________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘હજુ એમણે મને જોઈ નથી. અને કદાચ જોશે તો પણ તત્કાલ મને આ વસ્ત્રોમાં (તાપસીનાં) નહીં ઓળખી શકે. ઓહો! કેટલા મહિના પછી મને એમનાં દર્શન થયાં! એક ચોમાસું પસાર થઈ ગયું. તેમના વિના હું આટલો સમય જીવતી રહી... ખરેખર જો એમના પ્રત્યે મને અવિહડ સ્નેહ હોત... તો આ શરીરમાં પ્રાણ ન રહી શક્યા હોત.” આમ વિચારતાં વિચારતાં તેનું મસ્તક શરમથી ઝૂકી ગયું.
તેણે વિચાર્યું. “શું આ આર્યપુત્ર જ છે ને? તેઓ અહીં કેવી રીતે હોય? એમના જેવો જ શું આ પુરુષ કોઈ બીજો તો નહીં હોય? અથવા શું મારું આ સ્વપ્ન હશે? ના, ના, સ્વપ્ન તો નહીં હોય... આર્યપુત્ર જ છે.” શાન્તિમતી ટગર ટગર કુમારને જોવા લાગી. તેના મનમાં અકથ્ય ઉમંગ ઊછળ્યો. તે જમીન પર પડી ગઈ અને મૂછિત થઈ ગઈ. સાથેની તાપસીઓ બોલી ઊઠી: “અરે, શું થયું? શું થયું?” બધી તાપસીઓ શાન્તિમતીને વીંટળાઈ વળી, કોઈ ઉત્તરીય વસ્ત્રથી પવન નાંખવા લાગી, કોઈ પોતાના કમંડળમાંથી એના મુખ પર પાણી છાંટવા લાગી. છતાં જ્યારે એની બેહોશી દૂર ના થઈ... એટલે તાપસીઓ ભય પામી અને રોવા લાગી.
તપોવનના કુલપતિએ બધી જ તાપસીઓને આજ્ઞા કરી હતી કે શાન્તિમતીને સારી રીતે સાચવવીએને કોઈ વાતે મનમાં ઓછું ના આવે એની કાળજી રાખવી. શાન્તિમતી નિયમિત કુલપતિનાં ચરણે વંદના કરતી. કુલપતિના પૂજાપાઠની સામગ્રી શાન્તિમતી ગોઠવતી. શાન્તિમતીએ કુલપતિની કૃપા પ્રાપ્ત કરી હતી. શાન્તિમતીના ગુણોથી તપોવનના કુલપતિને એના પ્રત્યે મમત્વ જાગ્યું હતું. તેઓ પોતે જ્ઞાનપ્રકાશમાં જોતાં હતાં કે શાન્તિમતી તપોવનમાંથી ચાલી જવાની છે. એનો પતિ એને શોધતો તપોવનમાં આવવાનો છે, છતાં એના પ્રત્યે નિર્મળ સ્નેહની સરવાણી ફૂટી નીકળી
હતી.
શાન્તિમતી સમગ્ર આશ્રમ-તપોવન ઉપર છવાઈ ગઈ હતી. સહુ તાપસી અને તાપસીઓ એના પ્રત્યે સભાવથી જોતાં હતાં. શાન્તિમતીનું એવું પુણ્યકર્મ હતું. તપસ્વજનોને આકર્ષણ હોય છે ગુણોનું, ગુણમય વ્યક્તિત્વનું!”
તે બેહોશ થઈ ગઈ. કારણની કોઈને ખબર ન હતી. તાપસીઓ રડવા લાગી. રુદન કુમારે સાંભળ્યું. ચારે તરફ જોયું. એ દોડતો તાપસીઓ પાસે પહોંચ્યોં. રાજકુમારને જોઈને, તાપસીઓએ સૂતેલી શાન્તિમતીને વધુ ઢાંકી. એ રીતે ઊભી રહી ગઈ કે કુમાર શાન્તિમતીને જોઈ ના શકે. કુમારે પૂછ્યું:
તમે કેમ રડો છો? કોઈ ભય છે તમને?” મહાપુરુષ ભય છે સંસારનો! અમને બીજો ભય શાનો હોય?” તો પછી તમારી સહુની આંખોમાં આંસુ કેમ છે?' હે ઉત્તમ પુષ, અમારી સાથે એક રાજકુમારી છે તે રાજપુરના સ્વામી શંખરાજની
ભાગ-૩ છે ભવ સાતમો
૧0૮
For Private And Personal Use Only