SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગઈ. સમગ્ર રાજસુખો તરફ તીવ્ર વૈરાગ્યદશા પ્રગટ થઈ ગઈ.' સમવસરણમાં જ ઊભા થઈને, ભગવંતને વિનંતી કરી: “હે ભવોદધિતારકી મારી પ્રબળ ભાવના છે કે મોક્ષસુખના કારણભૂત એવી ભાગવતી દીક્ષા આપની પાસે ગ્રહણ કરું..” મહારાણી ચંદ્રધર્માએ પણ પરમાત્માની પાસે આવીને, આવી જ પ્રાર્થના કરી, દીક્ષા ગ્રહણ કરવાની વિનંતી કરી. તીર્થંકર પરમાત્માએ કહ્યું: “જહાસુખે દેવાણુપિયા!” હે મહાનુભાવો, વિના વિલંબે તમને સુખ ઊપજે એમ કરો. ગહન વન જેવા આ સંસારમાં ભવ્ય જીવોએ મોક્ષમાર્ગની જ આરાધના કરી લેવા જેવી છે.” અમે બંનેએ રાજા-રાણીએ ભાવથી તો ત્યારે જ ચારિત્રી બની ગયા, પરંતુ હું રાજા હતો ને રાજ્યની વ્યવસ્થા કરવી, કર્તવ્ય હતું. આચાર્યદેવની આજ્ઞા લઈ, અમે રાજમહેલે પહોંચ્યાં. કે તરત જ મંત્રીમંડળને બોલાવીને, અમારી ભાવના વ્યક્ત કરી. મંત્રીમંડળે અનુમતિ આપી. રાજકુમારને બોલાવીને, એના રાજ્યાભિષેકની વાત કરી અને અમારા સંસારત્યાગની વાત કરી. નગરમાં ઘોષણા કરાવી દીધી. જ દીન-અનાથોને મહાદાન આપ્યું. આ નગરમાં સર્વે મંદિરોમાં ઉત્સવ કરાવ્યાં. સ્નેહી-સ્વજનોને ભોજન-વસ્ત્ર-અલંકારો આપ્યાં. શુભ દિવસે ને શુભ મુહુર્તે અમને બંનેને તીર્થકર ભગવંતે દીક્ષા આપી. અમારી સાથે અન્ય એક હજાર સ્ત્રી-પુરુષોએ પણ સંસાર ત્યાગ કરી દીક્ષા લીધી! હે ગુણચંદ્ર, આ મારી જનમ-જનમની કથા છે!” આચાર્યદેવની જનમ-જનમની કથા સાંભળીને, કુમાર ગુણચંદ્રના હૃદયમાં તો વૈરાગ્યભાવ જાગ્રત થયો, સાથે બેઠેલાં સર્વેને વૈરાગ્યભાવ જાગ્રત થયો. કુમારે વિચાર્યું કર્મવશ જીવની મોહાંધતા કેવી ભયાનક છે! એના વિપાકો કેવા દારુણ છે! ખરેખર, આ ગુરુવચનો જ, ભવસાગરથી જીવોને તારનારાં છે.. એમના ઉપદેશ મુજબ જો જીવન, જીવવામાં આવે, તો આ જન્મ તો સફળ થાય જ, ભવિષ્યના જન્મો પણ સફળ થાય.” આમ વિચારીને, તેણે મસ્તકે અંજલિ રચીને, આચાર્યદેવને કહ્યું: “ભગવંત, આપે આપના અનેક જનમોની વાતો કરીને, અમારા પર મહાન ઉપકાર કર્યો છે. હે શ્રી સમરાદિત્ય મહાકથા ૧૨0૫ For Private And Personal Use Only
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy