SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વચનો અનુસાર ઉપદેશ આપે છે. આવા મુનિજનોની આજ્ઞા મુજબ, સર્વ દુઃખોનું નિવારણ, કરનારી સંયમ-ક્રિયાઓ કરવી જોઈએ. જોકે સંયમજીવનમાં ઉપસર્ગો તથા પરિષહોની પીડા સહવી પડતી હોય છે, છતાં સંયમી આત્માઓ એ ઉપસર્ગ વગેરેની ચિંતા કરતા નથી. “ઉપસર્ગ-પરિષહ સહવાથી મારો કર્મવ્યાધ દૂર થાય છે.” આ સંયમી આત્માનો પાકો નિર્ણય હોય છે. “મારે મહામોહના વ્યાધિથી મુક્ત બની, અંતરાત્મામાં ઉપશમ-રસરૂપ આરોગ્ય પ્રાપ્ત કરવું છે. આ ચારિત્રી આત્માની દૃઢ પ્રતિજ્ઞા હોય છે. માટે તેઓ વૈર્ય ધારણ કરી, બાહ્ય કષ્ટોને સમતાભાવથી સહન કરે છે, પરિણામે તેમને, કે ભાવઆરોગ્યની પ્રાપ્તિ થાય છે. મોહ-તિમિર નાશ પામે છે. જ સમ્યગુજ્ઞાનનું અજવાળું થાય છે. મિથ્યા આગ્રહો ચાલ્યાં જાય છે. એ સંતોષામૃત એમના આત્મામાં પરિણમી જાય છે. મિથ્યા ક્રિયાઓ દૂર થઈ જાય છે. ભવ-વેલ લગભગ તૂટી જાય છે. છે આત્મધ્યાનમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે. મોક્ષસુખ હાથવેંતમાં હોય છે. હે સુશીલે, આ તો મેં તને આધ્યાત્મિક દૃષ્ટિથી વાત કરી. દુનિયાના લોકોની સુખ-દુઃખની કલ્પનાઓ જુદી હોય છે. એ લોકો - ભૂખને દુઃખ માને છે, ભોજન મળે તેને સુખ માને છે. તરસને દુઃખ માને છે, પાણીની પ્રાપ્તિને સુખ માને છે. આ નિર્ધનતાને દુઃખ માને છે, ધનપ્રાપ્તિને સુખ માને છે. આ રોગને દુઃખ માને છે, આરોગ્યને સુખ માને છે! . ક પ્રિય વ્યક્તિના વિયોગને દુઃખ માને છે, પ્રિય વ્યક્તિના સંયોગને સુખ માને છે. વાસ્તવમાં, આ બધાં કલ્પિત સુખો હોય છે... ક્ષણિક સુખો હોય છે. વધુ સમય આ સુખો ટકતાં નથી.... થોડાં સુખ હોય છે તો વધારે દુઃખ હોય છે! એટલે ખરું કહું તો આ સંસારમાં કોઈ સુખી છે જ નહીં. હે વત્સ, “તને શાનું મહાદુઃખ છે, તે જો મને કહેવા યોગ્ય હોય તો કહે.” રત્નાવતીએ કહ્યું: “હે ભગવતી, આપને કહેવામાં મને કોઈ સંકોચ નથી. મને શ્રી સમરાદિત્ય મહાકથા ૧૧૧ For Private And Personal Use Only
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy