________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યવહાર કરે તેમ આ ભીલ મારી સાથે બહુમાનપૂર્વક વ્યવહાર કરી રહ્યો છે. ગજબ છે આ પુરુષની સજ્જનતા!
રાજાએ ફળાહાર કરી લીધું, ભીલ ખૂબ રાજી થયો.
સૂર્યાસ્ત થયો. ભીલે રાજાને કહ્યું: ‘મહાપુરુષ, આપ જરાય ચિંતા ના કરશો. હું અહીં જ આ વૃક્ષોની ઘટામાં સારું બિછાનું કરી આપું છું. આપ રાત્રિ અહીં જ પસાર કરજો. નિશ્ચિંત બનીને ઊંઘી જજો. હું જાગતો રહીને, તમારું રક્ષણ કરીશ.’
તેણે વૃક્ષોનાં કોમળ પર્ણો અને પુષ્પોની શય્યા તૈયાર કરી, સંધ્યા ઢળી ગઈ હતી. રાત્રિનો પ્રારંભ થયો હતો, થોડો સમય રાજાએ ભીલ સાથે વાતો કરી, સરોવરની ચારે બાજુ લટાર મારી... પછી શય્યામાં પડી, તે ઘસઘસાટ ઊંઘી ગયો. ભીલે અશ્વને એક વૃક્ષ સાથે બાંધી દીધો. પોતે ધનુષ્યબાણ સાથે, ત્યાં ચોકી કરતો ચારે બાજુ ફરવા લાગ્યો.
નિર્વિઘ્ને રાત્રિ પૂર્ણ થઈ.
ન કોઈ પશુ આવ્યું કે ન કોઈ ચોર-ડાકુ આવ્યાં.
પ્રભાત થયું. રાજા ઊઠ્યો. ભીલે પાસે આવીને, રાજાની કુશળતા પૂછી. ત્યાં તો રાજાના ઘોડેસવાર સૈનિકો ત્યાં આવી પહોંચ્યા. રાજાને જોઈને હર્ષ પામ્યાં.
‘અમે આપના અશ્વને પગલે પગલે અહીં સુધી આવી પહોંચ્યાં.'
‘ચાલો, હવે આપણે નગરમાં જઈએ.’ રાજાએ ભીલ સામે જોઈને કહ્યું: ‘તારે પણ મારી સાથે આવવાનું છે.' સૈનિકોએ એક અશ્વ ભીલને આપ્યો. રાજા પોતાના અશ્રુ પર આરૂઢ થયો.
નગરના દ્વારે પ્રજાજનોએ મહારાજાને વધાવ્યાં. રાજાએ કહ્યું: ‘મારા પ્રાણોની રક્ષા કરનાર, આ શબ૨૫તિને પણ વધાવો....' પ્રજાજનોએ શબરપતિને પણ અક્ષતકંકુથી વધાવ્યો.
સહુ રાજમહેલના દ્વારે આવ્યાં. રાણીઓએ સ્વાગત કર્યું. મહેલમાં જઈને, પોતાની સાથે શબરપતિને સ્નાન કરાવ્યું. ઉત્તમ વસ્ત્ર અને અલંકારો આપ્યાં. પોતાની સાથે જ ભોજન કરાવ્યું.
ભોજન કર્યા પછી રાજાએ સુંદર વસ્ત્ર અને પોતાના શરીર પરનાં બધાં જ આભૂષણ કાઢીને, શબરપતિને ભેટ આપ્યાં. ત્યાર બાદ રાજા શબ૨૫તિને લઈને, રાજસભમાં ગયો. પોતાના સિંહાસનની પાસે જ એને એક સુંદર આસન પર બેસાડ્યો.
મહામંત્રીએ પૂછ્યું: ‘હે દેવ, જે મહાપુરુષનું આપે બહુમાન કર્યું, એમનો પરિચય ?’ રાજાએ શબરપતિનો પરિચય આપ્યો. રાજસભામાં બેઠેલા સર્વેએ શબરપતિની પ્રશંસા કરી. રાજસભાનાં કાર્યો થયાં. રાજ્યની પ્રધાન નૃત્યાંગનું નૃત્ય થયું. વાર્તા
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૪૩૧
For Private And Personal Use Only