________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વિનોદ થયાં. રાજસભાનું કામ પૂર્ણ થયું. રાજાએ નૃત્યાંગના રાજસુંદરીને બોલાવીને કહ્યું: 'સુંદરી, મને જીવનદાન આપનાર આ શબરપતિને તું તારી સાથે લઈ જા. એની પ્રેમપૂર્વક સેવા કરજે, એને આનંદિત કરજે. એને તૃપ્ત કરજે...'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘મહારાજા, આપની આજ્ઞા શિરોધાર્ય છે... કોઈ વાતે કમી નહીં રાખું...' રાજસુંદરી ભીલનો હાથ પકડી, પોતાની સાથે જ લઈ ગઈ.
રાજસુંદરીનું ભવન સાત માળનું હતું. સાતમાં માળે સર્વ શ્રેષ્ઠ ‘રતિઘર’ હતું. મહારાજાના મહેમાનને રાજસુંદરી સાતમાં માળે લઈ ગઈ. સાતમા માળના રતિઘરમાં શબરપતિને બેસાડ્યો, શબરપતિ રાજસુંદરીના ભવનને જોઈ, આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે રાજસુંદરીને પૂછ્યું:
‘હે દેવી, તમે મને જીવતા જીવે સ્વર્ગમાં લઈ આવ્યાં છો કે? રાજસુંદરી હસી પડી...
'હા, શબરપતિ, તમે આને સ્વર્ગ ૪ માનો ને. અને મને સ્વર્ગની દેવી. તમે સ્વર્ગમાં રહેલા દેવ. બરાબર ને?'
હાથીદાંતનો પલંગ હતો. પલંગની ચારે બાજુ પંચવર્ણના સુગંધી પુષ્પોની માળાઓ લટકતી હતી. પલંગ પર કોમળ ગાદલાં હતાં. પોચાં પોચાં ઓશીકાં હતાં. સુંદર રત્નદીપકો હતાં. કાલાગરુ... કર્પૂર આદિ ધૂપ સુગંધથી વાતાવરણ મઘમઘાયમાન હતું.
રાજસુંદરીએ શબરપતિને શ્રેષ્ઠ જાતિના મધુર આસવો પીવડાવ્યાં. વિભિન્ન મિષ્ટાન્ન ખવડાવ્યાં, અને પલંગ પર સુવડાવી, એની ઉચિત સેવા કરી.
શબરપતિ પોતાના ઘરને ભૂલી ગયો. પત્ની-પુત્ર વગેરે પરિવારને ભૂલી ગયો. રાજસુંદરીના સંગમાં, રંગરાગને ભોગવિલાસમાં ડૂબી ગયો.
કેટલાક દિવસો વીત્યા.
એક દિવસ, જ્યારે રાજસુંદરી રાજસભામાં ગઈ હતી, ત્યારે એને પોતાનું ઘર યાદ આવ્યું. ‘મારે હવે ઘરે જવું જોઈએ. મારી પત્ની અને મારાં બાળકો મારી રાહ જોતાં હશે...' એ રાજાની પાસે ગયો. રાજાની અનુમતિ લીધી.
રાજાએ એને ધોડો આપ્યો. અનેક ભેટ આપી, તેને અટવીમાં સુખરૂપ પહોંચાડવા પાંચ ઘોડેસવાર આપ્યા અને ભાવભરી વિદાય આપી.
શબરપતિ પોતાની અટવીમાં, પોતાના ઘરે પહોંચ્યો. તેની પત્ની-બાળકો વગેરે આનંદિત થયાં. શબરપતિએ પાંચ ઘોડેસવારોનું સ્વાગત કરી, વિદાય કર્યાં.
૧૪૨
અટવીના બીજા સાથીદાર ભીલો શબરપતિને મળવા આવ્યાં, ‘આટલા દિવસ તમે ક્યાં ગયાં હતાં? શું કરતાં હતાં?' વગેરે વિવિધ પ્રશ્નો પૂછવાં લાગ્યાં. શબરપતિએ બધી વાત કરી. રાજાનો ખીણમાં થયેલો પરિચય... અને રાજા
ભાગ-૩ * ભવ નવો
For Private And Personal Use Only