SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંચમો શ્રમણધર્મ છે તા: જેનાથી કર્મો નાશ પામે અને શરીરની ધાતુઓ તપે-તેનું નામ તપ. છ પ્રકારનો બાહ્ય તપ છે અને છ પ્રકારનો અભ્યતર તપ છે. છઠ્ઠો શ્રમણધર્મ છે સત્યઃ મૃષાવાદનો ત્યાગ કરવાનો. સાતમો શ્રમણધર્મ છે શૌચ: નિરતિચારપણે સંયમધર્મનું પાલન કરવું, વ્રતોને મલિન ન કરવાં, તે શૌચ છે. આઠમો શ્રમણધર્મ છે આંકિંચન્ય: શરીર પર અને ધર્મોપ્રકરણો પર મમત્વ ન રાખવું. આ નવમો શ્રમણધર્મ છે બ્રહ્મગુપ્તિ: બ્રહ્મચર્યની નવ વાડોનું પાલન કરવું ને સંયમમાં સ્થિર રહેવું. દશમો શ્રમણધર્મ છે ત્યાગ: સર્વ સંગનો ત્યાગ કરી, નિઃસંગ બનવું. હે શ્રમણો, આ પ્રમાણે ૧૦ પ્રકારનો શ્રમણધર્મ તમને બતાવ્યો. હવે તમને ૧૭ પ્રકારનું સંયમજીવન બતાવીશ. પાંચ પ્રાણાતિપાતાદિ આશ્રવોથી વિરામ પામવું. ચાર કષાયો પર વિજય મેળવવા સતત પુરુષાર્થ કરવો. આ ત્રણ અશુભ યોગો (મન-વચન-કાયાના)નો નિરોધ કરવો. પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો. આ રીતે શ્રમણોએ સંયમનું પાલન કરવાનું છે. સંયમજીવનમાં ૧૦ પ્રકારના પુરુષોની પ્રસંગોચિત વૈયાવચ્ચ (સેવા) કરવી જોઈએ. એ ૧૦ પ્રકાર તમને હું ક્રમશઃ બતાવું છું. ૧. આચાર્ય, ૨. ઉપાધ્યાય, ૩. તપસ્વી (ઉત્કૃષ્ટ), ૪. શૈક્ષ (નૂતન દીક્ષિત), ૫. ગ્લાન (રોગી), ૯. સ્થવિર (વૃદ્ધ), ૭. સમનોજ્ઞ (એકસમાન સામાચારીવાળા સાધુઓ), ૮. સંઘ (સાધુ-સાધ્વી, શ્રાવક, શ્રાવિકા), ૯. કુલ (ઘણા સજાતીય ગચ્છોનો સમૂહ), ૧૦. ગણ (કુલોનો સમૂહ). આ દશની, અન્ન-પાણી-વસ્ત્ર-પાત્ર-ઉપાશ્રય-પાટ-સંથારો વગેરે ધર્મસામગ્રી દ્વારા સેવા કરે. રગ વગેરેમાં દવા આદિની ઉપચારથી સેવા કરે. અટવીમાં ઉપસર્ગ વખતે સારી રીતે દેખભાળ કરવી. હવે હું તમને નવ પ્રકારની “બ્રહ્મચર્ય-ગુપ્તિની વાત કરું છું. પહેલી ગુપ્તિ છે વસતિની: બ્રહ્મચારીએ સ્ત્રી, પશુ, નપુંસકરહિત વસતિમાં રહેવાનું છે. એવી રીતે જ્યાં દેવી, માનુષી ચિત્રો હોય, શિલ્પ હોય ત્યાં પણ બ્રહ્મચારીએ ન રહેવું જોઈએ. ભાગ-૩ ૪ ભવ નવમો ૧૪૨0 For Private And Personal Use Only
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy