SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિરાજ ગુણચંદ્ર ગુરુદેવને પૂછ્યું : “ભગવંત, ભગવતી રત્નપતીએ માત્ર આત્મશુદ્ધિની ભાવનાથી અનશન કર્યું હતું?' હા, તેણી આરાધક બનીને ગઈ...” ‘તેના મનમાં કોઈ જડ-ચેતન પદાર્થ પ્રત્યે આસક્તિ નથી રહી ગઈ ને?” રહી છે!' કઈ વસ્તુ પ્રત્યે?” તારા પ્રત્યે. દેવલોકમાં એ તને મિત્ર દેવરૂપે મળશે... અને તારા આગામી છેલ્લા ભવમાં પુનઃ એ તારી પત્ની બનશે.. તારું નિર્વાણ થશે... એનો છેલ્લો આસક્તિ તંતુ તૂટી જશે.. એ સર્વ કર્મોનો નાશ કરી... તારી પાછળ જ મોક્ષને પ્રાપ્ત કરશે.' પ્રભો, જો એના મનમાં આસક્તિ ના રહે તો તેની આ જ જન્મમાં મુક્તિ થાત ને?' થઈ શકત, તેની આરાધના ઉત્કૃષ્ટ હતી...' તેની મારાં પ્રત્યેની રાગદશા દૂર ના થઈ...” અપ્રશસ્ત રાગદશા ન હતી, પરંતુ પ્રશસ્ત રાગ હતો.' “એટલે? અપ્રશસ્ત રાગ-દ્વેષ તો દુર્ગતિમાં લઈ જતાં હોય છે...' મુનિવર ગુણચંદ્ર ગંભીર વિચારમાં ડૂબી ગયા: “મારે મારી આત્મભૂમિમાંથી રાગદ્વેષનાં મૂળ ઊખેડી નાખવાં છે.' મનોમન તેમણે નિર્ણય કર્યો... અને એકાકી વિહારની પૂર્વભૂમિકા તૈયાર કરવા માંડી. ગુરુદેવે ગુણચંદ્રમુનિને એકાકી વિહારની અનુમતિ આપી. તેમણે જિનકલ્પ'ની જેમ જ જીવન જીવવા માંડ્યું. તેમનું અપૂર્વ આત્મવીર્ય ઉલ્લસિત થયું હતું. ૧૨૮૮ ભાગ-૩ * ભવ આઠમો For Private And Personal Use Only
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy