________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. આ બધું થોડા સમયમાં જ બની ગયું... ચીંથરાં હજુ પૂરાં સળગ્યાં ન હતાં, સામાન્ય રીતે થોડી ચામડી દાઝી હતી.
કેવળજ્ઞાની ભગવંતના દિવ્ય પ્રભાવથી એ અશોકવનનો ક્ષેત્રપાલદેવ “વેલંધર જાગ્રત થયો. એનું સિંહાસન ચલાયમાન થયું. એણે અવધિજ્ઞાનથી જોયું: “શું બન્યું?” ત્યાં એણે સળગી રહેલા મહર્ષિને જ્ઞાનદૃષ્ટિથી જોયાં.. તરત જ, એક ક્ષણનોય વિલંબ કર્યા વિના વેલંધરદેવ મહર્ષિ પાસે ગયો. આગ બુઝાવી દીધી. વીંટાળેલાં ચીંથરા દૂર કર્યા. પેલો નાચી રહેલો ચંડાળ દેવને જોઈ, સ્તબ્ધ બની ગયો. દેવનો વિશાળ પરિવાર ત્યાં આવી ગયો હતો. વેલંધરદેવે મહર્ષિના દેહને સ્વચ્છ કરી, એમના શરીર પર દેવદૂષ્ય વીંટાળી દીધું.
દેવે ચંડાળ સામે જોયું. દાંત કચકચાવી... ચંડાળની તર્જના કરી કહ્યું: ‘રે દુષ્ટ. અધમ દુરાચારી, તેં આવું પાપકાર્ય કર્યું ને? તારું કાળું મુખ લઈને ચાલ્યો જા, અહીંથી..”
વેલંધરે કેવળજ્ઞાની મહર્ષિ ઉપર પુષ્પવૃષ્ટિ કરી. દેવદુંદુભિ વગાડી. દેવદુંદુભિનો અવાજ ચારે બાજુ ગાજી ઊઠ્યો.
ઉર્જનનો રાજા મુનિચંદ્ર, અંતઃપુરની રાણીઓ સાથે, આ વિશાળ અશોકવનમાં કીડા કરવા આવેલો. તેણે દેવદુંદુભિ સાંભળી. તે પરિવાર સાથે મહર્ષિની પાસે આવી પહોંચ્યો.
સચિવેશમાં રહેલા મુનિવરોએ પણ દેવદુંદુભિ સાંભળી. તેઓ સર્વે અવિલંબ અશોકવનમાં આવી પહોંચ્યાં.
મુનિચંદ્ર રાજાએ કેવળજ્ઞાની મહર્ષિને વંદના કરી. તેલંધરદેવે સુવર્ણકમળની રચના કરી, મહર્ષિને એના ઉપર આરુઢ કર્યા હતાં.
મુનિચંદ્ર રાજાએ વેલંધરદેવને પૂછ્યું: “આ બધું શું થયું?” વેલંધર દેવે કહ્યું: “આ દુષ્ટ ચંડાળે આ મહર્ષિને જીવતા સળગાવ્યાં કે જે મહર્ષિ અજાતશત્રુ છે. અમૃતમય છે. તેમના પર મારણાત્તિક ઉપસર્ગ કર્યો....'
વેલંધરદેવને તીવ્ર ક્રોધ પ્રગટ્યો, તે ગિરિણને મારવા ધસ્યો... કે કેવળજ્ઞાની મહર્ષિએ, વેલંધરને કહ્યું:
મહાનુભાવ, એને ના મારીશ... એ તો મારો ઉપકારી છે. એણે જો મારા શરીરને સળગાવ્યું ના હોત તો વિશુદ્ધ ધ્યાનની ધારા ના વહી હોત. આત્મવીર્ય ઉલ્લસિત ન થયું હોત... તો આ કેવળજ્ઞાન પ્રગટ્યું ના હોત!' | સર્વે મુનિવરો “ગુરુદેવને કેવળજ્ઞાન પ્રગટ્યું છે, જાણીને, ભાવવિભોર થઈ ગયાં. ભાવપૂર્વક વંદના કરી.
રાજા મુનિચંદ્ર વિચારે છેઃ “આ મહર્ષિ ચંદ્ર જેવા સોમ્ય છે. સર્વ જીવો પ્રત્યે
૧૪૫o
ભાગ-૩ ૦ ભવ નવમો
For Private And Personal Use Only