SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બધાએ ખૂબ સાવધાની રાખવી જોઈએ. નહીંતર નાહકનું ધીંગાણું થઈ જાય.' ‘બનતાં સુધી સિંહ એ દિવસોમાં ચંપામાં નથી.' વિષેણ પણ સિંહથી ડરતો હતો. Q સેનકુમારે શાન્તિમતીને કહ્યું: ‘આપણે હવે રાણીઘાટ ક્યારે જવું છે? રાણીઘાટનું સૌંદર્ય જોઈને, તું આનંદથી નાચી ઊઠીશ!' શાન્તિમતીએ કહ્યું: ‘નાથ, આપ કહો ત્યારે હું તૈયાર છું.’ ‘માતાજીને પૂછ્યું?’ ‘આજે પૂછી લઈશ. તેઓ ક્યારેય ના નથી પાડતાં...' ‘છતાં આપણો વિનય આપણે કરવાનો!' શાન્તિમતીએ મહારાણીને પૂછી લીધું. પછીથી સેનકુમારે પણ મહારાણી સાથે વાત કરી લીધી. બીજા જ દિવસે રાણીઘાટ જવાની તૈયારીઓ ચાલી. આ પૂર્વે પ્રિતમસિંહને રાજપુર મોકલવામાં આવ્યો હતો. તેને પાછા આવતાં એક મહિનો લાગવાનો હતો. મહારાજા હરિષેણે અગત્યના કામે એને મોકલ્યો હતો. સેનકુમાર અને શાન્તિમતીનો રથ વહેલી સવારે ચંપાથી નીકળી ગયો. જ્યારે તેઓ રાણીઘાટ પહોંચ્યાં ત્યારે દિવસનો એક પ્રહર (ત્રણ કલાક) પસાર થઈ ગયો હતો. સૂર્યના અજવાળે, રૂપેરી ફોરાં ઉડાડતા ધૂંવાધાર ધોધને જોતાં, એ બંને પતિપત્ની ઊભા રહ્યાં. અનુપમ હતું એ દૃશ્ય. એ અનુપમ ધરતી પર એક વૃક્ષની નીચે રથને ઊભો રાખી, કુમાર અને શાન્તિમતી સંગેમરમરના ખડકો વટાવતાં આગળ વધ્યાં. નદીનો કિનારો આવ્યો. નદીનાં પાણી પરથી લહેરાતા ઠંડા પવનની સાથે સ્વચ્છ, નિર્મળ ભીની માટી અને વહેતાં પાણીની જે સુવાસ હોય તેવી ખુશબો ત્યાં પ્રસરેલી હતી. ચાલતાં ચાલતાં તે બંને ધુંવાધારની નજીક પહોંચ્યાં. પથ્થરો સાથે અફળાતા, અટવાતાં, ચકરાવે ચઢતાં પાણીનાં બિંદુઓ, ધુમાડાના ગોટાની જેમ થોડા વિસ્તારમાં છવાતા હતાં. દરિયા જેવી એ નદીના પ્રવાહમાં આવતા નાના મોટા પ્રપ્રાર્તામાં કુંવાધારની પ્રકૃતિ જ જુદી હતી. તેમાં દુર્વાસાના જેવો ક્રોધ અને અગત્સ્ય જેવી ભવ્યતા હતી. વળાંકમાંથી આવતું પાણી આરસના તોતિંગ પથ્થરો વચ્ચે વળ ખાઈને અફળાતું હતું, અને પછી એકાએક ચાલીસ ફૂટ નીચે એ ઘૂઘવતું પાણી પટકાતું હતું. પાણીનાં ફોરાંના ગોટા ઊડતા હતા... અને પછી પ્રવાહ બનીને આગળ વધતો હતો. એ બંને, ધોધની ખૂબ જ નજીક એક તોતિંગ પથ્થરની આડશે જઈને બેઠાં. નાનકડા ઝરણા વચ્ચે પડાળી બાંધી હોય તેવી લીસા નીલા આરસના ઓરસિયા જેવી એ જગ્યા હતી. શાન્તિમતી એ જગ્યા જોઈને હર્ષવિભોર થઈ ગઈ. શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only ૧૫:
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy