________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૧૧
જિનધર્મનો આત્મા કે જે દેવ બન્યો છે, તેણે અવધિજ્ઞાનથી જોયું. મિત્રને જોયો અને પત્નીને પણ જોઈ. તેણે વિચાર્યું: હવે આ બંનેને પ્રતિબોધ પમાડવાનો સમય પાકી ગયો છે....
તેણે દૈવીરૂપ ધારણ કર્યું... તે પ્રગટ થયો.
બંધુલાએ પ્રકાશમાં દેવને, જિનધર્મના મૃતદેહની પૂજા કરતો જોયો. ધનદત્તની મૂર્છા દૂર થઈ હતી. તેણે પણ દેવને જોયો.
બંનેએ ભાવપૂર્વક દેવને વંદના કરી.
બંનેની શારીરિક વેદના શાંત થઈ ગઈ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બંનેએ વિચાર્યું: ‘આ દેવનાં દર્શનથી, એમના પ્રભાવથી આપણી વેદના શાંત થઈ છે... અહો, આ દિવ્ય પુરુષનો કેવો પ્રભાવ છે! એમની કેવી અપૂર્વ શક્તિ છે! તેમનું કેવું તેજ છે! કેવી અપૂર્વ કાન્તિ છે!’
બંને દેવદર્શનથી વિસ્મય પામ્યાં. દેવને પુનઃ પુનઃ પ્રણામ કરી કહ્યું: ‘હે ભગવંત, આપ કોણ છો? અને અહીં આવવાનું પ્રયોજન શું છે?’
દેવે કહ્યું: ‘હું દેવ છું, અને મહાત્મા જિનધર્મની પ્રતિમાના પૂજન નિમિત્તે આવ્યો છું...’
બંધુલા બોલી ઊઠી: ‘જિનધર્મની પ્રતિમા? એમની પ્રતિમા અહીં ક્યાં છે?’ ‘આ રહી... આ જિનધર્મના મૃતદેહને જો...'
બંધુલાએ જિનધર્મના મૃતદેહને જોયો... ધનદત્તે પણ મિત્રનો મૃતદેહ જોયો... બંને છળી ઊઠ્યાં... ક્ષોભ પામ્યાં.
બંધુલા રડી પડી... રડતાં રડતાં તેણે દેવને પૂછ્યું, ‘શું ખરેખર, મારા આ તિ મૃત્યુ પામ્યા છે?’
‘હા, તારા જ હાથે મૃત્યુ પામ્યા છે. જો, તારા ખાટલાનો એક પાયો કે જે લોઢાનો ખીલો છે, એ એમના પગમાં પરોવાઈ ગયો છે...’
૧૩૯
બંધુલા અને ધનદત્ત બંનેએ ઘોર આક્રંદ કર્યું. બંને મૂચ્છિત થઈ ગયાં. દેવે બંનેને સ્વસ્થ કર્યાં. કહ્યું:
‘જે બનવાકાળ હતું તે બની ગયું, હવે તમે બંને સન્માર્ગ ગ્રહણ કરો. આ મોંઘેરા મનુષ્યજીવનને સફળ બનાવવા તત્પર બનો...'
‘હું દિવ્ય પુરુષ, અમે એક ક્ષણ પણ જીવવા લાયક નથી. અમે ઘોર પાપ કર્યું
ભાગ-૩ ભવ નવમો
For Private And Personal Use Only