SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વળી, તે પાછળ રહ્યો, તો એ ચંડાળ ચોકડીનો પીછો કરી શક્યો. રસ્તામાં જ એમને સ્વાદ ચખાડી દીધો. કદાચ આજે અત્યારે ભાનમાં આવ્યા હશે કે આવશે.. તો તને યાદ કરતા હશે! સિંહ, એ લોકો તેને ઓળખી તો ગયા હશે?” હા, કારણ કે વાવની ભીંતે મશાલ મૂકીને, એ લોકો દારૂ પીતા હતા. અજવાળામાં એમણે મને જોયો હતો. મને જોઈને જ ઠરી ગયા હતા! પણ મેં બે જણને ઊભા જ ન થવા દીધાં, ત્યાં જ ઢાળી દીધા! બીજા બે ભાગવા ગયા.. તો બંનેને પકડીને, બંનેના માથાં ભટકાવીને, ધૂળ ચાટતા કરી દીધા! પ્રતિકાર તો ચારમાંથી એકેયે પણ ના કર્યો. કુમાર ખૂબ હસ્યો અને બોલ્યો: “બિચારાઓની મનની મનમાં રહી ગઈ.' સિહે કહ્યું: ‘કુમાર, તમે માનો યા ના માનો, મને તો આમાં વિષેણનું જ કાવતરું લાગે છે. એની જ પ્રેરણાથી આ કામ થયું છે. કુમારે કહ્યું: ‘સિંહ, વિષેણ આવું નીચ કામ ના કરે. શા માટે કરે? હું એના માર્ગમાં આવતો નથી. મેં એનું કંઈ બગાડવું નથી.' સિંહે કહ્યું: “કુમાર, તમારા પર મહારાજાના ચાર હાથ છે. મહારાણી પણ આપને ખૂબ ચાહે છે. જાણે કે એ આપની માતા જ છે. આ બધું ઈર્ષ્યા કરાવે એવું છે. આ બધું જોઈને વિપણને લાગ્યું હોય કે “સેનકુમાર યુવરાજ બનશે અને રાજગાદીનો વારસદાર બનશે!” એટલે આપનો કાંટો કઢાવી નાખવા એણે આ યંત્ર રચેલું મને લાગે છે.' ભલે તને લાગે, હું વિષણ માટે આવી હલકી કલ્પના કરી શકતો નથી.' ભલે અત્યારે કલ્પના ના આવે, ભવિષ્યમાં આવશે. હજુ એ પ્રયત્ન નહીં છોડે આપને મારવાનો. પણ એનો એક પણ પ્રયત્ન, જ્યાં સુધી હું જીવું છું, સફળ નહીં થવા દઉં. જોકે આપ જ એવા બળવાન અને ચકોર છો કે મારી જરૂર જ નહીં પડે.' ખેર, આગળ આગળ જોયું જશે. હવે આપણે પાછા જવાની તૈયારી કરીએ.' ઉદ્યાનપાલ, મહામંત્રી સુશ્રુતની પાસે જઈ, વિનયપૂર્વક નિવેદન કર્યું : “ગઈકાલે સૂર્યાસ્ત સમયે રાજભવનના ઉદ્યાનમાં વૃક્ષો પર પુષ્પો ખીલેલાં જોયાં. આ ઋતુમાં આ ફૂલો ના આવવાં જોઈએ. હજુ પણ છે એ ફૂલો. આપ ઉદ્યાનમાં પધારો અને જાતે જુઓ.' મહામંત્રી સુશ્રુત ઉદ્યાનપાલકની સાથે ઉદ્યાનમાં ગયા. ઉદ્યાનપાલકના કહેવા મુજબ તેમણે પુષ્પોને જોયાં. તેમને આશ્ચર્ય જોયું. થોડા સમય પછી, હજુ મહામંત્રી ઉદ્યાનમાં જ હતા, ત્યાં એ પુષ્પો અદૃશ્ય થઈ ગયાં! માળી આશ્ચર્યમાં ગરકાવ થઈ શ્રી સમરાદિત્ય મહાકથા 1033 For Private And Personal Use Only
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy