Book Title: Samaraditya Mahakatha Part 3
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 476
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજા મુનિચંદ્રને, રાણીઓ નર્મદા, તુલસમંજરી અને સુલોચનાને, છે તથા સામંત રાજાઓને વૈરાગ્ય થયો. તેઓનું “ચારિત્રહનીયકર્મ' ક્ષય પામ્યું. તેમના ચિત્તમાં “ચારિત્રધર્મ' સ્વીકારવાની ભાવના જાગી. રાજા મુનિચંદ્ર ઊભા થઈ. અંજલિ મસ્તકે જોડીને કહ્યું: હે ભગવંત, આ ધર્મદેશના આપીને, આપે અમારા પર પરમ ઉપકાર કર્યો. આ દાવાનળ સમાન સંસારમાંથી બહાર નીકળવાની ભાવના જાગ્રત થઈ છે. માટે હે ભગવંત, આપ અમને માર્ગદર્શન આપો કે હવે અમારે શું કરવું? સમરાદિત્યે કહ્યું: “ખરેખર, તમે સહુ ધન્ય છો. તમે શુદ્ધ ચારિત્ર ભાવથી તો પ્રાપ્ત કર્યું જ છે. આ ચારિત્રધર્મ નિર્વાણનું અદ્વિતીય કારણ છે. મોહનું મારણ છે. રાગનાં બંધન તોડી નાખનાર છે. તે મહાનુભાવો, તમે સંયમધર્મનો સ્વીકાર કરો, એ જ તમારા માટે યોગ્ય છે.” રાજા મુનિચંદ્ર કહ્યું: “હે ભગવંત, અમને સહુને આપની આજ્ઞા શિરોધાર્ય છે. આપ ઉર્જની પધારો. અમે અમારાં ઉચિત કર્તવ્યો પૂર્ણ કરીને, આપની પાસે આવીએ છીએ.' કેવળજ્ઞાની ભગવંતે સાધુસમુદાય સાથે ઉજ્જૈની તરફ પ્રયાણ કર્યું. ઉજ્જૈનીના બાહ્ય ઉદ્યાનમાં તેઓ પહોંચ્યાં. મહારાજા મુનિચંદ્ર વગેરે રાજપરિવાર ઉર્જની પહોંચ્યો. રાજમહેલમાં પહોંચીને તરત જ તેમણે મંત્રીમંડળને બોલાવી, વાર્તાલાપ શરૂ કર્યો. ત્રણે રાણીઓ સાથે હું સંસારનો ત્યાગ કરવા ઇચ્છું છું. એ પૂર્વે આજકાલમાં રાજકુમાર ચંદ્રશનો રાજ્યાભિષેક કરવાનો છે. એ માટે તૈયારી કરો. રાજ્યમાં સર્વત્ર મહાદાન દેવડાવો. સર્વ જિનમંદિરોમાં પૂજા-મહોત્સવો ઉજવાવો...” બે દિવસમાં આ બધાં જ કાર્યો થઈ ગયાં.. ત્રીજા દિવસે શુભ મુહૂર્ત, રાજા-રાણી અને સામંતો વગેરે મહાઆડંબર સાથે, ગૃહત્યાગ કરી નગરબાહ્ય ઉદ્યાનમાં પહોંચ્યાં. વાહનોમાંથી ઊતરીને, સહુ પગપાળા કેવળજ્ઞાની ભગવંતની પાસે ગયાં. કેવળજ્ઞાની કોઈને દીક્ષા ના આપે. સમરાદિત્યના મુખ્ય શિષ્ય હતાં શીલદેવ. શલદેવે રાજપરિવારને વિધિપૂર્વક દીક્ષા આપી. અન્ય પ્રજાજનોએ પણ દીક્ષા ગ્રહણ કરી. નૂતન રાજા ચંદ્રશે વંદના કરી અને નગરમાં પાછો ફર્યો. * ૦ ૦ ૦ ક્ષેત્રપાલ વેલંધરે કેવળજ્ઞાની ભગવંતને પૂછ્યું: ભગવંત, આપના પર ઉપસર્ગ કરનાર પેલો દુષ્ટ ચંડાળ ભવ્ય છે કે અભવ્ય?” ૧૪ ભાગ-૩ ૪ ભવ નવમો For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491