________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાં જવાનો ઉપાય, બતાવો ગુરુદેવ, કૃપા કરો. હવે આહાર-પાણી તો આ ભવમાં અમે લેવાનાં નથી.... એ તો અમારો સંકલ્પ છે...”
અનેક સાધુ-સાધ્વી બોલી ઊઠ્યા: “અમારે પણ આહારપાણીનો ત્યાગ છે આ જીવનમાં..' - સાધ્વી સુંદરીએ કહ્યું: “હે ગુરુદેવ, અમને આપ અનશન કરાવો. અનશન કરીને, અમે એવું આત્મધ્યાન કરીએ કે અમારાં સર્વકર્મો નાશ પામે...”
હે આર્યે, તમે અનશન કરી શકશો... પરંતુ વિશુદ્ધ આત્મસ્વરૂપનું ધ્યાન નહીં ધરી શકો....'
શાથી ગુરુદેવ આર્યા ચિંતામણિએ પૂછ્યું
તમારું મન મોક્ષગામી બનેલા ભગવંતમાં જ લીન રહેવાનું અને આ રાગદશા, ભલે પ્રશસ્ત છે, છતાં એ મુક્તિમાં... આત્માના નિર્વાણમાં બાધક બનવાની. તમે ભગવંતની વિશુદ્ધ આત્મજ્યોતમાં વિલીન નહીં બની શકો...”
બંને સાધ્વીઓ વિચારમાં પડી ગઈ. અન્ય સાધુઓ અને સાધ્વીઓ પણ ગહન વિચારમાં પડી ગયાં. આચાર્યશ્રી શીલદેવ બોલ્યા: “હે આર્યાઓ, સરાગ સંયમની આરાધના, સાધકને દેવલોક અપાવે છે, નિર્વાણ નહીં. નિર્વાણ પામવા વીતરાગ બનવું જ પડે.”
ગુરુદેવ આપ કહો તો અમે સિવાય ભગવંત, સમગ્ર દુનિયા પ્રત્યે રાગ-દ્વેષ ત્યજી દઈએ. ભગવંત પ્રત્યેનો રાગ જવો અસંભવ છે... મરતાં મરતાં મુખમાં નામ તો એમનું જ રહેવાનું.. મનમાં ધ્યાન તો એમનું જ રહેવાનું...'
તો પછી નિર્વાણ નહીં પામી શકો...”
તો ભગવંતની આત્મજ્યોતમાં અમારી આત્મજ્યોત વિલીન નહીં થાય? અભેદ ભાવે મિલન નહીં થાય? અમારે તો એમના આત્મતત્ત્વમાં વિલીન થઈ જવું છે...” સાધ્વી ચિંતામણિ બોલી.
એ શક્ય જ નથી. મુક્તિમાં... દરેક આત્માનું અસ્તિત્વ સ્વતંત્ર જ રહે છે. કોઈ આત્માનું અસ્તિત્વ નષ્ટ થતું નથી કે બીજા આત્મામાં વિલીનીકરણ થતું નથી. આ તો વ્યવહારથી કહેવાય કે “જ્યોતમાં જ્યોત ભળી જાય છે.”પારમાર્થિક દૃષ્ટિએ દરેક વિશુદ્ધ આત્મા ત્યાં સ્વતંત્ર જ રહે છે. દરેક વિશુદ્ધ આત્માનો સુખાનુભવ પણ ત્યાં પોતપોતાનો હોય છે. ત્યાં વિશુદ્ધ આત્માઓનું કોઈ જ પરસ્પર આદાન-પ્રદાન હોતું નથી...'
મૌન છવાયું. આચાર્યશ્રી શીલદેવ પણ મૌન રહ્યાં. સહુ સાધુ-સાધ્વીને વિચારવાનો સમય આપ્યો.
અમને અનશન કરાવો, ગુરુદેવ, સાધ્વી સુંદરીએ કહ્યું :
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૪se
For Private And Personal Use Only