________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વત્સલ છે. છતાં આ ચંડાળે તેઓને મારી નાખવાનો અતિ ભયંકર વિચાર કર્યો.. શાથી આવો વિચાર કર્યો હશે? આ મહાત્મા તો સર્વજનપ્રિય છે, સહુનાં મન પ્રમુદિત કરનારા છે... હું એમને જ આનું કારણ પૂછીશ.'
વેલંધર પણ કારણ જાણી શકતો નથી કે “આ ચંડાળે શાથી આવા મહર્ષિને જીવતા સળગાવી દેવાનો ઉપદ્રવ કર્યો?' તેણે પણ કેવળજ્ઞાની મહર્ષિને પૂછવાનો વિચાર કર્યો. હજુ એ વિચાર ચાલુ હતો, ત્યાં તો આકાશ દેવવિમાનોથી છવાઈ ગયું!
સૌધર્મેન્દ્રને ખબર પડી કે જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં, ઉજ્જૈની પાસેના અશોકવનમાં, મહર્ષિ સમરાદિત્યને કેવળજ્ઞાન પ્રગટ થયું છે..... ઇન્દ્રનું ચિત્ત આનંદિત થઈ ગયું. તેણે સૌધર્મ દેવલોકમાં ઘોષણા કરાવી -
‘દિવ્ય વાજિંત્રો વગાડો.. અપ્સરાઓ નૃત્ય કરો... ભરત ક્ષેત્રમાં મહર્ષિ સમરાદિત્યને કેવળજ્ઞાન પ્રગટ થયું છે.. ચાલો ત્યાં મહોત્સવ કરીએ..”
ઇન્દ્ર ઐરાવણ હાથી પર સવારી કરી.
હજારો દેવ-દેવીઓનાં પરિવાર સાથે, દિવ્ય વાજિંત્રોના નાદથી, આકાશમાર્ગને ગજવતાં, તેઓ પૃથ્વી પર ઉતરી આવ્યાં. છે અશોકવનને દેવોએ સ્વચ્છ કર્યું.
સુગંધી જળનો છંટકાવ કર્યો. ક સુગંધી પુષ્પો પથરાવી દીધાં.
દેવદર્દીઓએ નૃત્ય કર્યા. ત્યાર પછી સહુએ કેવળજ્ઞાની ભગવંતને વંદના કરી. સૌધર્મેન્દ્ર સમરાદિત્ય મહર્ષિની સ્તુતિ કરી -
હે ભગવંત, આપ કૃતાર્થ થયાં. આપના સર્વ પ્રયોજન સિદ્ધ થયાં. આપનું મોહનીય કર્મ સર્વથા ક્ષય પામ્યું. આપ વીતરાગ બન્યા. હે ભગવંત, આપનાં સર્વ દુ:ખો નાશ પામ્યાં, સર્વ સંક્લેશ નાશ પામ્યાં.'
હે વીતરાગ, આપે ઘાતી કર્મોનો નાશ કર્યો. કેવલ્યલક્ષ્મી પ્રાપ્ત કરી. આપની ભવવેલ છેદાઈ ગઈ. આપ હવે ભવ્ય જીવો પર ઉપકાર કરશો. જ્યાં સુધી આપનું આયુષ્યકર્મ છે, ત્યાં સુધી પૃથ્વીતલ પર વિચરણ કરી, રાગ-દ્વેષનો નાશ કરનારી ધર્મદેશના આપતાં રહેશો... નિરંતર ઉપકાર કરતાં આપ, આયુષ્યકર્મ પૂર્ણ થતાં, સર્વે અઘાતી કર્મોનો નાશ કરશો... ને આપ સિદ્ધશિલા પર પધારશો. જ્યોતમાં જ્યોત ભળી જશે.'
મુનિચંદ્ર રાજાએ ભાવવિભોર બની, સ્તુતિ કરી: “હે ભગવંત, આપની અભિલાષા પૂર્ણ થઈ, આપ કૃતકૃત્ય બની ગયાં, ભગવંત, આપ ઉર્જનીને પાવન કરો. અમારો ઉદ્ધાર કરો..”
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૪૧
For Private And Personal Use Only