Book Title: Samaraditya Mahakatha Part 3
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 480
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org કર્તવ્યના ભારે તેમને કલ્પાંત કરતાં રોક્યાં. જવાબદારીના ભાને તેમને રુદન કરતાં અટકાવ્યાં, પરંતુ તેઓ ગંભીર બની ગયા... વિષાદ તેમની આંખોમાં દેખાતો હતો. શિરચ્છત્ર ગુમાવ્યાનું દુ:ખ એમના સૌમ્ય મુખ પર છવાયેલું દેખાતું હતું... Acharya Shri Kailassagarsuri Gyanmandir તેઓ એક ઊંચા કાષ્ઠાસન પર બેઠાં હતાં. તેમની એક બાજુએ શ્રમણો બેઠા હતા. બીજી બાજુ શ્રમણીઓ બેઠી હતી... બે શ્રમણીઓ પાછળથી આવી. કેવળજ્ઞાની ભગવંતની ચિતામાંથી તેઓ રાખ લઈને આવી હતી. રડી રડીને એ બંનેની આંખો સૂઝી ગઈ હતી. તેમનાં મુખ મ્લાન થઈ ગયાં હતાં... બંને શ્રમણીઓ આચાર્ય શીલદેવની સમક્ષ નતમસ્તકે ઊભી રહી ગઈ. કરુણ કલ્પાંત કરવા લાગી... આચાર્ય શીલદેવ ગંભીર સ્વરે બોલ્યાં: ‘હે સુશીલ આર્યાઓ, અત્યારે શોક ના કરવાનો હોય. આપણા તારણહારે તેમનું શ્રેષ્ઠ પ્રયોજન સાધી લીધું. તેઓ પરમાનંદ પામી ગયાં,.. આપણે રુદન ના કરાય...’ ‘ગુરુદેવ, અમને એમની પાસે જવાનો માર્ગ બતાવો. એમના વિના... એક ક્ષણ પણ અમે જીવી નહીં શકીએ.' સાધ્વી ચિંતામણિ બોલ્યાં. સાધ્વી સુંદરીએ કહ્યું: ‘ગુરુદેવ, ભલે આગમાં બળવું પડે કે અનશન કરવું પડે... પહાડના શિખર ૫૨થી પડવું પડે કે વિષપાન કરવું પડે. અમે આપ કહો તેમ કરીશું,.. પરંતુ અમારે ત્યાં જવું છે... જ્યાં ભગવંત ગયાં છે.’ બે સાધ્વીઓના કલ્પાંતે, ત્યાં ઉપસ્થિત સર્વે સાધુ-સાધ્વીઓને રડાવી મૂક્યાં. સહુ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડયાં. આચાર્ય શીલદેવની આંખો ભીની થઈ. તેઓ ગદ્ગદ સ્વરે બોલ્યાં: ‘હે આર્યાઓ, તમે ભગવંત પાસેથી શું સંયોગ-વિયોગનું તત્ત્વજ્ઞાન નથી પામ્યાં? ‘સંયો વિયોગાન્તા।' જેનો સંયોગ, એનો વિયોગ થાય જ. ભગવંતનો આપણને સહુને વિયોગ થયો, થવાનો જ હતો... ને થયો. આપણને એમના પ્રત્યે અવિહડ ભક્તિ હતી... પ્રેમ હતો... ગહન ગુણાનુરાગ હતો... એટલે એમનો વિયોગ આપણને સતાવે એ સ્વાભાવિક છે... પરંતુ તમે જ્ઞાની છો... ભવસ્થિતિને જાણો છો, માટે શોકને ત્યજી દો... સ્વસ્થ બનો અને નિરાબાધપણે સંયમની આરાધનામાં લીન બો...' ૧૪૦૮ સાધ્વી ચિંતામણિએ કહ્યું: ‘ગુરુદેવ, હવે ભગવંતના વિરહકાળમાં અમે જીવન જીવી શકીએ એમ જ નથી... એમના પ્રત્યેના તીવ્ર પ્રેમથી જ અમે ગૃહવાસ ત્યજ્યો હતો... એમના પ્રત્યેના અગાધ સ્નેહથી જ સંયમજીવનના કષ્ટો પ્રસન્નતાથી સહતાં રહ્યાં છીએ... હવે આ બધું શક્ય નથી... તેઓ મુક્તિ પામ્યાં... સિદ્ધશિલા પર ગયાં... અમને પણ ભાગ-૩ * ભવ નવમો For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491