પહોંચી. મારા હૃદયના દેવ, તમારા એક એક સ્વરમાં કેવી સંજીવની વસી છે? એની માધુરીનો જાણે મને કેફ ચઢી રહ્યો છે!'
સુંદરી, ચાલ, આપણે ક્ષિપ્રાના તટ પર જઈને બેસીએ. બ્રાહ્મમુહૂર્તનો સમય થયો છે. હજુ બે ઘટિકા સમય છે....”
“ચાલો મારા દેવ!” સુંદરી ચાલી. જ્યાં પગ ઉપાડ્યો કે કીમતી ઝાંઝર રણઝણી ઊડ્યાં. તેણે દાસીને બૂમ પાડી:
‘દાસી કાઢી લે આ ઝાંઝર, કેવું બેસૂરું છે?'
ઝાંઝરનો ભાર હળવો કરીને, સુંદરી આગળ વધી કે કટિમેખલા પરની ઘૂઘરમાળ તેને ફરીથી વ્યાકૂળ કરી મૂકી. એણે આવેશમાં એ કટિમેખલા ખોલીને, દૂર ફેંકી દીધી. ત્યાં તો હાથ પરના કંકણ રણઝણી ઊઠ્યાં. કુમારના મુખ પર સ્મિત રમી ગયું... એણે બે હાથ પર એક એક રત્નકંકણ રાખીને, બાકીનાં કંકણ ઊતારી, દાસીને આપી દીધાં.
ક્ષિપ્રાના તટ પરના આંબાવાડિયામાં બંને આવ્યાં. આમ્રવૃક્ષ પર બેઠેલો બપૈયો પાદસંચાર સાંભળી, પીઉં. પીઉં. કરતો ઊડી ગયો. કોયલ ટહુકા કરતી આંબાડાળે શ્રી સમરાદિત્ય મહાકથા
૧3૪૧
For Private And Personal Use Only
Page #354
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બેઠી હતી. સુંદરીએ કોયલને કહ્યું. “અરે ઓ કાનનકોયલ, લોકો મને અને તને સ્વરકોકિલાનું નામ આપે છે. એ નામ આજ સુધી અભિમાન કરાવતું હતું. આજે એ નામ માત્ર વિડંબના લાગે છે. ચુપ થઈ જા... સ્વરની મધુરતા આજે માણવાની છે.'
ચન્દ્ર પૃથ્વી પર પૂરતો પ્રકાશ વેરતો હતો. વનના એક ખૂણે અશોકવૃક્ષની નીચે બંને બેઠાં. ગાયકકુમારના નયન નીલ આકાશ તરફ જડાઈ ગયાં. એનો શ્યામલ કેશકલાપ એના મજબૂત સ્કંધની આસપાસ પથરાયો. બેપરવા કેસરી જેવી ખુમારી કુમારની મુખમુદ્રા પર ઓપતી હતી. કુમારે વાંસળી પર સ્વરમાધુરી વહાવી. એ સ્વરમાધુર્યનું પાન કરી રહેલી સુંદરી, મૃગબાળ જેવાં ચક્ષુથી, કુમારની સુંદરતાને ઘૂંટડે ઘૂંટડે પી રહી હતી. તે બોલી:
હે સૂરદેવતા, યૌવન અને અભિમાનની ભેટ લઈને, તમારે ચરણે ન્યોછાવર થવા આવી છું. આ ગાયક જીવનમાં નથી જોયો, નથી જાણ્યો.”
ચંદ્ર ઝાંખો થઈને, પશ્ચિમાકાશ તરફ ઢળતો હતો. વનરાજિની છાયા અંધકાર વધારતી હતી. સુંદરી કુમાર તરફ સરકતી નિકટ પહોંચી. કુમારે કહ્યું:
દેવી, તારી જિલ્લામાં કેટલી મીઠાશ ભરી છે. હે સુંદરી, શું તારું અંતર પણ એટલું જ મીઠું છે?'
જંગલમાં કેસૂડાં ખીલે એવા સુંદરીના લાલ લાલ ઓષ્ઠ ઊઘડ્યાં. અંતરના દ્વાર ઊઘડ્યાંની જાણે એ નિશાની હતી. તેણે કહ્યું:
મારા આરાધ્યદેવ, હું પ્રેમમૂર્તિ છું. વેદનામૂર્તિ છું... શ્રદ્ધા મૂર્તિ છું..”
સુંદરી! પ્રેમ, શ્રદ્ધા અને વેદના - એ તો જીવનના પ્રાણ છે. પરમતત્ત્વના આનંદની મૂર્તિ બનીને, મુકિતમાર્ગની પ્રવાસી બની જા. ભોગમાં અનાસક્ત થા, પ્રભુમાં પરમાસક્ત બન. લોકલાજ ત્યજી દે. હે શૃંગારિકે, વીતરાગની ઉપાસિકા બની જા.”
કુમાર, આપણો પરિચય પળનો છે, પણ ઓળખાણ જનમોજનમની લાગે છે. પૂર્વજન્મની કોઈ પ્રીત મને તમારા તરફ ખેંચી રહી છે. માટે તમારી આગળ મારું અંતર ખોલી દઉં છું.'
સુંદરી, જનમોજનમનાં એ અનંત પરિભ્રમણમાંથી મુક્ત થવાનો પુરુષાર્થ કરવાનો છે. આ ગીત-સંગીત દ્વારા હું એ પરમતત્ત્વમાં એકાકાર બનવા પ્રયત્ન કરું છું...” “પણ. આવા ગીત-સંગીતનું શિક્ષણ ક્યાં લીધું?”
એક આશ્રમમાં નાનો હતો ત્યારે મારા પિતાજીએ એક જંગલમાં ઋષિના આશ્રમમાં મને શિક્ષણ તથા સંસ્કાર માટે મૂક્યો હતો. નાનો એવો લીલોતરીથી છવાયેલો એ આશ્રમ હતો. ક્ષિપ્રા નદીનો જ તટ હતો. યજ્ઞના સુગંધિત ધુમાડાથી આકાશ છવાઈ જતું હતું. કોકિલકૂજનથી આંબાવડિયો મત્ત બનેલાં હતાં, હરિયાળાં
૧3૪૨
ભાગ-૩ + ભવ નવમો
For Private And Personal Use Only
Page #355
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગૌચર હતાં ને સ્વચ્છેદે ચરતી સેંકડો ઘેનુઓ હતી. હજુ તો હું કિશોર હતો ને મને હવામાં દિવ્ય તત્ત્વનો નાદ શ્રવણગોચર થતો હતો. આશ્રમ પાસેના માર્ગ પરથી રંગભરી ઓઢણી ઓઢી, મંદમંદ મલપતી, ગૃહલક્ષ્મીઓ પસાર થતી. હું એમને કુતુહલભરી દૃષ્ટિથી જોઈ રહેતો...'
કુમાર થંભ્યો. એના શબ્દોમાં અજબ મીઠાશ હતી. શ્રવણ કરી રહેલી, સુંદરીને મનમાં થયું હતું કે, એ શબ્દના મધુને આસ્વાદવા મધુમક્ષિકા બની જાઉં! કુમારે પોતાની વાત આગળ ચલાવી.
મેં ઋષિચરણોમાં સૂરની ઉપાસના આદરી. કવિત્વ અને રસિકત્વ મેળવવા મેં દિવસો સુધી મહેનત કરી, તીવ્ર સાધના આરંભી. રાતોની રાતો, દિવસોના દિવસો હું, સાધના કરતો રહ્યો. આશ્રમમાં જે કોઈ સ્વરના વિદ્વાન, સ્વરવેત્તા કે સ્વગુરુ આવતા, એમની ચરણરજ મસ્તકે ચઢાવતો ને એમની પાસેથી શીખવાનું શીખી લેતો.
કોક વાર મારા સ્વરમાં અલૌકિક નાદ જાગી ઊઠતો. મારો નાદ હું સાંભળતો. મારા નાદમાં કોઈ દિવ્ય નાદ ગુંજતો. શું એ સ્વરમાધુરી હતી! જગતને સંભળાવવા માટે નહીં, મારા શ્રવણસુખ માટે, મેં એ સ્વરમાધુરી આરાધ્યા કરી. એ અદ્ભુત નાદ! એ દિવ્ય સૂરાવલિ!
પરંતુ સુંદરી, તને આશ્ચર્ય થશે. મારાં માતા-પિતાને પણ ખબર નથી કે મને ગીત-સંગીત ગમે છે. કારણ? હજુ સુધી બીજાને સંભળાવવા મેં ગાયું નથી, બજાવ્યું નથી. ભીતરમાંથી સૂરની ભરતી ચઢી આવે ત્યારે ગાઈ લઉ છું. આજે પણ એમ જ થયું.”
મહારાજકુમાર, હવે સંક્ષેપમાં મારા જીવનની કથા-વ્યથા કહી દઉં? કોઈને વાત કરી નથી આજ દિન સુધી...'
કહે સુંદરી.” ‘સાંભળો ત્યારે મારી વ્યથા. આ વાત તમને આગના ભડકા જેવી લાગશે. એક હતો રાજા. મહાપરાક્રમી. એની એક હતી રાણી... સતી સાધ્વી જેવી. એને ત્રણ દિકરા ને એક દીકરી હતી. દીકરા ગજબાળ જેવા અને દીકરી મૃગલી જેવી. એક દિવસ લોહીતરસ્યા વાઘ જેવો એક પરદેશી રાજા ચઢી આવ્યો. રાજાએ જોયું કે ઇજ્જત સાથે જીવવું મુશ્કેલ છે. ઇજ્જતથી ખપી જવાની ઘડી આવી છે. એણે રાણીને વાત કરી. રાણીએ કહ્યું : “મને મારીને સુખે યુદ્ધ ચઢો.' રાણીને સંહારીને, રાજા યુદ્ધે ચઢ્યો. રાજા હણાયો. પરદેશી જીત્યો. તેણે રાજાના દીકરાઓને બોલાવી, નપુંસક બનાવી દીધાં. રાજાની કુંવરીને પકડી મંગાવી. એને ઇન્દ્રપ્રસ્થની એક ગણિકાને સોંપી. સતી એવી માતાની પુત્રી સૌન્દર્યલિલામની વસ્તુ બની. આજે એ છોકરી હસે છે, નાચે છે, ગાય છે. દુનિયા એના સ્વર અને સૌન્દર્યની ગુલામ છે. શ્રી સમરાદિત્ય મહાકથી
૧૩૪3
For Private And Personal Use Only
Page #356
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એને ત્યાં સોના-રૂપાના ઢગલા છે. પરંતુ કુમાર, એ છોકરીના હાસ્યને તમે હાસ્ય કહેશો? એના નૃત્યને તમે નૃત્ય કહેશો? એના સુખને તમે સુખ કહેશો?” સુંદરીએ વાત કરતાં કરતાં, ઊનો નિશ્વાસ નાખ્યો.
ઓહો! સુંદરી, તો તમે એક રાજકુમારી છો! ઇન્દ્રપ્રસ્થથી તમે ઉજ્જૈનીમાં આવીને વસ્યાં? ખરેખર દેવી, આ સંસાર દુ:ખરૂપ છે, દુઃખફલક છે અને દુઃખાનુબંધી છે...'
“સુંદરી, તારા મનમાં ઓછું લાવીશ નહીં..” સુંદરીની આંખોમાંથી ગરમ ગરમ આંસુ ટપકી રહ્યાં હતાં. કુમારે પોતાના ઉત્તરીય વસ્ત્રથી એની આંખો લૂછી નાખી અને કહ્યું:
સુંદરી, બધું બનવાકાળ બને છે. હવે એ બધું ભૂલી જા. ભવિષ્યનો જ હવે વિચાર કરવાનો છે...'
“હે સૂરદેવતા, તમારી વાત સાચી છે, પરંતુ એ ગઈગુજરી યાદ આવે છે... ને બધું ભૂલી જાઉં છું. વેરના પડઘા મનમાં ગાજે છે. પ્રેમની સૃષ્ટિ ખોવાઈ જાય છે, શૃંગાર વ્યર્થ લાગે છે... અને કોઈ વાઘણના વેર-ઘુઘવાટા અંતરમાં ગુંજે છે...”
દેવી, વેરથી વેર શમતું નથી તારા હૈયામાં વેરની, વ્યથાની અને વેદનાની આગ ભડભડી રહી છે, એ આગને બુઝવવી જ પડશે... તું એક સ્વરસામ્રાજ્ઞી છે. એ સૂરો. સ્વરોની અનિલ-લહરીથી એ આગને બૂઝાવવાની છે. અને એ માટે હું તને અવારનવાર સહયોગ આપીશ!”
૦ ૦ ૦ પ્રભાતે કુમાર સમરાદિત્ય રાજમહેલમાં આવ્યો. પ્રભાતિક કાર્યો પતાવીને, પોતાના દ્વારરક્ષકને કહ્યું: “હું એક પ્રહર વિશ્રામ કરીશ. ત્યાં સુધી કોઈને પણ મારા ખંડમાં આવવા ના દઈશ. બહાર બેસાડજે.”
આખી રાતનો ઉજાગરો હતો. કુમાર પલંગમાં પડતાંની સાથે નિદ્રાધીન થઈ ગયો. તેને ગાઢ નિદ્રા આવી ગઈ. પ્રહરની બે ઘટિકા બાકી હતી ત્યારે લલિતાંગ, કામાંકુર અને અશોક - ત્રણ મિત્રો આવી ગયાં હતાં. દ્વારપાલે તેમને સંકેતથી જણાવી દીધું કે “કુમાર નિદ્રાધીન છે.”
ત્રણે મિત્રો મહેલના ઉપવનમાં જઈને બેઠા. લલિતાંગે કહ્યું: “આખી રાત કુમાર સુંદરીના મહાલયમાં રહ્યાં લાગે છે..”
અશોકે કહ્યું: “બીજા પ્રહરના અંતે તેઓ ગયાં હતાં. પ્રભાતે પાછા આવ્યા લાગે
કામાંકુર બોલ્યો: “શી ખબર, જીતીને આવ્યા કે જિતાઈને આવ્યા! આ સુંદરી ભલભલા ઋષિ-મુનિને પણ ચલાયમાન કરે એવી છે.
૧3૪૪
ભાગ-૩ + ભવ નવમો
For Private And Personal Use Only
Page #357
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લલિતાંગે કહ્યું “કામાંકર, સમરાદિત્ય સહજ રીતે જ ભોગસુખ પ્રત્યે અનાસક્ત છે. પોતાની રાગવૃત્તિને દબાવીને, તેઓ વૈરાગી નથી બન્યા... એટલે તેમના ચિત્ત પર કામણ કરવું... તેમને શૃંગાર તરફ આકર્ષવા સહેલા નથી.”
“ઠીક છે, જોઈએ કે એમનો વૈરાગ્ય ક્યાં સુધી ટકે છે? અત્યારે આપણે નવરા છીએજ્યાં સુધી કુમાર જાગે નહીં, ત્યાં સુધી આપણે કાં તો એકાદ બાજી રમી નાખીએ.. અથવા સોમરસનું પાન કરીએ. હજુ કુમારને ઊઠતાં બે-ત્રણ ઘટિકા તો પસાર થઈ જ જશે.”
હમણાં પીવું નથી, એક બે બાજી રમી નાખીએ.' અશોક બોલ્યો... અને લલિતાગે મૌન સંમતિ આપી.
સોગઠાબાજી ગોઠવાઈ ગઈ.
ત્રણ મિત્રો જુગાર રમવામાં પાવરધા હતા. રમવામાં મશગૂલ બની ગયાં. બે ઘટિકા (૪૮ મિનિટ) ક્યાં પસાર થઈ ગઈ, તેની ખબર ના પડી. જ્યારે કુમારનો સ્વર એમના કાને પડ્યા – “લલિતાગ, ઉપર આવી જાઓ!” ત્યારે તેમણે કુમારના ઝરૂખા તરફ જોયું. બાજી સમેટી લઈ, ઝડપથી તેઓ કુમારના આવાસમાં પહોંચ્યાં. કુમાર પ્રસન્ન મુખે, ત્રણે મિત્રોને ક્રમશઃ ભેટ્યો.
‘તમે આવ્યા તેથી મને ઘણો આનંદ થયો.” કુમારે મિત્રોના આગમનને વધાવ્યું. વાતનો પ્રારંભ પણ કુમારે જ કર્યો.
મિત્રો, હું સુંદરી પાસે જઈ આવ્યો. એનું પૂર્વજીવન પણ જાણી આવ્યો.” “એમ? મેં પણ એનું પૂર્વજીવન જાણ્યું નથી.”
એ પૂર્વજીવનમાં રાજકુમારી હતી.” ‘હૈ? રાજકુમારી હતી?”
શત્રુરાજાએ એના પિતાનો વધ કર્યો. બે ભાઈઓને નપુંસક બનાવ્યાં. અને રાજકુમારીને ગણિકા બનાવી. અતિ દુઃખમય છે એનો ભૂતકાળ.. એ ખરેખર ગણિકા નથી, આ વાત ધ્યાનમાં રાખવાની છે.” “એટલે મહારાજ કુમાર?”
એટલે, એજ કે એને ગણિકા સમજવાની નહીં. એને જોવાની એક રાજકુમારી તરીકે એનો આત્મા મારી દષ્ટિમાં ઉત્તમ છે. એક દિવસ એનું સત્ત્વ જાગશે... એ મુક્તિપથની પથિક બનશે.'
આટલું બધું પરિવર્તન શક્ય છે મહારાજકુમાર?” “હા, જો સંયોગોને પરાધીન રાજકુમારી ગણિકા બની શકે છે તો એ સંયોગો અનુકૂળ થતાં... આત્મવીર્ય ઉલ્લિત થતાં, એ ત્યાગી. તપસ્વિની કેમ ના બની શકે? જરૂર બની શકે.'
શ્રી સમરાદિત્ય મહાકથા
૧3૪૫
For Private And Personal Use Only
Page #358
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રણે મિત્રો સુંદરીના ગહન વિચારમાં ખોવાઈ ગયા. થોડી વાર મૌન ધારણ કરીને, સમરાદિત્યે પોતાની વાત આગળ કહી.
મિત્રો, હું તો તમને ત્રણને પણ કહું છું કે તમે આ સંસારનાં ક્ષણિક અને તુચ્છ સુખોનો આગ્રહ છોડો... હું ઇચ્છું છું કે તમે સન્માર્ગના યાત્રિક બનો..” લલિતાગે કહ્યું: “મહારાજકુમાર, આપ કહો, અમે શું કરીએ.” મિત્રો, પાંચ ઇન્દ્રિયોના વિષયોની આસક્તિ ઓછી કરો,
ભવસ્વરૂપનું ચિંતન કરો. જ ઉન્માર્ગગામી મિત્રોની મિત્રતા ત્યજી દો. - સાધુપુરુષોનો પરિચય કરો અને
યથાશક્તિ દાન, શીલ, તપની ભાવપૂર્વક આરાધના કરી, તમારા જીવનને ઉન્નત બનાવો.
અશોકે કહ્યું: “કુમાર, બોલવામાં અવિનય થાય તો ક્ષમા કરજો, પણ તમે કહ્યું કે ઉન્માર્ગગામ મિત્રોનો ત્યાગ કરજો, તો પછી તમે અમારી મિત્રતા કેમ કરી? અમે શરાબી છીએ, જુગારી છીએ, વેશ્યાગામી છીએ... અમારા જેવા પાપી.... કુટિલ બીજા લોકો નહીં હોય.. અને આપ આ બધું જાણતાં હતાં, છતાં અમારી મિત્રતાનો સ્વીકાર કેમ કર્યો?”
સમરાદિત્યના મુખ પર સ્મિત રમી રહ્યું. તેણે અશોકને કહ્યું : “અશોક મને જ્યારે તમારો પરિચય થયો, તમારામાં મેં બીજી ઘણી વિશેષતાઓ, ગુણો જોયાં હતાં... અને મારો આત્મવિશ્વાસ હતો કે તમારામાં જે દોષો છે, તે મને સ્પર્શી શકવાના નથી. એટલું જ નહીં, મારો વિશ્વાસ છે કે તમારું જીવન પરિવર્તન જરૂર થશે.”
કુમારના પ્રેમભર્યા માર્ગદર્શનથી મિત્રોનો, * ક્લિષ્ટ કર્મસમૂહ ભેદાયો. * મિત્રોનાં ચિત્તપરિણામ વિશુદ્ધ બન્યાં.
આત્મવીર્ય ઉલ્લસિત થયું. છે મિત્રોનાં પોતાનાં પાપકર્મોનો ક્ષયોપશમ થયો.. લલિતાગે ગદ્દગદ સ્વરે કહ્યું:
મહારાજ કુમાર, આજે અમે, ત્રણે મિત્રો બધાં જ વ્યસનોનો ત્યાગ કરીએ છીએ... સાધુપુરુષ તો અહીં આ નગરીમાં પધારશે ત્યારે પરિચય કરીશું. બાકી અમારા માટે આપનો પરિચય જ પર્યાપ્ત છે. આજે આપે અમારો મોહનો અંધકાર દૂર કર્યો.” કામાંકુર અને અશોકે કહ્યું: “મહારાજકુમાર, આપ જ અમારા ગુરુ છો.'
છે કે જ
139
ભાગ-૩ + ભવ નવમો
For Private And Personal Use Only
Page #359
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માદક વસંત ઋતુ હતી. વનલક્ષ્મી ખીલી નીકળી હતી. આમ્રવૃક્ષો પર મંજરી ફૂટી હતી. તિલક વગેરે વૃક્ષો પર સુગંધી-મનોહર પુષ્પો ખીલ્યાં હતાં. અતિમુક્ત લતા નવાં પત્રોથી સુશોભિત બની હતી. મલયવનનો પવન સુગંધ બહેકાવી રહ્યો હતો. ભ્રમરો હર્ષથી ગુંજારવ કરતા હતા.
પ્રજા હર્ષવિભોર હતી. ગીત-સંગીત અને નાટકના સમારંભો રચાયાં હતાં. સુંદર, ઉજ્જવલ અને રંગબેરંગી વસ્ત્રો ધારણ કરી, યુવકો અને યુવતીઓ વસંતકીડામાં લીન હતાં.
0 0 0 મહારાજા, નગરમાં વસંતોત્સવ મંડાયેલો છે. આપના સુખકારી સામ્રાજ્યમાં ઠેર ઠેર ઉત્સવો ચાલી રહ્યાં છે. વિવિધ નાટકમંડળીઓ રાત્રિના સમયે ઠેર ઠેર નાટક કરીને, પ્રજાનું મનોરંજન કરે છે. ઠેર ઠેર ગીત અને નૃત્યના કાર્યક્રમો ચાલે છે, અમે આપને વિનંતી કરીએ છીએ કે આપ આ વસંતોત્સવ જોવા માટે નગરમાં અને નગર બહાર ઉદ્યાનોમાં પધારો એટલું જ નહીં, નગરવાસીઓને પ્રોત્સાહિત કરી, બીજા પણ મહોત્સવનું મંડાણ કરાવો.”
નગરના શ્રેષ્ઠ નાગરિકોનું પ્રતિનિધિમંડળ, મહારાજા પુરુષસિંહને વસંતોત્સવ જોવા, આમંત્રણ આપવા આવ્યું હતું. મહારાજા પુરુષસિંહને આનંદ થયો. તેમણે વિચાર્યું:
વસંત ઋતુનો સમય એટલે કામદેવ માટે અનુકૂળ સમય. આ ઋતુમાં યુવાન હૈયાંઓમાં તો મદનની ઉત્તેજના પ્રગટે જ, આધેડ વયનાં સ્ત્રીપુરુષો પણ વિકારવિલાસને પરવશ બની જતાં હોય છે. આ ઉત્સવમાં કુમાર સમરાદિત્યને મોકલું. એ ગીત, નૃત્ય અને નાટકને જોશે, રાગ-વિલાસને ઉત્તેજનારાં દૃશ્યો જોશે... વૈરાગ્ય વહી જશે, શૃંગારરસમાં તરબોળ બની જશે, પછી એ લગ્નની વાત પણ સરળતાથી માની જશે! યોગ્ય સમયે વસંતોત્સવ આવી ગયો છે.”
મહારાજાએ નગરશ્રેષ્ઠીઓને કહ્યું: “પ્રિય નગરશ્રેષ્ઠીઓ, તમે તમારી વિભૂતિ મને અનેકવાર બતાવીને, આનંદિત કર્યો છે. હવે હું ઇચ્છું છું કે યુવરાજ સમરાદિત્ય તમારી વિભૂતિ જુએ અને વિશેષ આનંદ અનુભવે. વળી, અત્યારે યુવરાજને જ તમારે વિશેષ મહત્ત્વ અને બહુમાન આપવાનું છે.'
‘જેવી આપની આજ્ઞા મહારાજકુમાર વસંતોત્સવ જોવા પધારશે તો અમને સહુને... શ્રી સમરાદિત્ય મહાકથા
૧૩૭
For Private And Personal Use Only
Page #360
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વે નાગરિક સ્ત્રી-પુરુષોને ઘણો આનંદ થશે. આપે અમારા પર મહતી કૃપા કરી. અમને યુવરાજ-કુમારનાં દર્શન મળશે.’
નાગરિકોનું પ્રતિનિધિમંડળ ગયું.
મહારાજાએ કુમાર સમરાદિત્યને, પોતાની પાસે બોલાવીને, ખૂબ વાત્સલ્યથી કહ્યું: “હે વત્સ, આ નગરીનો પરાપૂર્વથી એવો રિવાજ ચાલ્યો આવે છે કે વસંતોત્સવમાં, રાજા નગરની મંડળીઓના આનંદ-ઉત્સવના કાર્યક્રમો નિહાળે. મેં આવા કાર્યક્રમો વર્ષોવર્ષ જોયા છે. નગરજનો આપણા જવાથી ઘણા ઉત્સાહિત થાય છે, પ્રમુદિત થાય છે. કુમાર, તારે પણ આ પરંપરા ચાલુ રાખવાની છે. મહાજનો યેન ગતઃ સ પન્થાઃ
આપણા વડીલોએ જે પ્રશસ્ત માર્ગ ગ્રહણ કર્યો હોય તે માર્ગને અનુસરવું જોઈએ, માટે આ વખતે કુમાર, તું આ વસંતોત્સવના કાર્યક્રમોને જો. એનાથી રાજપરિવારને અને નગરજનોને મહાપ્રમોદ થશે...'
જેવી પિતાજીની આજ્ઞા.” કોઈ જ તર્ક કર્યા વિના, કુમારે પિતાનાં ચરણે પ્રણામ કરી, હા પાડી દીધી. મહારાજાને ઘણો આનંદ થયો. તેઓએ ત્યાં ઉપસ્થિત બે પ્રતિહારીઓને આજ્ઞા કરી:
“જાઓ, સુબુદ્ધિ, જ્ઞાનગર્ભ આદિ મંત્રીઓને, મારી આજ્ઞા સંભળાવો કે આજે નમતા પહોરે નગરીનો વસંતોત્સવ જોવા માટે યુવરાજ જશે. તેમની સાથે સ્વજનો, મિત્રો વગેરે પણ જશે. માટે ત્રણ રથ તૈયાર કરાવો. એક યુવરાજ માટે, એક રાજપરિવાર માટે અને એક રથ મિત્રો માટે આગળ ૧૦ અશ્વારોહી સૈનિકો રહેશે, પાછળ પણ ૧૦ અશ્વારોહી રહેશે. આ રીતે તૈયારી કરીને, મને સમાચાર આપો...'
પ્રતિહારીઓ પણ પ્રસન્નચિત્ત થઈ ગયા. “ક્યારેય નહીં, ને આજે યુવરાજ વસંતોત્સવ જોવા માટે પધારશે. ગીત-નૃત્ય કરનારી મંડળીઓ અને નાટક કરનારી મંડળીઓ પણ યુવરાજને જોઈને, ખૂબ ઉલ્લિત થશે! આપણને પણ ખૂબ આનંદ થશે. પ્રજા તો યુવરાજને જોઈને, ગાંડીઘેલી બની જશે.'
પરસ્પર વાર્તાલાપ કરતા, તે પ્રતિહારીઓ મંત્રી પાસે ગયા. સુબુદ્ધિ, જ્ઞાનગર્ભ, વગેરે મંત્રીઓએ “યુવરાજ આજે વસંતોત્સવ જોવા નગરમાં પધારવાના છે.' જાણ્યું, ત્યારે રાજી થઈ ગયાં. મહામંત્રી સુબુદ્ધિએ કુમાર માટે સુવર્ણનો રત્નજડિત રથ તૈયાર કરાવ્યો. રથનાં ચક્રો સાથે ઘૂઘરીઓના ગુચ્છા બાંધ્યા. રત્નમાળાઓ અને મોતીની મેરોથી રથને સજાવ્યો. મહિતારકોની રચના કરી. કુમારને બેસવા માટે, દિવ્ય અને મુલાયમ આસન તૈયાર કર્યું.
બીજા બે રજતના રથ તૈયાર કર્યો. પુષ્પમાળાઓથી સજાવ્યાં. બંને રથમાં ચાર ચાર આસનો સ્થાપિત કર્યા. રથોના અશ્વો માટે પણ કનક અને રજતનાં આભૂષણો લાવવામાં આવ્યાં. અશ્વોને સજાવ્યો.
ભાગ-૩ + ભવ નવમો
૧3૪૮
For Private And Personal Use Only
Page #361
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુમારે પોતાના રથમાં લલિતાંગને બેસાડ્યો. પાછળ બે કન્યાઓના હાથમાં ચામર આપવામાં આવ્યાં. બીજા રથમાં કામાંકુર અને અશોક સાથે રાજપરિવારનાં બાળકોને બેસાડવામાં આવ્યાં. ત્રીજા રથમાં મહારાણી અને અન્ય રાજકન્યાઓ વગેરે બેઠી.
રાજમાર્ગ પર, રંગબેરંગી સુંદર વસ્ત્રો પહેરીને, વાજિંત્રો સાથે એક નૃત્યમંડળી પણ આવી પહોંચી. યુવરાજભા રથની આગળ, એ મંડળી નૃત્ય કરતી કરતી ચાલવાની હતી. આસપાસનાં રાજ્યનાં જુદાં જુદાં નગરોના રાજકુમાર પણ પોતપોતાના રથમાં બેસીને, આવી પહોંચ્યાં હતાં. સહુએ યુવરાજનું અભિવાદન કર્યું.
રાજમાર્ગની બંને બાજુ ઉજ્જવલ વસ્ત્ર ધારણ કરીને, હજારો સ્ત્રી-પુરુષો ઊભાં રહી ગયાં હતાં. મકાનોની બારીઓમાં કુલાંગનાઓ યુવરાજને ધારી ધારીને, જોઈ રહી હતી. “આ આપણા યુવરાજ સમરાદિત્ય છે.' એમ ઓળખાણ અપાતી હતી.
રાજકુમારો રથમાંથી ઊતરીને, કુમારના રથની આગળ ચાલવા લાગ્યાં. વિવિધ વાજિંત્રો વાગવા લાગ્યાં, નૃત્યમંડળી અને રાસમંડળી નૃત્ય કરવા લાગી. હવામાં કુંકુમ રજ ઊડવા લાગી. સર્વત્ર હર્ષ ઊછળવા લાગ્યો.
નગરના રાજમાર્ગ સ્વચ્છ હતાં. માર્ગની બંને બાજુએ નાનાં રમણીય વાસસ્થાનો અને વિહારસ્થાનો હતાં. નવયૌવનાઓ સંધ્યા સમયે વાપ્રમોદ માણવા નૂપુરઝંકાર કરતી, નિર્ભય રીતે ઉપવન તરફ જઈ રહી હતી. નગરમાં ઠેર ઠેર સુંદર બગીચાઓ બનેલા હતા. કુમાર સમરાદિત્યની વસંતયાત્રા ધીરે ધીરે આગળ વધી રહી હતી, નગરના પ્રમુખ દ્વારમાંથી રથ અને અશ્વો પસાર થયા. હવે માર્ગની બંને બાજુએ આમ્રત, આસોપાલવ ને લીંબડા-પીંપળાનાં મોટાં મોટાં વૃક્ષોની હારમાળા આવેલી હતી. વચ્ચે વચ્ચે બોરસલી, ચંપા અને કદંબવૃક્ષો, નાસિકાને તરબતર કરતા ઊભા હતાં. ત્યાં એક દેવકુલિકા ઉપર યુવરાજની દૃષ્ટિ પડી. દેવકુલિકાના ઓટલા ઉપર બેઠેલા એક કોઢરોગથી વ્યાપ્ત રોગી પુરુષને જોયો. તેની ચારે બાજુ હજાર માખીઓ બણબણી રહેલી હતી. એની આંખો લાલચોળ હતી અને બહાર આવી ગયેલી હતી. એનું નાક સડી ગયેલું હતું. તેના પગ ઉપર સોજા આવી ગયેલા હતાં. તેના મુખમાંથી લાળ ટપકી રહી હતી. આખું શરીર મલિન, ગંદું અને દુર્ગધમય હતું.
કુમાર સમરાદિત્યનું હૃદય કરુણાથી છલકાઈ ગયું. “અહો! પાપકર્મોનો કેવો વિપાક છે!” કુમારે સારથિને કહ્યું: “અરે સારથિ, આ કઈ જાતનું દશ્ય છે?'
યુવરાજે અંગુલિનિર્દેશ કરી, પેલા રોગી પુરુષને બતાવીને પૂછયું. સારથિએ કહ્યું:
મહારાજ કુમાર, આ કોઈ દશ્ય નથી વસંતોત્સવનું, આ તો કોઈ વ્યાધિગ્રસ્ત પુરુષ છે.
સારથિ, આ “વ્યાધિ' વળી કોણ છે?' શ્રી સમરાદિત્ય મહાકથા
૧3૪૯
For Private And Personal Use Only
Page #362
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હે દેવ, સુંદરમાં સુંદર એવું શરીર, કાળ પાકે એટલે વિનાશ પામે છે... આ વ્યાધિ, એ પુરુષનો વિનાશ કરશે...'
હે સારથિ, આ દુષ્ટ વ્યાધિ લોકોનું અહિત કરનાર છે, તો પિતાજી એને કેમ નભાવી લે છે?'
મહારાજ કુમાર, એનો પિતાજી વઘ ના કરી શકે.
કેમ? એ વ્યાધિ અવધ્ય કેમ? લાવ લલિતાંગ, મને તલવાર આપ.' લલિતાંગની કમરેથી તલવાર ખેંચી લઈ, કુમાર રથમાં ઊભા થઈ ગયાં. રથને સારથિએ ઊભો રાખ્યો. કુમાર છલાંગ મારી, રથમાંથી નીચે ઊતરી પડ્યાં અને મોટેથી બોલવા લાગ્યા: “અરે દુષ્ટ વ્યાધિ, આ પુરુષને છોડી દે, અથવા મારી સાથે યુદ્ધ કર...' - કુમારનો અવાજ સાંભળીને, નૃત્યમંડળીઓ શાંત થઈ ગઈ, ઊભી રહી ગઈ. નગરજનો ત્યાં ટોળે વળ્યાં, ત્યાં સારથિએ કુમારને કહ્યું:
હે યુવરાજકુમાર, રાજાઓ પણ જેને વશ કરી શકતા નથી એવો આ “વ્યાધિ” નામનો કોઈ દુષ્ટ પુરુષ નથી, પરંતુ એ જીવનમાં પોતાનાં કર્મ વિપાકથી ઉત્પન્ન થયેલી એક શરીરની અવસ્થા છે. એ કમવિપાકરૂપ વ્યાધિ ઉપર રાજાઓનો પ્રભાવ કામ લાગતો નથી. કર્મોના વિપાક સ્વરૂપ આ વ્યાધિ સર્વે જીવોને સામાન્ય હોય છે.' કુમારે નગરલોકોને પૂછ્યું: “શું આ વાત બરાબર છે?” નગરલોકોએ કહ્યું: ‘હા યુવરાજ, વાત એ પ્રમાણે જ છે.” કુમારે કહ્યું: “સારથિ, આ વ્યાધિથી ઘેરાયેલ મનુષ્ય પોતાના બળથી એ વ્યાધિનો ત્યાગ કેમ કરતો નથી? અને આવી ખરાબ અવસ્થામાં કેમ રહે છે?”
સારથિએ કહ્યું: “હે દેવ, આ વ્યાધિ એવો જ હોય છે કે જીવ એનાથી ઘેરાય, તે જીવનું બળ ચાલ્યું જાય. તેના શરીરની અવસ્થા દુઃખદાયી બને.' કુમારે કહ્યું: “સારથિ, આ વ્યાધિનો પ્રભાવ કોના ઉપર ચાલી શકતો નથી?'
સારથિએ કહ્યું: “હે કુમાર, જે જીવો પારમાર્થિક રીતે ધર્મ-પથ્યનું સેવન કરે છે અને અધર્મનો ત્યાગ કરે છે, એવા કોઈ મહાભાગ્યશાળી જીવ ઉપર વ્યાધિનો પ્રભાવ ચાલતો નથી.'
કુમારે કહ્યું: “હે સારથિ, જો એમ જ છે તો અહીં કેવો ઉપાય કરવો જોઈએ?”
સારથિ બોલ્યો: ‘મહારાજ કુમાર, પરમાર્થથી વિચારીએ તો ધર્મ-ચિકિત્સા છોડીને, બીજો કોઈ ઉપાય નથી.”
કુમારે નગરજનોને પૂછ્યું: “હે મહાનુભાવો, આ સારથિ જે વાત કરે છે, તે બરાબર છે?'
નગરજનોએ કહ્યું: “હે દેવ, સારથિની વાત બરાબર છે.” કુમારે ખેદ વ્યક્ત કરતા કહ્યું, “હે નગરજનો, વ્યાધિની ચિકિત્સા, તેનો ઉપાય
૧30
ભાગ-૩ + ભવ નવમો
For Private And Personal Use Only
Page #363
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદ્યમાન હોવા છતાં, એ ધર્મ-ચિકિત્સાનો વિચાર કરવામાં આવતો નથી, એટલું જ નહીં, પેલા વ્યાધિગ્રસ્ત પુરુષનો સામાન્ય ઔષધોપચાર પણ કરવામાં આવતો નથી.. એ કેટલો દુઃખી છે? અને આપણે આનંદ કરીએ છીએ. તે ઉચિત નથી. માટે મારે વસંતોત્સવ નથી માણવો” કુમાર સમરાદિત્ય પોતાના રથમાં જઈને બેઠાં.
નગરજનોએ કહ્યું: “હે યુવરાજ, અમે હમણાં જ એ પુરુષનો ઔષધોપચાર કરીએ છીએ, પરંતુ નગરજનોના આ ચાલ મહોત્સવમાં રસભંગ ના કરશો.”
સારથિએ કહ્યું: “મહારાજકુમાર, નગરજનો ઉચિત વાત કરે છે. એ પુરુષને ઔષધોપચાર આપવામાં આવે છે. આપ આજે વિવિધ નૃત્ય, ગીત અને નાટકને જુઓ-સાંભળો.”
કુમારે કહ્યું: “ભલે, રથને આગળ ચલાવો...”
સારથિએ રથને હાંક્યો. નૃત્યમંડળીઓ નાચવા લાગી, વિવિધ વાજિંત્રો વાગવા માંડ્યાં. સર્વત્ર આનંદ ઊછળ્યો.
0 0 0 આગળ વધતાં, રસ્તાની એક બાજુ એક ઘર હતું. એ તરફ કુમારની દૃષ્ટિ ગઈ. ઘરની પરસાળમાં એક અતિ વૃદ્ધ પતિ-પત્નીનું જોડલે બેઠેલું હતું. એ બંનેના શરીરનાં બધાં જ અવયવો સુકાઈ ગયેલાં હતાં. ગાત્રો અત્યંત ઢીલાં પડી ગયાં હતાં. માથા પરથી બધાં વાળ ખરી પડ્યાં હતાં. શરીર કંપતાં હતાં. આંખો ઊંડી ગઈ હતી. મુખમાંથી બધા જ દાંત પડી ગયેલાં હતાં. બંનેને ભયંકર દમ ચડ્યો હતો. તે છતાં તેમના પુત્રો એ બંને વૃદ્ધ માતા-પિતાને હડધૂત કરતાં હતાં.
કુમારે સારથિને પૂછયું: “રે સારથિ, આ દશ્ય કઈ જાતનું છે?' પેલા અતિ વૃદ્ધ સ્ત્રી-પુરુષ તરફ આંગળીથી નિર્દેશ કરીને, કુમારે પૂછ્યું.
મહારાજકુમાર, આ કોઈ જોવા યોગ્ય દશ્ય નથી. આ તો વૃદ્ધાવસ્થાથી હેરાનગતિ ભોગવનાર પતિ-પત્ની છે.”
અરે સારથિ, આ વૃદ્ધાવસ્થા કોણ છે? મહારાજ કુમાર, કાળ-બળના કારણે આ શરીરની આ દશા થાય છે. શરીરની આ વૃદ્ધાવસ્થા, જરા-અવસ્થા કહેવાય.”
સારથિ, આ “જરા” અવસ્થા દુષ્ટ છે, લોકોનું અહિત કરનારી છે, તો પિતાજી રાજા હોવા છતાં આ “રા'ની ઉપેક્ષા કેમ કરે છે?”
હ દેવ, પિતાજી પણ તેનો ઉપાય કરી ના શકે.”
સારથિ, ઉપાય કેમ ના કરી શકાય? હું હમણાં એનો ઉપાય કરું છું.' કુમારે મ્યાનમાંથી તલવાર ખેંચી કાઢી, ઊભો થયો અને રથમાંથી નીચે ઊતરી પડયો. વૃદ્ધ શ્રી સમરાદિત્ય મહાકથા
૧૩૫૧
For Private And Personal Use Only
Page #364
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સ્ત્રી-પુરુષ તરફ દોડ્યો અને બોલ્યો: ‘અરે જરા, તું આ બંને બિચારાં સ્ત્રી-પુરુષને છોડી દે. તું સ્ત્રી છે એટલે અવધ્ય છે.'
રથ ઊભો રહી ગયો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નૃત્યમંડળીઓ શાંત થઈને, ઊભી રહી ગઈ.
નગરજનો ટોળે વળ્યાં.
સારથિએ કુમાર પાસે આવીને કહ્યું: ‘હું કુમાર, આ ‘જરા’ કંઈ દેહધારી સ્ત્રી નથી. આપ એને ઠપકો આપો તેનો કોઈ અર્થ નથી. કુમાર મનુષ્યના શરીરની કાળના પ્રભાવથી આ અવસ્થા થાય છે. દરેક મનુષ્યના શરીરની અને પશુ-પક્ષીનાં શરીરની આ અવસ્થા, આ જરાવસ્થા સહજ રીતે હોય છે.'
કુમારે નગરજનો સામે જોઈને પૂછ્યું: ‘આ સારથિ જે વાત કહે છે તે સાચી છે?’ ‘કોઈ શંકા નથી આ વાતમાં, મહારાજકુમાર.’
‘રે સારથિ, હવે મેં આ ‘જરા’નો ભાવાર્થ જાણ્યો. આ જરાવસ્થા ન આવે તેનો ઉપાય પણ જાણ્યો. તેથી હે સારથિ, તને અને આ ઊભેલા નગરજનોને કહું છું કે મનુષ્યના બળનો નાશ કરનારી, ધર્મ-અર્થ અને કામ-પુરુષાર્થને હાનિ પહોંચાડનારી, અપમાન અને તિરસ્કારની કારણભૂત, હાસ્યાસ્પદ બનાવનારી એવી આ જરાવસ્થાનો જ્યાં પ્રભાવ વર્તતો હોય ત્યાં ધર્મનું ઔષધ છોડીને, આવા ઉત્સવ-મહોત્સવો યોજવા શું યોગ્ય લાગે છે?’
4
નગરશેઠ બોલ્યા: ‘અહો! કુમારનો વિવેક કેવો છે! કેવી પારમાર્થિક વાત કરી કુમારે! આ વાત સાચી છે. એમાં કોઈ ફેરફાર નથી... આ તો દુનિયામાં મહામોહનો પ્રભાવ પ્રવર્તી રહ્યો છે. હે દેવ, આપે સુંદર વાત કરી, છતાં અનાદિકાલીન મોહવાસના છૂટવી દુષ્કર છે.’
૧૩૫૨
કુમારે કહ્યું: 'હે નગરશ્રેષ્ઠી, દરેક મનુષ્ય પર જરાનો પ્રભાવ હોવા છતાં, એના પ્રતિપક્ષી ધર્માચરણમાં પુરુષાર્થ ન કરવો, એ જ ખરેખર, મોહવાસના છે. આવી મોહવાસના શા કામની? ભયંકર વિષાકવાળો વ્યાધિ છે, અને ભયંકર ક્લેશ કરનારી આ જરા છે...’
For Private And Personal Use Only
ભાગ-૩ ૪ ભવ નવમો
Page #365
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૦પHI
પ્રજા આજે ઠેર ઠેર નાટારંભ કરતી હતી. માર્ગ પરનાં વાંસનાં ઝુંડ, કેળનાં જૂથ, ઊંચા તાડ અને નાળિયેરનાં વૃક્ષો દૂર દૂરથી ડોકિયાં કરી, જાણે સહુને આમંત્રી રહ્યાં હતાં. દૂર દૂર ઝરણાના કિનારે બેસીને, નિર્ભયપણે પાવો વગાડતાં ગોપબાળો. પાવો બાજુએ મૂકીને, વસંતોત્સવને જોવા તથા યુવરાજ સમરાદિત્યને જોવા દોડી આવ્યાં હતાં. નવા રોપેલા આંબાવડિયામાં ટહુકતી શરમાળ કોયલો, એમની સ્વરમાધુરીને રાજમાર્ગ સુધી રેલાવતી હતી. સમરાદિત્યની સવારી આગળ વધતી હતી.
રાજમાર્ગ ઉપરની ધર્મશાળાના પ્રાંગણમાં રમતાં નાના નાના મોર અને પોતાની સુવર્ણ ચંચથી કણ ચણતા કૂકડાઓ, ઊંચી ડોક કુમાર સામે જોઈ રહ્યાં હતાં.
એ જ સમયે યુવરાજે એક મૃત દરિદ્ર પુરુષની સ્મશાનયાત્રા જોઈ. જૂના ખાટલામાં એ મૃતદેહને નાખીને, એના પર જીર્ણ વસ્ત્ર વીંટાળેલું હતું. ચાર પુરુષોએ એ નનામી ઉપાડેલી હતી. એ મૃત વ્યક્તિનો સ્વજનવર્ગ દીનદુઃખી બનીને, નનામીની પાછળ ચાલતો હતો. અનેક સ્ત્રીઓ રુદન કરતી હતી. મૃત પુરુષની પત્ની છાતી ફાટ આક્રંદ કરી રહી હતી.
યુવરાજ રથને થોભાવી, સારથિને પૂછ્યું : ‘રે સારથિ, મોહવાસનાની વાત પછી વિચારજો, પહેલાં એ કહો કે આ દૃશ્ય શાનું છે? આમાં શું જોવા લાયક છે?'
સારથિને કુમારે નનામી દેખાડતાં પૂછયું. સારથિએ સ્મશાનયાત્રા જોઈને, વિચાર ર્યો: “સંસાર તરફ વૈરાગ્ય જગાવનારાં એક પછી એક દૃશ્યો આજે જોવા મળે છે... ખરેખર, સંસારની અસારતા સમજાય છે. શું કુમાર સંસારનો આ પ્રપંચ નહીં જાણતા હોય? જાણતા જ હશે, પરંતુ અમારા જેવા લોકોને પ્રતિબોધવા માટે જ આ રીતે પૂછતા લાગે છે. આવું મારું અનુમાન છે. તેઓ મને પૂછે છે, તો મારે એમને પ્રત્યુત્તર આપવો જ પડશે.”
“મહારાજ કુમાર, આ કોઈ જોવાલાયક વસંતોત્સવનું દશ્ય નથી. આ તો મરી ગયેલા માણસને, બાળી નાખવા સ્મશાને લઈ જાય છે. માણસ મૃત્યુ પામે એટલે સ્મશાને લઈ જવાનો, સંસારનો રિવાજ છે.'
હે સારથિ, આ “મૃત્યુ' કોણ છે?” “હે યુવરાજ, માણસના શરીરમાંથી આત્મા નીકળી જાય, તેને મૃત્યુ કહેવાય, પછી આત્મા વિનાના શરીરને સ્વજનો પણ ત્યજી દે છે, તે મૃતદેહને બાળી નાખે
શ્રી સમરાદિત્ય મહાકથા
૧3૫૩
For Private And Personal Use Only
Page #366
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હે સારથિ, તો તો ખરેખર, મૃત્યુ લોકો માટે અહિતકારી કહેવાય ને? તો પછી પિતાજી એનો ઘાત કેમ કરતાં નથી?”
માર્ગમાં રથ ઊભો રહી જવાથી નગરજનો કુમારના રથને ઘેરીને, ઊભા રહી ગયાં હતાં. નૃત્ય સ્થગિત થઈ ગયાં હતાં. વાજિંત્રો વાગતા બંધ થઈ ગયાં હતાં. આગળ ચાલતા રાજકુમારો પણ યુવરાજની પાસે આવીને, ઊભા રહી ગયાં હતાં. સારથિએ કુમારને કહ્યું:
મહારાજકુમાર, આ “મૃત્યુ'નો વધ કરવા મહારાજા પણ સમર્થ નથી. દેવદાનવો પણ સમર્થ નથી.'
હે લલિતાંગ, મને ખડ્રગ આપ. હું હમણા એ નનામી પાસે જઈને, એ મૃત્યુનો ઘાત કરીશ.”
ખગ લઈને કુમાર નનામી તરફ ધસ્યો. તેણે રાડ પાડીને કહ્યું: “અરે દુષ્ટ મૃત્યુ, આ પુરુષને છોડી દે.. નહીંતર મારી સાથે યુદ્ધ કરવા તૈયાર થા...' તે ખગ સાથે આગળ વધતો હતો, પરંતુ લલિતાગે તેને પકડી રાખ્યો. અશોક અને કામાંકુર પણ એમના રથમાંથી ઊતરી આવ્યા અને કુમારની સામે ઊભાં રહ્યાં.
સારથિએ કહ્યું: “મહારાજકુમાર, આ દુષ્ટ મૃત્યુ કોઈ પુરુષ નથી. કોઈ રાજા-- મહારાજા મૃત્યુને રોકી શકતાં નથી. ગમે તેટલા ઔષધોપચાર કરવામાં આવે, છતાં મૃત્યુ વહેલું કે મોડું નિશ્ચિત જ હોય છે.”
દરેક જીવાત્માનું શરીર, પોતપોતાનાં કર્મોના અનુસાર બને છે અને કર્મોના અનુસારે જ ટકે છે... “આયુષ્ય-કર્મ' પૂરું થાય એટલે શરીર નાશ પામે. આને મૃત્યુ કહેવાય. દરેક જીવ માટે આ સામાન્ય નિયમ હોય છે....'
કુમારે નગરજનો સામે જોઈને પૂછયું: “હે નગરજનો, શું આ સારથિની વાત સાચી છે?”
હાજી, મહારાજ કુમાર, વાત સાચી છે.” કુમારે સારથિને પૂછ્યું: હે સારથિ, આ મૃત પુરુષને એના સ્વજનો કેમ છોડી દે છે?”
હે દેવ, હવે મૃતદેહને રાખીને શું કરવાનું? શરીરમાંથી આત્મા ઊડી ગયો. પછી માત્ર જડ ક્લેવર જ રહે છે.” “સારથિ, જો આત્મા ચાલ્યો ગયો છે, તો પછી આ સ્વજનો વિલાપ કેમ કરે છે?'
સારથિએ કહ્યું “મહારાજકુમાર, આ મૃત પુરુષ, આ બધાનો પ્રિય પુરુષ હતો. એ પ્રિય પુરુષ પરલોકની યાત્રાએ ગયો... એ આત્મા અદૃશ્ય થઈ ગયો. તેના આ સ્વજનો એ મૃત પ્રિયજનનાં સુકતો યાદ કરી, શોકસાગરમાં ડૂબી ગયાં છે... શીક મનુષ્યને રુદન કરાવે છે... સિવાય રુદન, બીજું શું કરી શકે?”
૧3૫૪
ભાગ-૩ ૪ ભવ નવમો
For Private And Personal Use Only
Page #367
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સારથિ, મરનાર પુરુષ આ લોકોને પ્રિય હતો, તો પછી આ લોકો એ પ્રિયજનની પાછળ કેમ નથી જતા?'
હ દેવ, તે વાત અશક્ય છે..” કેમ?
મૃત્યુ પામી ગયેલા આત્માને આપણે જોઈ શકતા નથી. એ આત્મા ક્યાં ગયો? એ જાણી શકતાં નથી. મરનાર વ્યક્તિ કહીને જતી નથી કે “હું ફલાણી જગ્યાએ જાઉં છું. વળી હે કુમાર, દરેક જીવનાં કર્મો વિચિત્ર હોય છે. સંયોગો એકસરખા ટકતા નથી. સંયોગો એકસરખા ટકે તેટલો સ્નેહ પણ હોતો નથી. માટે માણસો મૃત પ્રિયજનની પાછળ મરી જતાં નથી.
કુમારે કહ્યું: “હે પ્રબુદ્ધ સારથિ, જો સંસારમાં સંયોગો એકસરખા ટકતા નથી તો એકબીજા સાથે પ્રીતિ રાખવી, નિરર્થક જ માનવી પડે.” સારથિ બોલ્યો: “હે દેવ, પરમાર્થ તો એ જ છે. “પ્રીત કિયે દુઃખ હોય.” હે સારથિ, તો આ મૃત્યુથી બચવાના ઉપાય શો?'
હે દેવ, ઉપાય તો યોગીપુરુષો જ બતાવી શકે, મારા જેવો અજ્ઞાની ઉપાય ના જાણી શકે... પછી બતાવવાની તો વાત જ ક્યાં રહી?'
કુમારે નગરજનોને પૂછ્યું: “હે નગરજનો, સારથિની આ વાત શું બરાબર છે? સાચી છે?”
“એમ જ વાત છે, સાચી વાત છે, મહારાજ કુમાર,’ નગરશ્રેષ્ઠીએ પ્રત્યુત્તર આપ્યો.
હે નગરજનો, જો “મૃત્યુ નિશ્ચિત છે, “મૃત્યુ'ની આગળ સર્વે જીવો પામર છે, સહુ જીવો માટે મૃત્યુ અનિવાર્ય છે, એકાંતે દુઃખદાયી છે, અપકારી છે. તો પછી આવા ઉત્સવોનું શું પ્રયોજન? હે નાગરિકો, એ મૃત્યુ પર વિજય મેળવવાનો જ પુરુષાર્થ કરવો જોઈએ. આવા ક્ષણિક આનંદ આપનારા ઉત્સવો ઉજવવામાં આ મનુષ્યજીવનનો મૂલ્યવાન સમય વેડફી નાખવાની મૂર્ખતા નહીં કરવી જોઈએ.” જ કુમારની આ તત્ત્વવાણી સાંભળીને, કેટલાક નગરજનો સંવેગ પામ્યાં. કેટલાક મનુષ્યો બોધિબીજ પામ્યાં. કેટલાક કુમારની મહાનુભાવતા પર ઓવારી ગયાં. જ કેટલાક કુમાર પ્રત્યે સ્નેહવાળા બન્યાં. કુમારે કહ્યું: “સારથિ, રથ પાછો વાળો... આ દુનિયામાં કંઈ જોવા લાયક નથી. એકમાત્ર આત્મસ્વરૂપ જ જોવા લાયક છે. એમાં પ્રયત્ન કરો.'
કુમારનો રથ પાછો ફર્યો. નગરજનો પણ ઉત્સવ સ્થગિત કરી, પોતપોતાનાં કાર્યોમાં પ્રવૃત્ત થયાં. શ્રી સમરાદિત્ય મહાકથા
૧3પપ
For Private And Personal Use Only
Page #368
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાજા, યુવરાજે તો આજે ગજબ કર્યો' રાજપુરોહિત દેવસેન દોડતો રાજમહેલમાં મહારાજા પાસે પહોંચ્યો. “શું થયું દેવસેન?
મહારાજા, માર્ગમાં વ્યાધિગ્રસ્ત પુરુષને જોઈ, મહારાજકુમારે ઉપદેશ આપ્યો. અતિ વૃદ્ધ પતિ-પત્નીને જોઈને, રાજકુમારે સહુને તત્ત્વબોધ આપ્યો અને મૃતદેહની નનામી જોઈને યુવરાજે “મૃત્યુ' પર બોધ આપ્યો.... અને વસંતોત્સવની ઉજવણી બંધ થઈ ગઈ... સહુ લોકો પોતપોતાના કાર્યમાં લાગી ગયાં.... રંગમાં ભંગ પડ્યો મહારાજા!”
મહારાજાના મનમાં થોડો ઉગ થયો. તેમને ચિંતા થવા લાગી. હજુ કુમારનું ચિત્ત સંસારના મનોહર પદાર્થોમાં લાગતું નથી. હજુ તેનું મન વિરક્ત જ છે. નગરની સુંદરી.. પણ કુમારને વિલાસી ના બનાવી શકી. ત્રણ મિત્રો પણ કુમારને વિષયાસક્ત કે શૃંગારપ્રિય ન બનાવી શક્યા. ખેર, સમજાતું નથી, કુમારની શી ભવિતવ્યતા છે? પાસે ઊભેલા પ્રતિહારીને કહ્યું: ‘જા, અને યુવરાજને મારી પાસે બોલાવી લાવ.”
પ્રતિહારીએ જઈને, કુમાર સમરાદિત્યને મહારાજાનો સંદેશો આપ્યો. કુમારે કહ્યું: ‘પ્રતિહારી, પિતાજીને કહે કે હું હમણાં જ એમની સેવામાં ઉપસ્થિત થાઉં છું.” પ્રતિહારી ગયો. કુમારે સારથિને કહ્યું: “રથને રાજમહેલ લઈ ચાલ.”
સારથિએ રથને રાજમહેલ તરફ હંકારી મૂક્યો. રથમાંથી ઊતરી, કુમાર મહારાજ પાસે ગયો. મિત્રો પોતપોતાના સ્થાને ગયાં. કુમારે મહારાજાનાં ચરણોમાં પ્રણામ કર્યા અને મહારાજાની પાસે બેઠો. પિતાજી, મને શીઘ બોલાવ્યો કંઈ? કોઈ વિશેષ પ્રયોજન?” “વત્સ, મારે તને કંઈક કહેવું છે.” “પિતાજી, આપ નિશ્ચિતતાથી કહી શકો છો.' “પરંતુ કુમાર, હું કહું એ પ્રમાણે તારે અવશ્ય કરવાનું છે.” 'પિતાજી વડીલોનાં અને ગુરુજનોનાં વચન અલંઘનીય હોય છે. છતાં આપ આ રીતે મારા પર માનસિક દબાણ શા માટે લાવો છો? એ મને સમજાતું નથી. ગુરુજનોનાં વચન પર વિચાર કરવાનો હોય જ નહીં! આપ જે પ્રમાણે આજ્ઞા કરશો, તે પ્રમાણે કરીશ.... પિતાજી, ગુરુજનોની પૂજા, એ તો ધર્મની પૂર્વભૂમિકા છે. એમાંય “દુ:પ્રતિકારી માતાપિતરો” માતાપિતાના ઉપકારનો બદલો વાળી શકાતો નથી. વાળવો ઘણો ઘણો દુષ્કર હોય છે.'
કુમાર...” મહારાજાનો- કંઠ અવરુદ્ધ થઈ ગયો. તેમણે ઊભા થઈ, કુમારને પોતાની છાતીએ ચાંપ્યો. તેના મસ્તક પર હાથ ફેરવતા રહ્યાં. હર્ષનાં આંસુઓ ટપકવા લાગ્યાં. ગદ્ગદ સ્વરે તેઓ બોલ્યા:
૧3પs
ભાગ-૩ % ભવ નવમો
For Private And Personal Use Only
Page #369
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુમાર, તું વિનયી છે, વિવેકી છે. તે ક્યારેય અમારો અવિનય નથી કર્યો.. અવિવેક નથી કર્યો. ક્યારેય મારું કે તારી જનનીનું હૃદય નથી દૂભવ્યું, અમે પણ તારા મનને દૂભવવા નથી ઇચ્છતાં... જા વત્સ, હમણાં તું તારું કામ કર. સમય આવતાં વાત કરીશ.”
પિતાજી, જેવી આપની આજ્ઞા...' | વિનયથી મહારાજાને પ્રણામ કરી, કુમાર પોતાના આવાસમાં આવ્યો. આવાસમાં અશોક, લલિતાંગ અને કામાંકુર ત્રણે મિત્રો બેઠાં હતાં. ત્રણેએ ઊભા થઈ, કુમારનું સ્વાગત કર્યું. કુમારે વસ્ત્રપરિવર્તન કરી, સાદાં શ્વેત વસ્ત્રો ધારણ કર્યા અને મિત્રોની સાથે બેઠો.
અશોકે કહ્યું: કુમાર, આજે તો વસંતોત્સવને તમે અધ્યાત્મ-ઉત્સવમાં બદલી નાખ્યો.
અરે ભાઈ, વ્યાધિ, જરા અને મૃત્યુના વિષયમાં, મેં તો આવી પારમાર્થિક હૃદયસ્પર્શી વાત આજે જ સાંભળી.. ને મારું મન હાલી ઊડ્યું!” કામાંકુર બોલ્યો.
લલિતાંગે કહ્યું: “મહારાજકુમારના રથનો સારથિ કેવો તત્ત્વજ્ઞાની છે! કુમારના પ્રશ્નોના ઉત્તર કેવા સુંદર આપતો હતો? ખરેખર, મને તો એ સારથિ ખૂબ ગમ્યો.'
કામાંકુરે કહ્યું: ‘લલિતાંગ, જો તું ઇચ્છે તો સારથિ અને રથ - બંને તને ભેટ અપાવી દઉં.'
કામાંકુર, હવે વળી લેવાની વાત કેવી? હવે તો જે કંઈ છે આપણી પાસે, તેનો ત્યાગ કરવાની વાત કર. મને સારથિ નહીં, સારથિની તત્ત્વજ્ઞાનપૂર્ણ વાતો ખૂબ ગમી...”
પરંતુ કેટલાક યુવાનોને અચાનક ઉત્સવ સ્થગિત થઈ ગયો, એ ન ગમ્યું.” કામાંકુર બોલ્યો.
કામાંકુર, બધી વાતો બધાને ન ગમે. ખુદ ઇન્દ્ર પણ સહુને ખુશ કરી શકતો નથી, તો આપણે કેવી રીતે કરી શકવાના? એમાંય પારમાર્થિક વાતો બહુ થોડા જીવોને ગમે. સમરાદિત્યે કામાંકુરના મનનું સમાધાન કરતાં કહ્યું.
અશોક બોલ્યો: “કુમાર, આપનો રથ રાજમહેલ તરફ વળ્યા પછી, હું રથમાંથી ઊતર્યો અને ૧૦-૧૨ યુવાન જોર જોરથી ચર્ચા કરતાં હતાં, તેમની પાસે જઈને, મેં કહ્યું: ‘મિત્રો, મહારાજકુમારે વસંતોત્સવ કરવાની ના પાડી જ નથી. તમે જાઓ અને ગીત-નૃત્ય અને નાટક રચાવો. તમને રાજ્ય તરફથી કે રાજકુમાર તરફથી કોઈ અવરોધ નહીં થાય...” “પછી?” લલિતાગે કંઈક ઉત્તેજિત થઈને પૂછ્યું. પછી મેં તેમને કહ્યું: ‘ભલે તમે વસંતોત્સવ ઊજવો, પરંતુ કુમારે કહેલી વાતો -
શ્રી સમરાદિત્ય મહાકથા
3છે.
For Private And Personal Use Only
Page #370
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાધિ, જરાવસ્થા અને મૃત્યુ અંગેની, એના પર વિચાર તો કરજો. એક દિવસ આપણો પણ વારો આવવાનો છે.' બસ, આટલું કહીને, હું રથમાં જઈન, બેસી ગયો.. ને રથ રાજમહેલ તરફ દોડ્યો...'
અશોક, અનાદિકાળથી જીવ વૈષયિક સુખોનો જ અનુરાગી છે... જીવોને વૈપયિક સુખો જ ગમે છે. એ તો પ્રગાઢ કર્મોની નિર્જરા થઈ જાય, મહામોહનો પ્રભાવ ક્ષીણ થાય, ત્યારે જ પારમાર્થિક વાતો મનુષ્યના ગળે ઊતરે છે. જે લોકો આ વાતો ના સમજે... તેમના પ્રત્યે કરુણાભાવનાથી જ વિચાર કરવાનો. એમના પ્રત્યે દ્વેષ કે અણગમો નહીં કરવાનો. પારમાર્થિક તત્ત્વોની અવગણના કરનારાઓ, નિંદા અને અપલાપ કરનારાઓ પ્રત્યે પણ દયાપૂર્ણ હૃદયથી જ વિચાર કરવાનો. એ જીવોની ભાવકરુણા જ વિચારવાની જરાય દ્વેષ નહીં કરવાનો.” મિત્રો સમરાદિત્યની વાત સાંભળી, પ્રમુદિત થયાં. અશોકે કુમારને કહ્યું: મહારાજકુમાર, મને ગઈ કાલે માતાજીએ - મહારાણીએ બોલાવેલો...' “પ્રયોજન?' “કુમારને સમજાવવાનું.'
એટલે?' ‘કુમાર લગ્ન કરવાની હા પાડે." “મને માતાએ આ વિષયમાં પૂછ્યું જ નથી.'
એનું કારણ છે.” “શું કારણ?”
કદાચ તમે ના પાડો તો માતાનું હૃદય દુભાય. અને હા પડાવતાં કદાચ તમારું મન કચવાય. મહારાણી આ બંને વાત નથી ઇચ્છતાં.”
અશોક, સંસારમાં લગભગ બધાં જ માતા-પિતા આ વાત ચાહતા હોય છે કે એમનો પુત્ર પરણે. ભલે, પરણ્યા પછી એ સુખી થાય કે દુઃખી થાય.”
કુમાર, માતાપિતાની ભાવના તો પુત્રને સુખી કરવાની જ હોય છે. ભલે, પુત્ર પોતાનાં કર્મોના અનુસાર સુખી થાય કે દુઃખી થાય.” અશોક બોલ્યો.. કામાંકર ખડખડાટ હસી પડ્યો.. હસતાં હસતાં બોલ્યો:
ઓહો.. આજે પહેલી જ વાર અશોક તત્તવાણી ઉચ્ચારી છે... માટે આજે એના તરફથી પ્રિય ભોજન સમારંભ થવો જોઈએ.'
સહુ મિત્રોના હાસ્યથી ખંડ ગુંજી ઊઠ્યો.
છે
જે
૧3૫૮
ભાગ-૩ + ભવ નવમો
For Private And Personal Use Only
Page #371
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંકટ સમય હતો. સુંદર વાતાવરણ હતું. સુંદર હતી અને સુંદર પ્રકાશ હતો. જળ-સ્થળ સોંસરવું જાણે કોઈ સરસતાનું મોજું લહેરિયાં ખાઈ રહ્યું હતું.
રાજમહેલની પાછળના “સુંદર' ઉદ્યાનમાં ચારે મિત્રો બેઠાં હતાં. થોડી વાર તો સહુ મૂંગા મૂંગા બેસી રહ્યાં. છેવટે અશોકથી ના રહેવાયું. એણે સહુથી પહેલાં મૌનભંગ કર્યો.
કુમાર, શું લગ્ન કરવા ગમતાં નથી?” કુમાર માત્ર હસ્યો. એ હાસ્યમાં સુંદર ઉત્તર સમાયેલો હતો.
કુમાર, કાલે રાત્રે જાણવા મળ્યું છે કે રાજનગરના મહારાજા ખડ્રગસેનની બે પુત્રીઓ - વિશ્વમવતી અને કામલતાને લઈને, ત્યાંના મહામંત્રી અભયસિંહ, અમરસિંહ, અક્ષયસિંહ વગેરે મોટા રસાલા સાથે અહીં આવ્યા છે. રાજ્યના વિશાળ અતિથિગૃહમાં તેમનો ઉતારો છે. હું આજે સવારે મહારાણીનું આમંત્રણ મળતાં રાજમહેલમાં ગયો હતો.' “કેમ? એ રાજકુમારીઓ સાથે તારું ગોઠવાય છે કે?' કામાકુરે મજાક કરી. કેમ તને ઈર્ષા આવી કે?’ અશોક કંઈ પાછો પડે એમ ન હતો...” ના રે ભાઈ, આપણે તો પરણવું જ નથી ને. આપણે તો દીક્ષા લેવી છે.” બહુ સરસ. ગુરુદેવ પધારવાના જ છે. પહેલો શિષ્ય તું બની જઈશ.” લલિતાંગે કહ્યું: “અશોક, મહારાણીજીએ તને બોલાવીને શું કહ્યું?”
મને કહે, વત્સ અશોક, રાજનગરની બે રાજકુમારીઓને તારે જોવાની છે.... પછી એનું એવું સુંદર વર્ણન રાજકુમાર સામે કરવાનું છે કે રાજકુમાર એ રાજકુમારીઓ સાથે પરણવા તૈયાર થઈ જાય.'
અહો, માતાનો કેવો પ્રગાઢ મોહ છે મારા ઉપર. હું પરણું તો એ સુખી થાય. કેવી અજ્ઞાનતાભરી માન્યતા છે માતાની.”
જે હોય તે ખરી. કુમાર, તમારે લગ્ન તો કરવો પડશે.” અશોકે કહ્યું. લલિતાગે કહ્યું: “અશોક, તેં બંને રાજકુમારીને જોઈ?”
હા, જોઈને જ આવ્યો મહારાણીજીએ એ બંનેને બોલાવી હતી, પોતાની પાસે. આમ તો મહારાણીના ભાઈની જ એ પુત્રીઓ છે ને. મેં એ બંનેને જોઈ.”
કેવી છે? વર્ણન તો કર! સંસ્કૃત, પ્રાકૃત ભાષાનો મોટો પંડિત છે. તો વર્ણન કરતાં નથી આવડતું?” કામકુર આજે આક્રમક મિજાજમાં હતો. પરંતુ અશોક પ્રફુલ્લિત હતો. તેણે કહ્યું: શ્રી સમરાદિત્ય મહાકથા
૧3૫e
For Private And Personal Use Only
Page #372
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું વર્ણન તો કરું... મહારાજ કુમારે દત્તચિત્તે એ વર્ણન સાંભળવાનું અને લગ્ન માટે આપણી પાસે હા પાડવાની.'
હા ભાઈ, હું હા પડાવીશ.. તું વર્ણન તો કર.' કામાકુરે રાજકુમાર સામે જોઈને કહ્યું:
મેં એક જૂના પ્રાકૃત ભાષાના કવિએ કરેલા દેવસુંદરીના વર્ણનને વાંચ્યું છે. બસ, એવી જ આ બે રાજકુમારી છે, સાંભળો - જ મનહર રાજહંસીને ચાલે ચાલનારી. મસ્ત કટિપ્રદેશ અને પયોધરથી શોભાયમાન.
પૂર્ણ વિકસિત પા જેવાં લોચનવાળી, ક આકર્ષક વક્ષપ્રદેશ અને પતલી કમર!
સુવર્ણમણિની લટકતી કટિમેખલાથી કાંતિમાન! એ રૂમઝૂમતી ઘૂઘરીઓ, સુંદર તિલક અને વલયથી વિભૂષિત. સુંદર તિલક અને વલયથી વિભૂષિત. નેત્રોમાં કાજળની સુંદર રચનાવાળી...' અશોકે સૌન્દર્યપારાયણ પૂરું કર્યું. લલિતાગે મૌન તોડ્યું.
અશોક, તેં બે રાજકુમારીનું વર્ણન કર્યું. બરાબર છે, પરંતુ મહારાજકુમાર એ બંનેને જાળવશે ખરા ને? એ બંનેને પૂર્ણ સ્નેહ આપશે ને? એવું ન થાય કે કુમાર એમના ખંડમાં પરમાત્માનું ધ્યાન કર્યા કરે અને પેલી બે યુવરાજ્ઞી રાતે આકાશના તારા ગયાં કરે.... દિવસે પ્રહર ગણ્યા કરે અને વર્ષના અંતે વિરહનાં ગીતો ગાયાં કરે.'
લલિતાગે કુમાર સામે જોયું. કુમાર લલિતાંગ સામે જોઈ હસી પડયો, તેણે કહ્યું: ‘મિત્રો, આજે તમને શું થઈ ગયું છે? આજે મારા પર તમે સહુ વરસી પડ્યા છો. તે તે કાળે જે યોગ્ય હશે તે કરીશ! તમે જાણો છો ને કે હું તમારી દરેક વાત માનું છું. માતાપિતાની પણ એક એક આજ્ઞા માનું છું.'
મહારાજકુમાર, તમારી વાત સાચી છે. અમે તમને અમારા મિત્ર માનીએ છીએ.... મિત્ર જ નહીં, અમારા “ગુરુ માનીએ છીએ. તમને સાચી વાત કહું? મહારાજાને ચિંતા છે કે કદાચ તમે લગ્ન માટે સંમત ન થાઓ તો? તેમણે તો તમારા માટે કેટકેટલી ઉચ્ચ કલ્પનાઓ કરી છે. તમે અને અમે પણ જાણતાં ન હતાં કે મહારાજા એક દિવ્ય મહેલ તમારા માટે બનાવી રહ્યા છે. લગ્ન કરીને તમે એ મહેલમાં રહો - એ તેમની કામના છે. ગઈ કાલે જ મેં એ મહેલનું શિલ્પ-સ્થાપત્ય જોયું. મહારાજાને શિલ્પ-સ્થાપત્યની આટલી બધી અભિરુચિ.
4390
ભાગ-૩ જ ભવ નવમો
For Private And Personal Use Only
Page #373
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કારીગરોનાં ટાંકણાં સુંદર ભાત પાડી ઊઠે, એ માટે એમણે ગુર્જર અને મરુ દેશમાંથી આરસ મંગાવ્યો છે. પંજાબની ખાણોમાંથી સૂર્યકાન્ત પથ્થર, મોં -માંગ્યાં મૂલ આપીને આણ્યો છે. તે ઉપરાંત આગ્રાની પાસેનો રાતો પથ્થર પણ મંગાવ્યો છે. ગોવળકોંડાથી હીરા, બુંદેલ ખંડથી પન્ના, ખંભાતથી અકીક, ઇરાનથી અબરખ, ગોમેદ મંગાવ્યા છે. એ મહેલને સોનાનાં કમાડો લાગ્યાં છે. રૂપાના રવેશ અને સુખડના કઠેડાઓ રચાયા છે. દેશદેશથી સામગ્રી આવતી જાય છે. નિષ્ણાત કારીગરોની ભરતી થયા જ કરે છે. મહેલની આસપાસ સરુનાં ઝાડ, ભાત ભાતના ફૂલછોડ, સંગેમરમરનો હોજ વગેરેનું નિર્માણ કર્યું છે. મહારાજ કુમાર, તમે એ મહેલને જોશો ત્યારે તમને મહારાજાના હૃદયનો સાચો ખ્યાલ આવશે.
‘મને પિતાજીના અને માતાજીના અપાર સ્નેહનો અનુભવ છે અને હું એમના હૃદયને ક્યારેય દૂભવીશ નહીં, આ મારું વચન છે.’
‘ઘણું ઉત્તમ કહ્યું, કુમાર, હવે અમારે આ વિષયમાં વિશેષ કંઈ જ કહેવું નથી...' લલિતાંગે વાતને પૂર્ણ કરી.
‘મહારાજકુમાર, મહારાજા આપને અત્યારે યાદ કરે છે.’ પ્રતિહારીએ સમરાદિત્યને પ્રણામ કરી, નિવેદન કર્યું.
‘કોઈ પ્રયોજન તું જાણે છે?’
‘આપના મોસાળથી રાજપુરુષો આવેલા છે, મહારાજાની પાસે બેઠેલા છે ... આટલું હું જાણું છું.'
‘જેવી પિતાજીની આજ્ઞા. હું આવું છું.’ પ્રતિહારી ચાલ્યો ગયો. કુમારે રાજસભાને ઉચિત વસ્ત્રભૂષા કરી. અશોક વગેરે ત્રણે મિત્રોની સાથે કુમાર રાજસભામાં ગયો. કુમારે મહારાજાને પ્રણામ કર્યાં અને બાજુમાં બેઠો. મિત્રો કુમારની પાછળ બેઠા. મહારાજાએ સર્વપ્રથમ મિત્રો સામે જોયું. મિત્રોને પ્રસન્નવદન જોયાં. કુમા૨ને પણ પ્રફુલ્લિત નયનવાળો જોયો. મહારાજાએ કુમારને કહ્યું:
‘વત્સ, તું તારા મામા મહારાજા ખડ્ગસેનને જાણે છે, મહારાજાએ પોતાની અતિ પ્રિય બે પુત્રીઓ વિભ્રમવતી તથા કામલતાને, મંત્રીવર્ગ સાથે અહીં મોકલી છે, બંને રાજકુમારી તારી સાથે લગ્ન કરવા ઇચ્છે છે. બંને કન્યાઓને તારા પ્રત્યે અનુરાગ છે.’
‘પિતાજી, એમને કે મને અનુરાગ હોય કે નહીં, એ પછીની વાત છે, આપ અને મારી માતા તમે શું ઇચ્છો છો?' કુમારે કહ્યું:
‘અમારી એ જ ઇચ્છા છે કે આ બે કન્યાઓ સાથે તું લગ્ન કરીને, અમારા મનને પ્રસન્ન કર. કન્યાઓનાં માતા-પિતાને પણ હર્ષ થશે... કન્યાઓના મનોરથ ફળશે... અને રાજકુળના સર્વે વૃદ્ધજનોને આનંદ થશે...'
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
૧૩૩૧
Page #374
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમાર વિચારવા લાગ્યો: “લગ્નની વાત કોઈ સારી વાત નથી જ. સંયોગો દુઃખનાં કારણો છે... પરંતુ આ ગુરુવચન છે, માતાપિતા ગુસ્થાને છે. ન છૂટકે પાલન કરવું પડે, એવું આ ગુરુવચન છે. ગુરુવચન ઉલ્લંઘી શકાય નહીં. વળી હું પિતાજી સાથે પૂર્વ વચનથી બંધાઈ ગયેલો પણ છું કે “આપ જે આજ્ઞા કરશો તે માનીશ. માટે આ વચન મારે માની લેવું જ રહ્યું. ગુરુ-આજ્ઞામાં તત્પર બનેલા જીવોનું ભાવથી અશુભ થતું નથી.”
કુમારને ગંભીર ચિંતનમાં ડૂબેલો જોઈ, મહારાજાને ચિંતા થઈ. તેમણે કહ્યું: ‘કુમાર, ચિંતા છોડી દે. મેં પૂર્વે તને કરેલી વાતનું સ્મરણ કર. વત્સ, તારા કલ્યાણની જ ભાવના છે, બીજી કોઈ જ ભાવના નથી, માટે કુમાર, તું મારી આજ્ઞાનો સ્વીકાર કર.”
કુમારનું મન હર્ષિત બન્યું. તેણે તરત જ કહી દીધું: “હે પિતાજી, જેમ આપ આજ્ઞા કરશો, તેમ કરીશ..”
બહુ સારું વત્સ, ઘણો જ સારો ઉત્તર આપ્યો. તારો વિવેક યોગ્ય છે. તારી ગુરુભક્તિ સુંદર છે, તું સાચે જ કલ્યાણનું પાત્ર છે. અલબત્ત, હું જાણું છું કે તારું હૃદય વિશુદ્ધ ધર્મનું પક્ષપાતી છે. સજ્જન પુરુષો વિશુદ્ધ ધર્મના પક્ષપાતી જોઈએ જ. કુમાર, હું સમજું છું કે આ સંસાર અસાર જ છે. વૈરાગ્યનું કારણ છે... છતાંય વિશુદ્ધ કુળ-પરંપરાને ટકાવવા માટે લગ્ન કરવા આવશ્યક છે. કુળક્રમને અનુસરવું જોઈએ. આ પ્રમાણે સર્વપ્રથમ,
લોકધર્મને અનુસરવું જોઈએ. છે તે પછી પરિપક્વ બનીને, અર્થ-કામ પુરુષાર્થ કરવા જોઈએ. પુત્રપ્રાપ્તિ થાય એટલે વંશની સ્થાપના થાય. તે પછી પ્રૌઢ વયે લોકમાં સારભૂત ધર્મનું શરણ અંગીકાર કરવું જોઈએ. આત્માને ગુણવાન બનાવી, વિશુદ્ધ ધર્મનું પાલન કરવું જોઈએ.
કુમાર, તેં મારી આજ્ઞા માની તેથી મારું મન પ્રસન્ન થયું. પરિણામ સારું જ આવશે..
આ જ સમયે અનેક શુભ શુકનો થયાં:
છે કારમાં પ્રવેશ કરતાં સિદ્ધાર્થ નામના પુરોહિતના મુખમાંથી હર્ષભરેલા શબ્દો નીકળ્યાં: “સંદેહ ના કરો, અવશ્ય પરિણામ સારું જ આવશે.'
મંગલ વાજિંત્રોના શબ્દ સંભળાયાં.
મદોન્મત્ત હાથીની ગુલ ગુલ કરતી ગર્જના સંભળાઈ. જ બંદી લોકોએ મહારાજાનો જયજયકાર કર્યો.
મહારાજાએ કહ્યું: ‘કુમાર, કેટલાં બધાં શુભ શુકન થાય છે! બધાં શુકનો અનુકૂળ થયાં છે.”
13ઉર
ભાગ-૩ ભવ નવમો
For Private And Personal Use Only
Page #375
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સર્વે શુકનોના અર્થ જાણનાર કુમારે કહ્યું:
‘પિતાજીના આશીર્વાદથી કંઈ પણ અસાધ્ય નથી. આપના અને માતાજીના મારા પર આશીર્વાદ છે... બસ, મારે બીજું શું જોઈએ? બધું શુભ જ થવાનું છે.’
મહારાજાએ પ્રધાનમંડળને અનેક આજ્ઞાઓ કરી:
* મહાદાન દેવડાવો.
* સમગ્ર નગરને શણગારો.
* અંતઃપુરને આમંત્રણ આપો.
નગરશ્રેષ્ઠીઓને નિમંત્રણ આપો.
* નૃત્યમંડળોને બોલાવો. રાસમંડળીઓને બોલાવો.
• આનંદભેરી વગડાવો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* માર્ગ પર નાટકોનું આયોજન કરાવો.
♦ અને મહત્ત્વપૂર્ણ કાર્ય -રાજપુરોહિતોને લગ્નનું મુહૂર્ત પૂછો. મહારાજાની આજ્ઞાઓનો તરત જ અમલ શરૂ થયો. રાજપુરોહિતે મહારાજાને કહ્યું: ‘મહારાજા, કુમાર સમરાદિત્યનું લગ્ન આજે પંચમીના દિવસે જ કરવું જોઈએ. શ્રેષ્ઠ મુહૂર્ત છે.’
‘પુરોહિતજી, તમે શ્રેષ્ઠ મુહૂર્ત આપ્યું. ઘણું સારું કર્યું.'
મહારાજાએ પોતાના ગળામાંથી સ્વર્ણહાર કાઢી, પુરોહિતને ભેટ આપ્યો. મહારાજાએ મંત્રીઓને કહ્યું:
‘આજે જ સંધ્યા સમયે લગ્નનું મુહૂર્ત છે માટે, લગ્ન સમારંભની તૈયારીઓ શરૂ કરી છે.’
મહામંત્રી સુબુદ્ધિએ કહ્યું: ‘મહારાજા, મોટા ભાગની તૈયારીઓ થઈ ગઈ છે. રાજમહેલના દ્વારે મંગલમય પવિત્ર વાજિંત્રો વાગી રહ્યાં છે. રાજપરિવાર રાજમહેલમાં ભેગાં થઈ રહ્યો છે. આપની આજ્ઞાનો અમલ થઈ રહ્યો છે. લગ્ન માટેની મુખ્ય સામગ્રી ભંડારમાંથી કાઢીને, મહારાણીને આપવામાં આવે છે. ભંડારમાંથી દેવદૃષ્યો કાઢીને, રાજપરિવારને આપવામાં આવે છે. ચંદરવા અને તોરણો લગ્નમંડપમાં બાંધવામાં આવે છે. ઉપસ્થિત મિત્રરાજાઓને ભંડારમાંથી મુખ્ય આયુધો કાઢીને, આપવામાં આવે છે. લગ્નના વરોોડા માટે હાથી અને હાથણીઓને શણગારીને, પરિવારને સોંપવામાં આવે છે. અશ્વશાળામાંથી અશ્વોને કાઢીને, તેમને સુશોભિત કરવામાં આવે છે.
મોટો લગ્નમંડપ બંધાય છે. મણિનાં તોરણો બંધાઈ રહ્યાં છે. સુવર્ણદંડવાળી ધજાઓ બાંધવામાં આવી છે. સુવર્ણની વેદિકા સ્થાપવામાં આવી છે. સુવર્ણના મંગળ કળશો તૈયાર કરવામાં આવ્યા છે.’
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
9393
Page #376
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બીજી બાજુ વધૂપક્ષે પણ પોતાની તૈયારીઓ કરવા માંડી, બંને કન્યાઓને સ્નાન કરાવવામાં આવ્યું. કામદેવની પૂજા કરાવામાં આવી. મંત્રવિધાન કરાવવામાં આવ્યું અને બંને રાજકુમારીને સારી રીતે, વસ્ત્રાભરણોથી શણગારવામાં આવી.
આ બાજુ મુખ્ય રાજપુરોહિત, રાજકુમાર પાસે કુળદેવતાની પૂજા કરાવી. ગુરુવર્ગને કુમારે નમસ્કાર કર્યા. મિત્રોનું સન્માન કર્યું, મંગલકારી શુકન જોયાં અને વિવાહ માટે અશોક વગેરે મિત્રો સાથે કુમાર રથમાં આરૂઢ થયો.
આનંદનો કલરવ ઊછળ્યો. આ મંગળ વાજિંત્ર વાગવા લાગ્યાં.
વારાંગનાઓ નૃત્ય કરવા લાગી. આ અંતઃપુરની સ્ત્રીઓ મંગલ ગીતો ગાવા લાગી.
રાજાઓ કુમારના રથની આગળ ચાલવા લાગ્યાં. આ કામી-વિલાસી યુવાનો કુમારની પાછળ નાચવા લાગ્યાં. જ નગરીમાં સર્વત્ર આનંદ છવાયો. છે મહારાજા સ્વયં અતિ પ્રસન્ન થયાં. પરંતુ કુમાર સમરાદિત્યના મનમાં ભવિષ્યના ભવસ્વરૂપનું ચિંતન ચાલતું હતું. એના ચિત્તમાં વૈરાગ્ય અને સંવેગ રમતા હતા. આ બધી લગ્નવિધિ ‘બાલચેષ્ટા' લાગતી હતી.
સ્તુતિપાઠકો સ્તુતિ કરતાં હતાં. કે નગરજનો કુમારની પ્રશંસા કરતાં હતાં. વિવાહમંડપ આવી ગયો. કુમાર, મિત્રો સાથે રથમાંથી ઊતરી, વિવાહમંડપમાં પ્રવેશ્યો. પુરોહિતે લગ્નવિધિ કરાવી. હસ્તમેળાપ થયો. અગ્નિ પ્રગટો, વધૂઓ સાથે કુમાર ફેરા ફર્યો. ત્યાં ઉપસ્થિત લોકોનો સત્કાર કર્યો. મહાદાન આપવામાં આવ્યું. લગ્નવિધિ પૂર્ણ થઈ.
બે પત્નીઓ સાથે રથમાં બેસીને, કુમાર સમરાદિત્ય નૂતન પ્રાસાદમાં પ્રવેશ્યો. સાથે અશોક વગેરે મિત્રો હતાં. પત્નીઓ સાથે કુંદલતા, માનિની વગેરે સખીઓ હતી. દિવસ આથમવાની તૈયારીમાં હતો, એટલે કુમારે ને સહુએ ભોજન કરી લીધું.
સૂર્યબિંબ શીતળ બની ગયું. કિરણો સમેટાઈ ગયાં. સંધ્યા પ્રગટ થઈ. આકાશ લાલ લાલ થઈ ગયું. ચંદ્રોદય થયો. આકાશનું સૌન્દર્ય ખીલી ઊઠયું.
કુમારે મિત્રો સાથે વાસભવનમાં પ્રવેશ કર્યો. પાછળ જ નવવધૂઓએ પોતાની સખીઓ સાથે પ્રવેશ કર્યો.
ર એક એક
૧398
ભાગ-૩ % ભવ નવમો
For Private And Personal Use Only
Page #377
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિ@ahવતી સુવર્ણની કાંતિ જેવી મનોહર હતી અને કામલતા થોડી શ્યામ વર્ણવાળી છતાં લાવણ્યમયી હતી. હાથીદાંતની પૂતળી પર કેસરી રંગથી વિલેપન કરેલું હોય અને એ જેવી શોભે તેવી વિભ્રમવતી શોભતી હતી, જ્યારે કામલતા હરિચંદનના રસથી વિલેપન કરેલી નિર્મળ ઇન્દ્ર નીલમણિની પૂતળી જેવી શોભતી હતી.
કુમારે બંને પત્નીને જોઈ. કુમારનું ચિત્ત પ્રસન્ન થયું. તેના મનમાં બંને પત્નીઓનું અવલોકન શરૂ થયું.
આ બંને કુમારીઓની કલ્યાણ આકૃતિ છે, અંગોપાંગ સુંદર છે. નિષ્કલંક લાવણ્ય છે. બંનેની મુખાકૃતિ ઉપશાંત છે, લક્ષણો સુંદર છે. ધીર અને વિનીત દેખાય છે...'
શયનગૃહમાં મણિ-દીપકો સળગી રહ્યાં હતાં. યોગ્ય સ્થાનો પર પુષ્પગુચ્છ ગોઠવેલાં હતાં. ભીંતો પર ચંપકમાળાઓ લટકતી હતી. સુગંધી ચૂર્ણથી શયનગૃહને સુવાસિત બનાવેલું હતું. સુંદર શયન બિછાવેલાં હતાં. કુમાર સમરાદિત્ય શયન પર બેઠો. અશોક વગેરે મિત્રો યોગ્ય સ્થાને બેઠા.
સસલાના ઉદર જેવા સુંવાળા ગાલીચા પર વિશ્વમવતી અને કામલતા બેઠાં. કુંદલતા, માનિની વગેરે સખીઓ પોતાને યોગ્ય સ્થાને બેઠી, કુંદલતા વિશ્વમવતી પાસે અને માનિની કામલતા પાસે બેઠી, કુંદલતા અને માનિની, બંને સખી ચતુર અને વિચક્ષણ હતી. કલોચિત કર્તવ્યોનું પાલન કરવામાં, બંને સખીઓ કુશળ હતી. બંને સખીઓએ સર્વપ્રથમ કુમારને તાંબૂલ આપ્યું.
ત્યાર પછી કુંદલતા ઊભી થઈ, કુમારને બકુલપુષ્પોની માળા અર્પણ કરતાં કહ્યું: “મહારાજ કુમાર, તમારી આ પ્રિયતમાએ, અત્યંત અનુરાગથી સ્વહસ્તે ગૂંથેલી આ માલા છે.' કુમારે આદરપૂર્વક માળાનો સ્વીકાર કર્યો.
ત્યાર પછી માનિની ઊભી થઈ. તેની પાસે માધવલતાનાં પુષ્પોની માળા હતી. તેણે આ માળા કુમારને અર્પણ કરતાં કહ્યું.
“હે દેવ, તમારી આ પ્રિયતમા કામલતાએ સ્વહસ્તે ગૂંથેલી આ માળા છે, તેનો સ્વીકાર કરો.”
કુમારે આદરથી માળાનો સ્વીકાર કર્યો અને બંનેને સંબોધીને કહ્યું: “બંને પ્રિયતમાઓનો મારા પર આટલો બધો અનુરાગ છે, એથી મારું મન પ્રસન્ન થયું...”
કુંદલતા બોલી: “મહારાજકુમાર, જ્યારથી આ બે રાજકુમારીઓએ પરદેશી શ્રી સમરાદિત્ય મહાકથા
૧૩પ
For Private And Personal Use Only
Page #378
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સ્તુતિપાઠકોના મુખે આપનું નામ અને આપના સુંદર દેહનું વર્ણન સાંભળ્યું છે ત્યારથી આ બંને આપના પર મોહિત થઈ છે. આ બંને રાજપુત્રીઓ ક્યારેક અપૂર્વ આનંદ તો ક્યારેક તીવ્ર વિષાદ અનુભવે છે. બંને બહેનો આપની વાતો કરત ધરાતી નથી. ક્યારેક કલાભ્યાસ કરતાં કરતાં, આપના વિચારોમાં ચઢી જતી હતી.. કલાભ્યાસ છોડી દેતી હતી... ક્યારેક લજ્જા, ક્યારેક મૂંઝવણ, ક્યારેક ઉદ્વેગ તો ક્યારેક અતિ આનંદ. જ્યારે મહારાજાને ખબર પડી કે ‘બંને રાજપુત્રીઓ કોઈ ભારે મૂંઝવણમાં છે.’ તેઓએ રાજપુત્રીઓની સખીઓ પાસેથી સાચું કારણ જાણ્યું. તેઓએ બંને પુત્રીઓને બોલાવીને, કહી દીધું: ‘તમને બંનેને કુમાર સમરાદિત્ય સાથે પરણાવીશ તમે જરાય ચિંતા ના કરો...’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુમાર, બંને રાજપુત્રીનો મનોરથ આજે ફળ્યો છે.'
કુમારે વિચાર કર્યો: ‘આ બંને પ્રિયતમાઓનો મારા ઉપર અત્યંત અનુરાગ છે, એ વાત નિર્વિવાદ છે. અને અનુરાગી જીવો,
* ભવિષ્યકાળનો દીર્ઘ વિચાર કરી શકતાં નથી.
♦ પ્રિય વ્યક્તિ તેમને જે કહે, તે સાંભળે છે.
* કોઈ પણ તર્ક-વિતર્ક કર્યા વિના, તેની આજ્ઞા માની લે છે.
* તેઓ અંતઃકરણપૂર્વક દરેક કાર્ય કરે છે.
માટે આ બંનેને અત્યારે હું ધર્મોપદેશ આપું તો? જોકે આ અશોક, કામાંકુર વગેરે મિત્રો અને રાજપુત્રીઓની સખીઓને ઉચિત નહીં લાગે! કદાચ તેમને મારી વાતો હાસ્યાસ્પદ પણ લાગશે કે ‘આ રંગરાગ અને ભોગવિલાસના સમયે કુમાર આ કેવી ધર્મની વ્યર્થ વાતો કરે છે?’
પરંતુ મારું અંતઃકરણ એમ માને છે કે આ સમયે હું જે ધર્મોપદેશ આપીશ, તેનું પરિણામ શ્રેષ્ઠ આવશે. સુંદર પરિણામ જોવા મળશે. અત્યારે હું મારા અંતઃકરણના અવાજને જ અનુસરું.'
કુમારે વિભ્રમવતી તથા કામલતાને સંબોધીને કહ્યું:
‘હે રાજદુહિતાઓ, તમને મારા પર અતિ અનુરાગ છે ને?’
બંને રાજપુત્રીઓ મૌન રહી. ‘વાત ગંભીર લાગે છે...' એમ સમજી, ડાબા પગના અંગૂઠાથી મણિજડિત ભૂમિ દબાવતી રહી, બંને બહેનો ઊંડા વિચારમાં ડૂબી ગઈ. કુંદલતાએ કુમારને ઉદ્દેશીને કહ્યું:
૧૩૦૦
‘હે મહારાજકુમાર, વાણીથી ભલે બંને રાજપુત્રીઓએ પ્રત્યુત્તર ન આપ્યો, પરંતુ આદરપૂર્ણ વ્યવહારથી અનુકૂળ પ્રત્યુત્તર આપી જ દીધો છે. કુમાર પોતાની દિવ્ય બુદ્ધિથી તે જાણી શકે છે.’
કુમારે કુંદલતાને કહ્યું: ‘તમારી વાત માની લઉં છું, પરંતુ મને એક વાતનો ઉત્તર
ભાગ-૩ * ભવ નવમો
For Private And Personal Use Only
Page #379
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપો. જે અનુરાગ અહિતમાં પ્રવર્તાવવા માટેનો હોય, તે અનુરાગને કેવો સમજવો?'
માનિનીએ થોડી નારાજી સાથે પૂછ્યું: “હે કુમાર, આવા પતિ પ્રત્યેના વિશુદ્ધ અનુરાગમાં “અહિત ક્યાંથી આવ્યું? આ વાત મારી સમજમાં આવતી નથી.’ માનિનીએ, કામલતા તથા વિશ્વમવતી તરફ જોયું, પછી કુમાર સામે પ્રશ્નભરી દષ્ટિથી જોવા માંડ્યું.
કુમારે પ્રસન્ન વદને કહ્યું: “અનુરાગ પણ અહિતકારી હોઈ શકે. આ વિષય પર હું એક દૃષ્ટાંત આપી, આ વિષય સમજાવું છું.” ‘સંભળાવશે કુમાર, આનંદ થશે.' માનિની બોલી, કુમારે પ્રારંભ કર્યો: કામરૂપ નામના દેશમાં “મદનપુર” નામનું નગર હતું. તે દેશનો રાજા હતો પ્રદ્યુમ્ન અને રાણીનું નામ હતું રતિ. રાજા-રાણી વૈષયિક સુખોમાં લીન હતાં. એક દિવસની વાત છે.
રાજા અશકીડા કરવા જંગલોમાં ગયો હતો. રાણી મહેલના ગોખમાં ઊભી. ઊભી, ચાર દિશાઓમાં અવલોકન કરતી હતી. તે સમયે રાજમાર્ગ પરથી પસાર થતા એક સુંદર યુવાનને જોયો.
રાણીને એ યુવાન ગમી ગયો. એ યુવાનને ભેટવાની ઇચ્છા થઈ. રાણીની ભોગવાસના પ્રબળ થઈ ઊઠી. તે યુવાન તરફ અનુરાગપૂર્ણ દૃષ્ટિથી જોઈ રહી. એ યુવાને પણ રાણીને જોઈ. તેના ચિત્તમાં પણ રાણી પ્રત્યે અનુરાગ પ્રગટ્યો. રાણી સમજી ગઈ કે “આ યુવાન મારા મનની વાત સમજી ગયો છે. રાણી હર્ષિત થઈ ગઈ. પેલો યુવાન મહેલની સામે જ ઊભો રહી ગયો. તે કામાતુર બની ગયો હતો.
રાણીએ તરત જ “જાલિની' નામની દાસીને બોલાવી. આ જાલિની, રતિરાણીની એક એક વાત જાણતી હતી, અંગત દાસી હતી. તેને રાણીએ કહ્યું: ‘જાલિની, જો સામે પેલો યુવાન ઊભો છે. યુવતીઓને સંતોષ આપનાર એ યુવાનને મારી પાસે લઈ આવ.' દાસી સમજી ગઈ. એ પેલા યુવાનને ઓળખી ગઈ. એ યુવાન, વિમલમતિ નામના સાર્થવાહનો પુત્ર શુભકુર હતો. દાસી તેને માત્ર ઇશારાથી રાજમહેલમાં લઈ આવી. તેને રાણીવાસમાં મૂકી, દાસી ચાલી ગઈ.
શુભંકર રાણીના પલંગ પર બેઠો. રાણીએ તેને તાંબૂલ આપ્યું. હજુ શુભંકરે તાંબૂલ ગ્રહણ કર્યું ત્યાં તો મહેલની નીચે મહારાજા પ્રદ્યુમ્નના આગમનનો કોલાહલ સંભળાયો.'
“અરે, મહારાજા પધારતા લાગે છે.' રાણી ગભરાઈ... શુભંકરને ક્યાં છુપાવવો.. શ્રી સમરાદિત્ય મહાકથા
1398
For Private And Personal Use Only
Page #380
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે બેબાકળી બનીને, ચારે બાજુ જોવા લાગી. તેણે વિષ્ટાગૃહ જોયું. શુભંકરને કહ્યું: તું આ વિષ્ટાગૃહમાં છુપાઈ જા. નહીંતર મહારાજા તને અને મને અહીં જ મારી નાખશે.” શુભંકર ગભરાયો. એ વિષ્ટાગૃહ (સંડાસ)માં છુપાઈ ગયો. રાણીએ દરવાજો બંધ કર્યો. મહારાજા આવ્યા. આવતાંની સાથે જ બોલ્યા: મારે વડીનીતિ માટે સંડાસમાં જવું છે.”
શુભંકરે સાંભળ્યું. એણે વિચાર્યું. “નક્કી હવે મોત આવ્યું...' તે અત્યંત ભય પામ્યો, તેણે બચવાનો એક જ માર્ગ જોયો. સંડાસના કૂવામાં ઊતરી જવાનો! જીવનની અભિલાષા હતી ને! તે ઊંડા, અંધારિયા, દુર્ગધમય, કીડાઓથી ખદબદતા કૂવામાં ઊતરી ગયો... નીચે અશુચિમાં ડૂબી ગયો. તેની આંખો બંધ થઈ ગઈ. શરીર સંકોચાઈ ગયું. કીડાઓ તેના શરીરને ફોલી ખાવા લાગ્યાં. વેદનાથી અત્યંત આકુળવ્યાકુળ થવા લાગ્યો... ધીરે ધીરે મૂચ્છિત થઈ ગયો.
રાજાના અંગરક્ષકોએ પહેલાં સંડાસ તપાસ્યું. પછી રાજાએ તેમાં પ્રવેશ કર્યો. વડીનીતિ કરીને, તે બહાર આવ્યો. રતિરાણી સાથે આનંદ પ્રમોદ કરતાં કરતાં સૂર્ય અસ્ત થઈ ગયો. રાજા પોતાના ખંડમાં ચાલ્યો ગયો. રાણીએ જાલિનીને પૂછયું:
‘જલિની, પેલો યુવાન સંડાસમાં છુપાયો હતો. એ ક્યાં અદૃશ્ય થઈ ગયો હશે?' ‘દેવી, બીજે ક્યાં જાય? સંડાસના કૂવામાં ઉતરી ગયો હશે.” એમ જ લાગે છે. સારું થયું. ચિંતા ટળી ગઈ...'
૦ ૦ ૦ શુભંકર એ વિાના કૂવામાં દિવસો સુધી ધોર વેદના સહતો રહ્યો. કેટલાક દિવસો પછી સાફ કરવા માટે, એ કૂવાના બીજા દ્વારને ખોલવામાં આવ્યું. એ દ્વારમાંથી અશુચિ અને પાણીની સાથે મૂચ્છિત અવસ્થામાં શુભંકર પણ બહાર નીકળ્યો.
શુભંકરનું શરીર સાવ વિકૃત થઈ ગયું હતું. ઘણા દિવસો પછી તેને સૂર્યનો પ્રકાશ મળ્યો. હાથ-પગના નખ નીકળી ગયાં હતાં. ચામડી સડી ગઈ હતી. તે એક પ્રહર સુધી બહારની ગટરમાં પડ્યો રહ્યો... હવા અને પ્રકાશ મળતાં તેની મૂર દૂર થઈ. તેણે આંખો ખોલી. ધીરે ધીરે તે ઊભો થયો...
આજુબાજુ નજર કરી. એક ખાબોચિયામાં પાણી જોયું, ધીરે ધીરે ત્યાં જઈને, એણે શરીર સાફ કર્યું. ત્યાર પછી એ એના ઘર તરફ ચાલ્યો. ઘરના દ્વારે પહોંચતાં, ઘસ્ના લોકો ભયભીત થઈ ગયાં.
‘જરૂર આ કોઈ ભૂત લાગે છે.' પિતા વિમલમતિ, ઘરનો દરવાજો બંધ કરવા લાગ્યાં. શુભંકરે કહ્યું:
૧૩૮
ભાગ-૩ ૪ ભવ નવમો
For Private And Personal Use Only
Page #381
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘પિતાજી, તમે ભય ના પામો. હું શુભંકર છું...’
‘તું શુભંકર ના હોય, મારો પુત્ર આવો હતો જ નહીં...'
‘હું આવો હતો જ નહીં, મારા દુર્ભાગ્યથી આવો થઈ ગયો છું... પિતાજી, મારી દુઃખભરી વાત સાંભળશો તો આપના મનનું સમાધાન થશે. હું મરી ગયો નથી, જીવતો છું...’
જ્યારે માતા-પિતા વગેરે શંકાની દૃષ્ટિથી જોવા લાગ્યાં ત્યારે શુભંકરે કહ્યું: ‘પિતાજી, હું મારી દુર્ભાગ્યપૂર્ણ વાત, આપને એકાંતમાં કહેવા ઇચ્છું છું...’
બીજાં બધાં દૂર ખસી ગયાં. કુમારે અથથી ઇતિ સુધી બધી વાત કહી સંભળાવી, શ્રેષ્ઠી વિમલમતિને પુત્ર પર દયા આવી, રોષ આવ્યો... પરંતુ હાલ તો એનો ઔષધોપચાર કરવો, અતિ આવશ્યક હતો. એટલે તેને ઘરના એક ગુપ્ત ઓરડામાં રાખી દીધો. પોતાના પરિચિત કુશળ વૈદને બોલાવ્યો. વૈદે આવીને શુભંકરને જોયો... એના સડી ગયેલા શરીરને જોઈને, વૈદે શ્રેષ્ઠીને કહ્યું: ‘ત્રણ મહિના સુધી ઉપચાર કરવો પડશે. ઔષધો આપવાં પડશે, ત્યારે આનું શરીર સારું થશે...'
‘સારું તો થશે ને?’ વિમલમતિએ પૂછ્યું.
‘સારું થશે, પરંતુ પહેલાં જેવું રૂપાળું તો નહીં જ થાય...' વૈદે કહ્યું.
‘ભલે પહેલાં જેવું રૂપાળું ના થાય, છતાં શરીરના બધા વિકારો તો દૂર થઈ જશે ને?’ શ્રેષ્ઠીએ પૂછ્યું.
‘શ્રેષ્ઠીવર્ય, હું મારો બધો પ્રયત્ન કરીશ.’
વૈદે ઔષધોપચાર ચાલુ કર્યાં. ત્રણ મહિના સુધી કરતાં રહ્યાં. હજારો રૂપિયા ખરચાયા. છેવટે ત્રણ મહિને તે નીરોગી થયો. વૈદે તેની સામે અરીસો બતાવીને કહ્યું: ‘શ્રેષ્ઠીપુત્ર જોઈ લે, તારી કાયા... હવે તું નીરોગી બન્યો છે... મારું કામ પૂરું થયું છે.'
વૈદને શ્રેષ્ઠીએ ખૂબ ધન આપ્યું. વૈદ રાજી થઈને ગયાં. શુભંકર, સુંદર વસ્ત્ર પહેરીને, દેવમંદિર જવા નીકળ્યો. રાજમહેલ રસ્તામાં જ આવતો હતો. મહેલના ઝરૂખામાં રાણી ઊભી હતી. રાણીએ શુભંકરને જોયો, શુભંકરે રાણીને જોઈ... બંનેની ષ્ટિ મળી. મોહવાસના ઊછળી... રાણીએ તેને બોલાવી લાવવા, દાસીને મોકલી. દાસીએ માર્ગ પર આવીને, શુભંકરને રાણીનો સંદેશો આપ્યો. શુભંકર ભૂતકાળની દુર્ગેટના ભુલી ગયો. રાણીના મોહમાં ખેંચાઈ ગયો. તે રાજમહેલમાં ગયો. રાણીવાસમાં પહોંચ્યો, તે પલંગ પર બેઠો, ત્યાં તો મહારાજાના આગમનના સમાચાર પરિચારિકાએ આપ્યા. રાણી ગભરાઈ. તેણે શુભંકર સામે જોયું... શુભંકરને ગુસ્સો તો આવ્યો, પરંતુ રાજાથી બચવા તેને પુનઃ સંડાસમાં છુપાવું પડ્યું. તેણે વિચાર્યું: ‘આ વખતે રાજા સંડાસમાં ન આવે તો સારું.' પરંતુ રાજાએ તો રાણીવાસમાં આવતાંની સાથે જ કહ્યું:
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
૧૩૪૯
Page #382
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારે સંડાસમાં જવું છે.” શુભંકર ગભરાયો. એ સીધો વિષ્ટાના કૂવામાં ઊતરી ગયો. એટલું વળી એનું ભાગ્ય સમજો કે વિષ્ટાફૂપમાં ઊતરી જવાનું બાકોરું પહોળું હતું. તે ઊતરી પડ્યો કૂવામાં... પુનઃ એ જ વેદના... કે એ જ વિષ્ટામાં ડૂબવાનું સડવાનું અને રિબાવાનું!
દિવસો સુધી એ કુવામાં મૂછિત અવસ્થામાં પડ્યો રહ્યો... પછી જ્યારે કુવાને સાફ કરવા ખોલવામાં આવ્યો ત્યારે તે બહાર નીકળ્યો...
પોતાના ઘરે ગયો.. માતા-પિતાને વાત કરી... વૈદના ઉપચારો થયાં.. વળી ત્રણ મહિને સાર થયો. પિતાએ એને ખૂબ સમજાવ્યો કે “તારે રાણીવાસમાં ના જવું.' પરંતુ સાજો થયો પછી ત્રીજી વાર પણ એ રાણીના આમંત્રણથી એની પાસે ગયો. ત્રીજી વાર પણ એ રાણી સાથે ભોગ-સંભોગ ના કરી શક્યો. પૂર્વવત્ રાજા આવ્યો.. શુભંકર સંડાસમાં છુપાયો, રાજા સંડાસમાં ગયો. શુભંકર કૂવામાં પડ્યો... ત્યાં સડ્યો.. ઘોર વેદના સહી, બહાર નીકળ્યો, ઘરે ગયો... સમરાદિત્યે વાર્તાને પૂર્ણ કરતાં, માનિનીને પૂછ્યું : કહો, રતિરાણીને શુભંકર ઉપર અનુરાગ હતો કે નહીં?'
માનિનીએ કહ્યું: “હે મહારાજકુમાર, પરમાર્થથી વિચારીએ તો અનુરાગ ન હતો. રતિરાણી બુદ્ધિહીન હતી, તે પરિસ્થિતિને સમજતી ન હતી. પોતાના સ્થાનનો વિચાર કરતી ન હતી. પોતાની પરાધીનતાનો કે શુભંકરના ભવિષ્યનો વિચાર કરતી ન હતી...'
કુમારે કહ્યું: “જો એમ જ છે તો આ બે રાજપુત્રીઓનો અનુરાગ પણ સાચો ના કહેવાય.'
કેમ ના કહેવાય? પેલી રતિરાણી તો પરપુરુષ તરફ રાગી બની હતી. આ બે રાજપુત્રીઓ પોતાના પતિ ઉપર અનુરાગી બની છે. પતિ-પત્નીએ પરસ્પર અનુરાગી બનવું જોઈએ, એ તો સંસારનો નિયમ છે.'
“હે સખી, સંસારનો નિયમ હશે. પારમાર્થિક દૃષ્ટિએ પાંચ ઇન્દ્રિયોનાં ભોગસુખો તુચ્છ અને ચંચળ છે. સ્વભાવથી જ અસાર છે. અનેક દોષોના કારણભૂત છે. શું આવાં ભોગસુખોની અભિલાષા કરવી એ બુદ્ધિમત્તા છે? હે સખીઓ, આ મનુષ્યજીવનનું મૂલ્ય સમજો. આ સર્વોત્તમ મનુષ્યજીવન મળ્યું છે. વિરાટ સંસારમાં આ જન્મ દુર્લભ હોય છે. એવા મનુષ્યજીવનને મોક્ષમાર્ગની આરાધનામાં જોડી દેવું જોઈએ.... ધર્મપુરુષાર્થમાં આ જીવનનો વિનિયોગ કરી દેવો જોઈએ. માટે બંને રાજપુત્રીઓને મારે એટલું જ કહેવું છે કે તેઓ પોતાના આત્મસ્વરૂપને વિચારે અને સાથે સાથે અવયંભાવી મૃત્યુનો વિચાર કરે.”
રફ એક ફ
1350
ભાગ-૩ # ભવ નવમો
For Private And Personal Use Only
Page #383
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બંને વધૂઓ સંવેગ પામી. તેમનાં ઘણાં પાપકર્મ નાશ પામ્યાં. વિશુદ્ધ આત્મભાવ પ્રગટ્યો.
શ્રદ્ધા અને બહુમાનથી, અને વધૂઓએ કુમારનાં ચરણોમાં પ્રણામ કર્યા. વિશ્વમવતીએ કહ્યું: “હે આર્યપુત્ર, મેં આપના એક એક વચન એકાગ્ર ચિત્તે સાંભળ્યાં. મારો મોહ જાણે ચાલ્યો ગયો હોય એમ મને લાગે છે. મારો વિષયરાગ પણ જાણે ચાલ્યો ગયો છે, મને સમ્યજ્ઞાનનો અભિનવ પ્રકાશ પ્રાપ્ત થયો છે.. અને ભવભ્રમણનો ભય ઉત્પન્ન થઈ ગયો છે.'
કામલતા બોલીઃ “હે આર્યપુત્ર, મને પણ વિશ્વમવતીના જેવું જ થયું છે. હે નાથ, અમે આપને સમર્પિત થયાં છીએ અને આપે અમારો સ્વીકાર કર્યો છે, માટે અમારા આત્માને અનુરૂપ આપ અમને આજ્ઞા કરો. અમારે શું કરવું, શું ના કરવું, તે કહો.”
કુમારે કહ્યું: “ઘણું સારું! ઘણું સાર! તમે તમારું ઉત્તમ મનુષ્યજીવન સફળ કરવા તત્પર બન્યાં છો. આ તમારો પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય છે! માટે જ આવી કુશળ બુદ્ધિ પ્રગટી છે.. ઉચિત વિવેક પ્રગટ્યો છે.”
હે સુશીલે, આ વિષયો અને વિષયરોગ, મોહથી ઉત્પન્ન થાય છે. મોહના કારણભૂત છે, મોહ-સ્વરૂપ છે, વિષયરાગથી સંક્લેશ ઉત્પન્ન થાય છે. વિષયરાગ સ્વરૂપ છે. દુઃખની પરંપરા સર્જનાર છે. માટે જીવનપર્યત વૈષયિક સુખોનો ત્યાગ કરવો જોઈએ. મોહની ચેષ્ટાઓનો ત્યાગ કરવો જોઈએ. ' હે દેવીઓ, તમે સમતાભાવને અંગીકાર કરો. રાગ-દ્વેષની પરિણતિનો ત્યાગ કરો. કલ્યાણબુદ્ધિથી વિચાર કરો. ભવમાં ઉત્પન્ન થતા વિકારોને નિહાળો. ચિત્તથી એ વિકારોની આલોચના કરી. સદૂગુરુની ભક્તિ કરી... અને ધર્મકાર્યમાં ઉદ્યમ કરો.”
વિશ્વમવતી અને કામલતાનાં ચિત્ત-પરિણામ વધુ ને વધુ વિશુદ્ધ થતાં ચાલ્યાં. તે બંનેએ કહ્યું: “હે આર્યપુત્ર, આપની આજ્ઞા મુજબ અમે જીવીશું. તમારી અનુમતિથી અમે જીવનપર્યત વૈષયિક સુખોનો ત્યાગ કરીએ છીએ.”
આ સાંભળી, કુમાર હર્ષવિભોર થઈ ગયો. તેની આંખો હર્ષનાં આંસુઓથી છલકાઈ ગઈ. તેણે વિચાર્યું. “અહો! આ બે વધૂઓની કેવી ધન્યતા છે! કેવી વિશુદ્ધ
શ્રી સમરાદિત્ય મહાકથા
૧ી
For Private And Personal Use Only
Page #384
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બુદ્ધિ છે! અવશ્ય, આ બંને આત્માઓ હળુકર્મી લાગે છે. એમના આત્મા પરથી પાપકર્મોનો ઘણો ભાર ઊતરી ગયો લાગે છે. વળી, એમનો ઉપશમભાવ કેવો શ્રેષ્ઠ છે. તેમની બોલવાની પદ્ધતિ પણ કેવી પ્રિય અને મનોહર છે. સાથે સાથે એમની ગંભીરતા પણ ગજબની છે!' આમ વિચારી, મધુર વાણીમાં કુમારે કહ્યું:
બહુ સરસ, તમે વિષયોનો ત્યાગ કરી કૃતાર્થ બન્યાં છો. મેં તમને સર્વ કુશળ અનુષ્ઠાનોની અનુમતિ આપી છે. હું પણ જીવનપર્યત વિષયોનો ત્યાગ કરું છું. બ્રહ્મચર્ય અંગીકાર કરું છું.'
અશોક વગેરે મિત્રો બોલી ઊઠ્યા: “બહુ સુંદર ઘણું જ ઉત્તમ કાર્ય થયું.' સહુના ચિત્ત કલ્યાણભાવનાથી પલ્લવિત બન્યાં. એ કલ્યાણભાવનો પ્રભાવ ક્ષેત્રદેવતા પર પડ્યો. ક્ષેત્રદેવતા જાગ્રત થયા. તેમણે સમરાદિત્ય વગેરે સર્વે ઉપર કુસુમવૃષ્ટિ કરી. સહુ આનંદવિભોર બની ગયાં. કુમારના હૃદયમાં બંને વધૂઓ પ્રત્યે શ્રેષ્ઠ શુભભાવ ઉલ્લસિત થયો: “આ બંને ધન્યાતિધન્ય છે. એમની મારા પ્રત્યે કેવી ઉત્કૃષ્ટ સહૃદયતા!”
આમ વિચારતાં.. ચિંતનની ધારે ચઢતાં સમરાદિત્ય કુમારના “અવધિજ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ થઈ ગયો. તેમને અવધિજ્ઞાન' પ્રગટ થઈ ગયું. કુમાર અતિશય સંવેગ પામ્યા.
અવધિજ્ઞાનના પ્રકાશમાં તેઓને ભૂતકાળના અને ભવિષ્યકાળનાં દશ્યો દેખાવા લાગ્યાં. પ્રભાત થઈ ગયું હતું.
શયનખંડમાં રાતભર કુમાર સાથે નવવધૂઓનો વાર્તાલાપ ચાલુ રહ્યો હતો. અશોક, લલિતાગ તથા કામાંકુર - ત્રણે મિત્રો કુમારની સાથે હતાં. કુંદલતા અને માનિની - બે સખીઓ રાતભર નવવધૂઓની સાથે હતી.
પ્રતિહારી, કે જેનું નામ “આનંદ' હતું, તેણે પણ શયનખંડની બહાર ઊભા ઊભા અંદરનો વાર્તાલાપ સાંભળ્યો હતો. તે પ્રભાતે મહારાજા પાસે દોડી ગયો. મહારાજા અને મહારાણી બંને સાથે બેઠાં હતાં અને કુમાર તથા નવવધૂઓની પ્રતીક્ષા કરી રહ્યાં હતાં. આનંદે મહારાજા-મહારાણીને પ્રણામ કરીને કહ્યું: “મહારાજા, ગજબ થઈ ગયો!'
“શું થયું? જલદી બોલ...' મહારાજા વ્યાકુળ થઈ ગયા. “મહારાજા, રાતભર કુમારના શયનખંડમાં વાર્તાલાપ ચાલતો રહ્યો. મહારાજકુમારના મિત્રો અને નવવધૂઓની સખીઓ પણ રાતભર કુમારના ખંડમાં જ હતી...'
“શું વાર્તાલાપ રાતભર ચાલ્યો?”
139
ભાગ-૩ + ભવ નવમો
For Private And Personal Use Only
Page #385
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાજ કુમારે અને બંને નવવધૂઓએ જીવનપર્યતનું બ્રહ્મચર્ય વ્રત લઈ લીધું - આ સારભૂત વાત છે...”
હું? બ્રહ્મચર્યવ્રત લઈ લીધું? અરે પુત્ર, તેં ભવસુખનો ત્યાગ કરી દીધો?” મહારાણી રૂપસુંદરી રડી પડ્યા....
ત્યાં અચાનક દિવ્ય પ્રકાશ ફેલાય, એક સીમાકૃતિવાળી દેવી પ્રગટ થઈ.
દેવીના એક હાથમાં તેજસ્વી ખગ હતું. માથે મુગટ, કાને કુંડલ અને નાક પર મોતીની સેર હતી. ક કંઠમાં રનહાર હતોછાતી હારલતાથી ઢંકાયેલી હતી. આ બંને બાહુઓ પર મણિજડિત કડાં પહેરેલાં હતાં. કટિપ્રદેશ પર સોનાનો કંદોરો લટકતો હતો.
શરીર પર દેવદુષ્ય ઓઢેલું હતું. * શરીરનાં અંગો પર હરિચંદનનું વિલેપન કરેલું હતું. આ બંને પગમાં મણિજડિત ઝાંઝર પહેરેલાં હતાં.
કંઠે કલ્પવૃક્ષનાં સુગંધિત પુષ્પોની માળા હતી. રાજા-રાણી ક્ષણભર સ્તબ્ધ થઈ ગયાં. બંને ઊભાં થયાં. વિસ્મય.... હર્ષ... ને શોકના મિશ્ર ભાવો સાથે બંનેએ દેવીને પ્રણામ કર્યા. પ્રતિહારી આનંદ ક્યારનો પલાયન થઈ ગયો હતો.
દેવીએ રાજાને કહ્યું: ‘મહારાજા, વિષાદનો ત્યાગ કરો. કુમારે જે કર્યું છે, તે યોગ્ય જ કર્યું છે. કુમારે, છે વિષનો ત્યાગ કરી, અમૃત ગ્રહણ કર્યું છે.
કાયરતા છોડીને, પુરુષત્વ પ્રગટ કર્યું છે. છે સુદ્રતાને તિલાંજલી આપી, ઉદારતા અંગીકાર કરી છે. આ ભવ સાથેનો સંબંધ તોડીને, મુક્તિ સાથે સંબંધ બાંધ્યો છે. હે રાજેશ્વર, કુમાર કૃતાર્થ થયા છે.
હે મહારાણી, તમે પણ શોકનો ત્યાગ કર. કુમાર શોક કરવા યોગ્ય આત્મા નથી. તેમણે ભવ-દુઃખનો ત્યાગ કર્યો છે. શાશ્વત સુખનો માર્ગ અંગીકાર કર્યો છે. હે દેવી, ખરેખર, તમે ધન્ય છો, રત્નકુક્ષી છો. તમે આવા મોક્ષગામી પુત્રને જન્મ આપ્યો છે. તે મહાત્મા બનીને અનેક જીવોને મોક્ષમાર્ગના પથિક બનાવશે. માટે તમે ખેદ-ઉદ્વેગનો ત્યાગ કરો.” શ્રી સમરાદિત્ય મહાકથા
૧383
For Private And Personal Use Only
Page #386
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દેવી મૌન થયાં. રાજાએ વિનયથી પૂછ્યું:
‘હે ભગવતી, આપનો પરિચય આપવા કૃપા કરશો?'
દેવીએ કહ્યું: ‘હું ‘સુદર્શના' નામની દેવી છું. હું ખગધારિણી તરીકે ઓળખાઉં છું. તમારા પુત્રની હું ગુણાનુરાગિણી છું, તેથી અહીં તમારા મહેલમાં જ રહું છું.'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજાએ વિચાર્યું: ‘અહો! કુમારના કેવા ગુણો છે કે તેના પ્રત્યે દેવતાઓ પણ અનુરાગી બને છે!' રાણીનાં રોમરાજી હર્ષથી વિકસિત થયાં. રાણીએ રાજાને કહ્યું: ‘સ્વામીનાથ, કુમારનો આવો દિવ્ય પ્રભાવ છે કે દેવતાઓ પણ તેના ગુણ ગાય છે, માટે ચાલો આપણે તેની પાસે જઈને અને તેના ધર્મદેહનાં દર્શન કરીએ અને એ કુમારે તથા નવવધૂઓએ જે બ્રહ્મચર્યવ્રત લીધું છે, તે વ્રત આપણે પણ ગ્રહણ કરીએ.’
રાજા ક્ષણભર રાણી સામે જોઈ રહ્યા... પછી મનોમન નિર્ણય કરીને બોલ્યા : ‘તમારી વાત મને ગમી, ચાર્લી એમ જ કરીએ...'
ભવનદેવી સુદર્શનાને પ્રણામ કરી, રાજા-રાણી કુમાર સમરાદિત્યના શયનખંડ તરફ ગયાં. હજુ કુમારનો વાર્તાલાપ ચાલુ હતો. રાજા-રાણીને શયનખંડમાં પ્રવેશ કરતાં જોઈ, કુમાર વગેરે બધાં જ ઊભા થઈ ગયાં.
કુમારે હર્ષિત થઈ, માતા-પિતા માટે બે આસન ગોઠવ્યાં. રાજા-રાણી આસન પર બેઠાં. એટલે કુમારે પ્રણામ કર્યાં. નવવધૂઓએ પણ પ્રણામ કર્યાં. પ્રણામ કરી સહુ નીચે બેસી ગયાં. કુમારે કહ્યું:
‘પિતાજી, આમ અનુચિત કેમ કર્યું? આપ નહીં, તો માતાજી મને બોલાવી શકત ને! હું આપની પાસે આવી જાત... આપે અહીં આવવાનું કષ્ટ કેમ કર્યું?'
મહારાજા બોલ્યા: ‘હે કુમાર, અમે અનુચિત નથી કર્યું. ભવનદેવતાએ પ્રગટ થઈને, અમને બધો જ તારો વૃત્તાંત કહ્યો.'
રાણી રૂપસુંદરીએ કહ્યું: ‘વત્સ, તું ઉત્તમ ગુણોનો ભંડાર છે. હવે અમારાથી તને આજ્ઞા કરાય નહીં....
‘હે માતાજી, આપ આમ ના બોલો. તમે મારા ગુરુજનો છો. મારાં શિરછત્ર છો. ગુણવાને ગુરુની આજ્ઞાનો અમલ કરવાનો જ હોય.'
4368
રાજા બોલ્યા: ‘કુમાર, તેં બહુ દુષ્કર કાર્ય કર્યું છે.’
કુમારે કહ્યું: ‘પિતાજી, મેં કોઈ જ દુષ્કર કાર્ય કર્યું નથી. દુષ્કરકારક શું છે ને શું નથી, એ અંગે હું એક નાની ઉપનયકથા કહું છું તે તમે સાંભળો:
ભાગ-૩ * ભવ નવમો
For Private And Personal Use Only
Page #387
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાર પુરુષો હતાં, તેમાં બે વિષયાસક્ત હતાં, અને બે અર્થાસક્ત હતાં. ચારે પુરુષો મુસાફરી કરવા નીકળ્યાં.
માર્ગમાં એક સ્થાને તેઓએ મણિ-રત્ન-સુવર્ણથી ભરેલા બે મહાનિધિ જોયાં. સાથે સાથે દેવાંગના જેવી બે સુંદર સ્ત્રીઓને જોઈ. આ ચારે પુરુષો એ તરફ દોડ્યા. દોડતા દોડતાં તેમણે શબ્દ સાંભળ્યો:
અરે પુરુષો, તમે સાહસ ના કરશો, સાહસ ના કરશો, જરા ઉપર નજર કરો. તમારા ઉપર મોટો પહાડ પડી રહ્યો છે...”
એ ચાર પુરુષોએ ઉપર જોયું. ખરેખર એક મોટો પહાડ તીવ્ર ગતિથી નીચે આવી રહ્યો હતો. આ પર્વત આપણા ઉપર પડશે તો આપણા શરીરના ચૂરેચૂરા થઈ જશે, માટે આપણે આગળ નથી વધવું. પરંતુ આ સ્થિતિમાં અહીં શું કરીશું?' ત્યાં એક અવાજ આવ્યો:
હવે કોઈ ઉપાય નથી. જેઓ ધન અને સ્ત્રીની ઇચ્છા કરે છે, તેઓને ધન તથા સ્ત્રી પ્રાપ્ત થાય કે ન થાય, તો પણ જેઓ તે ધન અને સ્ત્રીમાં આસક્ત થાય છે, તેનો સહારો લે છે, તેમણે વારંવાર તેનો સહારો લેવો પડે છે.
જે જીવો ધન અને સ્ત્રી પ્રત્યે નિઃસ્પૃહ રહે છે, તે બંનેની અસારતા વિચારે છે, તેઓ નિઃસ્પૃહભાવથી તેનો સહારો લે પણ ખરા, છતાં વારંવાર સહારો લેવો પડતો નથી. એટલું જ નહીં, તેઓ અલ્પ સમયમાં ઉપદ્રવથી મુક્ત થાય છે.
આ શબ્દો સાંભળ્યા પછી, એક મુસાફર વિચારે છેઃ “મારે આટલી લાંબી ચિંતા કરવાનું કોઈ પ્રયોજન નથી. જે થવાનું હોય તે ભલે થાય, હું તો એ ઘન અને સ્ત્રીઓ પાસે જઈશ. ધન પ્રાપ્ત કરીશ અને એ સ્ત્રીઓ સાથે ભોગસુખ ભોગવીશ..” તે હર્ષ અને આસક્તિપૂર્વક વર્તવા લાગ્યો.
બીજાઓ વિચારે છેઃ “જીવની હેરાનગતિ કરનારા, નાશવંત અને પરિણામે કડવાં ફળ આપનારા એ ધન તથા સ્ત્રીઓથી સર્યું. આપણે ન જોઈએ એ ધન, ન જોઈએ એ સ્ત્રીઓ. તેઓ ધનસ્પૃહાથી અને સ્ત્રી-આસક્તિથી મુક્ત બન્યાં. તેની અસારતા ભાવવા લાગ્યાં.
સમરાદિત્યે મહારાજાને પૂછ્યું: “પિતાજી, આપ જ કહો, આ મુસાફરોમાં કોણ દુષ્કરકારક અને કોણ નહીં?”
મહારાજાએ વિચાર કર્યો - જેઓ અર્થ અને કામમાં પ્રવર્તે છે તેઓ દુષ્કરકારક છે. અવશ્ય નાશ પામનારા, જેના ભોગના પરિણામે કડવાં ફળ મળે છે તેવા અર્થ
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૭૫
For Private And Personal Use Only
Page #388
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અને કામભોગોથી શો લાભ? વળી જ્યારે માથા પર પહાડ જેવી મોટી આપત્તિઓ લટકી રહી હોય, તેવા ભયકાળે ભોગપ્રવૃત્તિ પણ શી રીતે કરી શકાય? એવી ભોગપ્રવૃત્તિ કરવી એટલે અવિચારી પગલું ભરવું. અર્થ અને કામની પ્રાર્થના નિરર્થક છે. ૫રમાર્થથી વિચારીએ તો સજ્જનો માટે આ અર્થ-કામ જ વૈરાગ્યનાં નિમિત્તો છે.’
રાજાએ કહ્યું: ‘કુમાર, જે જીવો અર્થ-કામમાં પ્રવર્તે છે, તેઓ દુષ્કરકા૨ક છે, જેઓ અર્થ તથા ભોગસુખોમાં પ્રવર્તતા નથી તેઓ દુષ્ક૨કારક નથી.’ કુમારના ચિત્તમાં હર્ષ થયો. કુમારે કહ્યું;
‘પિતાજી, પાંચ ઇન્દ્રિયોના વિષયો,
* ત્રણે ભુવનને મારનારા છે.
* અતિ ભયંકર છે.
* દુર્જાય છે.
* જેના કુટિલ સ્વરૂપને વિચારી શકાતું નથી.
ઇષ્ટ ભાવોનો વિયોગ કરનાર છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* દુ:ખ અને પરિતાપ કરનારા છે.
* હલાહલ વિષ સરખા છે.
માટે વૈષયિક સુખો ત્યાગ કરવા યોગ્ય છે. વિષયોનો ત્યાગ કેટલો લાભકારી છે. પિતાજી?
* એકાંતે એ સુખ આપનાર છે.
* ‘અમૃત’ અવસ્થા આપનાર છે.
સત્પુરુષો એના સુખની પ્રશંસા કરે છે.
* વિના દુ:ખે જે સુખ ભોગવી શકાય છે.
માટે આ સુખ દુષ્કર નથી.
અશાશ્વત જીવલોકમાં અર્થ અને ભોગસુખોમાં પ્રવર્તવું તે જ દુષ્કર છે.
મહારાજાએ કહ્યું: ‘વત્સ, જો સમ્યગ્ વિચારણા કરીએ તો આ વાત સાવ સાચી
૧૩૦૧
છે.’
કુમારે કહ્યું: ‘પિતાજી, અસમ્યગ્ વિચારણાને વિચારણા જ ન કહેવાય,’ રાજા બોલ્યા: ‘વત્સ, વાત સાચી છે, પરંતુ મહામોહ છૂટવો ઘણો મુશ્કેલ છે.' કુમાર સમરાદિત્યે કહ્યું
For Private And Personal Use Only
ભાગ-૩ ૪ ભવ નવો
Page #389
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“પિતાજી, મહામોહનો પ્રભાવ અતિ ભયાનક છે.
સ્વરદી મૃત્યુનો દરેક જીવ પર પ્રભાવ જોવા છતાં, મોહમૂઢ જીવો “મૃત્યુ” નો વિચાર નથી કરતાં.
વૃદ્ધાવસ્થાથી ઘેરાવા છતાં, ઇષ્ટ-પ્રિય વસ્તુઓનો વિયોગ થવા છતાં, વીર્ય અને શક્તિ ક્ષીણ થવા છતાં.... મોહમૂઢ જીવો જાગ્રત થતાં નથી.
ધીર પુરુષોની પ્રેરણા મળવા છતાં - “અમને જ્ઞાન પરિણમતું નથી...” અથવા ‘અમારી ચિંતા કરનાર કોઈ નથી.' આવું વિચારીને મોહમૂઢ જીવો નિષ્ક્રિય બની રહે
મોહમૂઢ જીવો “અર્થ અને ભોગસુખ અત્યંતિક શાશ્વત છે.' એમ માને છે અને વ્યાધિ-જરા-મૃત્યુથી નિરપેક્ષ બને છે.
ધર્મપુરુષાર્થનો તિરસ્કાર કરે છે, અનાદર કરે છે અને આસક્તિથી ધન અને કામભોગોમાં પ્રવર્તે છે.
મોહમૂઢ જીવો, વ્યાધિ-જરા-મૃત્યુનો નાશ કરનાર, સર્વ જીવોને હિતકારી, અચિંત્ય ચિંતામણિરત્ન સમાન મોક્ષ મેળવી આપનાર, સર્વજ્ઞ કથિત ધર્મમાં પુરુષાર્થ કરતા નથી.”
કુમારની વાણી અસ્મલિત ગતિથી વહી રહી. રાજા-રાણી, બે નવવધૂઓ... મિત્રો... સખીઓ વગેરે સહુ તન્મય બની સાંભળતાં રહ્યાં. સૂર્યોદય પછી બે ઘટિકા વીતી ગઈ હતી. મહારાજાએ કહ્યું:
વત્સ, તેં કહ્યું તે બરાબર છે. જરાય ફરક નથી. તારી વાત સાચી છે, ઉચિત છે... અમને ગમી છે...'
રક
ગ્રહ
શક
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૭
For Private And Personal Use Only
Page #390
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(20ENT
મહારાણી રૂપસુંદરી બોલી:
હે વત્સ, અમારી મોહનિદ્રા ઊડી જવાથી, તારી બધી વાતો લગભગ અમને સમજાઈ ગઈ છે. પરંતુ આ મારી બે નવવધૂઓની બધી આશા-અભિલાષાઓ અપૂર્ણ રહી ગઈ ને! એથી મારું મન ઉદ્વિગ્ન બન્યું છે. બંને રાજ કન્યાઓ કેવાં કેવાં સુખોની કલ્પનાઓ લઈને અહીં આવી હતી...' રાણીએ નિસાસો નાંખ્યો.
માતાજી, આપ ઉગ ના કરો. અલબત્ત, એ ઉદ્વેગનું કારણ તમારા મનનો રાગ જ છે. તે બંને કન્યાઓના મનોરથ લગભગ પૂર્ણ થયા છે. તે બંને ભાગ્યશાળી છે. તેમનું મનુષ્યજીવન ખરેખર સફળ થયું છે. તે બંનેએ મોક્ષબીજરૂ૫ સમ્યક્ત પ્રાપ્ત કર્યું છે.”
મહારાણીએ બે પુત્રવધૂઓ સામે પ્રેમપૂર્ણ દૃષ્ટિથી જોયું. તે બંને ઊભી થઈ, રાજા-રાણીનાં ચરણે પ્રણામ કર્યા અને રાણીને કહ્યું :
“માતાજી, અમારા પ્રત્યે આપને સ્નેહ છે, પ્રેમ છે, એટલે આપના મનમાં ઉગ ઉત્પન્ન થયો છે. આર્યપુત્રનો ઉપદેશ યથાર્થ છે. અમે ખરેખર સમજીએ છીએ કે અમારો મનુષ્યજન્મ સફળ થયો છે. અમને આર્યપુત્રની પત્નીનું સ્થાન મળ્યું અને આપ બંનેની કૃપા મળી, વાત્સલ્ય મળ્યું... તે ઘણું છે. અમારી ઇચ્છાથી અમને અધિક મળ્યું છે. માટે માતાજી, આપ ઉગ છોડી દો..”
વિભ્રમવતી તથા કામલતાની નિખાલસ હૃદયની વાતો સાંભળીને, મહારાણી ગદ્દગદ થઈ ગયાં. બંને પુત્રવધૂઓને પોતાની પાસે બેસાડી, તેમના પર ખૂબ હેત વરસાવ્યું. તેઓ બોલ્યા:
ખરેખર, તમે બંને જેવી રૂપવતી છો, તેવી જ ગુણવતી છો. કેવી તમારી શાંતિ છે. કેવી તમારી ગંભીરતા છે અને પરમાર્થને સમજવાની તમારી કેવી ઊંડી સૂઝ છે. સાચે જ ખગસેનની પુત્રીઓને અનુરૂપ જ તમારો આ વ્યવહાર છે. ધન્ય સ્ત્રીઓ જ પતિના ઉત્તમ માર્ગને અનુસરે છે.'
સવાર હતી. રાજમહેલ વિવિધ પ્રવૃત્તિઓથી ધમધમી ઊઠ્યો હતો ત્યાં રાજમહેલની પાસેના ઘરમાંથી રુદનનો અવાજ આવી રહ્યો હતો. ધીરે ધીરે રુદનનો અવાજ વધતો જતો હતો. મહારાજા પુરુષસિંહના કાને એ અવાજ અથડાતો હતો. સાંભળતાં સાંભળતાં તેઓ અકળાયા. તેઓએ દ્વાર પર ઊભેલા પ્રતિહારીને બોલાવીને કહ્યું: હમણાં જ, તપાસ કરો કે આ રુદનનો અવાજ ક્યાંથી આવે છે ને શું ઘટના બની ૧૩૭૮
ભાગ-૩ ૪ ભવ નવમો
For Private And Personal Use Only
Page #391
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે.' પ્રતિહારી જવા માટે પગ ઉપાડે છે, ત્યાં જ કુમારે મહારાજાને કહ્યું:
“પિતાજી, નજીકમાં જ પુરંદરદત્ત બ્રાહ્મણનું ઘર છે. તે ઘરમાંથી આ રુદનનો અવાજ આવે છે.”
કારણ?” “સંસારની માયાજાળ!” “વત્સ, વાત સમજાઈ નહીં....' ‘પુરંદરદત્ત અધમૂઓ થઈને પડ્યો છે.' પરંતુ અહીં આવવા પૂર્વે તો મેં એને જોયો છે.” પિતાજી, સંસારનો દરેક જીવ “મૃત્યુ' ના સ્વભાવવાળો છે.” “વત્સ, એ પુરંદર બ્રાહ્મણને કોઈ રોગ કે વ્યાધિ તો ન હતો... તો પછી એ મૃત્યુ કેવી રીતે પામ્યો?”
પિતાજી, આ દુર્ઘટના અત્યંત ધૃણાસ્પદ છે.”
“વત્સ, આ સંસાર જ એવો છે. એમાં શું ધૃણાસ્પદ નથી? પરંતુ મારા મનમાં જિજ્ઞાસા ઉત્પન્ન થઈ છે કે એ પુરંદરના ઘરમાં એવી કેવી ધૃણાસ્પદ ઘટના બની છે હે વત્સ, તું જે વાત કહીશ, તે ગુપ્ત રહેશે, બહાર નહીં જાય. સર્જનોને કહેલી ગુપ્ત વાત બહાર પ્રચાર પામતી નથી. છતાં કુમારને જે યોગ્ય લાગે તેમ જ કરવાનું. મારો દુરાગ્રહ નથી.'
પિતાજી, આપ આ પ્રમાણે ન કહો. જો પુરંદરની ઘટના જાણવાનો આપનો આગ્રહ છે તો કહું છું કે એ પુરંદરની પત્ની નર્મદાએ પુરંદર પર “વિષપ્રયોગ' કરેલો છે. તેને ઝેર ખવડાવી દીધું છે. એના કારણે પુરંદર મૃત્યુની નજીક છે. આપ હમણાં જ વિષનાશ કરનાર વૈદ્યોને એના ઘરે મોકલો. ઔષધ પ્રયોગ કરવાથી, એ બચી જશે.
વળી, તેના ઘરના દરવાજાના નૈઋત્ય ખૂણામાં એ જ નર્મદાએ એક કૂતરાના બચ્ચાને પણ ઝેર ખવડાવીને મરણતોલ કરી દીધું છે. તેનો પણ ઔષધોપચાર કરાવો તે પણ બચી જશે.'
‘કુમાર, અદ્ભુત છે તમારું જ્ઞાન! હું તત્કાલ વિષ ઉતારનાર વૈદ્યોને બોલાવીને, એ પુરંદરના ઘરે મોકલું છું.”
પ્રતિહારીને, વૈદ્યોને પુરંદરના ઘરે લઈ જવાની સૂચના આપી રવાના કર્યો.
મહારાજાએ કુમારને કહ્યું: “હે કુમાર, એ બ્રાહ્મણીને આવો વિષપ્રયોગ કરવાનું શું પ્રયોજન હશે?”
“અવિવેક, પુરંદરદત્તને પોતાની પત્ની ખૂબ વહાલી હતી. પુરંદર એની પત્નીને ખૂબ ચાહતો હતો... પત્નીને ખૂબ પ્રેમ આપતો હતો, છતાં એ બ્રાહ્મણી અતિમોહાંધ શ્રી સમરાદિત્ય મહાકથા.
૧39
For Private And Personal Use Only
Page #392
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બની, અર્જુન નામના પોતાના નોકરના પ્રેમમાં પડી. તેમની પ્રેમચેષ્ટાઓ પણ થવા લાગી. કર્ણોપકર્ણ પુરંદરે આ વાત જાણી પણ ખરી, છતાં તેણે એ વાત સાચી ના માની, કારણ એને નર્મદા પર અતિમોહ હતો.
કેટલોક સમય નર્મદા અને અર્જુનનો વ્યભિચાર ચાલતો રહ્યો. પુરંદરદત્તની વૃદ્ધ માતાએ નર્મદા-અર્જુનનો સંબંધ જાણ્યો. એને ચિંતા થઈ. તેણે પુરંદરને ખાનગીમાં કહ્યું: “બેટા, તારી પત્નીનું ચારિત્ર સારું નથી, માટે એની તું ઉપેક્ષા ના કર, નહીંતર એક દિવસ તારો વિનાશ થશે.'
પુરંદરદત્તે માતાની વાત સાંભળી લીધી, પણ એના મનમાં એ વાત જચી નહીં. તેણે વિચાર્યું: “આ વાત સંભવતી નથી. નર્મદાનો મારા પર અતિ પ્રેમ છે. એ કોઈ પરપુરુષ સાથે સંબંધ ન રાખે. પરંતુ મોટા ભાગે સાસુ-વહુઓને એકબીજા પ્રત્યે સદભાવ નથી હોતો, દ્વેષભાવ હોય છે, માટે માતાએ મને આવી વાત કરી હોય! જોકે મારી માતા ઇર્ષાળુ નથી. દ્વેષી નથી. ગુણવતી છે. મારી માતામાં ઘણા ગુણો છે. છતાં “સ્ત્રીઓનાં ચિત્ત ચંચળ હોય છે.' એમ ઋષિ-મુનિઓ કહે છે. ઋષિ-મુનિઓનાં વચન સત્ય હોય છે. વળી તેઓ કહે છે કે “કામદેવનાં બાણ ઘણાં આકરાં હોય છે. સ્ત્રીની કામવાસના અતિ પ્રબળ હોય છે...' ખેર, માતાએ આજે મારું ધ્યાન દોર્યું છે, તો હું એની પરીક્ષા તો કરું.”
તેણે નર્મદાને કહ્યું: “હે સુંદરી, મારે મહારાજાની આજ્ઞાથી માહેશ્વરનગર જવાનું છે. મને પાછા આવતાં થોડા દિવસ જરૂર લાગશે... જેમ બને તેમ જલદી પાછો આવી જઈશ... મારાથી તારો વિરહ સહન નથી થતો...'
નર્મદાની આંખોમાં આંસુ આવી ગયાં. તેણે કહ્યું: “આર્યપુત્ર તમારા વિના મને એકલીને જરાય નહીં ગમે...' નર્મદાની આંખોમાં આંસુ જોઈ, સરળ બ્રાહ્મણ પણ ગળગળો થઈ ગયો. તેણે કહ્યું: “હે પ્રિયે, માહેશ્વરનગરમાં જરાય વિલંબ નહીં કરું, જલદીથી જલદી પાછો આવી જઈશ. તું અધીર ના બનીશ. મન મજબૂત રાખ...”
નર્મદાએ કહ્યું: “ભલે, આપ સુખેથી પધારો. આપ કહેશો તેમ હું કરીશ.”
બીજા દિવસે પુરંદર ઘરેથી નીકળી ગયો. ખરેખર એને માહેશ્વરનગર જવાનું હતું જ નહીં. એ થોડા દિવસ પાસેના જ ગામમાં પોતાના એક મિત્રના ઘરે રોકાઈ ગયો. પછી એક રાત્રિના સમયે, તે અહીં ઉજ્જૈનમાં આવ્યો. મધ્યરાત્રિના સમયે એણે પોતાના આવાસમાં છૂપી રીતે પ્રવેશ કર્યો. તેણે પલંગમાં નર્મદાની સાથે અર્જુનને સૂતેલો જોયો. તેમનાં વસ્ત્રો અસ્તવ્યસ્ત હતાં. રતિક્રીડા કરીને, તેઓ બંને સૂતાં હતાં.
પુરંદરને ભયંકર ક્રોધ ચડ્યો. તેની વિષયવાસના તો નાશ પામી ગઈ, સાથે સાથે તે ભયંકર ક્રોધથી ધ્રુજી ઊઠ્યો. તેણે વિચાર્યું: “સ્ત્રીઓ સ્વભાવથી જ આવી હોય ૧૩૮0
ભાગ-૩ ૪ ભવ નવમો
For Private And Personal Use Only
Page #393
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. મારી જ ભૂલ થઈ કે મેં આ પત્નીને પ્રયત્નપૂર્વક સાચવી નહીં. આ દુષ્ટ નોકર અર્જુન દુરાચારી છે. મારી પત્નીના શીલનો એણે ભંગ કર્યો છે... હું એને જ ન મારી નાખું...'
તેણે પોતાની કમરમાં છુપાવેલી છરી બહાર કાઢી, ધીમે પગલે તે પલંગ પાસે ગયો. બંને ઘસઘસાટ ઊંઘતા હતાં. તેણે અર્જુનના ગળા પર છરી ચલાવી દીધી... અર્જુન ઊંઘમાં જ મરી ગયો. પુરંદરદત્ત સાચવીને, ઘરની બહાર નીકળી ગયો. પણ તેને વિચાર આવ્યો: “હવે મારી પત્ની શું કરે છે એ મારે જોવું જોઈએ. એટલે હવેલીના ગુપ્ત ભાગમાં છુપાઈને, નર્મદા હવે શું કરે છે, તે જોઉં.'
તે એવી જગ્યામાં છુપાઈને, ઊભો રહ્યો કે નર્મદાની દરેક પ્રવૃત્તિ અને દેખાઈ શકે.
અર્જુનનું મસ્તક કપાઈ ગયું હતું. લોહી વહેતું નર્મદાના શરીર નીચે પહોંચ્યું. લોહીના સ્પર્શથી નર્મદા જાગી ગઈ. તેણે અર્જુન તરફ જોયું. દીપકના ઝાંખા પ્રકાશમાં તેણે અર્જુનને મૃત અવસ્થામાં જોયો. તેનું ગળું કપાઈ ગયેલું હતું. તે પૂજી ઊઠી.... “મારા આ પ્રિયમતની હત્યા થઈ ગઈ. આવું ગોઝારું કૃત્ય કોણે કર્યું હશે? કોઈ કૂર પુરુષે જ આ કામ કરેલું છે. પણ અર્જુનની સાથે સાથે મારી હત્યા કેમ ના કરી? હવે મારા જીવવાનો શો અર્થ છે? મારું સર્વસ્વ નાશ પામી ગયું... મારું રતિસુખ... મારી કામક્રીડા. લૂંટાઈ ગઈ.' થોડી વાર તે અર્જુનના મૃતદેહની પાસે ઊભી રહી. પછી તે શયનખંડની બહાર નીકળી કોદાળી લઈ આવી, પાવડો અને તગારું લઈ આવી. તેણે શયનખંડમાં જ ભીતની લગોલગ ખાડો ખોદ્યો. માટી તગારામાં ભરી ભરીને પાછળના વાડામાં નાખી, ખાડો ઊંડો ખોદીને, તેમાં અર્જુનના મૃતદેહને દાટી દીધો. ઉપર માટી નાખીને, જમીન સરખી કરી દીધી.
પલંગમાં લોહીથી ખરડાયેલાં વસ્ત્રોને અને ગાદીને પાછળ વાડામાં લઈ જઈ સળગાવી દીધાં. શયનખંડને પાણીથી ધોઈ નાખ્યો..
આ દરમિયાન પુરંદરદત્ત ઘરમાંથી નીકળી, ગામની બહાર બ્રહ્માના મંદિરમાં જઈને, સૂઈ ગયો હતો.
નર્મદાએ બીજા દિવસે, સાસુને ખબર ના પડે એ રીતે શયનખંડમાં જે સ્થાને અર્જુનને દાટ્યો હતો, તે સ્થાન પર એક નાનો ઓટલો બનાવ્યો. તેના પર લીંપણ કરી, ત્યાં દીવો કર્યો. ધૂપ કર્યો.. ત્રિકાળ એ ઓટલાને મોહથી આલિંગન આપવા
લાગી.
ત્રણ દિવસ પછી પુરંદર ઘરે પાછો આવ્યો. નર્મદાને કોઈ પ્રકારની શંકા ના થાય એ રીતે જ બધો વ્યવહાર કરવા લાગ્યો. પૂર્વવત્ નર્મદા સાથે સ્નેહપૂર્ણ વાર્તાલાપ કરવા લાગ્યો. કોઈ કોઈ વાર નર્મદાને પેલા ઓટલા સાથે પ્રેમચેષ્ટા કરતી જોતો, ધૂપ-દીપ કરતી જોતો... પણ “આ તેણીની મૂઢતા છે, અજ્ઞાનતા છે...' એમ વિચારી શ્રી સમરાદિત્ય મહાકથા
૧૮૧
For Private And Personal Use Only
Page #394
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પોતાના મનને મનાવી લેતો. ‘તેણીને ઠીક લાગે તે ભલે કરે..” એમ મનનું સમાધાન કરતો, એ જોયા કરતો. એમ કરતાં તેણે બાર વર્ષ પસાર કરી દીધાં.
આજથી પાંચ દિવસ પહેલાં, એના ઘરમાં પર્વનિમિત્તે બ્રાહ્મણોને ભોજન માટે નિમંત્રેલા હતાં. ભોજનસામગ્રી તૈયાર થઈ ગઈ હતી. હજુ બ્રાહ્મણો ભોજન કરવા બેઠા ન હતાં, ત્યારે નર્મદા પેલા અર્જુનના ઓટલા પાસે ગઈ અને ઓટલાને પિંડદાન આપવા લાગી.
પુરંદરે તેને પિંડદાન આપતી જોઈ, તેના મુખ પર હાસ્ય આવી ગયું. હસતાં હસતાં તેણે કહ્યું: “અરે દેવી, હવે આની સાથે તારે શો સંબંધ? | નર્મદા સ્તબ્ધ થઈ ગઈ. તે પુરંદર સામે ઉગ્ર દૃષ્ટિથી જોઈ રહી. તેનું હૃદય ચિરાઈ ગયું. તેણે મનોમન નિર્ણય કર્યો કે “નક્કી આણે જ મારા પ્રેમીની હત્યા કરી છે... નહીંતર આ આવું કેમ બોલે? કેવું એનું ક્રૂર હૃદય છે? હવે આ મારો શત્રુ છે. હું વેરની વસૂલાત કરીશ.'
એ વખતે એ મૌન રહી. બ્રાહ્મણોને ભોજન કરાવી રવાના કર્યા. નર્મદાએ પુરંદરદત્તને મારી નાખવા માટે, વિષપ્રયોગ કરવાનો નિર્ણય કર્યો. તે વિષ લઈ આવી, ભોજનમાં વિષ ભેળવીને પુરંદરદત્તને ખવડાવી દીધું. હવે એ વિષની અસર થઈ ગઈ છે. પુરંદર મરણતોલ બનીને, કરુણ રુદન કરી રહ્યો છે. પરંતુ હજુ મરી નથી ગયો. વૈદ્યો જો સમયસર પહોંચીને, વિપનિવારણનો પ્રયોગ કરશે તો એ અવશ્ય બચી જશે.'
કુમાર સમરાદિત્ય “અવધિજ્ઞાનના પ્રકાશમાં જે ઘટના જોઈ. એ કહી બતાવી. રાજા-રાણી, પુત્રવધૂઓ વગેરે બધાં જ આ ઘટના સાંભળી, સ્તબ્ધ થઈ ગયાં હતાં.
મહારાજાએ પૂછ્યું: “વત્સ, કૂતરાની શી વાત છે? એને ઝેર કેમ આપ્યું?'
પિતાજી, જ્યારે નર્મદા એના પ્રેમીનો મૃતદેહ ખાડામાં દાટી, તેના ઉપર ચબુતરો બનાવતી હતી ત્યારે આ કૂતરો એ જગ્યામાં રહેતો હોવાથી, નર્મદાના કાર્યમાં અવરોધ કરતો હતો, ઉપદ્રવ કરતો હતો. તેને શાંત કરી દેવા તેને વિષભજન કરાવી દીધું હતું.'
વત્સ, નર્મદાનો પ્રેમી પેલો અર્જુન મરીને ક્યાં જન્મ્યો છે '
પિતાજી, એ અર્જુન મરીને, અહીં જ હીન જાતિમાં જન્મ્યો છે... એના સાત જન્મ તો થઈ ગયા.
આ પહેલો ભવ કર્યો કૃમીનો. છે બીજો ભવ કર્યો ગીરોલીનો. આ ત્રીજો ભવ કર્યો ઉંદરન. ચોથો ભવ કર્યો દેડકાનો.
૧૮૨
ભાગ-૩ % ભવ નવમો
For Private And Personal Use Only
Page #395
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંચમો ભવ ર્યો અળસિયાનો. આ છઠ્ઠો ભવ કર્યો સર્પનો.
અને તે પછી કૂતરાનો જન્મ સાત વાર પામ્યો. સાત વાર તે કૂતરાને નર્મદાએ જ માર્યો છે.
હે પિતાજી, આ સંસાર ખરેખર ધિક્કારપાત્ર છે. રૂપનો ગર્વ કરનાર યુવાન મરીને, પોતાના જ ફ્લેવરમાં કીડારૂપે ઉત્પન્ન થાય છે.”
કૂતરાનો વૃત્તાંત સાંભળીને, મહારાજાનું મન સંસાર પ્રત્યે વિરક્ત બન્યું. તેમણે સંસારની ભયંકરતાનો વિચાર કર્યો. કર્મોની વિચિત્રતાઓનો વિચાર કર્યો. જીવોની વૈષયિક લાલસાનો વિચાર કર્યો. જેમ જેમ તેઓ વિચાર કરતાં ગયાં તેમ તેમ તેઓ આત્મા અને પરલોકના વિચારમાં ઊંડા ઊતરતાં ગયાં.
એટલામાં ત્યાં વૈદ્યો આવી પહોંચ્યા. મહારાજાને પ્રણામ કરી, તેમણે કહ્યું:
મહારાજા, આપની આજ્ઞા મુજબ અમે પુરંદરદત્તના ઘેર ગયા. અમે પુરંદરદત્તને જોયો. તેના શરીરમાં ઝેર વ્યાપી ગયું હતું. અમે એનો ઉપચાર કરવા લાગ્યાં. તેની પત્ની નર્મદા રોતી રોતી બોલી: “હવે એમને સારુ નહીં થાય... એ મરી જશે... મારું સૌભાગ્ય નંદવાઈ જશે.'
તે છતાં અમે કહ્યું: “બહેન, અમે મહારાજાની આજ્ઞાથી આવ્યા છીએ. અમે તારા પતિને નિર્વિષ કરીશું, સાથે સાથે પેલા કૂતરાને પણ સાજો કરીશું કે જેને ઝેર ખવડાવવામાં આવ્યું છે... મહારાજા, એ સ્ત્રી ભયભીત થઈ ગઈ.. અમે બંને ઉપર ઔષધ પ્રયોગ શરૂ કર્યો. ધીરે ધીરે પુરંદરદત્તનું ઝેર ઊતારી દીધું.... પછી કૂતરાને પણ સારો કરી દીધો. આપની આજ્ઞા મુજબ કાર્ય કરીને અમે આવ્યા છીએ.” ‘તમે બહુ સારું કર્યું. પરંતુ ઝેર કેવી રીતે દૂર કર્યું, તમે?” ઊલટીઓ કરાવી... ખૂબ ઊલટીઓ કરાવી. એ રીતે ઝેર કઢાવી નાખ્યું હવે તેઓ જીવી જશે ને? અવશ્ય, તે બંનેનો મૃત્યુભય ટળી ગયો છે.'
સ ઃ
*
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૩૮૩
For Private And Personal Use Only
Page #396
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
|૧0
ઉજજૈનીમાં અચાનક બાલસૂર્યના પ્રકાશ જેવો દિવ્ય ઉદ્યોત થયો. દેવદુંદુભિ વાગવા લાગી. કલ્પવૃક્ષનાં પુષ્પોની સુગંધ પ્રસરવા લાગી. દિવ્ય સંગીત બનવા લાગ્યું. જાણે કે ઉજ્જૈનની શેરીએ શેરીએ હર્ષ રમણે ચઢ્યો! રાજકુમાર સમરાદિત્યના શયનખંડમાં બેઠેલા મહારાજાએ કુમારને પૂછયું:
હે વત્સ, પ્રકૃતિમાં આ અચાનક પરિવર્તન કેમ આવ્યું?' “પિતાજી, પૃથ્વી પર દેવોનું આગમન થયું છે.' કુમાર, એ દેવ કોણ છે? ઓચિંતું આગમન શાથી થયું?” “પિતાજી, ઉજ્જૈનીનગરના ગુણધર્મ શેઠનો પુત્ર જિનધર્મ, આજે કાળધર્મ પામ્યો અને દેવલોકમાં ઉત્પન્ન થયો છે. એ દેવ, પોતાના મિત્રને અને પત્નીને પ્રતિબોધ આપવા આવ્યો છે. તે બંનેને પ્રતિબોધ પમાડીને, તેણે વિચાર્યું: “આ બંનેને જો મારી દેવલોકની ઋદ્ધિ-સમૃદ્ધિ બતાવું તો તેઓ પણ દેવલોકમાં આવવા તત્પર બને. એટલે એ દેવ હમણાં જ નગરમાં પ્રગટ થયો છે.”
રાજાએ પૂછયું: ‘એ ગુણધર્મશ્રેષ્ઠીનો પુત્ર જિનધર્મ, આજે જ કેવી રીતે દેવલોકમાં દેવ થયો અને મિત્ર તથા પત્નીને પ્રતિબોધ કેવી રીતે પમાડ્યો?”
“પિતાજી, આ વૃત્તાંત કહેવા યોગ્ય નથી. કર્મોથી જકડાયેલા જીવો સંસારમાં કયું અકાર્ય નથી કરતા?”
મહારાજાએ કહ્યું: “વત્સ, આ સંસાર જ એવો છે. એમાં કોઈ પણ અકાર્ય બની શકે છે... કોઈ આશ્ચર્ય પામવા જેવું નથી.' “પિતાજી, શ્રેષ્ઠીપુત્ર જિનધર્મનો વૃત્તાંત, મને મારા જ્ઞાનમાં જ દેખાય છે, તે કહું છું: છે શ્રેષ્ઠીપુત્ર જિનધર્મ જિનવચનથી ભાવિત બુદ્ધિવાળો હતો. છે તે સંસારવાસ પ્રત્યે વૈરાગી બનેલો હતો.
છે તેની વિષયતૃષ્ણા વિરામ પામી ગઈ હતી. પરંતુ તેની પત્ની બંધુલા અતિ વિષયાસક્ત હતી. તેની ભોગ-સંભોગની તીવ્ર સ્પૃહા, જિનધર્મ સંતોષી શકતો ન હતો. જિનધર્મનો એક મિત્ર હતો ધનદત્ત.
ધનદત્ત અવારનવાર જિનધર્મની હવેલીમાં આવતો. ધનદત્ત રૂપવાન હતો, કલાકાર હતો. સંગીતકલામાં નિષ્ણાત હતો. પ્રારંભમાં ધનદા, જિનધર્મની હાજરીમાં વીણાવાદન કરતો અને મધુર-ગંભીર સ્વરમાં રાગ આલાપતો. જોકે જિનધર્મને ગીત-સંગીતમાં
१3८४
ભાગ-૩ ૪ ભવ નવમો
For Private And Personal Use Only
Page #397
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એટલો રસ ન હતો, પરંતુ મિત્રદાક્ષિણ્યતાથી એ સાંભળતો હતો. બંધુલાને આમેય ગીત-સંગીતમાં રસ હતો. ગીત-સંગીતના રસથી અને ધનદત્તના સુંદર રૂપથી. એ ધીરે ધીરે ધનદત્ત તરફ આકર્ષાવા લાગી. એ ધનદત્ત તરફ અનુરાગભરી દૃષ્ટિથી જોવા લાગી.
એક દિવસ સંધ્યા સમયે ધનદત્ત જિનધર્મની હવેલીમાં જઈ પહોંચ્યો. એ વખતે જિનધર્મ પરમાત્માના મંદિરમાં ધ્યાનમગ્ન બનેલો હતો. બંધુલાએ ધનદત્તનું સ્વાગત કર્યું. ધનદત્તે પૂછ્યું:
જિનધર્મ ઘરમાં નથી?
ના, એ નથી પણ હું છું ને! આવો, બેસો, આપણે વાતો કરીએ....” બંધુલાએ આંખો નચાવતાં અને સ્નેહભર્યું સ્મિત વેરતાં કહ્યું.
ધનદત્ત, જિનધર્મની ગેરહાજરીમાં, એના ઘરમાં જવાનું પસંદ નહોતો કરતો, પરંતુ બંધુલાના અતિ આગ્રહને વશ બની, તે ઘરમાં ગયો. બંધુલાએ ધનદત્તને તાંબૂલ આપીને, સ્વાગત કર્યું. ધનદત્તને ગાદી પર બેસાડી, પોતે એની નજીક જ બેસી ગઈ.
ધનદત્ત, તારું ગીત-સંગીત મને પ્રેમસમાધિમાં લઈ જાય છે. ખરેખર, હું તારી પાછળ પાગલ થઈ ગઈ છું... તને મળવું હતું. આ હૃદયની વાતો કરવી હતી... એકાંત શોધતી હતી, આજે ભાગ્યયોગે એકાંત મળી ગયું.'
ધનદત્ત મૌન રહ્યો. એનું હૃદય ભય અનુભવતું હતું. તેને લાગતું હતું કે કંઈક ખોટું થઈ રહ્યું છે..
ધનદત્ત, કેમ આજે તારા હોઠ સિવાઈ ગયા છે? આજે ગાતો નથી, બોલતો નથી, નીચે જમીન પર દૃષ્ટિ રાખીને, બેઠો છે. શું તને હું પ્રિય નથી લાગતી? તને હું નથી ગમતી?”
ગમે છે બંધુલા, પરંતુ તું મિત્રપત્ની છે”
એટલે શું? મિત્રપત્નીને સ્પર્શ ના કરાય? મિત્રપત્ની સાથે પ્રેમ ના કરાય? આવો વેવલો છે તું? હું તો દિવસોથી એ અભિલાષા સેવું છું તને સમર્પિત થઈ જવાની.. તું મારા હૃદયનો દેવ બની ગયો છે...'
ધનદત્ત ગભરાયો. એને ભય લાગ્યો કે બંધુલા એના શરીરને વીંટળાઈ જશે..! એ ઊભો થઈ ગયો. અને સડસડાટ તે ઘરની બહાર નીકળી ગયો. સીધો પોતાના ઘરે પહોંચી ગયો. બંધુલા સ્તબ્ધ બનીને, જોઈ રહી. સ્વગત બોલી: “ભલે ધનદત્ત તું ગયો. પણ તારા હૃદયમાં હું પ્રવેશી ગઈ છું.'
ધનદત્ત પોતાના ઘરમાં જઈ, પોતાના ખંડમાં પેસી ગયો. ખંડનો દરવાજો બંધ કરી, એ પલંગમાં પડ્યો. એના ચિત્તમાં ઘમસાણ મચ્યું હતું.. “મને આજ સુધી
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૩૮૫
For Private And Personal Use Only
Page #398
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પના પણ ન હતી કે બંધુલા મારા પ્રેમમાં પડી હશે... એ મિત્રપત્ની છે. એ મારી પ્રેમિકા ન બની શકે. હું જિનધર્મનો વિશ્વાસઘાત નહીં કરી શકું. એ તો મહાત્મા પુરુષ છે. સંસારમાં રહેલો સાધુ છે. આવા શ્રેષ્ઠ મિત્રને દગો ન જ આપી શકાય...
અલબત્ત, બંધુલા રૂપવતી છે, લાવણ્યવતી છે..... મને સમર્પિત થવા તૈયાર છે.... પરંતુ મારા માટે એ વર્જ્ય છે... એનાથી જો બચવું હોય તો મારે એના ઘરે ના જવું જોઈએ.. પરંતુ જો હું એના ઘરે નહીં જાઉં તો જિનધર્મને દુઃખ થશે. એ મને બોલાવવા મારા ઘરે આવશે. મને પૂછશે: “ઘેર કેમ નથી આવતો?” હું એને શો, પ્રત્યુત્તર આપીશ? એટલે ઘેર તો જઈશ, પરંતુ જિનધર્મની હાજરીમાં જ જઈશ...”
આવા અનેક વિચારો એને આવ્યા. બીજા દિવસે જ્યારે એ જિનધર્મની હવેલીએ ગયો ત્યારે તેણે બહારથી પૂછ્યું: જિનધર્મ ઘરમાં છે?”
છે ઘરમાં, આવો.... પધારો!' બંધુલાના મધુર શબ્દો સંભળાયાં. તેણે ઘરમાં પ્રવેશ કર્યો. બંધુલાએ કહ્યું: “આજે તમારા મિત્ર અંદરના ખંડમાં ધ્યાનમાં લીન બનીને બેઠા છે, તમે પણ એમની પાસે જ ધ્યાનમાં બેસી જાઓ.'
ધનદત્તને અંદરના ખંડ તરફ મોકલીને, બંધુલાએ મુખ્ય દ્વાર અંદરથી બંધ કરી દીધું. અને તે ઝડપથી અંદરના ખંડ તરફ ચાલી. ધનદત્તે અંદરના ખંડમાં જઈને જોયું તો ખંડ ખાલી હતો. માત્ર એક પલંગ બિછાવેલો હતો. તે ઝડપથી ખંડની બહાર નીકળવા ગયો ત્યાં દરવાજામાં જ બંધુલા ઊભી હતી. તેની આંખોમાં કાજળ આંજેલું હતું. તેના પગમાં ઝાંઝર હતાં. તેના કટિપ્રદેશે સ્વર્ણમેખલા લટકતી હતી.... તે વિષયવાસનાથી હાંફતી હતી.
આજે તને એમ ને એમ નહીં જવા દઉં. આજે મને પ્રેમવારિ પાઈને જ જવાનું છે... ધનદત્ત, હું તને ચાહું છું, ખૂબ ચાહું છું...”
અને તે ધનદત્તને લપેટાઈ ગઈ. જેમ થાંભલા પર વેલ વીંટળાઈ જાય તેમ.. ધનદત્તના સંયમનાં બંધન તૂટી પડ્યાં. છતાં થોડી ક્ષણો પછી ધનદત્ત બંધુલાના બાહુપાશમાંથી છૂટયો, ને સીધો પોતાના ઘરે પહોંચી ગયો... પરંતુ એના શરીરમાં વાસનાનો ભડકો થઈ ગયો હતો. તેને બંધુલાનો સ્પર્શ ગમી ગયો હતો. તેના વિવેક પર મહામોહનું આવરણ છવાઈ ગયું.
અને એક દિવસે તેણે બંધુલાનું, એક અવાવર ઘરમાં અપાયેલું રાતભરનું આમંત્રણ સ્વીકારી લીધું. બંધુલા, સ્વામીનાથ
હું આજે કોઈ શુન્યઘરમાં સંપૂર્ણ રાત્રિ કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભો રહીશ.. આજે શ્રેષ્ઠ આત્મધ્યાનમાં લીન થવું છે.' ૧૩૮
ભાગ-૩ ૪ ભવ નવમો
For Private And Personal Use Only
Page #399
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેવી આપની ઇચ્છા. હું ક્યારેય પણ આપની સાધનામાં આડે નથી આવી... ભલે, આપ આપનું આત્મકલ્યાણ સાધો...”
બંધુલાને જાણ થઈ ગઈ હતી કે આજની રાત જિનધર્મ ઘરમાં નહીં રહે, કોઈ અવાવરૂ.. નિર્જન ગૃહમાં જઈને, ધ્યાન કરશે... માટે આજે હું ધનદત્તની સાથે રાતભર સંભોગસુખ ભોગવીશ. પરંતુ એને આ હવેલીમાં તો નહીં બોલાવાય. હવેલીમાં ઘણાં દાસ-દાસી છે. માટે હવેલીની પાસેના ખાલી ઘરમાં એને બોલાવું. ત્યાં સ્વચ્છંદપણે ભોગસુખ ભોગવી શકાશે...' બંધુલાએ ઘનદત્તને સંદેશો આપી દીધો.
રાત્રિનો પ્રથમ પ્રહર પૂર્ણ થયો. રાત્રિનો અંધકાર ગાઢ થયો. બંધુલા, લોઢાના ખલાના પાયાવાળો ખાટલો લઈને બાજુના જ શૂન્યઘરમાં ગઈ. એને ખ્યાલ ન હતો કે જિનધર્મ એ જ ઘરમાં કાયોત્સર્ગ ધ્યાને ઊભા હતાં. ઘરમાં પ્રગાઢ અંધારું હતું. બંધુલાએ જ્યાં ખાટલો પાથર્યો. એ ખાટલાનો એક પાયો કે જે લોખંડનો ખીલો જ હતો, તે જિનધર્મના એક પગ પર આવી ગયો... ખીલાથી જિનધર્મનો એક પગ વિંધાઈ ગયો.
એટલામાં ધનદત્ત ત્યાં આવ્યો. બંધુલાએ એનો હાથ પકડીને, એ ખાટલામાં બેસાડ્યો. બંધુલા પણ ખાટલામાં બેસી ગઈ. ધનદત્તે એને આલિંગન આપ્યું. અને એ બંનેની પ્રેમચેષ્ટા... કામચેષ્ટા શરૂ થઈ. ખાટલા પર બંનેનો ભાર વધવાથી, ખીલો જિન ધર્મના પગમાં ઊંડો ઊતરી ગયો... જમીનમાં પેસી ગયો.
જિનધર્મને અતિશય વેદના થઈ. તેને મૂર્છા આવી ગઈ. તે ઊભો ના રહી શક્યો. ભીંતના સહારે તે જમીન પર ગબડી પડ્યો. તે લાંબો થઈને પડ્યો.
પરંતુ ધનદત્ત-બંધુલાએ ગાઢ અંધકારમાં જિનધર્મને ઓળખ્યો નહીં. જ્યારે જિનધર્મને ચેતના આવી. ત્યારે એ ધનદત્ત-બંધુલાને ઓળખી ગયો. છતાં એને એ બંને ઉપર રોષ ન પ્રગટ્યો... ક્રોધ ન આવ્યો. પરંતુ તત્ત્વચિંતન પ્રગટ્ય:
અહો! ઇન્દ્રિયોના વિષયો કેવાં આકર્ષક છે! પવિત્ર બુદ્ધિવાળાને પણ આ વિષયો મોહમૂઢ કરી દે છે. નિર્મળ બુદ્ધિવાળા જીવો પણ આ વિષયો તરફ આકર્ષાઈ જાય છે. પોતાના શીલધર્મને ભંગ કરે છે. ભ્રષ્ટ બને છે. એનું પરિણામ કેવું ભયાનક આવે છે? એ જીવો નરક-તિર્યંચ વગેરે દુર્ગતિઓમાં ફેંકાઈ જાય છે. આવા જીવોને પ્રતિબોધવા, ખોટા માર્ગેથી પાછા વાળવા અતિ મુશ્કેલ હોય છે...”
પગની વેદના વધતી જતી હતી. લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું... છતાં જિન ધર્મની સુંદર વિચારણા આગળ વધે છે: “જે આત્માઓ ત્રણ ભુવનના મહાગુરુ તીર્થકર ભગવંતોનાં સાનિધ્યમાં રહે છે અથવા ઉપશમલબ્ધિવાળા મહામુનિઓની નિશ્રામાં રહે છે, તેઓ ખરેખર ધન્ય હોય છે. કારણ કે તેમની બુદ્ધિ નિર્મળ રહે છે, પવિત્ર રહે છે.
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૮૭
For Private And Personal Use Only
Page #400
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું કેવો અભાગી છું કે મારી પત્ની મારા મિત્રના મોહમાં આસક્ત બની છે. વ્યભિચાર સુધીનું પાપ આચરે છે, પરંતુ હું એમને આ પાપથી બચાવી શકતો નથી. એમના પર ભાવ-ઉપકાર કરી શકતો નથી! બીજાઓ ઉપર ઉપકાર કરવાની વાત તો દૂર રહી, પત્ની અને મિત્ર પર પણ ઉપકાર કરી શકતો નથી. હું કેવો સ્વાર્થી છું? આ મારું સ્વાર્થીપણું મારા દુ:ખોનું કારણ છે.
આ બંનેની આવી હાસ્યાસ્પદ અને અધમ પ્રેમચેષ્ટા એમને તો દુર્ગતિમાં લઈ જશે, શું મને પણ દુર્ગતિમાં લઈ જશે? હું આ બંનેનો ‘કલ્યાણમિત્ર' બની શકતો નથી. આમ કેમ બને છે? મને હજુ આ બંને તરફ પક્ષપાત રહે છે. જોકે આ વાત માત્ર સર્વજ્ઞ ભગવંતો જ જાણે છે.
હવે મને લાગે છે કે મારા જીવનનો અંત નજીક છે. વિદાયવેળા આવી લાગી છે. હું બીજા બધા વિચારોથી મનને મુક્ત કરી, શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરો.'
જિનધર્મે શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરવા માંડ્યું. અસહ્ય શારીરિક પીડા હોવા છતાં તેણે ચિત્તને મહામંત્રમાં સ્થિર કર્યું.
વીતરાગ પરમાત્માને મારો નમસ્કાર થાઓ. આ ગુરુદેવને મારો નમસ્કાર થાઓ. જ ભાવપૂર્વક નમસ્કાર કરતાં કરતાં એણે પ્રાણત્યાગ કર્યો. તે પાંચમાં બ્રહ્મદેવલોકમાં ઉત્પન્ન થયો.
૦ ૦ ૦ દેવોને અવધિજ્ઞાન હોય.
એ દેવે “અવધિજ્ઞાન” નો ઉપયોગ મૂક્યો: ‘હું કોણ હતો? મેં શું દાન આપેલું? કેવી તપસ્વર્યા કરેલી? કે શું દીક્ષા પાળી હતી? કે જેના પરિણામે હું દેવલોકમાં ઉત્પન્ન થયો. હું પુણ્યશાળી બન્યો.”
તેણે અવધિજ્ઞાનના પ્રકાશમાં પોતાની પત્નીને અને પોતાના મિત્રને જોયો, તેણે - તે દેવે વિચાર્યું: “મારે મારી પત્નીને અને મિત્રને ઉન્માર્ગ છોડાવી, સન્માર્ગ પર લાવવાં છે. પરંતુ આવા અતિ રાગી, અતિ વિષયાંધ જીવોને મહાઆપત્તિ બતાવ્યાં વિના પ્રતિબોધ નહીં પમાડી શકાય. મારે આ બંનેને ઘોર આપત્તિનો, ઘોર વેદનાનો અનુભવ કરાવવો પડશે. તો જ તેઓ પ્રતિબોધ પામશે.” દેવે દેવમાયાનો પ્રયોગ કર્યો.
બંધુલાને ઝાડા થવા લાગ્યાં. તેના શરીરમાં તીવ્ર વેદના ઉત્પન્ન થઈઅતિ અશુચિ અને દુર્ગધ મારતી વિષ્ટાથી એ ખરડાઈ ગઈ. એના પેટનાં બે પડખાં અતિ વેદના સાથે ફાટફાટ થવા લાગ્યાં.. તેના મુખમાંથી વેદનાના ઉંહકારા નીકળવા લાગ્યાં...
૧૩૮૮
ભાગ-૩ ૪ ભવ નવમો
For Private And Personal Use Only
Page #401
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“અરેરે. હું મરી જાઉં છું.' આમ બોલતી બંધુલા, ધનદત્તને વળગવા લાગી. ધનદત્તનું શરીર વિષ્ટાથી ખરડાવા લાગ્યું. તેને ઘોર અરતિ-સંતાપ થયો. તે બંધુલાથી આઘો ખસ્યો. તેણે વિચાર્યું: “અહો, આ અચાનક શું થઈ ગયું? સાજી, સારી બંધુલાને આમ એકાએક સતત ઝાડા થઈ ગયા. તે પોતાનું નાક દાબીને, થોડો દૂર જઈને ઊભો રહ્યો. બંધુલા વિચારે છે: “ખરેખર આ ધનદત્તનો સ્નેહ ક્ષણિક લાગે છે... કેવો દૂર જઈને ઊભો છે?' બંધુલાએ બૂમ પાડીને કહ્યું:
અરેરે, હું મરી જાઉં છું. મને ઘોર વેદના થાય છે... મારું શરીર તૂટી રહ્યું છે... મને બચાવો...”
“પણ હું શું કરું? આ ભયંકર “અશુચિકા' રોગ છે... અને તે મટી શકે એમ નથી...' ધનદત્તે કહ્યું.
“મારું શરીર દાબો...' બંધુલાએ કહ્યું. ધનદત્ત બંધુતાનું શરીર દાબવા માંડ્યું.... પંપાળવા માંડ્યું. ત્યાં એના બંને હાથ બંધુલાના શરીર સાથે ચોંટી ગયાં, પ્રયત્ન કરવા છતાં એના હાથ ઊખડતા નથી. તે ગભરાયો. ભયભીત થઈ ગયો. તેણે વિચાર્યું. “ખરેખર, કોઈ વખત નહીં અનુભવેલું કે નહીં જોયેલું પાપકર્મ ઉદયમાં આવ્યું છે. તેણે કરુણ સ્વરે બંદુલાને કહ્યું:
બંધુલા, હું હવે શું કરું? મારા બંને હાથ ચોંટી ગયા છે. મારા હાથ ચાલતા જ નથી. મન મારું અતિ અશાંત છે. સાચે જ, આ આપણા પાપનું પ્રત્યક્ષ ફળ છે - એમ મને લાગે છે...” બંધુલા બોલી:
એમ જ છે. કોઈક મોટું પાપ ઉદયમાં આવ્યું છે. અરેરે, મેં મારા પરમદેવ જેવા પતિને ઠગ્યો... એની સાથે વિશ્વાસઘાત કર્યો... આ લોક અને પરલોક-વિરુદ્ધ કાર્ય કર્યું... અરેરે હું મહાપાપિણી છું..” તે રુદન કરવા લાગી.
ધનદત્ત આત્મનિરીક્ષણ કરી વિચારવા લાગ્યો. તે ધનદત્ત, તું અનાર્ય છે. આ અસાર જીવલોકમાં તું આ શરીરને પણ અસાર માને છે ને? તારા મિત્ર જિનધર્મનાં સાચા ને હિતકારી વચનો સાંભળવા છતાં, એ મિત્રનો અવિહડ પ્રેમ પામવા છતાં, તારે આવું ઘોર અકાર્ય કરવું શું ઉચિત હતું? આવું પાપકર્મ કરનારને આવું જ ઘોર પરિણામ ભોગવવું પડે... હે પ્રિય મિત્ર, મેં તારો દ્રોહ કર્યો છે.”
આવું આત્મથન કરતો, ધનદત્ત ત્યાં મૂચ્છિત થઈને, જમીન પર ઢળી પડ્યો. બંધુલા ગભરાઈ ગઈ. તેને ભય લાગ્યો.. “અરે ધનદત્ત મૂચ્છિત થઈ ગયો..? હવે મારું શું થશે?' બંધુલા આકંદ કરવા લાગી. શૂન્ય ઘરમાં તેને ભૂતડાં નાચતાં દેખાવા લાગ્યાં. એ શૂન્ય ઘરમાં દોડાદોડ કરવા લાગી. એનો અંબોડો ખૂલી ગયો. તે સ્વયં ભૂતડી જેવી લાગવા લાગી.
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૮૯
For Private And Personal Use Only
Page #402
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૧૧
જિનધર્મનો આત્મા કે જે દેવ બન્યો છે, તેણે અવધિજ્ઞાનથી જોયું. મિત્રને જોયો અને પત્નીને પણ જોઈ. તેણે વિચાર્યું: હવે આ બંનેને પ્રતિબોધ પમાડવાનો સમય પાકી ગયો છે....
તેણે દૈવીરૂપ ધારણ કર્યું... તે પ્રગટ થયો.
બંધુલાએ પ્રકાશમાં દેવને, જિનધર્મના મૃતદેહની પૂજા કરતો જોયો. ધનદત્તની મૂર્છા દૂર થઈ હતી. તેણે પણ દેવને જોયો.
બંનેએ ભાવપૂર્વક દેવને વંદના કરી.
બંનેની શારીરિક વેદના શાંત થઈ ગઈ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બંનેએ વિચાર્યું: ‘આ દેવનાં દર્શનથી, એમના પ્રભાવથી આપણી વેદના શાંત થઈ છે... અહો, આ દિવ્ય પુરુષનો કેવો પ્રભાવ છે! એમની કેવી અપૂર્વ શક્તિ છે! તેમનું કેવું તેજ છે! કેવી અપૂર્વ કાન્તિ છે!’
બંને દેવદર્શનથી વિસ્મય પામ્યાં. દેવને પુનઃ પુનઃ પ્રણામ કરી કહ્યું: ‘હે ભગવંત, આપ કોણ છો? અને અહીં આવવાનું પ્રયોજન શું છે?’
દેવે કહ્યું: ‘હું દેવ છું, અને મહાત્મા જિનધર્મની પ્રતિમાના પૂજન નિમિત્તે આવ્યો છું...’
બંધુલા બોલી ઊઠી: ‘જિનધર્મની પ્રતિમા? એમની પ્રતિમા અહીં ક્યાં છે?’ ‘આ રહી... આ જિનધર્મના મૃતદેહને જો...'
બંધુલાએ જિનધર્મના મૃતદેહને જોયો... ધનદત્તે પણ મિત્રનો મૃતદેહ જોયો... બંને છળી ઊઠ્યાં... ક્ષોભ પામ્યાં.
બંધુલા રડી પડી... રડતાં રડતાં તેણે દેવને પૂછ્યું, ‘શું ખરેખર, મારા આ તિ મૃત્યુ પામ્યા છે?’
‘હા, તારા જ હાથે મૃત્યુ પામ્યા છે. જો, તારા ખાટલાનો એક પાયો કે જે લોઢાનો ખીલો છે, એ એમના પગમાં પરોવાઈ ગયો છે...’
૧૩૯
બંધુલા અને ધનદત્ત બંનેએ ઘોર આક્રંદ કર્યું. બંને મૂચ્છિત થઈ ગયાં. દેવે બંનેને સ્વસ્થ કર્યાં. કહ્યું:
‘જે બનવાકાળ હતું તે બની ગયું, હવે તમે બંને સન્માર્ગ ગ્રહણ કરો. આ મોંઘેરા મનુષ્યજીવનને સફળ બનાવવા તત્પર બનો...'
‘હું દિવ્ય પુરુષ, અમે એક ક્ષણ પણ જીવવા લાયક નથી. અમે ઘોર પાપ કર્યું
ભાગ-૩ ભવ નવમો
For Private And Personal Use Only
Page #403
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે... એ મહાત્મા જિનધર્મના દેખતાં જ એની પત્ની સાથે વ્યભિચાર કર્યો છે... હું મરી જાઉં છું...' એમ બોલતો ધનદત્ત આપધાત ક૨વા તૈયાર થયો. બંધુલા પણ ગળામાં દોરડાનો પાશ નાખી, મરવા તૈયાર થઈ. દેવે બંનેને આપઘાત કરતાં અટકાવ્યાં.
‘તમે શા માટે આત્મહત્યા કરો છો?’
‘છે દિવ્યપુરુષ, આપ દિવ્યજ્ઞાની છો. આપ શું નથી જાણતા? આપ બધું જ જાણો છો. અમારે મરવું જ યોગ્ય છે... અમે જીવવા લાયક નથી રહ્યાં.’
‘હે મહાનુભાવો, મરવાની વાત છોડી દો. ઉપદેશ-પાલન માટે તત્પર બનો...' ‘હે ભગવંત, અમે ઉપદેશને લાયક નથી રહ્યાં. અમારી ન જોવા જેવી, બીભત્સ કામાસક્ત અવસ્થા જોઈને, તે ઉત્તમ પુરુષ જિનધર્મ, મૃત્યુ પામી ગયા...'
‘એટલે જ હવે તમે ઉપદેશ સાંભળી, જીવનમાં ઉતારવા માટે યોગ્ય બન્યાં છો. તમને જે ઘોર પશ્ચાત્તાપ થઈ રહ્યો છે, તે જ તમારી યોગ્યતા છે. અન્યથા બહુ મોટું ભયંકર પાપ કર્યાં પછી ઘણા જીવોને પસ્તાવો થતો નથી. આ પશ્ચાત્તાપથી તમારું પાપ ધોવાઈ જશે.'
બંધુલા અને ધનદત્ત દેવની હિતકારી અને પ્રિયવાણી સાંભળી, કંઈક સ્વસ્થ બન્યાં. દેવે એ જ સમયે, પોતાનું પૂર્વરૂપ-જિનધર્મનું રૂપ પ્રગટ કરીને કહ્યું:
‘જુઓ, એ જિનધર્મ હું જ છું. મૃત્યુ પામીને હું દેવગતિ પામ્યો છું...' બંધુલા દેવનાં ચરણોમાં ઢળી પડી. ધનદત્ત જિનધર્મને જોઈ, ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો. દેવે કરુણાભરી વાણીમાં કહ્યું:
‘કર્મપરિણતિ આવા જ પ્રકારની હોય છે.
* મોહની ચેષ્ટાઓ ભયંકર હોય છે.
* વિષયોની વાટ ખરેખર રૌદ્ર હોય છે.
માટે, તમારાં બંને માટે હવે ધર્મનું જ શરણ લેવું ઉચિત છે. ધર્મ સિવાય બધાનો ત્યાગ કરી દો.’
‘હે ભગવંત, જેવી આપની આજ્ઞા. હવે અમે આપની આજ્ઞાનું પાલન કરીશું, પરંતુ નક્કી અમારે અમારા પ્રાણોનો ત્યાગ કરવાનો જ છે. આ દેહ પાપાચરણના કલંકથી દૂષિત તો બન્યો જ છે. હવે આ પાપી દેહને એક ક્ષણ અમે ધારણ કરી શકતાં નથી...’ દેવનાં ચરણોમાં પડી... બંને ધોર આક્રંદ કરવા લાગ્યાં.
દેવે ત્યાં બંનેને ધર્મનો ઉપદેશ આપ્યો.
બંધુલા અને ધનદત્તના ઉપર એ ઉપદેશની સારી અસર થઈ. એ જ વખતે ભાવથી તે બંનેએ,
* સર્વવિરતિ સાધુજીવન અંગીકાર કર્યું.
શ્રી સમરાદિત્ય મહાકા
For Private And Personal Use Only
૧૩૦૧
Page #404
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
* અનશન વ્રત સ્વીકારી લીધું.
* પૂર્વકાલીન દુષ્કૃત્યોની આત્મસાક્ષીએ નિંદા કરી.
* બંનેના ચિત્તપરિણામ વિશુદ્ધ બન્યાં.
* સંવેગ-નિર્વેદ ભાવ પ્રબળ બન્યાં.
* ભવસ્વરૂપના ચિંતનમાં પરોવાયાં.
દેવે, પોતાના મૃતદેહને વિસર્જિત કર્યો અને તે સ્વસ્થાને ચાલ્યો ગયો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાજા પુરુષસિંહનું ચિત્ત વિરક્ત થયું. વૈયિક સુખોનો રાગ ઓસરી ગયો, તેઓ બોલ્યાં.
‘તીર્થંકરોનાં વચન સાચાં છે. સમગ્ર ભવચેષ્ટાઓ ઇન્દ્રધનુષ્ય જેવી છે, માયાજાળ સદ્દેશ છે. આ લોકમાં ખરેખર, કલ્યાણમિત્ર મળવો દુર્લભ છે. કલ્યાણમિત્ર જે એકાંતે હિતકારી હોય છે એનાથી વધીને કોણ હિતકારી હોય છે. દુનિયામાં? જો એ જિનધર્મ શ્રેષ્ઠિપુત્ર કલ્યાણમિત્ર ન હોત તો એ બંધુલાને અને ધનદત્તને પ્રતિબોધ કોણ પમાડત? કલ્યાણમિત્ર જે હોય તે જ, આવા દુરાચારી બનેલાં સ્નેહી-સ્વજનો પ્રત્યે કરુણાભાવ રાખે. બીજા મિત્રો, ભલે સારા હોય, પણ દુરાચારી મિત્રોને ત્યજી દેતાં હોય છે. એમના પ્રત્યે ધૃણા કરતાં હોય છે.
ન
પોતાની પત્નીને, પોતાના મિત્ર સાથે વ્યભિચાર સેવતાં સગી આંખે જોવા છતાં, એ જીવો પ્રત્યે દ્વેષ ન થવો, વેરભાવ ન બંધાવો. ઉપરથી એ બંનેને પાપાચરણોથી મુક્ત કરી, ધર્માચરણ કરનારાં કરવાં... આ બધું કલ્યાણમિત્રમાં જ સંભવે. કલ્યાણમિત્ર આત્મદૃષ્ટા હોય છે. કર્મોના કાર્યકારણ ભાવોને જાણનાર હોય છે... ખરેખર કુમાર, એ બંધુલા અને એ ધનદત્તનો મહાન પુણ્યોદય હતો... કે એમને જિનધર્મ જેવો કલ્યાણમિત્ર મળ્યો હતો. જેમ અમને તું કલ્યાણમિત્ર મળ્યો છે.’
વત્સ, એ બંધુલાએ અને ધનદત્તે સ્વયં સર્વવિરતિમય ચારિત્રધર્મ સ્વીકારી, અનશન વ્રત કર્યું... જ્યારે એમનું આયુષ્ય પૂર્ણ થશે ત્યારે એ બંને ક્યાં ઉત્પન્ન થશે?’ ‘પિતાજી, પહેલા સૌધર્મ-દેવલોકમાં ઉત્પન્ન થશે.’
એ બંનેએ એમનાં જીવનમાં વ્યભિચાર જેવું ઘોર પાપ કર્યું હતું, આચરણ કર્યું હતું... છતાં મરીને તેઓ દેવલોકમાં ઉત્પન્ન થશે?’
૧૩:૨
‘પિતાજી, આપની વાત સાચી છે કે તે બંને ઘોર પાપી હતાં, પરંતુ તે ધોર પાપ કર્યાં પછી, એ બંનેએ એ પાપોનો ઘોર પશ્ચાત્તાપ કર્યો હતો. પિતાજી, પાપોનો પશ્ચાત્તાપ એવી પ્રબળ આગ છે કે એમાં, કરેલાં પાપો... પાપકર્મો હોમાઈ જાય છે... આત્મા પાપકર્મોથી મુક્ત બને છે... વિશુદ્ધ બને છે. એ બંનેનો પશ્ચાત્તાપ ઉગ્ર હતો. તે પછી તેમણે ચારિત્રધર્મ સ્વીકાર્યો અને અનશનવ્રત કરી લીધું. આ બધું
ભાગ-૩ ભવ નવમો
For Private And Personal Use Only
લોકવિરુદ્ધ
Page #405
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એમણે સાચા ભાવથી કર્યું. ભાવથી વિરતિધર્મની પરિણતિ પ્રગટી, અને ભાવથી અનશન વ્રત ગ્રહણ કર્યું. હે પિતાજી, જે આત્મા ભાવપૂર્વક સર્વવિરતિ ધર્મનું નિરતિચાર પાલન કરે છે, તેની દુર્ગતિ થતી નથી, એની સદ્ગતિ થાય છે... કે પરમગતિ-મોક્ષ થાય છે.
પિતાજી, અપ્રમાદ સાથે આત્મામાં સર્વવિરતિની પરિણતિ પ્રગટે એટલે તે દુઃખોના મેરુને ભેદી નાખે. શ્રેષ્ઠ સુખોની પરંપરા શરૂ થઈ જાય. સર્વવિરતિની પરિણતિ મહાન પ્રભાવશાળી હોય છે. દુનિયામાં એવું કોઈ કલ્યાણ નથી કે જે સર્વવિરતિના વિશુદ્ધ પાલકને ના મળે.’
મહારાજાએ પૂછ્યું: ‘કુમાર, આવી વિરતિ-પરિણતિ આવા ઘોર પાપી જીવોને કેવી રીતે ઉત્પન્ન થાય? અથવા તો જે જીવોમાં સર્વવિરતિની પરિણતિ પ્રગટવાની યોગ્યતા રહેલી હોય, એવા સુયોગ્ય આત્માઓ, આવી પાપપ્રવૃત્તિમાં કેમ પ્રવર્તતા હશે?’
કુમારે કહ્યું: ‘પિતાજી, કર્મ-પરિણતિ વિચિત્ર હોય છે. બંધુલા અને ધનદત્તની પાપપ્રવૃત્તિ, કર્મના કારણે હતી, પરંતુ એ પ્રવૃત્તિ ‘અનુબંધ'વાળી ન હતી, માત્ર પ્રવૃત્તિ હતી. જો અનુબંધવાળી પ્રવૃત્તિ હોત તો તો તેઓ સર્વવિરતિની પરિણતિ પ્રાપ્ત ન કરી શકત... તેઓ બંનેએ આગમને અનુસાર, અતિચાર રહિત અને ભાવસભર વિરતિપરિણતિ પ્રાપ્ત કરી હતી, માટે તેમને ‘અનશન' કરવાનો ભાવ પ્રગટ્યો... શુભ ભાવોની ધારા વહેવા લાગી... અને તેમણે પહેલા સૌધર્મ દેવલોકનું આયુષ્યકર્મ બાંધી લીધું.’
‘વત્સ, હવે તારી વાત બરાબર સમજાઈ ગઈ... આવી સર્વવિરતિની પરિણતિ જ ભવનો વિચ્છેદ કરી શકે.'
ઉજ્જૈનીની શેરીએ શેરીએ એક આશ્ચર્યજનક બનાવની ચર્ચા ચાલી રહી હતી. ન બનવાનું બની રહ્યું હતું. પ્રસિદ્ધ ગણિકા સુંદરી, પોતાનું સર્વસ્વ લૂંટાવી રહી હતી. આ રૂપધામ તો ભારતનું સુપ્રસિદ્ધ વિલાસધામ હતું, જ્યાં દૂર દૂરના દેશોમાંથી ‘મોટા માણસો’ વાસનાની અગન બૂઝવવા આવતા. સુંદરી સાથેની એક મુલાકાત, જીવનનો સ્મરણીય પ્રસંગ બની જતો. અહીં ગાળેલી એક રાત, જીવનભરની મીઠી યાદ બની જતી. સંસારની સમૃદ્ધિ અહીં રેલાતી હતી. લોકો કહેતા કે જીવતા જીવ સ્વર્ગ જોવું હોય તો ઉજ્જૈનીની સુંદરીના રૂપધામમાં જવું.’
પેઢીઓથી આ રૂપધામ પ્રસિદ્ધ હતું. સુંદરી એવી રૂપસ્વામિની હતી કે જે રાજામહારાજા અને શ્રીમંત-સોદાગર સિવાય કોઈની સામે નજર પણ કરતી ન હતી. સુંદરીએ, એને મળેલા વિલાસધામનો ખૂબ વિકાસ કર્યો હતો. સમૃદ્ધિનો ખૂબ વિસ્તાર કર્યો હતો. એના બાગના એક પંખીની કિંમત ઉજ્જૈનીના એક શ્રીમંતના ધનનો શ્રી સમરાદિત્ય મહાકથા
૧૩:૩
For Private And Personal Use Only
Page #406
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરવાળો હતો. ઉદ્યાનના એક વૃક્ષ પાછળ એણે જેટલું ખર્ચ કર્યું હતું એટલું ખર્ચ માણસ પોતાની આખી જિંદગી પાછળ ન કરી શકતો.
સુંદરીએ પંખીનાં પિંજર ખુલ્લાં મૂકી દીધાં. મુક્ત પંખીઓ આકાશમાં ગીત ગાતાં હતાં. એણે પોતાનું મુખ્ય ભવન, નગરના તત્ત્વવેત્તાઓને “જ્ઞાનપરિષદ” માટે ભેટ આપ્યું. બીજા ભવનમાં એણે સદાવ્રત શાળા ખોલી. એક ભવન સાધુઓ-યોગીઓ માટે અર્પણ કર્યું. કેટલાક આવાસો એણે પોતાના દાસદાસીઓને ભેટ આપી દીધા. રાચરચીલું, સોનાની હીંડોળાખાટો, ચંદનના બાજોઠ, નકશીદાર પલંગો, સુવર્ણના પાલા, રજતનાં વાસણો અને હીરા-મોતીની ઝાલરો પાણીની મૂલે એણે વેચી નાખ્યાં...
સુંદરીએ એક વાર સમરાદિત્યને કહેલું “મહારાજ કુમાર, મારું નિર્માણ તમારામાં લય પામવાનું છે. દૂધમાં સાકર ભળે, એવું મારું ભાગ્ય છે. દૂધ દેખાશે, સાકર અદૃશ્ય થશે. સહુ કહેશે કે આ તો દૂધ છે. સાકર નથી. પણ જ્યારે દૂધ પીશે ત્યારે મને પ્રત્યક્ષ કરશે. કુમાર, તમારા ગીતમાં હું મારી વેદના અનુભવું છું. તમારી કંઠમાધુરીમાં અને શબ્દચાતુરીમાં હું મારી વ્યગ્રતા અનુભવું છું. તમારા આધ્યાત્મિક પદો સાંભળીને, મારા શૃંગાર પર મને વૈરાગ્ય થયો છે. જે દિવસે કુમાર તમે મહેલનો ત્યાગ કરશો ત્યારે તમારી આ દાસી આ મહાલયનો ત્યાગ કરશે અને તમારાં પદચિહ્નો પર ચાલવા લાગશે...'
લલિતાગે સુંદરીને, સમરાદિત્યના શયનગૃહમાં બનેલી ઘટનાના સમાચાર આપ્યા અને સુંદરી સફાળી ઊભી થઈ ગઈ. “હૈ મહારાજકુમારે આ જીવન બ્રહ્મચર્યવ્રત લઈ લીધું? એમની બે નવવધૂઓએ પણ એમનું અનુકરણ કર્યું? ધન્ય કુમાર... ને ધન્ય એ મુગ્ધા બે રાજપુત્રીઓ! કેવો અદ્ભુત ત્યાગી મારે પણ એ જ માર્ગ લેવાનો છે.” તેણે લલિતાંગને કહ્યું: ‘લલિત, આજથી સર્વ પુરુષો માટે આ રૂપધામ બંધ થાય છે. આજથી હું કોઈ પુરુષને મળીશ નહીં... સિવાય મહારાજ કુમાર, એ જ મારા ઉદ્ધારક છે. તારો ઉપકાર માનું છું, લવિત, તું જ એ મહાપુરુષને અહીં લઈ આવ્યો. મને પરિચય કરાવ્યો. ભલે લલિત, હું તારું બતાવેલું કામ ન કરી શકી.. હું કુમારને રાગી-વિકારી ના બનાવી શકી, પરંતુ કુમારે મને વૈરાગી બનાવી દીધી. ત્યાગનો શ્રેષ્ઠ માર્ગ મને ગમાડી દીધો...”
જ્યારથી બધાં દાસ-દાસીઓએ પોતાની સ્વામિની સંન્યાસિની બનવાની છે, એ વાત સાંભળી, ત્યારથી તેમની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસતાં હતાં. તેઓએ પણ ભેગાં થઈને, નિર્ણય કર્યો - “આપણે પણ સ્વામિનીની સાથે જ નવું જીવન સ્વીકારીશું. જે કષ્ટો સ્વામિની સહન કરશે, એ કષ્ટો આપણે સહન કરીશું.'
સુંદરીએ જોતજોતામાં કેટલુંય વેચી નાખ્યું, કેટલુંય અર્પણ કરી દીધું... અને કેટલુંય વહેંચી દીધું! સુંદરીને ખબર પડી કે “મારાં બધાં દાસ-દાસીઓએ પણ
ભાગ-૩ ક ભવ નવમો
૧૩૪
For Private And Personal Use Only
Page #407
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે, એણે બધાંને બોલાવીને કહ્યું:
તમને સહુને મારા પર પ્રેમ છે, એ વાત હું માનું છું, પરંતુ સન્યાસ લેવો, એ તમારા માટે યોગ્ય નથી, જૈનધર્મનો સંન્યાસ સરળ નથી, ખૂબ અઘરો છે. એમાં મહાવ્રતો પાળવાનાં હોય છે. મહાવ્રતો પાળવા માટે, દઢ મનોબળ જોઈએ. એવું મનોબળ તમારી પાસે ક્યાં છે? મનના ભાવો એકસરખા કોઈના ટકતા નથી... અને લીધેલાં મહાવ્રતો છોડી શકાતા નથી. માટે તમે ધીરજ રાખો. મહારાજકુમાર સમરાદિત્ય
જ્યારે ગૃહવાસ ત્યજી સંયમ ગ્રહણ કરે, ત્યારે તમે એમને પૂછજો કે “અમારા આત્મકલ્યાણનો માર્ગ બતાવો... અમને સદ્ગતિનો માર્ગ બતાવો.”
કોઈએ તર્ક કર્યો નહીં કે પૂછયું પણ નહીં કે “તમે આવા લોઢાના ચણા કેવી રીતે ચાવશો? મહાવ્રતો પાળવાં એટલે લોઢાના ચણા ચાવવા બરાબર છે.”
૦ ૦ ૦ સંધ્યા ઢળી ગઈ હતી. બધાં જ કાર્યો પૂર્ણ કરીને મહાલયના પશ્ચિમ દિશાના ઝરૂખામાં બેઠી હતી. ત્યાં લલિતાંગનો રથ મહાલયના પ્રાંગણમાં આવીને ઊભો. ઝડપથી લલિતાંગ નીચે ઊતર્યો. મહાલયનાં બે બે પગથિયાં સાથે ચઢીને, એ સુંદરીની પાસે આવીને ઊભો.
આવ, લલિતાંગ, શાંતિથી મારી સામે બેસ અને સ્વસ્થ બનીને વૃત્તાંત કહે.”
દેવી, મહારાજકુમારે સંસારવાસનો ત્યાગ કરવાની, મહારાજા પાસે અનુમતિ માગી. મહારાજાએ કુમારને તો અનુમતિ આપી, સાથે સાથે રાજા-રાણીએ અને બંને નવવધૂઓએ પણ ચારિત્ર લેવાનો નિર્ણય જાહેર કરી દીધો.
પ્રધાનોને બોલાવી, રાજ્યવ્યવસ્થા સમજાવી દીધી.
આવતી કાલે સારા મુહુર્ત મહારાજાના ભાણેજ અનિચન્દ્રકુમારનો રાજ્યાભિષેક કરવાનો નિર્ણય થયો.
જિનમંદિરોમાં મહોત્સવ શરૂ કરાવ્યાં. ક પૌરજનોનું સન્માન કરવામાં આવ્યું. સામંત રાજાઓને સન્માનવામાં આવ્યાં. ગુરુજનોનું પૂજન કરવામાં આવ્યું. જ નવવધૂઓનાં માતા-પિતાને બોલાવી લાવવા, પવનવેગી અશ્વોને મોકલવામાં આવ્યાં.
આ જ્ઞાની ગુરુદેવ પધારશે એટલે સહુ ચારિત્ર લેશે.”
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૩૯૫
For Private And Personal Use Only
Page #408
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
IY૧૨H
રાત્રિના સમયે સુંદરીએ વીરસેન તથા મહાશ્વેતાને ઊઠાડ્યાં. બંને ભરઊંઘમાં હતાં. હમણાંથી સુંદરી, સૂતેલાં દાસ-દાસીઓને ઉઠાડતી ન હતી. જે નાનું-મોટું કામ હોય તે સ્વયં કરી લેતી હતી અથવા બીજા દિવસ પર મુલતવી રાખતી. આવી પોતાની સ્વામિની, અડધી રાતે ઉઠાડે ત્યારે જરૂર કોઈ ઊંડું પ્રયોજન હોવું જોઈએ.
વિરસેન પથારીમાંથી બેબાકળો ઊભો થયો. એણે પડખે પડેલી તલવાર હાથમાં લીધી. તે પળવાર સુંદરી સામે તાકી રહ્યો.
સુંદરીએ કહ્યું: “મશાલ સળગાવ ને મારી સાથે ચાલ.”
મહાશ્વેતા પણ એકદમ સફાળી બેઠી થઈ. પોતાના શિથિલ કેશકલાપને ઉતાવળે બાંધતી, તે ઊભી થઈ. સુંદરીએ વહાલથી મહાશ્વેતાનો હાથ પકડ્યો. મહાશ્વેતા સુંદરીની લાડ લડાવેલી દાસી હતી. વૃક્ષ જેમ વેલીને આલિંગી રહે તેમ સુંદરી મહાશ્વેતાને આલિંગી રહી.
વીરસેન મશાલ પેટાવી આવી ગયો હતો. સુંદરીએ પોતાના માથે બાંધેલો રૂમાલ મહાશ્વેતાના ઉન્નત વક્ષ:સ્થળ પર બાંધ્યો. દાસી દોડીને, બીજો રૂમાલ લઈ આવી. એ રૂમાલ સુંદરીએ પોતાના મસ્તકે બાંધી લીધો, અને વિરસેન-મહાશ્વેતાની સાથે તે મહાલયના અંદરના આવાસ ભેદી આગળ વધી. એક નિર્જન ઓરડામાં પ્રવેશ કર્યો. દીવાલના પથ્થર પર એણે હાથ ફેરવ્યો ને એક મોટી શિલા બાજુમાં ખસી ગઈ. ત્રણ તાળાંવાળું લોઢાનું કમાડ દૃષ્ટિગોચર થયું. સુંદરીએ પોતાની કમર પરથી ચાવીનો ઝૂમખો કાઢ્યો અને તેનાથી તે કમાડ ખોલ્યું. દ્વાર ખૂલતાં ઠંડી હવાનો સુસવાટો આવ્યો. એ ક્ષિપ્રા નદીના પ્રવાહ પર થઈને આવતો હોય, તેમ લાગ્યું. વીરસેન અને સુંદરી આ ભૂમિનાં અજાણ્યાં ન હતાં. પરંતુ મહાશ્વેતા પહેલી જ વાર આવી હતી. સુંદરીએ તેને કહ્યું:
“મહાશ્વેતા, જેણે મને આ રૂપધામમાં રાખી હતી તે ગણિકા નયનતારા, અહીં રાજ્યના ખૂંખાર કેદીઓને રાખતી હતી.”
મહાશ્વેતાને આશ્ચર્ય થયું: “કેદીઓ? અહીં વળી કેદીઓ કેવા?”
“મહાશ્વેતા, પૂર્વે થઈ ગયેલા મહારાજાના સંક્તથી રાજકુમારોને, ગાદીના હકદારોને, ઉપદ્રવી સરદારોને, નયનતારા ફોસલાવીને, અહીં લઈ આવતી. એ રાત સુરા અને સુંદરીમાં ડુબાડીને, ત્રીજી રાતે અહીં ઘસડી લાવીને, આ જગ્યામાં પૂરી દેતી. રોજ સવાર-સાંજ અફીણનાં ડોડવાનો કાવો પીવા આપતી, પછી મીઠાઈઓ ખવડાવતી. આ રીતે રાજકીય દુશ્મનો અહીં કરુણ મોતે મરતાં. મરી ગયા પછી તેમના મૃતદેહોને 4369
ભાગ-૩ % ભવ નવમો
For Private And Personal Use Only
Page #409
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાછળના ભોંયરા દ્વારા ક્ષિપ્રા નદીના પ્રવાહમાં વહાવી દેવામાં આવતાં, આપણી આ રાજસેવાથી, સિંહાસન પર રાજા-મહારાજાઓ નિરાંતે રાજ કરતાં હતાં.
મહાશ્વેતા, મેં આ કામ બંધ કર્યું હતું અને અત્યારે પણ બંધ છે. આમાં મહારાજા પુરુષસિંહની કૃપા છે. તેઓ એક આદર્શ રાજા છે. ક્યારેય તેઓ સુરાને અડવા નથી કે સુંદરી સાથે સહશયન કર્યું નથી. પરંતુ મહાશ્વેતા, આપણે બીજા કામે અહીં આવ્યા છીએ.'
સુંદરી આગળ વધી. એક પથ્થરની કિનાર પર હાથ ફેરવ્યો ને એક નવું દ્વાર નીકળી આવ્યું. એવાં સાત દ્વાર વટાવીને, ત્રણે જણાં એક ઊંડા ભૂમિગૃહમાં જઈને ઊભાં, આ ગૃહોની રચના કરનાર સ્થપતિને ધન્યવાદ આપવાનું મહાશ્વેતાને મન થઈ આવ્યું. બધાં ભૂમિગૃહોમાં ઝાંખો પ્રકાશ અને ઠંડી હવાની લહરીઓ આવી રહી
હતી.
આના સ્થપતિને તું ધન્યવાદ આપે છે, પણ આ જ એનું દુર્ભાગ્ય છે. પછી એ સ્થપતિનાં હાડકાં અહીં જ પડે છે. આ ભૂમિગૃહોનો ભેદ બહાર પ્રગટ ન થાય તે માટે, એને અહીં જ મરવું પડે છે, અથવા જીવનભર અહીં કેદી બની રહેવું પડે છે.”
સુંદરીએ મહાશ્વેતાનો હાથ પકડી રાખ્યો હતો.. હજુ બે ડગલાં આગળ ચાલ્યાં ત્યાં અંદરના ભૂમિગૃહમાંથી ભયંકર ફુત્કાર સંભળાયા.
આ તો સાપના જે કુત્કાર છે.” મહાશ્વેતા ડરી ગઈ.
સાપનો જ ફુકાર છે.' સુંદરીએ કહ્યું. મહાશ્વેતાને પોતાના પડખામાં લઈ, તે આગળ વધી. દિવાલમાં જાડા બિલોરી કાચની નાની બારી હતી, સુંદરીએ મહાશ્વેતાને કહ્યું:
‘આ બારી ખોલીને, અંદર જો...” મહાશ્વેતાએ જોયું ને તેના મુખમાંથી ચીસ નીકળી ગઈ. વિરસેનની મશાલનું અજવાળું કાચ પર પડી રહ્યું હતું. અંદર ઓરડામાં પુરાયેલા, દક્ષિણના જંગલમાંથી આણેલા સાત મોટા નાગ, એ અજવાળાને પકડવા બારીની નીચેની ભીંત ઉપર ફેણ પછાડી રહ્યાં હતાં. એમની લીલીછમ ઝેરી આંખો, ભલભલા મર્દની છાતી તોડી નાખે તેવી ચમકતી હતી.
પાસે પડેલા એક જૂના માટલામાંથી વીરસેન દડા જેવું કંઈ લઈ આવ્યો. સુંદરીએ કાચની શીશી કાઢીને, એના પર કંઈક છાંટ્યું. વીરસેને એ બારી વાટે અંદર ફેંક્યું.
ચીં ચીં ચીં જેવો અવાજ થવા લાગ્યો. બધા સાથે નાગ એ ભક્ષ્ય પર તૂટી પડ્યાં. થોડી વાર એ ઉજાણી ચાલી, પછી બધા નાગ ધીરે ધીરે નિશ્ચેતન બની જમીન પર ઢળી પડ્યા. થોડી વાર સુંદરી વગેરે બહાર ઊભાં રહ્યાં. પછી વિરસેન એક નાનું દ્વાર ખોલી અંદર પેઠો. થોડી વારમાં બહાર આવ્યો... પરંતુ એનો દેખાવ ભયંકર બની ગયો હતો. એના એક હાથમાં સાતે નિર્જીવ સાપ ઊંધા લટકતાં હતાં. ભયંકર શ્રી સમરાદિત્ય મહાકથા
૧૩૯૭
For Private And Personal Use Only
Page #410
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ગારુડી જેવો એ દેખાવ જોઈ, મહાશ્વેતા છળી પડી. એ સુંદરીનો આશ્લેષ ગાઢ બનાવી રહી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીરસેને સાતે સાપને ક્ષિપ્રાનાં જળમાં વહાવી દીધા. હવે વિપુલ ધન-સંપત્તિની ચોકીદારીનું એમનું કામ પૂરું થયું હતું. સુંદરી મહાશ્વેતાને લઈ, એ ખંડમાં દાખલ થઈ. મહાશ્વેતાની આંખો હજી ચકળવકળ થતી હતી. રખેને ક્યાંય કોઈ સાપ ન હોય!
સુંદરી બોલી: ‘મહાશ્વેતા, અહીં બધા નાગ જ હતા. તેમના કણો હોવાનો સંભવ નથી. સંસાર તો નર અને માદા હોય તો જ વસે ને! એકલા પુરુષ નકામા, એકલી સ્ત્રીઓ નકામી. કુદરતે એકબીજાની ગરજનો કેવો ઘાટ ઘડ્યો છે!'
થોડી વારે મહાશ્વેતા સ્વસ્થ થઈ. એણે ચારે તરફ નજર ફેરવી... હીરા, માણેક, રત્નના ઢગલા, સોનું... રૂપું અને સોનામહોરોના ઢગલા.
સુંદરીએ કહ્યું: ‘મહાશ્વેતા, આ સાત પેઢીનું ધન છે. પણ આ ધન, લોહી અને આંસુનું છે. આમાંથી તમારે બાપ-દીકરીને જેટલું ધન જોઈએ તેટલું લઈ લો... બાકીનું હું આવતી કાલે મહારાજાને સોંપી દેવાની છું... છેવટે આ ધનના સ્વામી મહારાજા જ છે. કાલે કદાચ હું ન હોઉં તો... તમને કોઈ વાંધો ના આવે...’
મહાશ્વેતાને આશ્ચર્ય થયું: ‘દેવી, કોણ બાપ ને કોણ પુત્રી?’
‘મહાશ્વેતા, આ વીરસેન તારો પિતા છે... ને તું એની પુત્રી છે. મહાશ્વેતા, આ શાપિત ધન છે. તમારે જોઈએ તેટલું લો, પરંતુ પોતાની જાત માટે ઓછામાં ઓછું વાપરજો, બીજાના ભલા માટે વધુ ઉપયોગ કરજો. દુનિયામાં ીન-દુખિયાઓનો તોટો નથી...'
મહાશ્વેતા આંખોમાં આંસુ સાથે બોલી: ‘મારે આમાંથી કંઈ જોઈતું નથી. હું તમારી છું, તમે મારાં છો... જીવવું ને મરવું છે તમારા ખોળામાં... મારો જીવ અહીં મૂંઝાય છે... મને બહાર લઈ ચાલો...'
સુંદરી મહાશ્વેતાને લઈ બહાર નીકળી, વીરસેનને કહ્યું:
‘દ્વાર બંધ કરી દો. ચાવીઓ હમણાં તમારી પાસે રાખજો, આ વાત આપણે ત્રણ જ જાણીએ, કાલે ચાવીઓ હું જાતે મહારાજાને આપી આવીશ.
836
સુંદરીએ આ રીતે, બધું જ આપી દીધું.
મહાશ્વેતાને અને વીરસેનને, પોતાના મહાલયની પાછળનું ઉપવન આપ્યું હતું. ક્ષિપ્રા નદીના કિનારે પર્ણકૂટી બાંધીને, એ પિતા-પુત્રી રહેતાં હતાં. તે નર્યું ઉપવન હતું, સાપ અને મોરની ત્યાં વસ્તી હતી. ગાયો અને હરણ ત્યાં ફર્યા કરતાં હતાં. વનનો વાધ પણ કોઈક દિવસ ત્યાં આવતો ને ક્યારેક કોઈ નિર્ભય અભિસારિકાનાં ઝાંઝર પણ રણઝણી ઊઠતાં.’
થોડા દિવસ વીત્યાં.
For Private And Personal Use Only
ભાગ-૩ * ભવ નવમો
Page #411
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નગરનાં મંદિરોમાં પરમાત્મા ભક્તિના મહોત્સવ ચાલતાં હતાં. રાજમહેલમાં પ્રતિદિન અવિરત મહાદાન અપાતું હતું.
કારાવાસોમાંથી કેદીઓને છોડી મુકાયાં હતાં. છે માત્ર ગુરુદેવની રાહ જોવાઈ રહી હતી. આચાર્યદેવ પ્રભાસ ઉર્જનીમાં પધારવાના હતાં. તેમનાં ચરણોમાં મહારાજા, મહારાણી, મહારાજકુમાર સમરાદિત્ય... તેમની બે નૂતન પત્નીઓ વગેરે ચારિત્રધર્મ અંગીકાર કરી, સાધુ-સાધ્વી બનવાનાં હતાં.
સુંદરી પણ એ જ પ્રસંગની રાહ જોઈ રહી હતી. તે હવે મનની માયાનાં બંધન કાપી રહી હતી... કોઈ જાણતું ન હતું. પરંતુ તે સર્વસ્વનો ત્યાગ કરી, મહારાજ કુમાર સમરાદિત્યના ત્યાગમાર્ગે ચાલી નીકળવાની પૂર્ણ તૈયારી કરી ચૂકી હતી.
એ ઉપવનમાં પહોંચી. પર્ણકુટીની બહાર વીરસેન, જૂઈના મંડપો ઠીક કરી રહ્યો હતો. કોઈ જંગલી જાનવર આવીને, બગાડી ગયાં હતાં.
મહાશ્વેતા ક્યાં છે? વીરસેન,” સુંદરીને સામે જોઈ, વિરસેન ચમકી ગયો. તેણે સુંદરીને પ્રણામ કરીને કહ્યું: ‘ત્યાં એના મિત્રો પાસે છે...” લાંબો હાથ કરી વૃક્ષોનું વન બતાવ્યું. ત્યાં ઊભેલી મહાશ્વેતાને જોઈ, સુંદરી ત્યાં ગઈ.
અરે મહાશ્વેતા, કોણ છે તારા મિત્રો? ક્યાં છે? એકલી એકલી મિત્રો સાથે...” સુંદરી હસી પડી.
‘દેવી, તમે મારા મિત્રોને નથી જાણતાં? ચાલો, બતાવું. પેલું રહ્યું તિલકવૃક્ષ. કીડાવનમાં મૃગનયની સુંદરીના નયનકટાક્ષ વડે જે વિકસિત બન્યું હતું... આજે એ કરમાઈ રહ્યું છે. પેલું અશોકવૃક્ષ. એ મારું મિત્ર છે. એ હંમેશાં તમારાં ઝાંઝરના પાદપ્રહારથી ઉલ્લસિત બનતું હતું. ને હમણાં એ નિરાશાનું સરુવૃક્ષ બની ગયું છે... પેલું ઊભું છે બકુલવૃક્ષ... એ વૃક્ષને દેવી, તમે તમારા મદાન્વિત મુખના મદિરાના કોગળાથી વિકસ્વર બનાવેલું. અને પેલું કુરુબકવૃક્ષ જોયું? દેવી, પીનપયોધરા સુંદરીદેવીના ગાઢ આલિંગનથી એ નવપલ્લવિત થતું હતું. આજે એની દુર્દશા જુઓ... ઘણા દિવસોથી એને દેવીનું આલિંગન નથી મળ્યું.
દેવી, આ બધા મિત્રોને હું સમજાવી રહી હતી કે મિત્રો, દુનિયામાં માયા કોઈની થઈ છે કે થશે? નાહકના શા માટે દુઃખી થાઓ છો?” મહાશ્વેતા ખડખડાટ હસી પડી ને સુંદરીને ભેટી પડી.. મહાશ્વેતા...” જી, દેવી!'
એક અંતરની વાત કહું?” શ્રી સમરાદિત્ય મહાકથા
૧3:
For Private And Personal Use Only
Page #412
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘કહો!’
‘હું અંતરાત્માથી કુમાર સમરાદિત્યને સમર્પિત થઈ છું... એમની સાથે જ હું
ગૃહવાસ ત્યજીને, શ્રમણી બનીશ...’
‘પરંતુ શ્રમણી શા માટે બનવાનું?' ‘કારણ કે કુમારને ગમે છે.’ ‘તેથી તમારે શું?’
‘એમને જે ગમે તે કરવાનું.’
‘તેમને ખબર છે કે તમે એમની પાછળ ‘પ્રેમદિવાની’ છો?’
‘હું જાણતી નથી... છતાં કદાચ લલિતે વાત કરી હોય...!'
‘પરંતુ દેવી, મહારાજ કુમાર શા માટે ગૃહત્યાગ કરે છે?” શા માટે શ્રમણ બને છે? ‘શ્વેતા, તેઓ આ દુનિયાના જીવ નથી, મને તો બે-ચાર વારનો જ પરિચય છે. પરંતુ મને લાગ્યું કે આ દુનિયાના જીવ નથી... તેઓનું વિરાટ વ્યક્તિત્વ છે... તેઓ પરમ પ્રેમની મૂર્તિ છે... એમનો પ્રેમ વાસના નથી... ઉત્તેજના નથી... ઇષ્ટપ્રાપ્તિનો નથી... એ દિવ્યપ્રેમને મેં જાણ્યો છે... આખર, હું કોઈ જન્મથી ગણિકા નથી.’
હૈં?'
‘હા, હું પણ એક રાજકુમારી છું... મારા દુર્ભાગ્યે મને અહીં આ રૂપધામમાં લાવીને મૂકી છે... ‘નયનતારા' મારી સગી મા ન હતી. મારી પાલક માતા હતી... શ્વેતા, મારું સૌભાગ્ય કે મને કુમાર મળી ગયા... ઉપકાર પેલા લલિતનો. એ લઈ આવ્યો, કુમારને મારી પાસે...’
‘અને આજે કુમાર સ્વયં આવ્યો છે તારી પાસે સુંદરી.' પાછળથી કુમાર સમરાદિત્યનો અવાજ આવ્યો!’
સુંદરી ઊભી થઈ ગઈ... તે વિસ્ફારિત નયને કુમારને જોઈ રહી... તે ધ્રૂજી ઊઠી...
કુમારના મુખ પર સ્મિત હતું. તેમની આંખોમાં સ્નિગ્ધતા હતી. સુંદરી બોલી ઊઠો:
‘કુમાર, મને તમારા હૈયામાં સમાવી લો. તમારા ગીતના સૂરોમાં વણી લો. તમારા અંતરના તારમાં ગૂંથી લો...'
‘સુંદરી, ચાલ, તું નૃત્ય કર, હું સિતારના તાર રણઝણાવું છું.’
સુંદરીએ નૃત્યનો પ્રારંભ કર્યો.
કુમારે સિતારના તાર રણઝણાવ્યાં.
એક ઘટિકાપર્યંત સુંદરીનું નૃત્ય અને કુમારનું સિતારવાદન ચાલતું રહ્યું. બંને જાણે પરબ્રહ્મમાં લીનતા અનુભવી રહ્યાં હતાં...
૧૪૭૭
ભાગ-૩ * ભવ નવમો
For Private And Personal Use Only
Page #413
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુમારે સિતારને બાજુએ મૂકી. સુંદરી જમીન પર બેસી પડી. સુંદરી, અહીં નજીક આવ.'સુંદરી કુમારની સામે આવીને બેસી ગઈ. મેં સાંભળ્યું છે કે તેં તારું સર્વસ્વ ત્યજી દીધું? “એક વસ્તુ સિવાય.' “એ વસ્તુ કઈ?”
“મહારાજકુમાર, હું આપને ત્યજી શકી નથી, ત્યજી શકીશ નહીં.. આપના તરફ મારું અકલ્પિત આકર્ષણ થઈ રહ્યું છે. સમજાતું નથી કે કયા જનમનો સ્નેહ મને આપના તરફ ખેંચી રહ્યો છે?”
સમજાશે. એ બધું. પરંતુ તું જાણે છે ને કે સમગ્ર રાજપરિવાર ત્યાગમાર્ગે ચાલી નીકળવા તત્પર બન્યો છે?'
હાજી, મહારાજકુમાર!'. “તેં શો વિચાર કર્યો?
“આપનાં જ પદચિહ્નો પર ચાલવાનો. મારે તો ઘણાં પાપ ધોવાનાં છે. આ આત્માએ ઘણાં ઘણાં પાપ કર્યો છે...'
‘દેવી, પશ્ચાત્તાપથી એ બધાં પાપો ધોવાઈ જશે. જોકે ઘણાં પાપ ધોવાઈ પણ ગયાં હશે?'
કુમાર, જે દિવસે અને જે ક્ષણે આપ ગૃહત્યાગ કરો, એ જ દિવસે... ને એ જ સમયે હું પણ ગૃહત્યાગ કરીશ... આપ એ જ અપેક્ષા મારી પાસે રાખો છો ને?”
હા સુંદરી, આત્માનો, આત્મા સાથે સંબંધ જોડવા માટે એ જ શ્રેષ્ઠ ઉપાય છે. તારે તારા આત્માને પરમ વિશુદ્ધ, પરમાત્મા સ્વરૂપ બનાવવાનો પ્રયત્ન કરવાનો છે.” સુંદરી, તારી અને મારી જ્યોતમાં જ્યોત મળી જશે. એ જ સ્નેહની પૂર્ણતા છે.”
હું પણ એ જ ઇચ્છું છું...” પરંતુ માર્ગ સરળ નથી. દેહથી આત્માને જુદો કરવાનો ઉપાય કષ્ટમય છે....'
ગમે તેટલો કષ્ટમય હો, આપના સાન્નિધ્યમાં, હું દુનિયાભરનાં કષ્ટો સહન કરી શકીશ.'
તો ચાલ મારી સાથે, આજની રાત રાજમહેલમાં રહેવાનું છે. આવતી કાલે મહાપંથની યાત્રાએ જવાનું છે.
સુંદરીએ મહાશ્વેતા સામે જોયુંતેની આંખોમાંથી અવિરત અશ્રુધારા વહી રહી હતી. સુંદરી તેને ભેટી. એના મસ્તકે હાથ મૂક્યો. ને કુમારની પાછળ ચાલી નીકળી...
એક ગ્રીક શ્રી સમરાદિત્ય મહાકથા
૧800
For Private And Personal Use Only
Page #414
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[િ34]
ઉઘાનપાલકે મહારાજા પુરુષસિંહને નિવેદન કર્યું:
હે દેવ, પુષ્પકરંડક' ઉદ્યાનમાં “પ્રભાસ' નામના આચાર્યદેવ, અનેક શિષ્યોના પરિવાર સાથે પધારેલા છે. તેઓ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન - આ ચાર જ્ઞાન ધરાવે છે. યુવાન વય હોવા છતાં તેમની મુખાકૃતિ અવિકારી છે. બ્રહ્મચર્યનું તેજ એમના સુંદર મુખ પર છવાયેલું છે.”
મહારાજા પુરુષસિંહે ઉઘાનપાલકને સ્વર્ણહાર ભેટ આપ્યો અને નગરમાં ઉદ્દઘોષણા કરાવી:
પ્રિય નગરજનો, આજે પ્રશસ્ત તિથિ છે, પ્રશસ્ત મુહૂર્ત છે. આજે હું, યુવરાજ સમરાદિત્ય, મહારાણી, પુત્રવધૂઓ, અમાત્યો, સામંતો, શ્રેષ્ઠિનો અને નાગરિકો સાથે ગૃહવાસનો ત્યાગ કરી, જ્ઞાની આચાર્યદેવ પ્રભાસના વરદ હસ્તે સંયમ ધર્મનો સ્વીકાર કરીશ. બીજા પ્રહરના પ્રારંભમાં રાજમહેલથી જ સંયમયાત્રાનો પ્રારંભ થશે. સહુ નગરવાસીઓને પધારવા નિમંત્રણ છે.”
જેમ જેમ નગરમાં ઉદ્ઘોષણા થવા લાગી, તેમ તેમ હજારો સ્ત્રી-પુરુષો રાજમહેલના પ્રાંગણમાં ભેગાં થવા લાગ્યાં. રથો શણગારાવા લાગ્યા. વિવિધ વાજિંત્રો વાગવા લાગ્યાં. નૃત્યમંડળીઓ નૃત્ય કરવા લાગી. સ્તુતિપાઠકો મંગલ શ્લોકોનો પાઠ કરવા લાગ્યા. રાજપુરોહિતે પ્રયાણનું મુહૂર્ત નિવેદન કર્યું.
જે પ્રથમ રથમાં મહારાજા અને મહારાણી આરૂઢ થયાં.
ક બીજા રથમાં યુવરાજ સમરાદિત્ય અને એમની બે નવોઢા પત્નીઓ આરૂઢ થઈ.
ત્રીજા રથમાં ભારતની પ્રસિદ્ધ નૃત્યાંગના રૂપસુંદરી આરૂઢ થઈ. ચોથા રથમાં લલિતાંગ, અશોક અને કામાંકુર આરૂઢ થયાં. છે તે પછીના રથમાં મંત્રીવર્ગ હતો.
છે ત્યારબાદ શ્રેષ્ઠિઓ, નાગરિક સ્ત્રી-પુરુષો હતાં. વચ્ચે વચ્ચે નૃત્યમંડળીઓ નૃત્ય કરતી હતી.
નૂતન રાજા મુનિચન્દ્રકુમાર અસારૂઢ બની, મહારાજા પુરુષસિંહના રથની સાથે સાથે ચાલતાં હતાં.
1800
ભાગ-૩ ૪ ભવ નવમો
For Private And Personal Use Only
Page #415
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યુવરાજ સમરાદિત્યના રથમાં અઢળક સંપત્તિ ઠલાવાતી જતી હતી અને યુવરાજ નગરજનોને, અથજનોને ઉદારતાથી દાન આપે જતાં હતાં.
હજારો નગરવાસી સ્ત્રી-પુરુષો રાજપરિવારને જોઈ, લાખ લાખ ધન્યવાદ આપતાં હતાં.... ને વિસ્મય પામતાં હતાં.
અનેક મનુષ્યો, સુંદરીના ગૃહત્યાગને જોઈ, અતિ આશ્ચર્ય પામતાં હતાં અને વિરક્ત બનતાં હતાં. છે અનેક સ્ત્રી-પુરુષો બોધિબીજ પામતાં હતાં.
અનેક જીવોનાં ચિત્ત-પરિણામ વિશુદ્ધ બનતાં હતાં. છે લોકો વિપુલ કર્મનિર્જરા કરતાં હતાં.
કે દેવલોકમાંથી હજારો દેવો, પૃથ્વી પર ઊતરી પડ્યાં. તેઓએ ચારિત્ર ગ્રહણ કરનારા સહુનાં પૂજન-સત્કાર કર્યો. મહાન અભ્યદય થયો. સમગ્ર ઉજ્જૈની નગરી આનંદના મહાસાગરમાં ગરકાવ થઈ ગઈ.
શુભ મુહૂર્તે.આચાર્યશ્રી પ્રભાસે, સહુને ચારિત્રધર્મ પ્રદાન કર્યો... દેવોએ દિવ્ય ધ્વનિ કર્યો, પુષ્પવૃષ્ટિ કરી, જયજયારવ કર્યો.
મુનિચંદ્ર રાજાએ આચાર્યદેવની તથા નૂતન ચારિત્રવંતોની ભાવપૂર્વક સ્તવના કરી, પૂજન કર્યું. નગરીનાં સર્વ જિનાયતનોમાં અષ્ટાહ્નિકા મહોત્સવ પ્રવર્તાવ્યો. અમારિ-પ્રવર્તન કરાવ્યું.
અન્ય દેશોમાં જ્યાં જ્યાં આ સમાચાર પહોંચ્યા. સર્વત્ર હર્ષ આનંદ અને અનુમોદનાનાં પૂર ઊમટ્યાં... એકમાત્ર ચંડાળ ગિરિષણ આનંદ ન પામ્યો.
જનમ જનમ પોતાના શત્રુને મારવાની પ્રતિજ્ઞા કરનાર પેલો અગ્નિશર્મા... આઠમાં ભાવમાં વાનમંતર વિદ્યાધર બનેલો. મરીને તે સાતમી નરકમાં ગયેલો.
સાતમી નારકીમાંથી બહાર નીકળી, તે ભિન્ન ભિન્ન તિર્યંચગતિમાં જન્મ્યો ને મર્યો.. ક્રમશઃ એ આ જ ઉજ્જૈની નગરીમાં ત્યારે મનુષ્ય-જન્મ પામ્યો કે જ્યારે રાજમહેલમાં સમરાદિત્યનો જન્મ થયો હતો.
ઉજનીનગરીના ચંડાળોના મહોલ્લામાં “ગ્રંથિક' નામનો ચંડાળ રહેતો હતો. તે ચંડાળની યક્ષદેવા નામની પત્ની હતી. એ યક્ષદેવાએ એક પુત્રને જન્મ આપ્યો. તેનું નામ ગિરિષણ પાડવામાં આવ્યું.
ગિરિર્ષણ જન્મથી કદરૂપો હતો, જડ બુદ્ધિવાળો હતો, દુઃખી અને દરિદ્ર હતો.. છતાં એના મનમાં યુવરાજ સમરાદિત્ય પ્રત્યે ભયંકર દ્વેષની આગ સળગતી હતી. તે શ્રી સમરાદિત્ય મહાકથા
૧803
For Private And Personal Use Only
Page #416
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્યારેય સમરાદિત્યને મળ્યો ન હતો, વાતો કરી ન હતી... માત્ર દૂરથી ક્યારેક સમરાદિત્યને જોતો હતો. જોતાંની સાથે પૂર્વજન્મોથી ચાલી આવતી વેરભાવના જાગી ઊઠતી હતી. જ્યારે સમરાદિત્યનાં, દીક્ષા સમયે બહુમાન થયાં, દેવોએ એમની પૂજા કરી. નગજનોએ અપૂર્વ નેહ વરસાવ્યો. ત્યારે દૂર ઊભો ઊભો, દરિદ્ર ગિરિપેણ વિચારે છે:
આ નગરજનોની કેવી મુર્ખતા છે, કેવી મૂઢતા છે કે આ મૂર્ખ રાજપુત્રનું આવું મોટું બહુમાન કરે છે...! મારું ચાલે તો હમણાં જ આ દુષ્ટ કુમારને મારી નાખું... એ જલદી મારા લાગમાં આવતો નથી. એને પહેલી વાર જોયો હતો... ત્યારથી એને મારવાની પ્રબળ ઇચ્છા જાગી છે. એને મારી નાખીશ, ત્યારે જ મારા મનને શાંતિ થશે..”
યુવરાજ સમરાદિત્ય હવે મુનિ સમરાદિત્ય બન્યાં હતાં. ગરિકા-નૃત્યાંગના સંદરી, હવે શ્રમણી સુંદરી બની, શ્રમણી વૃંદમાં ભળી ગઈ હતી.
ગિરિર્ષણની ઇચ્છા ગિરિષણના મનમાં જ રહી ગઈ... અને આચાર્યશ્રી પ્રભાસે ઉજ્જૈનીથી વિહાર કરી દીધો.
૦ ૦ ૦ મુનિવર સમરાદિત્ય!
ગુરુદેવ આચાર્યશ્રી પ્રભાસનાં ચરણોમાં રહી, વિનયપૂર્વક જ્ઞાન-ધ્યાનમાં પ્રગતિ સાધવાં લાગ્યાં. ગુરુદેવની પર્યાપાસના કરતાં અને જ્ઞાન-ધ્યાનમાં નિરંતર આત્મા વિશુદ્ધિ કરતાં, કેટલાંય વર્ષો વીતી ગયાં. કે પૂર્વજન્મોની આરાધનાના યોગે.
વિશિષ્ટ ક્ષયોપશમના કારણે અને જ નિર્મળ બુદ્ધિ હોવાના લીધે, મુનિવર સમરાદિત્યે ૧૨ અંગોનું અધ્યયન કરી લીધું. શ્રમણજીવનની વિવિધ ધર્મક્રિયાઓ તેઓ અપ્રમત્તભાવે કરતાં રહ્યાં. ગુરુદેવે મુનિવર સમરાદિત્યને ઉપાધ્યાય-પદે સ્થાપિત કર્યા. તેઓને અનેક શિષ્યો થયાં.
વાચક સમરાદિત્ય'ના નામે તેઓ વિશેષ પ્રસિદ્ધિ પામ્યાં.
એક દિવસ તેઓએ અવધિજ્ઞાનના પ્રકાશમાં અયોધ્યાનું ‘શાવતાર' નામનું ચૈત્ય (દેરાસર) જોયું. પરમાત્મા ઋષભદેવની નયનરમ્ય પ્રતિમા જોઈ. અને તેઓએ શિષ્ય પરિવાર સાથે અયોધ્યા તરફ વિહાર કરી દીધો.
જ્યાં જે ગામ-નગરમાં સ્થિરતા કરવી યોગ્ય લાગે છે ત્યાં એક મહિનો સ્થિરતા કરે છે. ૧૪૪
ભાગ-૩ + ભવ નવમો
For Private And Personal Use Only
Page #417
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવ્ય જીવોને પ્રતિબોધ પમાડવા ધર્મોપદેશ આપે છે.
સાથે રહેલા સાધુઓનું યોગક્ષેમ કરે છે. તેઓને જ્ઞાન-ધ્યાનમાં પ્રવર્તાવે છે. કેટલાક સમયે તેઓએ અયોધ્યાનગરીને પાવન કરી. અયોધ્યાના હજારો નાગરિક સ્ત્રી-પુરુષોએ “વાચક સમરાદિત્યનું મહાવિભૂતિથી સ્વાગત કર્યું સ્વાગત સાથે તેઓ અયોધ્યાના મધ્ય ભાગમાં આવેલા સુંદર અને વિશાળ ઉદ્યાનમાં પધાર્યા, ત્યાં શક્રાવતાર' નામનું ભવ્ય જિનાલય હતું, જિનાલયની પાસે જ, સાધુઓને વિશ્રામ કરવાની, મૂકામ કરવાની જગ્યા હતી.
એ જિનાલયમાં પ્રવેશવા માટે કલાત્મક મણિમય પગથિયાં હતાં. એ કુંદપુષ્પ અને મોગરાનાં પુષ્પ જેવું, ગાયના દૂધ જેવું અને મુક્તાહાર જેવું, શરદના મેઘ અને ચંદ્ર જેવું ઉજ્વળ શેત હતું એ મંદિર.
જિનાલયની ચારે બાજુ કલ્પવૃક્ષોની પંક્તિઓ હતી.
* જિનાલયની પીઠિકા વિસ્તીર્ણ હતી, મજબૂત હતી અને મરક્ત મણિના પથ્થરોની હજારો શિલાઓથી એ બનેલી હતી.
મંદિરનાં ચારે દિશાઓનાં ચાર દ્વાર પર કલાત્મક તોરણો હતાં. ગગનસ્પર્શી શિખર હતું ને શિખર પર વિશાળ ધજા લહેરાઈ રહી હતી.
એ જિનાલયની ફરસ સોનાની બનેલી હતી. સોનાની ફરસમાં ભિન્ન ભિન્ન રંગનાં રત્નો અને મણિ જડેલાં હતાં. પથ્થરના થાંભલાઓ ઉપર પણ મણિ જડેલાં હતાં. એક એક સ્તંભ ઉપર વિવિધ હાવભાવ બતાવતી કલાત્મક પૂતળીઓ મૂકેલી હતી.
જ ગર્ભગૃહમાં અનેક રત્નદીપકો સળગી રહ્યાં હતાં. સળગતા સુગંધી ધૂપની સુગંધ સર્વદિશાઓમાં ફેલાઈ રહી હતી.
જ વિશાળ કમળની રચના પર ધર્મચક્રવર્તી ભગવાન ઋષભદેવની નયનરમ્ય પ્રતિમા બિરાજમાન હતી.
છે એ પ્રતિમાની સમક્ષ અનેક દેવ-દેવીઓ અને વિદ્યાધર સુંદરીઓ ભક્તિસભર હૃદયથી, મધુર ગીતો ગાઈ રહી હતી.
પરમાર્થ અને શુદ્ધ ભાવોથી ભરેલા ચારણમુનિઓ પરમાત્માની સ્તુતિ કરતાં હતાં. સ્તુતિના મધુર શબ્દો સાંભળીને, વિદ્યાધરો ભાવવિભોર બન્યાં હતાં.
એ સમયે વાચકશ્રી સમરાદિત્યે શિષ્ય પરિવાર સાથે એ “શાવતાર' જિનાલયમાં પ્રવેશ કર્યો. દેવ-દેવેન્દ્રોએ તેમને નમન કર્યું. તેઓએ ત્રિભુવન ગુરુ પરમાત્માનાં દર્શન કર્યા, સ્તુતિ કરી, ચૈત્યવંદના કરી. શ્રી સમરાદિત્ય મહાકથા
૧૪૫
For Private And Personal Use Only
Page #418
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
* ત્યાર પછી તેઓ વિશાળ મંદિરના એક નિર્જન ભૂમિભાગ પર જઈને બેઠા. ત્યાં તેઓનાં દર્શન-વંદન કરવા માટે અનેક ચારણ મુનિવરો અને અનેક વિદ્યાધર સ્ત્રી-પુરુષો આવવા લાગ્યાં. વાચકશ્રી સમરાદિત્યને વંદના કરી, એમની પાસે બેસવા લાગ્યાં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અયોધ્યાના મહારાજા પ્રસન્નચંદ્રને સમાચાર મળ્યા કે ‘શુક્રાવતાર ચૈત્ય' માં મહાત્મા સમરાદિત્ય શિષ્ય સમુદાય સાથે પધારેલા છે. તેઓ સમગ્ર રાજપરિવાર સાથે, વંદન કરવા શક્રાવતાર ચૈત્યમાં આવ્યા. સર્વપ્રથમ તેઓએ પરમાત્મા ઋષભદેવની પૂજા કરી. ત્યાર બાદ જ્યાં વાચકશ્રી સમરાદિત્ય બિરાજમાન હતાં, ત્યાં આવ્યાં. તેઓને ભાવપૂર્વક વંદના કરી અને વિનયપૂર્વક તેમનાં ચરણોની નજીક બેઠાં. વાચકશ્રી સમરાદિત્યે રાજાને ‘ધર્મલાભ’ આપ્યો. રાજા પ્રસન્નચંદ્રે વિનયથી પૂછ્યું:
'ગુરુદેવ, અહીં નાભિરાજાના પુત્ર ભગવાન ઋષભદેવ ‘પ્રથમ' ધર્મચક્રવર્તી સંભળાય છે. તો શું એમના પૂર્વે ધર્મ ન હતો? અને જો ધર્મ હતો એમના પૂર્વે, તો તેઓ પ્રથમ તીર્થંકર કેમ કહેવાય છે? હે ગુરુદેવ, આ પ્રશ્નનું સમાધાન કરવા કૃપા
કરશો?’
વાચકો સમરાદિત્યે કહ્યું: ‘હે સૌમ્ય રાજન, આ ભરત ક્ષેત્રમાં, આ અવસર્પિણીકાળમાં ભગવાન ઋષભદેવ પ્રથમ તીર્થંકર છે. ધર્મનું અસ્તિત્વ તો એમના પૂર્વે પણ હતું અને છે. આ મધ્યલોકમાં, માત્ર આ ભરત ક્ષેત્ર જ છે, એમ નહીં, આવા બીજાં ભરતક્ષેત્ર છે, બૈરવત ક્ષેત્ર છે અને મહાવિદેહ ક્ષેત્ર છે. ત્યાં પણ તીર્થંકરો થયા કરે છે... અનાદિ-અનંતકાળની આ શાશ્વત વ્યવસ્થા છે. તીર્થંકરો ધર્મતીર્થની સ્થાપના કરે જ અને જીવોને ધર્મોપદેશ આપતા રહે.’
મહારાજા પ્રસન્નચંદ્રે પૂછ્યું: ‘ભગવંત, શું આ ‘અવસર્પિણી’ કાળ દરેક ક્ષેત્રમાં હોય?'
‘ના, દરેક ક્ષેત્રમાં ન હોય. પાંચ ભરતક્ષેત્ર અને પાંચ ઐરવત ક્ષેત્રમાં જ અવસર્પિણી તથા ઉત્સર્પિણીકાળ હોય. એટલે કે પડતો કાળ અને ચઢતો કાળ આવા ભેદ હોય છે. પરંતુ મહાવિદેહ ક્ષેત્રમાં એકસરખો સારો કાળ હોય છે. તે ક્ષેત્રમાં (પાંચે મહાવિદેહ ક્ષેત્રોમાં) સર્વ કાળે તીર્થંકરો હોય, ચક્રવર્તી રાજાઓ હોય, વાસુદેવો અને બલદેવો હોય. ત્યાં સર્વ ફાળે જીવો મોક્ષ પામતાં હોય છે.
૧૪૦૯
હે રાજેશ્વર, પાંચ ભરતક્ષેત્ર તથા પાંચ ઐરવત ક્ષેત્રોમાં કાળ ચઢતો-પડતો હોય છે. ‘કાળચક્ર’ ફરતું રહે છે.
For Private And Personal Use Only
ભાગ-૩ ૪ ભવ નવો
Page #419
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
એક કાળચક્ર ૨૦ કોડાકોડી સાગરોપમ-કાળનું હોય છે.
તે કાળચક્રના મુખ્ય બે ભાગ હોય છે, ૧. ઉત્સર્પિણી, ૨. અવસર્પિણી, બંનેનો કાળ ૧૦ કોડાકોડી સાગરોપમનો હોય છે.
* ઉત્સર્પિણી તથા અવસર્પિણીની છ-છ પ્રકારની કાળપ્રરૂપણા કહેવામાં આવી છે: ૧. સુષમાસુષમા, ૨. સુષમા, ૩. સુષમદુષમા, ૪. દુમસુષમા, ૫. દુષમા અને ૯. દુષમાદુષમા. આને ‘છ આરા’ કહેવામાં આવે છે. હવે આ આરાઓનું કાળમાન બતાવું છું, તે તું એકાગ્રતાથી સાંભળ -
* પહેલો સુષમાકાળ ચાર કોડાકોડી સાગરોપમનો હોય છે.
* બીજો સુષમાકાળ ત્રણ કોડાકોડી સાગરોપમનો હોય છે.
* ત્રીજો સુષમદુષમાકાળ બે કોડાકોડી સાગરોપમનો હોય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* ચોથો દુષમ-સુષમાકાળ ૪૨ હજાર વર્ષ ન્યૂન એવા એક સાગરોપમ કોડાકોડી વર્ષનો હોય છે.
* પાંચમો દુષમાકાળ ૨૧ હજાર વર્ષનો હોય છે.
* છઠ્ઠો દુષમ-દુષમાકાળ પણ ૨૧ હજાર વર્ષનો હોય છે.
રાજા પ્રસન્નચંદ્રે પ્રશ્ન કર્યો:
‘ભગવંત, દરેક કાળમાં જીવોનાં આયુષ્ય, શરીરનાં પ્રમાણ વગેરે એકસરખાં હોય છે કે ઓછાંવત્તાં હોય છે?'
‘મહાનુભાવ, પહેલા આરાના પ્રારંભકાળમાં જીવો ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા હોય છે. તેમનું શરીર ત્રણ ગાઉનું હોય છે. તેઓને ૧૦ પ્રકારનાં કલ્પવૃક્ષો પાસેથી ઉપભોગ-પરિભોગની સામગ્રી વિના પરિશ્રમે પ્રાપ્ત થાય છે.’
‘ભગવંત, એ ૧૦ કલ્પવૃક્ષોનાં નામ બતાવવા કૃપા કરશો?’
૧. મત્સંગક. ૨. ભૂંગ. ૩. તૂર્ટીંગ, ૪. દીપ, ૫. જ્યોતિ, ૬. છત્રાંગ, ૭. ચિત્રરસ, ૮. મણિતાંગ, ૯. ગેહાકાર, ૧૦. અનગ્ન.
આ કલ્પવૃક્ષોનાં નામ છે, એમનાં કામ પણ સાંભળી લો. -
૧. મરંગક-કલ્પવૃક્ષ સુખદાયક મધુર પીણાં આપે.
૨. ભૂંગ-કલ્પવૃક્ષ ભાજનો આપે.
૩. સૂર્યંગ-કલ્પવૃક્ષ અનેક પ્રકારનાં વાજિંત્રો આપે.
૪. દીપ-કલ્પવૃક્ષ તેજ આપે.
૫. જ્યોતિ-કલ્પવૃક્ષ સદૈવ પ્રકાશ આપે.
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
૧૪૩
Page #420
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
5. છત્રાંગ-કલ્પવૃક્ષ પુષ્પમાળાઓ આપે. ૭. ચિત્રરસ-કલ્પવૃક્ષ સ્વાદિષ્ટ ભોજન આપે. ૮. મણિતાંગ - કલ્પવૃક્ષ શ્રેષ્ઠ આભૂષણો આપે. ૯. ગેહાકાર કલ્પવૃક્ષો મકાનો આપે, અને ૧૦. અનગ્ન - કલ્પવૃક્ષો ઘણાં પ્રકારનાં વસ્ત્રો આપે.
હે રાજન, સર્વજ્ઞ જિનેશ્વર ભગવંત કહે છે કે સ્ત્રી-પુરુષોને તેમના ઉપભોગ માટેની સામગ્રી, આ ૧૦ પ્રકારનાં અને બીજાં કલ્પવૃક્ષો પાસેથી પ્રાપ્ત થાય છે.
એ યુગલિક જીવોને ધર્મ અને અધર્મની વિશિષ્ટ બુદ્ધિ હોતી નથી,
આયુષ્ય ક્રમશઃ ઘટતું જાય છે. સુષમકાળના પ્રારંભે તેમનું આયુષ્ય બે પલ્યોપમનું હોય છે અને શરીર પ્રમાણે બે ગાઉનું હોય છે. ઉપભોગ-પરિભોગ પણ ઘટતો જાય
સુષમદુષમકાળ સુધી આયુષ્ય ઘટતું જાય છે. સુષમદુષમાના આરંભે એક પલ્યોપમનું આયુષ્ય હોય છે ને શરીર એક ગાઉ પ્રમાણ હોય છે. ધર્મ-અધર્મની પણ વિશિષ્ટ બુદ્ધિ હોતી નથી...'
મહારાજા પ્રસન્નચંદ્રે કહ્યું: “ભગવંત, અહીં માસકલ્પની સ્થિરતા કરવા કૃપા કરો, જેથી મારા જેવા અલ્પજ્ઞ અને આરંભ-પરિગ્રહમાં લીન જીવોને આપનો ધર્મોપદેશ સાંભળવા મળે, જ્ઞાનનો પ્રકાશ મળે અને વિરક્તિનો ભાવ મળે. ભગવંત, આપે મારા પર મહતી કૃપા કરી. હવે આપને ધર્મક્રિયાનો સમય થયો હશે... આવતી કાલે પુનઃ આપનાં દર્શન કરવા આવીશ...”
રાજાએ વિદાય લીધી... વાચકશ્રી સમરાદિત્ય પોતાની ધર્મક્રિયામાં પ્રવૃત્ત થયા.
૧80%
ભાગ-૩ * ભવ નવમાં
For Private And Personal Use Only
Page #421
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
100
ન દીહ્યાનું દીઠું, ન ભાળ્યાનું ભાળ્યું. એ ન ભાળ્યાના અને ન દીક્યાના મોહ ઉત્કટ હોય છે. મહારાજા પ્રસન્નચન્દ્રને એવું જ થયું. તેમણે અવધિજ્ઞાની મહાત્મા સમરાદિત્યને જોયા... અદ્ભુત રૂપ ઉપર સંયમની સુંદર શાલ ઓઢેલી હતી. મધ અને સાકર કરતાંય વધારે મધુર એમની વાણી ઉપર “ભાષાસમિતિ' અને વચનગુપ્તિ' ના શણગાર સજાયેલા હતા. રાજા પ્રસન્નચંદ્રના હૃદયસિંહાસન પર, મહાત્મા સમરાદિત્યની સ્થાપના થઈ ગઈ હતી.
મહારાજા બીજા દિવસે, સવારે એક પ્રહર પછી, રાજપરિવાર સાથે “શક્રાવતાર' જિનચૈત્યમાં પધાર્યા. સુંદર સમય હતો, સુંદર વાતાવરણ હતું, સુંદર હવા હતી અને સુંદર પ્રકાશ હતો.
પરમાત્માની સ્તવના કરતા એક જુવાને ઉપાડેલું ભક્તિગીત, આકાશની રમતીનાસતી વાદળીઓની જેમ વાતાવરણને ભરી રહ્યું હતું. મહારાજાએ રાજપરિવાર સાથે, પરમાત્માની સ્તવના કરી. ત્યારબાદ તેઓ વાચકશ્રી સમરાદિત્ય જ્યાં બિરાજમાન હતા, ત્યાં ગયાં.
“પત્થDU વંશ' કહીને તેઓએ ઉપાધ્યાય ભગવંતના અવગ્રહમાં પ્રવેશ કર્યો. ઘRામ!' આશીર્વાદનો ગંભીર ધ્વનિ સંભળાયો.
રાજપરિવારે વિધિપૂર્વક વંદના કરી, વિનયપૂર્વક સુખશાતા પૂછી અને ઉચિત જગ્યાએ આસન ગ્રહણ કર્યું.
ઉપાધ્યાય ભગવંતે તત્ત્વબોધનો પ્રારંભ કરતાં કહ્યુંઃ “હે મહાનુભાવ, ગઈ કાલે મેં તમને આ અવસર્પિણીકાળમાં જીવોની ક્રમશ: આયુષ્ય હાનિ અને શરીર હાનિ કેવી રીતે થાય છે, તે સમજાવ્યું હતું. તે જ વાતના અનુસંધાનમાં આજે વાત કરીશ. અવસર્પિણી કાળનો ત્રીજો આરો ઘણો વીતી ગયા પછી, તેના છેલ્લા ભાગમાં - આ બધી કળાઓ અને બધા શિલ્પ શીખવનાર, જ દેવોને પણ વંદનીય, ત્રણે લોકના બંધુ,
અજ્ઞાન અંધકારનો નાશ કરનાર.
ભવ્ય જીવોરૂપી કુમુદવનને પ્રતિબોધ કરનાર ચંદ્રમાન, પ્રથમ તીર્થંકર અહીં જન્મ લે છે!
પ્રથમ-આદિ તીર્થંકરથી જ વિવાહ આદિ ક્રિયાઓ પ્રવર્તે છે અને દાન, શીલ, તપ અને ભાવરૂપ ચતુર્વિઘ ધર્મનો પ્રારંભ થાય છે. શ્રી સમરાદિત્ય મહાકથા
૧BC
For Private And Personal Use Only
Page #422
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુષમ-સુષમાના આરંભકાળ સુધી આયુષ્ય અને શરીર ઘટતાં જાય છે. દુષમસુષમાના શરૂઆતના કાળમાં ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય અને ૫૦૦ ધનુષ્ય-પ્રમાણ શરીર હોય છે. કાળના પ્રભાવથી ઉપભોગ-પરિભોગ ઘટતા જાય છે. કલ્પવૃક્ષોના સ્વભાવ બદલાતા જાય છે. એટલું જ નહીં, શ્રેષ્ઠ ઔષધિઓમાં પણ રસાદિક ઘટી જાય છે.
છે હવે પછી તીર્થકર, ચક્રવર્તીઓ, વાસુદેવો ને બલદેવો ઉત્પન્ન થાય છે. ધર્મઅધર્મનું વિશેષ જ્ઞાન થાય છે.
ક દુષમકાળનો પ્રારંભ થતાં સુધી, આયુષ્ય અને શરીરપ્રમાણ નિરંતર ઘટતાં જાય છે. દુષમકાળમાં સો વર્ષ આસપાસનું આયુષ્ય અને સાત હાથની કાયા હોય છે. આ કાળમાં ઔષધિઓ, જમીનના રસ-કસ, બળ, બુદ્ધિ અને ભોગપભોગ ઘટતા જાય છે. ધર્મ-અધર્મનું વિશિષ્ટ જ્ઞાન ઘટતું જાય છે. આયુષ્ય અને શરીર પ્રમાણ દુષમ-દુષમના આરંભકાળ સુધી ઘટતાં જાય છે. મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા અને લોભનો પ્રભાવ જીવો પર વધારે પડે છે.
હે રાજેશ્વર, દુષમ-દુષમના આરંભકાળમાં ર૦ વર્ષની આયુષ્યકાળ અને બે હાથપ્રમાણ શરીર મોટા ભાગે હોય છે. અને દુષમ-દુષમકાળના છેડે ૧૬ વર્ષનું આયુષ્ય અને એક હાથનું શરીર હોય છે. એ સમયે અણગમતાં ઉપભોગ-પરિભોગથી જીવનનિર્વાહ કરવો પડે છે. ધર્મ-અધર્મનું જ્ઞાન નહીંવત્ રહે છે.
હે રાજન, આ અવસર્પિણીનું સ્વરૂપ છે. ઉત્સર્પિણી કાળમાં આ અવસર્પિણીથી ઊલટા ક્રમે બધું બને છે અને, આ રીતે કાળચક્ર' પ્રવર્તે છે. આ અવસર્પિણીમાં ભગવાન ઋષભદેવ પ્રથમ ધર્મચક્રવર્તી તીર્થંકર થયાં.”
રાજા પ્રસન્નચંદ્રે કહ્યું: “હે ભગવંત, આપે અમારી અજ્ઞાનતા દૂર કરી, આપે મારા ઉપર મહાન કૃપા કરી. હવે આપ મને અને સમગ્ર રાજપરિવારને હિતોપદેશ આપવાની કૃપા કરો.”
0 ૦ ૦ હે રાજેશ્વર, આ મનુષ્યજીવન મોક્ષબીજ વાવવા માટેનું શ્રેષ્ઠ ક્ષેત્ર છે. એ મોક્ષબીજ છે સમસ્વ. સમ્યગ્દર્શન. એ સખ્યત્ત્વ આત્મામાં આવ્યું હોય તો પાંચ લક્ષણ જોવા મળે.”
૧. પ્રથમ, ૨, સંવેગ, ૩. નિર્વેદ, ૪, અનુકંપા અને ૫. આસ્તિક્ય.
હે રાજન, આ મોક્ષબીજ આત્મામાં વવાઈ જાય એટલે અનાદિકાળની કર્મપરિણતિનો નાશ થતો જાય. અગ્નિથી જેમ ઈધન બળે તેમ આ સમ્યક્તથી કર્મો બને છે.
આ સમ્યક્ત શુભ આત્મપરિણામ-સ્વરૂપ હોય છે. આ સમ્યત્વ ચિંતામણિ રત્ન કરતાંય ચઢિયાતું હોય છે.
ભાગ-૩ ૪ ભવ નવમો
10
For Private And Personal Use Only
Page #423
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજા પ્રસન્નચંદ્ર વિનયથી પૂછયું “ગુરુદેવ, આ સમ્પર્વ આત્મામાં કેવી રીતે પ્રગટ થાય?'
રાજન, વિશિષ્ટ પ્રકારના કર્મક્ષયોપશમથી સમ્પર્વનો ગુણ પ્રગટ થાય છે. તે છતાં એનાં કેટલાંક આલંબન છે.
૧. વીતરાગ પરમાત્માનાં દર્શન, ૨. નિગ્રંથ સાધુપુરુષોનાં દર્શન. ૩. અહિંસામૂલક ધર્મનું શ્રવણ, ૪. ગુણાધિક પુરુષોના પરિચય, પ. ગુણોના એકાંતે પક્ષપાત, ૬. અનુકંપાની શ્રેષ્ઠ ભાવના, અને ૭. તથા ભવ્યત્વના પરિપાકથી સમ્યક્ત્વનો આત્મગુણ પ્રગટ થાય છે આત્મામાં. રાજાના રાજપુરોહિત ઇન્દ્રશર્માએ કહ્યું: “હે ભગવંત, આપે કહ્યું તે યથાર્થ જ છે. મારો પ્રશ્ન એ છે કે મોક્ષ એકાંતે સુખસ્વરૂપ છે, અને એને પામવાનું સંયમઅનુષ્ઠાન એકાંતે દુઃખરૂપ છે. તો એ કેવી રીતે શક્ય બને?”
‘મહાનુભાવ,' મહાત્મા સમરાદિત્યે ઇન્દ્રશર્માના પ્રશ્નનો ઉત્તર આપતાં કહ્યું : નીરોગિતા સુખરૂપ છે, એ પામવાનો ઉપાય જે ચિકિત્સા સેવન છે, તે દુઃખરૂપ હોય છે. જેમ કષ્ટમય ચિકિત્સાથી સુખમય આરોગ્યની પ્રાપ્તિ થાય છે તેમ કષ્ટમય સંયમ-અનુષ્ઠાનથી પરમ સુખમય મોક્ષની પ્રાપ્તિ થાય છે.
મહાનુભાવ, જોકે સંયમ-અનુષ્ઠાન પરમાર્થથી દુઃખરૂપ જ નથી કારણ કે પરમ શુભ પરિણામથી અને વિશુદ્ધ લશ્યાના સામર્થ્યથી સંયમ-આરાધના, સુખરૂપ લાગતી હોય છે.
नवि अस्थि रायरायस्स तं सुहं नेव देवरायस्स ।
जं सुहमिहेव साहुस्स लोयब्वावार रहियस्स ।। જે સુખ રાજરાજેશ્વરને કે દેવરાજ ઇન્દ્રને નથી હોતું તે સુખ, લૌકિક પ્રવૃત્તિઓથી મુક્ત સાધુપુરુષોને હોય છે. એટલે પરમ સુખમય મોક્ષની પ્રાપ્તિનો ઉપાય પણ સુખમય સંયમ-અનુષ્ઠાન જ છે. હે સૌમ્ય, સંયમ-અનુષ્ઠાનમાં ક્રમશઃ સાધુઓની તેજલેશ્યા કેવી વધતી જાય છે, તે અંગે સર્વજ્ઞ પરમાત્માએ જે ઉપમાઓ આપીને, સમજાવ્યું છે, તે હું તને સંભળાવું છું:
એક મહિનાનું સંયમ અનુષ્ઠાન કરનાર શ્રમણ, વાનમંતર દેવોની સુખલેશ્યાને ઉલ્લંઘી જાય છે.
કે બે મહિનાનું સંયમ અનુષ્ઠાન આરાધનાર શ્રમણ, ભવનવાસી (અસુરેન્દ્ર સિવાય) દેવોની સુખલેશ્યાને ઉલ્લંઘી જાય છે. શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧૧
For Private And Personal Use Only
Page #424
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રણ મહિનાનું સંયમપાલન કરનાર શ્રમણ, અસુરેન્દ્રકુમાર દેવોની સુખલેશ્યાને ઉલ્લંઘી જાય છે.
આ ચાર મહિનાનું સંયમપાલન કરનાર શ્રમણ, જ્યોતિષ્ક દેવોની (ગ્રહ-નક્ષત્રતારા) સુખલેશ્યાને ઉલ્લંઘી જાય છે.
પાંચ મહિનાનું સંયમપાલન કરનાર શ્રમણ, ચંદ્ર-સૂર્યની સુખ-લેશ્યાને ઉલ્લંઘી જાય છે.
આ છ મહિનાનું સંયમપાલન કરનાર શ્રમણ, સૌધર્મ અને ઇશાન દેવલોકના દેવોની સુખ-લેશ્યાને ઉલ્લંઘી જાય છે.
સાત મહિનાનું સંયમપાલન કરનાર શ્રમણ, સનકુમાર તથા માહેન્દ્ર દેવલોકના દેવોની સુખ-લેશ્યાને ઉલ્લંઘી જાય છે.
આઠ માસનું સંયમપાલન કરનાર શ્રમણ, બ્રહ્મલોક અને લાંતક દેવોની સુખલેશ્યાને ઉલ્લંઘી જાય છે.
છે નવ માસનું સંયમપાલન કરનાર શ્રમણ, મહાશુક અને સહસ્ત્રાર દેવલોકના દેવોની સુખ-લેશ્યાને ઉલ્લંઘી જાય છે.
જે દસ માસનું સંયમપાલન કરનાર શ્રમણ, આરણ અને અય્યત દેવલોકના દેવોની સુખ-લેશ્યાને ઉલ્લંઘી જાય છે.
અગિયાર માસનું સંયમપાલન કરનાર શ્રમણ, રૈવેયક દેવલોકના દેવોની સુખલેશ્યાને ઉલ્લંઘી જાય છે.
બાર માસનું સંયમપાલન કરનાર શ્રમણ, અનુત્તર દેવલોકના દેવોની સુખલેશ્યાને ઉલ્લંધી જાય છે.
ત્યાર પછી ઉત્તમોત્તમ શુક્લ-લેશ્યાવાળો બની, એ શ્રમણ મુક્તિ પામે છે, બુદ્ધ બને છે, સર્વ દુઃખોનો અંત કરે છે. આ રીતે, હે મહાનુભાવ, સંયમ-અનુષ્ઠાન દુઃખરૂપ નથી, સુખરૂપ છે, આ વાત સમજવી.' ઇન્દશર્માના મનનું સમાધાન થયું.
૦ 0 0 ઉપદેશ-શ્રવણ કરવા આવેલા ચિત્રાંગદ' નામના વિદ્યાધરે વિનયપૂર્વક પ્રશ્ન પૂણ્યો:
હે ભગવંત, કયા જીવો, કેટલા પ્રકારવાળું, કયું અને કેટલી સ્થિતિવાળું કર્મ બાંધે છે?” સમરાદિત્ય ભગવંતે કહ્યું:
હે ચિત્રાંગદ, ગુણસ્થાનકોની ભૂમિકાએ હું તને તારા પ્રશ્નનો ઉત્તર આપું છું. તું એકાગ્ર ચિત્તથી સાંભળ: ૧૨
ભાગ-૩ ૪ ભવ નવમો
For Private And Personal Use Only
Page #425
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧. સામાન્યથી જીવો, આયુષ્યકર્મ સિવાયનાં સાત કર્મ પ્રતિ ક્ષણ બાંધતા હોય
૨. આયુષ્યકર્મ, જીવાત્મા પોતાના જીવનમાં એક જ વાર બાંધે છે.
૩. “સૂક્ષ્મસંપરાય' નામના ગુણસ્થાનકે રહેલા આત્માઓ, આયુષ્યકર્મ તથા મોહનીયકર્મ સિવાયનાં છ કર્મ બાંધે છે.
૪. ઉપશાંત મોહ તથા ક્ષણ મોહ ગુણસ્થાનકે કેવળજ્ઞાનીઓ બે સમયની સ્થિતિવાળું એકમાત્ર શાતાવેદનીય કર્મ બાંધે છે.
૫. શૈલેશી પામેલા આત્માઓ કર્મબંધ કરતાં નથી.
૬. અપ્રમત્ત સંયમી આત્માઓ, કર્મોની ઉત્કૃષ્ટ ૮ મુહૂર્ત અને જઘન્ય અંતર્મુહૂર્ત કર્મસ્થિતિ બાંધે છે.
૭, પ્રમત્ત ગુણસ્થાનકે રહેલા આત્માઓ પાપભીરુ હોય, માયારહિત હોય, તે આત્માઓ જે કર્મ બાંધે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ૮ વર્ષની અને જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત હોય.
૮. સમ્યગ્દષ્ટિ આત્માઓ ગ્રંથિભેદ કર્યા પછી, કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતઃકોડાકોડી સાગરોપમથી વધારે બાંધતાં નથી.
૯. મિથ્યાષ્ટિ આત્માઓ ઉત્કૃષ્ટ કર્મસ્થિતિ ૭૦ કોડાકોડી સાગરોપમની બાંધતાં હોય છે.”
ચિત્રાંગદે કહ્યું: “હે ભગવંત, આપે મારી અજ્ઞાનતા દૂર કરી. મારા પર મોટો ઉપકાર કર્યો.”
મહારાજા પ્રસન્નચંદ્રે કહ્યું: “ભગવંત, જેવી રીતે પુષ્કરાવર્ત મેઘ વરસે ને પૃથ્વી નવપલ્લવિત બને, તેમ આપ વરસી રહ્યાં છો અમારી આત્મભૂમિ પર. હે ગુરુદેવ, અમે અમાપ હર્ષ અનુભવી રહ્યા છીએ.'
સમય થઈ ગયો હતો. રાજા વગેરે સ્વસ્થાને ચાલ્યા ગયાં.
ત્રીજા દિવસે મહાત્મા સમરાદિત્ય પાસે “અગ્નિભૂતિ' નામનો એક વિદ્વાન બ્રાહ્મણ આવ્યો. તેણે સર્વપ્રથમ જિનાલયમાં ભગવાન આદિનાથને વંદના કરી, પછી સમરાદિત્યને વંદના કરી, વિનયથી બેઠો. સમરાદિત્યે તેને “ધર્મલાભનો આશીર્વાદ આપ્યો. અગ્નિભૂતિએ વિનયથી કહ્યું:
“હે ભગવંત, મને વિશિષ્ટ દેવ, તેમની ઉપાસનાવિધિ અને ઉપાસનાનું ફળ કહેવા કૃપા કરશો?'
તે સૌમ્ય, અવશ્ય કહું છું. છે જેઓ વીતરાગ છે. શ્રી સમરાદિત્ય મહાકથા
૧૪૫૩
For Private And Personal Use Only
Page #426
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
** સર્વ દોષોથી મુક્ત છે. * પૂર્ણ જ્ઞાની છે.
* દેવ-દાનવ અને માનવોથી પૂજિત છે.
* મોક્ષમાર્ગના પ્રકાશક અને પ્રરૂપક છે.
♦ સર્વ જીવો પ્રત્યે હિતબુદ્ધિ રાખનારા છે.
* અચિંત્ય શક્તિના ધારક છે.
અચિંત્ય પ્રભાવવાળા છે.
• જેઓ જન્મ-મૃત્યુથી મુક્ત થયેલા છે.
• જેઓ કૃતકૃત્ય છે... જેમને સાધવાનું કંઈ બાકી નથી, તેઓ વિશિષ્ટ દેવ છે, દેવાધિદેવ છે. પરમાત્મા છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* જેમની વાણી, દરેક જીવો પોતપોતાની ભાષામાં સમજે છે.
* જેઓ જ્યાં જ્યાં વિચરે, એ ભૂમિ પ્રદેશમાં રોગ-ઉપદ્રવ દૂર થઈ જાય છે.
* જેમના સાન્નિધ્ય માત્રથી જીવોની ક્રૂરતા, વૈરભાવ દૂર થઈ જાય છે. * હે અગ્નિભૂતિ, આ વિશિષ્ટ દેવનું સ્વરૂપ છે. હવે તને આ દેવની ઉપાસનાવિધિ બતાવું છું.
* આવા દેવની ઉપાસના, તન-મન-ધનની શક્તિ મુજબ કરવી જોઈએ.
* કોઈ પણ ફળની આશા રાખ્યા વિના, ઉપાસના કરવી જોઈએ.
* અત્યંત વિશુદ્ધ ચિત્તથી, ઉપાસના કરવી જોઈએ.
* ઉચિત ક્રમથી, ઉપાસના કરવી જોઈએ.
* કોઈ પણ અતિચાર-દોષ ના લાગે એ રીતે ઉપાસના કરવી જોઈએ.
* એ દેવાધિદેવની આજ્ઞા અનુસાર,
* ધર્મનું અનુષ્ઠાન કરવું. * દાન દેવું.
* વિરતિધર્મનું પાલન કરવું.
* વિવિધ તપશ્ચર્યાઓ કરવી.
* શુદ્ધ ને શુભ ભાવનાઓ ભાવવી.
હે અગ્નિભૂતિ, આ બધી દેવાધિદેવની ઉપાસના છે. હવે એનું ફળ બતાવું છું -
* દેવાધિદેવની સુંદર ઉપાસના કરનાર મહાનુભાવ -
* પરલોકમાં દેવોનાં દિવ્ય સુખો પામે છે.
* અપ્સરાઓના દિવ્ય કામ-ભોગ પામે છે.
* દેવલોકનાં દિવ્ય મહાવિમાનો પ્રાપ્ત કરે છે.
१४१४
For Private And Personal Use Only
ભાગ-૩ * ભવ નવમો
Page #427
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
• અસંખ્ય વર્ષ સુધી દેવલોકમાં રહે છે.
* ત્યાંથી ચ્યવન પામીને, સારા ક્ષેત્રમાં ને સારા કુળમાં જન્મ પામે છે. * સુંદર રૂપ, નીરોગી કાયા, વિશિષ્ટ વૈભવ, વિચક્ષણ બુદ્ધિ. સદ્ધર્મની પ્રાપ્તિ આ બધું મેળવીને, છેવટે મુક્તિ પામે છે.’
'ભગવંત, ગઈકાલે ધર્મકથામાં આપ મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ - આ ચાર ભાવનાઓનું સ્વરૂપ સમજાવ્યું હતું. એ ચાર ભાવનાઓ કોઈ પણ જીવ ભાવી શકે કે યોગ્યતાસંપન્ન મનુષ્ય જ ભાવી શકે? તો એ કેવા પ્રકારની યોગ્યતા જોઈએ?' ‘અગ્નિભૂતિ, મૈત્રી વગેરે ચાર ભાવનાઓ, યોગ્યતાસંપન્ન મનુષ્ય જ ભાવી શકે: विवेकिनो विशेषेण भवत्येवार्थागमम् ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तथा गंभीरचित्तस्य सम्यग् मार्गानुसारिणः ।।
૧. મૈત્ર્યાદિ ભાવનાઓ ભાવનાર મનુષ્ય વિવેકી જોઈએ. કોઈ પણ વાતના પરમાર્થને જાણનાર જોઈએ. વળી, વિવેકી મનુષ્યનું ચિત્ત આ ચાર ભાવનાઓની બહાર જતું જ નથી હોતું.
૨. આ ચાર ભાવનાઓ, જ્ઞાનીપુરુષ જિનવચનના અનુસારે ભાવતો હોવો જોઈએ. ભાવનાઓનો જે ક્રમ બતાવેલો છે, એ ક્રમ મુજબ, એ ભાવનાઓ ભાવે.
૩. આ ચાર ભાવનાઓ ભાવનાર મહાનુભાવ ગંભીર ચિત્તવાળો જોઈએ. એટલે કે હર્ષ-વિષાદના વિકારોથી મુક્ત મનવાળો જોઈએ. અર્થાત્ એના હર્ષ-વિષાદના વિકારો ઘણા ઓછા થઈ ગયેલા હોય.
શ્રી સમરાદિત્ય મહાકથા
૪. આ ભાવનાઓ એ મહાત્મા ભાવી શકે જે શુદ્ધ નિવૃત્તિમાર્ગ પર રહેલો હોય. ભલે એ ચોથા-પાંચમાં કે છઠ્ઠા ગુણસ્થાનકે રહેલો હોય.
આ ચાર પ્રકારની યોગ્યતા, હે અગ્નિભૂતિ, હોવી જોઈએ.
For Private And Personal Use Only
૧૪૧૫
Page #428
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિવસના ચોથા પ્રહરનો પ્રારંભ થયો હતો. સૂર્ય પશ્ચિમ તરફ ઢળી ગયો હતો. શક્રાવતાર ચૈત્યના વિશુદ્ધ ભૂમિભાગ પર વાચકશ્રી સમરાદિત્ય શ્રમણવૃંદ સાથે જ્ઞાનોપાસનામાં લીન હતાં, એ વખતે બ્રાહ્મણ અગ્નિભૂતિએ વિનયપૂર્વક ત્યાં પ્રવેશ કર્યો. ઉપાધ્યાયથી સમરાદિત્યને વંદના કરી. ઉચિત આસને બેઠો.
ભગવંત, જો આપના શરીરે સુખાકારિતા હોય તો અને આપની આજ્ઞા હોય તો એક પ્રશ્ન પૂછું.' ‘પૂછી શકો છો, મહાનુભાવ.” ભગવત, વીતરાગ પરમાત્માને “સર્વ જીવોના હિત કરનારા' કહેવામાં આવે
“સાચી વાત છે...'
“પ્રભો, જે વિતરાગ હોય તેઓ પરમ મધ્યસ્થ હોય. અને જેઓ પરમ મધ્યસ્થ હોય, તેઓ કોઈના ઉપર ઉપકાર કરી ના શકે, તો પછી વીતરાગને “સર્વ જીવોના હિત કરનારા' કહેવાય નહીં.. છતાં કંઈ દષ્ટિથી, વીતરાગને “સર્વજીવ હિતકારી” કહેવામાં આવ્યા છે?'
“હે સૌમ્ય, સર્વજ્ઞ વીતરાગ તીર્થંકર પરમાત્મા જીવો ઉપર એક જ ઉપકાર કરે છે, તે છે મોક્ષમાર્ગરૂપ પરમાર્થની દેશના, એ અમોઘ દેશનાથી જીવોનો મહામોહ નાશ પામે છે. આ ઉપકાર, આ હિતકારિતા શું ઓછી છે? છે જે જીવોને ઇન્દ્રિયોનાં વિષયસુખો આપે છે, તે હિતકારી છે.
જે એ ઇન્દ્રિયોનાં વિષયસુખોનો મોહ છોડાવે છે, તે પરમ હિતકારી છે. હે અગ્નિભૂતિ, ખૂબ ગંભીરતાથી આ વાત સમજવાની છે. વીતરાગ ભગવંતનો ઉપકાર સમજવા નિર્મળ-પવિત્ર બુદ્ધિ જોઈએ, કે જે તમારામાં છે.
ફળપ્રાપ્તિનો મુખ્ય હેતુ વીતરાગનો ઉપકાર જેટલો નથી, એટલી એમની ઉપાસના છે. હું તને-બે ત્રણ દૃષ્ટાંતથી, આ વાત સમજાવું છું.
છે જેમ ચિંતામણિ રત્નની ઉપાસના કરવાથી ફળપ્રાપ્તિ થાય છે. છે જેમાં વિશિષ્ટ મંત્રોની ઉપાસના કરવાથી કાર્યસિદ્ધિ થાય છે.
જેમ અગ્નિની ઉપાસનાથી, કાર્યની સફળતા મળે છે, તેવી રીતે વીતરાગ પરમાત્માની ઉપાસના કરવાથી ફળપ્રાપ્તિ થાય છે.
ભાગ-૩ ભવ નવમો
૧૬
For Private And Personal Use Only
Page #429
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેવી રીતે ચિંતામણિ રત્ન, મંત્ર કે અગ્નિ, એમની ઉપાસના કરવાથી રાગી થતાં નથી, તુષ્ટમાન થતાં નથી... પ્રસન્ન થતાં નથી, પરંતુ એ ઉત્તમ દ્રવ્યો જ એવાં પ્રભાવશાળી છે કે એમની ઉપાસના કરવાથી ઇષ્ટફળની પ્રાપ્તિ થાય છે. એ ફળપ્રાપ્તિ “વ્યવહારનયથી વીતરાગથી જ થઈ, એમ કહી શકાય, માની શકાય.”
હે ભગવંત, આજે આ જિજ્ઞાસા શાંત થઈ. મારું ચિત્ત નિઃશંક બન્યુંઆપે મારા પર મોટી કૃપા કરી....... બ્રાહ્મણ અગ્નિભૂતિએ, બે હાથની અંજલિ અને મસ્તક જમીન પર ટેકવીને, વંદના કરી.
અગ્નિભૂતિ ચાલ્યો ગયો. સૂર્યાસ્ત થવાની તૈયારી હતી. સર્વે મુનિવરો પોતપોતાની ધર્મક્રિયાઓમાં પ્રવૃત્ત થયા.
૦ ૦ ૦. જ્ઞાન-ધ્યાનમાં પસાર થતા, દિવસ અને રાતેં ટૂંકી લાગે છે. એમાંય વાત્સલ્યવંત જ્ઞાની પુરુષોના સાન્નિધ્યમાં દિવસો ક્ષણ જેવડા અને મહિના દિવસો જેવડા તથા વર્ષ સપ્તાહ જેવડાં લાગે છે. નૃત્ય કરતા દિવસો, ગાતી રાતો અને સુખદ સાધના સાથે ઊગતાં સવાર-સાંજ જાણે ઊગ્યાં જ ન હોય એમ આથમી જતાં હોય છે!
રાત્રિનો પ્રથમ પ્રહર અડધો પસાર થયો હતો. સાધુઓ પ્રતિક્રમણ-સ્વાધ્યાય કરીને, ગુરુસેવા માટે, મહાત્મા સમરાદિત્યને વીંટળાઈને બેઠાં હતાં.
મુખ્ય શિષ્ય શ્રમણ મોહજિતે કહ્યું: “ભગવંત, અહીં શાન્તિ છે, નિરવતા છે, કુદરત પ્રફુલ્લ છે. અમને કોઈ તત્ત્વબોધ આપો, જ્ઞાનપ્રકાશથી અમારા હૃદય આલોકિત કરો...”
મહાત્મા સમરાદિત્યનો મધુર-ગંભીર ધ્વનિ પ્રગટ્યો: “હે શ્રમણો, તમારી જિજ્ઞાસા પ્રશસ્ત છે. અત્યારે હું તમને ‘ચરણસપ્તતિ' સમજાવીશ, કે જે આપણું જીવન છે. જે આપણી આરાધના છે. જે આપણાં કર્તવ્યો છે. અપ્રમત્ત બનીને સાંભળજો..”
સર્વે શ્રમણો અપ્રમત્તભાવે બેસી ગયાં સ્વચ્છ આકાશમાં ચંદ્ર પ્રકાશી રહ્યો હતો. ‘શક્રાવતાર' ચૈત્ય ચંદ્રની ચાંદનીમાં સવાંગીણ સ્નાન કરી રહ્યું હતું. મહાત્મા સમરાદિત્યનો ધ્વનિ ગુંજ્યો:
ચરણ-સપ્તતિ' એટલે ચારિત્રની ૭ વાતો! હું સંક્ષેપમાં તમને એ ૭૦ વાતો અત્યારે કહીશ.
૫ વ્રત, ૧૦ શ્રમણધર્મ, ૧૭ પ્રકારનો સંયમ, ૧૦ પ્રકારની વૈયાવચ્ચ, ૯ શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧૭
For Private And Personal Use Only
Page #430
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકારની બ્રહ્મગુપ્તિ, ૩ જ્ઞાનાદિ, ૧૨ પ્રકારનો તપ અને ૪ ક્રોધાદિનો નિગ્રહ. કુલ ૭) પ્રકાર થયા.
સર્વપ્રથમ પાંચ મહાવ્રત સમજાવું છું. પહેલું વ્રત છે, પ્રાણી વધથી વિરતિ.
ત્રસ અને સ્થાવર જીવોને અજ્ઞાનથી, સંશયથી, વિપર્યયથી, વેષથી, સ્મૃતિભ્રંશથી, યોગદુષ્મણિધાનથી, રોગથી અને ધર્મના અનાદરથી વધ કરવો, તે પ્રાણીવધ કહેવાય. તેનાથી વિરતિ’ કરવાની છે. અર્થાતું, સમ્યજ્ઞાન અને શ્રદ્ધાપૂર્વક હિંસાથી-વધથી નિવૃત્ત થવાનું છે.
બીજું વ્રત છે, મૃષાભાષણ વિરતિ.
મૃષાભાષણ એટલે પ્રિય, પથ્ય અને તથ્ય વચનનો પરિહાર, આ જ મૃષાવાદ છે. એનાથી વિરતિ પામવાની છે.
ભદંત, પ્રિય, પથ્ય અને તથ્ય વચનની પરિભાષા શું છે?' મુખ્ય શિષ્ય મોહજિતે પૂછ્યું.
વત્સ, જે વચન સાંભળતાં વેંત જ પ્રિય લાગે, તે વચન પ્રિય કહેવાય. જે વચન પરિણામે હિતકારી હોય તે પથ્ય કહેવાય, અને જે સાચું હોય તે તથ્ય કહેવાય. હે દેવાનુપ્રિયો, વચન સાચું હોવા છતાં વ્યવહારની અપેક્ષાએ અપ્રિય ન હોવું જોઈએ. વચન સાચું હોવા છતાં સ્વ-પરને અહિતકારી ના જોઈએ.
ત્રીજું વ્રત છે, અદત્તાદાન વિરતિ.
કોઈ પણ વસ્તુ એના સ્વામીની-માલિકની રજા વિના લેવી, તે અદત્તાદાન કહેવાય. તે અદત્ત ચાર પ્રકારનું હોય છે. ૧. સ્વામી અદત્ત, ૨. જીવ અદત્ત, ૩. તીર્થકર અદત્ત, ૪, ગુરુ અદત્ત.
પાટ-પાટલા વગેરે એના માલિકની રજા વિના લેવા. જે મનુષ્યની પોતાની ઇચ્છા વિના, એ મનુષ્યને દીક્ષા આપવી અથવા બીજી કોઈ સજીવ વસ્તુ ગ્રહણ કરવી.
આ તીર્થકર ભગવંતે જે ગ્રહણ કરવાનો નિષેધ કર્યો છે, તે ગ્રહણ કરવું. વિના વિશિષ્ટ કારણ આધાકર્માદિ ભિક્ષા લેવી વગેરે.
ગુરુની આજ્ઞા વિના, કંઈ પણ ગ્રહણ કરવું. આ ચારે પ્રકારનું અદત્ત ગ્રહણ નથી કરવાનું. ચોથું વ્રત છે, મૈથુન વિરતિ.
૧૫૮
ભાગ-૩ ૪ ભવ નવમો
For Private And Personal Use Only
Page #431
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્ત્રી અને પુરુષનું સંભોગ-કર્મ, તે મૈથુન કહેવાય. એ મૈથુન ક્રિયાથી વિરામ પામવાનું છે. એનો ત્યાગ કરવાનો છે.
પાંચમું વ્રત છે, પરિગ્રહ વિરતિ.
તીર્થંકરોએ નવ પ્રકારનો બાહ્ય પરિગ્રહ બતાવેલો છે: ધન, ધાન્ય, ક્ષેત્ર, વસ્તુ, રૂપ્ય, સુવર્ણ, કુષ્ય, દ્વિપદ, ચતુષ્પદ આ નવવિધ પરિગ્રહનો ત્યાગ કરી, આપણે શ્રમણ બન્યા. હવે આપણે આપણા શરીર ઉપર અને ધર્મોપકરણો પર પણ મમત્વ રાખવાનું નથી. વાસ્તવમાં, મમત્વ જ પરિગ્રહ છે.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવમાં આપણે મૂર્છા નથી રાખવાની. મૂર્છાથી આપણા પ્રશમસુખનો નાશ થાય છે. પ્રસન્નતા નષ્ટ થાય છે. આપણે તો મૂÁરહિત બની, અનુપમ પ્રશમસુખનો અનુભવ કરવાનો છે.
ધર્મની સાધના માટે ઉપયોગી વસ્ત્ર, પાત્ર વગેરે રાખવા છતાં, પણ મુનિ પરિગ્રહી નથી બનતો. નિર્મમ અને અનાસક્ત મુનિ, શરીરધારી હોવા છતાં પણ પરિગ્રહી નથી બનતો, તેવી રીતે વસ્ત્રાદિ ધારણ કરવા છતાં નિર્મમ અને અનાસક્ત હોવાથી પરિગ્રહી નથી બનતો.
હે મુનિવરો, આ પાંચ મહાવ્રત છે. પહેલા અને છેલ્લા તીર્થંકરના શાસનમાં પાંચ મહાવ્રત હોય છે. વચ્ચેના ૨૨ તીર્થંકરોના શાસનમાં ચાર મહાવ્રત હોય છે.
આ વ્રતો, સર્વ જીવવિષયક હોવાથી ‘મહાવ્રત' કહેવાય છે. પહેલા મહાવ્રતમાં સર્વ જીવોનો સમાવેશ થયેલો છે, બીજા અને છેલ્લા મહાવ્રતમાં સર્વ દ્રવ્યોનો સમાવેશ થયેલો છે.
આ રીતે પાંચ મહાવ્રતો સમજાવ્યાં. હવે ૧૦ પ્રકારનો શ્રમણધર્મ બતાવું છું: * પહેલો શ્રમણધર્મ છે ક્ષાન્તિઃ ક્ષાન્તિ એટલે ક્ષમા. તમારામાં શક્તિ હોય કે અશક્તિ, તમારા પર કોઈ શાબ્દિક કે શારીરિક આક્રમણ કરે, ત્યારે તમારે ક્રોધ નહીં કરવાનો. તમારે સમતાભાવે સહન કરવાનું. આ છે પહેલો શ્રમણધર્મ.
♦ બીજો શ્રમણધર્મ છે માર્દવ: માર્દવ એટલે નમ્રતા, મૃદુતા તમારા વિચારોમાં અને વ્યવહારમાં નમ્રતા જોઈએ. મૃદુતા જોઈએ.
ત્રીજો શ્રમણધર્મ છે આર્જવ: આર્જવ એટલે સરળતા. મન-વચન-કાયાથી માયા નહીં કરવાની, તમારા વિચારોમાં સરળતા જોઈએ. તમારી વાણી સરળ જોઈએ. તમારી કાયિકક્રિયાઓમાં સરળતા જોઈએ.
* ચોથો શ્રમણધર્મ છે મુક્તિ: મુક્તિ એટલે લોભથી મુક્તિ. બાહ્ય પદાર્થોમાં કે આંતરિક ભાવોમાં તૃષ્ણા નહીં રાખવાની, આસક્તિ કે મૂર્છા નહીં રાખવાની.
શ્રી સમરાદિત્ય મહાકા
For Private And Personal Use Only
૧૪૧૯
Page #432
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંચમો શ્રમણધર્મ છે તા: જેનાથી કર્મો નાશ પામે અને શરીરની ધાતુઓ તપે-તેનું નામ તપ. છ પ્રકારનો બાહ્ય તપ છે અને છ પ્રકારનો અભ્યતર તપ છે.
છઠ્ઠો શ્રમણધર્મ છે સત્યઃ મૃષાવાદનો ત્યાગ કરવાનો.
સાતમો શ્રમણધર્મ છે શૌચ: નિરતિચારપણે સંયમધર્મનું પાલન કરવું, વ્રતોને મલિન ન કરવાં, તે શૌચ છે.
આઠમો શ્રમણધર્મ છે આંકિંચન્ય: શરીર પર અને ધર્મોપ્રકરણો પર મમત્વ ન રાખવું.
આ નવમો શ્રમણધર્મ છે બ્રહ્મગુપ્તિ: બ્રહ્મચર્યની નવ વાડોનું પાલન કરવું ને સંયમમાં સ્થિર રહેવું.
દશમો શ્રમણધર્મ છે ત્યાગ: સર્વ સંગનો ત્યાગ કરી, નિઃસંગ બનવું. હે શ્રમણો, આ પ્રમાણે ૧૦ પ્રકારનો શ્રમણધર્મ તમને બતાવ્યો. હવે તમને ૧૭ પ્રકારનું સંયમજીવન બતાવીશ.
પાંચ પ્રાણાતિપાતાદિ આશ્રવોથી વિરામ પામવું. ચાર કષાયો પર વિજય મેળવવા સતત પુરુષાર્થ કરવો. આ ત્રણ અશુભ યોગો (મન-વચન-કાયાના)નો નિરોધ કરવો.
પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો. આ રીતે શ્રમણોએ સંયમનું પાલન કરવાનું છે. સંયમજીવનમાં ૧૦ પ્રકારના પુરુષોની પ્રસંગોચિત વૈયાવચ્ચ (સેવા) કરવી જોઈએ. એ ૧૦ પ્રકાર તમને હું ક્રમશઃ બતાવું છું.
૧. આચાર્ય, ૨. ઉપાધ્યાય, ૩. તપસ્વી (ઉત્કૃષ્ટ), ૪. શૈક્ષ (નૂતન દીક્ષિત), ૫. ગ્લાન (રોગી), ૯. સ્થવિર (વૃદ્ધ), ૭. સમનોજ્ઞ (એકસમાન સામાચારીવાળા સાધુઓ), ૮. સંઘ (સાધુ-સાધ્વી, શ્રાવક, શ્રાવિકા), ૯. કુલ (ઘણા સજાતીય ગચ્છોનો સમૂહ), ૧૦. ગણ (કુલોનો સમૂહ).
આ દશની, અન્ન-પાણી-વસ્ત્ર-પાત્ર-ઉપાશ્રય-પાટ-સંથારો વગેરે ધર્મસામગ્રી દ્વારા સેવા કરે. રગ વગેરેમાં દવા આદિની ઉપચારથી સેવા કરે. અટવીમાં ઉપસર્ગ વખતે સારી રીતે દેખભાળ કરવી. હવે હું તમને નવ પ્રકારની “બ્રહ્મચર્ય-ગુપ્તિની વાત કરું છું.
પહેલી ગુપ્તિ છે વસતિની: બ્રહ્મચારીએ સ્ત્રી, પશુ, નપુંસકરહિત વસતિમાં રહેવાનું છે. એવી રીતે જ્યાં દેવી, માનુષી ચિત્રો હોય, શિલ્પ હોય ત્યાં પણ બ્રહ્મચારીએ ન રહેવું જોઈએ.
ભાગ-૩ ૪ ભવ નવમો
૧૪૨0
For Private And Personal Use Only
Page #433
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* સ્ત્રી-પશુ-નપુંસકથી તથા વિકારોના દર્શનથી, બ્રહ્મચારીના મનમાં વિકારો ઉત્પન્ન થવાનો સંભવ રહે છે. તેથી બ્રહ્મચર્યને ક્ષતિ પહોંચે, માટે આવા સ્થાનમાં ન રહેવું જોઈએ.
* બીજી ગુપ્તિ છે સ્ત્રીકથાની: સાધુઓએ સ્ત્રીઓની સાથે એકાકીપણે વાતો ના કરવીં. કોઈની સાથે સ્ત્રીવિષયક વાર્તા ના કરવી જોઈએ. સ્ત્રીવિષયક દેશ, જાતિ, કુલ, વેશભૂષા, ભાષા, ગમન, વિલાસ, ગતિ, હાસ્ય કટાક્ષ, પ્રણય, કલહ... આદિ વાતો ન કરવી. શૃંગા૨રસ ભરપૂર સ્ત્રીકથા મુનિઓનાં મનને પણ વિકારી બનાવી શકે છે.
* ત્રીજી ગુપ્તિ છે આસનની: બ્રહ્મચારીએ સ્ત્રીઓની સાથે એક આસન પર ન બેસવું જોઈએ. જે જગ્યા પર સ્ત્રી બેઠી હોય તે જગ્યા પર બ્રહ્મચારીએ એક મુહૂર્તકાળ સુધી ન બેસવું જોઈએ.
* ચોથી ગુપ્તિ છે અંગદર્શન-ચિંતનની: બ્રહ્મચારીએ, સ્ત્રીનાં શરીરનાં અંગોનો અપૂર્વ વિસ્મયરસથી અને ચકિત લોચનથી ન જોવાં. તે અંગોપાંગનું ચિંતન પણ ના કરવું.
* પાંચમી ગુપ્તિ છે કુડચંતરની ભીંતની બીજી બાજુએ સ્ત્રી-પુરુષોનો પ્રેમાલાપ થતો હોય ને સંભળાતો હોય તેવી ભીંત પાસે બ્રહ્મચારીએ ન રહેવું, ન સૂવું.
♦ છઠ્ઠી ગુપ્તિ છે પૂર્વક્રીડાનું સ્મરણ: ગૃહસ્થજીવનમાં કરેલો સ્ત્રીસંભોગ, ઘુતાદિરમણ વગેરે યાદ ના કરવું. તે સ્મરણરૂપ ઇંધનથી કામાગ્નિ પ્રજ્વલિત થાય છે.
* સાતમી ગુપ્તિ છે અતિ સ્નિગ્ધ આહાર: બ્રહ્મચારીએ મધુરાદિ રસયુક્ત ભોજન ન કરવું જોઈએ. વીર્યવર્ધક સ્નિગ્ધ રસથી વીર્ય-ધાતુ પુષ્ટ થાય છે, તેથી વેદોદય-વાસના જાગે છે... તેથી જીવ અવિવેકી બની, અબ્રહ્મનું સેવન કરે છે.
* આઠમી ગુપ્તિ છે અતિ આહાર: બ્રહ્મચારીએ સ્નિગ્ધ તો નહીં જ, રૂક્ષ પણ અતિ આહાર ના કરવો. અતિ આહારથી પણ બ્રહ્મચર્યને ક્ષતિ થાય છે. શરીરને પીડા થાય છે.
* નવમી ગુપ્તિ છે શરીરવિભૂષા: શરીરે સ્નાન ન કરવું, વિલેપન ન કરવું, નખ-દાંત વગેરેની શોભા ના કરવી.
હે શ્રમણો, બ્રહ્મચર્યની રક્ષા માટેના, આ બધા ઉપાયો છે.
હે મહાનુભાવો, હવે તમને જ્ઞાન-દર્શન-ચારિત્ર - આ રત્નત્રયીની વાત કહું છું.
* જ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન અવબોધને જ્ઞાન કહેવાય છે.
* જીવ, અજીવ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ - આ સાત તત્ત્વોની શ્રી સમરાદિત્ય મહાકથા
૧૪૧
For Private And Personal Use Only
Page #434
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રદ્ધા, તેને દર્શન કહેવાય છે. “આ તત્ત્વો આ જ રૂપે છે.' એવી શ્રદ્ધા જોઈએ.
જ્ઞાન-શ્રદ્ધાપૂર્વક સર્વ પાપપ્રવૃત્તિઓનો ત્યાગ, તેને ચારિત્ર કહેવાય છે. ચારિત્ર બે પ્રકારે હોય છે, દેશચારિત્ર અને સર્વચારિત્ર.
હે શ્રમણો, હવે તમને બાર પ્રકારનો તપ બતાવું છું. છ પ્રકારનો બાહ્ય તપ છે: અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સંલીનતા, આ બાહ્ય તપ
પ્રાયશ્ચિત્ત, ધ્યાન, સ્વાધ્યાય, વિનય, વૈયાવચ્ચ અને કાયોત્સર્ગ - આ અત્યંતર તપ છે.
આ બંને પ્રકારના તપનો આદર કરવો જોઈએ.
હે મુનિવરો, હવે છેલ્લે તમને ચાર કષાયનો ત્યાગ કરવાની વાત કરી, અત્યારે ધર્મચર્ચા બંધ કરીશ.
જેનાથી જીવને સંસારમાં ભટકવું પડે છે, જન્મ-મરણ કરવાં પડે છે, તે “કષાય' કહેવાય છે. મુખ્ય ચાર કષાયો છે - ક્રોધ, માન, માયા અને લોભ. આ ચારે કષાયો પર વિજય મેળવવા પ્રયત્ન કરવો જોઈએ. આ કષાયોની સાથે સાથે નવ નોકષાયોનો પણ નિરોધ કરવો જોઈએ. હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ – આ નવ નોકષાયો છે.
હે શ્રમણો, આ રીતે તમને “ચરણ સપ્તતિની ૭ વાતો સમજાવી. આ વાતો જીવનમાં જીવવાની છે. જે શ્રમણ આ પ્રમાણે શ્રમણજીવન જીવે છે તે સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બને છે. પરમ સુખ અને પરમાનંદ પામે છે.”
શ્રમણ મોહજિતે કહ્યું: “હે ભગવંત, આપે અમારા પર પરમ અનુગ્રહ કર્યો. અમને જ્ઞાનનો પ્રકાશ આપ્યો. સંયમજીવનની આરાધનામાં ઉત્સાહ વધાર્યો. અમારો પ્રમાદ દૂર કર્યો.'
સહુ મુનિવરોએ વંદના કરી અને પોતપોતાના સ્થાને ગયાં.
૧૪૨૪
ભાગ-૩ જ ભવ નવમો
For Private And Personal Use Only
Page #435
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧GHT
સૂર્યોદય થઈ ગયો હતો.
શક્રાવતાર ચૈત્યની ચારે બાજુના ઉદ્યાનમાં બપૈયા, કોયલો અને બુલબુલ ટહુકવા લાગ્યાં હતાં, શ્રમણોના સ્વાધ્યાયના મૃદુ સ્વરો, હવાની લહેરી સાથે વહેતાં હતાં.
પ્રભુપૂજનનાં સુંદર વસ્ત્રો પહેરીને, પોતાના પરિવાર સાથે અયોધ્યાનો નવો શ્રાવક ધન-ઋદ્ધિ શાવતાર ચૈત્યમાં પ્રવેશ્યો. એણે ભગવાન ઋષભદેવની ભાવપૂર્વક પૂજા કરી. ત્યાર બાદ વાચકથી સમરાદિત્યનાં દર્શન-વંદન કરી, તેઓની સુખશાતા પૂછી, યોગ્ય સ્થાને બેઠો. ગુરુદેવે તેને “ઘર્મન્નામ' નો આશીર્વાદ આપ્યો.
ભગવન, એક જિજ્ઞાસા ચિત્તમાં પેદા થઈ છે. આજ્ઞા હોય તો પ્રગટ કરું.” “મહાનુભાવ, પૂછી શકો છો.' 'ભગવન, સાધુ-સાધ્વી સાવદ્ય-પાપોની વિરતિ, કરણ કરાવા અને અનુમોદન - આ ત્રણ પ્રકારે કરે છે, તેઓનો વિરતિધર્મ ત્રિવિધ-ત્રિવિધે હોય છે. હવે તેઓ શ્રાવકોને પાંચ અણુવ્રતો આપે તો તેઓને, શ્રાવક જે પાપોનો ત્યાગ નથી કરતો, તેમાં અનુમતિનો દોષ લાગે કે નહીં? કારણ કે અણુવ્રતોમાં તો શ્રાવક થોડાંક પાપોનો જ ત્યાગ કરતો હોય છે.”
મહાનુભાવ,” વાચકશ્રેષ્ઠ સમરાદિત્યે, ઘનઋદ્ધિ શ્રાવકના પ્રશ્નનો ઉત્તર આપવો શરૂ કર્યો.
જો સાધુ શ્રાવકને અવિધિથી અણુવ્રતો આપે, તો તારા કહ્યા મુજબ, તેને અનુમતિનો દોષ લાગે. પરંતુ જો સાધુ વિધિપૂર્વક, શ્રાવકને અણુવ્રતો આપે તો સાધુને અનુમતિનો દોષ નથી લાગતો.' શ્રેષ્ઠીએ પૂછ્યું: “ગુરુદેવ, વ્રતપ્રદાનમાં વિધિ શો હોય?”
ગુરુદેવે કહ્યું: “હે સૌમ્ય, સાધુની પાસે સુયોગ્ય આત્માઓ આવે ત્યારે સાધુ સર્વપ્રથમ અને સંસાર-વૈરાગ્યનો ઉપદેશ આપે, તેને દુઃખમય સંસારનું સ્વરૂપ સમજાવે.
આ ગૃહવાસ દુઃખરૂપ છે, દુઃખફલક છે.. દુઃખાનુબંધી છે.” એનો ધારદાર ઉપદેશ આપે. ત્યારબાદ દુઃખમય સંસારથી મુક્તિ અપાવનારા શ્રમણધર્મનો ઉપદેશ આપે. સાધુધર્મથી જ સંસારરોગનો અંત આવી શકે છે,’ આ સત્ય સારી રીતે સમજાવે. આ જીવલોકમાં વિના વિલંબે મોક્ષ સાધી આપનાર હોય તો આ સાધુધર્મ જ છે.” આ વાત, શ્રાવકના હૃદય સુધી પહોંચાડવા પ્રયત્ન કરે.. કે જેથી
શ્રાવકના હૃદયમાં શુદ્ધ ભાવ ઉત્પન્ન થાય. જ શ્રાવકના હૃદયમાં સંવેગ-વૈરાગ્ય ઉત્પન્ન થાય. શ્રી સમરાદિત્ય મહાકથા
૧૪૨૩
For Private And Personal Use Only
Page #436
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* ચારિત્રમોહનીય-કર્મનો ક્ષયોપશમ થાય.
* સાધુધર્મ ગ્રહણ કરવા માટે, આત્મવીર્ય ઉલ્લસિત થાય. છતાં, ચારિત્રધર્મનો ઉપદેશ સાંભળવા છતાં, શ્રાવકના, ગૃહસ્થના હૃદયમાં સાધુધર્મ ગ્રહણ કરવાના ભાવ ઉલ્લસિત ન થાય, તો તેને અણુવ્રતો સમજાવે અને જો શ્રાવક અણુવ્રતો ગ્રહણ કરવા ઉલ્લસિત બને તો સાધુ મધ્યસ્થભાવ ધારણ કરી, પ્રશસ્ત ક્ષેત્રમાં, પ્રશસ્ત કાળે, અને પ્રશસ્તભાવથી એ શ્રાવકને અણુવ્રત આપે. આ વિધિપૂર્વક અણુવ્રત આપ્યાં કહેવાય.'
‘ભગવન, આપે ‘મધ્યસ્થ મુનિ’ એવો શબ્દપ્રયોગ કર્યો... એ વાત ના સમજાઈ. કોઈ શ્રાવક-શ્રાવિકા વ્રતધર્મ ગ્રહણ કરે ત્યારે મુનિ મધ્યસ્થ રહે કે પ્રસન્ન થાય?’
‘મહાનુભાવ, જો સાધુધર્મ ગ્રહણ કરે તો સાધુ પ્રસન્ન થાય, પરંતુ અણુવ્રતો ગ્રહણ કરે તો મધ્યસ્થ રહે. ન રાજી થાય, ન નારાજ થાય, કારણ કે અલ્પ પ્રમાણમાં જ એ ગૃહસ્થ વ્રત લે છે... મોટા પ્રમાણમાં પાપ કરવાનાં ખુલ્લાં રાખે છે... તેમાં સાધુને રાજી શાને થવાનું? ગૃહસ્થ અણુવ્રત માગે છે. ને સાધુ મધ્યસ્થભાવ ધારણ કરીને, તેને વ્રત આપે છે, બસ, એટલું જ કરવાનું રહે છે.’
‘ગુરુદેવ, ભલે, મધ્યસ્થ રહે વ્રત આપનાર સાધુ, છતાં ગર્ભિત રીતે અનેક પાપો કરવાની અનુમતિ ગૃહસ્થને નથી મળી જતી? પાપોનો ત્યાગ તો બહુ જ અલ્પ (અણુ) કરે છે.’
‘હું ધનઋદ્ધિ શ્રાવક, એક ઉપનયથાથી, આ વાત તમને હું સમજાવું છું. કથાના માધ્યમથી ગહન તત્ત્વજ્ઞાન સમજવું સરળ બની જતું હોય છે...
વસંતપુર નામનું નગર હતું.
તે નગરના રાજાનું નામ જિતશત્રુ હતું. રાજા ન્યાયી હતો, પરાક્રમી હતો અને પ્રજાપ્રિય હતો.
તે રાજાની રાણીનું નામ હતું ધારિણી, ધારિણી શીલવંતી નારી તો હતી જ, સાથે સાથે અનેક કલાઓમાં નિપુણ હતી. તેમાંય નૃત્યકળામાં એ બેજોડ હતી. પરંતુ એ રાણી માત્ર રાજાની આગળ જ નૃત્ય કરતી હતી.
રાજા અને રાણી શતરંજમાં મશગૂલ થઈ ગયાં હતાં. જેઠ મહિનાનો અકળાયેલો વાયુ આચ્છાદનોમાં ફફડાટ બોલાવતો હતો. પાંજરામાં પુરાયેલા બુલબુલે અને દૂર ઉદ્યાનમાં બેઠેલી કોકિલાએ કૂજન કરવા માંડ્યું હતું. આછાં આછાં વસ્ત્રોમાં સજ્જ થયેલી સૌન્દર્યલતા જેવી રાણી એકાએક હર્ષાવેગથી ઉશ્કેરાઈ ગઈ. એ અચાનક ઊભી થઈ ગઈ... તેણે નૃત્ય આરંભી દીધું! એણે બાંધેલો ઊંચો અંબોડો જાણે કામદેવના શરટંકારની તૈયારી બતાવતો હતો. તેણે અંબોડામાં નરગીસ ને ગુલાબ ગૂંથ્યા હતાં. આંખોમાં કીમતી સુરમો આંજ્યો હતો અને પગની પાનીએ મેંદીનો રંગ લગાડ્યો હતો.
૧૪૪
For Private And Personal Use Only
ભાગ-૩ ૪ ભવ નવમો
Page #437
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાણીના અદ્ભુત નૃત્યને જોઈ રાજાએ કહ્યું: “દેવી, કંઈક માંગો.' મારા દેવ, શું માગું? તમારી કૃપાથી મારે કોઈ વાતની કમી નથી.”
પ્રિયે, કંઈ પણ માગો. કંઈક આપીશ ત્યારે જ મારા મનને શાન્તિ થશે..” રાણીએ ક્ષણભર વિચાર કરીને કહ્યું: “સ્વામીનાથ, કૌમુદીની રાત્રિમાં અંતઃપુર સ્વેચ્છાથી નૃત્યાદિ મહોત્સવ કરે - તે માટે અનુમતિ આપો.'
રાજાએ સહર્ષ અનુમતિ આપી.
કૌમુદી મહોત્સવનો દિવસ આવ્યો. રાજાએ નગરમાં ઘોષણા કરાવી - “આજે સૂર્યાસ્ત પછી કોઈ પણ પુરુષે નગરમાં રહેવાનું નથી. સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી, બધા પુરુષોએ નગરની બહાર રહેવાનું છે. તે છતાં જો કોઈ પુરુષ રાત્રે નગરમાં રહેશે તો રાજા તેને દેહાંતદંડની સજા કરશે.'
પ્રજા જાણતી હતી કે “રાજા ઉગ્ર સજા કરનારા છે એટલે સૂર્યાસ્ત પહેલાં જ પુરુષો નગરની બહાર નીકળી ગયાં. સહુને ખબર પડી ગઈ હતી કે, “આજે રાત્રે અંતઃપુરની રાણીઓ નગરના ચોકમાં આવીને, નગરની સ્ત્રીઓ સાથે નાટારંભ કરવાની છે..” દર્શક હશે માત્ર મહારાજા.”
આ નગરમાં ધનશ્રેષ્ઠિના છ પુત્રો હતાં. યે પુત્રોને દુકાનનું કામ પૂરું કરતાં વાર લાગી. સૂર્યાસ્ત થઈ ગયો. જ્યારે એ છ પુત્રો નગરના દરવાજે પહોંચ્યાં ત્યારે દરવાજા બંધ થઈ ગયાં હતાં. એ છયે પુત્રો ગભરાયાં.
એક ભાઈએ કહ્યું: “શું કરીશ? કોટવાલને કહીને, નગરનો દરવાજો ખોલાવીએ.”
બીજા ભાઈએ કહ્યું: “ના, ના, કોટવાલ તુંડમિજાજી છે. આપણે તો ઘરે ચાલો. ઘરમાં છુપાઈને રહીશું.”
ત્રીજા ભાઈએ કહ્યું: “સાચી વાત છે. મહારાજાને ક્યાંથી ખબર પડવાની છે? આપણી હવેલી મોટી છે.... છુપાઈને રાત પસાર કરી દઈશું...'
છયે ભાઈઓ એમના ઘરે ગયાં, પરંતુ મહોલ્લાની એક વૃદ્ધાએ આ ભાઈઓને ઘરમાં જતાં જોઈ લીધાં. તેઓ ઘરમાં છુપાઈ ગયાં...
રાત્રે નગરના ચોકમાં અંતઃપુરની રાણીઓ, શ્રેષ્ઠ વસ્ત્રાલંકારો પહેરીને આવી ગઈ. નગરની પણ સેંકડો સ્ત્રીઓ સુંદર વસ્ત્ર-અલંકારો ધારણ કરીને આવી હતી. રાતભર નાટારંભ ચાલ્યો. અંતઃપુરની રાણીઓએ ધરાઈને, મહોત્સવ માણ્યો, મધ્યરાત્રિપર્યત મહોત્સવ ચાલ્યો. ત્યારપછી અંતઃપુરની સાથે રાજા રાજમહેલમાં ગયો. રાણી ધારિણી અવારનવાર મહારાજા સામે જોઈ લેતી હતી. એ પૂછવા ઇચ્છતી હતી કે અમારો કૌમુદી ઉત્સવ કેવો લાગ્યો? સ્વામીનાથ?” અને રાજાએ, શયનગૃહમાં પ્રવેશતાં જ રાણીના નૃત્યની પ્રશંસા કરી:
દેવી, આજે કૌમુદી ઉત્સવમાં તેં અદ્દભુત નૃત્ય કર્યું.'
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૪૫
For Private And Personal Use Only
Page #438
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધારિણી અત્યંત પ્રસન્ન થઈ ગઈ.
નગરમાં તપાસ કરો કે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરી, કોઈ પુરુષ રાત્રિમાં નગરમાં રહ્યો ન હતો ને?' રાજાએ પોતાના ગુપ્તચર સેવકોને આજ્ઞા કરી. ગુપ્તચરો, નગરની શેરીએ શેરીએ ફરી વળ્યા. દરેકે દરેક રાજમાર્ગ પર તપાસ કરવા લાગ્યાં.
ધનશ્રેષ્ઠિની શેરીમાં પેલી વૃદ્ધાએ ગુપ્તચરોના કાનમાં કહી દીધું - “આ ધનશ્રેષ્ઠિના છ પુત્રો રાતે ઘરમાં છુપાઈને રહ્યાં હતાં.” ગુપ્તચરોએ ધનશ્રેષ્ઠિના છ પુત્રોને પૂછ્યું: તમે રાત્રે ઘરમાં જ રહ્યાં હતાં?' “હા... ઘરમાં જ રહ્યાં હતાં.' મહારાજાની આજ્ઞા તમે નહોતી સાંભળી?”
સાંભળી હતી, અમે ગામની બહાર જવા નીકળ્યાં હતાં, પરંતુ થોડા મોડા પડેલા તેથી દરવાજા બંધ થઈ ગયેલા એટલે ઘરમાં જ રહેવું પડેલું...'
ચાલો, તમારે મહારાજા પાસે ચાલવું પડશે.”
ચાલો...' ધનશ્રેષ્ઠિના છયે પુત્રોને મહારાજા પાસે લઈ જવાયાં. મહારાજાને ગુપ્તચરોએ બધી વાત કરી.
ધનશ્રેષ્ઠિના આ છયે પત્રોનો વધ કરો. એમણે રાજાજ્ઞાનો અનાદર કર્યો છે.”
ધનશ્રેષ્ઠિ સાથે જ આવેલાં હતાં. તેમણે આંખોમાં આંસુ સાથે રાજાને પ્રાર્થના કરી:
મહારાજા, મારા પુત્રોનો અપરાધ ક્ષમા કરો.” ધનશ્રેષ્ઠિ, તમે જાણો છો કે અપરાધીઓને હું ક્યારેય ક્ષમા આપતો નથી.' “તો મહારાજા, મારા આ છ પુત્રોના બદલે હું સજા ભોગવી લઉં... આ મારા છયેને મુક્ત કરો.'
એ ના બને શ્રેષ્ઠી, જેણે ભૂલ કરી, તેને જ સજા થાય, તમે નિરપરાધી છો, તમને સજા ન થઈ શકે.'
“મહારાજા, છોકરાઓ છે, પહેલવહેલી ભૂલ કરી છે. કૃપા કરો. એમને ક્ષમા આપો. હું અનાથ બની જઈશ. અસહાય બની જઈશ...ધનશ્રેષ્ઠિ રડી પડ્યાં... પરંતુ રાજાનું હૃદય દ્રવિત ના થયું. શ્રેષ્ઠીએ કહ્યું :
મહારાજા, છ પુત્રોમાંથી કોઈ એકને સજા કર, પાંચને ક્ષમા આપવાને દયા કરો.” “એ ના બને.”
તો બે પુત્રોને સજા કરો. ચારને ક્ષમા આપો.” “એ પણ ના બને.” ૧૪૩
ભાગ-૩ + ભવ નવમો
For Private And Personal Use Only
Page #439
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તો ત્રણને સજા કરો... ત્રણને ક્ષમા આપો.' એ શક્ય નથી.” તો બે પુત્રોને.” શક્ય નથી.”
મહારાજા, તો મારા એક પુત્રને તો ક્ષમા આપો.. મારો વંશ તો રાખો. મને નિર્વશ ના કરો... નહીંતર છ પુત્રોની સાથે હું પણ આપઘાત કરીને મરીશ.'
“ભલે, હું તમારા સૌથી મોટા પુત્રને ક્ષમા આપી દઉં છું. મોટા પુત્રને રાજાએ મુક્ત કર્યો. બાકીના પાંચ પુત્રોનો વધ કરાવી દીધો. વાચકશ્રી સમરાદિત્યે ધન-ઋદ્ધિ શ્રાવકને કહ્યું:
હે મહાનુભાવ, ધનશ્રેષ્ઠિને છયે પુત્રો પર સમાન પ્રેમ હતો, રાજાએ, શેઠની વિનંતીથી એક પુત્રને ક્ષમા આપી, એનો અર્થ એમ થયો ખરો કે શેઠે પાંચ પુત્રોને મારી નાખવાની અનુમતિ આપી?
ઘન-ઋદ્ધિ શ્રાવકે કહ્યું: “એમ તો ના કહેવાય, ગુરુદેવ.” હે મહાશાવક, હવે હું તને આ કથાનો ઉપનય બતાવું છું – કે રાજા એટલે શ્રાવક, આ છ શ્રેષ્ઠિપુત્રો એટલે ષજીવનિકાયના જીવો.
શ્રેષ્ઠી એટલે સાધુ. પજીવનિકાયના જીવોને બચાવવાની સાધુની વાત શ્રાવક ન જ માને તો, જેટલું માને તેટલું મનાવી લેવા, સાધુ ઉપદેશ આપે. છેવટે અણુવ્રતરૂપ એક પુત્રને બચાવી લેવાની વાત પણ સાધુ માની લે છે.”
ધનઋદ્ધિ શ્રાવકે કહ્યું: “ભગવંત, હવે વાત સમજાઈ ગઈ.. પરંતુ અણુવ્રત આપવામાં અવિધિ કોને કહેવાય?”
મહાનુભાવ, સાધુધર્મનો ઉપદેશ આપ્યા વિના, સીધો જ અણુવ્રતોનો ઉપદેશ આપવો, એ અવિધિ કહેવાય...” “યથાર્થ છે આપની વાત... આપે મારી જિજ્ઞાસાનું સમાધાન કરવાની મહાન
કૃપા કરી.
ધનઋદ્ધિ શ્રાવકે શ્રી સમરાદિત્યને વંદના કરી, અને તેઓ પોતાના સ્થાને ગયો.
આ ધર્મકથામાં અયોધ્યાનો પ્રસિદ્ધ સાર્થવાહ અશોકચંદ્ર પણ આવીને બેઠો હતો. ધનઋદ્ધિના ગયા પછી અશોકચંદ્ર ઉપાધ્યાયશ્રી સમરાદિત્યને વંદન કરી, વિનયથી
પૂછ્યું.
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૪૭
For Private And Personal Use Only
Page #440
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘ભગવંત, ઘણા સમયથી એક પ્રશ્ન મારા મનને મૂંઝવે છે... આપની આજ્ઞા હોય
તો પૂછું.’
‘પૂછી શકો છો, સાર્થવાહ.’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘ભગવંત, કેટલાક મનુષ્યો હિંસા કરે છે, અસત્ય બોલે છે, ચોરી કરે છે... વ્યભિચારી છે... કષાયી છે... અનેક પાપક્રિયાઓમાં પ્રવૃત્ત છે, ધર્મવિરુદ્ધ આચરણ કરનારા છે, છતાં તેઓને ઇષ્ટ-પ્રિય પદાર્થોની પ્રાપ્તિ થતી જોઉં છું. વિશાળ ભોગસુખો ભોગવતા જોઉં છું અને દીર્ઘ આયુષ્ય ભોગવતા જોઉં છું. જ્યારે બીજા કેટલાક જીવો એટલાં બધાં પાપ નથી કરતા, મામૂલી પાપ કરતા હોય છે, છતાં તેઓને નિર્ધન બનતા, અને અપયશ પામતા જોઉં છું - આમ કેમ?’
શ્રી સમરાદિત્ય બોલ્યા:
‘મહાનુભાવ, તારો પ્રશ્ન સુયોગ્ય છે. એનો ઉત્તર એકાગ્ર ચિત્તે સાંભળજે. કર્મપરિણતિની વિચિત્રતા જ આમાં મુખ્ય કારણ છે. જે જીવો તુચ્છ હોય છે, દુર્ગતિગામી હોય છે, ભવાભિનંદી હોય છે, આત્મકલ્યાણના માર્ગથી વિમુખ હોય છે, તેવા જીવોને પૂર્વજન્મોમાં ઉપાર્જિત ‘પાપાનુબંધી પુણ્ય' ઉદય થવાથી ઇષ્ટ અને પ્રિય પદાર્થોની પ્રાપ્તિ થાય છે. એ પદાર્થોના ભોગોપભોગથી એ જીવો નવાં પાપકર્મ બાંધે છે અને મરીને દુર્ગતિમાં ચાલ્યા જાય છે.
૧૪
હે સાર્થવાહ, જે જીવો સંસાર પ્રત્યે વૈરાગી હોય છે, પાપોથી પરાર્મુખ હોય છે, સદ્ગતિગામી હોય છે. ધર્મ પ્રત્યે આદરવાળા હોય છે, અને જેઓ પુણ્યાનુબંધી પુણ્યના ઉદયવાળા હોય છે, એ જીવોને, ઇષ્ટ ધર્મસામગ્રીની પ્રાપ્તિ થાય છે. એ ધર્મસામગ્રી દ્વારા એ જીવો પુણ્યાનુબંધી પુણ્યને બાંધે છે. અને સદ્ગતિમાં જાય છે. પરંપરાએ તેઓ મુક્તિનાં સુખ પામે છે...’
હે મહાનુભાવ, આવા ઉત્તમ આત્માઓને આ વર્તમાન જીવનમાં પુણ્યકર્મનો ઉદય ન હોવાથી ભૌતિક સુખો નથી મળતાં, છતાં તેઓ ઉદ્વિગ્ન નથી બનતાં, સંતાપ નથી કરતાં. તેઓ એમ સમજે છે કે ‘આપણને ધર્મપુરુષાર્થ કરવાનો સારો અવસર મળ્યો... વધુ ને વધુ ધર્મપુરુષાર્થ કરી લઈએ.’
અશોકચંદ્રે હર્ષિત-પુલકિત વદને કહ્યું: ‘હે ભગવંત, આપે મારા મનનું સમાધાન કર્યું. મારા પર પરમ કૃપા કરી, હે ભગવંત, આપે અયોધ્યામાં પધારીને, મારા જેવા અનેક પામર જીવોનો ઉદ્ધાર કર્યો છે. હે ભગવંત, હું સર્વવિરતિમય સાધુજીવન તો સ્વીકારી શકવા સમર્થ નથી, પરંતુ પાંચ અણુવ્રત, મને આપવા કૃપા કરો.’
ભગવાન સમરાદિત્યે અશોકચંદ્ર સાર્થવાહને અણુવ્રત આપ્યાં. તે પ્રસન્નચિત્તે સ્વસ્થાને ગયો.
For Private And Personal Use Only
ભાગ-૩ ૪ ભવ નવમો
Page #441
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[[
]
અયોધ્યાને ધર્મ-યૌવન આવ્યું હતું.
જ્યારથી શાવતાર ચૈત્યમાં વાચકશ્રેષ્ઠ સમરાદિત્ય પધાર્યા હતાં ત્યારથી અયોધ્યાનાં સ્ત્રી-પુરુષોની જબાન પર એક જ વાત હતી. “જે પૂછવું હોય તે અવધિજ્ઞાની મહાત્મા સમરાદિત્યને પૂછો. તેઓ ભૂત-ભાવી અને વર્તમાનના-ત્રણે કાળના જ્ઞાતા છે! તમારા પૂર્વજન્મોને પણ કહી આપે છે, તમારા ભવિષ્યના ભેદ પણ ખોલી નાખે
અને હજારો ભક્ત સ્ત્રી-પુરુષો શક્રાવતાર ચૈત્ય તરફ પ્રતિદિન જાય છે. અવધિજ્ઞાની મહર્ષિનાં દર્શન કરે છે, વંદન કરે છે, એમના ઉપદેશનું શ્રવણ કરે છે. ધન્યતા અનુભવે છે, કૃતાર્થતા અનુભવે છે. જેને જે કંઈ પૂછવું હોય તે અનુકૂળ સમયે પૂછી લે છે.
શ્રેષ્ઠી ત્રિલોચને પૂછયું: ‘ભગવંત, અભયદાન અને ઉપષ્ટભદાનમાં સામાન્યથી ચડિયાતું દાન કર્યું ગણાય?” શ્રી સમરાદિત્ય મહર્ષિએ કહ્યું:
મહાનુભાવ, તારા પ્રશ્નનો ઉત્તર એક કથા-પ્રસંગથી તને આપું છું, જેથી સરળતાપૂર્વક તું સમજી શકીશ.
બ્રહ્મપુર નામનું નગર હતું.
કુશધ્વજ નામનો રાજા હતો અને એ રાજાની ચાર રાણીઓ હતી: કમલુકા, તારાવલી, ચિત્રાવલી અને ગોદાવરી. રાજા એ ચાર અગ્ર મહિષીઓની સાથે, છૂત-ક્રીડા કરી રહ્યો હતો.
મનુષ્યના જીવનમાં રોજિંદા કોઈને કોઈ આઘાત-પ્રત્યાઘાત આવ્યાં કરતાં હોય છે. સવશે સુખી તો કોઈ મનોજય કરનારા યોગી પુરુષો હશે. રાજા કુશધ્વજ એ બધા આઘાત-પ્રત્યાઘાતોને રમવામાં, ખેલવામાં.... શેતરંજ કે ઘોડેસવારીમાં ભૂલી જતો. બીજે દિવસે તે હતો એવો તાજો થઈ જતો.
ત્યાં રંગમાં ભંગ પડ્યો.
એક સૈનિક એક ચોરને દોરડાથી બાંધીને, ત્યાં લઈ આવ્યો. એ ચોરના શરીર પર ચાબુકના ઘા વાગેલાં હતાં. તેને મજબૂત રીતે બાંધેલો હતો. સૈનિકે મહારાજાને કહ્યું:
“હે મહારાજા, આ ચોર છે. પરદ્રવ્યની ચોરી કરતાં આ પકડાયો છે....”
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૪
For Private And Personal Use Only
Page #442
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એને વધસ્થાને લઈ જઈ, મારી નાખો!” રાજાએ ગુસ્સાથી કહ્યું.
જેવી આપની આજ્ઞા.” સનિકે ચોરને કહ્યું : “ચાલો વધસ્થાને... ત્યાં તારા સો વર્ષ પૂરાં થઈ જશે!'
ચોર કંપી ઊઠ્યો. મૃત્યુના ભયથી થરથરી ગયો. તેણે દીન દૃષ્ટિથી રાજા સામે જોયું, પછી ત્યાં બેઠેલી રાણીઓ સામે જોયું. ચોર રડવા લાગ્યો. રાજાએ પૂછ્યું: “તેં અપરાધ કરેલો છે, હવે કેમ રડે છે?”
“મહારાજ, હું અભાગી છું. મનના મનોરથ મનમાં રહી ગયાં, ને હવે મરી જવાનો સમય આવ્યોચોરી પણ ના કરી શક્યો અને સુખો પણ ના ભોગવી શક્યો.'
ચોરની દીનતાભરી વાણી સાંભળીને, ચારે રાણીઓનાં મન દ્રવિત થઈ ગયાં. રાણીઓએ રાજાને કહ્યું: “હે સ્વામીનાથ, અમારી પ્રાર્થના છે કે આ પુરુષના મનોરથ અપૂર્ણ છે, એને અત્યારે મારી ના નાખો. જો આપ અમને ચારને અનુમતિ આપો તો અમે આ પુરુષના થોડા મનોરથ પૂર્ણ કરીએ. પછી આપની ઇચ્છા મુજબ એ પુરુષનું જે કરવું હોય તે કરજો.' રાણી કમલુકાની વાત રાજા ક્યારેય પણ ટાળતો ન હતો. કમલુકા પટ્ટરાણી હતી અને રાજાને અતિ પ્રિય હતી. રાજાએ કહ્યું: “ભલે, તમે એના મનોરથ પૂર્ણ કરો, પછી એનો વધ કરાવીશ.”
સૈનિકે ચોરનાં બંધન ખોલી નાખ્યાં. કમલકાએ કહ્યું: “સર્વપ્રથમ ગોદાવરી આ પુરુષના મનોરથ પૂર્ણ કરશે.”
ગોદાવરી રાણી પોતાની બે દાસીઓ દ્વારા પોતાના ખંડમાં, એ પુરુષને લઈ ગઈ. તેણે દાસીઓ પાસે સહસંપાક તેલ મંગાવ્યું. બે સેવકો દ્વારા સ્નાનગૃહમાં મોકલીને, તેલની માલિશ કરાવી. ત્યાર પછી સુગંધી જલથી સ્નાન કરાવડાવ્યું. ત્યાર બાદ તેને મૂલ્યવાન બે રેશમી વસ્ત્ર આપ્યાં. ચોરે એ રેશમી વસ્ત્ર ધારણ કર્યો. ત્યારબાદ રાણીએ પોતાની દાસીઓ દ્વારા ઉત્તમ ભોજન કરાવ્યું... આ રીતે એ ચોરની પાછળ ગોદાવરી રાણીએ દશ હજાર રૂપિયાનો ખર્ચ કર્યો.
બીજા દિવસે ચોર ચિત્રાવલી રાણીને સોંપવામાં આવ્યું. ચિત્રાવલીએ એ ચોરને સ્નાનાદિ કરાવડાવ્યાં. ઉત્તમ વસ્ત્ર આપ્યાં. મીઠાં મધુર પીણાં પાયાં. સ્વાદિષ્ટ ભોજન કરાવ્યાં. કેસર-કસ્તુરી આદિના મિશ્રણથી એના શરીર પર વિલેપન કરાવડાવ્યું. એને સોનાનો કંદોરો આપ્યો. આ રીતે એક દિવસમાં રાણીએ વીશ હજાર રૂપિયાનો ખર્ચ કરી, એ ચોરના મનોરથ પૂર્ણ કર્યો.
ત્રીજા દિવસે એ ચોર રાણી તારાવલીને સોંપવામાં આવ્યો, તારાવલીને ત્યાં સ્નાન, અભંગન આદિ કરાવવામાં આવ્યું, ઉત્તમ વસ્ત્ર અને અલંકાર આપવામાં આવ્યાં. ત્યાર પછી તારાવલીએ ચોરને પૂછ્યું:
1930
ભાગ-૩ ૪ ભવ નવમો
For Private And Personal Use Only
Page #443
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“તને ગમતું ભોજન મળશે, માટે તું કહે, તને કેવું ભોજન ગમે છે?” ચોરે ગમતું ભોજન બતાવ્યું. એ પ્રમાણે એને ભોજન આપવામાં આવ્યું. દ્રાક્ષારસનું પાન કરાવવામાં આવ્યું. દિવ્ય આભૂષણો પહેરાવવામાં આવ્યાં. આ રીતે તારાવલી રાણીએ એક દિવસમાં એ ચોર માટે એક લાખ રૂપિયાનો ખર્ચ કરી, ચોરના મનોરથ પૂર્ણ પ્રયત્ન કર્યો.
ચોથા દિવસે એ ચોર પટ્ટરાણી કમલુકાને સોંપવામાં આવ્યો. કમલુકાના મુખ પર ઉદાસીનતા હતી. રાજાએ કમલુકાને ઉદાસીન જોઈ. રાજાએ પૂછ્યું: “કેમ તારે આ ચોરના મનોરથ પૂર્ણ નથી કરવા?
રાણીએ કહ્યું: “હે નાથ, મારી બહેનોએ આને જે દાન આપ્યું છે, એનાથી વધારે દાન આપવા યોગ્ય વૈભવ મારી પાસે નથી...”
રાજાએ કહ્યું: ‘દેવી, આ સમગ્ર જીવલોકમાં મારા માટે સારભૂત હોય તો તું છે. મારા પ્રાણો પણ તને આધીન છે... તો પણ તું નથી', એમ કહે છે?”
કમલકાએ કહ્યું: “હે મારા નાથ, આપે મારા પર મહાન કૃપા કરી. જો આપની એવી જ ઇચ્છા હોય તો હું આને કંઈક આપું?'
અવશ્ય, આપણે દેવી.” રાજાએ અનુમતિ આપી. રાણીએ ચોરની સામે જોઈને કહ્યું: “હે ભદ્ર, તેં ચોરીનું પાપ કર્યું, એ પાપનું ફળ આ ભવમાં તો જોયું ને? તને મહારાજાએ વધની સજા કરી છે...'
“હે મહાદેવી, મેં ચોરીના પાપનું ફળ બરાબર જોયું... મને ઘણો પશ્ચાત્તાપ થાય છે. હે દેવી, હું જીવનપર્યત આવું અકાય નહીં કરવાની પ્રતિજ્ઞા લઉં છું...”
“હે મહાનુભાવ, જો તું જીવનપર્યત ચોરી નહીં કરવાની પ્રતિજ્ઞા લે છે, તો હું તને “અભય” આપું છું.”
રાજાએ રાણીને કહ્યું: ‘દેવી, તમે આ પુરુષને શ્રેષ્ઠ દાન આપ્યું, સર્વ દાનોમાં શ્રેષ્ઠ દાન છે અભયદાન.”
કમલુકા રાણી રાજી થઈ. ચોર રાજી થયો. રાજા પણ રાજી થયો, પરંતુ ત્રણ રાણીઓ હસવા લાગી. કમલકાએ કહ્યું: ‘તમે ત્રણ એટલા માટે હસો છો કે તમે દશ હજાર, વીશ હજાર અને લાખ રૂપિયાનો ખર્ચ આ પુરુષ માટે કર્યો. અને એક પૈસાનો પણ ખર્ચ ના કર્યો. પરંતુ તમે એ ચોરને જ પૂછો કે સહુથી શ્રેષ્ઠદાન કોણે
આપ્યું?'
ચોર બોલ્યો: “હે માતાતુલ્ય મહારાણીઓ, હું મૃત્યુના ભયથી ભયભીત હતો. અને તેથી પહેલી બીજી અને ત્રીજી રાણીએ મારા માટે શું શું કર્યું.... શું શું મને આપ્યું. તેનો મને જરાય ખ્યાલ રહ્યો નથી. પરંતુ ચોથાં રાણીજીએ મને “અભય” આપીને, મૃત્યુના ભયથી મુક્ત કર્યો છે, તેથી હું સંપૂર્ણ સુખી અને સંતુષ્ટ થયો છું...'
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૪૩૧
For Private And Personal Use Only
Page #444
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ત્રણે રાણીઓને ‘અભય'નું મહત્ત્વ સમજાયું.
મહર્ષિ સમરાદિત્યે શ્રેષ્ઠી ત્રિલોચનને કહ્યું: ‘હે મહાનુભાવ, તારા પ્રશ્નનો ઉત્તર તને મળી ગયો ને?’
‘હા ભગવંત! આપે કહ્યું તે યથાર્થ છે.’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અયોધ્યામાં એક મહિનો પસાર થઈ ગયો. એક મહિનામાં અનેક આત્માઓ પ્રતિબોધ પામ્યાં. કેટલાક પુરુષોએ સર્વવિરતિમય સાધુજીવન સ્વીકાર્યું, કેટલાક લોકોએ દેશવિરતિમય ગૃહસ્થજીવન-શ્રાવકજીવન સ્વીકાર્યું. અનેક જીવોએ સર્વજ્ઞ વચનો પર શ્રદ્ધા સ્થાપિત કરી.
અવધિજ્ઞાની મહર્ષિએ અયોધ્યાથી વિહાર કર્યો. તેમણે સાથેના શ્રમણોને કહ્યું: ‘આપણે માલવ પ્રદેશ તરફ વિહાર કરીએ છીએ. આપણું લક્ષ્ય છે ઉજ્જૈની પહોંચવાનું, પરંતુ વચ્ચે આવતાં ગામ-નગરોમાં સ્થિરતા કરતાં કરતાં આગળ વધીશું...'
અને એ રીતે તેઓ માલવ પ્રદેશ તરફ આગળ વધવા લાગ્યાં. માર્ગમાં આવતાં ગામ-નગરોમાં તેઓ સ્થિરતા કરે છે... લોકોને ધર્મોપદેશ આપે છે... તત્ત્વજ્ઞાનનો પ્રકાશ આપે છે... લોકોને ઉન્માર્ગથી પાછા વાળે છે, સન્માર્ગે વાળે છે. કેટલાક હળુકર્મી આત્માઓ ચારિત્રધર્મ સ્વીકારે છે... તો કેટલાક શ્રદ્ધાવાન અને સદાચારી બને છે...
શ્રમણશ્રેષ્ઠ મોહજિતે ગુરુદેવ સમરાદિત્યને કહ્યું:
‘ગુરુદેવ, આવતીકાલે આપણે માલવ પ્રદેશની પ્રસિદ્ધ નગરી ‘ધારા'માં પ્રવેશ કરીશું. આ ધારાનગરી ધર્મરંગે રંગાયેલી નગરી છે.’
‘મોહજિત, હું જાણું છું. ધારાનગરી માત્ર ધર્મરંગે જ રંગાયેલી છે, એમ નથી, એ નગરીમાં કલાકારો... કલાસ્વામિનીઓ પણ વસે છે. આ નગરી ધન-ધાન્યથી પણ પરિપૂર્ણ છે.’
ધારાનગરીનું નામ સાંભળતાં સમરાદિત્યની માનસસૃષ્ટિમાં ધારાનું ચિત્ર સ્પષ્ટ થયું. ગૃહસ્થ અવસ્થામાં કરેલી ધારાનગરીની યાત્રા સ્મૃતિપથમાં આવી. તેમણે મોહજિતને કહ્યું:
‘મુનિવર, આપણે ધારાનગરીમાં એક માસ તો રહીશું, કદાચ વધુ સમય પણ રોકાવું પડે!'
‘આપની આજ્ઞા અમને પ્રમાણ છે.’
૧૪૩૨
૦ ૦ ૦
ધારાનગરીમાં અવધિજ્ઞાની સમરાદિત્યનાં પાવન પગલાં પડ્યાં ને ભારે
ભાગ-૩ ૪ ભવ નવમો
For Private And Personal Use Only
Page #445
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાસનપ્રભાવના શરૂ થઈ. ઉછરંગ સાથે ભવ્ય શાસન-ઉદ્યોત થવા લાગ્યો.
અનેક પંડિતો શાસ્ત્રાર્થ અને વાદવિવાદથી દિશાઓ ગજવતાં ત્યાં એકત્રિત થયાં. બુદ્ધિશાળી અને ચતુર સાધુપુરુષોથી ઉપાશ્રય ભરાઈ ગયો હતો. કેટલાક વાણી ચતુર સાધુઓ સવારથી સાંજ સુધી પરસ્પર શાસ્ત્રાર્થ કરી રહ્યાં હતાં. કેટલાક સાધુઓ સ્વદર્શન-પરદર્શનના અધ્યયનમાં નિરત હતા. કેટલાક સાધુઓ યોગ અને અધ્યાત્મની સાધનામાં લીન હતાં.
સાધુઓ પાસે ન હતું દ્રવ્ય કે ન હતી સત્તા, પરંતુ તેઓ પાસે હતી વિદ્યા, જ્ઞાન શ્રત. તેના કારણે તેઓ માનથી, પ્રતિષ્ઠાથી અને સન્માનથી સર્વત્ર વિહરી શકતાં હતાં, સર્વત્ર અહિંસાપ્રધાન જિનધર્મની પ્રભાવના કરી શક્તા હતાં. પ્રજામાં એમનું માન, એક રાજા કરતાં જરાય ઓછું નહોતું. બલ્ક વધારે હતું.
ધારાનગરીમાં સ્થળે સ્થળે નવનવા પ્રકારના ધર્મોત્સવો ચાલુ થઈ ગયાં હતા. કળા અને સૌન્દર્યભર્યા મંદિરની રચના શરૂ થઈ ગઈ હતી. સાધુપુરુષોની અપૂર્વ પૂજા-ભક્તિ શરૂ થઈ ગઈ હતી.
રાજસભામાં પણ વાત પહોંચી: “નગરના ઉપાશ્રયમાં અવધિજ્ઞાની સમરાદિત્ય મહાત્મા પધાર્યા છે. સાથે સેંકડો સાધુપુરુષો છે. જાણે કે ઉપાશ્રયમાં જ્ઞાન અને ચારિત્રની સાધનાનો યજ્ઞ મંડાયો છે.”
મહારાજા પ્રદ્યોતને કહ્યું: “હું પરિવાર સાથે મહાત્મા સમરાદિત્યનાં દર્શન કરવા જઈશ... અને તેઓને રાજસભામાં પધારવા વિનંતી કરીશ. રાજસભા પણ તેઓના તત્ત્વબોધને સાંભળીને, પાવન બને.' સભાસદોએ મહારાજાની જય બોલીને, રાજાની વાતને સમર્થન આપ્યું.
મહારાજા પ્રદ્યોતને ખબર હતી કે ઉજ્જૈનના સમગ્ર રાજપરિવારે ગૃહત્યાગ કર્યો હતો. સમરાદિય ઉજ્જૈનીના યુવરાજ હતાં. એ સંબંધની દૃષ્ટિએ પણ તેઓ સમરાદિત્યનાં દર્શન કરવા તત્પર થયાં હતાં.
૦ ૦ ૦ સંસારની અસારતા અને મુક્તિના રહસ્યને સમજનાર મહાન સમુરાદિત્ય, માત્ર એક શિષ્ય સાથે, સ્વસ્થ ચિત્તે અને પ્રસન્ન મુખમુદ્રાએ, રાજ સભામાં આગળ વધતાં હતાં. તેમનું વિશાળ લલાટ તેજપ્રભા વહાવતું હતું. આંખોમાં અખંડ જ્યોતિ ભરી હતી. કપાળ પર ભવ ભૂલેલાનું કલ્યાણ કરનારી ભવ્યતા હતી. તેઓ સશક્ત હતા. પાંચ ઇન્દ્રિયો અક્ષત હતી. જાણે કોઈ મહર્ષિ દેવલોકમાંથી પૃથ્વી પર સદેહે આવી રહ્યાં હોય, તેવો ભાસ થતો હતો!
રાજાએ બહુમાનપૂર્વક સ્વાગત કર્યું. રાજસિંહાસનની પાસે જ રાજસિંહાસનથી કંઈક ઊંચા કાષ્ઠના સિંહાસન પર
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૪33
For Private And Personal Use Only
Page #446
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ગુરુદેવ સમરાદિત્યને બિરાજમાન થવાની વિનંતી કરી. ગુરુદેવ કાષ્ટાસન પર બેઠા, ત્યારબાદ મહારાજાએ તેમને વંદના કરીને કહ્યું:
‘પ્રિય સભાજનો, ધારાનગરીનું સૌભાગ્ય છે કે આવા મહાન જ્ઞાની-સંયમી અને તપસ્વી ગુરુદેવ અહીં પધાર્યા છે. તમે સહુ જાણતા હશો કે આ ગુરુદેવ, પૂર્વાવસ્થામાં ઉજ્જૈનીના યુવરાજ હતાં.'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ સાંભળતાં જ, રાજસભામાં નૃત્ય કરવા સજ્જ થઈને બેઠેલી, નૃત્યાંગના ચિંતામણિ ચોંકી ઊઠી... એણે સમરાદિત્ય સામે જોયું... એ જેમને મળવાં. ઘણાં વર્ષોથી આતુર હતી... એ મહાપુરુષને એણે સામે જ બેઠેલા જોયાં... ‘ઓહો! આ એ જ યુવાન છે... આ એ જ કલાસમ્રાટ છે... જે મારે ત્યાં આવેલો... અને મેં મન ભરીને, એની સમક્ષ નૃત્ય કરેલું.'
રાજસભામાં ચિંતામણિના પગનાં ઝાંઝર અને હાથનાં કંકણ રણઝણી ઊઠ્યાં. મૃદંગ પર થાપ પડી... ને ચિંતામણિનું નૃત્ય આરંભાઈ ગયું.
ચિંતામણિનાં પગલામાં લય અને તાલ બજતા હતા. સિતારના તાર વધુ રણઝણ્યા. ચિંતામણિએ આકાશમાં લહેરાતી વાદળીની જેમ દેહને વીંઝ્યો... મસ્તીભરી અદાથી પગનો તાલ આપ્યો, સૂરનો મેળ સાધ્યો... અને ધૂધરા રણઝણ્યાં. વાતાવરણ સૂર અને સૌન્દર્યથી તરબોળ બની ગયું...
મહાત્મા સમરાદિત્યે પોતાની પાંચે ઇન્દ્રિયો અને મનને આત્માના અનંત પ્રદેશમાં નિશ્ચલ કરી દીધાં હતાં. ન તો તેઓ નૃત્ય જોતાં હતાં, ન ગીત સાંભળતા હતા. પરંતુ ચિંતામણિની દૃષ્ટિ તો વારંવાર એ પરમપ્રિય મહાપુરુષ તરફ જતી હતી. દૃષ્ટિ સાથે દૃષ્ટિ મેળવવા, તે અતિ આતુર હતી.
નૃત્ય બંધ થયું.
નર્તકી સમરાદિત્યની સામે આવી, નતમસ્તકે ઊભી રહી... ને બોલી: ‘ભંતે!, વૈવામિ !'
૧૪૩૪
મહાપુરુષનો ગંભીર નાદ સંભળાયો: ‘ઘર્મનાભોઽસ્તુ!'
‘ભંતે આ પામર સ્ત્રીને પાવન કરવા એક દૃષ્ટિની કૃપા કરો...'
અને સમરાદિત્ય મહર્ષિની દિવ્ય કરુણાભરી દષ્ટિ ચિંતામણિની દૃષ્ટિને મળી... ચિંતામણિની આંખોમાંથી અશ્રુ દ્વારા પાપો વહી જવા લાગ્યાં.
For Private And Personal Use Only
ભાગ-૩ ભવ નવમો
Page #447
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૧૮HI
આ ધારાનગરીનું બાહ્ય ઉદ્યાન હતું, ઉદ્યાનની ચારે બાજુ અશોક, આમ્ર, બદામ, સરું અને કદંબનાં ઘટાધર વૃક્ષો હતાં. મધ્ય ભાગમાં નિશીગંધા અને ગુલાબના ક્યારા રચીને, વાતાવરણ સુગંધિત બનાવવામાં આવ્યું હતું. ઠેર ઠેર નાની નાની ગુફાઓ બનાવી, એમાં હરણ, સસલાં વગેરે સુંદર જનાવરો પાળવામાં આવ્યાં હતાં. લતાકુંજોમાં મેના-પોપટનાં પિંજરા ટાંગવામાં આવ્યાં હતાં.
એક ગુફા ખાલી હતી. મહામુનીશ્વર સમરાદિત્ય એ ખાલી ગુફામાં આજે ધ્યાનસ્થ બન્યાં હતાં. ગુફાના દ્વાર પર મુનિ અશોક ઉત્તર સાધક બનીને, બેઠાં હતાં. કોઈ મનુષ્ય કે કોઈ પશુ, મહામુનીશ્વરની સાધનામાં ભંગ ના કરે, તે માટે તેઓ જાગ્રત હતાં. આજે બે પ્રહર સુધી ધ્યાન કરવાનું હતું. એટલે કે સૂર્યોદયથી છ કલાક સુધી ધ્યાનલીન બનીને, કાયોત્સર્ગ કરવાનો હતો.
આ રીતે મહામુનીશ્વર સમરાદિત્ય, યોગ્ય ક્ષેત્ર અને યોગ્ય કાળ મળતાં એકાંત સ્થાનોમાં ધ્યાન કરતાં. ક્યારેક આવાં ઉદ્યાનોમાં તો ક્યારેક ગિરિગુફાઓમાં, ક્યારેક સ્મશાનભૂમિ પર તો ક્યારેક શૂન્ય ઘરમાં તેઓ મુનિ અશોક સાથે કે મુનિ લલિતાંગ સાથે ઊપડી જતાં. મુનિસમુદાયની જવાબદારી મુનિ મોહજિત ઉપાડી લેતાં. મુનિસમુદાય મુનિ મોહજિત પ્રત્યે આદરભાવ ધરાવતો હતો. એમની આજ્ઞાનું પાલન કરતો હતો. એટલે મુનીશ્વર સમરાદિત્ય નિશ્ચિત બનીને, ધ્યાન-સાધના કરી શકતા હતાં.
ચિંતામણિ પલંગ પર બેઠી હતી. રત્નગોખમાં દીપક બળી રહ્યો હતો. આજે ચિંતામણિને નિદ્રા આવતી ન હતી. એ પલંગમાંથી ઊભી થઈ. ગવાક્ષમાં જઈને ઊભી રહી. મધરાત થયેલી હતી. આકાશની ચાંદની પોતાની સુધા, ચિંતામણિના રૂપ-લાવણ્યભર્યા દેહ પર છાંટી રહી હતી.
ચિંતામણિના કાને હજુ પણ રાજસભામાં સાંભળેલી મહામુનીશ્વરની વાણીના શબ્દો અથડાતાં હતાં..
હે આત્મનું, વૈષયિક સખો કેવા ક્ષણભંગુર છે! જરા શાંતચિત્તે વિચારી લે, હાથતાળી આપીને, જોતજોતામાં એ સુખો જતાં રહે છે... આ સંસારની માયા વીજળીના ઝબકારા જેવી છે.'
કેવો ગંભીર ધ્વનિ! કેવી નિશ્ચલ નિર્મળ દૃષ્ટિ! વાણી ગંગાપ્રવાહ આગળ ધસે
છે.
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૪3ય
For Private And Personal Use Only
Page #448
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કૂતરાની પૂંછડી જેવું કુટિલ છે યૌવન. તેને નાશ પામતાં વાર નથી લાગતી. યૌવનમાં રૂપસુંદરીઓને પરવશ બનનારા મૂઢ બુદ્ધિવાળા જીવો, વિષ્પોની કટુતા અને કષ્ટપૂર્ણ એનાં પરિણામોને કેમ સમજી શકતા નથી? ભારે આશ્ચર્યની વાત છે!”
કેવો ઉપાલંભ! હૈયાને આરપાર વીંધી નાખે તેવી એમની વાણી. ખરી વાત છે એમની કે –
જે જીવો જરાથી શક્તિહીન બની ગયાં હોય છે, ક્ષીણ દેહવાળા બની ગયાં હોય છે. તેમનું મન પણ કુત્સિત કામ-વિકારોને તજતું નથી... કેવી શરમજનક વાત છે!”
સાચી તદ્દન સાચી વાત છે તમારી.. એવા વૃદ્ધ શ્રેષ્ઠિઓને અને મહારાજાઓને સોનાનાં પોટલાં લઈને, મારી હવેલીમાં આવેલાં મેં જોયા છે... મને જોઈને... મારા મોહમાં મૂઢ બની.... મુખમાંથી લાળ પાડતા, મેં જોયા છે.” સમરાદિત્યની દિવ્ય વાણી વહેતી જાય છે.
“હે મહાનુભાવો, અનુત્તર દેવલોકના દેનાં દિવ્ય સુખ પણ કાળે કરીને, નષ્ટ થઈ જાય છે. તો પછી આ પાર્થિવ સંસારની કઈ વસ્તુ સ્થિર હોઈ શકે? તમે બુદ્ધિમાન છો, પૂર્ણ વિચાર કરો.”
તો શું આ મારો સ્વર્ગસમો વૈભવ નાશ પામશે? હું રસ્તે રઝળતી ત્યક્તા, ઉપેક્ષિતા નારી બની જઈશ? ના, ના, મુનિરાજ, હું તમારા શરણે આવીશ. તમે જ મારા ઉદ્ધારક બનજો...” ચિંતામણિનું ચિત્ત વ્યથિત થઈ ગયું... ત્યાં મુનિવરની દિવ્ય મુખાકૃતિ એની કલ્પનામાં સાકાર થઈ... જાણે એ મહર્ષિ એને જ કહી રહ્યાં હતાં:
જેમની સાથે રમ્યા, જેમની સાથે પ્રેમની રમ્ય વાતો કરી, જેમનાં વખાણ કર્યાં.. તેઓને ભડભડતી ચિતામાં ભસ્મ થઈ ગયેલા જોઈને... કોઈ દર્દભર્યો વિચાર આવે છે? નહીં, આપણે સુખચેનથી વર્તીએ છીએ. કેવું આશ્ચર્ય! ધિક્કાર હો મનુષ્યના આવા પ્રમાદને!'
શું મારા હૃદયેશ્વર, તમે મને ધિક્કારી? હું ખરેખર, ધિક્કારપાત્ર છું. મેં મારી સગી આંખોએ મારી માતાના દેહને, દુષ્ટ દુશ્મનો દ્વારા પહેલાં ભોગવાતો જોયો છે... પછી એના ટુકડા થતાં જોયાં છે. ને ત્યારે મારી આંખોમાંથી આંસુ... વ્યથા... અને વેદના વરસી હતી.. દિવસો વીત્યા, મહિનાઓ વીત્યા. વર્ષો વીત્યાં.. હું એ બધું ભૂલી ગઈ. અને રંગરાગમાં તથા ભોગવિલાસમાં બધું ભૂલી ગઈ.. ધિક્કાર હો મારી જાતને.. હે યોગી, સાચે જ હું મૂઢ બની ગઈ છું.. આપ બોલો... આપનો એક એક શબ્દ અમૃત છે મારા માટે
સમુદ્રના તરંગોની જેમ બધા સજીવ-નિર્જીવ પદાર્થો જન્મે છે ને વિલય પામે છે. ધનના અને સ્વજનોના સંયોગ, ઇન્દ્રજાળ જેવા છે. એ ઇન્દ્રજાળમાં મૂઢ જીવો બંધાઈ જાય છે...” “હે નાથ, હે હૃદયેશ્વર, ખરેખર, ધન-સ્વજનોના સંયોગ ઇન્દ્રજાળ જેવા જ છે.
ભાગ-૩ * ભવ નવમો
1939
For Private And Personal Use Only
Page #449
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માયાજાળ જ છે... હું મૂઢ બનીને, એ જાળમાં ફસાઈ ગઈ છું. પ્રભો, આપે જ મારી જાળ છેદવી પડશે... આપે જ મને મુક્ત ગગની પંખિણી બનાવવી પડશે... હવે મારે ઇન્દ્રજાળમાં બંધાયેલી નથી રહેવું... આપે કહ્યું ને
‘આશ્ચર્ય તો જુઓ, સ્થાવર જંગમ જગતનું સદૈવ ભક્ષણ કરતો, મહાકાળ ક્યારેય તૃપ્ત થયો નથી. આપણે એ કાળના હાથે ચઢેલા છીએ... આપણે એ કાળથી છૂટી શકવાના નથી... એક દિવસ એ આપણો પણ કોળિયો કરી જશે... માટે હજું જ્યાં સુધી જીવન છે, ત્યાં સુધી એક નિત્ય અને ચિદાનંદમય આત્મસ્વરૂપને ઓળખી, આત્મસુખનો અનુભવ કરી લેવો જોઈએ...’
‘હે પ્રભો! આત્મસુખનો અનુભવ આપે જ કરાવવો પડશે... એ માટે ચિદાનંદમય આત્મસ્વરૂપની ઓળખાણ પણ આપે જ કરાવવી પડશે, ભગવંત, હવે હું આપના જ સાન્નિધ્યમાં આવીશ.'
પાછલી રાતે બે ઘટિકા એણે નિદ્રા લીધી. ચંદનકાષ્ઠનો પલંગ હતો. રેશમી ઉત્તરીય અને કટિબંધ એણે ધારણ કર્યાં હતાં, લાલ અતલસના ઓશીકા ૫૨ એણે માથું મૂક્યું હતું. પગનાં તળિયાં પાસે નાનો મખમલી તકિયો પડ્યો હતો...
તે ઊઠી... પરંતુ તેના શરીરમાં સ્ફૂર્તિ ન હતી. ઊઠતાંની સાથે તેનું આત્મમંથન ચાલુ થઈ ગયું: 'ચિંતા, શું તેં તારણ કાઢ્યું કે આખરે આ બધું છાર પર લીંપણ તો થતું નથી ને...? હવે તું પ્રભુને શોધ... ક્યાં શોધવા જવું? પ્રભુ મારા દ્વારે જ આવીને ઊભા છે... એ જ સમરાદિત્ય મારા પ્રભુ છે.’
તે ઊભી થઈ. સ્નાનગૃહમાં ગઈ. ઝટપટ પ્રાભાતિક કાર્યો પતાવી, તેણે સાજનસિંહને બૂમ પાડી.
‘સાજનસિંહ, મારો રથ તૈયાર કરો. અને રથ તમારે ચલાવવાનો છે.'
‘જી, દેવીજી,’ સાજનસિંહ પ્રણામ કરીને ગયો. ચિંતામણિએ શ્વેત રેશમી વસ્ત્રો ધારણ કર્યાં. સ્ફટિકમાં કંડારેલી યક્ષકન્યા જેવી એ દેખાવા લાગી. તેણે પોતાની અંગત સખી નયનાને સાથે લીધી. મહાલયમાંથી તે બહાર નીકળી, નયનાએ ટકોર કરી: ‘દેવી, આજે તેં શૃંગાર નથી કર્યો? આભૂષણો નથી પહેર્યાં? ક્યાં જવાનું છે?’
'તું મૌન રહે. તને બધું સમજાશે.’
‘સાજનસિંહ, રથને ઉપાશ્રયે લઈ લો...’ નયના તરત સમજી ગઈ... બોલી ઊઠી : ‘એમ કહેને કે ગુરુદેવનાં દર્શને જવાનું છે.' ચિંતામણિના મુખ પર સ્મિત રમી
ગયું.
૨૫ ધારાના રાજમાર્ગ પર દોડતો રહ્યો... ઉપાશ્રયના દ્વાર પર જઈને ઊભો રહ્યો. નયના રથમાંથી ઊતરીને ઉપાશ્રયના, દ્વાર પાસે ઊભી રહી... દ્વાર પાસે એક
શ્રી સમરાદિત્ય મહા થા
For Private And Personal Use Only
૧૪૩૩
Page #450
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાની ઉંમરના મુનિ આવ્યા ને પૂછ્યું: ‘દેવીજી, તમારે કોનું કામ છે? મહામુનીશ્વર ગુરુદેવ સમરાદિત્યનાં દર્શન કરવા અમે આવ્યાં છીએ.” ‘તેઓ મુકામમાં નથી દેવજી.”
ક્યાં મળશે?” નગરના બાહ્ય ઉદ્યાનમાં તેઓ ધ્યાન માટે ગયા છે.' પાછા ક્યારે પધારશે?' ત્રીજા પ્રહરના પ્રારંભે.'
બાલ મુનિવર, મત્યેણ વંદામિ.' નયનાએ બે હાથ ઊંડી વંદના કરી અને રથમાં જઈને બેઠી. તેણે ચિંતામણિને વાત કરી. “સાજનસિંહ, રથને નગરની બહાર ઉદ્યાનમાં લઈ ચાલો.' રથ ઊપડ્યો.
નગરની બહાર ઉઘાનના દ્વારે જઈને ઊભો. ચિંતામણિ અને નયના રથમાંથી ઊતરી પડ્યાં. બંનેએ ઉદ્યાનમાં પ્રવેશ કર્યો. દિવસનો પહેલો પ્રહર વીતી ગયો હતો. બીજા પ્રહરનો પ્રારંભ થયો હતો. બંને સખીઓ ઉદ્યાનમાં ધીરે ધીરે આગળ વધી રહી હતી. ‘દેવી, જરૂર તેઓ કોઈ ગુફામાં ધ્યાન કરતાં હશે.' નયનાએ સાચું અનુમાન કર્યું.
આપણે ગુફાઓ તરફ જઈએ.” બંને સખીઓ ગુફાઓ તરફ ચાલી. બંને મૌન હતી. નયનાના મનમાં જિજ્ઞાસા હતી. ચિંતામણિનું ચિત્ત સમરાદિત્યમાં રમતું હતું.
દૂરથી અશોકમુનિએ આ બે સ્ત્રીઓને, ચાલી આવતી જોઈ. તેઓ સાવધાન થઈ ગયાં. બે સ્ત્રીઓએ પણ અશોકમુનિને જોયા. અશોકમુનિએ વિચાર્યું. “તેઓ સાથે અહીં ગુફાને હારે વાત કરવી ઉચિત નથી. હું એમની પાસે જઈને, દૂર વાત કરી આવું, તો ઉચિત રહેશે.
અશોકમુનિ ચાલીને થોડે દૂર એક વૃક્ષની નીચે ઊભાં રહ્યાં, બે સ્ત્રીઓ પણ ત્યાં પહોંચી. અશોકમુનિને નમસ્કાર કરીને, નયનાએ પૂછ્યું: “હે મુનિવર, અમને મહર્ષિ સમરાદિત્યનાં દર્શન ક્યારે થશે?” “હે સુશીલે, મહર્ષિનાં દર્શન બીજો પ્રહર પૂર્ણ થતાં થઈ શકશે.' “શું આપ અને મહર્ષિ અહીં રોકાવાના છો કે ઉપાશ્રયે પધારવાના છો?”
દેવી, અમે ઉપાશ્રયે જવાના છીએ, પરંતુ ધ્યાન પૂર્ણ થયા પછી, ગુફાના દ્વારે જ તમે તેઓને મળી શકશો.” *
“આપનો અત્યંત આભાર મુનિવર.' ચિંતામણિ બોલી ગઈ...
૧૪3
ભાગ-૩ જ ભવ નવમો
For Private And Personal Use Only
Page #451
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપ નૃત્યાંગના ચિંતામણિ ને?' અશોકમુનિએ પૂછ્યું. ‘મુનિવર, આપનું અનુમાન સાચું છે.' નયના બોલી. તે બંને સ્ત્રીઓ ત્યાં જ ઊભી રહી.
અશોકમુનિ ગુફાના દ્વારે જઈને બેસી ગયા. તેમના મનમાં આગલા દિવસનો રાજસભાનો પ્રસંગ તાદશ થયો. તન્મય બનીને ઉપદેશ સાંભળતી ચિંતામણિનું ગંભીર મુખ તેમણે જોયું હતું. પરંતુ તેમણે તરત જ વિચારોને બીજી દિશામાં વાળી લીધા. ગુફામાં પરમશાન્તિ હતી. ઉદ્યાનમાં પણ શાન્તિ હતી. ગુફાઓમાંથી નીકળીને હિરણો અને સસલાં વગેરે શાન્ત અને ભોળાં પશુઓ ઉદ્યાનમાં યત્ર-તત્ર ફરતાં હતાં. પરંતુ અવાજ નહોતાં કરતાં.. બે સ્ત્રીઓ પણ વૃક્ષ નીચે મૌન ઊભી હતી.
૦ ૦ 0 બીજો પ્રહર પૂર્ણ થયો. મહર્ષિ સમરાદિત્યનું ધ્યાન પૂર્ણ થયું. તેઓ ગુફાના દ્વારે આવ્યાં, અશોકમુનિ ઊભા થયાં. સહર્ષ અધેળ વવાનિ' બોલીને સ્વાગત કર્યું.
આજે ધ્યાન ઘણું સારું થયું.”
આપને સદેવ ધ્યાન સારું જ થાય છે, ગુરુદેવ. અશોકમુનિ બોલ્યા. મહર્ષિના મુખ પર નિર્દોષ સ્મિત રમી રહ્યું.” ‘હવે આપણે નગરમાં જઈશું?”
ગુરુદેવ, નગરમાંથી બે સ્ત્રીઓ આપનાં દર્શન કરવા, અહીં સુધી આવી છે... આપ અહીં આ પથ્થર શીલા પર બિરાજો, તેઓ અહીં આવીને વંદન કરી જશે... એમને કંઈ પૂછવું હશે... માટે અહીં સુધી આવી લાગે છે.”
મહર્ષિ પથ્થરની શિલા પર બેઠાં. અશક મુનિએ પેલી બે સ્ત્રીઓ તરફ જોઈને કહ્યું, “આવી શકશો.'
એ બંને સ્ત્રીઓ ઝડપથી ગુફાના દ્વાર પાસે આવી. મસ્તકે અંજલિ રચી, મસ્તક નમાવી વંદના કરી. ત્યાર પછી બે હાથ, બે ઢીંચણ અને મસ્તક જમીન પર લગાડી પંચાંગ પ્રણામ કર્યા. “હે ભગવંત, જો આપની આજ્ઞા હોય તો એકાદ ઘટિકા અહીં બેસીએ...”
બેસી શકો છો, સૌમ્ય, અને જે જિજ્ઞાસા હોય તે પૂછી શકો છો.' “હે ભગવંત, કંઈ જ પૂછવું નથી. સાંભળવું છે. ઉપદેશનું અમૃત પીવું છે. બસ.. આ એક જ ઇચ્છા રહી છે. નિરંતર આપની કૃપાનીતરતી દૃષ્ટિ જોયા કરું અને સમતાવરસતી વાણીનું પાન કર્યા કરું.. હે પ્રભો, કૃપા કરો. મુજ પાપીનો ઉદ્ધાર કરો.”
ચિંતામણિ,' શ્રી સમરાદિત્ય મહાકથા
૧૪3
For Private And Personal Use Only
Page #452
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગવંત, પોતાનું નામ મહર્ષિના મુખે સાંભળી, ચિંતામણિ ભાવવિભોર થઈ ગઈ. તેનાં રોમરોમ ખીલી ઊઠ્યાં. તેની આંખો હર્ષનાં આંસુથી ઊભરાઈ ગઈ..
ભદ્ર, તારી ઇચ્છા પૂર્ણ થશે. એક ઘટિકાપર્યત ધર્મોપદેશ આપીને, પછી અમે નગરમાં જઈશું...”
હે ભગવંત, આપે મારા પર મહાન કૃપા કરી.”
ભદ્ર, આ તો અમારું કર્તવ્ય છે... યોગ્ય આત્માને ધર્મનો ઉપદેશ આપી, એને સન્માર્ગ બતાવવો.”
પ્રભો, શું હું યોગ્ય છું ધર્મોપદેશ શ્રવણ કરવા માટે ?' હા, તું યોગ્ય છે. અવશ્ય યોગ્ય છે, તારામાં ઘણી યોગ્યતા છે.' “ભગવન, આપે મને મારા નામથી સંબોધી, એટલે આપ મને જાણો છો, મારા વ્યવસાયથી મને જાણો છો... છતાં આપ મને ધર્મોપદેશ માટે યોગ્ય માનો છો?'
ભદ્ર, યોગ્યતા બાહ્ય ક્રિયાઓ પર આધારિત નથી હોતી. યોગ્યતાનો સંબંધ આંતરિક સ્થિતિ સાથે છે... તારા હૃદયને હું જાણું છું.. જોઉં છું.”
એ કેવી રીતે? ભગવંત.' અવધિજ્ઞાનના પ્રકાશથી.' “અવધિજ્ઞાન!”
અશોકમુનિ બોલ્યા: “હે સૌમ્ય, મહર્ષિ ગુરુદેવ ત્રિકાળજ્ઞાની છે, અન્તર્યામી છે. તેઓ આપણા મનને જાણી લે છે..”
ભદ્ર...' સમરાદિત્ય બોલ્યાં. ભગવંત.” ‘તારું મન સંસારના વૈષયિક સુખો પર વિરક્ત બન્યું છે. અને તું...” આપના ચરણે જીવન સમર્પિત કરવું છે...” તું સંસારનો સર્વ ત્યાગ કરીશ? ચિંતામણિ.' યથાર્થ કથન છે આપનું
તું સંયમધર્મની ઉત્કૃષ્ટ આરાધના કરીને, તારાં પાપોને બાળી નાખીશ. તારો આત્મા વિશુદ્ધ બનશે... તારો આત્મા ઊર્ધ્વગામી બનશે.'
હરણોનું ટોળું ભેગું થઈ ગયું હતું. સસલાંઓ મહર્ષિનાં ચરણોમાં બેસી ગયાં હતાં...
* ઇ શક
૧૪80
ભાગ-૩ ૪ ભવ નવમો
For Private And Personal Use Only
Page #453
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વિશ
૧૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મધ્યાહ્નનો સૂરજ માથે આવ્યો હતો, પરંતુ ઉદ્યાનની હવા શીતળ હતી. અવધિજ્ઞાની મહર્ષિ સમરાદિત્યની ઉપદેશધારા ચિંતામણિને સ્પર્શી રહી હતી.
તીર્થંકર ભગવંતોએ કહ્યું છે કે: ‘હે આત્મન્, તારું આ શરીર ભલે આજે સુંદર હોય, ઉન્મત્ત હોય, પરંતુ ધ્યાન રાખ કે એ પાણીના પરપોટા જેવું ક્ષણિક છે. એક દિવસ નાશ પામનારું છે. અનિત્ય છે, યૌવન અતિ ચંચળ છે... યૌવનના ઉન્માદથી ઉન્મત્ત આ શરીર કેવી રીતે આત્મકલ્યાણમાં પ્રવૃત્ત થાય?
હે આત્મન્, પવનના સુસવાટાઓથી ચંચળ બની જતાં જલતરંગો જેવું ચંચળ આપણું આયુષ્ય છે. રિદ્ધિ-સિદ્ધિ અને સંપદાઓ... વિપત્તિઓનાં વાદળોથી ઘેરાયેલી છે. સંધ્યાના ક્ષણિક રંગો જેવાં પાંચ ઇન્દ્રિયોનાં વિષયસુખો છે. મિત્ર-સ્ત્રી-સ્વજનોના સંગમનું સુખ સ્વપ્ન જેવું છે, ઇન્દ્રજાળ જેવું છે. કહે, આ સંસારમાં એવી કઈ વસ્તુ છે, કે જેનાથી સુજ્ઞ મનુષ્યને હર્ષ થાય?
હે ભદ્રે, જે પદાર્થો પ્રભાતમાં સુંદર શોભાવાળા હોય છે, મનને ખુશ કરી દેનારા હોય છે, આહ્લાદક અને આકર્ષક હોય છે, તે જ પદાર્થો જોતજોતામાં સંધ્યાસમયે નિરસ, અનાકર્ષક... અને નિસ્તેજ બની જતાં હોય છે. આ બધું મનુષ્ય નજરે જુએ છે ને? છતાં મૂઢ મન સંસારના રંગરાગ છોડતું નથી... ખેદની જ વાત છે ને?
હે સૌમ્યું, સાચો શત્રુ મોહ છે. મોહશત્રુએ જીવને ગળેથી પકડીને, ડગલે ને પગલે ત્રાસ આપેલો છે. માટે તું આ સંસારને જન્મ-મૃત્યુના ભયથી ભરેલો જો, તેનું અત્યંત બિહામણું રૂપ જો,
હે ભદ્રે, સ્વજન-પરિજનો સાથેના તારા મીઠાં સંબંધોનાં બંધન વ્યર્થ છે. ડગલે ને પગલે તને આ સંસારના નવા નવા અનુભવો નથી થતા શું? અનેક વાર તારો પરાભવ નથી થતો શું? તું શાન્તિથી વિચાર કરજે.
આ સંસારમાં અજ્ઞાની મનુષ્યો સંપત્તિથી અભિમાની બને છે... તો ક્યારેક દરિદ્રતાથી દીનતા કરે છે. જીવો કર્મોને પરાધીન છે. માટે દરેક જન્મમાં નવાં નવાં... જુદાં જુદાં રૂપ ધારણ કરે છે. સંસારનાં રંગમંચ પર જીવો નાટકિયાઓથી જરાય વિશેષ નથી...
હે આત્મન્, ક્યારેક તારી બાલ્યાવસ્થા હોય છે, પછી તારુણ્યના તરવરાટથી તું ઉન્મત્ત હોય છે... તે પછી દુર્જય ઘડપણથી તારો દેહ ખખડી જાય છે. અને છેલ્લે તું યમરાજની હથેળીમાં પડ્યો હોય છે!
‘હે ભદ્રે, આ સંસારમાં કોઈ સંબંધ શાશ્વત નથી, કાયમી નથી. ભવના પરિવર્તન શ્રી સુમરાદિત્ય મહા થા
૧૪૪૧
For Private And Personal Use Only
Page #454
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાથે પુત્ર પિતા બની શકે છે, પિતા પુત્ર બની શકે છે. માટે તું સંસારની આવી આવી વિષમતાઓનું ચિંતન કર અને સંસારના હેતુભૂત પાપોનો ત્યાગ કર. હજુ આ મૂલ્યવાન મનુષ્યજીવન તારી પાસે છે, માટે ધર્મપુરુષાર્થ કરીલે.'
ચિંતામણિએ પૂછ્યું: ‘ભગવંત, દુઃખમય સંસાર પર રાગ થવાનું કારણ?'
મહર્ષિએ કહ્યું: ‘જે જીવો મોહમદિરા ઠાંસી ઠાંસીને પીએ છે, તેમની બુદ્ધિ નાશ પામે છે, તે બુદ્ધિહીન જીવો એવા સંસાર પ્રત્યે રાગી બને છે કે જે સંસારમાં અનેક પ્રકારનાં દુ:ખ, ચિંતાઓ અને રોગોની અગ્નિજ્વાળાઓમાં પ્રતિદિન બળ્યાં કરે છે.'
ચિંતામણિએ ભાવવિભોર બનીને પૂછ્યું: ‘ભગવંત, ખરેખર, આ સંસાર ઇન્દ્રજાળ છે. એમાં કંઈ જ સાચું નથી... હવે એમાંથી બહાર નીકળવાનો ઉપાય બતાવો...’
‘ભદ્રે, તું તારા મનમાં જિનવચનોનું ચિંતન કર. એ જિનવચનો જ તને સંસારનાં બંધનોથી મુક્ત કરશે. તું સમતાયોગમાં સ્થિર બનીને, મુક્તબનીશ. બુદ્ધ બનીશ. શાશ્વત સુખ પ્રાપ્ત કરીશ.'
ઉપદેશ પૂર્ણ કર્યો. મહર્ષિ ઊભા થયાં.
ચિંતામણિ અને નયના પણ ઊભા થયા, મહર્ષિને, મસ્તકે અંજલિ જોડી, વંદના કરી. અશોકમુનિ સાથે મહર્ષિ સમરાદિત્યે ત્યાંથી ગામ તરફ ચાલવા માંડયું. પાછળ પાછળ ચિંતામણિ અને નયનાએ પણ ચાલવા માંડયું. ઉદ્યાનની બહાર નીકળી, તે બંને ઊભા રહી ગયા, મહર્ષિ દેખાતા બંધ થયા પછી તે બંને રથમાં બેઠાં. નયનાએ રથના પડદા પાડી દીધાં, સાજનસિંહે રથને હંકાર્યો. રથ હવેલીના દ્વારે આવીને ઊભો રહ્યો.
કેવા સંયોગો સર્જાયા?
ચિંતામણિનું અંતઃકરણ ખરેખર નિર્મળ બની ગયું. સંસારના રંગરાગ તરફ એના ચિદાનંદે એને વિરક્ત બનાવી દીધી. તેણે સાધ્વી બનવાનો નિર્ણય હવેલીમાં જાહેર કર્યો અને જ્યારે દાસ-દાસીઓએ પોતાની સ્વામિની સાધ્વી બનવાની છે, એ વાત સાંભળી, ત્યારથી તેમની આંખમાં શ્રાવણ-ભાદરવો વરસવા લાગ્યાં. તેઓએ પણ સ્વામિનીની પાછળ નીકળી પડવાનો નિર્ણય કરી લીધો, વર્તમાન પાપમય જીવન છોડીને નવું ધર્મમય જીવન જીવવાનો નિર્ધાર કર્યો.
ચિંતામણિને એના નવા પંથે જતાં કોઈ રોકી ના શક્યું. બાકી આ રૂપજીવિનીઓના સંસારમાં આવ્યાં પછી, એમાંથી છૂટવું મુશ્કેલ કામ હોય છે. છૂટીને નિર્ભય રીતે જીવવું, અશક્ય હોય છે,
ચિંતામણિએ જોતજોતામાં કેટલુંય વેચી દીધું, કેટલુંય અર્પણ કરી દીધું... ને કેટલુંય વહેંચી દીધું! તેણે મહાદાન આપી, બધું જ ધન ખર્ચી નાખ્યું. અકિંચન બની ગઈ... અને મહર્ષિ સમરાદિત્યનાં શરણે પહોંચી ગઈ.
૧૪૪૨
ભાગ-૩ ૪ ભવ નવમો
For Private And Personal Use Only
Page #455
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમગ્ર ધારાનગરી સ્તબ્ધ બની ગઈ.
રાજા, રાજકુમારો, શ્રેષ્ઠિઓ, શ્રેષ્ઠિપુત્રો અને બીજા ગીત, નૃત્ય અને રૂપના શોખીનો... બધા જ સ્તબ્ધ થઈ ગયાં.
ચિંતામણિ પોતાના પરિવાર સાથે, સર્વ ત્યાગ કરી, સંન્યાસ ગ્રહણ કરે છે... અને મહાજ્ઞાની સમરાદિત્ય એ પતિતાનો ઉદ્ધાર કરે છેતેને સાધ્વી બનાવે છે.' સાંભળીને લોકો વિવિધ પ્રત્યાઘાતો આપે છે.
શુભ દિવસે, શુભ મુહૂર્ત, મહર્ષિ સમરાદિત્યે ચિંતામણિ અને એના પરિવારને દીક્ષા આપી. ચિંતામણિ એની સખીઓ અને દાસીઓ, શ્રમણીસંધમાં જોડાઈ ગયાં.
બીજા દિવસે ધારાનગરીથી વિહાર કરવાનો હતો. એટલે મહામુનિ લલિતાંગે મહર્ષિને વિનંતી કરી:
‘ભગવંત, આવતી કાલે આપણે ઉજ્જૈની તરફ વિહાર કરવાનો છે. આટલા બધા નૂતન દીક્ષિતો છે. બધાં જ સાધુ-સાધ્વીઓને, સહુ સંયમમાં સ્થિર રહે.. સહુનાં મન ચારિત્રની આરાધનામાં ઉલ્લસિત રહે, તેવો ઉપદેશ આપવા કૃપા કરો...'
સહુ સાધુઓ અને સાધ્વીઓ પોતપોતાના સ્થાને ગોઠવાઈ ગયાં. મહર્ષિ સમરાદિત્યની દિવ્ય વાણી વહેવા લાગી.
હે શ્રમણો અને શ્રમણીઓ, સદૈવ યાદ રાખજો કે આ ભવવન અતિ ભયંકર છે. આ ભવવનમાં લોભનો પ્રચંડ દાવાનળ સળગી રહ્યો છે. આ દાવાનળને કોઈ પણ રીતે બુઝાવી શકાતો નથી. ‘લાભ’ના લાકડાંથી લોભનો દાવાનળ વધુ ને વધુ ઉગ્ર થતો જાય
બીજી બાજુ મૃગતૃષ્ણા જેવી વિષયતૃષ્ણા, જીવોને ઘોર પીડા આપી રહી છે. આવા ભીષણ ભવવનમાંથી તમે સહુ નીકળી ગયા છો. હવે તમે નિર્ભય અને નિશ્ચિત બની ગયાં છો. છતાં ક્યારે પણ સંસાર તરફ મન આકર્ષાય નહીં, તે માટે વિચારજો કે આ સંસારમાં મનુષ્યની એક ચિંતા દૂર થાય છે, ત્યાં એનાથી ચઢિયાતી બીજી બીજી ચિંતા ઉત્પન્ન થાય છે. મન-વચન-કાયામાં નિરંતર વિકારો ફુટ્ય કરે છે. રજોગુણ અને તપોગુણથી પગલે પગલે આપત્તિઓના ઊંડા ખાડામાં જીવો ગબડ્યા કરે છે.'
હે મહાનુભાવો, આપણા જીવે માતાના અશુચિય ઉદરમાં આવીને નવ નવ મહિના કષ્ટ સહન કર્યા. તે પછી જન્મનાં દુઃખ સહન કર્યા. ત્યાર બાદ જીવનમાં ક્ષણિક અને કલ્પિત સુખો મળતાં માન્યું કે “દુઃખો ગયાં. ત્યાં જ મૃત્યુની બહેન જરાવસ્થા આવી ગઈ. ઘડપણ આવ્યું. કાયા જર્જરિત થઈ ગઈ છે... અને આ રીતે મૂલ્યવાન માનવજીવન વ્યર્થ ચાલ્યું જાય છે... શ્રી સમરાદિત્ય મહાકથા
૧૪૪૩
For Private And Personal Use Only
Page #456
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હે શ્રમણો, ભવિતવ્યતાથી પ્રેરાયેલો, ભારે કર્મોનાં દોરડાથી બંધાયેલો અને કાળરૂપી જંગલી બિલાડાની પાસે રહેલો જીવ, બિચારો દિશાશૂન્ય બની ગયો છે. દેહના પિંજરામાં પુરાયેલો જીવ, આ સંસારમાં પરિભ્રમણ કર્યા જ કરે છે. ૮૪ લાખ યોનિમાં ભટકતો રહે છે...
હે મુમુક્ષુઓ, ભલે તમે ગૃહવાસ છોડ્યો, છતાં તમારે આ દુનિયાની વચ્ચે, સમાજની વચ્ચે જીવવાનું છે. આ દુનિયામાં ભિન્ન ભિન્ન નિમિત્ત અને આલંબનો તમારા મનને ચંચળ-વિચલિત કરી શકે છે... છતાં તમારે જાગ્રત રહીને, મનને સ્થિર અને અવિચલ રાખવાનું છે. તે માટે એક શ્રેષ્ઠ ઉપાય બતાવું છું.
તે ઉપાય છે “મૃત્યુના ચિંતનનો,” એ ચિંતન કેવી રીતે કરવું, તે હું તમને બતાવું
જ્યારે પ્રિય-અતિ પ્રિય સજ્જનો પુરુષો મૃત્યુના મહાસાગરમાં ડૂબતા હોય છે ત્યારે તેમને કોઈ સ્વજન બચાવી શકતાં નથી.
જેમ માછીમાર નાનાં માછલાંઓને જોતજોતામાં પકડી લે છે તેમ યમરાજ.. અપ્રતિમ બળવાળા રાજાઓને પણ પકડી લે છે. ભલે પછી એ રાજાઓ યમરાજ સામે દીનતા કરતાં હોય. એ યમરાજથી, એ મહાકાળથી બચવા ભલે રાજા કે, પ્રજા કોઈ પણ વજના ઘરમાં છુપાઈ જાય અથવા મોઢામાં, તણખલું લઈ એ મહાકાળની આગળ પોતાની હાર કબૂલે, છતાં એ નિર્દય કાળ, કોઈને છોડતો નથી.
ભલે તમે મંત્રો, વિદ્યાઓ કે ઔષધિઓના પ્રયોગ કરો અથવા રસાયણોથી તમારા શરીરને પુષ્ટ કરી... યાદ રાખો, મૃત્યુ તમને છોડવાનું નથી.
ભલે તમે લાંબા સમય સુધી પ્રાણાયામ કરી, વ્યાસનિરોધ કરો, ભલે તમે સમુદ્રની સામે પાર જઈને રહો, ભલે તમે પહાડોનાં શિખર પર ચઢી જાઓ, પરંતુ એક દિવસ તમારું આ દેહનું પિંજર જીર્ણ થવાનું જ છે.
જ્યારે મનુષ્યના દેહમાં ઉગ્ર કોટિના રોગ દેખા દે છે ત્યારે એને કોણ બચાવી શકે છે? કોઈ જ નહીં. જેવી રીતે રાહુની પીડા ચન્દ્ર એકલો જ સહન કરે છે, એવી રીતે તમારી પીડા, તમારે એકલાએ જ સહવાની છે. તેમાં બીજા કોઈ ભાગ પડાવી શકે નહીં..”
આ છે મૃત્યુ પર મનન કરવાના મુદ્દાઓ. તમે બુદ્ધિમાન છો. આ વાતો પર દિવસો સુધી ચિંતન કરી શકશો. જેમ જેમ ચિતન થતું જશે તેમ તેમ સંયમઆરાધનામાં જાગૃતિ વધતી જશે... પ્રમાદ ઘટતો જશે... અપ્રમત્તતા જેમ જેમ વધતી જશે તેમ તેમ આત્મા કર્મબંધનોથી છૂટતો જશે. તમારો આત્મા પરમ વિશુદ્ધિ પામ એક દિવસે મુક્તિને વરશે.'
૦ ૦ ૦
૧૪૪૪
ભાગ-૩ % ભવ નવમો
For Private And Personal Use Only
Page #457
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશાળ મુનિર્વાદ સાથે અવધિજ્ઞાની મહર્ષિ સમરાદિત્યે ધારાનગરીથી વિહાર કરી દીધો. રાજાએ અને પ્રજાએ અશ્રુભીની વિદાય આપી.
એ જ દિવસે, સાધ્વી સુવ્રતાએ સાધ્વી સમુદાય સાથે, દશપુરનગર તરફ વિહાર કરી દીધો. નૂતન સાધ્વીઓ ચિંતામણિ વગેરે સાધ્વીસમુદાય સાથે જ વિહાર કરી દીધો. તેઓ સહુ દશપુર થઈને, ઉજ્જૈની જવાનાં હતાં.
મહર્ષિ સમરાદિત્ય એક એક ગામમાં, એક એક દિવસ રોકાતાં આગળ વધતાં હતાં. તેઓ “કદંબ નામના એક નાના ગામની બહાર મહાકાલના મંદિરમાં એક વિશાળ ભૂમિભાગ પર રહેલાં હતાં. એ મંદિરના બાહ્ય ભાગમાં મોટા પ્રમાણમાં ગાયો - ભેસો બાંધેલી હતી. ત્યાં જે કોઈ ગાયો-ભેંસો મરી જતી, તે મરેલી ગાયોભેંસોને લઈ જવાનો કરાર, ઉજ્જૈનીના ચંડાળ ગિરિષણનો હતો. એ ગિરિર્ષણ પણ મહાકાલના મંદિરે આવ્યો હતો. એને એ દિવસે બે ગાયોના મૃતદેહ લઈ જવાનાં હતાં. તેની સાથે તેના બે સાથી ચંડાળ પણ આવ્યાં હતાં. ગિરિણે, મહર્ષિ સમરાદિત્યને જોયા. એના ચિત્તમાં પડેલી વેરભાવના સળવળી. એ જોતો જ રહ્યોમહર્ષિને.. વેરભાવના ધીરે ધીરે પ્રબળ બનતી ગઈ. “આ સાધુને હું મારી નાખ્યું. એક જ છરીનો પ્રહાર કરી દઉં...' આ દુષ્ટ વિકાર જાગ્યો, પરંતુ તેણે આજુબાજુ સેંકડો સાધુઓને જોયા. એ સાધુઓમાં જેમ વૃદ્ધ, કુશ અને નબળા શરીરના સાધુઓ હતાં, તેમ યુવાન અને હૃષ્ટપુષ્ટ શરીરવાળા સાધુઓ પણ હતાં. આ બધાની વચ્ચે સમરાદિત્ય પર છરીનો પ્રહાર કરવો મુશ્કેલ હતો. તેણે થોડી વાર વિચાર કર્યો... જાણે કે એને ઉપાય જડી ગયો હોય તેમ તે હસી પડ્યો.. ને નાચવા લાગ્યો. તેના સાથી ચંડાળોએ પૂછયું:
ગિરિપેણ, કેમ નાચે છે? બસ, કામ થઈ ગયું.” પણ કર્યું કામ?' “મારા દુમનને મારવાનું.' કોણ છે? અહીં તારો દુશ્મન?' ‘પેલો સાધુ..!” સમરાદિત્ય તરફ દૂરથી આંગળી ચીંધી.... “એ મહાત્મા તારા દુશ્મન છે? શું બગાડવું છે તાર?' ‘બગાડ્યું તો કાંઈ નથી... પણ હું એને જોઉં છું.... ને મારું લોહી તપી જાય છે...' “ચાલ, આપણે કાંઈ કરવું નથી, મરેલા પશુઓને લઈ ઘરભેગા થઈ જઈએ...”
કાલે સવારે જઈશું... આજે રાત્રે આનું કામ પતાવી દેવું છે...” બંને સાથીને ગિરિષણની વાત ના ગમી. તેઓ મંદિરની પાછળની ભીંતે છાંયડામાં જઈને બેઠાં.
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૪૪૫
For Private And Personal Use Only
Page #458
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગિરિણા મંદિરની ચારે બાજુ ચક્કર મારવા લાગ્યો.
સમરાદિત્ય ક્યાં બેસે છે. ક્યાં સૂવાના હશે એમની પાસે ક્યાંથી જવાય? મારીને ભાગી કેવી રીતે શકાય...” વગેરે વિચારો કરવા લાગ્યો. એમ કરતાં કરતાં સંધ્યા થઈ ગઈ. ગિરિપેણે પોતાની યોજના વિચારી લીધી. દૂર પડેલા એક પથ્થર પર છરીની ધાર પણ કાઢી લીધી.
ગિરિપેણને ખબર ન હતી કે એની બધી જ હિલચાલની, એક વ્યક્તિ ખબર રાખી રહ્યો હતો. એના તરફ એક મુનિ શંકાની દૃષ્ટિથી જોઈ રહ્યાં હતાં. ગિરિણ સમરાદિત્ય તરફ વારંવાર જોઈને, દાંત ભીંસતો હતો – એ પણ જોયું હતું.. ને દૂર જઈ પથ્થર પર છરી ઘસતો હતો, એ પણ જોયું હતું. એ હતા મુનિ અશોક. કસાયેલું યુવાન શરીર હતું અશોકમુનિનું. તેઓ સાવધાન થઈ ગયા.
આજે રાત્રે જરૂર કોઈ ઘટના બનશે!” એમ સમજી, ગુરુદેવ સમરાદિત્યના પડછાયા બનીને, રહેવા લાગ્યાં. મધ્યરાત્રિનો સમય થયો. મહામુનીર નિદ્રાધીન હતા,
પાસેના થાંભલાને ટેકો દઈ, અશોકમુનિ દરવાજા તરફ સતર્ક બનીને, જોઈ રહ્યાં હતાં. મંદિરના એ ભાગમાં અંધારું હતું. દરવાજો ખુલ્લો હતો. બારણાં હતાં જ
નહીં.”
ત્યાં બારણામાં એક ચહેરો ડોકાયો. એણે અંદર નજર કરી લીધી. બધાને ઊંઘતા જોયા. તે અંદર આવી ગયો... જરાય અવાજ ન થાય તે રીતે, સમરાદિત્ય તરફ સડસડાટ ચાલ્યો આવ્યો. અશોકમુનિ થાંભલાની પાછળ છુપાઈને ઊભા રહ્યાં.
સમરાદિત્યના સંથારા પાસે ગિરિષેણ આવી ગયો, તેના હાથમાં છરી હતી.... સમરાદિત્યના શરીર પર છરીનો ઘા કરવા જેવો હાથ ઉગામ્યો કે પાછળથી અશોકમુનિએ હાથ પકડીને, મરડી નાખ્યો. બીજો હાથ ગિરિપેણના ગળા ફરતો ભીંસી દીધો...
એક
ક
|
૧૪૪૭
ભાગ-૩ + ભવ નવમો
For Private And Personal Use Only
Page #459
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Depon
ગિરિયેણ અશોકમુનિની ભીંસમાંથી છૂટવા તરફડવાં લાગ્યો. અશોકમુનિએ ગિરિર્ષણના હાથમાંથી છરી છોડાવી દીધી. છરી જમીન પર પડી... અવાજ થયો. સમરાદિત્ય જાગી ગયાં.
‘શું છે અશોકમુનિ ?’ સમરાદિત્યે પૂછ્યું. એ પહેલાં તો ગિરિષણને બારણા તરફ ધકેલી દીધો હતો. ગિરિષણ જીવ લઈને નાઠો હતો.
‘એ તો એક દુષ્ટ જણ આવેલો, એના હાથમાં છરી હતી... મને લાગ્યું કે કોઈના ૫૨ ઘા કરી બેસશે... છરી એના હાથમાંથી છોડાવીને, કાઢી મૂક્યો...' અશોકમુનિએ સ્પષ્ટતા કરી.
સમરાદિત્ય મૌન રહ્યાં. સંથારામાં બેઠા રહ્યાં.
‘અશોકમુનિ, હવે તમે અલ્પ નિદ્રા લઈ લો. હું જાગીશ. આમેય મારો ઊઠવાનો સમય થઈ ગયો છે. હું હવે આત્મધ્યાનમાં પ્રવૃત્ત થઈશ.’
‘અશોકમુનિ પોતાના સંથારામાં જઈને સૂતાં કે મુનિ લલિતાંગ જાગીને બેઠા થયાં. મુનિ કાાંકુર પણ જાગી ગયા હતાં. મહર્ષિ સમરાદિત્ય આત્મચિંતનમાં પ્રવૃત્ત થયાં.
‘શ્રમણજીવનમાં પણ વર્ષો વીતી ગયાં... હજુ મારો આત્મા પર અનંત અનંત કર્મો રહેલાં છે. એ કર્મોને ક્ષય કર્યા વિના, મારી મુક્તિ થવાની નથી. યૌવન ચાલ્યું ગયું... પ્રૌઢાવસ્થા આવી ગઈ... હવે સ્વાત્મકલ્યાણ માટે, કર્મક્ષય માટે વિશિષ્ટ ધ્યાન કરું! કાયોત્સર્ગ-ધ્યાન કરું, આત્મા અને શરીરનું ભેદજ્ઞાન પ્રાપ્ત કરું, શરીરનું મમત્વ પૂર્ણપણે ત્યજી દઉં... શરીર પર ગમે તેટલા ઉપસર્ગ આવે... મારો આત્મા જરાય વિચલિત ન થવો જોઈએ... શરીરનું જે થવું હોય તે થાય. હું શ૨ી૨૨ક્ષા માટે કોઈ જ ઉપાય નહીં કરું... હવે હું ઉત્તરસાધક તરીકે, કોઈ મુનિને સાથે નહીં લઈ જાઉં... શા માટે ઉત્ત૨સાધક જોઈએ? હું ઇચ્છું છું કે આ શરીર પર ઉપસર્ગ આવે, શરીર પર કષ્ટ આવે... એ સમયે હું આત્મધ્યાનમાં નિશ્ચલ રહું... જરાય વિચલિત થાઉં નહીં. હવે મારે પ્રબળ ધ્યાનાગ્નિ પેટાવી, અનંત અનંત કર્મોને બાળવાં છે...' ચિંતન કરતાં કરતાં, તેઓ વિશુદ્ધ આત્મસ્વરૂપમાં લીન થઈ ગયાં. દેહાધ્યાસ છૂટી ગયો. વિશુદ્ધ આત્મતત્ત્વ સાથે તાદાત્મ્ય સધાઈ ગયું. ક્યારે પ્રભાત થઈ ગયું, ખબર જ ના પડી.
પ્રાભાતિક આવશ્યક ક્રિયાઓ કરી, સર્વે મુનિવરો વિહાર કરવા તૈયાર થયાં. મહર્ષિ સમરાદિત્ય પણ તૈયાર હતાં. મુનિવૃંદ સાથે તેઓએ પ્રયાણ કર્યું. આજે શ્રી સમરાદિત્ય મહાકા
૧૪૪૭
For Private And Personal Use Only
Page #460
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેઓએ “રફવાહ' સન્નિવેશમાં પહોચવાનું હતું. માત્ર ચાર ઘટિકાનો માર્ગ હતો.
નિર્વિને તેઓ રફવાહ સન્નિવેશમાં પહોંચી ગયાં.
બીજી બાજુ ગિરિર્ષણ પણ રફવાહ સન્નિવેશની બહારના પ્રદેશમાં પહોંચી ગયો હતો. એણે સમરાદિત્યનો પીછો પકડ્યો હતો. “કોઈ પણ રીતે હું મારા આ શત્રુ સમરાદિત્યને મારીશ.. એને માર્યા વિના હવે મને ચેન નહીં પડે.” સન્નિવેશની બહાર દૂર એક વૃક્ષની નીચે, એ બેઠો હતો.
લલિતાંગ મુનિએ રફવાહ સન્નિવેશમાં આવ્યાં પછી, સમરાદિત્યને આહાર માટે પૃચ્છા કરી.
આજે હું ઉપવાસ કરીશ...' કોઈ પ્રયોજન?”
કર્મક્ષય એ જ પ્રયોજન છે મુનિવર, હું ઉપવાસ કરીને, આ સન્નિવેશથી થોડે દૂર એકાંતમાં આવેલા, અશોકવૃક્ષોના ઉદ્યાનમાં જઈને, કાયોત્સર્ગ-ધ્યાન કરીશ...'
ભગવંત, હું સાથે આવીશ...' લલિતાગમુનિ બોલ્યા, ના, કોઈ મુનિએ મારી સાથે આવવાનું નથી. હું એકલો જ જઈશ...' ‘પણ એ એકાંતમાં કોઈ દુષ્ટ...' દુષ્ટ દેવ કે મનુષ્ય મારા ઉપર ઉપસર્ગ કરશે, એની ચિંતા કરો છો?'
હા જી, ચિંતા થાય તે સ્વાભાવિક છે.' ચિંતા ના કરો, લલિતાગમુનિ, અનંતશક્તિના ધણી એવા આત્માને કોઈ બાહ્ય ઉપસર્ગની અસર થતી નથી... શરીર તો આમેય નાશવંત છે, મને એનો મોહ રહ્યો નથી. જ્યાં સુધી શરીર નીરોગી છે, સશક્ત છે, ત્યાં સુધી એ સાધનનો સદુપયોગ કરી લઉં, આજે એકલો જ અશક-ઉદ્યાનમાં જઈને, કાયોત્સર્ગ ધ્યાનમાં લીન બનીશ. તમે કોઈ મુનિ ચિંતા ના કરશે. સહુ પોતપોતાની સંયમ-આરાધનામાં તત્પર રહેજો.'
અશોકમુનિ આ વાર્તાલાપ સાંભળતાં હતાં. રાત્રિની ઘટના તેમને યાદ હતી. તેઓ અસ્વસ્થ બની ગયાં. “આ ઠીક થતું નથી. પેલો દુષ્ટ પુરુષ, નથી ને અશોકવનમાં પહોંચી જશે તો? જરૂર અનર્થ કરશે. શા માટે એ ગુરુદેવને મારવા ઇચ્છે છે? ગુરુદેવે એનું શું અહિત કર્યું છે? મેં તો એને મારા જીવનમાં પહેલી વાર જોયો છે. કેવો કદરુપો છે? દીક્યો ના ગમે તેવો કોઈ હીન જાતિનો માણસ લાગે છે... ખેર, ગુરુદેવ ગમે તે કહે, મારે સાવધાન રહેવું જ પડશે. અત્યારે ભલે તેઓ એકલા જાય...' અશોકમુનિએ ત્રીજા પ્રહરના અંતે અશોકવનમાં જવાનો નિર્ણય કર્યો. રાત્રિ અશોકવનમાં જ, ગુરુદેવની આસપાસ છુપાઈને પસાર કરવાનો વિચાર કર્યો. “પેલો દુષ્ટ કદાચ શોધતો શોધતો આવે તો રાત્રિના સમયે જ કંઈક અનર્થ કરવા તૈયાર
થશે.”
૧૪૪૮
ભાગ-૩ ૪ ભવ નવમો
For Private And Personal Use Only
Page #461
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પરંતુ અશોકમુનિની ધારણા ખોટી પડી.
મહર્ષિ સમરાદિત્ય એકલા અશોકવન તરફ ચાલ્યાં, સન્નિવેશની બહાર નીકળ્યાં... કે ગિરિષેણે તેમને જોયાં. તેણે પીંછો પકડ્યો. મહર્ષિએ અશોકવનમાં એક જગ્યા પસંદ કરી. એ એકાંત સ્વચ્છ નિર્દોષ ભૂમિ પર તેઓએ ઇર્યાપથિકી પ્રતિક્રમણ કરી, કાયોત્સર્ગ ધ્યાનનો પ્રારંભ કર્યો. નિશ્ચલપણે, નાસિકાના અગ્ર ભાગ પર દૃષ્ટિ સ્થિર કરી, તેમણે ધ્યાનમાં લીનતા પ્રાપ્ત કરી.
ગિરિષેણ ખૂબ રાજી થયો, તેણે દૂરથી એક વૃક્ષની આડશે ઊભા રહીને જોયું. ખૂબ સરસ જગ્યા છે! આજે અત્યારે જ કામ પતાવી દઉં, પણ એવી રીતે મારું કે એ ભયંકર વેદના અનુભવે! શું કરું?' તત્કાળ એક ઉપાય એને સ્ફુર્યો. એ દોડ્યો. ગામમાં પોતાના પરિચિત ચંડાળના ઝૂંપડામાંથી અતસીનું તેલ, માટીના એક વાસણમાં લઈ આવ્યો. ગામના ઉકરડામાંથી જૂનાં ચીથરાં વીણી લાવ્યો. તે આ બધું લઈને, ધીમે ધીમે પગલે મહર્ષિની પાસે પહોંચ્યો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેણે મહર્ષિની પાછળ જઈ, મહર્ષિના શરીરને સ્પર્શ કર્યો, મહર્ષિ હલ્યા નહીં... તેણે મહર્ષિના શરીર પર એક ચીંથરું વીંટાળ્યું... મુનિરાજે આંખ ખોલી નહીં. બીજું ચીંથરું વીંટાળ્યું... ત્રીજું વીંટાળ્યું... ફટાફટ બધાં ચીંથરા વીંટાળી દીધાં.
ભયથી એણે ચારે દિશામાં જોયું. ‘કોઈ આવતું નથી ને?' કોઈ મનુષ્ય કે કોઈ પશુ આસપાસમાં દેખાયું નહીં. એ દુષ્ટે મહર્ષિના શરીર પર અતસીનું તેલ રેડ્યું. ત્યારબાદ બે પથ્થર ઘસીને, અગ્નિ પેટાવ્યો. ચીંથરા સળગાવ્યાં.
* મુનિરાજનું શરીર બળવા લાગ્યું.
* વિશિષ્ટ ધ્યાનમાં લીન હોવાથી, તેઓને આગ લાગ્યાની ખબર જ ના પડી, * ગિરિષેણ આનંદથી નાચવાં લાગ્યો...
* થોડી વાર પછી મહર્ષિનું ધ્યાન બદલાયું ત્યારે તેમને ખબર પડી કે એમના શરીરને કોઈએ સળગાવ્યું છે. તેઓ સાવધાન થઈ ગયાં. વિચારોને રોકી દીધાં.
* તેઓ વિશુદ્ધ ધ્યાનમાં સ્થિર થયાં.
* સમતાયોગમાં સ્થિર બન્યાં.
* આત્મામાં ‘અપૂર્વકરણ' પ્રવર્તી,
* ‘ક્ષપકશ્રેણિ'નો પ્રારંભ થયો.
* જીવવીર્ય ઉલ્લસિત થયું.
* કર્મશક્તિ નાશ પામવા લાગી.
* આત્મા પરમ યોગમાં સ્થિર બન્યો.
* ઘાતીકર્મોનો ક્ષય થયો.
* કેવલજ્ઞાન પ્રગટ થયું. સમરાદિત્ય મહર્ષિ વીતરાગસર્વજ્ઞ બની ગયાં ...
શ્રી સમરાદિત્ય મહાકા
૧૪૪૯
For Private And Personal Use Only
Page #462
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. આ બધું થોડા સમયમાં જ બની ગયું... ચીંથરાં હજુ પૂરાં સળગ્યાં ન હતાં, સામાન્ય રીતે થોડી ચામડી દાઝી હતી.
કેવળજ્ઞાની ભગવંતના દિવ્ય પ્રભાવથી એ અશોકવનનો ક્ષેત્રપાલદેવ “વેલંધર જાગ્રત થયો. એનું સિંહાસન ચલાયમાન થયું. એણે અવધિજ્ઞાનથી જોયું: “શું બન્યું?” ત્યાં એણે સળગી રહેલા મહર્ષિને જ્ઞાનદૃષ્ટિથી જોયાં.. તરત જ, એક ક્ષણનોય વિલંબ કર્યા વિના વેલંધરદેવ મહર્ષિ પાસે ગયો. આગ બુઝાવી દીધી. વીંટાળેલાં ચીંથરા દૂર કર્યા. પેલો નાચી રહેલો ચંડાળ દેવને જોઈ, સ્તબ્ધ બની ગયો. દેવનો વિશાળ પરિવાર ત્યાં આવી ગયો હતો. વેલંધરદેવે મહર્ષિના દેહને સ્વચ્છ કરી, એમના શરીર પર દેવદૂષ્ય વીંટાળી દીધું.
દેવે ચંડાળ સામે જોયું. દાંત કચકચાવી... ચંડાળની તર્જના કરી કહ્યું: ‘રે દુષ્ટ. અધમ દુરાચારી, તેં આવું પાપકાર્ય કર્યું ને? તારું કાળું મુખ લઈને ચાલ્યો જા, અહીંથી..”
વેલંધરે કેવળજ્ઞાની મહર્ષિ ઉપર પુષ્પવૃષ્ટિ કરી. દેવદુંદુભિ વગાડી. દેવદુંદુભિનો અવાજ ચારે બાજુ ગાજી ઊઠ્યો.
ઉર્જનનો રાજા મુનિચંદ્ર, અંતઃપુરની રાણીઓ સાથે, આ વિશાળ અશોકવનમાં કીડા કરવા આવેલો. તેણે દેવદુંદુભિ સાંભળી. તે પરિવાર સાથે મહર્ષિની પાસે આવી પહોંચ્યો.
સચિવેશમાં રહેલા મુનિવરોએ પણ દેવદુંદુભિ સાંભળી. તેઓ સર્વે અવિલંબ અશોકવનમાં આવી પહોંચ્યાં.
મુનિચંદ્ર રાજાએ કેવળજ્ઞાની મહર્ષિને વંદના કરી. તેલંધરદેવે સુવર્ણકમળની રચના કરી, મહર્ષિને એના ઉપર આરુઢ કર્યા હતાં.
મુનિચંદ્ર રાજાએ વેલંધરદેવને પૂછ્યું: “આ બધું શું થયું?” વેલંધર દેવે કહ્યું: “આ દુષ્ટ ચંડાળે આ મહર્ષિને જીવતા સળગાવ્યાં કે જે મહર્ષિ અજાતશત્રુ છે. અમૃતમય છે. તેમના પર મારણાત્તિક ઉપસર્ગ કર્યો....'
વેલંધરદેવને તીવ્ર ક્રોધ પ્રગટ્યો, તે ગિરિણને મારવા ધસ્યો... કે કેવળજ્ઞાની મહર્ષિએ, વેલંધરને કહ્યું:
મહાનુભાવ, એને ના મારીશ... એ તો મારો ઉપકારી છે. એણે જો મારા શરીરને સળગાવ્યું ના હોત તો વિશુદ્ધ ધ્યાનની ધારા ના વહી હોત. આત્મવીર્ય ઉલ્લસિત ન થયું હોત... તો આ કેવળજ્ઞાન પ્રગટ્યું ના હોત!' | સર્વે મુનિવરો “ગુરુદેવને કેવળજ્ઞાન પ્રગટ્યું છે, જાણીને, ભાવવિભોર થઈ ગયાં. ભાવપૂર્વક વંદના કરી.
રાજા મુનિચંદ્ર વિચારે છેઃ “આ મહર્ષિ ચંદ્ર જેવા સોમ્ય છે. સર્વ જીવો પ્રત્યે
૧૪૫o
ભાગ-૩ ૦ ભવ નવમો
For Private And Personal Use Only
Page #463
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વત્સલ છે. છતાં આ ચંડાળે તેઓને મારી નાખવાનો અતિ ભયંકર વિચાર કર્યો.. શાથી આવો વિચાર કર્યો હશે? આ મહાત્મા તો સર્વજનપ્રિય છે, સહુનાં મન પ્રમુદિત કરનારા છે... હું એમને જ આનું કારણ પૂછીશ.'
વેલંધર પણ કારણ જાણી શકતો નથી કે “આ ચંડાળે શાથી આવા મહર્ષિને જીવતા સળગાવી દેવાનો ઉપદ્રવ કર્યો?' તેણે પણ કેવળજ્ઞાની મહર્ષિને પૂછવાનો વિચાર કર્યો. હજુ એ વિચાર ચાલુ હતો, ત્યાં તો આકાશ દેવવિમાનોથી છવાઈ ગયું!
સૌધર્મેન્દ્રને ખબર પડી કે જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં, ઉજ્જૈની પાસેના અશોકવનમાં, મહર્ષિ સમરાદિત્યને કેવળજ્ઞાન પ્રગટ થયું છે..... ઇન્દ્રનું ચિત્ત આનંદિત થઈ ગયું. તેણે સૌધર્મ દેવલોકમાં ઘોષણા કરાવી -
‘દિવ્ય વાજિંત્રો વગાડો.. અપ્સરાઓ નૃત્ય કરો... ભરત ક્ષેત્રમાં મહર્ષિ સમરાદિત્યને કેવળજ્ઞાન પ્રગટ થયું છે.. ચાલો ત્યાં મહોત્સવ કરીએ..”
ઇન્દ્ર ઐરાવણ હાથી પર સવારી કરી.
હજારો દેવ-દેવીઓનાં પરિવાર સાથે, દિવ્ય વાજિંત્રોના નાદથી, આકાશમાર્ગને ગજવતાં, તેઓ પૃથ્વી પર ઉતરી આવ્યાં. છે અશોકવનને દેવોએ સ્વચ્છ કર્યું.
સુગંધી જળનો છંટકાવ કર્યો. ક સુગંધી પુષ્પો પથરાવી દીધાં.
દેવદર્દીઓએ નૃત્ય કર્યા. ત્યાર પછી સહુએ કેવળજ્ઞાની ભગવંતને વંદના કરી. સૌધર્મેન્દ્ર સમરાદિત્ય મહર્ષિની સ્તુતિ કરી -
હે ભગવંત, આપ કૃતાર્થ થયાં. આપના સર્વ પ્રયોજન સિદ્ધ થયાં. આપનું મોહનીય કર્મ સર્વથા ક્ષય પામ્યું. આપ વીતરાગ બન્યા. હે ભગવંત, આપનાં સર્વ દુ:ખો નાશ પામ્યાં, સર્વ સંક્લેશ નાશ પામ્યાં.'
હે વીતરાગ, આપે ઘાતી કર્મોનો નાશ કર્યો. કેવલ્યલક્ષ્મી પ્રાપ્ત કરી. આપની ભવવેલ છેદાઈ ગઈ. આપ હવે ભવ્ય જીવો પર ઉપકાર કરશો. જ્યાં સુધી આપનું આયુષ્યકર્મ છે, ત્યાં સુધી પૃથ્વીતલ પર વિચરણ કરી, રાગ-દ્વેષનો નાશ કરનારી ધર્મદેશના આપતાં રહેશો... નિરંતર ઉપકાર કરતાં આપ, આયુષ્યકર્મ પૂર્ણ થતાં, સર્વે અઘાતી કર્મોનો નાશ કરશો... ને આપ સિદ્ધશિલા પર પધારશો. જ્યોતમાં જ્યોત ભળી જશે.'
મુનિચંદ્ર રાજાએ ભાવવિભોર બની, સ્તુતિ કરી: “હે ભગવંત, આપની અભિલાષા પૂર્ણ થઈ, આપ કૃતકૃત્ય બની ગયાં, ભગવંત, આપ ઉર્જનીને પાવન કરો. અમારો ઉદ્ધાર કરો..”
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૪૧
For Private And Personal Use Only
Page #464
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇન્દ્ર સહિત સર્વ દેવોએ, દેવીઓએ તથા રાજા-રાણીઓએ બહુમાનપૂર્વક કેવળજ્ઞાનીને પુનઃ વંદના કરી.
છે કિન્નરોએ ભક્તિનાં ગીત ગાવા શરૂ કર્યા. જ અપ્સરાઓએ નૃત્યનો પ્રારંભ કર્યો.
દેવો વિવિધ વાદ્યો વગાડી સાથ આપવા લાગ્યાં. જ મહા-મહોત્સવ પ્રવર્યો. મહાઆનંદ છવાઈ ગયો. છે આ બધું આશ્ચર્યચકિત બની ગિરિર્ષણ જુએ છે... અને વિચારે છે:
અહો, આ મહાત્માની કેવી અદ્ભુત મહાનુભાવતા છે?' એનો રોષ ઓગળી ગયો.
“મેં ખોટું આચરણ કર્યું. આ તો દેવોથી અને દેવેન્દ્રોથી પૂજિત છે. રાજામહારાજાઓ આનાં ચરણે નમે છે. અને પેલો દેવ તો મને મારી જ નાખત... પરંતુ આ મહાત્માએ મને અભયદાન આપ્યું. મને બચાવી લીધો.
અને પેલા સાધુ પણ ઊભાં હતાં. તે મને સારી રીતે ઓળખે છે. રાત્રે તેમણે જ મારા હાથમાંથી છરી ઝૂંટવી લીધી હતી અને લાત મારી કાઢી મૂક્યો હતો.. છતાં અહીં તેમણે મને હાથ પણ અડાડવો નથી...
પરંતુ સહુથી વધારે તો આ મહર્ષિ, કે જેમને મેં જીવતા સળગાવ્યાં હતાં, તે મહાત્માએ મારા પર કેવી કરુણા કરી? જરાય રોષ નહીં કે રીસ નહીં. નહીંતર પેલો વેલંધરદેવ મને પળવારમાં સળગાવી દેત, મારી નાખત. અરે, રાજા પણ મને છોડે? છેવટે કારાવાસમાં નાખી દે... પરંતુ હું બચી ગયો... તે આ મહાપુરુષના જ પ્રભાવે..'
ગિરિષણના આત્મામાં “ગુણ-પક્ષપાત રૂપ કુશળ બીજ પડી ગયું. એ ત્યાંથી માથું નીચું કરી, નિસાસા નાખતો, ચાલ્યો ગયો.
મહાત્મા સમરાદિત્ય બોલ્યા: “બિચારો.. અનંત પાપકર્મ બાંધીને ચાલ્યો ગયો.' વેલંધરે પૂછ્યું: ભગવંત, આ મરીને ક્યાં જશે?' નરકમાં... અનંત સંસાર ભટકશે. ઘોર દુઃખ પામશે.'
પર
ભાગ-૩ + ભવ નવમો
For Private And Personal Use Only
Page #465
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેવળજ્ઞાની મહાત્મા સમરાદિત્યે ધર્મદેશનાનો પ્રારંભ કર્યો:
હે મહાનુભાવો, જેવી રીતે સોનાનો અને માટીનો અનાદિ સંબંધ હોય છે, તેવી રીતે જીવ અને કર્મનો પણ અનાદિ સંબંધ છે. એ કર્મોના જ કારણે જીવમાં વિચિત્ર વિકારો જન્મે છે. જીવ ૮૪ લાખ યોનિમાં જન્મે છે અને મારે છે. આધિ-વ્યાધિઉપાધિ ભોગવે છે. અશુભ વેદનાઓ ભોગવે છે.
આ મનુષ્યજીવનમાં અનિષ્ટના સંયોગથી અને ઇષ્ટના વિયોગથી જીવ દુભાયા કરે છે. મહામોહથી મૂઢ બની, હેરાન થાય છે. મોહના ઉદયમાં વર્તતો જીવાત્મા, પોતાના હિત-અહિતને જાણતા નથી. મારા માટે શું હિતકારી છે, શું અહિતકારી છે' - તેની એને ગતાગમ પડતી નથી. અહિતકારીને તે હિતકારી સમજે છે, હિતકારીને અહિતકારી માને છે. હિતકારીનો ત્યાગ કરે છે, અહિતકારીનો સ્વીકાર કરે છે. પરિણામે જીવાત્મા મહાઆપત્તિમાં ફસાય છે.
આ માટે સર્વપ્રથમ મૂઢતાનો ત્યાગ કરો. ક વિધિપૂર્વક દાન આપો.
સર્વ જીવો સાથે મૈત્રીભાવ ધારણ કરો. જ કોઈ જીવને કષ્ટ ન આપો. છે શીલવ્રતનું પાલન કરો. જ તપશ્ચર્યા-યોગનો અભ્યાસ કરો.
શુભ ભાવનાઓ ભાવો. આ દુરાગ્રહનો ત્યાગ કરો. છે શુભ ધ્યાન કરો. આ કર્મના બંધનો તોડો. છે. આ રીતે કર્મબંધનો તોડી, આત્માને પરમ વિશુદ્ધ કરો.
એક વાર આત્મા પરમ વિશુદ્ધ બની જાય, પછી એને પુનઃકર્મ લાગી શકતાં નથી. આત્મામાં કર્મબંધના હેતુઓ જ રહેતા નથી, પછી કર્મબંધ કેવી રીતે થાય?
દેવાનુપ્રિયો, કર્મોથી મુક્ત થયા પછી તમે શાશ્વત પરમ સુખ પામશો. માટે તમે ગુણોને સિદ્ધ કરવા પુરુષાર્થ કરો.”
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૪૫૩
For Private And Personal Use Only
Page #466
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સૌધર્મેન્દ્રે કેવળજ્ઞાની ભગવંતની પૂજા કરી, વંદના કરી અને પરિવાર સાથે તેઓ આકાશમાર્ગે ચાલ્યાં ગયાં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાર પછી મુનિચંદ્ર રાજાએ વિનયપૂર્વક પૂછ્યું:
‘પેલા અધમ ચંડાલે આપના ઉપર ઉપસર્ગ કર્યો, તેનું શું કારણ?’
રાજન, એમાં કારણભૂત છે મોટો પાપાનુબંધ! નવ નવ ભવથી એ પાપાનુબંધ ચાલ્યો આવે છે. સંક્ષેપમાં એ નવ ભવોની વાત કહું છું.
* પહેલા જન્મમાં હું ગુણસેન રાજા હતો, આ ચંડાળ ગિરિષેણ પુરોહિતપુત્ર અગ્નિશર્મા હતો. મેં એને ઘોર કષ્ટ આપ્યાં હતાં. પરિણામે નિકાચિત પાપકર્મ બાંધ્યા હતાં. અગ્નિશર્માએ તાપસ બનીને ઘોર તપશ્ચર્યા કરી હતી અને ભવોભવ
મને મારવાનું નિયાણું કર્યું હતું. આ અમારા બેનો પહેલો જન્મ હતો પાપાનુબંધનો.
* બીજા જન્મમાં હું હતો સિંહ નામનો રાજા અને આ ચંડાળનો જીવ હતો મારો પુત્ર આનંદકુમાર. એણે મારો વધ કર્યો હતો.
* ત્રીજા ભવમાં હું હતો મંત્રીપુત્ર શિખીકુમાર અને આ ચંડાળ હતો મારી માતા જાલિની. એ જન્મમાં માતાએ મને ઝેર આપીને માર્યો હતો.
* ચોથા ભવમાં હું હતો ધનકુમાર અને આ ચંડાળનો જીવ હતો મારી પત્ની ધનશ્રી. એ ભવમાં એણે મને સળગાવીને માર્યો હતો,
* પાંચમાં ભવમાં હું હતો જય અને આ ચંડાળનો જીવ હતો વિજય. અમે સગા ભાઈઓ હતા. એ ભવમાં પણ ભાઈએ મારો વધ કર્યો હતો.
* છઠ્ઠા ભવમાં હું હતો ધરણ અને આ ચંડાળનો જીવ હતો મારી પત્ની લક્ષ્મી. અમે પતિ-પત્ની હતાં. એ ભવમાં પત્નીએ મારા પર ચોરીનો આરોપ મૂકી, મને શૂળી પર ચઢાવડાવ્યો હતો પણ ક્ષેત્રદેવતાના પ્રભાવથી હું બચી ગયો હતો.
* સાતમા ભવમાં હું હતો સેનકુમાર, અને આ ચંડાળનો જીવ હતો વિષેણકુમાર, અમે પિતરાઈ ભાઈઓ હતા. વિષેણે મને મારવા ઘણો પ્રયત્ન કર્યો હતો. પરંતુ મારી શક્યો ન હતો.
૧૪૫૪
* આઠમા ભવમાં હું હતો રાજકુમાર ગુણચંદ્ર અને આ ચંડાળનો જીવ હતો વાનમંતર નામનો વિદ્યાધર, વાનમંતરે મને મારવા ખૂબ પ્રયત્ન કરેલા પણ મારી શકેલો નહીં. એ મરીને સાતમી નરકમાં ગયો હતો. ત્યાંથી નીકળી અનેક ભવ કરીને, આ ગિરિષેણ ચંડાળ બન્યો. હું મરીને ‘સર્વાર્થસિદ્ધ’ નામના અનુત્તર દેવલોકમાં ગયો હતો. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને, આ જન્મમાં સમરાદિત્ય બન્યો. આ છે અમારી નવ નવ ભવની સંઘર્ષકથા,’
For Private And Personal Use Only
ભાગ-૩ ભવ નવમો
Page #467
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ સંઘર્ષકથા સાંભળીને, રાજા મુનિચંદ્ર, રાણી નર્મદા, ક્ષેત્રપાલ વેલંધર... સામંત રાજાઓ વગેરે વૈરાગ્ય પામ્યાં.
મહારાજા મુનિચંદ્ર કહ્યું: “હે ભગવંત, આ ચંડાળના ભાવમાં મને તો “અજ્ઞાન' જ મૂળકારણ લાગે છે.”
રાજન, તમારી વાત સાચી છે. આ ચંડાળનો જીવ સાતમી નરકમાંથી આવ્યો છે ને સાતમી નરકમાં જશે. વેરભાવના, હિંસાનાં પરિણામોના ઘોર કટુ વિપાકો અનુભવશે..'
રાણી નર્મદાએ કહ્યું: “ભગવંત, આ નારકો કેવા પ્રકારના હોય અને નારકીમાં વેદના કેવા પ્રકારની હોય?”
કેવળજ્ઞાની સમરાદિત્યે કહ્યું: હે ધર્મશીલ, સંક્ષેપમાં હું તને નારકીઓનું સ્વરૂપ કહું છું
તે નારકીઓ અંદરના ભાગમાં ગોળ, બહાર ચોરસ અને નીચે અસ્ત્રાના આકારની હોય છે.
નિરંતર અંધકારમય હોય છે. ત્યાં સૂર્ય-ચંદ્ર-ગ્રહ-નક્ષત્ર કે તારા હોતા નથી.
એ નારકીની ધરતી માંસ, મેદ, ચરબી, લોહી અને પરુના કિચડથી લેપાયેલી હોય છે.
અશુચિ... વિષ્ટાના જેવી દુર્ગધ ત્યાં ફેલાયેલી હોય છે. * અગ્નિ અને કબૂતરના રંગ જેવો રંગ હોય છે નારકીનો. છે ત્યાંનો સ્પર્શ કઠોર હોય છે, અશુભ અને દુસ્સહ હોય છે. છે ત્યાંનું પાણી ખાટું હોય છે, હિમના કાંકરા હોય છે. જ ચરબીનો કાદવ હોય છે, પરુની નદીઓ વહેતી હોય છે. લોહીનાં ઝરણાં વહે છે, કીડાઓના ઢગલા હોય છે.
અગ્નિના રંગ જેવા લાલચોળ લોહસ્તંભો હોય છે. આ ભયંકર સર્પોના ટોળેટોળાં હોય છે. આ કઠોર લૂ વાતી હોય તેવાં વાયરા વાતાં હોય છે. ધ..ધ... કરતા દાવાનળ સળગતાં હોય છે. વિવિધ યંત્રોમાં પિસાતા વ્યાકુળ નારકી-જીવો હોય છે.
નારકીના માર્ગો પર લોઢાની અતિ તીણ ખીલીઓ હોય છે, કાંટા પથરાયેલા હોય છે, ખાડા-ટેકરા હોય છે.
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૪૫૫
For Private And Personal Use Only
Page #468
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ નારકમાં તલવારો, ચક્રો, વાંસલાઓ, ભાલા, ત્રિશૂળ વગેરે શસ્ત્રો હોય છે.
છે ત્યાં બધું જ ખરાબ, દુર્ગધમય અને અશુચિમય હોય છે. આવી ભયંકર નરકાવાસવાળી નારકીઓમાં, જીવો પ્રચંડ પાપ કરીને, ઉત્પન્ન થાય છે.
હે મહાનુભાવો, નારકીના જીવોનો રંગ કાળો હોય છે.
જ પીંછા વિનાનાં કબૂતર જેવો એમનો દેખાવ હોય છે, એમને જોતાં અતિ ત્રાસ ઉત્પન્ન થાય, તેવા અતિ કાળા વર્ણવાળા હોય છે. ભયંકર દેખાવ હોય છે એ જીવોનો. આ નારકીના જીવો ત્યાં હંમેશા ભયભીત રહે છે. નિત્ય ત્રાસ પામે છે અને બીજા જીવોને ત્રાસ પમાડે છે. સદૈવ ઉદ્વેગવાળા અને ભયભીત રહે છે. હે દેવી, નારકના જીવોની ભયાનક વેદનાઓ સાંભળીને તું ગભરાઈ જઈશ. છે તેઓનાં ક્રૂરતાથી મસ્તક કાપવામાં આવે છે. છે તેમના શરીરને કરવતથી કાપવામાં આવે છે. કે તેમને શૂળી પર ચઢાવી વીંધી નાખવામાં આવે છે. છે તેમની જીભ છેદી નાખવામાં આવે છે.
તેમના અંગોપાંગ કાપી નાખવામાં આવે છે. છે તે જીવોને તાંબા-સીસાના ઊકળતા રસ પીવડાવવામાં આવે છે.
છે તે જીવો પર વજમુખી હિંસક પશુ-પક્ષીઓને છોડવામાં આવે છે. એ પશુપક્ષીઓ એ જીવોને પીંખી નાખે છે.
નારકીના જીવોના શરીરના ટુકડા કરી, બલિ આપવામાં આવે છે. રાક્ષસી જાનવરો ઘોર કર્થના કરે છે. તીક્ષ્ણ છરીઓથી શરીરને છોલી નાખવામાં આવે છે. જ લાલચોળ તપેલા થાંભલાઓ સાથે ભેટાડવામાં આવે છે.
ચારે બાજુ તીક્ષ્ણ શસ્ત્ર ગોઠવી, વચ્ચે નારકીના જીવોને ઊભા રાખી, એમના ઉપર સળગતી પથ્થરશિલાઓ પાડવામાં આવે છે. જીવો મૂચ્છિત થઈ, જમીન પર ઢળી પડે છે.
હે રાણી, આ સિવાય પણ શીત... ઉષ્ણ વગેરે અનેક વેદનાઓ જીવને ત્યાં સહવાની હોય છે.'
નર્મદારાણીએ કહ્યું: “ભગવંત, આપે મારા પર કૃપા કરી, નરકનું વર્ણન સંભળાવ્યું. હવે એવા ઉપાય બતાવવાની દયા કરું કે મારે નરકમાં જવું જ ના પડે.” ઉપs
ભાગ-૩ ૪ ભવ નવમો
For Private And Personal Use Only
Page #469
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાં બીજી રાણી સુલસમંજરીએ વિનયથી પૂછ્યું: “હે ભગવંત, મેં એવાં પાપ નથી કર્યા કે નરકમાં જવું પડે... પરંતુ હું તો દેવલોક-સ્વર્ગલોક અંગે જાણવા ઇચ્છું છું. દેવોનાં ઘર કેવાં હોય? દેવો કેવા હોય? ત્યાં સુખ કેવા પ્રકારનાં હોય? આ બધું મારે જાણવું છે...”
કેવળજ્ઞાની સમરાદિત્ય મહર્ષિ બોલ્યા: “હે સૌમ્ય, દેવોનાં ઘર વિમાન' કહેવાય છે. એ વિમાનો ભિન્ન ભિન્ન આકારવાળાં હોય છે. સ્વચ્છ હોય છે. સુંવાળા હોય છે.
ચકચકિત હોય છે. રજ વિનાનાં હોય છે. ડાઘ વિનાનાં હોય છે, કઠણ હોય છે.
જોતાં જ આસ્લાદ ઉત્પન્ન થાય, તેવાં હોય છે, છે એ વિમાનો રત્નમય હોય છે. છે એ વિમાનો જોવાલાયક, મનોરમ, નયનાભિરામ હોય છે. છે એ વિમાનો ક્ષેમ કરનારાં, કલ્યાણ કરનારાં હોય છે.
એ વિમાનોની રક્ષકદેવો રક્ષા કરતાં હોય છે. છે એ વિમાનોનાં દરેક દ્વારની બંને બાજુ ઉપરા-ઉપર ચઢઊતર ગોઠવેલા ચંદન-કળશો હોય છે.
ચંદનનાં બનાવેલાં સુંદર કોતરણીવાળાં તોરણો હોય છે. જ એ વિમાનોમાં વિવિધ વર્ણની સુંદર પુષ્પમાળાઓ લટકાવેલી હોય છે.
ઉચિત જગ્યાઓ પર પંચવર્ણનાં સુગંધી છૂટાં પુષ્પોના ગુચ્છ ગોઠવેલાં હોય છે. છે એ વિમાનોમાં ઉચિત સ્થાનો પર શ્રેષ્ઠ સુગંધી ધૂપઘટાઓ ઊઠતી હોય છે. યોગ્ય સમયે દિવ્ય વાજિંત્રોના મનોરમ સુંદર શબ્દો ગાજતાં હોય છે. એ દિવ્ય દેવવિમાનોમાં અસંખ્ય સુખસાઘનો રહેલાં હોય છે.
હે ભદ્ર, હવે હું તને દેવોનું સ્વરૂપ સમજાવું છું: જ દેવોનું રૂપ અદ્ભુત હોય છે. જ તેઓના દેહ ઉપર મનોહર ચિહ્ન હોય છે. જ વિશાળ સમૃદ્ધિના તેઓ માલિક હોય છે.
તેમના શરીરની કાન્તિ અદ્દભુત હોય છે. * તેઓ યશસ્વી, બળવાન અને પ્રભાવશાળી હોય છે.
ગળામાં હાર, હાથ પર કડાં અને બાજુબંધ, કાને સુંદર કુંડળ અને માથે મુગટ પહેરતાં હોય છે. શ્રી સમરાદિત્ય મહાકથા
૧૪પ૭
For Private And Personal Use Only
Page #470
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
* શરીરને સુખકારી એવાં શ્રેષ્ઠ વસ્ત્ર પહેરતાં હોય છે. * સદૈવ તેઓ ખીલેલાં પુષ્પોની માળા પહેરતાં હોય છે.
* શરીર પર સુગંધી દ્રવ્યોનું વિલેપન કરતાં હોય છે. * દેવોનું શરીર તેજસ્વી હોય છે.
* દિવ્ય વર્ણ, ગંધ, સ્પર્શ... સંઘયણ અને સંસ્થાનવાળા દેવો હોય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* તેઓ દિવ્ય ઋદ્ધિ, દિવ્ય દ્યુતિ, દિવ્ય પ્રભા, દિવ્ય તેજ અને દિવ્ય લેશ્યાવાળા હોય છે.
* દેવો નૃત્ય કરે છે, નૃત્ય જુએ છે. ગીત સ્વયં ગાય છે અને ગવડાવીને સાંભળે છે. વાજિંત્રો વગાડે છે ને વગડાવે પણ છે.
ૐ આ રીતે હે ભદ્રે, દેવો દિવ્ય સુખો ભોગવતાં જીવનકાળ પસાર કરે છે. *ત્યાં દેવવિમાનોમાં નિરંતર સુગંધી પવન વહેતો હોય છે.
*ત્યાં નિર્મળ આકાશ અને દિવ્ય પ્રકાશ રેલાતો હોય છે.
ૐ ત્યાં જલાશયોમાં કમળ ખીલેલાં રહે છે અને વૃક્ષો ક્યારેય કરમાતાં નથી. ♦ ત્યાં દેવવિમાનોમાં વિવિધ વાજિંત્રોના સ્વર નિરંતર આહ્લાદ આપતાં હોય છે.
* ત્યાં પ્રિય અને ઇષ્ટ ઇન્દ્રિય-વિષયો હોય છે.
* જે દેવીઓ સાથે દેવો ત્યાં ક્રીડા કરે છે તે દેવીઓ એટલે
* સાક્ષાત્ કામદેવ જેવી.
* શ્રેષ્ઠ શણગાર સજેલી.
* મનોહર રૂપવાળી.
* ગીત-નૃત્યમાં નિપુણ.
* મનોહારી ને રતિરસમાં ચતુર.
* આનંદપૂર્ણ અને વિલાસપૂર્ણ હોય છે.
* આવી દેવીઓ સાથે દેવો સદૈવ ક્રીડારત હોય છે... જીવનનો સમય ક્યાં
પસાર થઈ જાય છે, એની ખબર જ પડતી નથી.
હે સૌમ્યું, આ રીતે તારા પ્રશ્નનો ઉત્તર આપ્યો.
ત્રીજી રાણી સુલોચનાએ વિનયપૂર્વક પૂછ્યું:
‘ભગવંત, આપે જે દેવલોક અને દેવીનું વર્ણન કર્યું, તે સાંભળ્યું, ગમ્યું, પરંતુ એ દેવોનું સુખ શાશ્વત તો નહીં ને?’
૧૪૫૮
For Private And Personal Use Only
ભાગ-૩ ગ્ન ભવ નવમો
Page #471
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'ના, એ સુખો શાશ્વત નથી હોતાં. દેવોને પણ મૃત્યુ ચ્યવન) હોય જ છે!”
“તો પછી ભગવંત, એવાં સુખોથી સર્યું.. એ દેવી સુખો કરતાં સિદ્ધ ભગવંતોનાં સુખ વધારે સુંદર છે ને? સિદ્ધોનું સુખ શાશ્વત છે ને?”
હે ધર્મશીલે, દેવોનાં સુખ અને સિદ્ધોનાં સુખ વચ્ચે ઘણું અંતર છે. દેવોનાં શરીર ધ્રુવ નથી, દેવોને કર્મોની ભયંકર પરતંત્રતા હોય છે, તીવ્ર કષાયો હોય છે અને મહામોહ તે દેવ-દેવીઓને નચાવે છે. વિષય-તૃષ્ણાનો કોઈ પાર હોતો નથી. ઇન્દ્રિયોને તેઓ પરાધીન હોય છે.
જ દેવ-દેવીઓમાં ઉત્કર્ષની અને અપકર્ષની તીવ્ર લાગણીઓ હોય છે. છે દેવ-દેવીઓનું માનસ ઘણું વિચિત્ર હોય છે.
છે જ્યારે તેઓને પોતાના આયુષ્યનો અંત દેખાય છે ત્યારે તેઓ અત્યંત વ્યાકુળ બની જતાં હોય છે, દીન અને હતાશ બની જતાં હોય છે. પછી તેઓને ગીત-સંગીત અને નૃત્ય-નાટક જોવો ગમતાં નથી. ગીત વિલાપરૂપ અને નૃત્ય વિડંબનારૂપ લાગે છે. આભૂષણો ભારરૂપ લાગે છે અને વૈષયિક સુખભોગો દુ:ખરૂપ લાગે છે.
માટે હે સૌમ્ય, કર્મમુક્ત તથા આત્મસ્વરૂપમાં લીન એવા “સિદ્ધ ભગવંતો જ પારમાર્થિક દૃષ્ટિએ સુખી છે. તેઓને નથી હોતી કોઈ ઇચ્છાઓ કે અભિલાષાઓ. તેને નથી હોતા જન્મ અને મૃત્યુ. સદેવ તેઓને અનંતજ્ઞાન અને અનંતદર્શનથી જાણવાનું અને જોવાનું. સકલ ચરાચર વિશ્વને જોવાનું. છતાં રાગ નહીં કે દ્વેષ નહીં!
હે ભદ્ર, સિદ્ધોને પરમાનંદ હોય છે. તેઓને કોઈ પીડા હોતી નથી, વ્યથા કે વેદના હોતી નથી. આ સિદ્ધોને જેવું સુખ હોય છે તેવું સુખ દેવોને પણ નથી હોતું કે મનુષ્યો પાસે પણ નથી હોતું. એ સુખ લોકાલોકમાં પણ ન સમાય તેવું અપારઅનંત સુખ હોય છે.
હે ધર્મશીલ, સિદ્ધ ભગવંતોનાં સુખોનું વર્ણન કરવામાં આયુષ્ય ઓછું પડે. જોકે એ સુખ વર્ણનાતીત છે. ખરેખર તો એ સુખ અનુભવનું છે. એ સુખને સમજાવવા હું તને એક ઉપનયકથા કહું છું. એ સાંભળીને તું સિદ્ધોનાં સુખની કલ્પના કરી શકીશ.”
જે
એક
એક
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૪પ
For Private And Personal Use Only
Page #472
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષિતિપ્રતિષ્ઠિત નામનું નગર છે.
એ નગરમાં ઊંચા ઊંચા દેવમંદિરો અને ભવ્ય ભવનો છે. એ નગરની ચારે બાજુ પાતાલ-ઊંડી ખાઈઓ છે. ગગનસ્પશિ કિલ્લો છે. કુબેરનગર જેવી આ નગરની ઋદ્ધિ છે. ઇન્દ્રના મહેલ જેવો રાજા જિતશત્રુનો ભવ્ય મહેલ છે.
રાજા જિતશત્રુને “જયશ્રી નામની રાણી છે. રાણીઓ તો અનેક છે, પરંતુ બધી રાણીઓમાં પટ્ટરાણી અને પ્રિય રાણી જયશ્રી છે. જયશ્રી સાથે રાજા નિરંતર દિવ્ય સુખ ભોગવે છે.
એક દિવસની વાત છે. રાજા જિતશત્ર પોતાના પ્રિય અશ્વ ઉપર બેસીને, શિકાર કરવા જંગલમાં ગયો. થોડા ઘોડેસવાર સૈનિકો રાજાની સાથે ગયા. જંગલમાં બે-ચાર પશુઓનો શિકાર કર્યો. અચાનક રાજાનો ઘોડો ઊછળ્યો. વાયુવેગે દોડ્યો. તે વિંધ્ય પર્વતની ખીણમાં રાજાને લઈ ગયો... ખીણમાં ખાડાટેકરા હતા. ઘોડો ધીમે ધીમે ચાલવા લાગ્યો.
ત્યાં દૂરથી એક ભીલે રાજાને જોયો. ભીલ રાજાને ઓળખી ગયો, “આ રાજા લાગે છે. આ મહાઅટવીમાં ભૂલો પડવો લાગે છે. હું એને સહાયતા કરું.”
ભીલ રાજા પાસે આવ્યો. તેણે રાજાને કહ્યું: “હે ઉત્તમ પુરુષ, તમે આ અટવીમાં ભૂલા પડ્યા લાગો છો. ચાલો મારી સાથે. હું તમને ભોજન આપીશ અને પછી માર્ગ બતાવીશ.” ભીલે ઘોડાની લગામ પકડી, અને ચાલવા લાગ્યો.
એક જળાશય પાસે પહોંચ્યા. ભીલે પહેલા ઘોડાને પાણી પીવડાવ્યું, પછી ઘોડાનું પલાણ છોડીને તેને નવડાવ્યો. રાજાએ પણ જળાશયમાં સ્નાન કર્યું. ભીલે ઘોડાને પાસેની ભૂમિ પર ચરવા મૂકી દીધો. ત્યાં પુષ્કળ દુર્ગાનું ઘાસ ઊગ્યું હતું.
ભીલે રાજાને જળાશયના કિનારે વૃક્ષોની ઘટામાં બેસાડ્યો અને કહ્યું: ‘તમે અહીં બેસો. હું થોડાં ફળો લઈને જલદી આવું છું.”
ભીલ ગયો. થોડી વારમાં ફણસ, નારંગી, જમરૂખ વગેરે ફળો લાવીને, રાજા પાસે મૂક્યાં, ભીલ રાજાનાં ચરણોમાં પ્રણામ કરી કહ્યું; “મારા પર કૃપા કરી, આ ફળોનો તમે આહાર કરો.”
ભીલના વિનય-સત્કારથી રાજા પ્રભાવિત થયો. તેણે ફળાહાર કર્યો. તેણે વિચાર્યું: આ ભીલ દેખાય છે, છતાં એની બોલવાની કેવી ચતુરાઈ છે! કોઈ મારો પરિચય ના હોવા છતાં મારા પ્રત્યે એનો પ્રેમ-આદર કેવો છે. જેમ કોઈ સજ્જન નાગરિક
૧890
ભાગ-૩ ૪ ભવ નવમો
For Private And Personal Use Only
Page #473
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યવહાર કરે તેમ આ ભીલ મારી સાથે બહુમાનપૂર્વક વ્યવહાર કરી રહ્યો છે. ગજબ છે આ પુરુષની સજ્જનતા!
રાજાએ ફળાહાર કરી લીધું, ભીલ ખૂબ રાજી થયો.
સૂર્યાસ્ત થયો. ભીલે રાજાને કહ્યું: ‘મહાપુરુષ, આપ જરાય ચિંતા ના કરશો. હું અહીં જ આ વૃક્ષોની ઘટામાં સારું બિછાનું કરી આપું છું. આપ રાત્રિ અહીં જ પસાર કરજો. નિશ્ચિંત બનીને ઊંઘી જજો. હું જાગતો રહીને, તમારું રક્ષણ કરીશ.’
તેણે વૃક્ષોનાં કોમળ પર્ણો અને પુષ્પોની શય્યા તૈયાર કરી, સંધ્યા ઢળી ગઈ હતી. રાત્રિનો પ્રારંભ થયો હતો, થોડો સમય રાજાએ ભીલ સાથે વાતો કરી, સરોવરની ચારે બાજુ લટાર મારી... પછી શય્યામાં પડી, તે ઘસઘસાટ ઊંઘી ગયો. ભીલે અશ્વને એક વૃક્ષ સાથે બાંધી દીધો. પોતે ધનુષ્યબાણ સાથે, ત્યાં ચોકી કરતો ચારે બાજુ ફરવા લાગ્યો.
નિર્વિઘ્ને રાત્રિ પૂર્ણ થઈ.
ન કોઈ પશુ આવ્યું કે ન કોઈ ચોર-ડાકુ આવ્યાં.
પ્રભાત થયું. રાજા ઊઠ્યો. ભીલે પાસે આવીને, રાજાની કુશળતા પૂછી. ત્યાં તો રાજાના ઘોડેસવાર સૈનિકો ત્યાં આવી પહોંચ્યા. રાજાને જોઈને હર્ષ પામ્યાં.
‘અમે આપના અશ્વને પગલે પગલે અહીં સુધી આવી પહોંચ્યાં.'
‘ચાલો, હવે આપણે નગરમાં જઈએ.’ રાજાએ ભીલ સામે જોઈને કહ્યું: ‘તારે પણ મારી સાથે આવવાનું છે.' સૈનિકોએ એક અશ્વ ભીલને આપ્યો. રાજા પોતાના અશ્રુ પર આરૂઢ થયો.
નગરના દ્વારે પ્રજાજનોએ મહારાજાને વધાવ્યાં. રાજાએ કહ્યું: ‘મારા પ્રાણોની રક્ષા કરનાર, આ શબ૨૫તિને પણ વધાવો....' પ્રજાજનોએ શબરપતિને પણ અક્ષતકંકુથી વધાવ્યો.
સહુ રાજમહેલના દ્વારે આવ્યાં. રાણીઓએ સ્વાગત કર્યું. મહેલમાં જઈને, પોતાની સાથે શબરપતિને સ્નાન કરાવ્યું. ઉત્તમ વસ્ત્ર અને અલંકારો આપ્યાં. પોતાની સાથે જ ભોજન કરાવ્યું.
ભોજન કર્યા પછી રાજાએ સુંદર વસ્ત્ર અને પોતાના શરીર પરનાં બધાં જ આભૂષણ કાઢીને, શબરપતિને ભેટ આપ્યાં. ત્યાર બાદ રાજા શબ૨૫તિને લઈને, રાજસભમાં ગયો. પોતાના સિંહાસનની પાસે જ એને એક સુંદર આસન પર બેસાડ્યો.
મહામંત્રીએ પૂછ્યું: ‘હે દેવ, જે મહાપુરુષનું આપે બહુમાન કર્યું, એમનો પરિચય ?’ રાજાએ શબરપતિનો પરિચય આપ્યો. રાજસભામાં બેઠેલા સર્વેએ શબરપતિની પ્રશંસા કરી. રાજસભાનાં કાર્યો થયાં. રાજ્યની પ્રધાન નૃત્યાંગનું નૃત્ય થયું. વાર્તા
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૪૩૧
For Private And Personal Use Only
Page #474
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વિનોદ થયાં. રાજસભાનું કામ પૂર્ણ થયું. રાજાએ નૃત્યાંગના રાજસુંદરીને બોલાવીને કહ્યું: 'સુંદરી, મને જીવનદાન આપનાર આ શબરપતિને તું તારી સાથે લઈ જા. એની પ્રેમપૂર્વક સેવા કરજે, એને આનંદિત કરજે. એને તૃપ્ત કરજે...'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘મહારાજા, આપની આજ્ઞા શિરોધાર્ય છે... કોઈ વાતે કમી નહીં રાખું...' રાજસુંદરી ભીલનો હાથ પકડી, પોતાની સાથે જ લઈ ગઈ.
રાજસુંદરીનું ભવન સાત માળનું હતું. સાતમાં માળે સર્વ શ્રેષ્ઠ ‘રતિઘર’ હતું. મહારાજાના મહેમાનને રાજસુંદરી સાતમાં માળે લઈ ગઈ. સાતમા માળના રતિઘરમાં શબરપતિને બેસાડ્યો, શબરપતિ રાજસુંદરીના ભવનને જોઈ, આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે રાજસુંદરીને પૂછ્યું:
‘હે દેવી, તમે મને જીવતા જીવે સ્વર્ગમાં લઈ આવ્યાં છો કે? રાજસુંદરી હસી પડી...
'હા, શબરપતિ, તમે આને સ્વર્ગ ૪ માનો ને. અને મને સ્વર્ગની દેવી. તમે સ્વર્ગમાં રહેલા દેવ. બરાબર ને?'
હાથીદાંતનો પલંગ હતો. પલંગની ચારે બાજુ પંચવર્ણના સુગંધી પુષ્પોની માળાઓ લટકતી હતી. પલંગ પર કોમળ ગાદલાં હતાં. પોચાં પોચાં ઓશીકાં હતાં. સુંદર રત્નદીપકો હતાં. કાલાગરુ... કર્પૂર આદિ ધૂપ સુગંધથી વાતાવરણ મઘમઘાયમાન હતું.
રાજસુંદરીએ શબરપતિને શ્રેષ્ઠ જાતિના મધુર આસવો પીવડાવ્યાં. વિભિન્ન મિષ્ટાન્ન ખવડાવ્યાં, અને પલંગ પર સુવડાવી, એની ઉચિત સેવા કરી.
શબરપતિ પોતાના ઘરને ભૂલી ગયો. પત્ની-પુત્ર વગેરે પરિવારને ભૂલી ગયો. રાજસુંદરીના સંગમાં, રંગરાગને ભોગવિલાસમાં ડૂબી ગયો.
કેટલાક દિવસો વીત્યા.
એક દિવસ, જ્યારે રાજસુંદરી રાજસભામાં ગઈ હતી, ત્યારે એને પોતાનું ઘર યાદ આવ્યું. ‘મારે હવે ઘરે જવું જોઈએ. મારી પત્ની અને મારાં બાળકો મારી રાહ જોતાં હશે...' એ રાજાની પાસે ગયો. રાજાની અનુમતિ લીધી.
રાજાએ એને ધોડો આપ્યો. અનેક ભેટ આપી, તેને અટવીમાં સુખરૂપ પહોંચાડવા પાંચ ઘોડેસવાર આપ્યા અને ભાવભરી વિદાય આપી.
શબરપતિ પોતાની અટવીમાં, પોતાના ઘરે પહોંચ્યો. તેની પત્ની-બાળકો વગેરે આનંદિત થયાં. શબરપતિએ પાંચ ઘોડેસવારોનું સ્વાગત કરી, વિદાય કર્યાં.
૧૪૨
અટવીના બીજા સાથીદાર ભીલો શબરપતિને મળવા આવ્યાં, ‘આટલા દિવસ તમે ક્યાં ગયાં હતાં? શું કરતાં હતાં?' વગેરે વિવિધ પ્રશ્નો પૂછવાં લાગ્યાં. શબરપતિએ બધી વાત કરી. રાજાનો ખીણમાં થયેલો પરિચય... અને રાજા
ભાગ-૩ * ભવ નવો
For Private And Personal Use Only
Page #475
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નગરમાં લઈ ગયાં. સત્કાર કર્યો.. રાજસુંદરીની હવેલી. એની સાથે ભોગવેલા ભોગ.. વગેરે વાતો કરી. એક ભીલે પૂછ્યું: “અરે ભાઈ, એ તો કહે કે નગર કોના જેવું હતું? રાજા કોના જેવી રૂપાળો હતો? એ નગરવાસીઓ કેવા હતા? પેલી રાજસુંદરી કેવી હતી?
શબરપતિ વિચારમાં પડી ગયો. આ બધું સમજાવવા માટે જંગલમાં કોઈ ઉપમા ન હતી. બહુ બહુ તો પથ્થરો, ગુફાઓ, વૃક્ષો... સરોવરો... ફળો... વગેરેની ઉપમાઓ આપી શકાય. રાજસુંદરીને ભીલવતી જેવી, આભૂષણોને ચણોઠી જેવાં, વિલેપનોને ગેરુ રંગ જેવાં... વગેરે રીતે સમજાવે છે. ઉપમા યોગ્ય પદાર્થો જ જંગલમાં ન હોવાથી નગરને, રાજાના મહેલોને કે હવેલીઓને યથાર્થરૂપે સમજાવી શકતો નથી.
હે દેવી, તેવી રીતે મોક્ષમાં રહેલો અપૂર્વ આનંદ કેવળજ્ઞાની જાણે, છતાં સમજાવી ના શકે. કારણ કે મોક્ષસુખની ઉપમા આપી શકાય તેવું ઉપમેય આ સંસારમાં કંઈ જ છે જ નહીં, માટે મોક્ષસુખ અને મોક્ષના આનંદને શ્રદ્ધાથી જ માની શકાય.” રાણી સુલોચનાએ કહ્યું : “ભગવંત, આપે કહ્યું તે યથાર્થ, પરમ સત્ય છે.'
ત્યાં ક્ષેત્રપાલ વેલંધરે પૂછ્યું: “હે ભગવંત, એ સિદ્ધ ભગવંતોનું સ્વરૂપ કેવા પ્રકારનું છે, એ કહેવા કૃપા કરશો?'
હે મહાનુભાવ, સિદ્ધ આત્માઓ લાંબા નથી હોતાં કે ટૂંકા નથી હોતાં. ગોળત્રિકોણ કે ચરસ નથી હોતાં. - તે આત્માઓ કાળા નથી હોતાં, વાદળી નથી હોતાં, રાતા, પીળા કે ધોળા નથી હોતા. સુગંધવાળા કે દુર્ગંધવાળા નથી હોતા. એમનો રસ કડવો કે તીખો નથી હોતો, ખારો કે મધુર નથી હોતો, તિક્ત કે કષાય નથી હોતો. તેમનો સ્પર્શ નથી કર્કશ હોતો કે નથી કોમળ હોતો, નથી હલકો હોતો કે નથી વજનદાર હોતો, ઠંડો, ઊનો કે ચીકાશવાળો નથી હોતો. નથી લુખ્ખો હોતો. એ પુરુષ નથી, સ્ત્રી નથી, નપુંસક નથી. એ આત્માઓને ઉપમા આપી શકાય એવી એક પણ વસ્તુ આ દુનિયામાં નથી.
તે સિદ્ધાત્માઓ સત્તાસ્વરૂપે અરૂપી છે. તે આત્માઓ નથી શબ્દરૂપે કે નથી અશરૂપે. નથી રૂપી કે નથી અરૂપી, તેમને ગંધ નથી, અગંધ નથી, સ્પર્શ નથી, અસ્પર્શ નથી. રસ નથી, અરસ નથી. બધા જ પ્રપંચોથી રહિત સત્તાસ્વરૂપે છે. અનંત આનંદમય અને પરમપદ છે.'
૦ ૦ ૦ કેવળજ્ઞાની સમરાદિત્ય મહર્ષિની ધર્મદેશના સાંભળી, નરક, સ્વર્ગ અને મોક્ષનું સ્વરૂપ સાંભળી, પાર્ષદામાં બેઠેલા શ્રી સમરાદિત્ય મહાકથા
૧833
For Private And Personal Use Only
Page #476
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજા મુનિચંદ્રને, રાણીઓ નર્મદા, તુલસમંજરી અને સુલોચનાને, છે તથા સામંત રાજાઓને વૈરાગ્ય થયો. તેઓનું “ચારિત્રહનીયકર્મ' ક્ષય પામ્યું. તેમના ચિત્તમાં “ચારિત્રધર્મ' સ્વીકારવાની ભાવના જાગી. રાજા મુનિચંદ્ર ઊભા થઈ. અંજલિ મસ્તકે જોડીને કહ્યું:
હે ભગવંત, આ ધર્મદેશના આપીને, આપે અમારા પર પરમ ઉપકાર કર્યો. આ દાવાનળ સમાન સંસારમાંથી બહાર નીકળવાની ભાવના જાગ્રત થઈ છે. માટે હે ભગવંત, આપ અમને માર્ગદર્શન આપો કે હવે અમારે શું કરવું?
સમરાદિત્યે કહ્યું: “ખરેખર, તમે સહુ ધન્ય છો. તમે શુદ્ધ ચારિત્ર ભાવથી તો પ્રાપ્ત કર્યું જ છે. આ ચારિત્રધર્મ નિર્વાણનું અદ્વિતીય કારણ છે. મોહનું મારણ છે. રાગનાં બંધન તોડી નાખનાર છે. તે મહાનુભાવો, તમે સંયમધર્મનો સ્વીકાર કરો, એ જ તમારા માટે યોગ્ય છે.”
રાજા મુનિચંદ્ર કહ્યું: “હે ભગવંત, અમને સહુને આપની આજ્ઞા શિરોધાર્ય છે. આપ ઉર્જની પધારો. અમે અમારાં ઉચિત કર્તવ્યો પૂર્ણ કરીને, આપની પાસે આવીએ છીએ.'
કેવળજ્ઞાની ભગવંતે સાધુસમુદાય સાથે ઉજ્જૈની તરફ પ્રયાણ કર્યું. ઉજ્જૈનીના બાહ્ય ઉદ્યાનમાં તેઓ પહોંચ્યાં.
મહારાજા મુનિચંદ્ર વગેરે રાજપરિવાર ઉર્જની પહોંચ્યો. રાજમહેલમાં પહોંચીને તરત જ તેમણે મંત્રીમંડળને બોલાવી, વાર્તાલાપ શરૂ કર્યો.
ત્રણે રાણીઓ સાથે હું સંસારનો ત્યાગ કરવા ઇચ્છું છું. એ પૂર્વે આજકાલમાં રાજકુમાર ચંદ્રશનો રાજ્યાભિષેક કરવાનો છે. એ માટે તૈયારી કરો. રાજ્યમાં સર્વત્ર મહાદાન દેવડાવો. સર્વ જિનમંદિરોમાં પૂજા-મહોત્સવો ઉજવાવો...”
બે દિવસમાં આ બધાં જ કાર્યો થઈ ગયાં..
ત્રીજા દિવસે શુભ મુહૂર્ત, રાજા-રાણી અને સામંતો વગેરે મહાઆડંબર સાથે, ગૃહત્યાગ કરી નગરબાહ્ય ઉદ્યાનમાં પહોંચ્યાં. વાહનોમાંથી ઊતરીને, સહુ પગપાળા કેવળજ્ઞાની ભગવંતની પાસે ગયાં.
કેવળજ્ઞાની કોઈને દીક્ષા ના આપે. સમરાદિત્યના મુખ્ય શિષ્ય હતાં શીલદેવ. શલદેવે રાજપરિવારને વિધિપૂર્વક દીક્ષા આપી. અન્ય પ્રજાજનોએ પણ દીક્ષા ગ્રહણ કરી. નૂતન રાજા ચંદ્રશે વંદના કરી અને નગરમાં પાછો ફર્યો.
* ૦ ૦ ૦ ક્ષેત્રપાલ વેલંધરે કેવળજ્ઞાની ભગવંતને પૂછ્યું:
ભગવંત, આપના પર ઉપસર્ગ કરનાર પેલો દુષ્ટ ચંડાળ ભવ્ય છે કે અભવ્ય?” ૧૪
ભાગ-૩ ૪ ભવ નવમો
For Private And Personal Use Only
Page #477
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગવંતે કહ્યું: “તે ભવ્ય જીવ છે.” હે કૃપાનિધિ, એ જીવે શું સમ્યક્ત બીજ પ્રાપ્ત નથી કર્યું? એ પ્રાપ્ત કરશે કે નહીં?
અસંખ્યાત વર્ષ વીતી ગયા પછી, એને શાર્દૂલસિંહ નામના રાજાના ઘોડાનો ભવ મળશે. એ ઘોડાના ભાવમાં સમ્યક્ત પામશે. એ સમ્યક્તના કારણભૂત ગુણપક્ષપાતનું બીજ તેણે આ જન્મમાં જ વાવી દીધું છે, પોતાના આત્મામાં...
હે ક્ષેત્રદેવ, અસંખ્ય ભવો વીતી ગયા પછી, તે “શંખનામનો બ્રાહ્મણ થશે. અને એ ભવમાં એનો મોક્ષ થશે... એની સિદ્ધિ થશે.' વેલધરદેવ આનંદિત થયો. પોતાના સ્થાને ગયો.
૦ ૦ ૦ વર્ષો વીત્યાં.
છે કેવળજ્ઞાની ભગવંત સમરાદિત્યની માતા-સાધ્વી, પિતા-સાધુ સમાધિમૃત્યુ પામીને, સદ્ગતિ પામ્યાં.
મિત્ર સાધુઓ લલિતાગમુનિ, અશોકમુનિ અને કામાંકુરમુનિ પણ સમાધિમૃત્યુને વર્યા હતાં, કેવળજ્ઞાનીએ એમને અંતિમ નિર્ધામણા કરાવીને સદ્ગતિગામી બનાવ્યાં હતાં.
આ મહામુનિ મોહજિત વગેરે ૧૦૮ મુનિવરો અનશન કરી, સર્વ કર્મોનો ક્ષય કરી મુક્તિ વર્યા હતાં.
કેવળજ્ઞાનીએ પોતાના ધર્મશાસનની જવાબદારી મહાત્મા શીલદેવને આચાર્યપદે સ્થાપિત કરી, તેમને સોંપી દીધી હતી.
એક દિવસે તેઓએ કહ્યું: ‘મહાત્માઓ, મારું નિર્વાણ અયોધ્યામાં થશે, આપણે આવતીકાલે અહીંથી અયોધ્યા તરફ પ્રયાણ કરવાનું છે...”
બીજા દિવસે સેકંડો સાધુ-સાધ્વી સાથે સમરાદિત્યે અયોધ્યા તરફ પ્રયાણ કરી દીધું.
* * *
શ્રી સમરાદિત્ય મહાકથા,
૧પ
For Private And Personal Use Only
Page #478
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગામ ગામ અને નગર નગર વિહાર કરતાં, ભવ્ય જીવોને પ્રતિબોધ કરવા, શ્રી સમરાદિત્ય મહર્ષિ અયોધ્યા પહોંચ્યાં, “શકાવતાર' ચૈત્યના એક વિશુદ્ધ ભૂમિ ભાગમાં તેઓએ વિશાળ મુનિ પરિવાર સાથે સ્થિરતા કરી. સાધ્વીવદ નગરમાં નગરશ્રેષ્ઠીની હવેલીમાં સ્થિરતા કરી.
થોડા દિવસો પસાર થયાં. મધ્યરાત્રિનો સમય હતો. કેવળજ્ઞાની સમરાદિત્યના મન-વચન-કાયાના યોગ અત્યંત પ્રશસ્ત બન્યાં. તેઓએ પોતાના જ્ઞાનમાં જોયું હતું કે આયુષ્યકર્મની સ્થિતિ ઓછી છે અને વેદનીયાદિ બીજાં અઘાતી કર્મોની સ્થિતિ વધારે છે. તે કમ આયુષ્યકર્મ સાથે જ ભોગવાઈ જાય તે માટે “સમુદ્ધાત' ક્રિયાનો પ્રારંભ કર્યો.
પહેલા સમયે પોતાના શરીર પ્રમાણ અને ઊર્ધ્વ-અધોલોક પ્રમાણ પોતાના આત્મપ્રદેશોનો દંડ કર્યો.
ક બીજા સમયે આત્મપ્રદેશોને પૂર્વ-પશ્ચિમમાં કપાટરૂપે બનાવ્યા. છે ત્રીજા સમયે એ જ આત્મપ્રદેશોને મંથાનરૂપે બનાવ્યાં.
ચોથા સમયે આંતરાઓ પૂરીને સંપૂર્ણ ૧૪ રાજલોકવ્યાપી બની ગયા. છે પાંચમા સમયે આંતરા સંહરી લીધાં. - છઠ્ઠા સમયે મંથાનને સંહરી લીધો. કે સાતમા સમયે કપાટને સંહરી લીધું.
આઠમા સમયે દંડને સમેટી લઈ, આત્મા શરીરસ્થ બની ગયો. સમુઘાતની ક્રિયા પૂર્ણ કરીને, તેઓએ “યોગનિરોધ” શરૂ કર્યો. મન-વચનકાયાના યોગોના નિમિત્તે થતાં કર્મબંધનોનો નાશ કરવા માટે યોગનિરોધ કરવામાં આવે છે. આ ક્રિયા અંતર્મુહૂર્તકાળમાં કરવામાં આવે છે.
સમરાદિત્ય મહર્ષિએ સર્વપ્રથમ બાદર કાયયોગના બળથી, બાદર વચનયોગને રોચ્યો. તે પછી બાદર કાયયોગના આલંબનથી, બાદર મનોયોગને રોચ્યો. તે પછી ઉચ્છવાસ-નિશ્વાસને રોપ્યાં, ત્યાર બાદ સૂક્ષ્મ કાયયોગથી બાદર કાયયોગનું રૂંધન કર્યું. તે પછી સૂક્ષ્મ કાયયોગથી સૂક્ષ્મ વચનયોગને રોચ્યો અને પછીના જ સમયે તેમણે મનોયોગનો નાશ કર્યો. તે પછીના સમયે સૂક્ષ્મ કાયયોગનો નાશ કર્યો.
સૂક્ષ્મ કાયયોગને રોધવાની ક્રિયા કરતો આત્મા “સૂક્ષ્મ ક્રિયા-અપ્રતિપાતી' નામના શુક્લધ્યાનના ત્રીજા પ્રકારમાં પ્રવેશ કરે છે, અને તેઓ તેરમાં ગુણસ્થાનકના ચરમ સમયપર્યત ચાલ્યા ગયા.
ભાગ-૩ ૪ ભવ નવમો
9899
For Private And Personal Use Only
Page #479
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ સ્થાને તેમણે સાત વાર્તાનો નાશ કર્યો. ૧. સૂકિયા-અપ્રતિપાતી ધ્યાન, ૨. સર્વે કિઠ્ઠિઓ, ૩. શાતા વેદનીય કર્મનો બંધ, ૪, નામ-ગોત્રકર્મની ઉદીરણા, ૫. શુક્લ વેશ્યા, ૬. સ્થિતિ-રસનો ઘાત અને ૭. યોગ.
આ સાત વાતોનો ક્ષય કરી, તેઓ “અયોગી-કેવલી’ ગુણસ્થાનકે પહોંચી ગયાં. પાંચ હ્રસ્વ સ્વરના ઉચ્ચારણકાળ જેટલો સમય પસાર કરી, તેઓ ઊર્ધ્વગતિએ સિદ્ધશિલા પર પહોંચી ગયાં.
છે જન્મ-જરા અને મૃત્યુથી રહિત, અચલ, અરુજ અને પરમાનંદ,સુખને સાધી આપનાર, પરમ સિદ્ધિને તેઓ પામ્યાં.
દેવલોકના દેવો ઊતરી આવ્યાં, અયોધ્યાની ધરતી પર. દેવોએ કેવળજ્ઞાની ભગવંતના દેહને સ્નાન કરાવ્યું. ઉત્તમ વસ્ત્રો પહેરાવ્યાં. ચંદનનાં કાષ્ઠોની ચિતા રચી. દેવોએ કેવળજ્ઞાનીના દેહને ચિતા પર પધરાવ્યો. અગ્નિકુમાર દેવોએ અગ્નિ પેટાવ્યો, વાયુકુમાર દેવોએ પવન વિસ્તાર્યો. અગ્નિની ભડભડતી વાળાઓમાં દેહ ભસ્મીભૂત થઈ ગયો.
પ્રધાન અસ્થિઓ કુંભમાં ભરીને, દેવો દેવલોકમાં લઈ ગયાં. દેવલોકમાં, એકાંત સ્થળમાં એની સ્થાપના કરી. ઇન્ડે બધા દેવોને બોલાવ્યાં. સહુએ અસ્થિકળશની પૂજા કરી. હર્ષપૂર્વક પ્રણામ કર્યા.
૦ ૦ ૦ સમરાદિત્ય મહર્ષિનું નિર્વાણ થઈ ગયું. તેઓ સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ ગયાં. પરમ સુખ અને પરમાનંદના ભોક્તા બની ગયાં... પરંતુ ' સાધુઓ ચોધાર આંસુએ રડવા લાગ્યાં. સાધ્વીઓ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. શ્રાવકો ને શ્રાવિકાઓ ઘેરું કલ્પાંત કરવા લાગ્યાં. સર્વત્ર શોક, વિષાદ અને કલ્પાંતનું વાતાવરણ છવાઈ ગયું. ન રડ્યા એકમાત્ર આચાર્ય શીલદેવ.
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૪૭
For Private And Personal Use Only
Page #480
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કર્તવ્યના ભારે તેમને કલ્પાંત કરતાં રોક્યાં. જવાબદારીના ભાને તેમને રુદન કરતાં અટકાવ્યાં, પરંતુ તેઓ ગંભીર બની ગયા... વિષાદ તેમની આંખોમાં દેખાતો હતો. શિરચ્છત્ર ગુમાવ્યાનું દુ:ખ એમના સૌમ્ય મુખ પર છવાયેલું દેખાતું હતું...
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેઓ એક ઊંચા કાષ્ઠાસન પર બેઠાં હતાં. તેમની એક બાજુએ શ્રમણો બેઠા હતા. બીજી બાજુ શ્રમણીઓ બેઠી હતી...
બે શ્રમણીઓ પાછળથી આવી. કેવળજ્ઞાની ભગવંતની ચિતામાંથી તેઓ રાખ લઈને આવી હતી. રડી રડીને એ બંનેની આંખો સૂઝી ગઈ હતી. તેમનાં મુખ મ્લાન થઈ ગયાં હતાં... બંને શ્રમણીઓ આચાર્ય શીલદેવની સમક્ષ નતમસ્તકે ઊભી રહી ગઈ. કરુણ કલ્પાંત કરવા લાગી... આચાર્ય શીલદેવ ગંભીર સ્વરે બોલ્યાં:
‘હે સુશીલ આર્યાઓ, અત્યારે શોક ના કરવાનો હોય. આપણા તારણહારે તેમનું શ્રેષ્ઠ પ્રયોજન સાધી લીધું. તેઓ પરમાનંદ પામી ગયાં,.. આપણે રુદન ના કરાય...’ ‘ગુરુદેવ, અમને એમની પાસે જવાનો માર્ગ બતાવો. એમના વિના... એક ક્ષણ પણ અમે જીવી નહીં શકીએ.'
સાધ્વી ચિંતામણિ બોલ્યાં. સાધ્વી સુંદરીએ કહ્યું:
‘ગુરુદેવ, ભલે આગમાં બળવું પડે કે અનશન કરવું પડે... પહાડના શિખર ૫૨થી પડવું પડે કે વિષપાન કરવું પડે. અમે આપ કહો તેમ કરીશું,.. પરંતુ અમારે ત્યાં જવું છે... જ્યાં ભગવંત ગયાં છે.’
બે સાધ્વીઓના કલ્પાંતે, ત્યાં ઉપસ્થિત સર્વે સાધુ-સાધ્વીઓને રડાવી મૂક્યાં. સહુ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડયાં. આચાર્ય શીલદેવની આંખો ભીની થઈ. તેઓ ગદ્ગદ સ્વરે બોલ્યાં:
‘હે આર્યાઓ, તમે ભગવંત પાસેથી શું સંયોગ-વિયોગનું તત્ત્વજ્ઞાન નથી પામ્યાં? ‘સંયો વિયોગાન્તા।' જેનો સંયોગ, એનો વિયોગ થાય જ. ભગવંતનો આપણને સહુને વિયોગ થયો, થવાનો જ હતો... ને થયો. આપણને એમના પ્રત્યે અવિહડ ભક્તિ હતી... પ્રેમ હતો... ગહન ગુણાનુરાગ હતો... એટલે એમનો વિયોગ આપણને સતાવે એ સ્વાભાવિક છે... પરંતુ તમે જ્ઞાની છો... ભવસ્થિતિને જાણો છો, માટે શોકને ત્યજી દો... સ્વસ્થ બનો અને નિરાબાધપણે સંયમની આરાધનામાં લીન બો...'
૧૪૦૮
સાધ્વી ચિંતામણિએ કહ્યું:
‘ગુરુદેવ, હવે ભગવંતના વિરહકાળમાં અમે જીવન જીવી શકીએ એમ જ નથી... એમના પ્રત્યેના તીવ્ર પ્રેમથી જ અમે ગૃહવાસ ત્યજ્યો હતો... એમના પ્રત્યેના અગાધ સ્નેહથી જ સંયમજીવનના કષ્ટો પ્રસન્નતાથી સહતાં રહ્યાં છીએ... હવે આ બધું શક્ય નથી... તેઓ મુક્તિ પામ્યાં... સિદ્ધશિલા પર ગયાં... અમને પણ
ભાગ-૩ * ભવ નવમો
For Private And Personal Use Only
Page #481
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાં જવાનો ઉપાય, બતાવો ગુરુદેવ, કૃપા કરો. હવે આહાર-પાણી તો આ ભવમાં અમે લેવાનાં નથી.... એ તો અમારો સંકલ્પ છે...”
અનેક સાધુ-સાધ્વી બોલી ઊઠ્યા: “અમારે પણ આહારપાણીનો ત્યાગ છે આ જીવનમાં..' - સાધ્વી સુંદરીએ કહ્યું: “હે ગુરુદેવ, અમને આપ અનશન કરાવો. અનશન કરીને, અમે એવું આત્મધ્યાન કરીએ કે અમારાં સર્વકર્મો નાશ પામે...”
હે આર્યે, તમે અનશન કરી શકશો... પરંતુ વિશુદ્ધ આત્મસ્વરૂપનું ધ્યાન નહીં ધરી શકો....'
શાથી ગુરુદેવ આર્યા ચિંતામણિએ પૂછ્યું
તમારું મન મોક્ષગામી બનેલા ભગવંતમાં જ લીન રહેવાનું અને આ રાગદશા, ભલે પ્રશસ્ત છે, છતાં એ મુક્તિમાં... આત્માના નિર્વાણમાં બાધક બનવાની. તમે ભગવંતની વિશુદ્ધ આત્મજ્યોતમાં વિલીન નહીં બની શકો...”
બંને સાધ્વીઓ વિચારમાં પડી ગઈ. અન્ય સાધુઓ અને સાધ્વીઓ પણ ગહન વિચારમાં પડી ગયાં. આચાર્યશ્રી શીલદેવ બોલ્યા: “હે આર્યાઓ, સરાગ સંયમની આરાધના, સાધકને દેવલોક અપાવે છે, નિર્વાણ નહીં. નિર્વાણ પામવા વીતરાગ બનવું જ પડે.”
ગુરુદેવ આપ કહો તો અમે સિવાય ભગવંત, સમગ્ર દુનિયા પ્રત્યે રાગ-દ્વેષ ત્યજી દઈએ. ભગવંત પ્રત્યેનો રાગ જવો અસંભવ છે... મરતાં મરતાં મુખમાં નામ તો એમનું જ રહેવાનું.. મનમાં ધ્યાન તો એમનું જ રહેવાનું...'
તો પછી નિર્વાણ નહીં પામી શકો...”
તો ભગવંતની આત્મજ્યોતમાં અમારી આત્મજ્યોત વિલીન નહીં થાય? અભેદ ભાવે મિલન નહીં થાય? અમારે તો એમના આત્મતત્ત્વમાં વિલીન થઈ જવું છે...” સાધ્વી ચિંતામણિ બોલી.
એ શક્ય જ નથી. મુક્તિમાં... દરેક આત્માનું અસ્તિત્વ સ્વતંત્ર જ રહે છે. કોઈ આત્માનું અસ્તિત્વ નષ્ટ થતું નથી કે બીજા આત્મામાં વિલીનીકરણ થતું નથી. આ તો વ્યવહારથી કહેવાય કે “જ્યોતમાં જ્યોત ભળી જાય છે.”પારમાર્થિક દૃષ્ટિએ દરેક વિશુદ્ધ આત્મા ત્યાં સ્વતંત્ર જ રહે છે. દરેક વિશુદ્ધ આત્માનો સુખાનુભવ પણ ત્યાં પોતપોતાનો હોય છે. ત્યાં વિશુદ્ધ આત્માઓનું કોઈ જ પરસ્પર આદાન-પ્રદાન હોતું નથી...'
મૌન છવાયું. આચાર્યશ્રી શીલદેવ પણ મૌન રહ્યાં. સહુ સાધુ-સાધ્વીને વિચારવાનો સમય આપ્યો.
અમને અનશન કરાવો, ગુરુદેવ, સાધ્વી સુંદરીએ કહ્યું :
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૪se
For Private And Personal Use Only
Page #482
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે જે સાધુ-સાધ્વીને અનશન કરવું હોય, તેઓ કરી શકશે. પરંતુ અનશન કરવા પૂર્વે બે પ્રકારની સંલેખના કરવાની છે. શરીર-સંલેખના અને કપાય-સંલેખના.
કષ્ટોને સહવા શરીર સક્ષમ જોઈએ. ક કષ્ટો આવે ત્યારે ક્રોધ-માન-માયા-લોભ - આ કષાયો ઊઠવા ના જોઈએ.
અનશન કરનારાઓએ આ રીતે મન અને તનને સશક્ત બનાવવાનાં છે. અનશન લીધા પછી, કષ્ટો આવે ત્યારે મનમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ના થવું જોઈએ. શરીર થાકી ના જવું જોઈએ. સમાધિમૃત્યુને ભેટવા માટે પ્રતિક્ષણ તૈયાર રહેવું જોઈએ.”
ગુરુદેવ અમે સંલેખના કરવા તૈયાર છીએ.” સાધ્વી ચિંતામણિ, સાધ્વી સુંદરી વગેરેએ નિર્ણય જાહેર કર્યો. અન્ય સાધુ-સાધ્વીઓએ પણ અનશનનો નિર્ણય જાહેર
કર્યો.
0 0 0 - સાધ્વી ચિંતામણિ અને સાધ્વી સુંદરીએ સંલેખના કરી. આત્મભાવને નિર્મળ કર્યો. તે બંનેએ “ભક્તપરિજ્ઞા' નામનું અનશન કર્યું..
અન્ય સેંકડો સાધુ-સાધ્વીઓએ અયોધ્યામાં, પરમાત્મા ઋષભદેવની તીર્થભૂમિ પર આત્માનાં તેજ પ્રગટ કર્યા...
કાળચક્ર અનંતકાળથી ફર્યા જ કરે છે... એ કાળચક્રમાં મહાન સમરાદિત્યની મહાકથા સચવાઈ રહી... ઘણું બધું વહી ગયું... સરી ગયું... નષ્ટ થઈ ગયું... આ મહાકથા જળવાઈ રહી...
આચાર્યદેવશ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ આ કથાને પ્રાકૃત ભાષામાં લખી... અદભુત શૈલીમાં લખી. મેં એ કથાનો આધાર લઈ ગુજરાતી ભાષામાં લખવાની બાલચેષ્ટા કરી છે... વાચકો, મારી ક્ષતિઓને ક્ષમા કરજો. જય સમરાદિત્ય! જય હરિભદ્રસૂરિ! પૂર્ણાહુતિ (પંચગની - ૨૨૩૯૧)
એક
રોક
શોક
1990
ભાગ-૩ + ભવ નવમો
For Private And Personal Use Only
Page #483
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रुतसरिता (बुकस्टॉल) कोबातीर्थ में उपलब्ध साहित्य श्री महावीर जैन आराधना केन्द्र के प्रकाशन
हिन्दी पुस्तकें : १. जिनशासन के समर्थ उन्नायक आचार्य पद्मसागरसूरि भेंट २. कैलास श्रुतसागर ग्रंथसूची (खंड-१ से ५) संकलनः मुनि निर्वाणसागरजी म.सा.
५००.०० ગુજરાતી પુસ્તકો ૧. આતમ તે પરમાતમા પરમાતમ તે વીર
5०.०० -આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજી (શ્રી મહાવીર સ્વામી વિષયક પદ્ય રચનાઓનું સંકલન) ૨. આતમજ્ઞાની શ્રમણ કહાવે
२०.०० -પ્રો. કુમારપાળ દેસાઈ . ગૌતમ નામ જપો નિશદીશ
४०.०० -ઉપાધ્યાય શ્રી ધરણંદ્રસાગરજી ४. श्रीमाणी वंशनो तिहास (भाग-१-२)
३१.०० -આચાર્ય શ્રી વર્ધમાનસાગરસૂરિજી
___English books : 1. Pratikramana Sutra
20.00 -Muni Shri Nirvansagarji
अरुणोदय फाउन्डेशन द्वारा प्रकाशित आचार्य श्री पद्मसागरसूरिजी के प्रवचनों से संकलित
हिन्दी पुस्तकें : १. जीवन-दृष्टि
२५.०० २. प्रतिबोध
२०.०० ३. मोक्ष मार्ग में बीस कदम
२५.०० ४. संवाद की खोज
२०.०० ५. संशय सब दूर भये
२०.००
For Private And Personal Use Only
Page #484
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
अन्य प्रकाशन
૧. આતમ પામ્યો અજવાળું
૨. ચિંતનની કેડી
3. भवयन पराग
૪. જીવન વિકાસનાં વીંસ સોપાન
www.kobatirth.org
ગુજરાતીમાં અનૂદિત પુસ્તકો:
१. मारग मेरा सबसे न्यारा
२. सचित्र जैन कथासागर ( भाग - १ )
३. सचित्र जैन कथासागर (भाग - २)
४. यात्रा नवाणु करीए विमलगिरि
५. प्रतिक्रमण सूत्र सह विवेचन (हिन्दी, अंग्रेजी) भाग १, २ ६. कोबा डाईजेस्ट (हिन्दी - गुजराती)
૭. અલખ પંથમાં અજબ તમાસા
1. Beyond Doubt
2. Light Of Life
3. Pratikramana Sutra With Explanation
(Hindi-English) Part - 1, 2
६. सद्भावना
७. मैं भी कैदी हूँ
૧. નયા સંદેશ
English books:
अष्टमंगल फाउन्डेशन द्वारा प्रकाशित हिन्दी पुस्तकेंः
१. कर्मयोग
२. गुरुवाणी
३. पद्मसागरसूरिजी एक परिचय
४. प्रतिक्रमणसूत्र ( हिन्दी-अंग्रेजी) ५. अध्यात्म के झरोखे से
ગુજરાતી પુસ્તકઃ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
२०.००
१५.००
२०.००
२०.००
५.००
४०.००
४०.००
५.००
१२५.००
मासिक पत्रिका
4.00
20.00
15.00
125.00
३५१.००
४००.००
I
१५.००
५१.००
२००.००
Page #485
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आचार्य श्री भद्रगुप्तसूरिजी (प्रियदर्शन) का उपलब्ध साहित्य
हिन्दी पुस्तकें
प्रवचन
२५.०० १५०.०० ५०.००
३०.००
३०.००
३०.००
५०.००
५०.००
३०.००
५०.००
१५.००
१. पर्व प्रवचनमाला २. श्रावकजीवन (भाग २ से ४)
३. शांतसुधारस (माग १) कथा-कहानियाँ
१. शोध-प्रतिशोध (समरादित्य : भव-१) २. द्वेष-अद्वेष (समरादित्य : भव-२) ३. विश्वासघात (समरादित्य : भव-३) ४. वैर विकार (समरादित्य : भव-४) ५. स्नेह संदेह (समरादित्य : भव-६) ६. संसार सागर है ७. प्रीत किये दुःख होय ८. व्रतकथा ९. कथादीप १०. फूलपत्ती ११.छोटी सी बात १२. कलिकाल सर्वज्ञ १३.हिसाब किताब १४.नैन बहे दिन रैन
१५. सबसे ऊँची प्रेम सगाई নরলে
१. ज्ञानसार २. मारग साचा कौन बतावे ३. पीओ अनुभव रस प्याला ४. शान्त सुधारस (अर्थ सहित)
१०.००
८.००
८.००
२५.००
१५.००
३०.००
३०.००
३०,००
३०.००
२०.००
१२.००
For Private And Personal Use Only
Page #486
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫.૦૦
૨૫.૦૦
રૂ૦ ૦૦
રૂ૦.૦૦
૧૦.૦૦
૬.૦૦
ર૦.૦૦
५. मोती की खेती ૬. પ્રશમરતિ (મા - ૨) निबंध : मौलिक चिंतन
१. स्वाध्याय २. चिंतन की चाँदनी ३. जिनदर्शन ४. शुभरात्रि
५. सुप्रभातम् बच्चों के लिए (सचित्र) ૧. વિજ્ઞાન સેટ (રૂ પુસ્તક)
ગુજરાતી પુસ્તકોઃ પ્રવચનો ૧. ધમ્મ સરણે પવન્જામિ (ભાગ ૧ થી ૪) ૨. શ્રાવક જીવન (ભાગ ૧ થી ૪) ૩. શાંત સુધારસ (ભાગ ૧ થી ૩) ૪. પર્વ પ્રવચનમાળા ૫. મનને બચાવો કથા-વાર્તા સાહિત્ય ૧. સમરાદિત્ય મહાકથા (ભાગ ૧ થી ૩) ૨. પાંપણે બાંધ્યું પાણિયારું ૩. પ્રીત કિયે દુ:ખ હોય ૪. એક રાત અનેક વાત ૫. નીલ ગગનનાં પંખેરુ ૬. મને તારી યાદ સતાવે ૭. દોસ્તી ૮, સર્વજ્ઞ જેવા સૂરિદેવ ૯. અંજના ૧૦. ફૂલ પાંદડી
૨૦૦.૦૦ ૧પ૦.૦૦ ૧૫૦.૦૦ ૫૦.૦૦ ૧૫.૦૦
૨૦૦.૦૦ ૪૦.૦૦
૫૦.૦૦
૩૦.૦૦ ૩૦.૦૦ ૩૦.૦૦ ૨૫.૦૦ ૩૦.૦૦ ર૦.૦૦ ૮.૦૦
For Private And Personal Use Only
Page #487
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫.૦૦ ૩૦.૦૦ 30.00
૨૦.00
૨૦.૦૦ ૨૦.00
૨૦.00
૨૦.૦૦ ૫૦.૦૦
૩૦.૦૦ ૪૦.૦૦ ૨૦.૦૦
૧૧. વ્રત ધરે ભવ તરે ૧૨. શ્રદ્ધાની સરગમ ૧૩. શોધ પ્રતિશોધ ૧૪. નિરાંતની વેળા ૧૫. વાર્તાની વાટે ૧૬. વાર્તાના ઘાટે ૧૭. હિસાબ કિતાબ ૧૮. રીસાયેલો રાજકુમાર
૧૯. સુલતા તત્ત્વજ્ઞાન-વિવેચન
૧. મારગ સાચા કૌન બતાવે ૨. સમાધાન
૩. પીઓ અનુભવ રસ પ્યાલા મૌલિક ચિંતન નિબંધ
૧. હું તો પલ પલમાં મુંઝાઉં ૨. તારા દુઃખને ખંખેરી નાખ ૩. ન પ્રિયતે ૪. ભવના ફેરા ૫. જિનદર્શન (દર્શન વિધિ) ૬. માંગલિક (નિત્ય સ્વાધ્યાય) ૭. સ્વાધ્યાય ૮. તીર્થયાત્રા ૯. ત્રિલોકદર્શન ૧૦. લય-વિલય-પ્રલય ૧૧. સંવાદ ૧૨. હું મને શોધી રહ્યો છું. ૧૩. હું તને શોધી રહ્યો છું
૩૦.૦૦ 80.00
૧0.00
૧પ.00 ૧૦.00
૮ OO ૩૦.૦૦
૮.૦૦ ૨૫.૦૦
૫૦.૦૦
૪૦.૦૦ 40.00 80.00
For Private And Personal Use Only
Page #488
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२०.००
२०.००
५.००
બાળકો માટે રંગીન સચિત્ર
१. विज्ञान सेट (3 पुस्ती ) વિવિધ
१. मातin (ollil) ૨. સમતા સમાધિ
English books 1. The Way Of Life Part 1 to 4] 2. Jain Ramayana [Part 1 to 3] 3. Bury Your Worry 4. Children's 3 Books Set 5. A Code of Conduct 6. The Treasure of mind
160.00 130.00 30.00 20.00
6.00 5.00
श्रुत सरिता
(जैन पुस्तक व उपकरण विक्रय केन्द्र) श्री महावीर जैन आराधना केन्द्र, कोबातीर्थ, गांधीनगर - ३८२ ००९
द्वारा प्रकाशित एवं प्रसारित > अच्छी पुस्तकें वफादार और आत्मीय मित्र का काम करती हैं. > पुस्तकों की पगडंडी आपको आंतरिक सुख की ओर ले जाती है.
> अच्छा वाचन - अच्छे विचारो का बीज बोता है। अच्छे विचार अच्छे व्यक्तित्व का निर्माण करते हैं.
• सूचना 6 # पुस्तक मंगवाने के लिए धनराशि ड्राफ्ट अथवा मनिओर्डर से भेजें साथ ही अपना पूरा पता व पीन कोड नंबर अवश्य लिखे.
म वी. पी. से पुस्तकें नहीं भेजी जाती.
For Private And Personal Use Only
Page #489
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂળ સમરાદિત્ય મહાકથામાં આવતી વિશિષ્ટ વિગતો-વિષયોની યાદી અનાર્ય દેશોનાં નામ
અપ્રમત્ત સંયત વગેરેના કર્મબંધની સ્થિતિ અર્થની મહત્તા
આઠ પ્રતિહાર્યો ઇન્દ્રાદિમાં દોષો
કયા જીવો કેટલા પ્રકારનું કર્મ બાંધે? કરણીય
કળાઓ (૭૨) ના નામ કામશાસ્ત્રની સમાલોચના
કાર્મણયોગની અસર ગારુડ મંત્ર
ચરુકમ ચ્યવનનાં ચિહ્નો
છીંકોનાં ફળ જિનમંદિરમાં ઘંટવાદનાદિ
તીર્થંકરની સ્તુતિ તેજલેશ્યાનું ઉલ્લંઘન
દીક્ષા વર્ગના પ્રશસ્ત સમય દીક્ષાની વિધિ
દીક્ષા માટે શાસ્ત્રમર્યાદા દુષ્કરતાનાં વિવિધ ઉદાહરણો ધર્મનો પ્રભાવ નમસ્કાર મંત્રનો પ્રભાવ
નારી અને નરમાં તફાવત પુણ્ય અને પાપનાં ફળ
પુણ્યબંધ અને પાપબંધનાં કારણો પ્રમાદ અને અપ્રમાદનાં ફળ બાણના પ્રકારો મસ્તક વેદનાનો પ્રતિકાર
યુદ્ધ યુદ્ધનાં ઉપકરણો
યુદ્ધના સમાચારની અસર રાજ્યાભિષેક માટેના માંગલિક પદાર્થો લગ્ન અને દારાનો પરિગ્રહ લગ્નની વિધિ -
વિષની અસર વૃક્ષોનાં નામ
વૈદ્યની ઉદ્દઘોષણા શુભ અને અશુભ કર્મના વિપાકો શુભાશુભ કર્મો બાંધવાના વિશિષ્ટ કારણો સંસારી જીવોની વિડંબનાઓ સન્નારીઓની પ્રશંસા સર્પ દંશ
સહિષ્ણુતાની પરાકાષ્ઠા સાચું શ્રામય
સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ સિદ્ધોનું સુખ
સુભટોને આવકાર સૌભાગ્યવતીનાં લક્ષણો
સ્ત્રીઓની કુટિલતા ઇત્યાદિ સ્ત્રીનું સ્વરૂપ
સ્ત્રીને અપાયેલી ઉપમાઓ
For Private And Personal Use Only
Page #490
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂળ સમરાદિત્ય મહાકથામાં વપરાયેલા નોંધપાત્ર શબ્દોની યાદી અકુશલાનુબંધિકર્મ અકુશલાનુબંધિકર્મનો ઉદય અજિતબલા વિદ્યા અપ્રતિહતસકા વિદ્યા આકાશગામિની વિદ્યા આપણી ધર્મકથા આચારિક દાન આરોગ્યમણિરત્ન
ઇન્દ્રજાળ ઇન્દ્રધનુષ્ય ઇન્દ્રનીલ (મણિ)
ઉપાશ્રય ઔષધિવલય કંબલરત્ન
કલ્યાણમિત્ર કામી જનો કાત્યાયની
કામદેવ મહોત્સવ કાર્પણ યોગ કાલકૂટ વિષ
કાલઘંટ કિાલઘંટા કાલસર્પ
કુશલાનુબંધી કર્મ કુંભસ્થલમાં મોતી કૌતુક
કૌમુદી મહોત્સવ ખટકખડ (નરકપ્રસ્તાર) ખાળકૂવો
ગગનગામિની વિદ્યા ગટર ગર્ભદાસી
ચકમક ચાડકા
ચન્દ્રકાન્ત (વિમાન) ચબૂતરો ચિત્તામણિ જય જય નન્દા
જાતિયુક્તિ તાલો ધાટિની વિદ્યા તુવરીઅસ્થિકા
દંડપાશક દંડપા શિક દિવ્ય
ધર્મકથાના ચાર પ્રકાર ધર્મલાભ નિર્વેદની ધર્મકથા
નેત્રપટ પંચકુલ
પટરત્ન (નયનમોહન) પદાનુસારી લબ્ધિ પદ્મવ્યુહ
પરદૃષ્ટિમોહિની (ચોરગુટિકા) પર્વત યંત્રો પાંડર ભિક્ષુક
પાપાનુબંધી કર્મોદય પુણ્ય (કુશલાનુબંધી) પુણ્ય (પુણ્યાનુબંધી) પૂર્વસેવાકલ્પ
બલિ બલિ-નૈવેદ્ય બલિવિધિ
બિડિમાલ (શસ્ત્ર) ભૃગુપાત મંડલ
મદનત્રયોદશી મદનમહોત્સવ
મનોરથપૂરક (કામિતપતન) યોગકર્મ યોગપટક રત્નકંબલ
રાધાવેદ રોજમેળ લગડશાયી
લેખવાહક લેખાચાર્ય લોહિતમુખ
વરવરિકા વસતિ વસ્ત્રગૃહ
વાસગૃહ વાસઘર વાસભવન
વાસીચંદનકલ્પ વિક્ષેપણી કથા શકટયૂહ
શક્તિ (આયુધ) શાન્તિકર્મ શેષ (નાગ)
સંવેદની ધર્મકથા સહસંપાક સહસપાક તેલ
સિદ્ધપુત્ર સ્ત્રીરત્ન
સ્વરમંડલ હાથીના મસ્તકના મોતી
For Private And Personal Use Only
Page #491
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir झाचार्य श्री कलासरायरसरि ज्ञानमंदिर कावा तीर्य Acharya Sri Kailasasagarsuri Gyanmandir Sri Mahavir Jain Aradhana Kendra Koba Tirth, Gandhinagar-382 007 (GU)) INDIA Web site : www.kobatirth.org E-mail: gyanmandir @kobatirth.org CONCEPT: BIJAL CREATION 09376725757 ISBN 81-89177-07- 9 1 5BN SET 81-89177-06-0 For Private And Personal Use Only