________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે બેબાકળી બનીને, ચારે બાજુ જોવા લાગી. તેણે વિષ્ટાગૃહ જોયું. શુભંકરને કહ્યું: તું આ વિષ્ટાગૃહમાં છુપાઈ જા. નહીંતર મહારાજા તને અને મને અહીં જ મારી નાખશે.” શુભંકર ગભરાયો. એ વિષ્ટાગૃહ (સંડાસ)માં છુપાઈ ગયો. રાણીએ દરવાજો બંધ કર્યો. મહારાજા આવ્યા. આવતાંની સાથે જ બોલ્યા: મારે વડીનીતિ માટે સંડાસમાં જવું છે.”
શુભંકરે સાંભળ્યું. એણે વિચાર્યું. “નક્કી હવે મોત આવ્યું...' તે અત્યંત ભય પામ્યો, તેણે બચવાનો એક જ માર્ગ જોયો. સંડાસના કૂવામાં ઊતરી જવાનો! જીવનની અભિલાષા હતી ને! તે ઊંડા, અંધારિયા, દુર્ગધમય, કીડાઓથી ખદબદતા કૂવામાં ઊતરી ગયો... નીચે અશુચિમાં ડૂબી ગયો. તેની આંખો બંધ થઈ ગઈ. શરીર સંકોચાઈ ગયું. કીડાઓ તેના શરીરને ફોલી ખાવા લાગ્યાં. વેદનાથી અત્યંત આકુળવ્યાકુળ થવા લાગ્યો... ધીરે ધીરે મૂચ્છિત થઈ ગયો.
રાજાના અંગરક્ષકોએ પહેલાં સંડાસ તપાસ્યું. પછી રાજાએ તેમાં પ્રવેશ કર્યો. વડીનીતિ કરીને, તે બહાર આવ્યો. રતિરાણી સાથે આનંદ પ્રમોદ કરતાં કરતાં સૂર્ય અસ્ત થઈ ગયો. રાજા પોતાના ખંડમાં ચાલ્યો ગયો. રાણીએ જાલિનીને પૂછયું:
‘જલિની, પેલો યુવાન સંડાસમાં છુપાયો હતો. એ ક્યાં અદૃશ્ય થઈ ગયો હશે?' ‘દેવી, બીજે ક્યાં જાય? સંડાસના કૂવામાં ઉતરી ગયો હશે.” એમ જ લાગે છે. સારું થયું. ચિંતા ટળી ગઈ...'
૦ ૦ ૦ શુભંકર એ વિાના કૂવામાં દિવસો સુધી ધોર વેદના સહતો રહ્યો. કેટલાક દિવસો પછી સાફ કરવા માટે, એ કૂવાના બીજા દ્વારને ખોલવામાં આવ્યું. એ દ્વારમાંથી અશુચિ અને પાણીની સાથે મૂચ્છિત અવસ્થામાં શુભંકર પણ બહાર નીકળ્યો.
શુભંકરનું શરીર સાવ વિકૃત થઈ ગયું હતું. ઘણા દિવસો પછી તેને સૂર્યનો પ્રકાશ મળ્યો. હાથ-પગના નખ નીકળી ગયાં હતાં. ચામડી સડી ગઈ હતી. તે એક પ્રહર સુધી બહારની ગટરમાં પડ્યો રહ્યો... હવા અને પ્રકાશ મળતાં તેની મૂર દૂર થઈ. તેણે આંખો ખોલી. ધીરે ધીરે તે ઊભો થયો...
આજુબાજુ નજર કરી. એક ખાબોચિયામાં પાણી જોયું, ધીરે ધીરે ત્યાં જઈને, એણે શરીર સાફ કર્યું. ત્યાર પછી એ એના ઘર તરફ ચાલ્યો. ઘરના દ્વારે પહોંચતાં, ઘસ્ના લોકો ભયભીત થઈ ગયાં.
‘જરૂર આ કોઈ ભૂત લાગે છે.' પિતા વિમલમતિ, ઘરનો દરવાજો બંધ કરવા લાગ્યાં. શુભંકરે કહ્યું:
૧૩૮
ભાગ-૩ ૪ ભવ નવમો
For Private And Personal Use Only