________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશ્ય એવું હતું કે લલિતાંગ ક્ષણભર વ્યાકુલ બની ગયો. તેણે ગુલાબી ઓશીકા પર વીખરાયેલા સુગંધી કેશકલાપને સ્પર્શ કર્યો અને ધીરેથી બોલ્યો: “સુંદરી...'
એના દિલમાં એક ઝણઝણાટી પ્રસરી ગઈ. લલિતાગ માટે આખો ખંડ સ્વર્ગીય પ્રાસાદ બની ગયો. તે પલંગની નિકટ ઊભો રહી ગયો. સુંદરીએ આંખો ખોલી. બંનેની આંખો મળી. સુંદરીના મુખ પર ભુવનમોહન હાસ્ય છવાઈ ગયું. એ હાસ્યમાં નશો હતો, માદકતા હતી. તે પલંગમાં બેસી ગઈ. લલિતાંગે કહ્યું:
સુંદરી.' “બોલ લલિત.”
હું આવતી કાલે રાજકુમાર સમરાદિત્યને અહીં લઈ આવીશ... તારે એને તારા મોહપાશમાં જકડી લેવાનો છે.”
‘લલિત, તું બુદ્ધિમાન છે, અને રાજ કુમાર, મેં સાંભળ્યું છે કે તે વિરક્ત છે, વિદ્વાન છે. તમે બંનેએ કદી એ તારણ કાઢયું છે કે આખરે છાર પર લીંપણ તો થતું નથી ને? હું કહું છું કે તમે બંને પ્રભુને શોધો. તમે બંને અજરામર પદ પામશો....'
સુંદરી, તારી વાત કોઈ મનુષ્યની અવસ્થામાં સાચી હશે. પરંતુ સમરાદિત્ય માટે નહીં. એ પ્રભુને શોધવા જ ઇચ્છે છે, પરંતુ મહારાજા પુરુષસિંહ તેને પાછો વાળવા ઇચ્છે છે. એને રાગી અને વિલાસી બનાવવા ઇચ્છે છે, માટે તો મારા જેવા અને કામાંકુર જેવા વિલાસી યુવાનો સાથે એમણે કુમારની દોસ્તી કરાવી. અમે કુમાર સાથે દોસ્તી બાંધી તેને ધારાનગરીનો પ્રવાસ કરાવ્યો. ચિંતામણિનો પ્રાસાદ બતાવ્યો. ચિંતામણિનું અલૌકિક નૃત્ય બતાવ્યું...”
છતાં તારો એ મિત્ર રાગી ના બન્યો, ખરું ને?' ‘હા, એ પહેલી મુલાકાત હતી. અમારો એક પ્રયોગ હતો. જે કામ ચિતામણિ નથી કરી શકી, એ કામ તારે કરવાનું છે.'
બે પળ વાતાવરણ ભારે થઈ ગયું. સુંદરી સ્તબ્ધ પ્રતિમા જેમ ખડી રહી. આભની વીજળી એની આંખોમાં ચમકારા કરતી હતી.
લલિત, આમેય હું પતિતા છું, પાપી છું. હજું તું મારા હાથે નવું પાપ કરાવવા ઇચ્છે છે? વિરાગી રાજકુમારને રાગી બનાવવાનું કામ કરાવવા ઇચ્છે છે? એ કામ હીન છે, તુચ્છ છે. લલિત, આજે તને હું મારા મનની એક વાત કરીશ. મારું મન પણ આ જીવનથી વિરક્ત બન્યું છે. મને હવે મારા બાહ્ય સૌન્દર્ય કરતાં અંતરના સૌન્દર્યની ઘેલછા લાગી છે.. તને નહીં સમજાય, લલિત, પરંતુ એ સૌન્દર્ય કેટલું રૂપાળું છે. એની આગળ સુંદરીનું બાહ્ય સૌન્દર્ય કેટલું હીન છે?”
લલિતાગે સુંદરીનું અદ્ભુત રૂપ જોયું. મુખમાં મૃદુ વાણી, ઓષ્ઠમાં મધુર સંજીવની હાસ્ય, લલાટમાં દેવી અદભુત તેજ, આંખોમાં સજળ કરુણા. લલિતાગે વિચાર્યું:
શ્રી સમરાદિત્ય મહાકથા
૧333
For Private And Personal Use Only