________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગવંતે કહ્યું: “તે ભવ્ય જીવ છે.” હે કૃપાનિધિ, એ જીવે શું સમ્યક્ત બીજ પ્રાપ્ત નથી કર્યું? એ પ્રાપ્ત કરશે કે નહીં?
અસંખ્યાત વર્ષ વીતી ગયા પછી, એને શાર્દૂલસિંહ નામના રાજાના ઘોડાનો ભવ મળશે. એ ઘોડાના ભાવમાં સમ્યક્ત પામશે. એ સમ્યક્તના કારણભૂત ગુણપક્ષપાતનું બીજ તેણે આ જન્મમાં જ વાવી દીધું છે, પોતાના આત્મામાં...
હે ક્ષેત્રદેવ, અસંખ્ય ભવો વીતી ગયા પછી, તે “શંખનામનો બ્રાહ્મણ થશે. અને એ ભવમાં એનો મોક્ષ થશે... એની સિદ્ધિ થશે.' વેલધરદેવ આનંદિત થયો. પોતાના સ્થાને ગયો.
૦ ૦ ૦ વર્ષો વીત્યાં.
છે કેવળજ્ઞાની ભગવંત સમરાદિત્યની માતા-સાધ્વી, પિતા-સાધુ સમાધિમૃત્યુ પામીને, સદ્ગતિ પામ્યાં.
મિત્ર સાધુઓ લલિતાગમુનિ, અશોકમુનિ અને કામાંકુરમુનિ પણ સમાધિમૃત્યુને વર્યા હતાં, કેવળજ્ઞાનીએ એમને અંતિમ નિર્ધામણા કરાવીને સદ્ગતિગામી બનાવ્યાં હતાં.
આ મહામુનિ મોહજિત વગેરે ૧૦૮ મુનિવરો અનશન કરી, સર્વ કર્મોનો ક્ષય કરી મુક્તિ વર્યા હતાં.
કેવળજ્ઞાનીએ પોતાના ધર્મશાસનની જવાબદારી મહાત્મા શીલદેવને આચાર્યપદે સ્થાપિત કરી, તેમને સોંપી દીધી હતી.
એક દિવસે તેઓએ કહ્યું: ‘મહાત્માઓ, મારું નિર્વાણ અયોધ્યામાં થશે, આપણે આવતીકાલે અહીંથી અયોધ્યા તરફ પ્રયાણ કરવાનું છે...”
બીજા દિવસે સેકંડો સાધુ-સાધ્વી સાથે સમરાદિત્યે અયોધ્યા તરફ પ્રયાણ કરી દીધું.
* * *
શ્રી સમરાદિત્ય મહાકથા,
૧પ
For Private And Personal Use Only