SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાદળોને વિખેરી નાખનાર પ્રચંડ પવન છે. ભવરૂપી પર્વતને ભેદી નાખનાર વજ છે. અજ્ઞાનના અંધકારને હરનાર મધ્યાહ્નકાલીન સૂર્ય છે! સાગરમાં ડૂબતા જીવોને બચાવી લેનારું જહાજ છે. એ જ મંત્રરાજ માતા છે, પિતા છે, બંધુ છે અને મિત્ર છે. ચરાચર વિશ્વને જિવાડનાર સંજીવની ઔષધ છે. માટે હૃદયકમલમાં આ મંત્રરાજનું ધ્યાન ફરજે. આ મંત્રાધિરાજ નવકારને અને તેની પરમ ગુરુતાને ભાવથી નમસ્કાર કરજે, ઊઠતાં, બેસતાં, ચાલતાં, જાગતાં કે સૂતાં, હસતાં કે જંગલમાં ભય પામતાં, ઘરમાં જતાં કે બહાર નીકળતાં.. પ્રત્યેક કામ કરતાં, પ્રત્યેક શ્વાસ લેતાં ને મૂકતાં. જે ભવ્યાત્મા આ નમસ્કાર મહામંત્રનું એકચિત્તે સ્મરણ કરે છે, તેના સર્વ મનોરથ સિદ્ધ થાય છે. જ હિંસક, અસત્યભાષી, ચોર, વ્યભિચારી, કૂરકર્મા અને લોક-તિરસ્કૃત પુરુષ પણ જો મૃત્યુ સમયે, આ મહામંત્રનું સતત સ્મરણ કરે છે તો એ દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ક શ્રદ્ધાવાન, જિતેન્દ્રિય, જિનેશ્વર પરમાત્મામાં બદ્ધચિત્તવાળો, પ્રશસ્ત ચિત્તવાળો જે શ્રાવક, ભવભયને હરનારા શ્રી નવકાર મહામંત્રનો સ્પષ્ટ ઉચ્ચારપૂર્વક જાપ કરે છે તથા શ્વેત-સુગંધી એક લાખ પુષ્પોથી શ્રી તીર્થંકર પરમાત્માની પૂજા કરે છે, તે વિશ્વપૂજ્ય તીર્થંકરપદ પામે છે, અર્થાત્ તે સ્વયં તીર્થંકર બને છે. - મંત્રાધિરાજ નવકારના સ્મરણના પ્રભાવથી તે રણસંગ્રામ જીતે છે, સાગર તરી જાય છે, હાથી-સર્પ-સિંહ-વ્યાધિ-અગ્નિ કે શત્રુથી ઉત્પન્ન થતાં ભય નાશ પામે છે. ગ્રહ, રાક્ષસ, ડાકિની-શાકિનીના ભય પણ નાશ પામે છે. - અનંત કાળચક્રો પસાર થયાં છે તેમ જ થવાનાં છે, તેમાં મંત્રાધિરાજ નવકારનો અજોડ પ્રભાવ પ્રસિદ્ધ હતો તેમ જ ભવિષ્યમાં રહેવાનો છે. આ પરમ મંત્રનું આલંબન પ્રાપ્ત કરીને, અનંત ભવ્યાત્માઓ મોક્ષ પામ્યા છે, પામે છે અને પામશે! આ કાળ અનાદિ છે, જીવ અનાદિ છે, જિનધર્મ અનાદિ છે. અનાદિકાળથી આ મહામંત્ર ગણાય છે, માટે આ મંત્ર શાશ્વત છે. આ પ્રમાણે શ્રી નવકાર મહામંત્રનો દિવ્ય પ્રભાવ બતાવીને, આચાર્યદેવે મને નિર્ભયતાથી રાતભર સ્મરણ કરતાં રહેવાનું કહ્યું હતું. તે મુજબ ગુફામાં એક ઊંચી શિલા પર બેસીને, મેં જાપનો પ્રારંભ કર્યો. મહારાજા પહાડની તળેટીમાં રોકાયાં. દિવસ દરમિયાન જેઓ પહાડ પર લાકડાં કાપવા જતાં હતાં, તેવા માણસો શ્રી સમરાદિત્ય મહાકથા ૧ર૪૧ For Private And Personal Use Only
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy