SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir L9EUT ક્યારેક તેઓ ત્રણ ત્રણ ઉપવાસ કરતાં. પારણે એક જ વાર ભોજન કરતા, ક્યારેક આઠ આઠ દિવસના ઉપવાસ કરતાં. ક્યારેક ઉપવાસના પારણે ઉપવાસ કરતાં. ભિક્ષા માટે જ તેઓ ગામ-નગરમાં જતાં. મોટા ભાગે જંગલમાં, શૂન્ય ઘરમાં, સ્મશાનમાં ધ્યાનસ્થ બનીને ઊભા રહેતાં. આત્માનંદની અનુભૂતિ કરતાં. આ રીતે મહિનાઓ વીત્યાં. બીજી બાજુ, વાનમંતર વૈતાઢય પર્વત પરથી પરિભ્રમણ કરવા નીકળ્યો હતો.. તેને ખબર ન હતી કે રાજા ગુણચંદ્ર ગૃહત્યાગ કર્યો છે ને તેઓ સાધુ બની ગયાં છે! પરંતુ સંયોગવશ, જે કલ્યાણ ગામની બહાર એક જીર્ણમંદિરના પરિસરમાં ધ્યાનસ્થ ઊભા હતા... ત્યાં વાનમંતર કોઈ પ્રયોજનથી પહોંચ્યો... ને તેણે મુનિવેશમાં ગુણચંદ્રને જોયાં અને ઓળખ્યાં.. એના મનમાં તીવ્ર ષ ઉત્પન્ન થયો. અહીં આ રાજા એકલો જ છે, શસ્ત્રરહિત છે. તેને અહીં હમણમાં જ મારી નાખું. આકાશમાંથી એના પર એક મોટી પથ્થરશિલા નાખું. વજ પ્રહારથી જેમ પર્વતના ફુરચા ઉડી જાય તેમ એનાં અંગોપાંગના ભુક્કા થઈ જશે. એ મરશે.. હું કૃતાર્થ થઈશ. મારી વિદ્યાશક્તિઓ સફળ થશે!' તે પાસેના પહાડ પર ગયો. એક મોટી શિલા તેણે વિદ્યાશક્તિથી ઉપાડી.... આકાશમાર્ગે તે મુનિરાજની ઉપરના ભાગમાં આવ્યો. અને મુનિરાજનું નિશાન લઈ એણે શિલાને પછાડી. શિલા મુનિરાજ પર પડી. મુનિરાજ ઢીંચણ સુધી જમીનમાં ઊતરી ગયાં. શરીરને ઘણી પીડા થઈ, પરંતુ મુનિરાજના આંતરિક ભાવો એના એ જ રહ્યા! જરાય દ્વેષ ન થયો. “કોણે મારા પર શિલા ફેંકી?' આ જિજ્ઞાસા પણ પ્રગટ ના થઈ. આંખો ખોલીને આસપાસ કે ઉપર જોયું પણ નહીં. તેઓ એ જ મુદ્રામાં ઊભાં રહ્યાં. અપૂર્વ સહનશક્તિથી, એમણે સમતાભાવે શારીરિક પીડા સહન કરી. વાનમંતરે નીચે ઊતરી આવીને, દૂરથી મુનિરાજને જોયાં. મુનિરાજને જીવતાં જોઈને, એ અતિ ક્રોધે ભરાયો. તેના મનમાં અતિ ઉગ્ર વિચારો આવ્યાં ‘આ કેવો છે? આવી શિલા એના પર પડી, છતાં એ મર્યો નહીં! એની જીવનશક્તિ ઘણી પ્રબળ છે... મહાપાપી છે... એ આંખો ખોલીને, મારી તરફ જોતો પણ નથી. મારી ઉપેક્ષા કરે છે... ખેર, આજે હું એને છોડવાનો નથી. હજુ મોટી શિલા ઉપાડી લાવું અને દુષ્ટ પર ફેંકી, એને મારી નાખું..” શ્રી સમરાદિત્ય મહાકથા ૧૨૮૯ For Private And Personal Use Only
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy