________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંદર દિવસમાં એક દિવસ તમારે કોઈ પણ પાપકાર્ય કરવું નહીં અને આ એકાંત સ્થળમાં બેસીને, તમારે શ્રી નવકારમંત્રનું જ સ્મરણ કર્યા કરવાનું. એ દિવસે કદાચ પૂર્વજન્મના પાપકર્મના ઉદયથી, કોઈ તમારા શરીરને કષ્ટ આપે કે દુઃખ આપે, તો તમારે એને ક્ષમા આપવાની. તેનો પ્રતિકાર ના કરવો.
છે આ રીતે કરવાથી દેવી સુખ-સંપત્તિના કારણભૂત જિનભાષિત ધર્મની પ્રાપ્તિ તમને થશે..'
તમે બંનેએ મુનિવરોની પ્રેરણા ગ્રહણ કરી. પછી નમતા પહોરે તું સાધુઓને રાજમાર્ગ સુધી મૂકીને પાછો આવ્યો. શ્રીમતી અતિ પ્રસન્ન હતી. તેણે તને કહ્યું:
હે નાથ, આ સાધુઓ કેવા કૃપાળુ હતા! આજે તો આપણે ત્યાં સોનાનો સૂરજ ઊગ્યો! આપણા આંગણે કલ્પવૃક્ષ ઊગી નીકળ્યું! આવા પાપ વિનાનું જીવન જીવનારા મહાત્માઓ આપણા જેવા પાપીને ઘેર ક્યાંથી? મને તો ખૂબ ગમ્યા મુનિવરો!”
તેં કહ્યું: “તારી જેમ મને પણ એ મહાત્માઓ ઘણા જ ગમ્યા છે. એમનો ઉપદેશ ગમ્યો છે...”
હવે આપણે પણ છોડી શકાય એટલાં પાપ છોડી દઈએ.”
સાચી વાત છે, જે પ્રમાણે મુનિવરોએ કહ્યું છે, એ પ્રમાણે તો આપણે કરીશું જ' શ્રી નવકારમંત્રનો જાપ તો આજથી જ શરૂ કરી દઈએ!”
તમે બંનેએ શ્રી નવકારમંત્રનું સ્મરણ શરૂ કરી દીધું. એક દિવસ તમે એકાંતમાં બેસીને, નવકારમંત્રનું સ્મરણ કરતાં હતાં, ત્યાં વિંધ્યપર્વતના શિખર પર બેઠેલા સિંહને શ્રીમતીએ જોયો. પીળા રંગની કેશવાળીને હલાવતો એ બેઠો હતો. શ્રીમતી સિંહને જોઈને, ભયભીત થઈ ગઈ. તેણે તને સિંહ દેખાડ્યું. શ્રીમતીને તેં કહ્યું: “તું મારી પાસે છે. ડરવાની જરૂર નથી. હું એક જ તીરથી એને હમણાં જ વીંધી નાખું છું.' એમ કહીને, તારી આગળ જ પડેલા બાણને તેં ઉપાડ્યું. ઉપર તીર ચઢાવ્યું. ત્યારે શ્રીમતીએ કહ્યું: “હે નાથ, આપના જેવા ધનુર્વિદ્યાના પારંગતને એ અશ્કય નથી. આપ એ સિંહને હણી શકો એવી તાકાત છે આપનામાં, પરંતુ એમ કરવાથી ગુરુવચનનો ભંગ થશે! યાદ કરો ગુરુવચનને! તેઓએ કહેલું છે કદાચ તમારા શરીરનો કોઈ વિનાશ કરે, તો પણ એ દિવસે તમારે ક્ષમા આપવી, પ્રતિકાર ના કરવો!'
મેં કહ્યું: “દેવી, તારી વાત સાચી છે. ગુરુવચનને ઉલ્લંઘાય જ નહીં. આ તો તારા પ્રત્યેના અથાગ સ્નેહથી પ્રેરાઈને મેં ધનુષ્ય હાથમાં લીધું. પરંતુ પ્રિયે, હવે એને મૂકી દઉં છું જમીન પર.
૧૧૮
ભાગ-૩ ૪ ભવ આઠમ
For Private And Personal Use Only