________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુષમ-સુષમાના આરંભકાળ સુધી આયુષ્ય અને શરીર ઘટતાં જાય છે. દુષમસુષમાના શરૂઆતના કાળમાં ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય અને ૫૦૦ ધનુષ્ય-પ્રમાણ શરીર હોય છે. કાળના પ્રભાવથી ઉપભોગ-પરિભોગ ઘટતા જાય છે. કલ્પવૃક્ષોના સ્વભાવ બદલાતા જાય છે. એટલું જ નહીં, શ્રેષ્ઠ ઔષધિઓમાં પણ રસાદિક ઘટી જાય છે.
છે હવે પછી તીર્થકર, ચક્રવર્તીઓ, વાસુદેવો ને બલદેવો ઉત્પન્ન થાય છે. ધર્મઅધર્મનું વિશેષ જ્ઞાન થાય છે.
ક દુષમકાળનો પ્રારંભ થતાં સુધી, આયુષ્ય અને શરીરપ્રમાણ નિરંતર ઘટતાં જાય છે. દુષમકાળમાં સો વર્ષ આસપાસનું આયુષ્ય અને સાત હાથની કાયા હોય છે. આ કાળમાં ઔષધિઓ, જમીનના રસ-કસ, બળ, બુદ્ધિ અને ભોગપભોગ ઘટતા જાય છે. ધર્મ-અધર્મનું વિશિષ્ટ જ્ઞાન ઘટતું જાય છે. આયુષ્ય અને શરીર પ્રમાણ દુષમ-દુષમના આરંભકાળ સુધી ઘટતાં જાય છે. મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા અને લોભનો પ્રભાવ જીવો પર વધારે પડે છે.
હે રાજેશ્વર, દુષમ-દુષમના આરંભકાળમાં ર૦ વર્ષની આયુષ્યકાળ અને બે હાથપ્રમાણ શરીર મોટા ભાગે હોય છે. અને દુષમ-દુષમકાળના છેડે ૧૬ વર્ષનું આયુષ્ય અને એક હાથનું શરીર હોય છે. એ સમયે અણગમતાં ઉપભોગ-પરિભોગથી જીવનનિર્વાહ કરવો પડે છે. ધર્મ-અધર્મનું જ્ઞાન નહીંવત્ રહે છે.
હે રાજન, આ અવસર્પિણીનું સ્વરૂપ છે. ઉત્સર્પિણી કાળમાં આ અવસર્પિણીથી ઊલટા ક્રમે બધું બને છે અને, આ રીતે કાળચક્ર' પ્રવર્તે છે. આ અવસર્પિણીમાં ભગવાન ઋષભદેવ પ્રથમ ધર્મચક્રવર્તી તીર્થંકર થયાં.”
રાજા પ્રસન્નચંદ્રે કહ્યું: “હે ભગવંત, આપે અમારી અજ્ઞાનતા દૂર કરી, આપે મારા ઉપર મહાન કૃપા કરી. હવે આપ મને અને સમગ્ર રાજપરિવારને હિતોપદેશ આપવાની કૃપા કરો.”
0 ૦ ૦ હે રાજેશ્વર, આ મનુષ્યજીવન મોક્ષબીજ વાવવા માટેનું શ્રેષ્ઠ ક્ષેત્ર છે. એ મોક્ષબીજ છે સમસ્વ. સમ્યગ્દર્શન. એ સખ્યત્ત્વ આત્મામાં આવ્યું હોય તો પાંચ લક્ષણ જોવા મળે.”
૧. પ્રથમ, ૨, સંવેગ, ૩. નિર્વેદ, ૪, અનુકંપા અને ૫. આસ્તિક્ય.
હે રાજન, આ મોક્ષબીજ આત્મામાં વવાઈ જાય એટલે અનાદિકાળની કર્મપરિણતિનો નાશ થતો જાય. અગ્નિથી જેમ ઈધન બળે તેમ આ સમ્યક્તથી કર્મો બને છે.
આ સમ્યક્ત શુભ આત્મપરિણામ-સ્વરૂપ હોય છે. આ સમ્યત્વ ચિંતામણિ રત્ન કરતાંય ચઢિયાતું હોય છે.
ભાગ-૩ ૪ ભવ નવમો
10
For Private And Personal Use Only