SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir L'9097 આચાર્યદેવ સુગૃહિતે મને કહ્યું: તું તિરસ્કૃત અને બહિષ્કૃત બની. પલ્લીમાંથી નીકળી ગઈ. થોડે દૂર રણપ્રદેશ હતો. તું રણપ્રદેશમાં પહોંચી ગઈ. દરિયાનાં મોજાંની જેમ પથરાયેલા રેતીના તોતિંગ ઢગલાઓ અને ઢોળાવની વચ્ચેથી તું પસાર થઈ. થોડી વાર તું ટીંબાના ઓછાયામાં વિશ્રામ કરવા બેઠી. સવારે દસ વાગ્યાથી ગરમી ચાલુ થઈ જતી હતી. તારાં કપડાં પરસેવાથી ભીંજાવા માંડ્યાં હતાં. સૂરજનાં કિરણો તારી ખોપરીમાં જાણે સોંસરવાં ઊતરતાં હોય, તેવો તાપ લાગતો હતો. લૂ વાવી પણ શરૂ થઈ ગઈ હતી. રેતીના ઢેર પરથી રેતી ઊડવા લાગી હતી, તું આગળ ચાલી. મેં સાંભળ્યું હતું કે રણપ્રદેશમાં પણ એક જગ્યા ખડકાળ છે અને ત્યાં એક કુંડ છે. તેમાં પાણી કાયમ રહે છે! તને મનમાં થયું: “જો એ જગ્યા મળી જાય તો બહુ સારું. હું ત્યાં એકલી, ઝૂંપડી બાંધીને રહીશ. જતા-આવતા વટેમાર્ગુઓને પાણી પીવડાવીશ...' ભાગ્યયોગે, તું એ પ્રદેશમાં પહોંચી ગઈ. ત્યાં માણસ તો શું. પશુની પણ વસતી ન હતી, તે પાણીનો કુંડ જોયો. તને ખૂબ જ તરસ લાગી હતી. તેં પેટ ભરીને પાણી પીધું. પછી આસપાસ નજર કરી.... એ આખોય વિસ્તાર મહાકાય રેતીના ઢગલાઓથી વીંટળાયેલો હતો. ત્યાં રેતીના ઢગલાની તળેટીમાં ખજૂરનાં ઝાડ હતાં. કેરડા અને થોરનું નાનકડું જંગલ હતું. બપોરનો સમય થઈ ગયો હતો. છતાં એ જગ્યા બપોરે પણ આફ્લાદક લાગતી હતી. તે ત્યાં બેઠી. બાજુમાંથી જ ગરમ પાણીનો ઝરો વહેતો હતો. તેં ગરમ પાણીથી મોટું ધોયું, હાથ-પગ ધોયા. તને ફૂર્તિ આવી. પછી તેં પશ્ચિમ દિશા તરફ જોયું. ત્યાં એક ખંડેર બની ગયેલી સૈનિચોકી જોઈ. થોડી ઊંચાઈ પર હતી. ધીરે ધીરે તું એ ચોકી પાસે પહોંચી..ચોકી ખાલી હતી. તને આનંદ થયો. રહેવા માટે તને જગ્યા મળી ગઈ... તું થાકેલી હતી. બારણા પાસે જ તે લંબાવી દીધું.... તને ઊંઘ આવી ગઈ... જ્યારે તું જાગી, સૂર્ય અસ્તાચળ તરફ ઢળવા માંડયો હતો. તે ચોકીની બહાર આવી... ચારે તરફ કુદરતનું અનેરું સ્વરૂપ દેખાતું હતું. તું ખડક પર બેઠી. દૂર દૂર ચારે બાજુ તું એક એક કોશ-જમીન સુધી જઈ શકતી હતી. પવન તીવ્ર ગતિથી વાતો હતો. પવનની સાથે જ રેતનો એક ઢગલો વેરણછેરણ થતો, ધૂળનું આખું વાદળ મોટા ટેકરા સાથે અથડાતું અને જમા થતું હતું. એક ઢગલો અદશ્ય થતો અને બીજો રચાતો હતો... ૧3૪ ભાગ-૩ + ભવ આઠમો For Private And Personal Use Only
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy